INTEGUMENTARY JUHI PART-3

Write Common nursing diagnosis and care for skin disease

Impaired skin integrity related to ruptured blister area on skin

મેન્ટેન સ્કીન ઇન્ટીગ્રિટી

  • (સ્કીન ઇન્ટીગ્રિટી મેન્ટેન કરવી)
  • • સ્કીન કલર, ટેમ્પરેચર, ટેક્સચર, મોઈશ્ચર, મોબિલિટી, ઇડીમા અને હાઇડ્રેશન લેવલ અસેસ કરવું.
  • • સ્કીન લીઝન અસેસ કરવા.
  • • સ્કિન પર આવેલ વુંડ અથવા લીઝન પર ટોપિકલ મેડિસિન એપ્લાય કરવી.
  • • સ્કિન પર આવેલ વુંડ પર રેગ્યુલર ડ્રેસિંગ કરવું. જેથી હીલિંગમાં સરળતા રહે અને ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરી શકાય.
  • • વાર્મ મોઈસ્ટ કમ્પ્રેશન પ્રોવાઇડ કરવું.
  • • પેશન્ટને ડેઇલી સ્કિન કેર માટે એન્કરેજ કરવું.
  • • પેશન્ટને બાથ કરતી વખતે વાર્મ વોટર નો ઉપયોગ કરવા કહેવું અને બાથીંગ પછી સ્કીનને બરાબર ડ્રાય કરવી.
  • • સ્કીન ડ્રાય કરતી વખતે રબીંગ અને ફ્રિકશન અવોઇડ કરવું.
  • • ત્યારબાદ વુંડ અથવા લીઝન પર ટોપીકલ મેડિસિન એપ્લાય કરવી.
  • • સ્કીન પર પેટ્રોલિયમ જેલી લગાવવું જેથી સ્કિનને ડ્રાય થતી અટકાવી શકાય.
  • • દર બે કલાકે પોઝિશન ચેન્જ કરવી જેથી બેડ સોરને પ્રિવેન્ટ કરી શકાય.

Acute pain related to tissue damage or break in tissue integrity

રીલીવ પેઈન 

  • (પેઈન રીલીવ કરવું)
  • • પેઈન લેવલ અસેસ કરવું.
  • • પેઈનનું લોકેશન, ડ્યુરેસન અને ઇન્ટેન્સિટી અસેસ કરવા.
  • • પેઈનને ટ્રીગર કરતા ફેક્ટર અસેસ કરવા.
  • • પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝીશન પ્રોવાઇડ કરવી.
  • • પેશન્ટને વાર્મ મોઈસ્ટ કમ્પ્રેશન પ્રોવાઇડ કરવું.
  • • પેશન્ટને માઈન્ડ ડાઈવર્સનલ થેરાપી પ્રોવાઈડ કરવી. જેથી પેશન્ટનું ધ્યાન પેઈન પરથી દૂર થાય.
  • • પેશન્ટને રિલેક્સેશન થેરાપી વિશે એડવાઇઝ આપવી.
  • • પ્રિસ્ક્રાઈબ કરેલ એનાલજેસિક મેડિસિન એડમિનિસ્ટર કરવી.

Risk for infection related to loss of protective barrier of skin and mucous membrane

પ્રિવેન્ટ ઇન્ફેક્શન

  • (ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરવા)
  • • સ્કીન ઇન્ટીગ્રિટી અસેસ કરવી.
  • • ઇન્ફેક્શન માટેના સાઈન પ્રેઝન્ટ છે કે નહીં તે અસેસ કરવું. જો રેડનેસ, સ્વેલિંગ, ફિવર જણાય તો નોટ કરવું.
  • • વુંડને હંમેશા કવર રાખવું અને રેગ્યુલર ડ્રેસિંગ કરવું.
  • • ડ્રેસીંગ કરતી વખતે એસેપ્ટિક ટેકનીકનો ઉપયોગ કરવો.
  • • પેશન્ટને વુંડ સાઈટ પર ટચ કરવા માટે ના કહેવી.
  • • પેશન્ટને સ્ટ્રીક આઈસોલેસન પ્રોવાઇડ કરવું.
  • • પેશન્ટના રિલેટિવ ને મળવા માટે ના કહેવી.
  • • પેશન્ટને હેન્ડ વોશિંગ અને પર્સનલ હાઇઝીનની ટેકનીક વિશે સમજાવવું .
  • • ડોક્ટરે પ્રિસ્ક્રાઈબ કરેલી એન્ટિબાયોટિક એડમિનિસ્ટર કરવી જેથી ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરી શકાય.

Risk for hyperthermia related to inflammatory process

પ્રિવેન્ટ હાઇપરથરમિયા

  • (હાઇપરથરમિયા પ્રિવેન્ટ કરવું)
  • • પેશન્ટના વાઈટલ સાઇન અસેસ કરવા.
  • • પેશન્ટનું રૂમ ટેમ્પરેચર મેન્ટેન કરવું.
  • • પેશન્ટને કોલ્ડ એપ્લિકેશન પ્રોવાઈડ કરવી.
  • • પેશન્ટને ઠંડી લાગે તો કોલ્ડ એપ્લિકેશન અવોઇડ કરવી અને પેશન્ટને બ્લેન્કેટ પ્રોવાઇડ કરવું.
  • • જો બોડી ટેમ્પરેચર વધારે આવે તો એન્ટિપાયરેટિક ડ્રગ એડમિનિસ્ટર કરવી.
  • • વારંવાર ટેમ્પરેચર મોનિટર કરતા રહેવું.

Disturbed body image related to appearance of skin

ઈન્ક્રીઝ સેલ્ફઈસ્ટીમ એન્ડ બોડી ઈમેજ

  • (સેલ્ફઈસ્ટીમ વધારવી અને બોડી ઇમેજ રેગ્યુલેટ કરવું)
  • • પેશન્ટને તેના ફિઝિકલ અપિરિયન્સ પ્રત્યેનો એટીટ્યુડ જાણવો.
  • • પેશન્ટને તેની ફીલિંગ અને ઇમોશન એક્સપ્રેસ કરવા માટે એન્કરેજ કરવું.
  • • પેશન્ટની વાત સાંભળવા માટે પૂરતો સમય ફાળવવો.
  • • પેશન્ટને તેની સેલ્ફઈસ્ટીમ વધારવામાં મદદ કરવી અને તેનો કોપીંગ પાવર વધારવો.
  • • પેશન્ટને સાંત્વના આપવી.
  • • પેશન્ટને સાઇકોલોજીકલ સપોર્ટ આપવો.
  • • પેશન્ટને તેના બોડી અપિરિયન્સ વધારવા માટેના આઈડિયા આપવા.
  • • પેશન્ટને કોસ્મેટીક અને એસેસરીઝ વિશે નોલેજ આપવું જેથી સ્કાર પર વધારે ધ્યાન ન પડે.
  • • પેશન્ટને સ્કીન કન્ડિશન એને તેની ટ્રીટમેન્ટ મોડાલિટી વિશે એક્સપ્લેન કરવું. 
  • • પેશન્ટને કોસ્મેટિક સર્જરી વિશે નોલેજ પ્રોવાઇડ કરવું.

Anxiety related to physical appearance of skin and prognosis 

રીડયુસ એન્ઝાઈટી

  • (એન્ઝાઈટી દૂર કરવી)
  • • પેશન્ટની કન્ડિશન અસેસ કરવી.
  • • પેશન્ટની સાઇકોલોજીકલ નીડ પર ધ્યાન આપવું અને પેશન્ટની વાત ધ્યાનથી સાંભળવી.
  • • પેશન્ટને તેની ફીલિંગ, ડીસકંફર્ટ અને એન્ઝાઈટી એક્સપ્રેસ કરવા માટે એન્કરેજ કરવું.
  • • પેશન્ટના બધા ડાઉટ અને ક્વેરી સોલ્વ કરવા.
  • • પેશન્ટને તેની કન્ડિશન અને ટ્રીટમેન્ટ વિશે નોલેજ પ્રોવાઇડ કરવું જેથી તેની એન્ઝાઈટી દૂર થાય અને પેશન્ટ કોન્ફિડન્ટ બને.
  • • પેશન્ટને સાઇકોલોજીકલ સપોર્ટ આપવો.
  • • પેશન્ટને માઈન્ડ ડાયવર્ઝનલ થેરાપી અને રીક્રીએશનલ થેરાપી પ્રોવાઇડ કરવી.

Published
Categorized as GNM-MSN 2 FULL COUSE SECOND YEAR, Uncategorised