-જન્મ જેતલસર (અમદાવાદ) કર્મભૂમિ દેસાઈની પોળ (અમદાવાદ) મૂળ નામ અહમદાસ સોની વ્યવસાય સોની (જહાંગીરના સમયમાં) પિતા રહ્યા દાસ ઉપનામ હસ્તો ફિલસુફ (ઉમાશંકર જોશી) જ્ઞાન નો વડલો બાવી સાહિત્યકાર (કાકા સાહેબ) ઉત્તમ છપ્પા કાર વેદાંતી કવિ, પ્રખ્યાત છપ્પા (છ અક્ષરનાં )
-પ્રથમ ગુરુ ગોકુલનાથ બીજા ગુરુ બ્રહ્માનંદ
-જન્મ અખાત્રીજના દિવસે માનેલી બહેન જમના
-કુલીઓ પંચીકરણ (પ્રથમ કૃતિ) અખેગીલા, સંતવીયા અનુભવબિંદુ (અંતિમ કૃતિ)
-પંક્તિઓ
-અંધ અંધ અધારે મળ્યા,
-એક મૂરખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ,
-સાપને ઘરે પરોણો સાપ,
-ભાષાને શું વળગે ભુર રણમ ..
-પોતે હરીને નહિ જાણે…
-તિલક કરતા ત્રેવન ગયા જય માળાના…
અખા રહિયાદાસ સોની[૧] (આશરે ૧૬૧૫ – આશરે ૧૬૭૪) જેઓ અખા ભગત અથવા અખો તરીકે વધુ જાણીતા છે, ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ પૈકીના એક છે. તેઓ બહુ શરૂઆતના ગુજરાતી સાહિત્યકારોમાંના એક છે. તેમની ગણના સલ્તનતી સમયગાળામાં થઇ ગયેલા ગુજરાતીના ત્રણ મોટા સાહિત્યકારોમાં થાય છે.
અખાએ જેતલપુરથી આવીને અમદાવાદમાં વસવાટ કર્યો હતો. આજે પણ ખાડિયાની દેસાઈની પોળનું એક મકાન “અખાના ઓરડા” તરીકે ઓળખાય છે.
જીવનના શરૂઆતના ગાળામાં તેઓ સોનીનો વ્યવસાય કરતા હતા. પછીથી તેમણે માનેલી ધર્મની બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો. તેમણે એક ગુરૂનું શરણ લીધું. પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધી જ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે.