PREVENTIVE PEDIATRIC
બાળકોમા જોવા મળતા ડીસીઝના કારણોમાથી મોટાભાગના કારણો અટકાવી શકાય એટલે કે પ્રિવેન્ટ કરી શકાય તેવા હોય છે. ચાઈલ્ડ હેલ્થ કેર એ પ્રિવેન્ટીવ કેર પર મુખ્યત્વે ભાર મૂકે છે.
પ્રિવેન્ટીવ કેર એટલે કે ડીસીઝ નું પ્રિવેન્શન કરવું, હેલ્થનું પ્રમોશન કરવું મેન્ટેન અને રીસ્ટોરેશન કરવું અને સાથે સાથે બાળકના ફિઝિકલ મેન્ટલ અને સોશિયલ વેલડીંગ ને પોઝિટિવ હેલ્થ તરફ પ્રમોટ કરવા.
પ્રિવેન્ટીવ પીડીયાટ્રીક એ મેડિસિનની એક બ્રાન્ચ છે, જે બાળકોમા પ્રિવેન્ટીવ આસ્પેકટ પર કાર્ય કરે છે અને તે પ્રિવેન્ટીવ એન્ડ સોશિયલ મેડિસિન નો સૌપ્રથમ ક્લિનિકલ સબ્જેક્ટ પણ ગણી શકાય કે જેમા પ્રિવેન્ટીવ સર્વિસીસ પર કાર્ય કરવામા આવતુ હોય.
પ્રિન્ટીવ પીડીયાટ્રીક મા ડીસિઝને ક્યોર કરવા ને બદલે તેને પ્રિવેન્ટ કરવા માટે કાર્ય કરવામા આવે છે.
પ્રિવેન્ટીવ પીડિયાટ્રિક ને બ્રોડલી નીચે મુજબ ક્લાસીફાય કરવામા આવે છે.
એન્ટીનેટલ પ્રિવેન્ટીવ પીડીયાટ્રીક
પોસ્ટ મેટલ પ્રિવેન્ટીવ પીડીયાટ્રીક
સોશિયલ પ્રિવેન્ટીવ પીડીયાટ્રીક
Antenatal Preventive Pediatric (એન્ટીનેટલ પ્રિવેન્ટીવ પીડીયાટ્રીક).
પ્રિવેન્ટીવ પીડીયાટ્રીક ની આ બ્રાન્ચમા એન્ટિનેટલ મધર ને કેર અને યોગ્ય સાર સંભાળ રાખવામા આવે છે જેથી તેના આવનાર બાળકને હેલ્ધી અને તંદુરસ્ત બનાવી શકાય છે. મધર ને આ સમય દરમિયાન યોગ્ય ઇન્ટરવેન્શન આપવાથી બાળકોમા ઘણા પ્રોબ્લેમ્સ પ્રિવેન્ટ કરી શકાય છે.
આ પિરિયડ દરમિયાન મધર ને આપવામા આવતી કેર નીચે મુજબની છે.
મધર ને આ સમય દરમિયાન યોગ્ય ન્યુટ્રીટિવ ડાયેટ તેમજ બેલેન્સ ડાયેટ મળવો જોઈએ જેથી તેની અને તેના આવનાર બાળક ની ન્યુટ્રીશનલ નીડ પૂરી કરી શકાય.
એન્ટિનેન્ટલ પિરિયડ દરમિયાન મધર ને કોઈપણ ઇન્ફેક્શન ના લાગે તે માટે પ્રીકોસન્સ રાખવા જરૂરી છે અને કોમ્યુનીકેબલ ડીસીઝના પ્રિવેન્શન માટે કાળજી રાખવી જરૂરી છે.
એન્ટિનેટલ પિરિયડ દરમિયાન મધર ને બ્રેસ્ટ ફીડીંગ, એન્ટિનેટલ એક્સરસાઇઝ, ડિલિવરી પ્રીપેરેશન, મધર ક્રાફ્ટ ટ્રેનિંગ વગેરે બાબતો પર સમજાવવુ જરૂરી છે.
Postnatal Preventive Pediatric (પોસ્ટ નેટલ પ્રિવેન્ટીવ પીડીયાટ્રીક).
પોસ્ટનેટલ પિરિયડ દરમિયાન મધર અને બાળકની ખાસ કાળજી લેવામા આવે તો ઘણા પ્રોબ્લેમ્સ થી બાળકને પ્રિવેન્ટ કરી શકાય છે. પોસ્ટનેટલ પ્રિવેન્ટીવ પીડીયાટ્રીક મા નીચે મુજબની કેર નો સમાવેશ કરવામા આવે છે.
આ પિરિયડ દરમિયાન મધર એ બાળકને એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડીંગ આપવુ જોઈએ. મધરને કોલોસ્ટ્રોમ બાળકને અપાવવા માટે ખાસ સલાહ આપવી જોઈએ.
બાળકના ઇમ્યુનાઈઝેશન માટે મધરને યોગ્ય ગાઈડન્સ આપવુ અને બાળકને કમ્પ્લીટ ઇમ્યુનાઈઝેશન કરાવવા માટે સમજાવવુ જેનાથી ઘણા ડિસીઝ સામે પ્રિવેન્શન મેળવી શકાય છે.
મધરને સમજાવવુ કે બાળકની ઉંમર જેમ જેમ વધશે તેમ તેમ બાળક ઘણા એક્સિડન્ટ થવા માટે હાઇરીસ હોય છે. જેથી આ એક્સિડન્ટ્સને પ્રિવેન્શન કરવા માટે મધરને સમજાવવુ અને રિસ્ક ફેક્ટર મીનીમાઇઝ કરવા માટે સમજાવુ.
મધરને બાળકના ગ્રોથ અને ડેવલપમેન્ટ ને પિરિયોડીકલી ચેક કરાવવા માટે હેલ્થ કેર સેટઅપ ની વિઝીટ લેવા માટે સમજાવવુ.
બાળક પાંચ થી છ મહિનાનુ થાય ત્યાર પછી તેને કોમ્પ્લીમેન્ટરી ફીડિંગ તથા વિનિંગ ડાયટ આપવો અને તેના પ્રિન્સિપલ્સ વિશે માહિતી આપવી.
Social Preventive Pediatric (સોશિયલ પ્રિવેન્ટીવ પીડીયાટ્રીક).
સોશિયલ મેડિસિનના પ્રિન્સિપલ્સ ને પીડીયાટ્રીક મા એપ્લાય કરવામા આવે જેનાથી બાળકનો ગ્રોથ અને ડેવલપમેન્ટ પ્રમોટ કરી શકાય અને બાળકના સોશિયલાઈઝેશન પ્રોસેસમા હેલ્પ કરી શકાય છે.
આ પીડીયાટ્રીક ની બ્રાન્ચમા બાળકના ફેમિલી મેમ્બર્સ અને તેની આજુબાજુના એનવાયરમેન્ટ ને ફેવરેબલ બનાવી બાળકના બિહેવિયરને નોર્મલ તથા યોગ્ય ડેવલપમેન્ટ માટે કાર્ય કરી શકાય છે.
આ સર્વિસીસ માટે નીચે મુજબના મુદ્દાઓ ધ્યાનમા લેવા જરૂરી છે.
હેલ્ધી અને હેપી પેરેન્ટ્સ એ બાળકના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે અગત્યનો રોલ પ્લે કરે છે.
ઘર અને આજુબાજુ નુ વાતાવરણ ક્લીન અને હેલ્ધી રાખવુ.
બાળકને પ્લે, રિક્રીએશન, લવ, અફેક્શન, સેફટી, સિક્યોરિટી વગેરે મુદ્દાઓ પર ખાસ ફોકસ કરવામા આવે છે.
બાળકને એજ્યુકેશનલ અપોર્ચ્યુનિટી નુ ખાસ પ્રોવિઝન કરવુ જોઈએ.
ઉપરોક્ત તમામ મુદ્દાઓ વિશે પ્રિવેન્ટીવ પીડિયાટ્રિકમા ખાસ મહત્વ આપવામા આપવુ જોઈએ. જેથી બાળકને ઘણા ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલ પ્રોબ્લેમ્સથી બચાવી શકાય છે અને તેનો ગ્રોથ અને ડેવલપમેન્ટ નોર્મલ કરી શકાય છે.
આ સર્વિસીસ ના કારણે બાળકમા મોર્ટાલિટી અને મોર્બીડીટી ના રેટ પણ ઘટાડી શકાય છે. પ્રિવેન્ટીવ પીડીયાટ્રીક સર્વિસીસ એ પીડિયાટ્રિક્સ મા ખૂબ જ ઈમ્પોર્ટન્સ ધરાવે છે.
ડીસિઝ નુ પ્રિવેન્શન કરવુ.
ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલ વેલ્બીંઇંગ નુ પ્રમોશન કરવુ.
અર્લી ડાયગ્નોસીસ કરી અને અર્લી ટ્રીટમેન્ટ આપવી અને કોમ્પ્લિકેશનને પ્રિવેન્ટ કરવા.
પ્રેમેચ્યોર ડેથ અટકાવવા.
પ્રિવેન્ટીવ પીડીયાટ્રીક સર્વિસીસ ના મુખ્યત્વે ત્રણ લેવલ નીચે મુજબ જોવા મળે છે.
1. Primary level (પ્રાઇમરી લેવલ).
આ લેવલ પર મુખ્યત્વે ડીસીઝ ન થાય અથવા તો તેને અટકાવવાના પગલાઓ લેવામા આવે છે. જેમા ડીસીઝ ઉત્પન્ન કરતા પેથોજન્સ નો નાશ કરવામા આવે અથવા બાળક નો રઝિસ્ટન્સ વધારવામા આવે જેથી તે કોઈ પણ ડીસીઝ થવાથી બચી શકે છે.
પ્રાઇમરી પ્રિવેંશન માટે નીચે ના મુદ્દા ઓ ધ્યાનમા રાખવામા આવે છે.
પ્રીવેન્ટ કરી શકાય તેવા કોઈ પણ ડીસીઝ સામે વેક્સીનેશન આપવાથી.
હેલધી ખોરાક અને બેલેન્સ ડાયટ આપવાથી.
એક્સરસાઇઝ કરવાથી.
પેરેંન્ટસ અને બાળકો વચ્ચે હિલધી રીલેશનીપ જાળવવાથી.
ડીસીઝ થતો અટકાવવાના પગલાઓ લેવાથી.
2. Secondary level (સેકન્ડરી લેવલ).
આ લેવલ પર વેહલી તકે ડીસીઝ નુ નિદાન કરવામા આવે છે અને તેમા તાત્કાલિક અસરકારક સારવાર આપવામા આવે છે.
સેકન્ડરી પ્રીવેંશન માટે નીચે મુજબ ના મેઝર્સ ધ્યાને લેવામા આવે છે.
કોઈ પણ હેલ્થ પ્રોબ્લેમ ને જુદી જુદી ડાઇગ્નોસ્ટીક મેથડ નો ઉપયોગ કરી વેહલી તકે નિદાન કરવુ.
હેલ્થ પ્રોબ્લેમ ને યોગ્ય ટ્રીટમેન્ટ દ્વારા વેહલી તકે ટ્રીટમેન્ટ આપવી.
3. Tertiary Level (ટર્શરી લેવલ).
આ લેવલ પર ડીસીઝ થયા પછી યોગ્ય મેઝર્સ લેવાથી ડીસએબિલિટી અને કોમપ્લીકેશન મીનીમાઈઝ કરવામા આવે છે.
ટર્શરી લેવલ પર કાર્ય કરવા માટે નીચે મુજબ ના મેઝર્સ ધ્યાને લેવામા આવે છે.
યોગ્ય મેઝર્સ દ્વારા એક્ઝીસ્ટિંગ ડીસીઝ ના કોમ્પ્લી કેશન પ્રિવેંટ કરવા.
બાળક ને ડીસએબીલીટી ના લીધે જે ફનક્ષન્સ લિમિટ થયેલ હોય તેનાં ફંકસન્સ ને ઇમ્પ્રૂવ કરવા અને તેની કેપેસિટી મા વધારો કરવો.
પ્રિવેન્ટીવ પીડીયાટ્રીક સર્વિસીસમા ઇમ્યુનાઈઝેશન એ ખૂબ અગત્યની સર્વિસ છે. જેનાથી વેક્સિન આપી સ્પેસિફિક ડીસીઝને ની સામે સ્પેસિફિક પ્રોટેકશન ડેવલપ કરવામા આવે છે.
ઇમ્યુનાઈઝેશન થી બાળકો મા ડેન્જરિયસ ઇન્ફેક્શન તરીકે જોવા મળતા ડીઝીઝ જેમકે પોલિયોમાઈલાઈટીસ, ડીપ્થેરિયા, પરટુસીસ, મિજલસ, રૂબેલા, હિપેટાઇટિસ B, ન્યુમોનિયા, વાયરલ ડાયેરીયા વગેરે બાળકોમા મોર્ટાલીટી અને મોર્બીડીટી માટે ખાસ જવાબદાર ડીઝીઝ સામે ઇમ્યુનાઈઝેશનથી સ્પેસિફિક પ્રોટેક્શન મળે છે.
બાળકોમા ઇમ્યુનાઈઝેશન થી સ્પેસિફિક ડીસીઝ પ્રત્યે ઇમ્યુનિટી પ્રોડ્યુસ કરવામા આવે છે, અને સ્પેસિફિક ડીસીઝ કે ઇન્ફેક્શનથી બાળકોને બચાવી શકાય છે.
યુનિવર્સલ ઇમ્યુનાઈઝેશન પ્રોગ્રામ અંતર્ગત નીચે મુજબનુ ઇમ્યુનાઈઝેશન શિડયુલ ફોલો કરવામા આવે છે.
વેક્સિન ટાઈપ
કોલ્ડ ચેન
કોલ્ડ ચેન ઇક્વિપમેન્ટ
એ ઇ એફ આઈ
ઈમ્યુનિટી
હાઇપર સેન્સિટીવીટી
બાળકો એ કોઈપણ ડીસીઝ થવા માટે હાઈરિસ્ક ગ્રુપ છે. ખાસ કરીને પાંચ વર્ષથી નીચેના બાળકો એ કોઈપણ ડીસીઝ કે ઇન્ફેક્શન થવા માટે વનરેબલ અને સ્પેશિયલ રિસ્ક વાળુ ગ્રુપ છે.
ડેવલપિંગ કન્ટ્રીમા પાંચ વર્ષથી નીચેના બાળકોમા ડેથ રેટ હાઈ જોવા મળે છે.
બાળકોમા મોર્ટાલિટી અને મોર્બીડીટી માટેના કારણોમા ખાસ કરીને પ્રીમેચ્યોરિટી, લો બર્થ વેઈટ (LBW), એક્યુટ રેસ્પીરેટરી ઇન્ફેક્શન(ARI), ડાયરિયા, ઇન્ફેકશિયસ ડીસીઝ તથા એકસીડન્ટ્સ એ મુખ્ય કારણો છે.
અંડર ફાઈવ ક્લિનિક એ પાંચ વર્ષથી નીચેના બાળકોમા તમામ પ્રકારની પ્રિવેન્ટીવ સર્વિસીસ ની સાથે સાથે ન્યૂટ્રિશનલ સર્વેન્સ, હેલ્થ એજ્યુકેશન અને ટ્રીટમેન્ટ પર ભાર મૂકે છે.
અંડર ફાઈવ ક્લિનિક નો કન્સેપ્ટ વેલ બેબી ક્લિનિક પરથી આવેલ છે. આમા પાંચ વર્ષથી નીચેના બાળકો માટે તમામ પ્રકારની કોમ્પ્રીહેન્સિવ હેલ્થ કેર સર્વિસીસ આપવામા આવે છે.
પાંચ વર્ષથી નીચેના બાળકોમા મોર્ટાલિટી અને મોર્બીડીટી ના મેજોરીટી કારણો પ્રિવેન્ટ કરી શકાય તે પ્રકારના છે. જેથી અંડર ફાઈવ ક્લિનિક દ્વારા આ તમામ પ્રકાર ની સર્વિસીસ ને એક ટ્રાય એંગલ સિમ્બોલ ના સ્વરૂપમા નીચે મુજબ પૂરી પાડવામાં આવે છે.
1. Care in Illness (કેર ઇન ઇલનેસ).
Under 5 ક્લિનિક ની સર્વિસીસ અંતર્ગત કોઈ પણ પાંચ વર્ષથી નીચેના બાળકની કોઈપણ પ્રકારની બીમારી દરમિયાન કે માંદગી દરમિયાન તાત્કાલિક કેર અને ટ્રીટમેન્ટ આપવામા આવે છે.
જેમા કોઈ પણ ડીસીઝ કે ઇલનેસ ને વહેલી તકે નિદાન કરી અને યોગ્ય કેર આપવામા આવે છે.
બાળકોને લગતી તમામ કેર ઇન્સ્ટિટ્યૂશનલ બેઝડ પ્રોવાઇડ કરવામા આવે છે અને જરૂર જણાય ત્યારે રેફરલ સર્વિસીસ નો ઉપયોગ કરી આગળની સારવાર માટે બાળકને રીફર પણ કરવામા આવે છે.
2. Adequate Nutrition (એડીકવેટ ન્યુટ્રીશન).
બાળકના ડેવલપિંગ પિરિયડ દરમિયાન તેના નોર્મલ ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે તેને યોગ્ય ન્યુટ્રીટીવ ડાયટ મળવો તે ખૂબ જ આવશ્યક છે.
બાળકને તેના જન્મથી છ મહિના સુધીના સમયગાળા દરમિયાન એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ મળવુ જોઈએ. ત્યારબાદ યોગ્ય વિનિંગ ડાયેટ પ્રોવાઇડ થવો જોઈએ.
બાળકોમા પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન (PEM) તથા એનીમિયા, રીકેટસ અને અલગ અલગ પ્રકારના ન્યુટ્રીશનલ ડેફિસિયન્સી ડીસઓર્ડર પ્રિવેન્ટ કરવા માટે તેને યોગ્ય ન્યુટ્રીટિવ બેલેન્સ ડાયેટ મળવો જોઈએ.
3. Immunization (ઈમ્યુનાઈઝેશન)…
પ્રિવેન્ટીવ પીડીયાટ્રીક સર્વિસીસમા ઇમ્યુનાઈઝેશન એ ખૂબ અગત્યની સર્વિસ છે. જેનાથી વેક્સિન આપી સ્પેસિફિક ડીસીઝને ની સામે સ્પેસિફિક પ્રોટેકશન ડેવલપ કરવામા આવે છે.
ઇમ્યુનાઈઝેશન થી બાળકો મા ડેન્જરિયસ ઇન્ફેક્શન તરીકે જોવા મળતા ડીઝીઝ જેમકે પોલિયોમાઈલાઈટીસ, ડીપ્થેરિયા, પરટુસીસ, મિજલસ, રૂબેલા, હિપેટાઇટિસ B, ન્યુમોનિયા, વાયરલ ડાયેરીયા વગેરે બાળકોમા મોર્ટાલીટી અને મોર્બીડીટી માટે ખાસ જવાબદાર ડીઝીઝ સામે ઇમ્યુનાઈઝેશનથી સ્પેસિફિક પ્રોટેક્શન મળે છે.
બાળકોમા ઇમ્યુનાઈઝેશન થી સ્પેસિફિક ડીસીઝ પ્રત્યે ઇમ્યુનિટી પ્રોડ્યુસ કરવામા આવે છે, અને સ્પેસિફિક ડીસીઝ કે ઇન્ફેક્શનથી બાળકોને બચાવી શકાય છે.
4. Family Planning (ફેમિલી પ્લાનિંગ).
અંડર ફાઈવ ક્લિનિક પ્રોગ્રામ દરમિયાન મધર ને ફેમિલી પ્લાનિંગ તથા તેની મેથડ અને તેની સર્વિસીસ વિશે કાઉન્સેલિંગ અને ગાઈડન્સ આપવુ જોઈએ જેથી તેના બાળકોની હેલ્થ અને તેના વેલ બીઇંગ પર સારી રીતે ફોકસ કરી શકે.
5. Health Education (હેલ્થ એજ્યુકેશન).
આ અંડર ફાઈવ ક્લિનિક ની ખૂબ જ આવશ્યક અને અત્યંત જરૂરી સર્વિસીસ છે. જેમા મધર ફાધર ને તેના બાળકોની કેરના દરેક આસ્પેકટ પર હેલ્થ એજ્યુકેશન આપવામા આવે છે.
તેમા ડીઝીઝના પ્રવેન્શન, હેલ્થના પ્રમોશન, નોર્મલ ગ્રોથ અને ડેવલપમેન્ટ, બેસ્ટ ફીડીંગ, ન્યુટ્રીશનલ બેલેન્સ ડાયેટ, પીરીયોડીકલી અસેસમેન્ટ, ઇમ્યુનાઈઝેશન, હાઈજીન તેમજ ક્લીન્લીનેસ ના દરેક અસ્પેક્ટ પર હેલ્થ એજ્યુકેશન આપવામા આવે છે.
ઉપરોક્ત તમામ સર્વીસીસ અંડર ફાઈવ ક્લિનિક અંતર્ગત આપવામા આવે છે.
આ ક્લિનિક એ સામાન્ય રીતે ગામડા, પછાત એરિયાઓ તથા દૂરના વિસ્તારોમા ચલાવવામા આવે છે.
ટ્રેઈન્ડ હેલ્થ વર્કર દ્વારા આ ક્લિનિક ને મેનેજ કરવામા આવે છે અને તે હોમ વિઝીટ પણ કન્ડક્ટ કરે છે અને હોમ વિઝીટ દરમિયાન 5 વર્ષથી નીચેના બાળકો અને માતાને તમામ પ્રકારની કોમ્પ્રિહેન્સિવ કેર ઘર સુધી પહોંચાડે છે.
બાળકોમા એક્સિડન્ટ એ ડેથ નુ એક અગત્યનુ કારણ છે. તે બાળકોમા ઇમર્જન્સી કન્ડિશન ક્રિએટ કરે છે.
એકસીડન્ટ એટલે કે કોઈપણ અન એક્સપેક્ટેડ અને અનપ્લાન્ડ ઇવેન્ટ કે જે ઇજા કે ડેમેજ નુ કારણ બનતી હોય અને તે ત્વરિત જોવા મળતી ક્રિયા હોય છે તેને એકસીડન્ટ કહેવામા આવે છે.
ડેવલપિંગ કન્ટ્રી અને ઓવર ક્રાઉડેડ વિસ્તારમા કે જ્યા બાળકો તરફ પૂરતુ એટેન્શન આપવામા આવતુ ન હોય અને ઘરમા પૂરતી જગ્યા ન હોવાના કારણે એક જ રૂમને સુવા, બેસવા તથા ખોરાક બનાવવાના દરેક કામ-કાજમા વાપરવામા આવતો હોવાના કારણે આવા એક્સિડેન્ટસ બનવા કોમન છે.
સામાન્ય રીતે છ મહિનાથી ઉપરનુ બાળક એક જગ્યાથી બીજી જગ્યાએ હલનચલન કરતુ થઈ જાય છે અને તેની હલનચલન શક્તિ મા સતત વધારો થવાના કારણે તે એક્સિડન્ટ થવાના વધુ હાઈરિસ્ક બનતુ જાય છે.
બાળકોમા તેનુ કોઓર્ડીનેશન અને જજમેન્ટ સ્કિલ પૂરતી ડેવલપ થયેલ હોતી નથી જેથી તે બાળકોને વધારે એક્સિડન્ટ થી હાઈરિસ્ક બનાવે છે.
Common causes for Accidents (કોમન કોઝીઝ ફોર એકસીડન્ટ).
સામાન્ય રીતે માતા પિતાના ઇગ્નોરન્સ ના કારણે મુખ્યત્વે એકસીડન્ટલ ઇવેન્ટ બનતી હોય છે.
ભૂતકાળના અનુભવો ન હોવાના લીધે અને પૂરતુ નોલેજ ન હોવાના લીધે એક્સિડન્ટ કોમનલી જોવા મળે છે.
એઈજ વધવાની સાથે બાળકોની મોબિલિટી વધતી હોય તેમ જ તેની હાઇપર એક્ટિવ નેચરના કારણે પણ એક્સિડન્ટ બને છે.
ડેન્જર કે નુકસાનકારક સિચ્યુએશન બાળકો પરસીવ કરી શકતા નથી કે સમજી શકતા નથી તેના કારણે પણ એક્સિડન્ટ બને છે.
ઓવર ક્રાઉડેડ એરીયા જ્રયા રમવા માટે તથા રીક્રિએશન માટેની સગવડતાઓ ન હોવાના કારણે બાળકો ઘરમા જ રમતા હોય જેથી એકસીડન્ટ બને છે.
આ ઉપરાંત નીગલીજંસી ના લીધે પણ આવા એક્સીડેનટ્સ બનતા હોય છે.
Common childhood Accidents (કોમન ચાઈલ્ડ હુડ એકસીડન્ટ).
ડૂબી જવુ જેમા બાળક ઘરની અંદર પાણી ભરેલ કોઈપણ જગ્યામા પડી જઈ શકે છે અથવા ઘર ની આજુ બાજુ મા ક્યાય પાણી ભરાય તેમા પડી જવાથી ડૂબી શકે છે.
બળી જવું અને દાજી જવુ રસોઈ દરમિયાન આગ થી દાઝી શકે છે તથા કોઈપણ ગરમ વસ્તુ ચામડી પર પડવાથી કે અડવાથી દાઝી શકે છે.
આંખ, કાન, નાક કે ગળામા કોઈપણ વસ્તુ ફસાઈ જવી. બાળકના રમકડાના નાના ભાગ તથા ઘરમા છૂટી પડેલી કોઈપણ વસ્તુઓ દ્વારા આ મુજબની ઇજાઓ થઈ શકે છે.
ફોલડાઉન ઈન્જરી બાળક ઊભા થઈને ચાલે એ દરમિયાન પડી જઈ શકે છે. પગથિયાથી પડી જઈ શકે છે, તથા બેડ પર સુવડાવેલ હોય ત્યાંથી પડી જાય અને ઈજા થવાની કોમન ઈજાઓ છે.
ચામડી પર ઉઝરડા પડવા કે કટ પડવા. પડવાથી તથા કોઈપણ વસ્તુ લાગવાના કારણે આવી ઈજાઓ થઈ શકે છે.
પોઈઝનિંગ. ઘરમા કોઈપણ અખાદ્ય વસ્તુઓ બાળકની પહોંચમાં આવે તો બાળક તેને ખાઈ શકે અને પોઈઝનિંગ થવાની શક્યતાઓ છે.
કરડી જવું કે ડંખ મારવાથી ઈજા થવી. બાળક ને કોઈ પણ સાપ, વીંછી, જીવજંતુઓ કરડી કે ડંખ મારી શકે છે.
ઇલેક્ટ્રિકલ સોક લાગવો. ઈલેક્ટ્રીક વાયરીંગ તથા ઇલેક્ટ્રીક એપ્લાયન્સીસ દ્વારા ઇલેક્ટ્રીક શોક લાગી શકે છે.
ફેક્ચર, ડીસલોકેશન થવું કે મચકોડાઈ જવું. બાળક પડી જવાથી આ પ્રકારની ઈજાઓ થઈ શકે છે.
સફોકેશન કે ગુંગળાઈ જવું. બાળકનુ માથુ ક્યાક ફસાઈ જવાના કારણે તથા ગળા મા કોઈપણ વસ્તુ વીંટાઈ જવાના કારણે આ પ્રકારની ઈજા થઈ શકે છે.
ક્રસ ઈંજરી. બાળકના હાથ પગ તથા તેના આંગળાઓ કોઈપણ જગ્યાએ ફસાઈ જવાના કારણે આ પ્રકારની ઈજાઓ થઈ શકે છે.
સ્પોર્ટ્સ ઈન્જરી. રમત ગમત દરમિયાન પડી જવુ તથા લાગી જવાની ઇજાઓ કોમન બનતી હોય છે.
રોડ ટ્રાફિક એકસીડન્ટ. બાળક એકસીડન્ટ રોડ ટ્રાફિક એક્સિડન્ટ તથા વિહિકલ એકસીડન્ટના કારણે બીજાઓ થઈ શકે છે
બાળકોમા ઉપરના તમામ એક્સિડન્ટ બનતા હોય છે.
ઈન્ફન્સી પિરિયડ દરમિયાન પડી જવુ, ઇલેક્ટ્રીક શોક, દાજી જવુ, ફોરેન બોડી ફસાઈ જવી, ડૂબી જવુ વગેરે જેવી ઇજાઓ કોમન હોય છે.
ટોડલર અને પ્રીસ્કુલ ચિલ્ડ્રન એ ફોલ ડાઉન ઇન્જરી, સ્પોર્ટ્સ ઇન્જરી, રોડ ટ્રાફિક એક્સિડન્ટ વગેરે ઇન્જરીથી વધારે હાઈસ્ક હોય છે.
બાળકના માતા પિતાને સેફ એન્વાયરમેન્ટ વિશે માહિતી આપવી જેથી બાળકોને નુકસાન કરતી બાબતો માટે ખાસ કાળજી રાખી શકે.
પેરેન્ટ્સને સમજાવવુ કે બાળકની જેમ ઉંમર વધતી જશે તેમ તેની હલનચલન કેપેસિટી વધશે અને તે કોઈપણ અકસ્માત થવા માટે હાઇરીસ્ક બને છે.
પેરેન્ટ્સને બાળક ને કોઈપણ સમયે એકલુ ન મુકવા સમજાવુ તથા તેના પર સતત સુપરવિઝન રાખવા માટે સમજાવો.
બાળકની દરેક એક્ટિવિટી સમય દરમિયાન બાળકની સાથે રહેવુ તથા તેને આસિસ્ટ કરવુ.
ઘરમા ઇલેક્ટ્રિકલ પ્લગ તથા વાયરીંગ ખૂલા ન હોય તેની કાળજી રાખવા બાબતે સમજાવુ.
બાળકના રમકડા ના કોઈપણ નાના ભાગ છુટા ન પડે અને ઘરમા અન્ય કોઈપણ વસ્તુઓ નાની બાળકના હાથમા આવી શકે તે પ્રકારની ન હોય તે સમજાવવુ જેથી ફોરેન બોડી એક્સપિરેશન નુ રિસ્ક ઘટાડી શકાય છે.
કોઈપણ ધારદાર વસ્તુઓ ઘરમા ખુલ્લી કે નીચે ન પડેલી હોય તે બાબતે ધ્યાન રાખવા સમજાવુ.
ગરમ વસ્તુઓ કે રસોઈ માટેની સામાન બાળક ત્યા સુધી ન પહોંચે તે બાબતે ખાસ સમજાવુ.
ઘરની આજુબાજુ તથા ઘરમા પાણીના વાસણો ભરેલા ન હોય તથા પાણીની ટાંકા કે ટાંકીઓ ખુલ્લી ન હોય તે ખાસ સમજાવો.
બાળકને રમત ગમત માટે ખુલ્લી જગ્યા કે મેદાનમા સુપર વિઝન સાથે રમવા સમજાવવુ. ઘરના વાતાવરણમા રમત ગમત ન કરવા માટે સમજાવુ.
બાળકને ગળે વીંટાઈ શકે તેવી કોઈ પણ દોરી કે લાંબી વસ્તુઓ તેના પહોંચની બહાર રાખવી.
કોઈપણ અખાદ્ય તથા ઝેરી વસ્તુઓ ખાદ્ય પદાર્થોના ડબ્બામા ક્યારેય પણ ન ભરવી તથા આ તમામ વસ્તુઓ લોક એન્ડ કી મા બાળકની પહોંચથી દૂર રાખવી.
કોઈપણ ડબ્બામા અખાદ્ય વસ્તુ ભરેલી હોય તો તેના પર ડેન્જર લેબલ કરી અને બાળકને સમજાવવુ.
મધર ફાધરને બાળકમા થતા એક્સિડન્ટ તેના પ્રિવેન્શન માટેના પગલાઓ અને સેફ એન્વાયરમેન્ટ માટે ખાસ એજ્યુકેશન આપવુ જોઈએ. જેથી બાળકોમા એક્સિડેન્ટલ ઈંજરીના કારણે થતી મોર્ટાલીટી અને મોર્બીડીટી ઘટાડી શકાય.
હ્યુમન મિલ્ક એ બાળકના ઓલ ઓવર ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ માટે ideal છે.
બ્રેસ્ટ મિલ્ક એ બાળકના ફીડિંગ માટે નેચરલી, રેડી મેઈડ, અવેલેબલ ફૂડ છે. જે ડાયરેક્ટલી ફિમેલ હ્યુમન બ્રેસ્ટ માંથી બાળક શકીંગ દ્વારા મેળવે છે. તેને બ્રેસ્ટ ફીડિંગ કહેવામા આવે છે.
બ્રેસ્ટ ફીડિંગ ને લેટેસ્ટેશન પ્રોસેસ પણ કહેવામા આવે છે.
એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ.
બાળકના જન્મ પછી તેને છ મહિનાની ઉંમર સુધી માત્ર અને માત્ર બ્રેસ્ટ ફીડીંગ જ આપવામા આવે. આ સિવાય કોઈપણ પ્રકારના પ્રવાહી કે ફૂડ આપવામા ન આવે તેને એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કહેવામા આવે છે.
Physiology of Lactation (લેકટેશનની ફિઝિયોલોજી)..
લેકટેશન એટલે કે મિલ્ક પ્રોડક્શન થવાની ક્રિયા. બાળકના જન્મ પછી મધર બાળકને બ્રેસ્ટ ફીડીગ દ્વારા તેનુ સંપૂર્ણ ન્યુટ્રિશન આપે છે. આ લેકટેશન ની ક્રિયા ની ફિઝિયોલોજી નીચે મુજબ વર્ણવી શકાય છે.
માતાના બ્રેસ્ટ ટીસ્યુ મા લોબ અને લોબ્યુલ્સ આવેલા હોય છે. જે લોબ્યુલ્સ મા નાની નાની એલ્વીઓલાઈ અને ડકટ આવેલી હોય છે. આ નાની-નાની એલ્વીઓલાઈ એ લેક્ટિફેરસ ડકટ સાથે જોડાયેલી હોય છે અને તે લેક્ટિફેરસ ડક્ટ એ એરીઓલા ના ભાગે ખુલે છે.
દરેક નીપલ ના ભાગે અંદાજિત 20 લેક્ટિફેરસ ડક્ટ ના ઓપનિંગ આવેલા હોય છે.
મધર ના પ્રેગ્નન્સી ના બીજા અને ત્રીજા ટ્રાઇમેસ્ટરમા હોય ત્યારે આ એલ્વીઓલાઈ એ મિલ્ક ના કોલોસ્ટ્રોમ નુ સિક્રેશન સિક્રેટ કરે છે.
બાળકની ડીલીવરી પછી પ્લેશન્ટા રીમુવ થાય છે અને ઇસટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના લેવલમા ઘટાડો થાય છે. આ સાથે પ્રોલેક્ટીન હોર્મોન ના લેવલમા વધારો થાય છે. આ ચેન્જીસ એ લેકટેશન ની ક્રિયાને સ્ટાર્ટ કરે છે. જે બ્રેસ્ટ ટિસ્યૂ માથી મિલ્ક ના સિક્રીશન માટે જવાબદાર હોય છે.
આ ઉપરાંત બ્રેસ્ટ માથી મિલ્ક ના સિક્રીશન નો મુખ્યત્વે આધાર એ બાળક દ્વારા મધરના બ્રેસ્ટ ના શકિંગ દ્વારા થતા મિકેનિકલ સ્ટીમ્યુલેશન થી જોવા મળે છે.
મિલ્ક સિક્રીશનના પ્રોસેસમા મુખ્યત્વે બે રિફ્લેક્સીસ અગત્યના હોય છે જે નીચે મુજબ છે.
મિલ્ક પ્રોડ્યુસિંગ રિફ્લેક્સ..
જ્યારે બાળક એ મધરના બ્રેસ્ટ મા ફીડિંગ કરે છે ત્યારે શકીંગ કરે છે અને તેના આ શકિંગ કરવાની ક્રિયાના લીધે મધરના બ્રેસ્ટના એરીઓલાના ભાગે આવેલા નર્વ એન્ડીંગસ સ્ટીમ્યુલેટ થાય છે અને તે હાઇપોથેલેમસ ને ઈમ્પલસીસ આપે છે. આ હાયપોથેલામસ ના ઇમ્પલસીસ એન્ટિરિયર પિચ્યુટરી ગ્લેન્ડને મળે છે અને એન્ટિરિયર પીચ્યુટિક ગ્લેન્ડ એ પ્રોલેકટીંન હોર્મોનનુ બ્લડમા સિક્રીશન વધારે છે. આમ પ્રોલેક્ટિંન હોર્મોન નુ સિક્રીશન મા વધારો થવાથી બ્રેસ્ટ ટીસ્યુ દ્વારા વધારે મિલ્ક નુ પ્રોડક્શન થાય છે. જેમ બાળક દ્વારા વધારે શકીંગ કરવામા આવે તેમ વધારે પ્રોડલેક્ટિંન હોર્મોન પ્રોડ્યુસ થાય છે અને વધારે મિલ્કનુ સિક્રીશન જોવા મળે છે.
મિલ્ક ઇજેક્શન રિફ્લેક્સ..
આને લેટ ડાઉન રિફ્લેક્સ પણ કહેવામા આવે છે.
આમા જ્યારે બાળક દ્વારા શકીંગ કરવામા આવે છે, ત્યારે બ્રેસ્ટના નર્વ એન્ડિંગ એ હાઇપોથેલામસ દ્વારા પોસ્ટીરિયર પિચ્યુટરી ગ્લેન્ડને સ્ટીમ્યુલેટ કરી વધારે ઓક્સિટોસિન હોર્મોનનુ સિક્રીશન કરે છે. આ ઓક્સિટોસિન હોર્મોન એ બ્રેસ્ટની અંદર આવેલ એલ્વીઓલાઇ ની આજુબાજુએ આવેલા માયો એપીથિલિયમ સેલને કોન્ટ્રાક્ટ કરે છે અને એલ્વીઓલાઇ ના દબાવે (કમ્પ્રેસ) છે. જેના લીધે મિલ્ક એ લેક્ટિફેરસ ડક્ટ મા થઈ નીપલ ના એરીઓલા ના ભાગે આવે છે. આ રીતે મિલ્ક એ ડક્ટ માથી ઈજેક્ટ થાય છે..
ઉપરોક્ત બંને રિફ્લક્ષ એ બાળક દ્વારા મધરના બ્રેસ્ટ ને શક કરવાના લીધે સ્ટીમ્યુલેટ થતા રહે છે અને લેકટેશન ની પ્રોસેસ મેન્ટેન રહી છે…
Advantages of Breast Feeding (એડવાન્ટેજીસ ઓફ બેસ્ટ ફીડીંગ).
બ્રેસ્ટ ફીડીંગ થી મધર અને બેબી મા સાયકોલીજિકલ બોન્ડ ડેવલપ થાય છે.
બેબી માટે હ્યુમન મિલ્ક એ બોડી ના ટેમ્પરેચર ની જરૂરિયાત મુજબ જ અવેલેબલ હોય છે.
મિલ્ક એ ફ્રેશ અને સ્ટ્રરાઈલ અને ર્ફ્રી ફ્રોમ કંટામીનેશન હોય છે જે ડાયરેક્ટ બેબીના માઉથમાં આવે છે.
રેડીલી અવેલેબલ હોય છે હ્યુમન મિલ્ક એ આઈડિયલ હોય છે .
બ્રેસ્ટ મિલ્ક એ સેફ અને પ્રોટેકટીવ ફૂડ હોય છે ,
ઈનફન્ટ માટે પરફેક્ટ ફૂડ હોય છે .
બાળક માટે પહેલા છ મન્થ માટે ટોટલ ન્યુટ્રીયંટ ની જરૂરિયાત પૂરી કરે છે .
બાળકના બ્રેન ગ્રોથ માટે ખૂબ જ જરૂરી હોય છે કારણ કે બ્રિસ્ટ મિલ્કમાં વધારે પ્રમાણમાં લેકટોઝ અને ગેલેક્ટોઝ હોય છે .
બ્રેસ્ટ મિલ્કમાં વિટામીન, મિનરલ્સ ,ઇલેક્ટ્રોલાઇટ અને વોટર હોય છે જે ઇન્ફન્ટ ના ઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમના મેચ્યુ રેશન માટે ખૂબ જ જરૂરી છે.
બ્રેસ્ટ મિલ્ક એવી ફેસીલીટી પ્રોવાઇડ કરે કે જેમાં કેલ્શિયમનું એબ્ઝસોપ્શન વધે છે જેથી બેબી ના બોન નો ગ્રોથ સારો થાય છે.
બ્રેસ્ટ મિલ્ક સરળતાથી ડાઈજેસ્ટેડ હોય છે.
બ્રીસ્ટ મિલ્ક થી બેબી માં જરૂર હોય તે બધા જ જરૂરી ન્યુટ્રીયંટ ધરાવે છે .
બ્રિસ્ટ મિલ્ક બેબી ને ઇન્ફેક્શનથી તથા ડેફિશિયનસી થી પ્રોટેક્ટ કરે છે .
બ્રિસ્ટ મિલ્ક પહેલેથી જ પ્રિપેર હોય છે .
બ્રીસ્ટ ફીડિંગ એ ફેમિલી પ્લાનિંગ ની મેથડ છે, બ્રીસ્ટ ફીડિંગ એ નેચરલ કોન્ટ્રાસેપ્શન છે જે ડેવલપિંગ કન્ટ્રી માટે મેજર ઇફેક્ટ પોપ્યુલેશન પર કરે છે .
તે બાળકોને ડાયરિયા થી પ્રિવેન્ટ કરે છે તથા તેની લેગ્ઝેટીવ એક્શન પણ હોય છે .
બ્રેસ્ટ ફેડિંગ ની કોઈ ડેન્જર એલર્જીક અસર થતી નથી.
બ્રેસ્ટ ફીડિંગ થી ટાઈમ અને મની એન્ડ એનર્જી બચાવી શકાય છે.
બ્રેસ્ટ ફીડિંગ મધર એન્ડ ચાઈલ્ડ ના હેલ્ધી રિલેશનશિપ બનાવવામાં મદદ કરે છે.
કન્સેપશન ના ચાન્સ લેકટેશન દરમિયાન ઓછા થઈ જાય છે.
બેસ્ટ ફીડીંગ ઇન્વોલ્યુશન ઓફ યુટરસ કરવામાં મદદ કરે છે (એટલે કે ગર્ભાશયને પ્રિ પ્રેગનેન્ટ સ્ટેટમા લાવવામા).
બ્રીસ્ટ ફીડિંગ ના કારણે સૌર બટક્ષ ,ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઈનલ ઇન્ફેક્શન અને એકટોપીક એક્ઝેમા ના ચાન્સ ઓછા થઈ જાય છે ,
તથા સ્કરવી અને રીકેટસ ના ચાન્સ પણ ઓછા થઈ જાય છે .
બ્રેસ્ટ ફીડીંગ ને કારણે બ્રેસ્ટ કેન્સરના ચાન્સ ઓછા થાય છે.
બ્રિસ્ટ મિલ્કમાં આઈજીએ (IgA) અને આઈજીએમ(IgM) મેક્રોફેસ, લીમફોસાઈટ, લાઇસોજોમ વગેરે ધરાવે છે જેને કારણે બેબી માં ડાયરીયા એન્ડ એક્યુટ રેસ્પાયરેટરી ઇન્ફેક્શન ને પ્રિવેન્ટ કરી શકાય છે.
તથા મેલેરીયા અને વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન સામે પ્રિવેન્ટ કરે છે .
બ્રિસ્ટ મિલ્ક પ્રોટેક્ટ કન્વર્ઝન , હાઈપોકેલ્શિયમ ,ટીટેની ,ડેફીિશિયન્સી ઓફ વિટામીન ઈ અને ઝીંક.
એક્સક્લુઝિવ બ્રિસ્ટ ફીડીંગ થી ચાઈલ્ડ માં માલન્યુટ્રીશન પ્રિવેન્ટ કરી શકાય છે.
બ્રીસ્ટ ફીડિંગ થી બાળક ની ઇન્ટેલિજન્સીમાં વધારો થાય છે, તથા બાળકને સિક્યુરિટી ફિલ થાય છે (ઇન્ફન્ટ એન્ડ મધર બોન્ડને કારણે)
બાળકમાં ઇલનેસના ચાન્સ ઓછા થઈ જાય છે .
બ્રીસ્ટ ફીડિંગ થી પોસ્ટ પાર્ટમ હેમરેજ (જેમાં ડીલેવરી પછી જનાઈટલ ટ્રેકમાંથી વધારે પ્રમાણમાં બ્લેડિંગ થાય છે) ના ચાન્સ ઓછા થાય છે.
ઓવેરિયન કેન્સરના પણ ચાન્સ ઓછા થાય છે .
પ્રેગનેન્સી દરમિયાન જે વધારાનું ફેટ મધર માં સ્ટોર થયું હોય છે તેને ઓછું કરવામાં હેલ્પ કરે છે.
Technique of breast Feeding (ટેકનીક ઓફ બ્રેસ્ટ ફીડિંગ). Or
Principles of Breast Feeding (પ્રિન્સિપલ્સ ઓફ બેસ્ટ ફીટીંગ)..
બ્રેસ્ટ ફીડીંગ માટેની મધર ને લગતી તૈયારીઓ એન્ટીનટલ પિરિયડ દરમિયાન જ શરૂ કરી દેવી જોઈએ. જેમા મધર નુ ન્યુટ્રિશનલ સ્ટેટસ ઈમ્પ્રુવ કરવુ, મધરના બ્રેસ્ટ ની એક્ઝામિનેશન કરવી, વગેરે . જો મધરના બ્રેસ્ટ ના નીપલ ઇન્વર્ટેડ કે ફ્લેટ હોય તો તેને કરેક્ટ કરવા. બ્રેસ્ટ ફીડીંગ ને લગતી ટ્રેનિંગ એન્ટિનેટલ પિરિયડમા જ શરૂ કરી દેવી જોઈએ.
બ્રેસ્ટ ફીડીંગ બાળકને અપાવવા માટે મધર ની ઈચ્છા એ ખૂબ જ અગત્યની બાબત છે. તે સાયકોલોજીકલી બાળકને ફીડીંગ અપાવવા પ્રિપેર હોવી જોઈએ.
મધર ને સમજાવો કે બ્રેસ્ટ ફીડીંગ અપાવતા પહેલા તેને મિલ્ક, જ્યુસ કે પૂરતુ પ્રવાહી લીધેલ હોવુ જોઈએ.
ફીડિંગ અપાવતા પહેલા તેણે તેના હાથ, બ્રેસ્ટ અને નીપલ ના ભાગ ને ક્લીન કરેલ હોવો જોઈએ.
મધર ફિઝિકલી અને ઈમોશનલી રિલેક્સ હોવી જોઈએ અને તે કમ્ફર્ટેબલ પોઝિશનમા હોવી જોઈએ.
બ્રેસ્ટ ફીડીંગ કોઈપણ પોઝીશનમા આપી શકાય છે. મધર અને બાળક એ કમ્ફર્ટેબલ હોવા જરૂરી છે.
સામાન્ય રીતે સીટીંગ પોઝીશન માં બ્રેસ્ટ ફીડીંગ સારી રીતે આપી શકાય છે. જેમા મધર એ બાળકને કમ્પ્લીટ સપોર્ટ આપી અને તેના ખોળામા સુવડાવેલ હોવુ જોઈએ. બાળકના બોડીને કમ્પ્લીટ સપોર્ટ મળવો જોઈએ. બાળકનું હેડ મધરની બ્રેસ્ટ ના સામે આવે તે રીતે ગોઠવેલ હોવુ જોઈએ. બાળકના પગના ભાગને મધર પોતાના એકઝીલા ના ભાગ સાથે ફોલ્ડ કરી શકે છે.
બાળકનુ હેડ મધરના બ્રેસ્ટ ના સામે રાખવુ. મધરના એક હાથથી બાળકના હેડ ને સપોર્ટ મળવો જોઈએ તે રીતે પોઝીશન આપવી.
બાળકના ચીક (ગાલ) ના ભાગને તથા લિપ ના ભાગને મધરના બ્રેસ્ટ ના નીપલ ના ભાગથી ટચ કરી રૂટીન રિફ્લેક્સ સ્ટીમ્યુલેટ કરી અને બેબીને બ્રેસ્ટ ફીડીંગ માટે એનકરેજ કરવુ જોઈએ.
જો બ્રેસ્ટ ફૂલ હોય અથવા બાળકના માઉથમા નીપલ ને યોગ્ય રીતે એરેન્જ કરવા માટે થંબ અને ફર્સ્ટ ફિંગર ની મદદ વડે યુ (U ) શેપમા એરીઓલા નાભાગને પકડી બાળકના મોમા નીપલ ને મૂકવામા આવે છે જેથી બાળક સારી રીતે એટેચ થઈ શકે.
એક બ્રેસ્ટ માથી કમ્પલેટ મિલ્ક ખાલી ન થાય ત્યા સુધી બ્રેસ્ટ ફીડીંગ અપાવવામા આવે છે. ત્યારબાદ અલ્ટરનેટીવ બેસ્ટ નો ફીડીંગ દરમિયાન ઉપયોગ કરવામા આવે છે.
બેસ્ટ ફીડીંગ ના શરૂઆતના સમય દરમિયાન બાળક ફીડિંગ દરમિયાન સૂઈ જઈ શકે છે. જેથી મધર એ બાળકના કાનના પાછળના ભાગે તથા પગના તળિયાના ભાગે ધીમેથી ટચ કરી બાળકને જગાડવુ.
બાળકને ડિમાન્ડ હોય એ મુજબ બ્રેસ્ટ ફીડીંગ આપવુ જોઈએ. સામાન્ય રીતે દિવસ દરમિયાન છ થી આઠ વખત અને રાત્રી દરમિયાન બેથી ત્રણ વખત બેસ્ટ ફીડીંગ આપવુ જોઈએ.
બેસ્ટ ફીડીંગ દરમિયાન બેબી મિલ્કની સાથે એર (air) પણ ગળી જાય છે. જેથી ફીડીંગ અપાઈ ગયા પછી બેબી ને અપ રાઈટ પોઝીશનમા મધરના સોલ્ડર ના ભાગે રાખવુ જોઈએ, જેથી બેબી ના એબડોમીન પર પ્રેશર આવવાના લીધે વધારાની એઈર માઉથ અને નોઝ દ્વારા રીમુવ થાય છે. તેને બેલચિંગ કહેવામા આવે છે. આમ કરવાથી બેબીને એબડોમિનલ કોલિક પેઇન થતુ અટકાવી શકાય છે.
બ્રેસ્ટ ફીડીંગ અપાઈ ગયા પછી મધર એ બાળકને જમણી બાજુએ એબડોમન પર સુવડાવવુ જોઈએ.
Technique for proper Latch On (પ્રોપર લેચ ઓન માટેની ટેકનીક)…or
Technique for Good Attachment (ટેકનિક ફોર ગુડ અટેચમેન્ટ).
બેબી નુ માઉથ પહોળુ ખુલેલુ હોવુ જોઈએ.
તેની ચીન (દાઢી) નો ભાગ મધરના બ્રેસ્ટ ના નીચેના ભાગે ટચ થતો હોવો જોઈએ.
બેબી નો નીચેનો હોઠ એ નીચે ના એરીઓલા ના ભાગે બહારની બાજુએ વળેલો હોવો જોઈએ અને ઉપરનો હોઠ એ નીપલ ને કમ્પ્લીટ કવર કરેલો હોવો જોઈએ.
બ્રેસ્ટ ના ઉપરના ભાગના એરીઓલા નો થોડો ભાગ વિઝીબલ હોવો જોઈએ જ્યારે એરીઓલા નો નીચેનો ભાગ વિઝીબલ હોતો નથી. આ રીતે બાળકે ફક્ત નીપલ જ નહી પરંતુ માઉથ દ્વારા કમ્પ્લીટ એરીઓના ભાગને કવર કરેલો હોવો જોઈએ.
Signs for Adequate Breast Feeding (બાળક સારી રીતે બ્રેસ્ટ ફીડિંગ લઈ રહ્યું છે તેના સાઈન)..
બ્રેસ્ટ ફીડીંગ લઈ લીધા પછી બાળક સારી રીતે સૂઈ જતુ હોય.
બાળક દિવસ દરમિયાન છ થી આઠ વખત ક્લિયર યુરિન પાસ કરતુ હોય.
બાળક દિવસ દરમિયાન ચાર થી આઠ વખત યલો કલરનુ વોટરિ સ્ટુલ પાસ કરતુ હોય.
જન્મના બે અઠવાડિયા પછીથી બાળકનો વજન સતત વધતો જતો હોય.
Problems of Breast Feeding (પ્રોબ્લેમ્સ ઓફ બેસ્ટ ફીડીંગ)
બેસ્ટ ફીડીંગ ને અવરોધ કરતા પરિબળો નીચે મુજબ છે..
બેસ્ટ ફીડીંગ દરમિયાન મધર અથવા બાળક સહિતના બીજા અલગ અલગ પ્રોબ્લેમ્સ જોવા મળે છે જે પ્રોબ્લેમ ના કારણે બ્રેસ્ટ ફીડીંગ અવરોધાય છે જે નીચે મુજબના છે.
1. ઇન્વર્ટેડ નીપલ.
મધરના બેસ્ટ ના નિપલ નો ભાગ એ કાંતો ચપટો હોય છે અથવા તો તે અંદરની તરફ વળેલો હોય છે. તેને ઇન્વર્ટેડ નીપલ અથવા ફ્લેટ નીપલ કહેવામા આવે છે. આ પ્રકારની નીપલ ના લીધે નોર્મલ બ્રેસ્ટ ફીડીંગ બાળકને આપી શકાતુ નથી.
આમા જ્યારે પણ મધરને ઈન્વર્ટેડ કે ફ્લેટ નીપલ ડાયગ્નોસ થાય તરત જ તેની સારવાર કરવી જોઈએ.
જેમા મધર ને નીપલ બહારની બાજુ ખેંચી અને રોલ કરવા જણાવો.
એક દસ એમએલ ની સીરીઝ લઈ નીપલને બહારની બાજુ તરફ પ્રેશર સાથે ખેંચવા જણાવો. આ સીરીજ ને નિર્મળા સિરીઝ પણ કહેવામા આવે છે. આની મદદથી થોડા સમયમા આ નિપલ કરેક્ટ કરી શકાય છે અને બ્રેસ્ટ ફીડિંગ સારી રીતે શરૂ કરી શકાય છે.
૨. શોર નીપલ..
એટલે કે નીપલ ના ભાગે ચાંદી (અલ્સર) પડવી અથવા નીપલ ક્રેક થવી આ એક પેઇનફૂલ કન્ડિશન છે. જેમા બાળકને મધર દ્વારા નોર્મલ બ્રેસ્ટ ફીડીંગ કરી શકાતુ નથી..
આ કન્ડિશનના મેનેજમેન્ટમા મધર ને પ્રોપર બ્રેસ્ટ ફીડીંગ ટેકનીક સમજાવવી મધર ને બ્રેસ્ટ અને નીપલ નુ હાઈજિન બરાબર જાળવવા જણાવવુ. સોર નીપલ કે ક્રેક નીપલ વાળા ભાગ પર બ્રેસ્ટ ફીડીંગ ના અંતમા આવતુ હિંડ મિલ્ક લગાવવુ જેથી તે ભાગ ઝડપથી હિલ થઈ શકે. નીપલના આ ભાગને પૂરતી એર મળી રહે તેવી રીતે ખુલ્લો રાખવો.
૩. બ્રેસ્ટ એંગોર્જમેન્ટ…
જ્યારે મધર દ્વારા બાળકને બ્રેસ્ટ ફીડીંગ જલ્દી કરાવવામા આવતુ નથી અથવા બાળક બ્રેસ્ટ ફીડીંગ કરતુ નથી ત્યારે બ્રેસ્ટ મિલ્ક નુ બેસ્ટ મા ભરાવો થવાના કારણે બ્રેસ્ટ એન્ગોર્જમેન્ટ જોવા મળે છે. બાળકને પ્રોપર બ્રેસ્ટ ફીડીંગ કરી શકાતુ નથી..
મધર ને પ્રોપર બ્રેસ્ટ ફીડીંગ ટેકનીક વિશે સમજાવો.
મધર ને બ્રેસ્ટ પર વાર્મ કમ્પ્રેસ આપવા.
મધર ને જરૂર જણાય તો એનાલજેસીક્સ મેડિસિન પેઇન રીલીવ કરવા માટે આપવી.
બ્રેસ્ટ મિલ્ક ને મિલ્ક પંપ દ્વારા અથવા તો મેન્યુઅલી એક્સપ્રેસ કરી અને બહાર કાઢવું અને બાળક ને વાટકી ચમચી ની મદદ વડે આપવા ની મેથડ સમજાવવી.
4. બ્રેસ્ટ અબ્સેસ..
જ્યારે બ્રેસ્ટ ના ટીસ્યુમા ઇન્ફેક્શન કે ઇન્ફ્લામેશન લાગી પસ ફોર્મેશન થાય છે, તેને બ્રેસ્ટ એબસેસ કહેવામા આવે છે.
આ એક પેઇનફૂલ કન્ડિશન છે. આ કન્ડિશનમા બાળકને બ્રેસ્ટ ફીડીંગ આપવુ જોઈએ નહીં..
આ કન્ડિશનની ટ્રીટમેન્ટ માટે મધર ને એનલજેસિક્સ અને એન્ટિબાયોટિક મેડિસિન આપવી જોઈએ.
જરૂર જણાય તો બ્રેસ્ટ ના ભાગે ઇનસિઝન મૂકી પસ બહાર ડ્રેનેજ કરવુ જોઈએ.
બીજી સાઈડના બ્રેસ્ટ ના ભાગે બ્રેસ્ટ મિલ્ક શરૂ રાખવુ જોઈએ.
આ ઉપરાંત અમુક બેબી એ બ્રેસ્ટ ફીડીંગ કરતા નથી તેથી તેના માટે મધરને યોગ્ય પોઝિશન આપતા સમજાવુ બાળકને સારી રીતે એટેચ કરવાની ટેકનીક સમજાવવી.
બાળકને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ ફીલ કરાવવું.
બાળક ભૂખ્યુ હોય ત્યારે બ્રેસ્ટ ફીડીંગ આપવુ.
બાળક ઊંઘમાં ન હોય અને જાગતુ હોય ત્યારે જ બ્રેસ્ટ ફીડીંગ આપવુ.
ઉપરોક્ત દરેક બાબતનુ બ્રેસ્ટ ફીડીંગ આપતી વખતે ધ્યાન રાખવુ જરૂરી છે જો કોઈ પણ પ્રોબ્લેમ હશે તો બ્રેસ્ટ ફીડિંગ અસરકારક રીતે કરી શકાશે નહીં.
Types of Breast Milk (ટાઈપ્સ ઓફ બ્રેસ્ટ મિલ્ક)
ઇનફન્ટ માટે બ્રેસ્ટ મિલ્ક એ ખૂબ જ સારો ન્યુટ્રીશન માટેનો સોર્સ છે. તેનાથી તેનો ગ્રોથ અને ડેવલપમેન્ટ ખૂબ જ સરસ થાય છે. તેમજ બ્રેસ્ટ મિલ્કમા ઘણા બેનિફિટસ રહેલા હોય છે.
બ્રેસ્ટ મિલ્ક ની પ્રોપર્ટી કાઉ (COW) મિલ્ક ને મળતી આવે છે.
ઈનફન્ટ માટે તે ideal food છે.
આ બ્રેસ્ટ મિલ્ક ના નીચે મુજબ ટાઈપ પાડવામા આવે છે.
1. Colostrum (કોલોસ્ટ્રોમ).
ડિલિવરી પછીના શરૂઆતના બે થી ત્રણ દિવસ સુધી ઘાટું પીળા કલરનુ મિલ્ક બ્રેસ્ટ માંથી સિક્રીટ થાય છે. તેને કોલોસ્ટ્રોમ કહેવામા આવે છે.
આ બ્રેસ્ટ મિલ્ક ની ન્યુટ્રીટીવ વેલ્યુ ખૂબ જ હાઈ હોય છે. તે પ્રોટીન, એન્ટીબોડી, ઇમ્યુનો ગ્લોબ્યુલીન્સ થી ભરપૂર હોય છે.
આ બ્રેસ્ટ મિલ્ક બાળકની ઇમ્યુનિટી જાળવવામા તેમજ તેને ઘણા ઇન્ફેક્શનથી બચાવવા માટે ખૂબ જ અગત્યનુ છે.
તે ઓછી માત્રામા સિક્રીટ થતુ બ્રેસ્ટ મિલ્ક છે અને શરૂઆતના બે ત્રણ દિવસ આ પ્રકારનુ બ્રેસ્ટ મિલ્ક જોવા મળે છે.
2. Transition Milk (ટ્રાન્ઝીશન મિલ્ક).
આ મિલ્ક એ કોલોસ્ટ્રોમ મિલ્ક પછીના બે અઠવાડિયા સુધી લગભગ સિક્રીટ થાય છે.
આ મિલ્કમા પ્રોટીન અને ઇમ્યુનો ગ્લોબ્યુલિનસ નુ પ્રમાણ ઘટતુ જાય છે અને ફેટ અને સુગરનુ પ્રમાણ વધતુ જાય છે.
એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડીંગ દરમિયાન બાળકને કોલોસ્ટ્રોમ અને ટ્રાન્ઝિશન મિલ્ક અપાવવાના કારણે ઇન્ફેક્શન અને નિયોનેટમા થતા મોર્ટાલીટી અને મોર્બીડીટી ના રેશિયાને ઘટાડી શકાય છે.
3. Fore Milk (ફોર મિલ્ક)..
બ્રેસ્ટ ફીડીંગ ના શરૂઆતમા આવતા મિલ્ક ને ફોર મિલ્ક કહેવામા આવે છે. આ મિલ્કમા પ્રવાહીનુ પ્રમાણ વધારે હોય છે અને ફેટનુ પ્રમાણ ઓછુ હોય છે.
આ મિલ્ક એ સુગર, પ્રોટીન, વિટામીન, મિનરલ અને વોટર થી ભરપૂર હોય છે.
બાળક ની તરસ સેટીસફાઈ કરવા માટે આ મિલ્ક અગત્યનુ છે.
4. Hind Milk (હીન્ડ મિલ્ક).
બ્રેસ્ટ ફીડીંગ મા ફોર મિલ્ક પછી લેટર સ્ટેજમા પાછળથી સિક્રીટ થતા મિલ્ક ને હિંડ મિલ્ક કહેવામા આવે છે. આ મિલ્ક એ ફેટ થી ભરપૂર હોય છે.
બાળકની ભૂખ ને સેટીસફાઈ કરવા માટે આ મિલ્ક અગત્યનુ છે. આ મિલ્ક ના લીધે બાળકમા એનર્જી સપ્લિમેન્ટ મુખ્યત્વે થાય છે.
હિંડ મિલ્ક અપાવવાના કારણે બાળકની ભૂખ સેટીસફાઈ થતી હોવાથી તે આરામથી સૂઈ શકે છે, અને તેનો હેલ્ધી ગ્રોથ અને ડેવલપમેન્ટ થઈ શકે છે.
બ્રેસ્ટ ફીડીંગ ના પ્રિન્સિપલ્સ મુજબ બાળકને દરેક બેસ્ટ ફીટીંગ વખતે ફોર મીલ્ક અને હિંડ મિલ્ક મળવુ જોઈએ. આ માટે મધરના બ્રેસ્ટ કમ્પ્લીટ ખાલી ન થાય ત્યા સુધી કમ્પ્લીટ બ્રેસ્ટ ફીડીંગ એક સેશનમા કરાવવુ જોઈએ.
જ્યારે કોઈપણ કારણોસર હ્યુમન મિલ્ક અવેલેબલ થતુ નથી ત્યારે બીજા પ્રિપરેશન દ્વારા બાળકને ફીડિંગ અપાવવામા આવે તેને આર્ટિફિશિયલ ફીડિંગ કહેવામા આવે છે.
આર્ટિફિશિયલ ફીડિંગ ત્યારે જ આપવુ જોઈએ જ્યારે કોઈ પણ કારણોસર બ્રેસ્ટ મિલ્ક આપી શકાય તેમ ન હોય.
બ્રેસ્ટ ફીડિંગ આપવામા કોન્ટ્રા ઇન્ડિકેશન હોય ત્યારે પણ આર્ટિફિશિયલ ફીડિંગ આપવામા આવે છે.
મધર ને જ્યારે પૂરતા પ્રમાણમા બ્રેસ્ટ મિલ્ક સિક્રીટ થતુંનથી ત્યારે આર્ટિફિશિયલ ફીડિંગ આપી શકાય છે.
મોર્ડન લાઈફ સ્ટાઈલ કે સોશિયલ પ્રેશર ના કારણે મધર બેસ્ટ મિલ્ક આપવા માટે વિલિંગ ન હોય ત્યારે આર્ટિફિશિયલ ફીડિંગ આપી શકાય છે.
મધર નુ ડેથ થયુ હોય ત્યારે આર્ટિફિશિયલ ફીડિંગ આપી શકાય છે.
આર્ટિફિશિયલ ફીડિંગ માં નીચે મુજબની પસંદગી કરવામાં આવે છે.
ડ્રાઇડ મિલ્ક (પાવડર મિલ્ક)
કાઉસ (cow) મિલ્ક
બફેલો (buffalo) મિલ્ક.
આર્ટિફિશિયલ ફીડિંગ આપવા માટે નીચે મુજબની મેથડ નો ઉપયોગ કરી શકાય છે.
1. કટોરી એન્ડ સ્પૂન ફીડીંગ
2 . કપ ફીડિંગ અથવા પેલાડા ફીડિંગ
3. બોટલ ફીટીંગ
4. નેજો ગેસ્ટ્રીક or ગવાજ ફીડિંગ.
1. કટોરી એન્ડ સ્પુન ફીડિંગ.
બાળકોમા આ મેથડ એ ખૂબ જ સારી ફીડિંગ ની મેથડ છે. જેમા કટોરી અને સ્પૂનની મદદથી બ્રેસ્ટ મિલ્ક કે પ્રીપેર મિલ્ક બાળકને આપી શકાય છે.
જ્યારે બાળક શક (suck) પ્રોપર ન કરી શકતુ હોય, પ્રીમેચ્યુરીટી હોય ત્યારે આ મેથડ ખૂબ જ ઉપયોગી છે.
આ મેથડમા બાળકને યોગ્ય પોઝીશન આપ્યા બાદ સ્પૂન એટલે કે ચમચીની મદદ વડે ફીડિંગ આપવામા આવે છે.
સ્પૂન દ્વારા ફીડિંગ આપતી વખતે બાળકની પોઝિશન બરાબર હોવી જોઈએ. તેમજ બાળકને સ્પુન દ્વારા ઇન્જરી ન થાય તે જોવુ જોઈએ.
માઉથના એંગલ માંથી બાળકને સ્પુન દ્વારા ધીરે ધીરે ફીડીંગ આપવામા આવે છે.
૨. કપ ફીડિંગ અથવા પેલાડા ફીડિંગ.
આર્ટિફિશિયલ ફીડિંગ માટે આ પણ ખૂબ સારી ફીડિંગ મેથડ છે. જેમા એક કપ કે પેલાડા મા મિલ્ક પ્રિપેરેશન રેડી કર્યા બાદ બાળકને કપ કે પેલાડા દ્વારા ડાયરેક્ટ જ માઉથ દ્વારા ફીડિંગ આપવામા આવે છે.
આમા કપ કે પેલાડા ને બાળકના લિપ ની માર્જીન પર જેન્ટલી અને સોફ્ટ ટચ કરાવિને ફીડિંગ આપવામા આવે છે.
બાળકના લિપ કે માઉથ પર વધારે પ્રેશર ના આવે તે ચેક કરવુ તથા બાળક જેમ સોલો (ગળે ઉતારે) કરે તેમ ધીરે ધીરે ફીડીંગ આપવુ જોઈએ. જો વધારે ફીડીંગ આપવામા આવે તો બાળકમા એક્સપિરેશન થવાની શક્યતા છે.
3. બોટલ ફીડિંગ.
આર્ટિફિશિયલ ફીડિંગ માટેની આ એક પ્રચલિત મેથડ છે. જેમા મિલ્ક પ્રીપેર કર્યા બાદ તેને એક બોટલ મા ભરવામા આવે છે. બોટલની ટીટ એટલે કે તેનુ ઢાંકણ બંધ કરી અને તેની આગળના નીપલ જેવો રબરનો ભાગ બાળકના માઉથ મા મૂકી ફીડિંગ આપવામા આવે છે.
આ મેથડ દ્વારા ફીડીંગ કરાવતી વખતે બોટલની આગળનુ ટીટ એટલે કે કેપ ના હોલ ની સાઈઝ પ્રોપર હોવી જોઈએ. તે બહુ જ નાનો કે વધારે મોટો હોવો જોઈએ નહી. જેથી બાળકને યોગ્ય ફલો મા ફીડીંગ કરાવી શકાય.
આર્ટિફિશિયલ ફીડિંગ માટે ઉપયોગમા લેવાતા આર્ટિકલ્સ જેવા કે બોટલ, તેનુ ટીટ, વાટકી, ચમચી કે પેલાડા એ ઉપયોગમા લેવાતા પહેલા અને ઉપયોગમા લીધા પછી બરાબર સ્ટરાઈલ કરવા કે બોઈલ કરવા જરૂરી છે.
આર્ટિફિશિયલ ફીડીંગ માટે વપરાતા આર્ટીકલ્સ જો રબરના હોય તો બોઈલ કે સ્ટરાઈલ કરતી વખતે તેના સ્ટ્રક્ચરમા કે મટીરીયલ મા ડેમેજ ન થાય તેની ખાસ કાળજી રાખવી.
આર્ટિફિશિયલ ફીડિંગમા ઉપયોગમા લેવાતા આર્ટીકલ્સ ને પ્રોપર ક્લીન કરવામા નહીં આવેલા હોય તો બાળકમા ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેક્ટ ને લગતા ઇન્ફેક્શન, ઇનડાઇઝેશન વગેરે થવાની શક્યતાઓ રહેલી છે.
આર્ટિફિશિયલ ફીડિંગ પ્રિપેર કરતા પહેલા અને બાળકને આપતા પહેલા હેન્ડ વોસ કરવા ખૂબ જ જરૂરી છે.
આર્ટિફિશિયલ ફીડિંગ પ્રિપેર કરતી વખતે હાઈજીન ખાસ મેન્ટેન કરવુ તથા મિલ્ક ને ઓવરડાયલ્યુટ કે અન્ડર ડાયલ્યૂટ ન કરવુ.
આર્ટિફિશિયલ ફીડિંગ માટે તૈયાર કરેલુ પ્રિપેરેશન ફ્રેશ જ યુઝ કરવુ. જો વધારાનું ફીડિંગ પ્રિપેરેશન હોય તો રેફ્રિજરેટરમા સ્ટોર કરવુ. 24 કલાક સુધી મહતમ સ્ટોરેજ કરી શકાય છે.
બાળકને ફીડીંગ કરાવતા પહેલા બાળકના ડાયપર ખરાબ થયેલા હોય તો ચેન્જ કરવા તથા તેને યોગ્ય અને કમ્પલટેબલ પોઝીશન આપવી.
આર્ટિફિશિયલ ફીડિંગ આપતી વખતે બાળકને માઉથમા ઇન્જરી ન થાય તથા એસ્પિરેશન ન થાય તે માટે ખાસ કાળજી રાખવી.
આર્ટિફિશિયલ ફીડિંગ ઇંટ્રોડ્યુસ કરતી વખતે બાળકના માઉથના કોર્નર સાઈડ થી ઇન્ટ્રોડ્યુસ કરવુ. બાળક માઉથ ઓપન કરે ત્યારે જેન્ટલી ફીડ ઇન્ટ્રોડ્યુસ કરવુ.
ફીડીંગ કર્યા પછી બાળકને અપવ રાઈટ પોઝિશનમા રાખવુ અને બરપીંગ કરાવવુ.
બાળકને તે સૂઈ જાય કે ફીડ લેવા માટે રેડી ન હોય તો ફોર્સ ફૂલી ફીડિંગ કરાવવુ નહીં.
ફીડીંગ અપાઈ ગયા પછી બાળકના માઉથને જેન્ટલી ક્લીન કરવુ.
ફીડિંગ અપાઈ ગયા પછી બાળકને રાઈટ લેટરલ પોઝિશનમા સુવડાવવુ.
આર્ટિફિશિયલ ફીડિંગ દરમિયાન બાળકને ઓવર ફીડિંગ કે અંડર ફીડિંગ ન થાય તે બાબતની ખાસ કાળજી રાખવી અને તેનુ વેઈટ ઇન્ટરવલે મોનિટર કરતા રહેવુ.
આર્ટિફિશિયલ ફીડિંગ ની આ મેથડમા એક ટ્યુબને નોઝ કે માઉથ દ્વારા સ્ટમક સુધી પ્લેસ કરવામા આવે છે. ત્યારબાદ બ્રેસ્ટ મિલ્ક કે ફોર્મ્યુલા મિલ્ક ને આ ટ્યુબ મારફતે ડાયરેકટ બેબી ના સ્ટમક સુધી પહોંચાડવામા આવે છે. આ મેથડ ને ગવાજ ફીડિંગ કે નેજો ગેસ્ટ્રીક ફીડીંગ કહેવામા આવે છે.
નેઝો ગેસ્ટ્રીક ફીડિંગ આપવાના ઇન્ડિકેશન.
બાળકને હોસ્પિટલાઈઝ કરેલું હોય
લો બર્થ વેઈટ વાળા બાળકો તથા બાળકો મા શકીંગ રિફ્લેક્સ ઓછો હોય ત્યારે શરૂઆતમા ખાસ આ મેથડ દ્વારા ફીડીંગ આપવામા આવે છે.
ક્લેફટ લિફ્ટ, ક્લેફ્ટ પેલેટ જેવા પ્રોબ્લેમ્સ હોય
બાળકને ઓરલ કેવીટી, ઇસોફેગસ, કે થ્રોટ ની કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ હોય.
સીકનેશ દરમ્યાન હોસ્પિટલાઈઝેશન વખતે નીયોનેટમા ખાસ આ મેથડ દ્વારા ફીડિંગ આપવામા આવે છે.
પોઝિશન.
બાળકને સુપાઈન પોઝિશન આપવામા આવે છે.
નેજો ગેસ્ટ્રીક ટ્યુબ ને પ્લેસ કરતી વખતે બાળકને સુપાઇન પોઝીશન આપવી તેનુ, હેડ એલિવેટ રાખવુ તથા તેની એક્સ્ટ્રીમીટીને જરૂર મુજબ રિસ્ટ્રેઇન કરવામા આવે છે.
ઈક્વિપમેન્ટ્સ રિક્વાયર્ડ..
નેઝો ગેસ્ટ્રીક ફીડીંગ ટ્યુબ યોગ્ય સાઈઝની જે બાળકની એઈજ મુજબ નક્કી કરવામા આવે છે.
સિરીંજ
બ્રેસ્ટ મિલ્ક અથવા ફોર્મ્યુલા મિલ્ક
સ્ટેથોસ્કોપ
વોટર
એધેરસીવ ટેપ વગેરે.
પ્રોસિજર સ્ટેપ્સ..
બાળકના માતા પિતાને સંપૂર્ણ પ્રોસિજર સમજાવો તથા તેની સહમતિ લેવી.
બાળકને સુપાઈન પોઝીશન આપવી હેડને પાછળની બાજુ એક્સટેન્ડ કરવુ, ત્યારબાદ તેની એક્સ્ટ્રીમિટીને રિસ્ટ્રેઈન કરવી.
નેજો ગેસ્ટ્રીક ટ્યુબ લઈ તેને નોઝ ના ઓપનિંગ થી ઇયર ના ટ્રેગસ સુધી મેજર કરવી અને ટ્રેગસ થી ઝીફી સ્ટરનમ સુધી મેજર કરી કેટલી નેઝો ગેસ્ટ્રીક ટ્યુબ ઇન્સર્ટ કરવાની છે તેનુ રફ મેઝરમેન્ટ લેવુ.
ત્યારબાદ નોઝ થી નેઝો ગેસ્ટ્રીક ટ્યુબ ઇન્સર્ટ કરવી અને અલગ અલગ મેથડ જેવી કે સ્ટેથોસ્કોપ, વોટર બાઉલ, સીરીઝ થી એસપીરેસન વગેરે ટેસ્ટ દ્વારા તેની નોર્મલ પોઝિશન સ્ટમક મા છે કે કેમ તે તપાસવુ.
સ્ટમક મા તેની પોઝીશન કન્ફર્મ કર્યા બાદ એધહેશિવ ટેપ વડે તેને ફિક્સ કરવી.
ત્યારબાદ યોગ્ય સાઈઝની સીરીઝ લઈ તેના બેરલ ને પિસ્ટનથી અલગ કરી બેરલને ટ્યુબના એન્ડ પોર્શન સાથે એટેચ કરવુ અને થોડી એમાઉન્ટમા પહેલા ફીડ આપવુ. ત્યારબાદ ધીરે ધીરે નક્કી કરેલ એમાઊંટ નુ ફીડ આપવુ.
ત્યારબાદ બેબીને લેફ્ટ લેટરલ પોઝિશન આપવી.
ટ્યુબને પ્લેન વોટર થી ફ્લસ કરવી અને દરેક બાબતનુ રેકોર્ડિંગ અને રિપોર્ટિંગ કરવુ.
બાળક ના જન્મ પછી છ મહિનાની ઉંમર સુધી એકલુ બ્રેસ્ટ ફીડિંગ તેની ન્યુટ્રીશન રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે પૂરતું છે, પરંતુ છ મહિના પછીની ઉંમર ના બાળકમા તેની ન્યુટ્રીશનલ રિક્વાયરમેન્ટ વધતી હોવાના કારણે એડિશનલ સપ્લીમેન્ટસ ફૂડ તેની ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી પ્રિવેન્ટ કરવા માટે આપવા જરૂરી છે.
વિનિંગ એટલે કે બાળકને બ્રેસ્ટ ફીડીંગ પરથી ધીરે ધીરે ફેમિલી ડાઈટ પર શિફ્ટ કરવાનો પ્રોસેસ.
વિનિંગ પ્રોસેસ નો મતલબ એવો નથી કે બ્રેસ્ટ ફીડિંગ બંધ કરવુ, પરંતુ વિનિંગ પ્રોસેસ દરમિયાન બાળકની જરૂરિયાત પૂરી કરવા માટે વધારાના ફુડની સાથે બ્રેસ્ટ ફીડિંગ કંટીન્યુ રાખવામા આવે છે.
વિનિંગ ફૂડ ફ્રેશ અને હાઈજીનીક હોવુ જોઈએ, બનાવવામા સહેલુ પડે તથા વધારે કોસ્ટલી ન હોય તે પ્રકારનુ હોવું જોઈએ. બાળક માટે ઇઝીલી ડાયજેસ્ટેબલ હોય તેવા ફૂડ ને વિનિંગ ફૂડ તરીકે સિલેક્ટ કરવુ. વિનિંગ ફૂડ એ એનર્જી વધારે હોય તેમ જ તેનો જથ્થો ઓછો હોય તે પ્રકારનુ પસંદ કરવુ. ફૂડ સિલેક્ટ કરતી વખતે બાળકના અને મધર ફાધરના રિલિજિયન અને કલ્ચરને ધ્યાનમા રાખવુ તથા તમામ પ્રકારના ન્યુટ્રીશન મળી શકે એ મુજબ બેલેન્સ ડાયેટ આપવો જોઈએ.
વિનિંગ ફૂડ હંમેશા લિક્વિડ થી શરૂ કરી સેમી સોલિડ અને અંતે સોલિડ ફૂડ ઇન્ટ્રોડ્યુસ કરવામા આવે છે અને ધીરે ધીરે બાળકને ફેમિલી ડાઈટ પર શિફ્ટ કરવામા આવે છે.
વિનિંગ ડાયટમા આપવામાં આવતા ફૂડની પસંદગી નીચે મુજબ કરી શકાય.
લિકવિડ ફૂડ.
ફ્રુટ અને વેજીટેબલ ના સૂપ આપી શકાય.
સેમી સોલિડ ફૂડ.
તેમા બધા જ પ્રકારનો ખોરાક પીસીને આપવો જેમ કે ફ્રૂટ્સ, બાફેલા વેજીટેબલ્સ, પોટેટો, સીરીયલ, પલ્સિસ, રાઈસ વગેરે.
સોલીડ ફૂડ.
તેમા ઘરમા બનતો તમામ ખોરાક આપવામા આવે છે. જેમકે ચપાતી, સબ્જી, રાઈસ, ઈડલી, બિસ્કિટ વગેરે તમામ આઈટમ આપી શકાય છે.
બાળકને છ મહિનાના સમયગાળા દરમિયાન વિનિંગ સ્ટાર્ટ કરવુ જોઈએ. વિનિંગ ફૂડ એ બાળક માટે નવો ચેન્જ છે, જેથી વિનિંગ ફૂડ એડમિનિસ્ટર સારી રીતે થઈ શકે તે માટે નીચે મુજબના પ્રિન્સિપલ્સ ધ્યાનમા લેવા જોઈએ.
વિનિંગ ફૂડમા આપવામા આવતી તમામ આઈટમ ઘરે પ્રિપેર કરવી જોઈએ. તેમજ બેસ્ટ ફીડીંગ કંટીન્યુ રાખવામા આવે છે અને ઉપરનો વધારાનો ડાયટ વિનિંગ ડાઈટ તરીકે શરૂ કરવામા આવે છે.
કોઈપણ વીનિંગ ફૂડ ઇન્ટ્રોડ્યુસ કરતી વખતે શરૂઆતમા તેની એમાઉન્ટ ઓછી રાખવામા આવે છે અને ધીમે ધીમે તેની એમાઉન્ટ વધારવામા આવે છે.
એક સમયે એક જ વિનિંગ ફૂડ શરૂ કરવુ, કોઈ પણ નવુ ફૂડ ઇન્ટ્રોડ્યુસ કરતી વખતે સૌપ્રથમ બેબી ને તેનો ટેસ્ટ કરાવવો અને તે ટેસ્ટ મુજબની વસ્તુ કંટીન્યુ રાખવી. જો બેબી કોઈપણ નવા ફૂડ ને મોઢેથી બહાર કાઢી નાખે છે તો તેનો મતલબ એવો નથી કે બેબી ને તે ફૂડ અનુકૂળ નથી. મધર એ એજ ફૂડ વારંવાર બેબી ને ઇન્ટ્રોડ્યુસ કરવુ જોઈએ જેથી તે તેના ટેસ્ટ થી એકજેસ્ટ થઈ શકે.
કોઈપણ નવુ ફૂડ શરૂ કરીએ ત્યારે દિવસ દરમિયાન શરૂ કરવુ. શરૂઆતમા તેની અમાઉન્ટ ઓછી રાખવી, દિવસમા બે કે ત્રણ વખત જ આપવુ. ધીરે ધીરે તેની અમાઉન્ટ વધારતી જવી જેથી કોઈપણ એલર્જી કે ઇન ટોલરન્સ હોય તો આઈડેન્ટીફાય કરી શકાય.
કોઈપણ નવુ ફૂડ શરૂ કરતી વખતે બાળક જ્યારે ભૂખ્યુ હોય ત્યારે શરૂ કરવુ, પરંતુ તેના માટે તેને ફોર્સ કરવો નહીં.
કોઈપણ નવા ફૂડ એક કરતાં વધારે સંખ્યામા એડ કરવા નહીં જેથી કોઈપણ એલર્જી રિએક્શન કે ઇન ટોલરન્સ હોય તો આઈડેન્ટીફાય કરી શકાય.
વિનિંગ ફૂડ આપતી વખતે બાળકનુ ઓબ્ઝર્વેશન કરતુ રહેવુ. કોઈ પણ સ્પેસિફિક ફૂડ આપ્યા પછી જો તેને ડાયરિયા, ઇનડાઇઝેશન, એબડોમિનલ પેઈન, સ્કીન રેસીસ, એલર્જીક રીએક્શન, સાઇકોલોજીકલ પ્રોબ્લેમ્સ વગેરે કોઈપણ વસ્તુ જાણવા મળે તો તેને ખાસ ધ્યાને લેવુ.
વધારે મોડુ કે વધારે વેહલુ વિનીંગ સ્ટાર્ટ કરવાથી બાળકને પ્રોબ્લેમ થઈ શકે છે જેથી યોગ્ય સમયે જ વિનિંગ ડેટ શરૂ કરવો.
બાળકને છ મહિનાની ઉંમર પછી પણ વિનિંગ ડાયટ શરૂ કરવામાં નથી આવતો તો બાળકમા માલ ન્યુટ્રીશન ના લક્ષણો જોવા મળી શકે છે જેથી વિનિંગ સમયસર શરૂ કરવુ જોઈએ.
બાળક માટે બ્રેસ્ટ ફીડિંગ એ છ મહિના સુધી ઉત્તમ ફૂડ ગણાય છે. ત્યારબાદ વિનિંગ ડાયેટ શરૂ કરવામા આવે છે.
આર્ટિફિશિયલ ફીડિંગ લેતા બાળકો કે વિનિંગ ડાયેટ શરૂ હોય તેવા બાળકોમા ફીડિંગ ને લગતા ઘણા પ્રોબ્લેમ્સ જોવા મળે છે, જે નીચે મુજબ છે.
બાળકને કોઈપણ ફૂડ એકજેસ્ટ ન થવાના કારણે એબડોમીનલ પેઈન, ઈનડાઈઝેશન થવાની શક્યતાઓ છે.
બાળકને ડાયરિયા વોમિટિંગ કે રિગરજીટેશન થવાની શક્યતાઓ પણ રહેલી છે.
બાળકની ફીડીંગ એમાઉન્ટ યોગ્ય ન હોવાના કારણે અંડર ફીડીંગ કે ઓવર ફીડિંગ જેવી તકલીફો કોમનલી જોવા મળે છે.
માલ ન્યુટ્રીશન અને ન્યુટ્રિશનલ ડેફિસિયન્સી પણ જોવા મળી શકે છે.
પીડીયાટ્રીક પોપ્યુલેશન હાઈ રિસ્ક ગ્રુપ હોવાના કારણે આ એઈજ મા કોમન હેલ્થ પ્રોબ્લેમ્સ, મોર્ટાલિટી અને મોરબીડીટી વધારે થઈ શકે છે. જેથી પ્રિવેન્ટીવ આસ્પેકટ પર હેલ્થ કેર ફેસીલીટી આપવાના કારણે ઘણા ડીઝીઝ અને ઇલનેસ પ્રિવેન્ટ કરી શકાય છે. જેથી બાળકોના નોર્મલ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ પ્રમોટ કરી તેના ફુલ પોટેન્શિયલ ડેવલપ કરી શકાય છે.
પ્રિવેન્ટીવ પીડીયાટ્રીક મા નર્સિંગ રોલ અને રિસ્પોન્સિબિલિટી એ ગર્લ ચાઈલ્ડ ના હેલ્થ પ્રમોશનથી જ શરૂ થઈ જાય છે. કેમકે આ ગર્લ ચાઈલ્ડ એ ફ્યુચર મધર છે. જેથી ચાઈલ્ડ હુડ પિરિયડ થી જ તેની યોગ્ય કેર લેવાવી જોઈએ અને એડોલેન્ટ એ જ સુધી તેની પ્રોપર કેર લેવામા આવે તો ભવિષ્યમા તે હેલ્ધી મધર બની હેલ્ધી બાળકને જન્મ આપી શકશે.
એન્ટિનેટલ પિરિયડ દરમિયાન મધરની ખાસ કેર લેવાવી જોઈએ તેને આ પિરિયડ દરમિયાન યોગ્ય કેર તેમજ મધર ક્રાફ્ટ ની ટ્રેનીંગ અપાવી જોઈએ.
મધર ને યોગ્ય ઇન્ટ્રાનેટલ કેર આપવાના લીધે ન્યુ બોર્ન ને ઘણી ઇન્જરી અને હેઝાર્ડ પ્રિવેટ કરી શકાય છે.
મધર ને યોગ્ય પોસ્ટનેટલ કેર ની સાથે સાથે બ્રેસ્ટ ફીડિંગનુ યોગ્ય પ્રમોશન કરવુ તેમજ બાળકોમા ઈલનેસને પ્રિવેટ કરવા માટે મધરને એજ્યુકેશન આપવામા આવે છે.
મધર ને ઈમ્યુનાઈઝેશન અને તેના કારણે થતા ડીઝીઝના પ્રિવેન્શન વિશે ખાસ સમજાવવુ.
ન્યુટ્રીશન વિશેનુ તમામ હેલ્થ એજ્યુકેશન મધર ને આપવુ, જેમા છ મહિના સુધી એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડીંગ, ત્યારબાદ વિનિંગ, બેલેન્સ ડાઈટ, ફીટીંગ પ્રેક્ટિસ, ફૂડ હાયજીન અને માલ ન્યુટ્રીશનના પ્રિવેન્શન માટે ન્યુટ્રીશન નુ ઈમ્પોર્ટન્સ સમજાવવુ.
પર્સનલ હાયજીન, હેન્ડ વોશિંગ, એનવાયરમેન્ટલ સેનિટેશન, સેફ વોટર સપ્લાય, એકસીડન્ટના પ્રિવેન્શન, હેલ્થના પ્રમોશન, કોમ્યુનીકેબલ તેમજ ઇન્ફેક્શિયસ ડીઝીઝના પ્રિવેન્શન તેમજ ફેમિલી પ્લાનિંગ સર્વિસીસ વિશે હેલ્થ એજ્યુકેશન આપવુ.
બાળકોમા જોવા મળતા ડીઝીઝના પ્રિવેન્સન તથા યોગ્ય ટ્રીટમેન્ટ માટે ઇન્સ્ટિટ્યૂશનલ કેર લેવા માટે સમજાવુ.
તમામ નેશનલ હેલ્થ પ્રોગ્રામ વિશે માહિતી આપવી અને તેનો લાભ લેવા માટે સમજાવુ.
બાળકોના આરોગ્યને જાળવવા માટે ગુડ હેલ્થ હેબિટને તથા તેને લગતા ઘરગથ્થુ ઉપચારને પ્રમોશન આપવુ.
પીડીયાટ્રીક નર્સિંગ ના નવા ટ્રેન્સને હેલ્થ કેર મા ઇમ્પલીમેન્ટ કરવા તથા પેરેન્ટ્સને તે મુજબનુ જરૂરી ગાઈડન્સ અને હેલ્થ એજ્યુકેશન આપવુ.