INTRODUCTION
નર્વસ સિસ્ટમ અને ઈન્ડોક્રાઇન એ સાથે મળી અપણા શરીર માં અગત્યના કર્યો કરે છે.
તે આપણા શરીર નું હોમીયોસ્ટેસિસ્ જાળવવાનું કાર્ય કરે છે અને જેનાથી અપને સર્વાઇવ થઈ શકીએ છે.
નર્વસ સિસ્ટમ એ આપણા બોડી ના ફેરફાર ને ઓળખે છે અને એ ફેરફાર પ્રત્યે પ્રતિભાવ આપે છે.
NERVOUS SYSTEM
BRAIN AND SPINAL CORD
AFFERENT ( SENSORY ) NERVE
EFFERENT ( MOTOR ) NERVE
SOMATIC ( MOTOR ) NERVE
SYMPATHETIC
PARASYMPATHETIC.
બ્રેઈન એ ઘણી સંખ્યામાં (૧૦૦ બીલીયંસ)ન્યુરોન્સ ધરાવે છે.
દરેક ન્યુરોન ને નીચે મુજબ ની લાક્ષણિકતા છે
સેલ બોડી અને તેના પ્રોસેસ
એક્ષોન્
ડેન્દ્રાઈટ્સ
અમુક થ્રેડ જેવા નર્વ ફાઇબર્સ પણ આવેલ હોઈ છે.
ન્યુંરોન્સ એ ડીવાઈડ થઇ શકતા નથી તેને તેના સર્વાઇવલ માટે સતત ઓક્સીજન ની જરૂર પડે છે. તે ગ્લુકોઝ માંથી પોતાની એનર્જી મેળવે છે.
ન્યુરોન એ કન્ડકટીવીટી અને ઈરીટેબીલીટી ની પ્રોપર્ટી ધરાવે છે, જેનાથી તે બહાર ના વાતાવરણ ની સ્તીમ્યુંલાઈ સામે રિસ્પોન્સ આપે છે, જેમાં મીકેનીકલ, ઈલેક્ટ્રીકલ તેમજ કેમિકલ પ્રકાર ની સ્ટીમ્યુંલાઈ હોઈ શકે છે.
આ સ્ટીમ્યુંલાઈ એ નર્વ સેલ ના ડેન્દ્રાઈટ્સ થી સેલ અને એક્ષોન્ તરફ જાય છે જેને લો ફોરવર્ડ કંડકશન કહે છે.
•સેલ બોડી: નર્વ સેલ એ સાઈઝ અને શેપ માં અલગ અલગ હોઈ છે જે નેકેડ આય થી જોઈ શકાય એમ નથી.
નર્વ સેલ ની બોડી ના ભાગ થી ગ્રે મેટર બને છે જે બ્રેઈન ના પેરીફરી ના ભાગે તથા સ્પાઇનલ કોર્ડ ના વચે ના ભાગે આવેલ હોઈ છે.
સેલ બોડી એ બીજા સેલ ની જેમ જ ન્યુક્લીયસ, સાઈટોપ્લાઝમ તથા બીજા ઓર્ગેનેલ્સ ધરાવે છે.
નર્વ સેલ ની બોડી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ માં એકથી થઇ ન્યુક્લીયાઈ બનાવે છે અને પેરીફેરલ નર્વસ સિસ્ટમ માં ગેન્ગલીયા બનાવે છે.
•એક્ષોન અને ડેન્દ્રાઈટ્સ:- તે સેલ બોડી થી લંબાયેલા પ્રોસેસ છે. દરેક ન્યુરોન ને એક એક્ષોન્ હોઈ છે તથા ઘણી સંખ્યામાં ડેન્દ્રાઈટ્સ હોઈ છે જેને નર્વ ફાઈબર્સ કહેવાય છે. દરેક નર્વ એ સેન્સરી તેમજ મોટર નર્વ ફાઈબર ના બંચ ધરાવે છે.
એક્ષોન્ અને ડેન્દ્રાઈટ્સ એ વાઈટ મેટર બનાવે છે. જે બ્રેઈન ના સેન્ટ્રલ ભાગ માં તથા સ્પાઇનલ કોર્ડ ના પેરીફેરલ ભાગ માં હોઈ છે.
એક્ષોન્ એ સેલ બોડી થી લંબાયેલો પ્રોસેસ છે. એક ન્યુરોન ને એક એક્ષોન્ હોઇ છે. એક્ષોન્ એ પાતળો, સીલીનડ્રીકલ પ્રોસેસ છે. જેની લંબાઈ ૧૦૦સેમી હોઈ શકે છે.
એક્ષોન ના જથ્થા ને ટ્રેક કહેવામાં આવે છે.
એક્ષોન્ ને પણ સેલ ના ઓર્ગેનેલ્સ જેવા જ ઓર્ગેનેલ્સ હોઈ છે. તેની અંદર આવેલ પ્રવાહી ભાગ ને એક્ષોપ્લાઝ્મ કહે છે અને તેની ફરતે આવેલ મેમ્બ્રેન ને એક્ષોલિમા કહે છે.
સ્કેવાન સેલ એ પેરીફેરલ નર્વસ સિસ્ટમ માં પ્રેઝન્ટ હોઈ છે જે એક્ષોન્ ના ફરતે આવેલા હોઈ છે.
સ્કેવાન સેલ વચે આવેલા નાના ગેપ ને નોડ ઓફ રાનવીર કહે છે. આ નોડ્સ અને માઈલીન સીથ એ નર્વ ફાઈબર્સ સાથે પ્રોપર નર્વ ના કન્ડકશન માટે જરૂરી છે.
સ્કેવાન સેલ ની ફરતે આવેલી મેમ્બ્રેન ને ન્યુંરીલેમા કહેવામાં આવે છે.
ન્યુરોન્સ ના એક્ષોન ની ફરતે લીપીડ અને પ્રોટીન નું બનેલું ઘણા પડ વાળું આવરણ આવેલ હોઈ છે જેને માઈલીન સીથ કહે છે.
જે ન્યુરોન ના એક્ષોન ફરતે આવું આવરણ હોઈ તેને માઈલીનેટેડ ન્યુરોન કહે છે અને જેના ફરતે આવરણ નથી તેને નોન માઈલીનેટેડ અથવા અનમાઈલીનેટેડ ન્યુરોન કહે છે.
અનમાઈલીનેટેડ ન્યુરોન માં નર્વ ટ્રાન્સમિશન ઓછું હોઈ છે.
•ડેનડરાઈટ્સ : – ટે સેલ બોડી થી લંબાયેલી શાખા ઓ છે. જે ન્યુરોન ની સેલ બોડી તરફ ઈમ્પ્લ્સીસ નું વાહન કરે છે. ડેનડરાઈટ્સ માઈલીનેટેડ હોતી નથી.
એક ન્યુરોન ના એક્ષોન ના છેડા ના ભાગની બલ્બ શેપ ની રચના ને સાઈનેપટીક નોબ કહે છે. બીજા ન્યુરોન ના સેલ બોડી ની ડેન્દ્રાઈટ્સ માં આવેલી ઉપસેલી જગ્યા જેને વેરીકોસાઈટ્સ કહે છે.
ઉપરોક્ત બંને સ્ટ્રક્ચર સેક જેવી રચના ધરાવે છે જેને સાઈનેપટીક વેસીક્લ્સ કહે છે જે કેમિકલ સબસ્તંસ ધરાવે છે જેને ન્યુરોટ્રાન્સમીટર કહે છે. અહી ઈમ્પલ્સીસ નું ટ્રાન્સમિશન થાય છે જેને સીનેપ્સ કહે છે.
નોર એડ્રીનાલીન, ગામાં એમીનો બ્યુટારિક એસીડ (GABA), એસીટાઈલ કોલીન, ડોપામીન, સેરોટોનીન વગેરે ન્યુરોટ્રાન્સમીટર તરીકે કાર્ય કરે છે.
ઉપરોક્ત ન્યુરોટ્રાન્સમીટર એ નર્વ ઈમ્પલ્સીસ ના વાહન માં મદદ કરે છે.
•Sensory or afferent Nerves: –
-આ સ્કીન, સેન્સ ઓર્ગન્સ, મસલ્સ, જોઇન્ટસ અને વિસેરલ ઓર્ગન્સ તરફ થી સેન્સરી ઈમ્પલ્સીસ સ્પાઇનલ કોર્ડ મારફત સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ તરફ લઇ જાય છે. જેમાં નીચે મુજબ ના અરિયા જોવા મળે છે.
૧. સોમેટીક ક્યુટેનીયસ એ પેઈન, ટેમ્પરેચર, ટચ, વાઈબ્રેશન વગેરે જેવા સેન્સેશન ના ઈમપલ્સીસ કન્વે કરે છે.
૨. સ્પેશિયલ સેન્સીસ જે ટેસ્ટ, સ્મેલ વગેરે જેવા ઈમપલ્સીસ કન્વે કરે છે.
૩. પ્રોપીયોરીસેપ્ટર એ સ્પેશિયલ સેન્સ જેવીકે વીઝન, હીયરીંગ, બેલેન્સ વેગેરે ઈમ્પલ્સીસ ક્રેનીયલ નર્વ દ્વારા કાનવે કરે છે.
•MOTOR OR EFFERENT NERVES:-
જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ તરફ થી ઇફેકટર ઓર્ગન, મસલ્સ કે ગ્લેન્ડ તરફ ઈમ્પલ્સીસ કન્વે કરે છે.
1.સોમેટીક નર્વસ એ સ્કેલેટલ મસલ્સ ના કોન્ટ્રેક્શન ને કંટ્રોલ કરવાના ઈમ્પલ્સીસ આપે છે.
2.ઓટોનોમિક નર્વસ (સિમ્પથેટીક અને પેરાસિમ્પથેટીક) કે જે સ્મૂથ મસલ્સ, કાર્ડીયાક મસલ્સ, ગ્લેન્ડ્સ ના કોન્ટ્રેક્શન ક્રેનીયલ અને સ્પાઇનલ નર્વસ દ્વારા કરાવે છે.
•MIXED NERVES:-
સ્પાઇનલ કોર્ડ માં સેન્સરી અને મોટર નર્વ સાથે હોઈ છે જયારે બોડી માં બીજા ભાગે તે કનેક્ટીવ ટીસ્યુ દ્વારા વિટાયેલ હોઈ છે. તેને મિક્ષ્ડ નર્વ કહે છે.
•તે નર્વસ સિસ્ટમ ના સપોર્ટ સેલ્સ છે. તે ન્યુરોન કરતા સામાન્ય રીતે નાના હોય છે તે મેચ્યોર નર્વસ સિસ્ટમમાં મલ્ટિપ્લાય અને ડિવાઇડ થવાની કેપેસિટી ધરાવે છે તે ચાર પ્રકારના નોનએક્સીટેબલ સેલથી સપોર્ટ થયેલા હોય છે જેમાં એસ્ટ્રોસાઇટ્સ, ઓલિગોડેનડ્રૉસાઈટ્સ, માઇક્રોગલીયા અને એપીડાયબલ સેલ આવેલા હોય છે જે નર્વસ સિસ્ટમ મા અલગ અલગ કાર્ય કરે છે.
•સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ માં બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ નો સમાવેશ થાય છે.
•મેનિનજીસ
બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ એ મેનિનજિસ નામના લેયરથી વીંટાયેલા હોય છે જે ડેલિકેટ નર્વ સ્ટ્રક્ચર ને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે. મેનેજિસના ત્રણ લેયર આવેલા હોય છે
1.ડ્યુરા મેટર
2.એરેકનોઇડ મેટર
3.પાયા મેટર.
•Dura mater (•ડ્યુરા મેટર)
ડયૂરા મેટર એ બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ ની બહાર ની બાજુ આવેલ લેયર છે. ડયુરા મેટર એ ડેન્સ અને ટફ હોય છે તે ડબલ લેયરમાં આવેલું હોય છે બહારનું લેયર બહારની લાઇનિંગ બનાવે છે અંદરનું લેયર તેની સાથે જોડાયેલું હોય છે સિવાય કે ડ્યુરા મેટર અમુક જગ્યાએ પાર્ટીશન બનાવે છે.
•જેમકે ફોક્સ સેરેબ્રી કે જે બે સેરેબ્રલ હેમિસફેર ની વચ્ચે આવેલું હોય છે જે ઉપરની બાજુએ આવેલું હોય છે જે સુપિરિયર લોન્જીટ્યુનલ ફિશર જ્યા સજાઈટલ સાઇનસ આવેલા હોય છે જે બ્રેઇન નુ વિનસ બ્લડ રિસીવ કરે છે. ટેન્ટોરિયમ સેરેબેલી જે સેરેબ્રમ અને સેરેબેલમને સેપરેટ કરે છે.
•Arachnoid mater(એરેકનોઈડ મેટર)
જે ડેલિકેટ સીરસ મેમ્બરેન છે જે ડયૂરા મેટર અને પાયા મેટર ની વચ્ચે આવેલ હોય છે જે કોલાજન ફાઇબર્સ અને ઇલાસ્ટિક ફાઇબર ધરાવે છે. સ્કલબોન અને ડ્યુરામેટર વચ્ચેની જગ્યા ને એપી ડ્યુરલ સ્પેસ કહેવામાં આવે છે
ડ્યુરા મેટર ની નીચેની સ્પેસને સબ ડ્યૂરલ સ્પેસ કહે છે.
એરેકનોઇડ મેટર અને પાયા મેટર વચ્ચે ની જગ્યા ને સબ એરેકનોઇડ સ્પેસ કહે છે જ્યાં સેરેબ્રો સ્પાઇનલ રહેલું હોય છે.
•Basic Matter(પાયા મેટર)
તે સૌથી અંદર નું લેયર છે. જે પાતળી અને વાસક્યુલર મેમ્બરેન છે જે સ્પાઇનલ કોર્ડ સાથે ચોટેલી હોય છે જે ઘણી સંખ્યામાં કોલાજન ફાઇબર અને ફાઈન ઈલાસ્ટિક ફાઇબર ધરાવે છે તે ઘણી બ્લડ વેસલ્સ પણ ધરાવે છે જે સ્પાઇનલ કોર્ડ ને ન્યુટ્રીશન અને ઓક્સિજન પૂરો પાડે છે તેના છેડાના ભાગને ફાઈલમ ટર્મિનલ કહેવામાં આવે છે.
બ્રેઇન ની અંદર આવેલ કેવીટી ને વેન્ટરીકલ્સ કહેવામાં આવે છે જેમાં ફ્લૂઇડ ઉત્પન્ન થાય છે અને બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ ની આસપાસ સર્ક્યુલેટ થાય છે આ વેન્ટ્રીકલ્સ નીચે મુજબના છે
1.રાઈટ એન્ડ લેફ્ટ (લેટરલ વેન્ટ્રિકલસ)
2.થર્ડ વેન્ટ્રિકલ
3.ફોર્થ વેન્ટ્રિકલ
1.લેટરલ વેન્ટ્રીકલ
આ કેવીટી બંને સેરેબ્રલ હેમિસફેરના કોર્પસ કેલોઝમ ની નીચે એક એક આવેલ હોય છે સેફટમ લીયુસીડમ તેને સેપરેટ કરે છે. તેની લાઇનિંગ એપીથેલીયમ ટિસ્યૂ થી બનેલી હોય છે તેની દીવાલમાં કેપેલેરીનું નેટવર્ક આવેલું હોય છે જેને કોરોઈડ પ્લેક્સેસ કહેવાય છે જ્યાંથી સેરેબ્રોસ ફાઇનલ ફ્લુઇડ નુ પ્રોડક્શન થાય છે. તે ઇન્ટરવેન્ટરીક્યુલર ફોરમેન દ્વારા થર્ડ વેન્ટ્રીકલ સાથે જોડાય છે.
1.થર્ડ વેન્ટ્રીકલ
રાઈટ અને લેફ્ટ લેટરલ વેન્ટિકલ ની નીચે આવેલી નેરો કેવીટી ને થર્ડ વેન્ટ્રીકલ કહેવામાં આવે છે. તે સેરેબ્રલ એકવીડટ દ્વારા ફોર્થ વેન્ટ્રીકલ સાથે જોડાય છે
2. ફોર્થ વેન્ટ્રીકલ
તે ડાયમંડ શેપ નું હોય છે તે થર્ડ વેન્ટ્રિકલ ની નીચે આવેલ હોય છે અને તે સ્પાઇનલ કોર્ડ ની સેન્ટ્રલ કેનાલ સાથે કંટીન્યુઅસ હોય છે તેના રૂફ પર આવેલા ફોરામેન (લશકા અને મેગેનડી) એ સબ એરેકનોઇડ સ્પેસ સાથે જોડાયેલા હોય છે..
સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ એ વેન્ટ્રીકલ ની દિવાલમાં આવેલા કોરોઈડ પ્લેક્સસ દ્વારા પ્રોડ્યુસ થાય છે. કોરોઈડ પ્લેક્સસ એ કેપેલરીનું નેટવર્ક છે જે લેટરલ વેન્ટ્રીકલની દિવાલમાં આવેલું હોય છે. આ લેટરલ વેન્ટ્રિકલ માંથી સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ એ ઇન્ટરવેન્ટરીક્યુલર ફોરામેન મુનરો દ્વારા થર્ડ વેન્ટ્રીકલમાં જાય છે અને ત્યાંથી સેરેબ્રલ એકવિડકટ દ્વારા ફોર્થ વેન્ટ્રિકલમાં જાય છે. ત્યાંથી અમુક ફ્લુઇડ સ્પાઇનલ કોડ ની સેન્ટ્રલ કેનાલમાં જાય છે અને અમુક ફ્લૂઈડ એ ફોરામેન ઓફ લસકા અને મેગેનડી મા જઈ સબ એરેકનોઇડ સ્પેસમાં સર્ક્યુલેટ થાય છે.
સબ એરેકનોઇડ સ્પેસમાં સર્ક્યુલેટ થતું ફ્લૂઈડ એરેકનોઇડ વિલાય મારફતે બ્લડ મા એબસોર્બ થાય છે.સી એસ એફ એ 20 ml પ્રતિ કલાકના દરથી એટલે કે 480 ml પ્રતિદિવસ ના દર થી ફોર્મ થાય છે અને એ જ દરથી એબસોર્બ પણ થાય છે.
લંબર પંચર નીડલનો ઉપયોગ કરી csf પ્રેશર મેજર કરી શકાય છે જે 10 cm h2o લાઇન્ગ પોઝીશનમાં અને 30 cm h2o એ સીટીંગ પોઝીશનમાં હોય છે.
CSF એ ક્લિયર ફ્લૂઇડ છે તે થોડું આલ્કલાઇન ફ્લૂઈડ છે તેની સ્પેસિફિક ગ્રેવિટી 1.005 છે
તેના કંપોઝીશનમા વોટર, મિનરલ સોલ્ટ, ગ્લુકોઝ, પ્લાઝમા પ્રોટીન, અમુક પ્રમાણમાં આલબ્યુમીન અને ગ્લોબ્યુલીન, ક્રિએટીનીન, યુરિયા, અને અમુક લ્યુકોસાઈટ્સ આવેલા હોય છે.
FUNCTIONS OF CSF.
1.મિકેનિકલ પ્રોટેક્શન જેમા તે શોક એબ્સોર્બિંગ મીડીયમ તરીકે કામ કરે છે અને તેનાથી બ્રેઇનના ડેલિકેટ સ્ટ્રકચરને પ્રોટેક્શન મળે છે.
2.કેમિકલ પ્રોટેક્શન જે સીએસએફએ ન્યુરલ સિગ્નલ માટે ઓપ્ટિમમ કેમિકલ એન્વાયરમેન્ટ પૂરું પાડે છે.
3.સર્ક્યુલેશન જેમાં સીએસએફએ નર્વસ ટીસ્યુ અને બ્લડ વચ્ચે ન્યુટ્રીયંટ્સ અને વેસ્ટ પ્રોડક્ટ નું એક્સચેન્જ માટેનું માધ્યમ બને છે…
બ્રેઇન નું સામાન્ય વજન 1200 થી 1400 ગ્રામ હોય છે
તે ક્રેનિયમ કેવીટી માં આવેલું હોય છે
તેના ભાગ નીચે મુજબ છે
સેરેબ્રમ
મીડ બ્રેઇન
પોન્સ વેરોલી
મેડ્યુલા ઓબલંગટા
સેરેબેલમ
બ્રેઇનને બ્લડ સપ્લાય સર્કલ ઓફ વિલ્સ ના ઘણી આર્ટરી ઑના એનાસ્ટોમોસીસ થી થાય છે.
સેરેબ્રમ એ રાઈટ અને લેફ્ટ સેલેબ્રલ હેમિશફેરથી બનેલું હોય છે.
બે સેરેબ્રલ હેમિસફેર એ વચ્ચે કોરપસ કેલોઝમથી જોડાયેલા હોય છે. દરેક હેમિસફેર માં એક એક કેવિટી આવેલી હોય છે જેને લેટરલ વેંટ્રિકલ કહે છે.
સેરેબ્રમ ના સુપર ફિશિયલ ભાગના સ્ટ્રકચર માં ગ્રે મેટર આવેલું હોય છે જેને સેરેબ્રલ કોર્ટેક્સ કહે છે. સેરેબ્રમ ના ડીપ ભાગમાં વાઈટ મેટર આવેલ હોય છે.
સેરેબ્રલ કોર્ટેક્સ માં ઊંચાઈવાળા ભાગ આવેલા હોય છે જેને ગાયરાઈ અથવા કોનવોલ્યુશનસ કહે છે અને તે ખાચ દ્વારા સેપરેટ થાય છે આ ખાચને ફીશર અથવા સલકાઈ કહેવામાં આવે છે.
આ ફિશરમાંથી સૌથી ઊંડી લોન્જીટ્યુનલ ફીશર હોય છે જે રાઈટ અને લેફ્ટ હેમિસ ફેરને અલગ પાડે છે.
સેરેબ્રમ ના હેમિસફેર એ અલગ અલગ લોબ માં ડિવાઇડ થાય છે જે નીચે મુજબ છે.
•ફ્રેન્ટલ લોબ
•પરાઈટલ લોબ
•ટેમ્પોરલ લોબ
•ઓક્સીપીટલ લોબ..
•સેરેબ્રમ ના ભાગે આવેલી અગત્યની ફીસર;
•લોન્જીટ્યુનલ સલકસ અથવા ફીસર જે સૌથી ઊંડી છે અને સેરેબ્રમને બે હેમિસફેર મા ડિવાઇડ કરે છે
•સેન્ટ્રલ સલ્કસ જે ફ્રન્ટલ અને પરાઈટલ લોબ વચ્ચે આવેલ છે.
•લેટરલ સલકસ જે ડીપ ગ્રુવ છે અને તે ટેમ્પોરલ લોબ ને ફ્રન્ટ અને પરાઈટલ લોબ થી અલગ કરે છે .
•પરાઈટો ઓક્સીપીટલ સલકસ જે ઓક્સિપીટલ લોબ ને બે પરાઇટલ લોબ થી અલગ પાડે છે….
•સેરેબ્રમ ની અંદર ના ભાગે નર્વ ફાઇબરના ટ્રેક આવેલા હોય છે જેવા કે
•એસોસિએશન ફાઇબર્સ
•કોમીસ્યૂરલ ફાઇબર્સ
•પ્રોજેક્શન ફાઇબર્સ
આ ફાઈબર્સ એક બીજા સાથે જોડાયેલા હોય છે તથા એક અરિયા ને બીજા એરિયા સાથે જોડે છે અને ઇમ્પલસીસ ના ટ્રાન્સમિશન માં મદદ કરે છે.
FUNCTIONS OF THE CEREBRUM.
1.સેરેબ્રમ માં ઇન્ટેલિજન્સી, મેમરી, રીઝનીંગ, થીંકીંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટીંગ વગેરે નો કંટ્રોલ જોવા મળે છે.
2.સેન્સરી પરસેપ્શન જેવા કે પેઇન, ટેમ્પરેચર, ટચ, સાઈટ, હિયરિંગ, ટેસ્ટ, સ્મેલ વગેરે ના પરસેપ્શન માટે નો કંટ્રોલ જોવા મળે છે.
3.સ્કેલેટલ મસલ્સ ના કોન્ટ્રાકશન માટેના કંટ્રોલ આ એરિયામાથી જોવા મળે છે.
સેરેબ્રમ ના હેમિસફેર મા ઘણા અરિયા આવેલા હોય છે જે નીચે મુજબ ના છે.
•મોટર એરીયા
જે મુખ્યત્વે સેરેબ્રલ હેમિશફેરના આગળના ભાગે આવેલ હોય છે. જેમાં નીચે મુજબના એરીયા જોવા મળે છે.
1.પ્રાઇમરી મોટર એરીયા જે ફ્રન્ટલ લોબ માં આવેલ હોય છે અને મસલ્સના કોન્ટ્રેક્શન નો વોલન્ટરી કંટ્રોલ કરે છે.
2.મોટર સ્પીચ એરીયા જેને બ્રોકાસ એરિયા પણ કહે છે જે ફ્રન્ટલ લોબ માં આવેલ હોય છે..
•સેન્સરી એરીયાઝ ઓફ સેરેબ્રમ
•પ્રાયમરી સોમેટોસેન્સરી એરીયા અથવા જનરલ એરીયા જે સેન્ટ્રલ સલકસ ની પાછળ પરાઈટલ લોબ માં આવેલ હોય છે જે ટચ પેઇન અને ટેમ્પરેચર માટેનો સેન્સરી એરીયા છે.
•પ્રાઇમરી વિઝ્યુઅલ એરિયા જે ઓકસી પિટ લ લોબમાં આવેલ છે જે વિઝન નું ઇન્ટરપ્રિટેશન કરે છે.
•પ્રાઇમરી ઓડિટરી એરીયા જે ટેમ્પોરલ લોબ માં આવેલ છે અને સાંભળવાની ક્રિયા સાથે જોડાયેલ છે.
•પ્રાઇમરી જેસ્ટેટરી એરીયા જે સેન્ટ્રલ સલકસ ની પાછળ પરાઈટલ કોર્ટેકસ માં આવેલ હોય છે જે ટેસ્ટ સાથે જોડાયેલ છે.
•પ્રાઇમરી ઓલફેક્ટરી એરીયા જે ટેમ્પોરલ લોબ માં આવેલ હોય છે. સ્મેલ સાથે જોડાયેલ એરિયા છે..
સેરેબ્રમ મા અમુક સ્પેસિયલ અરિયા આવેલા હોય છે જે ઇમ્પલસીસ ના ટ્રાન્સમીશન તથા બીજા અગત્યના કર્યો સાથે જોડાયેલા હોય છે જે નીચે મુજબ છે.
1.બેઝલ ગેંગલીયા..તે દરેક સેરેબ્રલ હેમીસ ફેર માં આવેલો એરીયા છે જે મસલસ ટોન, પોસચર અને વોલેન્ટરી મસલ્સ મુવમેન્ટનું કો-ઓર્ડીનેશન કરવાનું કામ કરે છે..
2. થેલેમસ..તે બ્રેઇન સ્ટેમ ના ઉપરના ભાગે બ્રેઇનની મધ્યમાં આવેલ હોય છે.તે સેરેબ્રલ કોર્ટેક્સ ના સેન્સરી એરીયા તરફ આવતા સેનસરી ઈમ્પલ્સીસ ના રીલે સ્ટેશન જેવું કાર્ય કરે છે જેનાથી પ્રોપર સેનસેશન નુ ઇનટરપ્રિટેશન થાય છે તથા અમુક મુવમેન્ટ કંટ્રોલ થાય છે.
3. હાયપોથેલેમસ…હાયપોથેલેમસ એ ઘણા નર્વ સેલના ગ્રુપથી બનેલ હોય છે જે થેલામાંસની નીચે આવેલ હોય છે જેના કાર્યો નીચે મુજબ છે..
•હાયપોથેલેમસ એ નીચે મુજબના કાર્યો ને કંટ્રોલ કરે છે..
•બોડી ટેમ્પરેચર
•ભૂખ અને તરસ
•ઈમોશનલ રિએક્શન
•ઓટોનોમિક નર્વસ સિસ્ટમ
•સેક્સ્યુઅલ બિહેવિયર
•બાયોલોજીકલ ક્લોક અથવા સરકાડીયન રીધમ…
•અમુક હોર્મોન્સ નુ સિક્રીશન
ઉપરોક્ત તમામ કર્યો હાઇપોથેલામસ દ્વારા કરવામાં આવે છે.
બ્રેઇન સ્ટેમ માં નીચે મુજબના ભાગોનો સમાવેશ કરવામાં આવે છે
1.મિડ બ્રેઇન
2.પોન્સ વેરોલી
3.મેડ્યુલા ઓબ્લાંગટા
•મીડ બ્રેઇન
તે બ્રેઇન સ્ટેમનું ઉપરનો ભાગ બનાવે છે. તેની બાજુ મા સેરેબ્રલ એકવીડક્ટ એ થર્ડ અને ફોર્થ વેન્ટ્રીકલ ને જોડે છે.
મીડ બ્રેઇન ના ઉપરના ભાગે વીઝયુલ અને હિયરિંગના ઈમ્પોર્ટન્ટ સેન્ટર આવેલા હોય છે.
મીડ બ્રેઇનના નીચેના ભાગે મોટર પાથવે પસાર થાય છે જે પોન્સ વેરોલી અને મેડ્યુલા ઓબલગટા થી થઈ સ્પાઇનલ કોડ સુધી જાય છે.
મીડ બ્રેઇનમાં બેલેન્સ અને આઈ મુવમેન્ટ માટે કંટ્રોલના સેન્ટર આવેલા હોય છે.
•પોન્સ વેરોલી
તે બ્રેઇન સ્ટેમ નો વચ્ચેનો ભાગ બનાવે છે.
તેમાં પણ મીડ બ્રેઇન ની જેમ જ એસેન્ડીંગ અને ડીસેન્ડીંગ નર્વ ના પાથ વે આવેલા હોય છે અને ઘણાના નર્વ ટ્રેક એ સેરેબેલમ અને સેરેબલ કોર્ટેક્સ સાથે જોડાયેલા હોય છે
તે ઇમ્પલસીસના ટ્રાન્સમિશનમાં મદદ કરે છે.
•મેડ્યુલા ઓબલંગટા
તે બ્રેઇન સ્ટેમ નો સૌથી નીચેનો ભાગ બનાવે છે અને પોન્સ વેરોલીને સ્પાઈનલ કોડ સાથે જોડે છે
તે અંદાજિત 2.5 cm લાંબુ હોય છે તેમાં નીચે મુજબના સેન્ટર આવેલા હોય છે.
1.રેસ્પિરેટરી સેન્ટર
2.કાર્ડિયો વાસક્યુલર સેન્ટર
3.વાઝો મોટર સેન્ટર
4.વોમિટીંગ, કફિંગ અને સોલોવીંગ માટેના રિફ્લેક્સ સેન્ટર..
મેડુયુલા ઓબલંગટા મા અમુક સ્પેશિયલ કર્યો જોવા મળે છે જે નીચે મુજબ છે
1. મેડ્યુલા માથી ડીસેન્ડીંગ મોટર પાથવે ક્રોસ થઈ અને સ્પાઇનલ કોર્ડ મા પસાર થાય છે જે મુખ્યત્વે સ્કેલેટલ મસલ્સને ઈમ્પલસીસ આપે છે.
2. મોટર પાથવે ની જેમ જ સેન્સરી પાથવે પણ મેડુલામાંથી ક્રોસ થય ને બ્રેઇન તરફ પસાર થાય છે.
3. મેડુલામાં કાર્ડીયો વાસ્ક્યુલર સેન્ટર આવેલ હોય છે જે હાર્ટના રેટ અને ફોર્સને કંટ્રોલ કરે છે સિમ્પથેટીક સ્ટીમ્યુલેશન એ હાર્ટ રેટ અને ફોર્સ વધારે છે જ્યારે પેરાસીમ્પથેટીક સ્ટીમ્યુલેશન એ હાર્ટ રેટ અને ફોર્સ ઘટાડે છે.
4. મેડ્યુલામા રેસ્પીરેટરી સેન્ટર આવેલ હોય છે જે રેસ્પીરેશન ના રેટ અને ડેપથ ને કંટ્રોલ કરે છે જેમાં ઇન્ટર કોસ્ટલ મસલ્સ અને ડાયા ફાર્મ ને નર્વ ઇમ્પલસીસ મળવાથી ઇન્સ્પિરેશન અને એક્સપિરેશન જોવા મળે છે.
5. મેડુલામા વાઝૉમોટર સેન્ટર આવેલ હોય છે જે બ્લડ વેસલ્સ ના ડાયામીટરને કંટ્રોલ કરે છે જેનાથી વાઝૉકોન્સ્ટ્રક્શન અને વાઝૉડાયલિટેશન જોવા મળે છે.
6. મેડુલામા આવેલ રિફ્લેક્સ સેન્ટર એ વોમિટિંગ, કફીંગ તેમજ હિકપ્સ ને કંટ્રોલ કરે છે આ એક પ્રોટેક્ટિવ રિસ્પોન્સ પણ છે.
તે બ્રેઇન નો બીજા નંબરનો સૌથી મોટો એરીયા છે જે મેડ્યુલા અને પોન્સ વેરોલીની પાછળની બાજુએ આવેલ હોય છે
તે ટ્રાન્સવર્સ ફિશર દ્વારા સેરેબ્રમ થી સેપરેટ થાય છે જ્યા ડ્યુરા મેટર નું અંદરનું લેયર અંદર દાખલ થઈ ટેંટોરિયમ સેરેબેલી બનાવે છે..
•સેરેબેલમ નીચેના કાર્યો કરે છે
1.તે પોસચર અને પોસચરલ એક્ટિવિટી ને રેગ્યુલેટ કરે છે
2.તે મસલ્સ ના કોઓર્ડીનેશનમાં અગત્યનો રોલ પ્લે કરે છે
3.બોડી બેલેન્સ જાળવવા માટે અગત્યનું કાર્ય કરે છે.
તેની શરૂઆત મેડ્યુલા થી થાય છે.
તે ફોરામેન મેગ્નમમાંથી પસાર થઈ પહેલા અને બીજા લંબર વર્ટીબ્રા સુધી કંટીન્યુઅસ હોય છે.
તેની લંબાઈ 45 cm જેટલી હોય છે.
સ્પાઇનલ કોડ એ બ્રેન અને બોડી પાર્ટ વચ્ચે કનેક્શનનું કાર્ય કરે છે.
સેનસરી ઈમ્પલ્સીસ બ્રેઇન સુધી પહોંચાડે છે અને મોટર ઇનપલ્સીસ સ્પાઈનલ કોડ માંથી બોડી ના અલગ અલગ ભાગ સુધી જાય છે.
સ્પાઇનલ કોડ દ્વારા અમુક એક્ટિવિટી ઇન્ડિવિજ્યુઅલ થાય છે જેમા બ્રેઇનની કામગીરી માટે જરૂર રહેતી નથી કામગીરી પૂરી થઈ ગયા પછી બ્રેઇનને એમની જાણ થાય છે.જે ક્રિયા સ્પાઇનલ રિફ્લેક્સીસ દ્વારા પૂર્ણ થાય છે.
ફાઇનલ રિફ્લેક્સની ક્રિયા માટે સ્પાઈનલ કોડ માં સેન્સરી અને મોટર ન્યુરોન એ કનેક્ટિંગ ન્યુરોન દ્વારા જોડાય છે જે અલગ અલગ લેવલે કોર્ડ મા જોવા મળે છે.
•સ્પાઇનલ કોડ એ બે ઇક્વલ ભાગમાં ઇન્કમ્પલિટ ડિવાઇડ થાય છે જેમાં આગળના ભાગે એન્ટિરિયર મીડિયમ ફિશર જોવા મળે છે અને પાછળના ભાગે પોસ્ટલીયર મીડિયન સેફટમ જોવા મળે છે.
સ્પાઇનલ કોર્ડ મા ગ્રે મેટર વચ્ચેના ભાગે અને વાઈટ મેટર એ પેરીફરીના ભાગે જોવા મળે છે.
સ્પાઇનલ કોર્ડ માં પણ બ્રેઇન ની જેમ જ મેનિન્જીસ ના લેયર્સ આવેલા હોય છે.
•ગ્રે મેટર.
સ્પાઇનલ કોર્ડ ના વચ્ચેના ભાગે H આકારે ગ્રે મેટર જોવા મળે છે. આ H આકારે ગોઠવાયેલ ગ્રે મેટર ના બે પોસ્ટીરીયર બે એન્ટિરિયર અને બે લેટરલ કોલમ હોય છે.
તેમાં ચોથા વિન્ટ્રિકલ માંથી નીકળતી સેન્ટ્રલ કેનાલ કે જેમા સેરેબ્રો સ્પાઇનલ ફ્લૂઈડ આવેલું હોય છે તે કેનાલ પણ ત્યા વચ્ચે ગોઠવાયેલ હોય છે.
ગ્રે મેટરમાં સેન્સરી ન્યુરોન મોટર ન્યુરોન અને કનેક્ટિંગ ન્યૂરોન આવેલા હોય છે.
•વાઈટ મેટર..
સ્પાઇનલ કોર્ડ મા વાઈટ મેટર પેરીફરીના ભાગે આવેલ હોય છે
જે પણ એન્ટિરિયર, લેટરલ અને પોસ્ટિરિયર કોલમમાં ડિવાઇડ થયેલું હોય છે. આ કોલમ પણ સેન્સરી ન્યુરોન મોટર ન્યુરોન અને કનેક્ટિંગ ન્યુરોન ના દ્વારા ટ્રેક બનાવે છે.
•FUNCTIONS ..
1. સેન્સરી ઈમ્પલસીસને સ્પાઇનલ કોર્ડ બ્રેઇન સુધી ટ્રાન્સમિટ કરે છે જ્યાં તેનું ઇન્ટરપ્રિટેશન થાય છે.
2. બ્રેઇન તરફથી આવતા મોટર ઇનપલ્સીસ સ્પાઇનલ કોડ મારફતે પસાર થઈ બોડી ના અલગ અલગ ભાગ સુધી જાય છે.
3.સ્પાઇનલ કોર્ડ દ્વારા રિફ્લેક્સ આર્ચ તૈયાર થાય છે જેનાથી ત્વરિત એક્શન જોવા મળે છે જેનાથી બ્રેઇન નો કાર્યભાર ઓછો થાય છે.
સ્પાઇનલ કોર્ડ એ બ્રેઇન અને બોડી પાર્ટ વચ્ચે કનેક્શનનું કાર્ય કરે છે.સ્પાઇનલ કોર્ડ ની લંબાઈ 45 cm જેટલી હોય છે.
તે સેન્સરી ઈમ્પલ્સીસ બ્રેઇન સુધી પહોંચાડે છે અને મોટર ઇનપલ્સીસ સ્પાઈનલ કોડ માંથી બોડી ના અલગ અલગ ભાગ સુધી જાય છે.
સ્પાઇનલ કોડ દ્વારા અમુક એક્ટિવિટી ઇન્ડિવિજ્યુઅલ થાય છે જેમા બ્રેઇનની કામગીરી માટે જરૂર રહેતી નથી કામગીરી પૂરી થઈ ગયા પછી બ્રેઇનને એમની જાણ થાય છે.
જે ક્રિયા સ્પાઇનલ રિફ્લેક્સીસ દ્વારા પૂર્ણ થાય છે. તેને રિફલેક્સ એક્શન કહેવામા આવે છે.
સ્પાઇનલ રિફ્લેક્સની ક્રિયા માટે સ્પાઈનલ કોર્ડ મા સેન્સરી અને મોટર ન્યુરોન એ કનેક્ટિંગ ન્યુરોન દ્વારા જોડાય છે જે અલગ અલગ લેવલે કોર્ડ મા જોવા મળે છે.
સ્પાઇનલ કોર્ડ દ્વારા રિફ્લેક્સ આર્ચ તૈયાર થાય છે જેનાથી ત્વરિત એક્શન જોવા મળે છે જેનાથી બ્રેઇન નો કાર્યભાર ઓછો થાય છે.