INTEGUMENTARY SYSTEM diseases and disorders (SKIN)
Nursing Management of patient with
diseases and disorders of integumentary
system
a) Nursing Assessment
History
Physical assessment
b) Etiology
c) Pathophysiology
d) Clinical manifestions
e) Nursing management of disorders of skin
and its appendages
a) Nursing Assessment :-
History :-
(A) Present health history :
પેશન્ટને અત્યારે હાલમાં શું કમ્પ્લેન છે તેના વિશે પૂછવું.
પેશન્ટને કોઈપણ એરિયામાં ઇચિંગ, ડ્રાઇનેસ, રેસીસ, લીઝન લમ્પ, સ્વેલિંગ પ્રેઝન્ટ છે કે નહીં તેના વિશે જાણવું.
સ્કીન, હેર, નેઈલ, સ્કાલપમાં કોઈ પણ પ્રકારના સીમટમ્સ જોવા મળે તો તેના વિશે પૂછવું.
આ સીમટમસ ની શરૂઆત ક્યારે થઈ તેના વિશે જાણવું અને તેના ડ્યુરેશન, ઇન્ટેન્સિટી અને લોકેશન વિશે પૂછવું. Past health history :
અગાઉ સન અને રેડીએશનના એક્સપોઝરમાં આવેલ હોય તો તેના વિશે માહિતી કલેક્ટ કરવી. (B)Past surgical history : અગાઉના વર્ષોમાં કોઈ કોસ્મેટિક્સ સર્જરી અથવા બીજી કોઈ પણ પ્રકારની સર્જરી કરાવેલ હોય તો તેના વિશે માહિતી કલેક્ટ કરવી.•
(C) Personal history :–
Primary skin lesions :
(પ્રાઈમરી સ્કીન લીઝન)
પ્રાઈમરી સ્કીન લીઝન એ ડાયરેક્ટલી કોઈ ડીઝીસ કન્ડિશનને પરિણામે જોવા મળે છે.
મેકયુલ એ ફ્લેટ અને નોન પાલપેબલ હોય છે.
મેકયુલમાં જુદા જુદા કલર બ્રાઉન, વાઈટ, પર્પલ અને રેડ જોવા મળે છે.
મેકયુલની સાઈઝ 1 cm કરતા ઓછી જોવા મળે છે.
ઉદાહરણ : ફોલિકલ્સ
2.Patch (પેચ):- પેચ એ મેક્યુલ જેવી જ રચના છે (ફ્લેટ અને નોન પાલપેબલ) પરંતુ તેની સાઈઝ 1 cm કરતા વધારે જોવા મળે છે.
(3)Papule (પેપ્યુલ):-
પેપ્યુલ એ એલિવેટેડ પાલપેબલ સોલીડ માસ છે. જેની સાઈઝ 1 cm કરતા ઓછી જોવા મળે છે.ઉદાહરણ : વર્ટ્સ
(4) Plaque (પ્લેક):-
પ્લેક એ પેપ્યુલ જેવી જ રચના છે (એલિવેટેડ પાલપેબલ) પરંતુ તેની સાઈઝ 1 cm કરતાં વધારે જોવા મળે છે.
ઉદાહરણ : પ્સોરિયાસીસ, કેરાટોસીસ
(5) Nodules (નોડ્યુલસ):-
નોડ્યુલસ એ એલિવેટેડ પાલપેબલ સોલીડ માસ છે. જે ડર્મિસ લેયરમાં ઊંડે સુધી લંબાયેલું હોય છે. નોડ્યુલસ ની સાઈઝ 0.5 થી 2 cm સુધીની હોય છે. જ્યારે ટ્યુમર ની સાઈઝ 1-2 cm કરતા વધારે હોય છે.
ઉદાહરણ : લિપોમા અને કારસીનોમા
(6) Vesicle (વેસીકલ)
વેસીકલ એ એલીવેટેડ પાલપેબલ ફ્લુઇડ ફિલ્ડ માસ છે જે રાઉન્ડ અથવા ઓવેલ શેપની હોય છે. તેની દીવાલ પાતળી અને અર્ધપારદર્શક હોય છે.
વેસીકલની સાઈઝ 0.5 cm કરતા ઓછી જોવા મળે છે.
ઉદાહરણ : હર્પીસ સીમ્પ્લેક્સ, હર્પીસ ઝોસ્ટર
(7) Bulla (બ્યુલા):-
બ્યુલા એ વેસિકલ જેવી રચના છે પરંતુ તેની સાઈઝ 0.5 cm કરતા વધારે જોવા મળે છે.
ઉદાહરણ : પેમફિગસ
(7) Wheal (વ્હીલ):-
વ્હીલ એ એલિવેટેડ, ઈરરેગ્યુલર બોર્ડર ધરાવતું રેડીસ એરીયા છે.
ઉદાહરણ : UTICARIA, ઇનસેક્ટ બાઈટ
(8) Pustule (પસ્ચ્યુઅલ):-
પસ્ચ્યુઅલ એ પસ યુક્ત વેસિકલ છે.
ઉદાહરણ : એકની, ઇમ્પેટિગો, ફુરુંકલ
(9) Cyst (સિસ્ટ) :-
સિસ્ટ એ એલિવેટેડ, ફ્લુઈડ ફિલ્ડ સેમી સોલિડ માસ છે જે સબ ક્યુટેનસ ટીસ્યુ અને ડર્મિશ લેયર સુધી આવેલ હોય છે.
ઉદાહરણ : સેબેસીયસ સિસ્ટ
Secondary skin lesions
(સેકન્ડરી સ્કિન લીઝન)
સેકન્ડરી સ્કિન લીઝન એ પ્રાઇમરી સ્કીન લીઝન માંથી વિકસિત થાય છે. અથવા તો ઈચિંગ, ઇન્ફેક્શન અથવા ટ્રોમા ને પરિણામે જોવા મળે છે.
1) Erosion (ઈરોઝન) :
ઈરોઝનમાં સ્કીનનું સુપરફિશિયલ લેયર એપીડર્મિસ લોશ થઈ જાય છે અથવા બ્રેકડાઉન થઈ જાય છે. તેમજ તે એરિયા મોઈસ્ટ અને ડિપ્રેશડ જોવા મળે છે.
ઉદાહરણ : રપચર વેસિકલ અને સ્ક્રેચમાર્ક
2) Ulcer (અલ્સર) :
અલ્સર માં એપીડર્મિસ તથા ડર્મિસ લેયર અફેક્ટ થયેલ હોય છે. એટલે કે ડીપ એપીડર્મિસ લેયર અને નેક્રોટીક ટીશ્યુ લોસ થયેલું જોવા મળે છે
ઉદાહરણ : પ્રેશર અલ્સર
3) Fissure (ફીસર) :
ફીસરમાં સ્કીન પર લીનિયર બ્રેક જોવા મળે છે. એટલે કે સ્કીન પર ચીરા પડેલ જોવા મળે છે. જે ડર્મિશ લેયર સુધી લંબાયેલ હોય છે. ફીસર એ સ્કીન વધારે પડતી ડ્રાય થવાને કારણે જોવા મળે છે અને તે પેઈન ફૂલ હોય છે.
ઉદાહરણ : એથલેટસ ફૂટ
4) Scales (સ્કેલ્સ) :
સ્કીનની નીચે ડેડ એપીથેલીયલ સેલ એક્યુમિલેશન થવાને કારણે સ્કીન પર સિલ્વર અથવા વાઈટ કલરના ફલેક જોવા મળે છે.
ઉદાહરણ : ડેન્ડ્રફ, પ્સોરિયાસિસ
5) Scar (સ્કાર) :
વુંડ અથવા લીઝન હિલ થયા બાદ સ્કિન પર જોવા મળતા માર્કને સ્કાર તરીકે ઓળખવામાં આવે છે. ડેડ ટીશ્યુ એ કનેક્ટિવ ટીશ્યુ દ્વારા રિપ્લેસમેન્ટ થવાને કારણે સ્કાર જોવા મળે છે. યંગ સ્કાર એ રેડ અથવા પર્પલ કલરનું હોય છે જ્યારે મેચ્યોર સ્કાર એ વાઈટ કલરનનો જોવા મળે છે.
ઉદાહરણ : સર્જીકલ ઇનસિઝન અને હીલિંગ વુંડ
6) Keloid (કીલોઈડ) :
કીલોઈડ એ એલીવેટેડ, ઈરરેગ્યુલર, રેડ કલરનો હાઇપરટ્રોફી સ્કાર છે જે હીલિંગ ટાઈમ દરમિયાન વધારે પડતાં કોલેજનના ફોર્મેશનને કારણે જોવા મળે છે.
ઉદાહરણ : સર્જીકલ ઇનસિઝનને કારણે કાન પર જોવા મળતું કીલોઈડ
7) Atrophy (એટ્રોફી) :
એટ્રોફીમાં સ્કીન એ થીન,ડ્રાય અને ટ્રાન્સપરન્ટ થઈ જાય છે જેને કારણે તેની નીચે આવેલી વેસલ્સ વિઝીબલ થાય છે. જે કોલેજન અને ઇલાસ્ટીન લોસ થવાને કારણે જોવા મળે છે.
ઉદાહરણ : એજેડ સ્કીન અને આરટીરીયલ ઈનસફિશિયન્સી
8) Lichenification (લીચેનીફિકેશન) :
રીપીટેડ, રબિંગ ઇરીટેશન અને સ્કેચિંગને કારણે સ્કિન એ થીક અને રફ બની જાય છે.
ઉદાહરણ: કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ
9) Crust (ક્રસ્ટ) :
ક્રસ્ટ એ સ્ક્રીન સરફેસ પર આવેલું ડ્રાય એક્ઝ્યુડેટ (પોપડો) છે. જે સીરમ બ્લડ અને પસનું બનેલું હોય છે.
ઉદાહરણ : વેસિકલ રફ્ચર થયા પછી રહેલ એક્ઝ્યુડેટ
Vascular lesion :
(વાસ્ક્યુલર લિઝન)
1) Petechia (પેટેચીયા) :
પેટેચીયા એ ફ્લેટ, રાઉન્ડ શેપનું, રેડ અથવા પર્પલ કલરનું સ્પોટ છે. તેની સાઈઝ 1-3 mm જેટલી જોવા મળે છે. જે સ્કીનમાં બ્લડ લીકેજ થવાને કારણે જોવા મળે છે.
2) Telangiectasia (ટેલેનજીએક્ટેશિયા) :
ટેલેનજીએક્ટેશિયાને વેનસ સ્ટાર તરીકે પણ ઓળખવામાં આવે છે.ટેલેનજીએક્ટેશિયા એ સ્પાઈડર લાઇક બ્લુઈશ અથવા રેડ કલરનું સ્ટ્રક્ચર છે. જે સ્કીનમાં આવેલ સુપર ફિશિયલ વેસેલ્સ અને કેપીલરી ડાયલેટ થવાને કારણે જોવા મળે છે.
3) Ecchymosis (ઈકાઈમોસીસ) :
ઈકાઈમોસીસ એ રાઉન્ડ અથવા ઇરરેગ્યુલર શેપ નું મેક્યુલર લીઝન છે. જે પેટેચીયા કરતા મોટી સાઇઝનું હોય છે.ઈકાઈમોસીસમાં સ્કિનની નીચે બ્લડ કલેક્ટ થવાને કારણે સ્કીન બ્રૂઈસિંગ કલરની જોવા મળે છે.
4) Cherry angioma (ચેરી એનજીઓમા) :
ચેરીએનજીઓમા એ રાઉન્ડ શેપનું, રેડ અથવા પર્પલ કલરનું પેપયુલ લાઈક સ્ટ્રક્ચર છે. જે સ્મોલ બ્લડ વેસલ્સનું બનેલું હોય છે. જે એજ રીલેટેડ સ્કિન ચેન્જીસ ને કારણે જોવા મળે છે.જે ટ્રંક અને એક્સ્ટ્રીમિટીસમાં વધારે પડતું જોવા મળે છે.
5) Spider angioma (સ્પાઇડર એનજીઓમા) :
સ્પાઇડર એનજીઓમા એ બ્રાઇટ રેડ કલરનું ફલેટ વાસક્યુલર લીઝન છે. જે સ્કિનની નીચેની આવેલ બ્લડ વેસલ્સ ડાયલેટ થવાને કારણે જોવા મળે છે.સ્પાઇડર એનજીઓમા એ લીવર ડિસીઝ, વિટામીન બી ડેફીસીયન્સી અને પ્રેગ્ન્સીના સમયગાળા દરમિયાન જોવા મળે છે.
Physical Examination :-
Palpation :
(પાલપેશન)
પાલપેશનની મદદ થી સ્કીન ટેમ્પરેચર, ટર્ગર, મોબિલિટી, મોઇસર અને ટેક્સચર ચેક કરવામાં આવે છે.
પેશન્ટનું બોડી ટેમ્પરેચર અને પલ્સ ચેક કરવી.
સ્કીન ટેક્સચરને પાલપેટ કરવાથી સ્કીનમાં આવેલ રેસિસ અને લીઝન ને આઈડેન્ટીફાય કરી શકાય છે.
રેસિસ અને લીઝન પાલપેટ કરતી વખતે ગ્લવ્સનો ઉપયોગ કરવો.
રેસિસ પાલપેટ કરતા પહેલા ત્યાંની સ્કિનને જેન્ટલી સ્ટ્રેચ કરવી જેથી રેડીસ કલર ઓછો કરી શકાય અને રેસ ને સરખી રીતે ઓબ્ઝર્વ કરી શકાય.
લીઝન પાલપેટ કરતી વખતે તેના ટેક્સચર, શેપ અને બોર્ડર વિશે જાણવું.
સ્કિનમાં આવેલી લીમ્ફનોડ પાલપેટ કરવી.
સ્કીન ટર્ગર અને મોબિલિટી ચેક કરવી.
સ્કીન ટર્ગર અને મોબિલિટી સ્કીનની ઇલાસ્ટિકસીટી દર્શાવે છે.
ઓલ્ડ એજમાં સ્કિન ટર્ગર ડીક્રીઝ થતું જાય છે.
ડિહાઇડ્રેશન વાળા પેશન્ટમાં સ્ક્રીન ટર્ગર પૂર જોવા મળે છે.
અંતે લેગમાં ઈડીમા પ્રેઝન્ટ છે કે નહીં તે ચેક કરવું.
બોડીમાં વધારે પડતું ફ્લુઇડ એક્યુમિલેશન થવાને કારણે ઇડીમા જોવા મળે છે.
આ ઇડીમા પર પ્રેશર લગાવવામાં આવે ત્યારે તેમાં ખાડો અથવા ઇન્ડેનટેશન લાંબા સમય સુધી જોવા મળે તો તેને પીટીંગ ઈડીમા કહે છે.
પીટીંગ ઈડીમા સામાન્ય રીતે પગ અને પગની ઘૂંટીઓમાં જોવા મળે છે.
પીટીંગ ઈડીમાને નીચે મુજબ ગ્રેડમાં વહેંચી શકાય.
ગ્રેડ : 1
સ્લાઈટ પીટીંગ જોવા મળે છે એટલે કે 2 mm ડીપ પીટીંગ જોવા મળે છે અને ડિસ્ટોરેશન જોવા મળતું નથી.
ગ્રેડ : 2
ડીપ પીટીંગ જોવા મળે છે એટલે કે 4 mm ડીપ પીટીંગ જોવા મળે છે અને ડિસ્ટોરેશન જોવા મળતું નથી.
ગ્રેડ : 3
પીટીંગ 6 mm સુધી ડીપ જોવા મળે છે અને એક્સ્ટ્રીમેટીસ માં સ્વેલિંગ જોવા મળે છે.
ગ્રેડ : 4
પીટીંગ 8 mm સુધી ડીપ જોવા મળે છે અને તેની સાથે ડિસ્ટોરેશન પણ જોવા મળે છે.