skip to main content

skin viral juhi

Write viral skin infection (રાઈટ વાયરલ સ્કીન ઇન્ફેક્શન)

  • વાયરલ સ્કીન ઇન્ફેક્શન કોમનલી જોવા મળે છે. જે બોડીના ગમે તે પાર્ટને અફેક્ટ કરે છે.
  • વાયરલ સ્કીન ઇન્ફેક્શનમાં ચિકનપોક્સ, મિસલ્સ, રુબેલા, હર્પીસ ઝોસ્ટર, હર્પીસ સિમ્પ્લેક્સ, વોર્ટસ, મોલસ્કમ કોન્ટેજીયોસમ, રોઝેરા, ફીફથ ડીઝીસ અને હેન્ડ, ફૂટ અને માઉથ ડીસીઝ (HFMD) જોવા મળે છે.
  • વાયરલ સ્કીન ઇન્ફેક્શન મુખ્યત્વે વેરીસેલા ઝોસ્ટર વાયરસ, હ્યુમન પેપિલોમાં વાયરસ, એન્ટ્રો વાઇરસ, હર્પીસ વાયરસ, પોક્સ વાયરસ, મિસલ્સ વાયરસને કારણે થાય છે.
  • વાયરલ સ્કીન ઇન્ફેક્શન ની ટ્રીટ કરવા માટે મુખ્યત્વે સિસ્ટેમિક એન્ટિવાયરલ મેડિસિન અને ટોપિકલ એન્ટિવાયરલ મેડિસિન નો ઉપયોગ થાય છે.
  • એન્ટિવાયરલ મેડિસિન તરીકે એસાયકલોવીર, વેલાસાયક્લોવીર અને ફેમસીક્લોવીર મેડિસિનનો ઉપયોગ કરવામાં આવે છે.

Define herpes zoster (ડિફાઈન હર્પીસ ઝોસ્ટર)

હર્પીસ ઝોસ્ટરને ‘શિંગલ્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

હર્પીસ ઝોસ્ટર એ વાયરલ સ્કીન ઇન્ફેક્શન છે જે વેરીસેલા ઝોસ્ટર નામના વાયરસના કારણે થાય છે.

જે મુખ્યત્વે ઇમ્યુનોસપ્રેશનવાળા પેશન્ટમાં, એચઆઇવી પોઝિટિવ પેશન્ટમાં, કેન્સરવાળા પેશન્ટમાં, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન વાળા પેશન્ટમાં તેમજ રેડિયો થેરાપી અને કિમોથેરાપી રિસીવ કરતા પેશન્ટમાં જોવા મળે છે.

Explain pathophysiology of herpes zoster (એક્સપ્લેન પેથોફિઝિયોલોજી ઓફ હર્પીસ ઝોસ્ટર)

વેરીસેલા ઝોસ્ટર ના પ્રાઇમરી ઇન્ફેક્શનને કારણે વ્યક્તિમાં ચિકનપોક્સ થાય છે.(ચિકનપોક્સ એ વેરીસેલા ઝોસ્ટર વાયરસને કારણે થાય છે)
|
ચિકનપોક્સ થયા બાદ વેરીસેલા ઝોસ્ટર વાયરસ બ્રેઇન અને સ્પાઇનલ કોડની નજીક સેનસરી ડોરસલ ગેંગલિયામાં નિષ્ક્રિય બનીને રહે છે એટલે કે સુષુપ્ત અવસ્થામાં રહે છે.
|
જ્યારે વ્યક્તિની સેલ્યુલર ઇમ્યુનિટી વિક પડે ત્યારે ત્યારે આ વાયરસ રિએક્ટિવેટ થાય છે એટલે કે સક્રિય બને છે અને મલ્ટિપ્લાય થાય છે.
|
આ સક્રિય બનેલ વાઇરસ પેરીફરલ નર્વ મારફતે સ્કીન સુધી પહોંચે છે અને સ્કીનમાં સ્મોલ રેડ કલરનું બ્લિસ્ટર જોવા મળે છે એટલે કે હર્પીસ ઝોસ્ટરની કન્ડિશન જોવા મળે છે.

Explain sign & symptoms seen in herpes zoster (એક્સપ્લેન સાઇન એન્ડ સીમટમ્સ સીન ઇન હર્પીસ ઝોસ્ટર)

  • સ્કીન પર રેડ કલરના પેઈનફુલ રેશ જોવા મળે છે. જે બ્લિસ્ટર જેવા દેખાય છે.
  • તેમાં બર્નિંગ સેન્સેશન જોવા મળે છે.
  • ઇન્ફેક્ટેડ એરિયામાં ઇચિંગ અને ટેન્ડરનેસ્ટ જોવા મળે છે.
  • થોડા દિવસમાં બ્લિસ્ટરમાં ઇરપ્શન જોવા મળે છે.
  • ઇરપ્શન થવાના 24 થી 48 કલાક પહેલા સિવીયર પેઈન જોવા મળે છે અને આ પેઈન રેડીએટીંગ હોય છે.
  • આ બ્લિસ્ટર મોટાભાગે ટ્રંક, ફેસ અને લમ્બોસેકરલ એરિયામાં જોવા મળે છે. આ બ્લિસ્ટર બોડી ની મીડલાઈન ક્રોસ કરતા નથી એટલે કે યુનીલેટરલ જોવા મળે છે.
  • જો ઓપથેલ્મિક નર્વ ઇનફેક્ટેડ હશે તો આઈ પેઈન જોવા મળે છે.
  • હર્પીસ ઝોસ્ટર વાળા પેશન્ટમાં પોસ્ટ હરપેટિક ન્યુરાલજીયા જોવા મળે છે.
    (લીઝન ડીસઅપીયર થયા પછી પણ અમુક મહિનાઓ સુધી પરસિસ્ટન્ટ પેઈન જોવા મળે છે જેને પોસ્ટ હરપેટિક ન્યુરાલજીયા તરીકે ઓળખવામાં આવે છે)

How to diagnose herpes zoster (હાઉ ટુ ડાયગ્નોસ હર્પીસ ઝોસ્ટર)

  • હિસ્ટ્રી કલેક્શન
  • ફિઝિકલ એક્ઝામિનેશન
  • કલ્ચર અને સેનસીટીવીટી ટેસ્ટ
  • ત્ઝાન્ક સ્મિયર

Write medical management of herpes zoster (રાઈટ મેડિકલ મેનેજમેન્ટ ઓફ હર્પીસ ઝોસ્ટર)

  • વાયરલ ઇન્ફેક્શનને ટ્રીટ કરવા માટે એન્ટિવાયરલ મેડિસિનનો ઉપયોગ કરવો. આ મેડિસિન ઇરપ્શન થયાના 24 કલાકની અંદર લેવી.
  • ઇન્ફેક્ટેડ એરિયા પર ટોપિકલ એન્ટિવાયરલ મેડિસિન એપ્લાય કરવી.
  • એન્ટિવાયરલ મેડિસિન તરીકે એસાયકલોવીર, વેલાસાયક્લોવીર અને ફેમસીક્લોવીર નો ઉપયોગ કરવો.
  • પેઈન રીલીવ કરવા માટે એનાલસીક ડ્રગ નો ઉપયોગ કરવો.
  • જો પેશન્ટ એ 50 વર્ષથી વધારે ઉંમરના હોય તો પોસ્ટ હરપેટીક ન્યુરાલજીયાને રીડ્યુસ કરવા માટે સિસ્ટેમિક કોર્ટીકોસ્ટેરોઇડનો ઉપયોગ કરવો.
  • ઇન્ફેક્ટેડ એરિયા પર કોલ્ડ કમ્પ્રેસીસ પ્રોવાઈડ કરવું.

Write nursing management of herpes zoster (રાઈટ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ હર્પીસ ઝોસ્ટર)

  • વાઈટલ સાઇન અસેસ કરવા.
  • બ્લિસ્ટરની કેરેકસ્ટેરીસ્ટીક નોટ કરવી.
  • પેઈન લેવલ અસેસ કરવું. તેનું લોકેશન, ડ્યુરેશન અને ઇન્ટેન્સિટી અસેસ કરવા.
  • પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝીશન પ્રોવાઈડ કરવી.
  • દર બે કલાકે પોઝિશન ચેન્જ કરવી.
  • વેટ કમ્પ્રેસીસ અથવા કોલ્ડ કમ્પ્રેસીસ એપ્લાય કરવું.
  • પેશન્ટને માઈન્ડ ડાયવર્ઝન થેરાપી અને રિલેક્સેશન ટેક્નિક પ્રોવાઇડ કરવી જેથી પેઈન પરથી ધ્યાન ડાયવર્ટ થાય.
  • અફેક્ટેડ એરિયા પર વેટ ડ્રેસિંગ અને લોશન એપ્લાય કરવું.
  • પેશન્ટને હોમ કેર વિશે એડવાઇઝ આપવી.
  • ડોક્ટર એ પ્રીસ્ક્રાઇબ કરેલી મેડિસિન એડમિનિસ્ટર કરવી.
  • રેકોર્ડ અને રિપોર્ટ મેન્ટેન કરવા.

Define herpes simplex (ડિફાઇન હર્પીસ સીમ્પ્લેક્સ)

હર્પીસ સીમ્પ્લેક્સને ‘ફીવર બ્લિસ્ટર’ અથવા ‘કોલ્ડ સોર’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
કારણકે તેમાં બ્લિસ્ટરની સાથે ફીવર પણ જોવા મળે છે અને તેમાં માઉથ અને ફેસની આજુબાજુ કોલ્ડ સોર જોવા મળે છે.

હર્પીસ સીમ્પ્લેક્સ એ કોમન સ્કિન ઇન્ફેક્શન છે જે હર્પીસ સીમ્પ્લેક્સ વાયરસને (HSV) કારણે થાય છે.

હર્પીસ સીમ્પ્લેક્સ વાયરસ બે પ્રકારના જોવા મળે છે : HSV1 અને HSV2

હર્પીસ સીમ્પ્લેક્સને ટ્રિગર કરતા ફેક્ટરમાં ફિવર, ઇલનેસ, મેનસ્ટ્રુઅલ પિરિયડ, સન એક્સપોઝર, સ્ટ્રેસ, ટ્રોમા અને સીસ્ટેમિક ઇન્ફેક્શનનો સમાવેશ થાય છે.

Explain types of herpes simplex (એક્સપ્લેન ટાઈપ્સ ઓફ હર્પીસ સીમ્પ્લેક્સ)

હર્પીસ સીમ્પ્લેક્સના બે ટાઈપ પડે છે:
i) Orolabial herpes
ii) Genital herpes

i) Orolabial herpes (ઓરોલેબાઇલ હર્પીસ)

ઓરોલેબાઇલ હર્પીસ એ HSV-1 વાયરસને કારણે થાય છે. ઓરોલેબાઇલ હર્પીસ એ ઈનફેકટેડ પર્સનના સલાઈવાના કોન્ટેક્ટમાં આવવાથી ફેલાય છે. ઓરોલેબાઇલ હર્પીસમાં ફેસ અને માઉથની આજુબાજુ કોલ્ડ સોર જોવા મળે છે.

ii) Genital herpes (જનાઈટલ હર્પીસ)

જનાઈટલ હર્પીસ એ HSV – 2 વાયરસને કારણે થાય છે.જનાઈટલ હર્પીસ એ ઇન્ફેક્ટેડ પર્સન સાથેના સેક્સ્યુઅલ કોન્ટેકમાં આવવાથી સ્પ્રેડ થાય છે. જનાઈટલ હર્પીસમાં જનાઈટલ એરીયા અને એનસની આજુબાજુ સોર જોવા મળે છે.

Explain sign & symptoms seen in herpes simplex (એક્સપ્લેન સાઇન એન્ડ સીમટમ્સ સીન ઇન હર્પીસ સીમ્પ્લેક્સ)

  • ઓરોલેબાઈલ હર્પીસમાં લિપ્સ, માઉથ અને ટંગની આજુબાજુ પેઈનફુલ ઇચી સોર જોવા મળે છે. જે ક્રસ્ટી અને ફ્લુઇડ ફિલેડ બ્લિસ્ટર જેવા દેખાય છે. ઘણીવાર તેમાં પસ પણ જોવા મળે છે.
  • જનાઈટલ હર્પીસમાં જનાઈટલ એરીયા અને એનસ ની આજુબાજુના એરિયામાં સોર જોવા મળે છે.
  • ટિંગલિંગ અને બર્નિંગ સેન્સેશન જોવા મળે છે.
  • ઇન્ફેક્ટેડ એરીયા પર ઈચિંગ જોવા મળે છે.
  • સિસ્ટેમિક સીમટમ્સ તરીકે ફીવર અને સોર થ્રોટ જોવા મળે છે.
  • લિમ્ફનોડ માં સ્વેલિંગ જોવા મળે છે.
  • વેસીકલ રફચર થતા ઈરોઝન અને અલ્સર જોવા મળે છે.

How to diagnose herpes simplex (હાઉ ટુ ડાયગ્નોસ હર્પીસ સિમ્પ્લેક્સ)

  • હિસ્ટ્રી કલેક્શન
  • ફિઝિકલ એક્ઝામિનેશન
  • વાયરલ કલ્ચર
  • સ્કીન સ્ક્રેપિંગ
  • સિરોલોજી

Write medical management of herpes simplex (રાઈટ મેડિકલ મેનેજમેન્ટ ઓફ હર્પીસ સીમ્પલેક્સ)

  • વાયરલ ઇન્ફેક્શનને ટ્રીટ કરવા એન્ટિવાયરલ ડ્રગ નો ઉપયોગ કરવો.
  • ઈનફેક્ટેડ એરિયા પર ટોપીકલ મેડિસિન-એસાઇક્લોવીર ઓઈટમેન્ટ એપ્લાય કરવું.
  • ફીવર દૂર કરવા એન્ટિપાયરેટિક ડ્રગ આપવી.
  • પેઈન રીલીવ કરવા માટે એનાલજેસિક ડ્રગ આપવી.

Write nursing management of herpes simplex (રાઈટ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ હર્પીસ સિમ્પ્લેક્સ)

  • વાઈટલ સાઇન અસેસ કરવા.
  • સોરનો કલર, લોકેશન નોટ કરવું.
  • ઈન્ફેક્ટેડ એરિયા પર ટોપિકલ મેડિસિન એપ્લાય કરવી.
  • પેશન્ટને એડવાઈઝ આપવી કે જનાયટલ એરિયાને ડ્રાય રાખવો. કોટનના અન્ડરવેર નો યુઝ કરવો.
  • પેશન્ટની એડવાઈઝ આપવી કે ટાઈટ અને ફીટીંગ કપડા પહેરવાના અવોઈડ કરવા.
  • પેશન્ટ અને તેના રિલેટિવ ને ઇન્ફેક્શનને કેવી રીતે સ્પ્રેડ થતું અટકાવી શકાય તેના વિશે નોલેજ પ્રોવાઇડ કરવું.
  • પેશન્ટ અને તેના ફેમિલી મેમ્બરને પ્રિવેન્ટીવ મેઝર વિશે સમજાવવું.
  • ડોક્ટરે પ્રિસ્ક્રાઈબ કરેલી મેડિસિન એડમિનિસ્ટર કરવી.
  • રેકોર્ડ અને રિપોર્ટ મેન્ટેન કરવા.

Write prevention of herpes simplex (રાઈટ પ્રિવેન્શન ઓફ હર્પીસ સીમ્પલેક્સ)

  • ઓરલ સેક્સ કરતી વખતે ડેન્ટલડેમ્સનો ઉપયોગ કરવો.
  • ઈન્ટરકોસ કરતી વખતે કોન્ડોમ નો ઉપયોગ કરવો.
  • મલ્ટીપલ સેક્સ્યુઅલ પાર્ટનર અવોઈડ કરવા.
  • જો સેક્સ્યુઅલ પાર્ટનરને હર્પીસ સીમ્પલેક્સ હોય તો તેની સાથે સેક્સ કરવાનું અવોઈડ કરવું.
  • ટોવેલ, લીપબામ અને બીજી પર્સનલ પ્રોડક્ટ એકબીજા સાથે શેર ન કરવી.
  • સન એક્સપોઝર એવોઈડ કરવું.
  • વધારે પડતો સ્ટ્રેસ ન લેવો.

Define warts (ડિફાઇન વોર્ટ્સ)

વોર્ટ્સને ‘વેરુકા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

વોર્ટ્સ એ વાયરલ સ્કીન ઇન્ફેક્શન છે જે હ્યુમન પેપીલોમા વાયરસ ને કારણે થાય છે.

વોર્ટ્સ મુખ્યત્વે મ્યુકસ મેમ્બ્રેન, જનાઈટલ એરીયા, હેન્ડ, ફિટ અને ફેસ ના ભાગે જોવા મળે છે.

જેમાં મુખ્યત્વે સ્ક્રીન પર નોન કેન્સરિયસ બમ્પ જોવા મળે છે. આ બમ્પની સાઈઝ એવરેજ 1 થી 10 મિલીમીટર જેટલી હોય છે.

વોર્ટ્સ એ સિંગલ અથવા ક્લસ્ટર સ્વરૂપે જોવા મળે છે.

Explain types of warts (એક્સપ્લેન ટાઈપ્સ ઓફ વોર્ટ્સ)

Common warts (કોમન વોર્ટ્સ)

કોમન વોર્ટ્સને ‘વેરુકા વલ્ગારિસ’તરીકે પણ ઓળખવામાં આવે છે. કોમન વોર્ટ્સ એ વોર્ટ્સનો મોસ્ટ કોમન ટાઈપ છે આથી તેને કોમન વોર્ટ્સ કહે છે. કોમન વોર્ટ્સમાં ફિંગર અને હેન્ડ પર હાર્ડ રેઈસેડ બમ્પ જોવા મળે છે.

Flat warts (ફ્લેટ વોર્ટ્સ)

ફ્લેટ વોર્ટ્સને ‘વેરુકા પ્લાના’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં ફેસ, ફોરહેડ અને લોવર લેગમાં સ્મૂથ ફલેટ લીઝન જોવા મળે છે.

Filliform warts (ફીલિફોર્મ વોર્ટ્સ)

ફીલિફોર્મ વોર્ટ્સ એ મુખ્યત્વે આઈલીડ, લીપ્સ, ફેસ અને નેકના ભાગ માં જોવા મળે છે. ફીલિફોર્મ વોર્ટ્સ એ થીન અને લોંગ થ્રેડ જેવા દેખાય છે.

Planter warts (પ્લાન્ટર વોર્ટ્સ)

પ્લાન્ટર વોર્ટ્સ મુખ્યત્વે ફૂટના સોલના ભાગમાં એટલે કે પગના તળિયામાં જોવા મળે છે. જેમાં સ્મોલ હાર્ડ બમ્પ જોવા મળે છે અને તેમાં બ્લેક કલરના ડોટ્સ જોવા મળે છે. જો તેના પર શુઝ અથવા વોકિંગનું પ્રેશર આવે તો તે અંદરની બાજુ ડેવલપ થાય છે.

Genital warts (જનાઈટલ વોર્ટ્સ)

જનાયટલ વોર્ટ્સને ‘વેનેરલ વોર્ટ્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં જનાયટલ એરીયાની આજુબાજુ ગ્રે અને ઓફવાઈટ કલરના કોલી ફ્લાવર શેપના લમ્પ જોવા મળે છે. જનાયટલ વોર્ટ્સને કારણે વુમેનમાં સરવાઈકલ કેન્સર જોવા મળે છે.

Periungual warts (પેરીનગ્યુલ વોર્ટ્સ)

પેરીનગ્યુલ વોર્ટ્સ એ ફિંગર નેઈલ અને ટો નેઈલની નીચે અને તેની આજુબાજુ ડેવલોપ થાય છે. તેમાં સ્કીન પર પેઈન ફૂલ સ્પિલ્ટ જોવા મળે છે.

How to diagnose warts (હાઉ ટુ ડાઇગ્નોસ વોર્ટ્સ)

  • હિસ્ટ્રી કલેક્શન
  • ફિઝિકલ એક્ઝામિનેશન
  • શેવ બાયોપ્સી
  • સ્કીન સ્ક્રેપિંગ

Write medical management of warts (રાઇટ મેડિકલ મેનેજમેન્ટ ઓફ વોર્ટ્સ)

  • વોર્ટ્સ ને ટ્રીટ કરવા માટે એસિડ થેરાપી એ ખૂબ જ ઉપયોગી છે. જેમાં સેલીસાઇકલિક એસિડ નો ઉપયોગ કરવામાં આવે છે. સેલી સાઇકલિક એસિડને અમુક મહિનાઓ સુધી વોર્ટ્સ પર લગાવવામાં આવે છે જે વોર્ટ્સને ડીઝોલવ કરે છે.
  • વોર્ટ્સ ની ટ્રીટમેન્ટમાં ડકટ ટેપ નો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં અફેક્ટેડ એરિયા પર અમુક દિવસો સુધી ડક્ટ ટેપ લગાવવામાં આવે છે ત્યારબાદ તે એરીયાને સોક કરવામાં આવે છે અને છેવટે તેને રબિંગ કરી અને ડેડ ટીશ્યુને રીમુવ કરવામાં આવે છે.
  • ઘણીવાર ઈમ્યૂન સિસ્ટમ સ્ટીમયુલેટર (ઇમિકીમોડ) નો પણ ઉપયોગ કરવામાં આવે છે.

Write surgical management of warts (રાઈટ સર્જીકલ મેનેજમેન્ટ ઓફ વોટ્સ)

  • ક્રાયો સર્જરી : જેમાં લિક્વિડ નાઇટ્રોજન દ્વારા વોર્ટ્સ ને ફ્રીઝ કરવામાં આવે છે અને તેને ડિસ્ટ્રોય કરવામાં આવે છે.
  • લેઝર થેરાપી : લેઝર થેરાપી દ્વારા વોર્ટ્સની અંદર રહેલ બ્લડ વેસલ્સને ડિસ્ટ્રોય કરવામાં આવે છે જેથી વોર્ટ્સને બ્લડ સપ્લાય ના પહોંચતા તે કિલ થઈ જાય છે.
  • ઇલેક્ટ્રો ડેસિકેશન અને ક્યુરેટેજ : ઇલેક્ટ્રો ડેસિકેશનમાં ઈલેક્ટ્રીક કરંટ નો ઉપયોગ કરી વોર્ટ્સને ને ડિસ્ટ્રોય કરવામાં આવે છે.

What is Molluscum contagiosum (વોટ ઇસ મોલસ્કમ કોન્ટેજીયોસમ)

મોલસ્કમ કોન્ટેજીયોસમ એ વાયરલ સ્કીન ઇન્ફેક્શન છે જે પોક્સ વાઇરસને (મોલસ્કમ કોન્ટેજીયોસમ વાયરસ) કારણે થાય છે. મોલસ્કમ કોન્ટેજીયોસમ બોડીમાં ગમે તે ભાગમાં થઈ શકે છે જેમ કે ફેસ, નેક, આર્મ, લેગ, એબ્ડોમેન અને જનાયટલ એરિયામાં જોવા મળે છે. જેમાં રાઉન્ડ, વાઈટ અથવા પિંક કલરના પેઈનલેસ બમ્પ અથવા લીઝન જોવા મળે છે. જેને મોલુસ્કા તરીકે ઓળખવામાં આવે છે. આ બમ્પના ટોપ પર ડોટ જોવા મળે છે. 6 થી 12 મહિનાની અંદર આ બમ્પ રીઝોવ્લ થઈ જાય છે.

What is roseola (વોટ ઇસ રોઝેલા)

રોઝેલાને ‘સિકસથ ડીઝીસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણકે ચિલ્ડ્રનમાં જોવા મળતા કોમન સ્કિન રેસ ઇલ્લનેસના હિસ્ટોરિકલ ક્લાસીફીકેશન મુજબ રોઝેલાનું સ્થાન છઠું છે. આથી તેને સિકસથ ડીઝીસ તરીકે ઓળખવામાં આવે છે.

રોઝેલા એ કોમન વાઇરલ ઇન્ફેક્શન છે. જે હર્પીસ વાયરસની બે જાતો દ્વારા થાય છે.(હર્પીસ વાઇરસ-6, હર્પીસ વાઇરસ-7)

રોઝેલા બાળકોમાં વધારે જોવા મળે છે. તેમાં ટ્રંક અને નેકના ભાગે સ્મોલ સ્પોટ અને પેચીસ જેવા રેસ જોવા મળે છે તેમજ ફીવર જોવા મળે છે.

What is fifth disease (વોટ ઇસ ફિફથ ડીઝીસ)

ફિફથ ડીઝીસને ‘એરિથેમા ઇન્ફેકટીયોસમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચિલ્ડ્રનમાં જોવા મળતા કોમન સ્કિન રેસ ઈલનેસના હિસ્ટરોજીકલ ક્લાસિફિકેશન મુજબ આ ડીઝીસનું પાંચમું સ્થાન છે તેથી તેને ફિફથ ડીઝીસ તરીકે ઓળખવામાં આવે છે.

ફિફથ ડીઝીસ એ કોમન અને હાઈલી કંટેજીયસ ચાઇલ્ડહૂડ ડીઝીસ છે. જે પર્વોવાયરસ B19 ના ઇન્ફેક્શનને કારણે થાય છે. જેમાં ચીક અને તેની આજુબાજુ બ્રાઇટ રેડ કલરના રેસ જોવા મળે છે તેને સ્લેપેડ ચીક તરીકે ઓળખવામાં આવે છે.તેમજ ફ્લૂ લાઈક સીમટન્સ જોવા મળે છે.

What is hand foot & mouth disease (HFMD) (વોટ ઇસ હેન્ડ ફુટ એન્ડ માઉથ ડીઝીસ)

હેન્ડ ફુટ અને માઉથ ડીઝીસ એ કોમન વાયરલ ઇન્ફેક્શન છે જે કોક્સાકીવાયરસ A16 અને એન્ટ્રોવાઇરસ ATI દ્વારા થાય છે. HFMD મુખ્યત્વે અંડર ફાઈવ ચિલ્ડ્રન માં જોવા મળે છે. જેમાં માઉથ, હેન્ડ અને ફુટની આજુબાજુ પેઈનફુલ રેડ બ્લિસ્ટર અને સોર જોવા મળે છે. તેની સાથે સાથે સિસ્ટમેટિક સીમટમ્સ પણ જોવા મળે છે.

Published
Categorized as MSN 2 FULL COUSE SECOND YEAR, Uncategorised