skip to main content

Pediatric Practical Vaccination

IMMUNIZATION (ઇમ્યુનાઈઝેશન)

ઇમ્યુનાઈઝેશન એટલે કે વેકસીનેશન. આ એવા બાયોલોજિકલ સબસ્ટન્સ છે જે સ્પેસીફીક ડીસીઝ સામે પ્રોટેક્શન આપે છે. જેમા બાળક ની ઇમ્યુન સિસ્ટમ એ આપવામા આવેલ એજન્ટ સામે સ્પેસીફીક ઇમ્યુન રીસપોન્સ (એન્ટિબોડી) બનાવે છે. આ સ્પેસીફીક સબસ્ટન્સ ને વેક્સિન કહેવામાં આવે છે.

વેક્સિન એ વીક અથવા ઈનેક્ટિવ કરેલ પેથોજન્સ થી તૈયાર કરવામાં આવે છે.

વેક્સિન ના ટાઈપ :

Live Vaccine (લાઈવ વેક્સિન) જેમ કે BCG, OPV, MMR, વગેરે

Killed Vaccine (કિલ્ડ વેક્સિન) જેમ કે પેન્ટાવેલેન્ટ, DPT વગેરે

Toxoid (ટોકસોઈડ) જેમ કે ડીપ્થેરીયા, ટીટેનસ વગેરે.

આ ઉપરાંત સેલ્યુલર ફ્રેકશન, લાઈવ અને કિડલ ના કોમ્બીનેશન થી પણ વેક્સિન તૈયાર કરવામાં આવે છે.

  • BCG Vaccine (બી સી જી વેક્સિન)

તેનુ પૂરું નામ Bacillus Of Calmette and Guerin (બેસિલસ ઓફ કાલમેટ એન્ડ ગયુરિન) છે. તે લાઈવ એટેનયુએટેડ વેક્સિન છે. તે ઇનફંટ માં ટ્યુબરકયુલોસિસ સામે પ્રોટેક્શન આપે છે.

આ વેક્સિન જન્મ સમયે આપવામાં આવે છે. તેને late 1 year સુધી પણ અપી શકાય છે.

BCG વેક્સિન નિયોનેટ માંટે 0.05 ml ઇન્ટ્રા ડર્મલ અપાય છે તેમજ ઇનફંટ માં 0.1 ml ઇન્ટ્રા ડર્મલ આપવામા આવે છે.

BCG વેક્સિન આપ્યાના 2 થી 3 વીક બાદ વેક્સિન આપ્યાની જગ્યા એ એક પેપ્યુલ (5 mm ડાયામીટર) જોવા મળે છે. જે અલ્સર બને છે અને ખરી પડે છે. આ અલ્સર 8 થી 10 વેક બાદ હિલ થાય છે અને ત્યા પર્મેનન્ટ સ્કાર ડેવલપ થાય છે.

BCG વેક્સિન ઇમ્યુનોકમ્પ્રેસિવ, HIV AIDS, એક્ઝિમા કે ડર્મેટાઈટીસ વગેરે જેવી કન્ડિશન મા (કોન્ટ્રાઇન્ડીકેટેડ) આપવામા આવતી નથી.

BCG ના એક વાયલ માંથી 10 થી 20 ડોઝ આપી શકાય છે. તેને 1 ml nacl મા ડાઈલ્યુટ કરવામાં આવે છે.

BCG વેક્સિન એ એક સ્પેસીફીક સિરિંજ (ટ્યુબરકયુલીન સિરિંજ) થી ઇન્ટ્રા ડર્મલ આપવામા આવે છે. તેમા 26 G ની નીડલ હોય છે.

આ વેક્સિન વાયલ ઓપન કર્યા ના 3 કલાક માં યુઝ કરવામા આવે છે અને જો બાકી વેક્સિન રહે તો તે પછી તેને ડિસ્કાર્ડ કરવામા આવે છે. તેને ડાઇરેક્ટ લાઇટ થી દૂર રાખવામા આવે છે.

  • POLIO Vaccine (પોલિઓ વેક્સિન)

પોલિઓ વેક્સિન લાઈવ (sabin) અને ઇનએક્ટીવેટેડ (salk) બંને ફોર્મ મા આવેલેબલ છે તે ઓરલ રુટ અને ઇન્ટ્રા મસ્ક્યુલર કે ઇન્ટ્રા ડર્મલ બંને રુટ થી આપી શકાય છે.

તે પોલિઓમાઈલાઇટીસ થી પ્રીવેન્શન આપે છે.

તે હિટ સેન્સિટિવ વેક્સિન છે. તેને -20 ડિગ્રી C એ સ્ટોર કરવામાં આવે છે.

પોલિઓ ના વેકસીનેશન પછી બાળક ને બ્રેસ્ટ ફીડીંગ આપી શકાય છે પરંતુ હોટ ડ્રિંક્સ કે હોટ મિલ્ક અડધા કલાક સુધી આપવામાં આવતું નથી.

ગવર્નમેન્ટ દ્વારા 5 વર્ષ થી નીચે ના તમામ બાળકો મા પોલિઓ ઇમ્યુનાઈઝેશન ના દરેક વધારાના રાઉન્ડ આપવા જોઈએ.

સિવિયર ડાયેરિયા અને એક્યૂટ ઇલનેશ માં વેક્સિન આપવામા આવતી નથી.

  • Pentavalent Vaccine (પેન્ટાવેલેન્ટ વેક્સિન)

આ વેક્સિન માં 5 વેક્સિન નો સમાવેશ કરવામા આવે છે. જેમા Diphtheria, Tetanus, Pertussis (whooping cough), Haemophilus influenzae type b (Hib), Hepatitis B નો સમાવેશ કરવામાં આવે છે. તે ઉપરોક્ત 5 ડીસીઝ થી પ્રીવેન્શન આપે છે.

આ કમ્બાઇન વેક્સિન છે. આ વેક્સિન ને ફ્રૉઝન કરવાથી તેની પોટેન્સી લૉસ થઇ શકે છે.

આ વેક્સિન નો 5 થી 6 year ની age સુધીમા બુસ્ટર ડોઝ આપવામા આવે છે.

આ વેક્સિન આપવા થી માઈલ્ડ રીએક્શન જેવા કે પેઇન, સ્વેલિંગ, ફીવર વગેરે આવવાની શક્યતા રહેલી છે.

તેના સિવિયર કોમ્પલીકેશન મા ન્યૂરોલોજીકલ કન્ડિશન, રેઈઝ સિન્ડ્રોમ વગેરે ડેવલપ થઈ શકે છે. ન્યૂરોલોજીકલ કન્ડિશન મા આ વેક્સિન કોન્ટ્રાઇન્ડીકેટેડ છે.

  • Measles Vaccine(મીઝલ્સ વિકસીન)

તે લાઈવ એટેન્યુએટેડ વેક્સિન છે. સિંગલ ડોઝ એ લાંબા સમય ની ઇમ્યુનિટી ડેવલપ કરવા માંટે કેપબલ હોય છે.

તે મીઝલ્સ થી પ્રીવેન્શન આપે છે.

આ વેક્સિન ઓપન વાયલ પોલિસી મુજબ ઓપન કર્યા ના 4 કલાક માં જ યુઝ કરવામા આવે છે. વધેલ વેક્સિન ને ડીસકાર્ડ કરવામા આવે છે.

આ વેક્સિન લાઇટ સેન્સીટિવ છે.

  • Rubella Vaccine (રૂબેલા વેક્સિન)

આ વિકસીં લાઈવ એટેન્યુએટેડ વાઇરલ વેક્સિન છે. તે મેઝલ્સ વેક્સિન સાથે એડમિનિસ્ટર કરવામાં આવે છે.

તે રૂબેલા થી પ્રીવેન્શન આપે છે.

મીઝલ્સ અને રૂબેલા વેક્સિન એ ઇમયુનોકોમપ્રોમાઇઝ કન્ડિશન મા કોન્ટ્રાઇન્ડીકેટેડ છે.

તેના 9 થી 12 મહિને અને 16 થી 24 મહિને 2 ડોઝ આપવામા આવે છે.

  • Hepatitis B Vaccine (હિપેટાઈટીસ B વેક્સિન)

હિપેટાઇટીસ B વેક્સિન ને ઇમ્યુનાઈઝેશન શેડ્યૂલ મા હાલ શમાવેશ કરવામાં આવેલ છે. જન્મ સમયે આપવામાં આવે છે. ત્યાર બાદ 6, 10, અને 14, વીક ના શેડ્યૂલ માંપણ આપવામાં આવે છે.

તે હિપેટાઇટીસ થી પ્રીવેન્શન આપે છે.

તેના 2 ટાઈપ જોવા મળે છે.

પ્લાઝમા ડીરાઇવડ વેક્સિન અને RDNA ઈસ્ટ ડીરાઇવડ વેક્સિન.

  • Pneumococcal Vaccine (ન્યૂમોકોકલ વેક્સિન)

Streptococcus pneumoniae બેક્ટેરિયા ના પ્રીવેન્શન માંટે આ વેક્સિન આપવામા આવે છે. તે ન્યુમોનિયા અને મેનીન્જાઈટિસ ના પ્રીવેન્શન માંટે આપવામાં આવે છે.

ઇનફંટ ના ઇમ્યુનાઈઝેશન શેડ્યૂલ માં ન્યૂમોકોકલ કોનજયુગેટેડ વેક્સિન આપવામાં આવે છે. તેને થોડા સમય પેહલા નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યૂલ મા શમાવેશ કરવામા આવેલ છે.

  • Common Side Effect Of Vaccine (કોમન સાઈડ ઇફેક્ટ)

વેક્સિન ના એડમિનિસ્ટ્રેશન થી કોમન નીચે મુજબ ની સાઈડ ઇફેક્ટ જોવા મળી શકે છે.

સ્વેલિંગ, ફીવર, એબસેસ, પેઇન, લીમફએડીનોપથી, રેડનેશ, ઇચિંગ વગેરે જોવા મળી શકે છે. આ સાઈડ ઇફેક્ટ માંટે પેરાસીટામોલ અને બ્રુફેન સિરપ આપવામા આવે છે જે એનાલજેસિક્સ એન્ડ એન્ટીપાઇરેટિક છે.

આ ઉપરાંત અમુક હાઇપર સેન્સીટિવ રીએક્શન પણ જોવા મળી શકે છે જેને એડવર્સ ઇવેંટ ફોલોવિંગ ઇમ્યુનાઈઝેશન (AEFI) તરીકે ઓડખવામા આવે છે. આમા હાઇપર સેન્સીટિવ રીએક્શન ના સાઇન જેવા કે એનાફાઈલેટિક શોક, હાઇપોટેન્શન, બ્રોનકો સ્પાઝમ વગેરે. જેમા એક્યૂટ ઇમરજન્સી કન્ડિશન મુજબ મેનેજમેન્ટ કરવામા આવે છે.

Cold Chain (કોલ્ડ ચેઇન)

વેક્સિન કે મેડિસિન ને તેની ઇફેક્ટિવનેશ જાડવવા માંટે યોગ્ય ટેમ્પરેચર એ સ્ટોર કરવામા આવે છે. કોલ્ડ ચેઇન એ એક ટેમ્પરેચર જાડવવા માંટે ની સિસ્ટમ છે, જેમા વેક્સિન ને તેના મેન્યૂફેક્ચર કે પ્રોડકશન થી કોઈ પણ કલાઇન્ટ ને અપાય ત્યા સુધી એક ચોક્કસ ટેમ્પરેચર એ રાખવામા આવે છે. આ ટેમ્પરેચર મેન્ટેઈન કરવાની ચેનલ ને કોલ્ડ ચેઇન કહેવામા આવે છે. વેક્સિન ના ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ દરમિયાન પણ આ કોલ્ડ ચેઇન મેન્ટેઈન કરવામા આવે છે.

વેક્સિન આ કોલ્ડ ચેઇન જાડવવાની ચેનલ મા ફેઇલ જાય તો તેની ઇફેક્ટિવનેશ જડવાતી નથી અને તે ડીસીઝ ના પ્રોટેક્શન કરી શકતી નથી.

કોલ્ડ ચેઇન જાડવવા માંટે મુખ્યત્વે ટ્રેઇન્ડ મેન પાવર, યોગ્ય કોલ્ડ ચેઇન જાડવવા માંટે ના ઇક્વિપમેન્ટ્સ અને યોગ્ય ટ્રાન્સપોર્ટેશન ની સિસ્ટમ ખૂબ અગત્ય ની છે.

કોલ્ડ ચેઇન જાડવવા માંટે ના ઇક્વિપમેન્ટ્સ નીચે મુજબ ના છે.

આઈસ પેક

વકસીન કેરિયર

કોલ્ડ બોક્સ

ડોમેસ્ટિક ફ્રીઝ

ILR (આઈસ લાઇન્ડ રેફ્રીજરેટર)

ઉપરોક્ત ઇક્વિપમેન્ટ્સ ની મદદ થી કોલ્ડ ચેઇન મેન્ટેઈન કરી શકાય છે.

  • Order to store vaccine in the ILR (ILR માં વેકસીન મૂકવાનો ક્રમ)

ILR મા નીચે ના ભાગે ટેમ્પરેચર ઑછું હોય છે અને ઉપર ની સાઈડ જતા ટેમ્પરેચર થોડું વધારે જોવા મળે છે જેથી નીચે ની બાજુ થી વકસીન મૂકવાનો ક્રમ નીચે મુજબ આપેલ છે.

OPV

MEASLES

MMR OR MR

BCG

ROTA VIRUS

TT

DPT

PENTAVELENT

PCV

HEPATITIS B

DILUENTS

ઉપરોક્ત ક્રમ મુજબ વેક્સિન સ્ટોર કરવામાં આવે છે.

  • Vaccine Vail Monitor (વેક્સિન વાયલ મોનીટર)

VVM એ વેક્સિન પર લગાવેલ એક ટેમ્પરેચર સેન્સિટિવ પેપર પર ડ્રો કરેલ સ્ક્વેર છે. જે વાયલ માં રહેલી વેક્સિન ની પોટેન્સી અને ઇફીકસી બતાવે છે.

આ ઇન્ડિકેટર મુજબ વાયલ મા અંદર રહેલી વેક્સિન ની ઇફેક્ટિવનેશ છે કે નહીં તે પેપર ના કલર પર થી ડીસાઇડ કરવામાં આવે છે.

આ મોનીટર મુજબ વેક્સિન સ્ટેજ 1 અને 2 મા યુઝ કરી શકાય છે. સ્ટેજ 3 અને 4 મા યુઝ કરી શકાતી નથી.

NEW ADDED.

  • Rotavirus vaccine

➡️Vaccine :

વેક્સિન એ ઇમ્યુનોબાયોલોજીક substances છે. કે જે સ્પેસિફિક ડીઝીઝ પ્રત્યે પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે.

રોટા વાયરસ એ live attenuated vaccine છે. કે જે રોટા વાઇરસ ઇન્ફેક્શન સામે પ્રિવેન્શન આપે છે. રોટા વાઇરસ વેક્સિન દ્વારા ગેસ્ટ્રો એન્ટરાઇટિસ સામે પ્રિવેન્શન આપે છે.
રોટા વાયરસ વેક્સિન સીવિયર ડાયેરીયા ને reduce કરે છે.

➡️Route of administration :
Oral

➡️Dose
5 drops (0.5ml)

➡️Storage:

+2 to +8 સેલ્સિયસ in ILR સ્ટોર કરવામાં આવે છે.

જ્યારે સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ લેવલે -15 to -25 સેલ્સિયસ in Deep freezers માં સ્ટોર કરવામાં આવે છે.

➡️Open vial policy:
રોટા વાયરસને ઓપન વાઇલ પોલિસી લાગુ પડતી નથી તેથી તેને ઓપન કર્યા બાદ ચાર કલાકની અંદર use કરવામાં આવે છે

➡️ Type of rotavirus vaccine :

1.rotavac

તે મોનો વેલેન્ટ વેક્સિન છે
તે હ્યુમન સ્ટેઇન માંથી બનાવવામાં આવે છે.
તેનો ડોઝ નીચે પ્રમાણે જોવા મળે છે.
6 week
10 week
14 week

2.rotarix
તે મોનોવેલેન્ટ વેક્સિન છે
તે હ્યુમન સ્ટેઇન અને બોવન સ્ટેઇન માંથી બનાવવામાં આવે છે
તેનો ડોઝ નીચે પ્રમાણે જોવા મળે છે .
2 month
4 month

3.Rotatec
તે પેન્ટાવેલેન્ટ વેક્સિન છે.
તેનો ડોઝ નીચે મુજબ જોવા મળે છે
2 month
4 month
6 month.

  • ફ્લૂ રસી (Flu Vaccine).

ઇન્ફ્લુએન્ઝા વાયરસ સામે રક્ષણ આપે છે. ઇન્ફ્લુએન્ઝા (ફ્લૂ) એ એક વાયરસથી થાય છે જે શ્વસન તંત્રને અસર કરે છે અને તેનાથી સામાન્ય રીતે તીવ્ર શ્વસન ચેપ થાય છે. આ રોગથી બચવા અને તેની ગંભીરતાઓ ઘટાડવા માટે ફ્લૂ રસી અગત્યની છે.

1. ફ્લૂ રસીના પ્રકારો (Types of Flu Vaccines)
  1. ટ્રાયવેલન્ટ રસી (Trivalent Vaccine):
  • ત્રણ પ્રકારના ઇન્ફ્લુએન્ઝા વાયરસ સામે રક્ષણ આપે છે.
  • બે પ્રકારના ઇન્ફ્લુએન્ઝા A વાયરસ અને એક પ્રકારના ઇન્ફ્લુએન્ઝા B વાયરસનો સમાવેશ.
  1. ક્વાડ્રેવેલન્ટ રસી (Quadrivalent Vaccine):
  • ચાર પ્રકારના ઇન્ફ્લુએન્ઝા વાયરસ સામે રક્ષણ આપે છે.
  • બે પ્રકારના ઇન્ફ્લુએન્ઝા A વાયરસ અને બે પ્રકારના ઇન્ફ્લુએન્ઝા B વાયરસનો સમાવેશ.
2. રસીકરણ માટેની સુવિધાઓ (Administration of the Vaccine)
  1. ઇન્જેક્ટેબલ રસી (Injectable Vaccine):
  • સામાન્ય રીતે 6 મહિનાના બાળકો અને વધારે ઉંમરના લોકોને આપવામાં આવે છે.
  • માઇસ્કલ (Intramuscular) અથવા સબક્યુટેનિયસ (Subcutaneous) ઈન્જેક્શન.
  1. નેઝલ સ્પ્રે રસી (Nasal Spray Vaccine):
  • 2 થી 49 વર્ષના સ્વસ્થ લોકો માટે.
  • લાઈવ એટેન્યુએટેડ ઇન્ફ્લુએન્ઝા વૅક્સિન (LAIV).
3. રસીકરણ માટે યોગ્ય લોકો (Who Should Get Vaccinated)
  • 6 મહિનાના અને તેનાથી વધારે ઉંમરના દરેક લોકો.
  • ખાસ કરીને ઉત્સુક સમૂહો જેમ કે:
  • વૃદ્ધો (65 વર્ષથી વધુ)
  • ગર્ભવતી મહિલાઓ
  • ઇમ્યુનિટી લો હોય તેવા લોકો
  • ક્રોનિક ઇલનેશ ધરાવતા લોકો
4. રસીકરણ માટે યોગ્ય સમય (Timing of Vaccination)
  • પાનખર અને શિયાળામાં ઇન્ફ્લુએન્ઝા મોસમ શરૂ થાય તે પહેલાં (સપ્ટેમ્બર થી ઑક્ટોબર).
  • સમયસર રસીકરણ દ્વારા વાયરસના ફેલાવાને ઘટાડવી શકાય છે.
5. ફ્લૂ રસીના ફાયદા (Benefits of Flu Vaccination)
  • ઇન્ફ્લુએન્ઝા ચેપનો જોખમ ઘટાડી શકે છે.
  • ઇન્ફ્લુએન્ઝાના કારણે થતી ગંભીર સમસ્યાઓ અને હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ઓછું કરે છે.
  • ચોક્કસ આબાદીમાં રોગચાળો અટકાવી શકે છે (હર્ડ ઇમ્યુનિટી).
6. શક્ય આડઅસરો (Possible Side Effects)
  • સામાન્ય: ઈન્જેક્શનના સ્થાન પર દુખાવો, લાલાશ, અને ફુલાવો.
  • અન્ય: હળવો તાવ, થાક, માથાનો દુખાવો.
  • રેયર: ગંભીર એલર્જિક રિએક્શન (એનાફિલેક્સિસ).
7. કોને ફ્લૂ રસી લેવી નહિ જોઈએ (Who Should Not Get Vaccinated)
  • 6 મહિનાથી ઓછા ઉંમરના બાળકો.
  • જેઓને રસીના ઘટકોમાં ગંભીર એલર્જી હોય.
8. ખાસ નોંધ (Special Considerations)
  • ગર્ભાવસ્થા દરમિયાન રસી સુરક્ષિત છે અને ગર્ભવતી મહિલાઓ માટે ખાસ ભલામણ કરવામાં આવે છે.
  • ઇન્ફ્લુએન્ઝા રસી દર વર્ષે અપડેટ થાય છે જેથી તે નવા વાયરલ સ્ટ્રેઇન્સ સામે અસરકારક રહે.
(Conclusion)

ફ્લૂ રસીકરણ વ્યક્તિગત આરોગ્ય અને જાહેર આરોગ્ય માટે એક મહત્વપૂર્ણ ઉપાય છે. તે ઇન્ફ્લુએન્ઝાથી બચવા અને તેના ગંભીર પ્રભાવોને ઘટાડવા માટે અસરકારક છે. દરેક વર્ષે ફ્લૂ રસી લેવી, ખાસ કરીને ઉત્સુક સમૂહો માટે, સલામત અને સારા આરોગ્ય માટેની જરૂરી છે.

  • Vitamin A

immunization

at 9th month- 1 lakh IU(1 ml) – along with measles vaccine ઓરલ રુટ થી આપવામા આવે છે.

at 18th month – 2 lakh IU (2 ml)

દર છ મહિને પાંચ વર્ષ સુધી 2 lakh IU

આમ total 17 lakh IU dose થાય