skip to main content

ANATOMY UNIT 7. DIGESTIVE SYSTEM. Pancreas, Liver, Gall bladder

  • Pancreas…(પેનક્રિયાઝ..)

પીનકિયાઝ એ ગ્રે અને પિંક કલરની એક ગ્રંથિ છે. જેની લંબાઈ ૬ થી ૯ ઇંચ જેટલી હોય છે. તેનો વજન આશરે 60 ગ્રામ જેટલો હોય છે. તે એબડોમિનલ કેવીટીમા આવેલી હોય છે. તેનો આકાર ફિશ આકારનો હોય છે જેમા તેનુ હેડ અને નેક એ ડીઓડીનમ ના C શેપના કર્વડ વાળા ભાગે જોવા મળે છે. તેની બોડી નો ભાગ સપ્લિન સુધી આડો લંબાયેલો હોય છે તેની ટેઇલ નો ભાગ એ સ્પલીન ના ભાગ સુધી ટચ થાય છે. પેનક્રિયાઝની પાછળના ભાગે એબડોમિનલ એઓર્ટા અને ઇન્ફીરીયર વેનાકેવા જોવા મળે છે.

પેનક્રીયાઝ ગ્લેન્ડ એ એક્ઝોક્રાઇન અને એન્ડોક્રાઇન એમ બંને રીતે કાર્ય કરતી જોવા મળે છે.

Exocrine pancreas..(એક્ઝોક્રાઇન પેનક્રિયાઝ..)

એક્ઝોક્રાઇન પેનક્રિયાઝ નો આ ભાગ ઘણા બધા લોબ્યુલ્સ થી બનેલો હોય છે. આ લોબ્યુઅલ્સના અંદર સિક્રીટરી સેલ્સ આવેલા હોય છે. આ સિક્રીટરી સેલ્સ એ પોતાનુ સિક્રીશન નાની નાની ડકટ મા ઠાલવે છે અને આ નાની-નાની ડકટ જોડાઈને મોટી ડકટ બને છે જેને પેંક્રીયેટિક ડકટ કહે છે. તે  પેનક્રિયાઝ ના સિક્રીશનને સ્મોલ ઇન્ટેસ્ટાઇન સુધી લઈ જાય છે.

આ પેનક્રીયેટીક ડકટ એ લીવર અને ગોલ બ્લેડર તરફથી આવતી કોમન બાઇલ ડકટ સાથે જોડાય છે અને સ્મોલ ઇન્ટેસ્ટાઇનના ડીઓડીનમ નામના ભાગે હિપેટોપેનક્રિએટિક એમપ્યુલા દ્વારા ખુલે છે અને ત્યા સિક્રીશન ને ઠાલવે છે. આ હિપેટોપેનક્રિએટિક એમપ્યુલા ના ભાગે સ્ફીન્કટર  મસલ્સ આવેલા હોય છે જે સિક્રેશનના ફ્લો ને કંટ્રોલ કરે છે. આ સ્ફીન્કટર મસલ્સ ને સ્ફીન્કટર ઓફ ઓડી તરીકે પણ ઓળખવામાં આવે છે.

પેનક્રિયાઝ નો એક્ઝોક્રાઇન ભાગ એ પેનક્રીએટીક જ્યુસ સિક્રીટ કરે છે જે કાર્બોહાઇડ્રેટ, ફેટ અને પ્રોટીનના ડાયજેશન અને એબસોપ્શન મા હેલ્પ કરે છે.

Endocrine pancreas..(એન્ડોક્રાઇન પીનક્રિયાઝ..)

પેનક્રિયાઝ ની અંદર આવેલા ટોટલ સેલ માથી એક ટકા સેલ એ એન્ડોક્રાઇન પેનક્રિયાઝ તરીકે કાર્ય કરે છે. જે ગૂંચળામા ગોઠવાયેલા હોય છે અને આ ગુચડાને પેનક્રીએટીક આઈસ લેટ્સ અથવા તો આઇલેટસ ઓફ લેંગર હંસ તરીકે પણ ઓળખવામાં આવે છે જેને આલ્ફા, બીટા અને ડેલ્ટા સેલ તરીકે ઓળખવામા આવે છે.

પેનક્રિયાઝના અંદર આવેલ આ સેલના ભાગ એ હોર્મોન સિક્રીટ કરે છે જે અનુક્રમે ગ્લુકાગોન, ઇન્સ્યુલિન અને સોમેટોસ્ટેટીન હોર્મોન સિક્રીટ કરે છે. પેનક્રિયાઝ નો આ ભાગ એન્ડોક્રાઈન  પેનક્રિયાઝ તરીકે કાર્ય કરે છે. આ હોર્મોન એ બોડીમા બ્લડ ગ્લુકોઝ લેવલને મેન્ટેન કરે છે.

પેનક્રિયાઝ હોર્મોન સિક્રેટ કરે છે જે એન્ડોક્રાઇ ફંક્શન કરે છે.

પેનક્રિયાઝ જ્યુસ સિક્રેટ કરે છે જે પ્રોટીન, ફેટ અને કાર્બોહાઇડ્રેટ ના ડાઇઝેશનમાં મદદ કરે છે.

આમ પેનક્રીયાઝ એ એન્ડોક્રાઇન તેમજ એકઝોક્રાઇન બંને ફંક્શન કરે છે.

  • Liver…(લીવર.)

શરીરમાં આવેલી બધી ગ્લેન્ડ્સ માથી લીવર એ સૌથી મોટી ગ્લેન્ડ છે.  જે એબડોમિનલ કેવીટીના જમણી બાજુના કવાડેટમા ડાયાફાર્મ ની નીચે આવેલુ હોય છે. તેનો વજન અંદાજિત 1.4 કિલોગ્રામ જેટલો એડલ્ટ વ્યક્તિની અંદર જોવા મળે છે. તે છાતીની પાંસળીઓ ની નીચે આવેલુ હોય છે. રીબ્સ તેનુ રક્ષણ કરે છે. તેનો અમુક ભાગ એ ડાબી બાજુના એબડોમીનલ કેવિટીના ના રિજીયનમા પણ આવેલો હોય છે.

લીવરની ઉપરની સરફેસ સ્મૂધ હોય છે. આ ભાગ એ ડાયાફાર્મ સાથે જોડાયેલો હોય છે અને લીવરની પાછળની અને નીચેની બાજુ ઇરેગ્યુલર સરફેસ અને માર્જિન ધરાવે છે.

Organs surrounding the liver.(લીવરની આજુબાજુએ આવેલા અવયવો..)

ડાયાફાર્મ, એન્ટિરિયર એબડોમીનલ વોલના મસલ્સ, સ્ટમક,  ડીઓડીનમ, કિડની, ઇન્ફીરીયર વેનાકેવા, ગોલબ્લેડર વગેરે અવયવો લીવરની આજુબાજુએ ગોઠવાયેલા હોય છે.

લીવર મુખ્યત્વે બે લોબ મા ડિવાઇડ થાય છે રાઈટ લોબ અને લેફ્ટ લોબ.

રાઈટ લોબ એ લેફ્ટ લોબ ની સરખામણીમાં મોટો હોય છે અને બંને લોબ એ ફાલસીફોર્મ લીગામેન્ટ દ્વારા સેપરેટ થાય છે.

લીવરની પૉસ્ટીરીયર બાજુએ કવાડેટ લોબ  જોવા મળે છે અને તેની ઇન્ફીરીયર બાજુએ કવાડ્રેટ લોબ જોવા મળે છે.

આમ એનાટોમીકલી લીવરના ચાર લોબ જોઈ શકાય છે.

પોર્ટલ ફિશર…

લીવરની પોસ્ટિરિયર સરફેસ પર આવેલી ખાંચ ને પોર્ટલ ફિશર કહેવામાં આવે છે. આ ફીશર માથી અમુક સ્ટ્રક્ચર લીવરમા દાખલ થાય છે અને અમુક સ્ટ્રક્ચર લીવર માંથી બહાર નીકળે છે જેમકે..

પોર્ટલ વેઇન એ ઇન્ટેસ્ટાઇન તરફથી ડીઓક્સિજનેટેડ અને ન્યુટ્રીટિવ બ્લડ લઈ અને આ ફિશર મારફતે લીવરની અંદર દાખલ થાય છે.

હિપેટિક આર્ટરી એ ઓક્સિજનનેટેડ બ્લડ લઈ લીવરની અંદર આ ફિશર મારફતે દાખલ થાય છે.

સીમ્પથેટિક અને પેરાસિમ્પથેટિક નર્વ ના નર્વ ફાઇબર એ લીવરની અંદર આ ફિશર મારફતે દાખલ થાય છે.

લેફ્ટ અને રાઈટ હિપેટીક ડક્ટ એ લીવર માથી બાઈલ ને ગોલ બ્લેડર તરફ લઈ જવા માટે આ ફિશરમાંથી બહાર નીકળે છે.

હિપેટીક વેઇન એ લીવર માંથી ડી ઑક્સીજનેટેડ  બ્લડ બહાર લાવવા માટે આ ફિશરમાથી બહાર નીકળે છે.

Structure of the liver..(સ્ટ્રક્ચર ઓફ ધ લીવર.)..

લીવર એ એબડોમીનલ કેવીટી મા જમણી બાજુના કવાડેટ મા આવેલુ એક અવયવ છે. તે મુખ્યત્વે 2 લોબ નુ બનેલુ હોય છે.  આ લોબ એ ઘણા બધા લોબ્યુલ્સ ના બનેલા હોય છે. આ લોબ્યુલ્સ એ સ્પેશિયલ પ્રકારના એપીથિલિયમ સેલ તથા હિપેટોસાઈટ્સ નામના સેલથી બનેલા હોય છે. આ સેલ એ લીવર મા હેક્ઝાગોનલ પેટર્ન મા જોવા મળે છે.

લીવરની અંદર  હિપેટિક આર્ટરી અને પોર્ટલ વેઇન દાખલ થયા બાદ આર્ટરી  અને વેઇન નુ કેપેલરીનુ નેટવર્ક બને છે આ કેપેલરી ના નેટવર્કને સાઈન્યુસોઈડસ કહેવામા આવે છે. આ સાઈન્યુસોઈડસ ની દિવાલ મા કૂફર સેલ જોવા મળે છે જે કુફર સેલ એ લીવરને બેક્ટેરિયા, ફોરેન મટીરીયલ કે ટોક્સિન થી રક્ષણ આપવાનું કાર્ય કરે છે અને લીવર માં પ્રોટેક્ટિવ ફંક્શન કરે છે.

લીવરની અંદર આવેલા હિપેટોસાઈટ્સ સેલ એ બાઈલ સિક્રીટ  કરે છે.  આ બાઇલ એ બાઇલ કેનાલિકયુલી મા દાખલ થાય છે. આ બાઇલકેનાલિકયુલી એ બાઇલને નાની બાઈલ ડકટ મા લઇ આવે છે. આ નાની-નાની બાઈલ ડક્ટ જોડાય અને જમણી અને ડાબી બાજુની હિપેટીક ડકટ તૈયાર કરે છે. જે લીવર માથી  કોમન હેપેટીક ડક્ટ દ્વારા બાઈલ બહાર ડ્રેઇન કરે છે. આગળ જતા ગોલબ્લેડર માથી આવતી સિસ્ટિક ડક્ટ સાથે આ કોમન હિપેટીક ડક્ટ  જોડાય અને કોમન બાઈલ ડક્ટ બનાવે છે. બાઈલ  એ સ્મોલ ઇન્ટરસ્ટાઇલમા ડ્રેઇન થઈ અને ફેટના ડિજેશનમા અગત્યનુ કાર્ય કરે છે.

બ્લડ સપ્લાય ઓફ ધ લીવર..

લીવરને હિપેટીક આર્ટરી દ્વારા બ્લડ સપ્લાય થાય છે અને પોર્ટલ વેઇન એ ન્યુટ્રીટીવ બ્લડ લઈ અને લીવરની અંદર દાખલ થાય છે.

હિપેટીક વેઇન એ લીવર માથી ડીઓક્સિજનેટેડ બ્લડ બહાર કાઢે છે અને તે આગળ જતા ઇન્ફીરીયર વેનાકેવા સાથે જોડાય છે.

Functions of the liver..(ફંકશન્સ ઓફ ધ લીવર..)

લીવર એ આપણા શરીરનુ ખૂબ જ અગત્યનુ ઓર્ગન છે. તે ઘણા અગત્યના કાર્યો સાથે જોડાયેલુ હોય છે.  આ કાર્યો નીચે મુજબના છે.

લીવર એ કાર્બોહાઈડ્રેટ ના મેટાબોલિઝમ નુ કાર્ય કરે છે.

લીવર એ નોર્મલ કાર્બોહાઇડ્રેટ એટલે કે બ્લડ ગ્લુકોઝ લેવલ મેન્ટેન કરવા માટે કાર્ય કરે છે. જ્યારે બ્લડ ગ્લુકોઝ લેવલ નુ પ્રમાણ ઘટે છે ત્યારે ગ્લાયકોજીનોલાઈસીસ ની ક્રિયા દ્વારા ગ્લાયકોજન માથી ગ્લુકોઝ બનાવે છે અને બ્લડ ગ્લુકોઝ લેવલ મેન્ટેન કરે છે.

જ્યારે બ્લડમા ગ્લુકોઝનુ પ્રમાણ વધી જાય છે ત્યારે ગ્લાયકોજીનેસિસ ની ક્રિયા દ્વારા ગ્લુકોઝનુ ગ્લાયકોજન મા રૂપાંતર કરે છે.

લીવર એ ફેટનુ રૂપાંતર ફેટી એસિડમા કરે છે જેથી તે બોડીમા યુઝ થઈ શકે તેને ફેટ ના ડીસેચ્યુએશન તરીકે ઓળખવામા આવે છે આમ તે લિપિડ મેટાબોલિઝમમા મદદ કરે છે.

લીવર એ પ્રોટીન મેટાબોલિઝમમા મદદ કરે છે જેથી એમાઇનો એસિડ  નુ બોડી મા સિંથેસિસ થાય છે.

લીવર એ એમોનિયા નુ રૂપાંતર કરી અને યુરિયા બનાવે છે જેથી આ વેસ્ટ પ્રોડક્ટ યુરિન મારફતે બહાર નીકળી શકે છે.

રેડ બ્લડ સેલ ના ડેડ થવાથી બિલીરુબિન છૂટુ પડે છે જે લીવર દ્વારા મોડીફાઇ થઈ બોડી માથી વધારાના બોલીરૂબિન ને બહાર કાઢવામા મદદ કરે છે.

લીવર એ બોડીમા દાખલ થયેલ ટોકસિક સબસ્ટન્સ, આલ્કોહોલ, ડ્રગ વગેરે ને ડીટોકસીફાય કરી બોડી માથી બહાર કાઢવામા મદદ કરે છે.

લીવર એ બાઈલ સોલ્ટસ નુ સિન્થેસીસ કરે છે જે ફેટના ઈમલસિફિકેશન માટે જરૂરી છે અને તેથી જ લિપિડ અને કોલેસ્ટ્રોલ નુ એબ્સોર્પશન થઈ શકે છે.

શરીરમા વિટામિન ડી ના પ્રમાણને જાળવી રાખવા માટે મદદ કરે છે.

લીવરની અંદર કૂફર સેલ આવેલા હોવાથી તે લીવરને નુકસાનકારક સબસ્ટન્સથી પ્રોટેક્ટ કરી અને ફેગોસાઈટોસીસ ની ક્રિયા કરી પ્રોટેક્ટિવ ફંક્શન કરે છે.

લીવર એ વિટામિન અને મિનરલ્સ ના સ્ટોરેજ માટે કાર્ય કરે છે અને બોડીમા જરૂર પડયે  આ વિટામિન અને મિનરલ્સ રિલીઝ કરે છે.

લીવર એ બોડીમા હીટ પ્રોડક્શન નુ કાર્ય કરે છે.

Composition of bile….(કમ્પોઝિશન ઓફ બાઈલ.)

લીવર એ બાઈલ સિક્રીટ કરવાનુ કાર્ય કરે છે. તે દિવસ દરમિયાન અંદાજિત 500ml જેટલુ બાઈલ સિક્રેટ કરે છે.

આ બાઇલના બંધારણમા વોટર, મિનરલ સોલ્ટસ, મયુક્સ,   બાઈલ પિગમેન્ટ્સ, બાઇલ સોલ્ટસ, કોલેસ્ટ્રોલ વગેરે કમ્પોનન્ટ આવેલા હોય છે.

બાયલ એ પીળા કલરનુ પ્રવાહી છે. તે બ્રાઉન કે ઓલીવ ગ્રીન પ્રકારની કેરેક્ટરિસ્ટિક્સ પણ ધરાવે છે. તેની પી એચ એ 7.6 થી 8.6 એટલે કે આલ્કલી ph ધરાવે છે.

બાઈલ એ ફેટના ઈમલ્સીફિકેશન મા મદદ કરે છે એટલે કે તેના મોટા અણુઓને નાના અણુઓમા રૂપાંતર કરવામા મદદ કરે છે.

બાઇલ પીગમેન્ટ મા આવેલુ બીલીરૂબીન એ તેનો મુખ્ય ઘટક છે અને બીલીરૂબીન ના તૂટવાથી સ્ટર્કોબીલીન બને છે જેનો કલર  બ્રાઉન હોય છે અને તે સ્ટુલ મારફતે બહાર નીકળે છે.

  • GALL BLADDER(ગોલબ્લેડર.)..

ગોલબ્લેડર એ પિયર એટલે કે નાસપતિ આકારની એક શેક છે.  તે એબ્ડોમીનલ કેવીટીમા લીવરની પોસ્ટીરિયર સાઈડમા આવેલી હોય છે. તે 7 થી 10 cm લાંબી અને 3 cm પહોળી હોય છે. તેમા 30 થી 50 ml બાઈલ  સંગ્રહ કરવાની ક્ષમતા હોય છે.  તે એરિઑલર કનેક્ટિવ ટિસ્યૂ થી જોડાયેલી હોય છે.

Structure of the gallbladder…(સ્ટ્રકચર ઓફ ધ ગોલબ્લેડર…)

ગોલબ્લેડર ને ત્રણ ભાગમા વહેંચવામા આવે છે.  

ફન્ડસ

બોડી

અને નેક.

તેના ફરતે ત્રણ ટીસ્યુ લેયર આવેલા હોય છે.

સૌથી બહારની બાજુએ સીરસ પેરિટોનિયલ લેયર આવેલુ હોય છે.

વચ્ચેનુ લેયર એ અનસ્ટ્રીપડ ટાઈપના મસલ્સથી બનેલુ હોય છે જેમા ઓબ્લિક મસલ્સ ફાઇબર આવેલા હોય છે.

સૌથી અંદરની બાજુએ મ્યુકસ મેમરૈન  નુ લેયર આવેલુ હોય છે.  આ લેયર એ  ગોલબ્લેડરમાથી નીકળતી ડક્ટ ની અંદર ની લાઇનિંગમાં પણ કંટીન્યુઅસ આવેલુ હોય છે.

આ મ્યુકસ મેમ્બ્રેન ની અંદર ની લાઇનિંગ એ કોલ્યુમનર એપીથેલીયમ સેલથી બનેલી હોય છે. જે મ્યુસીન સિક્રીટ કરે છે અને તે વોટર અને ઈલેક્ટ્રોલાઇટને ઝડપથી એબ્જોર્બ કરે છે પણ બાઈલ સોલ્ટ અને બાઈલ પિગમેન્ટ ને એબ્સોર્બ કરતું નથી જેથી બાઇલ નુ કોન્સન્ટ્રેશન થાય છે અને બાઇલ ઘટ બને છે.

ગોલબ્લેડર માથી બાઈલ લઈ જતી સિસ્ટિક ડકટ એ 4 cm લાંબી હોય છે. જે લીવરમાથી આવતી કોમન હિપેટિક ડકટ સાથે જોડાઈ અને કોમન બાઈલ ડકટ બનાવે છે જે બાઈલ ને સ્મોલ ઇન્ટેસ્ટાઈન  ના ડીઓડીનમ ના ભાગે લઈ જાય છે.

ગોલબ્લેડર ને બ્લડ સપ્લાઇ હિપેટીક અને શિષ્ટિક આર્ટરી દ્વારા થાય છે અને તેનીજ વિનસ શાખા દ્વારા વિનસ રિટર્ન થાય છે .

તેને નર્વ સપ્લાય સીમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક નર્વ ફાઇબર દ્વારા થાય છે.

Functions of the gallbladder..(ફંકશન્સ ઓફ ધ ગોલબ્લેડર..)

ગોલબ્લેડર એ બાઇલને સંગ્રહ કરવાની એક બેગ તરીકે કાર્ય કરે છે.

ગોલબ્લેડર એ બાઇલને સ્મોલ ઇન્ટરસ્ટાઇલમા જરૂર પડીએ રીલીઝ કરે છે જે ડાઇજેશનમા હેલ્પ કરે છે.

  • મેટાબોલિઝમ…

મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયા. તે બોડી નુ એક કેમિકલ રિએક્શન છે જેમા શરીરમા જીવંત સેલ મા એટીપીની અવરજવર થાય છે.

મેટાબોલિઝમમા બે પ્રકારની પ્રક્રિયાઓ નો સમાવેશ થાય છે.

1. કેટાબોલિઝમ કે જેમા કોમ્પ્લેક્સ મોલેક્યુલ્સ ને સિમ્પલ મોલેક્યુલ્સમા રૂપાંતર થવાનો કેમિકલ પ્રોસેસ છે. જેમા એનર્જી એટીપી ના સ્વરૂપમા રિલીઝ થાય છે. ઉદાહરણ તરીકે ગ્લાયકોજનમાથી ગ્લુકોઝમા રૂપાંતર થવું. પ્રોટીનમાથી એમિનો એસિડમા રૂપાંતર થવું.

2. એનાબોલીઝમ આ એક પ્રકાર નુ કેમિકલ રિએક્શન છે જેમા સિમ્પલ અને નાના અણુઓ ભેગા થઈ અને કોમ્પ્લેક્સ અણુ અથવા મોટો અણુ બનાવે છે આ પ્રોસેસમા એટીપી ની જરૂર પડે છે. જેમ કે ગ્લુકોઝ માંથી ગ્લાઈકોજન નુ બનવુ.

Published
Categorized as GNM ANATOMY FULL COURSE, Uncategorised