THINKING AND REASONING
INTRODUCTION
- થીંકીંગ એટલે વિચારવું.
- માણસ એ પ્રાણીઓથી અલગ પડે છે કારણ કે માનવીઓની અંદર થીંકીંગ પાવર અને બોલવાની શક્તિ રહેલી છે.
- આથી થીંકીંગ પાવરને કારણે માનવીઓ એ પ્રાણીઓ કરતાં વધારે સારી રીતે લર્નિંગ કરી શકે છે અને ગમે ત્યાં એડજસ્ટ થઈએ છીએ.
- 2000 વર્ષ પહેલાં એરિસ્ટોટલના મત મુજબ માનવી એ વિચાર શક્તિ વાળુ પ્રાણી છે. માનવી માટે વપરાતો શબ્દ હોમોસેપિયન્સ છે. જેનો અર્થ વિચાર શક્તિ ધરાવતો અથવા વિચારશીલ માણસ એવો થાય છે.
- આપણે દિવસ દરમિયાન જ્યારે પણ જાગતા હોઈએ ત્યારે કંઈક ને કંઈક વિચારતા જ હોઈએ છીએ આ ઉપરાંત આપણે જ્યારે ઊંઘીએ છીએ ત્યારે સપનામાં પણ વિચારતા હોઈએ છીએ. એમ વિચારવાની ક્રિયા સતત ચાલુ જ રહે છે.
- માનવી પોતાના જૂના અનુભવો, આવનાર પરિસ્થિતિ અને બહારની વાસ્તવિકતા વગેરેનું થીંકીંગ કરે છે.
- Definition :
- થીંકીંગ એ હાયર મેન્ટલ પ્રોસેસ છે જેમાં વર્બલ સિમ્બોલ્સ, ઇન્ટર્નલ વિઝ્યુઅલ અને ઓડિટરી ઈમેજ, આઈડિયા, કોન્સેપ્ટ અને મેથેમેટિકલ સિમ્બોલનો સમાવેશ થાય છે.
- થીંકીંગ એટલે કે કોઈ પ્રોબ્લેમ ના સોલ્યુશન માટે કરવામાં આવતી પરસેપચ્યુલ રિલેશનશિપ.
- થીંકીંગ એ કોગ્નિટિવ એક્ટિવિટી છે. જેમાં માહિતીનની પ્રોસેસ કરવામાં આવે છે અને કોઈપણ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવે છે. તે હંમેશા ગોલ ડાયરેક્ટેડ હોય છે.
- થીંકીંગ એ બિહેવીયરની એક પેટર્ન છે જેમાં અમુક ચોક્કસ હેતુપૂર્ણ સમસ્યાના ઉકેલ માટે વસ્તુઓ અને ઘટનાઓની આંતરિક રજૂઆતનો ઉપયોગ કરવામાં આવે છે. જેમકે સાઇન અને સિમ્બોલ્સ
Nature of thinking :
• થીંકીંગ ઇસ એન એક્ટિવ પ્રોસેસ.
- થીંકીંગ એ એક્ટિવ મેન્ટલ પ્રોસેસ છે જેમાં આપણે થોટ
અને આઈડિયા સાથે ડીલ કરીએ છીએ આપણું માઈન્ડ એ
આઈડિયા ને કંટ્રોલ અને રેગ્યુલેટ કરે છે.
- થીંકીંગ ઇસ કોગ્નિટિવ એક્ટિવિટી.
- માનવીને તેના થીંકીંગ પાવરને કારણે પ્રાણીઓ કરતાં ઉચ્ચ ગણવામાં આવે છે. કોમ્પ્યુટર, રોબોટ, ઉપગ્રહો અને નવા નવા સંશોધનોની ખોજ એ મનુષ્યની થીંકીંગ, રીઝનીંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટીનું પરિણામ છે.
- થીંકીંગ ઇસ ડાયરેક્ટ ટોવર્ડ ગોલ્સ.
- થીંકીંગ એ ગોલ અથવા પર્પસ ડાયરેક્ટેડ હોય છે. મનુષ્ય તેની થીંકીંગ એબિલિટી નો ઉપયોગ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કરે છે.
- થીંકીંગ ઇનવોલ્સ યુસ ઓફ સિમ્બોલ્સ એન્ડ લેંગ્વેજ.
- થીંકીંગ પ્રોસેસમાં સિમ્બોલ નો ઉપયોગ થાય છે. સિમ્બોલ એ દુનિયાની અમુક ઇવેન્ટ અથવા વસ્તુઓને રીપ્રેશન્ટ કરે છે. ઈમેજ, કોન્સેપ્ટ સિમ્બોલ અને ભાષાઓનો ઉપયોગ વિચારવાના સાધન તરીકે થાય છે.
- થીંકીંગ ઇસ અ પ્રોબ્લેમ સોલ્વીંગ બિહેવિયર.
- જન્મથી લઈને મૃત્યુ સુધી મનુષ્યને કોઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે જેને સોલ્વ કરવા માટે થીંકીંગ પ્રોસેસ નો ઉપયોગ કરે છે.
- થીંકીંગ ઇસ અ મોટીવેટેડ એન્ડ પરપસીવ એક્ટિવિટી.
- આપણે વિચારીએ છીએ કારણ કે આપણે સત્ય શોધવા માગીએ છીએ અથવા આપણે કોઈ સમસ્યાને સમજી તેને ઉકેલવા માગીએ છીએ. આપણે આપણા ફ્યુચર પ્લાન વિશે વિચારીએ છીએ. આમ થીંકીંગ એ પર્પસ ફુલ એક્ટિવિટી છે.
- Perceptual or concrete thinking :
(પરસેપ્ચુયલ અથવા કોન્ક્રીટ થીંકીંગ):
- પરસેપ્ચુયલ થીંકીંગ એ થીંકીંગનું સિમ્પલ ફોર્મ છે.
- આ પ્રકારનું થીંકીંગ એ પરસેપ્શનના બેઝ પર આધારિત છે. પરસેપ્શન એ એક પ્રોસેસ છે જેમાં એક્સપિરિયન્સ ના આધારે સેન્સરી ઈમ્પલસીસ નું ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે છે.
- પરસેપ્ચુયલ થીંકીંગ એ વ્યક્તિને અગાઉ થયેલા કોઈપણ અનુભવો અથવા તે વ્યક્તિના સેનસરી ઈમ્પલસીસનું તે વ્યક્તિ દ્વારા કેવું અર્થઘટન થયેલ છે તેના પર આધારિત છે.
- પરસેપ્ચુયલ થીંકીંગ ને કોનક્રીટ થિંકિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણકે તે રીયલ અને કોન્ક્રીટ ઓબ્જેક્ટ અને ઇવેન્ટના પરસેપ્શન પર કામ કરે છે.
- આ પ્રકારનું થીંકીંગ નાના બાળકો અને પ્રાણીઓમાં વધારે જોવા મળે છે.
- Conceptual or abstract thinking :
(કોન્સેપ્ચ્યુયલ અથવા એબસ્ટ્રેક થીંકીંગ)
- આ પ્રકારના થીંકીંગ માટે કોઈ રીયલ ઓબ્જેક્ટ કે એક્સપિરિયન્સ કે કોઈ ઇવેન્ટના પરસેપ્શનની જરૂર પડતી નથી.
- કોન્સેપ્ચ્યુયલ થીંકીંગ ને એબસ્ટ્રેક થીંકીંગ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ પ્રકારના થીંકીંગ માં એબસ્ટ્રેક આઈડિયા કે કોન્સેપ્ટ નો ઉપયોગ થાય છે.
- આ પ્રકારનું થીંકીંગ એ પરસેપ્ચુયલ થીંકીંગ કરતા સુપિરિયર છે.
- આ પ્રકારનું થીંકીંગ ઇકોનોમાઇશ હોય છે કારણ કે તે નવી નવી શોધો અને પ્રયોગો કરવા સાથે સંકળાયેલું છે.
- આ પ્રકારના થીંકીંગ માં લેંગ્વેજ એ મહત્વનો ભાગ ભજવે છે.
- Creative thinking :
(ક્રિએટિવ થીંકીંગ)
- ક્રિએટિવ થીંકીંગ એ સમાજ માટે વરદાન છે. કારણ કે તેઓ માનવજાતના જ્ઞાનને સમૃદ્ધ બનાવે છે.
- ક્રિએટિવ થીંકીંગનો હેતુ કંઈક નવું ક્રીએટ કરવાનો છે.
- આ પ્રકારના થીંકીંગ માં થીંકીંગના અંતે નવી શોધ, આઈડિયા અથવા ઇવેન્ટ બહાર આવે છે.
- ક્રિએટિવ થીંકીંગમાં એનાલિસિસ, ઓપન માઈન્ડનેસ, પ્રોબ્લેમ સોલ્વિંગ, ઓર્ગેનાઇઝેશન અને કોમ્યુનિકેશન નો સમાવેશ થાય છે.
- વૈજ્ઞાનિકો કે સંશોધન કરનારાઓનું થીંકીંગ આ પ્રકારનું હોય છે. જેમાં રિઝનીંગ અને ઈમેજીનેશન નો સમાવેશ થાય છે.
- ક્રિએટિવ થીંકીંગ માં કોઈ પ્રકારની બાઉન્ડ્રી હોતી નથી અને તેનો દરરોજ ઉપયોગ કરી શકાય છે. ક્રિએટિવ થીંકીંગ ના પરિણામે વ્યક્તિનું નોલેજ વધે છે અને વ્યક્તિ બધું જ કરવા માટે શક્તિમાન બને છે.
- Reasoning or logical thinking :
(રીઝનીંગ અથવા લોજિકલ થીંકીંગ)
- આ એક કંટ્રોલ થીંકીંગ છે. આ પ્રકારના થીંકીંગમાં થીંકીંગ પ્રોબ્લેમ તરફનો હોય છે. આ પ્રકારના થીંકીંગ માં સંકળાયેલા દરેક પરિબળ લોજીકલ ઓર્ડરમાં હોય છે.
- રીઝનીંગ એ એક પ્રોસેસ છે જે દરમિયાન વ્યક્તિએ પ્રોબ્લેમથી અવેર થઈ અને તેને આઈડેન્ટિફાય કરી તે પ્રોબ્લેમ નું સોલ્યુશન લાવવા માટે થીંકીંગ કરે છે.
- આ એક સારામાં સારો થીંકીંગ છે જેનાથી કારણો અને અસરો શોધી શકાય છે. જેથી વ્યક્તિ સારામાં સારી રીતે પ્રોબ્લેમ નું નિવારણ લાવી શકે છે. ખાસ કરીને તાત્કાલિક સમસ્યાના ઉકેલ માટે.
- વ્યક્તિ પોતાના ભૂતકાળના અનુભવોનો ઉપયોગ કરીને ઊભા થયેલા પ્રોબ્લેમનું સારી રીતે સોલ્યુશન લાવે છે.
- આ પ્રકારના થીંકીંગ માં ઇન્ડક્ટિવ અને ડિડક્ટિવ રિઝનીંગ જોવા મળે છે.
- ઇન્ડક્ટિવ રીઝનીંગ : આ પ્રકારના થીંકીંગ માં થીંકીંગ પ્રોસેસ વ્યક્તિથી યુનિવર્સલ તરફ હોય છે. એટલે કે એક ભાગથી સંપૂર્ણ ભાગ તરફ વિચારવાની પ્રોસેસ છે. જેમાં વ્યક્તિ એ એક પોઈન્ટ પરથી બહારના યુનિવર્સલ એટલે કે સંપૂર્ણ આઈડિયા વિશે વિચારી છે.
- ડિડક્ટિવ રીઝનીંગ : આ પ્રકારના થીંકીંગ માં થીંકીંગ પ્રોસેસ યુનિવર્સલથી વ્યક્તિ તરફ હોય છે. આ પ્રકારના થીંકીંગમાં સ્પેશિયલ સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે. બધા જ માણસો ખરાબ હોય તેવું વિચારતી વખતે એક પછી એક વ્યક્તિ સાથે વાત કર્યા પછી જ નક્કી કરવામાં આવે. ઉદાહરણ તરીકે બધી જ એક્ટ્રેસ બ્યુટીફૂલ હોય છે એટલે કે મેં જોયેલી મોટાભાગની બ્યુટીફૂલ હોય છે. આ પ્રકારના થીંકીંગ માં વ્યક્તિ લોજીક નો ઉપયોગ કરે છે.
- Problem solving :
(પ્રોબ્લેમ સોલ્વિંગ)
- પ્રોબ્લેમ સોલ્વિંગ એ થીંકીંગનો મહત્વનો ટાઈપ છે જેમાં વ્યક્તિએ પોતાના નોલેજ, ફેક્ટ અને ડેટા નો ઉપયોગ પ્રોબ્લેમ ના સોલ્યુશન માટે કરે છે.
- વ્યક્તિ પોતાના જુના અનુભવો અને હાલની પરિસ્થિતિને સમજીને એમાંથી રસ્તો કાઢવો મુશ્કેલ હોય ત્યારે આ પ્રકારનું થીંકીંગ જોવા મળે છે.
- જ્યારે વ્યક્તિ પોતાના નિર્ધારિત ગોલ સુધી પહોંચવામાં અડચણ નો અનુભવ કરે ત્યારે આ પ્રકારનું થીંકીંગ જોવા મળે છે.
- આ અડચણ ફિઝિકલ, સોશિયલ કે ઇકોનોમિક હોઈ શકે છે. જે વ્યક્તિને તેના નિર્ધારિત ગોલ સુધી પહોંચવામાં અથવા ગોલ તરફની તેની પ્રગતિને અટકાવે છે.
- પ્રોબ્લેમ સોલ્વિંગ ટ્રાયલ અને એરર મેથડ કે ઈનસાઈટ લર્નિંગ ની મદદથી કરી શકાય છે. પરંતુ આ પદ્ધતિમાં વધારે પડતા સમયનો બગાડ થાય છે અને ઘણીવાર નિષ્ફળતા પણ મળે છે.
- Step of problem solving :
(સ્ટેપ ઓફ પ્રોબ્લેમ સોલ્વિંગ)
- 1) આઈડેન્ટીફાઈ પ્રોબ્લેમ :
- કોઈપણ પ્રોબ્લેમ આવે તો તેને અર્લી આઈડેન્ટીફાય કરવો જેથી તેનું એપ્રોપ્રિએટ સોલ્યુશન મેળવી શકાય.
2) એક્સપ્લોર ધ પ્રોબ્લમ :- પ્રોબ્લેમ આઈડેન્ટીફાય કરી જો તે પ્રોબ્લેમ વિશે આપણે સ્યોર હોઈએ તો તેના વિશે અલગ અલગ એન્ગલ થી વિચારવું. જેમ કે આ પ્રોબ્લેમ કોને કોને અફેક્ટ કરે છે, આવા પ્રોબ્લેમનો એક્સપિરિયન્સ અગાઉ થયેલો છે.
3) સેટ ગોલ્સ :- પ્રોબ્લેમ વિશે જુદા જુદા એન્ગલે થી વિચાર્યા પછી ગોલ નક્કી કરવો.
4) લુક એટ અલ્ટરનેટિવસ :- બોલ નક્કી કરી લીધા પછી પ્રોબ્લેમ માટેના રિલેવન્ટ સોલ્યુશન વિચારવા અને સોલ્યુશન કલેક્ટ કરવા.
5) સિલેક્ટ અ પોસિબલ સોલ્યુશન :- પ્રોબ્લેમ માટે ગોતેલા સોલ્યુશનમાંથી એક રિલેવન્ટ, રિયાલિસ્ટિક અને એક્યુરેટ સોલ્યુશન ચુઝ કરવું.
6) ઇમ્પલીમેન્ટ ઓફ પોસીબલ સોલ્યુશન :- એક સિલેક્ટ કરેલું સોલ્યુશનને ઇમ્પલિમેન્ટ કરવું. અને જરૂરી એક્શન લેવી.
7) ઇવાલ્યુએશન :
- આપણે પ્રોબ્લેમ માટે જે સોલ્યુશન સિલેક્ટ કરેલ છે તે કેટલું ઈફેક્ટિવ છે તે ઈવાલ્યુએટ કરવું. અને પ્રોબ્લેમ કેટલો સોલ્વ થયો છે તે નિરીક્ષણ કરવું.
આ સિવાય થીંકીંગ ને બીજા બે ટાઈપમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે :
- Controlled thinking :
(કંટ્રોલ થીંકીંગ)
- કંટ્રોલ થીંકીંગ માં થીંકીંગ પ્રોસેસ પર કંટ્રોલ જેવા મળે છે. આપણા વિચારો રિયાલિટી ની નજીક હોય છે અને કોઈ સ્પેસિફિક ગોલ અચિવ કરવા માટેના હોય છે.
- Free thinking :
(ફ્રી થિંકિંગ)
- ફ્રી થિંકિંગ માં થીંકીંગ પ્રોસેસ પર કોઈ જાતનો કંટ્રોલ જોવા મળતો નથી. આ થીંકીંગ માં કોઈ ચોક્કસ ગોલ અચીવ કરવા માટે વ્યક્તિની ઈચ્છા હોતી નથી. આ પ્રકારનું થિન્કિંગ રિયાલિટી, ટાઈમ અને સ્પેસ પર આધાર રાખતું નથી.
Importance of creative thinking for a nurse :
(ઈમ્પોર્ટન્સ ઓફ ક્રિએટિવ થીંકીંગ ફોર નર્સ)
- ક્રિએટિવિટી એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે અને નવા આઈડિયા મેળવવા માટેની એક ઈમ્પોર્ટન્ટ સ્કીલ છે.
- ક્રિએટિવ થીંકીંગના પરિણામે નર્સ પોતાની થીંકીંગ માં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે છે.
- માટે નર્સિંગમાં ક્રિએટિવ થીંકીંગનું ઘણું જ મહત્વ છે.
- ક્રિએટિવ થીંકીંગની મદદથી નર્સ પ્રોબ્લેમ સોલ્વિંગ માટેની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકે છે.
- નર્સ એ દરરોજ ઘણા બધા પેશન્ટ સાથે ડીલ કરવાની હોય છે. આથી તેને ઘણા પ્રોબ્લેમ નો સામનો કરવો પડતો હોય છે અને ઘણીવાર ડિસિઝન લેવાની જરૂર પડતી હોય છે. આથી નર્સને ક્રિએટિવ થીંકીંગની જરૂર પડે છે.
- જો એક પ્રોફેશનલ નર્સ ક્રિએટિવ થીંકીંગની સારી હેબિટ ધરાવતી હશે તો તે પોતાના પ્રોફેશનલ પ્રોબ્લેમ સારી રીતે સોલ્વ કરી શકે છે આ ઉપરાંત તે પોતાના પર્સનલ પ્રોબ્લેમ પણ સોલ્વ કરી શકે છે.
- આ સિવાય તે કરિયરનું પ્લાનિંગ કરવામાં, ફેમિલી લાઈફ ના પ્રોબ્લેમ સોલ્વ કરવામાં પણ મદદરૂપ થાય છે.
- ક્રિએટિવ થીંકીંગ એ હોસ્પિટલમાં આવેલ ટેકનોલોજીકલ સિસ્ટમ સાથે ડીલ કરવામાં મદદરૂપ થાય છે.
- ક્રિએટિવ થીંકીંગ નર્સિંગ ટયુટરને મલ્ટીમીડિયા અને સ્ટોરીટેલિંગ જેવી મેથડથી સ્ટુડન્ટ નો લર્નિંગ એક્સપિરિયન્સ ઇમ્પ્રુવ કરવામાં મદદ કરે છે.
- ક્રિએટિવ થીંકીંગ નર્સ ને ફંડ, સપ્લાઈસ, વિવિધ મેડિસિન અને મેડિકલ ઇક્વિપમેન્ટ ને લગતા પડકારોને દૂર કરવામાં મદદ કરે છે.
- Way to improve thinking :
- (વે ટુ ઇમ્પ્રુવ થીંકીંગ)
• કોઈ એક વર્તમાન ટોપીક પર જ ફોકસ કરવું :
- એક સાથે ઘણા બધા ટોપિક પર કામ કરવાથી આપણું માઈન્ડ કન્ફ્યુઝ થઈ શકે છે આથી કોઈ એક ટોપીક પર જ ફોકસ કરવું. જેથી તેમાં સારું પરિણામ મેળવી શકાય.
- આપણો સૌથી મહત્વપૂર્ણ કામ હોય તે માટે એક કલાકનો ટાઈમ ફાળવો :
- સૌથી મહત્વપૂર્ણ કાર્ય પર કામ કરવા માટે આપણી જાતને એક કલાક કેન્દ્રીત કરી એકાંત મેળવો. તેનાથી પ્રોડક્ટિવિટી અને ક્રિએટિવિટી માં વધારો થાય છે.
- વિઝ્યુઅલ સેનસીસ અને ક્રિએટિવ ટેલેન્ટ એનહાન્સ કરવું :
- કલાના સંપર્કમાં આવવાથી આપણી અંદર રહેલી વિઝ્યુઅલ સેન્સીસ અને ક્રિએટિવ ટેલેન્ટ ઉત્તેજિત થાય છે. આથી આપણે આર્ટ બુક લઈ અને પ્રકૃતિ સાથે સમય પસાર કરવો.
- માઇન્ડ મેપ બનાવવવો :
- આ એક શ્રેષ્ઠ પ્રેક્ટિસ છે તેના દ્વારા આપણા પ્રોજેક્ટની વિઝયુલાઈઝ કરી શકાય અને માઈન્ડમાં ગોઠવી શકાય. આથી માઈન્ડ મેપ થયેલી મેમરી એ લાંબા સમય સુધી યાદ રહે છે અને વિચારને ગોઠવવામાં મદદ કરે છે. આથી માઈન્ડ મેપ બનાવવો.
- વચ્ચે વચ્ચે બ્રેક લેવો :
- જ્યારે આપણું મગજ ભારે થઈ જાય અથવા તાણની અનુભૂતિ કરે તો વિચારવાનું બંધ કરવું અને આરામ કરવો. જ્યારે કોઈ ટોપીક પર એક કલાક કરતા વધારે સમય સુધી કામ કરવામાં આવ્યું હતું. આપણી એકાગ્રતા અને ધ્યાન ખોરવાઈ જાય છે. તેથી થોડું આરામ કરી ફ્રેશ થઈ અને પછી વિચારવું.
Alteration in thinking :
(અલ્ટ્રેશન ઈન થીંકીંગ)
• ડીલ્યુશન :
- ડીલ્યુશનમાં વ્યક્તિ બહારની વાસ્તવિકતા વિશે ખોટી માન્યતા
ધરાવે છે. જેમાં વ્યક્તિને એમ લાગે છે કે તેની વિરુદ્ધ પુરાવો ભેગા
કરવામાં આવે છે અને તેની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવે છે. આ
બધું પર્સનની એજ્યુકેશન અને કલ્ચરલ બેકગ્રાઉંડ ની બહાર હોય છે.
ડીલ્યુશનને નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે :
# પરસેક્યુટરી ડીલ્યુશન :
- આ પ્રકારના ડીલ્યુશનમાં વ્યક્તિને એમ લાગે છે કે કોઈ
દ્વારા તેને ત્રાસ આપવામાં આવે છે, તેને અનુસરવામાં આવે છે,
છેતરવામાં આવે છે, જાસુસી કરવામાં આવે છે અથવા તેની ઉપહાસ
કરવામાં આવે છે.
# ડીલ્યુશન ઓફ રેફરન્સ :
- આ પ્રકારમાં વ્યક્તિ માને છે કે હાવભાવ, ટીપણીઓ,
પુસ્તકમાંથી પેસેજ, અખબારો, ગીતો અથવા અન્ય પર્યાવરણીય
સંકેતો ખાસ તેને નિર્દેશિત કરે છે.
# ડીલ્યુશન ઓફ એરોટોમેનીક :
- આ પ્રકારના ડીલ્યુશનમાં વ્યક્તિ માને છે કે ઉચ્ચ દરરોજ
ધરાવતો કોઈ વ્યક્તિ તેના પ્રેમમાં છે.
# સોમેટીક ડીલ્યુશન :
- સોમેટીક ડીલ્યુશનમાં વ્યક્તિને એમ લાગે છે કે તેને કોઈ
શારીરિક ખામી અથવા ડિસઓર્ડર છે.
# ડીલ્યુશન ઓફ ઈન્ફ્લુઅન્સ :
- આ પ્રકારના ડીલ્યુશનમાં વ્યક્તિને એમ લાગે છે કે કોઈક
બહારની વ્યક્તિ તેની ક્રિયાઓને નિયંત્રિત કરે છે.
# ડીલ્યુશન ઓફ સીન એન્ડ ગિલ્ટ :
- આ પ્રકારના ડીલ્યુશનમાં વ્યક્તિ ને એમ લાગે છે કે
કોઈ પણ ખરાબ પરિસ્થિતિ અથવા વસ્તુ માટે પોતે જવાબદાર
છે. વ્યક્તિ એમ સમજે છે કે તેના દ્વારા અપરાધ કરવામાં
આવેલ છે.
# ડીલ્યુશન ઓફ ગ્રેન્ડયુર :
- આ પ્રકારના ડીલ્યુશનમાં વ્યક્તિ પોતાની જાતને ભવ્ય માને છે.
# નિહિલિસ્ટિક ડીલ્યુશન :
- આ પ્રકારના ડીલ્યુશનમાં વ્યક્તિ માને છે કે તે અસ્તિત્વમાં
નથી તેમની પાસે કોઈ આંતરિક અવયવો નથી.
- થોટ બ્રોડ કાસ્ટિંગ :
- થોટ બ્રોડ કાસ્ટિંગ માં વ્યક્તિને એમ લાગે છે કે તેના વિચારો ટીવી અથવા રેડિયો દ્વારા પ્રસારિત કરવામાં આવે છે અને અન્ય લોકો દ્વારા વાંચવામાં આવે છે.
- થોટ ઈનસરસન :
- જેમાં વ્યક્તિને એમ લાગે છે કે તેના માઇડમાં કોઈક દ્વારા વિચારો મુકવામાં આવે છે.
- થોટ વિથડ્રોન :
- આમાં વ્યક્તિને એમ લાગે છે કે તેના વિચારો કોઈ બહારની વ્યક્તિ બળજબરીપૂર્વક છીનવી લે છે.