skip to main content

GNM FY BEHAVIOUR SCIENCE-2019 

GNC PAPER 2019

Que1(a) What is attitude? એટીટ્યુડ એટલે શુ? 03

એટીટ્યુડ એટલે કોઈપણ સિચ્યુએશન મા વ્યક્તિ ને કોઈપણ એક પર્ટિક્યુલર મેનરમા વર્તન કરવાની કે રીએક્ટ કરવાની રીતને તેના તરફનો તેનો એટીટ્યુડ કહેવામા આવે છે.

વ્યક્તિના બિહેવિયરને તેની માન્યતા મુજબ તેના વર્તન ને તે વ્યક્તિનો જે તે વસ્તુ કે સિચ્યુએશન તરફનો એટીટ્યુડ કહી શકાય છે.

એટીટ્યુડ પોઝિટિવ નેગેટિવ કે ન્યુટ્રલ હોઈ શકે છે.

Que1(b) How attitude is formed? એટીટ્યુડ કેવી રીતે ફોર્મ થાય છે? 04

વ્યક્તિને તેના આજુબાજુના વાતાવરણમાથી જે કોઈ પણ અનુભવ થાય છે તે અનુભવ એ તેના તે વસ્તુ કે સિચ્યુએશન પ્રત્યેના એટીટ્યુડ ને ઉત્પન્ન થવા માટે અગત્યના છે. આ એટીટ્યુડ ઉત્પન્ન થવા માટે નીચે મુજબના પરિબળો ખૂબ જ અગત્યના હોય છે.

ફેમિલી..

એટીટ્યુડ ઉત્પન્ન થવા માટે ફેમિલી એ ખૂબ જ અગત્યનુ પરિબળ છે.  ફેમિલીમા વ્યક્તિ પોતાનો ખૂબ મોટો સમય ગાળે છે અને પેરેન્ટ્સ તથા અન્ય બીજા સભ્યો દ્વારા કોઈપણ વસ્તુ કે વ્યક્તિઓ માટેની તેને માહિતી મળે છે. આ માહિતીના આધારે જે તે વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે તેનો એટીટ્યુડ ઉત્પન્ન થાય છે. આ એટીટ્યુડ નેગેટીવ પોઝિટિવ કે ન્યુટ્રોન હોઈ શકે છે.

પિયર્સ..

આમા વ્યક્તિ ને તેની સરખી ઉંમરના વ્યક્તિ, મિત્રો, પાડોશીઓ, વગેરે સાથે સમય પસાર કરવાથી તેના દ્વારા માહિતી મળે છે. તેના કોન્ટેક્ટમા આવવાથી કોઇપણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યેની આ માહિતી તેનો એટીટ્યુડ ડેવલપ કરવામા મદદ કરે છે.

કન્ડિશન..

વ્યક્તિની આસપાસનુ વાતાવરણ તેના એટીટ્યુડ ને ડેવલપ કરવામા ખૂબ અગત્યનો રોલ પ્લે કરે છે. વ્યક્તિ પોતે જે તે સિચ્યુએશન માથી પસાર થાય છે અથવા કોઈપણ સિચ્યુએશનમા એડજસ્ટ થાય છે તેમાથી તેનો પોઝિટિવ કે નેગેટિવ એટીટ્યુડ જે તે સિચ્યુએશન પ્રત્યે તૈયાર થાય છે. કોઈપણ કન્ડિશન વ્યક્તિ માટે જો હકારાત્મક અનુભવ આપતી હોય તો તે વ્યક્તિ માટે તે કન્ડિશનનો અનુભવ પોઝિટિવ હોય છે. જો આ કન્ડિશન નકારાત્મક અનુભવ આપે તો નેગેટીવ એટીટ્યુડ પણ ડેવલપ થઈ શકે છે.

ઇન્સ્ટ્રક્શન..

કોઈપણ વ્યક્તિ તરફથી જ્યારે કોઈપણ વ્યક્તિ કે વસ્તુ તરફ ની કોઈ પણ ઇન્સ્ટ્રક્શન કે સમજ આપવામા આવે ત્યારે તે વ્યક્તિ કે વસ્તુ તરફ નેગેટિવ કે પોઝિટિવ એટીટ્યુડ ઉત્પન્ન થાય છે. આ એટીટ્યુડ એ આપણી સમજણ શક્તિ પર પણ આધારિત હોય છે.

ઈમીટેશન..

આ કોઈપણ વસ્તુ શીખવા માટે ખૂબ જ અગત્યનું છે. જ્યારે કોઈ પણ  બાળક તેની આજુબાજુ પેરેન્ટ્સ પાસેથી કોઈપણ વસ્તુ કોપી કરવાનો પ્રયત્ન કરે છે અને તે મુજબ વર્તન કરવાનો પ્રયત્ન કરે છે. જે તેનો એટીટ્યુડ ડેવલપ કરવામા મદદ કરે છે.

ઓબ્ઝર્વેશન..

જ્યારે કોઈપણ વ્યક્તિ તેની આજુબાજુના વ્યક્તિ કે વસ્તુ નુ ઓબ્ઝર્વેશન કરે છે ત્યારે તેના કોઈપણ વર્તનથી તે પ્રભાવિત થાય છે અને તેના લીધે તેના એટીટ્યુડમા પણ પરિવર્તન આવે છે.

આ ઉપરાંત ઘણા સોશિયલ અને ઇકોનોમિકલ સેક્ટર્સ એટીટ્યુડ ને ડેવલપ કરવા માટે ખૂબ જ અગત્યના છે. પડોશીઓ, સ્કૂલનુ વાતાવરણ, ફ્રેન્ડ્સ,  સોશિયલ મીડિયા તેમજ અન્ય બાબતો એ એટીટ્યુડ ના ડેવલપમેન્ટ માટે ખૂબ જ અગત્ય ના છે. 

Que1(c) How will nurse change the negative attitude of patient into a positive one? નર્સ કેવી રીતે દર્દીના નેગેટિવ એટીટ્યુડ ને પોઝિટિવ એટીટ્યુડ માં ફેરવશે? 05

હોસ્પિટલમા દર્દી સાથે કામ કરતી વખતે નર્સનો એટીટ્યુડ એ દર્દી પર ખૂબ જ અગત્યની અસર ઉત્પન્ન કરે છે. નર્સનો પોઝિટિવ એટીટ્યુડ એ દર્દીના એટીટ્યુડ ને ચેન્જ કરવા માટે તેમજ પોઝિટિવ એટીટ્યુડ મા કન્વર્ટ કરવા માટે ખૂબ જ અગત્ય નો છે.

કોઈપણ વ્યક્તિના એટીટ્યુડમા બદલાવ લાવવો એ મુશ્કેલ કામ છે પરંતુ તે પોઝિટિવ એટીટ્યુડ અને પ્રોપર કોમ્યુનિકેશન દ્વારા ચેન્જ લાવી શકાય છે.

નર્સ દ્વારા દર્દીના નેગેટિવ એટીટ્યુડ ને બદલવા માટે સારુ કોમ્યુનિકેશન કરી શકે તે માટે સારા કોમ્યુનિકેટર તરીકે ના ગુણો હોવા જોઈએ.

જેમા નર્સ એ દર્દીના એટીટ્યુડ ને બદલવા માટેના ઇન્ટેન્શન એ તેના પ્રોબ્લેમ પર ફોકસ કરતા હોવા જોઈએ. કોમ્યુનિકેશન દરમિયાન દર્દીની લાઈકસ તેમજ કોમ્યુનિકેશનને અસર કરતા પરિબળો વિશે નર્સ જાણતી હોવી જોઈએ.

નર્સ એ દર્દીના એટીટ્યુડ ને રિસ્પેકટ આપવી જોઈએ અને તેને સ્વીકારવામા પણ મદદ કરવી જોઈએ.

નર્સ એ દર્દીના એટીટ્યુડ બદલવા માટે તેને સતત નવી ઇન્ફોર્મેશન થી માહિતગાર કરવો જરૂરી છે. નવી ઇન્ફોર્મેશન આપવાના લીધે પણ તેના એટીટ્યુડમા ચેન્જ આવી શકે છે.

નર્સ એ હોસ્પિટલમા માસ મીડિયાનો ઉપયોગ કરી તેમજ રોલ પ્લે નો ઉપયોગ કરી અને દર્દીના મિસ કન્સેપશનને ઇમ્પ્રુવ કરવા માટે તથા તેના એટીટ્યુડ ને ચેન્જ કરવા માટે મદદ કરવી જોઈએ. 

એટીટ્યુડ બરાબર ન હોય તો તેનુ કારણ શોધવુ જોઈએ અને આ કારણ જાણ્યા બાદ દર્દીના એટીટ્યુડ ને બદલવામા મદદરૂપ થવું જોઈએ.

OR

Que1(a) What is sociology? સોશિયોલોજી એટલે શું? 03

સોસિયોલોજી એ બે શબ્દોનો બનેલો શબ્દ છે સોસાયટસ જે  લેટિન ભાષાનો શબ્દ છે. તેનો અર્થ સોસાયટી એવો થાય છે. લોજી એ ગ્રીક ભાષાનો શબ્દ લોગોસ ઉપરથી લોજી શબ્દ ઉતરી આવ્યો છે લોજીનો અર્થ અભ્યાસ કરવો અથવા સ્ટડી કરવી એવો થાય છે. 

સોશ્યોલોજી એટલે કે સાયન્ટિફિક સ્ટડી ઓફ ધ સોસાયટી એટલે કે સોસાયટીમા રહેલા માણસો નો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવો તેને સોશિયોલોજી કહેવામાં આવે છે.

સોસાયટીનુ બેઝિક કમ્પોનન્ટ એ સોસાયટીના લોકો વચ્ચેનુ કલ્ચર અને તેનુ સ્ટ્રક્ચર રહેલું છે.

સોશિયોલોજી એ કોઈપણ વ્યક્તિનુ સમાજમા રહેલા વ્યક્તિઓ વચ્ચે ના બિહેવીયર નો અભ્યાસ કરે છે.

Que1(b) Write the scope of sociology. સોશિયોલોજીના સ્કોપ લખો.. 04

સોશિયલજી એ ખૂબ જ ઝડપથી વિકાસ થતો સબ્જેક્ટ છે. જે સોસાયટીમા માનવીના સોશિયલ લાઈફના જુદા જુદા તબક્કાના અભ્યાસ માટે ખૂબ જ ઝડપથી વિકાસ પામી રહ્યો છે.

સોશિયોલોજીમા નીચે મુજબના સબ ડિવિઝન નો વિકાસ થઈ રહ્યો છે.

સોશિયલ મોર્ફોલોજી.

આમા લાઈફનો જીયોગ્રાફીકલ સ્ટડી કરવામા આવે છે તથા પોપ્યુલેશનના પ્રોબ્લેમ્સ નો પણ અભ્યાસ કરવામા આવે છે.

સોશિયલ ફિજિયોલોજી

આ સોશિયલ ફેક્ટ્સ સાથે ડીલ કરતી એક સોસીલોજીની બ્રાન્ચ છે. જેમા ધર્મ, મોરલ, નીતિ નિયમો, ભાષા વગેરેનો સોશિયોલોજીના આસ્પેકટ  પર અભ્યાસ કરવામા આવે છે.

જનરલ સોશ્યોલોજી.

જેમા સોસાયટી અને તેમા રહેતા વ્યક્તિના રિલેશનશિપ વિશે ના જનરલ કેરેક્ટરિસ્ટિક્સનો અભ્યાસ કરવામા આવે છે.

રૂરલ સોશ્યોલોજી.

જેમા રૂરલ એરીયા સંબંધિત સોશિયોલોજી નો અભ્યાસ કરવામા આવે છે.

ઇન્ડસ્ટ્રીયલ સોશ્યોલોજી.

ઇન્ડસ્ટ્રી તેમજ ઇન્ડસ્ટ્રીમા કામ કરતા તથા ત્યા વસવાટ કરતા વ્યક્તિઓ ને  સંબંધિત સોશ્યોલોજીનો સ્ટડી કરવામાં આવે છે.

અર્બન સોસિયોલોજી.

અર્બન એરિયામા રહેતા વ્યક્તિઓ અને તેની સોસાયટી ના સાયન્ટિફિક અભ્યાસનો એમા સમાવેશ કરવામા આવે છે.

એજ્યુકેશનલ સોસ્યોલોજી.

આમા સોસાઇટી ના લોકો મા એજ્યુકેશન સંબંધિત બાબતોનો સાયન્ટિફિક સ્ટડી કરવામા આવે છે.

ઓક્યુપેશનલ સોશિયોલોજી.

આમા સોસાયટીમા રહેલા લોકો અને તેના જુદા જુદા ઓક્યુપેશન ને સંબંધિત સોસિયોલોજીનો અભ્યાસ કરવામા આવે છે.

કલ્ચરલ સોસીયોલોજી.

આમા સોસાયટીમા રહેતા અલગ અલગ વ્યક્તિ અને તેના અલગ અલગ કલ્ચરને સંબંધિત સાયન્ટિફિક સ્ટડી કરવામા આવે છે.

પોલિટિકલ સોશિયોલોજી.

આમા અલગ અલગ પોલિટિકલ ગ્રુપ તેમજ પોલિટિકલ એક્ટિવિટી સંબંધિત સાયન્ટિફિક સ્ટડી કરવામા આવે છે.

આ ઉપરાંત સોશિયોલોજી મા મેડિકલ સોશ્યોલોજી, મિલિટરી સોશ્યોલોજી, સોશ્યોલોજી ઓફ ફેમિલી તેમજ વિવિધ અલગ અલગ સોસિયોલોજી ની બ્રાન્ચીસ નો સાયન્ટિફિક સ્ટડી કરવામા આવે છે.

Que 1(c) Write importance of Sociology in Nursing Profession. 05 નર્સિંગ વ્યવસાયમાં સોશીયોલોજી ન મહત્વ લખો.

નર્સિંગ પ્રોફેશનમા સોશિયોલોજી નુ મહત્વ લખો. 

સોસાયટી તથા સોસાયટીમા રહેતા લોકોના સાયન્ટિફિક સ્ટડી માટે ખૂબ જ અગત્યની બ્રાન્ચ છે.

નર્સિંગ પ્રોફેશનમા પેશન્ટ, પેશન્ટની સારવાર તથા હોસ્પિટલ અને હેલ્થ કેર ટીમને લગતા ઘણા મુદ્દાઓ માટે સોશિયોલોજીના અભ્યાસનુ મહત્વ ખૂબ જ રહેલુ  છે.

પેશન્ટ ના કલ્ચરને અને તેની સોશિયલ લાઈફને સમજવામા સોશિયોલોજી એ હોસ્પિટલ સ્ટાફને ખૂબ જ મહત્વનુ છે.

સોસાયોલોજીના અભ્યાસ દ્વારા અલગ અલગ લોકોના અલગ અલગ ધર્મો અને તેની કાસ્ટ અને કોમ્યુનિટી વિશે વિવિધતા જાણવા મળે છે.

પેશન્ટની સારવાર દરમિયાન તેને લગતા રીતરિવાજો અમુક માન્યતાઓ વગેરેને સારવાર દરમિયાન ધ્યાનમા રાખી સારવાર પૂરી પાડી શકાય છે.

સોશિયોલોજીના અભ્યાસ દ્વારા વ્યક્તિઓ વચ્ચે કોઑપરેશન તેમજ ટીમની ભાવના જળવાઈ રહે છે. નર્સ તરીકે હોસ્પિટલમા પેશન્ટ સાથે કામ કરતી વખતે સોશિયોલોજીના અભ્યાસ દ્વારા ટીમ સ્પિરિટ અને કોઓપરેશન મેળવી શકાય છે.

સોશિયોલોજીના અભ્યાસ દ્વારા પેશન્ટની ટ્રીટમેન્ટ, તેની રિકવરી તેમજ તેને અપાતી અલગ અલગ પ્રકારની નર્સિંગ કેર મા પણ સોશિયલ રિલેશનશિપ સારી રીતે જાળવી શકાય છે અને દર્દીનો કોન્ફિડન્સ જીતી શકાય છે.

કોમ્યુનિટીમા કામ કરતી વખતે સોશ્યોલોજીના અભ્યાસ દ્વારા કોમ્યુનિટી,  અને ત્યા રહેતા લોકો ના કલ્ચર અને તેના નોલેજ વિશે માહિતી મેળવવાથી તેની સાથે પ્રિવેન્ટીવ સર્વિસીસ મા પણ સોશ્યોલોજીનુ ખૂબ જ મહત્વ રહેલુ છે.

સોશિયોલોજીના અલગ અલગ બ્રાન્ચ ના વિકાસ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ નર્સિંગ,  પબ્લિક હેલ્થ નર્સિંગ જેવા અલગ અલગ નર્સિંગ ના આસ્પેકટ મા પણ સોશ્યોલોજીનુ ખૂબ મહત્વ રહેલુ છે.

સોસીયોલોજી ના અભ્યાસ દ્વારા ટ્રીટમેન્ટ દરમિયાન ઊભા થતા સોશિયલ પ્રોબ્લેમ્સ ને સમજી અને તેનુ સમાધાન કરી શકાય છે જેથી સારી ટ્રીટમેન્ટ દર્દીને આપી શકાય છે.

આમ સોસીયોલોજી ના અભ્યાસ દ્વારા ઉચ્ચ ગુણવત્તા સભર પેશન્ટ કેર આપી શકાય તેમજ પેશન્ટ નુ પાર્ટિસિપેશન પણ યોગ્ય મેળવી શકાય છે.

Que 2(a) Write laws of learning and factors affecting on learning 08 લર્નિંગ માટેના કાયદાઓ લખો અને તેને અસર કરતા પરિબળો લખો.

લર્નિંગ એટલે કે વ્યક્તિના બિહેવિયર મા થતો કાયમી ફેરફાર જે કોઈપણ પ્રકારના પ્રેક્ટિસ અથવા અનુભવના પરિણામે જોવા મળે છે.

વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધીના સમયગાળા દરમિયાન તેના બિહેવિયર મા સતત અને સતત બદલાવ આવતા જાય છે અને ફેરફાર થતા જાય છે. આ બિહેવીયર ના ફેરફારને લર્નિંગ તરીકે ઓળખવામા આવે છે.

લર્નિંગ માટે નીચે મુજબના અમુક નિયમો કાયદાઓ છે.

લો ઓફ એક્સરસાઇઝ…

લર્નિંગ નો આ નિયમ જણાવે છે કે જો કોઈ પણ વ્યક્તિ કોઈ એક ને એક કાર્ય વારંવાર રીપીટ કરતો રહે તો તે સારામા સારી રીતે શીખી શકે છે એને લો ઓફ એક્સરસાઇઝ કહેવામા આવે છે.

લો ઓફ રેડીનેસ…

આમા વ્યક્તિને કોઈ પણ વસ્તુ શીખવા માટે તે માનસિક રીતે તૈયાર હોવો જરૂરી છે. જો તે પૂરેપૂરો સંપૂર્ણ માનસિક રીતે તૈયાર હશે તો જ તે કોઈ પણ વસ્તુ સારી રીતે શીખી શકશે જેને લો ઓફ રેડીનેસ કહેવામા આવે છે.

લો ઓફ ઇફેક્ટ..

લર્નિંગના આ કાયદામા કોઈપણ વ્યક્તિને કંઈ પણ વસ્તુ શીખવા માટે તેના ફળ સ્વરૂપે જો કોઈકને કોઈક બેનિફિટ આપવામા આવે તો તે કોઈ પણ વસ્તુ સારામા સારી રીતે શીખી શકે છે. દાખલા તરીકે બાળકને કોઈપણ કાર્યના પૂરા કરવા માટે તેને બેનિફિટ કે ગિફ્ટ રૂપે એક ચોકલેટ આપવામા આવે, તો તે સારામા સારી રીતે કાર્ય કરી શકશે.

લો ઓફ એટીટ્યુડ

કોઈપણ વસ્તુ શીખવા માટે વ્યક્તિનુ એટીટ્યુડ ખૂબ જ મહત્વનુ છે. જો તે વસ્તુ શીખવા માટે તે વ્યક્તિનુ પોઝિટિવ એટીટ્યુડ હશે તો તે કોઈ પણ વસ્તુ સારામા સારી રીતે શીખી શકે છે.

લો ઓફ એનાલોજી..

એનાલોજી ના કાયદામા લર્નિંગ માટે કોઈપણ વ્યક્તિના કોઈપણ વસ્તુ કરવા માટેના રિસ્પોન્સ એ તે બાબતના ભૂતકાળમા તેની સાથે જોડાયેલા પ્રયત્નો પર આધારિત હોય છે. જેમા કોઈપણ વ્યક્તિ ભૂતકાળમા તેની સાથે બનેલ બનાવવાના આધાર નવી કોઈ પણ સિચ્યુએશન પર કાર્ય કરે છે

લો ઓફ મલ્ટીપલ રિસ્પોન્સ..

લર્નિંગના આ કાયદા પ્રમાણે કોઈપણ નવી સિચ્યુએશન પ્રત્યે વ્યક્તિના રિસ્પોન્ડ પર તે વ્યક્તિએ કરેલા ઘણા બધા પ્રયત્નો અસર કરે છે અને તે ઘણા પ્રયત્નોમાથી છેલ્લે કોઈ પણ એક સાચો રિસ્પોન્સ જોવા મળે છે. 

લર્નિંગ પર અસર કરતા પરિબળો

લર્નિંગ એટલે આપણા બિહેવિયર મા થતા કાયમી ફેરફાર અથવા બિહેવિયર મા આવતા લાંબા ગાળાના ચેન્જ.

જેના પર ઘણા ફેક્ટર્સ અસર કરે છે. જે નીચે મુજબ મુખ્યત્વે જોવા મળે છે.

  1. લર્નર નો નેચર..

કોઈપણ વસ્તુ શીખવા માટે કે લર્નિંગ કરવા માટે લર્નર એટલે કે શીખનાર વ્યક્તિ એ ખૂબ જ મહત્વનુ પરિબળ છે. લર્નર વિના લર્નિંગ થઈ શકતુ નથી.  લર્નર સાથે નીચે મુજબના પરિબળો જોડાયેલા હોય છે જે લર્નિંગ ને મુખ્યત્વે અસર કરે છે.

એજ..

એજ એ લર્નરને અસર કરતુ મુખ્ય પરિબળ છે. એજ એ લર્નિંગની કેપેસિટી પર અસર કરતુ મુખ્ય પરિબળ છે. બાળકો તેની ઉંમર નાની હોવાના કારણે એડલ્ટ ની સરખામણી મા કોઈપણ વસ્તુ સરળતાથી શીખી શકતા નથી.

ઈન્ટેલિજન્સી.

ઇન્ટેલિજન્સી એ લર્નિંગ ને મુખ્યત્વે અસર કરે છે. જે વ્યક્તિની ઇન્ટેલિજન્સી લેવલ સારુ હશે તે કોઈ પણ વસ્તુ સરળતાથી અને ટૂંકા ગાળામા શીખી શકે છે.

એટેન્શન.

કોઈપણ લર્નર એ પોતાનુ એટેન્શન કોઈપણ વસ્તુ પ્રત્યે જાળવી શકે તો તે કોઈ પણ વસ્તુ સારામા સારી રીતે શીખી શકે છે. જો એટેન્શન જળવાતુ નથી તો કોઈ પણ લર્નિંગ સરળતાથી થઈ શકતું નથી.

જનરલ હેલ્થ..

લર્નિંગ માટે લર્નરની મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ એ સારી હોવી ખૂબ જ જરૂરી છે. જો આ હેલ્થ સારી હશે તો લર્નિંગ સારી રીતે થઈ શકે છે પરંતુ જો મેન્ટલ કે ફિઝિકલ હેલ્થ સારી નહીં હોય તો લર્નિંગ સરળતાથી શક્ય બનતુ નથી.

ફટીગ એન્ડ રેસ્ટ..

જો કોઈપણ વ્યક્તિ થાકેલ હશે જો તેમણે પૂરતો રેસ્ટ કરેલ નહીં હોય તો તે કોઈપણ વસ્તુ સરળતાથી શીખી શકશે નહી. આથી લર્નર સારી રીતે કોઈ પણ વસ્તુ શીખી શકે તેના માટે રેસ્ટ ખૂબ જ જરૂરી છે.

મોટીવેશન..

લર્નર ને કોઈ પણ વસ્તુ સારી રીતે શીખવા માટે મોટીવેશન અને ગોલ ખૂબ જ અગત્યના હોય છે. જો કોઈપણ વસ્તુ શીખવા માટેનુ મોટીવેશન સતત મળતુ રહે તો તે સારી રીતે શીખી શકાય છે.

રેડીનેસ..

સારા લર્નિંગ માટે લર્નરની રેડીનેસ એટલે કે તેની શીખવા માટે ની તૈયારી એ ખૂબ જ મહત્વની હોય છે. જો તે શારીરિક અને માનસિક તૈયાર હશે તો તે કોઈપણ વસ્તુ શીખવા માટે કેપેબલ હશે અને પોતાનો ઇન્ટરેસ્ટ જાળવી શકે છે.

2. લર્નિંગ મટીરીયલ..

લર્નિંગ માટે લર્નિંગ મટીરીયલ નો નેચર ખૂબ જ મહત્વનો હોય છે. જો લર્નિંગ મટીરીયલ લર્નર સમજી શકે અને પોતાનો ઇન્ટરેસ્ટ જાળવી શકે તે પ્રકારનુ હોય તો લર્નર એ સારી રીતે શીખી શકે છે. પરંતુ જો લર્નિંગ મટીરીયલ એ કોમ્પ્લેક્સ હોય તેના ઇન્ટરેસ્ટ વિનાનુ હોય ત્યારે લર્નિંગ સારી રીતે શક્ય બનતું નથી.

3. લર્નિંગ મેથડ પર અસર કરતા પરિબળો નીચે મુજબના છે.

લર્નિંગ મેથડ..

કોઈપણ વસ્તુ સારી રીતે શીખવા માટે શીખવા માટેની મેથડ ખૂબ જ મહત્વની હોય છે. જો આ મેથડ લર્નરને અનુકૂળ હોય અને તેનો ઇન્ટરેસ્ટ જળવાય તે મુજબની હોય તો લર્નિંગ સારી રીતે થઈ શકે છે.

ડેફિનેટ ગોલ..

સારા લર્નિંગ માટે અને સતત મોટીવેશન મળી રહે એ માટે ગોલ ક્લિયર હોવા અથવા ક્લિયરલી સેટ કરેલા હોવા જોઈએ. જેના લીધે લર્નિંગ માટે સરળતા રહે છે.

એક્સરસાઇઝ એન્ડ રિપીટેશન..

કોઈપણ નવી વસ્તુ શીખવા માટે વારંવાર તે વસ્તુનુ રીપીટેશન કરવુ અને તે વસ્તુની એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી હોય છે. કોઈપણ કોમ્પ્લેક્સ અને ડિફીકલ્ટ મટીરીયલ પણ વારંવાર એક્સરસાઇઝ અને રીપીટેશનના કારણે સારી રીતે સમજી અને શીખી શકાય છે.

પાર્ટસ લર્નીગ…

જો કોઈ પણ લર્નીગ મટીરિયલ લાંબુ હોય તો તેને અલગ અલગ પાર્ટસ મા વેચી ને શીખવાથી લાર્નીગ સરળ બને છે.

રીવાર્ડ અને પનીશમેંટ..

લર્નીગ માટે રિવાર્ડ અને પનિશમેંટ ખૂબ જ અસર કરે છે. રિવર્ડ એ પનીશમેન્ટ કરતા સારુ લર્નીગ પરિણામ આપે છે.

રીઝલ્ટ એઝ અ ફીડ બેક..

થોડા થોડા સમયે રીઝલ્ટ તથા રીવ્યુ ફિડબેક લેવાથી લર્નીગ ઇમ્પ્રૂવ થાય છે.

ગુડ ફિઝિકલ એટમોસફિયર..

જો સારુ વાતાવરણ હોય તથા વેંટીલેશન સારુ હોય, રૂમ નુ ટેમ્પરેચર, બેસવા માટે કંફર્ટેબલ સીટ આ તમામ બાબત લર્નીગ ને મદદ કરે છે.

Que 2(b) Illustrate Pavlov’s theory of classical conditioning. 04 Pavlov ની ક્લાસિકલ કંડીશનીંગ થીયરી સમજાવો

પાવલોવ ની ક્લાસિકલ કન્ડિશનલ લર્નિંગની મેથડ સમજાવો. 

આ લર્નિંગ માટેની એક મેથડ છે. જેમા રશિયન ફિઝિયોલોજીસ્ટ ઈવાન પાવલોવ એ આ મેથડ ની શોધ કરી છે. ઇસવીસન 1904 મા તેમને આ મેથડ માટે નોબલ પ્રાઈઝ પણ મળેલ હતુ.

ક્લાસિકલ કન્ડિશનિંગ ને કોઈપણ સ્ટીમ્યુલેશન પ્રત્યેના રિસ્પોન્ડન્ટ ની થિયરી તરીકે પણ ઓળખવામા આવે છે.

આ એક્સપેરિમેન્ટમાં પાવલોવ એ કુતરા પર એક પ્રયોગ કરેલો હતો. જેમા કૂતરાને જ્યારે ખોરાક આપવામા આવે છે ત્યારે તેની સાથે બેલ વાગે તેવુ નક્કી કરેલ હતુ અને આ સમયે કૂતરાને સલાઈવેશન કેટલુ થાય તે નોંધવામા આવતુ હતુ. આ સાથે સમય પણ નોંધવામા આવતો હતો. આ પ્રયોગ અમુક સમય ચલાવવામા આવ્યો ત્યારે નોંધવામા આવ્યુ કે બેલ વાગે અને કૂતરાને ફૂડ આપવામા આવે અને તેને સલાઈવેશન થાય તેની નોંધ કરવામા આવે છે. અમુક સમય પછી ફક્ત બેલ વગાડવામા આવે તો પણ કુતરાના મોમા સલાઈવેશન એટલુ જ જોવા મળતુ હતુ જેટલુ ફૂડ આપ્યા પછી આપવાની સાથે જોવા મળે છે એનો મતલબ એવો કે કૂતરાને ખોરાક આપ્યા વિના પણ માત્ર બેલના અવાજથી પણ તેને સલાઇવેશન વધેલુ જોવા મળે છે. આ એક કન્ડિશનિંગ રિસ્પોન્સ છે.

આ થિયરી બતાવે છે કે કન્ડિશનિંગ સ્ટીમ્યુલેશન જ્યારે અનકન્ડિશન સ્ટીમ્યુલેશન સાથે જોડાઈ ત્યારે કન્ડિશન સ્ટીમ્યુલેશન પણ અનકન્ડિશન સ્ટીમ્યુલેશન જેટલુ જ અસરકારક સાબિત હોય થાય છે. આ થિયરીની માન્યતા મુજબ બંને કન્ડિશનનુ જોડાણ એક સાથે થયેલુ હોય છે.

ક્લાસિકલ કન્ડીશન ના પ્રિન્સિપલ્સ એ નીચે મુજબના એરીયા સાથે ઉપયોગમા લઈ શકાય છે.

આ ક્લાસિકલ કન્ડીશનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિમા ગુડ હેલ્થ હેબિટ ડેવલપ કરી શકાય છે.

આ પ્રિન્સિપલના ઉપયોગ દ્વારા કોઈપણ બેડ હેબિટને છોડી શકાય છે કે કોઈપણ એન્ઝાઈટી કે ફિયર ની સિચ્યુએશન સાથે એડજસ્ટ કરી શકાય છે.

પ્રાણીઓને ટ્રેનિંગ આપવા માટે પણ આ લર્નિંગ પ્રિન્સિપલ્સ નો ઉપયોગ કરી શકાય છે.

અમુક સાયકોથેરાપી માટે પણ બિહેવિયર અને એટીટ્યુડ ને ચેન્જ કરવા માટે આ લર્નિંગ ના પ્રિન્સિપલ્સ નો યુઝ કરી શકાય છે.

OR

Que 2(a) Describe types of defence mechanism. 08 ડિફેન્સ મિકેનિઝમ ના પ્રકારો વર્ણવો.

ડિફેન્સ મિકેનિઝમ ને મેન્ટલ મિકેનિઝમ કે ઈગો મિકેનિઝમ પણ કહેવામા આવે છે.

ડિફેન્સ મિકેનિઝમ એ કોઈપણ અનકમ્ફર્ટેબલ પરિસ્થિતિ હોય કે કોઈપણ વ્યક્તિની સેલ્ફ એસ્ટીમને નુકસાન થાય એવી પરિસ્થિતિ સર્જાઈ ત્યારે વ્યક્તિની એન્ઝાઈટી ઓછી કરવા માટે અથવા સિચ્યુએશન સાથે એડજસ્ટ કરવા માટે આ પ્રકારના ડિફેન્સ મિકેનિઝમ નો વ્યક્તિ ઉપયોગ કરે છે.

આ મિકેનિઝમ એ વ્યક્તિ દ્વારા કોન્સીયસ્લી કે અનકોન્સીયસ્લી યુઝ કરવામા આવતુ હોય છે. તેનો હેતુ પ્રોબ્લેમ વાળી સિચ્યુએશનને પોતાના કોન્સિયસ નેસ લેવલ થી દૂર કરી અને સિચ્યુએશન મા પોતાનુ પ્રોટેક્શન જાળવવાનો છે.

ડિફેન્સ મિકેનિઝમ ના પ્રકારો નીચે મુજબના છે.

1. સાઇકોટિક.

તે ડિફેન્સ મિકેનિઝમ નુ એક સિવીયર પેથોલોજીકલ સ્વરૂપ છે. જેમા કોઈ પણ વ્યક્તિ એ બાહ્ય વાતાવરણ ની કોઈપણ રિયાલિટી  સામે કમ્પ્લીટલી અલગ રીતે વર્તે છે. વ્યકિત કોઈપણ પ્રકારના કોપિંગ મિકેનિઝમનો કે એડજેસ્ટમેન્ટ મિકેનિઝમ નો ઉપયોગ કરતો નથી.

આ ડિફેન્સ મિકેનિઝમ એ માનસિક બીમાર વ્યક્તિઓમા ખાસ કરીને જોવા મળે છે. નાના બાળકોમા આ ડિફેન્સ મિકેનિઝમ એ હેલ્ધી સ્વરૂપે પણ જોવા મળે છે.

2. ઈમેચ્યોર ડિફેન્સ મિકેનિઝમ..

આ પ્રકારના ડિફેન્સ મિકેનિઝમ એ અમુક વખતે એડલ્ટમા અને વધારે એડોલેશન્ટ એજની વ્યક્તિમા જોવા મળે છે. વ્યક્તિ જ્યારે કોઈપણ એન્ઝાઇટી કે સ્ટ્રેસની પરિસ્થિતિમા હોય ત્યારે આ મિકેનિઝમ મુજબ તેમાંથી બહાર નીકળવા માટે વ્યક્તિ એ રિયાલિટી ને એક્સેપ્ટ કરવાના બદલે ન સ્વીકારી શકાય તેવા રસ્તાઓનો ઉપયોગ કરે છે.

જે વ્યક્તિ આ પ્રકારના ડિફેન્સ મિકેનિઝમનો વધારે યુઝ કરતો હોય તે વ્યક્તિ ને સોશિયલી માલ એકજેસ્ટ વ્યક્તિ તરીકે પણ ઓળખી શકાય. આ પ્રકારના ડિફેન્સ મિકેનિઝમ નો લાંબો સમય ઉપયોગ કરવાના લીધે વ્યક્તિમા સિરિયસલી પ્રોબ્લેમ જોવા મળી શકે છે. વ્યક્તિમા તેની કોપીંગ એબિલિટીને લગતા સિરિયસ પ્રોબ્લેમ જોવા મળી શકે છે. આ પ્રકારના ડિફેન્સ મિકેનિઝમ એ ડિપ્રેશન તેમજ પર્સનાલિટી ડિસઓર્ડર વાળા વ્યક્તિઓ દ્વારા કોમનલી યુઝ કરવામા આવે છે.

3. ન્યુરોટિક ડિફેન્સ મિકેનિઝમ.

આ પ્રકારના ડિફેન્સ મિકેનિઝમ એ એડલ્ટ વ્યક્તિઓ દ્વારા યુઝ કરવામા આવે છે. જેમા કોઈપણ પરિસ્થિતિ સાથે કોપ કરવા માટે ટૂંકા ગાળાનો ફાયદો જોવામા આવે છે. પરંતુ આ પ્રકારના મિકેનિઝમ નો યુઝ કરવાથી લાંબા સમય ના નુકસાન તેમજ પ્રોબ્લેમ જોવા મળી શકે છે.

4. મેચ્યોર ડિફેન્સ મિકેનિઝમ.

આ કોઈપણ પ્રકારના મેન્ટલી હેલ્ધી તેમજ ઈમોશનલી હેલ્ધી એડલ્ટ વ્યક્તિ દ્વારા વાપરવામા આવતા ડિફેન્સ મિકેનિઝમ છે. જેને મેચ્યોર મિકેનિઝમ તરીકે પણ ઓળખવામા આવે છે.

આ પ્રકારના ડિફેન્સ મિકેનિઝમનો ડેવલપમેન્ટ થતા ઘણો સમય લાગે છે પરંતુ તેનો ઉપયોગ ફાયદાકારક હોય છે.

Que 2(b) Write the rights of individual in a democratic society. 04 ડેમોક્રેટિક સોસાયટીમા વ્યક્તિના હકો લખો.

વ્યક્તિ જે સોસાયટીમા રહે છે. તે સોસાયટીમા તેને અમુક રાઇટ્સ મળેલા હોય છે સોસાયટીના દરેક મેમ્બરને આ રાઇટ મુજબ વર્તવાનુ હોય છે.

આ હકો એ વ્યક્તિને ભારતના બંધારણમાં આપેલ આપવામા આવેલ છે અને તે મુજબ તેને કાયદાનુ સ્વરૂપ પણ આપેલું છે. આ વ્યક્તિના હકો નીચે મુજબના છે.

રાઈટ ટુ ઇક્વાલિટી એટલે કે સમાનતાનો અધિકાર 

આ કાયદા મુજબ દેશમા રહેલા દરેક નાગરિકને સમાનતાનો દરજ્જો મળેલો છે. જેમા તેની જાતિ, ધર્મ અલગ અલગ હોવા છતા પણ દરેકને સરખા ગણવામા આવે છે.

આમ છતા દેશમા સ્ત્રી અને બાળકોને તથા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના લોકોને અમુક સ્પેશિયલ હક આપવામા આવેલા છે. જેના આધારે તેઓ નોકરી માટે કે રોજગારી માટે આગળ આવી શકે.

રાઈટ ટુ ફ્રીડમ એટલે કે  સ્વતંત્રતાનો અધિકાર.

આ અધિકાર મુજબ ભારતના તમામ નાગરિકોને નીચે મુજબના ફ્રીડમ રાઈટ્સ મળેલા છે.

વાણી સ્વતંત્રતાનો અધિકાર અને કોઈપણ વસ્તુ એક્સપ્રેસ કરવાનો અધિકાર.

શાંતિથી રહેવાનો અધિકાર. 

યુનિયન કે એસોસિએશન બનાવવાનો અધિકાર.

દેશમા સ્વતંત્રપણે હ રવા ફરવાનો અધિકાર.

ભારતના કોઈપણ ભાગમા રહેવા અને સ્થાયી થવા માટેનો અધિકાર.

સંપત્તિ રાખવાનો અને વાપરવાનો અધિકાર.

કોઈપણ પ્રોફેશન કે બિઝનેસ સાથે કાર્ય કરવાનો અધિકાર.

ઉપરોક્ત સ્વતંત્રતાના અધિકારો દરેક વ્યક્તિને ફંડામેન્ટલ રાઇટ્સ મુજબ મળેલા છે. 

રાઈટ અગેઇન્સ ધ એક્સપ્લોઇટેશન એટલે કે શોષણ થી મુક્ત થવા માટેનો અધિકાર.

આ અધિકાર મુજબ કોઈપણ વ્યક્તિ ને ગુલામ તરીકે કે મજૂર તરીકે રાખવા માટેની મનાઈ છે. જેમા આર્ટીકલ નંબર 23 એ કોઈપણ વ્યક્તિને ફરજિયાત પણે મજૂર બનાવવા માટે વિરોધ કરતો અધિકાર છે અને આર્ટીકલ નંબર 24 એ બાળકોને કોઈપણ પ્રકારના એમ્પ્લોયમેન્ટ, ધંધા કે જોખમી વ્યવસાય સાથે કામે કે મજૂરી એ રાખવા માટે વિરોધ કરતો અધિકાર છે.

રાઈટ ટુ ફ્રીડમ ઓફ રિલિજિયન 

આ રાઇટ મુજબ દેશમા રહેતા દરેક નાગરિકને પોતાની ઈચ્છા મુજબનો ધર્મ પાળવાની છૂટ આપવામા આવે છે. આ ઉપરાંત વ્યક્તિ કોઈ પણ ધાર્મિક સંસ્થા સાથે જોડાઈ શકે ધાર્મિક સંસ્થાઓ ચલાવી શકે કે ધાર્મિક શૈક્ષણિક સંસ્થાઓ સાથે કાર્ય કરી શકે તે બાબતની છૂટ આપવામા આવેલી છે.

કલ્ચરલ એન્ડ એજ્યુકેશન રાઇટ.

આ કાયદા મુજબ દેશમા આવેલી લઘુમતી કોમને રક્ષણ આપવામા આવેલ છે. તે લોકો પોતાની એજ્યુકેશનલ સંસ્થા ચલાવી શકે અને પોતાના કલ્ચરનુ રક્ષણ કરી શકે તે માટે આ રાઇટ્સ આપવામા આવેલ છે.

રાઈટ ટુ પ્રોપર્ટી 

આ કાયદા મુજબ દેશના કોઈપણ ભાગ મા નાગરિક પોતાની પ્રોપર્ટી રાખી શકે છે. પોતાની પ્રોપર્ટી નુ સંરક્ષણ કરી શકે છે અને અન્ય કોઈ વ્યક્તિ દ્વારા તેને નુકસાન ન થાય તે બાબતનો પણ અધિકાર આમા સમાવેશ કરવામા આવે છે.

Que 3 Write short answer (Any Two) ટૂંકમાં જવાબ લખો. (કોઈ પણ બે,) 2×6=12

(a) What are the crimes against women in India? ભારતમાં મહિલાઓ સામેના ગુનાહ કયા કયા છે..

ભારતના બંધારણમા સ્ત્રી અને પુરુષને સમાન ગણવામા આવેલ હોવા છતા પણ સામાજિક દ્રષ્ટિએ હજી પણ સ્ત્રીને પુરુષ જેટલો દરજ્જો આપવામા આવેલ નથી. તેના હક અને અધિકારો તેમને મળવા યોગ્ય પ્રમાણમા મળેલ નથી. 

હાલમા મહિલાઓ સાથે સામાજિક ભેદભાવના લીધે ઘણા ગુનાહ જોવા મળેલ છે. જેમા અગત્યના અપરાધોમા રેપ, દહેજ પ્રથા, કિડનેપિંગ,  પ્રોસ્ટિટ્યુશન આ તમામ બાબતોને લગતા ગુનાહ  ભારતમા મહિલાઓ સામે જોવા મળે છે. આ ઉપરાંત લગ્ન પછી મહિલાઓને અમુક અલગ ધર્મ પાળવાની પણ ફરજિયાત પણે ફોર્સ કરવામા આવે છે.

મહિલાઓ સાથે જો તેના ગર્ભમા સ્ત્રી બાળક હશે તો ગર્ભપાત ફરજિયાત કરાવડાવા માટે પણ દબાણ કરવામા આવે છે.

મહિલાઓને નોકરી કરવા જ તેમની રોજગારીના ક્ષેત્રમા શારીરિક તેમજ માનસિક ત્રાસ તેમજ તેનુ શોષણ એ પણ ખૂબ અગત્ય નો અપરાધ જોવા મળે છે.

હાલના સમાજમા હજી પણ મહિલા તેમજ સ્ત્રીઓ, બાળકોને પૂરતુ શિક્ષણ ન આપવુ તેમ જ તેને ગુણવત્તા સભર આરોગ્ય સેવાઓ, ખોરાક, ન્યુટ્રીશન તેમજ પોતાની હાઇજેનિક નીડ પૂરતી ન મળે તેવા બનાવો પણ સમાજમા જોવા મળે છે.

ઉપરોક્ત તમામ મહિલા સામેના ગુનાહો એ લોવર કાસ્ટ તેમજ લોવર સોસ્યોઇકોનોમિકલ બેક ગ્રાઉન્ડ ધરાવતા વ્યક્તિઓમા વધારે જોવા મળે છે કારણ કે ત્યા પુરુષ પ્રધાન સમાજ વધારે વસે છે અને લીટ્રસી નું ધોરણ ઑછુ જોવા મળે છે. 

હાલના આધુનિક યુગમા મહિલાઓને ઘણા ક્ષેત્રમા ઈમ્પોર્ટન્સ આપવામા આવે છે તેમ જ પુરુષ સમોવડી પણ ગણવામા આવે છે અને તેની કાબિલિયત ના લીધે મહિલાઓ આજે ઘણા ક્ષેત્રોમા સારી પોઝીશન અને પોસ્ટ પર કાર્ય પણ કરે છે.

Que 3(b) Describe various social problems of urban community. અર્બન કોમ્યુનિટીમા ઊભી થતી અલગ અલગ સામાન્ય સમસ્યાઓનુ વર્ણન કરો

અર્બન કોમ્યુનિટી એટલે કે શહેરી વિસ્તારમા વસતા લોકોનો સમૂહ. આ લોકોનો સમૂહ એ ખૂબ જ વસ્તી ગીચતા ધરાવતા વિસ્તારમા રહેતા હોય છે.  આ વિસ્તારમા શહેરીકરણના લીધે અમુક સામાન્ય સમસ્યાઓ જોવા મળે છે, જે નીચે મુજબ છે.

અર્બન કોમ્યુનિટીમા ક્લાસની વહેંચણી અલગ અલગ રીતે થયેલી જોવા મળે છે એટલે કે લક્ઝરીયસ લાઈફ જીવતા લોકોનો અલગ સમૂહ તેમજ ગરીબ અને મધ્યમ વર્ગ ના વ્યક્તિઓ અલગ રીતે જીવતા હોય છે. બંને સમૂહના વ્યક્તિઓ વચ્ચે કોઈપણ પ્રકારનુ કોમ્યુનિકેશન હોતુ નથી.

અર્બન કોમ્યુનિટીના લોકોમા પ્રાઇમરી કોન્ટેક્ટ હોતો નથી તેઓની આસપાસ અથવા આજુબાજુના વાતાવરણમા વિસ્તારમા કયા લોકો રહે છે તે પણ તે લોકો જાણતા હોતા નથી.

આ કોમ્યુનિટીના લોકોમા મિકેનિકલ એટીટ્યુડ જોવા મળે છે એટલે કે આ લોકો શેટ મશીનરી જેવા ક્રાઈટેરિયામા જીવતા હોય છે. હ્યુમન બીઇંગસ  એટલે કે માનવજાત અને તેના પ્રત્યેની સેન્સેટિવિટી આ સમુદાયના લોકોમા ઓછી જોવા મળે છે.

અર્બન કોમ્યુનિટીના લોકોમા તેની આસપાસના લોકો, ગ્રુપ, કોમ્યુનિટી કે કોઈપણ ઓર્ગેનાઈઝેશન પ્રત્યે પોતાના પણા ની ભાવના ઓછી જોવા મળે છે.

આ કોમ્યુનિટીના લોકોમા અલગ અલગ જાતિ અને કલ્ચર ધરાવતા લોકો એક સાથે રહે છે અને તેઓ સાથે મળી નવા ટ્ર્રેટ નવુ કલ્ચર વિકસાવે છે.  તેઓમા કલ્ચર, ઓક્યુપેશન અને આઈડિયા એ એકબીજાથી ખૂબ જ અલગ અલગ હોય છે.

આ સમુદાયના લોકો સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરે છે. તે એકબીજા સાથે હળીમળીને રહેવાની ભાવના ધરાવતા હોતા નથી.

અર્બન કોમ્યુનિટીના લોકોમા પોતાના ડેઇલી લાઇફના રૂટીન એક્ટિવિટી દરમિયાન ખૂબ જ વધારે સ્પીડથી અને એનર્જી થી કામ કરતા હોવાના કારણે ખૂબ ત્રાસદાયક અને ટેન્શન તથા ઇન્સીક્યુરિટી વાળુ વાતાવરણ તેની આજુબાજુ એ જોવા મળે છે.

આ સમુદાયના લોકો ઓવર ક્રાઉડિંગ અને પોલ્યુશન વાળા વિસ્તારમા રહેતા હોવાના કારણે તથા તેની લાઈફ સ્ટાઈલ આ પ્રકારની હોવાના કારણે ઘણા ડીસીઝ તથા રોગોના શિકાર પણ બને છે.

Que 3(c) Write characteristics of a mentally healthy person. માનસિક રીતે સ્વસ્થ્ય વ્યકિતની લાક્ષણિકતાઓ લખો.

માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ એ પોતાની અંદરના કોન્ફલીકટ કે પોતાની સાથેના તનાવ થી ફ્રી હોય છે.

તે પોતાની જાતને કમ્ફર્ટેબલ ફીલ કરે છે.

તે સમજે છે કે પોતે એક જરૂરિયાત સભર વ્યક્તિ છે અને બીજા દ્વારા ગમતી વ્યક્તિ છે.

તે દરરોજનુ હેલ્ધી રૂટીન મેન્ટેઇન કરી શકે છે તથા ખોરાક, આરામ, ફિઝિકલ એક્ટિવિટી તથા પોતાનુ હાયજીન યોગ્ય રીતે મેન્ટેન કરી શકે છે.

તે બીજાના હકો અને જરૂરિયાતો સમજે છે.

તે જિંદગીમા પોતાની જરૂરિયાતો ને ઓળખવામા તેમજ તેને પૂરી કરવા માટે કેપેબલ હોય છે.

તે બીજા વ્યક્તિઓ સાથે સારા રિલેશન તેમજ કોમ્યુનિકેશન રાખી શકે છે.

તે સારી રીતે એકજેસ્ટ કરી શકતી હોય છે. પોતા સાથે અને અન્ય વ્યક્તિઓ સાથેના પોતાના સંબંધને સારી રીતે એડજસ્ટ કરી શકે છે.

તે બીજાઓ દ્વારા કરવામા આવતા ક્રિટીસિઝમને સ્વીકારી શકે અને ઈઝીલી અપસેટ ન થઈ શકે તેવા ગુણ ધરાવે છે.

તે રોજબરોજની જિંદગીમા આવતા ફર્સ્ટ્રેશન્સ અને ડીસઅપોઇન્ટમેન્ટ ને સહન કરી અને આગળ વધી શકે છે.

તે પોતાની આઈડેન્ટિટી, સેલ્ફ રિસ્પેક્ટ, સેન્સ ઓફ સિક્યોરિટી ને હંમેશા સર્ચ કરતો રહે છે અને પોતાની એબિલિટીમા તેને વિશ્વાસ હોય છે.

તેને પોતાની સ્ટ્રેન્થ અને વિકનેશ નુ ભાન હોય છે તેમજ બીજા દ્વારા સ્વીકારી શકાય તેવુ વર્તન કરે છે.

તે બીજાને રિસ્પેક્ટ આપે છે અને અન્ય લોકો તરફથી રિસ્પેક્ટ પણ મેળવે છે.

તેનો પોતાનો જાત તરફનો કંટ્રોલ અને બેલેન્સ સારુ હોય છે. જેથી તે તાર્કિક અને ઈમોશનલ રીતે એકજેસ્ટમેન્ટ કરી શકે છે. તે પ્રોબ્લેમ ફેસ કરે છે અને પ્રોબ્લેમ ને ઇન્ટેલિજન્ટસી ના ઉપયોગ દ્વારા સોલ્વ કરે છે. તેમજ રોજબરોજના સ્ટ્રેસ અને એન્ઝાઈટી સામે તાલ મિલાવવાનો ગુણ ધરાવે છે.

તે પોતાના વાતાવરણ તથા ડેઈલી એક્ટિવિટીમા આવતા નવા ફેરફારોને સ્વીકારે છે અને તેની સાથે તાલ મિલાવે છે.

Que 3(d) Write effects of population on economy. વસ્તીની ઈકોનોમી પર થતી અસરો જણાવો.

વસ્તી વધારા અને વસ્તીના કારણે સોસાયટી અને કોમ્યુનિટીમા રહેતા વ્યક્તિના ઇકોનોમિકલ સ્ટેટસ પર તેની ખૂબ જ ગંભીર અસરો પડે છે. વધારે વસ્તીના કારણે બેકારી, ગરીબી, ભૂખમરો વગેરે જેવા બનાવો સોસાયટી અને સમાજમા બને છે. 

વસ્તીની ઇકોનોમિક પર થતી અસરો લખો..

આ તમામ પરિબળોના કારણે વ્યક્તિનુ આરોગ્ય જોખમાય છે. તે પોતાનુ તથા કુટુંબના સભ્યોનુ આરોગ્ય સારી રીતે જાળવી ન શકવાના કારણે તેના લીધે ફરી ઇકોનોમિકલ બર્ડન તેના કુટુંબ પર પડે છે.

વસ્તી વધારાના કારણે ઈલીટ્રસી નુ પ્રમાણ વધે છે. જેના લીધે તે લોકો આગળ જતા સારી રોજગારી કે સારુ વાતાવરણ મેળવી શકતા નથી. જેના લીધે કુટુંબ અને સમાજ પર બોજ બને છે.

વધારે વસ્તીના કારણે ગરીબી અને અન એમ્પ્લોયમેન્ટ નુ પ્રમાણ વધે છે.

લોકો તેની પાયાની જરૂરિયાતો પૂરી કરવા માટે પણ ખૂબ જ મહેનત કરવી પડે છે અને ભૂખમરા જેવી પરિસ્થિતિનુ નિર્માણ થાય છે.

વધારે વસ્તીના કારણે શહેરીકરણ જોવા મળે છે. તેમજ વાતાવરણનુ ખૂબ જ પોલ્યુશન પણ જોવા મળે છે. આ પ્રોબ્લેમ ના કારણે હેલ્થ પ્રોબ્લેમ વધે છે. છેલ્લે તેનો બર્ડન કુટુંબ તથા સોસાયટી પર જ પડે છે.

બેકારી અને ગરીબી વધવાના કારણે સામાજિક જીવન ખોરવાઈ જાય છે તથા સમાજમા ક્રાઇમનુ પ્રમાણ પણ વધે છે. આના લીધે સમાજમા ઇકોનોમિકલ નુકસાન પણ જોવા મળે છે.

આ વસ્તી વધારાના કારણે વ્યક્તિ, કુટુંબ તથા દેશના તમામ ઇકોનોમિકલ આસ્પેકટ પર ખૂબ જ ગંભીર અસર પડે છે.

Que 4 Write short notes (Any Three) ટુંક નોંધ લાખો ( કોય પણ ત્રણ ) 3×4=12

(a) Stress-સ્ટ્રેસ..

સ્ટ્રેસ એ એક સર્વ સામાન્ય બાબત છે અને બધા જ લોકો તે અનુભવે છે.

સ્ટ્રેસ એ હાલના સમયમા એક ગંભીર પ્રોબ્લેમ છે. દરેક વ્યક્તિ પોતાની જિંદગીમા કોઈક ને કોઈક રીતે સ્ટ્રેસ નો અનુભવ કરે જ છે.

સ્ટ્રેસ એ ફિઝિયોલોજીકલ કે સાયકોલોજીકલ ટેન્શન છે. જે વ્યક્તિના નોર્મલ સાયકોલોજીકલ બેલેન્સ ને અસર કરે છે. આ એક એવી આંતરિક કન્ડિશન છે જે વ્યક્તિની ફિઝિકલ ડિમાન્ડ કે તેની આજુબાજુના વાતાવરણ અને સમાજની પરિસ્થિતિના અનુરૂપ ઉત્પન્ન થાય છે. આ કન્ડિશન વ્યક્તિ માટે નુકસાન કર્તા હોય છે તેમ જ તે તેના કંટ્રોલમા હોતી નથી અને તે તેમાથી કોઈ પણ પ્રકારના કોપિંગ મિકેનિઝમ કે રસ્તાઓ શોધી શકતું નથી. 

સ્ટ્રેસ એ એન્વાયરમેન્ટની એવી પરિસ્થિતિ છે કે જેમા વ્યક્તિ પોતાની ડિમાન્ડ સંતોષવા માટે સફળ થતો નથી અને જેના લીધે સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે.

સોર્સીસ ઓફ ધ સ્ટ્રેસ..

સ્ટ્રેસ નોર્મલ ડે ટુ ડે લાઇફનો એક અન અવોઈડેબલ પાર્ટ છે. જેમા નીચે મુજબના કારણો એ વ્યક્તિની લાઇફમા સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે.

આમા જીવનના મોટા બનાવો કે જે વ્યક્તિમા સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે જેમા કોન્ફલીકટ, ગરીબી, બેકારી અને બેરોજગારી, મેરેજ રિલેશનશિપને તૂટવુ,  સામાજિક જીવનમા આવતા અનિચ્છનીય બનાવો વગેરે બાબતો વ્યક્તિના જીવનમા સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે..

સ્ટ્રેસ ઉત્પન્ન કરતા ફેક્ટર્સ ને સ્ટ્રેસર્સ  કહેવામા આવે છે. જેમા ફિઝિયોલોજીકલ સ્ટ્રેસર્સ, એન્વાયરમેન્ટલ સ્ટ્રેસર્સ, સોસીયો કલ્ચરલ સ્ટ્રેસર્સ, સમાજ મા બનતા બનાવો વગેરે નુ સ્ટ્રેસ આપવા માટેના ફેક્ટર્સ  તરીકે સમાવેશ કરવામા આવે છે.

સ્ટ્રેસર્સ એ કોઈપણ ઇન્ટર્નલ કે એક્સટર્નલ ઇવેન્ટ છે. કે જે વ્યક્તિના ફિઝિકલ, ઈમોશનલ, કોગ્નિટિવ કે વ્યક્તિના બિહેવિયર મા કોઈ પણ ચેન્જ લાવી શકે છે જેને સ્ટ્રેસર્સ કહેવામા આવે છે.

સ્ટ્રેસર્સ સામે બોડી નો રિસ્પોન્સ..

સ્ટ્રેસર્સ કે જે વ્યક્તિની અંદર સ્ટ્રેસ ઉત્પન્ન કરતા પરિબળો છે તે જો લાંબો સમય સુધી વ્યક્તિમા રહે તો ફિઝિકલ, સાયકોલોજીકલ અને બીહેવીયરલ પ્રોબ્લેમ્સ ઉત્પન્ન કરી શકે છે. આ સ્ટ્રેસર્સ ની ઇફેક્ટ અને તેનુ રિએક્શન સમજવા માટે hans selye આપણા શરીરમા સ્ટ્રેસર્સ સામે કેવો રીસપોન્સ  જોવા મળે છે તે બાબતને તપાસી એક થિયરી અમલમા મૂકી છે જેને સ્ટ્રેસ માટેની જનરલ એડપ્ટેશન સિન્ડ્રોમ થિયરી કહેવામા આવે છે. 

સ્ટ્રેસ ને કંટ્રોલ કરવા માટે નું કોપિંગ મિકેનિઝમ..

સ્ટ્રેસ કંટ્રોલ કરવા માટે ફિઝિકલ સ્કીલ્સ ની જરૂર હોય છે. અમુક પ્રકારની ફિઝિકલ ટેકનિક નો ઉપયોગ કરવાથી સ્ટ્રેસ ઘટાડી શકાય છે. જેમકે બ્રિધીંગ એક્સરસાઇઝ જે વ્યક્તિને શાંત કરવા તથા સ્ટ્રેસમાથી રાહત આપવા માટે ડીપ બ્રિધીંગ એક્સરસાઇઝ ખૂબ જ અગત્યની ફિઝિકલ સ્કીલ છે.

સ્ટ્રેસ મીનીમાઇઝ કરવા માટે અલગ અલગ રિલેક્સેશન ટેકનિકનો ઉપયોગ કરવો જરૂરી છે. જેમા આંખ બંધ કરી શાંત વાતાવરણમા શાંતિથી બેસી અને રિલેક્સેશન ટેકનીક ની મદદથી સ્ટ્રેસ મીનીમાઇઝ કરી શકાય છે તેમજ ફિઝિકલ કમ્ફર્ટ પણ મેન્ટેન કરી શકાય છે.

સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ પણ મસલ્સને હિલ થવા માટે તથા બોડીમા સ્ટ્રેસ મીનીમાઇઝ કરી ફિઝિકલ અને સાયકોલોજીકલ કમ્ફર્ટ માટે ખૂબ ઉપયોગી એક્સરસાઇઝ છે.

વોકિંગ એ ખુબ સારામા સારી એક્સરસાઇઝ છે. જેના દ્વારા બોડી, માઈન્ડ બંનેને રિલેક્સ કરી સ્ટ્રેસને મીનીમાઇઝ કરી શકાય છે. આપણા બોડીના હોર્મોન પણ નોર્મલાઈઝ કરી શકાય છે.

પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવાથી સ્ટ્રેસ ઓછો થાય છે અને બોડીને આરામ મળે છે. મેન્ટલ બેલેન્સ કે સાયકોલોજીકલ ઈક્વિલીબ્રીયમ જાળવવા માટે પૂરતા પ્રમાણમાં ઊંઘ એ ખૂબ જ જરૂરી છે.

મેડીટેશન અને યોગા પણ સાયકોલોજીકલ બેલેન્સ જાણવા માટે ખૂબ જ જરૂરી થેરાપી છે. જેની મદદથી સ્ટ્રેસ ઓછો કરી શકાય છે અને સ્ટ્રેસ સાથેનુ કોપીંગ મિકેનિઝમ ઈમ્પ્રુવ કરી શકાય છે.

વ્યક્તિને સોશિયલ રિલેશનશિપમા ડાયવર્ટ કરવાથી તેમજ સ્પીરીચ્યુઅલ આસ્પેક્ટ તરફ ડાયવર્ટ કરવાથી પણ સ્ટ્રેસને ઘટાડી શકાય અને પ્રોબ્લેમ મીનીમાઇઝ કરી શકાય છે.

Que 4(b)Types of marriage-મેરેજ ના પ્રકારો

મેરેજ ના પ્રકારો વિશે ટૂંકનોંધ લખો..

મેરેજ એ એક એવો પ્રોસેસ છે કે જેના દ્વારા વ્યક્તિ એટલે કે મેલ અને ફીમેલ જોડાય અને પોતાના ફેમિલી નુ નિર્માણ કરી બાળકો નો જન્મ અપાવી શકે છે.

આપણા સમાજમા અર્બન, રૂરલ, મોડર્ન, ટ્રાઇબલ અલગ અલગ જુદા જુદા કલ્ચર અને જુદા જુદા એરિયામા મેરેજ ના અલગ અલગ સ્વરૂપો જોવા મળે છે.

મેરેજમા સ્ત્રી અને પુરુષ એકબીજા સાથે પતિ પત્ની દ્વારા જોડાય છે અને એક સ્ટેબલ રિલેશનશિપની સમાજમા સ્વીકારાયેલા ફોર્મ મા શરૂઆત કરે છે.

મેરેજને વ્યાખ્યાઇત કરવા માટે જેમા મેરેજ એ સોશિયલ એપ્રૂડ પેટર્ન છે જેમા બે કે બે કરતા વધારે વ્યક્તિઓ જોડાઈ અને ફેમિલી બનાવે છે.

મેરેજ એ સ્ત્રી અને પુરુષ વચ્ચેનુ એક સ્ટેબલ જોડાણ છે. જે તેઓને પતિ પત્ની તરીકેનુ લીગલ સ્ટેટસ આપે છે અને તે સમાજ અને કાયદા દ્વારા સ્વીકારાયેલુ જોડાણ છે. મેરેજ ના માધ્યમથી જોડાયેલા પતિ પત્ની દ્વારા થયેલા બાળકો ને કાયદાકીય રીતે સમાજ દ્વારા માન્યતા આપવામા આવે છે.

મેરેજ ના પ્રકારો નીચે મુજબના રહેલા છે.

1. મોનો ગામી… 

આ પ્રકારના મેરેજમા એક સ્ત્રી અને એક પુરુષ એ મેરેજથી જોડાય છે. તમામ મેરેજમા મોટાભાગના મેરેજ એ આ પ્રકારના હોય છે. આ મેરેજ એ મોસ્ટ એક્સેપ્ટેબલ ગણવામા આવે છે.

2. પોલિજીની… 

આ પ્રકારના મેરેજમા એક પુરુષ એ બે કે બે કરતા વધારે સ્ત્રીઓ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ છે. પહેલાના સમયમા આ પ્રકારના મેરેજ સામાન્ય રીતે જોવા મળતા હતા. હાલમા પણ અમુક સમુદાયના લોકોમા આ પ્રકારના મેરેજ જોવા મળે છે.

3. પોલીએન્ડ્રી…

મેરેજ ના આ પ્રકારમા એક સ્ત્રી એ એક કરતા વધારે પુરુષો સાથે લગ્નગ્રંથિથી જોડાય છે. આ પ્રકારના મેરેજ પણ પહેલાના સમયમા અને અમુક સ્પેસિફિક પ્રદેશ અને સ્પેસિફિક કોમ્યુનિટીના લોકોમા જોવા મળતા હતા. હાલ ના સમય મા આ મેરેજ વધારે જોવા મળતા નથી.

4. ગ્રુપ મેરેજ… 

આ પ્રકારના મેરેજમા પુરુષોનુ એક ગ્રુપ એ સ્ત્રીઓના એક ગ્રુપ સાથે લગ્ન કરે છે મેરેજ કરે છે.

5. કંપેનીઓનેટ મેરેજ..

આ પ્રકારના મેરેજમા પુરુષ અને સ્ત્રી વચ્ચે સમજણથી અન્ડરસ્ટેન્ડિંગ થી મેરેજ થાય છે અને એ મેરેજ નો અંત પણ સમજણથી જ આવે છે. આ પ્રકારના મેરેજમા સામાન્ય રીતે બાળકો જોવા મળતા નથી.

6. એકસોગામી મેરેજ..

આ પ્રકારના મેરેજમા પુરુષ કે સ્ત્રી એ પોતે પોતાના ક્લાસની બહારથી પુરુષ કે સ્ત્રીની પસંદગી કરી અને મેરેજ કરે છે. જેમા ગોત્રની બહાર, પરિવાર કે  વિલેજ ની બહારની વ્યક્તિઓની મેરેજ તરીકે પસંદગી કરવામા આવે છે.

7. એન્ડોગામી મેરેજ..

આ પ્રકારના મેરેજમા પુરુષ અને સ્ત્રી એ પોતાના ક્લાસમા પોતાની કાસ્ટ અને પોતાના સમુદાયમા જ મેરેજ કરે છે જેમા તે પોતાના ફેમિલી કે ક્લાસની બહાર જતા નથી.

Que 4(c) Dynamics of Human behaviour –ડાયનેમિક્સ ઓફ હ્યુમન બિહેવિયર..

સાયકોલોજીએ હ્યુમન બિહેવિયર ની સ્ટડી છે. આ સ્ટડી જણાવે છે કે વ્યક્તિનુ માઈન્ડ કઈક અંશે બોડી સાથે રિએક્શન ધરાવે છે. પ્રાયોગિક રીતે સાબિત થયેલુ છે કે બોડી અને માઇન્ડ એકબીજા સાથે જોડાયેલા છે. વ્યક્તિના સાયકોલોજીકલ ફંક્શન અને તેની ફિઝિકલ કન્ડિશન એક બીજા ઉપર અસર કરે છે. આપણા શરીરમા ઘણી સિસ્ટમ અને ગ્લેન્ડ આવેલી છે. જે સાયકોલોજીકલ ફંકશન સાથે જોડાયેલ હોય છે. જે આપણા માઈન્ડમા થીંકીંગ, ઈમોશન, પરસેપ્શન વગેરે આપણા શરીરની ક્રિયાઓ ઉપર અસર કરે છે.

તેમા બીજા ઘણા એવા સ્ત્રોત છે કે જેમા બોડી અને માઈન્ડ એકબીજા સાથે સંકળાયેલા હોય છે. બોડી અને માઈન્ડ ની ક્રિયાઓ ટુ વે પ્રોસેસ છે. જેમા માઈન્ડની ક્રિયાઓ અમુક અંશે બોડી ફંક્શન ઉપર પણ અસર કરે છે.

મોટીવેશન એ બોડીની ઘણી બધી ક્રિયાઓ ઉપર અસર કરે છે. અનકોન્સીયસલી ઉત્પન્ન થતા મોટીવેશન એ વ્યક્તિમા કન્વર્ઝન રિએક્શન ઉત્પન્ન કરે છે. જેના લીધે વ્યક્તિનુ બિહેવીયર હિસ્ટેરીક પ્રકારનુ જોવા મળે છે. આપણા સાયકોલોજી ની અસર બોડીના ફિઝિકલ ફંકશન ઉપર પણ પડે છે. જો આપણા સાયકોલોજીકલ ફંક્શન નોર્મલ નહીં હોય તો એની અસર બોડી મા સીમટમ્સ તરીકે જોવા મળે છે. જેને સાયકલોસોમેટિક ઈલનેસ પણ કહેવામા આવે છે. જેમા પેપ્ટીક અલ્સર  જેવી કન્ડિશન પણ જોવા મળી શકે છે. આ રીતે આપણા બોડીની સાયકોલોજી અને ફિઝિયોલોજીના બીહેવીયર એકબીજા સાથે સંકળાયેલા હોય છે.

Que 4(d) Social control સોશિયલ કંટ્રોલ... 

સમાજમા રહેતા લોકો માટે સમાજમા શાંતિ અને સલામતી એ પ્રાથમિક જરૂરિયાત છે. દરેક વ્યક્તિ સમાજમા નક્કી કરાયેલા નીતિ નિયમો પ્રમાણે જીવે છે. સોસાયટીમા કોઈપણ નિયમ લાંબા સમય માટે રહેતો નથી સમય જતા તેમા ફેરફારો કરવામા આવે છે.

ડેવિસ ના મત મુજબ સમાજના હિતમા સમાજ દ્વારા સમાજના સભ્યોનું થતુ નિયંત્રણ તેને સોશિયલ કંટ્રોલ કહેવામા આવે છે.

લેન્ડીસ ના મત મુજબ સોશિયલ કંટ્રોલ એ એક સોશિયલ પ્રોસેસ છે. જેના દ્વારા સોશિયલ ઓર્ગેનાઈઝેશન નુ માળખુ બને છે અને તેને મેન્ટેન કરવામા આવે છે.

સોસાયટીની પરંપરા રીતરીવાજો, સામાજિક કાયદાઓ, રૂઢિઓ તથા લોકનીતિના ધારા ધોરણનો સમાવેશ કરવામા આવે છે.

સોશિયલ કંટ્રોલનું મહત્વ..

સમાજમા સમાજના અસ્તિત્વ માટે સોશિયલ કંટ્રોલ જરૂરી છે. સોશિયલ કંટ્રોલ વિના સમાજમા ઘર્ષણ, વાયોલન્સ, ફર્સ્ટ્રેશન વગેરેનુ નિર્માણ થાય છે.

સમાજમા સમાનતા જાળવવા માટે તથા ઈકવીલીબ્રીયમ જાળવવા માટે સોશિયલ કંટ્રોલ જરૂરી છે.

સોશિયલ કંટ્રોલ દ્વારા સમાજમા રહેતા લોકોના બિહેવિયર ને કંટ્રોલ કરી શકાય તેમ જ સમાજમા નિયમો સ્થાપિત કરી શકાય છે.

સોશિયલ કંટ્રોલ દ્વારા સમાજમા દરેક વ્યક્તિની નીડ પુરી કરી શકાય છે અને વ્યક્તિને પ્રોટેક્શન પણ મળે છે.

સમાજમા સોશિયલ કંટ્રોલ નીચેરીતે લાવી શકાય છે.

1.  Law એટલે કે કાયદો 

સમાજમા સમાજની વ્યવસ્થા બરાબર જળવાઈ રહે તે માટે ઘણા કાયદાઓ અમલમા મુકેલા છે. જે લીગલ એજન્સીઓ દ્વારા લાગુ પાડવામા આવેલા છે. જો સમાજમા રહેતા કોઈપણ વ્યક્તિ દ્વારા આ કાયદાનુ ઉલ્લંઘન કરવામા આવે તો તેને તેની સજા પણ મળે છે. સમાજમા દરેક વ્યક્તિઓ માટે સમાન કાયદો અને વ્યવસ્થાઓ એ સોશિયલ કંટ્રોલ જાળવવામા ખૂબ જ  મહત્વના છે.

દાખલા તરીકે -ધ ચિલ્ડ્રન એક્ટ, પીએનડીટી એક્ટ વગેરે.

2. એજ્યુકેશન.

સમાજમા એજ્યુકેશન દ્વારા વ્યક્તિમા તેના ખોટા એટીટ્યુડ ને બદલાવી શકાય છે તથા એજ્યુકેશન થી ખોટી માન્યતાઓ અને ખોટા રીતરિવાજોને દૂર કરી શકાય છે. એજ્યુકેશન એ સમાજમા સામાજિક વ્યવસ્થા બરાબર જળવાઈ રહે તેના માટે ખૂબ જ જરૂરી છે.

3. કોરઝન.

સમાજમા સોશિયલ કંટ્રોલ સ્થાપવા માટે આ એક નેગેટિવ રસ્તો છે. જેમા જબરજસ્તીથી કે ફોર્સફૂલી કોઈ પણ વ્યવસ્થા જાળવવામા આવે છે. જેમા શારીરિક નુકસાન કરીને, કેદ કરીને અથવા મોતની સજા આપીને પણ આ વ્યવસ્થા જાળવી શકીએ છીએ.

આના માટે સ્ટ્રાઈક, બોયકોટ અને નોન કો ઓપરેશન એ પણ નોન વાયોલન્સ કાર્ય તરીકે સમાજમા સોશિયલ કંટ્રોલ સ્થાપવા માટે અગત્યના છે.

4. અલગ અલગ માન્યતાઓ દ્વારા પણ સમાજમા સોશિયલ કંટ્રોલ સાચવી  શકાય છે. જેમા તેની પાછળ કોઈ ઇનવિઝિબલ પાવર રહેલો છે. લોકો માને છે કે કોઈ અલૌકિક શક્તિ ખોટુ કરવા પાછળ સજા મળશે કેસજા આપશે. જેથી સમાજમા માન્યતાઓના લીધે પણ સોશિયલ કંટ્રોલ અને વ્યક્તિઓનુ બિહેવિયર કંટ્રોલમા રહે છે.

5. ટ્રેડિશન, કસ્ટમ એન્ડ રીલીજીયન… 

સમાજમા એક પેઢીથી બીજી પેઢીમા ઉતરી આવતા અલગ અલગ રીત રિવાજો તેમજ ધાર્મિક માન્યતાઓના કારણે પણ જે તે સમાજનો સોશિયલ કંટ્રોલ જળવાઈ છે. આના લીધે સમાજના લોકોનુ બિહેવિયર પણ કંટ્રોલમા રહે છે.

6. ફોકવેઇજ.

સમાજમા કોઈપણ પર્ટિક્યુલર કલ્ચરમા લાંબા સમયથી સતત જોવા મળતા કોઈ બિહેવિયર પેટર્નને ફોક વે કહેવામા આવે છે. જેમા જરૂરિયાત પ્રમાણે મોડીફાઇ કરવામાં આવે છે. આમા આદર આપવો, આભાર માનવો,  ક્લીન્લીનેસ અને હાઈજીન જેવી  બાબતોનો સમાવેશ થાય છે.

7. Mores..

સોસાયટીમા રહેતા લોકો માટે એક પેઢીમાથી બીજી પેઢીમા આ બિહેવિયર પેટર્ન ઉતરી આવે છે. જેમા માતા-પિતા દ્વારા બાળકોને લાલન પાલન કરવુ,  તેની સાર સંભાળ રાખવી, બાળકો દ્વારા ઘરડા માતા-પિતાઓની સાર સંભાળ રાખવી વગેરે વસ્તુઓ નો મોરસ મા સમાવેશ કરવામા આવે છે.

8. પબ્લિક ઓપિનિયન..

આમા પબ્લિક ઓપિનિયન દ્વારા કોઈપણ ચાલી આવતા બિહેવિયરને ચેન્જ કરવામા આવે છે. કોઈપણ નિયમ એ સમયાંતરે આ ઓપિનિયન દ્વારા ચેન્જ કરી શકાય છે.

Que 4(e) Characteristics of culture – કલ્ચરની લાક્ષણિકતાઓ વિશે ટૂંકી નોંધ લખો..

કલ્ચરનુ સમાજમા ખૂબ જ મોટુ મહત્વ રહેલુ છે. સોસાયટી ને સમજવા માટે કલ્ચર વિશે સમજવુ ખૂબ જ જરૂરી હોય છે.

કોઈપણ માણસ કલ્ચર શીખીને જન્મતો નથી જન્મ લીધા પછી તેના ફેમિલી મેમ્બર અને આસપાસના સમાજ દ્વારા કલ્ચર તેના માટે ડેવલપ કરવામા આવે છે. કલ્ચર એ એક પેઢીમાંથી બીજી પેઢીમા ટ્રાન્સફર થાય છે. તેને આગળ અનુસરવામા આવે છે. ભાષાને કલ્ચરનુ મુખ્ય વાહક છે અને દરેક વ્યક્તિ પોતાના કલ્ચરને મહાન માને છે અને બીજાની સરખામણીમા પોતાનુ કલ્ચર સારુ છે એવુ સ્વીકારે છે.

કલ્ચર એ કોમ્પ્લેક્સ છે જેમા કોઈપણ વ્યક્તિના નોલેજ, બીલીફ, આર્ટ,  મોરલ, લો, કસ્ટમ અને વ્યક્તિ દ્વારા જે કંઈ પણ કેપેસિટી ડેવલપ કરેલી હોય જેનો ઉપયોગ સોસાયટીના સારા માટે કરી શકે તેને કલ્ચર કહેવામા આવે છે.

કલ્ચરની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે.

કલ્ચર એ જન્મજાત નથી વ્યક્તિ તેની આસપાસના વાતાવરણ લોકો દ્વારા તે ડેવલપ કરે છે.

કલ્ચર એ કોઈ વ્યક્તિગત વારસો કે વસ્તુ નથી એક સામાજિક વ્યવસ્થાનો ભાગ છે જે વ્યક્તિઓ દ્વારા સમાજમા સેટ થયેલ હોય છે.

કલ્ચર એ સમાજમા રહેતા વ્યક્તિઓની સામાજિક અને એથીકલ જરૂરિયાતોને પૂરી કરે છે.

સમાજમા કલ્ચરના ઘણા બધા ભાગ એકબીજા સાથે જોડાયેલા હોય છે અને આંતરિક વ્યવસ્થા જળવાય છે.

કલ્ચર એ એક જનરેશન માંથી બીજી જનરેશનમા પાસ થાય છે જેને કસ્ટમ કે ટ્રેડિશન તરીકે ઓળખવામા આવે છે.

કલ્ચરને મુખ્ય વાહક એ ભાષા હોય છે તેના દ્વારા તેનો ફેલાવો થાય છે.

Que 5 Write Definitions (Any Six) વ્યાખ્યા લખો  6×2=12

Que 5(a) Community -કોમ્યુનિટી..

કોમ્યુનિટી એટલે કે લોકો એક ચોક્કસ જીયોગ્રાફીકલ એરિયામા રહેતા હોય.  તે કોઈ ચોક્કસ લાક્ષણિકતાઓ ધરાવતા હોય, કોઈ ચોક્કસ કલ્ચર અને રિલિજિયન ને ફોલો કરતા હોય, તેઓની વચ્ચે ઇન્ટર પર્સનલ રિલેશનશિપ ગોઠવાયેલી હોય, કોમન ભાષા નો યુઝ કરતા હોય અને કોમન ઇન્ટરેસ્ટ અને વેલ્યુ જોવા મળતા હોય એવા સમુદાયના લોકોને જ્યા રેહતા હૉય તેને કોમ્યુનિટી કહેવામા આવે છે.

કોમ્યુનિટી ના બે ભાગ પાડવામા આવે છે.

1. અર્બન કોમ્યુનિટી.

જે લોકો શહેરી વિસ્તારમા રહેતા હોય તેવા લોકોના સમૂહને અર્બન કોમ્યુનિટી કહેવામા આવે છે.

2. જે લોકો ટ્રાયબલ એરિયા કે ગામડામા રહેતા હોય તેવા લોકોના સમૂહને રૂરલ કોમ્યુનિટી કહેવામા આવે છે.

અર્બન અને રૂરલ કોમ્યુનિટીના લોકો પોતપોતાની અલગ વિશેષતાઓ ધરાવે છે.

Que 5(b) Delusion-ડીલ્યુઝન..

ડિલ્યુઝન એ વ્યક્તિમા રહેલી એક ખોટી તર્ક વિનાની માન્યતા છે. જે કોઈપણ રીતે બદલી શકાતી નથી.

આ માન્યતા વ્યક્તિને કોઈ વ્યક્તિ દ્વારા કે કોઈ એજ્યુકેશન દ્વારા જાણવા મળતી નથી. ડીલ્યુઝન એ વ્યક્તિની કોઈપણ સંદર્ભ ને લગતી ખોટી માન્યતા છે. તેના નીચે મુજબના પ્રકાર પાડવામા આવે છે.

પર્સેક્યુટરી ડીલ્યુઝન 

ડીલ્યુઝન ઓફ રેફરન્સ..

ડીલ્યુઝન ઓફ ગિલ્ટ..

Que 5(c) Group -ગ્રુપ..

માનવી એક સામાજિક પ્રાણી છે. તે એકલો રહેવા માટે ટેવાયેલો નથી. હંમેશા તેના સ્વસ્થ અને સારા રહેવા માટે ગ્રુપની જરૂર હોય છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે બીજા વ્યક્તિઓ સાથે જોડાયેલો હોય છે.

ગ્રુપ એટલે કે એક કે તેથી વધુ વ્યક્તિઓ કોઈ સમાન ધ્યેય કે સમાન જરૂરિયાતોને સંતોષવા માટે પરસ્પર સહકાર કરે અને એક જૂથમા જોડાય ત્યારે તેને ગ્રુપ કહેવામા આવે છે.

સોસાયટીમા જે લોકોનો ઇન્ટ્રેસ્ટ સરખો હોય તેવા લોકો સમાન ગોલ પૂરો કરવા માટે ગ્રુપમા કાર્ય કર્તા હોય છે આ ગ્રુપ એ પોતાની અલગ લાક્ષણિકતાઓ ધરાવતું હોય છે.

Que 5(d) Fantasy-ફેન્ટસી..

આમા કોઈ પણ વ્યક્તિ પોતાની બ્લોક થયેલ ડિઝાયર અને ફર્સ્ટ્રેશનને ઇમેજીનરી એચીવમેન્ટ દ્વારા જુએ છે. એટલે કે તેને દિવ્ય સ્વપ્ન પણ કહેવામા આવે છે. જેમા રિયાલિટીમા વ્યક્તિ તેને સફળ બનાવી શકતો નથી.  તે ફક્ત વિચારીને જ તે મેળવે છે અથવા તે પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો કરે છે.

આ એક પ્રકારનુ ડિફેન્સ મિકેનિઝમ છે. જે ઇનર કે આઉટર કોન્ફીકટ ને રિસોલ્વ કરવા માટે ઉપયોગ કરવામા આવે છે.

આ ફેન્ટસી ના ડિફેન્સ મિકેનિઝમ દ્વારા વ્યક્તિ જે ઈચ્છાઓને વાસ્તવિક રીતે પૂરી કરી શકાય તેમ નથી તે ઈચ્છાઓ સ્વપ્ન અથવા વિચાર દ્વારા પૂરી કરે છે. વધુ પડતા તેના ઉપયોગ દ્વારા વ્યક્તિ રિયાલિટીથી દૂર જાય છે અને મેન્ટલ કન્ડિશન ઉભી પણ થઈ શકે છે. અમુક ઉંમરમા ફેન્ટસી એ નોર્મલ મિકેનિઝમ છે.

Que 5(e) Hallucination –હેલ્યુસીનેશન…

આ એક પ્રકારનો પર્સેપ્શન નો ડિસઓર્ડર છે. જેમા કોઈપણ વ્યક્તિને બાહ્ય વાતાવરણમા કોઈપણ પ્રકારના સ્ટીમ્યુલેશન ન હોવા છતા પણ તેને તેનુ પરસેપ્શન થાય છે. દાખલા તરીકે કોઈ પણ પ્રકારના અવાજ સંભળાતા હોય એને ઓડિટરી હેલ્યુસીનેશન કહેવામા આવે છે. રિયાલિટીમા બાહ્ય વાતાવરણમા કોઈ અવાજ હોતા નથી.

Que 5(f) Regression-રીગ્રેશન ...

આ એક પ્રકારનુ ડિફેન્સ મિકેનિઝમ છે. જેમા વ્યક્તિ લેસ મેચ્યોર વે થી બીહેવ કરે છે અથવા નાદાનીથી વર્તન કરે છે.

વ્યક્તિ મા જ્યારે સ્ટ્રેસ ક્રિએટ થાય છે અથવા પ્રોબ્લેમ થાય છે ત્યારે તે પોતાના અર્લી ડેવલપમેન્ટલ પિરિયડ દરમિયાન જે બિહેવિયર કરતા હતા તેવુ  બિહેવિયર ફરી પાછુ કરે છે. સિચ્યુએશન પ્રત્યે પોતાનો રિસ્પોન્સ એ લેસ મેચ્યોર હોય છે અથવા લોવર લેવલ નુ રિએક્શન આપે છે. દાખલા તરીકે કોઈ પણ ખરાબ સમાચાર સાંભળ્યા પછી ખૂણામા બેસીને રડવુ. કોઈપણ સ્ટ્રેસફુલ સિચ્યુએશન ઉભી થાય ત્યારે પોતાની આંગળીઓના નખ કોત્રી ખાવા..

અમુક સમયે આ બિહેવિયર સામાન્ય છે પરંતુ વધારે વખત આનો ઉપયોગ કરવાથી માનસિક બીમારી ના લક્ષણો ઉત્પન્ન થઇ શકે છે..

Que 5(g) Clonflict-કોન્ફલીકટ…

આ એક લેટિન ભાષાનો શબ્દ છે જે કોન્ફલીકટશ પરથી આવેલો છે જેનો અર્થ એ થાય છે કે એક જ સમયે કોઈ પણ બે વસ્તુઓ વિશે સ્ટ્રાઈક થવી અથવા વિચારવુ તેનાથી કોન્ફલીકટ ઉત્પન્ન થાય છે.

કોઈપણ બે એકસરખી વસ્તુઓમાથી પસંદગી કરવાની હોય ત્યારે આ પ્રકારનો કોન્ટેક્ટ ઉદ્ભવે છે.

દાખલા તરીકે બે એકસરખી જોબ માથી પસંદગી કરવાની હોય ત્યારે..

Que 5(h) Psychology-સાયકોલોજી..

સાયકોલોજી શબ્દ એ બે ગ્રીક શબ્દો થી બનેલો છે. સાયકી અને લોગસ.  ઈસ. 1590 સુધી સાઈકી શબ્દોનો અર્થ સાઉલ અથવા આત્મા અથવા સ્પિરિટ થતો હતો અને લોજી શબ્દનો અર્થ સ્ટડી કરવુ એવો થાય છે. અહી સાઉલ (soul) શબ્દ એ ખૂબ જ વિશાળ અર્થમા લેવામા આવ્યો હતો. તેથી પાછળથી સોલ (soul) ને બદલે માઈન્ડ શબ્દનો ઉપયોગ કરવામા આવ્યો હતો.

19 મી સદીના અંત સુધીમા વિલિયમ વુડટ એ માઈન્ડ ને બદલે બિહેવિયર શબ્દનો ઉપયોગ કર્યો એટલે નવી વ્યાખ્યા મુજબ સાયકોલોજી એટલે કે હ્યુમન બિહેવિયર ના સાયન્ટિફિક સ્ટડીને સાયકોલોજી કહેવામા આવે છે.

વિલિયમ વુડટ ફાધર ઓફ સાયકોલોજી તરીકે પણ ઓળખવામા આવે છે.

મેન્ટલ પ્રોસેસ અને બિહેવિયરના સાયન્ટિફિક સ્ટડીને સાયકોલોજી કહેવામા આવે છે. આમા માઈન્ડનો સ્ટડી તેમજ તે કેવી રીતે કાર્ય કરે છે તેનો સ્ટડી પણ કરવામા આવે છે.

Que 6(a) ખાલી જગ્યા પૂરો.  05

૧. IQ more than 140 is called________ ૧૪૦ કરતાં વધારે આઈ ક્યુ હોય તેને .. જિનિયસ .. કહે છે.

૨. (Genetic psychology is called as______ જેનેટિક સાયકોલોlજી ને .. બિહેવીયરલ બાયોલોજી .. કહેવાય છે. 

૩. Types of memory are ______and_______ મેમરીના પ્રકારો.. લોંગ ટર્મ .. અને .. શોર્ટ ટર્મ .. છે. 

૪.Average income per person in a year is called_________income. વ્યક્તિની વર્ષિક સરેરાશ આવક.. પરકેપિટા .. તરીકે ઓળખાય છે. 

Que 6(b) જોડકા જોડો  05

A B

૧) Emotion ઇમોશન ૧) Painter ચિત્રકાર

૨) Family ફેમિલી ૨) Strong feeling સ્ટ્રોંગ ફિલિંગ 

૩)Infancy ઇનફંન્સી ૩)Unit of society યુનિટ ઓફ સોસાયટી 

૪)Fantasy ફેન્ટસી ૪) Persona પરસોના 

૫)Freethinking ફ્રીથિંકિંગ ૫) Love and affection લવ એન્ડ અફફેક્શન 

૬) Imaginary achievernentકાલ્પનિક સિદ્ધિઓ 

1 – 2

2 – 3

3 – 5

4 – 6

5 – 1

💥☺☺☺ALL THE BEST ☺☺☺💥💪

નોંધ :-MCQ ANSWER APP ની યુનિક પેટર્ન માં બંને ભાષા માં આગળ paper solution /click here ની નીચે આપેલા છે. ” અ ” પર ક્લિક કરવાથી ભાષા ચેન્જ થશે.

IF ANY QUERY OR QUESTION,REVIEW-KINDLY WATSAPP US No. – 84859 76407

Published
Categorized as GNM FY BEHAVIOUR PAPER, Uncategorised