skip to main content

3.ભાલણ આખ્યાનના પિતા

સમય : 15મી સદી

➡️જન્મસ્થળ : પાટણ ( પાટણમાં ભાલણની ખડકી આવેલી છે)

➡️સમય  : 15 મી સદી

➡️ઉપનામ : ગુજરાતી આખ્યાનના પિતા , ગુજરાતી ભાષાને સૌપ્રથમ ‘ ગુર્જર ભાખા ‘ કહેનાર

➡️મૂળનામ  : પરુષોત્તમ તરવાડી

➡️જ્ઞાતિ : મોઢ બ્રાહ્મણ

➡️પુત્ર : ઉદ્ધવ અને વિષ્ણુદાસ

➡️ગુરુ : બ્રહ્મપ્રિયાનંદ અને શ્રીપાદગામના લોકો ભાલણને ‘ પુરુષોત્તમ મહારાજ ‘ તરીકે બોલાવતા

➡️શિષ્ય : ભામ

પાટણમાં આવેલું ભાલણનું ઘર

ધોરણ : 11 – ગુજરાતી

પહેલી પંક્તિના છેલ્લા શબ્દ બીજી પંક્તિના છેલ્લા શબ્દ વચ્ચે પ્રાસ રચાઇ તેને અંત્યનુપ્રાસ કે પ્રાસાનુપ્રાસ અલંકાર કહે છે.

➡️ગુજરાતી સાહિત્યમાં આખ્યાન સ્વરૂપના બીજ નરસિહ મહેતા પાસેથી મળે છે.

➡️પરંતુ આખ્યાનના પિતા ભાલણને ગણવામાં આવે છે.

➡️ભાલણે આખ્યાનને વ્યવસ્થિતરીતે ‘ કડવા ‘ સ્વરૂપમાં ગોઠવણી કરી

➡️ભાલણ સંસ્કૃત ભાષાના સારા અનુવાદક હતા.

➡️ભાલણે મધ્યકાળની ગુજરાતી ભાષાને ‘ ગુર્જરભાષા ‘ સંજ્ઞાથી ઓળખાવી તેમજ ગુજરાતી ભાષામાં આખ્યાન શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કર્યો હતો.

➡️( ગુર્જર ભાખાએ નલરાના ગુણ મનોહર ગાઉ – એ પંક્તિ દ્વારા ગુજરાતી ભાષાને સૌ પ્રથમ ‘ ગુર્જર ભાષા ‘ કહેનાર )

➡️8 મી સદીના મધ્યકાળમાં થયેલ હર્ષવર્ધનના દરબારના કવિ  બાણભટ્ટ દ્વારા મૂળ ગધ્યમાં રચિત ‘ કાદંબરી ‘ નું ગુજરાતી પદ્યમાં ભાલણે અનુવાદ કર્યો હતો.

➡️રામાયણનો સૌ પ્રથમ ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો.

➡️ગુજરાતી ભાષાના પ્રથમ અનુવાદક ગણવામાં આવે છે.

➡️કે. કા . શાસ્ત્રીના મત મુજબ ભાલણ મધ્યકાળના શ્રેષ્ટ અનુવાદક કવિ હતા.

➡️ભાલણ :  વાત્સલ્ય ભક્તિના કવિ

➡️નરસિહમહેતા : ભક્તિ શૃંગારના કવિ

સાહિત્ય સર્જન

➡️અનુવાદ : કાદંબરી , સપ્તશતી

➡️શિવકથા આધારિત કૃતિ : શિવ – ભીલડી સંવાદ

➡️ભાગવત પુરાણ આધારિત આખ્યાન : ધ્રુવાખ્યાન , નળાખ્યાન , મૃગીઆખ્યાન , જાલંધરાખ્યાન

(શિવપુરાણની શિકારીની કથાવાળું)

➡️રામાયણ આધારિત આખ્યાન : રામવિવાહ , રામાયણ , રામબાલચરિત્ર

➡️મહાભારત આધારિત આખ્યાન : દ્રોપદી વસ્ત્રાહરણ , નળાખ્યાન

➡️પૌરાણિક વસ્તુ પર આધારિત આખ્યાન : મામકી આખ્યાન 

➡️દશમસ્કંધ

3. ભાલણ PYQ

Q.1 ‘ આખ્યાન ‘ સંજ્ઞાનો સૌ પ્રથમવાર કોણે ઉપયોગ કર્યો ?

A. નાકર

B. ભાલણ

C. પ્રેમાનંદ

D. શામળ

Q.2 ગુજરાતી કવિ ભાલણની સમાધિ કયા આવી છે?

A. સોનગઢ

B. પ્રભાસ પાટણ

C. પાટણ

D. સિદ્ધપૂર

Q.3 ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા.. છે.

A. પ્રેમાનંદ

B. ભાલણ

C. અખો

D. નરસિહ

Published
Categorized as COH-ગુજરાતી સાહિત્ય, Uncategorised