આંખ જોવા માટેનું એક અગત્યનું ઓર્ગન છે જે કેમેરા ની જેમ કાર્ય કરે છે તેનો શેપ સ્પિરેકલ હોય છે તેનો ડાયા મીટર 2.5 cm હોય છે તે ઓપ્ટિક નર્વ દ્વારા નર્વ સપ્લાય બ્રેઇન તરફ લઈ જાય છે અને જોવા નુ કાર્ય થાય છે.
આઈ બોલ એ સ્કલ મા આવેલી ઓરબિટલ કેવીટીમાં આવેલ હોય છે આ કેવીટી ની દિવાલમાં આંખના રક્ષણ માટે એડી પોઝ ટીશ્યુ નું પડ આવેલું હોય છે આય બોલ ની આજુબાજુ ની દીવાલ બોન થી બનેલી હોય છે અને આ એડી પોઝ ટીસ્યુ એ આઈ બોલને પ્રોટેક્ટ કરવાનું કાર્ય કરે છે.
Structure…(સ્ટ્રક્ચર…)
આઈ બોલ ના સ્ટ્રક્ચરમાં ત્રણ લેયર આવેલા હોય છે..
1. આઉટર લેયર ફાઇબર ટીશ્યુ નું બનેલું જે સપોર્ટ લેયર છે તેમાં સ્કલેરા અને કોર્નિયા આવેલ હોય છે.
2. મિડલ લેયર વાસ્ક્યુલર લેયર હોય છે જેમાં કોરોઈડ, સિલિયરી બોડી અને આઈરીસ આવેલા હોય છે.
3. ઇનર લેયર એ નર્વસ ટિસ્યૂ થી બનેલું હોય છે તેમાં રેટાઈના આવેલ હોય છે.
સ્ક્લેરા….
તે આયબોલ નો વાઈટ કલરનો ભાગ છે તે આઉટર લેયર ફાઇબ્રસ ટિસ્યુ નુ બનેલું હોય છે તે આગળની બાજુએ કંટીન્યુઅસ આવેલ હોય છે અને ટ્રાન્સપરન્ટ કોર્નિયા ની સાથે જોડાય છે ત્યાં કોર્નિયોસ્કલેરલ જંકશન બનાવે છે.તે આંખના ડેલિકેટ સ્ટ્રકચરને પ્રોટેક્ટ કરવાનું કાર્ય કરે છે અને આયબોલ નો શેપ જાળવવાનું કાર્ય કરે છે. તે એક્સ્ટ્રીનસિક મસલ્સના જોડાણ માટે એટેચમેન્ટ પૂરું પાડે છે.
કોર્નિયા…
તે આંખનો આગળનો પોર્શન બનાવે છે તે આંખનો કલરીંગ ભાગ બનાવે છે. તે આગળની બાજુએથી કોનવેક્સ હોય છે અને ટ્રાન્સપરંટ હોય છે જ્યાંથી પ્રકાશના કિરણો અંદર દાખલ થઈ અને રટાઈના પર પડે છે.
કોરોઇડ…
તે આંખનું વચ્ચેનું લેયર છે અને તે બ્લડ વેસલ્સ ધરાવે છે જેથી તે વાકયુલર લેયર છે. તે બ્લુ, બ્રાઉન, ગ્રે કલરના પેમેન્ટેશન ધરાવે છે અને તે આગળના ભાગે ત્રણ સ્ટ્રક્ચરમાં ડિવાઇડ થાય છે સિલિયરી બોડી, સસ્પેન્સ સસપેન્સરી લીગામેન્ટ અને આઈરીસ.
સિલિયરી બોડી…
તે યુવીયલ ટ્રેકનો જાડો ભાગ છે તે આઈરીસ સાથે આગળની બાજુએ કંટીન્યુઅસ હોય છે અને પાછળની બાજુએ કોરોઈડ સાથે કંટીન્યુઅસ હોય છે. તેની આગળના ભાગે લેન્સ હૉય છે જે નજીકના વિઝન માટે લેન્સને એકોમોડેશન માટે હેલ્પ કરે છે. સિલિયરી બોડીએ અનસ્ટ્રીપ્ટ ટાઈપ ના સિલિયરી મસલ્સ ધરાવે છે જે સસ્પેન્સરી લીગામેન્ટને અટેચમેન્ટ આપે છે. આ સિલિયરી મસલ્સ નજીક અને દૂરના વિઝન વખતે લેન્સને શેપ જાળવવા માટે અગત્યના છે. આમ લેન્સના આકારમાં ચેન્જ થવાના કારણે પ્રકાશના કિરણો સીધા રટાઇના પર કેન્દ્રિત થઈ શકે છે. આ મસલ્સ ને નર્વ સપ્લાય પેરાસિમ્પથેટિક નર્વ દ્વારા થાય છે.
આઈરીસ…
તે આંખનો આગળનો કલર વાળો ભાગ બનાવે છે તે લાંબી અને ફ્લેટ હોય છે તે કોર્નિયા અને લેન્સની વચ્ચે ઊભી ગોઠવાયેલી હોય છે તે આયબોલ ને એન્ટિરિયર અને પોસ્ટીરિયર ચેમ્બરમાં વિભાજિત કરે છે અને આ બંને ચેમ્બરમાં પ્રવાહી આવેલું હોય છે જેને એટ્રીયસ હ્યુમર કહેવામાં આવે છે. તે સરક્યુલર અને રેડિયલ સ્મુધ મસલ્સ ફાઇબર ધરાવે છે અને તે સિલિયરી બોડી દ્વારા જોડાયેલું હોય છે આ આઈરીસ એ વચ્ચેના ભાગે એક ઓપનિંગ ધરાવે છે જેને પ્યુપીલ કહેવાય છે આ પ્યુપીલ ની સાઈઝમાં વધઘટ થવાના કારણે અંદર આંખમાં કેટલો પ્રકાશ દાખલ થવા દેવો તેને કંટ્રોલ કરી શકાય છે તેને સીમ્પથેટીક અને પેરાસીપથેટિક દ્વારા નર્વ સપ્લાય થાય છે સિમ્પથેટીક એ પ્યુપીલ ડાયલેટ કરે છે અને પેરાસીમ્પથેટિક એ પ્યુપીલ કોનસ્ટ્રીકટ કરે છે.
લેન્સ…
લેન્સ એ આંખનો પારદર્શક પોર્શન છે. તે બાઇકોન કેવ સ્ટ્રક્ચર ધરાવે છે. તે આંખની પોસ્ટીરીયર ચેમ્બરની પાછળ આવેલો હોય છે તેનો ડાયામીટર 1 cm જેટલો હોય છે. સિલિયરી મસલ્સના કોન્ટ્રાકશન અને રિલેક્સેશન ના લીધે લેન્સની જાડાઈમાં ફેરફાર જોવા મળે છે જો ઓબ્જેક્ટ નજીક હોય તો લેન્સ એ જાડો બને છે અને જેનાથી પ્રકાશના કિરણો રેટાઈના પર સરળતાથી ફોકસ થઈ શકે છે.
રેટીના…
તે આઈ બોલનું સૌથી અંદરનું લેયર છે. તે નર્વસ ટીશ્યુ બનેલું હોય છે. આ રેટિના નું લેયર એ પાછળના ભાગે ઓપ્ટિક નર્વ સાથે કંટીન્યુઅસલી જોડાયેલું હોય છે બાજુમાં એક સર્ક્યુલર એરિયા છે જે એરિયા ને ઓપ્ટિક ડિસ્ક તરીકે ઓળખવામાં આવે છે. રેટિના એ ફોટોરિસેપ્ટર, રોડ સેલ તથા કોન સેલ ધરાવે છે રોડ સેલ એ ડીમ લાઈટ માં જોવામાં મદદ કરે છે અને કોન સેલ એ બ્રાઇટ લાઇટ તથા કલર વિઝન માટે હેલ્પ કરે છે.
રેટીનાના પાછળના ભાગે એક ડિપ્રેશન છે જેને મેક્યુલા લ્યુટીયા કહેવામાં આવે છે આનો વચ્ચેનો ભાગ ને સેન્ટ્રલ ફોવિયા અથવા ફોવિયા સેન્ટ્રલાલિસ તરીકે ઓળખવામાં આવે છે ત્યાં કિરણો કેન્દ્રિત થઈ અને જોવામાં મદદ કરે છે. ત્યાંથી વિઝનના ઇમ્પલસિસ ઓપ્ટિક નર્વ મારફતે બ્રેઇન સુધી જાય છે અને વિઝનનું ઇન્ટરપ્રિટેશન થાય છે.ઓપ્ટિક નર્વ ના ભાગે બ્લાઇન્ડ સ્પોટ આવેલો હોય છે ત્યાં કોઈપણ પ્રકારના લાઈટ સેન્સેટિવ સેલ આવેલા હોતા નથી.
ઇન્ટિરિયર ઓફ ધ આઈ…
આઇ બોલ એ સ્ફીરેકલ શેપનો હોય છે. તેની અંદર ખૂબ મોટી જગ્યા આવેલી હોય છે જેને કેવીટી તરીકે ઓળખવામાં આવે છે આ કેવીટીને એન્ટિરિયર અને પોસ્ટીરીયર કેવીટી કહેવામાં આવે છે.
એન્ટિરિયર કેવીટી ના ફરી બે ભાગ પડે છે જેમાં એન્ટિરિયર ચેમ્બર અને પોસ્ટીરીયર ચેમ્બર. એન્ટિરિયર ચેમ્બર એ આઈરીસ ની આગળની ચેમ્બર છે અને કોર્નિયા ની પાછળ નો ભાગ બનાવે છે. આઈરીઝ ની પાછળની બાજુએ પોસ્ટીરિયર ચેમ્બર બને છે. એન્ટિરિયર અને પોસ્ટીરિયર બંને ચેમ્બરમાં પ્રવાહી આવેલું હોય છે જે પ્રવાહીને એકવિયસ હ્યુમર કહેવામાં આવે છે.
પોસ્ટિરીયર કેવીટી એ લેન્સની પાછળની બાજુએ આવેલી કેવીટી છે અને તે એન્ટિરિયર કેવીટી કરતા મોટી હોય છે. આ કેવીટીમાં આવેલ પ્રવાહીને વિટ્રીયસ હ્યુમર કહેવામાં આવે છે. આ પ્રવાહીમાં પાણીનો ભાગ વધારે હોય છે અમુક સોલ્ટ અને પ્રોટીન પણ આવેલા હોય છે આ પ્રવાહી એ ઇન્ટ્રા ઑક્યુલર પ્રેશર મેન્ટેન કરવામાં મદદ કરે છે. નોર્મલ ઈન્ટ્રાઑક્યુલર પ્રેશર 16 થી 20 mmhg જેટલું હોય છે જો આ પ્રેશરમાં વધારો થાય તો એ ડીસીઝ કન્ડિશનને ગ્લુકોમાં કહેવામાં આવે છે.
પ્રકાશના કિરણો કોઈ ઓબ્જેક્ટ પરથી પરત ફરી આંખની અંદર આવ્યા બાદ કંજકટાઈવા મા પાસ થાય છે અને આંખની અંદર કોર્નિયા દ્વારા એન્ટર થાય છે ત્યારબાદ તે એન્ટિરિયર ચેમ્બર સુધી પહોંચે છે અને લેન્સમાં કેન્દ્રિત થઈ વિટ્રીયસ બોડી એટલે કે આંખની પોસ્ટિરિયર ચેમ્બરમાં પહોંચે છે ત્યાંથી આ પ્રકાશના કિરણો એ રેટાયનાના લેયર પર એક જગ્યાએ કેન્દ્રિત થાય છે અને ત્યાં આવેલી નર્વ ઓપટીક નર્વ દ્વારા આ પ્રકાશના કિરણો ની વિઝ્યુઅલ ઈમેજ એ બ્રેઇન સુધી જાય છે અને ક્લિયર ઈમેજ નું ઇન્ટરપ્રિટેશન થાય છે.
Size of the pupil(સાઈઝ ઓફ ધ પ્યુપીલ.)..
બ્રાઇટ લાઈટ પ્યુપિલ કોન્સ્ટ્રક્શન
ડીમ લાઈટ પયુપિલ ડાયલેટ
સિમ્પલેટીક નર્વ સિસ્ટમ પ્યુપીલ ને ડાયલિટેશન
પેરાસીટીક નર્વસ સિસ્ટમ પ્યૂપિલ ને કોન્સટ્રીકશન કરે છે.
આંખ એ કેમેરાની જેમ કાર્ય કરે છે કોઈપણ ઓબ્જેક્ટ પર આંખ નુ કેન્દ્રિત થવું અને સ્પષ્ટ દેખાવું તેને એકોમોડેશન કહેવામાં આવે છે તેના કુલ ચાર તબક્કા હોય છે.
1. રિફ્રેક્શન ઓફ લાઇટ રેઇઝ ..
રિફ્રેક્શન એ કોર્નિયા અને લેન્સ દ્વારા થાય છે જેમાં બહારથી આવતા પ્રકાશના કિરણો એ રિફ્રેક્ટ થઈ પરાવર્તન થઈ કે જે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં આવવાના કારણે થાય છે અને તે આ બેન્ડ થઈ રટાઇના ના એક ભાગે કેન્દ્રિત થશે જેનાથી ક્લિયર ઈમેજ જોઈ શકાશે.
2. એકોમોડેશન ઓફ ધ લેન્સ..
જે નજીકની કે દૂરની વસ્તુ જોવા માટે લેન્સ સાથે જોડાયેલા સિલિયરી મસલ્સ, આઈરીસ એ લેન્સને એડજેસ્ટ થવામાં મદદ કરે છે. નજીકની વસ્તુ જોવા માટે લેન્સનો આકાર બદલાય છે તેને એકોમોડેશન કહેવામાં આવે છે. દૂર ની વસ્તુ જોવા માટે સિલિયરી મસલ્સ રિલેક્સ થાય છે અને લેન્સ ફ્લેટ બને છે.
3. કોન્સ્ટ્રક્શન ઓફ ધ પયુપીલ..
પયુપિલ ની સાઈઝ એ તેમાંથી અંદર દાખલ થતાં પ્રકાશના કિરણોને કંટ્રોલ કરે છે જો બ્રાઇટ લાઇટ હશે તો પ્યુપીલ કોન્સ્ટ્રીકટ થાય છે અને ડીમલાઈટ હશે તો પ્યુપીલ ડાયલેટ થાય છે.
4. કનવરજન્સ..
જ્યારે રેટાઇના પર પડતા પ્રકાશના કિરણો એક પોઇન્ટ પર કેન્દ્રિત થઈ શકે ત્યારે ક્લિયર વિઝન જોવા મળે છે.
આઈ ના ભાગે બે ટાઈપના મસલ્સ જોડાયેલા હોય છે
1. એક્સ્ટ્રીન્સિક...
તેને સ્કેલેટલ મસલ્સ પણ કહેવામાં આવે છે તે બહારની બાજુ ઓર્બીટલ કેવિટી ની દિવાલ સાથે જોડાયેલ હોય છે અને અંદરની બાજુએ આઈબોલ ના સ્ક્લેરાના ભાગ સાથે જોડાયેલા હોય છે જે આઈબોલને અલગ અલગ દિશામાં મુવમેન્ટ કરવા માટે અગત્યના છે આ એક્સ્ટ્રીનસીક મસલ્સ મા ચાર સ્ટ્રેટ મસલ્સ અને બે ઓબ્લીક મસલ્સ હોય છે જે નીચે મુજબ છે.
મીડિયલ રેક્ટસ
લેટરલ રેક્ટસ
સુપિરિયર રેક્ટસ
ઇન્ફિરિયર રેક્ટેસ
સુપિરિયર ઓબ્લિક અને ઇન્ફિરિયર ઓબ્લિક મસલ્સ
એક્સ્ટ્રીંસિક મસલ્સ એ વોલન્ટરી મસલ્સ છે જે આપણે આપણી ઈચ્છાથી અલગ અલગ ડિરેક્શનમાં મુવ કરાવી આયબોલ ની અલગ અલગ મુવમેન્ટ કરી શકીએ છીએ
ઇન્ટ્રીન્સિક મસલ્સ…
ઇન્ટ્રીન્સિક મસલ્સ એ આઈ બોલના અંદરના ભાગે હોય છે જેમાં આઇરિશ અને સિલિયરી મસલ્સનો સમાવેશ થાય છે જે વૉલન્ટરી કંટ્રોલ માં હોતા નથી. બહાર થી આવતો પ્રકાશ આંખ ની અંદર દાખલ થાય એ સમય દરમિયાન તેની સાઇઝ અને શેપ બદલાય છે. આ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ દ્વારા કંટ્રોલ થાય છે.
આંખ એ ખૂબ જ નાજુક આવયવ છે અને તે તેની આજુબાજુએ અમુક એસેસરી સ્ટ્રકચરથી પ્રોટેક્ટ થયેલું હોય છે..
1. આઇ લીડ અને આઈ લેસીસ
2. આઇબ્રોસ
3. લેક્રિમલ એપ્રેટસ
1. આઇ લીડ અને આઈ લેસીસ
આઈ લીડ એ અપર અને લોવર બે હોય છે જે બંને ઊંઘ દરમિયાન આઈબોલને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. અપર આઈ લીડ એ આઈ બોલ ની સામે હલનચલન કરતું પડ છે જે કોઈપણ ફોરેન બોડી કે ઓબ્જેક્ટ સામે આયબોલને રક્ષણ આપે છે. આ આય લીડ ને પાલપીબ્રા પણ કવેવામાં આવે છે. અપર અને લોવર આય લીડ વચ્ચે ની જગ્યા ને પાલપીબ્રા ફિશર કહે છે. આ બંને આયલીડ જોડાય તે ભાગ ને કેનથસ કહે છે જેને બોડી ની સાઇડ મુજબ મીડિયાલ અને લેટરલ નામ અપાય છે.
આઈ લીડ ના માર્જિન ના ભાગે હેર જેવા પ્રોસેસ આવેલા હોય છે જેને આય લેસિસ કહેવામાં આવે છે આ આઈ બોલને બ્રાઇટ લાઇટ થી પ્રોટેક્ટ કરે છે તેમજ ફોરેન બોડી થી પ્રિવેન્ટ કરે છે. આય લીડ ની માર્જિનમાં આવેલી આય લેસીસના બેઝના ભાગે ગ્લેન્ડ આવેલી હોય છે જે આ હેર ને લુબ્રિકન્ટ રાખે છે. આ હેર ફોલીકલના ભાગે જ્યારે ઇન્ફેક્શન લાગે તેને સ્ટાઈ એટલે કે આંજણી કહેવામાં આવે છે. આ ગલેન્ડ ને ટાર્સલ અથવા મેબોમિયન ગ્લેન્ડ તરીકે ઓળખવામાં આવે છે.
આઇબ્રો…
આઇબ્રોસ એ ઓર્બિટલ કેવીટી ની ઉપરની માર્જિન સુપ્રાઓર્બીટલ માર્જિન પર આવેલા હેર છે. જે આંખના ભાગે પરસેવો અંદર જવાથી રોકે છે અને બ્રાઇટ લાઈટ તેમજ ઇન્જરીથી આયબોલ ને પ્રોટેક્ટ કરવા માટે કાર્ય કરે છે. આ આઇબ્રોસ એ કોસ્મેટિક પર્પઝ માટે પણ જાણીતા છે.
કંજકટાઈવા…
આ આય લીડના અંદરના ભાગે આવેલી પ્રોટેકટીવ મ્યુકસ મેમ્બ્રેન ને કંજકટાઈવા કહેવામાં આવે છે. તે કોલ્યુમનર એપિથિલિયમ સેલ ની બનેલી મેમ્બ્રેન હોય છે. તેમાં ગોબ્લેટ સેલ્સ આવેલા હોય છે જ્યારે આંખ બંધ કરીએ છીએ ત્યારે એ ક્લોઝ શેક બની જાય છે અને આયબોલ ને પ્રોટેક્ટ કરે છે.
લેક્રીમલ એપ્રેટસ…
લેક્રીમલ એપ્રેટસ નીચે મુજબનું સ્ટ્રક્ચર ધરાવે છે જે આયબોલ ની આસપાસ આવેલું હોય છે અને તેનું સિક્રીશન ટીયર જે આઈ બોલ ની સરફેસ પર ઠાલવે છે. અને આયબોલ મોઈસ્ટ રહે છે લેકરીમલ એપ્રેટસ નુ સ્ટ્રક્ચર નીચે મુજબ છે.
1. લેક્રીમલ ગ્લેન્ડ અને તેની ડક્ટ…1
2. લેક્રીમલ કેનાલી ક્યુલી…2
3. લેક્રીમલ સેક …1
4. નેઝોલેક્રીમલ ડકટ…1
લેક્રીમલ ગ્લેન્ડ એ બેની સંખ્યામાં સુપીરિયર આયલિડના લેટરલ સાઈડમાં એક એક આવેલી હોય છે. તે આલમંડ શેપની હોય છે. તે લેક્રરિમલ ફ્લૂઈડ સિક્રેટ કરે છે તે ફ્લુઇડને ટીયર્સ કહેવામાં આવે છે આ ફ્લૂઇડ એ લેકરીમલ ડકટ દ્વારા ડ્રેઇન થાય છે અને કંજકટાઇવા ની સરફેસ અને આયબોલ ની સરફેસ પર સ્પ્રેડ થાય છે અને આઈબોલ વેટ રાખે છે.
Composition of Tears.(ટીયર્સ ના કમ્પોઝિશન. )
વોટર
મિનરલ સોલ્ટ
એન્ટીબોડીઝ અને લાઇસોજોમ કે જે બેક્ટેરિયોસાઈડલ એન્જાઈમ ધરાવે છે
આ લેકરીમલ ગ્લેન્ડનું સિક્રીસન એ આયબોલ ના મિડલ કેન્થસ તરફ જતા સુપેરિયર અને ઇન્ફીરીયર કેનાલિકયુલી મારફતે લેક્રીમલ શેકમાં કલેક્ટ થાય છે અને ત્યાંથી નેઝૉલેક્રીમલ ડક્ટ દ્વારા નેઝલ કેવીટીની માં ખુલે છે.
Functions of the Tear…(ફંકશન્સ ઓફ ધ ટીયર.)
કોર્નિયા ને નરીશમેન્ટ પૂરું પાડે છે
આંખના આયબોલ પર પડતા ઈરીટેટીંગ સબસ્ટન્સ અને ડસ્ટને ફ્લશઆઉટ કરવાનું કામ કરે છે
બેક્ટેરિયોસાઈડલ પ્રોપર્ટી ધરાવતા હોવાના કારણે માઇક્રો ઓર્ગેનિઝમના ઇન્ફેક્શનથી પ્રિવેન્ટ કરે છે
ઓઇલી હોવાના કારણે લયુબ્રિકન્ટ તરીકે કાર્ય કરે છે
તે આંખને ડ્રાય થતી અટકાવે છે