ANATOMY (PART :1) SKELETON SYSTEM UNIT 13

SKELETON SYSTEM (સ્કેલેટન સિસ્ટમ):

INTRODUCTION (ઇન્ટ્રોડક્શન):

સ્કેલેટલ સિસ્ટમ એટલે કે બોડીમા આવેલા બોન અને તેના સ્ટ્રકચર રીલેટેડ સ્ટડી. આ સિસ્ટમમા બોડીમા આવેલા નાના-મોટા તમામ બોન અને તેના સ્ટ્રક્ચરની સ્ટડી જોઈશુ. બોન એ શરીર ને ફ્રેમવર્ક આપે છે. આપણા બોડીને સ્ટ્રક્ચરલ સપોર્ટ આપવાનુ કાર્ય કરે છે. જેના કારણે આપણા શરીરનો બાંધો જળવાય છે. બોન એ બોડી મા ફ્રેમવર્ક બનાવતા હોવાના કારણે કેવીટીમા આવેલા ઓર્ગન્સ ને પ્રોટેક્ટ કરવાનુ કાર્ય પણ કરે છે.

બોન ને લગતા સાયન્ટિફિક સ્ટડીને તથા તેના સ્ટ્રકચર અને ડિસઓર્ડર ના સ્ટડીને ઓસ્ટીઓલોજી તરીકે ઓળખવામા આવે છે. સ્કેલેટલ સિસ્ટમ એ આપણા શરીર અને શરીર ના ભાગો ને જોડાણ, સુરક્ષા અને એક ફિક્સ આકાર આપે છે.

સ્કેલેટલ સિસ્ટમ એ શરીર ની અંદર અને બહાર જોવા મળે છે. જેના બે ટાઈપ છે.

1.Exo-skeleton (એક્ઝો – સ્કેલેટન)

2.Endo-skeleton (એન્ડો – સ્કેલેટન)

1.Exo-skeleton (એક્ઝો – સ્કેલેટન):
આ શરીર ની બહાર ની બાજુ એ જોવા મળે છે, કે જે શરીર ને એક ચોક્કસ આકાર આપે છે અને શરીર ને protection પૂરું પાડે છે. જેમા Skin and skin derivatives નો સમાવેશ થાય છે.

2.Endo-skeleton (એન્ડો – સ્કેલેટન):
તે માનવશરીર ની અંદરના ભાગે જોવા મળે છે, કે જે શરીર ને એક ફિક્સ આકાર આપે છે.
તે skeleton bone અને cartilage નો બનેલો હોય છે.

SKELETON TISSUE (સ્કેલેટન ટિશ્યુ):

Skeleton tissue એ connective tissue નો એક ટાઈપ છે.
Skeleton tissue ના બે ટાઈપ છે:

1: Cartilage (કાર્ટીલેજ)
2: Bone (બોન)

1: Cartilage (કાર્ટીલેજ):

  • Cartilage એ connective tissue નુ rigid (સખત) સ્વરૂપ છે.
  • તેના 3 ટાઈપ છે.

1. હાઈલાઈન કાર્ટીલેજ (Hyaline Cartilage):
2. ફાઇબ્રો કાર્ટીલેજ (Fibro Cartilage):
3. ઇલાસ્ટિક કાર્ટીલેજ (Elastic Cartilage):

1. હાઈલાઈન કાર્ટીલેજ (Hyaline Cartilage):

  • Hyaline cartilage એ flexible (વળી શકે એવા) અને smooth હોય છે.
  • Hyaline cartilage એ transparent (પારદર્શક) બ્લૂ રંગના tissue અને cell ના બનેલા હોય છે અને તે Matrix નામના protein માં આવેલા હોય છે કે જેને chondrin કહેવાય છે.
  • cartilage માં chondrocyte સેલ જોવા મળે છે અને તે chondrin બનાવે છે.
  • Hyaline cartilage એ bone ની surface area પર જોવા મળે છે અને તે cartilage joint બનાવે છે.
  • Hyaline cartilage એ coastal cartilage એ ribs અને sternum ને connect કરે છે.
  • એ body માં નીચેના શરીરના ભાગમાં જોવા મળે છે.
  • -anterior part of the nose (નાકનો આગળનો ભાગ)
  • -larynx (લેરિન્ગ્સ)
  • -trachea (ટ્રકિયા)

2. ફાઇબ્રો કાર્ટીલેજ (Fibro Cartilage):

  • Fibro cartilage એની વચ્ચે white collagen fibers જોવા મળે છે તેથી તેને white cartilage તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • આ cartilage થોડાક flexible (વળી સકે એવા) અને firm (મક્કમ) હોય છે.
  • આ cartilage એ intervertebral disc મા જોવા મળે છે.
  • તે symphysis pubic માં પણ જોવા મળે છે.

3. ઇલાસ્ટિક કાર્ટીલેજ (Elastic Cartilage):

  • Elastic cartilage માં yellow elastic fibers જોવા મળે છે તેથી તેને yellow cartilage તરીકે ઓળખવામાં આવે છે.
  • આ એક flexible (વળી શકે તેમ) cartilage નો type છે કે જેમાં elasticity (સ્થિતિસ્થાપકતા) જોવા મળે છે.
  • Human body માં તે નીચેના ભાગો માં જોવા મળે છે:
  • ear pinnae
  • In epiglottis (part of larynx)

2. BONE (બોન):

  • Bone એ hard connective tissue છે, કે જેમાં human body માં endo-skeleton એ joint સાથે જોડાયેલા હોય છે.
  • Bone એ નીચે મુજબના substance થી બનેલા હોય છે:
  • -Inorganic substance (50%)
  • -organic matter (30%)
  • -water(20%)

Bone ના structure પ્રમાણે bone ના 2 type પડે છે:

1. Compact bone (કોમ્પેક્ટ બોન)

2. Cancellous bone or spongy bone (કેન્સેલસ બોન અથવા સ્પોન્જી બોન)

1. Compact bone (કોમ્પેક્ટ બોન):

  • Compact type ના bone strong (મજબૂત) હોય છે.
  • આ bone એ tube જેવા unit ના બનેલા હોય છે કે જેને osteons or Haversian system કહેવાય છે.
  • એક osteon એ central canal માંથી બનેલા છે કે જેને Haversian canal પણ કહી શકાય છે કે જેની આજુ બાજુ circular (ગોળ ગોળ) રીંગ જેવું structure જોવા મળે છે.
  • આ central or Haversian canal માં blood vessels, nerves અને lymphatic channels આવેલી હોય છે.
  • આ bone એ flat bone અને long bone પર જોવા મળે છે.

2. Cancellous bone or spongy bone (કેન્સેલસ બોન અથવા સ્પોન્જી બોન):

  • આ Bone એ flexible (વળી શકે એવાં) હોય છે કે જે long bone અને small bone ના edge (ઉપર ના ભાગે) જોવા મળે છે.
  • Spongy bone નો cross section લેવામાં આવે ત્યારે તેમાં ઘણી small ducts જોવા મળે છે કે જેને trabeculae કહેવાય છે, કે જે lamellae અને osteocyte ના બનેલા હોય છે કે જે canaliculi એ interstitial fluid દ્વારા interconnected હોય છે.
  • Trabeculae વચ્ચેની જગ્યા red bone marrow filled કરે છે.
  • Red bone marrow એ red blood cells અને white blood cells produce કરે છે અને bone cell ને nourishment provide કરે છે.

BONE CELLS (બોન સેલ):

Bone cell એ નવા bone ના બનવા માટે જવાબદાર છે.
Bone મા Matrix નામના protein Haversian system ની આજુ બાજુ જૉવા મળે છે.
Bone cell એ Matrix મા જોવા મળે છે કે જે bone ના બનવામાં મદદરૂપ થાય છે.

Bone cell ના 3 types છે.

  • Osteoblast (ઓસ્ટિઓબ્લાસ્ટ)
  • Osteoclast (ઓસ્ટિઓક્લાસ્ટ)
  • Osteocyte (ઓસ્ટિઓસાઇટ)

1.Osteoblast (ઓસ્ટિઓબ્લાસ્ટ):

New bone cell મા osteoblast cell જોવા મળે છે. આ cell periosteum ના deeper layer મા જૉવા મળે છે કે જે fracture site પર અને long bone ના bone marrow મા જોવા મળે છે.
Osteoblast cell collagen release કરે છે અને તેમાં માત્ર એક જ nucleus જોવા મળે છે.
આ cell inorganic salt ના deposit (ભેગુ થવામા) મા helpful થાય છે. e.g. કેલ્શિયમ,ફોસ્ફેટ NOTE:
Periosteum: bone ની ઉપર આવેલી fibrous ટીસ્યુ ની membrane
Collagen: તે white fibers માં જોવા મળતું insoluble protein છે કે જે bone માં જોવા મળે છે.

2.Osteoclast (ઓસ્ટિઓક્લાસ્ટ):

આ large cell છે કે જેમાં એક કરતાં વધારે nucleus (50 કરતા વધારે) જોવા મળે છે.
આ cell એ bone ટીસ્યુ ને absorb કરે છે જેના કારણે તે bone નુ break down થાય છે અને તેમાંથી કેલ્શિયમ અને ફોસ્ફેટ રિલીઝ થાય છે.
આ cell bone ના upper surface પર આવેલ હોય છે.
તે continuously bone tissue નું remolding કરે છે.

3.Osteocyte (ઓસ્ટિઓસાઇટ):

આ cell bone ની અંદર ની side આવેલા હોય છે.
Osteocyte cell એ osteoblast cell નો એક type છે કે જેમાં mature થયેલા osteoblast cell ને osteocyte cell તરીકે ઓળખવામાં આવે છે.

BONE TYPES (બોન ટાઇપ્સ) :

  • Long bone (લોંગબોન)
  • Short bone (શોર્ટ બોન)
  • Irregular bone (ઇરરેગ્યુલર બોન)
  • Flat bone (ફ્લેટ બોન)
  • Sesamoid bone (સીસામોઇડ બોન)

1. Long bone (લોંગબોન):

  • આ type ના bone size માં લાંબાં હોય છે કે જેમાં epiphysis એ edges છેડા ના ભાગે અને middle મા shaft હોય છે.
  • આ type ના bone માં તેની લંબાઈ એ પહોળાઈ કરતા વધારે હોય છે.
  • આ type ના bone એ હાથ મા અને પગ મા જોવા મળે છે,જેમ કે humorous, radius, ulna in hand ,femur, tibia, fibula in leg મા long bone જોવા મળે છે.

2. Short bone (શોર્ટ બોન):

  • આ type ના bone એ size માં નાના હોય છે.
  • આ bone માં shaft નો ભાગ absent હોય છે.
  • આ type ના bone એ hand ની wrist (કાંડુ) મા carpal bone તરીકે જોવા મળે છે.

3.Irregular bone (ઇરરેગ્યુલર બોન):

  • આ type ના bone ની fix સાઇઝ હોતી નથી, તેથી તેને Irregular bone કહેવાય છે.
  • આ type ના bone એ face પર અને vertebrates માં જોવા મળે છે.
  • આ type ના bone મા shaft absent હોય છે.

4. Flat bone (ફ્લેટ બોન):

  • આ type ના bone એ આકાર મા flat (સપાટ)હોય છે.
  • આવા bone ત્યાં જોવા મળે છે કે જ્યાં અંદર કેવીટી મા organ આવેલા હોય છે. આવા organ ને protection માટે આ બોન આવેલ હોય છે, ત્યા આવા bone આવેલા હોય છે.
  • આવા bone એ skull, chest bone-sternum and ribs હોય છે.

5.Sesamoid bone (સીસામોઇડ બોન):

આ type ના bone એ sesame (તલ) ના આકાર ના જોવા મળે છે.
આ bone એ અમુક joints ની આજુ બાજુમા જોવા મળે છે.
Example.. knee cap

DEVELOPMENT OF BONE (ડેવલોપમેન્ટ ઓફ બોન) :

માનવ શરીર મા bone ના development ની શરૂઆત જન્મ પહેલેથી જ થાય છે અને તે 21 year ની age સુધી થાય છે.
Bone ના development થવાની process ને ossification તરીકે ઓળખવામા આવે છે.

Bone નું development 2 રીતે થાય છે:

1.membranous ossification (મેમ્બ્રેનિયસ ઓસીફીકેશન)
2.cartilagenous ossification (કાર્ટીલેજીનિયસ ઓસીફીકેશન)

Structure of Long Bone (સ્ટ્રક્ચર ઓફ લોન્ગ બોન):

બોડીમા અલગ અલગ શેપના બોન આવેલા હોય છે. જેમા લોંગ બોન, શોર્ટ બોન, ઈરેગ્યુલર બોન, ફ્લેટ બોન અને સીસામોઇડ બોન જોવા મળે છે.
લોંગ બોન એટલે કે બોડીમા આવેલા સીલીન્ડ્રીકલ શેપના બોન જેમ કે હ્યુમરસ બોન, ફીમર બોન વગેરે.
આ પ્રકારના બોન ની જાડાઈ કરતા લંબાઈ વધારે જોવા મળે છે. જેમા નીચે મુજબની કેરેક્ટરિસ્ટિક્સ જોવા મળે છે.

1.Epiphysis (એપીફીસીસ):

  • આ લોંગ બોન ના બંને છેડાના ભાગ છે. ડિસ્ટલ અને પ્રોકઝીમલ લોંગ બોન ના ભાગને એપીફીસીસ તરીકે ઓળખવામાં આવે છે. તેમા બહારના ભાગે કોમ્પેક્ટ બોન ટીશ્યુ અને અંદરના ભાગે સ્પંજી બોન જોવા મળે છે. બોન ના આ છેડાના ભાગે રેડ બોન મેરો જોવા મળે છે.

2.Diaphysis (ડાયાફિસિસ):

લોંગ બોન નો આ વચ્ચેનો ભાગ છે. તેને બોન ના સાફટ ના ભાગ તરીકે પણ ઓળખવામા આવે છે. બોન નો આ મુખ્ય ભાગ કે જેમા કોમ્પેક્ટ ટીશ્યુ મુખ્યત્વે જોવા મળે છે અને બોન ના આ વચ્ચેના ભાગમા યલ્લો બોન મેરો જોવા મળે છે. આ ભાગમા વચ્ચે એક કેનાલ જેવુ સ્ટ્રક્ચર છે, તેને મેડ્યુલરી કેનાલ અથવા મેડ્યુલરી કેવિટી તરીકે ઓળખવામા આવે છે. જેમા વધારે બોન ના માઈક્રોસ્કોપીક સ્ટ્રક્ચર વખતે ડીટેઇલ જોઈશુ.

3. Metaphysis (મેટાફેસીસ):

લોંગ બોન ના જે ભાગે એપીફિશિયલ પ્લેટ એ ડાયાફીસીસના ભાગ સાથે જોડાય તે ભાગને મેટાફેસીસ તરીકે ઓળખવામાં આવે છે.

4.Articular Cartilage (આર્ટિક્યુલર કાર્ટીલેજ):

એપીફીસીસ ની લાઇનિંગ પર આવેલા કવરિંગ ને આર્ટિક્યુલર કાર્ટીલેજ કહેવામા આવે છે. આ કાર્ટીલેજ ની મદદથી બોનના જોઈન્ટ વખતે શોક, જર્ક એબસોર્બ થાય છે અને મૂવમેન્ટ પેઈનલેસ બને છે.

5.Periosteum (પેરીઑસ્ટીયમ):

લોંગ બોન ના જે છેડાના ભાગને આર્ટીકયુલર કાર્ટીલેજ કવર કરે છે તે સિવાયના બોનના તમામ ભાગ પર આવેલ બહારના લેયરને પેરીઑસ્ટીયમ કહેવામા આવે છે. આ પેરીઓસ્ટિયમ એ ફાઈબ્રસ કનેક્ટિવ ટીશ્યુનુ બનેલું હોય છે. જે બ્લડ વેસલ્સ, લિમ્ફ વેસલ્સ અને નર્વ નુ સ્ટ્રક્ચર ધરાવે છે. આ લેયર મજબૂત હોવાથી બોન ને બહારની બાજુથી પ્રોટેક્શન આપવાનુ કાર્ય પણ કરે છે. તેની બહારની સરફેસ રફ હોવાના કારણે મસલ્સને અટેચમેન્ટ સારી રીતે આપી શકે છે.

આ ઉપરાંત બોન ના સાફટ ના ભાગે મેડ્યુલરી કેવીટી આવેલી હોય છે. જેમા યલો બોનમેરો આવેલ હોય છે આ મેડ્યુલરી કેવીટીની બહારની લાઇનિંગ ને એંડોસ્ટિયમ કહે છે. જેમા બોન ના બેઝિક સેલ અને ઓસ્ટીઓક્લાસ સેલ આવેલા હોય છે.

Ossification (ઑસિફિકેશન):

બોન બનવાની ક્રિયા અને બોન મેચ્યોર થવાની ક્રિયાને ઑસિફિકેશન કહેવામા આવે છે. બાળક મધરના યુટ્રસ મા હોય ત્યારથી બોન નો ગ્રોથ શરૂ થાય છે અને તે ચાઈલ્ડ હુડ એજ સુધી એડોલેસન્ટ એજ સુધી કંટીન્યુઅસ ગ્રોથ જોવા મળે છે. બાળકોમા બોન સોફ્ટ અને વીક હોય છે, જેમ જેમ તેની ઉંમર વધતી જાય તેમ તેમ તે હાર્ડ, સ્ટ્રોંગ અને મેચ્યોર બનતા જાય છે.

FUNCTIONS OF BONE (ફંક્શન્સ ઓફ બોન):

  • Bone ના function નીચે મુજબ છે:
  • Bone એ આપણા body ને stability (સ્થિરતા) અને body ને support provide કરે છે.
  • Bone એ આપણા body ને protection provide કરે છે. Example. Thoracic rib cage એ lung અને હાર્ટ ને protection આપે છે, Skull એ brain ને protection આપે છે.
  • Bone એ muscle અને joint ની ઘણી movement મા મદદરૂપ થાય છે.
  • Bone એ આપણા body માં ઍક reservoir (સંગ્રાહક) તરીકે કામ કરે છે, કે જે કેલ્શિયમ ફોસ્ફરસ જેવા મિનરલ ને store કરે છે.
  • Bone માંથી bone cell form (બનવુ) થાય છે.
  • Long bone માં આવેલ epiphysis માં રેડ bone marrow જોવા મળે છે કે જેમાંથી red blood cell બને છે. આ blood cells બનવાની process ને hematopoiesis તરિકે ઓળખવામાં આવે છે.

TENDON (ટેન્ડન):

  • Tendon એ fibrous connective tissue નું બનેલું structure છે કે જે muscle ને bone સાથે જોડી રાખે છે.
  • Tendon એ bone સાથે જોડાયેલા muscle ને secure કરી રાખે છે કે જે muscle ની movement માં મદદરૂપ થાય છે.
  • Tendon એ parts અને તેની આજુબાજુના organ ને fixed position માં રાખે છે.

LIGAMENTS (લીગામેન્ટ):

  • LIGAMENTS એ connective tissue ના બનેલા હોય છે કે જે એક bone ને બીજા bone સાથે attached (જોડીને) રાખે છે.
  • Ligament એ organ ને hold કરી રાખે, અને support આપે છે.
  • Ligament એ joint ને સાથે જોડી રાખે છે.

Human Skeleton (હ્યુમન સ્કેલેટન):

Human skeleton એ ઘણા bones થી બનેલ છે. એડલ્ટ માનવ શરીર મા ટોટલ 206 bones આવેલા છે. હ્યુમન બોડી મા સ્કેલેટલ ને 2 part મા divide કરવામા આવે છે:

1. Axial skeleton (એક્ઝીઅલ સ્કેલેટન)
2. Appendicular skeleton (એપેન્ડીક્યુલર સ્કેલેટન)

1. Axial skeleton (એક્ઝીઅલ સ્કેલેટન)

Axial skeleton એ માનવશરીર ના સેન્ટર ના ભાગ મા જોવા મળે છે.
Axial skeleton મા નીચે મુજબ bones જોવા મળે છે.skull, vertebral column, ribs, sternum, etc.

Axial skeleton મા કુલ 80 bones આવેલ હોય છે.

  • Skull મા કુલ 22 bones છે.
  • Cranium કેવીટી મા 8
  • Face ના 14
  • Vertebrae ની કુલ સંખ્યા 26
  • Ribs ની કુલ સંખ્યા 24
  • Ear bones ની કુલ સંખ્યા 6 આવેલ હોય છે.

આ ઉપરાંત સ્ટર્નમ બોન અને હાયોડ બોન નો એકઝિયલ સ્કેલેટલ મા સમાવેશ કરવામા આવે છે. તે બંને 1 ની સંખ્યા મા આવેલ હોય છે.

1.SKULL (સ્કલ):

Skull એ body ના upper part મા vertebral column ની ઉપર ના ભાગે જોવા મળે છે.
જેમા નીચે મુજબ ના 2 part છે.

1. cranium (ક્રેનિયમ)
2. face (ફેસ)

1. cranium (ક્રેનિયમ):

  • Skull bone ના upper part ને cranium તરીકે ઓળખવામાં આવે છે.
  • 8 irregular Cranial bones સાથે મળીને cranial cavity બનાવે છે.
  • Cranial cavity મા human brain આવેલ હોય છે.
  • Cranium ના lower part ને base તરિકે અને upper Part ને vault તરીકે ઓળખવામા આવે છે. તેનો આકર dome shape જેવો હોય છે.
  • Cranial bones એકબીજા સાથે join થઇ immoveable joint બનાવે છે જેને sutures તરીકે ઓળખવામાં આવે છે.

Sutures of the cranium bone ( ક્રેનિયમ કેવીટીમા આવેલા સૂચર ):

ક્રેનિયમ કેવીટી ઇરેગ્યુલર બોન્સ દ્વારા બનેલ છે. આ ફ્લેટ બોન્સ જોડાઈને ઇમમુવેબલ જોઈન્ટ બનાવે છે. આ જોઈન્ટ ને સુચર તરીકે ઓળખવામા આવે છે. ક્રેનિયમ કેવીટીમા આવેલા સૂચર નીચે મુજબના છે.

Coronal suture (કોરોનલ સુચર):

ફ્રેન્ટલ બોન અને 2 પરાઇટલ બોન વચ્ચે આવેલા સુચર ને કોરોનલ સુચર કહેવાય છે.

Sagittal suture (સજાઈટલ સુચર):

2 પરાઈટલ બોન વચ્ચે આવેલા સુચર ને સજાઈટલ સુચર કહે છે.

Lambdoidal suture (લેમ્બડોઇડલ સૂચર):

2 પરાઇટલ બોન અને ઓક્ષીપીટલ બોન વચ્ચે આવેલા સૂચર ને લેમ્બડોઇડલ સૂચર કહે છે.

Squamous suture (સ્કવેમસ સુચર):

પરાઈટલ બોન અને ટેમ્પોરલ બોન વચ્ચે આવેલા સુચરને સ્કવેમસ સુચર કહેવામા આવે છે.

ઉપરોક્ત suture જોડાઈ વચ્ચે ડિપ્રેસન જેવુ સ્ટ્રકચર બનાવે છે જેને fontanelles કહે છે. આ fontanelles infant skull મા 2 ની સંખ્યા મા આવેલ હોય છે.

Skull ના આગળ ના ભાગે જ્યા કોરોનલ અને સજાઈટલ સૂચર જોડાય ત્યા જંકશન પાસે Anterior Fontanelle આવેલ હોય છે. તેને bregma તરીકે પણ ઓળખી શકાય છે. તે સાઇઝ મા મોટુ હોય છે. બાળક 1.5 year નુ થાય ત્યા સુધી મા સ્કેલેટલ મેચ્યોરિટી (Growth) થવાથી તે close થઈ જાય છે. તે ડાયમંડ શેપ નુ હોય છે.

Skull ના પાછડ ના ભાગે જ્યા સજાઈટલ અને લેમ્ડોઇડલ સૂચર જોડાય ત્યા જંકશન પાસે Posterior Fontanelle આવેલ હોય છે. તેને lemda તરીકે પણ ઓળખી શકાય છે. તે સાઇઝ મા નાનુ હોય છે. બાળક 6 થી 8 weeks નુ થાય ત્યા સુધી મા સ્કેલેટલ મેચ્યોરિટી (Growth) થવાથી તે close થઈ જાય છે. તે ટ્રાય એંગયુલર શેપ નુ હોય છે.

Skull મા ક્રેનિયમ એ ઘણા અલગ અલગ flat અને irregular bones ના બનેલા હોય છે. Cranium મા ટોટલ 8 બોન આવેલ હોય છે, જે નીચે મુજબ છે:

1. Frontal bone 1
2. Parietal bone 2
3. Temporal bone 2
4. Occipital bone 1
5. Sphenoid bone 1
6. Ethmoid bone 1

Frontal bone (ફ્રન્ટલ બોન):

આ બોન ક્રેનિયમ કેવીટીના સૌથી આગળના ભાગે 1 ની સંખ્યામા આવેલુ હોય છે. તેને ફોર હેડ બોન પણ કહેવામા આવે છે. તે ઓર્બિટલ કેવીટી અને નેઝલ કેવીટી ની ઉપરના ભાગે આવેલુ હોય છે. ઓર્બિટલ કેવીટી ની ઉપરના ભાગે ફ્રન્ટલ બોન મા બંને બાજુએ ઉપસેલી માર્જિન આવેલી હોય છે, જેને સુપ્રા ઓર્બીટલ માર્જિન કહેવામા આવે છે. આ માર્જિન ના ભાગે ફોરામેન પણ આવેલા હોય છે. જેને સુપ્રા ઓર્બીટલ ફોરામેન કહે છે. બંને ઓર્બિટલ માર્જિનની વચ્ચેના ભાગને ગ્લેબેલા તરીકે ઓળખવામા આવે છે.

Parietal bone ( પેરીએટલ બોન ):

ક્રેનિયમ કેવીટીમા આ બોન 2 ની સંખ્યામાં આવેલા હોય છે અને તે ક્રેનિયમ કેવીટી ની રૂફ બનાવે છે. તે ક્રેનિયમ કેવિટીના બધા જ સુચર સાથે જોડાયેલ બોન છે.

Temporal bone (ટેમ્પોરલ બોન):

તે 2 ની સંખ્યામા આવેલ હોય છે. ક્રેનીયમ કેવીટી ની બંને બાજુએ એક એક ear ના ભાગ પાસે આવેલા બોન છે. ટેમ્પોરલ બોન એ ઝાઈગોમેટિક પ્રોસેસ દ્વારા ઝાઈગોમેટિક બોન સાથે જોડાય છે. તેમજ તે મેન્ડીબલ બોન સાથે જોડાય સ્કલનો એકમાત્ર મુવેબલ જોઈન્ટ ટેમ્પેરોમેન્ડીબ્યુલર જોઈન્ટ બનાવે છે. ટેમ્પોરલ બોન મા આવેલ માસ્ટોઇડ પોર્શન એ મિડલ ઇયર સાથે એર સેલ દ્વારા કનેક્ટ હોય છે.

Occipital bone (ઓસિપિટલ બોન):

તે ક્રેનીયમ કેવીટીમા 1 ની સંખ્યામા આવેલુ બોન હોય છે. તે સ્કલ ના પાછળનો ભાગ અને બેઇઝ નો ભાગ બનાવે છે. આ બોન ના નીચેના ભાગે એક મોટુ ફોરામેન આવેલુ હોય છે, તેને ફોરામેન મેગ્નમ તરીકે ઓળખવામા આવે છે. જેમાંથી બ્રેઇન માંથી નીકળતી સ્પાઈનલ કોર્ડ પસાર થાય છે.

આ ફોરામેન ની બંને બાજુએ એક એક ઉપસેલા ભાગ આવેલા હોય છે. જેને કોંડાઇલ કહેવામા આવે છે. આ વર્ટીબ્રલ કોલમના પહેલા વર્ટીબ્રા એટલાસ સાથે જોડાય હીંજ જોઈન્ટ બનાવે છે. ઑક્સીપીટલ બોન ના પાછડ ના સૌથી ઉપસેલા ભાગને ઓક્સીપીટલ પ્રોટયુબ્રન્સ કહે છે.

Ethmoid bone (એથમોઇડ બોન):

તે ક્રેનિયમ કેવીટીના બેઝમા આગળની બાજુએ આવેલું બોન છે. તે 1 ની સંખ્યામા આવેલુ હોય છે. તે ક્યુબિકલ શેપનુ બોન છે. તેના path માંથી ઓલફેક્ટરી નર્વ નોઝ તરફથી બ્રેઇન તરફ પસાર થાય છે.

Sphenoid bone (સ્ફેનોઇડ બોન):

તે 1 ની સંખ્યામા આવેલુ હોય છે. તે ક્રેનીયમ કેવીટીના બેઝમા ઓકસીપિટલ બોન થી આગળ આવેલુ હોય છે. તે પતંગિયા આકારનુ બોન હોય છે. તેના વચ્ચેના ભાગમા એક ડિપ્રેશન આવેલ હોય છે. તેને હાઇપો ફિશિયલ ફોસા અથવા તો સેલા તરસીકા ( Sella tarsica ) તરીકે ઓળખવામા આવે છે. આ ભાગમા પીચ્યુટરી ગ્લેન્ડ રહેલી હોય છે. આ બોન ક્રેનિયમ કેવિટીના બધા જ બોન સાથે જોડાયેલુ હોય છે.

Facial bones (ફેશિયલ બોન્સ):

ફેસ ના ભાગે આવેલા બોન ને ફેશિયલ બોન્સ કહેવામા આવે છે. તે ટોટલ 14 ની સંખ્યામા હોય છે. આ બોન્સ નીચે મુજબ જોવા મળે છે.

Maxilla bone (મેક્સિલા બોન):

તેને અપર જો બોન તરીકે પણ ઓળખવામા આવે અને તે 2 ની સંખ્યા મા આવેલ હોય છે. તેની માર્જિન મા અપર ટીથ આવે છે. આ બોન એ માઉથની રૂફ બનાવે છે અને નેઝલ કેવીટી અને ઓર્બીટલ કેવીટીની ફ્લોર બનાવે છે. આ બોન નો અમુક ભાગ હાર્ડ પેલેટ પણ બનાવે છે.

Zygomatic bone (ઝાયગોમેટિક બોન):

તેને ચીક બોન તરીકે ઓળખવામા આવે છે. તે 2 ની સંખ્યામા આવેલા હોય છે. તે ગાલ નો ઉપસેલો ભાગ બનાવે છે. આ બોન આગળની બાજુએ મેકઝીલા બોન સાથે અને ટેમ્પોરલ બોન સાથે જોડાય છે.

Mandible bone (મેન્ડેબલ બોન):

તે ફેસ ના સૌથી નીચેના ભાગે આવેલુ બોન છે. તે સ્કલ નુ એકમાત્ર મુવેબલ અને મજબૂત બોન છે. જે ચાવવાની ક્રિયામા ખૂબ જ અગત્યનુ કાર્ય કરે છે. તે 1 ની સંખ્યા મા આવેલ હોય છે.

આ બોન ની ઉપરની કિનારી ને એલવીઓલર રીજ તરીકે ઓળખવામા આવે છે. આ રિજ ના ભાગે ટીથ ગોઠવાયેલા હોય છે.

આ બોનના આગળના ભાગને બોડી કહેવામા આવે છે. વળાંક વળતા ભાગને એન્ગલ કહે છે. ત્યાંથી ઉપરની બાજુએ ચપટા ભાગને રેમસ કહેવામા આવે છે. આગળનો ભાગ બે પ્રોસેસમા ડિવાઇડ થાય છે. જેમા કોરોનોઈડ પ્રોસેસ અને કોંડાઈલર પ્રોસેસ જોવા મળે છે.
કોરોનોઈડ પ્રોસેસ સાથે મસલ્સ જોડાય છે જ્યારે કોંડાઈલર પ્રોસેસ સાથે ટેમ્પોરલ બોન જોડાઈને ટેમ્પો મેન્ડબ્યુલર જોઈન્ટ બનાવે છે.

Nasal bone (નેઝલ બોન):

તે 2 ની સંખ્યામા આવેલા ચપટા બોન છે. તે નોઝ ની બ્રિજ બનાવે છે. તે નેઝલ કેવીટી ની સુપીરીયર અને લેટરલ wall બનાવે છે.

Lacrimal bones (લૅક્રિમલ બોન):

તે 2 ની સંખ્યામા આવેલા બોન છે. તે ઓર્બીટલ કેવિટી ની મીડિયલ વોલ બનાવે છે અને નેઝૉલૅક્રિમલ ડક્ટ દ્વારા આંખના સિક્રેશનને નોઝ સુધી લાવે છે. આ બોન નો શેપ ફિંગર નેલ જેવો હોય છે.

Vomer bone (વોમર બોન):

તે 1 ની સંખ્યામા આવેલુ બોન છે. નેઝલ કેવીટીના વચ્ચેના ભાગે આવેલુ બોન છે તે આગળના ભાગે કાર્ટીલેજ ના સેફટમ સાથે જોડાયેલુ હોય છે. તે નેઝલ કેવીટી ને 2 ભાગ મા સેપરેટ કરે છે. ઉપરની બાજુ તે ઇથમોઈડ બોન સાથે જોડાયેલુ હોય છે.

Palatine bones (પેલેટીન બોન):

તે 2 ની સંખ્યામા આવેલા બોન છે. તે હાર્ડ પેલેટ બનાવે છે. તેમા 2 L શેપ ના બોન એક બીજા સાથે જોડાઈ પેલેટ નો ભાગ બનાવે છે.

Inferior conchae (ઇન્ફીરિયર કોન્કાઇ):

તે 2 ની સંખ્યામા આવેલા હોય છે. તે નેઝલ કેવીટીની લેટરલ wall મા આવેલા પટ્ટી આકારના બોન છે. તે અંદર જતી એર ને ફિલ્ટર કરી અને વોર્મ કરવાનુ કાર્ય કરે છે.

Vertebrae and Vertebral Column (વર્ટીબ્રા એકબીજા સાથે જોડાય વર્ટિબલ કોલમ):

  • ઓક્સિપીટલ બોન ના ફોરામેન મેગ્નમ ની નીચેથી ઈરેગ્યુલર શેપના વર્ટીબ્રા એકબીજા સાથે જોડાય એક કોલમ બનાવે છે, જેને વર્ટીબ્રલ કોલમ કહેવામા આવે છે.
  • વર્ટીબ્રા એ સ્ટ્રોંગ અને ઇરેગ્યુલર શેપના બોન હોય છે. આ દરેક વર્ટીબ્રા એકબીજા સાથે જોડાય વર્ટિબલ કોલમ બનાવે તેમા વચ્ચે એક કેનાલ જેવુ સ્ટ્રક્ચર તૈયાર થાય છે. આ કેનાલ માંથી સ્પાઇનલ કોર્ડ નુ સ્ટ્રક્ચર સળંગ બ્રેઇન તરફથી નીકળી નીચે બાજુ કંટીન્યુ પસાર થાય છે. વર્ટીબ્રા એ સ્પાઇનલ કોર્ડ ને પ્રોટેક્શન આપે છે.
  • વર્ટીબ્રલ કોલમ ની અંદાજિત લંબાઈ પુરુષોમા 70 સેન્ટીમીટર જેટલી અને સ્ત્રીઓમા 60 cm જેટલી જોવા મળે છે.
  • વર્ટીબ્રલ કોલમ મા અલગ અલગ પ્રકારના વર્ટીબ્રા રિજીયન મુજબ જોડાઈ અલગ અલગ વર્ટીબ્રલ રિજીયન બનાવે છે. તેની સંખ્યા નીચે મુજબ છે.
  • Cervical Vertebrae. 7
    Thoracic Vertebrae. 12
    Lumbar Vertebrae. 5
  • Sacral Vertebrae જે પાંચ વર્ટીબ્રા ફ્યુઝ થઈ 1 Sacral Vertebrae (સેક્રલ વર્ટીબ્રા) બનાવે છે.
  • Coccygeal Vertebrae જે ચાર વર્ટીબ્રા ફ્યુઝ થઈ 1 Coccygeal Vertebrae (કોકસીજીયલ વર્ટીબ્રા) બનાવે છે.
  • આમ ઉપરોક્ત તમામ રિજીયન મુજબ વર્ટીબ્રલ કોલમમા કુલ 26 ટીપીકલ વર્ટીબ્રા જોવા મળે છે. આ દરેક વર્ટિબ્રા ની બોડીની વચ્ચેના ભાગે ફાઇબ્રસ કાર્ટિલેજ ની બનેલી ડિસ્ક આવેલી હોય છે, જેને ઇન્ટર વર્ટીબ્રલ ડીસ્ક કહેવામા આવે છે.

Common Characteristics of Vertebrae (વર્ટીબ્રાની કોમન કેરેક્ટરીસ્ટીક્સ):

વર્ટીબ્રલ કોલમના બધા જ વર્ટીબ્રામા નીચે મુજબની કોમન કેરેક્ટરીસ્ટીક્સ જોવા મળે છે.

Body (બોડી):

વર્ટીબ્રા મા આગળના ભાગે એક ચપટી બોડી નો ભાગ આવેલો હોય છે. દરેક રિજીયનના વર્ટીબ્રા મુજબ તેની સાઈઝ અલગ અલગ હોય છે. જેમકે બોડી નો ભાગ એ સર્વાઇકલ વર્ટીબ્રામા સૌથી નાનો જોવા મળે છે અને થોરાસીક અને લંબર વર્ટીબ્રા તરફ જતા જતા બોડી ની સાઈઝમા વધારો જોવા મળે છે. લંબર વર્ટીબ્રામાં બોડી એ સૌથી મોટી અને જાડી જોવા મળે છે.

Process of Vertebrae (વર્ટીબ્રા ની પ્રોસેસ):

  • વર્ટીબ્રા ની બોડી થી પાછળની બાજુએ લંબાયેલા બે પ્રોસેસ ને પેડિકલ કહેવામા આવે છે. આ પેડિકલ પાછળની બાજુએ જઈ અને એક V સેપનો પોર્શન બનાવે છે, જે ભાગને લેમીના તરીકે ઓળખવામા આવે છે. આ લેમીનાના જંક્શન ના ભાગેથી પાછળની બાજુ એક સીધો પ્રોસેસ નીકળે છે જેને સ્પાઇનસ પ્રોસેસ કહેવામા આવે છે.
  • વર્ટીબ્રામા પેડિકલ અને લેમીના જ્યા જોડાય તેના જંકશન પાસે બંને બાજુએ એક એક આડા પ્રોસેસ નીકળે છે જેને ટ્રાન્સવર્સ પ્રોસેસ કહેવામા આવે છે.
  • આ તમામ પ્રોસેસની વચ્ચે એક ફોરામેન તૈયાર થાય છે, જેને વર્ટીબ્રલ આર્ચ અથવા ન્યુરલ આર્ચ કહેવામા આવે છે. આ આર્ચ માંથી સ્પાઇનલ કોર્ડ પસાર થાય છે. આ આર્ચ એ સર્વાઇકલ વર્ટીબ્રામા સૌથી મોટી જોવા મળે છે. થોરાસિક અને લંબર વર્ટીબ્રા તરફ જતા આ આર્ચ નુ ઓપનિંગ નાનુ થતુ જાય છે.
  • આ ઉપરાંત દરેક વર્ટીબ્રા ની સુપીરીયર સરફેસ અને ઇન્ફીરીયર સરફેસ મા વર્ટીબ્રા ને જોડાવા માંટે ના આર્ટિકયુંલેટિંગ પ્રોસેસ આવેલ હોય છે.

Specific Characteristics of Vertebrae (વર્ટીબ્રલ કોલમ ની સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક):

વર્ટીબ્રલ કોલમના દરેક વર્ટીબ્રા એ પોતાના રિજીયન મુજબ સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક ધરાવે છે આ રિજીયન મુજબની કેરેક્ટરિસ્ટિક નીચે મુજબ જોવા મળે છે.

Cervical Vertebrae (સર્વાઇકલ વર્ટીબ્રા):

  • સર્વાઇકલ વર્ટીબ્રા 7 ની સંખ્યામા જોવા મળે છે. આ વર્ટીબ્રા રિંગ આકારના હોય છે. તેમા બોડી સૌથી નાની જોવા મળે છે અને ન્યૂરલ આર્ચ સૌથી મોટી જોવા મળે છે. સર્વાઇકલ વર્ટીબ્રાના પ્રોસેસ ટૂંકા અને સ્મૂધ જોવા મળે છે.
  • સર્વાઇકલ વર્ટીબ્રા નો સૌપ્રથમ વર્ટીબ્રા તેને એટલાસ તરીકે ઓળખવામા આવે છે. આ એટલાસ વર્ટીબ્રા ઓકસીપીટલ બોનના ફોરામેન મેગ્નમ ની આજુબાજુમા આવેલા કોંડાઇલ સાથે જોડાય અહીં હિંજ જોઈન્ટ બનાવે છે. આ વર્ટીબ્રા સ્કલને આધાર આપે છે, આથી તેને એટલાસ વર્ટીબ્રા કહેવામા આવે છે.
  • સર્વાઇકલ વર્ટીબ્રા નો બીજો વર્ટીબ્રા તેને એક્સિસ તરીકે ઓળખવામા આવે છે. આ વર્ટીબ્રાની સુપીરિયર સરફેસમા એક અણીદાર પ્રોસેસ હોય છે, જેને ઓડોનટોઇડ પ્રોસેસ કહેવામા આવે છે. આ પ્રોસેસ એટલાસ વર્ટીબ્રા ની સાથે જોડાઈ પિવોટ જોઈન્ટ બનાવે છે. એટલાસ અને એક્સિસ વર્ટીબ્રાના આ જોઈન્ટ ના કારણે હેડ ની તમામ પ્રકારની રોટેશન વાળી મુવમેન્ટ શક્ય બને છે.
  • આ ઉપરાંત સર્વાઇકલ વર્ટીબ્રાની બંને બાજુએ લેટરલ સાઈડે એક એક ફોરામેન જોવા મળે છે, જેને ટ્રાન્સવર્સ ફોરામેન કહેવામા આવે છે. આ ફોરામેન માથી નર્વ અને વેસલ્સ પસાર થાય છે.

Thoracic Vertebrae (થોરાસીક વર્ટીબ્રા):

  • થોરાસીક વર્ટીબ્રા 12 ની સંખ્યામા આવેલા હોય છે. આ થોરાસીક વર્ટીબ્રા મા બોડી સર્વાઇકલ વર્ટીબ્રા કરતા મોટી અને લંબર વર્ટીબ્રા કરતા નાની હોય છે.
  • આ વર્ટીબ્રામા ન્યુરલ આર્ચ સર્વાઇકલ વર્ટિબ્રા કરતા નાની અને લંબર વર્ટીબ્રા કરતા મોટી હોય છે.
  • થોરાસીક વર્ટીબ્રામા આવેલા પ્રોસેસ એકદમ લાંબા અને અણીદાર જોવા મળે છે.
  • આ વર્ટીબ્રા ની બોડીની લેટરલ ઇન્ફીરીયર સાઈડ એ બંને બાજુએ એક એક ફેસેટ આવેલી હોય છે. આ ફેસેટના ભાગે બંને બાજુએ રીબ ના હેડ જોડાય છે. આથી થોરાસીક વર્ટીબ્રા એ થોરાસીક કેજ બનાવવા માટે અગત્યનુ કાર્ય કરે છે.
  • આ વર્ટીબ્રા સર્વાઇકલ વર્ટીબ્રા કરતા મજબૂત હોય છે.

Lumbar vertebrae (લંબર વર્ટીબ્રા):

  • લંબર વર્ટીબ્રા 5 ની સંખ્યામા આવેલા હોય છે. આ વર્ટીબ્રા સૌથી મજબૂત અને બધા જ વર્ટીબ્રામા સૌથી મોટા હોય છે.
  • લંબર વર્ટીબ્રા ની બોડી એ તમામ વર્ટીબ્રા મા સૌથી મોટી જોવા મળે છે અને તેની ન્યુરલ આર્ચ સૌથી નાની જોવા મળે છે.
  • લંબર વર્ટીબ્રાના પ્રોસેસ એ ટૂંકા અને એકદમ જાડા જોવા મળે છે.
  • લંબર વર્ટીબ્રા નો પાંચમો લંબર વર્ટીબ્રા એ તેની નીચે આવેલા સેક્રમ વર્ટબ્રા સાથે જોડાય લંબોસેક્રલ જોઈન્ટ બનાવે છે.

Sacrum Vertebrae (સેક્રમ વર્ટીબ્રા):

સેક્રમ એ પાંચમા લંબર વર્ટીબ્રા ની નીચે આવેલુ અને 5 વર્ટીબ્રા જોડાઈને બનેલ એક બોન છે. આ બોન ટ્રાયએન્ગ્યુલર શેપનુ છે. આ બોનમા નીચે મુજબની કેરેક્ટરીસ્ટીક્સ જોવા મળે છે.

  • Base (બેઇઝ)
  • Apex (અપેકસ)
  • Anterior Surface (એન્ટિરિયર સર્ફેસ)
  • Posterior Surface (પોસ્ટિરીયર સર્ફેસ)
  • Lateral Mass (લેટરલ માસ)
  • સેક્રમ બોન મા ઉપરનો પહોળો ભાગ એ બેઇઝ નો ભાગ છે. જે પાંચમા લંબર વર્ટીબ્રા સાથે જોડાય લંબોસેક્રલ જોઈન્ટ બનાવે છે. આ બેઇઝ નો ભાગ બંને સાઈડે એક વિંગ જેવુ સ્ટ્રક્ચર ધરાવે છે જેને સેક્રલ આલા તરીકે ઓળખવામા આવે છે.
  • સેક્રમ બોન મા અપેકસ નીચેની બાજુએ આવેલો ત્રિકોણ આકાર ભાગ છે. જે કોક્સિક વર્ટીબ્રા સાથે જોડાય છે અને સેક્રોકોકસીજીઅલ જોઈન્ટ બનાવે છે.
  • સેક્રમ બોનમા આગળની બાજુની સર્ફેસ ને એન્ટિરિયર સર્ફેસ કહેવામા આવે છે. તે સ્મુધ અને કોન્કેવ છે. આ સર્ફેસ મા વચ્ચેની બાજુએ એક ઉપસેલો ભાગ આવેલો છે, જે એક ઓબસ્ટ્રેટિકલ લેન્ડમાર્ક તરીકે મીડવાઈફરી મા અગત્યતા ધરાવે છે. તેને સેક્રલ પ્રમોન્ટરી કહેવાય છે. આ સર્ફેસમાં પાંચ વર્ટીબ્રા જોડાવાથી વચ્ચેના ભાગમાં એક આડી લાઈન જોવા મળે છે જેને ટ્રાન્સવર્સ લાઈન તરીકે ઓળખવામા આવે છે અને આ સર્ફેસમા જોવા મળતા ફોરામેનને એન્ટિરિયર સેક્રલ ફોરામેન કહેવામા આવે છે.
  • સેક્રમ બોન ની પાછળની સર્ફેસ ને પોસ્ટિરીયર સર્ફેસ કહેવાય છે. તે ઇરેગ્યુલર અને રફ સર્ફેસ છે. તેમા ઉપસેલા અને રફ ભાગને સેક્રલ ટ્યુબ્રોસિટી કહેવામા આવે છે. પોસ્ટિરીયર સર્ફેસમા ટ્રાન્સવર્સ લાઇન સ્પષ્ટ જોઈ શકાતી નથી પરંતુ પોસ્ટીરીયર ટ્રાન્સવર્સ ફોરામેન જોઈ શકાય છે.
  • સેક્રમ બોનમા દરેક જોડાયેલા વર્ટીબ્રાના ટ્રાન્સવર્સ પ્રોસેસ ભેગા મળી સેક્રમ બોન ની લેટરલ સાઈડ બનાવે છે, જેને લેટરલ માસ તરીકે ઓળખવામા આવે છે. આ બંને સાઈડે ઇનોમીનેટ બોન ના ઇલીયમ નો ભાગ જોડાય સેક્રોઇલીયાક જોઈન્ટ બનાવે છે.
  • ફીમેલમા સેક્રમ બોન એ ટુંકુ પહોળુ અને વળાંક વાળુ હોય છે.

Coccyx Vertebrae (કોકસિક વર્ટીબ્રા):

  • કોકસિક વર્ટીબ્રાએ વર્ટીબ્રલ કોલમના સૌથી છેડાના ભાગે આવેલુ ટ્રાઇએન્ગ્યુલર બોન છે. જે 4 કોક્સીજિયલ વર્ટીબ્રા જોડાઈને બનેલુ હોય છે.
  • આ બોન ઉપરની બાજુએ સેક્રમ બોનના અપેકસ સાથે જોડાય સેક્રોકોકસીજીયલ જોઈન્ટ બનાવે છે.
  • આમ વર્ટીબ્રલ કોલમમાં 26 સેપરેટ વર્ટીબ્રા જોવા મળે છે અને આ દરેક વર્ટીબ્રા એકબીજા સાથે જોડાય અને વર્ટીબ્રલ કોલમ બને છે. આ વર્ટિબ્રલ કોલમમા સેપરેટ 2 વર્ટીબ્રા વચ્ચે કોઈપણ મુવમેન્ટ જોવા મળતી નથી પરંતુ આખા વર્ટિબ્રલ કોલમની અમુક મૂવમેન્ટ જોવા મળે છે. જે નીચે મુજબની છે.
  • Flexion – વર્ટિબ્રલ કોલમની આગળની બાજુએ નમાવવાની મુવમેન્ટ.
  • Extension – વર્ટિબ્રલ કોલમની પાછળની બાજુએ નમાવવાની મુવમેન્ટ.
  • Lateral Flexion – વર્ટીબ્રલ કોલમ ની બંને બાજુએ સાઈડમા નમાવવાની મુવમેન્ટ.
  • Rotation – અડધા સર્કલમા રોટેશન થવાની મુવમેન્ટ એ સર્વાઇકલ અને લંબર રિજીયનના વર્ટીબ્રાના ભાગે જોવા મળે છે.

Functions of Vertebral column (વર્ટીબ્રલ કોલમ ના ફંક્શન્સ):

  • વર્ટીબ્રલ કોલમ ની ઉપરના ભાગે સ્કલ આવેલુ છે તે સ્કલને આધાર આપે છે.
  • બે વર્ટીબ્રા ની બોડીની વચ્ચેના ભાગે ઇન્ટર વર્ટીબ્રલ ડિસ્ક આવેલી છે જે હલનચલન અને મુવમેન્ટ દરમિયાન શોક એબસોર્પ કરે છે અને બ્રેઇન ને જર્કથી બચાવે છે.
  • વર્ટીબ્રલ કોલમ ની વચ્ચેના ભાગે એક નાની કેનાલ જેવુ મજબૂત સ્ટ્રક્ચર તૈયાર થાય છે તેમાંથી સ્પાઈનલ કોર્ડ પસાર થાય છે. આ સ્પાઇનલ કોર્ડ ને પ્રોટેક્શન આપવાનુ કાર્ય કરે છે.
  • વર્ટીબ્રા ના ટ્રાન્સવર્સ પ્રોસેસ કે પેડિકલ્સ બંને બાજુએ ફોરામેન ની રચના બનાવે છે. આ ફોરામેન માંથી નર્વ , બ્લડ વેસલ્સ અને લિમ્ફ વેસલ્સ પસાર થાય છે.
  • બીજા બોન ને જોડાવા માટે અટેચમેન્ટ આપે છે. બોડીને ફ્રેમવર્ક આપે છે. જેથી ઘણી મુમેન્ટ શક્ય બને છે.
  • તે રીબ્સ ને જોડાવાની જગ્યા આપે છે. જેથી થોરાસીક કેજ બને છે અને સોલ્ડર જોઇન્ટ અને પેલવીક જોઈન્ટ બનાવવા માટે પણ એટેચમેન્ટ આપે છે.
  • તે એક્ઝિયલ સ્કેલેટન ને એપેન્ડીક્યુલર સ્કેલેટન સાથે જોડે છે.
  • તેના લીધે અલગ અલગ મૂવમેન્ટમા, બેસવામા અને ચાલવામા બોડીનુ પોશ્ચર મેન્ટેન રહે છે.

Hyoid Bone (હાયઓઇડ બોન):

  • આ એક્ઝિયલ સ્કેલેટલ નુ બોન છે. તે નેક ના સોફ્ટ ટીસ્યુ માં લેરિંગ્સ ના ઉપરના ભાગે આવેલ હોય છે. જે U શેપનુ એક બોન છે અને તે ટંગ ના બેઝ સાથે જોડાયેલુ હોય છે અને ટંગ ને સપોર્ટ આપે છે.

Thoracic Cavity (થોરાસીક કેવીટી):

  • ચેસ્ટના ભાગને થોરાસીક કેવીટી તરીકે ઓળખવામા આવે છે. આ ભાગ એ કોનસેપની એક કેવીટી છે. જેમા સુપીરિયર સાઈડ સાંકળી અને ઇન્ફીરીયર સાઈડ પહોળી હોય છે. આ થોરાસીક કેવિટી એ બોનની બનેલી એક કેવિટી છે. જેમા લન્ગ અને હાર્ટ જેવા ઓર્ગન્સ સુરક્ષિત રહે છે. આ કેવીટી બનાવવા માટે નીચે મુજબના બોન્સ જોડાયેલા હોય છે.
  • Sternum Bone 1
    Thoracic Vertebrae 12
    Ribs. 12 pair
  • આ ઉપરાંત થોરાસિક કેવીટી ના સ્ટર્નમ બોન અને કલેવીલિકલ બોન ની મદદથી સોલ્ડર જોઇન્ટ અને અપર એક્સ્ટ્રીમિટી સાથે એટલે કે એપેન્ડીક્યુલર સ્કેલેટન સાથે જોડાણ થાય છે.

Sternum Bone (સ્ટર્નમ બોન):

  • સ્ટર્નમ બોન એ એક્ઝીયલ સ્કેલેટનનુ બોન છે. તે થોરાસિક કેવીટીમા આગળની બાજુએ વચ્ચે આવેલુ બોન છે.
  • તે સ્કીનની તરત જ નીચે આવેલુ બોન છે. સ્ટર્નમ બોનને બ્રેસ્ટ બોન તરીકે પણ ઓળખવામા આવે છે. સ્ટર્નમ એ ફ્લેટ પ્રકારનુ બોન છે.
  • સ્ટર્નમ બોન સાથે કોસ્ટલ કાર્ટિલેજ ની મદદથી રીબ્સ જોડાયેલી હોય છે.  આથી થોરાસીક કેજ બનાવવા માટે ખૂબ જ અગત્યનુ બોન છે.

સ્ટર્નમ બોનના નીચે મુજબ ત્રણ ભાગ પાડવામા આવે છે.

1. Manubrium (મેન્યુબ્રીયમ):

  • સ્ટર્નમ બોન ના સૌથી ઉપરના ભાગને મેન્યુબ્રીયમ કહેવામા આવે છે. તે સ્ટર્નમ નો ઉપરનો પહોળો ભાગ બનાવે છે. તે રફલી ત્રિકોણાકાર ભાગ હોય છે.
  • મેન્યુબ્રીયમ ના સૌથી ઉપરના ભાગે મધ્યમા આવેલી ખાચ ને સુપ્રાસ્ટર્નલ નોચ કહેવાય છે. સુપ્રાસ્ટર્નલ નોચ  ને બીજા જ્યુગ્યુલર નોચ તરીકે પણ ઓળખવામા આવે છે.
  • મેન્યુબ્રીયમના સુપ્રાસ્ટર્નલ નોચ થી નીચે સાઇડ મા બંને ભાગે એક એક નાની ખાંચ આવેલી હોય છે જેને ક્લેવીક્યુલર નોચ કહેવામા આવે છે. આ ખાંચ ના ભાગે કલેવીક્યુલર બોન જોડાય અને સ્ટર્નોકલેવીક્યુલર જોઈન્ટ બનાવે છે.
  • મેન્યુબ્રીયમ ના ભાગે ફર્સ્ટ પેઈર ઓફ રીબ કોસ્ટલ કાર્ટીલેજ ની મદદ થી જોડાય છે.
  • રીબ્સ ની બીજી પેઇર એ મેન્યુબ્રીયમ અને બોડી વચ્ચેના એન્ગલ પાસે કોસ્ટલ કાર્ટીલેજ ની મદદ થી જોડાય છે.

2. Body (બોડી):

  • બોડી એ સ્ટર્નમ બોન નો વચ્ચેનો સૌથી લાંબો ભાગ બનાવે છે. તેની ઉપરની બાજુએ મેન્યુબ્રીયમ આવેલુ હોય છે અને તેની નીચેની બાજુએ ઝીફોઇડ પ્રોસેસ આવેલો હોય છે. આ બંનેની વચ્ચેનો ભાગ એ સ્ટર્નમ બોડી તરીકે ઓળખાય છે.
  • બોડીની બંને બાજુએ ઘણી નાની નાની ખાંચ આવેલી હોય છે. આ ખાંચના ભાગે બંને બાજુએ ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી રીબ્સ ની પેઇર એ કોસ્ટલ કાર્ટિલેજ ની મદદથી જોડાઈ છે.

3. Xiphoid Process (ઝીફોઈડ પ્રોસેસ):

સ્ટર્નમ બોન ના સૌથી નીચેના ભાગ ને ઝીફોઈડ પ્રોસેસ કહેવામા આવે છે. આ ભાગ એબડોમિનલ વોલના મસલ્સ તેમજ ડાયાફાર્મ સાથે જોડાયેલો હોય છે.

Ribs (રીબ્સ):

  • થોરાસીક કેજ બનાવવા માટે રીબ્સ અગત્યની છે. તે 12 ની pairs મા એટલે કે કુલ 24 ની સંખ્યામા જોવા મળે છે. આગળની બાજુએ આ દરેક રીબ ની પેઇર એ કોસ્ટલ કાર્ટિલેજની મદદથી સ્ટર્નમ બોન સાથે જોડાય છે અને પાછળની બાજુએ આ રીબ એ થોરાસિક વર્ટીબ્રા સાથે જોડાય છે. આમ આ દરેક રિબ્સ જોડાઈને થોરાશિક કેવિટી ની રચના બનાવે છે.
  • રીબની ટોટલ 12 પેઇર આવેલી હોય છે. જેમા પહેલી 7 રીબ્સ ની પેઇર ને ટ્રુ રિબ્સ કહેવામા આવે છે, કારણ કે આ દરેક રીબ એ આગળની બાજુએ કોસ્ટલ કાર્ટિલેજ ની મદદ થી ડાયરેક્ટ સ્ટર્નમ બોન સાથે જોડાય છે અને પાછળ ની બાજુએ તે થોરાસીક વર્ટીબ્રા સાથે જોડાય છે.
  • 8, 9 અને 10 આ ત્રણ રીબની પેરને ફોલ્સ રીબ્સ કહેવામા આવે છે, કારણ કે તે પાછળની બાજુએ થોરાશિક વર્ટીબ્રા સાથે જોડાય છે પરંતુ આગળની બાજુએ ડાયરેક્ટ સ્ટર્નમ સાથે જોડાતી નથી પરંતુ તે 10 મી રિબ 9 મી રીબ સાથે, 9 મી રીબ 8 મી રીબ સાથે અને 8 મી રીબ 7 મી રીબ સાથે જોડાઈ છે આથી તેને ફોલ્સ રીબ્સ કહેવામા આવે છે.
  • 11 મી અને 12 મી આ બંને રીબની પેરને ફ્લોટિંગ રીબ્સ તરીકે ઓળખવામા આવે છે. આ રીબ ની પેઇર એ પાછળની સાઈડે થોરાસિક વર્ટીબ્રા સાથે જોડાય છે, પરંતુ આગળની સાઈડે કોઈ પણ જગ્યાએ જોડાતી ન હોવાના લીધે તેને ફ્લોટિંગ રીબ્સ પેઇર તરીકે ઓળખવામા આવે છે.

Characteristics of Rib (કેરેક્ટેરાઇસ્ટીક્સ ઓફ રિબ્સ):

  • રીબ એ ફ્લેટ બોન છે. આ બોન મા બે એક્સ્ટ્રીમિટી અને એક સાફટ નો ભાગ જોવા મળે છે.
  • રીબના વર્ટિબ્રલ એન્ડ તરફના પોસ્ટીરીયર ભાગે એક ચપટો ભાગ આવેલો હોય છે, તેને રીબ નુ હેડ કહેવામા આવે છે. આ હેડ નો ભાગ એ થોરાસિક વર્ટિબ્રા ની બોડી સાથે જોડાઈ છે.
  • હેડ પછીના સાંકડા ભાગને નેક કહેવામા આવે છે. ત્યારબાદ એક ઉપસેલો ભાગ જોવા મળે છે જેને ટ્યુબર્કલ કહેવામા આવે છે. આ ટ્યુબર્કલનો ભાગ એ થોરાસીક વર્ટીબ્રાના ટ્રાન્સવર્સ પ્રોસેસના ફેસેટ સાથે જોડાઈ છે.
  • ટ્યુબર્કલ પછીના રીબના વળાંક વળતા ભાગને એંગલ ઓફ રીબ તરીકે ઓળખવામા આવે છે.
  • રીબની વચ્ચેના ભાગને સાફટ નો ભાગ કહેવામા આવે છે. આ ભાગ ની સુપીરીયર બોર્ડર સ્મુધ હોય છે. તેમજ તેની ઇન્ફીરીયર બોર્ડર એ કિનારી વાળી હોય છે. તેમાં એક ખાંચ આવેલી હોય છે, જેને કોસ્ટલ ગ્રુવ કહેવામા આવે છે. આ ગ્રુવ ના ભાગેથી કોસ્ટલ નર્વ અને બ્લડ વેસલ્સ પસાર થાય છે.
  • રીબ ની સાફટ ના આગળના ભાગને એન્ટિરિયર સરફેસ કહેવામા આવે છે. તેમા ઇન્ટર કોસ્ટલ મસલ્સ અટેચ થાય છે. જ્યારે રીબ ની પોસ્ટીરીયર સરફેસ એ લંગ ના પ્લુરાના કોન્ટેક મા હોય છે.
  • રીબ ની એન્ટિરિયર સાઈડના એન્ડ તરફ એટલે કે આ એન્ડ ને સ્ટરર્નમ એન્ડ પણ કહેવાય છે. જ્યા રીબ ના એન્ટિરિયર સાઇડનો ભાગ એ કોસ્ટલ કાર્ટિલેજ ની મદદથી સ્ટરર્નમ બોન સાથે જોડાય છે.
  • બે રીબ વચ્ચેની જગ્યા ને ઇન્ટર કોસ્ટલ સ્પેસ કહેવામા આવે છે. આ ભાગે ઇન્ટર કોસ્ટલ મસલ્સ અટેચ થયેલા હોય છે. આ ઇન્ટર કોસ્ટલ મસલ્સ ના કોન્ટ્રાકશન અને રિલેક્સેશનના કારણે રેસ્પિરેશનની ક્રિયા થાય છે અને થોરાસીક કેવીટીના ડાયામીટરમા વધઘટ જોવા મળે છે.

Appendicular Skeleton (એપેન્ડીક્યુલર સ્કેલેટન):

  • એપેન્ડીક્યુલર સ્કેલેટન મા સોલ્ડર જોઇન્ટ, અપર લિંબ તથા પેલ્વિક જોઈન્ટ અને લોવર લીમ્બ નો સમાવેશ કરવામાં આવે છે.
  • Appendicular skeleton માં ટોટલ 126 bones આવેલ છે.
  • Upper extremity 60 bones આવેલ છે.
    Lower extremity 60 bones આવેલ છે.

Shoulder Joint (સોલ્ડર જોઇન્ટ):

સોલ્ડર જોઇન્ટ ને સોલ્ડર ગીર્ડલ પણ કહેવાય છે. સોલ્ડર જોઇન્ટ બનાવતા બોન્સ નીચે મુજબના છે.

  • Scapula Bone. 1
  • Clavicle Bone. 1
  • Humorous Bone. 1

સ્કેપ્યુલા બોનની ગ્લેનોઇડ કેવીટીમા હયુમરસ બોન નુ હેડ જોડાય ત્યા સોલ્ડર જોઇન્ટ બને છે. ક્લેવીકલ બોન ડાયરેક્ટ સોલ્ડર જોઇન્ટ બનાવતુ નથી.

Clavicle Bone (ક્લેવિકલ બોન):

આ બોન ને કોલરબોન પણ કહેવામા આવે છે. તે S આકારનુ લોંગ બોન છે. તેના બે એન્ડ અથવા બે એક્સ્ટ્રીમિટી જોવા મળે છે. જેમા ક્લેવિકલ બોન નો મીડિયલ એન્ડ સ્ટરનમ બોનના મેન્યુબ્રીયમના ક્લેવિક્યુલર નોચ સાથે જોડાય સ્ટર્નોકલેવીકયુલર જોઈન્ટ બનાવે છે.

ક્લેવિકલ બોન નો લેટરલ એન્ડ એ સ્કેપ્યુલર બોન ના એક્રોમિયોન પ્રોસેસ સાથે જોડાઈ એક્રોમીઓકલેવીક્યુલર જોઈન્ટ બનાવે છે.

Scapula Bone
Humorous Bone

Ulna Bone (અલના બોન):

  • તે અપર લિમ્બ મા ફોરઆર્મ મા આવેલુ એક લોંગ બોન છે. આ બોન તેની સાથે આવેલા રેડિયસ બોન સાથે પણ જોડાયેલ હોય છે. ફોરઆર્મ મા અલના બોન મીડિયલ સાઇડે આવેલુ હોય છે અને રેડિયસ બોન એ લેટરલ સાઈડ એ આવેલ હોય છે.
  • અલના બોન ને બે એક્સ્ટ્રીમિટી અને એક સાફટ જોવા મળે છે.
  • અલના બોન ની અપર એક્સ્ટ્રીમિટીમા નાગની ફેણ જેવા પ્રોસેસને ઓલેક્રેનોન પ્રોસેસ કહેવાય છે અને તેની નીચેની બાજુએ આવેલા નાના પ્રોસેસને કોરોનોઈડ પ્રોસેસ કહેવાય છે. આ બંને પ્રોસેસ વચ્ચે એક ખાંચ આવેલી છે જેને ટ્રોક્લીયર નોચ કહેવાય છે. આ ખાંચ ના ભાગે હયુમરસ બોન ની ટ્રોક્લીયા નો ભાગ જોડાય અહીં એલબો જોઈન્ટ બને છે. આ જોઈન્ટ હીજ જોઈન્ટ પ્રકારનો હોય છે.
  • અલના બોન ની અપર એક્સ્ટ્રીમીટી થી સાફટ બાજુએ આવતા તેના ડાયામીટરમા ઘટાડો થતો જાય છે. સાફટ નો ભાગ હોય છે ત્યા ફોરઆર્મ ના મસલ્સ આવેલા હોય છે.
  • અલના બોન ની લોવર એક્સ્ટ્રીમિટી મા છેડાના ભાગે એક અણીદાર પ્રોસેસ આવેલો હોય છે. જેને સ્ટાઈલોઈડ પ્રોસેસ ઓફ અલના તરીકે ઓળખવામા આવે છે. આ ભાગ પ્રોક્ઝીમલ કાર્પલ બોન સાથે જોડાય રિસ્ટ જોઈન્ટ બનાવે છે.
  • અલના બોન અપર એક્સ્ટ્રીમિટીમા રેડિયસ સાથે જોડાય છે ત્યા પ્રોકઝીમલ રેડિયોઅલનર જોઈન્ટ બનાવે છે. તેમજ અલના અને રેડિયસ બોન લોવર એક્સ્ટ્રીમિટીમા જોડાય ડીસ્ટલ રેડિયોઅલનર જોઈન્ટ બનાવે છે.

Radius Bone (રેડિયસ બોન):

  • તે અપર લિમ્બ મા આવેલુ એક લોંગ બોન છે. તે ફોરઆર્મ મા લેટરલ સાઈડે આવેલુ બોન છે.
    રેડિયસ બોન બે એક્સ્ટ્રીમીટી અને એક સાફટ ધરાવે છે.
  • રેડિયસ બોન ની અપર એક્સ્ટ્રીમિટીના ભાગે એક ગોળાકાર ભાગ આવેલો છે તેને હેડ કહેવામા આવે છે. ત્યારબાદ આવતા સાંકડા ભાગને નેક કહેવામા આવે છે અને પછીના ઉપસેલા ભાગને રેડિયલ ટુબ્રોસિટી કહેવામા આવે છે.
  • રેડિયસ બોન અપર એક્સ્ટ્રીમીટી થી નીચેની બાજુએ આવતા તેના ડાયામીટરમા વધારો થતો જાય છે.
  • સાફ્ટ નો ભાગ સિલેન્ડ્રીકલ ગોળાકાર જોવા મળે છે.
  • લોવર એક્સ્ટ્રીમિટીના ભાગે એક અણીદાર પ્રોસેસ આવેલો હોય છે, જેને સ્ટાઇલોઇડ પ્રોસેસ ઓફ રેડીયસ કહેવામા આવે છે. આ ભાગ પ્રોકઝીમલ કાર્પલ બોન્સ સાથે જોડાય રિસ્ટ જોઈન્ટ બનાવે છે.

Carpals Bones (કાર્પલ બોન્સ):

તેને રિસ્ટ બોન પણ કહેવામા આવે છે. તે 8 ની સંખ્યામાં બે હરોળમા ચાર ચાર એવી રીતે ગોઠવાયેલા હોય છે જેમા,

Proximal Row (પ્રોકઝીમલ રો ):

ઉપરની હરોળમા ચાર કાર્પલ બોન ગોઠવાયેલા હોય છે. તેમા સ્કેફોઈડ, લ્યુનેટ, ટ્રીકવીન્ટ્રલ અને પીસીફર્મ બોન્સ આવેલા હોય છે. આ પ્રોકઝીમલ રો ના કાર્પલ બોન્સ ઉપરની બાજુએ અલના અને રેડિયસ સાથે જોડાય રીસ્ટ જોઈન્ટ બનાવે છે.

Distal Row (ડીસ્ટલ રો):

ડીસ્ટલ રો મા આવેલા કાર્પલ બોન્સ જેમા ટ્રેપેઝીયમ, ટ્રેપેઝોઈડ, કેપીટેટ અને હેમેટ આવેલા હોય છે.

ડિસ્ટલ હરોળના કાર્પલ બોન્સ ઉપરની બાજુએ proximal કાર્પલ સાથે જોડાય છે અને નીચેની બાજુએ મેટાકાર્પલ બોન્સ સાથે અટેચ થાય છે અહી કારપો મેટાકાર્પો જોઈન્ટ બનાવે છે.

Metacarpal Bones (મેટાકાર્પલ બોન્સ):

આ બોન્સ વડે હથેળીના પામ (Palm) નો ભાગ તૈયાર થાય છે. મેટાકાર્પલ ની સંખ્યા 5 જોવા મળે છે. જેમા થંબ સાઈડના મેટા કાર્પલ ને ફર્સ્ટ મેટાકાર્પલ ગણવામા આવે છે.

મેટાકાર્પલ ઉપરની બાજુએ ડિસ્ટલ રો ના કાર્પલ સાથે જોડાય છે. તેમજ નીચેની બાજુએ પ્રોક્ઝીમલ ફેલેન્જીસ સાથે જોડાય છે.

Phalanges (ફેલેન્જીસ):

આંગળીઓમા આવેલા નાના હાડકાઓને ફેલેન્જીસ કહેવામા આવે છે. તે 14 ની સંખ્યામા જોવા મળે છે. થંબ મા બે ફેલેન્જીસ આવેલી હોય છે. બાકીની આંગળીઓમાં ત્રણ ત્રણ ફેલેન્જીસ આવેલી હોય છે.

ઉપરની ફેલેન્જીસ ને proximal ફેલેંજીસ, વચ્ચેની ફેલેન્જીસ મિડલ ફેલેન્જીસ તથા છેડા ની ફેલેન્જીસ ને ડિસ્ટલ ફેલેન્જીસ કહેવામા આવે છે.

Pelvic Joint (પેલ્વિક ગીર્ડલ):

પેલ્વિક જોઈન્ટ ને પેલ્વિક ગીર્ડલ પણ કહેવામા આવે છે. પેલ્વિક જોઈન્ટ બનાવતા બોન્સ નીચે મુજબના છે.

  • Innominate Bone (ઇનોમીનેટ બોન). 2
  • Sacrum Bone (સેક્રમ બોન). 1
  • Femur Bone (ફીમર બોન). 1

ઇનોમીનેટ બોન ની એસીટાબ્યુલમ કેવીટી મા ફીમર બોન નુ હેડ જોડાઈ હિપ જોઈન્ટ બનાવે છે.

Pelvis (પેલ્વીસ):

પેલ્વીસ એ બેઝિન શેપની એક કેવીટી છે. જે બે ઇનોમિનેટ બોન, એક સેક્રમ અને કોકસિક બોન દ્વારા તૈયાર થાય છે.

આ પેલ્વીસ વચ્ચેના ભાગે એક ગોળાકાર ભાગ તૈયાર કરે છે, જેને પેલ્વિસ બ્રિમ કહેવામા આવે છે. આ પેલ્વીસ બ્રિમ થી નીચેના ભાગને ટ્રુ પેલ્વિસ કહે છે કારણકે ઓબસ્ટ્રેટિકલ દ્રષ્ટિએ તેનુ ઈમ્પોર્ટન્સ રહેલુ હોય છે. પેલ્વીક બ્રીમ ની ઉપરના ભાગને ફોલ્સ પેલ્વીસ કહેવામા આવે છે.

Innominate Bone (ઇનોમીનેટ બોન):

ઇનોમીનેટ બોન એ પેલ્વિક ગિર્ડલ નુ બોન છે. તેને હીપ બોન (Hip Bone) તરીકે પણ ઓળખવામા આવે છે.
તે બોડીમા બે ની સંખ્યામા હોય છે. તે પેલ્વીક કેવીટી ની રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ બંને બાજુ એક એક આવેલ હોય છે. બંને ઇનોમીનેટ બોન એ પાછળ સેક્રમ બોન સાથે જોડાય છે અને પેલ્વિક કેવીટી બનાવે છે.

ઇનોમિનેટ બોન એ મોટુ બોન હોય છે. તે ફ્લેટ અને ઇરેગ્યુલર પ્રકારનુ બોન હોય છે.
દરેક ઇનોમીનેટ બોન મા ત્રણ બોન નો સમાવેશ કરવામા આવે છે.

  • ઇલિયમ (Illium)
  • ઇસ્ચીયમ (Ischium)
  • પ્યુબીસ (Pubis)

1.ઇલિયમ (Illium):

  • ઇનોમિનેટ બોન મા ઈલિયમ બોન એ ઉપરની બાજુએ આવેલુ ફ્લેટ બોન છે. તેના સૌથી ઉપરના ભાગે એક કિનારી આવેલી હોય છે જેને ઇલિયાક ક્રેસ્ટ કહેવામા આવે છે. આ ઇલિયાક ક્રેસ્ટ ના નીચે મુજબના ભાગ પડે છે.
  • એન્ટિરિયર સુપીરિયર ઇલિયાક સ્પાઈન (આગળ ના ઉપર ના ભાગે)
  • એન્ટિરિયર ઇન્ફીરીયર ઇલિયાક સ્પાઈન (આગળ ના નિચે ના ભાગે)
  • પોસ્ટીરીયર સુપીરિયર ઇલિયાક સ્પાઈન (પાછડ ના ઉપર ના ભાગે)
  • પોસ્ટીરીયર ઇન્ફીરીયર ઇલિયાક સ્પાઈન (પાછડ ના નીચે ના ભાગે)
  • ઇલિયમ બોન એ પાછળની બાજુએ સેક્રમ બોન સાથે જોડાય ત્યા સેક્રોઇલિયાક જોઈન્ટ બનાવે છે.
  • આ જોઈન્ટ ની નીચેના ભાગે એક મોટી ખાંચ આવેલી હોય છે. જે ખાંચ ને ગ્રેટર સાયેટીક નોચ કહેવામા આવે છે. જ્યાંથી સાયેટીક નર્વ અને બ્લડ વેસલ્સ એ નીચે એક્સ્ટ્રીમિટીમા પસાર થાય છે.
  • ઇલીયમ બોન ની પાછળની સરફેસ પર ગ્લુટીયલ મસલ્સ એટેચ થાય છે. અને ત્યા ગ્લુટિયલ રીજિયન બનાવે છે.
  • ઇલિયમ બોન ની આગળની સરફેસ ને ઇલિયાક ફોસા તરીકે ઓળખવામા આવે છે. આ ભાગ મા ડીપ્રેસ્ડ પાર્ટ આવેલ છે ત્યા મસલ્સ એટેચ થયેલા હોય છે.

2. ઇસ્ચીયમ ( Ischium ):

  • ઇલીયમ બોન ની નીચે અને પાછળની બાજુએ ઇસ્ચીયમ બોન આવેલુ હોય છે.
  • ઇલિયમ બોન અને ઈસ્ચીયમ બોન ની વચ્ચે પાછળની સાઈડ એ એક ઉપસેલ પોઇન્ટેડ ભાગ આવેલો હોય છે. આ ભાગને ઇસ્ચીયલ સ્પાઇન કહેવામા આવે છે.
  • તેની નીચે એક નાની ખાંચ આવેલી હોય છે જેને લેઝર સાયેટીક નોચ કહેવામા આવે છે.
  • આ લેઝર સાયેટીક નોચ ની નીચેના ભાગે એક મજબૂત જાડો પ્રોસેસ આવેલો હોય છે. જેને ઈસ્ચીયલ ટ્યુબ્રોસિટી કહેવામા આવે છે. સીટીંગ પોઝીશન પર બેસીએ ત્યારે બોડી નો વેઇટ એ આ ભાગ પર આવે છે. આ વેઇટ બીયર કરતુ એક મજબૂત સ્ટ્રક્ચર છે.

પ્યુબીસ (Pubis):

પ્યુબીસ બોન એ ઇનોમિનેટ બોન નો સૌથી આગળનો ભાગ બનાવે છે. બંને ઇનોમીનેટ બોન ના પ્યુબીસ બોન એ આગળની બાજુએ જોડાય ત્યા સીમ્ફેસીસ પ્યુબીસ જોઈન્ટ બનાવે છે.

આ પ્યુબીસ બોન ની નીચેના ભાગે એક મોટુ ફોરામેન આવેલુ હોય છે. તેને ઓબચ્યુરેટર ફોરામેન કહેવામા આવે છે. જેમાથી નર્વ અને બ્લડ વેસલ્સ નીચે ની બાજુ એ એક્ષટ્રીમિટી તરફ પસાર થાય છે.
હીપ બોન મા આવેલા ત્રણેય બોન ઇલિયમ, ઇસ્ચીયમ અને પ્યુબિસ તે બધા હારે મળી એક કેવીટી જેવુ સ્ટ્રક્ચર બનાવે છે આ કેવીટી ને એસિટાબ્યુલમ કેવીટી કહે છે. આ કેવીટીના ભાગે ફીમર બોન નુ હેડ જોડાય અને ત્યા હિપ જોઈન્ટ બને છે.

Femur Bone (ફીમર બોન):

  • ફીમર બોન એ લોવર એક્સ્ટ્રીમિટી મા આવેલુ બોન છે. તે શરીરમા આવેલા તમામ બોન મા સૌથી લાંબામા લાંબુ અને મજબૂત બોન છે.
  • આ બોન ને બે એક્સ્ટ્રીમિટી તથા એક સાફટ નો ભાગ આવેલો હોય છે. જે નીચે મુજબ છે.

Upper Extrimities (અપર એક્સ્ટ્રીમીટી):

ફીમર બોન ના સૌથી ઉપરના વન થર્ડ ભાગને અપર એક્સ્ટ્રીમીટી કહેવામા આવે છે. જેમાં નીચે મુજબનુ સ્ટ્રક્ચર રહેલુ હોય છે.

Head (હેડ):

  • ફીમર બોન ના સૌથી આગળના ભાગે ગોળાકાર બોન નો ભાગ હોય છે.  જે ભાગને ફીમર નુ હેડ કહેવામા આવે છે.
  • આ ગોળાકાર ભાગ એ ઇનોમિનેટ બોનના એસિટાબ્યુલમ કેવિટી સાથે જોડાય અહી હિપ જોઈન્ટ બનાવે છે.
  • હિપ જોઈન્ટ એ સાઈનોવીયલ જોઈન્ટ છે જેથી સાઈનોવિયલ જોઈન્ટ ની બધી જ કેરેક્ટરિસ્ટિકસ અહી જોઈ શકાય છે.

Neck (નેક):

હેડ પછી આવતા સાંકડા ભાગને નેક કહેવામા આવે છે. જે ચાર થી પાંચ સેન્ટિમીટર લાંબો અને રાઉન્ડ શેપમા જોવા મળે છે.

Greater Trochanter and Lasser Trochanter (ગ્રેટર ટ્રોકેન્ટર અને લેઝર ટ્રોકેન્ટર):

  • નેક નો ભાગ પૂરો થાય ત્યા બોનના બે રફ અને ઉપસેલા મોટા ભાગ જોવા મળે છે. જેને ટ્રોકેન્ટર કહેવામા આવે છે.
  • બહારની બાજુએ ઉપસેલા મોટા ભાગ ને ગ્રેટર ટ્રોકેન્ટર કહેવામા આવે છે.  જ્યારે અંદરની બાજુએ ઉપસેલા નાના ભાગને લેઝર ટ્રોકેન્ટર કહેવામા આવે છે. આ ટ્રોકેન્ટરના ભાગને કનેક્ટ કરતી લાઈનને ઇન્ટરટ્રોકેન્ટરિક  લાઈન કહેવામા આવે છે. આ ભાગ એ મસલ્સ જોડાયેલા હોય છે.
  • અપર એક્ષટ્રીમીટી પૂરી થાય પછીના બોન ના વચ્ચેના ભાગને એટલે કે બોનના મિડલના ભાગને સાફટ તરીકે ઓળખવામા આવે છે. જેનુ સ્ટ્રક્ચર નીચે મુજબ છે.

Linea aspera (લીનીયા આસ્પેરા):

સાફટના ભાગે પોસ્ટીરીયર સાઈડે એક બોનની કિનારી ઉપસેલી હોય છે.  જેને લિનિયા આસ્પેરા કહેવામા આવે છે. આ ભાગ એ મસલ્સ જોડાયેલા હોય છે. ફીમર બોન ના સાફટ નો ભાગ એ સીલીન્ડ્રીકલ અને ગોળાકાર શેપ હોય છે.

Lower Extremity (લોવર એક્સ્ટ્રીમિટી):

  • ફીમર બોન ના નીચેના વન થર્ડ ભાગ ને લોવર એક્સ્ટ્રીમિટી કહેવામા આવે છે. જેમા નીચેની બાજુ એ બે ગોળાકાર ઉપસેલા બોનના ભાગ જોવા મળે છે. જેને કોંડાઇલ કહેવામા આવે છે. મીડિયલ સાઇડે આવેલા કોંડાઇલ ને મીડિયલ કોંડાઇલ તથા લેટરલ બાજુએ લેટરલ કોન્ડાઇલ હોય છે. આ બંને કોંડાઇલ ની વચ્ચેના ભાગે સેપરેટ કરતા ભાગને ઇન્ટરકોડાઈલર નોચ કહેવામા આવે છે.
  • આ કોંડાઇલ ની આગળની સરફેસ એ સ્મુધ સરફેસ હોય છે જેને પટેલર સરફેસ કહે છે ત્યા પટેલા બોન જોડાય છે.
  • ફીમર બોન ની લોવર એક્સ્ટ્રીમિટીના પાછળના ભાગે એક ટ્રાયએન્ગ્યુલર સરફેસ તૈયાર થાય છે. જેને પોપલીટીયલ સરફેસ કહેવામા આવે છે. આ ભાગે પોપલીટીયલ વેસલ્સ અને નર્વ જોવા મળે છે.

Patella Bone (પટેલા બોન):

તે ની (Knee) કેપ બોન તરીકે પણ ઓળખાય છે. તે ટ્રાયેંગ્યુલર શેપ નુ સીસામોડ પ્રકારનુ બોન હોય છે. આ બોન ની (Knee) જોઈન્ટ ની એન્ટિરિયર સાઈડે આવેલુ હોય છે. આ બોન લીગામેન્ટ ની મદદથી તેની પોઝીશન જાળવી રાખે છે અને તે મુવમેન્ટ કરતુ બોન છે.

Tibia Bone (ટીબીયા બોન):

  • તેને shin bone તરીકે પણ ઓળખવામા આવે છે. ટીબીયા એ લોવર એક્સ્ટ્રીમિટી મા આવેલુ લોંગ બોન છે. તેને બે એક્સ્ટ્રીમિટી અને સાફટ આવેલા હોય છે. આ બોન એ મજબૂત અને વેઇટ બિયર કરતુ બોન છે.
  • ટીબીયા બોનની અપર એક્સ્ટ્રીમિટીમા સુપિરિયર સરફેસના ભાગે બે કોંડાઇલર સરફેસ આવેલ હોય છે. ફીમર બોન ના લેટરલ અને મીડિયલ કોન્ડાઇલ આ સરફેસ સાથે જોડાય ની (Knee) જોઈન્ટ બનાવે છે.
  • ટીબીયા બોન ની એન્ટીરીયર સરફેસ મા એક રફ ઉપસેલો ભાગ જોવા મળે છે જેને ટ્યુબ્રોસીટી ઓફ ટીબીયા કહેવામા આવે છે.
  • ટીબીયા બોન ના લેટરલ સાઈડે ફિબ્યુલા બોન જોડાઈ પ્રોક્ઝીમલ ટીબીઓફીબ્યુલર જોઈન્ટ બનાવે છે.
  • ટીબીયા બોન ની સાફટ નો ભાગ ઇરેગ્યુલર ત્રિકોણાકાર નો હોય છે. તેની એન્ટિરિયર સરફેસમા એક ધારદાર ક્રેસ્ટ આવેલી હોય છે, જેને ક્રેસ્ટ ઓફ ટીબીયા તરીકે ઓળખવામા આવે છે. આ ક્રેસ્ટ નો ભાગ એ ચામડીની નીચે તરત જ આવેલો હોય જે હાથ થી ટચ કરી ફીલ કરી શકાય છે.
  • ટીબીયા બોન ની લોવર એક્સ્ટ્રીમિટીમા મિડીયલ સાઇડે એક સ્મૂથ લંબાયેલો પ્રોસેસ આવેલો હોય છે. તેને મીડીયલ મેલીઓલસ કહેવામા આવે છે. આ ભાગ ટાર્સલ બોન સાથે જોડાય એંકલ જોઈન્ટ બનાવે છે.
  • લોવર એક્સ્ટ્રીમિટીમા ટીબીયા અને ફિબ્યુલા જોડાઈ ડિસ્ટલ ટીબીઓફીબ્યુલર જોઈન્ટ બનાવે છે.

Fibula (ફીબ્યુલા):

  • ફીબ્યુલા બોન એ લેગ મા આવેલ લોંગ બોન છે. તે ટીબીયા બોન ની લેટરલ સાઈડે આવેલ હોય છે. તે બે એક્સ્ટ્રીમિટી અને એક સાફટ ધરાવે છે.
  • Fibula bone ની અપર એક્સ્ટ્રીમિટીમા એક ચતુષ્કોણ આકારનુ હેડ આવેલ હોય છે. તેનાથી નીચે સાંકડા ભાગને નેક કહેવામા આવે છે.
  • Fibula bone એ સાફ્ટ ના ભાગે ઇરેગ્યુલર માર્જિન ધરાવે છે અને લોવર એક્સ્ટ્રીમિટીના ભાગે લેટરલ સાઈડે એક પ્રોસેસ ધરાવે છે જેને લેટરલ મેલીઓલસ કહેવામા આવે છે.
  • ફિબ્યુલા બોન એ મસલ્સમા ડીપ આવેલ હોય છે.

Tarsal Bones (ટાર્સલ બોન):

ટાર્સલ બોન ને બીજા એંકલ બોન્સ તરીકે પણ ઓળખવામા આવે છે. તેમા 7 અલગ અલગ ઇરેગ્યુલર શેપના બોન્સ આવેલા હોય છે જે નીચે મુજબ છે.

  • Talus (ટેલસ). 1
  • Calcaneus (કેલ્કેનિયસ). 1
  • Navicular (નેવિક્યુલર). 1
  • Cuneiform (ક્યુનિફોર્મ). 3
  • Cuboid (ક્યુબોઇડ). 1

ઉપરોક્ત તમામ ટાર્સલ બોન્સ એકબીજા સાથે જોડાઈ અને ફૂટ આર્ચ બનાવે છે.
ટેલસ બોન એ ટીબીયા અને ફીબ્યુલા બોન સાથે જોડાય એન્કલ જોઈન્ટ બનાવે છે.
કેલકેનિયસ બોન એ પગના હીલનો ભાગ બનાવે છે.

Metatarsals Bones (મેટાટાર્સલ બોન):

ટાર્સલ બોન થી distal મા મેટાટાર્સલ બોન આવેલા હોય છે. તે 5 ની સંખ્યામા આવેલા હોય છે. તેની નીચે ફેલેન્જીસ (Phalanges) આવેલ હોય છે. તે 14 ની સંખ્યામા હોય છે. પગના toe મા 2 ફેલેન્જીસ અને બાકીની ફિંગર્સમાં 3 ફેલેન્જીસ આવેલ હોય છે. આ બધા જ ફેલેન્જીસ એ ઇન્ટર ફેલેન્જીયલ જોઈન્ટ્સ બનાવે છે.

Published
Categorized as GNM-ANATOMY-FULL COURSE, Uncategorised