PSYCHOLOGY UNIT : 4 PART : 1 (LEARNING)

LEARNING (લર્નિંગ):

INTRODUCTION (ઇન્ટ્રોડક્શન) :

  • મનુષ્યની સૌથી મહત્વની લાક્ષણિકતાઓ માની એક લાક્ષણિકતા એ લર્નિંગ છે.
  • લર્નિંગ ની પ્રોસેસ એ જન્મથી ચાલુ થઈ જાય છે અને મૃત્યુ સુધી ચાલુ રહે છે.
  • ચાઈલ્ડ એ લર્નિંગ દ્વારા તેની આસપાસની દુનિયાને સમજવાનુ શરૂ કરે છે.
  • એન્વાયરમેન્ટ માંથી મળતા અનુભવો વ્યક્તિને તેના બિહેવીયર મા બદલાવ લાવવા માટે અથવા મોડીફીકેશન માટે તૈયાર કરે છે.
  • લર્નિંગ એટલે વ્યક્તિના બિહેવિયર મા બદલાવ આવવો.
  • આપણી જે પર્સનાલિટી, હેબિટ, સ્કિલ, નોલેજ, એટીટ્યુડ, ઈન્ટરેસ્ટ અને કેરેક્ટર જોવા મળે છે તે મોટા ભાગે લર્નિંગ નુ પરિણામ છે.
  • ભાષાનો વિકાસ, બેઝિક વેલ્યુ નો વિકાસ અને જીવનના વિવિધ પાસાઓ અંગેનુ જ્ઞાન એ લર્નિંગ અને ટ્રેનિંગ દ્વારા મળે છે.

DEFINITION (ડેફીનેશન):

  • લર્નિંગ એટલે કે વ્યક્તિના બીહેવિયર મા થતા કાયમી ફેરફાર જે કોઈપણ પ્રકારની પ્રેક્ટિસ અથવા અનુભવ ના પરિણામે જોવા મળે છે.
  • વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ સુધીના સમયગાળા દરમિયાન તેના બિહેવિયર મા સતત બદલાવ આવતા જાય છે અને ફેરફાર થતા જાય છે. બિહેવિયર મા થતા આ ફેરફારને લર્નિંગ તરીકે ઓળખવામાં આવે છે.

LOW OF EFFECTIVE LEARNING (લો ઓફ ઇફેક્ટિવ લર્નિંગ):

લો (નિયમ) એ સામાન્ય સિદ્ધાંતો છે જ્યારે લોકો કંઈક નવુ શીખે છે ત્યારે તે સિદ્ધાંતોનુ પાલન કરે છે.
જ્યારે આપણે કંઈક નવુ શીખીએ છીએ ત્યારે સામાન્ય રીતે શું થાય છે તેના વિશે આપણને આ નિયમો ખ્યાલ આપે છે. લર્નિંગ માટેના લો નીચે મુજબ છે:

LOW OF READYNESS (લો ઓફ રેડીનેસ) :

  • – લો ઓફ રેડીનેસ એવુ કહે છે કે કોઈ પણ વસ્તુ શીખવા માટે વ્યક્તિએ માનસિક રીતે તૈયાર હોવો જોઈએ.
  • – જો વ્યક્તિ માનસિક રીતે પ્રિપેર હશે તો તે કોઈ પણ વસ્તુ સારી રીતે શીખી શકશે અને તેનાથી તે સેટીસફેકશન મેળવી શકશે.
  • – જો વ્યક્તિએ માનસિક રીતે તૈયાર નહીં હશે તો તેને તે વસ્તુ શીખવા માટે ડિફિકલ્ટ લાગશે.
  • – જો વ્યક્તિએ વિલિંગલી શીખવા માટે તૈયાર થાય તો તે વધારે સારી રીતે શીખી શકે.
  • – ઉદાહરણ તરીકે કોઈ એક સ્ટુડન્ટ ને ભણવા કરતા વધારે ક્રિકેટ મા રસ છે.તો તે સ્ટુડન્ટને ક્રિકેટ વિશે વધારે માહિતી હશે અને તે સારી રીતે ક્રિકેટ રમી શકે છે.જયારે ભણવામા તેનુ પૂઅર પરફોર્મન્સ જોવા મળશે.

LOW OF EXCERCISE OR PRACTICE (લો ઓફ એક્સરસાઇઝ ઓર પ્રેક્ટિસ) :

  • લો ઓફ એક્સરસાઇઝ મુજબ આપણે જે પ્રેક્ટિસ કરીએ છીએ તે શીખીએ છીએ અને આપણે જે પ્રેક્ટિસ કરતા નથી તે શીખતા નથી.
  • – કોઈપણ વ્યક્તિ કોઈ એક ટાસ્ક ને વારંવાર રીપીટ કરે તો તે ટાસ્ક તેના માટે સરળ બની જાય છે અને તે સારામા સારી રીતે કરી શકે છે.
  • – કોઈ એક્ટિવિટી કે જેનો ઉપયોગ અથવા પ્રેક્ટિસ અમુક સમય સુધી માટે કરવામા ન આવે તો તે ભૂલાઈ જવાની સંભાવના છે.
  • – મોટાભાગની નર્સિંગ સ્કિલ અને પ્રોસિઝર એ વોર્ડ અને કોમ્યુનિટી ફિલ્ડમા પ્રેક્ટિસ કરીને શીખી શકાય છે.
  • – જેમકે આપણે આઈ વી કેન્યુલા ઇન્સર્ટ કરતા અને સ્યુચર લેતા વગેરે પ્રેક્ટિસ દ્વારા સારામા સારી રીતે શીખી શકીયે.
  • – આપણે એક્સરસાઇઝ અને પ્રેક્ટિસ દ્વારા ગેમ્સ, મ્યુઝિક, ડાન્સ વગેરેમાં પારંગત થઈ શકીયે.

LOW OF EFFECT (લો ઓફ ઈફેક્ટ) :

  • લો ઓફ ઇફેક્ટ મુજબ કોઈપણ વ્યક્તિને કંઈ પણ વસ્તુ શીખવા માટે તેના રિસ્પોન્સ રૂપે તેને કંઈક બેનિફિટ અથવા પ્રાઈઝ આપવામા આવે તો તે વ્યક્તિ સારી રીતે શીખી શકે છે. – ઉદાહરણ તરીકે જો કોઈ બાળક કોઈ એક્ટિવિટીમાં નંબર લઈ આવે તો તેને ચોકલેટ આપી પ્રોત્સાહિત કરવુ જોઈએ. આથી બાળકના નવી વસ્તુ શીખવાની મજા આવશે. – જો બાળકને પનીશમેન્ટ આપવામા આવે તો બાળક તે શીખવાનુ બંધ કરે છે. જેમકે બાળક ચોરી જેવી ખરાબ આદત ધરાવતો હોય તો તેને પનીશમેન્ટ આપવામા આવે તો બાળક તે વસ્તુ બંધ કરી દે છે.

LOW OF ATITTUDE (લો ઓફ એટીટ્યુડ) :

  • – લો ઓફ એટીટ્યુડ મુજબ કોઈપણ વસ્તુ શીખવા માટે વ્યક્તિનુ તે માટેનુ એટીટ્યુડ ખુબ જ મહત્વનુ છે.
  • – જો તે વસ્તુ શીખવા માટે વ્યક્તિનુ એટીટ્યુડ પોઝિટિવ હશે તો તે વસ્તુ સારી રીતે શીખી શકશે. – ઉદાહરણ તરીકે સ્ટુડન્ટ નર્સ નુ પ્રોસિજર પ્રત્યેનો એટીટ્યુડ પોઝિટિવ હશે તો તે પ્રોસિજર સારી રીતે પરફોર્મ કરી શકશે.

LOW OF ANALOGY (લો ઓફ એનાલોજી) :

લો ઓફ એનાલોજી મુજબ લર્નિંગ માટે કોઈપણ વ્યક્તિ ના કોઈપણ વસ્તુ શીખવા માટેના રિસ્પોન્સ અને તે બાબતના ભૂતકાળમા કરાયેલા પ્રયત્નો પર આધારિત હોય છે. જેમા કોઈ પણ વ્યક્તિ ભૂતકાળમા તેની સાથે બનેલ બનાવ ના આધારે નવી કોઈપણ સિચ્યુએશન પર કાર્ય કરે છે.

LOW OF MULTIPLE RESPONSE (લો ઓફ મલ્ટીપલ રિસ્પોન્સ) :

લો ઓફ મલ્ટીપલ રિસ્પોન્સ પ્રમાણે કોઈપણ નવી સિચ્યુએશન પ્રત્યે વ્યક્તિના રિસ્પોન્સ પર તે વ્યક્તિએ કરેલા ઘણા બધા પ્રયત્નો અસર કરે છે અને તે ઘણા બધા પ્રયત્નોમાંથી છેલ્લે કોઈ પણ એક સાચો રિસ્પોન્સ જોવા મળે છે.

TYPE OF LEARNING (ટાઈપ ઓફ લર્નિંગ):

MOTOR LEARNING (મોટર લર્નિંગ):

– આપણા જીવનમા રોજબરોજ કરવામા આવતી મોટાભાગની ક્રિયાઓને મોટર એક્ટિવિટી કહેવામાં આવે છે. વ્યક્તિ પોતાની જિંદગીમાં નિયમિતતા લાવીને કંઈક શીખે છે. ઉદાહરણ તરીકે વોકિંગ, ડ્રાઇવિંગ, રનિંગ, ક્લાઈમ્બીંગ આ બધી એક્ટિવિટીમા મસલ્સ નો ઉપયોગ થાય છે.

VERBAL LEARNING (વર્બલ લર્નિંગ):

– આ પ્રકારના લર્નિંગમા ભાષાનો ઉપયોગ થાય છે. બોલવું, કોમ્યુનિકેશનના સાધનોનો ઉપયોગ કરવો, સાઇન, પિક્ચર, ફિગર, સાઉન્ડ વગેરેના માધ્યમથી આપણે આ પ્રકારનુ લર્નિંગ કરી શકીએ છીએ.

CONCEPT LEARNING (કોન્સેપ્ટ લર્નિંગ):

– આ પ્રકારના લર્નિંગ મા મગજના ખાસ પ્રકારના કાર્યોની જરૂર પડે છે. વિચારવું, ઈન્ટેલિજન્સ, રીઝનીંગ વગેરે આ પ્રકારના લર્નિંગ ના ઉદાહરણ છે. આ પ્રકારનું લર્નિંગ આપણે નાનપણથી શીખીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે કૂતરો જોઈએ છીએ અને કૂતરો શબ્દ સમજીએ છીએ. એટલે આપણે સમજીએ છીએ કે કૂતરોએ કોઈ પર્ટિક્યુલર પ્રાણીનુ નામ છે. આ પ્રકારનું લર્નિંગ એ કોઈ વસ્તુને આઈડેન્ટિફાઈ કરવા માટે ઉપયોગી છે.

DISCRIMINATION LEARNING (ડીસ્ક્રીમિનેશન લર્નિંગ):

– સ્ટીમ્યુલાઈ અને સ્ટીમ્યુલાઈ પ્રત્યેના એપ્રોપ્રિએટ રિસ્પોન્સ વચ્ચેના ડિફરન્સને ડીસ્ક્રીમિનેશન લર્નિંગ તરીકે ઓળખવામા આવે છે. ઉદાહરણ તરીકે જુદા જુદા વાહનોના અવાજો જેમ કે બસ, કાર, એમ્બ્યુલન્સ.

LEARNING OF PRINCIPLE (લર્નિંગ ઓફ પ્રિન્સિપલ):

– શીખનાર વ્યક્તિએ વિજ્ઞાનના જુદા જુદા સિદ્ધાંતો,ભાષાને અનુરૂપ ગ્રામર વગેરેના માધ્યમથી શીખે છે. આ દરેક નો ઉપયોગ કરી વ્યક્તિ પોતાનુ કાર્ય સરળ બનાવે છે.

PROBLEM SOLVING (પ્રોબ્લેમ સોલ્વિંગ):

 – આ એક હાઈ લેવલનું લર્નિંગ છે. જેને શીખવા માટે કોગ્નિટિવ એબિલિટી ની જરૂર પડે છે. જેવી કે થીંકીંગ, રીજનિંગ, ઓબ્ઝર્વેશન, ઈમેજીનેશન વગેરે ઘણું જ ઉપયોગી છે. જે લોકોને પોતાના પ્રોબ્લેમ સોલ્વ કરવામાં મદદરૂપ થાય છે.

ATITTUDE LEARNING (એટીટ્યુડ લર્નિંગ):

– એટીટ્યુડ આપણા બિહેવિયર ઉપર સીધી અસર કરે છે.આપણે બાળપણથી જ લોકો તરફનુ એટીટ્યુડ કેળવીએ છીએ.આપણુ બિહેવિયર નેગેટિવ અથવા પોઝિટિવ હોઈ શકે જે આપણા એટીટ્યુડ પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે નર્સ નું તેના પ્રોફેસન અને પેશન્ટ પ્રત્યેનુ એટીટ્યુડ.

FACTORES AFFECTING LEARNING (ફેક્ટર અફેક્ટિંગ લર્નિંગ):

– સફળતાપૂર્વકનુ લર્નિંગ ત્રણ એલિમેન્ટ પર આધાર રાખે છે:

   1) Learner (લર્નર)

    2) Learning material (લર્નિંગ મટીરીયલ)

     3) Learning Method (લર્નિંગ મેથડ)

1) Learner (લર્નર):

કોઈપણ વસ્તુ શીખવા માટે કે લર્ન કરવા માટે લર્નર એટલે કે શીખનાર વ્યક્તિ એ ખૂબ જ મહત્વનુ પરિબળ છે. લર્નર વિના લર્નિંગ થઈ શકતુ નથી. લર્નર સાથે નીચે મુજબના પરિબળો જોડાયેલા હોય છે જે લર્નિંગ ને મુખ્યત્વે અસર કરે છે.

• એજ (Age):

– એજ એ લર્નર ને અસર કરતુ મુખ્ય પરિબળ છે. એજ એ લર્નિંગ ની કેપેસિટી પર અસર કરતુ મુખ્ય પરિબળ છે. બાળકો ની ઉંમર એડલ્ટ ની સરખામણીમાં નાની હોવાને કારણે તે કોઈપણ વસ્તુ સરળતાથી શીખી શકતા નથી.

• ઇન્ટેલિજન્સ (Intelligence):

– ઈન્ટેલિજન્સી એ લર્નિંગ ને મુખ્યત્વે અસર કરે છે. જે વ્યક્તિની ઇન્ટેલિજન્સી લેવલ સારું હશે તે વ્યક્તિ કોઈ પણ વસ્તુ સરળતાથી અને ટૂંકા સમયગાળામાં શીખી શકશે.

• અટેન્શન (Attention):

– જો લર્નર એ પોતાનુ ધ્યાન સારી રીતે કેન્દ્રિત કરી શકે તો તે સારી રીતે શીખી શકે છે. જો શીખનાર વ્યક્તિએ બરોબર ધ્યાન કેન્દ્રિત કરી શકતુ નથી તો તે કોઈપણ વસ્તુ સરળતાથી શીખી શકતો નથી.

• મોટીવેશન (Motivation) :

– લર્નર ને કોઈપણ વસ્તુ સારી રીતે શીખવા માટે મોટીવેશન એ અગત્યનુ છે. કોઈપણ વસ્તુ શીખવા માટેનુ મોટીવેશન સતત મળતુ રહે તો તે સારી રીતે શીખી શકાય છે. જો લર્નરમા મોટીવેશન ના હોય તો ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં નિષ્ફળતા મળે છે.

• રેડીનેસ એન્ડ વિલ પાવર (Readiness and Will Power) :

– સારા લર્નિંગ માટે લર્નરની રેડીનેસ એટલે કે તેની શીખવા માટેની તૈયારી ખૂબ જ મહત્વની હોય છે. જો તે શારીરિક અને માનસિક રીતે તૈયાર હશે તો તે કોઈ પણ વસ્તુ શીખવા માટે કેપેબલ હશે અને તે પોતાનો ઈન્ટરેસ્ટ જાળવી શકશે. લર્નર મા રહેલ વિલ પાવર તેને મુશ્કેલીમા પણ સફળતા અપાવશે.

• જનરલ હેલ્થ (General health) :

– લર્નિંગ માટે લર્નરની મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ એ સારી હોવી ખૂબ જ અગત્યની છે. શીખનારની ફિઝિકલ હેલ્થ સારી હોય તો તે સારી રીતે શીખી શકે છે પરંતુ જો તેનામા કોઈ ફિઝિકલ ડિફેક્ટ હોય જેવી કે લઘુદ્રષ્ટિની ખામી, ગુરુદ્રષ્ટિની ખામી વગેરે જેવી કન્ડિશન લર્નિંગ ની ક્રિયા ઉપર અસર કરે છે. ફિઝિકલ હેલ્થની સાથે સાથે મેન્ટલ હેલ્થ પણ લર્નિંગ ની ક્રિયા ઉપર અસર કરે છે. વ્યક્તિની એન્ઝાઈટી, સ્ટ્રેસ, ટેન્શન વગેરે શીખવાની ક્રિયાઓ પર અસર કરે છે.

• ફટીગ એન્ડ રેસ્ટ (Fatigue and Rest) :

– જો કોઈ પણ વ્યક્તિ થાકેલ હશે અને તેમણે પૂરતો રેસ્ટ કરેલ નહિ હોય તો તે કોઈ પણ વસ્તુમા ધ્યાન લગાવી શકશે નહીં અને સારી રીતે શીખી શકશે નહીં. આથી લર્નર માટે રેસ્ટ ખૂબ જ જરૂરી છે.

• એબિલિટી ઓફ ધ લર્નર (Ability of the learner) :

– જેમાં લર્નરની હોશિયારી, ક્રિએટિવિટી, એબિલિટી વગેરેનો સમાવેશ થાય છે. જે લર્નિંગ માટે ઘણા મહત્વના છે.

• લેવલ ઓફ એસ્પિરેશન એન્ડ અચીવમેન્ટ (Level of Aspiration and Achievement) :

– જો લર્નરનુ અચિવમેન્ટ લેવલ ઊંચુ હોય તો તે સખત મહેનત કરે છે અને વધારે મેળવે છે. આ સાથે અચિવમેન્ટ લેવલ એ વ્યક્તિની એબિલિટી ઉપર પણ આધાર રાખે છે.

2) Learning material (લર્નિંગ મટીરીયલ):

– લર્નિંગ માટે લર્નિંગ મટીરીયલ નો નેચર ખુબ જ મહત્વનો હોય છે. જો લર્નિંગ મટીરીયલ લર્નર બરાબર રીતે સમજી શકે અને પોતાનુ ઇન્ટરસ્ટ જાળવી શકે તે પ્રકારનુ હોય તો લર્નર એ સારી રીતે શીખી શકે છે. પરંતુ જો લર્નિંગ મટીરીયલ એ કોમ્પ્લેક્સ હોય અને તેના ઈન્ટરેસ્ટ વગરનુ હોય તો લર્નિંગ સારી રીતે શીખી શકાતું નથી.

3) Learning Method (લર્નિંગ મેથડ):

સારી રીતે શીખવા માટે શીખવાની ક્રિયામા વપરાતી મેથડ ઘણી મહત્વની છે. જો આ મેથડ લર્નરને અનુકૂળ હોય અને તેનો ઇન્ટરેસ્ટ જળવાઈ તે મુજબની હોય તો લર્નિંગ સારી રીતે થઈ શકે છે.

Principles of learning (પ્રિન્સિપલ્સ ઓફ લર્નિંગ):

Definite goal (ડેફિનેટ ગોલ) :

– સારા લર્નિંગ માટે અને સતત મોટીવેશન મળી રહે એ માટે ગોલ ક્લિયર હોવો જોઈએ જેના લીધે લર્નિંગ સરળતા થી થઈ શકે.

•Exercise and Repetition (એક્સરસાઇઝ એન્ડ રીપીટેશન) :

– કોઈપણ નવી વસ્તુ શીખવા માટે વારંવાર તે વસ્તુનું રિપીટેશન કરવું અને તે વસ્તુની પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી હોય છે. કોઈપણ કોમ્પ્લેક્સ અને ડિફિકલ્ટ મટીરીયલ પણ વારંવાર એક્સરસાઇઝ અને રીપીટેશન ના કારણે સારી રીતે સમજી અને શીખી શકાય છે.

•Parts Learning (પાર્ટ્સ લર્નિંગ) :

– જો કોઈપણ લર્નિંગ મટીરીયલ લાંબુ હોય તો તેને અલગ અલગ પાર્ટ્સમાં વેચીને શીખવાથી લર્નિંગ સરળ બની જાય છે.

Reward and Punishment (રીવોર્ડ એન્ડ પનિશમેન્ટ) :

– લર્નિંગ માટે રીવોર્ડ અને પનિશમેન્ટ ખૂબ જ અસર કરે છે. જો કોઈ વ્યક્તિ સારું શીખે તો તેને રીવોર્ડ દ્વારા એપ્રિસિયેટ કરવામા આવે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ ખરાબ શીખતુ હોય તો તેને પનિશમેન્ટ આપવામા આવે છે.

 • Result as a feedback (રીઝલ્ટ એઝ અ ફીડબેક) :

 – થોડા થોડા સમયે રિઝલ્ટ તથા રીવ્યુ અને ફીડબેક લેવાથી લર્નિંગ ઇમ્પ્રુવ થાય છે.

• Good physical atmosphere (ગુડ ફિઝિકલ એટમોસ્ફિયર) :

– પૂરતી લાઈટ અને વેન્ટિલેશન, શાંત અને ચોખ્ખી જગ્યા, રૂમનુ યોગ્ય તાપમાન તથા જરૂરી ફર્નિચર વગેરે લર્નિંગ પ્રોસેસમા અસર કરે છે.

• Overlearning (ઓવર લર્નિંગ) :

– સંશોધનો દ્વારા સાબિત થયેલું છે કે ઓવર લર્નિંગ ને કારણે મેમરી વધે છે અને વધારે સારી રીતે લર્નિંગ કરી શકાય છે.

Theory of Learning (થીયરી ઓફ લર્નિંગ):

– સાયકોલોજિસ્ટ દ્વારા જણાવવાનો પ્રયત્ન કરેલ છે કે લોકો કેવી રીતે શીખે છે અને શા માટે શીખે છે. આ માટે તેઓએ પ્રાણીઓ અને બાળકો પર ઘણા પ્રયોગો કરેલ છે અને તેમના આધારે તેઓએ નક્કી કરેલ છે કે પ્રાણી અથવા વ્યક્તિ અમુક પદ્ધતિ દ્વારા શીખે છે જેને થીયરી ઓફ લર્નિંગ કહેવામાં આવે છે.

ઘણી બુકમાં આ થિયરીને લર્નિંગના પ્રકાર તરીકે ગણવામાં આવે છે. લર્નિંગ શબ્દ એ વ્યાપક શબ્દ છે. જે એક્ટિવિટીની વિશાળ શ્રેણીની આવરી લે છે જેને મર્યાદિત માળખામાં સમજાવી શકાતી નથી.

1. Trial and Error Learning Theory (ટ્રાયલ એન્ડ એરર લર્નિંગ થીયરી):

  •  – અમેરિકન સાયકોલોજીસ્ટ એડવર્ડ થોર્ન્ડાઇક દ્વારા પહેલી વખત લર્નિંગ માટેની સાયન્ટિફિક સ્ટડી કરવામા આવી હતી.
  •  – એડવર્ડ થોર્ન્ડાઇક ને એજ્યુકેશનલ સાયકોલોજીના ફાધર કહેવામા આવે છે.
  •  – આ થિયરી થોર્ન્ડાઇક દ્વારા આપવામાં આવેલી છે. તે જણાવે છે કે વ્યક્તિ અથવા પ્રાણી ટ્રાયલ અને એરર પદ્ધતિથી શીખે છે. તેના મતે લર્નિંગ એ ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે. આ થિયરી પ્રમાણે વારંવાર ની ટ્રાયલ એરર નુ પ્રમાણ ઘટાડે છે. આ માટે તેમણે પ્રાણીઓ ઉપર ઘણા એક્સપેરિમેન્ટ કર્યા.

Experiment (એક્સપેરિમેન્ટ) :

  • – તેમણે એક ભૂખી બિલાડીને પઝલ બોક્ષની અંદર મૂકી દીધી. તેમણે પઝલ બોક્સની બહાર થોડા અંતરે એક ફૂડનો ટુકડો રાખી દીધો . આથી જો બિલાડીને ફૂડ સુધી પહોંચવું હોય તો તેણે તે પઝલ બોક્સ નો દરવાજો ખોલીને જવું પડે.
  •  – જો બિલાડી એ પઝલ બોક્સમાં આવેલ લુપ ઓફ કોડને ખેંચીને લીવરને દબાવે તો દરવાજો ખુલી જાય.
  • – બિલાડીએ દરવાજો ખોલવા માટે ઘણીવાર સુધી અનનેસેસરી મુવમેન્ટ કરી પરંતુ દરવાજો ખુલ્યો નહીં. આવી રીતે બિલાડીએ ઘણીવાર સુધી સતત ટ્રાય કર્યા પછી તેનાથી અજાણતા લુપ ખેંચાઈ જાય છે અને દરવાજો ખુલી જાય છે. આમ બિલાડીએ ફૂડ સુધી પહોંચી જાય છે.
  • – આ રીતે ઘણી બધી ટ્રાય કર્યા પછી બિલાડી શીખી જાય છે કે લીવરને સીધું કરી ને દબાવવાથી દરવાજો ખુલી જાય છે અને તે ફૂડ સુધી પહોંચી શકે છે.
  • – ખોરાક સુધી પહોંચવા માટે પહેલેથી લઈને છેલ્લી ટ્રાઈના સમયમાં અને અનનેસેસરી મોમેન્ટમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળે છે. આમ બિલાડી એ ટ્રાયલ અને એરર દ્વારા શીખે છે.
  • – થોર્ન્ડાઇક મત મુજબ વારંવાર ના પ્રયત્નોથી ભૂલ નું પ્રમાણ ઘટાડી શકાય છે. આ ક્રિયાઓ દ્વારા પ્રાણી શીખે છે.
  • – આપણે પણ આ મેથડ દ્વારા સ્વિમિંગ, સાયક્લિંગ વગેરે શીખીએ છીએ. બાળક પણ ચાલવું, બેસવું, દોડવું વગેરે આ મેથડ દ્વારા શીખે છે. પરંતુ આ મેથડથી વધારે પ્રમાણમાં ટાઈમ નો બગાડ થાય છે.

Trial and error method can be used as follows (ટ્રાયલ અને એરર મેથડ નો ઉપયોગ નીચે મુજબ કરી શકાય):

  • – જો લર્નર એ કમ્પ્લીટલી મોટીવેટ હોય અને તેનો ગોલ ક્લિયર હોય ત્યારે. (અહીં બિલાડી એ મોટીવ અને ફૂડ એ ગોલ છે.)
  • – જ્યારે પરસેપ્શન અને બીજી લર્નિંગ એક્ટિવિટી સફિસિયન્ટ ન હોય ત્યારે.
  • – જ્યારે લર્નર એ પરસેપ્શન, અન્ડરસ્ટેન્ડિંગ, ઈન્ટેલિજન્સ દ્વારા પ્રોબ્લેમનું સોલ્યુશન મેળવવામા ફેલ જાય ત્યારે .

2.Theory of conditioned reflexes (થીયરી ઓફ કંડીશન રિફ્લેક્સ):

– કન્ડિશનિંગ એટલે નવી પરિસ્થિતિને અપનાવી લેવી અથવા તે નવી સિચ્યુએશનમાં એડજસ્ટ કરવું.

– કન્ડિશનિંગના બે ટાઈપ છે :

    Classical conditioning (ક્લાસિકલ કંડીશનીંગ)

    Operant conditioning (ઓપરંટ કંડીશનીંગ)

1.Classical conditioning (ક્લાસિકલ કન્ડિશનીંગ):

  • રશિયન ફિઝિયોલોજીસ્ટ ઇવાન પાવલોવ દ્વારા આ મેથડ શોધવામાં આવી હતી. આ મેથડની શોધ માટે 1904 માં તેમને નોબલ પ્રાઈઝ મળ્યું હતું.
  • – ક્લાસિકલ કન્ડિશનિંગ ને કોઈ પણ સ્ટીમ્યુલેશન પ્રત્યેના રિસ્પોન્ડની થિયરી કહે છે.
  • – ઈવાન પાવલોવ દ્વારા કુતરા પર એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો હતો.
  • – પાવલોના પ્રયોગ પ્રમાણે કુતરાઓમાં થતું સલાઈવેશન માપવા માટે તેમણે એક કેપ્સ્યુલ લગાવી. જે સલાઈવેસન નો ફ્લો માપી હતી.
  • – જ્યારે કૂતરાને મીટ પાવડર આપવામાં આવતો ત્યારે તેની સાથે સાથે બેલ વાગે તેવું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની સાથે સાથે ટાઈમ પણ નોંધવામાં આવતો હતો.
  • – પાવલોવ એ કૂતરાને ટ્રેન કર્યો હતો. જ્યારે બેલ વાગે પછી તરત જ તેને ફૂડ આપવામાં આવતું હતું.બેલ ના અવાજ પછી તરત જ ફૂડ આપવાની ક્રિયા તેણે થોડો સમય ચાલુ રાખી.
  • – આ ટ્રેનિંગ દરમિયાન તેણે સલાઈવેશનનું મેઝરમેન્ટ કર્યું. એ માટે તેમણે બેલ વગાડ્યો અને સલાઈવેસન નો ફ્લો માપિયો.
  • – તેમણે નોંધ્યું કે બેલ વગાડવાના અવાજથી કુતરાના સલાઈવેસન માં વધારો થતો જોવા મળ્યો.
  • – તેમણે ઘણો સમય બેલ અને ફૂડ બંને સાથે પીરસિયા.પછીથી તેમણે ખાલી બેલના સાઉન્ડ ની મદદથી સલાઈવેસન નો ફલો માપ્યો.
  • – તેમણે નોંધ્યું કે કુતરામાં ટ્રેનિંગ પછી માત્ર બેલ વગાડવાથી પણ સલાઈવેશનમાં વધારો જોવા મળે છે. આ એક કન્ડિશનિંગ રિસ્પોન્સ છે.
  • – આ થિયરી બતાવે છે કે બેલ જેવું સામાન્ય ઓબ્જેક્ટ ને પણ મીટ પાવડર સાથે જોડવામાં આવે તો બેલ સાઉન્ડની કેપેસિટી પણ સલાઈવેશન ઉત્પન્ન કરવા માટે મીટ જેટલી જ થઈ જાય છે.
  • – થીયરી બતાવે છે કે કન્ડિશન સ્ટીમ્યુલેશન જ્યારે અનકન્ડિશન સ્ટીમ્યુલેશન સાથે જોડાય છે ત્યારે કન્ડિશન સ્ટીમ્યુલેશન પણ અનકન્ડિશન સ્ટીમ્યુલેશન જેટલું જ અસરકારક સાબિત થાય છે.
  • – આ થિયરી મુજબ આ બંને કન્ડિશનનું જોડાણ બ્રેઈન મા હોય છે. બ્રેઇન બંને કન્ડિશન અને અનકન્ડિશન સ્ટીમ્યુલેશન એમ બંને વખતે સરખું કાર્ય કરે છે. જેના પરિણામે અનકન્ડિશન સ્ટીમ્યુલેશન ઓટોમેટીકલી રિસ્પોન્સ આપે છે.
  • – માનવીઓ અને પ્રાણીઓ નીચે મુજબના એરિયામાં ક્લાસિકલ કન્ડિશનના સિદ્ધાંતોનો નીચે મુજબ ઉપયોગ કરે છે.
  • – આ ક્લાસિકલ કન્ડિશનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને વ્યક્તિમાં ગુડ હેબિટ ડેવલપ કરી શકાય છે.
  • -આ પ્રિન્સિપાલ નો ઉપયોગ કરીને કોઈ પણ બેડ હેબિટને છોડી શકાય છે તેમજ પરિસ્થિતિથી લાગતા ડર ને દુર કરી શકાય છે.
  • -પ્રાણીઓને ટ્રેનિંગ આપવા માટે પણ આ સિદ્ધાંતોનો ઉપયોગ કરી શકાય છે.
  • -અમુક સાયકોથેરાપી માટે પણ આ સિદ્ધાંતોનો ઉપયોગ કરી શકાય છે. વ્યક્તિના બિહેવિયર અને એટીટ્યુડ ને ચેન્જ કરવા માટે ઉપયોગી છે.

2.Operant conditioning (ઓપરન્ટ કન્ડિશનિંગ):

  • – કન્ડિશનિંગ લર્નિંગ માટેની આ બીજી મેથડ છે જે અમેરિકન સાયકોલોજીસ્ટ બીએફ સ્કીનર દ્વારા વિકસાવવામાં આવી હતી.
  • – આ મેથડને ઇન્સ્ટ્રુમેન્ટલ કન્ડિશનિંગ પણ કહેવામાં આવે છે.
  • – આ મેથડ લો ઓફ ઇફેક્ટના સિદ્ધાંતો ઉપર કામ કરે છે અને રેઈન ફોર્સ ના બેઝ ઉપર આધારિત છે.
  • – સ્કીનર એ ઇન્સ્ટ્રુમેન્ટલ કન્ડિશનિંગ ને વધારે જાણીતી બનાવી. આ માટે તેમણે કબુતર, ઉંદર અને માનવી ઉપર પણ પ્રયોગ કરેલ છે.
  • – સ્કીનર એ ઉંદરને ગ્લાસના બોક્સ અંદર મૂક્યો. આ બોક્સ ને સ્કીનર બોક્સ કહેવામાં આવે છે.
  • – સ્કીનર બોક્સ એ ગ્લાસનું બનાવેલું નાનું ચેમ્બર છે. જેમાં સ્પીકર, સિગ્નલ લાઇટ, લીવર, ફૂડ ડિસ્પેન્સર , જેમાં ડિસ્પેન્સર પેલેટ અને ઈલેક્ટ્રીક ગ્રીડ ફ્લોર દ્વારા શોક ઉત્પન્ન થતો હતો.
  • – સ્કીનર બોક્સમાં મૂકવામાં આવેલા ઉંદર એ બોક્સમાં ફ્રીલી ફરી શકતો હતો. ઉંદર દ્વારા બોક્ષમાં રહેલું લીવર અજાણતા દબાઈ જાય છે ત્યારે બોક્સની બહાર રહેલું ફૂડ એ બોક્સની અંદર પડે છે. આવી રીતે ઉંદરની એક્સપેરિમેન્ટના આધારે જાણવા મળ્યું કે જ્યારે લીવરને દબાવવામાં આવે ત્યારે તેની બદલામાં તેને ફૂડ મળે છે. અહીં ફૂડ એ સ્ટીમ્યુલેશન છે.
  • – ઉંદર દ્વારા વારંવાર નોટીલી લીવરને દબાવવામાં આવતું હતું અને દરેક વખતે તેને ફૂડ મળતું હતું. જેથી ઉંદર ધીરે ધીરે લર્ન કરે છે. અહીં ઉંદર દ્વારા લીવર દબાવવાથી ફૂડ મળે છે તે રેઇન ફોર્સમેન્ટ છે. ઉંદર શીખી જાય છે કે લીવર દબાવવાથી ફૂડ મળે છે જેથી તે વારંવાર લીવર દબાવે છે.
  • – આપણા રોજબરોજના જીવનમાં પ્રાણીઓ અને માનવીઓ આ મેથડથી શીખે છે.
  • – અહીં રિઇનફોર્સમેન્ટ એ મોટીવેશન ફેક્ટર છે. આ ક્રિયા પ્રાણીને વારંવાર કરવા માટે પ્રેરે છે.
  • – સ્કીનર દ્વારા નોંધવામાં આવ્યું કે જો આપણે કોઈ એક્ટિવિટી માટે રીવોડ આપીએ તો તે વારંવાર રીપીટ થાય છે.
  • – ઇન્સ્ટ્રુમેન્ટ કન્ડિશનિંગ આપણી ઘણી બધી ક્રિયાઓ સાથે સંકળાયેલું છે. આમ આ પદ્ધતિનો ઘણો બધો એસ્પેક્ટ રિઇનફોર્સમેન્ટ છે.
  • – જેમાં પોઝિટિવ રિઇનફોર્સમેન્ટ રિવોલ્વ્ડ ટ્રેનિંગ માટે ઉપયોગી છે. અને નેગેટિવ રિઇનફોર્સમેન્ટ જેમકે પનિશમેન્ટ એ ન ગમતું બીહેવિયર અટકાવવા માટે ઉપયોગી છે.
  • – આ મેથડ મોડીફીકેશન માટે ઘણી ઉપયોગી છે આ ઉપરાંત મેન્ટલી રિટાર્ડેડ પર્સન અને ફોબિયા અને ડ્રગ એડિક્સની સારવારમાં ઉપયોગી છે.

Reinforce (રિઇનફોર્સ) :

– રિઇનફોર્સ એ કોઈપણ ઇવેન્ટ છે જે બિહેવિયર ને મજબૂત બનાવે છે અને તેમાં વધારો કરે છે. રિઇનફોર્સના બે ટાઈપ છે :

 1) positive reinforce (પોઝિટિવ રિઇનફોર્સ)

    2) negative reinforce (નેગેટીવ રિઇનફોર્સ)

1) Positive reinforce (પોઝિટિવ રિઇનફોર્સ):

– પોઝિટિવ રિઇનફોર્સ માં ગમતી એક્ટિવિટી કે વર્તનને એપ્રિસિયેટ કરવા માટે ઇનામ કે ગિફ્ટ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો બાળક ભણવામાં સારો નંબર લઈ આવે તો તેને ગિફ્ટ આપી એપ્રિસિયેટ કરવામાં આવે છે .

2) Negative reinforce (નેગેટીવ રિઇનફોર્સ):

– નેગેટિવ રિઇનફોર્સને પનિશમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં ન ગમતી એક્ટિવિટી કે વર્તનને અટકાવવા માટે પનિશમેન્ટ નો ઉપયોગ કરવામાં આવે છે. જેમકે બાળકને મેનરમાં રહેવા માટે પનિશમેન્ટ આપવી.

Operant conditioning uses are as follows (ઓપરન્ટ કન્ડિશનિંગ ઉપયોગો નીચે મુજબ છે):

Shaping (શેપિંગ):

– વ્યક્તિને તેની ઈચ્છા મુજબ તેને શીખવાની તક આપવી. જેમાં તેને સ્ટેપ બાય સ્ટેપ શીખવવામાં આવે છે. આ પદ્ધતિમાં વ્યક્તિ એક સ્ટેપ શીખી જાય પછીથી બીજું સ્ટેપ શીખવવામાં આવે છે.

– ન ગમતા વર્તનને શેપિંગ ની મદદથી યોગ્ય રીતે બિહેવિયર કરતું કરી શકાય છે. અહીં શીખવાની ક્રિયા વ્યક્તિની ઈચ્છા મુજબની હોય છે. બાળક જ્યારે પ્રથમ બોલતા શીખે ત્યારે પ્રથમ માં શબ્દ બોલે છે. પછીથી ધીરે ધીરે મામા, કાકા બોલતા શીખે છે.

Behaviour modification (બિહેવિયર મોડીફીકેશન):

  • – ઓપરન્ટ  કન્ડિશનિંગ એ પેશન્ટના ટ્રીટમેન્ટ માટે વાપરવામાં આવે છે. જેને બિહેવિયર મોડીફીકેશન થેરાપી કહેવામાં આવે છે.
  • – આ પદ્ધતિમાં બિહેવિયર પ્રોબ્લેમ વાળા વ્યક્તિને સમાજે સ્વીકારેલ હોય અને સમાજ દ્વારા માન્ય હોય તેવું બિહેવિયર શીખવવામાં આવે છે. આ પદ્ધતિની મદદથી વ્યક્તિને થોડા પ્રયત્નોથી શીખવી શકાય છે.
  • – મોટા ભાગે મેન્ટલી રિટાર્ડેડ બાળકોને તેમની જીવન જરૂરી ક્રિયાઓ આ મેથડ દ્વારા સહેલાઈથી શીખવી શકાય છે. જેમાં મોટાભાગે યોગ્ય રીતે કપડા પહેરવા, ખાવા પીવા માટે યોગ્ય ટેવ અને ટોયલેટ ટ્રેનિંગ સમાવેશ થાય છે.
  • – આ ઉપરાંત આ પદ્ધતિની મદદથી ફોબિયા, ડ્રગ એબ્યુઝ અને આલ્કોહોલિક પેશન્ટની પણ સારવાર આપી શકાય છે. આવા પેશન્ટને સાઇકો થેરાપી અને બીહેવીયર મોડીફીકેશન થેરાપીની મદદથી યોગ્ય ટ્રીટમેન્ટ આપી શકાય છે.

3. Cognitive theory of Learnning (કોગ્નિટિવ થીયરી ઓફ લર્નિંગ):

– પરસેપ્શન, નોલેજ અને કોગ્નિટિવ પ્રોસેસ એ લર્નિંગ માં અગત્યનો ભાગ ભજવે છે.

– કોગ્નિટિવ થીયરી પ્રમાણે સ્ટીમ્યુલેશન અને રિસ્પોન્સ માત્ર લર્નિંગ સાથે સંકળાયેલા નથી પરંતુ મેમરીમાં રહેલું કોગ્નિટિવ સ્ટ્રક્ચર લર્નિંગ માટે યોગ્ય જરૂરી માહિતી પૂરી પાડે છે. કોગ્નિટિવ થીયરી માટે અન્ડરસ્ટેન્ડિંગ એ મહત્વનું છે.

કોગ્નિટિવ થીયરી બે પ્રકારની છે :

   • Insight theory of learning (ઇનસાઇટ થીયરી ઓફ લર્નિંગ)

   • Sign theory of learning (સાઇન થીયરી ઓફ લર્નિંગ)

4.Insight theory of learning (ઇનસાઇટ થીયરી ઓફ લર્નિંગ):

  • કોહલર કે જેઓ જર્મન સાયકોલોજીસ્ટ હતા કે જેમણે inside લર્નિંગ થિયરી ના બેઝ ઉપર પ્રયોગ કર્યા.
  • – આ પ્રયોગના આધારે તેમણે સાબિત કર્યું કે ટ્રાયલ અને એરરમાં ગયા વગર વ્યક્તિ કે પ્રાણી પોતાની આંતરસુજથી ઝડપથી શીખે છે. જેમાં મોટાભાગે પ્રોબ્લેમ સોલ્વિંગ, પઝલનું નિરાકરણ આ મેથડથી કરવામાં આવે છે. આ પદ્ધતિ ની મદદથી સમયનો ખૂબ જ બચાવ થાય છે.
  • – કોહલર એ આ પ્રયોગ ચિમ્પાન્જી ઉપર કર્યો હતો. જે ચિમ્પાન્જી નું નામ સુલતાન હતું.
  • – તેમણે સુલતાનને પાંજરામાં પુર્યો અને પાંજરાથી થોડા અંતરે પાંજરા ની બહાર કેળા મૂકયા.
  • – આ કેળા સુલતાન થી સહેલાઈથી પહોંચી શકાય તેમ ન હતા. પાંજરાની અંદર બે લાકડીઓ મૂકવામાં આવી. આ બંને લાકડીઓ એકબીજામાં ફીટ થઈને લાંબી થઇ શકતી હતી.
  • – ભૂખ્યા સુલતાને પ્રથમ હાથ વડે કેળા સુધી પહોંચવા માટેનો પ્રયત્ન કર્યો. પરંતુ તે નિષ્ફળ જતા તેણે લાકડીના એક ટુકડા વડે કેળા સુતી પહોંચવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે માટે ફેલ ગયો.
  • – જેથી સુલતાન એ કેળા સુધી પહોંચવાનો પ્રયત્ન પડતો મૂકીને લાકડી વડે રમવાનું ચાલુ કર્યું. જેમાં એકાએક રમતી વખતે બંને લાકડીઓ એકબીજા સાથે ફીટ થઈ ગઈ અને લાકડી લાંબી બની ગઈ. જેની મદદથી સુલતાને તરત જ કેળા મેળવી લીધા અને ખાવાનું ચાલુ કરી દીધું.
  • – લાંબી લાકડી વડે કેળા સુધી પહોંચવાનો વિચાર સુલતાનના મનમાં એકાએક આવ્યો. તેને inside કહેવાય.
  • – આ માટે કોહલર એ ઘણા પ્રયોગો કર્યા. તેમણે નોંધ્યું કે પ્રાણીઓ અનુભવને આધારે શીખે છે નહીં કે માત્ર ટ્રાયલ અને એરર ને આધારે.
  • – કોહલરના પ્રયોગોથી સાબિત થાય છે કે પ્રોબ્લેમ નું સોલ્યુશન ફક્ત ટ્રાયલ અને એરર થી જ શક્ય નથી પરંતુ પ્રોબ્લેમ નું સોલ્યુશન લાવવું એ અનુભવના આધારે પણ શીખવા મળે છે.

5. Sign theory of learning (સાઇન થીયરી ઓફ લર્નિંગ):

  • એડવર્ડ ટોલમેન દ્વારા સાઇન થીયરી ઓફ લર્નિંગ આપવામાં આવી હતી.
  • – તેના મત મુજબ લર્નિંગ એ પ્રોસેસ છે જે કોગ્નિશન દ્વારા થાય છે. એટલે લર્નિંગ માટે સ્ટીમ્યુલેશન અથવા રિઈનફોર્સની જરૂર પડતી નથી.
  • – કોગ્નિશન માં નોલેજ, થીંકીંગ, પ્લાનિંગ, પર્પસ વગેરેનો સમાવેશ થાય છે.
  • – ટોલમેન દ્વારા કોગ્નિટિવ મેપ શબ્દ આપવામાં આવ્યો. એટલે કે વ્યક્તિએ પોતાના માઈન્ડ દ્વારા બનાવવામાં આવેલા નકશા મુજબ અમુક ચિહ્નો અને સંકેતોને ફોલો કરે છે અને છેવટે ગોલ સુધી પહોંચે છે.
  • – લર્નર તેના એક્સપિરિયન્સ દ્વારા અમુક સંકેતો અને ચિન્હો ઓળખે છે અને ગોલ સુધી પહોંચે છે.

6. Social Theory learning (સોશિયલ લર્નિંગ થીયરી):

  • – એવા ઘણા બધા લર્નિંગ છે જેને આપણે કન્ડિશનિંગ સાથે એક્સપ્લેન કરી શકતા નથી.
  • – જેમ કે અમુક ક્રિયાઓ આપણે ઓબઝર્વેશનના માધ્યમથી શીખીએ છીએ. સોશિયલ લર્નિંગ થીયરી ઓબ્ઝર્વેશનના પાયા ઉપર આધારિત છે.
  • – સોશિયલ લર્નિંગ થીયરી મોડેલિંગ ઉપર આધારિત છે. આ થીયરી મુજબ વ્યક્તિ બીજાને જોઈને તેનું અનુકરણ (imitation) કરે છે.
  • – ઇમિટેશન આ થિયરી ઉપર આધારિત છે. તે ઘણી બધી સ્કિલ શીખવા માટે ઉપયોગી છે.
  • – ઉદાહરણ તરીકે સ્ટુડન્ટ નર્સ એ સ્ટાફ નર્સને જોઈને અને તેની અનુકરણ કરીને ઇન્જેક્શન આપતા શીખે છે.

Bandura experiment ( બંધુરા એક્સપેરિમેન્ટ ):

  • Albert bandura અને બીજા રિસર્ચર એ ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા. અને તેમણે લર્નિંગ માં ઓબ્ઝર્વેશન નું શું ફાળો છે તેના વિશે સમજાવ્યું.
  • – તેમણે પ્રી સ્કૂલ ટોટલ 72 બાળકો લીધા. જે બાળકોના 24 – 24 ના ત્રણ ગ્રુપ પાડ્યા.
  • – તેમણે પહેલા 24 બાળકોના ગ્રુપ સામે બોબો ડોલ વાળો મોડેલ પ્લે કર્યો. જેમાં એડલ્ટ વ્યક્તિએ બોબો ડોલ સામે એગ્રેસીવ બિહેવિયર કરતો હતો. તે ડોલને કિક મારતો હતો હવામાં ઉછાળતો હતો અને તેની સાથે ખરાબ બેહિયર કરતો હતો.
  • – તેમણે બીજા 24 બાળકો સામે બોબો ડોલ વાળો રોલ પ્લે કર્યો પરંતુ તેમાં બોબો ડોલ સાથે નોન એગ્રેસીવ બિહેવિયર કર્યો હતો. એટલે કે બોબો ડોલ સાથે કંઈ જ ખરાબ બિહેવ કર્યો નહોતો.
  • – જ્યારે તેમણે ત્રીજા 24 બાળકો સામે કોઈપણ જાતનું રોલ પ્લે કર્યો નહીં.
  • – તેમણે જોયું કે પહેલા 24 બાળકો સામે બોબો ડોલ રાખવામાં આવે તો તે બાળકો તેની સામે એગ્રેસીવ બીહેવિયર કરતા હતા કે જે તેમણે રોલ પ્લેનમાં જોયેલું હતું. તે બાળકો બોબો ડોલ સાથે કિક મારતા હતા તેને હવામાં ઉછાળતા હતા.
  • – જ્યારે બીજા 24 બાળકો સામે બોબો ડોલ રાખવામાં આવી ત્યારે તે બાળકો ડોલ સાથે કોઈપણ જાતનો એગ્રેસીવ બીહેવિયર કરતા નથી કારણ કે તેમણે આગળ રોલ પ્લેઇંગ માં જોયો નહોતો.
  • – જ્યારે ત્રીજા ગ્રુપના 24 બાળકો એ બોબો ડોલ સામે નોર્મલ બીહેવિયર કરતા હતા.
  • – આ એક્સ્પીરિમેન્ટ ઉપરથી કહી શકાય કે આપણે જેવું ઓબ્ઝર્વેશન કરીએ છીએ એવું શીખીએ છીએ. આથી આ થિયરીને ઓબ્ઝર્વેશનલ લર્નિંગ થીયરી પણ કહે છે.

આ થિયરીનું પ્રેક્ટીકલ ઈમ્પોર્ટન્સ નીચે મુજબ છે ( The practical importance of this theory is as follows):

  • – ચિલ્ડ્રન અને એડલ્ટ બંને ઓબ્ઝર્વેશન અને ઇમિટેશન દ્વારા શીખે છે.
  • – ચાઈલ્ડ એ લેંગ્વેજ, સોશિયલ સ્કિલ, હેબિટ અને બિહેવિયર એ તેના પેરેન્ટ્સ અને બીજા બાળકો આગળથી જોઈને શીખે છે.
  • – એકેડેમીક, એથ્લેટિક અને મ્યુઝિકલ સ્કીલ આ લર્નિંગ મેથડ દ્વારા શીખી શકાય છે.
  • – બાળકની પર્સનાલિટી ડેવલોપમેન્ટ માટે અગત્યનો રોલ ભજવે છે.
  • – ડર ધરાવતા બાળકોમાં તેનો ડર આ મેથડ ની મદદથી ઓછો કરી શકાય છે.
  • – ફોબિયા વાળા પેશન્ટમાં તેનો ફિયર દૂર કરવા માટે આ મેથડ ઉપયોગી છે.
  • – મોડલિંગ નો ઉપયોગ વેઇટ રિડક્શન અને સ્મોકિંગ સીઝેશન પ્રોગ્રામમાં થાય છે.

Modelling process (મોડલિંગ પ્રોસેસ):

– બધા ઓબઝર્વ કરેલા બીહેવિયર એ ઇફેક્ટિવલી શીખી શકાતા નથી. મોડેલ અને લર્નર બંને સોશિયલ લર્નિંગ માં અગત્યનો રોલ ભજવે છે. જે માટે અમુક સ્ટેપ ધ્યાનમાં લેવા પડે છે. તે સ્ટેપ નીચે મુજબ છે :

  • Attention (અટેન્શન) :

– જો કોઈપણ વસ્તુ શીખવી હોય તો તેની માટે અટેન્શન હોવું જરૂરી છે જો તે વસ્તુ પર બરાબર ધ્યાન આપવામાં ન આવે તો તેની લર્નિંગ પર નેગેટિવ ઇફેક્ટ પડે છે.

 • Retention (રીટેન્શન) :

 – જે માહિતી મળી છે તેને સ્ટોર કરી રાખવી એ પણ લર્નિંગ પ્રોસેસ માટે અગત્યનું છે.

 • reproduction (રીપ્રોડક્શન):

– અટેન્શન અને રીટેન્શન ની સાથે સાથે તે વસ્તુની પ્રેક્ટિસ કરવી પણ તેટલી જ જરૂરી છે. જો પ્રેક્ટિસ કરવામાં ન આવે તો તે વસ્તુ બરાબર રીતે શીખી શકાતી નથી.

 • Motivation (મોટીવેશન):

– સક્સેસફુલ ઓબ્ઝર્વેશન લર્નિંગ માટે મોટીવેશન પણ જરૂરી છે. મોડલ દ્વારા કરવામા આવતા બિહેવિયર માટે આપણામાં મોટીવેશન હોવું જરૂરી છે. રિઈનફોર્સમેન્ટ અને પનીસમેન્ટ એ મોટીવેશન માટે અગત્યનો રોલ ભજવે છે.

Nature of Learning (નેચર ઓફ લર્નિંગ):

 • Learning is Universal (લર્નિંગ ઇસ યુનિવર્સલ):

– લર્નિંગ એ સાર્વત્રિક છે. દરેક જીવ કે જે જીવે છે તે શીખે છે. જેમા માણસ એ સૌથી વધારે શીખે છે. આમ દુનિયામા રહેલ દરેક જીવ એ જુદી જુદી જગ્યાએ જુદુ જુદુ શીખે છે.

• Learning is a process of modification in behaviour ( લર્નિંગ ઇસ અ પ્રોસેસ ઓફ મોડીફીકેશન ઈન બીહેવીયર ):

– આપણે જે કાંઈ પણ શીખીએ છીએ તેના કારણે આપણા બિહેવિયર મા ચેન્જીસ જોવા મળે છે.

• Learning is adjustment to situation (લર્નિંગ ઇઝ એડજેસ્ટમેન્ટ ટુ સિચ્યુએશન):

– લર્નિંગ એ વ્યક્તિને ગમે તે સિચ્યુએશનમા એડજસ્ટ થતા શીખવાડે છે. જેમ જેમ વ્યક્તિ નવી વસ્તુઓ શીખે છે તેમ તેમ તેની કાર્યક્ષમતામા વધારો થાય છે અને વ્યક્તિ નવી પરિસ્થિતિને સારી રીતે એડજસ્ટ કરવા માટે સક્ષમ બની જાય છે.

• Learning is Continuous (લર્નિંગ ઇસ કંટીન્યુઅસ):

– લર્નિંગ એ આજીવન પ્રક્રિયા છે. જ્યાં સુધી મનુષ્ય જીવે છે ત્યાં સુધી શીખવાનું ચાલુ રહે છે.

Learning is through experience ( લર્નિંગ ઇસ થ્રુ એક્સપિરિયન્સ ):

– એક્સપિરિયન્સ દ્વારા વ્યક્તિ અને પ્રાણી એ ઘણુ શીખે છે.

Learning Comes from All Sites (લર્નિંગ કમ્સ ફ્રોમ ઓલ સાઇટ્સ):

– બધી જગ્યાએથી કંઈક ને કંઈક નવું શીખવા મળે છે. બાળકોએ પેરેન્ટ્સ, ટીચર, એન્વાયરમેન્ટ, મીડિયા વગેરે પાસેથી શીખે છે.

• Learning is a purposeful and goal-directed process (લર્નિંગ ઇસ પર્પસફુલ એન્ડ ગોલ ડાયરેક્ટેડ પ્રોસેસ):

– લર્નિંગ એ એક ગોલ ડાયરેકટેડ અને પર્પસફુલ પ્રોસેસ છે. જો ગોલ એ ક્લિયર ન હોય તો વ્યક્તિએ સારી રીતે શીખી શકતું નથી.

• Learning comes as a result of practice (લર્નિંગ કમ્સ એસ અ રીઝલ્ટ ઓફ પ્રેક્ટિસ):

– પ્રેક્ટિસ અને રિપીટેશન દ્વારા લર્નિંગ એ વધારે ઇફેક્ટિવ બને છે. પ્રેક્ટિસને કારણે આપણે ગમે તે વસ્તુમા માસ્ટર બની શકીએ.

Transfer of Learning (ટ્રાન્સફર ઓફ લર્નિંગ):

  •   – લર્નિંગ પ્રોસેસ વ્યક્તિના જીવનમા જિંદગીભર ચાલુ રહે છે. આપણે જે કંઈ લર્નિંગ કરીએ છીએ તેના ઉપર પાસ્ટ લર્નિંગ ની ઈફેક્ટ જોવા મળે છે
  •    – આપણે કેટલી ઝડપથી શીખીએ છીએ તેનું આધાર પ્રિવિયસલી આપણે કેટલુ શીખેલા છીએ તેના ઉપર આધાર રાખે છે.
  •   – મોટાભાગનું લર્નિંગ ટ્રાન્સફોરેબલ હોય છે. વ્યક્તિ એક સિચ્યુએશન માંથી બીજી મોડીફાઇ પરિસ્થિતિમાં સરળતા થી શીખી જાય છે.
  •   – વ્યક્તિમા આવતુ ટોટલ અથવા પાર્સીયલ નોલેજ, સ્કિલ, હેબિટ, એટીટ્યુડ વગેરે એક સિચ્યુએશનમાંથી બીજી સિચ્યુએશનમા મળતુ હોય છે.
  •    – આથી ટ્રાન્સફર ઓફ લર્નિંગ એ એક પ્રોસેસ છે જેમા એક પરિસ્થિતિમાંથી શીખેલી વસ્તુનો બીજી પરિસ્થિતિમાં ઉપયોગ કરીએ છીએ.

Type of transfer of learning (ટાઈપ ઓફ ટ્રાન્સફર લર્નિંગ):

Positive transfer (પોઝિટિવ ટ્રાન્સફર):

– જ્યારે શીખનારને અગાઉ શીખેલી પરિસ્થિતિનું નોલેજ નવી પરિસ્થિતિમાં શીખવા માટે મદદરૂપ થાય તેને પોઝિટિવ ટ્રાન્સફર કહે છે. ઉદાહરણ તરીકે સાઇકલ સારી રીતે આવડતી હોય તો મોટરસાયકલ સરળતાથી આવડી જાય છે.

Negative transfer (નેગેટીવ ટ્રાન્સફર):

– લર્નરને  એક ટાસ્ક પરથી બીજા ટાસ્ક પર જતી વખતે જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેની નેગેટિવ ટ્રાન્સફર કહે છે. ઉદાહરણ તરીકે જમણા હાથે લખનાર વ્યક્તિને ડાબા હાથે લખવામાં જે મુશ્કેલી પડે તે.

Neutral transfer (ન્યુટ્રલ ટ્રાન્સફર):

– વ્યક્તિ એ અગાઉ શીખેલું નોલેજ એ નવી પરિસ્થિતિમાં કામ લાગતું નથી તેને ઝીરો ટ્રાન્સફર કહે છે.ઉદાહરણ તરીકે ઇતિહાસ અંગેનું નોલેજ વ્યક્તિને કાર ડ્રાઇવિંગ શીખવામાં કંઈ જ મદદરૂપ થતું નથી.

Theory of transfer learning (થીયરી ઓફ ટ્રાન્સફર લર્નિંગ):

•Theory of Mental Discipline (થીયરી ઓફ મેન્ટલ ડિસિપ્લિન) :

– આ થિયરી મુજબ આપણે જે કંઈ પણ નવુ શીખીએ છીએ તે  નવુ શીખેલુ આપણને બીજી ફિલ્ડમા કામ લાગે છે જેથી આપણે બીજી ફિલ્ડ વધુ સારી રીતે સમજી શકીએ. જેમકે લોજીક, ગ્રામર,સાયન્સ,  મેથેમેટિક્સ વગેરે. ઉદાહરણ તરીકે આપણે લોજીક સારી રીતે શીખ્યા હોય તો તેનો ઉપયોગ આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવામા કરી શકીએ.

• Theory of Identical Elements (થીયરી ઓફ આઈડેન્ટીકલ એલિમેન્ટ્સ) :

થોરન્ડિકે ના મત મુજબ એક સિચ્યુએશનમા રહેલ એલિમેન્ટ્સ એ બીજી સિચ્યુએશનમા રહેલ એલિમેન્ટ સાથે મેચ થાય ત્યારે નોલેજ ટ્રાન્સફર થાય છે એટલે કે બંને સિચ્યુએશનના એલીમેન્ટ મળતા હોવા જોઈએ તો જ નોલેજ ટ્રાન્સફર થાય છે. ઉદાહરણ તરીકે સાઇકલ શીખ્યા બાદ કાર શીખતી વખતે તેમા અમુક કોમન એલિમેન્ટ જોવા મળે છે જેમ કે સ્ટીયરિંગ મૂવમેન્ટ, ટ્રાફિક રુલ વગેરે.

• Theory of Generalization (થીયરી ઓફ જનરલાઇઝેશન) :

ચાર્લ્સ જુડ મુજબ અમુક એક્સપિરિયન્સ ને કારણે વ્યક્તિ તેમાંથી અમુક કનક્લુઝન અને જનરલાઈઝેશન મેળવે છે જેમ કે તેમાંથી અમુક રુલ્સ, પ્રિન્સિપલ, લો મેળવે છે. ત્યારબાદ તે આ પ્રિન્સિપલ, રુલ્સ નો ઉપયોગ નવી સિચ્યુએશનમા કરે છે.

• Gestalt theory (જેસટેલ્ટ થીયરી) :

– ટ્રાન્સફર ઓફ લર્નિંગ ત્યારે જ થાય છે જ્યારે પર્સન એ ઇન્ફોર્મેશન અને idea ની સારી રીતે સમજી અને તે ઇન્ફોર્મેશન અને idea નો ઉપયોગ તેમની ડેઇલી લાઇફમા થતા એક્સપિરિયન્સ દરમિયાન કરે.

• Theory of Ideal (થીયરી ઓફ આઇડિયલ) :

બેગલે મુજબ આદર્શો એ જનરલાઈઝેશન કરતા વધારે ઊંડા હોય છે તેથી આદર્શો એ પરસ્પર લર્નિંગ માટે અગત્યનું આધાર છે. આદર્શો એકવાર અપનાવવામાં આવે તો તે બધી સિચ્યુએશનમાં લાગુ પડે છે. જાણવાની ઉત્સુકતા પૂછપરછની ભાવના જેવા આદર્શો એ એક સિચ્યુએશન માંથી બીજી સિચ્યુએશનમા ટ્રાન્સફર થાય છે.

Published
Categorized as GNM FULL COURSE PSYCHOLOGY, Uncategorised