Lymphatic System (લીમ્ફેટીક સિસ્ટમ):
Introduction (ઇન્ટ્રોડક્શન) :
lymph, lymph vessels, lymph nodes, lymph organs (spleen, thyms gland), lymphoid tissue (tonsils), Bone marrow.
Functions of lymphatic system (લિમ્ફેટીક સિસ્ટમના ફંક્શન્સ):
ઇન્ટરસ્ટીશીયલ ફ્લુઈડ ને ડ્રેઈન કરે છે. જે tissue fluid ને એબ્ઝોર્બ કરી બ્લડ સાથે ભેળવે છે. ડાયેટરી લીપીડસ અને ફેટ સોલ્યુબલ વીટામીન્સ જેવા કે A,D,E,K ને G.I. ટ્રેકમાંથી એબ્ઝોર્બ કરી બ્લડ સાથે ભેળવે છે. માઈક્રોઓર્ગેનિઝમના બોડીમાં ઈન્વેઝન સામે પ્રોટેકશન આપે છે. અમુક લીમ્ફોસાઈટસ માઈક્રોઓર્ગેનિઝમ ની બોડીમાં ઘૂસણખોરી (Intrusion) અટકાવે છે અને પ્લાઝમાં એન્ટીબોડી જાળવે છે જેથી ઈમ્યુનીટી જાળવવામાં અગત્યનો રોલ છે.
બોડીના સેલ, ટીસ્યુ અને બ્લડ વચ્ચેના મીડીયેટર તરીકે Work કરે છે.
લીમ્ફ (Lymph):
લીમ્ફ એ ક્લીયર વોટરી અપીરીયન્સવાળુ fluid છે. જે લીમ્ફ વેસલ્સમાં વહે છે. તેનું કમ્પોઝીશન બ્લડ પ્લાઝમાને મળતું આવે છે. તે આઈસોટોનિક પ્રોપર્ટી ધરાવે છે. લીમ્ફ વેસલ્સની આજુબાજુ આવેલા મસલ્સના કોન્ટ્રેકશનથી અને લીમ્ફ વેસલ્સ માં આવેલા વાલ્વની મદદથી લીમ્ફ આગળના સર્કયુલેશનમાં જાય છે. સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં આવેલ લેકટીકલ્સ ફેટને એબ્ઝોર્બ કરવાથી તે વાઈટ મિલ્કી અપીરીયન્સનુ દેખાય છે.
લીમ્ફ વેસલ્સ (Lymph Vessels):
1.થોરાસીક ડકટ (લેફ્ટ લીમ્ફેટીક ડકટ) (Thoracic Duct/Left Lymphatic Duct) :
તે 38-45 cm લાંબી હોય છે. તે ડાબી બાજુના બોડીના ભાગમાંથી તમામ લીમ્ફ કલેક્ટ કરે છે અને ત્યારબાદ તે લેફ્ટ સબકલેવીયન વેઇનમાં ડ્રેઈન કરે છે.
2.રાઈટ લીમ્ફેટીક ડકટ (Right Lymphatic Duct) :
તે 1.25 cm લાંબી હોય છે. તે બોડીના ઉપરના રાઈટ સાઈડના ભાગેથી લીમ્ફ કલેક્ટ કરે છે. જે રાઈટ સબકલેવીયન વેઇનમા લીમ્ફને ડ્રેઈન કરે છે.
લીમ્ફ કેપેલરીઝ (Lymph Capillaries) :
લીમ્ફ વેસલ્સની નાની શાખાને લીમ્ફ કેપેલરીઝ કહે છે. જેનો ડાયામીટર બ્લડ કેપેલરીના ડાયામીટર કરતા મોટો હોય છે. આખા બોડીમાં લીમ્ફ કેપેલરીનું નેટવર્ક આવેલ હોય છે. સિવાય કે સેન્ટ્રલ નર્વસ સીસ્ટમ અને સ્કીનનું ઉપરનું લેયર લીમ્ફ કેપેલરીની રચના બ્લડ કેપેલરીને મળતી આવે છે. જે સેલ સાથે કલોઝલી જોડાયેલ હોય છે.
લીમ્ફ નોડસ (Lymph Nodes) :
લીમ્ફ નોડસ એ નાની ઓવેલ કે બિન સેપની રચના છે. જે લીમ્ફ વેસલ્સના માર્ગમાં આવેલી હોય છે. જે લીમ્ફને ફિલ્ટર કરવાનું Work કરે છે અને તેમાં જ લીમ્ફોસાઈટસ બને છે. મુખ્યત્વે લીમ્ફોનોડસ એ જોઈન્ટના ભાગે તથા એકઝીલા, THORAX, ABDOMAN અને ગ્રોઇનના ભાગે આવેલ હોય છે.
સ્ટ્રક્ચર ઓફ લિમ્ફનોડ (Structure of lymph nodes) :
દરેક લીમ્ફોનોડસને ડેન્સ કનેકટીવ ટીસ્યુની બનેલી આઉટર કવરીંગ હોય છે જેને કેપ્સ્યુલ કહે છે અને તેના અંદર તરફ લંબાયેલ ભાગને ટ્રાબેક્યુલ કહે છે. જે લીમ્ફનોડને અમુક ભાગમાં વિભાજીત કરે છે.લીમ્ફનોડના ભાગને બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે. outer surface તરફનો ભાગ cortex અને અંદરનો ભાગ મેડ્યુલા કહેવાય છે.લીમ્ફનોડમાં લીમ્ફ એક જ દિશામાં વહન થાય છે જે લીમ્ફનોડમાં અંદર દાખલ થતી વેસલ્સ અફેરન્ટ વેસલ્સ (Afferent Vessels) અને બહાર નીકળતી વેસલ્સ ને ઇફેરન્ટ વેસલ્સ (Efferent Vessels) કહે છે. દાખલ થતા અને બહાર નીકળતા વેસલ્સના ડીપ્રેસ્ડ ભાગને હાઈલમ કહે છે. Blood Vessels પણ અહીંથી જ અંદર-બહાર જાય છે.
ફંક્શન્સ ઓફ લિમ્ફ નોડ્સ (Functions of lymph nodes) :
ફિલ્ટરીંગ એન્ડ ફેગોસાઈટોસીસ (Filtering and phagocytosis ):
લીમ્ફોનોડ લીમ્ફને ફિલ્ટર કરે છે જેમાં એક બાજુથી લીમ્ફ દાખલ થાય છે અને બીજી બાજુથી ફિલ્ટર થઇ બહાર નીકળે છે. આમાં રહેલા મેક્રોફેજીસ ફેગોસાઈટોસીસની ક્રિયા દ્વારા તેમાં રહેલા ફોરેન સબસ્ટન્સને ડીસ્ટ્રોય કરે છે અને લીમ્ફ બ્લડ સાથે ભળે છે.
પ્રોલીફરેશન ઓફ લીમ્ફોસાઈટસ (Proliferation of lymphocytes):
પ્લાઝમા સેલ્સ અને T સેલ્સ લીમ્ફોનોડમાં તેની સંખ્યામાં વધારો થય શકે છે અને તે લીમ્ફોનોડ માંથી નીકળી અન્ય બોડીપાર્ટમાં પણ સર્ક્યુલર થઇ શકે છે જેથી ઈમ્યુન રિસ્પોન્સ જળવાઈ રહે છે.
હીમેટોપોએસીસ (Hematopoiesis):
બોનમેરો તરફથી આવતા અમુક લીમ્ફોસાઈટસ અને મોનોસાઈટ એ લીમ્ફોનોડસમાં આવે છે અને ત્યાં તેનું ફાઈનલ મેરયોરેશન થાય છે.
સ્પ્લીન (SPLEEN) :
તે ઓવેલ સેપની હોય છે. શરીરમાં લીમ્ફેટીક ટીસ્યુમાં સૌથી મોટો SPLEEN હોય છે.
લંબાઈ : 12 cm (Length : 12 cm)
પહોળાઈ : 7 cm (Width : 7 cm)
જાડાઈ : 22.5 cm (Thickness : 22.5 cm)
તે લેફ્ટ હાઈપોકોન્ડ્રીયાક રીજીયનમાં સ્ટમક અને ડાયાફ્રામની વચ્ચે લીવર થી લેટરલ સાઈટ આવેલી હોય છે.તેનો વજન અંદાજીત 200 gm.
ઓર્ગન અસોસિએટેડ વિથ ધ સ્પ્લીન (Organs Assosiated with the Spleen) :
Spleen ની આજુબાજુએ Diaphargm, Intestines, Stomach, Pancreas, Left Kidney, etc…. Organs આવેલા હોય છે.
સ્ટ્રક્ચર (Structure) :
સ્પ્લીન એ અંદરની સાઇડે કનેકટીવ ટીસ્યુનું નેટવર્ક ધરાવે છે જેને સ્પ્લીનીક પલ્પ કહે છે. જેમાં લીમ્ફોઇડ ટીસ્યુ અને અમુક Blood cells આવેલા હોય છે. સ્મુથ મસલ્સ ફાઈબર્સ તથા ઈલાસ્ટીક ટીસ્યુની બનેલી કેપ્સ્યુલ તેના ફરતે આવેલી હોય છે. Spleen ની અંદર બે ભાગમાં તેના ટીસ્યુ વહેચાયેલા છે. Whight pulp અને Red Pulp. Whight pulp એ ઈમ્યુનીટી માટેની છે જ્યાં B-cell ની સંખ્યા વધી એન્ટીબોડી પ્લાઝમા બનાવવામાં મદદ કરે છે. જે infection સામે ઉપયોગી છે.Red pulp vascular હોય છે. ત્યાં બેકટેરીયાનું ફેગોસાઈટોસીસ થાય છે અને RBC અને પ્લેટલેટસ જે damaged થયેલા હોય તેનું પણ ફેગોસાઈટોસીસ કરવાનું કામ કરે છે.
ફંક્શન્સ ઓફ સ્પ્લીન (Functions of Spleen) :
ફેગોસાયટોસીસ (Phagocytosis) : બેક્ટેરિયા ને ડીસ્ટ્રોય કરવામાં મદદ કરે છે તથા RBC જે damage થયેલા છે તેને ફેગોસાઈટોસીસ કરી સર્ક્યુલેશમાંથી દૂર કરે છે.
સ્ટોરેજ ઓફ બ્લડ (Storage of blood) : Spleen અંદાજીત 350 ml જેટલા blood નું storage કરે છે. જે હેમરેજ જેવી પરિસ્થિતિમાં સિમ્પથેટીક સ્ટીમ્યુલેશન મળતા તરત જ સર્ક્યુલેશનમાં આ blood પરત મોકલે છે.
ઇમ્યુન રિસપોન્સ (Immue response) : T અને B lymphcytes કે જે એન્ટીજન દ્વારા એક્ટીવેટ થાય છે જેનાથી ઈમ્યુનીટી જાળવવાનું કામ કરે છે.
એરીથ્રોપોએસીસ (Erythropoiesis) : ફિટલ લાઈફ દરમ્યાન Spleen અને liver એ Red Blood Cells ના Production માટે important હોય છે. Adult માં પણ Spleen જરૂરિયાત હોય ત્યારે cells નું Production કરે છે.
થાઇમસ ગ્લેન્ડ (Thymus gland) :
થાઇમસ ગ્લેન્ડ બે લોબ ધરાવતું lymphatic system નું Organ છે.તે મીડિયાસ્ટીનમ સ્પેસમાં આવેલ હોય છે.તે infant માં size માં મોટી હોય છે અને 10-12 વર્ષની ઉમર સુધીમાં maximum 40 gr જેટલી થાય છે.જન્મ વખતે તેનો વજન 10 થી 15 gr. જેટલો હોય છે.
ઓર્ગન અસોસિએટેડ વિથ ધ થાઇમસ ગ્લેન્ડ (Organ Associated with the Thymus gland):
તેની આજુબાજુએ sternum, aortic arch, treachea, lungs, heart વગેરે અવયવો આવેલા છે.
સ્ટ્રક્ચર (Structure) :
તે બે લોબ ધરાવે છે.તે કેપ્સ્યુલ ધરાવે છે. outerside એ દરેક લોબ એ લોબ્યુલસ માં વહેચાયેલ હોય છે જેમાં બહારના ભાગને કોર્ટેક્સ (cortex) અને અંદરના ભાગને મેડ્યુલા (Medula) કહેવાય છે.
ફંક્શન્સ (Function) :
Bone marrow માંથી ઉત્પન થયેલા B-lymphocytes ને thymus gland માં દાખલ થયા પછી T-lymophocytes તરીકે એક્ટીવેટ કરે છે.
Thymosin એ thymus gland અને બીજા lymphoid tissues ને સ્ટીમ્યુલેટ કરી મેચ્યોરેશન કરે છે. જે હોર્મોન ગ્લેડના એપીથેલીયન સેલ મારફતે સિક્રીટ થાય છે.