ANATOMY UNIT : 10 REPRODUCTIVE SYSTEM (PART : 1) FEMALE

REPRODUCTIVE SYSTEM (રીપ્રોડક્ટીવ સિસ્ટમ):

INTRODUCTION (ઈન્ટ્રોડકશન):

  • એક એવી અબિલિટી કે જેનાથી એક વ્યક્તિ (individual) નવા individual ને ઉત્પન્ન કરી શકે અથવા તો તેના offspring (બાળકો) ને જન્મ આપી શકે છે. આ પ્રોસેસ ને reproduction ( પ્રજનન) કેહવાય છે.
  • Reproduction ના કારણે જે તે species (જાતિ) પોતાનુ અસ્તિત્વ જાળવી રાખે છે.
  • Body ની almost બધી જ system જન્મ સમય પર શરૂ થય જાય છે પણ reproductive system એ એવી system છે, જે puberty સમય એ શરૂ (active) થાય છે.
  • Human being ની અંદર અમુક પ્રકાર ના જર્મ સેલ્સ હોય છે. તેને ગેમેટસ કેહવાય છે.
    female ના primary (મુખ્ય) સેક્સ ઓર્ગન ovary (ઓવરી) હોય છે અને MALE મા testes (ટેસ્ટીસ) હોય છે.
  • Ovary female egg પ્રોડયુસ કરે છે અને testes male sperm (સ્પર્મ) produce કરે છે.
    બીજા બધા reproductive organ accessory organ supportive organ તરીકે વર્ક કરે છે.
    મેલ અને ફીમેલ ગેમેટસ જ્યારે ફુયુઝ થાય છે, ત્યારે ઝાયગોટ બનાવે છે અને તે આગળ જતા ભ્રૂણ (fetus) બને છે.

Human reproductive system નીચે મુજબ છે :-

1) FEMALE REPRODUCTIVE SYSTEM (ફીમેલ રીપ્રોડક્ટીવ સિસ્ટમ)

2) MALE REPRODUCTIVE SYSTEM (મેલ રીપ્રોડક્ટીવ સિસ્ટમ)

1) FEMALE REPRODUCTIVE SYSTEM (ફીમેલ રીપ્રોડક્ટીવ સિસ્ટમ):

A. External genitalia of female / VULVA / PUEDENDAM

  • Mons pubis (મોન્સ પ્યુબિસ)
  • Labia majora (લેબીયા મેજોરા)
  • Labia minora (લેબીયા માયનોરા)
  • Clitoris (ક્લાઈટોરીસ)
  • Perineum (પેરીનિયમ)
  • Vestibule (વેસ્ટીબ્યુલ)
  • Mammary gland (મેમરી ગ્લેન્ડ)

MONS PUBIS (મોન્સ પ્યુબિસ):

  • મોન્સ પ્યુબીસ એ કુશન જેવુ સ્ટ્રકચર છે. જે ફેટ અને સ્કિન થી બનેલુ હોય છે. જે symphysis pubis ની આગળ આવેલુ હોય છે.
  • Puberty દરમિયાન તે hair થી કવર થાય છે અને એક હોરીઝોન્ટલ(આડી) મર્જીન બનાવે છે.

LABIA MAJORA (લેબીયા મેજોરા):

  • આ આગળ ની બાજુ બે thick fold હોય છે. જે vulva ની બ્રીમ (brim) બનાવે છે. (vulva એટલે કે external reproductive organ તેને vulva પણ કેહવાય છે).
  • Labia Majora સ્કિન, ફેટ, areolar ટિસ્યુ, અને smooth muscle નું બનેલુ હોય છે. જેની ઉપર ની surface પર hairs આવેલા હોય છે. તેના અંદર ની બાજુ શિબેસિયસ ગ્લેન્ડ આવેલા હોય છે.
    રાઉન્ડ લિગામેંટ એ labia majora એ એન્ડ થાય છે.
  • લેબીયા મેજોરા આગળ ની બાજુથી (anteriorly) મોન્સ પયુબિસ પાસે મળે છે અને posteriorly તે perineum (પેરીનીયમ) ની સ્કિન પાસે મળે છે. જેમ મેલ માં scrotum હોય છે, તેમ ફીમેલ મા labia majora હોય છે.

LABIA MINORA (લેબીયા માઇનોરા):

  • Labia minora એ બે નાના સ્કિન ફોલ્ડ્સ (જેની અંદર ફેટ, hairs હોતા નથી પણ ઘણી શિબેસિયસ ગ્લેન્ડ હોય છે) જે લિબિયા મેજોરા ની અંદર હોય છે.
  • તેનુ ઉપર નો ભાગ તે ક્લાયટોરિસ પાસે મળી ને prepuce (પ્રીપયુસ- જેમ મેલ મા પેનિસ મા ફોર સ્કિન આવેલી હોય એમ ફિમેલ મા ક્લાઈટોરીસનુ કવર) બનાવે છે, અને નીચે નો ભાગ ક્લાઈટોરીસ નુ ફ્લોર (frenulum )બનાવે છે.

CLITORIS (કલાઇટોરિસ):

  • આ cylindrical (નળાકાર) shape અને triangular shape નુ હોય છે. તે erectile tissue (ઉતેજના કરે તેવી) થી બનેલુ હોય છે.
  • આ જેમ મેલ મા પેનિસ હોય તેમ આ ફિમેલ મા ક્લાઇટોરિસ હોય છે.
    તેની અંદર સેંસરી નર્વ ending આવેલા હોય છે. જાતિય સંબંધ (સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સ) દરમિયાન ઉતેજના નુ કામ કરે છે.

PERINEUM (પેરીનીયમ):

  • આ એક એવો area છે, જે લિબિયા મેજોરા ના બેસ (base) થી લઇ ને એનલ (anal) કેનાલ સુધી લંબાયેલો હોય છે. અંદાજે આ ત્રિકોણ આકાર નો હોય છે.
  • તે connective tissue, ફેટ, અને muscle નુ બનેલું હોય છે. તે પેલ્વિક ફ્લોર ના મસલ્સ ને attachment આપે છે.

VESTIBULE (વેસ્ટીબ્યુલ):

  • Vestibular ગ્લેન્ડ એટલે કે (Bartholin gland) તે 2 હોય છે અને vaginal opening ની બન્ને બાજુ આવેલ હોય છે. તેની સાઈઝ વટાણા જેવડી હોય છે. તેમા ducts આવેલી હોઈ તે vagina મા ખૂલે છે અને તે mucous સિક્રિટ કરે છે. જેનાથી vulva મા moisture રહે છે અને વજાઈનલ કેવીટી wet રહે છે.

2. INTERNAL REPRODUCTIVE ORGANS (ઇન્ટર્નલ રીપ્રોડક્ટીવ ઓર્ગન્સ):

આ ઓર્ગન્સ પેલ્વિક કેવિટી ની અંદર રહે છે. જેમા નીચે મુજબ ના ઓર્ગન્સ નો સમાવેશ થાય છે.

Internal reproductive organ નીચે મુજબ છે.

  • Vagina (વજાઈના)
  • Uterus (યુટ્રસ)
  • Uterine tube or Fallopian tube or Salpinges (યુટેરાઈન ટ્યુબ / ફેલોપિયન ટ્યુબ /સલ્ફિંજસ)
  • Ovaries (ઓવરીઝ).

VAGINA (વજાઈના):

  • Vagina એ ફાયબ્રો મસ્ક્યુલર ટ્યુબ છે. જેની લાયનિંગ સ્ટ્રેટીફાઇડ સ્કેવેમ્સ એપીથેલિમ સેલ થી બનેલી છે. જે અંદરના અને બહારના (internal અને external) reproductive ઓર્ગન્સ ને જોડી રાખતુ સ્ટ્રકચર છે.
  • તેની આગળ યુરીનરી બ્લેડર અને રેક્ટમ પાછળ આવેલ હોય છે. તેની આગળ ની વોલ 7.5 cm ની હોય છે અને પાછળ ની વોલ 9cm હોય છે.

Structure of Vagina (વજાઇના નુ સ્ટ્રકચર)

વજાયના ના ત્રણ લેયર આવેલા હોય છે

1.Outer Layer (આઉટર લેયર)

2.Middle Layer (મિડલ લેયર)

3.Inner Layer (ઇનર લેયર)

1.Outer Layer (આઉટર લેયર) :- આઉટર લેયર એરીઓલર ટિસ્યુ નુ બનેલુ હોય છે

2.Middle Layer (મિડલ લેયર) :- મિડલ લેયર સ્મૂથ મસલ્સ નુ બનેલુ હોય છે.

3.Inner Layer (ઇનર લેયર) :- stratified squamous એપીથેલીયમ ટીસ્યુ નુ બનેલું હોય છે. જે rugae (રુગા – પ્રોજેક્સન જેવુ) બનાવે છે.

તેમા કોઈ સિક્રીશન હોતા નથી. સર્વાઇકલ (cervical) ના સિક્રીશન ના કારણે તે moist રહે છે.
puberty અને મેનોપોઝ ની વચ્ચે lactobacillus acidophilus નામના બેક્ટેરિયા vagina ની pH ને એસિડિક બનાવે છે. જે 4.9 થી 3.5 જેટલી હોય છે. એસિડિક pH ના કારણે ઇન્ફેક્શન કરતા microorganism vagina મા એન્ટર થતા નથી.

Blood Supply (બ્લડ સપ્લાય) :

યુટેરાઇન આર્ટરી અને વજાઈનલ આર્ટરી દ્વારા કે જે ઇન્ટર્નલ ઈલિયાક આર્ટરી ની શાખા છે.
વિનસ પલેક્સસ એ મસલ્સ ના વોલ મા આવેલી હોઈ છે અને ઇન્ટર્નલ ઇલિયાક વેઈન મા ડ્રેઈન થાય છે.

NERVE SUPPLY (નર્વ સપ્લાય):

Parasympathetic nerves, sympathetic nerves અને somatic nerve supply હોય છે

FUNCTIONS (ફંકશન્સ):

  • ઇન્ટરકોર્સ વખતે વજાઈના એ પેનિસ ની એન્ટ્રી ને allow કરે છે.
  • સ્પર્મ યુટ્રસ માં દાખલ થવા માંટે મૂવ ન થાય ત્યા સુધી સ્પર્મ ને હોલ્ડ કરી રાખે છે.
  • એક elastic સ્ટ્રકચરલ પાર્ટ છે જે બર્થ સમય એ બેબી ને બહાર આવવામા મદદ કરે છે.
  • વજાઈના માં આવેલા સેન્સરી નર્વ એન્ડીંગસ એ સેક્સુઅલ પ્લેઝર ની ફિલિંગ આપે છે.
  • યુરીનરી ટ્રેક ના આઉટર ઓપનિંગ તરીકે કાર્ય કરે છે.
  • Women મા monthly મેનસટ્રુઅલ બ્લીડિંગ થાય જેથી યુટ્રસ નું બ્લડ વજાઈના દ્વારા બહાર આવે છે.
  • વજાઈનલ કેવીટી ની એસીડીક PH માઇક્રોઓર્ગેનીઝમ ના ગ્રોથ ને અટકાવે છે.

UTERUS (યુટ્રસ):

  • યુટ્રસ એ હોલો (પોલુ) અને મસ્ક્યુલર ઊંધા પીયર (પેરુ) આકાર નુ ઓર્ગન છે. તે પેલ્વિક કેવીટી ની અંદર આવેલું ઓર્ગન છે. જે યુરીનરી બ્લેડર અને રેક્ટમ ની વચ્ચે આવેલુ છે.
  • મોસ્ટ ઓફ વુમન ની અંદર યુટ્રસ આગળ ની બાજુ વળેલું હોય છે (anteflexion) અને ફોરવર્ડ હોય છે (anteversion) અને વજાઈના કાટખૂણે (90°- right angle) એ હોય છે.
  • તેની anterior વોલ બ્લેડર ઉપર જુકેલી હોય છે અને વેસિકોયુટેરાઈન પાઉચ બનાવે છે બ્લેડર અને યુટ્રસ વચ્ચે જે પેરીટોનિયમ નુ પાઉચ બને છે તેને વેસિકોયુટેરાઈન પાઉચ કેહવાય છે).
  • જ્યારે બોડી upright position માં હોય છે ત્યારે યુટ્રસ ની લંબાઈ 3 ઇંચ, પોહડાય 2 ઇંચ અને જાડાઈ 1 ઇંચ હોય છે. તેનુ વજન 30 થી 40 ગ્રામ હોય છે.

The parts of the uterus are as follows (યુટ્રસ ના પાર્ટ નીચે મુજબ હોય છે):

  1. ફંડસ (fundus ):- તે dome (ઘુંમટ) આકાર નુ હોય છે. તેના ઉપરના ભાગે થી યુંટેરાઈન ટ્યુબ ખૂલે છે.
  2. બોડી (body):- બોડી એ મેઇન પાર્ટ છે. યુટ્રસ નીચે જતા નેરો (સાંકડુ ) બને છે. ઇન્ટર્નલ ઓસ (મુખ ) બનાવે છે. જે કંટીન્યુ આગળ જઇ સર્વિક્સ બનાવે છે.
  3. સર્વિક્સ (cervix):- તેને નેક ઓફ યુટરસ કહેવામાં આવે છે. વજાયના ની એંટીરિયર પાર્ટ મા ખૂલે છે અથવા બહાર પડે છે (protrude) થાય છે. તેનુ ઓપનિંગ external os (ઓસ) કહેવાય છે.

STRUCTURE (સ્ટ્રકચર):

યુટ્રસ ને 3 લેયર હોય છે (The uterus has 3 layers):

પેરીમેટ્રીયમ (perimetrium)
માયોમેટ્રિયમ (myometrium)
એંન્ડોમેટ્રિયમ (endometrium)

Perimetrium (પેરીમેટ્રીયમ):

  • આ એક પેરિટોનિયમ નુ લેયર છે. જે યુટ્રસ ની આજુ બાજુ ફેલાયેલુ હોય છે. આગળ ની બાજુ ફન્ડ્સ અને બોડી અને ઉપર ની બાજુ યુરીનરી બ્લેડર પર પેરિટોનિયમ નો ફોલ્ડ હોય છે.
  • આગળ ની બાજુ યુટ્રસ અને બ્લેડર વચ્ચે જે પેરિટોનિયમ નુ પાઉચ બને તેને વેસિકો યુટેરાઈન પાઉચ કેહવાય છે જ્યારે પાછળ ની બાજુ પેરિટોનિયમ ફંડસ થી સર્વિક્સ સુધી પોહચેલુ હોય છે. પાછડ રેકટમ અને યૂટ્રસ ની વચ્ચે જે પાઉચ બને તેને પાઉચ ઓફ ડગલસ (pouch of Douglas) કેહવાય છે અથવા તેને રેક્ટોયુટેરાઈન પાઉચ કેહવાય છે.
  • લેટરલી (બાજુ મા) તે double fold થાય છે. પેરિટોનિયમ નુ લેયર સાઈડ મા બ્રોડ લીગામેન્ટ અને રાઉન્ડ લીગામેન્ટ બનાવે છે, તે યુટ્રસ ને pelvis સાથ join રાખે છે.

MYOMETRIUM (માયોમેટ્રિયમ):

  • આ યુટ્રસ નુ સૌથી જાડુ લેયર છે. આમા smooth muscle નો જથ્થો હોય છે અને તેની સાથે એરીઓલાર ટિસ્યુ ,બ્લડ વેસલ્સ અને નર્વસ આવેલી હોય છે.

ENDOMETRIUM (એન્ડોમેટ્રીયમ):

તે કોલ્યુમેનર એપીથેલિયમ ટીસ્યુ થી બનેલું હોય છે અને મ્યુકસ સિક્રિટ કરે તેવા ટ્યુબુલર સેલ ગ્લેન્ડ્સ મા આવેલા હોય છે

તેના કુલ બે લેયર હોય છે.

  1. Functional layer (ફંકશનલ લેયર)
  2. Basal layer (બેઝલ લેયર)

1.Functional layer (ફંકશનલ લેયર)

  • તે ઉપર નુ લેયર છે. તે પ્રથમ 15 દિવસ અથવા તો અડધી સાઇકલ એ રકતવાહિનીઓ થી ભરપુર થાય છે અને જો ઓવમ (એગ) fertilize ના થાય તો આ લેયર ખરી (પડી) જાય છે અને માસિક ચક્ર (મેન્સટ્રુએશન) શરૂ થાય છે.
  • જો fertilize થાય તો આ 9 મહિના સુધી (પ્રેગ્નન્સી) તેમજ રહે છે અને પછી ખરે છે અને 9 મહિના દરમિયાન તેને ડેસિડ્યુઆ (decidua) કેહવાય છે.

2.Basal layer (બેઝલ લેયર)

આ માયોમેટ્રીયમ ની આગળ આવેલુ હોય છે. જે માસિક ચક્ર દરમિયાન બહાર આવતુ નથી. આ એ લેયર છે, જેમાથી નવુ અને ફ્રેશ લેયર બને છે.

એન્ડોમેટ્રિયમ નો 2/3 લેયર તે મ્યુકસ મેમ્બ્રેન થી બનેલુ હોય છે અને નીચેનો ભાગ વજાઈના સુધી stratified squamous epithelium નો બનેલો હોય છે.

BLOOD SUPPLY (બ્લડ સપ્લાય):

આર્ટિરિયલ સપ્લાય :- યુટેરાઈન આર્ટરી દ્વારા બ્લડ પોહોચે છે અને તે ઈન્ટર્નલ ઇલિયાક આર્ટરી ની શાખાઓ હોય છે.

વિનસ ડ્રેનેજ :- વેઇન મા આર્ટરી ની જેમ જ હોય છે પણ blood ડ્રેઇન ઈલિયાક વેઇન મા થાય છે.

Nerve Supply (નર્વ સપ્લાય):

પેરા સિમ્પથેટિક નર્વ સપ્લાય સેક્રમ માંથી થાય છે અને સિમ્પથેટીક નર્વ સપ્લાય લંબર રિજીયન માથી થાય છે.

Supporting Structure (સપોર્ટિંગ સ્ટ્રકચર):

યુટ્રસ આજુ-બાજુ ના ઓર્ગન થી સપોર્ટેડ હોય છે. જે પેલ્વિક કેવિટિ મા હોય છે અને ત્યા લીગામેન્ટ્સ આવેલા હોય છે. જે યુટ્રસ ને સપોર્ટ કરે છે. જેવા કે :-

  1. બ્રોડ ligaments
  2. રાઉન્ડ ligaments
  3. યુટરોસેક્રલ ligaments
  4. ટ્રાન્સવર્સ સર્વાઇકલ ligaments
  5. પ્યુબો સર્વાઇકલ ફેસિયા

ઉપરોક્ત સ્ટ્રકચર ના લીધે યુટ્રસ પોતાનો શેપ જડવે છે અને તેને સ્ટ્રકચરલ સપોર્ટ મડે છે.

FUNCTIONS OF UTERUS (યુટ્રસ ના કાર્યો):

  • યુટ્રસ એ ઓવમ અને સ્પર્મ ના ફર્ટિલાઈઝેશન માટે હેલ્પ કરે છે.
  • ફર્ટિલાઈઝેશન થઈ ગયા બાદ ઝાઈગોટ ને યુટ્રસ ની અંદર ની દિવાલમા ઈમ્પ્લાન્ટેશન થવામા મદદ કરે છે અને પ્રેગ્નન્સી જાળવી રાખે છે.
  • પ્રેગ્નન્સીમા યુટ્રસ ની અંદર ના કન્ટેન્ટમા વધારો થતા યુટ્રસ ની સાઈઝમા પણ વધારો જોવા મળે છે જેથી પ્રેગ્નન્સી કંટીન્યુ રહી શકે છે.
  • પ્રેગ્નન્સી દરમિયાન યુટ્રસ મા રહેલા ફિટસ ને ન્યુટ્રીશન પ્રોવાઇડ કરવાનુ કાર્ય કરે છે.
  • યુટ્રસ ના મસલ્સ કોન્ટ્રેક્ટ થવાના કારણે ડિલિવરી દરમિયાન બેબીને બહાર આવવા માટે હેલ્પ કરે છે.
  • યુટ્રસ ની અંદર ની દિવાલ એન્ડોમેટ્રિયમ એ મેન્સટ્રુએશન સાયકલ દરમિયાન તૂટે છે. દર 26 થી 30 દિવસે આ સાયકલ કંટીન્યુ રહે છે ત્યા wbc ધસી આવવાના લીધે ઇનફેક્શન લાગવાની શક્યતા ઓછી થાય છે. 

FALLOPIAN TUBE/ SALPHINGES / MULERIAN DUCT / UTERINE TUBE (ફેલોપિયન ટ્યુબ, સાલ્ફિંજીસ, મુલેરીયન ડક્ટ, યુટેરાઇન ટ્યુબ):

તે 2 ની સંખ્યા મા હોય છે. તે ફંડસ અને બોડી સાથે ચોંટેલી હોય છે અને ફંડસ ની બન્ને બાજુ એક એક હોય છે. તે 10cm લાંબી હોય છે.

તેના મેઇન પાર્ટસ નીચે મુજબ હોય છે.

  1. Interstitial (ઇન્ટરસ્ટીસીયલ):- આ ભાગ યુટ્રસ સાથે એટેચ હોય છે. તે યુટ્રસ ના ફંડસ પછી નો શરૂઆત નો ભાગ છે.
  2. Isthmus (ઇસ્થમસ):- આ સાંકડો હોય છે અને અંદાજે 2.5 cm નો હોય છે.
  3. Ampulla (એમપ્યુલા):- Ampulla એ ટ્યુબ નો સૌથી પોહોડો ભાગ હોય છે. અહી ઓવમ અને સ્પર્મ ફર્ટિલાઈઝ થાય છે.
  4. Infundibulum (ઇન્ફનડીબ્યુલમ):- આ ફેલોપિયન ટ્યુબ નો છેલ્લો પાર્ટ છે અને જેનો આકાર ગરણી જેવો હોય છે.
    આના અંતે આંગળીયો (finger like projection) જેવું સ્ટ્રકચર બને છે. તેને fimbriae (ફિમ્બ્રિયા) કહે છે. ફિમ્બ્રીયા એગ સેલ્સ ને રીસિવ કરે છે. તેના ત્રણ લેયર હોય છે
  • Outer Layer (આઉટર લેયર) જે પેરિટોનિયમ નુ બનેલુ હોય છે.
  • Middle Layer (મિડલ લેયર) જે મસલ્સ થી બનેલુ હોય છે.
  • Inner Layer (ઇનર લેયર) એ મ્યુકસ મેમ્બ્રેન અને સિલિયેટેડ એપિથેલિયમ ટીસ્યુ થી બનેલુ હોય છે.

Functions of FALLOPIAN TUBE (ફેલોપીયન ટ્યુબ ના ફંક્શન્સ):

  • તે એગ (ઓવમ) ને પેરિસ્ટાલસિસ મૂવમેન્ટ કરાવે છે અને એમપ્યુલ્લા સુધી પહોચાડે છે.
  • તેમાંથી જે મ્યૂકસ સિક્રિટ થાય છે તે ઓવા અને સ્પર્મ ને આઇડિયલ વાતાવરણ આપે છે.
  • એગ અને sperm ફર્ટિલાઇઝ અહી થાય છે અને ઝાયગોટ બને છે.
  • ફર્ટીલાઇઝ ઝાયગોટ ને યુટ્રસ સુધી પહોચાડે છે.

Ovaries (ઓવરીઝ):

  • ઓવરી એ ફિમેલ ગોનાડ છે. તે ઓવેરિયન ફોસા મા યુટ્રસ ની બંને બાજુ આવેલી હોય છે. તે બ્રોડ લીગામેંટ ની પાછડ આવેલી હોય છે.
  • તે 2 ની સંખ્યા મા હોય છે (પેર ઓફ ઓવરીસ). તે ટેસ્ટીસ થી હોમોલોગસ હોય છે.
  • તે ઓવેરિયન વોલ લીગામેંટ્સ દ્વારા પેલવિક વોલ થી અટેચ થયેલી હોય છે.

Location (લોકેશન) :

તે ઓવેરિયન ફોસા ની આજુબાજુ (ફોસા એટલે કે એક ખાડા જેવુ સ્ટ્રક્ચર જેની અંદર કોઈ પણ ઓર્ગન હોય છે ) નુ સ્ટ્રકચર જેમા તે યુરેટર્સ ની પાછડ (મૂત્ર વહીનીઓ ની પાછડ), ઓબ્લિટરેટેડ અંબલિકલ આર્ટરી (એવિ આર્ટરી જે જન્મ ના થોડા સમય બાદ જ નાબૂદ થાય છે) તેની આગડ
અને નીચે ઓબ્ટુરેટેડ ઈંટરસ મસલ્સ ,વેસલ્સ અને નર્વ દ્વારા સપોર્ટેડ હોય છે.

Shape and Size (શેપ અને સાઈઝ) :

ઓવરી ઓવેલ શેપ ની હોય છે. તે 3 સેમી લાંબી, 1.5 સેમી પહોડી અને 1 સેમી જાડી હોય છે.

Surface And colour (સપાટી અને કલર) :

યંગ એડલ્ટસ ની અંદર ઓવરી નો કલર પિન્ક હોય છે અને તે સ્મૂથ હોય છે. ઓલ્ડર વુમન મા તે રફ, ઇરેગ્યુલર અને ગ્રે કલર ની હોય છે કેમ કે તેમા ઓવ્યુલેશન વારંવાર થયુ હોય છે.

Attachment (અટેચમેન્ટ) :

બંને ઓવરી યુટ્રસ સાથે ઉપર ના ભાગે ઓવેરીયન લીગામેંટ થી અટેચ થયેલ હોય છે અને પાછડ ની બાજુ બ્રોડ લીગામેંટ થી અટેચ થયેલી હોય છે. તેને મેસોવેરિયમ કહેવાય છે, બ્લડ વેસલ અને નર્વ મેસોવેરિયમ થી પાસ થાય છે.

Blood Supply (બ્લડ સપ્લાય) :

તે ઓવેરિયન આર્ટરી દ્વારા થાય છે અને તે એબ્ડોમિનલ એઓર્ટા ની એક બ્રાન્ચ છે.
વેઇન ને પેમ્પિનિફોર્મ પ્લેક્ષસ કહેવાય છે. તે ઓવરી માથી જ ઇમર્જ થાય છે .
રાઇટ વેઇન ઇન્ફિરિયર વેના કાવા માં ડ્રેંઇન થાય છે અને લેફ્ટ વેઇન લેફ્ટ રિનલ વેઇન માં ડ્રેંન થાય છે.

Nerve Supply (નર્વ સપ્લાય):

સિમ્પથેટીક ફાઇબર્સ જે T10 અને T11 સ્પાઇનલ લીગામેંટ માથી નિકડે છે.
પેરાસિમ્પથેટીક નર્વ વેગસ નર્વ માથી નિકડે છે.

Histology Of Ovary (હિસ્ટોલોજી(ટીસ્યું ની સ્ટડી ને હિસ્ટોલોજી કહેવાય છે) ઓફ ઓવરી):

  • ઓવરી ઓવલ (અંડાકાર ) શેપ ની હોય છે.
    તેની અંદર ક્યુબોડિયલ એપીથેલિયમ સેલ્સ થી બનેલુ એક સિંગલ લેયર આવેલુ હોય છે. તેને જર્મિનલ એપિથેલિયમ કહેવાય છે.
  • તેમા ડેન્સ ટીસ્યુ આવેલ હોય છે. તેને ટ્યુનિકા અલબીનીયા કહેવાય છે અને તે જર્મિનલ એપીથેલિયમ ની અંદર ના ભાગે આવેલ હોય છે .

તેના કુલ 2 ભાગ હોય છે.

  1. Cortex (કોર્ટેક્સ):- તે સ્ટોમા અને ઓવેરી ના ફોલિકલ્સ થી બનેલુ હોય છે.
  2. Medula (મેડ્યૂલા):- કનેક્ટિવ ટીસ્યુ થી બનેલુ હોય છે અને બ્લડ વેસલ્સ ના નેટવર્ક થી કનેકટેડ હોય છે અને ઇલાસ્ટિક ફાઈબર થી બનેલુ હોય છે.

Oogenesis (ઉજીનેસિસ):

  • આ ફિમેલ ગેમેટ બનાવવાની એક પ્રક્રિયા છે. પ્રાઇમરી જર્મ સેલ્સ માથી જે ઓવા બને એ પ્રોસેસ ને ઉજીનેસિસ કહેવાય છે.
  • જ્યારે ઇન્ટ્રા યુટેરાઇન પિરિયડ મા 6 month થાય ત્યારે 6 મિલિયન જેટલા ઉગોનીયા પ્રેઝન્ટ હોય છે. ઉગોનીયા મિયોટીક ડિવિજન કરે છે અને પ્રાઇમરી ઊસાઇટ મા કન્વર્ટ થાય છે અને પ્રોફેસ મા અટકી જાઈ છે .
  • 1st મિયોટીક ડિવિજન પ્યુબર્ટી એ અરેસ્ટ થાય છે. જ્યારે પ્યુબર્ટી શરૂ થાય ત્યારે માસિક ચક્ર (menstruation) શરૂ થાય છે. પહેલા માસિક ચક્ર ને મેનારકી (menarche) કહેવાય છે.
  • પહેલા માસિક ચક્ર શરૂ થતાં ઓવ્યુલેશન થાય છે અને એગ છૂટ્ટુ પડે છે અને ઓવ્યુલેશન થાય છે, પહેલું એગ નિકડે છે .
  • જ્યારે ઓવ્યુલેશન થાય તેની પહેલા ફોલ્લીકલ્સ બને છે. એફએસએચ (FSH) ની મદદ થી થાય છે અને પછી તે ઇસટ્રોજન ના કારણે જોવા મળે છે. તે ફોલિકલ્સ મેચ્યોર થાય છે અને ગ્રાફિયન ફોલિકલ બને છે.
  • એ ગ્રાફિયન ફોલિકલ માથી મેચ્યોર ઓવમ બને છે. એ ઓવમ માસિક ચક્ર ના 14 માં દિવસે નિકડે છે અને જો એ ફર્ટિલાઇસ થાય તો ફિટસ બને છે અને જો ફર્ટીલાઇઝ ના થાય તો મેનસિસ (menstruation) આવે છે.

Menstruation Cycle (મેનસ્ટૃઅલ સાયકલ):

  • મેન્સટ્રુએશન સાયકલ એ ફિમેલ મા પ્યુબર્ટી ફેઝ પછીથી જોવા મળે છે.  જેમા ઓવરી અને યુટર્સ ના ફંક્શન મા ચેન્જીસ જોવા મળે છે.
  • મેન્સટ્રુએશન સાયકલ એ દર 26 થી 30 દિવસે જોવા મળે છે. આ બ્લડ ના  હોર્મોન ના લેવલમા ચેન્જીસ આવવાના કારણે જોવા મળે છે.
  • મેન્સટ્રુએશન સાયકલની શરૂઆત થાય તેને મેનારકી તરીકે ઓળખવામા આવે છે.
  • ફિમેલ ને પ્યુબર્ટી એજ પછીથી આ સાયકલ કંટીન્યુઅસ જોવા મળે છે. જે પ્રેગ્નન્સી દરમિયાન ટેમ્પરરી બંધ થાય છે અને મેનોપોઝ ના પિરિયડ પછી કમ્પલીટ બંધ થઈ જાય છે.
  • મેન્સટ્રુએશન ની શરૂઆત એ યુટર્સમા આવેલા કોર્પસ લ્યુટીયમ લેયર ના ડીજનરેશનના કારણે જોવા મળે છે અને બ્લીડિંગ એ વજાયનલ કેવીટી  મારફત બહાર આવે છે.
  • મેન્સટ્રુએશન સાયકલમા નીચે મુજબના ફેઝ જોવા મળે છે.

1. Menstrual Phase (મેન્સટ્રુઅલ ફેઝ):

  • આ ફેઝ દર 28 દિવસે જોવા મળે છે અને તે લગભગ ચાર દિવસ સુધી શરૂ હોય છે. જ્યારે ફીમેલ મા એગ નુ  ફર્ટિલાઈઝેશન થતું નથી ત્યારે યુટ્રસની દિવાલ ને સપોર્ટ કરતા હોર્મોન્સ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનુ પ્રમાણ ઘટે છે અને ઓક્સિટોસિન હોર્મોન નું પ્રમાણ વધે છે. જેથી યુટ્રસના કોન્ટ્રાકશન નુ સ્ટીમ્યુલેશન વધે છે અને યુટ્રસ ની દિવાલ નુ કોરપસ લ્યુટીયમ લેયર નુ ડીજનરેશન થવાની શરૂઆત થઈ જાય છે અને યુટ્રસ માથી વજાયના મારફત બ્લડ ડ્રેઇન થાય છે. આ ફેઝ 1 થી 4 દિવસ સુધી ચાલે છે. 
  • આ મેન્સટ્રુઅલ ફલો મા એન્ડોમેટ્રીઅલ ગ્લેંડ્સ, એન્ડોમેટ્રીઅલ સેલ્સ, બ્લડ તથા અનફર્ટિલાઈઝડ ઓવમ નો ભાગ હોય છે. અંદાજિત 100 થી 200 ml જેટલુ બ્લડ આ ફેઝ ના  3 થી 5 દિવસ દરમિયાન બહાર નીકળે છે જેને મેન્સ્ટ્રુઅલ ફેઝ કહેવામા આવે છે.

2. Proliferative Phase (પ્રોલીફરેટિવ ફેઝ):

  • મેન્સ્ટ્રુઅલ ફેઝ એ 5 મા દિવસે પૂરો થાય છે. ત્યારબાદ એટલે કે  6  દિવસથી પ્રોલીફરેટીવ ફેઝ શરૂ થાય છે અને 14 દિવસ સુધી શરૂ હોય છે.
  • આ ફેઝ મા ફોલિકલ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન એ ઓવેરિયન ફોલિકલ્સ ને સ્ટીમ્યુલેટ કરે છે અને તેથી ઇસ્ટ્રોજન પ્રોડક્શન મા વધારો થાય છે. આ ઇસ્ટ્રોજન એ એન્ડોમેટ્રિયમના પ્રોલિફરેશન ને સ્ટીમયુલેટ કરે છે.
  • યુટ્રસનુ એન્ડોમેટ્રિયમ એ છઠ્ઠા દિવસથી ડેવલપ થવાની શરૂઆત થાય છે. તેના સેલ મલ્ટિપ્લિકેશન કરે છે અને જેના લીધે મ્યુકસ સિક્રીટિંગ ગ્લેંડ્સ અને બ્લડ કેપેલરીઝ મા વધારો થાય છે. આમ યુટ્રસ નુ એન્ડોમેટ્રિયમ બલ્કી બને છે અને વાસ્ક્યુલર બને છે. 
  • આ ફેઝ ના અંતે યુટ્રસ ની અંદર ની દિવાલ એ ફર્ટીલાઈઝ એગ ના  ઇમ્પ્લાન્ટેશન માટે રેડી થાય છે. આ ફેઝ  એ ઓવ્યુલેશન થવાની સાથે પૂરો થાય છે આ ફેસના અંતના ભાગે ઇસટ્રોજન લેવલમા ઘટાડો જોવા મળે છે.

3. Secretory Phase (સિક્રેટરી ફેઝ):

  • પ્રોલીફરેશન ફેઝ પૂરો થયા બાદ સિક્રીટરી ફેઝ ની શરૂઆત થાય છે. જે મેન્સટ્રુએશન સાયકલના 15 મા દિવસથી શરૂ થઈ 28 મા દિવસ સુધી સિક્રીટરી ફેઝ જોવા મળે છે.
  • આ ફેઝ મા પ્રોજેસ્ટેરોન હોર્મોન અગત્યનો હોવાથી આ ફેઝ ને પ્રોજેસ્ટેરોન ફેઝ પણ કહેવામા આવે છે.
  • જ્યારે ઓવ્યુલેશન થવાના લીધે ઓવરી દ્વારા મેચ્યોર એગ રિલીઝ થાય છે ત્યારે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન નુ પ્રમાણ ઘટે છે પરંતુ યૂટ્રસ ની દિવાલ કોર્પસ લ્યુટીયમ એ પ્રોજેસ્ટેરોન સિક્રીટ કરી પ્રેગ્નન્સી મેન્ટેન કરે છે.
  • આ મેચ્યોર ઓવમ એ સ્પર્મ દ્વારા ફર્ટિલાઇઝ ન થવાના લીધે કોર્પસ લ્યુટીયમ એ પ્રોજેસ્ટેરોનને ડીક્રીઝ કરે છે અને પ્રોજેસ્ટેરોન હોર્મોન ના ઘટાડાના કારણે ઓક્સિટોસિન હોર્મોન ના પ્રમાણમા વધારો જોવા મળે છે અને યુટ્રસ ના મસલ્સમા કોન્ટ્રાકશન આવવાની શરૂઆત થાય છે. 
  • કોર્પસ લ્યુટીયમ એ ઓવમ ને રીસીવ ન કરવાના લીધે અને યુટેરાઇન કોન્ટ્રાકશનમા વધારો થવાના લીધે નેક્સ્ટ સાયકલ આ ફેઝ ના અંતે શરૂ થાય છે.

Reproduction and Menopause (રિપ્રોડક્શન એન્ડ મેનોપોઝ):

Reproduction (રિપ્રોડક્શન):

Reproduction (રિપ્રોડક્શન) એ જીવિત જીવોમાં નવી પેઢી ઊભી કરવાની કુદરતી biological (બાયોલોજિકલ) પ્રોસેસ છે.

ફીમેલ માં Reproductive System (રિપ્રોડક્ટિવ સિસ્ટમ):

ફીમેલ માં Reproductive Systemના મુખ્ય અંગો નીચે મુજબ છે:

1.Ovaries (ઓવરીઝ) : એગ (egg) અને હોર્મોન્સ જેવા કે estrogen (એસ્ટ્રોજન) અને progesterone (પ્રોજેસ્ટેરોન) ઉત્પન્ન કરે છે.

2.Fallopian tubes (ફેલોપિયન ટ્યુબ્સ) : એગ્સ ને યૂટેરસ સુધી લઈ જાય છે.

3.Uterus (યૂટેરસ) : અહીં implantation (ઇમ્પ્લાન્ટેશન) થાય છે અને fetus (ફીટસ) વિકાસ પામે છે.

4.Vagina (વજાયના) : એક્સટર્નલ વજાઇના છે જ્યાંથી મેલ ના sperm (સ્પર્મ) એન્ટર કરે છે.

Reproductive Process (રિપ્રોડક્ટિવ પ્રક્રિયા):

  • દર માસે ઓવરીઝમાંથી એક egg (એગ) રિલીઝ થાય છે – આને ovulation (ઓવ્યુલેશન) કહે છે.
  • જો તે એગ sperm (સ્પર્મ) સાથે મળીને fertilization (ફર્ટિલાઈઝેશન) કરે છે, તો zygote (ઝાઈગોટ) બને છે.
  • ઝાઈગોટ પછી યૂટેરસની અંદર implantation (ઇમ્પ્લાન્ટેશન) થાય છે.
  • અહીંથી pregnancy (પ્રેગ્નન્સી) શરૂ થાય છે.
  • જો fertilization ન થાય, તો menstruation (મેનસ્ટ્રુએશન) થાય છે – બ્લીડીન્ગના રૂપે યૂટેરસની અંદરનું લાઇનિંગ બહાર નીકળી જાય છે.

Hormonal Regulation (હોર્મોનલ રેગ્યુલેશન):

Estrogen (એસ્ટ્રોજન) અને Progesterone (પ્રોજેસ્ટેરોન) હોર્મોન ફીમેલ ના માસિક ચક્ર અને પ્રેગનેન્સી માટે જવાબદાર છે.

FSH (એફએસએચ – Follicle Stimulating Hormone) અને LH (એલએચ – Luteinizing Hormone) પીટ્યુટરી ગ્લેન્ડ માંથી પ્રવર્તે છે અને એગ ના ગ્રોથ અને મુક્તિ માં મદદ કરે છે.

Menopause (મેનોપોઝ) : મેન્સ્ટ્રુઅલ સાઇકલ નો અંતિમ તબક્કો

Menopause (મેનોપોઝ) એ સ્ટેજ છે જ્યાં ફીમેલ ના menstrual cycle પર્મેનન્ટ્લી માટે બંધ થાય છે અને તેની રિપ્રોડક્ટીવ એબીલીટી એ ખતમ થાય છે.

Menopause પહેલાંના સ્ટેજીસ:

Perimenopause (પેરીમેનોપોઝ): મેનોપોઝ પહેલાના વર્ષો જ્યાં હોર્મોનલ ફેરફાર શરૂ થાય છે.

Menopause (મેનોપોઝ): 12 મહિના સુધી મેન્સ્ટ્રુઅલ સાયકલ બંધ રહે એ સમયબિંદુ.

Postmenopause (પોસ્ટમેનોપોઝ): મેનોપોઝ પછીના વર્ષો જ્યાં હોર્મોન લેવલ સ્થિર પણ ઓછી માત્રામાં રહે છે.

Menopause ના સામાન્ય લક્ષણો:

Hot flashes (હોટ ફ્લેશિઝ) : હથેળીઓ, ચહેરા અને છાતી પર તાપમાનમાં ઊંચચાળો અનુભવ.

Night sweats (નાઈટ સ્વેટ્સ) : રાત્રે વધુ પસીનો આવવો.

Mood swings (મૂડ સ્વિંગ્સ) : મનોદશામાં અચાનક ફેરફાર.

Sleep disturbances (સ્લીપ ડિસ્ટર્બન્સીસ) : ઊંઘમાં ખલેલ.

Vaginal dryness (વજાયનલ ડ્રાયનેસ) : વજાઇના ડ્રાય થવી.

Loss of libido (લોસ ઓફ લિબિડો) : જાતીય ઇચ્છામાં ઘટાડો.

Osteoporosis (ઓસ્ટિઓપોરોસિસ) : હાડકાંના ઘનતામાં ઘટાડો, ભંગાણની શક્યતા વધે છે.

Menopause દરમિયાન હોર્મોનલ ફેરફાર:

Estrogen (ઇસ્ટ્રોજન) નું લેવલ એ નોંધપાત્ર રીતે ઘટે છે.

તેની કારણે cardiovascular diseases (કાર્ડિયોવેસ્ક્યુલર ડીઝીઝીસ) અને osteoporosis (ઓસ્ટિઓપોરોસિસ) જેવી સમસ્યાઓનો ખતરો વધી જાય છે.

Structure and Function of the Breast (બ્રેસ્ટ નું સ્ટ્રક્ચર એન્ડ તેનું ફંક્શન):

Breast (બ્રેસ્ટ) નો ફીઝીકલ સ્ટ્રક્ચર અને ફંક્શન ફીમેલ ના ફિઝીકલી ડેવલોપમેન્ટ અને માતૃત્વ સાથે ડાયરેક્ટલી રિલેશન ધરાવે છે. બ્રેસ્ટ મુખ્યત્વે mammary glands (મેમરી ગ્લૅન્ડ્સ) થી બનેલું હોય છે જે milk production (મિલ્ક પ્રોડક્શન) માટે જવાબદાર છે. તેની રચના તથા કાર્ય નર્સિંગ અને મેડિકલ ક્ષેત્રમાં ખાસ મહત્વ ધરાવે છે.

Structure of the Breast (બ્રેસ્ટ નું સ્ટ્રક્ચર):

Breast (બ્રેસ્ટ)એ ફીમેલ ના ચેસ્ટ ઉપરના ભાગમાં આવેલા મિલ્ક પ્રોડક્શન ઓર્ગન છે. બ્રેસ્ટની અંદરના ઘટકો નીચે મુજબ છે:

1.Mammary glands (મેમરી ગ્લૅન્ડ્સ):

મુખ્ય મીલ્ક પ્રોડક્ટીવ ગ્લેન્ડ છે.

આ ગ્લેન્ડ એ ઘણા lobes (લોબ્સ) માં વહેંચાયેલ હોય છે.

દરેક લોબમાં વધુ નાના lobules (લોબ્યુલ્સ) હોય છે જે alveoli (એલ્વીયોલાઈ) ધરાવે છે.

2.Alveoli (એલ્વીયોલાઈ):

નાના ગોળાકાર સેલ છે જ્યાં milk (મિલ્ક) એટલે કે દૂધ નું પ્રોડક્શન થાય છે.

મિલ્ક પ્રોડક્શન માટે prolactin (પ્રોલેક્ટિન) નામનું હોર્મોન જવાબદાર છે.

3.Lactiferous ducts (લેક્ટિફેરસ ડક્ટ્સ):

એલ્વીયોલાઈમાંથી મળેલું મિલ્ક એ ducts (ડક્ટ્સ) મારફતે આગળ વધે છે.

આ ડક્ટ્સ એકજ પાથેથી nipple (નિપલ) સુધી જાય છે.

4.Lactiferous sinuses (લેક્ટિફેરસ સાઈનસિસ):

ડક્ટ્સની અંતે થતો વિસ્તૃત ભાગ છે જ્યાં મિલ્ક સ્ટોપ છે પહેલાં.

મિલ્ક એ નિપલ તરફ જતા પહેલા અહીં થોડા સમય માટે જમા રહે છે.

5.Nipple (નિપલ):

બ્રેસ્ટનો એક્સટર્નલ પાર્ટ છે જ્યાંથી મિલ્ક બહાર આવે છે.

દરેક નિપલની આસપાસનો કલરીન્ગ પોર્શન areola (એરિઓલા) કહેવાય છે.

6.Areola (એરિઓલા):

તેની અંદર નાના ગ્રંથિઓ હોય છે જેને Montgomery’s glands (મૉન્ટગોમરીઝ ગ્લૅન્ડ્સ) કહે છે, જે નિપલને મોઇસ્ચરાઇઝ રાખે છે.

7.Adipose tissue (એડિપોઝ ટિશ્યૂ):

બ્રેસ્ટની આસપાસનો ચરબીયુક્ત ભાગ છે જે તેને સેપ અને આધાર આપે છે.

Function of the Breast (બ્રેસ્ટ નું ફંક્શન):

Breast (બ્રેસ્ટ) નો મુખ્ય કાર્ય છે – lactation (લેક્ટેશન), એટલે કે બાળકને દૂધ પીવડાવવાનું કાર્ય. તેનું કાર્ય મુખ્યત્વે હોર્મોનલ નિયંત્રણ હેઠળ ચાલે છે.

મુખ્ય ફંક્શન્સ:

1.Milk Production (મિલ્ક પ્રોડક્શન):

બાળકના જન્મ પછી prolactin (પ્રોલેક્ટિન) હોર્મોનના કારણે alveoli (એલ્વીયોલાઈ) મિલ્ક બનાવે છે.

2.Milk Ejection (મિલ્ક ઇજેકશન):

બાળક દૂધ પીતા હોય ત્યારે oxytocin (ઓક્સીટોસિન) હોર્મોનના કારણે દૂધ બહાર આવે છે – જેને let-down reflex (લેટ-ડાઉન રિફ્લેક્સ) કહે છે.

3.Nourishment to the Baby (નરિશ્મેન્ટ ટુ ધ બેબી):

દૂધમાં antibodies (એન્ટીબોડીઝ), proteins (પ્રોટીન), fats (ફેટ્સ) અને lactose (લેક્ટોઝ) હોય છે જે બાળકના વિકાસ માટે આવશ્યક છે.

4.Immunological Protection (ઇમ્યૂનોલોજીકલ પ્રોટેકશન):

બ્રેસ્ટ મિલ્કમાં IgA (આઈજીએ) જેવી એન્ટીબોડીઝ હોય છે જે બાળકને ઇન્ફેક્શન ટ્રાન્સમિશન થી બચાવે છે.

5.Bonding between Mother and Child (બોન્ડિંગ બેટવીન માધર એન્ડ ચાઈલ્ડ):

બ્રેસ્ટફીડીન્ગ દરમિયાન oxytocin (ઓક્સીટોસિન) હોર્મોનના કારણે માતા અને બાળક વચ્ચે લાગણીશીલ બોન્ડિંગ ઊભું થાય છે.

Hormonal Control (હોર્મોનલ કંટ્રોલ):

હોર્મોનલ ફંક્શન્સ:

  • Prolactin (પ્રોલેક્ટિન) મિલ્ક ના પ્રોડક્શન માં હેલ્પ કરે છે.
  • Oxytocin (ઓક્સીટોસિન) મિલ્ક ને બહાર કાઢવામાં હેલ્પ કરે છે.
  • Estrogen (એસ્ટ્રોજન) બ્રેસ્ટના વિકાસમાં ભૂમિકા ભજવે છે.
  • Progesterone (પ્રોજેસ્ટેરોન) ગ્લેન્ડ ના વિકાસમાં મદદ કરે છે.

Breast (બ્રેસ્ટ) એ ફીમેલ ના બોડી નું ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે, જેનો શારીરિક, હોર્મોનલ અને માનસિક વિકાસ સાથે સીધો સંબંધ છે. તેનું મુખ્ય કાર્ય milk production (મિલ્ક પ્રોડક્શન) અને nourishment (નરિશ્મેન્ટ) છે.

Published
Categorized as GNM-ANATOMY-FULL COURSE, Uncategorised