એબ્રેશન એ કોમન ઈન્જરી છે. જેમાં સ્કિન એ રફ સરફેસ સાથે રબિંગ થવાને કારણે ડેમેજ થાય છે અને ટીસ્યુ ની ઇન્ટીગ્રિટી બ્રેક થાય છે.
હાર્ડ અને રફ સરફેસના કોન્ટેકમાં આવવાથી સ્કિન પર રબિંગ, ગ્રાઇન્ડીંગ અને સ્ક્રેપિંગ થવાને કારણે સ્કીન ઈન્જરી જોવા મળે છે. જેને એબ્રેશન તરીકે ઓળખવામાં આવે છે.ઉદાહરણ તરીકે રફ સરફેસ પર પડી જવું.
એબ્રેશન એ માઈલ્ડ ટુ સીવીયર ફોર્મમાં જોવા મળે છે. એબ્રેશન મુખ્યત્વે હથેળીમાં, કોણીમાં, ગોઠણમાં, પગની ઘુટીમાં જોવા મળે છે.
♦Explain degree of abrasion (એક્સપ્લેન ડિગ્રી ઓફ એબ્રેશન)
◙First degree abrasion (ફર્સ્ટ ડીગ્રી એબ્રેશન)
ફર્સ્ટ ડીગ્રી એબ્રેશન એ માઈલ્ડ એબ્રેશન છે. જેમાં સ્કિનનું સુપરફીશિયલ લેયર એપીડર્મીશ અફેક્ટ થાય છે. ફર્સ્ટ ડીગ્રી એબ્રેશનમાં બ્લિડિંગ જોવા મળતું નથી. ફર્સ્ટ ડીગ્રી એબ્રેશનને ‘graze’ અથવા ‘scrapes’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
◙Second degree abrasion (સેકન્ડ ડીગ્રી એબ્રેશન)
સેકન્ડ ડીગ્રી એબ્રેશનમાં એપીડર્મિશ તેમજ ડર્મિશ લેયર અફેક્ટ થાય છે. સેકન્ડ ડીગ્રી એબ્રેશનમાં માઈલ્ડ બ્લિડિંગ જોવા મળે છે.
◙Third degree abrasion (થર્ડ ડિગ્રી એબ્રેશન)
થર્ડ ડિગ્રી એબ્રેશન એ સીવીયર ટાઇપનું એબ્રેશન છે જેમાં સબક્યુટેનસ લેયર પણ અફેક્ટ થાય છે. જેને ‘avulsion’ તરીકે પણ ઓળખવામાં આવે છે. થર્ડ ડિગ્રી એબ્રેશનમાં હાઈલી બ્લિડિંગ જોવા મળે છે અને તેમાં મેડિકલ કેર ની જરૂર પડે છે.
♦Write classification of abrasion (રાઇટ ક્લાસિફિકેશન ઓફ એબ્રેશન)
એબ્રેશનને તેના ક્લિનિકલ પ્રેઝન્ટેશન અને ઇટીયોલોજીકલ ફેક્ટરને આધારે ત્રણ ટાઈપમાં ક્લાસિફાઈ કરવામાં આવેલ છે.
i) Linear or scratch abrasion (લીનીયર અથવા સ્ક્રેચ એબ્રેશન)
લીનીયર એબ્રેશન એ સિમ્પલ ઈન્જરી છે. લીનીયર એબ્રેશન એ શાર્પ અથવા પોઇન્ટેડ ઓબ્જેક્ટને કારણે જોવા મળે છે. જેમકે નેઈલ, પિન. લીનીયર એબ્રેશનની લેન્થ વધારે હોય છે જ્યારે વિડથ ઓછી હોય છે. ઉદાહરણ તરીકે સ્કીન પર નેઈલ સ્ક્રેચ થવા. લીનીયર એબ્રેશન એ મેડિકોલીગલ ઈમ્પોર્ટન્સ પણ ધરાવે છે. જેમકે ગળાના ભાગમાં સ્ક્રેચ જોવા મળે તો તે વ્યક્તિનું ગળુ દબાવવાનો પ્રયત્ન કરેલ છે તેમ સૂચવે છે.
ii) Grazed or brush abrasion (ગ્રેઝ અથવા બ્રશ એબ્રેશન)
ગ્રેઝ એબ્રેશન એ બ્રોડ, હાર્ડ અને રફ સરફેસ પર ફ્રીકશન થવાને પરિણામે જોવા મળે છે અને તેમાં મલ્ટીપલ પ્રેઝન્ટેશન જોવા મળે છે. ઉદાહરણ તરીકે રોડ ટ્રાફિક એકસીડન્ટ, સ્પોર્ટ્સ એક્ટિવિટી દરમિયાન ફોલડાઉન જેવી કન્ડિશનમાં ગ્રેઝ એબ્રેશન જોવા મળે છે. ગ્રેઝ એબ્રેશનમાં ઇન્જરીની ડેપ્થ જુદી જુદી હોય છે જે સરફેસ ની ઈરરેગ્યુલારીટી અને બોડીની સ્પીડ પર આધાર રાખે છે.
iii) Patterned abrasion (પેટર્નડ એબ્રેશન)
જ્યારે સ્કીન પર ઓફીન્ડીંગ ઓબ્જેક્ટ દ્વારા પરપેન્ડીક્યુલર ફોર્સ એપ્લાય કરવામાં આવે ત્યારે તે ઓબ્જેક્ટની છાપ આપણી સ્કિન પર પડે છે અને પેટર્નડ એબ્રેશન જોવા મળે છે.
♦Write management of abrasion (રાઈટ મેનેજમેન્ટ એબ્રેશન)
ફર્સ્ટ અને સેકન્ડ ડિગ્રી એબ્રેશનને ઘરે પણ ટ્રીટ કરી શકાય છે.
હેન્ડ વોશ કરીને અફેકટેડ એરીયાને વાર્મ વોટર અને સોપ વડે ક્લીન કરવો અને તેમાં રહેલ ડસ્ટ અને બીજા પાર્ટીકલને રીમુવ કરવા.
જો માઈલ્ડ એબ્રેશન હોય અને બ્લિડિંગ ન થતું હોય તો વુંડને ખુલ્લુ રાખવું.
જો વુંડમાંથી બ્લિડિંગ થતું હોય તો ક્લીન ક્લોથ અથવા બેન્ડેજનો ઉપયોગ કરી તે એરિયા પર જેન્ટલ પ્રેશર એપ્લાય કરવું. જેથી બિલ્ડીંગ સ્ટોપ થઈ જાય તેમજ તે એરિયાને એલિવેટ કરવો.
અફેક્ટેડ એરિયા પર ટોપિકલ એન્ટિબેક્ટેરિયલ મેડિસિન એપ્લાય કરવી.
એન્ટિબેક્ટેરિયલ મેડિસિન ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરે છે અને વુંડને મોઈસ્ટ રાખે છે.
જો ઇન્ફેક્શનના સાઈન પ્રેઝન્ટ હોય તો ડોક્ટરને ઇન્ફોર્મ કરવું.
જો વુંડ એ પેઈન ફૂલ હોય તો સિસ્ટેમિક એનાલજેસીક ડ્રગ નો ઉપયોગ કરવો.
થર્ડ ડિગ્રી એબ્રેશન હોય તો હોસ્પિટલે જઈને મેડિકલ ટ્રીટમેન્ટ લેવી.
♣ Define dermatitis (ડિફાઇન ડર્મેટાઇટિસ)
ડર્મ એટલે સ્કીન અને આઇટીસ એટલે ઇન્ફ્લામેશન. ડર્મેટાઇટિસ એટલે સ્કીન ઇન્ફ્લામેશન. ડર્મેટાઇટિસ ટર્મનો ઉપયોગ સ્કીન ડિસઓર્ડર ના ગ્રુપને ડિસ્ક્રાઈબ કરવા માટે થાય છે.
એક્ઝેમા વર્ડ ડર્મેટાઇટિસ વર્ડને સીમીલર છે. એક્ઝેમા ટર્મનો ઉપયોગ પણ સ્કીન ડિસઓર્ડરને ડિસ્ક્રાઈબ કરવા માટે થાય છે. જેમાં ઇચી, ડ્રાય અને ઇન્ફ્લેમ્ડ સ્કિન કન્ડિશનનો સમાવેશ થાય છે.
♦Explain pathophysiology of dermatitis (એક્સપ્લેન પેથોફિસિયોલોજી ઓફ ડર્મેટાઇટિસ)
ઇટીયોલોજી અથવા રિસ્કફેકટરના કોન્ટેકમાં આવવાથી | સ્કીનમાં ઇન્ફ્લામેન્ટરી રિએક્શન જોવા મળે છે. | જેના પરિણામ સ્વરૂપે સ્કીનમાં ઇરપ્શન જોવા મળે છે. | લોકલ એરીથેમા, વેસિકલ્સ અને ઈચિંગ જોવા મળે છે. | સ્કીન પર કંટીન્યુઅસ ઇરીટેશન અને સ્કેચિંગ જોવા મળે છે. | જેને કારણે સ્કીન થીક બને છે એટલે કે લીચેનીફીકેશન જોવા મળે છે.
Write type of dermatitis (ટાઈટ ટાઈપ ઓફ ડર્મેટાઇટિસ)
ડર્મેટાઇટિસના મુખ્ય ચાર ટાઈપ પડે છે : i) Contact dermatitis ii) Atopic dermatitis iii) Exfoliative dermatitis iv) Seborrheic dermatitis
i) Contact dermatitis (કોન્ટેક ડર્મેટાઇટિસ)
કોન્ટેક ડર્મેટાઇટિસને ‘કોન્ટેક એકઝેમા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોન્ટેક ડર્મેટાઇટિસ એ ઇન્ફ્લામેન્ટરી સ્કીન ડિસઓર્ડર છે. ફિઝિકલ, કેમિકલ અને બાયોલોજીકલ એજન્ટ આપણી સ્કીનના કોન્ટેક્ટમાં આવતા સ્કીન ઇનફ્લામેન્ટરી રિએક્શન આપે છે જેને કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે.
કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ બે પ્રકારના જોવા મળે છે :
1. Non allergic contact dermatitis or irritant dermatitis (નોન એલર્જીક કોન્ટેક ડર્મેટાઇટિસ અથવા ઈરીટેન્ટ કોન્ટેક ડર્મેટાઇટિસ)
Non allergic contact dermatitis or irritant dermatitis (નોન એલર્જીક કોન્ટેક ડર્મેટાઇટિસ અથવા ઈરીટેન્ટ કોન્ટેક ડર્મેટાઇટિસ)
ઈરીટેન્ટ કોન્ટેક ડર્મેટાઇટિસમાં કોઈ ઇરિટેટીંગ સબટન્સના કોન્ટેક માં આવતા બોડીમાં નોન એલર્જીક રિએક્શન જોવા મળે છે. ઇરિટેટીંગ સબટન્સ તરીકે અમુક પ્રકારના સોપ, ડિટરજન્ટ, કોસ્મેટિક આઈટમ અને ઇન્ડસ્ટ્રીયલ કેમિકલનો સમાવેશ થાય છે.
એલર્જીક કોન્ટેક ડર્મેટાઇટિસમાં સેનસીટાઈઝ પર્સન એ એલર્જનના કોન્ટેકમાં આવતા બોડી પર એલર્જીક રિએક્શન જોવા મળે છે. ઉદાહરણ તરીકે અમુક લોકોને લેટેક્ષની એલર્જી હોય છે. તો તેવા લોકો લેટેક્ષના ગ્લવ્સ પહેરે તો તેનામાં એલર્જીક રિએક્શન જોવા મળે છે. એલર્જીક સબસ્ટન્સ એ જુદા જુદા વ્યક્તિમાં જુદું જુદું જોવા મળે છે.
♦Write sign & symptoms seen in contact dermatitis (રાઈટ સાઇન એન્ડ સીમટમ્સ સીન ઇન કોન્ટેક ડર્મેટાઇટિસ )
Acute phase (એકયુટ ફેઝ) :
શરૂઆતમાં ઇચિંગ, બર્નિંગ અને ઈરીથેમા જોવા મળે છે. ત્યારબાદ ત્યાં ઇડીમા, પેપયુલ, વેસિકલ અને ઉઝીંગ જોવા મળે છે.
Sub acute phase (સબ એક્યુટ ફેઝ)
સબએક્યુટ ફેઝમાં વેસિક્યુલર ચેન્જીસ ઓછા જોવા મળે છે અને ત્યાં ક્રસ્ટિંગ, ફીસરીંગ અને પીલિંગ જોવા મળે છે.
Chronic phase (ક્રોનિક ફેઝ)
જો વારંવાર રિએક્શન જોવા મળે અને કંટીન્યુઅસ સ્ક્રેચ જોવા મળે તો સ્કીન એ થીક થઈ જાય છે એટલે કે લીચેનીફિકેશન જોવા મળે છે અને પીગમેન્ટેશન જોવા મળે છે.
♦How to diagnose contact dermatitis (હાઉ ટુ ડાયગ્નોસ કોન્ટેક ડર્મેટાઇટિસ)
હિસ્ટ્રી કલેક્શન
ફિઝિકલ એક્ઝામિનેશન
પેચ ટેસ્ટિંગ
♦Write medical management of contact dermatitis (રાઈટ મેડિકલ મેનેજમેન્ટ ઓફ કોન્ટેક ડર્મેટાઇટિસ)
અફેકટેડ એરીયા પર ટોપિકલ કોર્ટીકોસ્ટેરોઇડ અને એન્ટિપ્રુરાયટીક મેડિસિન એપ્લાય કરવી.
કુલ અને વેટ ડ્રેસિંગ એપ્લાય કરવું જે ઉઝિંગને ક્લિયર કરે છે.
જો વધારે એરીયા અફેક્ટેડ હોય તો મેડિકેટેડ બાથ (બેલેનોથેરાપી) પ્રોવાઇડ કરવું.
એટોપીક ડર્મેટાઇટિસ એ ક્રોનિક પ્રુરાયટીક ઇન્ફ્લામેન્ટરી સ્કિન ડીઝીસ છે. એટોપિક વર્ડ એ ત્રણ એલર્જીક ડીઝિસને ડીનોટ કરે છે – અસ્થમા, એલર્જીક રાહનાયટીસ અને એટોપિક ડર્મેટાઇટિસ
એટોપિક ડર્મેટાઇટિસ અર્લી ચાઈલ્ડહૂડમાં વધારે જોવા મળે છે. એટોપિક ડર્મેટાઇટિસ થવા માટેનો એક્ઝેટ કોસ હજુ સુધી શોધાયેલ નથી.
♦ Risk factor of atopic dermatitis (રિસ્ક ફેક્ટર ઓફ એટોપિક ડર્મેટાઇટિસ)
જે લોકોને એટોપિક ડર્મેટાઇટિસ જોવા મળે છે તેમને અસ્થમા અને સિઝનલ એલર્જી પણ જોવા મળે છે.
ફેમિલી હિસ્ટ્રી
કેમિકલ, ઇરીટન્ટ અને રફ મટીરીયલ સાથે વર્ક કરતા લોકો
વેધર ચેન્જીસ
સ્ટ્રેસ
કોલ્ડ અને ડ્રાય એર
♦Explain pathophysiology of atopic dermatitis (એક્સપ્લેન પેથોફિઝિયોલોજી ઓફ એટોપીક ડર્મેટાઇટિસ)
એલર્જનના કોન્ટેકમાં આવતા | બોડીની ઈમ્યુન સિસ્ટમ એક્ટિવેટ થાય છે અને બોડી દ્વારા હિસ્ટામાઇન, સાઇટોકાઈનેસ, બ્રેડીકાઇનીન અને બીજા ઈમ્પ્લાઇમેન્ટરી મેડીએટર રિલીઝ કરવામાં આવે છે. | આ રિલીઝ થયેલા ઇન્ફ્લામેટરી મેડીએટર એલર્જન સાથે ઇન્ટરેક્ટ કરે છે. | આ ઇન્ટરેકટને કારણે બોડીમાં ઇન્ફ્લામેન્ટરી રિએક્શન જોવા મળે છે. | બોડીની વોટર બાઈડીંગ કેપેસિટી ડીક્રીઝ થાય છે અને વોટર લોસ જોવા મળે છે. | જેને કારણે સ્કિન ડ્રાય અને ક્રેકિંગ બને છે. | અને સ્કીન પર ઇન્ફ્લામેટરી સીમટમ્સ ઇચિંગ, સ્ક્રેચિંગ, રેડનેસ, ઈરીથેમા અને લીઝન જોવા મળે છે.
♦Write sign & symptoms seen in atopic dermatitis (રાઈટ સાઇન એન્ડ સીમટમ્સ સીન ઇન એટોપિક ડર્મેટાઇટિસ)
સીમટમ્સ એ બોડીમાં ગમે તે જગ્યાએ જોવા મળે છે અને દરેક લોકોમાં જુદી જુદી જગ્યાએ જોવા મળે છે.
સ્કીન ડ્રાય અને ક્રેકડ થઈ જાય છે.
સ્કીન પર સ્મોલ રેઇસેડ બમ્પ જોવા મળે છે.
તેની આજુબાજુ રેડનેસ જોવા મળે છે.
તેમાં ઉઝીંગ અને ક્રસ્ટીંગ જોવા મળે છે.
ઈચિંગ જોવા મળે છે.
સ્કીન એ થીક બને છે એટલે કે લીચેનીફિકેશન જોવા મળે છે.
સ્કીન કલર માં ચેન્જીસ જોવા મળે છે.
આઈ ની આજુબાજુ સ્કિન ડાર્ક કલરની થઈ જાય છે.
ઇયર માં ડિસ્ચાર્જ અને બ્લડિંગ જોવા મળે છે.
સ્ક્રેચિંગ ને કારણે સ્કીન રો થયેલી જોવા મળે છે.
How to diagnose atopic dermatitis (હાઉ ટુ ડાયગ્નોસ એટોપીક ડર્મેટાઇટિસ)
હિસ્ટ્રી કલેક્શન
ફિઝિકલ એક્ઝામિનેશન
સ્કીન બાયોપસી
પેચ ટેસ્ટીંગ
♦Write medical management of atopic dermatitis (રાઈટ મેડિકલ મેનેજમેન્ટ ઓફ એટોપીક ડર્મેટાઇટિસ)
અફેકટેડ એરિયા પર ટોપીકલ કોર્ટીકોસ્ટેરોઈડ એપ્લાય કરવું.
ઈન્ફલામેશનને રીડયુઝ કરવા અને ઇમ્યુનિટીને સપ્રેશ કરવા ઓરલ કોર્ટીકોસ્ટેરોઈડનો ઉપયોગ કરવો.
એક્સ્ફોલિએટિવ ડર્મેટાઇટિસ એ સીરિયસ સ્કીન ઇન્ફ્લામેટરી ડિસઓર્ડર છે. જેમાં પ્રોગ્રેસિવ ઇન્ફ્લામેશન જોવા મળે છે અને તેની સાથે ઈરીથેમા અને સ્કેલિંગ જોવા મળે છે.તેમાં 90% સ્કિન સરફેસ અફેક્ટ થાય છે.
એક્સ્ફોલિએટિવ ડર્મેટાઇટિસ એ મેડિસિનના રિએક્શનને કારણે, સિસ્ટેમિક ડીઝીસ, પ્રીએક્સીટીંગ કન્ડિશન અને કેન્સરને કારણે જોવા મળે છે. જ્યારે અમુક લોકોમાં કોસ અનનોન જોવા મળે છે.
♦Write sign & symptoms seen in exfoliative dermatitis (રાઈટ સાઇન એન્ડ સીમટમ્સ ઓફ એક્સ્ફોલિએટિવ ડર્મેટાઇટિસ)
સ્કીન પર ઈરીથેમા અને સ્કેલિંગ જોવા મળે છે.
ઇચિંગ જોવા મળે છે.
સ્કિન પર પીલિંગ જોવા મળે છે.
જેથી નેઈલ અને હેર લોશ જોવા મળે છે.
સ્કીન પિંક થી બ્રાઉન કલરની જોવા મળે છે.
સિસ્ટેમિક સિમ્ટમ્સ જેવા કે ફીવર, મલેઇસ, ચિલ્સ જોવા મળે છે.
પ્રોસ્ટેશન અને સીવિયર ટોક્ઝિસીટી જોવા મળે છે.
સ્કીનમાંથી વોટર અને પ્રોટીન લોસ થાય છે.
આ ઉપરાંત હાર્ટ ફેલિયર, ગેસ્ટ્રો ઇન્ટટેસ્ટિનલ ડિસ્ટર્બન્સ, બેસ્ટ એનલારજર્મેન્ટ અને હાઈપર યુરિસેમિયા જોવા મળે છે.
♦How to diagnose exfoliative dermatitis (હાઉ ટુ ડાયગ્નોસ એક્સ્ફોલિએટિવ ડર્મેટાઇટિસ)
હિસ્ટ્રી કલેક્શન
ફિઝિકલ એક્ઝામિનેશન
કલ્ચર અને સેનસીટીવીટી ટેસ્ટ Write management of exfoliative dermatitis (રાઈટ મેનેજમેન્ટ ઓફ એક્સ્ફોલિએટિવ ડર્મેટાઇટિસ)
ઓરલ અને ટોપીકલ કોર્ટીકોસ્ટેરોઈડનો ઉપયોગ કરવો.
એન્ટીહીસ્ટામાઇન ડ્રગનો ઉપયોગ કરવો.
ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ મેન્ટેન કરવું.
પ્લાઝમા વોલ્યુમ એક્સપાનડર એડમિનિસ્ટર કરવું.
iv ફ્લુઈડ પ્રોવાઇડ કરવું.
પેશન્ટને ઓરલ ફ્લુઇડ ઇનટેક માટે એન્કરેજ કરવું.
બેડ રેસ્ટ પ્રોવાઈડ કરવો.
iv) Seborrheic dermatitis (સીબોહરીક ડર્મેટાઇટિસ)
સીબોહરીક ડર્મેટાઇટિસ ને ‘ક્રેડલ કેપ’ અથવા ‘ડેન્ડ્રફ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. સીબોહરીક ડર્મેટાઇટિસ એ કોમન અને ક્રોનિક સ્કીન ઇન્ફ્લામેન્ટરી ડિસઓર્ડર છે. જેમાં મુખ્યત્વે સ્કાલપ અફેક્ટ થાય છે. આ સિવાય બોડીનો ઓયલી એરીયા જેમ કે ફેસ, આઇબ્રો, ઇયર, નોઝ ની સાઈડ, એકઝીલા અને અપર ચેસ્ટ પણ અફેક્ટ થાય છે.
♦Sign & symptoms seen in seborrheic dermatitis (સાઇન એન્ડ સિસ્ટમ્સ સીન ઇન સીબોહરીક ડર્મેટાઇટિસ)
સ્કાલપ, હેર, આઇબ્રો અને દાઢીના ભાગ પર ડેન્ડ્રફ જોવા મળે છે એટલે કે ફ્લેકિંગ સ્કીન જોવા મળે છે.
તેની આજુબાજુ ગ્રે કલરના પેચીસ જોવા મળે છે.
સ્કિન પર પીલીંગ જોવા મળે છે.
અફેકટેડ એરિયા પર ઈચિંગ જોવા મળે છે.
ટ્રંકના ભાગમાં સ્મોલ પસચ્યુલ જોવા મળે છે.
How to diagnose seborrheic dermatitis (હાઉ ટુ ડાયગ્નોસ સીબોહરીક ડર્મેટાઇટિસ)
હિસ્ટ્રી કલેક્શન
ફિઝિકલ એક્ઝામિનેશન
સ્કીન બાયોપ્સી
♦Write management of seborrheic dermatitis (રાઈટ મેનેજમેન્ટ ઓફ સિબોહરીક ડર્મેટાઇટિસ)
અફેક્ટે ડેરીયા પર ટોપીકલ કોર્ટીકોસ્ટેરોઇડ અને એન્ટીફંગલ ઓઇન્ટમેન્ટ એપ્લાય કરવું.
એન્ટિડેન્ડ્રફ શેમ્પુ વડે હેર વોશ કરવા.
વીકમાં બે વાર હેર વોશ કરવા.
પ્રોપર હાઇજીન મેન્ટેન કરવી.
આ સિવાય પણ ડર્મેટાઇટિસના અમુક ટાઈપ પડે છે જે નીચે મુજબ છે.
Statis dermatitis (સ્ટેટીસ ડર્મેટાઇટિસ)
સ્ટેટીસ ડર્મેટાઇટિસને ‘ગ્રેવિટેશનલ ડર્મેટાઇટિસ’ અથવા ‘વેનસ એક્ઝેમા’તરીકે પણ ઓળખવામાં આવે છે.સ્ટેટીસ ડર્મેટાઇટિસમાં પૂર બ્લડ સર્ક્યુલેશન ને કારણે સ્કીન ચેન્જીસ જોવા મળે છે. જેમાં લોવર એક્સ્ટ્રીમિટીસમાં ડીસકલરેશન, ઈચિંગ અને ઓપન સોર જોવા મળે છે અને સ્કીન થીક બને છે.
સ્ટેટીસ ડર્મેટાઇટિસ એ વેરીકોસવેઈનને કારણે ફ્લૂઇડ બિલ્ડપ થવાથી, સર્ક્યુલેશન ઇસ્યુને કારણે અથવા હાર્ટ ડીઝિઝને કારણે જોવા મળે છે.
Neuro dermatitis (ન્યુરો ડર્મેટાઇટિસ)
ન્યુરો ડર્મેટાઇટિસને ‘લાયકેન સિમ્પ્લેક્સ ક્રોનિકસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ન્યુરો ડર્મેટાઇટિસ એ ન્યુરોલોજીકલ સ્કીન ડીસઓર્ડર છે. જેમાં નેક, સ્કાલપ, વ્રિસ્ટ, એન્કલ, અને ગ્રોઇન એરિયામાં સ્કેલી પેચીસ જોવા મળે છે અને ક્રોનીક ઈચિંગ જોવા મળે છે. ન્યુરો ડર્મેટાઇટિસ થવા માટેનો કોસ અનનોન છે.
Numular dermatitis (ન્યુમ્યુલર ડર્મેટાઇટિસ)
ન્યુમ્યુલર એ લેટિન વર્ડ છે જેનો અર્થ કોઈન (coin) થાય છે. ન્યુમ્યુલર ડર્મેટાઇટિસમાં ઇન્જરી થયા પછી સ્કિન પર કોઈન શેપના લીઝન અને સોર જોવા મળે છે.
લીઝનમાં ઉઝિંગ જોવા મળે છે તેની આજુબાજુ ની સ્કીન ઈનફ્લેડ થઈ જાય છે અને તે રેડ પિન્કીસ અથવા બ્રાઉન કલરની જોવા મળે છે.
Dyshidrotic dermatitis (ડિશિડ્રોટિક ડર્મેટાઇટિસ)
ડિશિડ્રોટિક ડર્મેટાઇટિસને ‘પોમ્ફોલીક્સ’ અથવા ‘પામોપ્લાન્ટર એકઝેમા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ડિશિડ્રોટિક ડર્મેટાઇટિસમાં પામ અને ફિંગર પર ટીની ફ્લૂઈડ ફિલડ બ્લીસ્ટર જોવા મળે છે. ઘણીવાર ફિટના સોલ અને ટોસ ઉપર પણ જોવા મળે છે.