UNIT 2 PHYSIOLOGY PSYCHOLOGY AND PUBERTY
પ્યુબર્ટી:
ડેફીનેશન: પ્યુબર્ટી એ એવો પિરિયડ છે કે જે સામાન્ય રીતે ચાઇલ્ડહુડ ને એડલ્ટહુડ સાથે કનેક્ટ કરે છે અને હ્યુમન બિંગ ની બોડી મા સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટરાઇસ્ટીક્સ નુ ગ્રેજ્યુઅલી ડેવલપમેન્ટ થાય છે.
એજ ઓફ પ્યુબર્ટી:
ટ્યૂબર્ટી ની એજ એ બોયસ તથા ગર્લ્સ માં ડીફરન્ટ હોય છે.
ગલ્સ મા પ્યુબર્ટી એ સામાન્ય રિતે 10 યર્સ થી 14 યર્સ સુધીની હોય છે.જ્યારે બોઇસ મા પ્યુબર્ટી ની એજ એ 12 યર્સ થી 16 યર્સ સુધીની હોય છે.
પ્યુબર્ટી સમય દરમિયાન ગર્લ્સ માં થતા ચેન્જીસ જેમકે,
1) થેલાર્કી: ગર્લ્સ માં બેસ્ટ નો ગ્રોથ થાય છે.
2) એડ્રીનારકી: તેમાં એક્ઝીલરી હેઇર નો ગ્રોથ થાય છે.
3) પ્યુબર્કી: તેમાં પ્યુબિક હેઇર નો ગ્રોથ થાય છે.
4) મેનાર્કી: તેમાં ગર્લ્સ માં ફર્સ્ટ મેન્સ્ટ્રુઅલ સાઇકલ સ્ટાર્ટ થાય છે.
5)ગ્રોથ સ્પુરટૅ: તેમાં હાઇટ એ રેપીડ્લી ઇન્ક્રીઝ થાય છે.
પ્યુબર્ટી સમય દરમિયાન બોઇસ માં થતા ચેન્જીસ જેમકે,
1) ચેસ્ટ તથા શોલ્ડર બ્રોડ થવું: પ્યુબર્ટી ના કારણે મસલ્સ ડેવલોપમેન્ટ થવાના કારણે મેલ માં ચેસ્ટ તથા શોલ્ડર નો પાર્ટ એ બ્રોડ થાય છે.
2) વોઇસ ચેન્જીસ: પ્યુબર્ટી ની શરૂઆત છોકરાઓ માં અવાજ માં ફેરફાર સાથે ચિહ્નિત થાય છે, અવાજ ઊંડો તથા ઘેરો થાય છે.
3)ચહેરાના વાળનો દેખાવ: ચહેરા પર વાળનો વિકાસ જોવા મળે છે જે ઉંમર વધવાની સાથે ધીમે ધીમે મૂછો અને દાઢીમાં બદલાય છે.
4)બોડી પર અને પ્યુબિક એરિયા પર હેઇર નો દેખાવ: ચેસ્ટ, એક્ઝીલા, પગ, હાથ અને ગ્રોઇન રિજીયન પર હેઇર નો ગ્રોથ જોવા મળે છે.
5)એન્લાર્જમેન્ટ ઓફ જીનાઇટલ એરિયા: પ્યુબર્ટી સમય દરમિયાન જીનાઇટલ ઓર્ગન્સ જેમકે, પેનિસ તથા ટેસ્ટીકલ્સ ની સાઇઝ મા ગ્રો થાય છે.
6) હાઇટ માં વધારો: પ્યુબર્ટી દરમિયાન 2-3 વર્ષના ગાળામાં ગ્રોથ સ્પુર્ટ માં વધારો જોવા મળે છે. છોકરાઓની ઊંચાઇ ઝડપથી વધે છે અને બાળક ના દેખાવ માં ફેરફાર જોવા મળે છે. સામાન્ય રીતે, ઊંચાઇ વર્ષમાં લગભગ 4.1 ઇંચ વધી શકે છે.
6)એબિલીટી ટુ ઇજેક્યુલેટ: પ્યુબર્ટી માં અથવા તે દરમિયાન બોઇસ માં બીજો મહત્વપૂર્ણ ફેરફાર પેનીસ દ્વારા સિમેન નુ ઇજેક્યુલેસન કરવાની ક્ષમતા છે જે બોઇસ ના લાઇફ સેક્સ્યુઅલ મેચ્યુરીટી ની એબિલીટી ની કન્ફોર્મ કરે છે.
7)બ્રેસ્ટ ડેવલોપમેન્ટ: અમુક બોઇસ મા બ્રેસ્ટ નુ સ્લાઇટ્લી ગ્રોથ થાય છે. તે સામાન્ય રિતે ટેમ્ટરરી હોય છે જે થોડાક સમય પછી ડિસ્અપીયર થય જાય છે.
8) એકને( ખીલ )ના ડેવલોપમેન્ટ :
સ્વેટ અને ઓઇલ પ્રોડ્યુસ કરતી ગ્લેન્ડ જે ભરાઇ જાય છે અને એકને (ખીલ) ઉત્પન્ન કરે છે.
ડેફીનેશન:
મેન્સ્ટ્રુએશન વડૅ એ મુન પરથી આવેલો છે. મેન્સ્ટ્રુએશન સાઇકલ એટલે ફર્ટાઇલ ફિમેલ માં ફિઝિયોલોજીકલ ચેન્જીસ થાય છે તે એક વિઝિબલ સાયક્લિક પ્રોસેસ છે જે યુટ્રસ ના એન્ડોમેટ્રિયમ માં થાય છે અને તેમા હોર્મોન્સ ના ઇન્ટરકનેક્શન દ્વારા વજાઇના માથી બ્લીડિંગ થાય છે. જે HPO પ્રોસેસ
(H : હાઇપોથેલેમસ,
P : પિટ્યુટરી ગ્લેન્ડ ,
O: ઓવરીસ ) ના કારણે થાય છે.
H : હાઇપોથેલેમસ:
હાઇપોથેલેમસ એ ગોનાડો ટ્રોફીન રીલીઝિંગ હોર્મોન(GnRH) ને સિક્રેટ કરે છે જે એન્ટીરિયર પિટ્યુટરીગ્લેન્ડ ને FSH(ફોલિકલ સ્ટીમ્યુલેટીંગ હોર્મોન)
LH(લ્યુટેનાઇઝીંગ હોર્મોન) સિક્રિટ કરવા માટે સ્ટીમ્યુલેટ કરે છે.
P : પિટ્યુટરી ગ્લેન્ડ :
પિટ્યુટરીગ્લેન્ડ માથી FSH(ફોલિકલ સ્ટીમ્યુલેટીંગ હોર્મોન)
LH(લ્યુટેનાઇઝીંગ હોર્મોન) સિક્રિટ થાય છે. તે ઓવરીસ પર વર્ક કરે છે.
O: ઓવરીસ:
પિટ્યુટરીગ્લેન્ડ માથી સિક્રિટ થતુ FSH(ફોલિકલ સ્ટીમ્યુલેટીંગ હોર્મોન) કે જે ઓવેરિયન ફોલીકલ નું મેચ્યુરેસન,ઇસ્ટ્રોજન નું સિક્રીસન અને ઓવ્યુલેશન કરે છે.
જ્યારે LH(લ્યુટેનાઇઝીંગ હોર્મોન) એ કોર્પસ લ્યુટીયમ નુ ડેવલોપમેન્ટ અને પ્રોજેસ્ટેરોન નુ સિક્રીસન કરે છે.
મેન્સ્ટ્રુએશન સાયકલમાં જે હોર્મોન સિક્રિટ થાય છે તે નેગેટિવ ફીડબેક મિકેનિઝમ દ્વારા રેગ્યુલેટ થાય છે.
હાઇપોથેલેમસ એ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ના બ્લડ લેવલ ના ચેન્જીસ ને રિસ્પોન્ડ કરે છે. જેમ કે હાઇપોથેલેમસ એ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ના બ્લડ મા હાઇ લેવલ થી ડિપ્રેસ્ડ થાય છે જ્યારે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ના લો લેવલ થી હાઇપોથેલેમસ એ સ્ટીમ્યુલેટ થાય છે.
મેન્સ્ટ્રુએશન સાયકલ ની એવરેજ લેન્થ એ 28 days ની હોય છે.
મેન્સ્ટ્રુએશન સાયકલ:
મેન્સ્ટ્રુએશન સાયકલ માં બે ફેઝ હોય છે.
1) ઓવેરિયન ફેઝ
2) યુટેરાઇન ફેઝ
1) ઓવેરિયન ફેઝ:
ઓવેરિયન ફેઝ માં ફરધર બે ફેઝ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.
a) ફોલીક્યુલર ફેઝ,
b) લ્યુટીયલ ફેઝ
a) ફોલીક્યુલર ફેઝ:
ફોલીક્યુલર ફેઝ એ મેન્સ્ટ્રુએશન ના ફર્સ્ટ ડે થી સ્ટાર્ટ થય ઓવ્યુલેશન થતા ની સાથે એન્ડ થાય છે. આ ફેસ એ સામાન્ય રીતે 14 દિવસ સુધીનો હોય છે.
આ ફેઝ માં ફોલિકલ સિમ્યુલેટિંગ હોર્મોન(FSH)ના કારણે ફોલિકલ્સ નો ગ્રો થાય છે.
આ ફોલિકલ્સ માંથી એક ફોલીકલ( ડોમીનન્ટ ફોલિકલ)એ મેચ્યોર બને છે.
આ મેચ્યોર ફોલીકલ એ ગ્રાફિયન ફોલિકલ બને છે. તે ઇસ્ટ્રોજન ને રિલીઝ કરે છે.
ત્યારબાદ ઇસ્ટ્રોજન એ ફોલિકલ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન( FSH ) અને લ્યુટેનાઇઝીંગ હોર્મોન ( LH) બંને પર વર્ક કરે છે.
ઇસ્ટ્રોજન એ ફોલિકલ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન( FSH) ને સપ્રેસ કરે અને લ્યુટેનાઇઝીંગ હોર્મોન ( LH)ને સ્ટીમ્યુલેટ કરે છે.
ત્યારબાદ લ્યુટેનાઇઝીંગ હોર્મોન( LH) એ ગ્રાફીયન ફોલીકલ કે જે ડોમિનન્ટ ફોલિકલ માંથી બનેલું હોય તેનું રપ્ચર કરી તેવા તેમાંથી ઓવમ બહાર આવે છે અને ત્યારબાદ કોરપસલ્યુટીયમ નું વર્ક વધે છે.
b) લ્યુટીયલ ફેઝ:
લ્યુટીયલ ફેસ એ ઓવ્યુલેશન થયા પછી થી લય નેક્સ્ટ મેન્સ્ટ્રુએશન સાયકલ સ્ટાર્ટ થાય ત્યાં સુધી જોવા મળે છે તે સામાન્ય રીતે 14 દિવસનો હોય છે.
આ ફેઝમાં કોરપસ લ્યુટીયમ એ ડેવલોપ થાય છે કે જે ઓવ્યુલેશન પછીના બાકી રહેલા ઓવેરિયન ફોલીકલ માથી ફોર્મ થાય છે.
કોર્પસ લ્યુટીયમ એ પ્રોજેસ્ટેરોન ને પ્રોડ્યુસ કરે છે કે જે ફર્ટિલાઇઝડ થયેલા એગ ને ઇમ્પ્લાન્ટેશન થવા માટે યુટેરાઇનકેવીટી ની લાઇનીંગ ને પ્રિપેર કરે છે.
લ્યુટીયલ ફેઝ મા બે સંભાવના હોય શકે છે:
I : ફર્ટિલાઇઝેશન એબ્સન્ટ
II : ફર્ટિલાઇઝેશન પ્રેઝન્ટ
I : ફર્ટિલાઇઝેશન એબ્સન્ટ
જો ફર્ટિલાઇઝેશન એબ્સન્ટ હોય તો કોર્પસ લ્યુટીયમ એ કોર્પસ મેન્ટ્રુઆલીસ મા કન્વટૅ થાય છે.
કોર્પસ મેન્ટ્રુઆલીસ એ કોર્પસ આલ્બીકેન્સ મા કન્વટૅ થાય છે અને ત્યારબાદ 28 દિવસે ડિસઅપીયર થય જાય છે.
II : ફર્ટિલાઇઝેશન પ્રેઝન્ટ
જો ફર્ટિલાઇઝેશન પ્રેઝન્ટ હોય તો કોર્પસ લ્યુટીયમ નુ કોર્પસ લ્યુટીયમ વેરમ મા કન્વટૅ થાય છે કે જે માં સાથે પ્રોજેસ્ટેરોન હોર્મોન પણ હોય છે અને તે ત્રણ મંથ સુધી રહે છે.
પ્રોજેસ્ટેરોન હોર્મોન એ મધરની ઇમ્યુનિટી ને સપ્રેઝ કરે છે તેના કારણે યુટેરાઇન કેવીટી મા ફિટસ નો ગ્રોથ એ થય શકે છે અને એબોર્શન ની કન્ડિશન પ્રિવેન્ટ થાય છે.
2) યુટેરાઇન ફેઝ:
યુટેરાઇન ફેઝ એ ફરધર ત્રણ ફેઝ માં ડિવાઇડ થાય છે:
1) બ્લીડિંગ ફેઝ(4 days)
2)પ્રોલીફરેટીવ ફેઝ( 10 days)
3)સિક્રીટરી ફેઝ(14 days )
1) બ્લીડિંગ ફેઝ(4 days):
જ્યારે ઓવમ એ ફર્ટિલાઇઝ હોતું નથી ત્યારે ઇન્ક્રીઝ થયેલુ પ્રોજેસ્ટેરોન હોર્મોન નું લેવલ એ બ્લડમાં એન્ડોમેટ્રિયમ(ઇનર મોસ્ટ લેયર ઓફ યુટ્રસ) ની બ્લડ વેસેલ્સનુ વાઝોકોન્સ્ટ્રક્શન કરે છે.
તેના કારણે યુટેરાઇન કેવીટી ના એન્ડોમેટ્રિયમ લેયરમાં બ્લડ સપ્લાય એ ડિક્રીઝ થાય છે.
અને હાઇપોક્ઝીયા ની કન્ડિશન અરાઇઝ થાય છે.
તેના કારણે એન્ડોમેટ્રિયમ લેયરના સેલ્સ તથા ટીશ્યુસ નું નેક્રોસીસ અને ડેથ થાય છે.
હવે આ સેલ્સ તથા ટીશ્યુસ નું નેક્રોસીસ તથા ડેથ થવાના કારણે હિમેટોમેટ્રા(યુટેરાઇન કેવીટી મા બ્લડ નુ કલેક્શન થવુ.) ની કન્ડિશન અરાઇઝ થાય છે.
આ કન્ડિશન ના કારણે નર્વ સપ્લાય એ હાઇપોથેલેમસ સુધી જાય છે ત્યારબાદ તે પિટ્યુટરીગ્લેન્ડ ને સ્ટીમ્યુલેટ કરે છે. પિટ્યુટરી ગ્રેન્ડ એ ઓક્સિટોસિન ને રિલીઝ કરે છે કે જે યુટેરાઇન કોન્ટ્રાકશન કરાવવા માટે જવાબદાર હોય છે.
આ યુટેરાઇન કોન્ટ્રાકશન થવાના કારણે બ્લડ ફ્લો એ વજાયનલ સાઇટ વિઝીબલ થાય છે. અને મેન્સ્ટ્રુેશન એ સ્ટાર્ટ થાય છે. જેમાં એન્ડોમેટ્રીઅલ ગ્લેન્ડ, એન્ડોમેટ્રીઅલ સેલ્સ,તથા કેપીલારીસ નું બ્લડ અને અનફર્ટિલાઇઝડ ઓવમ હોય છે.
જ્યારે, ઘટેલા પ્રોજેસ્ટેરોન નું લેવલ એ ક્રિટિકલ લેવલે પહોંચે છે ત્યારે બીજું ઓવેરિયન ફોલિકલ એ ફોલિકલ સિમ્યુલેટિંગ હોર્મોન( FSH )દ્વારા તેનું સ્ટીમ્યુલેટ થાય છે અને પ્રોલીફરેટીવ ફેઝ એ સ્ટાર્ટ થાય છે.
2)પ્રોલીફરેટીવ ફેઝ( 10 days):
પ્રોલીફરેટીવ ફેઝ ને ફોલીક્યુલર ફેસ પણ કહેવામાં આવે છે.
આ સ્ટેજમાં ફોલિકલ સિમ્યુલેટિંગ હોર્મોન( FSH )ના કારણે ઓવેરિયન ફોલિકલ ગ્રો થાય છે અને મેચ્યોર બનીને ઇસ્ટ્રોજન ને પ્રોડ્યુસ કરે છે.
ઇસ્ટ્રોજન એ એન્ડોમેટ્રિયમ ના પ્રોલીફરેશન ને સ્ટીમ્યુલેટ કરે છે અને ફર્ટીલાઇઝ ઓવમ ને રિસીવ કરવા માટે તૈયાર કરે છે.
આમ એન્ડોમેટ્રિયમ એ રેપિડ સેલ મલ્ટિપ્લિકેશન ના કારણે થીક( 2 થી 3 mm જેટલુ) બને છે.
તથા મ્યુક્લ્સ સિક્રિટિંગ ગ્લેન્ડ અને બ્લડ કેપીલારીસ વધવાથી આ ફેઝ ના અંતમાં લ્યુટેનાઇઝીંગ હોર્મોન( LH) ની ઇફેક્ટના કારણે ઓવ્યુલેશન થાય છે અને ઇટ્રોજન નું પ્રોડક્શન ઘટે છે.
3)સિક્રીટરી ફેઝ(14 days):
આ ફેઝ ને લ્યુટીયલ ફેઝ પણ કહેવામાં આવે છે.
તેમાં ઓવ્યુલેશન થયા પછી તરત જ ઓવેરિયન ફોલીકલ ના લાઇનિંગ સેલ્સ લ્યુટેનાઇઝીંગ હોર્મોન(LH) ના કારણે સ્ટીમ્યુલેટ થાય છે અને તેનું કોર્પસ લ્યુટીયમ બને છે.
હવે આ કોર્પસ લ્યુટીયમ એ પ્રોજેસ્ટેરોન ને પ્રોડ્યુસ કરે છે.
આ પ્રોજેસ્ટેરોન હોર્મોન ની અસર ના કારણે યુટેરાઇન કેવીટી નુ એન્ડોમેટ્રીયમ સિક્રીટરી ગ્લેન્ડમાંથી વધારે પ્રમાણમાં મ્યુકસ ને સિક્રિટ કરે છે અને એડીમાટોસ એટલે કે થીક( 5 થી 6 mm) બને છે અને એંડોમેટ્રિયમ એ ફર્ટિલાઇઝ્ડ ઓવમ ને ઇમ્પ્લાન્ટેશન થવા માટે ફેવરેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરે છે.
આમ, મેન્સટ્રુઅલ સાયકલ ને ઓવેરિયન ફેઝ અને યુટેરાઇન ફેઝ એમ બે ફેઝ મા એક્સપ્લેઇન કરવામા આવે છે.
પ્રિ-મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ (PMS) એ અનનોન કોઝ નું સાયકોન્યુરો- એન્ડોક્રાઇન ડિસઓર્ડર છે, જે મેન્સ્ટ્રુઅલ સાયકલ પહેલા થય શકે છે. તે ઇરિટેબીલિટી ના હોલમાર્ક સિમ્પટોમ્સ સાથે મૂડ, કોગ્નિટિવ અને ફિઝીકલ ડિસ્ટર્બન્સ નુ ક્લસ્ટર છે. તે એન્ઝાઇટી ડિસઓર્ડર અને ડિપ્રેશન થી અલગ હોય છે.
ઇટીયોલોજી/ કોઝ:
પ્રિ-મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ (PMS) ની ફેમેલીહિસ્ટ્રી હોવાના કારણે,
ડિપ્રેસન ની ફેમેલીહિસ્ટ્રી હોવાના કારણે,
ડોમેસ્ટિક વાયોલન્સ,
ફિઝિકલ ટ્રોમા,
ઇમોશન ટ્રોમા,
સબસ્ટન્સ એબ્યુસ,
અસોસીએટેડ કન્ડિશન જેમ કે:
મેઝર ડિપ્રેસીવ ડિસઓર્ડર,
સીઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર,
જનરલાઇઝ એન્ઝાઇટી ડિસઓર્ડર ,
સ્ક્રીઝોફ્રેનીયા,
માઇગ્રેઇન,
અસ્થમા,
એપીલેપ્સી.
લક્ષણો તથા ચિન્હો:
પ્રિ-મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ (PMS) ના સિમ્પટોમ્સ મા, ફિઝીકલ, ઇમોશનલ તથા બિહેવ્યરલ સિમ્પટોમ્સ જોવા મળે છે.
1) ફિઝીકલ સિમ્પટોમ્સ જેમ કે,
એબડોમીનલ બ્લોટીંગ,
બ્રેસ્ટ ટેન્ડરનેસ,
હેડએક,
ફટીગ,
મસલ્સ તથા જોઇન્ટ પેઇન,
ડાયજેસ્ટીવ પ્રોબ્લેમ્સ જેમ કે,
ડાયરિયા,
કોન્સ્ટીપેશન,
વેઇટ ગેઇન,
એકને.
ઇમોશનલ સીમટોમ્સ:
1) મુડ સ્વિંગ:
ઇરિટેબિલીટી,
સેડનેસ.
2)એન્ઝાઇટી:
ટેન્સન તથા વરી થવુ.
3)ડિપ્રેશન:
ફિલીંગ ઓફ સેડનેસ એન્ડ હોપલેસનેસ.
ઇન્ક્રીઝ સેન્સીટીવિટી
બીહેવ્યરલ સિમ્પટોમ્સ:
1)એપેટાઇટ મા ચેન્જીસ થવુ:
સ્પેસિફીક ફુડ ને ઇટીંગ કરવા માટેની ક્રેવિંગ થવુ જેમકે(સ્પેસિયલી સ્વિટ).
2)સ્લિપ ડિસ્ટર્બન્સ થવુ:
સ્લિપ પેટર્ન મા ચેન્જીસ થવુ.
ઇનસોમ્નીયા.
3)કોન્સેન્ટ્રસન મા ડિફીકલ્ટીસ થવુ:
ફોકસ મા ટ્રબલ થવુ,
મેમરી ઇસ્યુ થવુ.
4)સોસિયલ વિડ્રોઅલ:
સોસિયલ એક્ટીવિટી તથા ઇન્ટરેક્શન મા ઇન્ટરેસ્ટ રિડ્યુસ થવો.
ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન:
હિસ્ટ્રીટેકિંગ,
ફિઝીકલ એક્ઝામિનેશન,
સિમ્પટોમ્સ અસેસમેન્ટ,
થાઇરોઇડ ટેસ્ટ: પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ માં વેઇટ ગેઇન થવો એક મોસ્ટ કોમન સિમ્પટોમ્સ છે થાઇરોઇડ ફંક્શન દ્વારા પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ ને કન્ફોર્મ કરવામાં આવે છે જો થાઈરોઇડ ટેસ્ટ કરવામાં આવે અને થાઈરોઇડ લેવલ એ નોર્મલ હોય તો તે પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ ઇન્ડિકેટ કરે છે.
મેનેજમેન્ટ:
પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ ( PMS ) ની કોઇપણ સ્પેસિફીક ટ્રીટમેન્ટ હોતી નથી અમુક ટ્રીટમેન્ટ એ સિમ્પટોમ્સ ને રિલીવ કરવામાં મદદ કરે છે જેમ કે,
1) એન્ટીડિપ્રેશન અને ટ્રેન્ક્યુલાઇઝર:
આ મેડિસિન એ સામાન્ય રીતે એન્ઝાઇટી, ઇરીટેબલિટી, રેસ્ટલેસનેસ અને સ્ટ્રેસ ને રિલીવ કરવામાં હેલ્પફૂલ હોય છે.
Ex: દા.ત. લ્યુટેલ ફેઝ દરમિયાન લેવાયેલ અલ્પ્રાઝોલમ-0.25 mg એન્ઝાઇટી અને ડિપ્રેશન ને રિડ્યુસ કરે છે.
2)ડાયયુરેટીક: આ ડાયયુરેટીક મેડિસિન એ સામાન્ય રીતે વોટર ના રીટેન્સન ના કારણે થતા સિમ્પટોમ્સ જેમકે એબડોમીનલ બ્લોટીંગ, બ્રેસ્ટ ટેન્ડરનેસ, સ્વેલિંગ ઓફ એક્સટ્રીમીટીસ,તથા વેઇટ ગેઇન ને રિલીવ કરવા માટે મદદ કરે છે.
3)Pyridoxine 100 mg BD (દિવસમાં બે વાર) ટ્રિપ્ટોફન મેટાબોલિઝમ ને સુધારે છે ખાસ કરીને પિલ્સ રિલેટેડ ડિપ્રેશન ના કિસ્સામાં.
4) સિલેક્ટિવ સેરેટોનીન રીઅપટેક ઇનહિબીટલ ( SSRI )
હોર્મોનલ ટ્રીટમેન્ટ:
A) ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ: OCPs નો હેતુ ઓવ્યુલેશન ને સપ્રેસ કરવાનો અને સામાન્ય સાઇક્લીક પિરીયડ રાખવાનો છે. આ 3-6 સાઇકલ માટે આપવામાં આવે છે.
B)બ્રોમોક્રીપ્ટીન: આ અમુક બ્રેસ્ટ ના સિમ્પટોમ્સ ધરાવતા કિસ્સાઓમાં આપવામાં આવે છે જેની માત્રા દરરોજ અથવા પ્રિસ્ક્રિપ્શન મુજબ દિવસમાં બે વખત 2.5 mg.
C) ડેનાઝોલ ડેઇલી 200-400 mg એમેનોરિયા પ્રોડ્યુસ કરવામાં મદદ કરે છે.
D)GnRH એનાલોગ/ લ્યુટિનાઇઝિંગ હોર્મોન રિલિઝિંગ હોર્મોન એગોનિસ્ટ (LHRH એગોનિસ્ટ) અથવા (LHRH એનાલોગ).
આ એવી મેડીકેશન છે જે ગોનાડલ સ્ટીરોઇડ્સ ને સપ્રેસ કરવામાં મદદ કરે છે. તેઓને 6 મહિનાના પિરીયડ્સ માટે પ્રોવાઇડ કરવામાં આવે છે જેને મેડિકલ ઓફોરેક્ટોમી પણ કહેવાય છે. (બાઇલેટરલ ઓફોરેક્ટોમી નો કોઇ ઉપયોગ થશે કે નહીં તે તપાસવા માટે) વપરાયેલી દવાઓ આ છે:
A) ગોસેરેલિન ઝોલેડેક્સ: આ હોર્મોનનું મેનમેડ ફોમૅ છે. ડોઝ – દર 4 વિક્સ મા 3.6 mg સબક્યુટેનીયસ પ્રોવાઇડ કરવામા આવે છે.
B)લ્યુપ્રોરેલિન: બ્રાન્ડ નામ LUPRON (પીટ્યુટરી GnRH રીસેપ્ટર્સ માં એગોનિસ્ટ તરીકે વર્ક કરે છે).ડોઝ – 3.75 mg સબક્યુટેનીયસ અથવા I/ M દર 4 વિક પર આપવામાં આવે છે.
C)Triptorelin (Decapeptyl).
ડોઝ – 3mg દર 4 વિક પર I/ M આપવામાં આવે છે.
નર્સિંગ કેર:
એબડોમીનલ બ્લોટીંગ ની કન્ડિશન ને રીડયુઝ કરવા માટે પેશન્ટ ને એડીક્યુએટ અમાઉન્ટ મા ફ્લુઇડ ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી.
પેશન્ટ ને વેલ બેલેન્સ ડાયટ ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી.
ક્લાઇન્ટ ને ઓછામાં ઓછા 8 કલાક અને સારી ઊંઘ લેવાની એડવાઇઝ આપવી. આ એન્ઝાઇટી ના લેવલ ને ઘટાડવામાં અને જજમેન્ટ અને ડિસીઝન લેવાની શક્તિ વધારવામાં મદદ કરશે.
ક્લાયન્ટ ને રેગ્યુલર એરોબિક એક્સરસાઇઝ માં જોડાવા તથા રિક્રીએશનલ એક્ટીવિટી મા એગેજ થવાની સલાહ આપવી, આનાથી સ્ટ્રેસ નુ લેવલ ઘટશે અને ક્લાઇન્ટ પઞ હેપી રહેશે.
ક્લાઇન્ટ ને પ્રોપર્લી રિએશ્યોરન્સ તથા સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો જેના કારણે ટેન્શન કરતાં મેટર્સ એ રિલીવ થાય છે અને ક્લાઇન્ટ નું મોરલ એ બિલ્ડઅપ થાય છે.
ક્લાયન્ટ ને પ્રોપરલી યોગા તથા મેડીટેશનમાં જોઇન થવા માટે એડવાઇઝ આપવી જેના કારણે ક્રાઇસિસ ની સિચ્યુએશન માં પેશન્ટ એ પ્રોપર્લી કામ રહી શકે.
ખાસ કરીને સાઇકલ ના બીજા ભાગમાં સોલ્ટ, કોફી, કેફીન અને આલ્કોહોલ ને અવોઇડ કરવા જોઇએ.
મીનરલ સપ્લિમેન્ટ્સ પ્રોવાઇડ કરવુ. કારણ કે આ બંને ઇમોશનલ અને લ્યુટેલ ફેઝ ના સિમ્પટોમ્સ ને ઘટાડી શકે છે.
ડિસઓર્ડર ઓફ મેન્સ્ટ્રુએસન:
ડિસ્મેનોરિયા, જેને પેઇનફુલ પિરીયડ્સ અથવા મેન્સ્ટ્રુઅલ ક્રેમ્પ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મેન્સ્ટ્રુએસન દરમિયાન પેઇન ની કન્ડિશન છે.ડિસ્મેનોરિયા એ પેઇનફુલ મેન્સ્ટ્રુએસન નું વર્ણન કરતો શબ્દ છે જેમાં સામાન્ય રીતે યુટેરાઇન કોન્ટ્રાકશન ને કારણે થતા ક્રેમ્પસ નો સમાવેશ થાય છે.
ટાઇપ્સ ઓફ ડિસ્મેનોરિયા:
ડિસ્મેનોરિયા ના સામાન્ય રિતે બે ટાઇપ પડે છે, જેમ કે:
1) પ્રાઇમરી ઓર સ્પાઝમોડીક,
2)સેકન્ડરી ઓર કન્જેસ્ટીવ
1) પ્રાઇમરી ઓર સ્પાઝમોડીક:
કોઇ ઓળખી ન શકાય તેવી પેલ્વિક પેથોલોજી સાથે પેઇનફુલ મેન્સ્ટ્રુએસન ની કન્ડિશન છે.
મેન્સિસ ના ફર્સ્ટ 2 દિવસમાં હાઇએસ્ટ લેવલ હોય છે.
2)સેકન્ડરી ઓર કન્જેસ્ટીવ:
પેલ્વિક અથવા યુટ્રસ ની પેથોલોજીને કારણે પેઇનફુલ મેન્સ્ટ્રુએસન થાય છે.
ઇટીયોલોજી/ કોઝ:
1) પ્રાઇમરી ઓર સ્પાઝમોડીક:
ઓવ્યુલેટરી સાઇકલ માં એન્ડોમેટ્રીયમ દ્વારા પ્રોસ્ટાગ્લાન્ડિન ના પ્રોડક્શન માં વધારો થાય જે યુટ્રસ ના કોન્ટ્રાકશન નું કારણ બને છે.
2)સેકન્ડરી ઓર કન્જેસ્ટીવ:
એન્ડોમેટ્રિઓસિસ,
એડેનોમાયોસિસ,
પેલ્વિક ઇન્ફેક્શન,
યુટેરાઇન ફાઇબ્રોઇડ્સ,
ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ,
કંજીનાઇટલ યુટેરાઇન તથા વજાઇનલ એનોમાલિશ.
લક્ષણો તથા ચિન્હો:
પેઇન(મેન્સ્ટ્રુએશન સ્ટાર્ટ થયા પહેલાના થોડાક કલાક પહેલા પેઇન સ્ટાર્ટ થાય છે),
પેઇને એ થોડાક અવર્સ સુધી હોય છે જે સામાન્ય રીતે 24 કલાક સુધી થાય છે જ્યારે ક્યારેક-ક્યારેક 48 અવર્સ સુધી પણ જોવા મળે છે.
પેઇન એ સામાન્ય રીતે સ્પાઝમોડીક હોય છે જે એબડોમન ના લોવર એરિયામાં થાય છે જે બેક તથા થાય તરફ પણ રેડીએટ થય શકે છે.
સિસ્ટેમીક ડિસ્કકમ્ફર્ટ જેમ કે,
હેડએક,
નોઝીયા/વોમિટિંગ,
ડાયરિયા,
ફટીગ,
રેસ્ટલેસનેસ.
પ્રાઇમરી ડિસમેનોરિયા વાસોમોટર ચેન્જીસ સાથે પણ હોઇ શકે છે જેમ કે:
પેલનેસ,
કોલ્ડ સ્વેટ,
ઓકેસનલ ફેઇન્ટીંગ,
ક્યારેક સિંકોપ,
રેરલી કોલેપ્સ (શોક).
ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન:
હિસ્ટ્રીટેકિંગ,
એબડોમીનલ એક્ઝામિનેશન,
વજાઇનલ એક્ઝામિનેશન,
લેપ્રોસ્કોપી,
ડાયગ્નોસ્ટિક લેપ્રોટોમી,
પેલ્વિક અલ્ટ્રાસાઉન્ડ ટુ ડિટેક્ટ ટ્યુમર, એન્ડોમેટ્રાઇટીસ એન્ડ સિસ્ટ.
મેડિકલ મેનેજમેન્ટ ઓફ પ્રાઇમરી ડિસ્મેનોરિયા:
લોકલ હીટ નું એપ્લિકેશન કરવું જેમ કે હિટિંગ પેડ્સ જેના કારણે બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થાય છે અને સ્પાઝમ ની કન્ડિશન રિડ્યુસ છે.
2.નોન- સ્ટીરોડલ એન્ટીઇન્ફલામેટ્રી એજન્ટો જેમ કે ibuprofen (Motrin), naproxen (Naprosyn) અથવા valdecoxib (Bextra) તેમની એન્ટિપ્રોસ્ટાગ્લાન્ડિન ક્રિયા માટે.
3.એક્સરસાઇઝ થી એન્ડોરફીન નુ લેવલ ઇન્ક્રીઝ થાય છે. જે સામાન્ય રીતે પેઇન ના પરસેપ્સન ને ડિક્રીઝ કરે છે તથા પ્રોસ્ટાગ્લેન્ડિન ના રિલીઝ થવા ને સપ્રેશન કરે છે.
મેડિકલ મેનેજમેન્ટ ઓફ સેકન્ડરી ડિસ્મેનોરિયા:
સેકન્ડરી ડિસ્મેનોરિયા ના ટ્રીટમેન્ટ માં સામાન્ય રીતે તેના સિમ્પટોમ્સ ને ટ્રીટ કરવામાં આવે છે અને તેની ટ્રીટમેન્ટ એ સામાન્ય રીતે પેશન્ટની એજ તથા ડિસીઝ ની સિવ્યારિટી ઉપર આધાર રાખે છે.
ટ્રીટમેન્ટ:
મેડિકલ મેનેજમેન્ટ:
A) પ્રોસ્ટાગ્લેન્ડીન સિન્થેસિસ ઇન્હીબિટર:
આ મેડીકેશન એ સામાન્ય રીતે પ્રોસ્ટાગ્લાન્ડિન ના સિન્થેસીસ ને રિડયુઝ કરે છે તથા તેની ડાયરેક્ટલી એનાલજેસીક ઇફેક્ટ હોય છે.
ઉપયોગમાં લેવાતી દવાઓની બે કેટેગરી છે
તેમાં:
ફેનામેટ ગ્રુપ:
i ટૅબ. મેફેનામિક એસિડ (250-500 મિલિગ્રામ) 8 કલાકે લેવું.
ii. ટૅબ. ફ્લુફેનામિક એસિડ (100-200 mg) 8 અવર્લી લેવા માટે એડવાઇઝ કરવામા આવે છે.
પ્રોપિયોનિક એસિડ ડેરિવેટિવ્ઝ:
i ટૅબ. બ્રુફેન (400 mg 8 અવર્લી.).
ii. ટૅબ. નેપ્રોક્સિન (250 mg 6 અવર્લી.)
iii ટૅબ. ઇન્ડોમેથાસિન (25 mg 8 અવર્લી.)
B) ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ:
આ મેડીકેશન એ સામાન્ય રીતે એવા કેન્ડીટેડ માટે સ્યુટેબલ હોય જેમને,
1)પ્રોસ્ટાગ્લાન્ડિન સિન્થેસિસ ઇન્હીબિટર મેડિકેશન એ અનરિસ્પોન્સીવ હોય તેવા કેન્ડિડેડ માટે
2) જે કેન્ડિડેડ ને હેવી પિરીયડ્સ ની કન્ડિશન હોય.
3) પ્રોસ્ટાગ્લાન્ડિન ડ્રગ્સ એ કોન્ટ્રાઇન્ડીકેટેડ હોય.તેવા પેશન્ટ મા ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ નો યુઝ થાય છે.
ડ્રગ યુઝ્ડ:
ડાયડ્રોજેસ્ટેરોન: તે ઓવેરિયન ના સ્ટેરોઇડોજેનેસિસ માં ઇન્ટરફેરેન્સ કરે છે અને પેઇન ને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
મેડિકેસન કેવી રીતે લેવી?
i તે સાયકલ ના 3 દિવસથી 20 દિવસ x 3-6 સાઇકલ માટે લેવામાં આવે છે.
ii. જો ઉપરોક્ત ટ્રીટમેન્ટ એ ફેઇલ જાય, તો કારણ શોધવા માટે લેપ્રોસ્કોપી સૂચવવામાં આવે છે.
સર્જીકલ મેનેજમેન્ટ:
સર્વાઇકલ કેનાલ નું ડાયલેટેશન,
પેલ્વિક પ્લેક્સીસ નુ બાયલેટરલ બ્લોક.
પ્રિ-સેક્રરલ ન્યુરેક્ટોમી.
નર્સિંગ મેનેજમેન્ટ:
પેશન્ટને પ્રોપર્લી સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
પેશન્ટ ને પ્રોપર્લી એક્સપ્લાનેશન પ્રોવાઇડ કરવું.
પેશન્ટને પ્રોપર્લી પર્સનલ હાઇજીન મેઇન્ટેન કરવા માટે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
પેશન્ટ ને ડેઇલી રૂટીન એક્ટિવિટી કરવા માટે ઇન્સ્ટ્રક્શન પ્રોવાઇડ કરવું.
પેશન્ટ ને હોટ ડ્રીંક્સ તથા હોટ કમ્પ્રેશન માટે એડવાઇઝ કરવું.
પેશન્ટ ને કોલ્ડ ડ્રિંક્સ અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી.
પેશન્ટને પ્રોપર્લી ક્લોથ ડેલી ચેન્જ કરવા માટે તથા ડેઇલી બાથીંગ માટે એડવાઇઝ આપવી.
પેશન્ટ ને પ્રોપર્લી એનાલજેસીક મેડિસિન પ્રોવાઇડ કરવી.
પેશન્ટ ને એન્ટી સ્પાઝમોડીક મેડીકેશન પ્રોવાઇડ કરવી.
પેશન્ટને સ્ટ્રેસ રીડયુઝ કરવા માટે એડવાઇઝ આપવી.
જેમ કે એડિક્યુએટ સ્લીપ, ગુડ ન્યુટ્રીશન, એક્સરસાઇઝ કરવા માટે એડવાઇઝ આપવી.
પેશન્ટ ને મેડિકેશન ની એડવર્સ ઇફેક્ટ વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવુ.
ડેફીનેશન:
એમિનોરિયા એ ફિમેલ માં જોવા મળતી મેન્સ્ટ્રુઅલ પ્રોબ્લમ છે એમેનોરિયા ની કન્ડિશન માં ફિમેલ માં જે મંથલી મેન્સ્ટ્રુઅલ પિરિયડ્સ હોય તે એબસન્સ હોય છે આ મેન્સ્ટ્રુઅલ સાયકલ ની એબસન્સ હોય આ કન્ડિશન ને એમેનોરિયા કહેવામાં આવે છે.
ટાઇપ ઓફ એમેનોરિયા:
એમેનોરીયા ના સામાન્ય રીતે બે ટાઇપ જોવા મળે છે:
1) ફિઝિયોલોજિકલ એમેનોરિયા,
2) પેથોલોજીકલ એમેનોરિયા.
1) ફિઝિયોલોજિકલ એમેનોરિયા:
ફિઝિયોલોજીકલ એમેનોરિયા એ એવી કન્ડિશન છે કે જેમાં ફિમેલ ની રિપ્રોડક્ટિવ સિસ્ટમ માં કોઇ ડીસીઝ પ્રેઝન્ટ હોતી નથી તે સમય દરમિયાન ફિમેલ માં મેન્સ્ટ્રુઅલ સાયકલ (પિરિયડ્સ) એબ્સન્સ હોય તો આ કન્ડિશન ને ફિઝિયોલોજીકલ એમિનોરિયા કહેવામાં આવે છે.
ફિઝિયોલોજિકલ એમેનોરિયા ને બે ટાઇપ માં ડિવાઇડ કરવામાં આવે છે જેમ કે,
1) પ્રાઇમરી એમેનોરિયા,
2) સેકન્ડરી એમેનોરિયા
1) પ્રાઇમરી એમેનોરિયા: એટલે જ્યારે ફીમેલ એ પ્યુબર્ટી એજ એચીવ કરતી નથી એટલે કે જ્યારે ફીમેલ એ 13 યર્સ પર પ્યુબર્ટી એચિવ કરેલી હોતી નથી અને તેના પહેલાં ના સમય દરમિયાન પિરિયડ્સ એ એબસન્સ હોય તો આ કન્ડિશન ને પ્રાઇમરિ એમિનોરિયા કહેવામાં આવે છે.
2) સેકન્ડરી એમેનોરિયા: સેકન્ડરી એમેનોરિયા એટલે એવી કન્ડિશન કે જેમાં એવી ફિમેલ કે જે 1) પ્રેગનેટ હોય 2) લેક્ટેટીંગ મધર હોય તથા 3) મેનોપોઝિવ કરેલી ફિમેલ હોય આ ત્રણ કન્ડિશન માં પિરિયડ્સ એ એબસન્સ જોવા મળે તો આ કન્ડિશન ને સેકન્ડરી એમેનોરિયા કહેવામાં આવે છે.
2) પેથોલોજીકલ એમેનોરિયા: એટલે કે ફીમેલ ના રિપ્રોડક્ટિવ સિસ્ટમ માં કોઇ ડીઝીઝ પ્રેઝન્ટ છે અથવા ફિમેલ માં પેલ્વિક પેથોલોજી પ્રેઝન્ટ છે જેના કારણે મેન્સ્ટ્રુઅલ સાયકલ એબસન્સ હોય તો આ કન્ડિશન ને પેથોલોજીકલ એમેનોરિયા કહેવામાં આવે છે પેલ્વિક પેથોલોજી જેમકે ઇન્ફેક્શન જેમાં, બેક્ટેરિયલ ઇન્ફેક્શન વાયરલ ઇન્ફેક્શન અથવા ફીમેલ રીપ્રોડક્ટિવ ઓર્ગનમાં ટ્રોમા થયેલુ હોય અથવા ઇન્ફ્લામેશન તથા એધેસન થયેલું હોય તો તેના કારણે પિરિયડ્સ એ એબસન્સ હોય તો આ કન્ડિશન ને પેથોલોજીકલ એમેનોરિયા કહેવામાં આવે છે.
ઇટિયોલોજી:
ક્રોમોઝોમલ અથવા જિનેટિક પ્રોબ્લેમ, હોર્મોનલ ઇનબેલન્સ,
એબસન્સ ઓફ રીપ્રોડક્ટિવ ઓર્ગન્સ, પ્રેગ્નેન્સી,
લેટેસ્ટેશન(બ્રેસ્ટફીડિંગ), મેનોપોઝ,
રેડીએશન અથવા કિમોથેરાપી,
પોલીસીસ્ટિક ઓવેરિયન ડિસીઝ ( PCOD ),
યુટેરાઇન સર્જરી,
પુઅર ન્યુટ્રીશન,
એક્સેસિવ સ્ટ્રેસ અથવા એન્ઝાયટી ,
ઇન્ફેક્શન.
લક્ષણો તથા ચિન્હો:
મેસ્ટ્રુઅલ સાયકલ એબસન્સ હોવી,
હેડએક,
એકને,
એક્સેસિવ હેઇર ગ્રોથ,
વજાઇનલ ડ્રાયનેસ,
એબનોર્મલ BP,
વેઇટ ગેઇન,
બ્રેસ્ટ સ્વેલિંગ,
એક્સેસિવ એન્ઝાઇટી.
ડાયગ્નોસ્ટિક ટેસ્ટ:
હિસ્ટ્રી કલેક્શન,
ફિઝિકલ એક્ઝામિનેશન,
બ્લડ ટેસ્ટ,
અલ્ટ્રાસોનોગ્રાફી( USG ),
MRI & Ct સ્કેન,
થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ,
હિસ્ટેરોસ્કોપી.
મેનેજમેન્ટ:
1) ડોપામાઇન એગોનિસ્ટ: આ મેડિકેશન એ ઓવ્યુલેશન ને મેઇન્ટેઇન કરે છે.
બ્રોમોક્રીપ્ટીન.
2) હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરાપી ( HRT ): એટલે કે એવી વુમન કે જેમાં પ્રોજેસ્ટેરોન અથવા ઇસ્ટ્રોજન નું લેવલ ડિક્રીઝ હોય આ કન્ડિશન માં પ્રોજેસ્ટેરોન તથા ઇસ્ટ્રોજન ના લેવલ ને રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે.
3) મેન્સ્ટ્રુઅલ સાયકલ ને રિસ્ટોર કરવા માટે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પણ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે.
4)સર્જરી: જ્યારે ફીમેલ ના રિપ્રોડક્ટિવ સિસ્ટમ માં કોઇ એનાટોમિકલ એમનોર્માલિટી હોય કોઇ ઓર્ગન્સ માં એબ્નોર્માલિટી હોય તો તેને કરેક્ટ કરવા માટે સર્જરી પણ પર્ફોર્મ કરવામાં આવે છે.
5) પેશન્ટ ની એમિનોરિયા ની કન્ડિશન ને ટ્રીટ કરવા માટે ન્યુટ્રીશનલ સપ્લીમેન્ટસ પ્રોવાઇડ કરવામા આવે છે.
ડેફીનેશન:
ક્રિપ્ટોમેનોરિયા એ એક એવી કન્ડિશન છે કે જેમાં નોર્મલ મેન્સ્ટ્રુએસન સાયકલ ની જેમ જ યુટેરાઇન કેવીટી ના ઇનરમોસ્ટ લેયર એન્ડોમેટ્રિયમ નું પીરીયોડીકલી સેડીંગ થાય છે પરંતુ આ મેન્સ્ટ્રુએસન બ્લડ એ જીનાઇટલ ટ્રેક અથવા તો પેસેજ માં કોઇ ઓબસ્ટ્રક્શન હોવાના કારણે બ્લડ એ એક્સપેલ આઉટ થય શકતું નથી એટલે કે યુટેરાઇન કેવીટી માં જ બ્લડ નું એક્યુમ્યુલેશન થાય છે તો આ કન્ડિશન ને ક્રિપ્ટોમેનોરિયા કહેવામાં આવે છે.
ટાઇપ ઓફ ક્રીપ્ટોમેનોરિયા:
1) કંજીનાઇટલ ક્રીપ્ટોમેનોરિયા આ કન્ડિશન એ સામાન્ય રીતે બર્થ સમયે એ જ પ્રેઝન્ટ હોય છે.
2) એક્વાયર્ડ ક્રિપ્ટોમેનોરિયા: આ પ્રકાર ની કન્ડિશન એ બર્થ પછી અરાઇઝ થાય છે.
ઇટીયોલોજી:
1) કંજીનાઇટલ ક્રીપ્ટોમેનોરિયા:
ઇમપરફોરેટેડ હાઇમેન,
વજાઇના તથા સર્વિક્સ ના અપર 3rd પાર્ટ મા એટ્રેશિયા.
ટ્રાન્સવર્સ વજાઇનલ સેપ્ટમ.
2) એક્વાયર્ડ ક્રિપ્ટોમેનોરિયા:
સ્ટેનોસીસ ઓફ સર્વિક્સ
તે સામાન્ય રિતે એમ્પ્યુટેશન, ડિપ કોટેરાઇઝેશન ના કારણે.
3) સેકન્ડરી વજાયનલ એટ્રેસિયા એ સામાન્ય રીતે નિગ્લેક્ટેડ તથા ડીફિકલ્ટ વજાઇનલ ડીલેવરી પછી થય શકે છે.
પેથોફિઝિયોલોજી:
વજાઇનલ પેસેજ મા ઓબસ્ટ્રકશન હોવાના કારણે.
↓
બ્લડનું એક્યુમ્યુલેશન થાય છે.
↓
હિમેટોકોલ્પસ ( ઇમપર્ફોરેટેડ હાયમેન હોવાના કારણે વજાયનામાં મેન્સ્ટ્રુઅલ બ્લડ નુ રિટેન્શન થવું ).
↓
હિમેટોમેટ્રા( મેન્સ્ટ્રુઅલ બ્લડ નું યુટેરાઇન કેવીટીમાં એક્યુમ્યુલેશન થવું).
↓
હિમેટોસાલ્પિનક્સ (ફેલોપિયન ટ્યુબ્સ માં બ્લડનું એક્યુમ્યુલેશન થવું).
લક્ષણો તથા ચિન્હો:
પિરીયોડીકલી લોવર એબડોમિનોલ પેઇન થવું(13- 15 years કંજીનાઇટલ કેસિસમા),
એમેનોરિયા,
હિમેટોકોલ્પસ ( ઇમપર્ફોરેટેડ હાયમેન હોવાના કારણે વજાયનામાં મેન્સ્ટ્રુઅલ બ્લડ નુ રિટેન્શન થવું ).
યુરીનરી કોમ્પ્લિકેશન જેમ કે યુરીનરી ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થવી,
ડિસયુરીયા,
અથવા યુરિનરી રિટેન્શન થવુ.
કોમ્પ્લિકેશન્સ:
હિમેટોકોલ્પસ ( ઇમપર્ફોરેટેડ હાયમેન હોવાના કારણે વજાયનામાં મેન્સ્ટ્રુઅલ બ્લડ નુ રિટેન્શન થવું ),
હિમેટોમેટ્રા( મેન્સ્ટ્રુઅલ બ્લડ નું યુટેરાઇન કેવીટીમાં એક્યુમ્યુલેશન થવું),
હિમેટોસાલ્પિનક્સ (ફેલોપિયન ટ્યુબ્સ માં બ્લડનું એક્યુમ્યુલેશન થવું).
ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન:
હિસ્ટ્રી કલેક્શન,
ફિઝિકલ એક્ઝામિનેશન,
વલ્વલ એક્ઝામિનેશન દરમિયાન બલ્જીંગ હાઇમેન જોવા મળવું,
એબડોમીનલ એક્ઝામિનેશન દરમિયાન હાઇપોગેસ્ટિયમ રિજીયન ઉપર ગ્લોબ્યુલર માસ લાઇક સ્ટ્રક્ચર ફિલ થવું.
રેકટલ એક્ઝામિનેશન દરમિયાન વજાયનલ એરિયા ફૂલનેસ ફીલ થવો તથા યુટેરાઇન માસ લાઇક સ્ટ્રકચર ફિલ થવું.
મેનેજમેન્ટ:
બ્લડને ડ્રેઇન કરવા માટે સર્વિક્સ નુ સિમ્પલ ડાયલેટેશન કરવામાં આવે છે.
ઇમપર્ફોરેટેડ હાયમેન ની કન્ડિશન માં કૃસિએટ ઇનસીઝન (X shape )પરફોર્મ કરવામાં આવે છે જેના કારણે બ્લડ એ પ્રોપર્લી ડ્રેઇન થય શકે.
પેટન્સી ને મેન્ટેઇન રાખવા માટે રીકન્સ્ટ્રક્ટિવ સર્જરી પરફોર્મ કરવામાં આવે છે.
ઇન્ટ્રોડક્શન: મેનોપોઝ એટલે મેન્સ્ટ્રુએસન સાયકલ નું પર્મનેન્ટ સ્ટોપ થવું. મેનોપોઝ શબ્દ ગ્રીક શબ્દ ‘મેન્સ’ પરથી આવ્યો છે જેનો અર્થ `માસિક’ અને પોઝિસ નો અર્થ થાય છે ‘સેસેસન’ (પર્મનેન્ટ સ્ટોપ). મેનોપોઝ એ વુમન ની નેચરલી એજીંગ પ્રોસેસ નો એક ભાગ છે જ્યારે વુમન ની ઓવરી એ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નું ઓછા અમાઉન્ટ મા પ્રોડક્શન કરે છે અને જ્યારે વુમન એ પ્રેગ્નેન્ટ બનવા માટે સક્ષમ હોતી નથી. આ કન્ડિશન ને મેનોપોઝ કહેવાય છે.
મેનોપોઝ એ ફિમેલ મા ઓવેરિયન ફોલિક્યુલર એક્ટીવિટી ના લોસ થવાના કારણે રિપ્રોડક્ટિવ લાઇફ ના એન્ડ માં મેન્સ્ટ્રુએસન નુ પરમેનન્ટ સેસેસન (સ્ટોપ) થાય છે. આ કન્ડિશન ને મેનોપોઝ કહેવામા આવે છે.તેને ક્લાઇમેક્ટેરિક તરીકે પણ ઓળખવામાં આવે છે.મેનોપોઝની એવરેજ એજ (43-57) વર્ષની રેન્જ સાથે 51 વર્ષ ની હોય છે.
ઇટીયોલોજી:
એજ (ફિમેલ કે જેની એજ એ 45 વર્ષ પછીની હોય),
ગોનાડોટ્રોફિન સ્ટીમ્યુલેશન ના પ્રત્યે ઓવેરિયન સેન્સીટીવિટી લોસ થવાના કારણે ફંક્શન ફોલિકલ્સ ના ફોલિક્યુલર ડિક્લાઇન (ઘટાડા) તરફ દોરી જાય છે અને આમ એનોવ્યુલેશન ની કન્ડિશન અરાઇઝ થાય છે.
ઇસ્ટ્રોજન ના લેવલ અને પ્રોજેસ્ટેરોન હોર્મોન ના લેવલ મા ઘટાડો તેથી ઓવરીસ એ ફેલોપિયન ટ્યુબમાં એગ્સ (ઓવમ) ને રિલીઝ કરવામા સક્ષમ નથી.
લક્ષણો તથા ચિન્હો:
ઇરરેગ્યુલર પિરિયડ્સ,
ડ્રાયનેસ ઓફ વજાઇનલ એરિયા,
રિકરંટ યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન,
હોટ ફ્લસ,
નાઇટ સ્વેટ,
સ્લિપ ડિસ્ટર્બન્સ તથા ઇરિટેબિલીટી,
બોડી ની તીવ્ર ગરમીની ફિલીંગ્સ સાથે નેક અને ચેસ્ટ ઉપર સ્કિન નું અચાનક લાલ થવું.
પ્રોફ્યુઝ પરસ્પીરેશન.
બ્રેસ્ટ ડિસ્કકમ્ફર્ટ.
ફિલીંગ ઓફ કોલ્ડ.
ઓસ્ટીઓપોરોસિસ.
ડ્રાયનેસ ઓફ સ્કિન.
વેઇટ ચેન્જીસ થવુ.
હેડએક.
મુડ સ્વિંગ.
સ્લોવ્ડ મેટાબોલિઝમ.
વજાઇનલ ઇચીંગ એન્ડ ડિસ્કકમ્ફર્ટ.
યુરિનરી પ્રોબ્લેમ.
જોઇન્ટ પેઇન.
ડિસ્પારેયુનિયા.
એબડોમીનલ એરિયા મા ફેટ નુ બિલ્ડઅપ થવુ.
હેઇર થીન થવા.
બ્રેસ્ટ ની સાઇઝ લોસ થવી.
કોન્સન્ટ્રેશન ડીફીકલ્ટી થવી.
ઇરરેગ્યુલર હાર્ટ બીટ.
હેલ્થ એજ્યુકેશન અને કાઉન્સેલિંગ:
ક્લાઇન્ટ ને પ્રોપર્લી રિએશ્યોરન્સ પ્રોવાઇડ કરવો.
ક્લાઇન્ટ ને હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરાપી(HRT) વિશે એક્સપ્લાનેશન કરવું.
જો ક્લાઇન્ટને હોટ ફ્લસીસ ની કન્ડિશન હોય તો આલ્કોહોલ, સ્મોકિંગ, સ્પાઇસી ફૂડ ,હોટ કોફી તથા કોલ્ડ લિક્વિડ ને અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી.
ક્લાઇન્ટ ને પ્રોપર્લી વેલવેન્ટીલેટેડ એરિયા માં સ્લિપ લેવા માટે એડવાઇઝ આપવી.
જો ક્લાઇન્ટ ને ઇનસોમ્નીયા ની કન્ડિશન હોય તો યોગા, એક્સસાઇઝ, તથા મેડિટેશન કરવા માટે એડવાઇઝ આપવી.
વજાઇનલ ડ્રાયનેસ ની કન્ડિશન હોય તો પ્રોપર્લી વજાઇનલ મોસ્ટરાઇઝર તથા લુબ્રિકન્ટ નો યુઝ કરવા માટે પેશન્ટ ને એડવાઇઝ આપવી.
જો ક્લાઇન્ટ ને ઓસ્ટીઓપોરોસિસ ની કન્ડિશન હોય તો કેલ્શિયમ તથા વિટામીન D સપ્લિમેન્ટ્સ પ્રોવાઇડ કરવુ.
ક્લાઇન્ટ ના બ્લડપ્રેશર, સુગર લેવલ, કોલેસ્ટ્રોલ, વેઇટને રેગ્યુલરલી ચેકઅપ કરાવવું.તથા ફિમેલ મા મેઇન્લી મેમોગ્રામ માટે એડવાઇઝ આપવી.
ક્લાઇન્ટ ને એરોબિક એક્સરસાઇઝ માટે એડવાઇઝ આપવી.
ક્લાઇન્ટ ને ફ્રિકવન્ટ તથા લાઇટ મિલ ને ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ નુ ડિપ્રેસ્ડ મુડ હોય તો એન્ટીડિપ્રેશન મેડિકેસન પ્રોવાઇડ કરવી.
હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરાપી( HRT ):
હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરાપી એ સામાન્ય રીતે મેનોપોઝ ના સિમ્પટોમ્સ એ સામાન્ય રિતે મુડ સ્વિંગ, વજાઇનલ ડ્રાયનેસ, નાઇટ સ્વેટ, બોન વિકનેસ , ને ડિક્રીઝ કરવા માટે યુઝ થાય છે.
HRT(હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરાપી):
તે સામાન્ય રિતે ટેબલેટ, જેલ, વજાઇનલ ક્રીમ, સ્કિન પેચ તથા ઇસ્ટ્રોજન રિલીઝીંગ વજાઇનલ રિંગ ના ફોર્મ મા અવેઇલેબલ હોય છે.
1) ઓરલ ઇસ્ટ્રોજન: આ એવી ડ્રગ/ મેડિસીન છે જેમાં સામાન્ય રીતે હોટ ફ્લશ, વજાઇનલ પ્રોબ્લેમ હાઇપોએસ્ટ્રોજેનિઝમ (એસ્ટ્રોજનનું નીચું સ્તર) ઓસ્ટીયોપોરોસિસ અને મેનોપોઝ ના કેટલાક અન્ય લક્ષણો ને પ્રિવેન્ટ માટે ઉપયોગમાં લેવાતા એસ્ટ્રોજન હોર્મોન નું મિશ્રણ ઇન્વોલ્વ છે. ઓરલ એસ્ટ્રોજન માં ઉપયોગમાં લેવાતા હોર્મોનલ રિપ્લેસમેન્ટ છે:
પ્રિમારીન,
માઇક્રોનીડેઝ એસ્ટ્રાડાયોલ.
2)ઓરલ પ્રોજેસ્ટીન: તે સામાન્ય રીતે મેનોપોઝલ વુમન માં હોટ ફ્લસીસ, સ્લીપ ડીસ્ટર્બન્સ, તથા ઓસ્ટીઓપોરોસિસ ને પ્રિવેન્ટ કરવા માટે યુઝ થાય છે.
a)માઇક્રોનીઝ્ડ પ્રોજેસ્ટેરોન (પ્રોમેટ્રીયમ)
b)મેડ્રોક્સિ પ્રોજેસ્ટેરોન એસીટેડ.
3) ઓરલ ઇસ્ટ્રોજન તથા પ્રોજેસ્ટેરોન નુ કોમ્બીનેશન:
તે સામાન્ય રીતે મેનોપોઝલ સીમટોમ્સ જેમ કે હોટફ્લસ, ચિલ્સ, સ્વેટીંગ ને રિલીવ કરવામાં હેલ્પ કરે છે. જેમ કે,
એક્ટીવેલા (એસ્ટ્રાડાયોલ/નોરથીસ્ટેરોન એસીટેટ)
અધર હોર્મોનલ રિપ્લેસમેન્ટ મેથડ જેમ કે:
સાયક્લિક ઓરલ,
ટ્રાન્સડરમલ ઇસ્ટ્રોજન પ્રિપેરેશન,
વજાઇનલ ઇસ્ટ્રોજન પ્રિપેરેશન,
ટ્રાન્સડર્મલ ઇસ્ટ્રોજન તથા પ્રોજેસ્ટેરોન પ્રિપેરેશન,
ઓરલ ઇસ્ટ્રોજન તથા એન્ડ્રોજન કોમ્બીનેશન
તથા
એસ્ટ્રાટેસ્ટ વગેરે નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે..
ડેફીનેશન:
ડીસફંક્શનલ યુટેરાઇન બ્લિડિંગ(DUB) એ એબનોર્મલ કન્ડિશન છે કે જેમાં યુટેરાઇન કેવીટી માંથી કોઇપણ ઓર્ગેનિક કોઝ(જેમ કે ,ટ્યુમર, ઇન્ફેક્શન તથા પ્રેગ્નેન્સી) વગર પણ બ્લીડિંગ થાય છે.ડીસફંક્શનલ યુટેરાઇન બ્લિડિંગ(DUB) એ કોઇ પ્રોબ્લેમ હોતી નથી પરંતુ બીજી ડિસીઝ કન્ડિશન ના સાઇન તરીકે હોય છે.
ઇટીયોલોજી:
ઇટીયોપથી,
મિસ્કેરેજ ના કારણે,
મેલિગનન્ટ ટ્યુમર,
એન્ડોમેટ્રીયલ હાઇપરપ્લેસિયા,
હોર્મોનલ વારિયેશન,
પૉલિપ્સ,
ફાઇબ્રોઇડ્ યુટ્રસ,
માલન્યુટ્રીશન,
ટાઇપ્સ ઓફ ડીસફંક્શનલ યુટેરાઇન બ્લિડિંગ:
1)એમેનોરિયા,
2)ઓલિગોમેનોરિયા,
3)પોલિમેનોરિયા,
4)મેનોરાજીયા,
5)મેટ્રોરાજીયા,
6)મેનોમાટ્રોરાજીયા.
1)એમેનોરિયા:
મેનસ્ટ્રોલ સાયકલ નું એબસન્સ હોવું.
2)ઓલિગોમેનોરિયા:
મેન્સ્ટ્રુઅલ સાયકલ નું ઇન્ટરવલ એ 35 દિવસ કરતા ઇન્ક્રીઝ થાય છે.
3)પોલિમેનોરિયા:
તેમાં ઇન્સ્ટોલ સાયકલ નો ઇન્ટરવલ એ 24 દિવસ કરતા રિડ્યુઝ થાય છે.
4)મેનોરાજીયા: તેમાં મેન્સ્ટ્રુઅલ સાયકલ એ રેગ્યુલર ઇન્ટરવલ માં હોય છે પરંતુ તેમાં બિલ્ડિંગ એ એક્સેસિવ અમાઉન્ટમાં થાય છે.
5)મેટ્રોરાજીયા: તેમાં યુટેરાઇન કેવીટીમાંથી એ ઇરરેગ્યુલર એસાયક્લિંગ બ્લિડિંગ થાય તો આ કન્ડિશન ને મેટ્રોરાજીયા કહેવામાં આવે છે.
6)મેનોમેટ્રોરાજીયા: તેમાં હેવી મેન્સ્ટ્રુઅલ બ્લિડિંગ થાય છે તે સામાન્ય રિતે ઇરરેગ્યુલર ઇન્ટરવલ માં હોય છે.
ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન:
કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ( CBC ),
પ્રેગ્નેન્સી ટેસ્ટ,
TSH ટેસ્ટ હાઇપોથાઇરોડિઝમ ને રુલ આઉટ કરવા માટે,
પેપ સ્મીયર ટેસ્ટ,
હિસ્ટેરોગ્રાફી,
હિસ્ટેરોસ્કોપી,
અલ્ટ્રાસાઉન્ડ તથા કલરડોપ્લર,
એન્ડોમેટ્રીયલ બાયોપ્સી.
મેડિકલ મેનેજમેન્ટ:
જો હેવી બ્લડિંગ ની કન્ડિશન હોય તો તેને પ્રિવેન્ટ કરવા માટે Trenexamic Acid મેડિસીન પ્રોવાઇડ કરવી.
જો પેશન્ટને પેઇન ની કન્ડિશન હોય તો NSAIDA( નોન સ્ટીરોઇડલ એન્ટીઇન્ફલામેટ્રી ડ્રગ પ્રોવાઇડ કરવી).
પેસન્ટ ને પ્રોજેસ્ટેરોન મેડિસિન પ્રોવાઇડ કરવી.
પેસન્ટ ને કમ્બાઇન ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ પ્રોવાઇડ કરવી.
પેસન્ટ ને આયર્ન તથા ફોલિક એસિડ ટેબલેટ મેડિસિન પ્રોવાઇડ કરવી.
સર્જીકલ મેનેજમેન્ટ:
ડાયલેટેશન એન્ડ ક્યુરેટેજ,
એન્ડોમેટ્રીયલ એબ્લેશન,
હિસ્ટેરેક્ટોમી
નર્સિંગ મેનેજમેન્ટ:
પેસન્ટ ને એનીમિયા ની કન્ડિશન પ્રિવેન્ટ કરવા માટે ઓરલી આયર્ન પ્રિપેરેશન લેવા માટે એડવાઇઝ કરવું.
પેશન્ટ નુ HB લેવલ કન્ટીન્યુઅસ મોનીટરીંગ કરવુ.
પેશન્ટ ને પેક્ડ રેડ બ્લડ સેલ્સ ને ઇન્ફ્યુઝ કરવુ.
પેશન્ટ ને પ્રોપર્લી ઓક્સિજન એડમિનિસ્ટ્રેશન કરવું.
પેશન્ટ ને એડીક્યુએટ ન્યુટ્રિશિયસ ડાયટ ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી. જેમ કે,ગ્રીન લિફી વેજીટેબલ.
પેસન્ટ ને એનીમિયા ની કન્ડિશન ને ટ્રીટ કરવા માટે આયર્ન રીચ ફૂડ ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી. પેશન્ટને વિટામિન C યુક્ત સાઇટ્રસ ફૂડ ઇન્ટેક કરવા માટે એડવાઇસ આપવી જેના કારણે આયર્ન એબઝોર્બસન ને એનહાન્સ કરી શકાય.
પેશન્ટ ને તેની કન્ડિશન વિશે કમ્પ્લીટલી એજ્યુકેશન પ્રોવાઇડ કરવુ.
પેશન્ટ ની એન્ઝાઇટી ની કન્ડિશન ને રિડ્યુસ કરવા માટે પ્રોપલી કામ તથા કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવુ.