skip to main content

Pediatric Practical EXPECTED Q & A

Expected Questions Answers

EXAMINER QUESTION

મીઝલ્સ વેક્સિન સાથે વિટામિન A આપવાથી શુ ફાયદો છે?

STUDENT ANSWER

વિટામિન A મીઝલ્સ ના એન્ટિબોડી વધારે બનાવવામા હેલ્પ કરે છે જેથી મીઝલ્સ સામે લાંબો સમય પ્રોટેક્શન મેડવી શકાય છે. વિટામિન A રેટિના ને ડેમેજ થતી અટકાવે છે અને બ્લાઇન્ડનેશ પ્રીવેન્ટ કરવામા હેલ્પ કરે છે.

EXAMINER

ઇન્ટેલેક્યુઅલ ડેવલપમેન્ટ થીયરી કોણે આપેલ છે?

STUDENT

Jean piaget

EXAMINER

મોરલ ડેવલપમેન્ટ થીયરી કોણે આપેલ છે?

STUDENT

lawrnece kohlberg and piaget

EXAMINER

ઇમોશનલ ડેવલપમેન્ટ થીયરી કોણે આપેલી છે?

STUDENT

Erikson

EXAMINER

સાઇકો સેક્સ્યુઅલ ડેવલપમેન્ટ થીયરી કોણે આપેલી છે?

STUDENT

Sigmund freud

EXAMINER

હેડ અને ચેસ્ટ સરકમ્ફરન્સ ઇકવલ ક્યારે થાય છે?

STUDENT

6 થી 12 મહિના ની ઉમર દરમિયાન

EXAMINER

વિટામિન A નો કુલ કેટલા ડોઝ આપવામા આવે છે?

STUDENT

વિટામિન A નો પહેલો ડોઝ 9 મહિને 1 લાખ IU ઓરલી અપાય છે. ત્યારબાદ દર ફેબ્રુઆરી અને ઓગસ્ટ મા 2 લાખ IU ના બાળક 4 વર્ષ નું થાય ત્યા સુધીમા ટોટલ 8 ડોઝ અપાય છે. આમ વિટામિન A ના ટોટલ 9 ડોઝ અપાય છે. ટોટલ 17 લાખ IU વિટામિન A બાળક ને 4 વર્ષ સુધીમા અપાય છે.

EXAMINER

ફેલ્યોર ટુ થ્રાઇવ (FTT) શું છે?

STUDENT

બાળક મા જ્યારે કોઈ પણ કારણો સર તેની ઉમર મુજબ તેનું વજન નોર્મલ કરતા ઑછુ હોય અથવા બાળક નું વજન ઑછુ વધતુ હોય તેને ફેલ્યોર ટુ થ્રાઇવ કહે છે. આ થવાના કારણો મા વર્મ ઇન્ફેસ્ટેશન, પુઅર ન્યુટ્રિશન, પુઅર સોસિયો ઇકોનૉમિકલ કન્ડિશન, લેટ વિનિંગ, માલ એબસોર્પશન વગેરે કારણો હોય શકે છે.

EXAMINER

મમ્પસ (MUMPS) ના કોમ્પલીકેશન થી શુ જોવા મળી શકે છે?

STUDENT

ઑર્કાઇટીસ (ટેસટીસ નું ઇનફલામેશન) , એપીડીડાઇમાંઇટીસ, માયોકાર્ડાઇટીસ, ઓકયુલર પેરાલિસીસ વગેરે

EXAMINER

બેટર્ડ ચાઇલ્ડ સિન્ડ્રોમ શું છે?

STUDENT

આ બાળક મા જોવા મળતી નોન એક્સીડેન્ટલ ઇન્જરી છે. જે બાળક ના પેરેન્ટ્સ કે તેના કેર ટેકર દવારા તેને ફિઝિકલ, સેક્સ્યુઅલ કે સાઇકોલોજીકલ નુકશાન પોહચડવામા આવે તેને બેટર્ડ ચાઇલ્ડ સિન્ડ્રોમ કહે છે. આમા પેરેન્ટ્સ દ્વારા બાળક ને પૂરતું ન્યુટ્રિશન ના આપવુ, તેને નિગલેટ કરવું વગેરે બાબતો નો પણ સમાવેશ કરવામા આવે છે.

EXAMINER

એનયુરેસિસ શું છે?

STUDENT

એનયુરેસિસ એટલે કે બેડ વેટિંગ. જેમા બાળક 5 વર્ષ નું થાય પછી પણ ઊંઘ મા બેડ માં જ યુરિન પાસ કરે છે. આ બાળક નો બ્લેડર કંટ્રોલ ના હોવાના લીધે કે ફીયર, એન્ઝાઇટી, યુરીનરી ટ્રેક ઇનફેક્શન, ન્યૂરોલોજીકલ પ્રોબ્લેમ્સ વગેરે કારણોસર જોવા મળે છે.

EXAMINER

ટેમપર ટેન્ટરમ શું છે?

STUDENT

આ બાળક મા ફસ્ટ્રેશન આવવાના લીધે કે તેની નીડ પૂરી ન થવાના કારણે બાળક માં અનકન્ટ્રોલેબલ એંગર જોવા મળે છે. આ કન્ડિશન ના સ્પેલ મા બાળક વાયોલન્ટ બિહેવીયર કરે છે.

EXAMINER

કલેફ્ટ લિપ મા કયારે અને કયા પ્રકાર નુ સર્જીકલ મેનેજમેન્ટ કરવામા આવે છે? આ સમય દરમિયાન બાળક મા શેનુ રિસ્ક રહેલું હોય છે?

STUDENT

બાળક 2 થી 3 મહિના નું થાય અને બાળક નું વજન 4 થી 5 કિલોગ્રામ થાય ત્યાર બાદ ચિલીઓપ્લાસ્ટી સર્જરી કરવામા આવે છે. આ સમય દરમિયાન બાળક મા એસ્પીરેટરી ન્યુમોનિયા અને રેસ્પીરેટરી ઇનફેક્શન નું રિસ્ક રહેલું હોય છે. તે પ્રીવેન્ટ કરવા માંટે બાળક ને ફીડીંગ દરમિયાન પ્રિકોશન રાખવા. યોગ્ય પોઝીશન આપવી વગેરે..

EXAMINER

100 days કફ તરીકે કઈ તકલીફ ને ઓડખવામા આવે છે?

STUDENT

પર્ટુસિસ અથવા વુપિંગ કફ ને 100 days કફ તરીકે ચાઈનીસ દ્વારા કહેવામા આવે છે.

EXAMINER

ઇન્ફન્ટાઇલ સીન્કોપ શું છે?

STUDENT

તેને બ્રિથ હોલ્ડિંગ સ્પેલ તરીકે પણ ઓડખવામા આવે છે. આમા બાળક પોતાના બ્રિથ ને થોડા સમય માટે રોકી દે છે. આ કન્ડિશન પેરેન્ટ્સ માંટે એન્ઝાઇટી ઊભી કરે છે. આવું થવાનુ કારણ એ પેરેન્ટ્સ તરફ થી સ્ટ્રીકટ વર્તન કે ડીસીપ્લીન રાખવાથી જોવા મળે છે. બ્રિથ રોકી બાળક પોતાનો એંગર દર્શાવે છે.

EXAMINER

થમ્બ શકિંગ થી કયા કોમ્પલીકેશન જોવા મળે છે?

STUDENT

માલઓકલઝન ઓફ ટીથ (આડા અવડા દાંત આવવા), ચાવવા અને ગળે ઉતારવામા પ્રોબ્લેમ, સ્પીચ ડીફીકલ્ટી, face ના શેપ મા ચેન્જ આવવો વગેરે જોવા મળી શકે છે.

EXAMINER

Retrolental Fibroplasia (રીટ્રોલેન્ટલ ફાઈબ્રૉપ્લેસિયા) શું છે?

STUDENT

પ્રિ મેચ્યોર ન્યુબોર્ન મા જ્યારે લાંબા સમય માંટે હાઇ કોન્સનટ્રેશન વાડો ઑક્સીજન આપવામા આવે તેનાથી રટાઈનલ બ્લડ વેસલ્સ ડેમેજ થાય છે અને તેનાથી બ્લાઇન્ડનેશ આવવાની શક્યતા છે તેને રીટ્રોલેન્ટલ ફાઈબ્રૉપ્લેસિયા કહે છે. તે પ્રીવેન્ટ કરવા માટે ઑક્સીજન નો ફલો અને કોન્સનટ્રેશન મેઝર કરવુ, તેમજ આય એક્ઝામિનેશન કરતા રહવુ.

EXAMINER

Mental Retardation એટલે શુ? તેનુ ક્લાસીફીકેશન શુ છે?

STUDENT

આ એક મેન્ટલ ફંક્શન ની સબ નોર્મલ કન્ડિશન છે. આમા ઇન્ટેલેકચ્યુલ એબીલીટી સબએવરેજ હોય છે. તેમા બાળક નુ કોગ્નીટિવ ફંક્શન નોર્મલ કરતા ઑછું હોય છે તેથી તેના લોજીકલ થિંકિંગ, બિહેવીયર, લર્નિંગ વગેરે કર્યો ડિસ્ટર્બ થાય છે. તેને મેન્ટલ રીટાર્ડેશન કહે છે. તેના ક્લાસીફીકેશન IQ (ઇન્ટેલીજન્ટ ક્વોશન) ના આધારે કરવામા આવે છે. જેમા માઈલ્ડ MR (IQ 51 to 70), મોડરેટ MR (IQ 36 to 50), સિવિયર MR (IQ 21 to 35), પ્રોફાઉન્ડ MR (IQ < 20) આ મુજબ કરવામા આવેલ છે.