skip to main content

દલપતરામ 

દલપતરામ  ડાહ્યાભાઇ ત્રવાડી (૨૧ જાન્યુઆરી ૧૮૨૦ – ૨૫ માર્ચ ૧૮૯૮) જેઓ દલપતરામ તરીકે વધુ જાણીતા છે, ગુજરાતી ભાષાના કવિ હતા. તેઓ કવિ ન્હાનાલાલના પિતા હતા. કવિ દલપતરામે લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે. આ કાવ્યો ગુજરાત રાજયની પ્રાથમિક, માઘ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે. તેમણે અમદાવાદમાં સમાજ સુધારણાની ચળવળમાં અગ્રણી ભાગ ભજવ્યો હતો અને અંધશ્રદ્ધા, જ્ઞાતિવાદ અને બાળલગ્ન વિરુદ્ધ લેખો લખ્યા હતા. તેમની કવિતા વેનચરિત્રમાં તેમણે વિધવા પુન:લગ્નનો પ્રશ્ન ઉઠાવ્યો હતો.

→જન્મ વડવાણ (સુરનગર) કર્મભૂમિઓ → અમદાવાદ પિતા→ ડાયા ભાઈ પૂરૂનામ દલપતરામ ડાયા ભાઈ તરવાડી ઉપનામ → ગુજરાતી વાણી રાણીના વકીલ બિહુર કવિશ્વર → ગુજરાત વનાક્યુલુર સોસાયટીની સ્થાપના (૧૮૪૮) માં હાલ મા ગૂજરાત વિધાનસભા તરીકે ઓળખાય છે જેના સરી (૧૮૪૯ )માં વર્તમાન અને બુદ્ધિપ્રકાશ (૧૮૫૦) થી બે સામયિકો બારહર પાડે છે અમદાવાદ માં આવેલ છે 

 → ખડેરાવ ગપદ્વાદના દરબાર માં કવિ દલપતરામે પોતાના ગુજરાતી વાણી રાણી ના વકીન દીધા હતા

 →અમદાવાદમાં હિમાભાઈ ઈનિસ્ટટયુટ અને નેટીસ લાઈબેરી સ્વપના માં મહત્વનો ફાળોઅપાયો 

 →પ્રથમ ગુજરાતી કવિતા →બાવાની પીપર 

 →પર્થમ અનુવાદી નાટક →લક્ષ્મી 

 →ભૂત નિબંધ→પર્થમ લખાયું 

 →હલપત રામ હકુલા અને મનહર છંદ ઉપયોગ કરતાં 

 →સોપ્રથમ હસ્પ નાટક – મિધ્વા ભીમાન 

 →પ્રથમ ગુજરાતી દયાભકિત કાવ્યા → હુનારખાની અટાઈ 

 →પર્થમ ગુજરાતી કાવ્ય સગહ્ →કાવ્ય દ હિન 

 →પર્થમ ગુજરાતી વારતા સગહ્ →તાકિક બોદ્ધ 

 →પર્થમ કહુણ પુશસ્તી → ફબશ વહહ

→કુતી ઓ→શરણઈવાળો અને શકે ઊડ અને શીયાળ 

 અભ્યાસ

તેમનો જન્મ સૌરાષ્ટ્રના વઢવાણમાં ૨૧ જાન્યુઆરી, ૧૮૨૦ના રોજ થયો હતો. ગામઠી નિશાળમાં અક્ષરજ્ઞાન મેળવી આઠ વર્ષની વયથી જ એમણે સામવેદનો અભ્યાસ કરવા માંડેલો. મૂળી ગામમાં જઈ તેમણે દેવાનંદ સ્વામી પાસે પીંગળ અને અલંકાર શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું અને ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા લીધી. અમદાવાદમાં સારસ્વત વ્યાકરણ તથા કુવલયાનંદનો અભ્યાસ કર્યો. તેમની પ્રથમ કવિતા બાપાની પીંપર (૧૮૪૫) હતી. બચપણમાં એમણે કમળલોચિની અને હીરાદંતી નામે બે વાર્તાઓ દોહરા ચોપાઈમાં રચેલી. જ્ઞાનચાતુરી નામે એક ઉપદેશાત્મક કાવ્યગ્રંથ પણ લખેલો.

 વ્યવસાય

  • ફાર્બસ સાહેબ માટે રાસમાળાની સામગ્રી માટે પરિભ્રમણ.
  • ગુજરાત વર્નાકુલર સોસાયટીમાં મંત્રી
  • ૧૮૫૦ – બુદ્ધિપ્રકાશનું સંપાદન
  • ૧૮૫૮ – ‘હોપ વાંચનમાળા’ની કામગીરીમાં મદદ

પ્રદાન

  • કવિતા, હાસ્ય કવિતા, નિબંધ, પિંગળ શાસ્ત્ર, નાટક

દલપતરામ ની મુખ્ય કૃતિઓ

તેમની મુખ્ય કૃતિઓ નીચે પ્રમાણે છે:[૨][૩]

  • કવિતા – ફાર્બસ વિરહ, વેન ચરિત્ર, હુન્નર ખાનની ચઢાઇ, માના ગુણ, દલપત કાવ્યો ભાગ ૧, ૨ (૧૮૭૯, ૧૮૯૬).
  • નિબંધ – ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ.
  • નાટક – મિથ્યાભિમાન, લક્ષ્મી નાટક, સ્ત્રીસંભાષણ, ગંગાબાઈ જમનાબાઈની વાત.
  • વ્રજભાષામાં – વ્રજ ચાતુરી.
  • વ્યાકરણ – દલપતપિંગળ.
  • કાવ્ય દોહન.
  • બાપાની પિંપર, તાર્કિક બોધ
  • ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ

સન્માન

  • બ્રિટિશ સરકાર તરફથી સી.આઇ.ઇ. ઇલ્કાબ.

વારસો

કવિ દલપતરામનું બાવલું, તેમનાં સ્મારક નજીક, અમદાવાદ.

કવિ દલપતરામની સ્મૃતિમાં ૨૦૧૦થી કવિશ્વર દલપતરામ એવોર્ડ એનાયત થાય છે. અમદાવાદમાં લાંબેશ્વરની પોળમાં તેમના નામે કવિ દલપતરામ ચૉક પણ આવેલો છે જ્યાં તેમનું એક સ્મારક છે; અહીં કવિ દલપતરામની માનવકદની ૧૨૦ કિલોગ્રામની પ્રતિમા મૂકવામાં આવેલી છે.

Published
Categorized as Uncategorised