→જન્મ →સુરત કંમભૂમિ →લાલશંકરદવે ઉપનામો →નિર્યપ પકાશ, પ્રેમશાર્ય, સંમયમૂર્લિ, સુધારા નો સેનાની સુધારનો અહણ યુગધર ગુજરાતી ગધનો પિતા અવાચિંનોમાં આધ (ક. મા મુનશી) નવ ગુણ ના નદી ઉમાસકર જોષી નવહુગનો પહરી (ર. વી પાઠક)
→ સોપ્રથમ કાશી → નામકાશી (૧૮૭૩), પ્રથમ સામવિક ડાટીયો
→પ્રથમ ગુજરાતી ભાષા નો નિબંધ→ માડળી મળવાથી ષતા લાભ
→પર્થમ આત્માકથા →મારી હકિગત
→પર્થમ ગુજરાતી ચહિશ્ર→ કવિચહિશ્ર (નરસીહ મહેતા)
→કુતી ઓ → રાજારંગ, પીગળ પર્વેશ સ્ત્રીકેળવણી ધર્મવિચાર સ્વદેશો ભીમાન આપણી દેશ જનતા હિન્દુ ઓ ની પડતી જય જય ગરબી ગુજરાત (રાજાય ગીત)
નર્મદ, મૂળ નામ નર્મદાશંકર લાલશંકર દવે (૨૪ ઓગસ્ટ ૧૮૩૩- ૨૬ ફેબ્રુઆરી ૧૮૮૬) ગુજરાતી સાહિત્યના કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક અને સંશોધક હતા.
તેમનો જન્મ સુરતમાં થયો હતો.
પાંચ વર્ષની ઉંમરે મુંબઈમાં ભૂલેશ્વરની નાના મહેતાની નિશાળથી વિદ્યારંભ. સુરતમાં ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની શાળામાં અભ્યાસ. ફરી મુંબઈમાં પાયધૂની પરની બાળગોવિંદ મહેતાજીની સરકારી ગુજરતી નિશાળમાં. પછી સુરતમાં નવલશાના કોઠામાં બેસતી દુર્ગારામ મહેતાની નિશાળે. ૧૮૪૫માં અંગ્રેજી શાળામાં દાખલ. ૧૮૫૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાં પ્રવેશ. કૉલેજનો અભ્યાસ અધૂરો મૂક્યો. ૧૮૫૨માં રાંદેરની શાળામાં શિક્ષક. ત્યાંથી સુરતની શાળામાં અને ફરીને. ૧૮૫૪માં મુંબઈ. મિત્ર ઝવેરીલાલ ઉમિયાશંકરના સૂચનથી ફરી કૉલેજ-પ્રવેશ. આ ગાળામાં કવિતા પ્રત્યે આકર્ષણ. વર્ગમાં શીખવાતી વર્ડઝવર્થની વર્ણનથી કવિતા અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો મોટો પ્રભાવ પડ્યો.
૨૩મી વર્ષગાંઠથી કાવ્યલેખનનો પ્રારંભ. કવિતાવાચન, પિંગળજ્ઞાન વગેરેમાં તૈયારી. સાથે સાથે ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટની સેન્ટ્રલ સ્કૂલમાં મદદનીશ શિક્ષક. ૧૮૫૮માં ઇષ્ટદેવતા કલમને ખોળે માથું મૂકી શિક્ષકની નોકરીમાંથી હંમેશ માટે ફારેગ. ૧૮૬૪માં સુધારક ઝનૂન દાખવતા ‘દાંડિયો’ પખવાડિકનો આરંભ. પરંતુ ૧૮૭૫ પછી સુધારા વિશેનો ભ્રમ ભાંગતાં ઉત્તરવયે એમનું વિચારપરિવર્તન. આર્યધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને સ્વધર્મ ગણ્યો. ૧૮૮૨માં પ્રતિજ્ઞા ત્યજી ગોકુલદાસ તેજપાળના ધર્માદા ખાતામાં મંત્રીપદે નોકરીનો કમને સ્વીકાર કર્યો.
અર્વાચીનયુગનો રીતસરનો પ્રારંભ નર્મદથી થયો છે. મધ્યકાળની ધર્મપરાયણતામાંથી સાહિત્યને સંસારાભિમુખ કરવાનો તેમ જ સાહિત્યસમજ અને સાહિત્યવિષયમાં આમૂલ પરિવર્તન લાવવાનો એમનો પુરુષાર્થ ધ્યાનપાત્ર છે. વિવિધ પદ્યસ્વરૂપો અને ગદ્યસ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે તેઓ ‘અર્વાચીનોમાં આદ્ય’ અને ‘નવયુગનો પ્રહરી’ ગણાયા છે.