ઓટોનોમિક નર્વસ સિસ્ટમ એ ઇનવૉલન્ટરી નર્વસ સિસ્ટમ નો ભાગ છે જે બોડી ના ઓટોનોમિક ફંક્શન્સ ને કંટ્રોલ કરે છે.
તે બ્રેઇન ના સેરેબ્રમ ના નીચે ના ભાગ થી નિકડે છે અને બોડી ના વીસેરલ ઓર્ગન્સ સાથે જોડાયેલ હોય છે.
ઓટોનોમિક નર્વસ સિસ્ટમ ના 2 ભાગ માં ડીવાઇડ થાય છે.
1.સિમ્પથેટીક નર્વસ સિસ્ટમ
2.પેરાસિમ્પથેટીક નર્વસ સિસ્ટમ
•સિમ્પથેટીક નર્વસ સિસ્ટમ.
સિમ્પથેટીક નર્વસ સિસ્ટમ એ બોડી ના ફાઇટ અને ફ્લાઇટ રીસપોન્સ માટે સ્ટીમ્યુલેટ કરે છે જે બોડી ના ઇનવૉલન્ટરી કર્યો ને રેગ્યુલેટ કરે છે.
તે થોરાકો લંબર આઉટ ફલો તરીકે ઓળખાય છે અને તે T1-L2 સ્પાઇનલ કોર્ડ ના લેવલે જોવા મળે છે.
•પેરાસિમ્પથેટીક નર્વસ સિસ્ટમ.
તે રિલેકસ્ડ સિચ્યુએશન મા એક્ટીવેટ જોવા મળે છે.
તેને ક્રેનિયો સેકરલ આઉટ ફલો તરીકે ઓળખાય છે. તે બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ ના સેક્રલ સેગમેન્ટ માથી નિકળે છે.
•Functions of ANS ..
સિમ્પથેટીક નર્વસ સિસ્ટમ એ હાર્ટ ના રેટ અને ફોર્સ ને ઇનક્રીઝડ કરે છે જ્યારે પેરા સિમ્પથેટીક નર્વસ સિસ્ટમ એ ડીક્રીઝડ કરે છે.
સિમ્પથેટીક નર્વસ સિસ્ટમ એ પયુપીલ ને ડાયલેટ કરે છે જ્યારે પેરા સિમ્પથેટીક નર્વસ સિસ્ટમ એ કોન્સટ્રીકટ કરે છે.
સિમ્પથેટીક નર્વસ સિસ્ટમ એ ટ્રકિયા અને બ્રૉનકાઈ ને ડાયલેટ કરે છે જ્યારે પેરા સિમ્પથેટીક નર્વસ સિસ્ટમ એ કોન્સટ્રીકટ કરે છે.
સિમ્પથેટીક નર્વસ સિસ્ટમ એ ઈન્ટેસટાઈન ના સિક્રીશન અને તેની મોબિલિટી ઘટાડે છે જ્યારે પેરા સિમ્પથેટીક નર્વસ સિસ્ટમ એ વધારે છે.
સિમ્પથેટીક નર્વસ સિસ્ટમ એ યુરિન સિક્રીશન ઘટાડે છે જ્યારે પેરા સિમ્પથેટીક નર્વસ સિસ્ટમ એ વધારે છે.
સિમ્પથેટીક નર્વસ સિસ્ટમ એ સ્ટમક ના સિક્રીશન અને તેની મોબિલિટી ઘટાડે છે જ્યારે પેરા સિમ્પથેટીક નર્વસ સિસ્ટમ એ વધારે છે.
હ્યુમન બોડીમા હીટ નુ રેગ્યુલેશન એટલે કે બોડીમા હીટ નુ પ્રોડક્શન અને હિટ લોસ નુ સંતુલન જાળવવુ. સામાન્ય રીતે માણસમા નોર્મલ બોડી ટેમ્પરેચર એ 36.5 થી 37 ડિગ્રી સેલ્સિયસ જોવા મળે છે. આ ટેમ્પરેચર નોર્મલ જળવાય તો જ બોડીમા દરેક ફંક્શન રેગ્યુલર જળવાય છે અને ઇન્ટર્નલ હોમિયોસ્ટેસીસ જાળવી શકાય છે.
માણસમા બોડી ટેમ્પરેચરને રેગ્યુલેટ કરતુ સ્ટ્રક્ચર એ હાઇપોથેલામસ મા આવેલા થર્મોરેગ્યુલેટરી સેન્ટર હોય છે. બોડીમા આવેલા થર્મોરીસેપટર દ્વારા ટેમ્પરેચર ના નર્વ ઇમ્પલસીઝ હાયપોથેલેમસને મળે છે અને હાયપોથેલેમસ તે મુજબ નોર્મલ બોડી ટેમ્પરેચર જાણવા માટે કાર્ય કરે છે.
બોડીમા મેટાબોલિક એક્ટિવિટી, સ્કેલેટલ મસલ્સની મુવમેન્ટ વગેરે કારણોસર હીટ પ્રોડક્શન થાય છે. આ હિટ નોર્મલ કરતા વધારે બોડીમા હોય ત્યારે હાયપોથેલામસ એ સ્વેટ ગ્લેન્ડને સ્ટીમ્યુલેટ કરી પસ્પીરેશનની ક્રિયા દ્વારા વધારા ની હીટને બોડી માથી લોસ કરાવે છે અને બોડી ટેમ્પરેચર રેગ્યુલર જાળવવામા મદદ કરે છે.
જ્યારે બોડીમા હિટ એ નોર્મલ કરતા ઓછી હોય છે ત્યારે સ્વેટ ગ્લેન્ડ ની એક્ટિવિટી જોવા મળતી નથી અને બોડી હિટ પ્રિઝર્વ કરી નોર્મલ બોડી ટેમ્પરેચર મેન્ટેન કરે છે.
આમ હાઈપોથેલામસ એ નોર્મલ બોડી ટેમ્પરેચર મેન્ટેન કરવામા અગત્યનુ કાર્ય કરે છે.