skip to main content

INTEGUMENTARY JUHI-PART-2

INTEGUMENTARY DIAGNOSTIC TEST :-

Culture (કલ્ચર) :

કલ્ચર દ્વારા બેક્ટેરિયલ, વાયરલ અને ફંગલ ઇન્ફેક્શન આઈડેન્ટીફાઈ કરવામાં આવે છે . કલ્ચર દ્વારા કયા પ્રકારનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે તે જાણી શકાય છે જેથી સ્પેસિફિક ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરી શકાય. કલ્ચર ટેસ્ટમાં કલેક્ટ કરેલ સેમ્પલને સ્પેશિયલ મટીરીયલ – કલ્ચરમાં મિક્સ કરવામાં આવે છે અને તેમાં રહેલ માઇક્રોઓર્ગેનિઝમને ડિટેક્ટ કરવામાં આવે છે.તેના સેમ્પલ લેવા માટે ખાસ કાળજી રાખવી પડે છે

Wood lamp examination (વૂડ લેમ્પ એક્ઝામિનેશન) :

વૂડ લેમ્પ એક્ઝામિનેશનમાં અલ્ટ્રા વાયોલેટ લાઈટ નો ઉપયોગ કરી બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન ડિટેક્ટ કરવામાં આવે છે આ ઉપરાંત તેમાં સ્કીન પિગમેન્ટેશન પણ ડિટરમાઈન કરવામાં આવે છે. આ યુવી લાઈટ એ સ્કિન પર આવેલ સસ્પેક્ટેડ એરિયા પર પસાર કરવામાં આવે છે અને ત્યાં રહેલ ફંગસને વિઝયુલાઈઝ કરવામાં આવે છે. આ લાઈટ એ સ્કીન અને આઈને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચતું નથી.

Patch testing (પેચ ટેસ્ટીંગ) :

પેચ ટેસ્ટીંગ એ ડાયગ્નોસ્ટિક મેથડ છે જેમાં પેશન્ટને એલર્જીક ઇન્ફ્લામેશન કરતા સબટન્સને ડિટરમાઈન કરવામાં આવે છે.પેચ ટેસ્ટીંગમાં અમુક સસ્પેકટેડ એલર્જનને પેચ તરીકે સ્કીન પર લગાવવામાં આવે છે અને આવતા રિએક્શનને નોટ કરવામાં આવે છે. વિક પોઝિટિવ રિએક્શન માં રેડનેસ અને ઈચિંગ જોવા મળે છે. સ્ટ્રોંગ પોઝિટિવ રિએક્શનમાં બ્લીસ્ટર પેપ્યુલર અને સિવીયર ઈચિંગ જોવા મળે છે. જ્યારે એક્સ્ટ્રીમ પોઝિટિવ રિએક્શનમાં બ્લીસ્ટર, પેઈન અને અલ્સરેશન જોવા મળે છે.

Skin biopsy (સ્કીન બાયોપ્સી) :

સ્કીન બાયોપ્સીમાં સ્કીન લીઝનમાંથી અથવા તો સસ્પેકટેડ એરિયામાંથી નાનો એવો ટુકડો લેવામાં આવે છે અને તેનું માઈક્રોસ્કોપીક એક્ઝામિનેશન કરવામાં આવે છે અને તેમાં મેલીગનન્સી પ્રેઝન્ટ છે કે નહીં તે ચેક કરવામાં આવે છે. જેથી એકઝેટ ડાયગ્નોસીસ જાણી શકાય. આ બાયોપ્સી એ નોડ્યુલ્સ, પ્લેક, બ્લિસ્ટર અને લીઝન માંથી કલેક્ટ કરવામાં આવે છે.

સ્કીન બાયોપ્સીના મુખ્ય ત્રણ ટાઈપ પડે છે :

i) Shave biopsy (શેવ બાયોપ્સી) :

શેવ બાયોપ્સીમાં ટૂલ લાઈક રેઝર (બ્લેડ) નો ઉપયોગ કરી બાયોપ્સી કલેક્ટ કરવામાં આવે છે.શેવ બાયોપ્સીમાં અપર એપીડર્મીશ લેયરમાંથી બાયોપ્સી કલેક્ટ કરવામાં આવે છે.

ii) Punch biopsy (પંચ બાયોપ્સી) :

પંચ બાયોપ્સીમાં પંચ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા સ્કીન નો નાનો ટુકડો લેવામાં આવે છે જેમાં એપીડર્મિસ, ડર્મિસ અને ફેટ લેયર નો સમાવેશ થાય છે. જેમાં સર્ક્યુલર બ્લેડ ને પેન્સિલ જેવા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે અટેચ કરવામાં આવે છે અને તેને ડીપ સુધી રોટેટ કરતા કરતા સ્કીન કોર કલેક્ટ કરવામાં આવે છે.

iii) Excisional biopsy (એક્સિસનલ બાયોપ્સી)

એક્સિસનલ બાયોપ્સીમાં સ્કાલપેલ નો ઉપયોગ કરી એન્ટાયર લંપ અને ઇરેગ્યુલર સ્કિન રિમૂવ કરવામાં આવે છે અને સાથે સાથે આજુબાજુ રહેલી હેલ્ધી સ્કિન પણ રીમુવ કરવામાં આવે છે. અને તેને માઈક્રોસ્કોપીક એક્ઝામિનેશન માટે મોકલવામાં આવે છે.

Tzanck’s smear (ત્ઝાન્ક સ્મિઅર) :

ત્ઝાન્ક સ્મિઅર એ સાયટોલોજીકલ ડાયગ્નોસીસ મેથડ છે. જેમાં બ્લિસ્ટરને બ્રેકડાઉન કરી તેમાંથી સેલયુલર કમ્પોનન્ટ કલેક્ટ કરી માઈક્રોસ્કોપ ની મદદથી એક્ઝામિનેશન કરવામાં આવે છે અને તેમાં ત્ઝાન્ક સેલ પ્રેઝન્ટ છે કે નહીં તે ચેક કરવામાં આવે છે.ત્ઝાન્ક સેલ એ એકાંથોલાયટીક સેલ છે જે હર્પીસ સિમ્પ્લેક્સ, હર્પીસ ઝોસ્ટર, પેમ્ફીગસ વલગારીસના બ્લિસ્ટરમાં પ્રેઝન્ટ હોય છે.

Skin scraping (સ્કીન સ્ક્રેપિંગ) :

સ્કીન સ્ક્રેપિંગમાં સ્કાલપેલ બ્લેડ વડે સસ્પેક્ટેડ એરીયા અથવા લીઝનમાંથી સ્ક્રેપ કરીને (ઘસીને) સેમ્પલ કલેક્ટ કરવામાં આવે છે. આ બ્લેડ એ ઓઇલ વાળી કરેલી હોય છે જેથી સ્ક્રેપ કરતી વખતે સેમ્પલ બ્લેડમાં ચોટી જાય છે. કલેક્ટ કરેલ સેમ્પલને ગ્લાસ સ્લાઇડમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને તેમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અથવા મિનરલ ઓઇલના એક-બે ડ્રોપ એડ કરવામાં આવે છે અને તેને કવર સ્કીન વડે કવર કરી દેવામાં આવે છે અને માઈક્રોસ્કોપ નીચે એક્ઝામિનેશન કરવામાં આવે છે. આ પ્રોસિજર નો ઉપયોગ ફંગલ ઇન્ફેક્શન ડાયગ્નોસ કરવા માટે થાય છે.

Immunofluorescence (ઇમ્યુનોફ્લોરેસેન્સ) :

ઇમ્યુનોફ્લોરેસેન્સ એ એક ટેકનિક છે જેના દ્વારા ટિસ્યુમાં રહેલ સ્પેસિફિક પ્રોટીન અથવા એન્ટીજનને વિઝયુલાઈઝ કરવામાં આવે છે. આ ટેકનિકમાં ફ્લોરોસન્ટ આઇસોથિઓસાઈનેટ જેવા ફ્લોરોસન્ટ ડાઇ સાથે સ્પેસિફિક એન્ટીબોડી કોનજ્યુગેટ કરેલ હોય છે જેની મદદથી આપણે સ્પેસિફિક એન્ટીજન ને યુવી લાઈટ હેઠળ માઇક્રોસ્કોપ નીચે વિઝયુલાઈઝ કરી શકીએ છીએ. આથી સ્કિનમાં રહેલ એન્ટીજનને ડિટેક્ટ કરી શકાય છે. ઇમ્યુનોફ્લોરેસેન્સ ટેકનીક ની મદદથી પેમ્ફીગસ વલગારીસમાં જોવા મળતી IgG એન્ટીબોડીને આઈડેન્ટીફાય કરી શકાય છે. તેમજ હર્પીસ ઝોસ્ટરમાં સ્કીન સેલમાં જોવા મળતા વેરીસેલા આઇડેન્ટીફાય કરી શકાય છે.

Published
Categorized as MSN 2 FULL COUSE SECOND YEAR, Uncategorised