THE INDIVIDUAL (ઇન્ડીવિઝ્યુઅલ):
રિવ્યૂ ઓફ હ્યુમન ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ (Review of Human Growth and Development):
1.મિનીન્ગ એન્ડ ડેફીનેશન (Meaning and Definition):
Growth (ગ્રોથ) : શરીરમાં થતો ફીઝીકલ ગ્રોથ, જેમ કે હાઇટ, વેઇટ, ટીથ, વગેરે.
Development (ડેવલોપમેન્ટ) : વ્યક્તિત્વના ગુણવત્તાત્મક પાસાંઓનો વિકાસ, જેમ કે બુદ્ધિ, લાગણીઓ, સામાજિકતા.બંને પ્રક્રિયા સાથે સંકળાયેલી છે પણ એકસમાન નથી.
2.હ્યુમન ડેવલોપમેન્ટના એલીમેન્ટ્સ (Elements of Human Development):
1.ફીઝીકલ ડેવલોપમેન્ટ (Physical Development) : બોડીના ઓર્ગન્સ, હાઇટ, વેઇટ, ટીથ વગેરેનો ડેવલોપમેન્ટ.
2.કોગ્નીટીવ ડેવલોપમેન્ટ (Cognitive Development) : વિચારશક્તિ, ધ્યાન, યાદશક્તિ, ભાષા અને શીખવાની ક્ષમતા.
3.ઇમોશનલ ડેવલોપમેન્ટ (Emotional Development) : પોતાની અને અન્યની લાગણીઓને આઇડેન્ટીફાઇ કરવી અને કંટ્રોલ કરવી.
4.સોસિયલ ડેવલોપમેન્ટ (Social Development) : સંબંધ બાંધવો, મિત્રતા, સામાજિક વ્યવહાર શીખવો.
5.મોરલ ડેવલોપમેન્ટ (Moral Development) : સારા અને ખરાબ વચ્ચે ડિફરન્સ કરવો અને યોગ્ય નૈતિક નિર્ણયો લેવાની ક્ષમતા.
3.હ્યુમન ડેવલોપમેન્ટ ના સ્ટેજીસ (Stages of Human Development):
1.પ્રિનેટલ સ્ટેજ (Prenatal Stage) : પ્રેગ્નન્સીમાં બોડીના મુખ્ય અંગોનો વિકાસ.
2.ઇનફન્સી પીરિયડ (Infancy: 0–1 years) : Mother bonding, લેન્ગવેજની શરૂઆત, ઝડપથી ફીઝીકલ ગ્રોથ.
3.અર્લી ચાઇલ્ડહુડ (Early Childhood: 2–6 years) : મોટર સ્કિલ્સ અને લેન્ગવેજ ડેવલોપમેન્ટ, ઓળખની રચના.
4.મીડલ ચાઇલ્ડહુડ (Middle Childhood: 6–12 years) : સ્કુલ એજ્યુકેશન, સોસિયલાઇઝેશન, લાગણીઓનું નિયંત્રણ.
5.એડોલેસન્સ (Adolescence: 12–18 years) : સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટેરાઇસ્ટીક્સ નુ ડેવલોપમેન્ટ, સેલ્ફ-આઇડેન્ટીફીકેશન અને આત્મવિશ્વાસનો વિકાસ.
6.અર્લી એડલ્ટહુડ (Early Adulthood: 18–40 years) : કારકિર્દી, લગ્ન, જવાબદારી, સ્વતંત્રતા.
7.મીડલ એડલ્ટહુડ (Middle Adulthood: 40–65 years) : સ્થિરતા, જીવન મૂલ્યાંકન, પેઢીનું માર્ગદર્શન.
8.લેટ એડલ્ટહુડ (Late Adulthood: 65+ years) : નિવૃત્તિ, શાંતિ, જીવનનો અનુભવ અને મૂલ્યાંકન.
4.પ્રિન્સીપલ્સ ઓફ ડેવલોપમેન્ટ (Principles of Development):
5.વિકાસ અંગેના મુખ્ય સિદ્ધાંતો અને સિદ્ધાંતકારો (Major Theories of Development and Theorists):
1.Jean Piaget : Cognitive Development Theory (કોગ્નીટીવ ડેવલપમેન્ટ થીયરી):
ચાર સ્ટેજીસ: Sensorimotor, Preoperational, Concrete Operational, Formal Operational.
2.Erik Erikson : Psychosocial Theory (માનસિક-સામાજિક વિકાસ સિદ્ધાંત)
દરેક તબક્કે Psychosocial Conflict હોય છે.
ઉદાહરણ: Trust vs Mistrust, Identity vs Role Confusion.
3.Sigmund Freud : Psychosexual Theory (સાઇકોસેક્સ્યુઅલ થીયરી)
સ્ટેજીસ: Oral, Anal, Phallic, Latency, Genital.
વિકાસમાં libido નું મહત્વ.
4.Lev Vygotsky : Socio-Cultural Theory (સોસિયો – કલ્ચરલ થીયરી)
ભાષા અને સામાજિક વાતાવરણ વિકાસ માટે મુખ્ય છે.
Zone of Proximal Development (ZPD) નો મહત્વપૂર્ણ ભાગ.
5.Albert Bandura : Social Learning Theory (સામાજિક શીખવાની સિદ્ધાંત)
નિરીક્ષણ અને અનુસરણ (modeling) દ્વારા શીખવું.
Bobo Doll પ્રયોગથી સિદ્ધ.
6.ડેવલોપમેન્ટ ને અસર કરનારા ફેક્ટર્સ (Factors Affecting Development):
1.બાયોલોજીકલ ફેક્ટર્સ (Biological Factors) : Ancestry, Genes, Nutrition, Health.
2.સાયકોલોજીકલ ફેક્ટર્સ (Psychological Factors) : Intelligence, Emotions, Self-esteem.
3.સોસિયલ ફેક્ટર્સ (Social Factors) : Family, Friends, Education.
4.ઇકોનોમીક ફેક્ટર્સ (Economic Factors) : Income, Living Conditions, Medical facilities.
7.હ્યુમન ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટનું ઇમ્પોરટન્સ (Importance of Human Growth & Development):
THE SOCIALIZATION PROCESS (પ્રોસેસ ઓફ સોશિયલાયઝેશન અને ઈન્ડિવિજ્યુલાઈજેશન. ):–
➡️human being એક બાયોલોજીકલ એનિમલ તરીકે આવે છે અને પોતાની નીડ્સ ને ફૂલફિલ કરવાની ઈચ્છા ધરાવે છે.
➡️તે ધીમે ધીમે સામાજિક પ્રાણી તરીકે ઘડાઈ છે અને સમાજ માં રેહવાના તોર અને તરીકાઓ શીખે અને તેના મુજબ ની લાગણીઓ તેનામાં બને છે
➡️આ પ્રક્રિયા વગર અથવા તો ઘડતર વગર માણસ પોતાની જાત ને આ વાતાવરણ માં અને સંસાર માં ટકાવી શકે નહિ જો જે તે વ્યક્તિ ને સારું જીવન જીવવું હોય તેને સમાજ ના નીતિ , નિયમો , સંસ્કૃતિ ના અકોર્ડિંગ ચાલવું પડે અને આ ઘડતર ની પ્રોસેસ ને સોસિયલાઈઝેશન કેહવાય છે
અલગ અલગ sociologist દ્વારા અપાયેલી અલગ અલગ socialaization ની definition નીચે મુજબ છે.
બોગર્ડ્સ એ એવું કહ્યું છે કે ” સોસિયલાઈઝેશન એ એક સાથે કામ કરવાની પ્રક્રિયા છે જેનાથી આપડે એક ગ્રુપ માં જવાબદારી ની ભાવના ઊભી કરી શકીએ અને બીજા ને ગાઈડ કરી શકીએ તેના કલ્યાણ માટે અને નિડ્સ ને Fullfill કરી શકીએ” .
ઓગબર્ન પ્રમાણે:- ” socialization એ એવી પ્રોસેસ છે જેનાથી individual સોસાયટી માં રેહેવાના નીતિ નિયમો શીખે અને તેના ગ્રુપ માં રહે .”
રોસ પ્રમાણે :- ” સાથે રેહવાની ભાવનાનો વિકાસ અને તેની વૃદ્ધિ જેનાથી પોતે સાથે રેહેવાની અને સાથે કામ કરવાની ક્ષમતા ને વધારે”.
Socialisation એ એક એવી પ્રક્રિયા છે જેનાથી સમાજ માં રેહતા લોકો એક બીજા સાથે સંબંધ બાંધી શકે ➡️આ એક જટિલ પ્રક્રિયા છે જેમાં વ્યક્તિ આદતો , આવડત , બિલીફ અને સ્ટાન્ડર્ડ જ્જમેન્ટ દ્વારા interact કરે છે અને સોશ્યલ ગ્રુપમાં અને કમ્યુનીટીમા પાર્ટીશીપેશન કરે છે .
➡️આમાં સોસાયટી ની ક્વોલિટી ને ધ્યાન માં રાખી ને ચાલવામાં આવે છે
➡️ socialisation એ એક એવી પ્રોસેસ છે જેનાથી વ્યક્તિ ની અંદર આવડતો આવે છે અને વર્તન નું નિર્માણ થાય છે અને આનાજ કારણે એક મેનર માં સોસાયટી ચાલે છે
➡️બાળક ના જન્મ પેહલાજ સોસિયલાઇઝેશન ની પ્રક્રિયા શરૂ થય જાઈ છે
અમુક પ્રકારના social સર્કમસ્ટનસિસ જ પેહલા થી જ નક્કી કરી લેઇ છે કે જન્મ પછી બાળક નું જીવન કેવું હશે અને જે તે પરિસ્થિતિ તેના જન્મ પછી હોય એ પરિસ્થિતિ જ જેના સોસાયટી ના વિકાસ માં મદદ કરતી હોય છે અને તેનો અસર તેની પ્રીનેટલ કેર અને પેરેંટલ કેર પર થતો હોય છે.
અમુક એવી વસ્તુઓ કે જે જન્મ પછી બાળક ને સોસિયલાઈસ થવામાં મદદ કરે છે તે નીચે મુજબ છે
1.રિફલેક્સ (Reflex):-
➡️રેફલેક્સ એક પ્રકાર નું લિમિટ ને સેટ કરે છે દા. ત:- જ્યારે સાકર ની સ્વાદ મોઢા માં આવે ત્યારે લાળ ગ્રંથિ માંથી લાળ નું સિક્રિષન થવું
2.ઇન્સ્ટીન્ગ્સ (Instinct) :-
➡️ ટ્રોટર ના કહેવા મુજબ” માણસ નું વર્તન એની અંદર ની instinct પ્રમાણે હોય છે “.
અને મેક ડોગલ મુજબ ” બેહેવિયર ત્યારે જ instinctive કહી શકાય જો તેની અર્જ અથવા ઇચ્છા ઊભી થયેલી હોય અને જેમાં કઈક સંવેદના હોય બહાર ના વર્લ્ડ માટે અને તે થોડું ઘણું ઇન્હેરિતેડ સ્ટ્રક્ચર પર પણ depend રેહતું હોય અને તેના જ માટે જે તે જાતિ ની લાક્ષણિકતા ઘણી વાર બધી જગ્યાએ અનુકૂળતા મેળવી લેઇ એવી હોય છે અને કર્યા ક્ષમતા ધરાવતી હોય છે
3.અર્જ (urge) :-
➡️બીહેવિયર ની પાછળ નો એક ડાયનેમિક ફોર્સ આ સોસિયલાઝેશન નો શરૂઆત નો એક પોઇન્ટ છે અને આ હ્યુમન બેહેવિયર ને બેસીશ પ્રોવાઇડ કરે છે .
4.કેપેસીટી (Capacity):-
➡️ દરેક વ્યક્તિ કઈક કેપેસિટી સાથે જન્મે છે અને વ્યક્તિ જેમ જેમ નવી નવી વસ્તુ શીખે છે તેમ તે કેપેસીટી વધે છે.
Factors of process of socialisation (ફેક્ટર ઓફ પ્રોસેસ ઓફ સોસિયલાઇઝેશન):-
1. Imitation (ઈમિટેશન ):- ઈમિટેશન એ કોઈક ની એક્શન અથવા ક્રિયા ની કોપી કરવી આ કોપી કોનસિયસ્લી અથવા અંકોનસિયસ્લી થતું હોય છે અને આ સોશિયલાયઝેશન માટે એક મહત્વ નું પરિબળ છે
દા. ત. :- એક દીકરી પોતાની માં જેવી જ બનવા માંગે અથવા માં જેવી જ હોય અને મેલ ચાઈલ્ડ પોતાના પપ્પા જેવો જ બનવા માંગતો હોય છે અને બાળક ભાષા પણ પોતાના ફેમિલી માંથી શીખે છે.
2. Suggestion ( સજેશન ) :- સજેશન એક એવો વે છે કમ્યુનિકેશન નો જેમાં કોઈ પણ સેલ્ફ પુરાવા વગર ઇન્ફોર્મેશન આપવામાં આવે છે . Suggestion language , picture etc. વળે આપવામાં આવે છે , suggetion પોતાના વર્તન ને પણ બદલવામાં મદદ કરે છે અને બીજા ના પણ . એજ્યુકેશન એ suggestion ને યુઝ કરવામાં મદદ કરે છે તેના કારણે લોકો ideas ને accept કરે છે અને તેમની wishes ને ફુલ્ફીલ કરે છે .
External અને internal બે પરિબળો છે જે suggestions ને affect કરે જે નીચે મુજબ છે :-
▫️ external condition (એક્સટર્નલ કન્ડીશન) :- ગ્રુપ સિચ્યુએશન, જે તે વ્યક્તિ ની પ્રેસ્ટીજ, પબ્લિક ઓપીનીયન
▫️internal conditions (ઇન્ટર્નલ કન્ડીશન) :- temperament ,ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટી, ઈમોશનલ એકસાઇટમેંટ, અને ઈગનોરન્સ
3.identification (આઇડેન્ટીફીકેશન):-
➡️ જેમ જેમ બાળક મોટું થાય છે તેમ તેમ તે અવેર થાય છે વસ્તુઓ ના સ્વભાવ વિશે અને આ બધી વસ્તુઓ ને તે ઓળખતો થાય છે અને આ બધું ઓળખતો હોય એના કારણે સોસિયલાઇસ થાય છે. જેમ કે તે રમકડાં સાથે રમે છે અને તેને ઓળખે છે
4.language (લેન્ગવેજ):-
➡️ ભાષા કલ્ચર ને ટ્રાન્સમિશન કરે છે અને પર્સનાલિટી બનાવવામાં મદદ કરે છે અને ઇન્ડીવિઝ્યુઅલ ને સોસાયટી માં રેહવા માટે અલોવ કરે છે
AGENCIES OF SOCIALISATION (એજન્સીસ ઓફ સોસિયલાઇઝેશન):
➡️ સોશિયલાઈઝેશન એ એક એવી પ્રોસેસ છે જે દરેકના જન્મથી શરૂ થાય છે અને મૃત્યુ સુધી ચાલુ રહે છે. સોશિયલાઈઝેશન એ સોસાયટી માટે એક મહત્વનો matter છે. સોશિયલાઈઝેશનની પ્રોસેસને છોડી શકાતી નથી પરંતુ ઇન્સ્ટિટ્યૂશનલ ચેનલ્સ થ્રુ તેને કંટ્રોલ કરી શકાય છે.
સોશિયલાઈઝેશન એ બાળકને સોસાયટીનો એક વ્યક્તિ બનવામાં મદદરૂપ થાય છે તે સોશિયલ maturity આપે છે જે બે sources દ્વારા થાય છે.
▫️First source
➡️ આમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેની બીજા પર સત્તા હોય છે. ઉદાહરણ તરીકે ટીચર , માતા – પિતા , દાદા – દાદી .
▫️ Second source
➡️ આમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેને સત્તા એકબીજા સાથે સમાન હોય છે. ઉદાહરણ તરીકે મિત્રો , પ્લેયમેટ્સ , સાથે જોબ કરતા લોકો.
સોશિયલાઈઝેશનની પ્રોસેસ માટે authoritarian ની પ્રોસેસની સાથે – સાથે equalitarian પ્રોસેસની પણ જરૂર પડે છે. બાળક જન્મે ત્યારે તેના માતા પિતા તેના ઓથોરીટેરીયન તરીકે હોય છે પછી સ્કૂલે જાય ત્યારે તેના ટીચર અને પ્રિન્સિપલ હોય છે જે તેનાથી મોટા છે જે તેના ઉપરી છે તેને કંઈક શીખવે છે જેનાથી તે એક સારો માણસ બને છે. આ સાથે સાથે ઇક્વાલીટેરિયન એટલે કે તેની જ ઉંમરના , જેનાથી તે ડરે નહીં ,તેની સાથે ભણતા મિત્રો , પ્લેયમેટ્સ , સિબલિંગ્સ કે જેની સાથે તે પોતાની બધી વાતો શેર કરે છે.
➡️ એટલે જ સોશિયલાઈઝેશનની પ્રોસેસ માટે ઓથોરિટેરિયન અને ઈક્વલીટેરિયન બંને જરૂરી છે.
Chief Agencies (ચીફ એજન્સીસ) :
1 – Family (ફેમેલી)
2- School (સ્કૂલ)
3- Playmates (પ્લેયમેટ્સ)
4- Religion (રિલિજિયન) ( ધર્મ )
5 – State (સ્ટેટ) ( રાજ્ય )
1 – Family (ફેમેલી):
➡️ ફેમિલી મેમ્બર એ ક્લોઝલી બાળક સાથે સંકળાયેલ હોય છે. તેઓ પહેલું સ્ટેપ છે જે બાળકને સોશિયલાઈઝ કરે છે. બાળક તેની ફેમિલી માંથી ભાષા , વાણી , હાવભાવ , સાથ સહકાર , સહનશીલતા , પ્રેમ , બલિદાન આ બધું શીખે છે. ફેમિલી નું વાતાવરણ બાળકના ગ્રોથને પ્રભાવિત કરે છે. ખરાબ ફેમિલીમાં બાળક ખરાબ આદતો શીખે છે , અને સારી ફેમિલીમાં બાળક સારી આદતો શીખે છે.
2- School (સ્કૂલ)
➡️ બાળક સ્કૂલથી એજ્યુકેશન મેળવે છે જે તેનામાં સારા આદર્શો અને વલણનું ઘડતર કરાવે છે. સારું એજ્યુકેશન બાળકને દેશનો એક સારો નાગરિક બનાવે છે અને ખરાબ અપૂરતું એજ્યુકેશન બાળકને ક્રિમિનલ બનવા તરફ લઈ જાય છે.
3- Playmates (પ્લેયમેટ્સ)
➡️ બાળક ઘણું બધું તેના મિત્રો પાસેથી શીખે છે જે તેના માતા-પિતા પાસેથી શીખી શકાતું નથી. તે સહકાર , નૈતિકતા , ફેશન વગેરે શીખે છે જે સોશિયલ પોઈન્ટ ઓફ વ્યૂથી જરૂરી છે.
4- Religion (રિલિજિયન) ( ધર્મ )
➡️ દરેક ધર્મમાં , ચોક્કસ પ્રસંગોપાત ધર્મને રિલેટેડ પ્રવૃત્તિઓ પરફોર્મ કરવામાં આવતી હોય છે. આ ધાર્મિક પ્રવૃત્તિઓના લીધે તેનામાં બિલિફ અને વે ઓફ લાઈફ ડેવલપ થાય છે. ધાર્મિક સ્થળોએ તે ઉપદેશ મેળવે છે અને તેના પરથી તેના જીવનનું તેનું ઘડતર થાય છે.
5 – State (સ્ટેટ) ( રાજ્ય )
➡️ દરેક સ્ટેટ લોકો માટે કાયદાઓ બનાવે છે જે તેના બિહેવિયરના ઘડતરમાં મદદ કરે છે. જો કોઈ વ્યક્તિ રાજ્યના કાયદાઓની વિરુદ્ધ જાય છે તો તેને સજા કરવામાં આવે છે.
Elements of the Process of Socialization (એલિમેન્ટ્સ ઓફ પ્રોસેસ ઓફ સોશિયલાઈઝેશન):
બાળક એ સોશિયલ સ્ટીમયુલાયના કોન્ટેકમાં આવીને પ્રોસેસ ઓફ સોશિયલાઈઝેશન શીખે છે. તેના માટે પ્રથમ અને વહેલી સોશિયલ સ્ટીમ્યુલાય એ તેની માતા છે. તેના પછી તે બીજા બધાના વધારે કોન્ટેક માં આવે છે. તે પિતા , ભાઈ , બહેન , પ્લેયમેટ્સટ્સ , ટીચર , પોલીસ અને બીજા વ્યક્તિઓના સંપર્કમાં આવે છે જે તેના ઘડતરમાં મદદરૂપ બને છે.
Elements of Socialization (Elements ઓફ સોશિયલાઈઝેશન) :
➡️વ્યક્તિગત વારસો – ફિઝિકલ અને સાયકોલોજીકલ.
➡️ એન્વાયરમેન્ટ – ફેમિલી , કોમ્યુનિટી , સોસાયટી.
➡️ કલ્ચર – બાળક તેના ફેમિલી થ્રુ તેના કલ્ચરને સમજે છે.
➡️ વ્યક્તિગત અનુભવ – દરેક વ્યક્તિ ત્યારે mature થાય છે જ્યારે તે તેની ફેમિલી , કમ્યુનિટી , અને સોસાયટીમાંથી કઠોર અનુભવો કરે છે અને શીખે છે.
ENVIRONMENTAL FACTORS THAT INFLUENCE PRENATAL DEVELOPMENT (એન્વાયરમેન્ટલ ફેક્ટર ધેટ ઇન્ફ્લુઅન્સ પ્રીનેટલ ડેવલોપમેન્ટ):
Health Status of Mother (મધરનું હેલ્થ સ્ટેટ્સ):
મધરનો ખોરાક , જીવનશૈલી અને બાળકના જન્મ પહેલા ની સંભાળ એ મધરના હેલ્થ સ્ટેટસ માટે ખૂબ જ જરૂરી છે. વહેલું અને નિયમિત મેડિકલ ચેકઅપ obstetrician ( પ્રસુતિ નિષ્ણાંત ) પાસે જરૂરી છે. નિયમિતપણે બ્લડપ્રેશર , વજન , યુરિન એનાલિસિસ અને ઇન્ફોર્મેશન અબાઉટ પ્રેગનેન્સી અને પોઝીશન અને બાળકનો વિકાસ ચેક કરવો.
Good Nutrition (સારું ન્યુટ્રીશન):
સારા પોષક તત્વો લેવાથી હેલ્ધી પ્રેગનેન્સી ડેવલોપ થાય છે. પૂરતા પ્રમાણમાં પ્રોટીન , કેલ્શિયમ , આયન અને વિટામિન લેવા જરૂરી છે. અપૂરતો ખોરાક અને પોષક તત્વો લેવાથી બાળકનો વિકાસ ધીમે થાય છે. ડીલેવરી અને લો બર્થ વેઇટના રિસ્ક વધી જાય છે.દારૂ અને ધૂમ્રપાન છોડી દેવું જોઈએ અને ડોક્ટરે સૂચવેલ દવાઓ સિવાયની જાતે દવા લેવી નહીં.
Proper medical care (પ્રોપર મેડિકલ કેર):
પ્રોપર મેડિકલ કેર લેવાથી પ્રેગનેન્સી ના લીધે થતા પ્રોબ્લેમ્સ ને જાણી શકાય છે , અટકાવી શકાય છે અને તેની સારવાર થઈ શકે છે.
Toxemias of Pregnancy (Toxemias ઓફ પ્રેગનેન્સી):
Toxemias ઓફ પ્રેગનેન્સી એટલે કે પ્રેગનેન્સી દરમિયાન થતા કોમ્પ્લિકેશન કે જેમાં લીવર , કિડની અને વગેરે ઓર્ગનને ડેમેજ જોવા મળે છે. અચાનક જ બ્લડ પ્રેશર , પ્રોટીન યુરિયા અને બોડીમાં વોટરનું પ્રમાણ વધી જાય છે. ઉદાહરણ તરીકે: 20 વીક પછી ઇડીમાં ( સોજા ) જોવા મળે છે.
Congenital malformation (જન્મજાત ખોળખાપણ):
ઘણી બધી દવાઓ , અપૂરતો ખોરાક ખાવાની ટેવ અને ઇન્ફેક્શનના કારણે જન્મજાત ખોટખાપણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે: પ્રેગનેન્સી દરમિયાન રુબેલા નું ઇન્ફેક્શન લાગવાથી અથવા કોઈપણ જીનેટીક કારણો પણ હોઈ શકે.
Ultrasound and amniocentesis (અલ્ટ્રાસાઉન્ડ અને એમ્નીઓસેન્થેસિસ):
અલ્ટ્રા સાઉન્ડ એટલે સોનોગ્રાફી અને એમનીઓસેન્ટેસિસ એટલે એમનીઓટીક ફ્લુડનું સેમ્પલ લઈને તેને ટેસ્ટ માટે મોકલવામાં આવે છે . તેનાથી જન્મજાત ખોડખાપણ ને ઓળખી શકાય છે.
Antirhesus vaccine (એન્ટિરહે્સસ વેક્સિન):
જો મધરનું બ્લડ ગ્રુપ RH નેગેટીવ હોય અને બાળકનું બ્લડ ગ્રુપ RH પોઝિટિવ હોય તો બાળકના જન્મ પછી તરત જ મધરને Anti D ઇન્જેક્શન આપવામાં આવે છે. તેનાથી રેડ બ્લડ સેલનું ડેમેજ અટકાવી શકાય છે અને Rh incompitability જેવા કોમ્પ્લિકેશનને અટકાવી શકાય છે.
Premature Baby (પ્રિમેચ્યોર બેબી):
જો બાળકની ડીલેવરી 37 વીક પહેલા થઈ જાય અને તેનો વજન 2.5 કિલોગ્રામ કરતા ઓછું જોવા મળે તેને પ્રીમૅચ્યુઅર બેબી કહે છે. જો વહેલી પ્રસુતિના સાઈન જોવા મળે અને મધરને રિસ્ક હોય ત્યારે મધરની કમરની ફરતે મોનિટરિંગ ડિવાઇસ લગાવવું. મધર ને તરત જ હોસ્પિટલ લઈ જવી અને પ્રસુતિ અટકાવવા માટેની દવા લેવી.
Stages of Socialization (સ્ટેજિસ ઓફ સોસીયલાઈજેશન):
1. Birth of new born baby (બર્થ ઓફ ન્યુ બોર્ન બેબી):
2. INFANT (ઇન્ફન્ટ):
3. CHILDHOOD (ચાઇલ્ડહુડ ):
4. ADOLESCENCE (એડોલેશન્સ ) :
ઇનફન્ટ અને એડલ્ટહુડ વચ્ચેના સમયગાળાને એડોલેશન્સ કહે છે જેમાં જનરલી 12 – 19 વર્ષના લોકોનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન તેનો ઝડપથી ગ્રોથ થતો જોવા મળે છે છોકરીઓમાં ( ૧૧ – ૧૩ વર્ષ ) છોકરાઓ ( ૧૩ – ૧૫ વર્ષ ) કરતા વહેલો અને ઝડપી ગ્રોથ થતો જોવા મળે છે અને સાથે સેકન્ડરી સેક્સ કેરેક્ટરિસ્ટિક્સ પણ જોવા મળે છે. આ દરમિયાન તેઓ તેના માતા પિતા પાસેથી વધારે સ્વતંત્રતા માંગે છે અને તેના મિત્રો અને પિયર ગ્રુપ સાથે વધારે પ્રમાણમાં રહે છે. મોસ્ટ ઓફ એડોલેસન્ટ તેના આઈડિયા અને વેલ્યુ તેના માતા પિતા સાથે શેર કરે છે અને સહમત થાય છે.
➡️ પેરેન્સ પ્રમાણે એક હેલ્થી એડોલેશન્ટ ત્યારે બની શકે છે જ્યારે….
5. ADULTHOOD (એડલ્ટહુડ):
6. OLD AGE (ઓલ્ડ એજ):
RIGHTS ( અધિકારો ):
અધિકારો એ એક એવી freedom છે જે પોતાના માટે તથા કમ્યુનિટી માટે સારી અને જરૂરી છે મૂળભૂત અધિકારો એ બંધારણમાં સમાવિષ્ટ અધિકારોનું ચાર્ટર છે બંધારણ દ્વારા માન્ય વ્યક્તિના સાત મૂળભૂત અધિકારો છે :
મિલકતનો હક
મૂળભૂત અધિકારો એ સામાજિક પ્રવૃત્તિઓ અને સ્વતંત્રતા પહેલા ની અસમાનતા ને દૂર કરવા માટે બનાવવામાં આવ્યા છે.
➡️ Right to equality (સમાનતાનો હક) :
કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે ધર્મ , જાતિ , લિંગ , રંગ , જન્મનુ સ્થળના આધારે કોઈ સાથે પક્ષપાત અને ભેદભાવ કરવામાં ન આવે તેમજ બધા નાગરિકોને યોગ્યતા પ્રમાણે સમાન તક મળે. દરેક નાગરિક માટે સમાન તકનું નિર્માણ કરવામાં આવેલ છે. રાજ્ય હેઠળની કોઈપણ ઓફિસમાં રોજગાર અથવા નિમણૂક રિલેટેડ કોઈપણ નાગરિકમાં ભેદભાવ કરવામાં આવશે નહીં.
➡️ Right to freedom (સ્વતંત્રતાનો હક) :
દેશના દરેક નાગરિકને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે તેઓ પ્રાચીન ગુલામીથી હવે મુક્ત છે.દરેક નાગરિકને સમગ્ર દેશમાં હરવા-ફરવા , વસવાટ કરવાની તેમજ વ્યવસાય કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. મૂળભૂત અધિકારો મુજબ દરેક નાગરિકને નીચે મુજબની સ્વતંત્રતાઓ છે ;
➡️ Cultural and educational rights (સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક):
આ અધિકાર એ ભારતના દરેક નાગરિકને તેનો સાંસ્કૃતિક અને શૈક્ષણિક બાબતે તે ઈચ્છતું હોય ત્યાં સુધી આગળ વધવાની છૂટ આપે છે. દેશમાં ગમે તે જગ્યાએ રહેતા નાગરિકને તેમજ પ્રદેશમાં રહેતા લોકોને પણ પોતાની ભાષા , બોલી , આદર્શો , મૂલ્યો વગેરે ધરાવવાની , જાળવી રાખવાની અને વિકાસ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.
કોઈપણ નાગરિકને રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં અથવા એવી સંસ્થાઓ કે જેને રાજ્ય દ્વારા ફંડ પૂરું પાડવામાં આવે છે તેમાં ધર્મ , જાતિ , ભાષા , લિંગ વગેરેના આધારે એડમિશન આપવામાં આવશે નહીં.
તમામ લઘુમતીઓને , ભલે પછી તે ધર્મ કે ભાષાના આધારે હોય , તેઓને તેની પસંદગીની શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરવાનો અને તેને ચલાવવાનો અધિકાર છે. રાજ્ય grant ( સહાય ) આપતી વખતે કોઈપણ શૈક્ષણિક સંસ્થા સાથે ભેદભાવ કરશે નહીં ; ભલે તે પછી લઘુમતી હોય કે ભાષા અથવા ધર્મના આધારે હોય.
➡️ Right to religious freedom (ધાર્મિક સ્વતંત્રતાનો હક) :
ભારતના દરેક નાગરિકને તેની પસંદગી મુજબ ગમે તે ધર્મને સ્વીકારવાની સ્વતંત્રતા છે.
ધાર્મિક સ્વતંત્રતાનો હક એ મૂળભૂત અધિકાર છે જેની બંધારણમાં આર્ટિકલ 25 હેઠળ ખાતરી આપેલ છે.
➡️ Right to protest against exploitation (શોષણ સામે વિરોધનો હક) :
કોઈપણ વ્યક્તિનું બીજા વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજની સ્થાપના નો મુખ્ય ઉદ્દેશ બંધારણનો છે.મૂળભૂત અધિકાર એ બંધારણમાં વર્ણવવામાં આવેલ છે તે મુજબ ;
આર્ટિકલ 23 – માણસોમાં ટ્રાફિક અને forced ( ફરજીયાત ) મજૂરી પર પ્રતિબંધ
માણસોમાં ટ્રાફિક અને ભિખારી કામ અને તેના જેવા બીજા ઘણા કામો જેમ કે ફરજિયાત મજૂરી કરાવવા પર પ્રતિબંધ છે જો કોઈ પણ આ કાયદાનું ઉલ્લંઘન કરશે તો તેને બંધારણ મુજબ સજા આપવામાં આવશે.
આ અધિકાર મુજબ રાજ્ય લોકોના સંદર્ભમાં કરવામાં આવતી સેવાઓ પ્રત્યે અટકાવતું નથી. રાજ્ય ધર્મ , જાતિ , લિંગ વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરતું નથી.
આર્ટીકલ 24 – આ આર્ટીકલ અંતર્ગત બાળકને ફેક્ટરીમાં અથવા અન્ય જગ્યાએ કામ કરાવા પર પ્રતિબંધ છે. 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને ફેક્ટરીમાં કામ કરવાની અથવા કોઈપણ જોખમી કામોમાં સંકળાવવા માટે પ્રતિબંધ છે.
➡️ Constitutional right to treatment (બંધારણીય ઈલાજનો હક):
ગમે તેટલા કાયદા ઘડવામાં આવે , મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી. તેથી આ હકોના અમલ માટે જોગવાઈ કરવામાં આવી છે. જો નાગરિકોને મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવે , તો ન્યાયાલયનો આશરો લઈ શકે છે. આથી જ ડો. બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણના ‘આત્મા’ સમાન કહ્યો છે.આ અધિકાર એ ભારતના દરેક નાગરિકને પોતાના હક માટે કોઈપણ સામે ઉભું રહેવાની સ્વતંત્રતા છે ભલે પછી સામે ભારત સરકાર પણ હોય.
RESPONSIBILITIES ( ફરજો ):
મૂળભૂત ફરજો : જેમ નાગરિકોને કેટલાક મૂળભૂત હકો આપવામાં આવ્યા છે તેમ નાગરિકો માટે કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ બંધારણમાં કરવામાં આવ્યો છે જે નીચે મુજબ છે ;