MSN-II
(Nursing management of patients with cardiovascular, circulatory and haematological disorder)*
1.એ.સી.ઇ એનહિબીટર :-
મેડિકેશન માટે સંક્ષિપ્ત રૂપ જે એનજીઓ ટેન્સીન કન્વર્ટિંગ એનજાયમ ને અટકાવે છે.
- એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ :-
સાઇન એટલે ચિહ્નો અને સિમટમ્સ એટલે લક્ષણો જે અનસ્ટેબલ અન્જાયના અથવા એક્યુટ માયો કાર્ડિયલ ઇન્ફાર્કશન ને સૂચવે છે.
- એન્યુરીઝમ :- વેસલ્સની દિવાલમાં નબળા પોઇન્ટ એ સ્થાનિક શેક (કોથળી) or ડાયલેટેશન અથવા પહોળું આર્ટરી માં બને છે .
- એન્જાયના પેકટોરીસ:-
છાતીમાં દુખાવો માયોકાર્ડિયલ ઇન્ફાર્કક્શનના દ્વારા થાય છે.
- એનજીઓપ્લાસ્ટિ :- તે એક ઇનવેસિવ પ્રોસિજર છે, જેમાં બલૂનયુક્ત ટીપવાળી કેથેટરનો ઉપયોગ કરીને બ્લડ વેસલ્સના સાંકડા અથવા સ્ટેનોટિક ભાગને ફુલાવવામાં (ડાયલેટ )આવે છે.
- આર્ટેરીઓસકલેરોસીસ :-
આ એક ડિફયુસ અથવા ફેલાય એવી પ્રક્રિયા છે જ્યાં નાની આર્ટરી અને આર્ટરીઓલ્સ ના વોલના મસલ્સ ફાઇબર અને એન્ડોથેલિયમ ની લાઇનિંગ જાડા થઈ જાય છે .
- એથેરોસકલેરોસીસ :-
આર્ટરીની દીવાલો તથા લ્યુમેનની અંદર ફાઇબર ટીશ્યુ તથા લિપિડ નો ભરાવો અથવા જામી જાય છે.
- એથેરોમા :-
સ્મુથ મસલ્સ સેલ્સથી બનેલી ફાઇબરસ કેપ જે આર્ટરીની દિવાલની અંદરના લિપિડના ડિપોઝિટ પર રચાય છે ,જે વેસલ્સની લ્યુમેનમાં બહાર નીકળે છે અને લયુમેનને સાંકડું બનાવે છે અને બ્લડ ફ્લોને અવરોધે છે જેને પ્લેગ કહે છે.
- કાર્ડિયાક કેથેટરાઈઝેશન :- કારડીયાક કેથેટરાઈઝેશન નો ઉપયોગ હાર્ટના ચેમ્બરનું પ્રેશર માપવા તથા કોરોનરી આર્ટરીની પેટનસી તપાસ કરવા માટે થાય છે.
10.કાર્ડિયાક કંડકશન સિસ્ટમ :-
સ્પેશિયલ હાર્ટ શેલ જે સમગ્ર હાર્ટ માં સ્થાપિત થયેલા છે ,જે ઈલેક્ટ્રિકલ ઈમ્પલ્સીસને ઉત્પન્ન કરવા અને માયો કાર્ડિયલ સેલ સુધી ટ્રાન્સમિશન કરવામાં કોર્ડીનેશન માટે જવાબદાર હોય છે.
- કાર્ડિયાક આઉટપુટ :-
એક મિનિટમાં દરેક વેન્ટ્રીકલ દ્વારા પંપ કરવામાં આવેલા બ્લડનું અમાઉન્ટ (લિટરમાં) જેમાં નોર્મલ 5 લિટર પર મિનિટ એડલ્ટમાં હોય છે જેને કાર્ડીયાક આઉટપુટ કહે છે.
- કાર્ડિયાક સ્ટ્રેસ ટેસ્ટ :-
તેનો ઉપયોગ જ્યારે ઓક્સિજનની માંગણીમાં વધારો થાય છે ત્યારે હાર્ટના ફંકશનનું ઇવાલ્યુશન કરવામાં ઉપયોગ થાય છે.
- કાર્ડીઓમાયોપેથી :-
હાર્ટના મસલ્સનો ડીસીઝ છે.
- કોન્ટ્રાક્ટિલિટી :- એટલે કે હાર્ટના મસલ્સની કોન્ટ્રાકશન કરવાની ક્ષમતા અથવા એબીલીટી જેના દ્વારા બ્લડ પંપ થાય છે . 15.ક્રિએટીનીન કાઇનેસ :-
આ એક પ્રકારનો એન્ઝાઈમ છે, જે હ્યુમન ટીશ્યુ માં જોવા મળે છે આ એન્ઝાઈમના ત્રણ ટાઈપ છે તેમાંનો એક ટાઈપ એ સ્પેસિફિક રીતે હાર્ટના મસલ્સ માટેના હોય છે તેનો ઉપયોગ એ હાર્ટ મસલ્સના ઇન્જયુરીમા થાય છે.
- કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફટ :-
આ એક સર્જીકલ પ્રોસિજર છે જેમાં બોડીના બીજા ભાગમાંથી બ્લડ વેસલ્સને લેવામાં આવે છે અને તેને અવરોધની નીચે ,બંધ કોરોનરી આર્ટરી પર ગ્રાફ્ટ એવી રીતે કરવામાં આવે છે કે જેથી બ્લડ ફ્લો અવરોધને બાયપાસ કરે.
17.HDL( હાઈડેન્ટસીટી લાઈપો પ્રોટીન ):-
તેમાં પ્રોટીન લિપિડ સાથે જોડાય છે અને કોલેસ્ટ્રોલ ને લીવરમાં ટ્રાન્સપોર્ટ કરે અને બાઈલમાં એક્સક્રીએશન (ઉત્સર્જન) માટે,
લો ડેન્સિટી લાઈપો પ્રોટીન કરતાં તેમાં (HDL) પ્રોટીનનું પ્રમાણ લીપીટ કરતા વધારે હોય છે જે આરટરી ની વોલ પર ફાયદાકારક અસર કરે છે.
- હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી:-
ઈસ્ટ્રોજન ,પ્રોજેસ્ટેરોન અથવા બંને પોસ્ટ મેનોપોઝલ અથવા ઓફોરેક્ટોમાઈસડ વુમનને સૂચવવામાં આવે છે.
19.હાયપરટેન્સિવ ઇમર્જન્સી :-
આ એક એવી પરિસ્થિતિ છે કે જેમાં બ્લડ પ્રેશરને તરત જ ઘટાડવામાં આવે છે જેથી ટાર્ગેટ ઓર્ગનનું નુકસાન થતું અટકાવી શકાય.
20.ઇન્ટરમિટન્ટ ક્લાઉડિકેશન :-
મુસ્ક્યુલર , ક્રેમ્પ કે જેમાં હાથ પગમાં ખેંચાણ જેવો દુખાવો ,
સેમ ડિગ્રીની કસરત તથા એક્ટિવિટી દ્વારા સતત ઉત્પન્ન થાય છે અને રેસ્ટ કરવાથી દૂર થઈ જાય છે.
- હાર્ટ ફેલિયર
ઓક્સિજન અને ન્યુટ્રીશનની
ટીસ્યુની જરૂરિયાતને પહોંચી વળવા માટે પુરતુ લોહી પંપ કરવામાં હાર્ટની ઈનએબિલિટી, જ્યાં પલ્મોનરી અને સિસ્ટમેટિક કંજેશન અથવા ભરાવાના સાઇન અને સિમ્પટમસ પ્રેઝન્ટ હોય અને ન પણ હોઈ શકે.
- ઇસચેમિયા
ટીશ્યુમાં અપુંરતો ઓક્સિજન.
- લેફ્ટ સાઇડેડ હાર્ટ ફેલિયર અથવા લેફ્ટ વેન્ટ્રિકલ ફેલિયર
લેફ્ટ વેન્ટ્રિકલની બ્લડથી ભરાવવામાં અથવા ખાલી કરવામાં( પંપ કરવાની )ઈન એબિલિટી જેના કારણે ટીશ્યુ ની જરૂરિયાત પ્રમાણે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને ન્યુ ટ્રીશન ન મળે.
- લો ડેનસીટી લાઇપો પ્રોટીન :-
પ્રોટીન લિપિડ સાથે જોડાય છે અને કોલેસ્ટ્રોલ નું ટ્રાન્સપોર્ટ બોડીની ટીશ્યુ સુધી કરે છે હાઈ ડેનસીટી લાઈપો પ્રોટીન કરતાં એલ ડી એલ (લો ડેન સીટી લાઈપો પ્રોટીન માં )પ્રોટીનનું પ્રમાણ લીપીટ કરતા ઓછું હોય છે જે આર્ટરી ની હોલમાં નુકસાનકારક અસર કરે છે.
25.મરમર
હાર્ટમાં એબનોર્મલ અને તીવ્ર બ્લડ ફ્લો ના કારણે મર્મર અવાજ ઉત્પન્ન થાય છે.
- માયોકાર્ડિયલ ઇસચમીયા આ એક એવી કન્ડિશન છે કે જેમાં હાર્ટના મસલ્સ સેલ એ જરૂરિયાત કરતા ઓછા પ્રમાણમાં ઓક્સિજન મેળવે છે.
- માયો કાર્ડિયમ
તે હાર્ટનું મસલ્સ લેયર છે જેહાર્ટના પંપિંગનું કાર્ય કરવા માટે જવાબદાર છે.
- પરક્યુટેનિયસ કોરોનરી ઇન્ટરવેશન
તેમાં કોરોનરી આરટીરીની અંદર બલૂનને ફુલાવવામાં આવે છે ,જેથી કરીને એથેરોમાને તે તોડી નાખે અને વેસલ્સના લ્યુમેનને ઓપન અથવા ખુલ્લી કરે છે જેનાથી કોરોનરી આર્ટરીના બ્લડ ફ્લોમા સુધારો થાય છે.
29.પેરી કાર્ડિયોસેન્ટેસિસ
આ પ્રોસિજરમાં પેરી કાર્ડિયલ શેકમાં સર્જીકલી ઓપનિંગ કરવામાં આવે છે.
- પેરિકારડીઓટોમી
તેમાં સર્જીકલ રીતે પેરિકારડિયમમાં ઓપનિંગ બનાવવામાં આવે છે.
- પ્રાઈમરી હાઇપર ટેન્શન તેને એસેન્શિયલ અથવા આવશ્યક હાયપરટેન્શન પણ કહે છે ,જે અજાણ્યા અથવા અનઆઇડેન્ટિફાય કારણથી હાઈ બ્લડ પ્રેશર ઉદ્ભવે છે.
32.સેકન્ડરી( ગૌણ) હાયપરટેન્શન
રીનલ ડીસીઝ જેવા ઓળખાયેલા કોઝ ના કારણે હાઈ બ્લડપ્રેશર જોવા મળે છે.
- પલમોનરી એડીમાં
ફ્લુઇડનો એબનોર્મલ ભરાવો ઇન્ટરસ્ટીસીયલ સ્પેસમાં અને લંગ્સના એલવીઓલાયમાં થાય છે.
- રીગર્ગીટેશન
હાર્ટના વાલ્વ દ્વારા બ્લડનો બેકવર્ડ ફ્લો થાય છે.
- રાઈટ સાઇડેડ હાર્ટ ફેલિયર (રાઈટ વેન્ટ્રિકલ ફેલિયર)
રાઈટ વેન્ટ્રીકલની બ્લડથી ભરાવવામાં અથવા ખાલી કરવામાં (પંપ) તેમજ પલ્મોનરી સર્ક્યુલેશનમાં પૂરતા પ્રમાણમાં બ્લડ પહોંચાડવાની ઇનએબિલિટી.
- સ્ટેનોસીસ
કારડીયાક વાલ્વના orifice માં અવરોધ અથવા સાંકડો થઈ જાય છે.
- સ્ટ્રેપટોકાઈનેસ
તે થ્રોમ્બોલાઇટિક એજન્ટ છે.
- સ્ટ્રોક વોલ્યુમ
દરેક કોન્ટ્રાકશન પછી વેન્ટ્રીકલ માંથી બહાર આવતા પંપ થયેલા બ્લડનું અમાઉન્ટ તેને સ્ટ્રોક વોલ્યુમ કહે છે.
- સ્ટેન્ટ
વણાયેલી જાળી કે જે સ્ટ્રકચરલ રીતે કોરોનરી વેસલ્સને સપોર્ટ કરે છે ,જે તેને બંધ થતા અટકાવે છે.
- સડન કાર્ડિયાક ડેથ ઈફેક્ટીવ હાર્ટની એક્ટિવિટી તાત્કાલિક બંધ થઈ જાય છે.
- થ્રોમ્બોલાઈટીક
એક એજન્ટ અથવા પ્રોસેસ જે બ્લડ ક્લોટને તોડી નાખે છે.
- ટ્રોપોનિન
તે એક માયોકાર્ડિયલ પ્રોટીન છે,ટ્રોપોનિનના મેઝરમેન્ટનો ઉપયોગ એ હાર્ટના મસલ્સની ઇન્જયુરીને સૂચવવામાં થાય છે.
- વાલ્વ રિપ્લેસમેન્ટ
હાર્ટ દ્વારા બ્લડ ફ્લોને એક દિશામાં પુનઃસ્થાપિત કરવા માટે હાર્ટના વાલ્વની ખામીની જગ્યાએ ડિવાઇસ અથવા ઉપકરણ દાખલ કરવામાં આવે છે.
- વાલવુલો પ્લાસ્ટિ
કોમિસસ્યુરોટોમી એન્યુલો પ્લાસ્ટિ ,લીફલેટ રીપેર અથવા કોર્ડોપ્લાસ્ટિ અથવા (આ પ્રક્રિયાઓના સંયોજન) દ્વારા સ્ટેનોઝડ અથવા રીગર્ગીટન્ટ કારડીયાક વાલ્વનું સમારકામ.
- વાસો કોન્સટ્રીક્ટર
આ એક એજન્ટ (સામાન્ય રીતે મેડીકેસન )છે જે બ્લડ વેસલ્સના લ્યુમેનને સાંકળુ અથવા નેરો કરે છે.
- વાસો ડાયલેટર
આ એક એજન્ટ ( સામાન્ય રીતે મેડીકેશન)છે જે બ્લડ વેસલ્સ ના લ્યુમેનમાં વધારો કરે છે