skip to main content

1.નરસિહ મહેતા આદિ કવિ

1.નરસિહ મહેતા આદિ કવિ

સમય : ઇ. સ. : 1414 થી 1480 ( પંદરમી સદી

➡️પૂરું નામ : નરસિંહ કૃષ્ણદાસ મહેતા

➡️જન્મસ્થળ : તળાજા ( ભાવનગર ) મૃત્યુ : માંગરોળ 

➡️કર્મભૂમિ : જુનાગઢ

➡️ઉપનામ : નરસૌયો , ભક્ત હરિનો , આદિ કવિ

➡️માતા : દયાકુંવર

➡️પિતા : કૃષ્ણદાસ ( વડનગરના બ્રાહ્મણ કુટુંબ )

➡️લગ્ન : 16 વર્ષની વયે માણેકબાઈ સાથે

➡️સંતાન : પુત્ર – શામળદાસ / પુત્રી – કુંવરબાઈ

➡️વખણાતુ શાહીત્ય : પદ ( પદો ગાતા ત્યારે ‘ કરતાલ ‘ વગાડતા )

➡️જ્ઞાતિ : વડનગરા બ્રાહ્મણ

➡️ઉછેર : જુનગાઢ : મોટાભાઇ બંસીધરને ત્યાં

નરસિંહ 9 વર્ષના થયા છતાં તેઓ બોલી શકતા ન હતા પણ એક દિવસ એક સંત ભિક્ષા માંગવા બારણે આવ્યા એમની કૃપયા દ્રષ્ટિથી મૂક નરસિહ ‘ રાધા – કૃષ્ણ ‘ નામ ઉચ્ચારવા લાગ્યા એવી રીતે ચમત્કારિક નરસિહ મહેતા બોલતા થયા. 

યાદ રાખવા જેવી બાબતો

  1. સૌ પ્રથમ મોટા જૈનેતર કવિ
  2. નરસિંહ મહેતા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સાહિત્યક દ્રષ્ટિએ પ્રથમ કવિ ગણવામાં આવે છે.

૩. જ્ઞાનમાર્ગી કવિ,પદના સર્જક, પ્રભાતિયાના સર્જક, ભજનના સર્જક

  1. નરસિહ મહેતા ઉપર કવિ જયદેવની કૃતિ ‘ ગીતગોવિંદ ‘ નો વિશેષ પ્રભાવ પડ્યો હતો.
  2. તેમની કૃતિ ‘ સુદામા ચરિત્ર ‘ માં આખ્યાનના બીજ જોવા મળતા હોવાથી તે ગુજરાતી ભાષાની પ્રથમ આખ્યાન કૃતિ ગણાય છે.
  3. નરસિહ મહેતાની હારમાળા કૃતિમાં રા ‘ માંડલીકની ચમત્કારી ઘટનાઓનો પ્રસંગ જોવા મળે છે.
  4. નરસિહ મહેતા રા ‘ માંડલિક ના સમકાલીન હતા
  5. નરસિહ મહેતાને આદિ કવિ કહેનાર : ઉમાશંકર જોશી એ આપ્યું
  6. નરસિહ મહેતાના પ્રભાતિયાને ‘ પ્રાકૃત ઉપનિષદ ‘ કોણે કહ્યું : કેશવ હર્ષ ધ્રુવ

Published
Categorized as COH-ગુજરાતી સાહિત્ય, Uncategorised