skip to main content

GNM FY BEHAVIOUR SCIENCE-2018 

GNC PAPER 2018

Que 1(a) What is sociology સોશિયોલોજી એટલે શું? 03

સોસિયોલોજી એ બે શબ્દોનો બનેલો શબ્દ છે સોસાયટસ જે  લેટિન ભાષાનો શબ્દ છે. તેનો અર્થ સોસાયટી એવો થાય છે. લોજી એ ગ્રીક ભાષાનો શબ્દ લોગોસ ઉપરથી લોજી શબ્દ ઉતરી આવ્યો છે લોજીનો અર્થ અભ્યાસ કરવો અથવા સ્ટડી કરવી એવો થાય છે. 

સોશ્યોલોજી એટલે કે સાયન્ટિફિક સ્ટડી ઓફ ધ સોસાયટી એટલે કે સોસાયટીમા રહેલા માણસો નો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવો તેને સોશિયોલોજી કહેવામાં આવે છે.

સોસાયટીનુ બેઝિક કમ્પોનન્ટ એ સોસાયટીના લોકો વચ્ચેનુ કલ્ચર અને તેનુ સ્ટ્રક્ચર રહેલું છે.

સોશિયોલોજી એ કોઈપણ વ્યક્તિનુ સમાજમા રહેલા વ્યક્તિઓ વચ્ચે ના બિહેવીયર નો અભ્યાસ કરે છે.

Que 1(b) Write the effect of social control on the beliaviour of the person. સોશિયલ કંટ્રોલની વ્યક્તિના વર્તન પર થતી અસરો લખો.. 04

  • સમાજમા રહેતા લોકો માટે સમાજમા શાંતિ અને સલામતી એ પ્રાથમિક જરૂરિયાત છે. દરેક વ્યક્તિ સમાજમા નક્કી કરાયેલા નીતિ નિયમો પ્રમાણે જીવે છે. સોસાયટીમા કોઈપણ નિયમ લાંબા સમય માટે રહેતો નથી સમય જતા તેમા ફેરફારો કરવામા આવે છે.
  • ડેવિસ ના મત મુજબ સમાજના હિતમા સમાજ દ્વારા સમાજના સભ્યોનું થતુ નિયંત્રણ તેને સોશિયલ કંટ્રોલ કહેવામા આવે છે.
  • લેન્ડીસ ના મત મુજબ સોશિયલ કંટ્રોલ એ એક સોશિયલ પ્રોસેસ છે. જેના દ્વારા સોશિયલ ઓર્ગેનાઈઝેશન નુ માળખુ બને છે અને તેને મેન્ટેન કરવામા આવે છે.
  • સોસાયટીની પરંપરા રીતરીવાજો, સામાજિક કાયદાઓ, રૂઢિઓ તથા લોકનીતિના ધારા ધોરણનો સમાવેશ કરવામા આવે છે.
  • સોશિયલ કંટ્રોલનું મહત્વ..
  • સમાજમા સમાજના અસ્તિત્વ માટે સોશિયલ કંટ્રોલ જરૂરી છે. સોશિયલ કંટ્રોલ વિના સમાજમા ઘર્ષણ, વાયોલન્સ, ફર્સ્ટ્રેશન વગેરેનુ નિર્માણ થાય છે.
  • સમાજમા સમાનતા જાળવવા માટે તથા ઈકવીલીબ્રીયમ જાળવવા માટે સોશિયલ કંટ્રોલ જરૂરી છે.
  • સોશિયલ કંટ્રોલ દ્વારા સમાજમા રહેતા લોકોના બિહેવિયર ને કંટ્રોલ કરી શકાય તેમ જ સમાજમા નિયમો સ્થાપિત કરી શકાય છે.
  • સોશિયલ કંટ્રોલ દ્વારા સમાજમા દરેક વ્યક્તિની નીડ પુરી કરી શકાય છે અને વ્યક્તિને પ્રોટેક્શન પણ મળે છે.
  • લ્યુથર એલ બર્નાર્ડ દ્વારા સોશિયલ કંટ્રોલને કોન્સીયસ અને અનકોનિયસ સ્વરૂપમા આપેલ છે. જેમા કોન્સીયસ એટલે કે કોન્સિયસલી સોશિયલ કંટ્રોલ નુ ડેવલપ થવુ જે અમુક પ્રકારના લીડર્સ દ્વારા ડેવલપ કરવામા આવે છે.  જ્યારે અનકોન્સિયસ સોશિયલ કંટ્રોલ એટલે કે તે કસ્ટમ ટ્રેડિશન અને રીત રિવાજો મુજબ ડેવલપ થાય છે
  • પોઝિટિવ એન્ડ નેગેટિવ ટાઈપ ઓફ સોશિયલ કંટ્રોલ જેમા પોઝિટિવ સોશિયલ કંટ્રોલમા એપ્રિસિયેશન, વખાણ, રિવાર્ડ  વગેરે આપીને સોશિયલ કંટ્રોલ ડેવલોપ કરવામા આવે છે. જ્યારે પનીસમેન્ટ, જેલ અને રીસ્ટ્રેનિંગ  દ્વારા નેગેટિવ સોશિયલ કંટ્રોલ ડેવલપ થાય છે.

Que 1(c) Explain importance of sociology in nursing profession 05

નર્સિંગ પ્રોફેશનમા સોશિયોલોજી નુ મહત્વ લખો. 

  • સોસાયટી તથા સોસાયટીમા રહેતા લોકોના સાયન્ટિફિક સ્ટડી માટે ખૂબ જ અગત્યની બ્રાન્ચ છે.
  • નર્સિંગ પ્રોફેશનમા પેશન્ટ, પેશન્ટની સારવાર તથા હોસ્પિટલ અને હેલ્થ કેર ટીમને લગતા ઘણા મુદ્દાઓ માટે સોશિયોલોજીના અભ્યાસનુ મહત્વ ખૂબ જ રહેલુ  છે.
  • પેશન્ટ ના કલ્ચરને અને તેની સોશિયલ લાઈફને સમજવામા સોશિયોલોજી એ હોસ્પિટલ સ્ટાફને ખૂબ જ મહત્વનુ છે.
  • સોસાયોલોજીના અભ્યાસ દ્વારા અલગ અલગ લોકોના અલગ અલગ ધર્મો અને તેની કાસ્ટ અને કોમ્યુનિટી વિશે વિવિધતા જાણવા મળે છે.
  • પેશન્ટની સારવાર દરમિયાન તેને લગતા રીતરિવાજો અમુક માન્યતાઓ વગેરેને સારવાર દરમિયાન ધ્યાનમા રાખી સારવાર પૂરી પાડી શકાય છે.
  • સોશિયોલોજીના અભ્યાસ દ્વારા વ્યક્તિઓ વચ્ચે કોઑપરેશન તેમજ ટીમની ભાવના જળવાઈ રહે છે. નર્સ તરીકે હોસ્પિટલમા પેશન્ટ સાથે કામ કરતી વખતે સોશિયોલોજીના અભ્યાસ દ્વારા ટીમ સ્પિરિટ અને કોઓપરેશન મેળવી શકાય છે.
  • સોશિયોલોજીના અભ્યાસ દ્વારા પેશન્ટની ટ્રીટમેન્ટ, તેની રિકવરી તેમજ તેને અપાતી અલગ અલગ પ્રકારની નર્સિંગ કેર મા પણ સોશિયલ રિલેશનશિપ સારી રીતે જાળવી શકાય છે અને દર્દીનો કોન્ફિડન્સ જીતી શકાય છે.
  • કોમ્યુનિટીમા કામ કરતી વખતે સોશ્યોલોજીના અભ્યાસ દ્વારા કોમ્યુનિટી,  અને ત્યા રહેતા લોકો ના કલ્ચર અને તેના નોલેજ વિશે માહિતી મેળવવાથી તેની સાથે પ્રિવેન્ટીવ સર્વિસીસ મા પણ સોશ્યોલોજીનુ ખૂબ જ મહત્વ રહેલુ છે.
  • સોશિયોલોજીના અલગ અલગ બ્રાન્ચ ના વિકાસ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ નર્સિંગ,  પબ્લિક હેલ્થ નર્સિંગ જેવા અલગ અલગ નર્સિંગ ના આસ્પેકટ મા પણ સોશ્યોલોજીનુ ખૂબ મહત્વ રહેલુ છે.
  • સોસીયોલોજી ના અભ્યાસ દ્વારા ટ્રીટમેન્ટ દરમિયાન ઊભા થતા સોશિયલ પ્રોબ્લેમ્સ ને સમજી અને તેનુ સમાધાન કરી શકાય છે જેથી સારી ટ્રીટમેન્ટ દર્દીને આપી શકાય છે.
  • આમ સોસીયોલોજી ના અભ્યાસ દ્વારા ઉચ્ચ ગુણવત્તા સભર પેશન્ટ કેર આપી શકાય તેમજ પેશન્ટ નુ પાર્ટિસિપેશન પણ યોગ્ય મેળવી શકાય છે.

Or

Que 1(a) What is defence mechanism? “ડિફેન્સ મીકેનીઝમ એટલે શું 03

  • ડિફેન્સ મિકેનિઝમ ને મેન્ટલ મિકેનિઝમ કે ઈગો મિકેનિઝમ પણ કહેવામા આવે છે.
  • ડિફેન્સ મિકેનિઝમ એ કોઈપણ અનકમ્ફર્ટેબલ પરિસ્થિતિ હોય કે કોઈપણ વ્યક્તિની સેલ્ફ એસ્ટીમને નુકસાન થાય એવી પરિસ્થિતિ સર્જાઈ ત્યારે વ્યક્તિની એન્ઝાઈટી ઓછી કરવા માટે અથવા સિચ્યુએશન સાથે એડજસ્ટ કરવા માટે આ પ્રકારના ડિફેન્સ મિકેનિઝમ નો વ્યક્તિ ઉપયોગ કરે છે.
  • આ મિકેનિઝમ એ વ્યક્તિ દ્વારા કોન્સીયસ્લી કે અનકોન્સીયસ્લી યુઝ કરવામા આવતુ હોય છે. તેનો હેતુ પ્રોબ્લેમ વાળી સિચ્યુએશનને પોતાના કોન્સિયસ નેસ લેવલ થી દૂર કરી અને સિચ્યુએશન મા પોતાનુ પ્રોટેક્શન જાળવવાનો છે.

Que 1(b) Last out types of defence mechanism… 04

ડિફેન્સ મિકેનિઝમ ના પ્રકારો નીચે મુજબના છે.

1. સાઇકોટિક.

  • તે ડિફેન્સ મિકેનિઝમ નુ એક સિવીયર પેથોલોજીકલ સ્વરૂપ છે. જેમા કોઈ પણ વ્યક્તિ એ બાહ્ય વાતાવરણ ની કોઈપણ રિયાલિટી  સામે કમ્પ્લીટલી અલગ રીતે વર્તે છે. વ્યકિત કોઈપણ પ્રકારના કોપિંગ મિકેનિઝમનો કે એડજેસ્ટમેન્ટ મિકેનિઝમ નો ઉપયોગ કરતો નથી.
  • આ ડિફેન્સ મિકેનિઝમ એ માનસિક બીમાર વ્યક્તિઓમા ખાસ કરીને જોવા મળે છે. નાના બાળકોમા આ ડિફેન્સ મિકેનિઝમ એ હેલ્ધી સ્વરૂપે પણ જોવા મળે છે.

2. ઈમેચ્યોર ડિફેન્સ મિકેનિઝમ..

  • આ પ્રકારના ડિફેન્સ મિકેનિઝમ એ અમુક વખતે એડલ્ટમા અને વધારે એડોલેશન્ટ એજની વ્યક્તિમા જોવા મળે છે. વ્યક્તિ જ્યારે કોઈપણ એન્ઝાઇટી કે સ્ટ્રેસની પરિસ્થિતિમા હોય ત્યારે આ મિકેનિઝમ મુજબ તેમાંથી બહાર નીકળવા માટે વ્યક્તિ એ રિયાલિટી ને એક્સેપ્ટ કરવાના બદલે ન સ્વીકારી શકાય તેવા રસ્તાઓનો ઉપયોગ કરે છે.
  • જે વ્યક્તિ આ પ્રકારના ડિફેન્સ મિકેનિઝમનો વધારે યુઝ કરતો હોય તે વ્યક્તિ ને સોશિયલી માલ એકજેસ્ટ વ્યક્તિ તરીકે પણ ઓળખી શકાય. આ પ્રકારના ડિફેન્સ મિકેનિઝમ નો લાંબો સમય ઉપયોગ કરવાના લીધે વ્યક્તિમા સિરિયસલી પ્રોબ્લેમ જોવા મળી શકે છે.
  • વ્યક્તિમા તેની કોપીંગ એબિલિટીને લગતા સિરિયસ પ્રોબ્લેમ જોવા મળી શકે છે. આ પ્રકારના ડિફેન્સ મિકેનિઝમ એ ડિપ્રેશન તેમજ પર્સનાલિટી ડિસઓર્ડર વાળા વ્યક્તિઓ દ્વારા કોમનલી યુઝ કરવામા આવે છે.

3. ન્યુરોટિક ડિફેન્સ મિકેનિઝમ.

  • આ પ્રકારના ડિફેન્સ મિકેનિઝમ એ એડલ્ટ વ્યક્તિઓ દ્વારા યુઝ કરવામા આવે છે. જેમા કોઈપણ પરિસ્થિતિ સાથે કોપ કરવા માટે ટૂંકા ગાળાનો ફાયદો જોવામા આવે છે. પરંતુ આ પ્રકારના મિકેનિઝમ નો યુઝ કરવાથી લાંબા સમય ના નુકસાન તેમજ પ્રોબ્લેમ જોવા મળી શકે છે.

4. મેચ્યોર ડિફેન્સ મિકેનિઝમ.

  • આ કોઈપણ પ્રકારના મેન્ટલી હેલ્ધી તેમજ ઈમોશનલી હેલ્ધી એડલ્ટ વ્યક્તિ દ્વારા વાપરવામા આવતા ડિફેન્સ મિકેનિઝમ છે. જેને મેચ્યોર મિકેનિઝમ તરીકે પણ ઓળખવામા આવે છે.
  • આ પ્રકારના ડિફેન્સ મિકેનિઝમનો ડેવલપમેન્ટ થતા ઘણો સમય લાગે છે પરંતુ તેનો ઉપયોગ ફાયદાકારક હોય છે.

Que 1(c) Explain any one defence mechanism with example 05 ગમે તે એક ડિફેન્સ મીકેનીઝમ ઉદાહરણ સાથે સમજાવો

  • કોઈપણ એક ડિફેન્સ મિકેનિઝમ વિશે વિસ્તારથી લખો ઉદાહરણ સાથે..
  • રેશનલાઈઝેશન..
  • જ્યારે કોઈ એક વ્યક્તિ કોઈ કાર્ય કરી શકતી નથી એના પરિણામે તે નિષ્ફળ જાય છે ત્યારે તે વ્યક્તિ બહાના આપે છે. આ સમયે વ્યક્તિ ખરુ રિઝન બતાવતી નથી અને તેને બદલે અન્ય લોકો દ્વારા સ્વીકારી શકાય તેવા સ્વરૂપમા તેને રજૂ કરે છે.
  • આમ કરી તે પોતે પોતાની જાતને બચાવવાના પ્રયત્નો કરે છે. સમાજ દ્વારા સ્વીકારવામા ન આવતા અને સમાજ દ્વારા યોગ્ય ન ગણાતા કારણોનો વ્યક્તિ ખુલાસો આપે છે.
  • જેમ કે કોઈ એક વિદ્યાર્થી પરીક્ષામા ફેઇલ જાય તો તેને ત્યાંનુ વાતાવરણ અનુકૂળ અભ્યાસ માટે નથી તેવુ કારણ બતાવે છે.
  • કોઈ એક કંપનીમા કાર્ય કરતો વ્યક્તિ પ્રમોશન નથી મેળવી શકતો તો પોતાના શેઠ કે માલિક દ્વારા પક્ષપાતની નીતિ પોતાના તરફ કરવામા આવે છે તેવુ કારણ બતાવે છે.
  • રેશનલાઈઝેશન ના ઉપયોગ દ્વારા વ્યક્તિ પોતાની નબળાઈઓ ઢાંકે છે અને નિષ્ફળ જવાના કારણોને સ્વીકારી શકાય તેવા સ્વરૂપમા રજૂ કરે છે.

Que 2(a) Explain different types of family 08 ફેમિલી ના જુદા જુદા પ્રકારો વિશે સમજાવો… 

  • ફેમિલી એ દુનિયામા સૌથી નાનામા નાનુ એક સોશિયલ ગ્રુપ છે. તે એક અગત્યનુ પ્રાઇમરી ગ્રુપ છે. ફેમિલી ની અંદર હસબન્ડ વાઈફ મેરેજ દ્વારા જોડાય છે અને તેના બાળકો હોય અથવા ન પણ હોય આ રીતે ફેમિલી નુ નિર્માણ થાય છે.
  • દુનિયામા દરેક જગ્યાએ ફેમિલી હોય જ છે. ફેમિલી વિનાનો કોઈ સમાજ હોતો નથી.
  • આ ફેમિલી મેમ્બરના દરેક સભ્યો વચ્ચે ખૂબ સારી રિલેશનશિપ હોય છે.
  • ફેમિલી એ સોસાયટીનુ પાયાનુ યુનિટ છે.
  • ફેમિલીમા સાથે રહેતા સભ્યો એ પેઢી દર પેઢી પોતાના કસ્ટમ્સ અને રીલીજીયસ પ્રમાણે તેના બાળકોને આગળની જનરેશનમા દરેક ગુણ પસાર કરે છે.
  • ફેમિલી શબ્દ એ રોમન શબ્દ ફેમ્યુલસ પરથી આવેલો છે જેનો મતલબ સેવા થાય છે.
  • ફેમિલી ની ડેફીનેશન જેમા ફેમિલી એ એક બાયોલોજીકલ સોશિયલ યુનિટ છે. જે હસબન્ડ, વાઈફ અને ચિલ્ડ્રન દ્વારા તૈયાર થાય છે.
  • કોઈપણ ફેમિલી એ પુરુષ અને સ્ત્રી દ્વારા મેરેજ ના યુનિયન દ્વારા લીગલી કન્સ્ટ્રક્ટ થાય છે. જે લોકો એક કોમન પ્લેસ પર રહે છે. તેઓના બાળકો હોય છે અથવા તો તેઓ બાળકો એડપટ કરે છે. ફેમિલીમા રહેતા દરેક સભ્યો વચ્ચે સારી સોશિયલ રિલેશનશિપ હોય છે. તે એકબીજાથી એકદમ નજીક રીતે જોડાયેલા હોય છે.
  • આ ફેમિલીના દરેક સભ્યો વચ્ચે એક કોમન ગોલ હોય છે. ઘરની દરેક ચીજ વસ્તુઓ તે કોમનલી શેર કરતા હોય છે. સાથે રહેતા અને સાથે જમતા હોય છે. આ ફેમિલી મેમ્બરના દરેક સભ્યો વચ્ચે સ્ટ્રોંગ ઈમોશનલ બોન્ડ હોય છે.

ટાઈપ્સ ઓફ ધ ફેમીલી…

મેરેજ ના આધારે ફેમિલીને મુખ્ય ત્રણ ભાગમા વહેંચવામા આવે છે.

1. પોલિ એન્ડ્રસ ફેમિલી… 

આમા જ્યારે એક વુમન એ ઘણા મેન સાથે લગ્ન કરે છે અને જે ફેમિલી બને છે તેને પોલી એન્ડ્રસ ફેમીલી કહેવામા આવે છે.

2. પોલી ગામસ ફેમીલી…

એમા એક પુરુષ એ ઘણી સ્ત્રીઓ સાથે લગ્ન કરે ત્યારે આ પ્રકારના ફેમિલી નુ નિર્માણ થાય છે.

3. મોનો ગામસ ફેમિલી… 

આ ફેમિલીમા એક પુરુષ એ એક સ્ત્રી સાથે લગ્ન કરી અને ફેમિલી નુ નિર્માણ કરે છે. આ પ્રકારના ફેમિલી મોટાભાગના દુનિયાના દેશોમા જોવા મળે છે.

પુરુષ અને સ્ત્રીના રહેણાકના આધારે ફેમિલીને નીચે મુજબ ક્લાસિફાઈ કરવામા આવે છે.

1. ફેમિલી ઓફ મેટ્રીલોકલ રેસીડેન્સ.

આ પ્રકારના ફેમિલીમા લગ્ન પછી પુરુષ એ સ્ત્રીના ઘરે રહેવા માટે જાય છે અને ત્યા ફેમિલી નુ નિર્માણ થાય છે.

2. ફેમિલી ઓફ પેટ્રીલોકલ રેસીડેન્સ..

આ પ્રકારના ફેમિલીમા સ્ત્રીએ લગ્ન પછી પુરુષના ઘરે રહેવા જાય છે અને ત્યા ફેમિલી નુ નિર્માણ થાય છે ભારતના મોટાભાગના વિસ્તારોમા આ પ્રકારના ફેમિલી જોવા મળે છે.

પુરુષ અને સ્ત્રીના એન્સેસ્ટ્રી એટલે કે વારસાના આધારે ફેમિલીના નીચે મુજબના પ્રકાર પાડવામા આવે છે.

1. મેટ્રીલીનીયલ ફેમિલી..

આ પ્રકારના ફેમિલીમા મધર એ ફેમિલીના હેડ હોય છે અને તેના તરફથી વારસામા ફેમિલી ના લક્ષણો અને કસ્ટમ્સ જોવા મળતા હોય છે.

2. પેટ્રિલિનિયલ ફેમિલી..

ભારતના મોટાભાગના વિસ્તારમા આ પ્રકારના ફેમિલી જોવા મળે છે જેમા પુરુષ એટલે કે ફાધર એ ફેમિલીના હેડ હોય છે અને વારસાગત લક્ષણો અને કેરેક્ટરિસ્ટિક એ ફાધર ના નામથી નીચેના વારસામા ટ્રાન્સફર થાય છે.

ફેમિલીના સાઈઝ સ્ટ્રક્ચર મુજબ ફેમિલીના નીચે મુજબના ભાગ પાડવામા આવે છે.

1. ન્યુક્લિયર ફેમિલી..

આ પ્રકારના ફેમિલીમા મધર, ફાધર અને તેના બાયોલોજીકલ કે એડેપ્ટ કરેલા ચિલ્ડ્રન નો સમાવેશ થાય છે.

2. જોઈન્ટ ફેમિલી.

આ પ્રકારના ફેમિલીમા ત્રણ કે ચાર જનરેશનના કુટુંબના સભ્યો એક સાથે રહે છે એક જ ઘરમા એકસરખુ ફૂડ અને એક સરખા નીતિ નિયમો સાથે રહે છે. દરેક વ્યક્તિઓ એકબીજા ઉપર આધારિત હોય છે અને દરેકના કોમન રાઇટ્સ એ કુટુંબના વડા દ્વારા નક્કી કરવામા આવે છે. આમા રહેતા દરેક સભ્યોનો પ્રોપર્ટી પરનો રાઈટ એક સરખો હોય છે.

3. એક્સટેન્ડેડ ફેમીલી… 

આ પ્રકારના ફેમિલીમા બે કે બે કરતા વધારે એડલ્ટ કે જે ડિફરન્ટ જનરેશનના છે તે એક જ ઘરમા રહે છે. આ પ્રકારના ફેમિલીમા પેરેન્ટ્સ અને બાળકો સિવાયના સભ્યોનો પણ સમાવેશ કરવામા આવે છે. જેમ કે કઝિન,  અંકલ, આંટી, ગ્રાન્ટ પેરેન્ટ્સ અને ફોસ્ટર ચિલ્ડ્રન્સ આ બધા એક સાથે રહેતા હોય તે પ્રકારના ફેમિલીને એક્સટેન્ડેડ ફેમિલી કહેવામા આવે છે. અમુક ચોક્કસ કારણ જેમકે કોઈ એક વ્યક્તિ બીમાર હોય તેને સપોર્ટ આપવા માટે કે કોઈ ફાઇનાન્સિયલ પ્રોબ્લેમ હોય તેવા વ્યક્તિને સપોર્ટ આપવા માટે આ પ્રકારના ફેમિલી રચાય છે.

Que 2(b) Write characteristics of Mentally Healthy person, 04
મેટલી હચી વ્યકતીની લાક્ષણિકતાઓ લખો.

માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિઓની લાક્ષણિકતા લખો.

માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ એ પોતાની અંદરના કોન્ફલીકટ કે પોતાની સાથેના તનાવ થી ફ્રી હોય છે.

તે પોતાની જાતને કમ્ફર્ટેબલ ફીલ કરે છે.

તે સમજે છે કે પોતે એક જરૂરિયાત સભર વ્યક્તિ છે અને બીજા દ્વારા ગમતી વ્યક્તિ છે.

તે દરરોજનુ હેલ્ધી રૂટીન મેન્ટેઇન કરી શકે છે તથા ખોરાક, આરામ, ફિઝિકલ એક્ટિવિટી તથા પોતાનુ હાયજીન યોગ્ય રીતે મેન્ટેન કરી શકે છે.

તે બીજાના હકો અને જરૂરિયાતો સમજે છે.

તે જિંદગીમા પોતાની જરૂરિયાતો ને ઓળખવામા તેમજ તેને પૂરી કરવા માટે કેપેબલ હોય છે.

તે બીજા વ્યક્તિઓ સાથે સારા રિલેશન તેમજ કોમ્યુનિકેશન રાખી શકે છે.

તે સારી રીતે એકજેસ્ટ કરી શકતી હોય છે. પોતા સાથે અને અન્ય વ્યક્તિઓ સાથેના પોતાના સંબંધને સારી રીતે એડજસ્ટ કરી શકે છે.

તે બીજાઓ દ્વારા કરવામા આવતા ક્રિટીસિઝમને સ્વીકારી શકે અને ઈઝીલી અપસેટ ન થઈ શકે તેવા ગુણ ધરાવે છે.

તે રોજબરોજની જિંદગીમા આવતા ફર્સ્ટ્રેશન્સ અને ડીસઅપોઇન્ટમેન્ટ ને સહન કરી અને આગળ વધી શકે છે.

તે પોતાની આઈડેન્ટિટી, સેલ્ફ રિસ્પેક્ટ, સેન્સ ઓફ સિક્યોરિટી ને હંમેશા સર્ચ કરતો રહે છે અને પોતાની એબિલિટીમા તેને વિશ્વાસ હોય છે.

તેને પોતાની સ્ટ્રેન્થ અને વિકનેશ નુ ભાન હોય છે તેમજ બીજા દ્વારા સ્વીકારી શકાય તેવુ વર્તન કરે છે.

તે બીજાને રિસ્પેક્ટ આપે છે અને અન્ય લોકો તરફથી રિસ્પેક્ટ પણ મેળવે છે.

તેનો પોતાનો જાત તરફનો કંટ્રોલ અને બેલેન્સ સારુ હોય છે. જેથી તે તાર્કિક અને ઈમોશનલ રીતે એકજેસ્ટમેન્ટ કરી શકે છે. તે પ્રોબ્લેમ ફેસ કરે છે અને પ્રોબ્લેમ ને ઇન્ટેલિજન્ટસી ના ઉપયોગ દ્વારા સોલ્વ કરે છે. તેમજ રોજબરોજના સ્ટ્રેસ અને એન્ઝાઈટી સામે તાલ મિલાવવાનો ગુણ ધરાવે છે.

તે પોતાના વાતાવરણ તથા ડેઈલી એક્ટિવિટીમા આવતા નવા ફેરફારોને સ્વીકારે છે અને તેની સાથે તાલ મિલાવે છે.

Que 3 Write Short Answers (Any Two)ટૂંકમાં જવાબ આપો. (કોઇપણ બે)

(a) Write effects of population on economy 2×6=12 સ્તીની ઇકોનોમિક પર થતી અસરો લખો..

વસ્તી વધારા અને વસ્તીના કારણે સોસાયટી અને કોમ્યુનિટીમા રહેતા વ્યક્તિના ઇકોનોમિકલ સ્ટેટસ પર તેની ખૂબ જ ગંભીર અસરો પડે છે. વધારે વસ્તીના કારણે બેકારી, ગરીબી, ભૂખમરો વગેરે જેવા બનાવો સોસાયટી અને સમાજમા બને છે. 

આ તમામ પરિબળોના કારણે વ્યક્તિનુ આરોગ્ય જોખમાય છે. તે પોતાનુ તથા કુટુંબના સભ્યોનુ આરોગ્ય સારી રીતે જાળવી ન શકવાના કારણે તેના લીધે ફરી ઇકોનોમિકલ બર્ડન તેના કુટુંબ પર પડે છે.

વસ્તી વધારાના કારણે ઈલીટ્રસી નુ પ્રમાણ વધે છે. જેના લીધે તે લોકો આગળ જતા સારી રોજગારી કે સારુ વાતાવરણ મેળવી શકતા નથી. જેના લીધે કુટુંબ અને સમાજ પર બોજ બને છે.

વધારે વસ્તીના કારણે ગરીબી અને અન એમ્પ્લોયમેન્ટ નુ પ્રમાણ વધે છે.

લોકો તેની પાયાની જરૂરિયાતો પૂરી કરવા માટે પણ ખૂબ જ મહેનત કરવી પડે છે અને ભૂખમરા જેવી પરિસ્થિતિનુ નિર્માણ થાય છે.

વધારે વસ્તીના કારણે શહેરીકરણ જોવા મળે છે. તેમજ વાતાવરણનુ ખૂબ જ પોલ્યુશન પણ જોવા મળે છે. આ પ્રોબ્લેમ ના કારણે હેલ્થ પ્રોબ્લેમ વધે છે. છેલ્લે તેનો બર્ડન કુટુંબ તથા સોસાયટી પર જ પડે છે.

બેકારી અને ગરીબી વધવાના કારણે સામાજિક જીવન ખોરવાઈ જાય છે તથા સમાજમા ક્રાઇમનુ પ્રમાણ પણ વધે છે. આના લીધે સમાજમા ઇકોનોમિકલ નુકસાન પણ જોવા મળે છે.

આ વસ્તી વધારાના કારણે વ્યક્તિ, કુટુંબ તથા દેશના તમામ ઇકોનોમિકલ આસ્પેકટ પર ખૂબ જ ગંભીર અસર પડે છે.

Que 3(b) Explain types of personality પર્સનાલિટી ના પ્રકારો સમજાવો.

વ્યક્તિ પોતાના જીવનમા પર્સનાલિટી શબ્દનો ઉપયોગ અલગ અલગ રીતે કરે છે. અમુક વ્યક્તિઓ પર્સનાલીટી નો શબ્દનો ઉપયોગ માત્ર શારીરિક દેખાવ, બંધારણ અને રંગ પૂરતો મર્યાદિત રાખે છે. પરંતુ પર્સનાલિટી એ વ્યક્તિનુ ઓવરઓલ કેરેક્ટરીસ્ટિકસ ધરાવે છે. જેમા વ્યક્તિ સારો છે કે  ખરાબ, સ્ટ્રોંગ છે કે વીક એ દરેક બાબતોને આવરી લેવાય છે. આપણે આપણા જીવનમા પર્સનાલિટી શબ્દનો ઉપયોગ બોહડા પ્રમાણમા કરીએ છીએ.

પર્સનાલિટી શબ્દ એ પર્સોના એટલે કે જેનો અર્થ માસ્ક જેવો થાય છે. ગ્રીક ડ્રામા વખતે ત્યાંના એક્ટર આનો ઉપયોગ કરતા હતા.

ત્યારબાદ અલગ અલગ સાયકોલોજિસ્ટ દ્વારા પણ આ શબ્દનો ઉપયોગ કરાતો આવ્યો છે. પર્સનાલિટી એ વ્યક્તિ ની ઓવરઓલ ક્વોલીટી બતાવે છે. જેમા વ્યક્તિની ટેવ, વિચારસરણી, એટીટ્યુડ, ઇન્ટરેસ્ટ તથા તેની લાઇફની ફિલોસોફી વગેરે કવર થાય છે. આ પર્સનાલિટી ના દરેક આસ્પેકટ એ વ્યક્તિના બિહેવિયર દ્વારા જોઈ શકાય છે જે એક વ્યક્તિને બીજા વ્યક્તિથી તદ્દન અલગ પાડે છે અને પોતાની વ્યક્તિગત ઓળખ ઊભી કરે છે.

પર્સનાલિટી એ વ્યક્તિ ની ટોટલ એબિલિટી, કેરેક્ટરીસ્ટીક્સ અને તેનુ બિહેવિયર બતાવે છે. જે વ્યક્તિમા કુદરતી રીતે હોય છે અથવા તો તેણે કૃત્રિમ રીતે ડેવલપ કરેલી હોય છે. જે તેને બીજા વ્યક્તિઓથી અમુક પ્રમાણમા કે વધારે પ્રમાણમા અલગ પાડે છે.

પર્સનાલિટી ના પ્રકારો..

હિપોકરેટ્સ કે જેને ફાધર ઓફ મેડિસિન તરીકે ઓળખવામા આવે છે તેના દ્વારા પર્સનાલિટી નુ નીચે મુજબ ક્લાસીફિકેશન આપવામા આવ્યુ છે. 

હિપોક્રેટ્સ દ્વારા આ પર્સનાલિટી નુ ક્લાસિફિકેશન એ ટેમ્પરામેંટ્સ ના આધારે તથા હ્યુમન બીઇન્ગસ ના આધારે કરવામા આવેલુ છે જે નીચે મુજબ છે.

1. કોલેરિક ટાઈપ..

આ પ્રકારની પર્સનાલિટી ધરાવતા લોકો એક્ટિવ અને ઇરીટેબલ હોય છે તે સ્ટ્રોંગ બોડી અને હોટ ટેમ્પર ધરાવે છે પરંતુ ઈમોશનલી વીક હોય છે.

2. સેગ્યુનીક ટાઈપ.

આ પ્રકારની પર્સનાલિટી ધરાવતા લોકો હંમેશા આનંદીત, કોન્ફીડેન્ટ,  એનર્જીટીક અને ઈમોશનલી સ્ટેબલ હોય છે. તે સ્ટ્રોંગ બોડી ધરાવે છે અને ઓપ્ટિમિસ્ટીક વલણ ધરાવે છે.

3. મેલેનકોલીક ટાઈપ..

આ પ્રકારના લોકો વધારે ખુશ રહેતા નથી. એનર્જીનુ લેવલ પણ ઓછુ હોય છે અને ડિપ્રેશન ધરાવે છે તે ઈમોશનલી અને શારીરિક વીક જોવા મળે છે.

4. ફ્લેગમેટિક ટાઈપ..

આ પ્રકારના લોકો ખુશ અને શાંત પ્રકૃતિ ધરાવે છે અને થોડા આળસુ સ્વભાવના હોય છે. તે ઈમોશનલી સ્ટ્રોંગ હોય છે અને શારીરિક રીતે થોડા વીક હોય છે.

ડોક્ટર કાર્લ જંગ એ પર્સનાલિટી ના ક્લાસિફિકેશન ને મુખ્યત્વે બે ટાઈપમા ડિવાઇડ કરેલા છે.

1. એસ્ટ્રોવર્ટ… 

આ પ્રકારની પર્સનાલીટી ધરાવતા વ્યક્તિઓ બહારના વાતાવરણમા અને બીજી વ્યક્તિઓમા વધારે રસ રાખે છે. તે મળતાવળા સ્વભાવના હોય છે. તે બીજાઓ સાથે તેને વાતચીત કરવી ગમે છે મિત્રો બનાવે છે દરેક સાથે તેના સંબંધો સારા હોય છે. તે મુશ્કેલીના સમયમા સહેલાઈથી અપસેટ થતા નથી તે પોતાના પ્રત્યેના ડિસિઝન ઝડપી લઇ શકે છે. તે આ પ્રકારની પર્સનાલિટી ધરાવે છે.

2. ઇન્ટ્રોવર્ટ..

આ પ્રકારની પર્સનાલિટી ધરાવતા લોકો પોતાનામા જ રસ દાખવે છે. બીજા લોકોથી થોડા દૂર રહે છે. ઓછી વાતચીત કરે છે. પોતાનામા જ અને પોતાના વિચારોમા જ ખોવાયેલા હોય છે. સામાજિક સંબંધો સહેલાઈથી જાળવી શકતા નથી થોડા વધારે સેન્સિટીવ હોય છે. ચિંતા નુ પ્રમાણ આ લોકોમા વધારે જોવા મળે છે. સહેલાઈથી દુઃખી પણ થઈ જાય છે.

3. એમ્બીવર્ટસ…

બહુ ઓછા લોકો ચોક્કસ ઇન્ટ્રોવર્ટ કે એક્સટ્રોવર્ટ હોય છે. મોટાભાગના લોકો એ બંને પર્સનાલિટીના અમુક અમુક લક્ષણો ધરાવતા હોય છે. જેઓને એમ્બીવર્ટસ  કહેવામા આવે છે..

વિલિયમ સેલ્ડન એ લોકોની બોડી ના બંધારણ પ્રમાણે પર્સનાલિટીને ત્રણ ભાગમા વિભાજીત કરી છે જે નીચે મુજબ છે.

1. એન્ડોમોર્ફીક..

આ પ્રકારની પર્સનાલીટી ધરાવતા લોકો સોફ્ટ, ફેટી અને ગોળ મટોળ શરીર ધરાવતા હોય છે. તેઓની વિશેરલ ફેટ વધારે હોય છે અને તે રિલેક્સ હોય છે.

2. મેઝોમોર્ફીક..

આ પર્સનાલિટી ધરાવતા લોકો મસ્ક્યુલર હોય છે. તે ખૂબ જ એક્ટિવિટી કરતા હોય છે. તેઓ સાહસિક હોય છે અને તેઓને વિશેરલ અને સોમેટીક સ્ટ્રક્ચરનુ ડેવલપમેન્ટ બેલેન્સમા હોય છે. આ પ્રકારની પર્સનાલિટી ને રમતવીરો સાથેની પર્સનાલિટી દ્વારા સરખાવી શકાય છે.

3. એકટોમોર્ફીક…

આ પ્રકારના લોકો પાતળા અને લાંબા હોય છે. સપાટ છાતી ધરાવે છે. તેમજ હાડકા દેખાતા હોય એ પ્રકારનુ સ્ટ્રક્ચર ધરાવે છે. વિશેરા અંડર ડેવલપ હોય છે અને વધારે સોશિયલાઈઝેશન ધરાવતા નથી.

Kretschmers (ક્રેટસમર્સ) એ પર્સનાલિટી ના ક્લાસિફિકેશન આપ્યા છે, જેમા આ પ્રકારની પર્સનાલિટી માનસિક રોગોના દર્દીઓનો અભ્યાસ કરતી વખતે તેમને જાણવા મળી છે. જેમા અમુક પ્રકારના શરીરનુ બંધારણ એ અમુક પ્રકારના રોગોમા ખાસ જોવા મળે છે. જે પર્સનાલિટી ના ટાઈપ નીચે મુજબ છે.

1. પાઈકનીક…

આ પ્રકારના લોકો ઠીંગણા અને ફેટી બોડી ધરાવે છે. તેમ એક્સ્ટ્રોવર્ટ  ટાઈપની પર્સનાલિટી ધરાવે છે. સ્વભાવે જોલી અને સારા નેચરના હોય છે.  તેઓ મળતાવળા સ્વભાવના પણ હોય છે. આ પ્રકારના લોકોએ મેનિક ડિપ્રેશિવ સાયકોસીસ નામની બીમારી નો રોગ વધારે કોમનલી જોવા મળે છે.

2. એસ્થેનિક…

આ પ્રકારના લોકો પાતળી અને સ્લીમ બોડી ધરાવતા હોય છે. તે ઇન્ટ્રોવર્ટ પ્રકારની પર્સનાલિટી ધરાવે છે. આ પ્રકારના લોકોમા સ્કિઝૉફેનીયા નામનો રોગ થવાની શક્યતા વધારે રહેલી છે

3. એેેસ્થેનિક.

આ પ્રકારના લોકો સ્ટ્રોંગ બોડી ધરાવે છે અને એગ્રેસીવ હોય છે. આ લોકોને એમ્બીવર્ટસ સાથે તેની પર્સનાલિટી સરખાવી શકાય છે. મેનિક ડિપ્રેશન સાયકોસીસ એ આ લોકોમા વધારે જોવા મળે છે.

4. ડીસ પ્લાસ્ટિક..

આ પ્રકારના લોકો ઇન એપ્રોપ્રિએટ બોડી ધરાવતા હોય છે. ઉપરના ત્રણમાથી કોઈ પણ પ્રકારની પર્સનાલિટી સાથે સરખાવી શકાય નહી. જેને બિહેવિયર અને પર્સનાલિટી પણ ઈમબેલેન્સ ટાઈપની હોય છે.

Que 3(c) Write down characteristics of Rural commumity રૂરલ કોમ્યુનિટી ની લાક્ષણિકતાઓ લખો

રૂરલ કોમ્યુનિટી એ વિલેજમા રહે છે અને તે ઓછી પોપ્યુલેશન ધરાવે છે.  ત્યાંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતીવાડી હોય છે. તે સૌથી જૂનામા જૂની કોમ્યુનિટી વસાહત છે.

રૂરલ કોમ્યુનિટી ની લાક્ષણિકતાઓ..

રૂરલ એરિયામા રહેતા લોકો વચ્ચે એકતાની ભાવના હોય છે. ગામડામા રહેતા દરેક ફેમિલી મેમ્બર્સ એ સુખ અને દુઃખમા સાથે રહે અને એકબીજા સાથે સહકારની ભાવનાથી રહે છે.

રૂરલ કોમ્યુનિટી મા રહેતા લોકો એકબીજાને સારી રીતે ઓળખે છે અને એકબીજા સાથે ખૂબ જ સારા સોશિયલ રિલેશનશિપ ધરાવે છે.

રૂરલ કોમ્યુનિટી ના લોકો વચ્ચેનુ કલ્ચર એકસરખુ હોય છે અને તે દરેક એ કોમન કસ્ટમ, ટ્રેડિશન અને સોસીયલ બિહેવિયર ધરાવતા હોય છે.

આ કોમ્યુનિટીના લોકો એ કોઈપણ કાર્ય ની અંદર સહકારની ભાવના ધરાવે છે અને આસપાસના લોકો સાથે ક્લોઝ રિલેશનશિપ ધરાવે છે. મુખ્યત્વે આ લોકો જોઈન્ટ ફેમિલીમા રહેતા હોય છે.

રૂરલ કોમ્યુનિટીના લોકોમા લીટ્રસી લેવલ એટલુ વધારે ન હોય તેઓ મુખ્યત્વે ખેતીવાડી વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. સોસિયલ એક્ટિવિટી અને રીલીજીયસ એક્ટિવિટી કરતા હોય છે અને ધાર્મિક કાર્યો ખૂબ જ સારા પ્રમાણમા કરે છે.

તેઓ ખૂબ જ મહેનતુ હોય છે ત્યાંના આસપાસના લોકો એ ખૂબ જ સારી હોસ્પિટલિટી ધરાવે છે. લોકોને આવકારે છે. એકબીજા સાથે હળીમળી અને સારી ભાવનાથી રહે છે. દરેક લોકો બીજા લોકોની મોરલ વેલ્યુ સમજે છે.

અહીંના લોકોને લીડ કરતા ગવર્નિંગ બોડી તરીકે ત્યાંના જ સભ્યો ચૂંટાયેલા હોય છે અને તે ગામડાના લોકોના સારા માટે કાર્યકર્તા હોય છે.

અહીંના લોકો વધારે એજ્યુકેટેડ હોતા નથી જેથી મુખ્યત્વે ખેતીવાડી સાથે જોડાયેલા હોય છે જેથી ગરીબી અને ઇલીટ્રસી નુ પ્રમાણ રૂરલ કોમ્યુનિટીમા વધારે જોવા મળે છે.

Que 4 Write Short notes (AN) THREE)ટૂંકનોધ લખો (કોઈપણ ત્રણ) 3×4=12

(a) Sources of frustration સોર્સીસ ઓફ ફસ્ટ્રેશન.. 

ફસ્ટ્રેશન ના ઉદ્ભવ ના કારણો નીચે મુજબ ના છે. 

પર્સનલ ઈનએડિકન્સીસ..

વ્યક્તિ પોતે કોઈપણ જરૂરિયાત મેળવવા માટે ગોલ સેટ કરે છે. આ ગોલ જ્યારે પર્સનલ ખામીઓના કારણે પૂરો થતો નથી અથવા પહોંચી વાળાતુ  નથી ત્યારે સહેલાઈથી ફસ્ટ્રેશન ઉદ્ભવે છે.

જ્યારે કોઈપણ વ્યક્તિ ફિઝિકલી હેન્ડીકેપડ હોય તો ત્યારે આ ખામીના કારણે તે અમુક ડિઝાયરેબલ ગોલ પૂરા કરી શકતા નથી અને તેના કારણે ફર્સ્ટ્રેશન અનુભવાય છે.

2. ઇન્ટર્નલ સોર્સીસ… 

જ્યારે વ્યક્તિ પોતાની આંતરિક ખામીઓ ના કારણે કોઈ ચોક્કસ ગોલ કે કાર્ય પૂરુ કરી શકતા નથી ત્યારે ફર્સ્ટ્રેશન આવે છે. જેમ કે લેક ઓફ કોન્ફિડન્સ,  ફિયર કે એન્ઝાઈટીના લીધે કોઈપણ ગોલ ઍચિવ ન કરી શકાણો હોય તો એના કારણે પણ ફસ્ટ્રેશન ઉદભવે છે.

બોડી નુ ઇન્ટર્નલ મિકેનિઝમ એ ડિઝાયરેબલ ગોલ પૂરો કરવા માટે કેપેબલ ન હોય ત્યારે આ પ્રકારના ફર્સ્ટ્રેશન ઉત્પન્ન થાય છે.

3. એક્સટર્નલ સોર્સ..

એક્સટર્નલ સોર્સીસ એ કોઈપણ કાર્ય પૂરુ કરવા માટે જ્યારે અડચણરૂપ બને ત્યારે વ્યક્તિમા ફર્સ્ટ્રેશનની લાગણી જોવા મળે છે. જેમકે ફિઝિકલ કન્ડિશન,  વરસાદ, ટ્રાફિક, ભૂકંપ, ઘોંઘાટ વગેરે જેવા બાહ્ય પરિબળો એ કોઈપણ કાર્ય પૂરુ કરવામા જ્યારે અડચણરૂપ બને છે ત્યારે ફર્સ્ટ્રેશન આવે છે. આ પરિબળોના લીધે ફર્સ્ટ્રેશન આવવાનુ મુખ્ય કામ મુખ્ય કારણ ટાઈમ મેનેજમેન્ટ એ યોગ્ય સમયમા થઈ શકતો નથી. જેના લીધે ડિઝાયરેબલ  ગોલ પૂરો કરી શકાતો નથી. આ એક્સટર્નલ સોર્સીસ માટે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ ખૂબ જ જવાબદાર હોય છે.

4. કોન્ફ્લિકટ ના કારણે પણ ફર્સ્ટ્રેશન આવે છે.

જેમ કે જ્યારે કોઈપણ વ્યક્તિએ કોઈ ગોલ સેટ કરેલો હોય અને તે ગોલ માટે કોઈપણ મોટીવેશન કાર્ય કરતુ હોય છે. આ મોટીવેશનમા જ્યારે કોઈ પણ બીજી મોટીવેશન ભડે છે ત્યારે વ્યક્તિને કોનફ્લીક્ટ સર્જાય છે અને આ કોનફ્લેક્ટ ના કારણે ફર્સ્ટ્રેશન આવે છે.

Que 4(b) Abraham Maslow’s motivation theriry અબ્રાહમ માસ લોની મોટીવેશનલ થિયરી લખો..

અબ્રાહમ માસલોએ 1908 થી 1970 ના ગાળા દરમિયાન એક હ્યુમન મોટીવેશનલ થિયરી આપેલી છે જે મુજબ માણસનુ બિહેવિયર ક્રિએટિવ હોય છે. તે સેલ્ફ મોટીવેટ હોય છે. દરેક સજીવ પોતાની બેઝિક નીડ પૂર્ણ કરવા તરફ પ્રેરાય છે.

આ થિયરી મુજબ દરેક નીડને એક ચેન ના સ્વરૂપમા દર્શાવવામા આવી છે.  જેમા સૌથી નીચેના ભાગે સૌથી જરૂરી નીડ દર્શાવવામા આવી છે. નીડનુ એક લેવલ પૂરુ થતા વ્યક્તિ આગળના લેવલ તરફ નીડ પૂરી કરવા તરફ મોટીવેટ થાય છે.

આ હારહારકીના નીચેના ભાગે બાયોલોજીકલ નીડ બતાવવામા આવી છે.  જે નીડ મા હંગર, થ્રસ્ટ, એઇર, સ્લીપ, સેક્સ્યુઅલ ડિઝાયર વગેરે ફૂલફીલ થાય તે પછી વ્યક્તિ તેના નેક્સ્ટ નીડ સેફટી એન્ડ સિક્યુરિટી તરફ મોટીવેટ થાય છે.

જેમ જેમ નીચેના લેવલથી નીડ સંતોષાય જાય છે તેમ તેમ વ્યક્તિ આગળના લેવલ એટલે કે સેલ્ફ એકચ્યુલાઇઝેશન તરફ મુવ થતો જાય છે.

જ્યારે કોઈપણ વ્યક્તિ આ હારહારકી ના ટોપ પર પહોંચે છે ત્યારે જોવા મળે છે કે તે વ્યક્તિ એ સારી રીતે બાયોલોજીકલ નીડ પૂરી કરી છે, તે સેફ ફિલ કરે છે. લવ અને એટેચમેન્ટની ફિલિંગ પૂરી છે, ત્યારબાદ તે પોતાના હાઈએસ્ટ લેવલની નીડ પૂરી કરવા માટે સેલ્ફ એક્ચ્યુલીાઈઝેશન તરફ જાય છે.

સેલ્ફ એક્ચ્યુલાઇઝ  વ્યક્તિએ પોતાની જાતથી અવેર હોય છે, અને પોતાની જાત ને સ્વીકારે છે. ક્રિએટિવ હોય છે તથા નવા અને તાત્કાલિક આવતા ચેંજને સ્વીકારવા માટે નુ પોઝિટિવ વર્તન ધરાવે છે.

માસ લો દ્વારા 1943 થી 1954 દરમિયાન જ્યારે આ મોડેલ ડેવલપ કરવામા આવ્યું હતુ ત્યારે આ મોડલમા પાચ નીડ નો સમાવેશ કરવામા આવ્યો હતો. પરંતુ 1970 થી 1990 ના સમયગાળા દરમિયાન કોગ્નિટિવ નીડ, એસ્થેટિક નીડ, ટ્રાન્સકોન્ડનસ નીડ નો સમાવેશ કરવામા આવેલ હતો. હાલમા માસલો હારહારકી મોડલ મા આઠ નીડ નો સમાવેશ થયેલો છે. 

કોગ્નિટિવ નીડ..

આ નીડ મુજબ વ્યક્તિએ તેની ઇન્ટેલિજન્સીનુ લેવલ વધારવુ જરૂરી છે. જેથી તે નોલેજેબલ બની શકે આ નીડ મુજબ વ્યક્તિ નવુ શીખે છે, નવુ એક્સપ્લોર કરી શકે છે અને બેટર અન્ડરસ્ટેન્ડિંગ તેની આજુબાજુ એ ડેવલપ કરી શકે છે.

એસ્થેટિક નીડ..

આ નીડ મુજબ વ્યક્તિ વાતાવરણમા સુંદરતાનો અનુભવ કરી શકે છે તથા નેચર મા સારી વસ્તુઓની ફીલિંગ માણી શકે છે.

સેલ્ફ ટ્રાન્સસેન્ડન્સ નીડ..

માસલો હારહારકી મા સૌથી ઉપરના ભાગે આ નીડ નો સમાવેશ કરવામા આવે છે તે સ્પીરીચ્યુઅલ નીડ તરીકે વર્તે છે. જે બીજાઓને પોતાની નીડ ફિલફુલ કરવા માટે કાર્ય કરે છે

Que 4 (c) Types of Marriage -મેરેજના પ્રકારો

મેરેજ ના પ્રકારો વિશે ટૂંકનોંધ લખો..

મેરેજ એ એક એવો પ્રોસેસ છે કે જેના દ્વારા વ્યક્તિ એટલે કે મેલ અને ફીમેલ જોડાય અને પોતાના ફેમિલી નુ નિર્માણ કરી બાળકો નો જન્મ અપાવી શકે છે.

આપણા સમાજમા અર્બન, રૂરલ, મોડર્ન, ટ્રાઇબલ અલગ અલગ જુદા જુદા કલ્ચર અને જુદા જુદા એરિયામા મેરેજ ના અલગ અલગ સ્વરૂપો જોવા મળે છે.

મેરેજમા સ્ત્રી અને પુરુષ એકબીજા સાથે પતિ પત્ની દ્વારા જોડાય છે અને એક સ્ટેબલ રિલેશનશિપની સમાજમા સ્વીકારાયેલા ફોર્મ મા શરૂઆત કરે છે.

મેરેજને વ્યાખ્યાઇત કરવા માટે જેમા મેરેજ એ સોશિયલ એપ્રૂડ પેટર્ન છે જેમા બે કે બે કરતા વધારે વ્યક્તિઓ જોડાઈ અને ફેમિલી બનાવે છે.

મેરેજ એ સ્ત્રી અને પુરુષ વચ્ચેનુ એક સ્ટેબલ જોડાણ છે. જે તેઓને પતિ પત્ની તરીકેનુ લીગલ સ્ટેટસ આપે છે અને તે સમાજ અને કાયદા દ્વારા સ્વીકારાયેલુ જોડાણ છે. મેરેજ ના માધ્યમથી જોડાયેલા પતિ પત્ની દ્વારા થયેલા બાળકો ને કાયદાકીય રીતે સમાજ દ્વારા માન્યતા આપવામા આવે છે.

મેરેજ ના પ્રકારો નીચે મુજબના રહેલા છે.

1. મોનો ગામી… 

આ પ્રકારના મેરેજમા એક સ્ત્રી અને એક પુરુષ એ મેરેજથી જોડાય છે. તમામ મેરેજમા મોટાભાગના મેરેજ એ આ પ્રકારના હોય છે. આ મેરેજ એ મોસ્ટ એક્સેપ્ટેબલ ગણવામા આવે છે.

2. પોલિજીની… 

આ પ્રકારના મેરેજમા એક પુરુષ એ બે કે બે કરતા વધારે સ્ત્રીઓ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ છે. પહેલાના સમયમા આ પ્રકારના મેરેજ સામાન્ય રીતે જોવા મળતા હતા. હાલમા પણ અમુક સમુદાયના લોકોમા આ પ્રકારના મેરેજ જોવા મળે છે.

3. પોલીએન્ડ્રી…

મેરેજ ના આ પ્રકારમા એક સ્ત્રી એ એક કરતા વધારે પુરુષો સાથે લગ્નગ્રંથિથી જોડાય છે. આ પ્રકારના મેરેજ પણ પહેલાના સમયમા અને અમુક સ્પેસિફિક પ્રદેશ અને સ્પેસિફિક કોમ્યુનિટીના લોકોમા જોવા મળતા હતા. હાલ ના સમય મા આ મેરેજ વધારે જોવા મળતા નથી.

4. ગ્રુપ મેરેજ… 

આ પ્રકારના મેરેજમા પુરુષોનુ એક ગ્રુપ એ સ્ત્રીઓના એક ગ્રુપ સાથે લગ્ન કરે છે મેરેજ કરે છે.

5. કંપેનીઓનેટ મેરેજ..

આ પ્રકારના મેરેજમા પુરુષ અને સ્ત્રી વચ્ચે સમજણથી અન્ડરસ્ટેન્ડિંગ થી મેરેજ થાય છે અને એ મેરેજ નો અંત પણ સમજણથી જ આવે છે. આ પ્રકારના મેરેજમા સામાન્ય રીતે બાળકો જોવા મળતા નથી.

6. એકસોગામી મેરેજ..

આ પ્રકારના મેરેજમા પુરુષ કે સ્ત્રી એ પોતે પોતાના ક્લાસની બહારથી પુરુષ કે સ્ત્રીની પસંદગી કરી અને મેરેજ કરે છે. જેમા ગોત્રની બહાર, પરિવાર કે  વિલેજ ની બહારની વ્યક્તિઓની મેરેજ તરીકે પસંદગી કરવામા આવે છે.

7. એન્ડોગામી મેરેજ..

આ પ્રકારના મેરેજમા પુરુષ અને સ્ત્રી એ પોતાના ક્લાસમા પોતાની કાસ્ટ અને પોતાના સમુદાયમા જ મેરેજ કરે છે જેમા તે પોતાના ફેમિલી કે ક્લાસની બહાર જતા નથી.

Que 4(d) Conditioning Learning – કન્ડીશનીંગ લર્નિંગ

કન્ડિશનલ લર્નિંગની મેથડ સમજાવો. 

આ લર્નિંગ માટેની એક મેથડ છે. જેમા રશિયન ફિઝિયોલોજીસ્ટ ઈવાન પાવલોવ એ આ મેથડ ની શોધ કરી છે. ઇસવીસન 1904 મા તેમને આ મેથડ માટે નોબલ પ્રાઈઝ પણ મળેલ હતુ.

ક્લાસિકલ કન્ડિશનિંગ ને કોઈપણ સ્ટીમ્યુલેશન પ્રત્યેના રિસ્પોન્ડન્ટ ની થિયરી તરીકે પણ ઓળખવામા આવે છે.

આ એક્સપેરિમેન્ટમાં પાવલોવ એ કુતરા પર એક પ્રયોગ કરેલો હતો. જેમા કૂતરાને જ્યારે ખોરાક આપવામા આવે છે ત્યારે તેની સાથે બેલ વાગે તેવુ નક્કી કરેલ હતુ અને આ સમયે કૂતરાને સલાઈવેશન કેટલુ થાય તે નોંધવામા આવતુ હતુ. આ સાથે સમય પણ નોંધવામા આવતો હતો. આ પ્રયોગ અમુક સમય ચલાવવામા આવ્યો ત્યારે નોંધવામા આવ્યુ કે બેલ વાગે અને કૂતરાને ફૂડ આપવામા આવે અને તેને સલાઈવેશન થાય તેની નોંધ કરવામા આવે છે. અમુક સમય પછી ફક્ત બેલ વગાડવામા આવે તો પણ કુતરાના મોમા સલાઈવેશન એટલુ જ જોવા મળતુ હતુ જેટલુ ફૂડ આપ્યા પછી આપવાની સાથે જોવા મળે છે એનો મતલબ એવો કે કૂતરાને ખોરાક આપ્યા વિના પણ માત્ર બેલના અવાજથી પણ તેને સલાઇવેશન વધેલુ જોવા મળે છે. આ એક કન્ડિશનિંગ રિસ્પોન્સ છે.

આ થિયરી બતાવે છે કે કન્ડિશનિંગ સ્ટીમ્યુલેશન જ્યારે અનકન્ડિશન સ્ટીમ્યુલેશન સાથે જોડાઈ ત્યારે કન્ડિશન સ્ટીમ્યુલેશન પણ અનકન્ડિશન સ્ટીમ્યુલેશન જેટલુ જ અસરકારક સાબિત હોય થાય છે. આ થિયરીની માન્યતા મુજબ બંને કન્ડિશનનુ જોડાણ એક સાથે થયેલુ હોય છે.

ક્લાસિકલ કન્ડીશન ના પ્રિન્સિપલ્સ એ નીચે મુજબના એરીયા સાથે ઉપયોગમા લઈ શકાય છે.

આ ક્લાસિકલ કન્ડીશનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિમા ગુડ હેલ્થ હેબિટ ડેવલપ કરી શકાય છે.

આ પ્રિન્સિપલના ઉપયોગ દ્વારા કોઈપણ બેડ હેબિટને છોડી શકાય છે કે કોઈપણ એન્ઝાઈટી કે ફિયર ની સિચ્યુએશન સાથે એડજસ્ટ કરી શકાય છે.

પ્રાણીઓને ટ્રેનિંગ આપવા માટે પણ આ લર્નિંગ પ્રિન્સિપલ્સ નો ઉપયોગ કરી શકાય છે.

અમુક સાયકોથેરાપી માટે પણ બિહેવિયર અને એટીટ્યુડ ને ચેન્જ કરવા માટે આ લર્નિંગ ના પ્રિન્સિપલ્સ નો યુઝ કરી શકાય છે.

Que 5નીચે આપેલી ટર્મિનોલોજી ના મિનિંગ સમજાવો.. 6×2=12

Que 5(a) group ગ્રુપ… 

માનવી એક સામાજિક પ્રાણી છે. તે એકલો રહેવા માટે ટેવાયેલો નથી. હંમેશા તેના સ્વસ્થ અને સારા રહેવા માટે ગ્રુપની જરૂર હોય છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે બીજા વ્યક્તિઓ સાથે જોડાયેલો હોય છે.

ગ્રુપ એટલે કે એક કે તેથી વધુ વ્યક્તિઓ કોઈ સમાન ધ્યેય કે સમાન જરૂરિયાતોને સંતોષવા માટે પરસ્પર સહકાર કરે અને એક જૂથમા જોડાય ત્યારે તેને ગ્રુપ કહેવામા આવે છે.

સોસાયટીમા જે લોકોનો ઇન્ટ્રેસ્ટ સરખો હોય તેવા લોકો સમાન ગોલ પૂરો કરવા માટે ગ્રુપમા કાર્ય કર્તા હોય છે આ ગ્રુપ એ પોતાની અલગ લાક્ષણિકતાઓ ધરાવતું હોય છે.

Que 5(b) thinking થીંકીંગ..

વ્યક્તિ કે માણસો વિચારી શકે છે તે સામાન્ય બાબત છે. માણસોના વિચારી શકવાના કારણે જ તે પ્રાણીઓથી અલગ પડે છે. વ્યક્તિમા થિન્કિંગ પાવર રહેલો હોય છે અને બોલવાની શક્તિ રહેલી હોય છે.

ઘણા વર્ષો પહેલા એરિસ્ટોટલના મત મુજબ માનવી એ વિચાર શક્તિવાળુ પ્રાણી છે એવુ કહેવામા આવેલ હતુ. માનવી માટે વપરાતો શબ્દ હોમોસેપિયન્સ એટલે જ તેનો અર્થ વિચાર શક્તિ ધરાવતો અથવા વિચારશીલ માણસ એવો થતો હતો.

આપણે દિવસ દરમિયાન જ્યારે પણ જાગતા હોય ત્યારે કંઈક ને કંઈક વિચારતા જ રહીએ છીએ અને એ ક્રિયા સતત શરૂ હોય છે.

થીંકીંગ એ હાઈ લેવલનો મેન્ટલ પ્રોસેસ છે. જેમા ઘણી સાયકોલોજીકલ અને ફિઝિકલ એક્ટિવિટી નો સમાવેશ થાય છે.

થીંકીંગ એટલે કે કોઈપણ પ્રોબ્લેમ ના સોલ્યુશન માટે કરવામા આવતી પરસેપ્ચ્યુઅલ રિલેશનશિપ.

થીંકીંગ એ એક કોગ્નિટિવ એક્ટિવિટી છે. જેમા ઇન્ફોર્મેશન ને પ્રોસેસ કરવામા આવે છે અને કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરવામા આવે છે. તે હંમેશા ગોલ ડાયરેક્ટેડ હોય છે.

Que 5(c) Memory મેમરી..

મેમરી એ ખૂબ મહત્વનો કોગનીટીવ પ્રોસેસ છે. તેમા રિમેમ્બરિંગ અને ફોર્ગેટિંગ એમ બે કાર્ય સંકળાયેલા હોય છે. બંને નો નેચર એકબીજાથી ઓપોઝિટ હોય છે. આ બંને કાર્ય વ્યક્તિના જીવનમા ઘણા મહત્વનો રોલ પ્લે કરે છે.

માણસ ઘણા લાંબા સમય સુધી ઇન્ફોર્મેશન ને સ્ટોર કરી અને સાચવી શકે છે અને જ્યારે જરૂરિયાત હોય ત્યારે ફરી એને યાદ કરી શકે છે. તેને મેમરી કહેવામા આવે છે.

ઇફેક્ટિવ લર્નિંગ માટે મેમરી યોગ્ય હોવી જરૂરી છે.

બોડી ના સેન્સર જેવા કે વિઝન, ટચ વગેરે દ્વારા મળતા ઇમ્પલસીસના ઇનપુટ બ્રેઇનમા જાય છે અને ત્યા માહિતી સ્વરૂપે સ્ટોર થાય છે. જો આ ઈનપુટસ રિપીટેટીવ મળતા રહે તો મેમરી લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય છે.

મેમરી એટલે કે અનુભવને સ્ટોર કરવાનો પાવર જ્યારે જરૂર હોય ત્યારે ફરીથી જાગ્રત અવસ્થા ના ફીલ્ડમા લાવી શકાય છે. આ કાર્ય ને મેમરી કહેવામા આવે છે.

મેમરી એ સ્ટીમ્યુલેશનના ઇનપુટ અને રિસ્પોન્સ સાથેના આઉટપુટ દ્વારા કાર્ય કરે છે.

મેમરી એ એક  ન્યુરોકેમિકલ પ્રોસેસ છે. જેમા બ્રેઇન દ્વારા ઇન્ફોર્મેશન ને સાચવી શકાય અને જરૂર પડીએ ફરી પાછી મેળવી શકાય છે.

Que 5(d) Attention-અટેન્શન..

અટેન્સન એટલે કે કોઈ એક ચોક્કસ સમયે પિરિયડ દરમિયાન કોઈ વ્યક્તિ ઓબ્જેક્ટ કે એક્ટિવિટી તરફ ફોકસ કરવાની ક્ષમતા.

વ્યક્તિ પોતાના કોન્સિયસનેસ ના કાર્ય દ્વારા એન્વાયરમેન્ટ માથી અલગ અલગ પ્રકારના ઈમ્પલસીસ મેળવે છે. જે આપણા બ્રેઇન ઉપર અસર કરે છે અને આપણે આજુબાજુના વાતાવરણથી અવેર થઈએ છીએ.

એટેન્શન એ એક કોમ્પ્લેક્સ પ્રોસેસ છે. જેમા આપણી આજુબાજુના વાતાવરણ મા બનતી ક્રિયા પર આપણે ચોક્કસ સમય માટે ફોકસ રાખી તેમાથી અલગ અલગ પ્રકારના સ્ટીમ્યુલેશન મેળવીએ છીએ. દાખલા તરીકે કોઈ વસ્તુ જોઈએ છીએ, કોઈ વસ્તુ સાંભળીએ છીએ. 

વાતાવરણમા બનતી અલગ અલગ ક્રિયાઓ થી આપણે એક સાથે અવેર થઈ શકીએ છીએ પરંતુ ફોકસ કોઈપણ એક ક્રિયા ઉપર વધારે કરી શકાય છે.

તેથી કોઈપણ એક જ સમયે કોઈ એક જ ક્રિયા પર ફોકસ કરવાની ક્રિયાને એટેન્શન કહેવામા આવે છે.

Que 5(e) Perception-પર્સેપ્શન..

કોઈપણ કાર્યને સમજવા માટે બાહ્ય વાતાવરણમાથી આવતા સ્ટીમ્યુલેશન ને ગ્રહણ કરવા અને તેનુ ઇન્ટરપ્રિટેશન કરવુ જેથી તેનાથી આપણે સભાન થઈ શકીએ છીએ તેને પરસેપ્શન કહેવામા આવે છે.

પરસેપ્શન એટલે કે કોઈપણ સેન્સરી સ્ટિમ્યુલેશન નુ ઇન્ટરપ્રિટેશન થવું.

સારી રીતે પરસેપ્શન થવા માટે આપણા શરીરના સેન્સ ઓર્ગન સારી રીતે કાર્યક્ષમ હોવા જરૂરી છે. જેથી આપણે બાહ્ય વાતાવરણની સ્ટીમ્યુલેશન થી અવેર થઈ શકે છે.

દાખલા તરીકે બાહ્ય વાતાવરણમા કોઈ પણ અવાજ સંભળાવો કોઈ વસ્તુ દેખાવી.

પરસેપ્શન એ ખૂબ જ કોમ્પ્લેક્સ સાયકોલોજીકલ પ્રોસેસ છે. જેમા કોઈ વ્યક્તિ બહારના વાતાવરણની અલગ અલગ સ્ટીમ્યુલેશન ને ગ્રહણ કરી,  એનાલાઈઝ કરી, આઈડેન્ટીફાય કરે અને તેનુ ત્યારબાદ ઇન્ટરપ્રિટેશન થાય છે અને કોઈપણ સ્ટીમ્યુલેશનનો મિનિંગ સમજાય છે.

Que 5(f) Psychology-સાયકોલોજી..

સાયકોલોજી શબ્દ એ બે ગ્રીક શબ્દો થી બનેલો છે. સાયકી અને લોગસ.  ઈસ. 1590 સુધી સાઈકી શબ્દોનો અર્થ સાઉલ અથવા આત્મા અથવા સ્પિરિટ થતો હતો અને લોજી શબ્દનો અર્થ સ્ટડી કરવુ એવો થાય છે. અહી સાઉલ (soul) શબ્દ એ ખૂબ જ વિશાળ અર્થમા લેવામા આવ્યો હતો. તેથી પાછળથી સોલ (soul) ને બદલે માઈન્ડ શબ્દનો ઉપયોગ કરવામા આવ્યો હતો.

19 મી સદીના અંત સુધીમા વિલિયમ વુડટ એ માઈન્ડ ને બદલે બિહેવિયર શબ્દનો ઉપયોગ કર્યો એટલે નવી વ્યાખ્યા મુજબ સાયકોલોજી એટલે કે હ્યુમન બિહેવિયર ના સાયન્ટિફિક સ્ટડીને સાયકોલોજી કહેવામા આવે છે.

વિલિયમ વુડટ ફાધર ઓફ સાયકોલોજી તરીકે પણ ઓળખવામા આવે છે.

મેન્ટલ પ્રોસેસ અને બિહેવિયરના સાયન્ટિફિક સ્ટડીને સાયકોલોજી કહેવામા આવે છે. આમા માઈન્ડનો સ્ટડી તેમજ તે કેવી રીતે કાર્ય કરે છે તેનો સ્ટડી પણ કરવામા આવે છે.

Que 5(g) Fantasy-ફેન્ટસી..

આમા કોઈ પણ વ્યક્તિ પોતાની બ્લોક થયેલ ડિઝાયર અને ફર્સ્ટ્રેશનને ઇમેજીનરી એચીવમેન્ટ દ્વારા જુએ છે. એટલે કે તેને દિવ્ય સ્વપ્ન પણ કહેવામા આવે છે. જેમા રિયાલિટીમા વ્યક્તિ તેને સફળ બનાવી શકતો નથી.  તે ફક્ત વિચારીને જ તે મેળવે છે અથવા તે પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો કરે છે.

આ એક પ્રકારનુ ડિફેન્સ મિકેનિઝમ છે. જે ઇનર કે આઉટર કોન્ફીકટ ને રિસોલ્વ કરવા માટે ઉપયોગ કરવામા આવે છે.

આ ફેન્ટસી ના ડિફેન્સ મિકેનિઝમ દ્વારા વ્યક્તિ જે ઈચ્છાઓને વાસ્તવિક રીતે પૂરી કરી શકાય તેમ નથી તે ઈચ્છાઓ સ્વપ્ન અથવા વિચાર દ્વારા પૂરી કરે છે. વધુ પડતા તેના ઉપયોગ દ્વારા વ્યક્તિ રિયાલિટીથી દૂર જાય છે અને મેન્ટલ કન્ડિશન ઉભી પણ થઈ શકે છે. અમુક ઉંમરમા ફેન્ટસી એ નોર્મલ મિકેનિઝમ છે.

Que 5(h) Budget બજેટ..

બજેટ એટલે કે વ્યક્તિની આવક અને જાવકનુ ચોક્કસ પિરિયડ દરમિયાન સરવૈયુ કરવામા આવે તે પ્રોસેસને બજેટ કહેવામા આવે છે.

બજેટ પ્લાનિંગ એ સોસાયટીમા, ફેમિલી અને ફેમિલીના મેમ્બર્સ દ્વારા કરવામા આવે છે. હેડ ઓફ ધ ફેમિલી મેમ્બર એ આ બજેટ પ્લાનિંગ નુ ધ્યાન રાખે છે.

Que 6(a). ખાલી જગ્યા પૂરો  05

૧) ______is the father of Psychology. .Wilhelm Maximilian Wundt.. એ સાયકોલોજીના પિતા છે.

૨)The Study of population is called_________ પોપ્યુલેશન પર થતાં અભ્યાસને .. ડેમોગ્રાફી .. કહે છે.

૩)Loss of memory due to illness is called________ બીમારીને કારણે થતી મેમરી લોસ ને .. એમનેસિયા .. કહે છે. 

૪) To fasure the intelligency __________&_______tests are performed. ઇન્ટેલિજન્સીને માપવા માટે . વર્બલ .. અને .. નોન વર્બલ . ટેસ્ટ કરવામાં આવે છે. 

Que 6(b). નીચેના વિધાનો ખરા છે કે ખોટા ટે લખો.  05

૧. Family is a spiritual institution ફેમિલી એ સ્પિરિચ્યુઅલ ઇન્સ્ટીટ્યુશન છે. ✅

૨. Economics means study of psychology ઈકોનોમિકસ એટલે સ્ટડી ઓફ સાયકોલોજી. 

૩. Change in environment effects on behavior of person વાતાવરણ મા ચેન્જ એ વ્યક્તિના વર્તન પર અસર કરે છે. 

૪. When needs are not satisfied it is called need deprivation જ્યારે જરૂરીયાતો સંતોષતી નથી તેને નીડ ઓફ ડીપ્રાઈવેશન કહે છે. 

૫. Psychosomatic disorders are caused by stress સાઇકોસોમેટિક ડીસઓર્ડર સ્ટ્રેસના કારણે થાય છે, ✅

Que 6(c). નીચેના જોડક જોડો.  05

A B

a Emotion- ઇમોશન a Time Saving-ટાઈમ સેવિંગ 

b.Illusion- ઈલયુશન b. Behaviour modification-બિહેવીયર મોડીફીકેશન

c. Habit-હેબીટ. C. Forbidden-ફોરબીડાં થીંગ. 

d. Learning-લેર્નીંગ d. False pereeption-ખોટું પરસેપ્શન 

e. Taboo-ટેબૂ e. Strong feeling- સ્ટ્રોંગ ફિલિંગ 

f. Unemployment- અનએમ્પ્લોયમેન્ટ .

A – E

B – D

C – A

D – B

E – C 

💥☺☺☺ALL THE BEST ☺☺☺💥💪

નોંધ :-MCQ ANSWER APP ની યુનિક પેટર્ન માં બંને ભાષા માં આગળ paper solution /click here ની નીચે આપેલા છે. ” અ ” પર ક્લિક કરવાથી ભાષા ચેન્જ થશે.

IF ANY QUERY OR QUESTION,REVIEW-KINDLY WATSAPP US No. – 84859 76407

Published
Categorized as GNM FY BEHAVIOUR PAPER, Uncategorised