skip to main content

GNM FY BEHAVBIOUR SCIENCE-2023 

GNC PAPER 2023 Que 1(a) What is intelligence? ઇન્ટેલિજન્સી શું છે..             03

        દુનિયા મા માણસ એ બધા પ્રાણીઑ મા વિચારવાની ક્ષમતા ધરાવે છે.  તે જન્મ જાત વ્યક્તિ માં ડેવલપ થયેલ હોય છે. ઇન્ટેલિજન્સી એ કોઈપણ વ્યક્તિની જનરલ મેન્ટલ કેપેસિટી છે. જેમા તે વ્યક્તિને તાર્કિક રીતે વિચારવુ, પ્રોબ્લેમ સોલ્વ કરવા, નવી કોઈ પણ વસ્તુ શીખવી વગેરે તેમા તેના પાસ્ટ ના અનુભવ  પણ અસર કરે છે.

      દરેક વ્યક્તિ એકબીજાથી અલગ અલગ હોય છે. કોઈપણ કોમ્પ્લેક્સ આઈડિયા કે કોઈ નવા વાતાવરણ સાથે એડજસ્ટ કરવાનુ કે કોઈ નવી વસ્તુ શીખવાની એ બધામા અલગ અલગ પ્રકારની કેપેસિટી રહેલી હોય છે.

ઇન્ટેલિજન્સી શબ્દ એ લેટિન શબ્દ ઇન્ટેલિજર પરથી આવેલો છે.

ઇન્ટેલિજન્સી મા દરેક વ્યક્તિમા ઈન્ડિવિઝયુઅલ ડિફરન્સ જોવા મળે છે.

વ્યક્તિના કોગ્નિટિવ કેપેસિટીના અલગ અલગ એરીયા જેવા કે થીંકીંગ,  લર્નિંગ, રીઝનીંગ અને એડપટીંગ આ દરેક એરિયામા પણ દરેક વ્યક્તિની અલગ અલગ ઈન્ટેલિજન્સી જોવા મળે છે.

આમ ઇન્ટેલીજન્સી એ એક વ્યક્તિ ને બીજા વ્યક્તિ થી અલગ પાડે છે.

Que 1(b) Write the nature of intelligence                    04 ઇન્ટેસીજન્સનો સ્વભાવ જણાવો.

એવુ સાંભળવા મળે છે કે કોઈ એક વ્યક્તિ અન્યની સરખામણીમા ઈન્ટેલીજન્ટ છે જે તે વ્યક્તિના પર્ફોર્મન્સ અને તેના બિહેવિયર ના ઓબ્ઝર્વેશન દ્વારા તેની કમ્પેરીઝન કરી અને અન્ય વ્યક્તિ દ્વારા આ નક્કી કરવામા આવે છે. જેમા કઈ ક્વોલીટી એ એક વ્યક્તિને બીજા વ્યક્તિની સરખામણીમા ઈન્ટેલીજન્ટ બનાવે છે એ ખૂબ અગત્યનુ છે.

ઇન્ટેલિજન્સી એ એક પ્રકારની મેન્ટલ કેપેસિટી છે. જે કોઈ વ્યક્તિને તેની આસપાસના વાતાવરણને હેન્ડલ કરવા માટે કે આ વાતાવરણમા એડજસ્ટ થવા માટે મદદ કરે છે.

ઇન્ટેલિજન્સી એ ગોલ ડાયરેક્ટેડ એક એક્ટિવિટી છે કે જે કોઈપણ પરિસ્થિતિ સામે વ્યક્તિને ડીલ કરવામા મદદ કરે છે.

ઇન્ટેલિજન્સી એ મલ્ટી ફેક્ટોરીયલ છે જેમા ઘણા બધા એલિમેન્ટ્સ અસર કરતા હોય છે.

ઇન્ટેલીજન્સી એક મેન્ટલ એક્ટિવિટી છે તે બહાર ના વાતાવરણ માંથી મડતી કોઈ પણ સાવેદના ને ગ્રહણ કરી તેના તરફ નો યોગ્ય પ્રતિભાવ આપે છે. તે વ્યક્તિ ને બહાર ના કોઈ પણ વાતાવરણ માં આવતા નવા ફેરફાર પ્રત્યે તરત જાણ કરે છે અને તેના તરફ સાચો રેસપોન્સ આપવામા મદદ કરે છે.

ઈન્ટેલીજન્સી એ એક પ્રકારનો પાવર છે જે વ્યક્તિને કોઈપણ સિચ્યુએશનમા યોગ્ય રિસ્પોન્સ આપવામા મદદ કરે છે.

Que 1(c)Explain bell-shaped curve distribution of intelligence       05 ઇન્ટેલિજન્સી નો બેલ સેપ કર્વડ ડિસ્ટ્રીબ્યુશન જણાવો..

કોઈપણ બે વ્યક્તિ સરખા કે સાથે જન્મેલ હોવા છતા પણ તેની ઇન્ટેલિજન્સી સરખી હોતી નથી. કોઈ વ્યક્તિઓ મા તે વધારે હોય છે અને કોઈ વ્યક્તિઓ મા તે ઓછી જોવા મળે છે. તેને ઇન્ડીવિઝ્યુઅલ ડિફરન્સ કહેવામા આવે છે.

આ ઇન્ટેલિજન્સીનો ગ્રાફ જોવામા આવે તો તે કર્વડ જોવા મળે છે. ઘણા સમાજના લોકો નુ IQ લેવલ એ એવરેજ જોવા મળે છે. આ ગ્રાફને બેલ શેપ કર્વ કહેવામા આવે છે જે દર્શાવે છે કે બહુ ઓછા લોકો વધારે ડલ હોય છે તેમજ બહુ ઓછા લોકો વધારે ઇન્ટેલિજન્ટ કે બ્રિલિયન્ટ હોય છે. મોટાભાગના વ્યક્તિઓ એવરેજ ઇન્ટેલિજન્સી ધરાવે છે. આ એવરેજ ઈન્ટેલિજન્સી ધરાવનાર વ્યક્તિઓમા પણ ઇન્ડીવિઝ્યુઅલ ડિફરન્સીસ જોવા મળે છે. જેમા તેના જીનેટીકલ ફેક્ટર, એન્વાયરમેન્ટલ ફેક્ટર, ફિઝિકલ ફેક્ટર, સાયકો સોશિયલ ફેક્ટર અને બીજી ઘણી બાબતો ઇન્ટેલિજન્સીના ડેવલપમેન્ટ ઉપર આધાર રાખે છે.

ઇન્ડિવિઝ્યુઅલ ડિફરન્સ એટલે કે થીંકીંગ, લર્નિંગ અને બિહેવિયર મા લોકો કઈ કઈ બાબતોમા સમાન છે અને કઈ બાબતો તેને અલગ અલગ પાડે છે.

ઇન્ટેલિજન્સીમા ઇન્ડિવિઝયુલ ડિફરન્સ એ નીચે મુજબના કારણોને લીધે જોવા મળે છે.

ઇન્ડીવિઝ્યુલ ડિફરન્સીસ માટે નેશનાલિટી ખૂબ અગત્યની છે. દરેક દેશના લોકો નુ ઇન્ટેલિજન્સી લેવલ અલગ-અલગ હોઈ શકે છે.

અલગ અલગ પ્રકારના સોસિયો- ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોના ઈન્ટેલીજન્સી લેવલ પણ અલગ અલગ હોય છે.

અલગ જાતિ અને અલગ ધર્મના લોકોના વારસાગત લક્ષણો પ્રમાણે પણ ઈન્ટેલિજન્સીના લેવલમા ઇન્ડી વીજ્યુલ ડિફરન્સ જોવા મળે છે.

એજ, જેન્ડર અને પર્સનાલિટી પણ ઇન્ડીવિઝ્યુઅલ ડિફરન્સ ઇન્ટેલિજન્સી બાબતે ક્રિએટ કરે છે.

ઈન્ટેલીજન્સી બાબતે વ્યક્તિનો ઇન્ટ્રેસ્ટ, તેનુ લર્નિંગ તથા આજુબાજુનુ એન્વાયરમેન્ટ એ પણ ઈન્ડિવિઝયુલ  ડિફરન્સ ક્રિએટ કરવા માટે ખૂબ અગત્યનુ છે.

OR

Que 1(a) What is culture? કલ્ચર એટલે શું?                    03

કલ્ચર નુ ઓરિજિન જાણવુ ખૂબ મુશ્કેલ છે કેમ કે જ્યાર થી માનવ સમાજ અને લોકો નું અસ્તિત્વ છે ત્યાર થી તે જોવા મળે છે અને સતત ચાલતું આવે છે. સમય જતા તેમા ઘણા પરિવર્તન આવેલ છે.

જૂના સ્ટડી તેમજ રિસર્ચ પરથી કલ્ચર તેમજ તેની લાક્ષણિકતાઑ વિશે જાણી શકાય છે.

કલ્ચરનુ સોશિયલ લાઇફ ઉપર ખૂબ જ મોટુ મહત્વ રહેલ હોય છે. સોસાયટી નો નેચર સમજવા માટે તે સોસાયટીમા રહેતા લોકોના સમુદાય નો બધા અસપેક્ટ થી અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી હોય છે.

કલ્ચર એટલે કોઈ પણ વ્યક્તિ દ્વારા બિહેવિયર મેળવવુ, વર્તણૂક બદલવી અને તે પેઢી દર પેઢી તેના ફેમિલી મેમ્બર્સ અને સોસાયટીમા ટ્રાન્સફર કરવાની ક્રિયા

કલ્ચર એટલે ગ્રુપમા રહેલા તમામ સભ્યો ની ટોટલ લાક્ષણિકતાઓ,  વિચારસરણી અને તે ગ્રુપ કેવી રીતે કાર્ય કરે છે અને રહે છે તેની તમામ લાક્ષણિકતા ને કલ્ચર કહેવામા આવે છે.

Que 1(b)List out the functions of culture.                            04 કલ્ચર ના કાર્યો લખો..

કલ્ચરનુ સમાજમા ખૂબ જ મોટુ મહત્વ રહેલુ છે. સોસાયટી ને સમજવા માટે કલ્ચર વિશે સમજવુ ખૂબ જ જરૂરી હોય છે.

કોઈપણ માણસ કલ્ચર શીખીને જન્મતો નથી જન્મ લીધા પછી તેના ફેમિલી મેમ્બર અને આસપાસના સમાજ દ્વારા કલ્ચર તેના માટે ડેવલપ કરવામા આવે છે.

કલ્ચર એ એક પેઢીમાંથી બીજી પેઢીમા ટ્રાન્સફર થાય છે. તેને આગળ અનુસરવામા આવે છે. ભાષાને કલ્ચરનુ મુખ્ય વાહક છે અને દરેક વ્યક્તિ પોતાના કલ્ચરને મહાન માને છે અને બીજાની સરખામણીમા પોતાનુ કલ્ચર સારુ છે એવુ સ્વીકારે છે.

કલ્ચર એ કોમ્પ્લેક્સ છે જેમા કોઈપણ વ્યક્તિના નોલેજ, બીલીફ, આર્ટ,  મોરલ, લો, કસ્ટમ અને વ્યક્તિ દ્વારા જે કંઈ પણ કેપેસિટી ડેવલપ કરેલી હોય જેનો ઉપયોગ સોસાયટીના સારા માટે કરી શકે તેને કલ્ચર કહેવામા આવે છે.

કલ્ચર ના અભ્યાસ પરથી વ્યક્તિ તેમજ તેના સમાજ ની તમામ લાક્ષણિકતાઑ જાણી શકાય છે તેમજ તેમા બદલાવ લાવી સહાય છે.

સોસિયોલોજી અને કલ્ચર ના ઉપયોગ થી દર્દી ને સમાજવામા તથા તેના વર્તન ને સમજવામા મદદ માંડે છે. તેની સારવાર મા તેની ભાગીદારી મેડવી શકાય છે.

કલ્ચર માં દરેક વ્યક્તિ ને બીજ વ્યક્તિ કે સમાજ થી અલગ પડે છે જે ઇન્ડીવિજયુલ ડિફરન્સ ક્રિએટ કરે છે.

Que 1  (C)  Write the characteristics of culture.                05

કલ્ચરનાં લક્ષણો જણાવો.

કલ્ચરની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે.

કલ્ચર એ જન્મજાત નથી વ્યક્તિ તેની આસપાસના વાતાવરણ લોકો દ્વારા તે ડેવલપ કરે છે.

કલ્ચર એ કોઈ વ્યક્તિગત વારસો કે વસ્તુ નથી એક સામાજિક વ્યવસ્થાનો ભાગ છે જે વ્યક્તિઓ દ્વારા સમાજમા સેટ થયેલ હોય છે.

કલ્ચર એ સમાજમા રહેતા વ્યક્તિઓની સામાજિક અને એથીકલ જરૂરિયાતોને પૂરી કરે છે.

સમાજમા કલ્ચરના ઘણા બધા ભાગ એકબીજા સાથે જોડાયેલા હોય છે અને આંતરિક વ્યવસ્થા જળવાય છે.

કલ્ચર એ એક જનરેશન માંથી બીજી જનરેશનમા પાસ થાય છે જેને કસ્ટમ કે ટ્રેડિશન તરીકે ઓળખવામા આવે છે.

કલ્ચરને મુખ્ય વાહક એ ભાષા હોય છે તેના દ્વારા તેનો ફેલાવો થાય છે.

કલ્ચર માં ઘણી બાબતો મા સમાનતા તથા ઘણી બાબતો મા અલગતા રહેલી છે.

કલ્ચરલ ઇવોલ્યુશન માટે નાવા આઇડિયા તથા ભૂતકાળ ના બનાવ તેમજ જૂન રિવાજો ના તૂટવાથી જોવા મળે છે.

કલ્ચર ની અલગતા માટે વ્યક્તિ ના રહેણાંક સ્થળ, તેના રિતરીવાજ અને વર્તન, કોઈ પણ ટેક્નોલોજિકલ સાગવળતા તેમજ ધાર્મિક માન્યતાઓ ખાસ અસર કરે છે.

કલ્ચરલ માન્યતાઑ મુજબ ખૂબ જ ઓછી બાબતો માં બધાજ લોકો માં કલ્ચરલ સમાનતા જોવા મળે છે કારણ કે તે ખૂબ જ કોમ્પ્લેક્સ છે. છતા પણ અમુક માન્યતાઓ જેમ કે બધા લોકો થી ઉપર ભગવાન કે ગોડ નું અસ્તિત્વ રહેલ છે.

Que 2 (a)  Explain the branches of Psychology.     08 સાયકોલોજી ની અલગ અલગ શાખાઓ વિશે સમજાવો.

     સાયકોલોજીના અભ્યાસમા નીચે મુજબની શાખાઓ જોવા મળે છે.  

1. પ્યોર સાઇકોલોજી

2. એપ્લાઇડ સાયકોલો જી

પ્યોર સાઇકોલોજીની બ્રાન્ચીસ નીચે મુજબ છે.

1. જનરલ સાયકોલોજી 

જેમા વ્યક્તિના જનરલ સાયકોલોજીકલ પ્રિન્સિપલ્સ અને તેની થિયરીનો અભ્યાસ કરવામા આવે છે. જેમા સાયકોલોજીના ફંડામેન્ટલ રૂલ્સ, વ્યક્તિના બિહેવિયર ની નોર્મલ સ્ટડી કરવામા આવે છે.

2. એબનોર્મલ સાયકોલોજી

જેમા સાઇકોલૉજી ના અભ્યાસને સાઇકો પેથોલોજી તરીકે પણ ઓળખવામા આવે છે. જેમા મેન્ટલી ઈલ વ્યક્તિના ડીસીઝ અને તેને લગતી સાઇકો પેથોલોજીનો અભ્યાસ નો સમાવેશ કરવામા આવે છે.

3. સોશિયલ સાયકોલોજી 

તેમા સમાજમા રહેતા લોકોના સોશિયલ પરસેપ્શન, સોશિયલ ઇન્ફ્લુઅન્સ અને ઇન્ટરેકશન ની સાયન્ટિફિક સ્ટડી કરવામા આવે છે.

4. એક્સપેરિમેન્ટલ સાયકોલોજી.

જેમા અલગ અલગ રીતે લેબોરેટરીમા સાયકોલોજીકલ એક્સપેરિમેન્ટ કરવામા આવે છે. જેમા મેન્ટલ પ્રોસેસ, બિહેવિયર અને તેને લગતી સ્ટડી સ્ટોર કરવામા આવે છે.

5. બાયોલોજીકલ સાયકોલોજી 

જેમા બાયોલોજીકલ પ્રોસેસ એ માઈન્ડ અને બિહેવીયર પર કેવી રીતે અસર કરે છે તેને રિલેટેડ સ્ટડી કરવામા આવે છે.

6. પેરા સાઇકોલોજી..

આ સાયકોલોજી ની બ્રાન્ચમા અમુક સેન્સરી પરસેપ્શન અને એપ્લાઇડ પ્રોબ્લેમ્સ નો સમાવેશ કરવામાં આવે છે.

7. ડેવલપમેન્ટલ સાયકોલોજી 

આ બ્રાન્ચમા વ્યક્તિના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ને રિલેટેડ સ્ટડી કરવામા આવે છે. તેની કોગ્નિટિવિટી, સોસીયલ ફંકશન અને ગ્રોથ અને ડેવલપમેન્ટ ના અન્ય એરીયા સંબંધિત સ્ટડી કરવામા આવે છે.

એપ્લાઇડ સાયકોલોજીની બ્રાન્ચીસ નીચે મુજબ છે.

1. એજ્યુકેશન સાયકોલોજી 

જેમા સાયકોલોજી ને લગતા પ્રિન્સિપલ્સ અને એજ્યુકેશનલ થિયરી વગેરેના સબ્જેક્ટ મેટર નો સમાવેશ કરવામા આવે છે.

2. ક્લિનિકલ સાયકોલોજી. 

સાયકોલોજીની આ બ્રાંચમાં ડિસિઝ ના ક્લિનિકલ ડાયગ્નોસીસ, એસેસમેન્ટ અને ટ્રીટમેન્ટ પર ફોકસ કરવામા આવે છે.

3. ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી 

આ બ્રાન્ચમા કોઈ પણ કંપનીમા કામ કરતા એમ્પ્લોય તેને લગતા પ્રિન્સિપલ્સ, ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટ અને તેને લગતા પ્રોબ્લેમ્સની સ્ટડી કરવામા આવે છે.

4. લીગલ સાઈકોલોજી 

જેમા કોઈ પણ લીગલ કાયદાકીય રીતે ક્લાયન્ટ કે ક્રિમિનલ્સ સાથે સાયકોલોજીકલ પ્રિન્સિપલ્સ અને સાયકોલોજીકલ ટેક્નિક્સ ની સ્ટડી કરવામા આવે છે. જેમા ક્રાઇમ ડિટેકશન, ફોલ્સ વિટનેસ જેવા લીગલ ઇસયુઝ ની સ્ટડી કરવામા આવે છે.

5. મીલીટરી સાયકોલોજી 

આમા મીલેટ્રી સર્વિસીસ વિશે સાયકોલોજીકલ પ્રિન્સિપલ્સ અને તેની સ્ટડી કરવામા આવે છે. જેમા યુદ્ધના સમયે સૈનિકો અને તેને લગતા બિહેવીયર  અને સાયકોલોજીકલ પ્રિન્સિપલ્સ ની સ્ટડી કરવામા આવે છે.

6. સ્કૂલ સાયકોલોજી 

સાયકોલોજી ની આ બ્રાન્ચમા સ્કૂલમા અભ્યાસ કરતા બાળકોના ઈમોશનલ,  સોશિયલ અને એકેડેમિક ને લગતા મુદ્દાઓનો સ્ટડી કરવામા આવે છે.

Que 2(b)Write the laws of effective learning.                      04 ઇફેક્ટિવ લર્નિંગ માટેના ફાયદાઓ લખો. 

લર્નિંગ એટલે કે વ્યક્તિના બિહેવિયર મા થતો કાયમી ફેરફાર જે કોઈપણ પ્રકારના પ્રેક્ટિસ અથવા અનુભવના પરિણામે જોવા મળે છે.

વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધીના સમયગાળા દરમિયાન તેના બિહેવિયર મા સતત અને સતત બદલાવ આવતા જાય છે અને ફેરફાર થતા જાય છે. આ બિહેવીયર ના ફેરફારને લર્નિંગ તરીકે ઓળખવામા આવે છે.

લર્નિંગ માટે નીચે મુજબના અમુક નિયમો કાયદાઓ છે.

લો ઓફ એક્સરસાઇઝ…

લર્નિંગ નો આ નિયમ જણાવે છે કે જો કોઈ પણ વ્યક્તિ કોઈ એક ને એક કાર્ય વારંવાર રીપીટ કરતો રહે તો તે સારામા સારી રીતે શીખી શકે છે એને લો ઓફ એક્સરસાઇઝ કહેવામા આવે છે.

લો ઓફ રેડીનેસ..

આમા વ્યક્તિને કોઈ પણ વસ્તુ શીખવા માટે તે માનસિક રીતે તૈયાર હોવો જરૂરી છે. જો તે પૂરેપૂરો સંપૂર્ણ માનસિક રીતે તૈયાર હશે તો જ તે કોઈ પણ વસ્તુ સારી રીતે શીખી શકશે જેને લો ઓફ રેડીનેસ કહેવામા આવે છે.

લો ઓફ ઇફેક્ટ..

લર્નિંગના આ કાયદામા કોઈપણ વ્યક્તિને કંઈ પણ વસ્તુ શીખવા માટે તેના ફળ સ્વરૂપે જો કોઈકને કોઈક બેનિફિટ આપવામા આવે તો તે કોઈ પણ વસ્તુ સારામા સારી રીતે શીખી શકે છે. દાખલા તરીકે બાળકને કોઈપણ કાર્યના પૂરા કરવા માટે તેને બેનિફિટ કે ગિફ્ટ રૂપે એક ચોકલેટ આપવામા આવે, તો તે સારામા સારી રીતે કાર્ય કરી શકશે.

લો ઓફ એટીટ્યુડ

કોઈપણ વસ્તુ શીખવા માટે વ્યક્તિનુ એટીટ્યુડ ખૂબ જ મહત્વનુ છે. જો તે વસ્તુ શીખવા માટે તે વ્યક્તિનુ પોઝિટિવ એટીટ્યુડ હશે તો તે કોઈ પણ વસ્તુ સારામા સારી રીતે શીખી શકે છે.

લો ઓફ એનાલોજી..

એનાલોજી ના કાયદામા લર્નિંગ માટે કોઈપણ વ્યક્તિના કોઈપણ વસ્તુ કરવા માટેના રિસ્પોન્સ એ તે બાબતના ભૂતકાળમા તેની સાથે જોડાયેલા પ્રયત્નો પર આધારિત હોય છે. જેમા કોઈપણ વ્યક્તિ ભૂતકાળમા તેની સાથે બનેલ બનાવવાના આધાર નવી કોઈ પણ સિચ્યુએશન પર કાર્ય કરે છે

લો ઓફ મલ્ટીપલ રિસ્પોન્સ.

લર્નિંગના આ કાયદા પ્રમાણે કોઈપણ નવી સિચ્યુએશન પ્રત્યે વ્યક્તિના રિસ્પોન્ડ પર તે વ્યક્તિએ કરેલા ઘણા બધા પ્રયત્નો અસર કરે છે અને તે ઘણા પ્રયત્નોમાથી છેલ્લે કોઈ પણ એક સાચો રિસ્પોન્સ જોવા મળે છે. 

OR

Que 2(a)Write the characteristics of urban community.              08 \ અર્બન કોમ્યુનિટી ની લાક્ષણીકતાઓ લખો.   

અર્બન કોમ્યુનિટી એટલે કે શહેરી વિસ્તારમા વસતા લોકોનો સમૂહ. આ લોકોનો સમૂહ એ ખૂબ જ વસ્તી ગીચતા ધરાવતા વિસ્તારમા રહેતા હોય છે.  આ વિસ્તારમા અમુક લાક્ષણીકતાઓ જોવા મળે છે જે નીચે મુજબ છે. 

અર્બન કોમ્યુનિટીમા ક્લાસની વહેંચણી અલગ અલગ રીતે થયેલી જોવા મળે છે એટલે કે લક્ઝરીયસ લાઈફ જીવતા લોકોનો અલગ સમૂહ તેમજ ગરીબ અને મધ્યમ વર્ગ ના વ્યક્તિઓ અલગ રીતે જીવતા હોય છે. બંને સમૂહના વ્યક્તિઓ વચ્ચે કોઈપણ પ્રકારનુ કોમ્યુનિકેશન હોતુ નથી.

અર્બન કોમ્યુનિટીના લોકોમા પ્રાઇમરી કોન્ટેક્ટ હોતો નથી તેઓની આસપાસ અથવા આજુબાજુના વાતાવરણમા વિસ્તારમા કયા લોકો રહે છે તે પણ તે લોકો જાણતા હોતા નથી.

આ કોમ્યુનિટીના લોકોમા મિકેનિકલ એટીટ્યુડ જોવા મળે છે એટલે કે આ લોકો શેટ મશીનરી જેવા ક્રાઈટેરિયામા જીવતા હોય છે. હ્યુમન બીઇંગસ  એટલે કે માનવજાત અને તેના પ્રત્યેની સેન્સેટિવિટી આ સમુદાયના લોકોમા ઓછી જોવા મળે છે.

અર્બન કોમ્યુનિટીના લોકોમા તેની આસપાસના લોકો, ગ્રુપ, કોમ્યુનિટી કે કોઈપણ ઓર્ગેનાઈઝેશન પ્રત્યે પોતાના પણા ની ભાવના ઓછી જોવા મળે છે.

આ કોમ્યુનિટીના લોકોમા અલગ અલગ જાતિ અને કલ્ચર ધરાવતા લોકો એક સાથે રહે છે અને તેઓ સાથે મળી નવા ટ્ર્રેટ નવુ કલ્ચર વિકસાવે છે.  તેઓમા કલ્ચર, ઓક્યુપેશન અને આઈડિયા એ એકબીજાથી ખૂબ જ અલગ અલગ હોય છે.

આ સમુદાયના લોકો સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરે છે. તે એકબીજા સાથે હળીમળીને રહેવાની ભાવના ધરાવતા હોતા નથી.

અર્બન કોમ્યુનિટીના લોકોમા પોતાના ડેઇલી લાઇફના રૂટીન એક્ટિવિટી દરમિયાન ખૂબ જ વધારે સ્પીડથી અને એનર્જી થી કામ કરતા હોવાના કારણે ખૂબ ત્રાસદાયક અને ટેન્શન તથા ઇન્સીક્યુરિટી વાળુ વાતાવરણ તેની આજુબાજુ એ જોવા મળે છે.

આ સમુદાયના લોકો ઓવર ક્રાઉડિંગ અને પોલ્યુશન વાળા વિસ્તારમા રહેતા હોવાના કારણે તથા તેની લાઈફ સ્ટાઈલ આ પ્રકારની હોવાના કારણે ઘણા ડીસીઝ તથા રોગોના શિકાર પણ બને છે.

Que 2(b) Explain Erikson’s psychosocial development of personality.    04 એરીક્શનના સાયકો સોશિયલ પર્સનાલિટી ડેવલોપમેન્ટ ના સ્ટેજિસ વિશે વિસ્તૃત લખો..

            એરીક્સ અને પર્સનાલિટી ના સાયકો સોશિયલ ડેવલપમેન્ટ માટેના આઠ સ્ટેજ આપેલા છે જે નીચે મુજબના છે.

1. ટ્રસ્ટ વર્સસ મિસ ટ્રસ્ટ.

આ સ્ટેજ એ જન્મથી 18 મહિના સુધીનુ સ્ટેજ છે. તેને ઇન્ફસન્સી સ્ટેજ પણ કહેવામા આવે છે. આ સ્ટેજ દરમિયાન બાળકના ટ્રસ્ટ ના ડેવલપમેન્ટ માટે મધર એ પ્રાઇમરી પર્સન છે.

મધર સાથેના રિલેશનશિપ થી બાળકને ટ્રસ્ટની લાગણી ડેવલપ થાય છે.

બાળક એ આ સમય દરમિયાન મધર સાથે સારું ફીલ કરે છે અને તેના સિવાયના કોઈપણ વ્યક્તિઓ પ્રત્યે અનસેફ ની લાગણી બાળક માજોવા મળે છે.

2. ઓટોનોમી વર્સસ  ડાઉટ.

આ સાઇકો સોશિયલ ડેવલપમેન્ટના અર્લી ચાઈલ્ડહૂડ નુ સ્ટેજ છે. જે 18 મહિનાથી ત્રણ વર્ષ સુધીનુ છે.

આ સમય દરમિયાન બાળકની મસક્યુલો સ્કેલેટલ  સિસ્ટમ અને નર્વસ સિસ્ટમ સારી રીતે ડેવલપ થાય છે. જેથી બાળક સારી સ્કિલ શીખે છે. મધર – ફાધરના કમાન્ડ ફોલો કરે છે. આ સમય દરમિયાન બાળક જો મધર ફાધર તરફથી મળતા કમાન્ડ ને ફોલો કરી શકે એ મુજબ એક્ટિવિટી કરી શકે તો બાળકની અંદર કોન્ફિડન્સ ડેવલપ થાય છે. જો બાળક આ એક્ટિવિટી હેન્ડલ કરી શકતુ ન હોય તો બાળકને પોતાના પ્રત્યે ડાઉટ કે સેમ ની ફીલિંગ થાય છે. આથી બાળકની નીડ ને રીસ્પેક્ટ મધર – ફાધર એ આપવી જરૂરી છે.

3. ઈનીસીએટીવ વર્સિસ ગીલ્ટ..

આ લેટ ચાઇલ્ડહુડ નો પિરિયડ છે. જે ત્રણ થી છ વર્ષના સમયગાળા દરમિયાન જોવા મળે છે.

આ સમય દરમિયાન બાળક પોતાની એક્ટિવિટી ઇન્ડિપેન્ડન્ટ રીતે કરવા નુ ડેવલપ કરે છે. તે ઘણી વસ્તુઓ કરવા માટે ટ્રાય કરે છે અને ઈનીસીએટીવ લે છે.  જો બાળક આ એક્ટિવિટી પોઝિટિવલી કરી અને સક્સેસ જાય તો તે બાળકની અંદર કોન્ફિડન્સ ડેવલપ કરે છે અને મધર ફાધર એ તેને એન્કરેજ કરવુ જરૂરી છે.  જેથી બાળકના બિહેવિયરનુ આઉટપુટ સારુ મળી શકે. જો બાળકને આ એક્ટિવિટી કરવાથી અટકાવવામા આવે તો તેને પનીસમેન્ટ કે ગિલ્ટ ની લાગણી જોવા મળે છે. બાળકના નોર્મલ સાયકો સોશિયલ ડેવલપમેન્ટ માટે આ નુકસાનકારક બાબત છે.

4. ઇન્ડસ્ટ્રી વર્સીસ ઈન્ફીયારીટી..

આ સ્કૂલ એજ નો સમયગાળો છે. જે બાળકમા 6  થી 12 વર્ષ ની એજ દરમિયાન જોવા મળે છે.

આ સમય દરમિયાન બાળકને ખૂબ જ ઇન્ડિપેન્ડન્ટ રીતે એક્ટિવિટી કરી પોતાની સ્કિલ ડેવલપ કરે છે અને કોઈ પણ સ્કીલ કે કાર્ય પૂરુ કર્યા બાદ તેને એ કમ્પ્લીસમેન્ટ કે બીજાઓ તરફથી એન્કરજમેન્ટની જરૂર હોય છે. આ બાબત તેને કોન્ફિડન્સ પણ આપે છે. જો કોઈ પણ કાર્ય કરવામા ફેલ જાય તો તેના ઇન્ટર પર્સનલ રિલેશનશિપ સારા રેહતા નથી  અને ઇન્ફીઆરીટી બાળક મા જોવા મળે છે.

5. આઇડેન્ટિટી વર્સસ રોલ કન્ફ્યુઝન.

આ એડોલેશન્ટ નુ સ્ટેજ છે. 12 થી 20 વર્ષના સમયગાળા દરમિયાન આ સ્ટેજ જોવા મળે છે.

આ સમય દરમિયાન પ્યુબર્ટી ને લગતા ચેન્જીસ જોવા મળે છે. સેક્સ્યુઅલ બિહેવિયર ને લગતા ચેન્જીસ જોવા મળે છે તથા સોશિયલ અને ઈમોશનલ લાઈફ પર ઘણા ફેરફારો જોવા મળે છે. આ સમય દરમિયાન બાળકને ગાઈડન્સ અને સુપરવિઝન ની જરૂર હોય છે જેથી તેને તેનો રોલ આઇડેન્ટીફાય કરવામા મદદ મળે છે. જો આ સમય દરમિયાન બાળકને પુરતો સપોર્ટ નહી મળે તો પોતે પોતાના રોલ બાબતે કન્ફ્યુઝન અનુભવશે.

6. ઇન્ટીમશી વર્સસ આઈસોલેશન..

આ સમયને સામાન્ય રીતે ૨૦ થી ૩૦ વર્ષની એજ ના સમય તરીકે ઓળખવામા આવે છે.

આ સમયગાળો એ વ્યક્તિ ની સોસાયટીમા પોતાની ઈમેજ બનાવવાનો અને પોતાનુ સ્થાન ડેવલપ કરવાનો હોય છે. જેની અંદર જોબ, ફેમિલી અને વ્યક્તિઓ સાથેના સોશિયલ સંબંધોનો સમાવેશ થાય છે. જો આ બાબતે વ્યક્તિ સારી રીતે ડેવલપ થઈ શકે તો પોતે કોન્ફિડન્સ મેળવે છે અને પોતે સારું ફિલ કરે છે પરંતુ જો આ સમય દરમિયાન કોઈ પણ પ્રોબ્લેમ જોવા મળે છે તો વ્યક્તિ આઇસોલેશન ની ફીલિંગ ડેવલપ કરે છે અને તેના પર્સનાલિટી નોર્મલ ડેવલપ થઈ શકતી નથી.

7. જનરેટિવિટી વર્સસ સ્ટેગ્નેશન 

તે એડલ્ટહુડ નો સમયગાળો છે. તે 30 થી 65 વર્ષ સુધીનો જોવા મળે તો સમય છે.

આ સમયગાળા દરમિયાન નુ મુખ્ય કાર્ય એ આગળની જનરેશન ના વેલ્ફેરને રીલેટેડ હોય છે જેમા બીજી પેઢીમા વ્યક્તિ વર્ક, શિક્ષણ, કલ્ચર તથા સ્પિરિચ્યુઅલ દરેક બાબતેના વિચારો અમલમા મૂકે છે. જો આ બાબતોનુ ટાસ્ક અચિવ થાય તો વ્યક્તિમા પોઝિટિવ પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય છે. પરંતુ જો તે તેમા નિષ્ફળ જાય તો વ્યક્તિમા સ્ટેગ્નેશન ની લાગણી ઉત્પન્ન થાય છે.

8. ઈગો ઈન્ટિગ્રીટી વર્સેસ ડિસપેઇર.

આ સમયગાળો એ 65 વર્ષથી મૃત્યુ ન થાય ત્યા સુધીની ઓલ્ડ એજ નો સમયગાળો છે. આ સમય દરમિયાન વ્યક્તિની એબિલિટી ઘટે છે તથા તેના ગોલ ખૂબ જ મર્યાદિત હોય છે. પોતે ભૂતકાળમા જે બાબતો વિશે સફળ રહ્યા નથી તે બાબતોના કારણો શોધવાનો પ્રયત્ન કરે છે.

આ સમય દરમિયાન તેની શારીરિક હેલ્થ નબળી પડે છે. તેની ઇકોનોમી પર પણ અસર જોવા મળે છે.

આ સમય દરમિયાન પોતે પોતાના લાઇફના પોઝિટિવ અને નેગેટિવ બંને પાસાઓ વિશે વિચારે છે. જો પોઝિટિવ ફીલીંગ ડેવલપ કરે તો તેને સેન્સ ઓફ ડીગ્નીટી ડેવલપ થાય છે અને જો નેગેટિવ સેન્સ ડેવલપ કરે તો એંગર, ડિપ્રેશન,  લોનલીનેસ વગેરે જેવી બાબતોની પર્સનાલિટી ડેવલપ થઈ શકે છે.

Que 3 Write short answer (any two) ટૂંકમાં જવાબ લખો. (કોઈપણ બે)

(a)Write down the characteristics of mentally healthy person. મેન્ટલી હેલ્થી વ્યક્તિનાં લક્ષણો જણાવો                             6+6=12          

            માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિઓની લાક્ષણિકતા લખો.

માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ એ પોતાની અંદરના કોન્ફલીકટ કે પોતાની સાથેના તનાવ થી ફ્રી હોય છે.

તે પોતાની જાતને કમ્ફર્ટેબલ ફીલ કરે છે.

તે સમજે છે કે પોતે એક જરૂરિયાત સભર વ્યક્તિ છે અને બીજા દ્વારા ગમતી વ્યક્તિ છે.

તે દરરોજનુ હેલ્ધી રૂટીન મેન્ટેઇન કરી શકે છે તથા ખોરાક, આરામ, ફિઝિકલ એક્ટિવિટી તથા પોતાનુ હાયજીન યોગ્ય રીતે મેન્ટેન કરી શકે છે.

તે બીજાના હકો અને જરૂરિયાતો સમજે છે.

તે જિંદગીમા પોતાની જરૂરિયાતો ને ઓળખવામા તેમજ તેને પૂરી કરવા માટે કેપેબલ હોય છે.

તે બીજા વ્યક્તિઓ સાથે સારા રિલેશન તેમજ કોમ્યુનિકેશન રાખી શકે છે.

તે સારી રીતે એકજેસ્ટ કરી શકતી હોય છે. પોતા સાથે અને અન્ય વ્યક્તિઓ સાથેના પોતાના સંબંધને સારી રીતે એડજસ્ટ કરી શકે છે.

તે બીજાઓ દ્વારા કરવામા આવતા ક્રિટીસિઝમને સ્વીકારી શકે અને ઈઝીલી અપસેટ ન થઈ શકે તેવા ગુણ ધરાવે છે.

તે રોજબરોજની જિંદગીમા આવતા ફર્સ્ટ્રેશન્સ અને ડીસઅપોઇન્ટમેન્ટ ને સહન કરી અને આગળ વધી શકે છે.

તે પોતાની આઈડેન્ટિટી, સેલ્ફ રિસ્પેક્ટ, સેન્સ ઓફ સિક્યોરિટી ને હંમેશા સર્ચ કરતો રહે છે અને પોતાની એબિલિટીમા તેને વિશ્વાસ હોય છે.

તેને પોતાની સ્ટ્રેન્થ અને વિકનેશ નુ ભાન હોય છે તેમજ બીજા દ્વારા સ્વીકારી શકાય તેવુ વર્તન કરે છે.

તે બીજાને રિસ્પેક્ટ આપે છે અને અન્ય લોકો તરફથી રિસ્પેક્ટ પણ મેળવે છે.

તેનો પોતાનો જાત તરફનો કંટ્રોલ અને બેલેન્સ સારુ હોય છે. જેથી તે તાર્કિક અને ઈમોશનલ રીતે એકજેસ્ટમેન્ટ કરી શકે છે. તે પ્રોબ્લેમ ફેસ કરે છે અને પ્રોબ્લેમ ને ઇન્ટેલિજન્ટસી ના ઉપયોગ દ્વારા સોલ્વ કરે છે. તેમજ રોજબરોજના સ્ટ્રેસ અને એન્ઝાઈટી સામે તાલ મિલાવવાનો ગુણ ધરાવે છે.

તે પોતાના વાતાવરણ તથા ડેઈલી એક્ટિવિટીમા આવતા નવા ફેરફારોને સ્વીકારે છે અને તેની સાથે તાલ મિલાવે છે.

Que 3(b ) Write down the difference between joint family and nuclear family.                                                                                      સંયુકત કુટુંબ અને વિભકત કટુંબ વચ્ચેનો તફાવત લખો.

(આ તફાવત ની જેમ બંને બાજુ લખવો )

ન્યુક્લિયર ફેમિલી મધર, ફાધર અને તેના બાયોલોજીકલ કે એડપટિવ કરેલા બાળકો દ્વારા બને છે.

જોઈન્ટ ફેમિલી એ ત્રણ કે ત્રણ કરતા વધારે જનરેશનના લોકો એક સાથે એક ઘરમા રહેવાથી બને છે. જેમા ફાધર, ગ્રાન્ડફાધર, અંકલ, આંટી, કઝિન્સ અને એના બાળકો નો સમાવેશ થાય છે.

ન્યુક્લિયર ફેમિલીમા ફેમિલી નાનુ હોવાના લીધે બધાની જરૂરિયાત પ્રત્યે પૂરતુ ધ્યાન આપી શકાય છે.

જોઈન્ટ ફેમિલીમા ફેમિલી મેમ્બર ની સંખ્યા વધારે હોવાના કારણે દરેક પ્રત્યે પૂરતુ અને સરખું ધ્યાન આપી શકાય ન હોય એવું પણ બને.

ન્યુક્લિયર ફેમિલીમા બાળકોનુ એકલા રહેવાના કારણે સોશિયલાઈઝેશન અને પર્સનલ ડેવલોપમેન્ટ યોગ્ય થઈ શકતુ નથી. 

જોઈન્ટ ફેમિલીમા બાળકનુ સોશિયલાઈઝેશન અને પર્સનલ ડેવલપમેન્ટ ખૂબ સારુ થાય છે.

ન્યુક્લિયર ફેમિલીમા મધર ફાધરની ઇન્કમ અને તેની પ્રોપર્ટી પર તેનો અને તેના બાળકોનો અધિકાર હોય છે.

જોઈન્ટ ફેમિલીમા ઇન્કમ એ દરેક વ્યક્તિઓ વચ્ચે વેચાયેલી હોય છે અને પ્રોપર્ટી દરેકના ભાગે સરખી વેચાયેલી હોય છે ફેમિલી હેડ એ દરેકનુ મેન્ટેનન્સ કરે છે.

કોઈપણ મુશ્કેલીના સમયમા ન્યુક્લિયર ફેમિલીમા વ્યક્તિ ને સામાજિક અને આર્થિક રીતે સપોર્ટ મળતો નથી.

જોઈન્ટ ફેમિલીમા કોઈપણ મુશ્કેલીના સમયમા દરેક વ્યક્તિનો સામાજિક અને આર્થિક સપોર્ટ મળી રહે છે.

ન્યુક્લિયર ફેમિલીમા રીસ્પોન્સીબિલિટી વધારે વ્યક્તિઓ વચ્ચે વહેંચી શકાતી નથી જેથી સ્ટ્રેસ અને ફર્સ્ટ્રેશન જોવા મળી શકે છે.

જોઇન્ટ ફેમિલીમા રિસ્પોન્સિબિલિટી દરેક વ્યક્તિઓ વચ્ચે વહેંચાયેલી હોય છે જેથી સ્ટ્રેસ ફર્સ્ટ્રેશન વધારે જોવા મળતા નથી.

ન્યુક્લિયર ફેમિલી માં બાળકના ગ્રોથ અને ડેવલપમેન્ટ, તેનુ લર્નિંગ અને તેની પ્લે એક્ટિવિટી પર મધર અને ફાધર એ જ પૂરતુ ધ્યાન રાખવુ પડે છે જેથી બાળકોમા પૂરતું ગ્રોથ અને ડેવલપમેન્ટ સરળતાથી જોવા મળતું નથી.

જોઇન્ટ ફેમિલીમા બાળક બધા સાથે રહેતુ હોવાના કારણે ગ્રોથ ડેવલપમેન્ટ, લર્નિંગ, પ્લે એક્ટિવિટી વગેરે જેવા તમામ આસ્પેક્ટ પર બાળકનુ ડેવલપમેન્ટ સારુ જોવા મળે છે.

ન્યુક્લિયર ફેમિલી ઇકોનોમિકલ રિતે સ્વતંત્ર હોય છે જેથી તે ઇકોનોમિકલ સ્ટેબિલિટી ધરાવે છે.

જોઈન્ટ ફેમિલીમા કમાતા અને ન કમાતા વ્યક્તિઓ વચ્ચે ઇકોનોમિકલ સ્ટેબિલિટી જળવાતી નથી.

Que 3(c) Explain in detail the functions of family. કુટુંબનાં કાર્યો વિસ્તૃતમાં જણાવો. 

          ફેમિલીના મહત્વના કાર્યોને એસેન્સીયલ અને નોન એસેન્સીયલ એમ બે ભાગમા  વિભાજિત કરવામા આવે છે.

એસેન્સીયલ ફંકશન્સ ઓફ ધ ફેમીલી..

       જેમા પુરુષ અને સ્ત્રીના મેરેજ થયા પછી સેક્સ્યુઅલ રિલેશનશિપ અને સેક્સ ડીઝાયર નુ સેટિસફાઇ થવુ  એ મુખ્ય ફંક્શન છે.

       ફેમિલીમા સેક્સ્યુઅલ રિલેશન થી પોતાના બાળકો ઉત્પન્ન કરવા એ કાર્ય છે તથા આ બાળકોનુ ફેમિલી મેમ્બર દ્વારા ઉછેર યોગ્ય રીતે કરવો એ મુખ્ય કાર્ય છે.

     ફેમિલીમા દરેક સભ્યોને પોતાનુ ઘર પૂરુ પાડવુ એ મુખ્ય કાર્ય ફેમિલી મેમ્બરના હેડનુ છે દરેક સભ્યોએ ઘરમા સલામત અને શાંતિથી રહેતા હોય એ ફેમિલી નુ મુખ્ય ફંક્શન છે.

ફેમિલીમા રહેતા દરેક સભ્યો એ પરસ્પર સોશિયલાઈઝેશનની ભાવનાથી રહે, દરેક એકબીજાના મોરલ અને સોશિયલ વેલ્યુને સમજે દરેક વચ્ચે લવ અને અફેકશન યોગ્ય રીતે જળવાઈ રહે એ ફેમિલી નુ એસેન્સીયલ ફંક્શન છે.

નોન એસએનસીયલ ફંકશન ઓફ ધ ફેમિલી..

ફેમિલીમા દરેક વ્યક્તિઓને પોતાનુ સ્ટેટસ અને તેની ફેમિલીમા યોગ્ય પોઝીશન હોવી જરૂરી છે. જેથી તે પોતાની લાઈફ રિસ્પેક્ટ ફૂલી જીવી શકે અને તે સામાજિક ઓળખ માટેનો એક માધ્યમ પણ છે.

ફેમિલી નુ ઇકોનોમિકલ ફંકશન એ ખૂબ જરૂરી છે. જેમા દરેક સભ્યોએ ઇકોનોમિકલ ડેવલપમેન્ટ કરવુ તથા ફેમિલીમા રહેતા દરેક વ્યક્તિઓની જરૂરિયાત પૂરી કરવી એ ખૂબ અગત્યનુ ફંક્શન છે.

ફેમિલી મેમ્બર્સ અને તેના બાળકો માટે એજ્યુકેશનલ ફંકશન એ પણ ખૂબ જ જરૂરી છે. સમાજમા રહેવા, ગ્રો થવા અને કંઈક શીખવા માટે દરેકને એજ્યુકેશન મળવુ એ ખૂબ જ જરૂરી અને કમ્પલસરી છે.

ફેમિલીમા દરેક સભ્યોનુ હેલ્થ અને મેડિકલ સ્ટેટસ જાળવવુ એ પણ ખૂબ અગત્યનુ ફંક્શન છે. જેમા માંદગી ના સમય દરમિયાન ફેમિલી મેમ્બરને સારવાર કરાવડાવી તેમજ તેનુ આરોગ્ય સારુ રહે તે માટે ફેમિલી મેમ્બર નુ આરોગ્ય લક્ષી ફંક્શન ખૂબ જ જરૂરી છે.

ફેમિલીમા રહેતા દરેક સભ્યોની રીક્રીએશનલ નીડ પૂરી થવી જરૂરી છે. જેથી ફેમિલીમા માસ મીડિયા, ટેલિવિઝન કે અન્ય રીક્રિએશનલ ટૂલ નો ઉપયોગ કરી રીક્રિએશનલ એક્ટિવિટી કરવી જરૂરી છે. બાળકોને રીક્રીએશન માટે ટોયઝ તેને ગમતી વસ્તુઓ અને એક્ટિવિટી ફેમિલી મેમ્બર દ્વારા પૂરી થવી જરૂરી છે.

ફેમિલી દ્વારા તેની એક પેઢીમાંથી બીજી પેઢીમા રિલિજિયસ અને કલ્ચરના ટ્રાન્સમિશન થવુ જરૂરી છે. જેમા તે કલ્ચર, રિલિજિયસ અને તમામ સિદ્ધાંતો એક પેઢીમાંથી બીજી પેઢીમા ટ્રાન્સફર કરે છે. 

આ ઉપરાંત દરેક ફેમિલી મેમ્બરને પોતાનુ હેલ્થ અને હાઈજિન જાળવવા માટે સગવડતાઓ પૂરી પાડવી તેમજ તેના સારા અને ન્યુટ્રીટીવ ખોરાક માટેની જરૂરીયાતો પૂરી થવી જરૂરી છે.

Que 4(a)Principles of perception-પરસેપ્શનનાં સિધ્ધાંતો.                   04

પર્સેપ્શન ના સિદ્ધાંતો લખો..

પરસેપ્શન ના સિદ્ધાંતો એ જે Gestaltists દ્વારા આપવામાં આવેલા છે.

પર્સેપ્શનના ના સિદ્ધાંતો દ્વારા કોઈપણ વસ્તુને સંપૂર્ણ સમજવી જરૂરી છે. જેથી તે વ્યક્તિ તે વસ્તુની ફિઝિકલી ઇન્ફોર્મેશન ને સાયકોલોજીકલ ઇન્ફોર્મેશન મા સારી રીતે કન્વર્ટ કરી શકે છે. 

પર્સેપ્શન ના સિદ્ધાંતો નીચે મુજબ છે.

1. ફિગર ગ્રાઉન્ડ રિલેશનશિપ.

આમા કોઈપણ સ્ટીમ્યુલેશન સારી રીતે સમજવા માટે કોઈપણ ફિગર અને તેની પાછળનુ બેકગ્રાઉન્ડ એ તેના તરફ નો સંપૂર્ણ સમજ આપવા માટે ખૂબ જ અગત્યનુ છે.

2. પ્રિન્સિપલ ઓફ ક્લોઝર.

જેમાં કોઈપણ વસ્તુના ઇમ્પલસીસ અથવા સ્ટીમ્યુલેશન સારી રીતે સમજવા માટે તે વસ્તુને નજીકથી જોવાની અને તેને અમુક ભાગ મા સમજવાને બદલે પૂરા કન્સેપ્ટ થી સમજવાની જરૂર હોય છે.

3. પ્રિન્સિપાલ ઓફ ગ્રૂપિંગ.

આ પર્સેપ્શનના પ્રિન્સિપલ મુજબ કોઈપણ વસ્તુ કે સ્ટીમ્યુલાઇ એ કોઈ ગ્રુપમા સારી રીતે ઓર્ગેનાઈઝ થયેલી હોય અને કોઈ એક ચોક્કસ મિનિંગ આપતી હોય તેના માટે પરસેપ્શન યોગ્ય હોવું જરૂરી છે. તેમા ગ્રુપમાં ગોઠવાયેલી વસ્તુઓની સાઈઝ, કલર અને ગોઠવણી એ કોઈપણ મિનિંગ સમજવા માટે ખૂબ જ અગત્યની બને છે.

4. પ્રિન્સિપલ ઓફ કોન્ટ્રાસટ.

પર્સેપ્શન ના આ પ્રિન્સિપાલ મુજબ કોઈપણ વસ્તુ કે સ્ટીમ્યુલેશન ના બેકગ્રાઉન્ડ કે તેની આજુબાજુ એ કઈ વસ્તુ રહેલી છે તે કઇ સાઈઝ અને કલર ધરાવે છે તેના આધારે તે વસ્તુનુ પરસેપ્શન થાય છે.

5. પ્રિન્સિપલ ઓફ ગુડ ફિગર. 

જ્યારે કોઈપણ વ્યક્તિને કોઈ પણ અવ્યવસ્થિત એરેન્જમેન્ટ જોવા મળતી હોય છે તો તેના પર્સેપ્શન મુજબ તે તેને એક સારી ફિગરમા રૂપાંતર કરી અને પરસીવ કરે છે. 

દાખલા તરીકે જ્યારે કોઈ પણ વ્યક્તિને અવ્યવસ્થિત શેપમા વાદળ જોવા મળે છે ત્યારે તે તેને ધ્યાનથી પરસીવ કરી એક સારી ફિગરના શેપમા પરસીવ કરે છે.

6. પ્રિન્સિપાલ ઓફ મુવમેન્ટ.

આમા કોઈ પણ વસ્તુ અને તેનુ બેકગ્રાઉન્ડ એ મૂવમેન્ટ સાથે જોડાયેલા હોય તો કોઈપણ એક ની મૂવમેન્ટ થવાના કારણે બીજાની એ સ્થિર હોવા છતા પણ તેની મૂવમેન્ટ થતી હોય તેવુ જોવા મળે છે. 

દાખલા તરીકે હલન ચલન કરતા બેકગ્રાઉન્ડ ની આગળ કોઈ સ્થિર વસ્તુ બતાવવામા આવે તો તે વસ્તુ હલનચલન કરતી હોય તેવી ભ્રમણા થાય છે.

Que 4(b)  Frustration – હતાશા 04

ફર્સ્ટ્રેશન

ફસ્ટ્રેશન એ લેટિન ભાષાનો શબ્દ ફસ્ટ્રા ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે. જેનો અર્થ ઓબસ્ટ્રક એટલે કે અવરોધ આવવો અથવા બ્લોક થવુ તેવો થાય છે.

વ્યક્તિને પોતાના જીવનમા કોઈ ગોલ કે કોઈ મોટીવેશન હોય છે તે જ્યારે સરળતાથી પૂર્ણ થતા નથી અથવા તો તે મેળવવામા કોઈ અડચણ ઊભી થાય ત્યારે વ્યક્તિની ડિઝાયર બ્લોક થવાના કારણે આ ફર્સ્ટ્રેશન જેવી ફીલિંગ ઉત્પન થાય છે.

લાઈફ એ ફર્સ્ટ્રેશનથી ભરેલી હોય છે દરેક વ્યક્તિના જીવનમા નાના નાની અડચણો તેમજ અમુક મોટા પ્રોબ્લેમ્સ ડે ટુ ડે લાઇફમા આવતા હોય છે. કોઈ પણ કાર્ય પૂર્ણ ના થવાના કારણે તે ફર્સ્ટ્રેશનની ફિલિંગ ઉત્પન કરે છે. આ ડિપ્રેશન ની ફિલિંગ એન્ઝાઈટી તરફ લઈ જાય છે. ફર્સ્ટ્રેશનને નેગેટિવ ફીલિંગ પણ કહેવામાં આવે છે.

 કોઈપણ વસ્તુ ન મળવા કે ન પૂરી થવાના લીધે જે ડિપ્રેશિવ ફિલિંગ ઉત્પન્ન થાય છે તે ફીલિંગ ને ફર્સ્ટ્રેશન કહેવામા આવે છે.

સોર્સીસ ઓફ ફસ્ટ્રેશન નીચે મુજબ છે.  

1. પર્સનલ ઈનએડિકન્સીસ..

વ્યક્તિ પોતે કોઈપણ જરૂરિયાત મેળવવા માટે ગોલ સેટ કરે છે. આ ગોલ જ્યારે પર્સનલ ખામીઓના કારણે પૂરો થતો નથી અથવા પહોંચી વાળાતુ  નથી ત્યારે સહેલાઈથી ફસ્ટ્રેશન ઉદ્ભવે છે.

જ્યારે કોઈપણ વ્યક્તિ ફિઝિકલી હેન્ડીકેપડ હોય તો ત્યારે આ ખામીના કારણે તે અમુક ડિઝાયરેબલ ગોલ પૂરા કરી શકતા નથી અને તેના કારણે ફર્સ્ટ્રેશન અનુભવાય છે.

2. ઇન્ટર્નલ સોર્સીસ… 

જ્યારે વ્યક્તિ પોતાની આંતરિક ખામીઓ ના કારણે કોઈ ચોક્કસ ગોલ કે કાર્ય પૂરુ કરી શકતા નથી ત્યારે ફર્સ્ટ્રેશન આવે છે. જેમ કે લેક ઓફ કોન્ફિડન્સ,  ફિયર કે એન્ઝાઈટીના લીધે કોઈપણ ગોલ ઍચિવ ન કરી શકાણો હોય તો એના કારણે પણ ફસ્ટ્રેશન ઉદભવે છે.

બોડી નુ ઇન્ટર્નલ મિકેનિઝમ એ ડિઝાયરેબલ ગોલ પૂરો કરવા માટે કેપેબલ ન હોય ત્યારે આ પ્રકારના ફર્સ્ટ્રેશન ઉત્પન્ન થાય છે.

3. એક્સટર્નલ સોર્સ..

એક્સટર્નલ સોર્સીસ એ કોઈપણ કાર્ય પૂરુ કરવા માટે જ્યારે અડચણરૂપ બને ત્યારે વ્યક્તિમા ફર્સ્ટ્રેશનની લાગણી જોવા મળે છે. જેમકે ફિઝિકલ કન્ડિશન,  વરસાદ, ટ્રાફિક, ભૂકંપ, ઘોંઘાટ વગેરે જેવા બાહ્ય પરિબળો એ કોઈપણ કાર્ય પૂરુ કરવામા જ્યારે અડચણરૂપ બને છે ત્યારે ફર્સ્ટ્રેશન આવે છે. આ પરિબળોના લીધે ફર્સ્ટ્રેશન આવવાનુ મુખ્ય કામ મુખ્ય કારણ ટાઈમ મેનેજમેન્ટ એ યોગ્ય સમયમા થઈ શકતો નથી. જેના લીધે ડિઝાયરેબલ  ગોલ પૂરો કરી શકાતો નથી. આ એક્સટર્નલ સોર્સીસ માટે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ ખૂબ જ જવાબદાર હોય છે.

4. કોન્ફ્લિકટ ના કારણે પણ ફર્સ્ટ્રેશન આવે છે.

જેમ કે જ્યારે કોઈપણ વ્યક્તિએ કોઈ ગોલ સેટ કરેલો હોય અને તે ગોલ માટે કોઈપણ મોટીવેશન કાર્ય કરતુ હોય છે. આ મોટીવેશનમા જ્યારે કોઈ પણ બીજી મોટીવેશન ભડે છે ત્યારે વ્યક્તિને કોનફ્લીક્ટ સર્જાય છે અને આ કોનફ્લેક્ટ ના કારણે ફર્સ્ટ્રેશન આવે છે.

Que 4(c) Types of society-સમાજનાં પ્રકારો 04

સોસાઇટી ના ટાઈપ લખો. 

સોસાઇટી એટલે કે કોમ્યુનિટી  જેમા લોકો એક ચોક્કસ જીયોગ્રાફીકલ એરિયામા રહેતા હોય.  તે કોઈ ચોક્કસ લાક્ષણિકતાઓ ધરાવતા હોય, કોઈ ચોક્કસ કલ્ચર અને રિલિજિયન ને ફોલો કરતા હોય, તેઓની વચ્ચે ઇન્ટર પર્સનલ રિલેશનશિપ ગોઠવાયેલી હોય, કોમન ભાષા નો યુઝ કરતા હોય અને કોમન ઇન્ટરેસ્ટ અને વેલ્યુ જોવા મળતા હોય એવા સમુદાયના લોકોને જ્યા રેહતા હૉય તેને કોમ્યુનિટી અથવા સોસાઇટી કહેવામા આવે છે.

સોસાઇટી  ના બે ભાગ પાડવામા આવે છે.

1. અર્બન સોસાઇટી.

જે લોકો શહેરી વિસ્તારમા રહેતા હોય તેવા લોકોના સમૂહને અર્બન કોમ્યુનિટી કહેવામા આવે છે. અર્બન કોમ્યુનિટી એટલે કે શહેરી વિસ્તારમા વસતા લોકોનો સમૂહ. આ લોકોનો સમૂહ એ ખૂબ જ વસ્તી ગીચતા ધરાવતા વિસ્તારમા રહેતા હોય છે.  આ વિસ્તારમા શહેરીકરણના લીધે અમુક સામાન્ય સમસ્યાઓ જોવા મળે છે, જે નીચે મુજબ છે.

અર્બન કોમ્યુનિટીમા ક્લાસની વહેંચણી અલગ અલગ રીતે થયેલી જોવા મળે છે એટલે કે લક્ઝરીયસ લાઈફ જીવતા લોકોનો અલગ સમૂહ તેમજ ગરીબ અને મધ્યમ વર્ગ ના વ્યક્તિઓ અલગ રીતે જીવતા હોય છે. બંને સમૂહના વ્યક્તિઓ વચ્ચે કોઈપણ પ્રકારનુ કોમ્યુનિકેશન હોતુ નથી.

અર્બન કોમ્યુનિટીના લોકોમા પ્રાઇમરી કોન્ટેક્ટ હોતો નથી તેઓની આસપાસ અથવા આજુબાજુના વાતાવરણમા વિસ્તારમા કયા લોકો રહે છે તે પણ તે લોકો જાણતા હોતા નથી.

આ કોમ્યુનિટીના લોકોમા મિકેનિકલ એટીટ્યુડ જોવા મળે છે એટલે કે આ લોકો શેટ મશીનરી જેવા ક્રાઈટેરિયામા જીવતા હોય છે. હ્યુમન બીઇંગસ  એટલે કે માનવજાત અને તેના પ્રત્યેની સેન્સેટિવિટી આ સમુદાયના લોકોમા ઓછી જોવા મળે છે.

અર્બન કોમ્યુનિટીના લોકોમા તેની આસપાસના લોકો, ગ્રુપ, કોમ્યુનિટી કે કોઈપણ ઓર્ગેનાઈઝેશન પ્રત્યે પોતાના પણા ની ભાવના ઓછી જોવા મળે છે.

આ કોમ્યુનિટીના લોકોમા અલગ અલગ જાતિ અને કલ્ચર ધરાવતા લોકો એક સાથે રહે છે અને તેઓ સાથે મળી નવા ટ્ર્રેટ નવુ કલ્ચર વિકસાવે છે.  તેઓમા કલ્ચર, ઓક્યુપેશન અને આઈડિયા એ એકબીજાથી ખૂબ જ અલગ અલગ હોય છે.

આ સમુદાયના લોકો સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરે છે. તે એકબીજા સાથે હળીમળીને રહેવાની ભાવના ધરાવતા હોતા નથી.

અર્બન કોમ્યુનિટીના લોકોમા પોતાના ડેઇલી લાઇફના રૂટીન એક્ટિવિટી દરમિયાન ખૂબ જ વધારે સ્પીડથી અને એનર્જી થી કામ કરતા હોવાના કારણે ખૂબ ત્રાસદાયક અને ટેન્શન તથા ઇન્સીક્યુરિટી વાળુ વાતાવરણ તેની આજુબાજુ એ જોવા મળે છે.

આ સમુદાયના લોકો ઓવર ક્રાઉડિંગ અને પોલ્યુશન વાળા વિસ્તારમા રહેતા હોવાના કારણે તથા તેની લાઈફ સ્ટાઈલ આ પ્રકારની હોવાના કારણે ઘણા ડીસીઝ તથા રોગોના શિકાર પણ બને છે.

2.રૂરલ સોસાઇટી  

જે લોકો ટ્રાયબલ એરિયા કે ગામડામા રહેતા હોય તેવા લોકોના સમૂહને રૂરલ કોમ્યુનિટી કહેવામા આવે છે. રૂરલ કોમ્યુનિટી એ વિલેજમા રહે છે અને તે ઓછી પોપ્યુલેશન ધરાવે છે.  ત્યાંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતીવાડી હોય છે. તે સૌથી જૂનામા જૂની કોમ્યુનિટી વસાહત છે.

અર્બન અને રૂરલ કોમ્યુનિટીના લોકો પોતપોતાની અલગ વિશેષતાઓ ધરાવે છે.

રૂરલ કોમ્યુનિટી ની લાક્ષણિકતાઓ..

રૂરલ એરિયામા રહેતા લોકો વચ્ચે એકતાની ભાવના હોય છે. ગામડામા રહેતા દરેક ફેમિલી મેમ્બર્સ એ સુખ અને દુઃખમા સાથે રહે અને એકબીજા સાથે સહકારની ભાવનાથી રહે છે.

રૂરલ કોમ્યુનિટી મા રહેતા લોકો એકબીજાને સારી રીતે ઓળખે છે અને એકબીજા સાથે ખૂબ જ સારા સોશિયલ રિલેશનશિપ ધરાવે છે.

રૂરલ કોમ્યુનિટી ના લોકો વચ્ચેનુ કલ્ચર એકસરખુ હોય છે અને તે દરેક એ કોમન કસ્ટમ, ટ્રેડિશન અને સોસીયલ બિહેવિયર ધરાવતા હોય છે.

આ કોમ્યુનિટીના લોકો એ કોઈપણ કાર્ય ની અંદર સહકારની ભાવના ધરાવે છે અને આસપાસના લોકો સાથે ક્લોઝ રિલેશનશિપ ધરાવે છે. મુખ્યત્વે આ લોકો જોઈન્ટ ફેમિલીમા રહેતા હોય છે.

રૂરલ કોમ્યુનિટીના લોકોમા લીટ્રસી લેવલ એટલુ વધારે ન હોય તેઓ મુખ્યત્વે ખેતીવાડી વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. સોસિયલ એક્ટિવિટી અને રીલીજીયસ એક્ટિવિટી કરતા હોય છે અને ધાર્મિક કાર્યો ખૂબ જ સારા પ્રમાણમા કરે છે.

તેઓ ખૂબ જ મહેનતુ હોય છે ત્યાંના આસપાસના લોકો એ ખૂબ જ સારી હોસ્પિટલિટી ધરાવે છે. લોકોને આવકારે છે. એકબીજા સાથે હળીમળી અને સારી ભાવનાથી રહે છે. દરેક લોકો બીજા લોકોની મોરલ વેલ્યુ સમજે છે.

અહીંના લોકોને લીડ કરતા ગવર્નિંગ બોડી તરીકે ત્યાંના જ સભ્યો ચૂંટાયેલા હોય છે અને તે ગામડાના લોકોના સારા માટે કાર્યકર્તા હોય છે.

અહીંના લોકો વધારે એજ્યુકેટેડ હોતા નથી જેથી મુખ્યત્વે ખેતીવાડી સાથે જોડાયેલા હોય છે જેથી ગરીબી અને ઇલીટ્રસી નુ પ્રમાણ રૂરલ કોમ્યુનિટીમા વધારે જોવા મળે છે.

Que 4(d) Uses of sociology in nursing profession- નર્સિંગ પ્રોફેશનમાં સોશિયોલોજીનું મહત્વ 04

નર્સિંગ પ્રોફેશનમા સોશિયોલોજી નુ મહત્વ લખો. 

સોસાયટી તથા સોસાયટીમા રહેતા લોકોના સાયન્ટિફિક સ્ટડી માટે ખૂબ જ અગત્યની બ્રાન્ચ છે.

નર્સિંગ પ્રોફેશનમા પેશન્ટ, પેશન્ટની સારવાર તથા હોસ્પિટલ અને હેલ્થ કેર ટીમને લગતા ઘણા મુદ્દાઓ માટે સોશિયોલોજીના અભ્યાસનુ મહત્વ ખૂબ જ રહેલુ  છે.

પેશન્ટ ના કલ્ચરને અને તેની સોશિયલ લાઈફને સમજવામા સોશિયોલોજી એ હોસ્પિટલ સ્ટાફને ખૂબ જ મહત્વનુ છે.

સોસાયોલોજીના અભ્યાસ દ્વારા અલગ અલગ લોકોના અલગ અલગ ધર્મો અને તેની કાસ્ટ અને કોમ્યુનિટી વિશે વિવિધતા જાણવા મળે છે.

પેશન્ટની સારવાર દરમિયાન તેને લગતા રીતરિવાજો અમુક માન્યતાઓ વગેરેને સારવાર દરમિયાન ધ્યાનમા રાખી સારવાર પૂરી પાડી શકાય છે.

સોશિયોલોજીના અભ્યાસ દ્વારા વ્યક્તિઓ વચ્ચે કોઑપરેશન તેમજ ટીમની ભાવના જળવાઈ રહે છે. નર્સ તરીકે હોસ્પિટલમા પેશન્ટ સાથે કામ કરતી વખતે સોશિયોલોજીના અભ્યાસ દ્વારા ટીમ સ્પિરિટ અને કોઓપરેશન મેળવી શકાય છે.

સોશિયોલોજીના અભ્યાસ દ્વારા પેશન્ટની ટ્રીટમેન્ટ, તેની રિકવરી તેમજ તેને અપાતી અલગ અલગ પ્રકારની નર્સિંગ કેર મા પણ સોશિયલ રિલેશનશિપ સારી રીતે જાળવી શકાય છે અને દર્દીનો કોન્ફિડન્સ જીતી શકાય છે.

કોમ્યુનિટીમા કામ કરતી વખતે સોશ્યોલોજીના અભ્યાસ દ્વારા કોમ્યુનિટી,  અને ત્યા રહેતા લોકો ના કલ્ચર અને તેના નોલેજ વિશે માહિતી મેળવવાથી તેની સાથે પ્રિવેન્ટીવ સર્વિસીસ મા પણ સોશ્યોલોજીનુ ખૂબ જ મહત્વ રહેલુ છે.

સોશિયોલોજીના અલગ અલગ બ્રાન્ચ ના વિકાસ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ નર્સિંગ,  પબ્લિક હેલ્થ નર્સિંગ જેવા અલગ અલગ નર્સિંગ ના આસ્પેકટ મા પણ સોશ્યોલોજીનુ ખૂબ મહત્વ રહેલુ છે.

સોસીયોલોજી ના અભ્યાસ દ્વારા ટ્રીટમેન્ટ દરમિયાન ઊભા થતા સોશિયલ પ્રોબ્લેમ્સ ને સમજી અને તેનુ સમાધાન કરી શકાય છે જેથી સારી ટ્રીટમેન્ટ દર્દીને આપી શકાય છે.

આમ સોસીયોલોજી ના અભ્યાસ દ્વારા ઉચ્ચ ગુણવત્તા સભર પેશન્ટ કેર આપી શકાય તેમજ પેશન્ટ નુ પાર્ટિસિપેશન પણ યોગ્ય મેળવી શકાય છે.

Que 5 નીચે ની વ્યાખ્યા લખો.  12 

(a)Psychology- સાયકોલોજી..                                        

સાયકોલોજી શબ્દ એ બે ગ્રીક શબ્દો થી બનેલો છે. સાયકી અને લોગસ.  ઈસ. 1590 સુધી સાઈકી શબ્દોનો અર્થ સાઉલ અથવા આત્મા અથવા સ્પિરિટ થતો હતો અને લોજી શબ્દનો અર્થ સ્ટડી કરવુ એવો થાય છે. અહી સાઉલ (soul) શબ્દ એ ખૂબ જ વિશાળ અર્થમા લેવામા આવ્યો હતો. તેથી પાછળથી સોલ (soul) ને બદલે માઈન્ડ શબ્દનો ઉપયોગ કરવામા આવ્યો હતો.

19 મી સદીના અંત સુધીમા વિલિયમ વુડટ એ માઈન્ડ ને બદલે બિહેવિયર શબ્દનો ઉપયોગ કર્યો એટલે નવી વ્યાખ્યા મુજબ સાયકોલોજી એટલે કે હ્યુમન બિહેવિયર ના સાયન્ટિફિક સ્ટડીને સાયકોલોજી કહેવામા આવે છે.

વિલિયમ વુડટ ફાધર ઓફ સાયકોલોજી તરીકે પણ ઓળખવામા આવે છે.

મેન્ટલ પ્રોસેસ અને બિહેવિયરના સાયન્ટિફિક સ્ટડીને સાયકોલોજી કહેવામા આવે છે. આમા માઈન્ડનો સ્ટડી તેમજ તે કેવી રીતે કાર્ય કરે છે તેનો સ્ટડી પણ કરવામા આવે છે.

(b) Sociology -સોશિયોલોજી

સોશિયોલોજી એટલે શું?

સોસિયોલોજી એ બે શબ્દોનો બનેલો શબ્દ છે સોસાયટસ જે  લેટિન ભાષાનો શબ્દ છે. તેનો અર્થ સોસાયટી એવો થાય છે. લોજી એ ગ્રીક ભાષાનો શબ્દ લોગોસ ઉપરથી લોજી શબ્દ ઉતરી આવ્યો છે લોજીનો અર્થ અભ્યાસ કરવો અથવા સ્ટડી કરવી એવો થાય છે. 

સોશ્યોલોજી એટલે કે સાયન્ટિફિક સ્ટડી ઓફ ધ સોસાયટી એટલે કે સોસાયટીમા રહેલા માણસો નો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવો તેને સોશિયોલોજી કહેવામાં આવે છે.

(c) Illusion-ભ્રમણા 

ઇલ્યુઝન..

ઇલ્યુઝન ને રોંગ પર્સેપ્શન તરીકે ઓળખવામા આવે છે.

જેમા વ્યક્તિ બાહ્ય વાતાવરણ મા કોઈ સ્ટીમ્યુલેશન મેળવે છે તેને તેના બદલે તેના જેવુ જ કંઈક બીજુ ઇન્ટરપ્રિટેશન થાય છે. નોર્મલ વ્યક્તિઓ ને પણ ક્યારેક જોવા મળે છે. એક્સટર્નલ એન્વાયરમેન્ટમા સ્ટીમ્યુલેશન હોય છે પરંતુ વ્યક્તિ તે તેને ખોટી રીતે પર્સીવ કરે છે. દાખલા તરીકે અંધારામા દોરડાને સાપ સમજવો.

(d) Family- કુટુંબ 

ફેમિલી 

ફેમિલી એ દુનિયામા સૌથી નાનામા નાનુ એક સોશિયલ ગ્રુપ છે. તે એક અગત્યનુ પ્રાઇમરી ગ્રુપ છે. ફેમિલી ની અંદર હસબન્ડ વાઈફ મેરેજ દ્વારા જોડાય છે અને તેના બાળકો હોય અથવા ન પણ હોય આ રીતે ફેમિલી નુ નિર્માણ થાય છે.

દુનિયામા દરેક જગ્યાએ ફેમિલી હોય જ છે. ફેમિલી વિનાનો કોઈ સમાજ હોતો નથી.

આ ફેમિલી મેમ્બરના દરેક સભ્યો વચ્ચે ખૂબ સારી રિલેશનશિપ હોય છે.

ફેમિલી એ સોસાયટીનુ પાયાનુ યુનિટ છે.

ફેમિલીમા સાથે રહેતા સભ્યો એ પેઢી દર પેઢી પોતાના કસ્ટમ્સ અને રીલીજીયસ પ્રમાણે તેના બાળકોને આગળની જનરેશનમા દરેક ગુણ પસાર કરે છે.

ફેમિલી શબ્દ એ રોમન શબ્દ ફેમ્યુલસ પરથી આવેલો છે જેનો મતલબ સેવા થાય છે.

ફેમિલી ની ડેફીનેશન જેમા ફેમિલી એ એક બાયોલોજીકલ સોશિયલ યુનિટ છે. જે હસબન્ડ, વાઈફ અને ચિલ્ડ્રન દ્વારા તૈયાર થાય છે.

કોઈપણ ફેમિલી એ પુરુષ અને સ્ત્રી દ્વારા મેરેજ ના યુનિયન દ્વારા લીગલી કન્સ્ટ્રક્ટ થાય છે. જે લોકો એક કોમન પ્લેસ પર રહે છે. તેઓના બાળકો હોય છે અથવા તો તેઓ બાળકો એડપટ કરે છે. ફેમિલીમા રહેતા દરેક સભ્યો વચ્ચે સારી સોશિયલ રિલેશનશિપ હોય છે. તે એકબીજાથી એકદમ નજીક રીતે જોડાયેલા હોય છે. આ ફેમિલીના દરેક સભ્યો વચ્ચે એક કોમન ગોલ હોય છે. ઘરની દરેક ચીજ વસ્તુઓ તે કોમનલી શેર કરતા હોય છે. સાથે રહેતા અને સાથે જમતા હોય છે. આ ફેમિલી મેમ્બરના દરેક સભ્યો વચ્ચે સ્ટ્રોંગ ઈમોશનલ બોન્ડ હોય છે.

(e) Attention-ધ્યાન 

અટેન્શન..

અટેન્સન એટલે કે કોઈ એક ચોક્કસ સમયે પિરિયડ દરમિયાન કોઈ વ્યક્તિ ઓબ્જેક્ટ કે એક્ટિવિટી તરફ ફોકસ કરવાની ક્ષમતા.

વ્યક્તિ પોતાના કોન્સિયસનેસ ના કાર્ય દ્વારા એન્વાયરમેન્ટ માથી અલગ અલગ પ્રકારના ઈમ્પલસીસ મેળવે છે. જે આપણા બ્રેઇન ઉપર અસર કરે છે અને આપણે આજુબાજુના વાતાવરણથી અવેર થઈએ છીએ.

એટેન્શન એ એક કોમ્પ્લેક્સ પ્રોસેસ છે. જેમા આપણી આજુબાજુના વાતાવરણ મા બનતી ક્રિયા પર આપણે ચોક્કસ સમય માટે ફોકસ રાખી તેમાથી અલગ અલગ પ્રકારના સ્ટીમ્યુલેશન મેળવીએ છીએ. દાખલા તરીકે કોઈ વસ્તુ જોઈએ છીએ, કોઈ વસ્તુ સાંભળીએ છીએ. 

વાતાવરણમા બનતી અલગ અલગ ક્રિયાઓ થી આપણે એક સાથે અવેર થઈ શકીએ છીએ પરંતુ ફોકસ કોઈપણ એક ક્રિયા ઉપર વધારે કરી શકાય છે.

તેથી કોઈપણ એક જ સમયે કોઈ એક જ ક્રિયા પર ફોકસ કરવાની ક્રિયાને એટેન્શન કહેવામા આવે છે.

(f) Group- જૂથ 

ગ્રુપ..

માનવી એક સામાજિક પ્રાણી છે. તે એકલો રહેવા માટે ટેવાયેલો નથી. હંમેશા તેના સ્વસ્થ અને સારા રહેવા માટે ગ્રુપની જરૂર હોય છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે બીજા વ્યક્તિઓ સાથે જોડાયેલો હોય છે.

ગ્રુપ એટલે કે એક કે તેથી વધુ વ્યક્તિઓ કોઈ સમાન ધ્યેય કે સમાન જરૂરિયાતોને સંતોષવા માટે પરસ્પર સહકાર કરે અને એક જૂથમા જોડાય ત્યારે તેને ગ્રુપ કહેવામા આવે છે.

સોસાયટીમા જે લોકોનો ઇન્ટ્રેસ્ટ સરખો હોય તેવા લોકો સમાન ગોલ પૂરો કરવા માટે ગ્રુપમા કાર્ય કર્તા હોય છે આ ગ્રુપ એ પોતાની અલગ લાક્ષણિકતાઓ ધરાવતું હોય છે.

(g) Marriage-લગ્ન 

મેરેજ 

મેરેજ એ એક એવો પ્રોસેસ છે કે જેના દ્વારા વ્યક્તિ એટલે કે મેલ અને ફીમેલ જોડાય અને પોતાના ફેમિલી નુ નિર્માણ કરી બાળકો નો જન્મ અપાવી શકે છે.

આપણા સમાજમા અર્બન, રૂરલ, મોડર્ન, ટ્રાઇબલ અલગ અલગ જુદા જુદા કલ્ચર અને જુદા જુદા એરિયામા મેરેજ ના અલગ અલગ સ્વરૂપો જોવા મળે છે.

મેરેજમા સ્ત્રી અને પુરુષ એકબીજા સાથે પતિ પત્ની દ્વારા જોડાય છે અને એક સ્ટેબલ રિલેશનશિપની સમાજમા સ્વીકારાયેલા ફોર્મ મા શરૂઆત કરે છે.

મેરેજને વ્યાખ્યાઇત કરવા માટે જેમા મેરેજ એ સોશિયલ એપ્રૂડ પેટર્ન છે જેમા બે કે બે કરતા વધારે વ્યક્તિઓ જોડાઈ અને ફેમિલી બનાવે છે.

મેરેજ એ સ્ત્રી અને પુરુષ વચ્ચેનુ એક સ્ટેબલ જોડાણ છે. જે તેઓને પતિ પત્ની તરીકેનુ લીગલ સ્ટેટસ આપે છે અને તે સમાજ અને કાયદા દ્વારા સ્વીકારાયેલુ જોડાણ છે. મેરેજ ના માધ્યમથી જોડાયેલા પતિ પત્ની દ્વારા થયેલા બાળકો ને કાયદાકીય રીતે સમાજ દ્વારા માન્યતા આપવામા આવે છે.

Q-6(A) Fill in the blanks-ખાલી જગ્યા પુરો.

  1. A man marries only one women is called_________
    એક પુરૂષ એક સ્ત્રીની સાથે લગ્ન કરે તેને મોનોગામી કહે છે.

2.______consists of husband, wife and their offspring
ન્યૂક્લિયર ફેમિલી માં પતિ, પત્નિ તથા બાળનો સમાવેશ થાય છે.

  1. 1Q more than 140 is called__________
    આઈ.કયુ ૧૪૦ કરતાં વધારે હોય તેને જિનિયસ કહે છે.
  1. _______is the father of sociology.
    ઓગસ્ટી કૉમટે સોશિયોલોજીના પિતા તરીકે ઓળખાય છે.
  1. The study of population is called________
    પોપ્યુલેશન ના સ્ટડી ને ડેમોગ્રાફી કહેછે.

(B) True or False-ખરા ખોટા જણાવો 05

1.Punishment for demanding dowry is imprisonment for six months.
દહેજનાં ગુના માટે જેલવાસ 10 મહિના માટે થાય છે. ❌

2 Personality is dynamic in nature. પર્સનાલીટી એ સ્વભાવે ડાયામિક છે.

3. Head of the family in matriarchal family is the mother. માતૃસત્તાક પરિવારમા કુટુંબ ના વડા માતા છે.

4. Superego is referred as ‘Pleasure Principle’ સુપરેગોને એ આનંદ સિધ્ધાંત” છે.

5. Child labour is prohibited. બાળ મજૂરી પર પ્રતિબંધ છે. ✅

C. Match the following-જોડકા જોડો 05

(A) Freedom of Speech-વાણી સ્વતંત્રતા (A) Strong feeling-મજબુત લાગણી

(B) Emotion- લાગણી (B) A forbidden thing-પ્રતિબંધિત વસ્તુ

(C) Prostitution (C) Time saving-સમય બસત

(D) Taboo -તબૂ (D) Fundamental Right-મુલભૂત અધિકાર

(E) Habit-આદત (E) Unemployment-બેરોજ ગારી

(F) Social Problem-સામાજિક તકલીફ

A – D

B – A

C – F

D – B

E – C

💥☺☺☺ALL THE BEST ☺☺☺💥💪

નોંધ :-MCQ ANSWER APP ની યુનિક પેટર્ન માં બંને ભાષા માં આગળ paper solution /click here ની નીચે આપેલા છે. ” અ ” પર ક્લિક કરવાથી ભાષા ચેન્જ થશે.

IF ANY QUERY OR QUESTION,REVIEW-KINDLY WATSAPP US No. – 84859 76407

Published
Categorized as GNM FY BEHAVIOUR PAPER, Uncategorised