Unit: 10 management of Complications of Purperium
પર્પેરિયલ પાયરેક્સીયા એ એવી કન્ડિશન છે કે જેમાં ડીલેવરી થયા પછીના 14 દિવસ ની અંદર બોડી ટેમ્પરેચર એ 100.4°F ( 38 °C) કરતા પણ ઇન્ક્રીઝ થાય છે તેને “પર્પેરિયલ પાયરેક્સિયા” કહેવામાં આવે છે.
અથવા
જ્યારે ડીલેવરી ના ફર્સ્ટ 24 અવર્સ પછી 10 days માં ઓરલ ટેમ્પરેચર બે અલગ અલગ સમય પર 100.4°F ( 38 °C) કે તેનાથી વધારે આવે તેને “પર્પેરિયલ પાયરેક્સિયા” કહેવામાં આવે છે.
ઇટિયોલોજી:
અનનોન,
જીનાઇટલ: પર્પેરિયલ સેપ્સિસ.
એક્સ્ટ્રા જીનાઇટલ: જેમ કે,
યુરીનરી ટ્રેક ઇનફેકશન (સિસ્ટાઇટીસ,પાયેલોનેફ્રાઇટીસ)
બ્રેસ્ટ ઇન્ફેક્શન (માસ્ટાઇટીસ, બ્રેસ્ટ એબ્સેસ),
ઇન્ટરકરન્ટ ઇન્ફેક્શન જેમ કે,
મેલેરિયા, પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ, રેસ્પીરેટરી ઇન્ફેક્શન,તથા ફિવર.
સિઝેરિયન સેક્સન વુન્ડ એબ્સેસ,
લેગ વેઇન થ્રોમ્બોસિસ
અધર કોઝ:
માસ્ટાઇટીસ,
પલ્મોનરી ઇન્ફેક્શન,
એટલેક્ટેસીસ,
ન્યુમોનિયા,
સેપ્ટીક પેલ્વિક થ્રોમ્બોફ્લેબાઇટિસ,
મેલેરિયા,
પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ.
લક્ષણો તથા ચિન્હો
ફિવર આવવો,
ચિલ્સ,
ટેકીકાર્ડીયા,
યુટેરાઇન ટેન્ડરનેસ,
એબડોમીનલ પેઇન,
ફાઉલ સ્મેલિંગ લોકિયા,
બેસ્ટ સિમ્મટોમ્સ:માસ્ટાઇટીસ,લોકેલાઇઝ પેઇન, સ્વેલિન્ગ તથા ટેન્ડરનેસ થવું,
ફટીગ,
ડિક્રીઝ્ડ એપેટાઇટ.
ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન:
હિસ્ટ્રી કલેક્શન,
ફિઝિકલ એક્ઝામિનેશન,
વાઇટલ સાઇન મોનિટરીંગ,
કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ,
બ્લડ કલ્ચર,
યુરિન એનાલાઇસીસ,યુરીન કલ્ચર.
પેલ્વિક એક્ઝામિનેશન,
ઇમેજિંગ સ્ટડીઝ,
બ્રેસ્ટ એક્ઝામિનેશન
મેનેજમેન્ટ:
ઇન્ફેક્શન ની સાઇટ ને કેરફૂલી અસેસ કરવી.
પેશન્ટની કમ્પલેટલી હિસ્ટ્રી કલેક્ટ કરવી જેમ કે હેડેક, સ્નિઝીન્ગ,કફીન્ગ, બર્નિંગ મિક્ચુરેશન, પેઇનફુલ બ્રેસ્ટ.
પેશન્ટ નું કમ્પ્લીટલી ફિઝિકલ એક્ઝામિનેશન કરવું જેમાં, યુટ્રસ નું પ્રોપર્લી ઇન્સ્પેક્શન તથા પાલ્પેશન કરવું.
નોકિયા અને પેરીનિયમ માટે જોવું અને લેગ્સ નુ એક્ઝામિનેશન કરવું.
થ્રોટ સ્વેબ,હાઇ વજાઇનલ સ્વોબ, તથા યુરિન નું મીડ સ્ટ્રીમ સ્પેસીમેન ને લેબોરેટરી માં મોકલવા અને રિપોર્ટ માં એબનોર્લીટી લીટી માટે ડોક્ટર ને જાણ કરવી.
પેશન્ટ ના વાઇટલ સાઇન નો રેકોર્ડ રાખવો અને ફીવર ની કન્ડિશન માટે પ્રોપર્લી નર્સિંગ કેર પ્રોવાઇડ કરવી.
પેશન્ટ ને પ્રોપર્લી એન્ટીપાયરેટીક મેડીકેશન પ્રોવાઇડ કરવી.
પેશન્ટ ને પ્રોપર્લી એન્ટિબાયોટિક મેડીકેશન પ્રોવાઇડ કરવી.
ડીલેવરી ના કોમ્પ્લીકેશન્સ તરીકે જીનાઇટલ ટ્રેક માં થતા ઇન્ફેક્શન ને પર્પેરલ સેપ્સીસ કહેવામાં આવે છે.”પ્યુરપેરલ સેપ્સિસ એ ડિલિવરી અથવા એબોર્શન પછી ના ફર્સ્ટ 6 વિક દરમિયાન જીનાઇટલ ટ્રેક નું ઇન્ફેક્શન છે.”
ઇટિયોલોજી:
એન્ડોમેટ્રાઇટીસ,
એન્ડોમાયોમેટ્રાઇટીસ,
એન્ડોપેરામેટ્રાઇટીસ,
અથવા ત્રણેય નુ કમ્બાઇન ઇન્ફેક્શન થવાના કારણે.
કોઝેટીવ ઓર્ગેનિઝમ: એરોબિક:
સ્ટેફાયલોકોકસ પાયોજેન્સ,
ઇ. કોલી,
ક્લેબસિએલા,
સ્યુડોમોનાસ,
અને નોન-હેમોલિટીક, સ્ટ્રેપ્ટોકોકસ,
સ્ટેફાયલોકોકસ ઓરિયસ,
એનારોબિક : આમાં ઇન્વોલ્વ છે:
એનારોબિક સ્ટ્રેપ્ટોકોકસ
બેક્ટેરોઇડ્સ ફ્રેજિલિસ
ક્લોસ્ટ્રિડિયમ વેલ્ચી
ક્લોસ્ટ્રિડિયમ ટેટાની
પ્રીડિસ્પોઝીન્ગ ફેક્ટર્સ:
રેઝીઝટન્સ જનરલ અથવા લોકલ કન્ડિશન્સ,
મલ્ટીપ્લીકેશન અને ઓર્ગેનીઝમ ના વિરુલન્સ ને ઇન્ક્રીઝ કરતી કન્ડિશન,
આઉટ સાઇડ થી ઓર્ગેનિઝમ નું ઇન્ટ્રોડ્યુસિંગ થવાના કારણે,
એન્ટિબાયોટિક્સ અને કિમોથેરાપી માટે રેઝીસ્ટન્ટ ઓર્ગેનીઝમ ના પ્રીવેલેન્સ માં વધારો.
માલન્યુટ્રીશન અને એનીમિયા,
પ્રિ-એક્લેમ્પસીયા( એન્ટિપાર્ટમ ફેક્ટર),
પ્રી મેચ્યોર રપ્ચર ઓફ મેમ્બરેન ના કારણે,
લેટ પરેગ્નેન્સી સમય દરમિયાન સેક્સ્યુઅલ ઇન્ટરકોસ,
ક્રોનિક ડેબીલીટેટીન્ગ ઇલનેસ ના કારણે,
મેમ્બ્રેન ના રપ્ચર થયા પછી અથવા મેનિપ્યુલેટિવ ડિલિવરી દરમિયાન ઇન્ટર્નલ એક્ઝામિનેશન દરમિયાન અપર જીનાઇટલ ટ્રેક માં સેપ્સિસ નું ઇન્ટ્રોડક્શન.
લેબર સમય દરમિયાન ડિહાઇડ્રેશન અને કીટોએસીડોસીસ,
ટ્રોમેટીક ઓપરેટીવ ડીલેવરી,
હેમરેજ – APH અથવા PPH,
પ્લેસેન્ટલ ટીશ્યુસ અને મેમ્બરે ના રિટેઇન્ડ બિટ્સ ના કારણે,
પ્લેસેન્ટા પ્રિવ્યા.
મોડ ઓફ ઇન્ફેક્શન:
મોડ ઓફ ઇન્ફેક્શન
પ્યુરપેરલ સેપ્સિસ એ સ્પેસિયલી વુન્ડ ઇન્ફેક્શન છે. આમાં, પ્લેસેન્ટલ સાઇટ, જીનાઇટલ ટ્રેક માં લેસરેશન અથવા સિઝેરિયન સેક્સન ના વુન્ડ નીચેની રીતે ઇન્ફેક્શન લાગી શકે છે.
એન્ડોજીનીયસ:
ડીલેવરી પહેલા જીનાઇટલ ટ્રેકમાં ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હોય છે જીનાઇલ ઓર્ગેન્સ માં બ્લડ સ્ટ્રીમ કે પેશન્ટ ના પોતાના દ્વારા જ એન્ટર થાય છે.
ઓટોજેનસ:
અહીં ઓર્ગેનિઝમ્સ એ બોડી માં અધર જગ્યા પર પ્રેઝન્ટ હોય છે અને જીનાઇટલ ઓર્ગન માં બ્લ્ડ સ્ટ્રીમ અથવા ડ્રોપલેટ ઇન્ફેક્શન દ્વારા ટ્રાન્સમિટ થાય છે.
સ્ટ્રેપ્ટોકોકસ બીટા હિમોલિટીકસ, ઇ-કોલી, CL-વેલ્ચી અને સ્ટેફાયલોકોકસ આમ સેપ્ટિક થ્રોટ, ફિસીસ અને સ્કિન ના ઇન્ફેક્શન થી માઇગ્રેટ થાય છે.
એક્ઝોજેનસ:
એક્ઝોજેનસ ઇન્ફેક્શન એ
પેશન્ટ ની બહારના કેટલાક અન્ય સોર્સ માંથી ઇન્ફેક્શન એ ટ્રાન્સમીટ થાય છે. ઓર્ગેનીઝમ એ એટેન્ડન્ટ્સ દ્વારા ઇન્ટ્રોડ્યુસ થાય છે, સામાન્ય રીતે ડોકટરો અથવા નર્સો દ્વારા. ઇન્ફેકશન એ ડસ્ટ બોર્ન અથવા ડ્રોપ્લેટ ના ફોર્મ માં હોઇ શકે છે, ઇન્ટર્નલ એક્ઝામિનેશન દરમિયાન અથવા કન્ટામીનેટેડ લીનન અથવા બ્લેન્કેટ દ્વારા થઇ શકે છે. આજકાલ, સ્ટેફાયલોકોકસ પાયોજેન્સ કોમન હોય છે.
લક્ષણો તથા ચિન્હો
લોકલ ઇન્ફેક્શન( વુન્ડ ઇન્ફેક્શન):
ઇન્ફેક્શનની પ્રાઇમરી જગ્યા પેરિનિયમ,વજાઇના, સર્વિક્સ, અને યુટ્રસ હોય છે.
લોકલ વુન્ડ માં ઇન્ફેક્શન લાગવાથી એ ભાગ રેડ, સોજા વાળો અને તેમાં પસ ફોર્મેશન થઇ શકે છે.
સ્લાઇટ ટેમ્પરેચર, મલેઇસ અને હેડેક જોવા મળે તથા એક્યુટ ઇન્ફેક્શન માં હાઇ ફિવર સાથે રાઇગર જોવા મડે.
યુટેરાઇન ઇન્ફેક્શન:
માઇલ્ડ ઇન્ફેક્શન માં ટેમ્પરેચર અને પલ ઇન્ક્રીઝ થાય છે.
લોકિયલ ડિસ્ચાર્જ એ વધારે તથા ફાઉલ સ્મેલ વાળો હોય છે.
યુટ્રસ ટેન્ડર અને સબઇનવોલ્યુટેડ હોય છે.
સિનિયર ઇન્ફેક્શન માં હાઇ ફીવર સાથે,રાઇગર,લોકીયા ઓછી તથા વાસવિહીન, યુટ્રસ ટેન્ડર, સોફ્ટ અને સબ ઇનવોલ્યુટેડ હોઇ શકે છે.
એક્સ્ટ્રાયુટેરાઇન:
પેલ્વિક ટેન્ડરનેસ(પેલ્વિક પેરીટોનાઇટીસ),
ફોનિક્સ માં ટેન્ડરનેસ (પેરામેટ્રાઇટીસ),
પાઉચ ઓફ ડોગ્લાસ માં માંસ (પેલ્વિક એબ્સેસ)વગેરે જોવા મળે.
પેશન્ટ ને પેલ્વિક પેરીટોનાઇટીસ (પાઇરેક્સીયા,લોવર એબડોમીનલ પેઇન, ટેન્ડરનેસ,પસ),
જનરલ પેરીટોનાઇટીસ,
થ્રોમ્બોફ્લેબાઇટીસ,
સેપ્ટીસેમીયા વગેરે થય શકે છે.
ડાયગ્નોસ્ટીક ઇવાલ્યુએશન:
હિસ્ટ્રી કલેક્શન,
એન્ટિનેટલ, ઇન્ટ્રારનેટલ અને પોસ્ટનેટલ હિસ્ટ્રી
ફિઝિકલ એક્ઝામિનેશન,
ઇમેજીંગ સ્ટડીઝ,
પેલ્વિક CT સ્કેન,
MRI(મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજીંગ),
લેબોરેટરી ટેસ્ટ:
યુરિન એક્ઝામિનેશન,
WBCs( વાઇટ બ્લડ સેલ કાઉન્ટ),
સર્વાઇકલ કેનાલ સ્વોબ,
ઇન્ટ્રા યુટેરાઇન સેમ્પલીંગ ઓફ યુટેરાઇન કેવીટી ડિસ્ચાર્જ,
બ્લડ કલ્ચર.
મેનેજમેન્ટ:
એન્ટિનેટલ
મધર નું ન્યુટ્રીશનલ સ્ટેટસ ઇમ્પ્રુવ કરવું તથા બોડી માં કોઇપણ જગ્યા એ ઇન્ફેક્શન થયેલું હોય તો તેને દૂર કરવું.
ઇન્ટ્રાનેટલ
ડીલેવરી દરમિયાન સર્જીકલ એસેપ્સીસ, ગ્રૂપ B સ્ટ્રેપ્ટોકોકસ નું હાઇ રિસ્ક પેશન્ટ મા સ્ક્રીનીંગ,
એન્ટીબાયોટીક્સ
પોસ્ટપાર્ટમ:
શરૂઆતમાં એક વીક એસેપ્ટીક પ્રીકોશન્સ,આઇસોલેશન તથા વિઝીટર ને રિસ્ટ્રીક્ટ કરવા.
ટ્રીટમેન્ટ:
જનરલ કેર માં આઇસોલેસન રાખવું, એડીક્યુએટ ફ્લુઇડ, કેલેરી, એન્ટિબાયોટિક્સ અને ઓરલ આયર્ન આપવી.
પેશન્ટ ના ઇન્ટેક આઉટપુટ ચાર્ટ ને પ્રોપર્લી મેઇન્ટેન રાખવો.
પેશન્ટ ના વાઇટલ સાઇન પ્રોપર્લી મોનિટરિંગ કરવા તથા લોકીયલ ડિસ્ચાર્જ ચાર્ટ મેઇન્ટેન કરવો.
સર્જીકલ ટ્રીટમેન્ટ: પેરીનિયલ વુન્ડ માં પસ અને પેઇન ને દૂર કરવું.
સેપ્ટીક પેલ્વિક થ્રોમ્બોફ્લેબાઇટિસ માં હિપેરીન IV 7-10 days.
પેલ્વિક એબ્સેસ માં કલ્પોટોમી માં ડિબ્રાઇમેન્ટ, અનરિસ્પોન્સિવ પેરિટોનાઇટીસ માં લેપ્રોટોમી.
જો પેશન્ટ એ સેપ્ટીક શોક મા હોય તો તેની ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવી.
વિનસ થ્રોમ્બો-એમ્બોલિક ડિસિસ માં મુખ્યત્વે 3 કન્ડિશન નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
1.ડિપ વેઇન થ્રોમ્બોસિસ.
2.થ્રોમ્બોફ્લેબાઇટીસ.
3.એમ્બોલિઝમ.
ડિપ વેઇન થ્રોમ્બોસિસ એ એવી કન્ડિશન છે કે જેમાં વિનસ સિસ્ટમ માં તથા મેઇન્લી લેગ્સ ની વેઇન મા બ્લડ ક્લોટ નું ફોર્મેશન થાય તો આ કન્ડિશન ને ડિપ વેઇન થ્રોમ્બોસિસ કહેવામાં આવે છે.પ્રેગ્નેન્ટ વુમન માં થ્રોમ્બોસિસ થાય તે સિગ્નીફીકન્ટ છે, કારણ કે તેનાથી પલ્મોનરી એમ્બોલીઝમ નું રિસ્ક વધે છે,અને તે મેટર્નલ ડેથ નું મોટું કારણ છે.
ઇટિયોલોજી:
નોર્મલ પ્રેગ્નન્સી માં કોગ્યુલેશન ફેક્ટર નું કોન્સનટ્રેશન વધવાથી,
પ્રોજેસ્ટેરોન એક્ટીવિવિટી અને પ્લેટલેટ કાઉન્ટ નું કોન્સનટ્રેશન વધવાથી,
લેક્ટેશન સપ્રેસ કરવા માટે ઇસ્ટ્રોજન આપવાથી.
ગ્રેવિડ યુટ્રસ નું પ્રેસર ઇન્ફિરીયર વેના કાવા અને ઇલિયાક વેઇન ઉપર આવવાથી વિનસ સ્ટેસીસ વધવાથી.
થ્રોમ્બોફ્લેબાઇટિસ.
અધર રિસ્ક ફેક્ટર:
ઇન્ક્રીઝ એજ,
મલ્ટીપારા,
ઓપરેટિંવ ડિલેવરી,
ઓબેસીટી,
એનીમીયા,
હાર્ટ ડિસીઝ,
ઇનફેક્શન- પેલ્વિક સેલ્યુલાઇટીસ,
ટ્રોમા,
ઇમમોબીલીટી,
સ્મોકિંગ,
પ્રિવ્યસ ડિપ વેઇન,
અથવા,
પલ્મોનરી એમ્બોલીઝમ.
લક્ષણો તથા ચિન્હો:
કાફ મસલ્સ માં પેઇન,
ફિવર,
એસિમેટ્રીકલ લેગ એડિમા,
પોઝિટીવ હોમાન સાઇન(ફુટ નુ ડોરસીફ્લેક્સડ કરવાથી કાફ મસલ્સ માં પેઇન), જોવાં મળે.
ડાયગ્નોસીસ:
હિસ્ટ્રી કલેક્શન,
ફિઝિકલ એક્ઝામિનેશન,
ડોપ્લર અલ્ટ્રાસાઉન્ડ,
વિનોગ્રાફી,
મેગ્નેટીક રેઝોનન્સ ઇમેજીન્ગ (MRI).
થ્રોમ્બોએમ્બોલીક ડીસીઝ નું મેનેજમેન્ટ:
પ્રેગ્નેન્સી અને લેબર મા ટ્રોમા, સેપ્સીસ,ડિહાઇડ્રેશન અને એનિમિયા ને અટકાવવું.
સર્જરી માં ઇલાસ્ટિક કમ્પ્રેશન સ્ટોકિન્ગ યુઝ કરવા.
ઓપરેટીવ ડીલેવરી પછી લેગ એક્સરસાઇઝ અને અર્લી એમ્બ્યુલેશન માટે એડવાઇઝ આપવી.
હાઇ રિસ્ક વુમન માં લો મોલેકયુલર વેઇટ હિપેરીન આપવું.
થ્રોમ્બોફ્લેબાઇટિસ એ એવી કન્ડિશન છે કે જેમાં વેસેલ્સ ની વોલ મા ઇન્ફ્લામેશન થવાનાં કારણે વેસલ્સ ની વોલ માં બ્લડ ક્લોટ નું ફોર્મેશન થાય તો આ કન્ડિશન ને થ્રોમ્બોફ્લેબાઇટિસ કહેવામાં આવે છે.પ્લેસેન્ટલ સાઇટ ની થ્રોમ્બસ્ડ વેઇન માંથી પોસ્ટપાર્ટમ થ્રોમ્બોફ્લેબાઇટિસ થાય છે.જ્યારે તે પેલ્વિસ માં લોકેલાઇસ હોય ત્યારે પેલ્વિક થ્રોમ્બોફ્લેબાઇટિસ કહેવામાં આવે છે.તે રાઇટ ઓવેરીયન વેઇન માંથી ઇન્ફીરિયર વેના કાવા દ્વારા લન્ગ્સ મા અને લેફ્ટ ઓવેરિયન વેઇન માંથી લેફ્ટ કિડની મા જાય છે. ક્યારેક રેટ્રોગ્રેડ એક્સટેન્શન થઇ ઇલીયોફિમોરલ વેઇન્સ માં જવાથી ” ફ્લેગ્માસિયા આલ્બા ડોલેન્સ” અથવા વાઇટ લેગ જોવા મળે છે.
ઇટિયોલોજી:
નોર્મલ પ્રેગ્નન્સી માં કોગ્યુલેશન ફેક્ટર નું કોન્સનટ્રેશન વધવાથી,
પ્રોજેસ્ટેરોન એક્ટીવિવિટી અને પ્લેટલેટ કાઉન્ટ નું કોન્સનટ્રેશન વધવાથી,
લેક્ટેશન સપ્રેસ કરવા માટે ઇસ્ટ્રોજન આપવાથી.
ગ્રેવિડ યુટ્રસ નું પ્રેસર ઇન્ફિરીયર વેના કાવા અને ઇલિયાક વેઇન ઉપર આવવાથી વિનસ સ્ટેસીસ વધવાથી.
થ્રોમ્બોફ્લેબાઇટિસ.
અધર રિસ્ક ફેક્ટર:
ઇન્ક્રીઝ એજ,
મલ્ટીપારા,
ઓપરેટિંવ ડિલેવરી,
ઓબેસીટી,
એનીમીયા,
હાર્ટ ડિસીઝ,
ઇનફેક્શન- પેલ્વિક સેલ્યુલાઇટીસ,
ટ્રોમા,
ઇમમોબીલીટી,
સ્મોકિંગ,
પ્રિવ્યસ ડિપ વેઇન,
અથવા,
પલ્મોનરી એમ્બોલીઝમ.
લક્ષણો તથા ચિન્હો:
મોટાભાગે પર્પેરિયમ ના સેકન્ડ વિક મા થાય છે.
ફિવર માઇલ્ડ થી હાઇ સાથે રાઇગર,
હેડેક, મલેઇસ, ટેકીકાર્ડિયા અને ટોકસિમીયા ના ફિચર્સ જોવા મડવા.
અફેક્ટેડ લેગ એ સ્વોલેન, પેઇનફુલ,વાઇટ તથા કોલ્ડ જોવા મડવો.
કાફ મસલ્સ માં પેઇન,
ફિવર,
એસિમેટ્રીકલ લેગ એડિમા.
ડાયગ્નોસ્ટીક ઇવાલ્યુએશન:
હિસ્ટ્રી કલેક્શન,
ફિઝિકલ એક્ઝામિનેશન,
ડોપ્લર અલ્ટ્રાસાઉન્ડ,
વિનોગ્રાફી,
બ્લડ ઇન્વેસ્ટીગેશન્સ,
વિનસ અલ્ટ્રાસાઉન્ડ,
કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી (CT Scan),
મેગ્નેટીક રેઝોનન્સ ઇમેજીન્ગ (MRI).
થ્રોમ્બોએમ્બોલીક ડીસીઝ નું મેનેજમેન્ટ:
પ્રેગ્નેન્સી અને લેબર મા ટ્રોમા, સેપ્સીસ,ડિહાઇડ્રેશન અને એનિમિયા ને અટકાવવું.
સર્જરી માં ઇલાસ્ટિક કમ્પ્રેશન સ્ટોકિન્ગ યુઝ કરવા.
ઓપરેટીવ ડીલેવરી પછી લેગ એક્સરસાઇઝ અને અર્લી એમ્બ્યુલેશન માટે એડવાઇઝ આપવી.
હાઇ રિસ્ક વુમન માં લો મોલેકયુલર વેઇટ હિપેરીન આપવું.
પલ્મોનરી એમ્બોલીઝમ માં એક અથવા એકથી વધારે પલ્મોનરી આર્ટરી માં થ્રોમ્બસ (બ્લડ ક્લોટ) ફોર્મેશન થવાના ના કારણે ઓબ્સ્ટ્રકશન અને બ્લોકેજ જોવા મળે છે. આ થ્રોમ્બસ એ વાસ્ક્યુલર સિસ્ટમ અથવા રાઇટ હાર્ટમાંથી ઓરીજીનેટ થાય છે અને પલ્મોનરી આર્ટરી સુધી ટ્રાવેલ કરે છે.
આમ, થ્રોમ્બસ એ વેઇન માંથી લાર્જ ક્લોટ છુટો પડીને પલ્મોનરી સર્ક્યુલેશન મા જવાથી પલ્મોનરી એમ્બોલીઝમ જોવા મળે છે.તે મેટરનલ ડેથ નું લીડીન્ગ કોઝ છે.
ઇટિયોલોજી:
ડીપ વેઇન થ્રોમ્બોસીસ,
હાઇપર કોગ્યુલેશન,
વિનસ સ્ટેટીસ,
ટ્રોમા થવાના કારણે,
ઇનહેરીટેડ ઓર એક્વાયર્ડ ક્લોટીંગ ડિસઓર્ડર ના કારણે,
ઇન્ફેક્શન થવાના કારણે.
પ્રોલોંગ ઇમમોબિલાઇઝેશન
હાર્ટ ફેઇલ્યોર
હાર્ટ ડીઝીસ
હોર્મોનલ ફેક્ટર
એડવાન્સ એજ
ઓબેસીટી
લક્ષણો તથા ચિન્હો:
રેપિડ ઓનસેટ ઓફ ડિસ્પનિયા,
શોર્ટનેસ ઓફ બ્રિધ ,
પ્લુરાયટિક ચેસ્ટ પેઇન,
ટેકીકાર્ડિયા,
ડાયાફોરેસીસ,
બ્લડ ઇન કફ (હિમોપ્ટીસીસ),
સાઇનોસીસ,
ફીવર આવવો,
ફેઇન્ટીંગ,
કાલ્ફ & થાય પેઇન થવુ.
ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન
હિસ્ટ્રી કલેક્શન,
ફિઝિકલ એક્ઝામિનેશન,
ચેસ્ટ એક્સ રે,
અલ્ટ્રા સાઉન્ડ,
મેગ્નેટિક રેસોનન્સ ઇમેજીંગ,
પલ્મોનરી એન્જિયોગ્રાફી,
વેન્ટિલેશન પરફ્યુઝન સ્કેન,
ડી ડાયમર ટેસ્ટ,
ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ,
ડોપ્લર અલ્ટ્રાસાઉન્ડ,
લન્ગસ સ્કેન.
મેનેજમેન્ટ:
એન્ટિકોએગ્યુલેન્ટ થેરાપી
પલ્મોનરી એમ્બોલીઝમ ની ટ્રીટમેન્ટ માટે એન્ટિકોએગ્યુલેન્ટ ડ્રગ પ્રોવાઇડ કરવી. જે બ્લડ કલોટ ના ફોર્મેશન પ્રિવેન્ટ કરે છે અને ક્લોટ ને ડીઝોલ્વ કરવામાં મદદ કરે છે. એન્ટિકોએગ્યુલેન્ટ ડ્રગ તરીકે હીપેરીન, લો મોલેક્યુલર વેઇટ હીપેરીન મેડિસિન આપવી.
થ્રોમ્બોલાઇટીક થેરાપી
લાઇફ થ્રિએટનિંગ અને ઇમર્જન્સી વાળી કન્ડિશન માં ક્લોટને રેપીડલી ડીઝોલ્વ કરવા માટે થ્રોમ્બોલાઇટીક થેરાપી પ્રોવાઇડ કરવી. જે કલોટનું બ્રેકડાઉન કરે છે. ઉદાહરણ તરીકે ટીસ્યુ પ્લાસ્મિનોજન એક્ટિવેટર (tPA)
ઇન્ફેરિયર વેના કાવા ફિલ્ટર
જ્યારે એન્ટિકોએગ્યુલેન્ટ થેરાપી કોન્ટ્રાઇન્ડીકેટેડ હોય અથવા ઇનઇફેક્ટિવ હોય ત્યારે ઇન્ફેરિયર વેના કાવા ફિલ્ટર નો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં ઇન્ફેરિયર વેના કાવા ફિલ્ટર ને પ્લેસ કરવામાં આવે છે જે બોડીના લોવર એરીયામાં આવેલ કલોટને લંગમાં ટ્રાવેલ થતું અટકાવે છે અને ત્યાં ફિલ્ટરમાં તે જમા થાય છે.
સપ્લીમેન્ટલ ઓક્સિજન એડીક્યુએટ ઓક્સિજન લેવલ મેઇન્ટેન કરવા માટે સપ્લીમેન્ટલ ઓક્સિજન પ્રોવાઈડ કરવો.
એમ્બેલેકટોમી એમ્બેલેકટોમીમાં કલોટ (એમ્બોલીઝમ) ને સર્જીકલ રીમુવ કરવામાં આવે છે.
પલ્મોનરી એમ્બોલીઝમ ના નર્સિંગ મેનેજમેન્ટ
પલ્મોનરી એમબોલિઝમ ના ચિહ્નો અને લક્ષણો માટે વુમન નું અસેસમેન્ટ કરવામાં નર્સ એ મહત્વનો રોલ પ્લે કરે છે, જેમાં
અચાનક છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ઝડપી ધબકારા,
ઉધરસ અને ફેઇન્ટીંગ નો સમાવેશ થઇ શકે છે.
વુમન ને પ્રોપર્લી કમ્ફર્ટેબલ પોઝીશન પ્રોવાઇડ કરવી.
વુમન ના વાઇટલ સાઇન ચેક કરવા,સ્પેસિયલી રેસ્પીરેટ્રી રેટ તથા બ્રીધ સાઉન્ડ મોનીટરીંગ કરવા.
વુમન ને રેસ્પીરેટ્રી ડિસ્ટ્રેઝ ના સાઇન તથા સિમ્પટોમ્સ છે કે કેમ તે પ્રોપર્લી અસેસ કરવું.
મધર ને હાઇપોક્ઝીયા ની કન્ડિશન એ છે કે કેમ તે પ્રોપર્લી અસેસ કરવું.
પેશન્ટ ને પ્રોપર્લી ઇન્ટ્રાવિનસ ફ્લુઇડ કરવું.
વુમન ના ઓક્સીજન લેવલ ને કંટીન્યુઅસલી મોનિટર કરવું.
નર્સ એ એડિક્યુએટ ઓક્સિજન નુ એન્સ્યોરિગ કરીને, જરૂરિયાત મુજબ ઓક્સિજન ને પ્રોવાઇડ કરીને અને કાર્ડિયાક મોનિટરિંગ શરૂ કરીને વુમન ની કન્ડિશન ને સ્ટેબિલાઇઝ કરવા ને પ્રાથમિકતા આપવી જોઇએ. લક્ષણો ની સિવ્યારિટી ના આધારે, હિમોડાયનેમિક સ્ટેબિલાઇઝેશન જાળવવા ઇન્ટ્રા વિનસ ફ્લુઇડ નુ એડમિનિસ્ટ્રેશન કરવુ.
વુમન ની પ્રોપર્લી કેર માટે અધર હેલ્થ કેર પર્સનલ સાથે પ્રોપર્લી કોલાબોરેશન કરવું
વુમન ને પ્રોપર્લી મેડિકેશન આપવી જેમાં સામાન્ય રીતે એન્ટિકોએગ્યુલન્ટ્સ (જેમ કે હેપરિન અથવા લો મોલેક્યુલર વેઇટ હેપરિન) નો સમાવેશ થાય છે જેથી વધુ ક્લોટ થતુ પ્રિવેન્ટ કરી શકાય અને થ્રોમ્બોલાઇટિક્સ મેડિકેશન પ્રોવાઇડ કરવી.
વુમન, તથા તેના કેરગીવર્સ ને વુમન ની કન્ડિશન, તેને થવા માટેના કારણો, તેના લક્ષણો તથા ચિન્હો, અને તેની ટ્રીટમેન્ટ વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
વુમન ને પ્રોવાઇડ કરવામાં આવેલી ટ્રીટમેન્ટ એ કેટલા પ્રમાણમાં ઇફેક્ટિવ છે તેનો પ્રોપર્લી મોનિટરિંગ કરવું.
વુમન તથા તેના ફેમિલી મેમ્બર્સ ને એડીક્યુએટ ઇમોશનલ તથા સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
વુમન ને પ્રોપર્લી કામ તથા કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.
વુમન ને રેગ્યુલરલી મેડીકેશન લેવા માટે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
બ્રેસ્ટ એન્ગોરજમેન્ટ એ પર્પેરિયલ પિરિયડ ની એક કોમ્પ્લિકેશન છે કે જેમાં બ્રેસ્ટ ટીસ્યુ માં વિનસ તથા લિમ્ફેટિક કંજેસન થવાના કારણે જોવા મળે છે. બ્રેસ્ટ એંગોર્જમેન્ટ કન્ડિશન એ મોટેભાગે પર્પેરિયલ પિરીયડ મા મિલ્ક સિક્રીશન સ્ટાર્ટ થયા પછી એટલે કે પોસ્ટપાર્ટમ ના 3rd અથવા 4th day મા જોવા મળે છે.બ્રેસ્ટ એંગોરજમેન્ટ એ સામાન્ય રીતે ચાઇલ્ડ બર્થ પછી બ્રેસ્ટ મિલ્ક નું સિક્રીશન ઇન્ક્રીઝ થવાથી બ્રેસ્ટ મા મિલ્ક નુ એક્યુમ્યુલેશન થવાના કારણે બ્રેસ્ટ એ ઓવરફીલ્ડ તથા કન્જેસ્ટેડ થાય છે.
આ કન્ડિશન એ બ્રેસ્ટ ફિડીંગ કરાવતી મધર માં, સ્પેશિયલી અર્લી પરપેરિયલ પિરિયડમાં કે જ્યારે મિલ્ક પ્રોડક્શન તથા સિક્રીશન એ ઇન્ક્રીઝ હોય ત્યારે વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ કન્ડિશન ના કારણે બ્રેસ્ટ એ ફુલ, ફિર્મ એન્ડ પેઇનફૂલ થાય છે. તથા બ્રેસ્ટ મા સ્વેલિંગ આવે અને ડિસ્કકમ્ફર્ટ થાય જેને બ્રેસ્ટ એન્ગોરજમેન્ટ કહેવામાં આવે છે.
ઇટિયોલોજી:
લેક્ટેસન પહેલા બ્રેસ્ટ મા નોર્મલ વિનસ અને લિમ્ફેટિક એન્ગોરજમેન્ટ થવાથી લેક્ટીયલ સિસ્ટમ માથી મિલ્ક એ બહાર આવતુ નથી તેના કારણે.
પરપેરિયલ પિરિયડ દરમિયાન મિલ્ક પ્રોડક્શન ઇન્ક્રીઝ થવાના કારણે,
બ્રેસ્ટ મિલ્ક એ ઇનએડિક્યુએટ અમાઉન્ટ મા રીમુવ થવાના કારણે,
બેબી ને પ્રોપરલી બ્રેસ્ટ ફિડીંગ ન કરાવવાના કારણે મિલ્કનું એક્યુમ્યુલેશન બ્રેસ્ટ માં થાય તેના કારણે.
ચાઇલ્ડ ને બેસ્ટ ફીડિંગ દરમિયાન પ્રોપરલી પોઝીશન પ્રોવાઇડ ન કરવાના લીધે બ્રેસ્ટ મિલ્ક એ એડીકયુએટ અમાઉન્ટ રીમુવ થય શકતું નથી તેના કારણે.
લક્ષણો તથા ચિન્હો
1) સ્વેલિંગ તથા ફિર્મનેસ
બેસ્ટ માં મિલ્કનું એક્યુમિનેશન થવાના લીધે બ્રેસ્ટ એ ટાઇટ, ફિમૅ તથા સ્વોલેન થાય છે.
2) ટેન્ડરનેસ એન્ડ પેઇન બ્રેસ્ટ એ ટેન્ડર તથા પેઇનફૂલ થાય છે તથા એરીયોલા અને નીપલ ની આજુબાજુ સ્પેસિયલી વધારે પેઇનફૂલ થાય છે.
3) સ્કીન ચેન્જીસ
બ્રેસ્ટ ઉપરની સ્કીન એ સાઇની તથા સ્ટ્રેચ થવી.
4) ડિફિકલ્ટી ઇનબ્રેસ્ટ ફીટીંગ
ચાઇલ્ડ ને બેસ્ટ ફીટીંગ માં ડીફીકલ્ટી થાય છે .
5) ફીવર એન્ડ મલેઇસ
મધર ને ફીવર આવવો તથા તેના લીધે જનરલાઇઝ્ડ બોડીમાં મલેઇસ તથા ડિસ્કકમ્ફર્ટ ફીલ થવું.
ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુશન
હિસ્ટ્રી કલેક્શન,
તેમા સિમ્ટોમ્સ અસેસમેન્ટ,
ઓનસેટ એન્ડ ડ્યુરેશન,
પ્રિવ્યસ હિસ્ટ્રી,
મેડિકલ હિસ્ટ્રી કલેક્શન.
ફિઝિકલ એક્ઝામિનેશન:
તેમાં બ્રેસ્ટ એસેસમેન્ટ,
સ્કિન અસેસમેન્ટ,
નીપલ એક્ઝામિનેશન,
અલ્ટ્રાસાઉન્ડ,
મેનેજમેન્ટ ઓફ બ્રેસ્ટ એંગોરજમેન્ટ
1) ફ્રિકવન્ટ એન્ડ ઇફેક્ટિવ બ્રેસ્ટફિડીંગ
મધર ને એડવાઇસ આપવી કે મિલ્ક ને એક્યુમ્યુલેટ થતું પ્રિવેન્ટ કરવા માટે ચાઇલ્ડ ના ડિમાન્ડ પર એડિક્યુએટ બેસ્ટ ફીટીંગ પ્રોવાઇડ કરવું જેના કારણે મિલ્ક એ બેસ્ટ માંથી એડીક્યુએટ અમાઉન્ટ મા રીમુવ થય શકે અને બ્રેસ્ટ એંગોરજમેન્ટ ની કન્ડિશન ને પ્રિવેન્ટ કરી શકાય.
મધર ને બેસ્ટ ફીડિંગ ટેકનીક વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું જેના લીધે મધર એ બ્રેસ્ટ ફીડિંગ સમયે ચાઇલ્ડ ને પ્રોપર પોઝિશન પ્રોવાઇડ કરી શકે અને એડિક્યુલેટ અમાઉન્ટ મા મિલ્ક એ રિમુવ થય શકે જેના કારણે બ્રેસ્ટ એંગોરજમેન્ટ થતું પ્રિવેન્ટ કરી શકાય છે.
2) કમ્પલીટલી એમ્ટીંગ ઓફ બ્રેસ્ટ મિલ્ક
ચાઇલ્ડ ને બેસ્ટ ફીડિંગ કરાવતી સમયે ફસ્ટ બ્રેસ્ટ પર કમ્પ્લીટલી બ્રેસ્ટ ફીડિંગ થયા બાદ જ અધર બેસ્ટ પર ચાઇલ્ડ ને બેસ્ટ ફીટીંગ કરાવવા માટે મધર ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું જેના કારણે બંને બ્રેસ્ટ માંથી એડિક્યુએટ અમાઉન્ટ મા મિલ્ક એમ્પટી થય શકે અને એંગોરજમેન્ટ ની કન્ડિશન ને પ્રિવેન્ટ કરી શકાય.
3) બ્રેસ્ટ મસાજ એન્ડ વાર્મ કમ્પ્રેશન
મધર ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું કે બેસ્ટ ફીડિંગ કરાવતા પહેલા જેન્ટલી રીતે બ્રેસ્ટ મસાજ કરવી જેના કારણે એન્ગોર્જડ થયેલો એરીયા એ સોફ્ટ થય શકે.
મધર ને એડવાઇઝ આપવી કે ફીડિંગ કરાવતા પહેલા બ્રેસ્ટ પર વામૅ વોટર દ્વારા કમ્પ્રેસિસ પ્રોવાઇડ કરવા જેના લીધે ડિસ્કકમ્ફર્ટ રિલીવ થય શકે.
4) મેન્યુઅલી એક્સપ્રેશન ઓફ મિલ્ક
જો ચાઇલ્ડ એ પ્રોપર્લી બ્રેસ્ટ ફીડિંગ કરવા માટે એબલ ન હોય તો બેસ્ટ પંપ નો યુઝ કરીને અથવા હેન્ડ દ્વારા મિલ્ક ને એક્સપ્રેસ કરીને બ્રેસ્ટ માંથી એક્સેસિવ વધારા ના મિલ્ક ને રીમુવ કરવું જેના કારણે બ્રેસ્ટ અંગોરજમેન્ટ થતી પ્રિવેન્ટ કરી શકાય.
5) કમ્ફર્ટ મેઝર્સ
મધર ને ટાઇટ ફીટીંગ ક્લોથ વીયરીંગ અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી.મધર ને પ્રોપરલી કામ તથા કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.
6) પેઇન રીલીવ
જો મધર ને પેઇન થતું હોય તો પેઇન ને રિલીવ કરવા માટે એનાલજેસીક મેડીકેશન પ્રોવાઇડ કરવી.
Ex:
Acetaminophen,
Ibuprofen.
બ્રેસ્ટ એબ્સેસ એ એવી કન્ડિશન છે કે જેમાં બ્રેસ્ટ ની ટીશ્યુસ માં ઇન્ફેક્શન તથા ઇમ્પ્લામેશન થવાના કારણે બ્રેસ્ટ ટીશ્યુસ મા પસ/એબ્સેસ નું કલેક્શન થાય તો આ કન્ડિશન અને બ્રેસ્ટ એબ્સેસ કહેવામાં આવે છે.
ઇટિયોલોજી
બેક્ટેરિયલ ઇન્ફેક્શન જેમ કે, સ્ટેફાયલોકોકસ એયુરિયસ, જેમાં મેથીસીલીન રેઝીસ્ટન્ટ સ્ટેઇન( MRSA),
લેક્ટેશન: ઘણી વખત બ્રેસ્ટ ફિડીન્ગ કરાવતી વુમન માં બ્લોક્ડ મિલ્ક મિલ્કડક્ટ અથવા માસ્ટાઇટિસ ને કારણે જોવા મળે છે.
ટ્રોમા: બ્રેસ્ટ ની ટીશ્યુસ ને ઇન્જરી થવાથી બેક્ટેરિયા ઇન્ટ્રોડ્યુસ થય શકે છે.
સ્કિન કન્ડિશન: સ્કિન કન્ડિશન જેમકે એક્ઝીમા ,સોરીયાસીસ એ થય શકે છે.
વિક ઇમ્યુન સિસ્ટમ.
ડાયાબિટીક પેશન્ટ.
સર્જરી અથવા ઇન્વેઝીવ પ્રોસિઝર ના કારણે.
ક્રોનિક કન્ડિશન.
લક્ષણો તથા ચિન્હો:
લોકેલાઇઝ પેઇન,
સ્વેલિંગ થવું,
રેડનેસ થવું,
વારમ્થનેસ ફિલ થવું,
ફિવર આવવો.
ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન
હિસ્ટ્રી કલેક્શન,
ફિઝીકલ એક્ઝામિનેશન,
અલ્ટ્રાસાઉન્ડ,
મેમોગ્રાફી,
ફાઇન નીડલ એસ્પીરેશન,
કલ્ચર એન્ડ સેન્સીટીવિટી ટેસ્ટ,
બ્લડ ટેસ્ટ,
કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ (CBC) ટેસ્ટ.
મેનેજમેન્ટ:
ટ્રીટમેન્ટ માં ઇનસિઝન અને ડ્રેઇનેજ કરવામાં આવે છે.અથવા સિરીયલ પરક્યુટેનીયસ નીડલ એસ્પીરેશન કરવામાં આવે છે. તે ઓપરેટિવ પ્રોસિઝર માટે પેશન્ટ ને પ્રીપેઇર કરવું.
બ્રેસ્ટ ફિડીન્ગ અનઇનવોલ્ડ સાઇડ માં સ્ટાર્ટ રાખવું.
ઇન્ફેક્ટેડ બ્રેસ્ટ ને દર કલાકે મિકેનિકલી એમ્પટી કરાવવી.
કન્ડિશન એ ટ્રીટ થયા બાદ બ્રેસ્ટ ફિડીન્ગ ઇન્વોલ્વ સાઇડ માં સ્ટાર્ટ કરવું.
પેશન્ટ ને એન્ટીબાયોટીક્સ અને એનાલજેસીક પર ઇન્સટ્રક્સન પ્રોવાઇડ કરવી.
મીડવાઇફ અને ડોક્ટર્સ એ મધર અને બેબી ને હેન્ડલ કરતા પહેલા હેન્ડ વોશ કરવા જોઇએ.
બ્રેસ્ટ એબ્સેસ ને થતું પ્રિવેન્ટ કરવા માટે પ્રોપર્લી પ્રિવેન્ટીવ મેઝર્સ લેવા.
પર્પેરલ સાયકોસિસ અથવા પોસ્ટપાર્ટમ સાયકોસિસ એ એક ટર્મ છે જે મેન્ટલ ઇલનેસ ના ગ્રુપ ને કવર કરે છે જેમાં ચાઇલ્ડબર્થ થયા પછી વુમન માં અચાનક સાયકોટીક સિમ્પટોમ્સ ની શરૂઆત થાય છે. જેમાં વુમન ને ઇરિટેબીલીટી, મૂડ સ્વિંગ, હેલ્યુઝીનેશન જોવા મળી શકે છે.
પર્પેરલ સાયકોસીસ એ સિવ્યર ફોર્મની મેન્ટલ ઇલનેસ છે.જે આશરે 1000 વુમન માં 1-2 કેસીસ માં જોવા મળે છે જેની શરૂઆત ડીલેવરીના વહેલામાં વહેલી ફર્સ્ટ 48 – 72 અવર્સ માં અને મોટાભાગે 2-3 વિક્સ માં થાય છે તે વધારે પ્રમાણ માં હોર્મોનલ ચેન્જીસ થવાના કારણે થય શકે છે(જેમ કે બર્થ પછી ઇસ્ટ્રોજન લેવલ એ એકાએક બંધ થવાથી).
ઇટિયોલોજી
પર્પેરલ સાયકોસિસ ના કારણો હજુ સુધી જાણીતા નથી પરંતુ બાયપોલર ડિસઓર્ડર નો હિસ્ટ્રી ધરાવતી અથવા અગાઉ ના બર્થ પછી પોસ્ટ નેટલ સાયકોસિસ નો એક્સપિરીયન્સ કરનારી વુમન માં તે કોમન હોય છે.
રિસ્ક ફેક્ટર્સ:
સાઇકિયેટ્રીક ઇલનેસ ની ફેમિલી કે પર્શનલ હિસ્ટ્રી હોવાના કારણે,
પોસ્ટનેટલ સાયકોસીસ ની પાસ્ટ હિસ્ટ્રી,
ફસ્ટ બેબી ના બર્થ પછી.
લક્ષણો તથા ચિન્હો
સાઇન તથા સિમ્પટોમ્સ એ એ ચાઇલ્ડ બર્થ થયા પછી સડ્નલી 48 અવર્સ થી 2 વિક્સ સુધીમા જોવા મળે છે.
પોસ્ટનેટલ સાઇકોસીસ ના પેશન્ટ માં મેનિયા,ડિપ્રેશન કે સ્કિઝોફ્રેનિયા ઇલનેસ જેવા સિમ્પટોમ્સ જોવા મળે છે.
મેનીયા ના સિમ્પટોમ્સ જેમ કે,
હાઇપરએક્ટિવિટી,યુફોરિયા,ફ્લાઇટ્સ ઓફ આઇડિયા, ઇનસોમ્નીયા,ડિલ્યુઝન્સ,એક્સટ્રીમએક્સાઇટમેન્ટ,રેસ્ટલેસનેસ,ઇરિટેબલ, ફુલ ઓફ એનર્જી.
સિવ્યરડિપ્રેશન સાથે ડિલ્યુઝન,હેલ્યુઝીનેશન (ઓડિટરી),મ્યુટીઝમ,સ્ટુપર અથવા ટ્રાન્સિઅન્ટ સ્વિન્ગ્સ હાઇપોમેનીયામા.
બિઝારે બિહેવ્યર,
કેટલીક મધર એ ડિપ્રેશન માંથી મેનિયામાં જ્યારે અન્ય મેનિયા થી ડિપ્રેશન માં સ્વિચ કરે છે.
ટીપીકલ ફિચર્સ જેમ કે, કન્ફ્યુઝન,એક્સટ્રીમ ફિયર અને એક્સટ્સી, પરપ્લેક્સિટી, ટ્રાન્સિયન્ટ ડિલ્યુઝનલ આઇડિયા.
મેનેજમેન્ટ:
મેનેજમેન્ટ માં સાઇકિયાટ્રીસ્ટ ને ઇમિડિએટલી કન્સલ્ટ કરી પેશન્ટ ને હોસ્પિટલ માં એડમિટ કરવામાં આવે છે.
સિવ્યર ઓવરએક્ટિવિટી અને ડિલ્યુઝન ને એન્ટીસાઇકોટિક ડ્રગ દ્વારા ટ્રીટ કરવા.
ડ્રગ્સ માં ક્લોરપોમાઝાઇન અને સબલીન્ગ્વાઇનલ એસ્ટ્રોડાયોલ સ્ટાર્ટ કરવામાં આવે છે.અને મેનીક ડિપ્રેસીવ સાયકોસીસ માં લિથિયમ આપવામાં આવે છે.
અનરિસ્પોન્સિવ અથવા ડિપ્રેસીવ સાયકોસીસ માં ઇલેક્ટ્રોકન્વલ્ઝીવ થેરાપી પ્રોવાઇડ કરવી.
બ્રેસ્ટ ફિડીન્ગ આપવું નહિ.
સુસાઇડલ, ઇન્ફન્ટીસાઇડલ ઇમ્પલ્સીસ વાડા કેસીસ માં પેશન્ટ ને સુપરવિઝન રાખવું.
સાયકોસોસિયલ ટ્રિટમેન્ટ માં કાઉન્સેલીન્ગ,સાયકોથેરાપી,કોગ્નીટીવ બિહેવ્યર થેરાપી, ફેમિલી ફોકસ ઇન્ટરવેન્શન અને ઇન્ટરનેશનલ ફોકસ ઇન્ટરવેન્શન તથા પોસ્ટનેટલ ઇલનેસ અસોસિયેશન માં સોશિયલ સપોર્ટ પ્રોવાઇડ કરવામાં આવે છે.