મેમ્બ્રેન એટલે કે ટીશ્યુ નુ પાતળુ લેયર કે જે સ્ટ્રકચરને કવર કરવાનુ કાર્ય કરે છે, તેને મેમ્બ્રેન કહેવામા આવે છે. તે કોઈ સરફેસ પર પથરાયેલુ હોય છે અથવા તો કોઈ પણ કેવિટી કે ઓર્ગનને કવર કરવાનુ કાર્ય કરે છે. આ મેમ્બ્રેન ઇન્ફેક્શન અને ઇન્જરીથી પ્રિવેન્ટ કરવાનુ કાર્ય કરે છે.
બોડીમા મુખ્ય ત્રણ પ્રકારની મેમ્બ્રેન આવેલી હોય છે. જે નીચે મુજબ છે.
1. Mucous membrane (.મ્યુકસ મેમ્બ્રેન… )
આ લેયર ને બીજા મ્યુકોઝા ના નામથી પણ ઓળખવામા આવે છે. તે બોડીમા કોઈપણ સિસ્ટમ કે ઓર્ગન ની અંદર ની લાઇનિંગ બનાવવામા અગત્યનુ છે. તે ભીનુ, મોઈસ્ટ લેયર છે. જે એપીથેલીયમ ટીસ્યુ દ્વારા બને છે. તેના બંધારણમા ગોબ્લેટ સેલ પણ આવેલા હોય છે. જે મયુકસ સિક્રીટ કરી અને આ લેયરને સતત ભીનુ રાખે છે. આ લેયર એ નીચે મુજબના કાર્ય કરે છે.
તે લુબ્રિકેશનનુ કાર્ય કરે છે.
ઇન્જરીથી પ્રિવેન્ટ કરવાનુ કાર્ય કરે છે.
ઇન્ફેક્શન પ્રિવેન્શન નુ કાર્ય કરે છે.
આ મેમ્બ્રેન કમ્પ્લીટ અંદરની બાજુએ ગોઠવાયેલી હોવાના કારણે કોઈપણ માઈક્રો ઓર્ગેનિઝમ કે ફોરેન મટીરીયલ બોડીની અંદર દાખલ થઈ શકતુ નથી. જેથી તે એક બોડીના પ્રોટેક્ટિવ બેરિયર તરીકે પણ કાર્ય કરે છે.
2. Serous membrane. (સીરસ મેમ્બ્રેન)
તેને સીરોઝા પણ કહેવામા આવે છે. તે હંમેશા ડબલ લેયરની મેમ્બ્રેન હોય છે. જેમા બહારની મેમ્બ્રેન ને પરાઈટલ લેયર અને અંદરના લેયરને વિસેરલ લેયર કહેવામા આવે છે. આ બંને લેયર વચ્ચે એક સીરસ સ્પેસ તૈયાર થાય છે.
આ સીરસ મેમ્બ્રેન એ એક ફ્લુઇડ સિક્રીટ કરે છે. જેને સિરસ ફ્લૂઈડ કહેવામા આવે છે. તે આ સીરસ સ્પેસ મા રહેલુ હોય છે.
આ ફ્લુઇડ ચીકણુ હોવાના કારણે બંને લેયર વચ્ચે ઘર્ષણ થતુ અટકાવે છે અને મૂવમેન્ટ અને સ્મુથ અને પેઇનલેસ બનાવે છે.
આ લેયર એ મૂવમેન્ટ કરતા ઓર્ગન ની આસપાસ આવેલુ હોય છે, જેમ કે હાર્ટ, લંગ વગેરે.
3. Synovial membrane… ( સાઈનોવીયલ મેમ્બ્રેન…)
આ મેમ્બ્રેન એ જોઈન્ટ બનાવતી કેવીટી ની અંદર ની લાઇનિંગમા આવેલી હોય છે. તેને સાઈનોવીયલ મેમ્બ્રેન કહેવામા આવે છે. તે એપિથેલિયમ સેલ થી બનેલી હોય છે. આ મેમ્બરેન એક ક્લિયર સ્ટીકી ફ્લુઇડ સિક્રીટ કરે છે. જે ફ્લુઇડ ને સાઈનોવિયલ ફલુઇડ કહેવામા આવે છે.
આ ફ્લુઇડ એ જોઈન્ટ ના ભાગે લ્યુબ્રિકેશન નુ કાર્ય કરે છે. તે જોઈન્ટ ના ભાગે ફ્રીકશન અટકાવે છે. તે જોઈન્ટ ની મુવમેન્ટ ને સ્મુધ અને પેઇનલેસ બનાવે છે. તે જોઈન્ટ ના ભાગેથી સેલ્યુલર વેસ્ટ ને રીમુવ કરવામા મદદ કરે છે.
ગ્લેન્ડ એ સ્પેશિયલ પ્રકારના એપીથિલિયમ સેલ નુ ગ્રુપ છે. જે કોઈપણ એક સ્પેશિયલ પ્રકારના સિક્રીશન સાથે જોડાયેલુ હોય છે. બોડીમા ટોટલ બે પ્રકારની ગ્લેન્ડ આવેલી હોય છે.
1.Exocrine gland.. ( એકઝોક્રાઇન ગ્લેન્ડ..)
આ ગ્લેન્ડ એ પોતાનુ સિક્રીશન કોઈપણ સેલ, ટીશ્યુ કે સરફેસ પર ઠાલવે છે. તે ડક્ટ ધરાવે છે અને આ ડક્ટ દ્વારા તેનુ સિક્રીશન કોઈપણ સરફેસ પર ઠાલવે છે.
આ ગ્લેન્ડના સિક્રીશન ને જ્યુસ, સલાયવા કે કાયમ તરીકે ઓળખવામા આવે છે.
આ ગ્લેન્ડર ના સિક્રીશન બ્લડ સાથે જોડાતા નથી.
આ ગ્લેન્ડ એ સાઈઝ અને શેપમા અલગ અલગ હોય છે. મુખ્યત્વે આ ગ્લેન્ડ એ ડાઇઝેશનમા મદદ કરતી ગ્લેન્ડ છે. દાખલા તરીકે સલાઈવરી ગ્લેન્ડ..
2.Endocrine gland..( એન્ડોક્રાઇનો ગ્લેન્ડ..)
આ ગ્લેન્ડ એ પોતાનુ સિક્રીશન ડાયરેક્ટ બ્લડ કે લિમ્ફ સાથે ભેળવે છે. તે ડક્ટ લેસ્ટ ગ્લેન્ડ તરીકે ઓળખવામા આવે છે. તેના સિક્રીશનને હોર્મોન્સ તરીકે ઓળખવામા આવે છે.
બોડીમા હોર્મોન્સ સિક્રીટ કરતી એન્ડોક્રાઈન ગ્લેન્ડ ઘણા વાઈટલ ફંકશનને રેગ્યુલેટ કરે છે આ ગ્લેન્ડના ઉદાહરણ તરીકે પિચ્યુટરી ગ્લેન્ડ.