▶️ભૂંડું : ખરાબ
હવારે : સવારે
તળે : નીચ
છાંય : છાંયડો
પરશ : સ્પર્શ
પરભાતિ : પ્રભાતિયા
ગોઝારી : હત્યારી
સમે : સમયે
ખાજ : ખોરાક
થિયો : થયો
લવારો : બબડાટ
બોન : બહેન
ધોખો : ફરિયાદ
તળ : તળિયું
કેની : કોઈની
લાગ : તક,મોકો
ઉજાશે : અજવાળે
ધરવ : તૃપ્તિ
જડે : મળે
વાતું : વાતો
કળજગ : કળયુગ
▶️દહાડો: દિવસ
સમણું: સ્વપ્નું
અઢેલીને:અડીને
મઈનો: મહિનો
પા’ણો: પથ્થર
રાખસી : રાખતો
મે’ણું: મહેણું,મર્મવચન
ઈથોનો : તેનો
ભૈસાબ: ભાઈસાહેબ
સાપ્પાવાનું : છાપવાનું
કુટાવું: અથડાવું
ઓળો: છાંયો, પડછાયો
હેંડો : ચાલો
ચાંલ્લો : ચાંદલો
કાખ:કેડ
ચલેશ : ચાલે છે
ખાટવું : લાભ થવો
લપૂડું : લપલપયું
કોરું: સૂકું
નચંત : નચિંત
▶️વચાર્ય : વિચાર
અગાડી : આગળ
અણબોટ : શુદ્ધ
આપડે : આપણે
મોર્ય : આગળ
આબોકાર : આવકાર
અટાણે : અત્યારે
અંગારા : દેવતા
અડાણી : રકાબી
નરાતાર : નર્યુ
અડાયું : છાણું
આથર : પાથરણું
અચંબો : આશ્ચર્ય
ઈમા : એમા
આભલું : આકાશ
આયાં : અહીં
આયું : આવ્યું
આલો : આપો
અતારે : અત્યારે
હટાણું : ખરીદી
▶️વાવડો : વાયરો
ગેસાળી : ધૂળ
ચંત્યા : ચિંતા
હામ : હિંમત
વાવડ : સંદેશો
પાસલો : જાળ
ઊની:ગરમ
સંધાય : બધા
પત : આબરૂ
તાનમાં : ગેલમાં
પાશ : રંગ
પનારો : સાથ
લૂગડાં : કપડાં
ગાફેલ : અસાવધ
ઓમ : આ રીતે
રાંધણિયું : રસોડું
નવેણ : રસોડું
ડોળી : ફળ
કમકમા : ધ્રુજારી
નો રહ : ના રહે
▶️બોચી : ગરદન
રાખ્ખસ : રાક્ષસ
તળ : તળિયું
મજિયારું : સહિયારું
કુટેવ : ખરાબ લત
સાંતી : હળ
બોન : બહેન
ઠોલવું : તોડી ખાવું
ધમારવું : સ્નાન કરવું
ઓથ : સહારો, આશરો
નર્ખુ : નીરખું,જોઉં
જડિત : જડેલું
મડા : મડદું
આળિયો : બખોલ , ગોખલો
બાધ : મનાઈ /પ્રતિબંધ
ખડૂકો : ધોધ
શયતાન : બદમાશ
ઓસાણ :સ્મૃતિ/ યાદ
રમણા : ઉજવો
વાર : વિલંબ
રૂદે : હદયમાં
▶️બાપડા : બિચારા
જગન : યજ્ઞ
વાંઢો : કુંવારો
આવરદા : આયુષ્ય
રમમાણ : તલ્લીન
નઠારું : ખરાબ
પોગળ : પોકળ
ફાચર : વિઘ્ન
જોસ્સો : જુસ્સો
ઝાંઝરિયા : આભૂષણ
તાનમાં : ગેલમાં
ધધૂડો : ધોધ
જેઠ : જે
એકલડો : એકલો, જાતે જ
ઓમ : આ રીતે
કૂથલી : નિંદા
ચલેશ : ચાલે છે
તેહ : તે
પિયારું : પારકું
વાસ : વસવાટ
ઝોળી : ઝૂલતી થેલી
કુણ : કોણ
ચેટલાં : કેટલાં
પિછાણ : ઓળખાણ
તાણ : ત્યારે
તીરથ : તીર્થ
હટાણું : ખરીદી
મોર : આગળ
▶️વાંહે : પાછળ
નવાણું : જળાશય
ભેરુ : મિત્ર
હડફ : એકાએક
કાં: કેમ , કેવી રિતે
ઓલીપા : પેલી બાજુ
આણીપા : આ બાજુ
ખોરડું : ઝૂંપડું
ભળકડે : સવારે
પિયારુ : પ્યારકુ , પ્યારું
માલેક: માલિક
ફોડ : સ્પષ્ટતા
રિડિયો: રાડ
મગતરુ : મચ્છર
મુલક : મુલ્ક,પ્રદેશ
પડતપે: તડકામાં
ઘડો : ઘટ
મનેખ: માણસ
ખટ : છ
રશની: દર્શનની
ટહાણ : પહાણ , પાષાણ
ઝાઝા: પુષ્કળ.
▶️વાલેશરી : વ્હાલું.
મકર : નહિ તો.
બૂતાં : તાકાત, શક્તિ.
બવ : બહુ.
વવ : વહુ.
રખોપું : રક્ષણ.
નોતરું : આમંત્રણ.
પુનઈ : પુણ્ય.
આવરો : આવક.
નીમ : નિયમ.
નમાયું : મા વિનાનું.
પલ્લો : અંતર, છેટું.
ઊઘલવું : વિદાય.
રમમાણ : તલ્લીન.
વાવડી : વાયરો, પવન.
નભરમું : અશુભ.
પાશ : અસર.
વડેરાં : વડીલો.
અભેમાન : અભિમાન.
પરભારું : બારોબાર.
જશન : ઉત્સવ.
ખડકી : બારણું.
બૂતાં : તાકાત, શક્તિ.
કમાડ : નકુચો.
સેબ : સાહેબ.
માલીપા : અંદર.
કાજગરો : કામગરો.
બેપડી : ઘંટી.
▶️જથરવથર : અસ્તવ્યસ્ત
છોડી : છોકરી
ધંઘોળ :શોધવું
હાહુ : સાસુ
છૈયું : છોકરું
છેક : પર્વત
જંતર : વાંજિત્ર
ચૈતર : ચૈત્ર
હાપ : સાપ
ઘીરે : ઘરે
ચોપાડ : ઓશરી
ગળ : ગોળ
ગોજ : પાપ
ચૌટું : બજાર
ચૂધડો : કંજૂસ
ચ્યારનો : ક્યાર નો
ગોધો : આખલો
ગોઠિયણ : સખી
છાક : નશો
ચેહ : ચિતા
▶️નમનતાઈ : નમ્રતા.
ઝકોર : મોજમજા, આનંદ.
ખલાં : ખિસકોલાં.
કો: કોઈ
ભાગિયું : ભાગીદાર
ખડબો : ઉંચાઈવાળો ભાગ.
છેક : અંત
બચ્ચું : બાળક
ઠામ : સ્થાન
ઠેબે : ઠોકરે
કંટરાટી : કોન્ટ્રાક્ટર
નેન : નયન
ગોખું સુ : ગોખું છું.
જુહાર : નમસ્કાર, વંદન, પ્રણામ.
ખુરામણ : વિશ્વાસઘાત, દગો.
લચ્છમન : લક્ષ્મણ
ડગ : પગ
ફર્ક : તફાવત
પ્રાક્રમી : પરાક્રમી.
જાટલીમેન : જેન્ટલમેન.
મુલંક : પ્રદેશ
જૂતી : ખાસડું
ખાબકવું : ત્રાટકવું
કરિયાં : કર્યા
કરડાકી : કટાક્ષ
લગન : લગની
મુડદું : મડદુ, શબ
વેળા : સમય
ઝાઝા : પુષ્કળ
સાખે : સાક્ષીએ
કને : પાસે
રવરવતું : ચચરતું
છીપવું : સંતોષાવું
ભોંય : તળિયું
ભાગ : ભાગ્ય
ભાય : ભાઈ
પેઠે : જેમ
ફાંટ : ખોબો
▶️પોર : પ્રહર
લૂઢકવું : ગબડવું
સમાણું : સરખું
સાખે : સાક્ષીએ
દીઠું : જોયું
બાઈ: સ્ત્રી
ગલઢેરાં : ઘરડાં
બરડો :પીઠ
જનમી : જન્મી
પાંગળું : પંગુ
લાંક : મરોડ
રાસ : મેળ
તીરથ : તીર્થ
ગરવાઈ : ગોરવ
ધૂમ : ધૂમાડો
અજુગતું : અયોગ્ય
કુણ : કોણ
તિરમલ : નિમળ
છાક : નશો
રખોપું : રક્ષણ
સરગ : સ્વર્ગ
વખ : વિષ, ઝેર
મેજબાન : યજમાન
અચિરજ : અચરજ
વારી : ક્રમ, વારો
▶️ભઠ્ઠ : ધિક્કાર
કમ્મખો : કમખો, કાપડું
ઉથાપવું : ઉલ્લંઘવું
પુરેટી : ઘાસનો નાનો પૂળો
અભાગણી : અભાગિની
તોર : મિજાજ, અહંકાર
કોથલી : થેલી
પુત્તર : પુત્ર
ઉલાળિયો : આગળિયો
ધ્રો : ધરો (વનસ્પતિ)
ધોકઈણુ : ધોકણું, ધોકો
આંછયે : આંખે
પેખવું : દેખવું, જોવું
કોડ : અરમાન
ઘાંખ : ઝંખના
અમિયેલ : અમૃત
અમોલું : અમૂલ્ય
લૂખું : રુક્ષ
ચંગું : રૂડું, સ્વચ્છ
માડુ : માણસ
ગોરમા : ગૌરમા, પાર્વતી
બેહો : બેસો
બાબ્ભૈ : બાબુભાઈ
અમથી : કારણ વિના
▶️ખેપ : મુસાફર
કુણ : કોણ
ધીસત : ફોજ
અંગારા : દેવતા
ગળ : ગોળ
કોચકી : દોણી
અનભે : નિર્ભય
ક્યમ : કેમ
છાક : નશો
ટાયલાં : શેખી
ધૂમ : ધુમાડો
હૈયું : છોકરું
અગાડી : આગળ
કેની : કોઇની
ગોજ : પાપ
અચંબો : આશ્ચર્ય
નઠારી : અયોગ્ય
પાંસરું : સીધું
જેતર : વાંજિત્ર
જકિત : યુકિત
કૂથલી : નિંદા
ટીખળ : મશ્કરી
નથ : નથી
અટાણે : અત્યારે
પત : આબરૂ
પસાયતો : ચોકિયાત
છેક : પર્વત
કુણું : કોમળ
ઢોલિયો : ખાટલો
તાસીર : સ્વરૂપ
▶️બુઢ્ઢા : વૃદ્ધ
ફર્ક : તફાવત
અપશરા : અપ્સરા
સંધુ : બધુંય
મડદું : શબ
પા : બાજુ
શા’બ : સાહેબ
લૂઢકવું : ગબડવું
આસ્તે: ધીરેથી
મૉર : આગળ
મરને : ભલેને
પરમાણ : પ્રમાણ, માપે
પોક : બૂમ
ઠઠ : ભીડ
નંઈતર : નહીંતર
પો’ર : પ્રહર
વીશવાસ : વિશ્વાસ
અજુગતું : અયોગ્ય
છાનું : ગુપ્ત
પેજ : ઘેંશ
ઠાઠમાઠ : ભભકો
ધધૂડો : ધોધ
▶️જૂતવું : જોડવું
ચવલી : બે આની
બજવું: વાગવું
પટુ : ચાલાક
વા’ ણ : વહાણ
પસલો : ખોબો
મળિયું : મળ્યું
પેંખણું : તમાશો
ઊઘડે : ખૂલે
પ્રાગડવાસે : સવારે
ખોલકો : ગધેડો
ભોંયો : ભોમિયો
ગવાર : ગુવાર
ભોજલું : માંકડું
ગવાળાં : ગ્રામ્ય જનો
ભુવ : ભૂમિ
જોય : જુએ
પોગળી : ગાંસડી
પાખે : સિવાય
પટૂડું : સ્વાર્થી
▶️પ્રાગડ : સવાર
ચેહ : ચિતા
ગર્ત : ખુમારી
તંદ્રા : આળસ, ઘેન
પનોતા : મંગલકારી
દખ્ખણ : દક્ષિણ
દોથો : ખોબો
એખલાસ : દોસ્તી, મૈત્રી
ઈસમ : વિદ્યા, કલા
અહર્નિશ : હંમેશા, કાયમ
અતલ : તળિયું
દ્વિજ : બ્રાહ્મણ
ધૃષ્ટ : બેશરમ, ઉદ્ધત
મત્સર : અદેખાઈ
વિત્ત : અર્થ, પૈસા
પૂઈ : પીઠ, વાંસો
ઓરતો : અભરખો
જુક્તિ : યુક્તિ
શ્રુતિ : કાન, વેદ
હરિત : લીલું
હવડ : અવાવરું
કંથ : પતિ
પરિમિત : અલ્પ, સીમિત
વિચિ : મોજું, તરંગ
ખંભો : સ્તંભ
▶️જોખમાં : સુખમાં, આનંદમાં
પોંચો : પહોંચો, હાથનું કડું
ભેળું : સાથે, જોડે, ભેગું
અગાધ : પુષ્કળ, અતિ ઊંડું
કાજ : કામ, કારણ, પ્રયોજન
તે વેલાઈ ત્રત : તે વેળાએ તુરત
હાક : બૂમ, હાકલ, હોકારો
નોંધારા : આધાર વગરના
વારી : ક્રમ, વારો, તક, વખત
ધીખું : તપું, ધગધગું
જમતાં’ તા : જમતાં હતાં
ઓચરવું : બોલવું, ઉચ્ચરવું
લ્હેવું : લહેવું, મેળવવું
અય્યાશી : વિલાસી, એશઆરામી
ભારી : ભારે મહત્ત્વનું
બધું : આખું, સઘળું, સર્વ
મેરામણ : મહેરામણ, સમુદ્ર
લાખે : લાખ, સો હજાર
બોખ્યું : બોખ, બખોલ
રૂંવાં / રૂવું : રૂંવાંડા, રોમ, રુવાંટાં
▶️સોટું : સોટી, લાકડી
ચેલો : શિષ્ય
જાનીવાસો : જાનનો ઉતારો
ખંધાઈ : લુચ્ચાઈ
નિવારણ : દૂર કરવું તે
ગણ્યું ગાંઠ્યુ: થોડુંક
બલા : દુઃખ, મુસીબત, ભૂત
ઢસરડો : વેઠ
પણ : પ્રતિજ્ઞા
ઢંક : કાગડો
નકોરડો : કશું ખાધા વિનાનો
ઓસરવું : પાછું ફરવું.
ભેટિયાં : મળ્યાં,મુલાકાત થવી
પરવાર્યા છે : કામ પૂર્ણ કરી લીધું છે.
વેઠ્યું : સહન કર્યું.
કાજો : કચરો, પૂંજો
કોરમું : દાળનો ભૂકો-ચૂરો
ઠસરી : ડોશી
લાંક : મરોડ (કમરનો મરોડ)
ફૂટડું : સુંદર, રૂપાળું
▶️ઓસાણ : ઓળખણ
ઓહાણ : ખ્યાલ
ઓહાણ : યાદ
ઊઠવેઠ : સેવાચાકરી
કુંવાશી : દીકરી
કહાન : કૃષ્ણ
ખાબકવું : ત્રાટકવું
ખેપ : મુસાફર
ગજવું : ખિસ્સે
ગડાફુ : તમાકુ
ઘંઘોળ : શોધવું
ચકવો : ચક્રવાક
છાક : નશો
જોગું : જેટલું
ટાયલાં : શેખી
ઢીંઢોર : ગારમાટીનું
તૈણ : ત્રણ
થાપોટો : ધબ્બો
દોથો : ખોબો
ધીસત : ફોજ
નભરમું : અશુભ
પરથમ : પ્રથમ
ભરુહો : ભરોસો
રવરવવું : ચચરતું
▶️કરમ : કર્મ
લવાર : લુહાર
મદિર : મદ ચડાવે એવું,માદક.
ખેધ : ઈર્ષા, અણગમો.
ખરસણ : એક વનસ્પતિ
સબદમ (ણ) : જલદી
ખમ્મા : ક્ષેમકુશળ રહો
ચસકેલ : ગાંડપણને વશ થયેલું
ગરેડી : ગરગડી, ખરેડી
કમરખ : એક ખાટું ફળ
પુષ્ટ : પોષાયેલું, જાડું
રૂંવે રૂંવે : રૂંવાડે – રૂવાડે
પચીપચા : પચીસપચાસ
વહે : વહન કરવું
પીમળે : સુગંધ
મસ : પુષ્કળ
ખાટ : ખાટલો, ઢાળિયો
મસમોટું : ખૂબ મોટું
વગવસીલું : લાગવગવાળું
દૂજો : બીજો
▶️ઠામ : સ્થાન, સ્થળ, વાસણ
રેઢિયાળ : નિયંત્રણ વિનાનું
નાદર : અસાધારણ, ઉત્તમ
ઘરેડોમાં : એક સરખા રિવાજોમાં
ચકરાવા લઈ : ગોળગોળ ફરતા રહી.
જાનીવાસો : જાનનો ઉતારો
વખડાં : વિષ, ઝેર
સહુયે : સૌથી વધારે
હથ્થ : હાથ (હસ્ત પરથી)
આનંદ છંદે : આનંદની લતમાં
ગણજશ : ગુણ- યશ (કીર્તિ)
ટહાણ : પહાણ, પાષાણ
ભોપો : બેવકૂફ, મૂર્ખ
વહી રહ્યો તો : પસાર થઈ રહ્યો હતો.
ટીંઢોર : ગારમાટીનું.
ભણે ભાવથી : લાગણીથી વાંચવું
પરવાશ્યે : પરોઢિયે
જલાવવું : સળગાવવું,બાળવું
અંગુલિયામાં : આંગળીમાં
પેક : પક્કું, હોશિયાર
ઠોસ : મજબૂત, દૃઢ
નેઠવું : હઠવું, હારી જવું
વરણ : જાતિ કે જ્ઞાતિ, વર્ણ
ખણે તે પડે : ખોદે તે પડે
પોરો : આરામ
ઠારવું : તૃપ્ત કરવું
▶️ભડકવું : ચમકવું, ઓચિંતા ડરવું.
સંહરીએ : પૂરું કરીએ.
ધસકો / ધાસકો : ધ્રાસકો, ફાળ.
નેઠવું : હઠવું, હારી જવું.
રૂડી પેર : સરસ રીતે.
ટિખળ : મજાક, મશ્કરી, તોફાન.
સુધે મારગ : સીધે મારગ.
ઠોસ : મજબૂત, દૃઢ.
વેણ્ય / વેણ / વણ : કપાસનો છોડ.
જેહુ : ધૂળ, રજ.
ભાઠું : રેતીવાળો નદીતટ.
પડણ : નમસ્કાર.
કરબડી / વખર : રાંપડી.
વતુ : હજામત.
અદકેરું (અદકું) : અત્યંત, વધારે, અધિક.
મગજમેટ : ગાંડો, પાગલ.
કાવડું : ધૂર્ત, ઠગારું.
વનેર/વનેરુ : રખડેલ, જંગલી.
પેક : પક્કું, હોશિયાર.
ખમાતો : સહન થતો
▶️વિકલપ : વિકલ્પ
મેલ્યાં : મૂક્યાં
હરખ : હર્ષ
દૂઝવું : ઝરવું
સમાણું : સરખું
વા’લો : વહાલો
ગોપીઉં : ગોપીઓ
ભાળે : જુએ
વટે : પસાર કરે
અજુગતું : અયોગ્ય
વીશવાસ : વિશ્વાસ
જડાવવું : સજ્જડ
પેઠી : પ્રવેશી
વિપદ : વિપત્તિ
વચનું : વચનો
ઉતારણ : ઉતારવું
આણવું : લાવવું
નોધારી : નિરાધાર
ઠાઠમાઠ : વૈભવ
ગોજ : પાપ
▶️ભરમાંડ : બ્રહ્માંડ
પૂરણ : પૂર્ણ
રમમાણ : તલ્લીન
ધૂમ : ધૂમાડો
એકલડો : એકલો, જાતે જ
આફૂડું : એની મેળે
કને : પાસે
હિમારી : તમારી
લગન : લગની
મુલક : પ્રદેશ
ભો : ભય
કહેચ : કહે
કરમ : કર્મ
દીઠું : જોયું
આળ : આરોપ
ઓચ્છવ : ઉત્સવ
લાંક : મરોડ
ધોખો : ગુસ્સો
આલવું : આપવું
આઘે : દૂર
▶️ઢસરડો : વેઠ
ઢંક : કાગડો
લાંક : મરોડ (કમરનો મરોડ)
ચૂડ : આંટી, પકડ
નયણાંની : આંખોની
વેઠ્યું : સહન કર્યુ
બોડારોડા : સાવ બોડું, મૂંડેલા
બગદાટી : ધબધબાટી
ઓસરવું : પાછું ફરવું
પણ : પ્રતિજ્ઞા
ધખ્યા : ગુસ્સે થયા
હોધું : શોધું
નિવારણ : દૂર કરવું તે
ચેવો : કેવો
નેહાળ : નિશાળ
સોટું : સોટી, લાકડી
કોરમું : દાળનો ભૂકો-ચૂરો
હુતુતુતુ: કબડ્ડી
ઝળુંબવું : ઝૂકવું
ભેટિયાં : મળ્યાં,મુલાકાત થવી
▶️ઘરેડોમાં : એક સરખા રિવાજોમાં
ભાંડુ વિજોગ: પરિવારનો ત્યાગ
અંગુલિયામાં : આંગળીમાં
ચકરાવા લઈ : ગોળગોળ ફરતા રહી
આયખું / આય : જીવતર, આવરદા
સહુયે : સૌથી વધારે
વટ : રોફ, ટેક, આબરૂ
હાંજા : શરીરના સાંધા, હિંમત, શક્તિ
ઠારવુ: તૃપ્ત કરવું
ખણે તે પડે : ખોદે તે પડે
ભાય : ભાઈ
દાતાર : દાન આપનાર
કઢિયેલ : કઢાયેલ, ખૂબ ઉકાળેલું
વરણ : જાતિ કે જ્ઞાતિ, વર્ણ
નાદર : અસાધારણ, ઉત્તમ
લેખે લાગવું : ઉપયોગમાં આવવું
જાનીવાસો : જાનનો ઉતારો
એકલ બાંયે : એકલે હાથે
હથ્થ : હાથ (હસ્ત પરથી)
બલા : દુઃખ, મુસીબત, ભૂત
જલાવવું : સળગાવવું,બાળવું
▶️હેવાન : ઢોર, ઢોર જેવું
લોચ : આંસું
ભરિયાં : ભર્યા
ડોબો : અક્કલ વગરનો
કમરખ : એક ખાટું ફળ
લેલિહ : સાપ
રાજિયો : રાજા
અવં લ્યાં લ્યાં : હવે લ્યો લ્યો
ચસકેલ : ગાંડપણને વશ થયેલું
રઈશ : રહીશ
લોહશંકુ : ખીલો
સા’બ : સાહેબ
રે’શે : રહેશે
ફાયા : ફાવ્યા
ખપૂકલી : ઝૂંપડી
ગુજારવું : વિતાડવું
લહેજત : મજા
ઢબૂકવું : વાગવું
સબદમ (ણ) : જલદી
હાલ્લો : સાલ્લો, સાડલો
▶️વટે : ઓળંગે, પસાર કરે
ના’તાં’તાં : નહાતાં હતાં
મજમ : સહિયારું, મજિયારું
ઠાલું : ખાલી, નકામું, ખુલ્લું, નાહક, ફોગટ
કૂથલી : નિંદા, વગોવણી
વરત : ઉખાણું, સમસ્યા, કૂવામાં કોશ ખેંચવાનો દોર
છૂટકો : છૂટકારો, મુક્તિ
કોટિ કોટિ : કરોડો કરોડો
હલચો : નુકસાન, ઘસારો
ભારી : ભારે મહત્ત્વનું
ઓડવું : હોડકું, ખાળવું, રોકવું, સામે ધરવું
મેરામણ : મહેરામણ, સમુદ્ર
કહેણ : કહેરાવવું તે, સંદેશો, હુકમ, વેણ, વચન
પોંચો : પહોંચો, હાથનું કડું
કોર્ય : કોર, બાજુ, તરફ
અગાધ : પુષ્કળ, અતિ ઊંડું
લાડો : વર, લાડકવાયો છોકરો
તે વેલાઈ ત્રત : તે વેળાએ તુરત
ભાઠો : ઢેખાળો, પથરો
ઊજમ : હોંશ, ઉમંગ, ઉદ્યમ
▶️ખપેડો : ઉપરનું છાપરું
ફોરાં : વરસાદના છાટા
હરમાન : હનુમાનજી
લ્હોય/લ્હોવી : લૂછે, લૂછવી
ખડુ : અનુભવી, હોશિયાર, ચાલાક, વયોવૃદ્ધ, અપંગ
વાણલાં / વહાણું : વહાણાં, પ્રભાત
ગાંયજો : વાળંદ, નાઈ, હજામ, મોરની ચાંદલા વગરની મોટી પીંછી
ગાણું : ગીત
ભેળો : સાથે
સઘળા : બધા
કાય : કાયા
ઓરે : નજીક
લાડી : કોમળ કન્યા, નવી પરણેલી વહુ, નવવધૂ
બેલી : ધણી, મુરબ્બી, સહાયતા કરનાર, માલિક
આડ : પ્રતિબંધ, હરકત, આડશ, ભીંત, પડદો
અધગાળે : વચ્ચે
કબંધ : ધડ
આકૂર : શક્તિ, તાકાત, સ્ફૂર્તિ, ચેતના
પાધરું : આડુંઅવળું નહિ પણ સીધું, અનુકૂલ
ગંડેરી : છોલેલી શેરડીના કકડા
▶️ગરિયો : ભમરડો
મળિયું : મળ્યું
ઉ : હું
ગવંડર : ગવર્નર
ઊઘડે : ખૂલે
ગાડર : ઘેટું, મેઢું
અડોઅડ : પાસ પાસે
જવારણ : મેળવણ
ત્યાં લગ : ત્યાં સુધી
જેણા : ધીરજ
કેથે : ક્યાં
ખમાણું : ખમાયું
ઘૂડ : ઘુવડ
ભણવું : બોલવું
જૂતવું : જોડવું
સારથ : વય, ઉમર
તાવવું : કસોટી કરવી
હેવા : આદત, ટેવ
ઝાપટી જવું : ખાઈ જવું
ગાવડી : ગાય
બજવું : વાગવું
તદા : ત્યારે
વા’ણ : વહાણ
વિલસે : શોભે
▶️મેશ : કાજળ
દેઈ :દેહ
ગરેડી : ગરગડી, ખરેડી
વસ્તર : વસ્ત્ર, કાપડ
કિયે વેરીડે : કયા દુશ્મને
અરજણ : અર્જુન
ડુંગરડે : ડુંગર ઉપર
વાશે : વહાવશે, વગાડશે
વડેરું : વડીલ, મોટું, વડ
પુષ્ટ : પોષાયેલું, જાડું
પચીપચા : પચીસપચાસ
પોગશું : પહોંચશું
પોહાય : પોસાય
પિયુ : પતિ
પીંડાર : આહીર, ભરવાડ
બચકી : નાની પોટલી
પડો : મોટું પડીકું
પાડરું : ભેંસનું બચ્ચું
પેંજાર : પગરખું
કંડિયો : કરંડિયો
કે’વાય : કહેવાય
▶️ડિનર : રાત્રિનું ભોજન
વામણું : નીચા કદનું, ઠીગણું
શિરછત્ર : માથાનું છત્ર
ગુર્જર : ગુજરાત
અમીરાત : સમૃદ્ધિ, વૈભવ
કિડની : મૂત્રપિંડ
સરનાઈટ : ઉમરાવનો ખિતાબ
આનુષંગિક : ને લગતું
કૃપાલ : કૃપા કરનાર, ભગવાન
ડાયાબિટીસ : મધુપ્રમેહ
પ્રોટ્રેટ : ચિત્ર, છબી, તસવીર
લેટ / લેઇટ : મોડો
કુસુમસજ્જ : ફૂલથી સજાવેલું
એરકન્ડિશન : વાતાનુકુલિત
બાઉર્નાકયુલર : દૂરબીન
આજાર : માંદુ, બીમાર, ઉપદ્રવ
નિર્વાહ : ગુજારો
પ્રશાન્ત : ખૂબ શાન્ત
પ્રવ્રાજક : સંન્યાસી, સાધુ
સાત્વિક : સત્ત્વગુણવાળું
પલવવું : રાજી કરવું, રીઝવવું
▶️ડોળી : દંભી
દે’જ : દહેજ
ઘો : દો
મેળે : જાતે
શીળો : શીતળ, ઠંડક
હોવે : હા
જરાક : લગીર
શેહ : પ્રભાવ, છાપ
છો : ભલે
શલોક : શ્લોક
પોહાતા : પહોંચ્યા
જળશે : બળશે
ભાયગ : ભાગ્ય
ગોવાળ : ગોપાલ
કોરું: સૂકું
સુખિયો : સુખી
પરગટ : પ્રગટ
વહેણ :વહન
જોસ્સો : જુસ્સો
ત્યહાં / ત્યાંહે : ત્યાં
▶️હંદેહો : સંદેશો
આવડ : આવડત
ઊંડેરું: ઊંડું
ધાજો : દોડજો
તાકોડી : નિશાનબાજ
ટેસડો : મજા
રળનારો : કમાનારો
પોઢવું : સૂઈ જવું
હાટ : બજાર
રે : રહે
હૈયે : હૃદયે
વેણ : વચન, બોલ
સમંદર : સમુદ્ર, સાગર
લેખું/લેખાં : હિસાબ, ગણતરી
વહેરું : માથાબંધણું
દરસે : દેખાય
વે’લેરા : વહેલા
તવ : ત્યારે, તારું, તમારું
આછેરો : થોડો
પરખાય : ઓળખાય
લે’રખી : પવનની લહેર
હને/તુને : તને
જુદ્ધ : યુદ્ધ
સંધા : બધા
ફાંટ : પોટકું, પોટલી
મેડિયું : મેડીઓ
નેહાકા : નિઃસાસા
મ્હોટે : મોટે
⏩કામઢા : ઉદ્યમી, મહેનતુ
લોહવાટ : ચિંતા
નિહાળવું : જોવું
કુણ : કોણ
ભાળ્યું : જોયું
આણેલા : લાવેલા
બડાબૂટ કામ : અપાર કામ
ગવરી : ગાય
કનેથી : પાસેથી
અઢેલવું : ટેકો દેવો
લપાવું : છુપાવું
ધાવું : દોડવું
ભાંડરડા : નાના ભાઈ-બહેન
હિમે : હિમાલયે
નવલખ : નવલાખ
સરો : સર, સરોવર
પોંખવું : વધાવવું
દૂધડાં : દૂધ
ટંટાખોર : ઝઘડાળું
સોગન : સોગંદ, કસમ
➡️ધરિયો : ધારણ કર્યા
હેડ/હેડય : જેલ, કેદ
મોખ : અનુકૂળતા
બરકો : બૂમ, ઘાંટો
ગોચરી : ભિક્ષા
ગદરો : ગારો, કાદવ
પોસાવું : પરવડવું
પૂંપરો : દીકરો
ઠાપોટ : ટપલી
પોઢણ : શયન
ત્રંબાળું : તરભાણું
સોણું : સ્વપ્ન
ધાઈ આવ્યાં : દોડી આવ્યાં
ટૂપાવવું : ચૂંટાવવું
ભેખડ : કરાડ
આવ્ય : આવ
પા : બાજુ
પાંજળ : બંધાણ
રાત્ય : રાત, રાત્રિ
ભેંકાર : સૂનકાર
વિલાયત : વિદેશ
ઈગ્રેજી : અંગ્રેજી
ઈને : એને
ઓલીકોર : પેલીબાજુ
સ્હોત : પણ
આતમ : આત્મા
મે’નત : મહેનત
ફાંફડો : દેખાવડો
ત્રાડવું : ગર્જવું
તાજિર : વેપારી
આબોકાર : આવકાર
ગદકું : બહાનું, મિષ
➡️સગપણ : કુટુંબ
આધેડ : પ્રૌઢ
ભાળું : જોઉ
ગાશું : ગાઈશું
માંહેલું : અંદરનું
વંટોળ : વાવાઝોડું
વંઠવું : બગડવું
હૂતું: હતું
ઈ : એ
કીધી : કરી
ફોડ : સ્પષ્ટતા
દુખિયો : દુઃખી
મૂઓ : મર્યો
પાંસરું: સીધું
અપશરા : અપ્સરા
ટાંડી : દીવાસળી
નથ : નથી
ફોર્યુ : ફોરમ, સુગંધ
ભરમ : ભ્રમ
વિવાહ : સગપણ
➡️અછતો : છાનું, ગુપ્ત
સરીખા : સરખા
વહોરવું : ખરીદવું
આવરો : આવક
પરિયટ : ધોબી
થોક : જથો, ઝૂડો
દડિયો : પડિયો
પાવરી : દોણી
મોડી : મરડી
અન : અન્ન
કેહીનું : કોનું
મ્હેર : મહેર, કૃપા
સતવાદિયો : સત્યવાદી
સા કરી : ચા કરી
સાંજુકાં : સાંજની વેળાએ
પોચટ : પોચું
પૂરવતણું : પહેલાનું
અચિરજ : આશ્ચર્ય
અંકોર : અંકુર
જુગજીવન : જગજીવન
સમરું : સ્મરું
➡️ઘેલડિયા મ બોલો : ગાંડપણ ભર્યું ન બોલો
તબક : રકાબી, છીબું, મજલો, માળ, તાસક
મેતરાઈ : મહેતરનું કામ, આગેવાની
બાદલું : બોદું, તકલાદી, નકલી, કસબ ભરેલી ગાંસડી
છાઈ રહે : છવાવું,ઘેરાઇ રહે, ફેલાય રહે, ઘેરાવું, ફેલાવું
ભાલોડાં : તીર કે તેનું પાનું, એક હથિયાર
અઢેલવું : ઢળીને ટેકો લેવો, ટેકો દેવો
જાદવા : યાદવ,યદુનો વંશજ, શ્રીકૃષ્ણ
વિવિશ : વિવશ, પરાધીન, વ્યાકુળ
પત્રી / પત્તું : પત્ર,કાગળ, પત્રિકા, ઝાડ, પક્ષી
ધુતારો : ઠગ, ધૂતીને સ્વાર્થ કાઢી લેનારો માણસ
ચ્યમ સાપતા હસી? : કેમ છાપતા હશે?
ઝુલ્ફાં / જુલ્ફાં : વાળની લટ, વાળનો ગુચ્છો
નેપુર / નેવળી : નૂપુર, ઝાંઝર
આય/આયખું : આયુષ્ય, આવરદા, જીવતર
ત્રાજવડે / ત્રાજવડું : ત્રાજવે, ત્રાજવું
પોતાની વારીમાં : પોતાનો વખત આવે ત્યારે
તોલ : બદલામાં સામે, તુલનામાં
હાડ : હાડકાં, અસ્થિ, હાડકું, બાંધો, કાઠું
➡️મુને : મને
નગ્ર : નગર
કુટેવ : ખરાબ લત
ભંગ : ભાંગ
ભાળવું : જોવું, અવલોકવું
ડોબું : ભેંસ, સાવ બોથડ
ભરમાંડ : બ્રહ્માંડ
દમ : શ્વાસ
વપત : વિપત્તિ, દુઃખ
આપદા : આપત્તિ, ભય
લવારો : બબડાટ, બકવાસ
ચંત્યા : ચિંતા, ફિકર, કનવા
ઓણ : આ સાલ, આ વર્ષે
ઝાલશે : પકડશે
સમું : સમાન, સરખું
અવધ : અયોધ્યા
પૂળકા : ઘાસના પૂળા
બાધ : મનાઈ, પ્રતિબંધ
ઓસાણ : સ્મૃતિ, યાદ
ભેરું : મિત્ર
જેહ : જે
➡️