તેની અંદર જન્મ થી લઇ ને મરણ સુધીની બધી જ એક્ટિવીટી જે તે વ્યક્તિ એ કરી હોય તેનું involvement થાય તેને બિહેવિયર કેહવાય છે.
2.Mind (માઇન્ડ):
માઇન્ડ એટલે કે સાઈક કે જેનાથી વ્યક્તિ પોતાના આજુ-બાજુ ના વાતાવરણ થી અવેર થાય છે , લાગણીઓ ને સમજી શકે છે ,નિર્ણયો લઇ શકે છે અને પ્રોબ્લેમ્સ નું સોલ્યુશન લાવી શકે છે.
એવા ગ્લેન્ડ જેના સિક્રિશન ને હોર્મોન કેહવાય છે. જે ડાયરેક્ટલી બ્લડ મા સિક્રિટ થાય છે. જેને ડકટ હોતી નથી દા.ત.: થાઈરોઈડ ગ્લેન્ડ ,એડ્રીનલ ગ્લેડ, ગોનાડ્સ, અને પિચ્યુટરી ગ્લેન્ડ વગેરે.
5. Psychosometic (સાઈકોસોમટીક):
જ્યારે માઇન્ડ ની અસર બોડી પર પડે તેને psycosomatic કેહવાય છે .
6.Somatopsychic (સોમેટોસાઈકિક):
જ્યારે બોડી ની અસર માઇન્ડ પર પડે તેને સોમાટોસાઈકિક કેહવાય છે.
psycological એક્ટિવિટી ને સંબંધિત જેમ કે વિચારવુ, રિઝનિંગ, જજમેંટ, નોલેજ.
9.Affective (અફકટીવ) :
ઈમોશનસ અને લાગણીઓ ને સંબધિત.
10.Endorphins (ઈન્ડોર્ફીન્સ):
બ્રેઇન અને બ્રેઇન સ્ટેમ મા આવેલા natural પેઈન કિલર માટેના સબસ્ટન્સ.
11. Corpus Callosum (કૉર્પસ કેલોસ્મ) :
બે સેરેબ્રલ ના hemisphere ને બાંધતું નર્વ નું બેન્ડ (પટ્ટો) જે બે હેમીસ્ફેર ને વચ્ચે થી જોડે છે.
12. cerebral hemisphere (સેરેબ્રલ હેમીસ્ફેર):
cerebral cortex ના બે અડધા ભાગ જે રાઈટ અને લેફ્ટ એમ બે ભાગમા હોય છે.
13.Brain (બ્રેઇન):
સેન્ટ્રલ નર્વસ સીસ્ટમ નુ એક ઓર્ગન.
Introduction (ઇન્ટ્રોડક્શન):
સાઇકોલોજી એક એવુ સાયન્સ છે કે જે ઓર્ગેનિઝમ ના બિહેવિયર ને સમજાવી શકે અને તેના પર કંટ્રોલ કરી શકાય છે. 1976 મા દેસિદેરતો , હાવઇએસ્મ અને જેક્શન એ એવુ કહ્યુ છે કે “સાયકોલોજી એ હ્યુમન અને એનિમલ ના બેહેવિયર ની બ્રોડ સ્ટડી છે અને મેન્ટલ અને સાઇકોલોજીકલ પ્રોસેસ ને પણ જાણી શકાય છે”. તો આના પરથી એવુ કહી શકાય છે કે સાયકોલોજી એ એવુ સાયન્સ છે કે જેનાથી બેહેવિયર નુ સ્ટડી કરી શકાય છે. તો પ્રશ્ન એવો છે કે બીહેવીયર એટલે શું????
DEFINITION OF BEHAVIOUR ( ડેફીનેશન ઓફ બિહેવિયર ):
બીહેવીયર નો અર્થ ખૂબ જ મોટો અને બ્રોડ થાય છે અને કોમ્પ્રીહેન્સીવ થાય છે. બીહેવીયર ની અંદર બધી જ ઍક્ટિવિટી ઇન્વોલવ થાય છે, જેવી કે મોટર, સેન્સરી, કોવર્ટ, ઓવર્ટ etc નો સમાવેશ કરવામા આવે છે. એક્ટિવિટી એ લાઇફ નુ મેનીફેસ્ટેશન છે અને બીહેવીયર એ આ બધી એક્ટીવિટી નુ કલેક્શન છે. વુદ્વર્થ ના કેહવા મુજબ બીહેવીયર એને કેહવાય છે કે જે ગર્ભાશય થી લઇ ને જન્મ અને છેલ્લે સુધી પર્ફોર્મ કરેલી એકટીવિટી.આની અંદર કોનસિયસ જ નહિ પરંતુ સબકોનસિયસ અને અંકોંસિયસ રીતે ના વર્તન નુ પણ સમાવેશ થાય છે એટલે કે કોવર્ટ અને ઓવર્ટ બન્ને બેહેવીયર નો સમાવેશ થાય છે. આ બિહેવિયર હ્યુમન બિહેવિયર સુધી લિમિટેડ નથી હોતુ. આ સાઇકોલોજી પ્રાણી અને વનસ્પતિ મા પણ જોવા મડે છે. આ એવુ સૂચવે છે કે જીવિત પ્રાણીમા બધા જ મા બિહેવિયર અને સાઇકોલોજી હોય છે. ટૂક મા બિહેવીયર એ આખી જિંદગીના અનુભવો અને એક્ટિવિટી નુ સમટોટલ છે.
NATURE OF BEHEVIOUR ( નેચર ઓફ બિહેવિયર ):
એક ઇન્ફ્ન્ટ (1 મહિના થી લઈને 1 વર્ષ સુધીનુ બાળક) ઘણા બધા બેહેવિયર સાથે જન્મે છે. બિહેવિયર ના સુધારા વધારા બાળક કેવુ ઇંટરેકશએ બહાર ના વર્લ્ડ થી કરે છે તેના પર નિર્ભર હોય છે. જે હ્યુમન સોસાઇટી ની અંદર બાળક નો વિકાસ થાય છે તેમાથી તે તેની વેલ્યુસ શીખે છે અને તે વાતાવરણ ના અકોર્ડિંગ પોતાનુ એડજેસ્ટમેન્ટ કરે છે. આ બીહેવિયર વ્યક્તિ થી વ્યક્તી ફરે છે . જેના કારણે ઘણી સમાનતા અને અલગતા જોવા મડે છે.
માણસ નો સ્વભાવ અને તેનું વર્તન તેના ડીએનએ (DNA) અને તેના બહારના વાતાવરણ પર નિર્ભર હોય છે. તેની ફિઝીકલ એક્ટિવિટી, કલ્ચરલ ડિફરન્સ તેના મા જોવા મળે છે. બાળક જ્ન્મ સાથે કોઈ રેસિયલ ડિફરન્સ સાથે આવતુ નથી તેના ડી એન એ અને બહારના વાતાવરણ નો અસર તેના પર અસર કરે છે.
Factores Affecting behaviour (બીહેવિયર ને અસર કરતાં પરિબળો):
1. Biological Factores (બાયોલોજીકલ ફેક્ટર્સ):
આમા નીચે મુજબ ના ફેકટર્સ નો સમાવેશ કરવામા આવે છે.
a) Ductless Endocrine Gland (ડક્ટલેસ એંડોક્રાઇન ગ્લેંડ):
આ ગ્લેંડ પોતાના સિક્રિશન સીધા બ્લડ મા મોકલે છે. જેની કોઈ ડકટ હોતી નથી. તેના સિક્રિશન ને હોર્મોન કહેવાય છે. આ હોર્મોન્સ જે તે વ્યક્તિ ના વ્યક્તિત્વ ના બદલાવ માટે જવાબદાર હોય છે. અલગ અલગ પ્રકાર ની ગ્લેંડ અલગ અલગ પ્રકાર ના હોર્મોન નુ સિકીશન કરતી હોય છે .
Pancrias(પેંક્રિયાસ):
પેંક્રિયાસ બ્લડ મા ઇન્સ્યુલીન મોકલે છે. બ્લડ મા કેટલુ સ્યૂગર રહે તે બ્લડ મા આવેલા ઇન્સ્યુલીન લેવલ પર નિર્ભર હોય છે. જ્યારે ઇન્સ્યુલીન ની ઊણપ થાય છે ત્યારે શરીર મા સેલ્સ ની અંદર નું સ્યૂગર લેવલ પણ ઘટે છે અને તેના કારણે ન્યૂરોન મા ઓક્સીજન નો સપ્લાય ઘટે છે અને તેના કારણે માનસિક પાવર્સ મા ઘટાડો જોવા મળે છે. ઈંડિવિડ્યુયલ ના નેચર મા બદલાવ અને ઇંબેલેન્સ જોવા મળે છે. મૂડ મા ફેર ફાર જોવા મળે છે, ગુસ્સો આવે છે અને ચિડ્ચિયપણુ જોવા મડે છે અને ડર વધે છે.
Thyroid Gland (થાઈરૉઈડ ગ્લેંડ):
ફિઝીકલ અને મેન્ટલ વિકાસ માટે થાઈરૉઈડ ગ્લેંડ ખૂબ અગત્ય નો રોલ પ્લે કરે છે. જો થાઈરૉઈડ ગ્લેંડ જન્મ થી જ ના હોય તો તે બાળક નો વિકાસ થતો નથી. જો તેમાથી વધારે પડતુ સિક્રિશન થાઈ છે તો તેના કારણે જલ્દી થી ફિઝીકલ ગ્રોથ થાય છે, વધારે પડતો પરસેવો થાય છે, વધારે પડતી તરસ લાગે છે , ચીડચિડિયાપણુ આવે છે, ચિંતા,એજિટેશન, હિટ પ્રત્યે સહનશક્તિ ઘટે છે, અને વ્યક્તિત્વ મા પણ બદલાવ જોવા મળે છે . જો તેનુ સિક્રિશન ઘટે તો વજન વધે છે, સુસ્તી ચડે છે , સ્કીન ડ્રાય થય જાઈ છે , હેર લોસ જોવા મડે છે , ભૂલવાની આદતો થય શકે છે તેના જ માટે થાઇરોડ નું સિક્રિશન ઘટવું કે વધવું બંને નુકશાન કારક થઈ શકે છે.
Adrenal Gland (એડ્રીનાલ ગ્લેંડ):
એડ્રીનાલ ગ્લેંડ એડ્રીનાલીન નામ ના હોર્મોન ને સિક્રિટ કરે છે .એડ્રીનાલીન હ્યુમન બિહેવિયર મા અગત્ય નો રોલ પ્લે કરે છે .એડ્રીનાલીન ના કારણે મેલ અને ફિમેલ બંને મા સેક્સ્યુયલ કેરેક્ટરીસ્ટિક્સ જોવા મડે છે. સાથે સાથે એ ફાઇટ અને ફલાઈટ રિસ્પોન્સ પણ આપે છે. જ્યારે કોઈ પણ સ્ટ્રેસફૂલ એક્ટિવિટી ઊભી થાય ત્યારે. જો આનુ પ્રમાણ વધી જાઈ તો તેના કારણે બ્લડ પ્રેસર વધી શકે છે અને ધબકારા પણ વધી જાઈ છે . જ્યારે એડ્રીનાલ ગ્લેંડ નું સિક્રિશન ઘટે છે ત્યારે મસલ્સ રિલેક્સ થાય છે, પ્યુપિલ ડાઇલેટ થાય છે, અને પરસેવો વડે છે.
Gonads (ગોનાડ્સ):
ગોનાડ્સ અથવા સેક્સ ગ્લેંડસ ના સિક્રિશન બિહેવ્યર અને વ્યક્તિત્વ પર ઇન્ફ્લુએન્સ કરવામા ખુબ અગત્ય નો રોલ પ્લે કરે છે. મેલ અને ફિમેલ મા પ્રાઈમરિ અને સેકન્ડરી સેક્સ ના લક્ષણો ડેવલપ કરવામા આ ગ્લેન્ડ અને તેના સીક્રીશન ખુબ અગત્ય ના છે.
Pitutary Gland (પીટયૂટરી ગ્લેંડ) :
પીટયૂટરી ગ્લેન્ડ દ્વારા જે હોર્મોન સિક્રીટ થાય છે તે બીજા બધા ગ્લેંડ્સ ના ફંક્શન ને કંટ્રોલ કરે છે. તે હોર્મોન ની અસરો કેવી થશે તે તેના હેરિડિટી અને અન્વઇરોમેંટલ ફેક્ટર્સ પર ડિપેન્ડ કરે છે. તેના હોર્મોન ના સીક્રીશન ના કારણે ગ્રોથ, ડેવલપમેંટ અને બિહેવિયર પર અસરો પડે છે.
b) Physical (ફિઝીકલ) :
ફિઝીકલ સ્ટ્રક્ચર એ ટેંપરામેંટ સાથે સંબંધિત હોય છે. દા.ત . : જાડા માણસો વધારે બિન્દાસ અને સોસીયલી હોય છે અને પાતળા હોય તે લોકો વધારે ઇરિટેબલ, સેલ્ફ કંટ્રોલડ અને લેસ સોસિયલ હોય છે.
c) Body Chemistry (બોડી કેમેસ્ટ્રી) :
ટેમેપરમેંટ મા જે અંતરો હોય છે, તે વ્યક્તિ ના કેમિકલ એલિમેંટ્સ ના ફેરફારો ના કારણે હોય છે. આ કેમિકલ બે પ્રકારના હોય છે એક જે બોડી ની અંદર બને અને બીજા બહાર થી વ્યક્તિ લે છે, દા.ત. આલ્કોહોલ, ડ્રગ્સ વગેરે.
d) Other Factore (અધર ફેક્ટર્સ) :
આમા સેક્સ (મેલ કે ફીમેલ), ઇંટેલ્લિજેંસી અને નર્વસ સિસ્ટમ વગેરે પરિબળો અસર કરે છે.
2) Social Factores ( સોસિયલ ફેક્ટર્સ ) :
એક વ્યક્તિનુ વાતાવરણ બીજા વ્યક્તિ ના વાતાવરણ થી ઘણુ અલગ હોય છે. તેના પર અલગ અલગ ફેકટર્સ અસર કરે છે. જેમ કે સ્કૂલ, ઘર, પરિવાર અને સોસાઇટી વગેરે માં તેને વિભાજન કરવામા આવે છે.
બાળક ના વિકાસ અને વ્યક્તિત્વ ના નિર્માણ મા ઘર નુ વાતાવરણ ખુબ મોટો ફાળો આપે છે. પેરેન્ટ્સ અને તેના કલ્ચર ની અસરો બાળક પર ખુબ ઇમ્પેક્ટ પાડે છે. દા.ત. વધારે પડતુ ધ્યાન રાખવુ (ઓવરપ્રોટેકટિવનેસ ), માતા પિતા દ્વારા બાળક ને ધિકકારવામા આવે તો, બ્રોકન હોમ, સિબ્લિંગ્સ ની વચે થતા જગડા (સિબ્લિંગ્સ રાઈવરલી), વગેરે ની અસરો બાળક પર થાય છે.
a) Home (હોમ) :
બાળક ક્યારેય પણ સામાજિક થઈ ને જન્મ લેતુ નથી તે જ્ન્મ બાદ સામાજિક બને છે, અને તેમા વાઈડ વેરાઇટી ઓફ બિહેવિયર જોવા મડે છે. આ કોમ્પ્લેક્સ ફેક્ટર્સ ઉપર નિર્ભર કરે છે. જ્યારે બાળક નો જન્મ થાય છે ત્યારે સૌપ્રથમ પોતાના ફેમિલી મેમ્બર્સ ના સંપર્ક મા આવે છે. પેરેન્ટ્સ, ભાઈ, બહેન, દાદા, દાદી વગેરે. બાળક ના ઇમોશનલ સંબંધ તેમની સાથે જોડાય છે. તે તેમના માથી કવોલિટીઝ શીખે છે અને એપ્રોપ્રીયેટ બિહેવિયર કરે છે.
જ્યારે તેને ધિકકારવામા આવે, તેનુ શોષણ કરવામા આવે, તેને નેગલેટ કરવામા આવે, તેની પુરતી કેર રાખવામા ના આવે ત્યારે તે એન્ટીસોસીયલ પણ બની શકે છે. જ્યારે માતા પિતા બાળક પ્રત્યે ઓવરપ્રોટેકટિવ હોય છે, તેવુ બાળક માતા પિતા પર બધી જ રીત ના નિર્ભર થઈ જાય છે અને બીજા કોઈપર વિશ્વાસ મૂકી શકતુ નથી.
ડેમોક્રેટિક હોમ મા ઉછરેલુ બાળક વધારે સારી રીતના સોસિયલી એડજસ્ટ કરી શકે છે. ડેમોક્રેટિક પેરેંટિંગ ની અંદર બાળક ને જીવન જીવવાના રૂલસ અને રેગ્યુલેશન પહલેથી જ ઘર ના સભ્યો દ્વારા કહેવામા આવે અને તેના ફાયદાઓ સમજાવવામા આવે છે.
b) School ( સ્કૂલ ) :
બાળક ઘર ના વાતાવરણ માથી બહાર આવી ને સ્કૂલ ના વાતાવરણ મા જાય છે. ત્યા તે મિત્રો ને મળે છે, ત્યા તેનુ ગ્રૂપ બને અને તેના કરતા મોટા ને પણ મળે છે. ત્યા એક સારો નાગરિક બનતા શીખે છે.
તેનો અકેડેમીક સ્કોર અને ઇત્તર પ્રવૃતિઓ જેવી કે ગેમ્સ, હોબી વગેરે પણ શીખે છે. તેના મા આત્મવિશ્વાસ નુ નિર્માણ કરે છે. જો બાળક ને કઈ પણ તકલીફ હોય અને તે ટીચર ને જણાય તો આ બાબત ની તેમણે તરત તેના વાલી ને જાણ કરવી જોઇએ.
જ્યારે પ્યુબર્ટી નો ફેઝ આવે છે ત્યારે વ્યક્તિ ના એટીટ્યુડ મા બદલાવ આવે છે. સોશિયલ એક્ટિવિટી ઓછી થઈ શકે છે, ગ્રૂપ એક્ટિવિટી અને ઇન્ટરેસ્ટ પણ ઓછા થાય છે. બિહેવ્યર વધારે પડતાં સેન્સેટિવ અને એન્ટાગોનીસ્ટ ને બદલે સ્ટેબલ, પોઝીટિવ અને એડલ્ટહુડ તરફ જાય છે.
c) Society (સોસાઇટી) :
બાળક ટ્રેટ્સ, વેલ્યુસ, એટીટ્યુડ, બિલિફ અને બિહેવિયર તે બધુ જ સોસાઇટી ના નોર્મ્સ ના અકોર્ડિંગલી શીખે છે. તેનુ બિહેવિયર સોસાઇટી ની આશાઓ પ્રમાણે અને તેના કમફર્ટ ના અકોર્ડિંગ હોય છે. જનરલ્લી જે તે વ્યક્તિ ને સોસાઇટી ની અંદર તેના બિહેવિયર ના અકોર્ડિંગ જજ કરવામા આવતુ હોય છે અને આ બધી જ વસ્તુ માણસ ની અંદર અલગ અલગ ક્વાલિટીસ નુ નિર્માણ કરે છે, જેવી કે લેંગવેજ, એટીટ્યુડ, વગેરે.
Interraction Of body and Mind (બોડી અને માઇન્ડ નું ઇંટરેશન ):
ન્યૂરા અને કેમિકલ બંને પ્રોસેસ જરૂરી છે. જો આપણે બોડી અને માઇન્ડ ની રિલેશનશિપ અને તેના પ્રત્યે ના બિહેવિયર ને આપણે જાણવું હોય તો આપણે જોઈશુ બોડી કે બોડી ની અસર સાઈક (માઈન્ડ) ઉપર કઈ રીતે પડે છે.
આપણે જ્યારે બોડી માઇન્ડ રિલેશનશિપ ની વાત કરીએ ત્યારે આપણે એવુ જોઈતા હોઈએ છે કે કોઈ પેઈન હોય એવિ ફિઝીકલ પ્રોબ્લેમ ના કારણે સાઈક ઉપર શું અસર થાય છે અને તેના કારણે બિહેવિયર મા શું ફેરફારો થાય છે. આ ઓડખી શકતા હોય તેવા ચેંજિસ ને આપણે ન્યૂરલી અને કેમિકલ્લી બને રીતના ડિસ્કરાઈબ કરવામા આવે છે.
Study of Drug and effects (સ્ટડી ઓફ ડ્રગ્સ એંડ ઇફેક્ટ્સ):
ડ્રગ એ એક કેમિકલ સબસ્ટન્સ છે. જે બોડી માટે ફોરેન સબસ્ટન્સ છે. તેને ટોટલી અથવા તો પર્શિયલી (દા.ત; થાયરોક્ષિન હોર્મોન બોડી મા બને પણ છે અને દવા તરીકે પણ લેવામા આવે છે અટક્લે તે પાર્સીયલી બોડી મા છે જ) બોડી મા ઇન્ટ્રોડયુસ કરવામા આવે છે. બધા જ પ્રકાર ની ડ્રગ્સ માઇન્ડ સાથે ઈંટરેક્ટ કરતી નથી દા.ત. પેનિસિલીન ડ્રગ ઇન્ફેકશન ટાઈમે આપવામા આવે છે પણ તેનો કોઈ પણ પ્રકારનો અસર માઇન્ડ પર અથવા વર્તન પર થતો નથી.ઘણી એવિ સાઇકોએક્ટિવ ડ્રગ્સ છે જેને સાઇકોલોજિસ્ટ અને મેડીસીન બન્ને ધ્યાન મા રાખે છે, જેવી કે સાઇકોએક્ટિવ ડ્રગ. તેના જ માટે એક હાઇબ્રીડ બ્રાન્ચ બ્નવવામાં આવી છે જેને સાઇકોફાર્મેકોલોજી કહેવામા આવે છે .
જનરલી ડ્રગ નો સ્વભાવ ફિઝીકલ સિસ્ટમ ને ઓપરેટ કરતી હોય છે. તો પણ આની અસર મેન્ટલી જોવા મળતી હોય છે. જેમ કે મેડીસીન ના લીધે મેમરી પર, પરસેપ્શન પર વગેરે એરિયા પર અસર થાય છે અને આના કારણે ઘણી વાર બોડી અને માઇન્ડ નુ બેલેન્સ પણ ખોરવાઈ શકે છે. સાઇકોએક્ટિવ ડ્રગ્સ અલગ અલગ કેટેગરીસ મા વેહેંચાયેલી હોય છે. તેના અલગ અલગ નેચર અને ઇફેક્ટ્સ હોય છે . આ ડ્રગ્સ ની મિકેનિઝમ ઓફ એક્શન અને ડ્રગ્સ ની સમજ આપણે બોડી અને માઇન્ડ ના રિલેશનશિપ ને સમજવામા મદદ કરે છે.
Splint Brain and whole brain (સ્પ્લીટ બ્રેઇન અને હૉલ બ્રેઇન):
ઘણા એવુ માનતા હોય છે કે કન્સીયસનેસ નુ ફિઝીકલ સ્ટ્રક્ચર પણ હોય શકે છે. બ્રેઇન મા જ્યારે આના પર રિસર્ચ કરવામાં આવી ત્યારે એવુ કહવામા આવ્યું કે જો કોઈ આવુ વિચારે છે તો તેને કોઈ અન યુઝવલ મેન્ટલ સિન્ડ્રોમ હોય શકે. સ્પેરી એ આમા કહ્યું કે આવા લોકો મા કોનસિયસનેસ ની સ્ટ્રીમ એક નથી હોતી આ પ્રકાર ના દર્દીઓ ઘણા બધા વે મા વર્તન કરતાં હોય છે. જાણે તેને બે કોનસિયસનેસ ની સ્ટ્રીમ હોય, એક હેમિસ્ફર મા એક એમ બંને હેમિસ્ફર મા એક એક.
બીજી રીતે કહીયે તો બે માઇન્ડ, બંને વચે કોઈ પણ કનેક્શન નહીં અને બંને અલગ અલગ રીતના પોતપોતાનું કામ કરે છે. ફેચનાર એ એવું ધાર્યું હતું કે જો આપણે બે અલગ અલગ હેમિશ્ફેરે અલગ રીતના કામ કરતાં હોત તો આપની પાસે બે સેપરેટ કોનસિયસનેસ હોત. આ સ્પ્લીટ બ્રેઇન માટે સ્પેરી ને 1981 માં નોબલ પ્રાઇસ મડ્યુ હતુ.
Effect of body on Mind (ઇફેક્ટ્સ ઓફ બોડી ઓન માઇન્ડ) :
માઇન્ડ ના જે સ્ટેટ્સ હોય છે, તે બંને ફિઝીકલ અને બિહેવિયરલ ફંક્શન ઉપર અસર કરતાં હોય છે .
Effects of Stress (ઇફેક્ટ્સ ઓફ સ્ટ્રેસ):
પેઇન ની જેમ સ્ટ્રેસ એક કોમન અનુભવ છે. આપણે બધા સ્ટ્રેસફૂલ ઇવેંટ્સ થી ફેમિલીયર જ છે; જ્યારે આપણે એકઝામ ભરવા બેસીએ અને આપના ધબકારા વધે, એકઝામ મા કોપી કરી હોય અને પ્રિન્સિપાલ સર તેમની ઓફિસ મા બોલાવે અને જે ફિલ થાય વગેરે બાબતો એક પ્રકાર ના સ્ટ્રેસ છે, જે આપણે બધા એ અનુભવ કર્યા જ હશે. જ્યારે આપણે આ ફિલિંગ વિષે જાણીતા થઈએ ત્યારે તેના થી ભાગીએ છીએ પરંતુ ભાગવાથી એ સ્ટ્રેસ ઓછો થતો નથી અને આપણી પ્રોબ્લેમ સોલ્વ થતી નથી. આ સ્ટ્રેસ ના લીધે બોડી મા ઘણા સામાન્ય ફેરફાર જોવા મળે છે જેનાથી એડજેસ્ટ કરવુ જરૂરી હોય છે.
હેંસ સેલી નુ એવુ કહવુ છે કે જ્યારે કોઈ પણ અન કોમન સીચ્યુએશન ઊભી થાય છે ત્યારે સ્ટ્રેસ એ બોડી નો એક નોન સ્પેસિફિક રીસપોન્સ છે.
Mental Status and health (મેન્ટલ સ્ટેટ્સ એંડ હેલ્થ ):
આપણૂ વર્તન આપના શરીર પર અસર કરે છે. પાર્ટલી સ્ટ્રેસર્સ ને આપણા પરસેપ્શન્સ કહી શકાય અને સ્ટ્રેસ પ્રત્યે ના રિએક્શન આપણાં બોડી ની ઇમ્યૂન સિસ્ટમ ને અફેક્ટ કરે છે. આ તમામ બાબતો ફિઝીકલ અને મેન્ટલ હેલ્થ ને જોડે છે. આપણે જોઇયે તો કોઈ માણસ લાંબા સમય થી (ક્રોનીક સ્ટ્રેસ) સ્ટ્રેસ મા હોય તો તેની અસર તેના ન્યૂરલ, હોર્મોનલ અને ઇમયુંન સિસ્ટમ પર પડે છે. મેડિટેશન ને સ્ટ્રેસ નો વિરોધી કહી શકાય છે જેનાથી બોડી પર બેનિફિસિયરી ઇફેક્ટ્સ જોવા મડે છે .
હોર્મોન્સ ની અસર બોડી ની ઈમ્યુન સિસ્ટમ પર વહેલી જ જોવા મડે છે એ ‘નેચરલ ઓપીએટ્સ’ ના કારણે જેને એનડોરફીન્સ પણ કહવાય છે. એનડોરફીન્સ નેચરલ પેઇન કિલર તરીકે વર્ક કરે છે. બ્રેઇન મા પર્ટીકયુલર્લી બ્રેઇન સ્ટેમ મા તેના રિસેપટર્સ જોવા મડે છે. હાયર લેવલ એ હાયપોથેલેમસ, પીટયૂટરી, એડ્રીનલ (HPA) સિસ્ટમ જોવા મડે છે અને આ સિસ્ટમ ના કમબાઇન વર્ક થી ફ્લાઇટ અને ફાઈટ રિસ્પોન્સ આવે છે. જેની અસર ઈમ્યુન સિસ્ટમ પર પણ જોવા મડે છે. આના પર થી એ નથી ખબર પડતી કે ; where is mind?
નોર્મલિ, દુનિયા પ્રત્યે નો આપણો અનુભવ આપણા આંતરિક વિચારો અને લાગણીઓ દ્વારા રિફલેક્ટ થાય છે, આના પરથી પણ એવુ કહે છે કે આપની પાસે સિંગલ કોન્સીયસનેસ છે. આટલે કે બ્રેઇન નું કોર્ટેકસ સ્ટ્રક્ચર બે સરખે સરખા ભાગ મા વેહેંચાયેલુ છે (હેમિસફેર જે હાફ છે). આ હાફ સ્ટ્રક્ચર ને હેમિસફેર કહવામા આવે છે જે કર્ટૈક્સ હોય છે અને તેને સેરેબ્રલ હેમિસફેર પણ કહેવાય છે. બે હેમિસફેર ને નર્વ ફાઈબર કનેક્ટ કરે છે અને તે નર્વ ફાઇબર્સ ને કોર્પસ કેલ્લોઝમ કહવામા આવે છે. રિસર્ચરો એ પહલેથી જ કહ્યું છે કે બંને હેમિસફેર બેઝીકલ્લી ઓપોઝીટ બોડી માટે કામ કરે છે ( દા. ત. રાઈટ હેમિસફેર લેફ્ટ બોડી ના કંટ્રોલ માટે કામ કરે છે અને લેફ્ટ હેમીસફેર એ રાઈટ બોડી નો કંટ્રોલ જાળવે છે). જો કોનસિયસનેસ એકજ છે કોર્ટેક્સ થી તો આ હેમિસ્ફેરિક નુ વર્ક કોર્ડીનેશન મા થાય છે.
1950, ની અંદર રોજર સ્પેરી નામના સાઈકોલોજિસ્ટ એ વાંદરા સાથેના એક્સ્પેરિમેંટ થી એવુ સજેસ્ટ કર્યું કે જો બે હેમિસફેર ના કોર્પસ કેલોઝમ ને કટ કરીને અલગ કરવામા આવે તો તેનો કઈ બોવ ખાસો અસર બિહેવિયર પર થતો નથી ફ્રંટલ લોબોટોમી ની પ્રોસીજર કરતા પણ ઓછુ. છતા પણ હ્યુમન ની અંદર કઈ ચોક્કસ રીતે કશું કહી શકાય નહીં. એક તફાવત એ છે કે વાંદરા બોલતા ના હોય પણ બ્રોકા ના કહવા પ્રમાણે સ્પીચ એક હેમિસફેર માં જોવા મડી આટલે ટૂંક મા કોઈ પણ સ્યોર નતુ કે જો એક હ્યુમન ના બે હેમિસફેર ને સેપરેટ કરીયે તો શું થાય.
1960 મા લોસ એન્જેલસ ના ફિલિપ વોગેલ નામના એક સર્જન એક લાંબા ગાળા ના એપીલેપ્સી ના દર્દી ને ટ્રીટ કરતા હતા જેમા મોસ્ટ ઓફ ધ કેસિસ મા એપીલેપ્સી ની ટ્રીટમેન્ટ માટે એંટી સીઝર મેડિસિન આપવામા આવે છે પણ આ દર્દી ને તેનાથી સરખું થયુ નહીં અને બહુ મોટા અટેક્સ આવતા જે અઠવાડીયા મા બે વખત જોવા મળતા હતા. એપીલેપ્સી ની અંદર એક હેમિસ્ફેર ના ભાગ માથી સીઝર શરૂ થાઈ છે અને આખા હેમિસ્ફર મા સ્પ્રેડ થાય છે અને સેન્સેશન ને ડિટોરિયેટ થાય છે અને કન્વ્લઝ્ન આવે છે. માલ અટેક્સ: ઘણા કેસિસ મા સીઝર એક હેમિસ્ફેર થી બીજા હેમિસ્ફેર મા કોર્પસ કેલોઝમ દ્વારા ટ્રાન્સફર થાય છે અને કોર્પસ કેલોઝમ એક બ્રિજ તરીકે કામ કરે છે અને આના કારણે સીઝર વધે છે આ એક ગંભીર સમસ્યા છે. આના કારણે વ્યક્તિ નો જીવ પણ જઈ શકે છે. આજ માલ એટેક્સ વોગેલ ના દર્દી મા થતા હતા. વોગેલ એ તે દર્દી નુ કોર્પસ કેલોઝમ કટ કરી નાખ્યું અને તે કામ કર્યું આ કરવથી માલ એટેક્સ જ પ્રિવેંટ નથી કરતુ પણ સીઝર ની ફ્રીક્વેસી પણ ઓછી થાય છે. તેના કારણે વોગેલ ના દર્દી ની નોર્મલ લાઈફ સુધરી શકી હતી.
Role of brain and behaviour in illness (રોલ ઓફ બ્રેઇન એંડ બિહેવિયર ઇન ઇલનેસ) :
આપણે જોઇએ તો બોડી ની સિસ્ટમ અને બધા ઓર્ગન એક બીજા થી ઇન્ટર રીલેટેડ હોય છે. નર્વસ સિસ્ટમ એ બોડી ઉપર ખાસ્સો એવો પ્રભાવ પાડે છે અને નર્વસ સિસ્ટમ બીજી બધી સિસ્ટમ સાથે પણ મળી ને કામ કરતી હોય છે. તેના જ કારણે બ્રેઇન ચોવીસ કલાક સુધી એક વ્યક્તિ માટે કામ કરતુ હોય છે. જે તે વ્યક્તિ ની ફિલિંગ્સ અને ઇમોશન્સ ડાઈરેકટલી અથવા તો ઇન ડાઇરેકટલી માણસ ના બિહેવિયર ને શેપ કરે છે અને પર્સનાલિટી ડેવેલોપ થાય છે.
ડીસીઝ ને એક બાયો-સાઇકો-સોશિયો-સ્પિરિચ્યુઅલ પ્રોસેસ કહેવાય છે. તેનો અર્થ એ થાય છે કે માણસ ને જ્યારે કોઈ પણ ઇલનેસ થાય છે તો તેના માટે તેનું બોડી, માઇન્ડ, અને એનવાયરમેન્ટ બધા એક સાથે કામ કરે છે. ઇલનેસ એક જટિલ ઈંટરેકશન છે જે એટીટ્યુડ, સ્ટ્રેસ ના વધવાથી, ડાઈટ, વારસા વગેરે ….નુ રિઝલ્ટ છે. દા.ત. સ્ટ્રેસ સે સાઇકોલોજિકલ, ફિઝીકલ અથવા તો એન્વાયરમેન્ટલ કઈ પણ હોય શકે છે. બોડી સ્ટ્રેસ ને કોપ કરવા માટે થઈ અને ઘણા ખરા હોર્મોન સિકરિટ કરતુ હોય છે જેવા કે કેટેકોલમઇન્સ, કોરટીકોસ્ટીરોઈડ વગેરે…. આ હોર્મોન્સ ના કારણે આર્ટ્રી (ધમનીઓ ) ને ખૂબ નુકશાન થાય છે. તેના કારણે એંટીબોડી સપ્રેસ થાય છે અને નેચરલ કિલર સેલ્સ પણ સપ્રેસ થાય છે અને તે બોડી પર એક્ટ કરે છે અને રૂમેટોઈડ આર્થરઈટિસ જેવા રોગ થાય છે.
Mental Health and Mental Hygiene (મેન્ટલ હેલ્થ અને મેન્ટલ હાયજીન):
Definitions of mental health (ડેફીનેશન ઓફ મેન્ટલ હેલ્થ):
According to WHO
“હેલ્થ એ એક પોઝિટિવ કન્ડિશન છે કે જેમાં લોકો ફિઝિકલ એટલે કે શારીરિક ઈમોશનલ એટલે કે ભાવાત્મક મેન્ટલી એટલે કે માનસિક રીતે અને સોશિયલ એટલે કે સામાજિક રીતે સ્વસ્થ હોય અને પોતાની બધી જ જવાબદારીઓ નિભાવતા હોય દૈનિક જીવનના બધા જ ફંકશન કરતા હોય અને પોતાના આંતરિક સંબંધોથી સંતુષ્ટ હોય તેવા વ્યક્તિને મેન્ટલી હેલ્ધી કહેવામાં આવે છે’’
જે વ્યક્તિ દુનિયાના બધા જ સિચ્યુએશન એટલે કે બધી જ પરિસ્થિતિમાં એડજસ્ટમેન્ટ કરી અને વધારે ને વધારે સુખી રહેતો હોય તેને મેન્ટલી હેલ્ધી પર્સન કહેવાય છે.
Concept of mental health (કોન્સેપ્ટ ઓફ મેન્ટલ હેલ્થ):
મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ બંને એકબીજા ઉપર ડીપેન્ડેન્ટ હોય છે બંને એકબીજાને જોડતી કડીઓ છે
જો કોઈ વ્યક્તિ શારીરિક રીતે અસ્વસ્થ હશે તો માનસિક રીતે પણ અસ્વસ્થ રહેશે.
ઘણા ફિલોસોફર્સ અને વૈજ્ઞાનિકોનું માનવું છે કે બોડી અને માઈન્ડ વચ્ચે કુદરતી સંબંધ છે.
પોઝિટિવ મેન્ટલ હેલ્થ એટલે પોતાની ક્ષમતા કે જેમાં અત્યારની પરિસ્થિતિનો સામનો કરી શકે અને ભવિષ્યમાં સંતોષકારક adjustable થઈ શકે.પરિવર્તન એ સંસારનો નિયમ છે
મેન્ટલી હેલ્ધી પર્સન એટલે જે વ્યક્તિ લાઇફમાં થનારા ચેન્જીસ નો સ્વીકાર કરે અને એન્જોય કરે.
તે બીજા સાથે સંતોષકારક સંબંધો વિકસાવે છે.
મેન્ટલ હેલ્થના બે aspects એટલે કે પાંસા છે.
1-Individual Aspect (વ્યક્તિગત પાસું):
Individual aspect એટલે અંદરથી adjustable, આત્મવિશ્વાસી અને અંદરના બધા જ વિરોધથી, નિરાશાથી, ટેન્શનથી, વિચારોથી, લાગણીઓથી મુક્ત થવું અને આજુબાજુના લોકો તથા environment સાથે adjust થવું.
2-Social Aspect (સામાજિક પાસું):
દરેક વ્યક્તિનો જન્મ એક સમાજમાં થાય છે તો તે સમાજને તેની પરંપરા રીતી રિવાજની કેળવણી કરવી અને નિર્માણ કરવાની જવાબદારી બને છે.
જ્યારે અંદરનું એડજસ્ટમેન્ટ એના બિહેવિયર માં દેખાય ત્યારે તે વ્યક્તિને સોસાયટીનું મેમ્બર સ્વીકારવામાં આવે છે.
ઘર, સ્કૂલ, કોમ્યુનિટી child ને તેના વૃદ્ધિના પિરિયડમાં લવ, સિક્યુરિટી, શેલ્ટર, અટેન્શન અને પાયાની જરૂરિયાત આપે છે જે તેના મેન્ટલ હેલ્થમાં વધારો કરે છે.
Characteristics of Mentally Healthy Person (માનસિક રીતે હેલ્ધી પર્સનની લાક્ષણિકતાઓ):
1-free from internal conflicts he is not at war with himself
જે વ્યક્તિ પોતાના આંતરિક સંઘર્ષોથી મુક્ત હોય
-લાઈફની પોઝિટિવ ફિલોસોફી ને એન્જોય કરવું.
-દરરોજની રૂટીન એક્ટિવિટી ને જાળવી રાખવી જેવી કે ખોરાક, આરામ, ઊંઘ, શારીરિક એક્ટિવિટી અને હાયજીન.
-અંદરના સંઘર્ષો તણાવ અને ચિંતાઓથી મુક્ત અને સ્વતંત્ર
2-he search for identity
તે પોતાની ઓળખાણ શોધે છે
-સફળતા માટે પોતાની એબિલિટી પર વિશ્વાસ.
-પોતાનું જે gender છે તેમાં સંતોષ.
-ગ્રુપમાં પોતાનું મૂલ્ય સેલ્ફ રિસ્પેક્ટ ની સુરક્ષા.
3-he knows himself his needs problems and goals that means self actualization.
તે પોતાની જાતને જાણે છે પોતાની જરૂરિયાતો પ્રોબ્લેમ્સ અને લક્ષ્ય એટલે કે સેલ્ફ એક્ચ્યુલીઝેશન.
-પોતાની જવાબદારીઓ સફળતાપૂર્વક અને ખુશીથી સ્વીકારે છે
-પોતાના વર્તનનું ઇવાલ્યુએશન કરે છે.
-પોતાનામાં રહેલી બધી જ ખામીઓનો સ્વીકાર કરે છે.
-લાઈફની પોઝિટીવ ફિલોસોફીને એન્જોય કરે છે.
-પોતાના ફ્રી ટાઇમ માં પોતાના શોખ ને એન્જોય કરે છે.
4-he is well adjusted
તે સારી રીતે એડજસ્ટેબલ હોય છે.
-બધી જ સીચવેશનમાં સારી રીતે એડજસ્ટ થઈ જાય છે
-કોઈ તેમની ટીકા કરે તો તેનો તે સ્વીકાર કરે છે.
-સરળતા થી નિરાશ થતો નથી.
-રોજિંદી જીવનમાંથી મળતી હતાશાઓ અને નિરાશાઓને સહન કરે છે.
-કોન્ફિડન્સીયલ એટલે કે ગોપનીય સંબંધો વિકસાવે છે કે જેથી પોતાની લાગણીઓ ચિંતાઓ ડર વગેરે કોઈ પણ સંકોચ વગર શેર કરી શકે છે.
-બીજાના નિર્ણયોને સ્વીકાર કરે છે અને માન આપે છે.
-લાઇફમાં કોઈ સ્ટ્રેસ આવે તો તેનો સામનો કરે છે.
5-he has a strong sense of self esteem
તે પોતાની આત્મસન્માનની તીવ્ર ભાવના રાખે છે.
– પોતાની ડેઇલી રૂટીન વર્કમાં સંતોષ અને આનંદનો અનુભવ કરે છે.
-જો કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો તેનો સામનો કરવા માટે સક્ષમ રહે છે.
6-he face problems and try to solve them intelligently that means copping with stress and anxiety.
જો કોઈપણ પ્રોબ્લેમ આવે તો તેનો સામનો કરે છે અને બુદ્ધિથી તેને સોલ્વ કરે છે અને તળાવ અને ચિંતાનો પણ સામનો કરે છે.
-જો કોઈપણ પ્રોબ્લેમ આવે તો તેને એક્સેપ્ટ કરે છે અને પ્રોબ્લેમેટિક્સ સમસ્યા માંથી બહાર નીકળવા માટે નિર્ણય લેવા માટે કેપેબલ હોય છે
-પ્રોબ્લેમ્સ નો અટેક થાય તો તેને ફેસ કરે છે પ્રોબ્લેમ થી ભાગી જતો નથી.
7-he has a good self control.
તેની પાસે સારું સ્વ નિયંત્રણ હોય છે.
-પર્સનલ ટેલેન્ટ અને સ્કીલને ડેવલોપ કરે છે.
માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિની લાક્ષણિકતાઓ :
માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ અન્ય લોકો, પરિસ્થિતિઓ અને આસપાસના વિશ્વ સાથે ગોઠવણ કરવામાં સક્ષમ છે.
તેની પાસે પોતાના પ્રયત્નોથી પોતાની સમસ્યાઓ હલ કરવાની ક્ષમતા છે.
તેની પાસે પોતાના નિર્ણયો લેવાની ક્ષમતા છે.
માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિમાં જવાબદારીની ભાવના હોય છે.
તેના વર્તનમાં ભાવનાત્મક પરિપક્વતા જોવા મળે છે.
નિરાશા અને નિરાશા પ્રત્યે સહનશીલતા તેના વર્તનમાં હાજર છે.
તે કામ, આરામ અને મનોરંજનનું સંતુલિત જીવન જીવે છે.
તેની પાસે તેની દૈનિક પ્રવૃત્તિઓને અર્થ અને હેતુ આપવાની ક્ષમતા છે.
તેની પાસે બીજાની સમસ્યાઓ સમજવાની ક્ષમતા છે.
માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિમાં વ્યક્તિગત સુરક્ષાની ભાવના હોય છે.
માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ તેના જીવનમાં થતા ફેરફારોથી ઘણી હદે પ્રભાવિત થતી નથી. તે અવરોધને તક તરીકે લે છે.
warning sign of poor mental health (વોર્નિંગ સાઇન ઓફ પૂઅર મેન્ટલ હેલ્થ):
In an adult
-લાંબા સમયથી ચિંતા અને નિરાશા
-કન્ફ્યુઝન વાળા વિચારો
-પર્સનાલિટીમાં બદલાવ
-વધારે પડતી ચિંતા અને ડર
-કોઈપણ પ્રોબ્લેમ નો સામનો કરવાની ઓછી ક્ષમતા
– આલ્કોહોલ અથવા તો અન્ય કોઈ ડ્રગ્સની આદત
-આત્મહત્યાના વિચારો
-જમવાની અને સુવાની શૈલીમાં બદલાવો
-વધારે પડતો ગુસ્સો વિરોધ અને હિંસક વર્તન
In a child
-વધારે પડતું રડવું
-રમતગમત માં રસ ના રહેવો
-નોર્મલ એક્ટિવિટીમાં ભય અને ડર ને અનુભૂતિ
-સતત ચિંતિત રહેવું
-સ્કૂલની કોઈ એક્ટિવિટીમાં કે કોઈ ટાસ્ક માં ભાગ ન લેવો
-સ્કૂલ વર્ક નિપુણતાથી પૂરું કરવામાં ડિફીકલ્ટી થવી
-પોતાના કોઈ ફ્રેન્ડ નથી અને બીજા સામે ઝઘડો કરે
-વધારે પડતો ગુસ્સો કરે
-બીજા લોકોથી પોતાની જાતને અલગ કરે અને એકાંતમાં રહે
-રેગ્યુલરલી અકસ્માત અને મૃત્યુ વિશે વાતો કરે
-અમુક શબ્દોનું ઉચ્ચારણ કરે જેવા કે
* હું કાંઈ કરી શકું એમ નથી.
*હું સ્ટુપીડ છું
*મને કોઈ પ્રેમ નથી કરતું
*મને ખબર છે તમે બધા મને હેટ કરો છો
*કોઈ મને પસંદ કરતું નથી વગેરે
EMOTIONAL CONTROL (ભાવનાત્મક નિયંત્રણ):
રોજિંદા જીવનમાં, લાગણીઓની શક્તિશાળી અસર હોય છે.
આપણો મૂડ, પસંદગીઓ, સંદેશાવ્યવહાર અને આપણા સંબંધો બધું જ લાગણીઓથી પ્રભાવિત થાય છે.
લાગણીઓ આપણા જીવનને રંગ આપે છે.
આનંદ, દુ:ખ, ભય, ક્રોધ, ઉદાસી, ઈર્ષ્યા એ બધી લાગણીઓ છે.
લાગણીઓ હકારાત્મક (જેમ કે આનંદ, ખુશી) અથવા નકારાત્મક (ગુસ્સો, ઉદાસી) હોઈ શકે છે.
સ્વસ્થ અને શાંતિપૂર્ણ જીવન મેળવવા માટે, બંને પ્રકારની લાગણીઓ વચ્ચે સંતુલન જરૂરી છે.
લાગણીઓ, તેના કારણો અને પરિણામો વિશે જ્ઞાન મેળવવું.
માત્ર બીજાની લાગણીઓ જ નહીં પણ પોતાની લાગણીઓ, મર્યાદાઓ અને શક્તિઓને પણ સમજવાથી લાગણીઓને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
ઉપયોગી પ્રવૃતિઓમાં ભાગ લઈને પોતાને વ્યસ્ત રાખવાથી ધ્યાન ભાવના ઉત્તેજક અનુભવોથી દૂર થઈ જશે.
લાગણીઓને કાબૂમાં રાખવાનો અર્થ એ નથી કે તેમની અવગણના કરવી. તેનો અર્થ એ છે કે પ્રથમ લાગણીઓને ઓળખો અને પછી તેના પર યોગ્ય રીતે કાર્ય કરો. તેથી, લાગણીઓ પર નિયંત્રણ રાખીને જીવન પર નિયંત્રણ રાખો.
જેમ કે તે કહેવામાં આવે છે “લાગણીઓને નિયંત્રિત કરો, લાગણીઓને આપણા પર નિયંત્રણ ન થવા દો”.
તમારી લાગણીઓ પર નિયંત્રણ કેવી રીતે મેળવવું તે શીખવા માટે અહીં કેટલાક પગલાં છે.
1.તમારી લાગણીઓ અને તમારી લાગણીઓનું કારણ શું છે તે જાણો
એવી લાગણીઓ છે જે અન્ય લાગણીઓનું પરિણામ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, ઈર્ષ્યા એ ડર-ડરનું અભિવ્યક્તિ છે કે તમે અભ્યાસમાં/કોઈપણ કાર્યમાં અન્ય કંઈપણ જેટલા સારા નથી.
તેથી વ્યક્તિએ જાણવું જોઈએ કે કઈ પ્રકારની પરિસ્થિતિઓ કઈ લાગણીઓનું કારણ બની રહી છે.
2. જ્યારે લાગણી દેખાઈ ત્યારે તમારા મગજમાં શું ચાલી રહ્યું હતું તેના પર ધ્યાન આપો
તમે જે વિચારી રહ્યા હતા તેનું વિશ્લેષણ કરો, જ્યાં સુધી તમે વિચાર ન કરો. તે લાગણીનું કારણ બને છે
ઉદાહરણ તરીકે, તમારા બોસ બપોરના સમયે તમારી સાથે આંખનો સંપર્ક ન કરી શકે. અને તેની જાણ થયા વિના પણ તમે વિચારવા લાગ્યા કે “તે મને કાઢી મૂકવાની તૈયારી કરી રહ્યો છે”.
3. તમે જે રીતે કર્યું તે રીતે તમે શા માટે પ્રતિક્રિયા આપી તે અંગેના પુરાવાઓને જોડવાનું શરૂ કરો
બધા પુરાવાઓ લખો કે જે લાગણીને ઉત્તેજિત કરનાર વિચારને સમર્થન આપે છે અથવા તેનો વિરોધ કરે છે. જ્યારે તમે તેના વિશે વિચારવાનું શરૂ કરો છો, ત્યારે તમને ખ્યાલ આવી શકે છે કે આ ચોક્કસ બોસ સાથે કોઈ શરીર સારી રીતે મેળ ખાતું નથી, તે ખરેખર કોઈને પણ કાઢી શકતો નથી કારણ કે વિભાગમાં સ્ટાફ ખૂબ ઓછો છે. અને બપોરના સમયે તેની પ્રતિક્રિયા કદાચ તમે જે વિચાર્યું હતું તે ન પણ હોય.
4. તે પરિસ્થિતિને વધુ તર્કસંગત અને સંતુલિત રીતે જોવા માટે અન્ય તમામ વિવિધ શક્યતાઓનું અન્વેષણ કરો.
આ સાથે, તમે નિષ્કર્ષ પર આવી શકો છો કે તમારા બોસની હેરાનગતિને ધ્યાનમાં લીધા વિના તમારી નોકરી સુરક્ષિત છે. અને તેથી તમે તે લાગણીથી મુક્ત થયા છો જે તમને પરેશાન કરી રહી હતી.
5. તમે પ્રતિસાદ આપી શકો તે અન્ય વિકલ્પો/રસ્તો ધ્યાનમાં લો.
તમારી પાસે હંમેશા પસંદગીઓ હોય છે, ઓછામાં ઓછી બે રીતોનો વિચાર કરો. ઉદાહરણ તરીકે, જો કોઈ તમારું અપમાન કરે છે, અને તમે ગુસ્સો અનુભવો છો, તો તમે તેને અપમાન કરવા માટે તરત જ જવાબ આપો છો. પરંતુ લાગણી ગમે તે હોય, ત્યાં વિકલ્પો છે. પ્રતિક્રિયા કરશો નહીં, કંઈ કરશો નહીં. આ અભિગમ ખાસ કરીને સારો છે જ્યારે તમે જાણો છો કે કોઈ તમને હતાશ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
તમારી જાતને આરામ કરો: કહેવું સરળ છે, પરંતુ કરવું મુશ્કેલ છે. પરંતુ આરામ કરવાની કેટલીક રીતો છે જેમાં ઘણી તાલીમ, અનુભવ અથવા ઇચ્છાશક્તિની જરૂર નથી. જ્યારે આપણે ગુસ્સે અથવા અસ્વસ્થ હોઈએ છીએ, ત્યારે આપણે આપણા જડબાને મજબૂત કરીએ છીએ. ઊંડો શ્વાસ લેવો એ ભાવનાત્મક અસ્વસ્થતાને કાબૂમાં રાખવાની એક સરળ અને અસરકારક રીત છે.
તમારી જાતને એવી પરિસ્થિતિમાંથી દૂર કરો કે જે નકારાત્મક અને બિનજરૂરી લાગણીઓ પેદા કરશે.
6. નકારાત્મક લાગણીઓનું કારણ બને તેવા વિચારોને ઓળખો.
જો નકારાત્મક વિચારો મન પર વારંવાર પ્રહાર કરતા હોય, તો મોટેથી ‘સ્ટોપ’ કહો. જ્યારે પણ તે નકારાત્મક વિચારો મનમાં આવે છે, ત્યારે મનમાં “સ્ટોપ” કહો.
7. મિત્રો, કુટુંબીજનો અથવા સંબંધીઓ સાથે ચર્ચા કરો અને સૂચનો મેળવો.
PSYCHOLOGICAL PROBLEMS OF PATIENTS AND RELATIVES (દર્દીઓ અને સંબંધીઓની મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ):
કોઈ ચોક્કસ કારણસર માંદગી દર્દી તેમજ તેની સંભાળ લેનારાઓને માનસિક સમસ્યાઓ તરફ દોરી જાય છે.
લોકો શારીરિક બિમારીથી પીડાય છે તેઓ ઘણીવાર વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવાની ક્ષમતા ગુમાવે છે.
દર્દીઓ તેમજ સંબંધીઓ/સંભાળ લેનારાઓની મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
જો કે તે સારી રીતે માન્ય છે કે રોગનું નિદાન અને તેની થકવી નાખતી સારવાર એ દર્દી માટે અત્યંત તણાવપૂર્ણ ઘટનાઓ અને ભાવનાત્મક બોજ છે. અને રોગની સમજમાં દર્દીના મનોવૈજ્ઞાનિક અથવા ભાવનાત્મક પરિબળોને સમજવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
દર્દીઓ અને તેમના સંબંધીઓની મનોવૈજ્ઞાનિક/ભાવનાત્મક સમસ્યાઓ નીચે જણાવ્યા મુજબ સૂચિબદ્ધ છે:
1) PSYCHOLOGICAL REACTIONS TO DIAGNOSIS (નિદાન માટે મનોવૈજ્ઞાનિક પ્રતિક્રિયાઓ):
જ્યારે ડૉક્ટર Patient નું નિદાન કરે છે અને રોગ અને તેના અસ્તિત્વના જોખમ વિશે માહિતી આપે છે, ત્યારે Patient અને પરિવારે psychological સ્થિરતા જાળવવા માટે વિવિધ Defense mechanisms નો ઉપયોગ કરવો પડે છે.
તેઓ તીવ્ર emotional પ્રતિક્રિયાઓનો સામનો કરે છે.
સામાન્ય psychological લક્ષણો શરીરની image ના ફેરફારો, deformities, વ્યસનો અને મૃત્યુનો ભય છે.
Patient નો પ્રથમ ઉપાય છે મૃત્યુનો ડર, અન્ય લોકોથી અલગ થવાનો ડર અને પોતાની જાતને અને માનસિક વિકૃતિઓ, પરિવાર સાથે વાતચીત વગેરે.
મૃત્યુનો ભય ધરાવતો Patient અસ્વીકાર, ગુસ્સો, હતાશા અને acceptance જેવા વિવિધ તબક્કાઓ અને અવસ્થાઓમાંથી પસાર થાય છે.
2) PSYCHOLOGICAL RESULTS OF DISEASE AND TREATMENT (રોગ અને સારવારના PSYCHOLOGICAL પરિણામો)
Patient ના રોગ અને તેના પોતાના health પ્રમાણે આ ખૂબ જ મહત્વપૂર્ણ હોઈ શકે છે.
આ ભૌતિક અને બાયોકેમિકલ ફેરફારો તરફ દોરી જાય છે.
દેખાવમાં શારીરિક ફેરફારો જેમ કે બગાડ (ગંભીર વજનમાં ઘટાડો) અથવા વજનમાં વધારો, શ્વાસ લેવામાં તકલીફ, સોજો, pain, ઉધરસ, ઊંઘમાં તકલીફ, ભૂખ ન લાગવી અને થાક જોવા મળે છે.
Blood Investigation – (બ્લડ સુગરમાં વધારો, જેમ કે ડાયાબિટીસમાં).
આત્મસન્માન, હતાશા, ચિંતા, ભય વગેરે જેવા psychological results સાથે physical અને metabolic ફેરફારોની મજબૂત કડી છે.
medicines અનિચ્છનીય side effects નું કારણ બની શકે છે. prescription અને over the counter medicines, હર્બલ, vitamins અને કુદરતી અથવા હર્બલ સહિત તમામ પ્રકારની medicines ની side effects થઈ શકે છે.
3) SIDE EFFECTS & COMPLICATIONS OF DISEASE & TREATMENT (રોગ અને સારવાર ની આડઅસરો):
Diseaseની લાંબા ગાળાની complications ધીમે ધીમે વિકસે છે.
complications નું જોખમ વધારે છે. આ complications જીવલેણ પણ હોઈ શકે છે. કારણ કે ભાવનાત્મક સંબંધો Diseaseની પ્રગતિને પ્રભાવિત કરી શકે છે અને તેનાથી વિપરીત.
નાણાકીય બોજ, શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો, થાક, નિંદ્રા, social સમર્થનનો અભાવ અને ફાર્માકોથેરાપીની અનિચ્છનીય side effects જેવા પરિબળો Patient ની સ્થિતિ બગાડી શકે છે.
4) PSYCHOLOGICAL DISORDERS (માનસિક વિકૃતિઓ):
Patientને વિવિધ psychological disorders હોઈ શકે છે. Patient માં માનસિક વિકૃતિઓ માટે ઘણા પૂર્વ નિકાલના પરિબળો છે જેમ કે રોગની પ્રકૃતિ, અન્ય શારીરિક સમસ્યાઓ, અગાઉના depression અને psychological disorders, પરિવાર સાથે વાતચીત વગેરે.
Psychological disorders જે સામાન્ય રીતે Patient માં જોવા મળે છે તેમાં મુખ્યત્વે depressive disorder,Adjustmental disorder, પોસ્ટટ્રોમેટિક stress disorder છે.
પરિવારના એક સભ્યની બીમારી પરિવારના દરેક સભ્ય અને સમગ્ર પરિવારને ભાવનાત્મક રીતે અસર કરે છે.
તેમના એક સભ્યની ગંભીર બીમારીની પરિસ્થિતિમાં, દરેક કુટુંબ ભય સાથે પ્રતિક્રિયા આપે છે.
પ્રારંભિક નિદાન પછી, આહાર વ્યવસ્થા, medicines અથવા Patient ના મૃત્યુ માટે પરિવારના સભ્યો વચ્ચે સહકાર જરૂરી છે.
પરિવારોને તેમના સભ્યોની પીડાને સ્વીકારવામાં મુશ્કેલીઓ હોય છે અને તે જ કારણ છે કે પરિવારો માટે Treatment દરમિયાનની કામગીરીઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તેઓ Patient માટે તેમના પરિવારો સાથે ફરીથી જોડાવાનું, તેમના માતા-પિતા, ભાગીદારો અને બાળકોની જરૂરિયાતોને ફરીથી ઓળખવાનું અને સ્વીકારવાની સાથે સાથે કેવી રીતે જીવવું તે ફરીથી શીખવાનું શક્ય બનાવે છે.
Psychological સમસ્યાઓ કે જે diseaseની ઘટનાને અસર કરી શકે છે તે છે depressive જીવનની ઘટનાઓ, social સંબંધો અને સામાજિક સમર્થન, વ્યક્તિત્વના લક્ષણો, diseaseનો સામનો કરવો, નકારાત્મક ભાવનાત્મક પ્રતિક્રિયા, psychological disordersઅને નીચે વર્ણવ્યા પ્રમાણે લાગણીઓને દબાવવી.
Stressful life (તણાવયુક્ત જીવન)
Death of loved one(પ્રિય વ્યક્તિની મૃત્યુ)
Job loss (જોબ જતી રેવી)
MOTIVATION (મોટિવેશન):
INRODUCTION ( ઇન્ટ્રોડક્શન ):
એક છોકરી પોલીસ બનવા માંગે છે.
એક માણસ સારી નોકરી માટે પ્રયત્ન કરે છે.
ભારે પીડામાં રહેલો વ્યક્તિ પીડામાંથી રાહતની ઈચ્છા કરે છે.
કોઈ એક વ્યક્તિ તીવ્ર ભૂખ્યા છે અને ખોરાક સિવાય કંઈ જ વિચારતી નથી.
એક સ્ત્રી સફળતા અને યોગ્યતાની લાગણી પ્રાપ્ત કરવા માટે નોકરીમાં સખત મહેનત કરે છે.
આ ફક્ત થોડા હેતુઓ છે જે માનવ વર્તનમાં ખૂબ મોટો ભાગ ભજવે છે.
મૂળભૂત ઇચ્છાઓ જેમ કે ભૂખ અને સેક્સ, જટિલ લાંબા ગાળાના હેતુઓ જેમ કે રાજકીય મહત્વાકાંક્ષા, ઇચ્છા.
આ ઉદાહરણો આપણને બતાવે છે કે વર્તન ધ્યેય તરફ દોરવામાં આવે છે અને ખેંચાય છે.
આ ડ્રાઇવિંગ અને ખેંચવાનું બળ ચોક્કસ ધ્યેય તરફ નિર્દેશિત સતત વર્તનમાં પરિણમે છે તેને ‘પ્રેરણા’ તરીકે ઓળખવામાં આવે છે.
DEFINITION OF MOTIVATION ( ડેફીનેશન ઓફ મોટીવેશન ):
પ્રેરણાની વ્યાખ્યાઓ:
પ્રેરણા લેટિન શબ્દ ‘movere’ પરથી ઉતરી આવી છે જેનો અર્થ થાય છે “ખસેડવું અથવા ઉત્સાહિત કરવું અથવા સક્રિય કરવું.” શાબ્દિક અર્થમાં, તે એક એવી પ્રક્રિયા છે જે વ્યક્તિમાં ઊર્જા જગાડે છે અથવા પ્રવૃત્તિમાં આગળ વધવા માટે પ્રેરિત કરે છે. પ્રવૃત્તિ ઉત્તેજિત થાય છે, જરૂરિયાત પૂરી કરે છે અને તણાવની ગતિ ઘટાડે છે. જ્યાં સુધી તે જરૂરિયાત પૂરી ન કરે ત્યાં સુધી, ડ્રાઇવમાં ઘટાડો થતો નથી.
પ્રેરણાનો ઉપયોગ ઘણીવાર વ્યક્તિના goals, જરૂરિયાતો, ઇચ્છાઓ, ઇરાદાઓ અને હેતુઓને સંદર્ભિત કરવા માટે થાય છે.
ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ ભૂખ્યો હોય, ત્યારે જરૂરિયાત ખોરાકની હોય છે, અને તે ડ્રાઇવને પ્રેરિત કરે છે. જ્યારે ખોરાકની શોધ કરવામાં આવે છે અને ડ્રાઇવ “ભૂખ” ઓછી થાય છે અને પ્રવૃત્તિ બંધ થઈ જાય છે, ત્યારે તમામ માનવ વર્તન કંઈક દ્વારા પ્રેરિત થાય છે.
CONCEPT OF MOTIVATION (પ્રેરણાનો ખ્યાલ):
આજે, વર્ચ્યુઅલ રીતે તમામ લોકો અને વિદ્વાનો પાસે પ્રેરણાની પોતાની વિભાવના છે અને તેઓ હેતુઓ, needs, wants, ડ્રાઈવો,wishes, પ્રોત્સાહનો વગેરે જેવા વિવિધ શબ્દોનો સમાવેશ થાય છે.
પ્રેરણા વ્યાખ્યાયિત કરે છે. પ્રેરણાના ખ્યાલને સમજવા માટે ત્રણ શબ્દો છે એટલે કે હેતુ, પ્રેરક અને પ્રેરણા.
MOTIVE (હેતુ): હેતુ એ આંતરિક સ્થિતિ છે જે energy આપે છે, સક્રિય કરે છે અથવા આગળ વધે છે (તેથી પ્રેરણા) અને જે behaviour ને લક્ષ્યો તરફ દિશામાન કરે છે. motive(ઉદ્દેશ્ય) એ બેચેની, અભાવ, એક બળ છે જે ખેંચીને જીવતંત્રને restlessness(બેચેની) ઘટાડવા, અભાવને દૂર કરવા, બળને હળવું કરવા માટે કંઈક કરવા માટે ઉત્સાહિત કરે છે.
હેતુઓનું વર્તનમાંથી અનુમાન કરી શકાય છે (જે વસ્તુઓ કહેવામાં આવે છે અને કરવામાં આવે છે). તે સભાન અથવા બેભાન (conscious or unconscious) હોઈ શકે છે. હેતુઓ behaviour વિશે આગાહી કરવામાં પણ મદદ કરે છે.
MOTIVATING (પ્રેરક) :
Motivating પ્રેરક (પ્રેરવું):
જે સૂચવે છે કે એક વ્યક્તિ, સામાજિક સંદર્ભમાં, હેતુને સંતોષવા માટેની ચેનલ બને અને વ્યક્તિ માટે યોગ્ય હોય તે સુનિશ્ચિત કરીને અન્ય વ્યક્તિને ક્રિયામાં (ધ્યેય તરફ) જોડાવા માટે પ્રેરિત કરે છે. ઉદાહરણ તરીકે, શાળા/કોલેજમાં, શિક્ષક વિદ્યાર્થીને ધ્યેય સુધી પહોંચવા માટે ઉત્તેજિત કરે છે અને ચેનલાઇઝ કરે છે.
MOTIVATION (પ્રેરણા):
જ્યારે motive (હેતુ) ક્રિયાને energetic કરે છે, ત્યારે motivating (પ્રેરક) ચેનલીકરણ છે
હેતુઓનું સક્રિયકરણ, પ્રેરણા એ ક્રિયા વર્તન છે. પ્રેરણા હેતુઓ પર આધાર રાખે છે અને પ્રેરણા એક જટિલ પ્રક્રિયા બની જાય છે.
મેકફાર્લેન્ડ એ પ્રેરણાને લાગતું કહેલ છે કે જેમાં વિનંતીઓ, પ્રેરિત, ઇચ્છાઓ, મહત્વાકાંક્ષાના પ્રયત્નો અથવા મનુષ્યના behaviour ને સીધું, નિયંત્રણ અથવા સમજાવવાની જરૂર છે.
NATURE OF MOTIVATION (નેચર ઓફ મોટીવેશન):
Based of motives (હેતુઓ પર આધારિત)
Affected by motivating (પ્રેરણાથી પ્રભાવિત)
goal- ધ્યેય નિર્દેશિત behaviour
સંતોષ સાથે સંબંધિત વ્યક્તિ સંપૂર્ણ રીતે પ્રેરિત છે.
જરૂરિયાતો એ વ્યક્તિની આંતરિક લાગણીઓ છે.
જો જરૂરિયાતો ઓળખવામાં આવે તો પણ, સમસ્યા અહીં સમાપ્ત થતી નથી. ચોક્કસ જરૂરિયાત તરીકે તેમના કારણે વિવિધ વ્યક્તિઓના જુદા જુદા વર્તનમાં પરિણમી શકે છે
ચોક્કસ વર્તણૂક માત્ર ચોક્કસ જરૂરિયાતને કારણે જ નહીં પરંતુ વિવિધ જરૂરિયાતોને કારણે હોઈ શકે છે.
CLASSIFICATION OF MOTIVES/DRIVES/HUMAN NEEDS (હેતુઓ/ડ્રાઇવ્સ/માનવ જરૂરિયાતોનું વર્ગીકરણ):
3. Social motives / mastery : સામાજિક હેતુઓ / નિપુણતા:
a) Need for achievement : સિદ્ધિની જરૂરિયાત
b) Need for affiliation : જોડાણની જરૂરિયાત
c) Need for power : શક્તિની જરૂરિયાત
4.Unconscious motives (ઓનકન્શિયશ મોટીવ):
TYPES OF NEEDS :
1.Maslow’s hierarchy of needs (માસ્લોની જરૂરિયાતો):
Level 1 : Physiological needs
Level 2 : Safety needs
Level 3 : Love/Belonging needs
Level 4 : Esteem needs
Level 5 : Self-actualization needs
2.Murray’s types of needs (મુરેની જરૂરિયાતોના પ્રકારો):
1. Primary needs :
2. Secondary needs :
a) Ambition needs (મહત્વાકાંક્ષાની જરૂરિયાતો)
b) Materialistic needs (ભૌતિક જરૂરિયાતો)
3. Power needs :
4. Affection(love) needs :
5. Information needs
3.McClelland’s Three Needs (મેકક્લેલેન્ડની ત્રણ જરૂરિયાતો):
* Achievement needs (સિદ્ધિની જરૂરિયાતો)
* Authority/power needs (સત્તાની જરૂરિયાતો)
* Affiliation needs (જોડાણની જરૂરિયાતો)
THEORIES OF MOTIVATION 1. Drive theory : 2. Incentive theories : 3. Maslow’s theory of human motivation :
Maslow’s theory of human motivation (હ્યુમન મોટીવેશન ની માસ્લો થિયરી) :
અબ્રાહમ માસ્લોએ હાયર કી theory of human motivation (થિયરી ઓફ મોટીવેશન )આપેલ છે
જેમાં ટેન્શન ઓછું અને ટેન્શન વધારે હોય ત્યારે હ્યુમન બીહેવીયર કઈ એક્શન કરે છે એ explain કરેલું છે
Hierarchy એટલે એક સ્ટેજિસની ગોઠવણી કે જેમાં લોવર લેવલ ટુ હાયર લેવલ બધા જ મોટીવેશન ગોઠવવામાં આવે છે
Hierarchy માં એવા લેવલ આપેલા છે કે જેમાં જરૂરિયાત મુજબ ગોઠવેલ છે
BASIC NEEDS ( બેઝિક નીડ ) :
Basic need માં Physiological (ફિઝિયોલોજીકલ) અને Safety & security (સેફ્ટી એન્ડ સિક્યુરિટી) નો સમાવેશ થાય છે
Physiological needs (ફિઝિયોલોજીકલ નીડ): એટલે શારીરિક જરૂરિયાતો કે જેમાં ખોરાક (food), (water) પાણી, હવા ,sleep (ઊંઘ) clothing, excercise, એલિમિનેશન, shelter નો સમાવેશ થાય છે.
Safety & security Needs (સેફટી અને સિક્યુરિટી): સેફટી અને સિક્યુરિટી ની જરૂરિયાતમાં કોઈને નુકસાન ન થાય, તંદુરસ્તી જળવાઈ રહે (healthyness) ડરથી મુક્તિ અને રક્ષણ, ફેમિલી અને socity માં સંતુલન જળવાઈ રહે અને property નો સમાવેશ થાય છે.
PSYCHOLOGICAL NEEDS (સાયકોલોજીકલ નીડ):
Psychological needs માં attachment need and self esteem needs નો સમાવેશ થાય છે
Attachment need (એટેચમેન્ટ નીડ):
પ્રેમ સંબંધિત જરૂરિયાતો કે જેમાં સ્નેહ આપવો અને સ્નેહ લેવો, બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધમાં સંતોષ, સારી મિત્રતા (Friendship), એક બીજા સાથે જોડાણ, કોઈ એક ગ્રુપમાં પોતાની પહેચાન (identification) આ બધા જ points નો સમાવેશ થાય છે.
Self esteem need (સેલ્ફ એસ્ટીમ નીડ):
સન્માન ની જરૂરિયાતો
Self respect, confidence (આત્મવિશ્વાસ), achievement (સફળતા), respect from others (બીજા પાસેથી મળતી રિસ્પેક્ટ), respect of others (બીજાને રિસ્પેક્ટ આપવી) the need to be a unique individual.
SELF FULFILLMENT NEEDS (સેલ્ફ ફુલફિલમેન્ટ નીડ):
Self actualization (સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન):
Self awareness, self accepting, socially responsibility, creative ideas, spontaneous and open to novelty and positive attitude.
સેલ્ફ અવેરનેસ એટલે પોતાના પ્રત્યેની જાગૃતતા, સમાજની જવાબદારીઓ, નવા નવા આઈડિયા અને કંઈક નવીન કરવાની ભાવના અને ચેલેન્જ પ્રત્યેનો પોઝીટીવ એટીટ્યુડ.
માસ્લો હાયરકિ ના આ બધા જ સ્તર ક્રમ બદ્ધ રીતે ગોઠવાયેલા છે જે એક પછી એક મેળવવામાં આવે છે
In 1970-1990, Maslow included Cognitive needs, Aesthetic needs and Transcondence needs. Thus, now it is eight-need model.
Cognitive needs (કોગ્નિટિવ નીડ) :મનુષ્યને તેમનું knowledge વધારવાની જરૂર છે તેને પ્રકૃતિ ને સમજવાની અને તેની આજુબાજુ જે કઈ પણ થાય ને જાણવું જરૂરી છે.અને knowledgeable and intelligent બનવું જોઈએ.
Aesthetic needs ( એનેસથેટિક નીડ ) : સૌંદર્યલક્ષી જરૂરિયાતો: આ પર્યાવરણની જરૂર છે અને પ્રકૃતિ અને સુંદર દરેક વસ્તુ સાથે આત્મીયતાની સુંદર લાગણી તરફ દોરી જાય છે
Transcondence needs (ટ્રાન્સકોન્ડન્સ નીડ ) :માસ્લોએ પાછળથી ત્રિકોણની ટોચને વિભાજિત કરી સ્વ-અતિક્રમણ ઉમેરવા માટે, જેને ક્યારેક આધ્યાત્મિક જરૂરિયાતો તરીકે પણ ઓળખવામાં આવે છે. તે અન્ય લોકોને સ્વ-વાસ્તવિકતા self-actualization પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. જ્યારે પરિપૂર્ણ થાય છે, ત્યારે fulfillment ની અનુભૂતિ થાય છે.
Stress (સ્ટ્રેસ):
Introduction (ઇન્ટ્રોડક્શન):
Stress એ દુનિયામાં બધે જ અને બધા જ લોકોમાં જોવા મળે છે.
દુનિયામાં બધા જ લોકોને સ્ટ્રેસનો અનુભવ થાય છે.
બધાને Stress નો અલગ અલગ experience થાય છે જેમ કે job કરતા લોકોને job રિલેટેડ Stress, બાળકોને સ્કૂલ અને એક્ઝામનો Stress એવી રીતે બધાને અલગ અલગ Stress નો અનુભવ થાય છે.
Stress ઘણી બધી રીતે જોવા મળે છે લાઈફના ડગલે અને પગલે સ્ટ્રેસ ને ફેસ કરવો પડે છે.
Stress એ આપણા લાઈફનો એવો ભાગ છે કે જેને આપણે avoid કરી શકતા નથી.
જે કંઈ પણ લાઇફમાં ચેલેન્જ આવે છે એની સાથે સાથે Stress પણ આવે છે પણ આ Stress બે રીતના result આપે છે positive and negative.
આપણે Stress ને કેવી રીતે લઈએ છીએ એ મુજબનું result આપણને મળે જો Stress ને પોઝિટિવલી લઈએ તો positive એન્ડ નેગેટિવલી લઈએ તો negative.
Definition of stress (ડેફીનેશન ઓફ સ્ટ્રેસ):
Stress એટલે કે કોઈપણ વસ્તુની ડિમાન્ડ કરવામાં આવે અને જો એ વસ્તુ મળે નહીં તો ટેન્શન થાય એને સ્ટ્રેસ કહેવાય.
હાન્સ સેલીએ તણાવને “કોઈપણ ફેરફારની માંગ માટે શરીરનો અવિશિષ્ટ પ્રતિભાવ” તરીકે વ્યાખ્યાયિત કર્યો હતો.
“કોઈપણ પરિસ્થિતિ એક વ્યક્તિ માટે stressful હોઈ શકે છે જ્યારે બીજી વ્યક્તિ માટે તે challenging હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, રસોડામાં સમય વિતાવવાનો નફરત રાખનાર માટે રસોઈ એ steessનું કારણ બની શકે છે, જ્યારે રસોઇ કરવાનો શોખ ધરાવતા અન્ય લોકો માટે તે એક exciting challenge બની શકે છે.”
NATURE OF STRESS (નેચર ઓફ સ્ટ્રેસ ):
પરિવર્તનની કોઈપણ પ્રતિક્રિયા positive and negative રીતે stress તરફ દોરી જાય છે.
આપણું body અને mind બંને stress થી પ્રભાવિત થાય છે.
સામાન્ય સંજોગોમાં, stress એડ્રેનાલિન જેવા અમુક hormons ને stimulate કરીને, હૃદયના ધબકારા (heart beats)વધારીને અને શરીરના digestion ને વેગ આપીને શરીરને “fight or flight” ‘લડો અથવા ભાગો’ માટે તૈયાર કરે છે.
આથી, stress વ્યક્તિના સામાન્ય health ને ગંભીરતાથી અસર કરે છે
તેથી, તણાવપૂર્ણ ઘટનાઓનો સામનો કરવા માટે, શક્ય તેટલી વહેલી તકે stress ના sources અને અસરોને ઓળખવી important છે.
SOURCES OF STRESS (સોર્સ ઓફ સ્ટ્રેસ):
Problems of life (લાઈફની મુશ્કેલીઓ):
જીવનમાં ઘણા બધા એવા event હોય છે કે જેમાંથી stress આવે છે જેવા કે જીવનની રોજિંદી રીપીટેડ એક્ટિવિટીઝ (daily repeted activity) અને એનો કંટાળો ફેમિલી relationship માં stress, એકલાપણ, કોઈ જોબ ના હોય.
Conflict (કોનફ્લીક્ટ): કોઈ વ્યક્તિને બે અથવા વધારે જગ્યાએ થી opportunity મળતી હોય જેમ કે બે જગ્યાએથી જોબની offer આવે અને બંને જગ્યા જોબ માટે સારી હોય તો કોનફ્લીક્ટ થાય કે કઈ જગ્યાએ જવું.
Joblessness (જોબલેશનેસ): કોઈપણ ધંધો અથવા જોબ ના હોય તો લાઇફમાં stress આવે
Divorce (ડિવોર્સ): કોઈપણ કપલમાં કોઈપણ કારણસર Divorce લેવાના થાય તો છૂટું પડવાનો stress આવે અને ટેન્શન આવે.
Disaster (ડિઝાસ્ટર): એક્સિડેન્ટ અથવા કોઈ આપત્તિથી શારીરિક થવા માનસિક રીતે injury થાય અને stress આવે
Frustration (ફ્રસ્ટ્રેશન): જ્યારે કોઈ વ્યક્તિ એના જીવનમાં કોઈ એક goal સેટ કરે છે અને એ goal પ્રત્યે પોતાનો behaviour બનાવે છતાં પણ સફળતા મળતી નથી તો તે વ્યક્તિ હતાશા અને stress નો અનુભવ કરે છે
Individual Differences (ઇન્ડીવિઝ્યુઅલ ડીફ્રન્સીસ): દુનિયામાં બધા જ વ્યક્તિઓ યુનિક હોય છે તો બધાના ઈમોશન્સ એન્ડ ઈમોશનલી સ્ટ્રોંગ અને week ના પોઇન્ટ પણ અલગ અલગ હોય છે ઘણા ઈમોશનલી સ્ટ્રોંગ હોય છે તો ઘણા ઈમોશનલી week હોય છે જે લોકો ઈમોશનલી week હોય તે વધારે બીમાર અને સ્ટ્રેસ નો અનુભવ કરે છે
TYPES OF STRESS (ટાઈપ ઓફ સ્ટ્રેસ):
Four types of stress (ફોર ટાઈપ્સ ઓફ સ્ટ્રેસ):
EUSTRESS (GOOD STRESS) યુસ્ટ્રેસ (ગુડ સ્ટ્રેસ):
EUSTRESS ને GOOD STRESS અને POSITIVE STRESS પણ કહેવાય છે.
જ્યારે કોઈ વ્યક્તિ excited હોય ત્યારે GOOD STRESS feel કરે છે.
જ્યારે કોઈ વ્યક્તિ exam માં જાય છે અથવા તો બીજું એવું કોઈ કામ કરે છે કે જેનાથી એક્સાઈટમેન્ટ હોય ત્યારે GOOD STRESS POSITIVE STRESS ફીલ થાય છે જે લાઈફને એક્સાઇટેડ બનાવે છે.
HYPOSTRESS એટલે જે વ્યક્તિને ઓછો સ્ટ્રેસ આવતો હોય જે સતત કંટાળો અનુભવ કરતા હોય એવા વ્યક્તિમાં HYPOSTRESS જોવા મળે છે.
કોઈ વ્યક્તિની જોબમાં સંતોષ ન થતો હોય જેમ કે એની પોતાની પોસ્ટ અને એજ્યુકેશન મુજબની જોબ ના મળતી હોય અથવા બીજી જોબ કરતા હોય તો daily HYPOSTRESS નો અનુભવ થાય છે.
જ્યારે કોઈ વ્યક્તિને આ પ્રકારનો સ્ટ્રેસ વારંવાર આવે તો તે વ્યક્તિ ઇન્સ્પાયર થતું નથી અને motivate પણ થતું નથી.
HYPERSTRESS એટલે જ્યારે કોઈ વ્યક્તિને પોતાની ક્ષમતા કરતા વધારે કામ અથવા પ્રેશર આપવામાં આવે ત્યારે HYPERSTRESS જોવા મળે છે.
આજના આ fast યુગમાં ઘણા બધા HYPERSTRESS નો સામનો કરે છે જેમ કે વધારે પડતું કામ અને સમય ઓછો અથવા કોઈ ચોક્કસ સમયમાં વધારે પડતું કામ આપવામાં આવે તો HYPERSTRESS નો અનુભવ થાય છે.
DISTRESS (BAD STRESS):
DISTRESS (BAD STRESS) ને NEGATIVE STRESS પણ કહેવામાં આવે છે અને તે health માટે હાનિકારક હોય છે.
BAD STRESS ના બે types છે.
1.ACUTE STRESS (SHORT TERM STRESS): એક્યુટ સ્ટ્રેસ કે જે શોર્ટ ટર્મ સ્ટ્રેસ એટલે કે થોડા ટાઈમ અથવા થોડા સમય પૂરતો બાયોલોજીકલ સ્ટ્રેસ કે જે મિનિટ કે કલાક પૂરતો હોય છે.
Day to day દરરોજ ની લાઇફમાં એક્યુટ સ્ટ્રેસ વારંવાર અનુભવાય છે.
2.CHRONIC STRESS (LONG TERM STRESS): ક્રોનિક અથવા લાંબા ગાળાનો સ્ટ્રેસ ક્રોનિક સ્ટ્રેસ મહિનાઓથી વર્ષો સુધી અનુભવાય છે.
ક્રોનિક સ્ટ્રેસ એ એકદમ ગંભીર પ્રકારનો સ્ટ્રેસ છે કે જેનાથી health રીલેટેડ problems અને ઇવન death થવાના ચાન્સ પણ છે.
જ્યાં સુધી તેઓ કેટલાક અસામાન્ય શારીરિક લક્ષણોનો સામનો ન કરે ત્યાં સુધી લોકો ક્રોનિક સ્ટ્રેસની અવગણના કરે છે.
DEALING WITH STRESS OR COPING WITH STRESS (સ્ટ્રેસ નો સામનો કેવી રીતે કરવો અથવા કેવી રીતે ડીલ કરવી):
જ્યારે પણ કોઈપણ વ્યક્તિમાં તણાવના લક્ષણો દેખાય છે ત્યારે તેને ઓળખી લેવાની અને તરત જ પગલાં લેવાની મુખ્ય જવાબદારી છે.
તણાવપૂર્ણ ઘટનાઓનો સામનો કરવા માટે “FARE” અભિગમનો ઉપયોગ કરવો.
F: FLEXIBILITY (ફ્લેક્સીબિલીટી)
A: Awareness (અવેરનેસ)
R: Relaxation (રિલેક્સેસન)
E: Exercise (એક્સરસાઇઝ)
F: FLEXIBILITY (ફ્લેક્સીબિલીટી): તમારા જીવનમાં પરિવર્તન સ્વીકારવા માટે સુગમતા. સમસ્યાને નકારવાને બદલે તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરો.
A: Awareness (અવેરનેસ): તણાવપૂર્ણ ઘટનાઓને નિયંત્રિત કરવા માટે તણાવના સ્ત્રોતને ઓળખવા માટે જાગૃત રહેવું.
R: Relaxation (રિલેક્સેસન): ઊંડા શ્વાસ, શરીરની મસાજ, શારીરિક વર્કઆઉટ વગેરે જેવી સંપૂર્ણ આરામની દિનચર્યાને અનુસરો.
E: Exercise (એક્સરસાઇઝ): નિયમિત કસરત તણાવ ઘટાડવામાં અને શરીરની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે.
PHYSICAL ACTIVITY (ફિઝિકલ એક્ટીવિટી):
Breathing Exercises : Deep Breathing Exercise
Relaxation: શાંત રૂમમાં આરંભદાયક પોઝિશન માં બેસવું અથવા સુવું. આખા શરીરને રિલેક્સ કરવું અને રેસ્ટ આપો.
Muscles stretching exercises: સ્નાયુઓની ખેંચવાની એક્સરસાઇઝ. સ્નાયુઓને ખેંચવાની કસરત કરવાથી રિલેક્સેશન એટલે કે આરામ મળે છે અને સ્ટ્રેસ ઓછો થાય છે.
Walking: વોકિંગ કરવાથી માઈન્ડ ક્લિયર થાય છે ટેન્શન ઓછું થાય છે અને એનર્જી વધે છે. વોકિંગ કરવાથી બ્રેઈનમાંથી endorphin નું પ્રોડક્શન થાય છે જેનાથી આરામ મળે છે.
Better sleep: સારી ઊંઘ લેવા માટે કોઈ એક comfortable પોઝિશનમાં બેસવું અને પુસ્તક વાંચવા, ટીવી જોવી અથવા કોઈ ગેમ રમવી આમ કરવાથી જો ઊંઘ નહીં આવે તો પણ આરામ મળશે અને ચિંતા ઓછી થશે.
MENTAL ACTIVITY (મેન્ટલ એક્ટીવિટી):
Yoga
Meditation
EASY STEPS OF DEALING WITH STRESS (સ્ટ્રેસનો સામનો કરવાના સરળ પગલાં):
Planning for your time (making time-table): તમારા વર્ક માટે ટાઈમ ટેબલ બનાવો કે જેમાં જે ઈમ્પોર્ટન્ટ કામ હોય એને પહેલા ક્રમમાં મૂકો એવી રીતે બધા કામનું લિસ્ટ બનાવો અને ટાઈમ લિમિટ આપો.
Adjustment all changes in your life: લાઇફમાં થતા બદલાવો નું એડજસ્ટમેન્ટ કરવું. કોઈ મોટા બદલાવો એક સાથે કરવા નહિ જેમ કે મકાન લેવું, બીજી કોઈ પ્રોપર્ટી લેવી, કોઈ ફંક્શન કરવું, આ બધું એક સાથે ના કરવું કે જેથી કોઈ ફાઈનાન્સિયલ પ્રોબ્લેમ ના થાય.
Aware about yourself: તમારા પોતાના પ્રત્યે જાગૃત બનો .તમે શું કરી શકો છો તે વિશે જાણો અને તમારી પોતાની ક્ષમતા કેટલી છે અને ક્યુ કામ તમે કરી શકો એમ છો એવું કામ અથવા કામ ની પસંદગી કરો જેથી જીવનમાં ઓછો સ્ટ્રેસ આવે અને ઓછા તમે હતાશ કે નિરાશ થાઓ.
Decisions making power: સમજદારીથી નિર્ણયો લો. જ્યારે નિર્ણય લ્યો છો ત્યારે પસંદગીના સારા અને ખરાબ બંને મુદ્દાઓ ધ્યાનમાં લો.
Like & Love yourself: તમે પોતાને પસંદ કરો અને લવ કરો. તમારામાં કોઈ ખામી હોય તો તેને એક્સેપ્ટ કરો સ્વીકાર કરો અને બીજી બધી બાબતોની ચિંતા ના કરો -જેમકે તમે કેવા લાગો છો? ઊંચાઈ કેટલી છે વગેરેની ચિંતા ન કરો.
Be Positive & Think Positive: પોઝિટિવ વિચારો અને પોઝિટિવ બનો. સારા અને પોઝિટિવ વિચારોથી નેગેટિવ અને ખરાબ વિચારો ને અટકાવી શકાય છે.પોઝિટિવ એટીટ્યુડ થી ચિંતા ઓછી થાય છે
કોઈપણ. આપત્તિના બે પાસા હોય છે એક પોઝિટિવ અને એક નેગેટિવ જો પોઝિટિવલી વિચારવામાં આવે તો રિઝલ્ટ પણ પોઝિટિવ આવે છે અને નેગેટિવ વિચારીએ તો રિઝલ્ટ નેગેટીવ આવે છે
Always share your problems with your near one: તમારા નજીકના કોઈપણ વ્યક્તિ સાથે હંમેશા તમારા problem ને શેર કરવો જોઈએ
જો કંઈ ચિંતા કે problem હોય તો એ problem વિશે તમારા કોઈ friend, relatives કે કોઈ પણ તમારા નજીકના વ્યક્તિ સાથે problem share કરી અને solution મેળવવું.
Build a Happy Family: Happy family બિલ્ડ કરવી.
Family માં બધા જ મેમ્બર સાથે loving રહેવું.
Family માં એકબીજા માટે ટાઇમ કાઢી અને એક બીજા સાથે વાતો કરવી, રમત રમવી અને એન્જોય કરવું.
Make Good Friends: સારા મિત્રો બનાવવા.
લાઇફમાં જેટલું હેપી Family જરૂરી છે એટલું જ સારા મિત્રોની જરૂર છે.
એવા મિત્રો બનાવો કે જેની સાથે આપણે બધા probem share કરી શકીએ.
Keep Happy & Healthy: ખુશ રહો તંદુરસ્ત રહો
regular નિયમિત કસરત કરવી અને healthy ખોરાક ખાવો અને પૂરતી ઊંઘ લેવી જેથી આપણે healthy અને happy રહી શકીએ.
Make sometime for yourself: તમારા પોતાના માટે થોડો time કાઢો. તમને જે ગમે છે કે તમારા જે શોખ છે એના માટે થોડો ટાઈમ કાઢી અને enjoy કરો.
CONFLICT (કોનફ્લીક્ટ):
DEFINITION (ડેફીનેશન):
બે કે તેથી વધુ વિચારો, interest, goals વગેરે વચ્ચે વિરોધની સ્થિતિ. જ્યારે internal અને external વાતાવરણ વચ્ચે, બે જૂથો વચ્ચે અથડામણ થાય છે, ત્યારે સંઘર્ષનો વિકાસ થાય છે.
સંઘર્ષ ત્યાં સુધી રહે છે જ્યાં સુધી વ્યક્તિ ઘણામાંથી એક વિકલ્પ પસંદ કરી શકતી નથી.
What is Conflict (સંઘર્ષ શું છે) ?
વિરોધી જરૂરિયાતો, ઇચ્છાઓ અથવા માંગણીઓ ધરાવતા લોકો વચ્ચે સંઘર્ષ.
TYPES OF CONFLICT (કોનફ્લીક્ટ ના પ્રકારો):
According to source, conflict can be of three types (સ્ત્રોત મુજબ, કોનફ્લીક્ટ ત્રણ પ્રકારના હોઈ શકે છે):
Interpersonal conflict (બે વ્યક્તિ વચ્ચે થતો સંઘર્ષ):
ઉદાહરણ તરીકે પતિ-પત્ની વચ્ચે થતો સંઘર્ષ, માતા-પિતા અને બાળકો વચ્ચેનો સંઘર્ષ, નાનું ગ્રુપ અને મોટા ગ્રુપ વચ્ચે થતો સંઘર્ષ, બોસ અને કર્મચારી વચ્ચે થતો સંઘર્ષ.
Intrapersonal conflict (વ્યક્તિની અંદર નો સંઘર્ષ):
ઉદાહરણ તરીકે તેની ઈચ્છાઓ, goals અને હેતુઓ.
તેને આંતરિક સંઘર્ષ પણ કહેવામાં આવે છે કેમકે આ સંઘર્ષ વ્યક્તિની અંદર જોવા મળે છે.
Conflict between person and his environment (વ્યક્તિ અને તેના પર્યાવરણ વચ્ચેનો સંઘર્ષ):
પર્યાવરણમાં થતા ફેરફારો જેવા કે પુર, ધરતીકંપ, યુદ્ધ વગેરે ના કારણે થતા સંઘર્ષો.
વ્યક્તિને આ પરિસ્થિતિઓ સામે સંઘર્ષ કરવો પડે છે.
According to goal, conflict can be of following types (ધ્યેય મુજબ, કોનફ્લીક્ટ નીચેના પ્રકારના હોઈ શકે છે):
જ્યારે બે નકારાત્મક ધ્યેયો વચ્ચે સંઘર્ષ થાય છે, ત્યારે પરિસ્થિતિને ટાળવા-નિવારણ સંઘર્ષ તરીકે ઓળખવામાં આવે છે.
ઉદાહરણ તરીકે, એક વિદ્યાર્થી તેની શાળાની સોંપણી પૂર્ણ કરવા માટે ધિક્કારે છે, પરંતુ જો તે તે કરવામાં નિષ્ફળ જાય તો તેને મળનારી સજાને પણ પસંદ નથી. જો શક્ય હોય તો તે બંને બાબતોને ટાળવા માંગે છે.
જ્યારે વ્યક્તિ સકારાત્મક ધ્યેય તરફ આકર્ષાય છે પરંતુ આ ધ્યેયમાં કેટલીક નકારાત્મક લાક્ષણિકતાઓ પણ હોય છે ત્યારે પરિસ્થિતિને અભિગમ-નિવારણ સંઘર્ષ તરીકે ઓળખવામાં આવે છે.
ઉદાહરણ તરીકે, એક છોકરી લગ્ન કરવા માંગે છે, પરંતુ તે જ સમયે, તેના ઘર અને તેના પરિવારથી દૂર જવાનો ડર હોઈ શકે છે.
Dealing with Conflict :
બે કે તેથી વધુ ઈચ્છાઓ, હેતુઓ, goals, વ્યક્તિઓ વગેરે વચ્ચેના વિરોધને finish કરવાની પ્રક્રિયાને dealing with conflict તરીકે ઓળખવામાં આવે છે. નીચેની પદ્ધતિઓનો ઉપયોગ કરીને સંઘર્ષને ઉકેલી શકાય છે:
a ) Win-lose approach: જીત-હારનો અભિગમ:
એક ઉકેલ નક્કી કરવો અને બીજાને પાછળ છોડી દેવા એ જીત-હારનો અભિગમ છે.
b) Lose-lose approach: હાર-હારનો અભિગમ :
જ્યારે કોઈ પણ વ્યક્તિ પરિણામથી ખુશ ન હોય, ત્યારે હાર-હારનો અભિગમ જોવા મળે છે. આ અભિગમ હેઠળ પ્રશ્નો ક્યારેય ઉકેલાતા નથી.
c) Win-win approach: જીત-જીતનો અભિગમ:
આ અભિગમમાં પરસ્પર સ્વીકાર્ય પરિણામ આવે છે. સંઘર્ષને ઉકેલવાની આ સૌથી અસરકારક પદ્ધતિ છે.
Steps of conflict resolution (સંઘર્ષ નિરાકરણના પગલાં) :
Define the problems and known the problems of both (પ્રોબ્લેમને વ્યાખ્યાયિત કરો અને બંનેની સમસ્યાઓ જાણો):
પ્રોબ્લેમને એવી રીતે જણાવો કે તેમાં બ્લેમ અને જજમેન્ટ ન આવે.
દરેક સમયે તાલમેલ જાળવો.
સામેની વ્યક્તિની વાત ધ્યાનથી સાંભળો.
તમે sure કરો કે તમે અન્ય વ્યક્તિના interest ને સમજો છો અને તમારા interest ને clarify કરવા માટે ready છો.
problem સમજવા માટે પૂરતો time લો.
Identify all possible options for solution (ઉકેલ માટેના તમામ possible વિકલ્પોને ઓળખો):
અન્ય વ્યક્તિને તેના possible solution સૂચવવા માટે કહો.
અન્ય વ્યક્તિના વિચારોનો આદર કરો.
Evaluate options for solution (solution માટે વિકલ્પોનું evaluation કરો):
પ્રમાણીક બનો.
actively સાંભળો.
નવા વિકલ્પો ને મનમાં આવવા દો.
કોઈપણ સંભવિત વિકલ્પો બંને પક્ષોની જરૂરિયાતોને સંતોષે છે તેની ખાતરી કરવા માટે પરીક્ષણ કરો.
Select one acceptable solution (સ્વીકાર્ય ઉકેલ પસંદ કરો):
સામેની વ્યક્તિ પર ઉકેલ લાવવા માટેનું દબાણ ન કરો.
જ્યારે નિર્ણય નજીક દેખાય ત્યારે જણાવો, જેથી તમે બંને સ્પષ્ટપણે સમજો.
Implementation plan (અમલ કરો):
કોણ શું અને ક્યારે કરે છે તે ખાસ નક્કી કરો.
timeline સેટ કરો અને task વિશે ખૂબ ચોક્કસ બનો.
Evaluating process make effectiveness (ઇવાલ્યુંએટની પ્રોસેસ ને અસરકારક બનાવો):
આ પ્રક્રિયાને અમલીકરણ યોજનામાં સામેલ કરો.
નક્કી કરો કે પ્રગતિ ક્યારે અને કેવી રીતે માપવામાં આવશે.
Talk about the experience (અનુભવો વિષે ચર્ચા કરો:
અન્ય વ્યક્તિને પ્રક્રિયા પર તેના અથવા તેણીના દ્રષ્ટિકોણ શેર કરવા માટે આમંત્રિત કરો
પ્રક્રિયા પર તમારા પોતાના દ્રષ્ટિકોણ વિશે પ્રમાણિક બનો.
તમારી પ્રગતિની ચર્ચા કરો.
FRUSTRATION (હતાશા):
DEFINITION (ડેફીનેશન):
મૂળભૂત જરૂરિયાતને સંતોષવામાં નિષ્ફળતા મળે કે જે કોઈપણ પ્રકારના અવરોધને કારણે હોઈ શકે છે, તેને Frustration તરીકે ઓળખવામાં આવે છે.
અતિશય tension frustration તરફ દોરી જાય છે.
કોઈ વ્યક્તિ frustration થી પીડિત હોય છે કેમ કે તે જાણતો નથી કે તેના તણાવમાંથી કેવી રીતે રાહત મળશે.
કંઈક change અથવા પ્રાપ્ત કરવામાં unable હોવાના પરિણામે અસ્વસ્થ અથવા upset થવાની લાગણી.
હતાશાને એવી લાગણી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે એવી પરિસ્થિતિઓમાં થાય છે જ્યાં જ્યારે પણ આપણે આપણા goals સુધી પહોંચવામાં કોઈ પણ અવરોધ આવે ત્યારે વ્યક્તિ હતાશ થઇ જાય છે અને પરિણામે ગુસ્સો આવે છે અથવા આત્મવિશ્વાસ ગુમાવે છે.
Frustration શબ્દ લેટિન શબ્દ ‘ફ્રસ્ટા’ પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે અવરોધ.
Frustration શબ્દ goal તરફ નિર્દેશિત behavior ને અવરોધિત કરવાનો છે.
‘નિરાશા’ શબ્દ ધ્યેય તરફ નિર્દેશિત વર્તનને અવરોધિત કરવાનો સંદર્ભ આપે છે. હેતુઓ હતાશ છે, અથવા અવરોધિત છે, ભાવનાત્મક લાગણીઓ અને વર્તન ઘણીવાર પરિણમે છે.
SOURCE OF FRUSTRATION (હતાશાનો સ્ત્રોત):
આપણે જે હતાશા અનુભવીએ છીએ તે બે પ્રકારના ધ્યેય અવરોધના પરિણામ તરીકે જોઈ શકાય છે. આ હતાશાના Internal આંતરિક અને External બાહ્ય sources છે.
INTERNAL SOURCES (આંતરિક સ્ત્રોતો):
Frustration નિરાશા ના Internal sources માં વ્યક્તિને જે જોઈએ છે તે મેળવી શકાતું નથી, ત્યારે તે આ નિરાશા નો અનુભવ કરે છે આવું થવાનું કારણ આત્મવિશ્વાસનો અભાવ અથવા સામાજિક પરિસ્થિતિઓનો ડર છે.
EXTERNAL SOURCES (બાહ્ય સ્ત્રોતો):
તે બાહ્ય કારણોથી પરિણમે છે જેમાં બહારની પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે
આપણે જીવનમાં સામનો કરીએ છીએ જેમાં અન્ય લોકો અથવા વસ્તુઓનો સમાવેશ થાય છે જે આપણા goals ના માર્ગમાં આવે છે.
આજના વિશ્વમાં Frustration ના સૌથી મોટા source પૈકી એક સમય બગાડવાની ધારણાને કારણે થતી હતાશા.
જ્યારે તમે ટ્રાફિકમાં, રેસ્ટોરન્ટ, ગેસ એજન્સી અથવા બેંકમાં ભોજન માટે લાઈનમાં ઉભા હોવ.
આમ, જ્યારે તમારી પાસે ઘણું કરવાનું હોય ત્યારે તમારો દિવસ પસાર થતો જોવો, તે એક મોટી નિરાશા બની જાય છે. બાહ્ય હતાશા અનિવાર્ય હોઈ શકે છે. અમે તેના વિશે કંઈક કરવાનો પ્રયાસ કરી શકીએ છીએ.
ઉદાહરણ તરીકે, જો આપણે ટ્રાફિકમાં અટવાઈ ગયા હોઈએ તો અલગ રસ્તો શોધવો, અથવા જો આપણે ભોજનની રાહ જોવી હોય તો કોઈ અલગ રેસ્ટોરન્ટ પસંદ કરવી. પરંતુ કેટલીકવાર આપણે તેના વિશે કંઈ કરી શકતા નથી.
જીવનની રીત છે. વ્યક્તિ શીખી શકે છે કે જ્યારે પરિસ્થિતિ પોતે જ અસ્વસ્થ અને નિરાશાજનક હોઈ શકે છે, ત્યારે વ્યક્તિએ નિરાશ થવાની જરૂર નથી.
જીવનની બધી પરિસ્થિતિ માં સ્વીકારવું એ Frustration ને ટાળવાનું એક રહસ્ય છે.
Frustration ઘણા કારણોસર થઈ શકે છે અને તેમાંના કેટલાક છે:
અન્ય લોકો સાથે conflict.
environmental પરિસ્થિતિઓ કે જેને control કરી શકાતી નથી
economic આર્થિક અવરોધ
aspiration નું ઉચ્ચું લેવલ
સામાજિક રિવાજો, beliefs, traditions, restrictions
વ્યક્તિની અંદર conflict
OVERCOMING FRUSTRATION (હતાશા પર કાબુ મેળવવો) :
નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને Frustration દૂર કરી શકાય છે.
ચોક્કસ કારણ જાણવા માટે ફરીથી પરિસ્થિતિ ને જોવી જોઈએ
જો જરૂરી હોય, તો પછી goal માં ફેરફાર કરો
Frustration દૂર કરવા માટે વૈકલ્પિક ઉપાય શોધો
વાસ્તવિકતાનો સ્વીકાર accept reality
Think positively
હતાશ પરિસ્થિતિઓમાંથી પોતાને પાછો ખેંચો
પરિસ્થિતિઓનો સામનો કરવા માટે વ્યક્તિની ability માં વધારો
Frustration ને દુર કરવા કોઈ friend કે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરવાથી હતાશા દુર થાય છે.
વાસ્તવિકતાને સ્વીકારો. જો તમે તમારી શક્તિ / ક્ષમતા માં બધું કર્યું હોય તો તેને જેમ છે તેમ સ્વીકારો.
તમારી જાતને દોષ આપવાનું બંધ કરો, જો તમારી ભૂલ હોય તો તેને સ્વીકારો અને આગળ વધો. ગુસ્સે થવાનું બંધ કરો અને શાંત થાઓ
તમારા મનને આરામ આપો.
આશાવાદી લોકોની આસપાસ રહેવું હંમેશા સારું છે.
DEFENSE MECHANISM OR MENTAL MECHANISM OR EGO DEFENSE MECHANISM :
ફ્રોઈડે નોંધ્યું હતું કે મોટાભાગના લોકો માટે એક મુખ્ય ડ્રાઈવ એ tension મા ઘટાડો છે અને tensionનું મુખ્ય કારણ ચિંતા હતી.
હવે, ego ને id અને superego બંને ને સંતોષવામાં મુશ્કેલી થાય છે.
અહંકાર પાસે કેટલાક સાધનો છે જેનો તે મધ્યસ્થી તરીકે તેની નોકરીમાં ઉપયોગ કરી શકે છે, સાધનો કે જે અહંકારને બચાવવામાં મદદ કરે છે. આને DEFENSE MECHANISM OR MENTAL MECHANISM OR EGO DEFENSE MECHANISM કહેવામાં આવે છે.
દરેક વ્યક્તિ DEFENSE MECHANISM નો ઉપયોગ કરે છે. તેમનો ઉપયોગ માનસિક બીમારી અથવા મનોસામાજિક અસંતુલનને સૂચિત કરતું નથી.
વ્યક્તિને મનોવૈજ્ઞાનિક તકલીફો થી બચાવવા માટે વપરાતી પદ્ધતિને DEFENSE MECHANISM તરીકે ઓળખવામાં આવે છે.
DEFENSE MECHANISM વ્યક્તિઓને હતાશા અને તકરાર સાથે સંકળાયેલી ચિંતાને દૂર કરવામાં મદદ કરે છે.
DEFENSE MECHANISM એ adjustment ની વ્યવસ્થા છે જેના દ્વારા વ્યક્તિ self esteem ને જોખમમાં મૂકતી uncomfortable પરિસ્થિતિને કારણે થતી ચિંતાઓને રાહત આપે છે અથવા ઘટાડે છે.
ઇગો ડિફેન્સ મિકેનિઝમ એ consciously અથવા unconsciously ચાલે છે.
COMPENSATION: વળતર: વ્યક્તિ જીવનના અન્ય પાસાઓ પર તેની સંભવિતતાને નિર્દેશિત કરીને પોતાની WEAKNESSને ઢાંકવાનો પ્રયાસ કરે છે.
eg:- શૈક્ષણિક રીતે નબળા વિદ્યાર્થી સખત મહેનત કરીને ક્રિકેટમાં કોલેજ ચેમ્પિયન બની શકે છે.
eg:- એક વ્યક્તિ કામ પર ખરાબ દિવસ પછી ઘરે આવે છે, ત્યારે તેના પાલતુ કૂતરા પર ચીસો પાડી શકે છે. એટલે કોઈનો ગુસ્સો બીજા કોઈ વ્યક્તિ કે વસ્તુ બીજી કોઈ એવી જગ્યા કે જ્યાંથી ઓછું નુકશાન થતું હોય ત્યાં ગુસ્સો કાઢે છે.
INTELLECTUALIZATION: બૌદ્ધિકીકરણ: પીડાદાયક ઘટનાની લાગણીઓને અલગ કરવા માટે તાર્કિક સમજૂતીનો ઉપયોગ કરવો.
eg:- નવી નોકરીમાં ટ્રાન્સફર થયા પછી, એટલે કે ઘરથી દૂર, વ્યક્તિ નોકરીનો લાભ વધારીને પોતાની ચિંતા છુપાવે છે.
PROJECTION:- પ્રક્ષેપણ: પોતાની ભૂલો માટે અન્ય વ્યક્તિને દોષ આપવો.
EG:- જે વ્યક્તિ અસત્ય છે તે એવું કહીને પોતાને સંતોષી શકે છે કે અન્ય લોકો પણ જૂઠું બોલે છે અને અસત્ય છે.
RATIONALIZATION:- તર્કસંગતતા: સામાજિક રીતે માન્ય કારણ આપીને વ્યક્તિના અસ્વીકાર્ય વિચારોને ન્યાયી ઠેરવવા.
eg:- જે વ્યક્તિ નોકરી સારી રીતે કરી શકતી નથી, તે એમ કહીને સંતુષ્ટ થઈ શકે છે કે આ કામ પર સખત મહેનત કરવાથી સારા પૈસા નથી મળતા.
REACTION FORMATION:– પ્રતિક્રિયા રચના: વ્યક્તિ એવી રીતે વર્તે છે જે તેની વાસ્તવિક લાગણીઓથી તદ્દન વિરુદ્ધ હોય છે.
eg:- એક ઈર્ષાળુ કર્મચારી જે તેના વરિષ્ઠને ધિક્કારે છે તે તેના પ્રત્યે આદર અને સ્નેહ બતાવી શકે છે.
REGRATION:- રીગ્રેસન: વિકાસના પહેલાના અને વધુ આરામદાયક સ્તર પર પાછા ફરવું.
eg:- જે વ્યક્તિ ભણવામાં પૂરતી પ્રગતિ કરી રહી નથી. રડીને અથવા ગુસ્સો કરીને તેની ચિંતા દૂર કરી શકે છે.
REPRESSION:- દમન: અજાગૃતપણે પીડાદાયક વિચારો, ઘટનાઓ અથવા તકરારને ભૂલી જવું.
eg:- લડાઈ પછી બેસ્ટ ફ્રેન્ડનો જન્મદિવસ ભૂલી જવાનુ.
SUBLIMATION:- ઉત્કૃષ્ટતા: વ્યક્તિ તેની અસ્વીકાર્ય પ્રવૃત્તિઓને સામાજિક રીતે સ્વીકાર્ય અને ઇચ્છનીય પ્રવૃત્તિમાં રીડાયરેક્ટ કરી શકે છે.
eg:- આક્રમક વર્તન ધરાવતી વ્યક્તિ સ્પર્ધાત્મક રમતગમતની પ્રવૃત્તિમાં પરિવર્તિત થઈ શકે છે.
ATTITUDES (એટીટ્યુડ):
આપણે બધાને ઘણી વસ્તુ ગમે છે અને ઘણી નથી ગમતી.
Attitude એ એક એવું કાલ્પનિક વલણ છે કે જેમાં વ્યક્તિની પોતાની પસંદ અને નાપસંદ likes & dislikes ને રીપ્રેઝન્ટ કરે છે
Attitude કોઈ ઓબ્જેક્ટ, વસ્તુ પર્સન-વ્યક્તિ, behaviour અને event નું evaluation કરે છે
Attitude positive, negative અને ન્યુટ્રલ હોય છે.
કિમબોલ યંગે Attitude ને આ રીતે વ્યાખ્યાયિત કર્યું છે, “કેટલીક પરિસ્થિતિ, વિચાર, મૂલ્ય, ભૌતિક વસ્તુ અથવા વસ્તુઓના વર્ગ અથવા વ્યક્તિ અથવા વ્યક્તિઓના જૂથોના સંદર્ભમાં સતત અને લાક્ષણિકતાઓમાં પ્રતિસાદ આપવાને Attitude કહે છે”.
Attitude positive, negative અને ન્યુટ્રલ હોય છે.
આપણા વડીલો પ્રત્યેનું સંબંધિત Attitude એ positive Attitude છે, બીજી બાજુ, કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા સમુદાય પ્રત્યે દ્વેષપૂર્ણ Attitude એ negative Attitude નું ઉદાહરણ છે.
positive Attitude: તે અનુકૂળ Attitude છે. બીજા શબ્દોમાં કહીએ તો, તે લોકો, વસ્તુઓ, પરિસ્થિતિ વગેરે પ્રત્યે ગમતું છે.
negative Attitude: તે પ્રતિકૂળ Attitude છે એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુઓ અથવા પરિસ્થિતિને ના પસંદ કરે છે.
તટસ્થ Attitude: તે ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ ને પસંદ અને નાપસંદ જેવું કઈ ના હોય.
DEVELOPMENT CHANGES IN ATTITUDE FOR THE NURSE (નર્સ પ્રત્યેના વલણમાં વિકાસલક્ષી ફેરફારો):
અમે એક સામાજિક વાતાવરણમાં જન્મ્યા અને મોટા થયા છીએ જે સ્વભાવ અને નિષ્ક્રિય રીતે Attitude ને શોષવામાં મદદ કરે છે. Attitude ના વિકાસમાં, આનુવંશિકતા ખૂબ જ નાની ભૂમિકા ભજવે છે પરંતુ પર્યાવરણીય પરિબળો Attitude ના વિકાસમાં મુખ્ય ફાળો આપે છે.
ASSOCIATION & REINFORCEMENT (સંગઠન અને મજબૂતીકરણ):
કેટલાક નિયમો અથવા Attitude વ્યક્ત કરવા માટે અથવા વાસ્તવમાં કાર્ય કરવા માટે પ્રબલિત તેમના આધારે, આમ તે તેમને શીખે છે ઉદાહરણ તરીકે, બાળકના માતાપિતા અને તેમના મિત્રો એક જ રાષ્ટ્ર, સમાન વંશીય અને વર્ગના મૂળ હોય છે.
IDENTIFICATION (ઓળખ):
બાળક તેના માતા-પિતા સાથે ઘણો સમય વિતાવે છે અને થોડા સમય પછી માનવાનું શરૂ કરે છે કારણ કે તેઓ તેમની Copy કરીને અલગ કરે છે, પછી ભલે તેઓ જાણીજોઈને તેને પ્રભાવિત કરવાનો પ્રયાસ ન કરે.
સમાન પ્રક્રિયા અન્ય વ્યક્તિઓ સાથે કામ કરે છે, જેમ કે પીઅર group, teachers અથવા બાળકના જીવનમાં કોઈપણ મહત્વપૂર્ણ વ્યક્તિઓ.
CLASSICAL CONDITIONING (ક્લાસિકલ કન્ડીશનીંગ):
તેમાં અનૈચ્છિક પ્રતિભાવોનો સમાવેશ થાય છે અને તે બે ઉત્તેજનાની જોડી દ્વારા પ્રાપ્ત થાય છે.
બે ઘટનાઓ જે સમયાંતરે એકબીજાની નજીક વારંવાર બનતી હોય છે તે એકબીજા સાથે જોડાઈ જાય છે અને લાંબા સમય પહેલા વ્યક્તિ બંને ઘટનાઓ માટે સમાન રીતે પ્રતિક્રિયા આપે છે.
દા.ત. ચોક્કસ જૂથના સભ્યો સાથેના સુખદ અથવા અપ્રિય અનુભવો તે જૂથ પ્રત્યે POSITIVE અથવા NEGATIVE Attitude તરફ દોરી શકે છે.
SOCIAL (સામાજિક):
Learning મોડેલિંગ પર આધારિત છે. આપણે બીજાનું અવલોકન કરીએ છીએ. જો તેઓ ચોક્કસ behaviour અથવા ચોક્કસ Attitude ની અભિવ્યક્તિ માટે પ્રબળ બની રહ્યા હોય, તો તે વધુ સંભવ બનાવે છે કે આપણે પણ આ રીતે વર્તે અથવા આ Attitude વ્યક્ત કરીએ.
COGNITIVE DISSONANCE (જ્ઞાનાત્મક વિસંવાદિતા):
જ્યારે બે વિરોધાભાસી feelings, માન્યતાઓ અથવા behaviours અસ્તિત્વમાં છે, ત્યારે તે tensionની સ્થિતિ બનાવે છે અને વ્યક્તિ તેમની લાગણીઓ, માન્યતાઓ અથવા વર્તનને બદલીને tension ઘટાડવાનો પ્રયાસ કરે છે.
ઉદાહરણ તરીકે, જો કોઈ વિદ્યાર્થી નર્સ test માટે સખત અભ્યાસ કરે છે, તો તેણી સારા દેખાવની અપેક્ષા રાખે છે. પરંતુ જો તેણી સખત અભ્યાસ કરે છે અને નિષ્ફળ જાય છે, તો વિસંવાદિતા ઉત્તેજિત થાય છે.
UNCONSCIOUS MOTIVATION (અનકન્શિયસ મોટીવેશન):
કેટલાક Attitude રાખવામાં આવે છે કારણ કે તે વ્યક્તિ માટે કેટલાક unconscious કાર્ય કરે છે.
RATIONAL ANALYSIS (રેશનલ એનાલાઇસીસ):
nurse જ્યારે slum એરિયામાં health education આપે છે ત્યારે તર્ક બુદ્ધિથી હેલ્થ એજ્યુકેશન આપે છે.
OTHER FACTORS (અન્ય પરિબળો):
બાળક Attitude કેળવે પછી પણ, તે પ્રાથમિક રીતે તેને સમર્થન આપતી માહિતીના સંપર્કમાં આવવાનું ચાલુ રાખે છે.
આ તબક્કે, વિવિધ સામાજિક આર્થિક પરિબળો નક્કી કરે છે કે તે શું સાંભળે છે.
તેમનો પડોશ, newspaper, school, ચર્ચ, friend વગેરે બાકીના વિશ્વ કરતાં વધુ એકરૂપ હોય છે.
જો તે શ્રીમંત હોય, તો તે વિશાળ મકાનમાં રહેતો.
તેના પડોશીઓ પાસે પણ પૈસા હશે. જો સાર્વજનિક શાળામાં અભ્યાસ કરે છે, તો તેના સહપાઠીઓ તેના પડોશમાંથી આવશે અને તેના જેવું Attitude ધરાવતા હશે.
EFFECTS OF ATTITUDES ON BEHAVIOUR (વર્તન પર વલણની અસરો):
Attitude અને વર્તન (behaviour) એ સિક્કાની બે બાજુ છે.
જો આપણે કોઈપણ વ્યક્તિનો Attitude જાણીએ છીએ, તો આપણે વ્યક્તિના વર્તનની આગાહી કરી શકીએ છીએ.
પરંતુ કેટલીકવાર લોકોનું વર્તન તેમના Attitude માં ફેરફાર કરવાથી બદલાતું નથી.
ઉદાહરણ તરીકે, ડ્રગ વ્યસની વ્યક્તિઓ વ્યસનના જોખમો જાણતા હોવા છતાં વ્યસન ચાલુ રાખે છે.
Attitude -વર્તન સંબંધનો ઉપચારાત્મક રીતે ઉપયોગ કરી શકાય છે.
ઉદાહરણ તરીકે, જો આપણે જાણીએ કે તે/તેણી સ્વસ્થ જીવનશૈલી જીવવા માટે સામાન્ય Attitude ધરાવે છે, તો આપણે તેના ખાવાના વર્તનની આગાહી કરી શકતા નથી.
આપણી લાગણીઓ અને વિચારો આપણા વર્તનમાં ફેરફાર કરીને પ્રભાવિત થઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ નીચું અનુભવે છે, ત્યારે તેના પ્રિયજનો positive વર્તન દર્શાવે છે જેથી તેનો mood બદલી શકાય.
Attitude વ્યક્તિના વર્તનને હકારાત્મક અથવા નકારાત્મક રીતે અસર કરી શકે છે.
હંમેશા વ્યક્તિના Attitude અથવા વર્તન પર તેની અસર વિશે જાગૃત રહો.
Attitude એ લાગણી, માન્યતા અથવા અભિપ્રાય છે જે કોઈ વસ્તુ પ્રત્યે મંજૂર કરે છે.
વર્તન એ પ્રતિક્રિયા માટેની ક્રિયા છે જે ઘટના અથવા આંતરિક ઉત્તેજના (એટલે કે વિચાર) ના પ્રતિભાવમાં થાય છે. Attitude નો પ્રકાર વ્યક્તિના વર્તનમાં પ્રગટ થાય છે.
જો નર્સિંગ વિદ્યાર્થી પેઇન્ટિંગ પ્રત્યે મજબૂત રસ અને positive Attitude ધરાવે છે , જોકે દર વર્ષે તે નર્સિંગ વિષયમાં નિષ્ફળ જાય છે. પરંતુ તે દર વર્ષે ચિત્ર સ્પર્ધામાં સારું પ્રદર્શન કરે છે.
આ રીતે સારા અને positive Attitude ધરાવતા લોકો active હોય છે.
IMPORTANCE OF POSITIVE ATTITUDE FOR A NURSE (નર્સ માટે સકારાત્મક વલણનું મહત્વ):
ઘણીવાર એવું કહેવામાં આવે છે કે Attitude જ બધું છે. યોગ્ય Attitude એ Nurse માટે ખાસ મહત્વપૂર્ણ છે. nurse નું positive Attitude તેની કારકિર્દી અને તેની સફળતા પર મોટી અસર કરી શકે છે.
Negative Attitude ના કારણો co-worker સાથે અસંમત થાય છે,
દર્દી દ્વારા કંઈક કહેવામાં આવે છે જે તેને પરેશાન કરે છે અથવા કોઈપણ વ્યક્તિગત સમસ્યા હોઈ શકે છે.
આ માટે, nurse એ તેના અંગત અને વ્યાવસાયિક જીવનને સમજવા અને અલગ કરવા સક્ષમ હોવા જોઈએ.
Benefits of a positive attitude for a nurse (Nurse માટે positive Attitude ના ફાયદા) :
positive Attitude nurse ને આશાવાદી રહેવામાં help કરશે.
positive Attitude વાળી નર્સ પ્રતિબદ્ધ રહેવા માટે તૈયાર છે કારણ કે તેના માટે રોજિંદા જીવનના પડકારોનો સામનો કરવો અને જીવનની તેજસ્વી બાજુ જોવાનું સરળ છે.
positive Attitude આત્મસન્માન વધારે છે.
positive Attitude ધરાવતી nurse વધુ સારી પસંદગીઓ કરે છે અને healthy જીવનશૈલી જીવે છે.
positive Attitude ધરાવતી nurse શારીરિક અને માનસિક રીતે healthy હોય છે.
સારો અભિગમ અન્ય લોકોને આકર્ષે છે.
તે શ્રેષ્ઠ અને સાતત્યપૂર્ણ performance વધારવામાં મદદ કરશે. જ્યારે તેણી પોતાનું best performance કરશે, ત્યારે તે આરોગ્ય સંભાળમાં અંતિમ goal હાંસલ કરી શકશે એટલે કે દર્દીઓને સાજા કરવામાં અને healthy જીવનશૈલી જાળવવામાં મદદ કરશે.
positive Attitude અકસ્માતો અથવા અજાણતાં બનાવો ઘટાડે છે. જો તેણી ખરાબ સ્થિતિમાં હશે તો તે માનસિક રીતે વધુ વિચલિત થશે અને યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશે નહીં. આથી nurse patient ને વધારે નુકશાન પહોચાડી શકે છે.
Nurse તેની કારકિર્દીમાં સારી પ્રગતિ મેળવે છે.
positive Attitude અને વર્તનને આકાર આપવામાં Nurseની મુખ્ય ભૂમિકા હોય છે.
વ્યક્તિનું તેમના હોસ્પિટલમાં રોકાણ અંગેનું positive અથવા negative Attitude તેના પોતાના અગાઉના અનુભવોનું પરિણામ હોઈ શકે છે. આથી, negative વર્તનનું કારણ શોધવાની જવાબદારી nurse ની છે
positive Attitude ધરાવતી Nurse નોકરીના તણાવને વધુ સારી રીતે હેન્ડલ કરવામાં સક્ષમ હોય છે અને મુશ્કેલ પરિસ્થિતિઓને વધુ સારી રીતે હેન્ડલ કરી શકે છે અને તે તેના કેરિયરમાં પ્રમોશન અને પ્રગતિ પ્રાપ્ત કરશે.
Negative વર્તનને positive વર્તનમાં બદલો જે દર્દીઓની સારવારમાં મદદ કરે છે.
સફળ અને કાર્યક્ષમ nurse બનવા માટે નીચેના attitude ના લક્ષણો ધ્યાનમાં રાખવા જોઈએ:
A: Ambitious in doing his/her task well (પોતાનું કાર્ય સારી રીતે કરવામાં મહત્વાકાંક્ષી)
D: Developing a sense of security to patients (દર્દીઓમાં સુરક્ષાની ભાવના વિકસાવવી)
E: Efficient and skillful care given to patients (દર્દીઓને આપવામાં આવતી કાર્યક્ષમ અને કુશળ સંભાળ)
F: Firmness (મક્કમતા)
G: Grow professionally (વ્યવસાયિક રીતે વિકાસ કરો)
I: Interest in the problems and difficulties of other people (અન્ય લોકોની સમસ્યાઓ અને મુશ્કેલીઓમાં રસ રાખવો)
J: Respect for judgment of others (અન્યના નિર્ણયનો આદર કરવો)
K: Knowledgeable
CHANGES IN ATTITUDE (વલણમાં ફેરફાર):
FAMILY(ફેમેલી):
parents સાથે પ્રથમ ક્રિયાપ્રતિક્રિયા અને અન્ય લોકો સાથે તેમનું જોડાણ, લોકો સાથે વ્યવહાર કરવામાં help કરે છે.
માતા-પિતાનું આદરપૂર્ણ અને નમ્ર Attitude ખાસ શીખવવામાં આવ્યા વિના અન્યનો આદર કેવી રીતે કરવો તે શીખવામાં મદદરૂપ થાય છે:
PEERS FRIENDS (સાથી મિત્રો):
અવલોકન દ્વારા પણ attitude બદલાય છે. જેમ જેમ બાળકો મોટા થાય છે તેમ તેમ તેઓને તેમના friends સાથે વાતચીત કરવાની વધુ તકો મળે છે.
બાળકો તેમના friends ની જેમ વધુ વર્તે છે. તેઓ તેમના મિત્રો સાથે વધુ સંપર્ક કરે છે, તેમના behaviour માં વધુ ફેરફાર થાય છે.
SCHOOL (શાળા):
શાળા પણ attitude ને આકાર આપે છે. teachers, શાળાના વાતાવરણનો પ્રકાર આ બધું આપણા attitude માં મોટા ફેરફારો કરે છે.
SOCIAL NORMS (સામાજિક ધોરણો):
સામાજિક ધોરણો attitudeને મજબૂત અથવા નબળા બનાવી શકે છે. અન્ય લોકો શું કરે છે તે વિશેની માન્યતાઓ અથવા જો કોઈ વ્યક્તિ સમાજના ધોરણો વિરુદ્ધ performance કરે છે તો અન્ય લોકો શું વિચારશે તે positive અથવા negative રીતે attitude ને અસર કરી શકે છે.
MASS MEDIA (માસ મીડિયા):
News papers, TV – ટેલિવિઝન, મૂવી, રેડિયો વગેરે જેવા સમૂહ માધ્યમો પણ આપણા Positive અને negative attitude ને આકાર આપવા માટે જવાબદાર છે.
PERSONAL EXPERIENCE (અંગત અનુભવ):
અંગત અનુભવ પણ attitude ને આકાર આપવા માટે જવાબદાર છે.
ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિને રોડવેઝ બસમાં મુસાફરી કરતી વખતે કડવો અનુભવ થયો હોય, તો રોડવેઝની બસમાં મુસાફરી કરવા વિશે તેનું વલણ negative બનશે.
HABITS (આદતો):
Habit એ આપણા જીવનનો એક મોટો ભાગ છે.
Habits એ આપણા અસ્તિત્વના સૌથી પ્રભાવશાળી પરિબળમાંનું એક છે, કારણ કે આપણા actions, આપણા responses, આપણા decisions, આપણી life style બધું આપણી Habits દ્વારા સંચાલિત થાય છે.
કોઈ ચોક્કસ activity કે જે વ્યક્તિ વારંવાર unconscious રીતે નિયમિતપણે કોઈ પણ activity કરે છે તેને આદત તરીકે ઓળખવામાં આવે છે.
Habit એ એક વર્તન છે જે તમે વિચાર્યા વિના અને unconscious આપોઆપ કરો છો.
automatic આપમેળે જે પ્રક્રિયા થાય છે તેને આદત કહેવામાં આવે છે. જેમ કે કોઈને નખ મોઢામાં નાખવાની ટેવ હોય, કોઈ ને ઉઠીને નાહી-ધોય ને પૂજા-પાઠકરવાની ટેવ એમ ઘણી ટેવ હોય છે.
Habit એ વર્તનની વારંવાર કરવામાં આવતી બેભાન પેટર્ન છે જે વારંવાર પુનરાવર્તન દ્વારા પ્રાપ્ત થાય છે.
Habit એ behaviour ની સ્વચાલિત દિનચર્યા છે જે વિચાર્યા વિના નિયમિતપણે પુનરાવર્તિત થાય છે
Habit ને શરૂ કરવા માટે હંમેશા ઉત્તેજનાની જરૂર હોય છે દા.ત. કોઈપણ ઉત્તેજક પરિબળ.
Habit ખૂબ જ સરળતાથી નકલ કરી શકાય છે
જેટલી વધુ ક્રિયાઓ behaviour માં પુનરાવર્તિત થશે, એટલી જ Habit વધુ મજબૂત બનશે.
TYPES OF HABITS (આદતોના પ્રકારો):
Habit બે હોય છે સારી અને ખરાબ Good & bad Habit
Good Habit (સારી અથવા સ્વસ્થ આદત):
એ એવી વર્તણૂક છે જે વ્યક્તિના physical & mental health માટે ફાયદાકારક હોય છે, જે ઘણીવાર ઉચ્ચ સ્તરની discipline અને self control સ્વ-નિયંત્રણ સાથે જોડાયેલી હોય છે.
ઉદાહરણો છે નિયમિત વ્યાયામ, યોગ્ય રીતે સંતુલિત આહાર, કસરત કરવી, smoking ન કરવું, healthy ખોરાક લેવો, તમારા વિશે વધુ સારું અનુભવો, દરેક વસ્તુની વધુ પ્રશંસા કરવી અને દરરોજ આભારી બનવું, વધુ વ્યવસ્થિત બનવું, yoga કરવા, positive attitude સાથે દિવસનો સામનો કરવો વગેરે.
ખરાબ ટેવો બનાવવી સરળ છે પણ છોડવી અત્યંત મુશ્કેલ છે.
સારી ટેવો બનાવવા માટે વધુ સમય લાગે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે સારી આદત બનાવવા માટે વ્યક્તિને ઓછામાં ઓછા 3 અઠવાડિયા લાગે છે.
HABIT FORMATION CYCLE (આદત નિર્માણ ચક્ર):
આદત નિર્માણ ચક્રને આદતોમાં ફેરફારના 3R ની મદદથી સમજાવી શકાય છે. નવી આદત બનાવતી વખતે અને ખરાબ ટેવ તોડતી વખતે 3 R સ્ટેપ પેટર્નને અનુસરે છે.
1. Reminder રીમાઇન્ડર (ટ્રિગર જે વર્તનની શરૂઆત કરે છે). (આદત કરવાથી તમને જે ફાયદો થાય છે)
2. Routine રૂટિન (વ્યવહાર પોતે અથવા વ્યક્તિ જે ક્રિયા કરે છે).
3. Reward પુરસ્કાર (વર્તન કરવાથી જે લાભ મળે છે).
રીમાઇન્ડર/રિઝોલ્યુશન: રિઝોલ્યુશન એ એક મજબૂત નિર્ણાયક પગલું છે જે હેતુપૂર્ણ પગલાં માટે લેવામાં આવે છે. રીઝોલ્યુશન કાર્યોને પૂર્ણ કરવાની અને લક્ષ્યો સુધી પહોંચવાની ક્ષમતામાં સહાયક પર આધાર રાખે છે.
રૂટિન/રીહર્સલ: નવી આદતનું રિહર્સલ આદતની રચનામાં મદદ કરે છે.
પુરસ્કાર/પુનરાવર્તન: એક નવી વર્તણૂક માત્ર ત્યારે જ આદત બની જાય છે જ્યારે તેને સ્વચાલિત વર્તન બનાવવા માટે પૂરતા સમય માટે પુનરાવર્તિત કરવામાં આવે છે.
જો પુરસ્કાર સકારાત્મક છે, તો પછી જ્યારે રીમાઇન્ડર થાય ત્યારે વ્યક્તિ ફરીથી નિયમિત પુનરાવર્તન કરવા માંગશે. એક જ ક્રિયાને પૂરતી વખત પુનરાવર્તિત કરો અને તે આદત બની જાય છે
BREAKING OF BAD HABITS (ખરાબ આદતો તોડવી):
BAD HABITS વ્યક્તિને તેના લક્ષ્યોથી દૂર રાખે છે જે તે તેના જીવનમાં પ્રાપ્ત કરવા માંગે છે.
BAD HABITS વ્યક્તિના સમય અને શક્તિનો બગાડ જ નથી કરતી, તે વ્યક્તિના physical & mental health માં પણ ફેરફાર કરે છે.
Tension અને વ્યસન એ BAD HABITS ની રચના માટે જવાબદાર મુખ્ય પરિબળો છે.
BAD HABITS ને તોડવાને બદલે BAD HABITS ને નવી આદતથી બદલો જે સમાન લાભ પ્રદાન કરે છે.
ઉદાહરણ તરીકે, જ્યારે તમે તણાવમાં હોવ ત્યારે ધૂમ્રપાનની BAD HABITS ને બંધ કરવાને બદલે, તમારે તણાવનો સામનો કરવા માટે એક અલગ રીત સાથે આવવું જોઈએ અને ધૂમ્રપાન કરવાની ઇચ્છા અનુભવતી વખતે નવી ટેવ કે આદત કે જે positive હોય અને સારી અસર પડે.
દરેક વ્યક્તિને ઓછામાં ઓછી એક ખરાબ ટેવ હોય છે. પછી ભલે તે ફેસબુક પર વધુ પડતું શેર કરવું, junk food ખાવું અથવા ફરજિયાત ખરીદી કરવી.
BAD HABITS વ્યક્તિના happiness, health અને સામાજિક સંબંધોને નુકશાન પહોચાડે છે.
ઉદાહરણ તરીકે, દીર્ઘકાલીન વિલંબના કિસ્સામાં, જ્યારે વ્યક્તિ સતત સામાજિક વ્યસ્તતાઓ અથવા મીટિંગ્સ માટે સમયસર પહોંચવામાં નિષ્ફળ જાય છે અને અન્ય લોકો તેની રાહ જોતા હોય છે. આખરે, તે છૂટક મિત્રો કે નોંધપાત્ર અન્ય તરફ દોરી શકે છે. અને જો તે કામ પર આ કરે છે, તો સંભવતઃ તે નોકરી ગુમાવશે.
અન્ય BAD HABITS ના જીવલેણ પરિણામો હોય છે જેમ કે ખોટો અને બહાર નો ખોરાક ખાવો અને કસરત કરવામાં નિષ્ફળતા, ધૂમ્રપાન અને ડ્રગ્સ અને આલ્કોહોલનો દુરુપયોગ, બિનજરૂરી શોપિંગ નાણાકીય સ્થિરતા અને માનસિક સ્વાસ્થ્યને જોખમમાં મૂકવું; અને તેથી વધુ કેટલીક BAD HABITS બદલવા માટે પ્રોફેશનલની મદદની જરૂર પડી શકે છે.
વર્તન પરિવર્તનના મૂળભૂત પગલાઓને સમજવાથી પ્રક્રિયા શરૂ થઈ શકે છે જે નીચે વર્ણવેલ છે.
1. ખરેખર પોતાને બદલવા અને મનાવવા માંગો છો
વ્યક્તિ જે નક્કી કરે છે તે બદલી શકે છે. તે તેની BAD HABITS ને પણ બદલી શકે છે.
તે તેની BAD HABITS ની પ્રકૃતિ વિશે જેટલો વધુ પ્રામાણિક છે, તેટલી જ તે પરિવર્તન તરફના માર્ગ પર આગળ વધવાની શક્યતા વધારે છે.
તે કદાચ તેની BAD HABITS ની યાદી રાખીને શરૂઆત કરવા માંગે છે જેમ કે તે કેટલી વાર મોડો પડ્યો છે, વધારે ખાય છે, ધૂમ્રપાન કરે છે, વધુ પડતો દારૂ પીવે છે વગેરે.
એકવાર તેણે નક્કી કર્યું કે તે બદલવા માંગે છે, પોતાને ખાતરી કરો કે તે તેના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સક્ષમ છે. અન્ય લોકોને સફળતાપૂર્વક બદલાતા જોવું એ પ્રેરણાદાયક છે. પરંતુ તેણે પોતાનામાં શું પરિવર્તન આવે છે તે જોવાની જરૂર છે.
2. આંતરદૃષ્ટિ મેળવો જે આદતનું કારણ બને છે
એકવાર વ્યક્તિ તેના આંતરિક હેતુઓ અને બાહ્ય પ્રોત્સાહનોને શોધી કાઢે છે જે BAD HABITS નું કારણ બને છે, તે તેમને બદલવા તરફ આગળ વધશે.
જે BAD HABITS નું કારણ બને છે તેવા ટ્રિગર્સને શોધીને, attention, happiness, excitement વગેરે જેવી ખરાબ આદતને વધુ મજબૂત બનાવતા પરિણામો પર ધ્યાન આપો. પછી આ પરિણામોનો ઉપયોગ good habits કેળવવા ઈચ્છતા હોય તે માટે કરો.
3. પેલા reasonable goals set કરો
BAD HABITS ને પડતા વર્ષો લાગે છે. તે BAD HABITS ને એક ક્ષણમાં છોડવી મુશ્કેલ છે એટલી સહેલી નથી.
તે જે goals મેળવવા માંગે છે તેના આધારે time table બનાવો. ઉદાહરણ તરીકે, બેઠાડુ life style ને change કરવા માટે, દરરોજ 5 થી 10 મિનિટથી ધીમે ધીમે વ્યાયામ કરો, પછી ધીમે ધીમે એક week માટે દરરોજ 5 મિનિટ વધુ સાથે કસરત નો સમય વધારો.
4. progress ને માપો અને નિરાશ ન થાઓ
જો કોઈ વ્યક્તિ તેના અંતિમ goal સુધી પહોંચવા જઈ રહ્યો હોય, તો તેને જાણવાની જરૂર છે કે તે કેટલું સારું કરી રહ્યો છે.
કોઈ goal પ્રાપ્ત કરવ માટે ડાયરી રાખી શકાય. એક કેલેન્ડર પણ mark કરી શકાય.
તમારા રોજિંદા regular schedule વચ્ચે કોઈ પણ discourage થી નિરાશ થવું નહીં
તેના બદલે તે શા માટે થયું તે શોધવાનો પ્રયાસ કરો. આ ઘટનાઓની ડાયરીમાં નોંધ કરો અને આ BAD HABITS ને બદલવા વિશે વિચારો કરો.
5. જો BAD HABITSબદલવી મુશ્કેલ સાબિત થઈ રહી હોય તો વધારાનો support મેળવો
friends, family, teachers, supervisiors અથવા માર્ગદર્શકોના સમર્થન લેવામાં આવે છે જે શ્રેષ્ઠ રીત છે.
મદદની જરૂર છે તેનો અર્થ એ નથી કે વ્યક્તિ નિષ્ફળ થઇ ગઈ છે. તેનો અર્થ એ છે કે પરિવર્તન માટે શરૂઆતમાં અપેક્ષિત કરતાં વધુ સંસાધનોની જરૂર પડશે.
IMPORTANCE OF GOOD HABIT FORMATION FOR A NURSE (Nurse માટે good habits ની રચનાનું મહત્વ):
Nurse બનવું એ એક વાત છે અને ઉચ્ચ Skillful Nurse બનવું એ અલગ બાબત છે.
એક ઉચ્ચ કાર્યક્ષમ Nurse tension વાળી સમસ્યાઓ હોવા છતાં શાંત રહેવા અને તેના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં સક્ષમ હોવી જોઈએ.
Good habits stress ઓછો કરવામાં મદદ કરે છે.
Tension વાળી પરિસ્થિતિને શાંતિથી હેન્ડલ કરવાની capacity ધરાવતી nurse પાસે દર્દીઓ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની સૌથી મોટી તકો હોય છે.
Good habits વ્યક્તિ માટે ફાયદાકારક છે કારણ કે જ્યારે તે નિયમિત બને છે ત્યારે તેને મર્યાદિત જ્ઞાનાત્મક ક્ષમતાઓની જરૂર હોય છે.
Good habits સમય અને મહેનતનો ખર્ચ પણ ઘટાડે છે કારણ કે કોઈ વ્યક્તિ સારું પ્રદર્શન કરી શકે છે જેની પાસે કેટલાક નવા options શોધવાને બદલે પહેલેથી જ good habits હોય છે
Good habits stress અને tension ને ઘટાડે છે.
જ્યારે કોઈ habit પ્રાપ્ત થાય છે, ત્યારે તેને કોઈ પ્રયત્નો અને સભાન ધ્યાનની જરૂર નથી
habit આપોઆપ અને automatic બની જાય છે.
habit થાક ઘટાડે છે.
ક્રિયાઓ રીપીટ થઇ automatic અને આપોઆપ બને છે. શરૂઆત માં જે કામ વધારે difficult લાગતું હોય તે જ કામ ધીમે ધીમે એકદમ સરળ બની જાય છે.
Habits nurses ને જે જગ્યા એ કામ કરે છે ત્યાં સરળ કામગીરી કરવામાં help કરે છે.
Habits time બચાવે છે કારણ કે તે આપોઆપ બને છે અને unconscious થાય છે એટલે ઓછુ ધ્યાન આપવાથી કામ સરળતાથી થાય છે.
Nurse ના action અને movement સરળ, ઝડપી અને વધુ સચોટ બને છે.
આ બધા ફાયદાઓ હોવા છતાં, habits ના ગેરફાયદા પણ છે. અમારી ક્રિયાઓ સ્ટીરિયોટાઇપ બની જાય છે.
વ્યક્તિને નવી situation ને adjust કરવામાં મુશ્કેલી પડે છે.
habits વ્યક્તિની feelings, thinking અને creativity ને મારી નાખે છે, આમ આપણને feelingless બનાવે છે. તે આપણને physical & mentaly અસર કરે છે.
ઉદાહરણ તરીકે, schoolમાં લંચ બ્રેકના સમયમાં કોઈ changes થાય તો student physical & mentaly પરેશાન થાય છે. આદતો આપણી અન્ય activities માં પણ દખલ કરે છે.
જ્યારે પહેલેથી અસ્તિત્વમાં રહેલી આદત હોય, ત્યારે નવી માહિતીને ગણતરીમાં લેવામાં આવતી નથી.
તેમજ લાંબા ગાળાના outcome ની સરખામણીમાં લોકો ટૂંકા ગાળાના result માટે વધુ perticular છે. લાંબા ગાળે તેના negative outcome ને કારણે habits ને બદલવાની જરૂર છે.
પરંતુ આદત બદલવી વધુ મુશ્કેલ છે જો તે વારંવાર repeated થાય છે.