skip to main content

✅A.N.M-2-YEAR-મીડવાઈફરી-unit-6-Normal Labour (અપલોડ))

The Relationship of Fetus to the uterus and pelvis ફિટસના યુટરસ અને પેલ્વીસ સાથે ના સંબધો :

ફિટસના યુટરસ અને પેલ્વીસ સાથેના સંબધો માટે અમુક ચોકકસ શબ્દો વપરાય છે.જે નીચે મુજબ છે.

৭)લાઈ (LIE)

લાઈ એટલે યુટરસના લંબાઈ વાળા ભાગ સાથે ફિટસનો લંબાઈ વાળો ભાગ કેવી રીતે ગોઠવાયેલ છે તેને
લાઈ કહેવાય છે. નીચે મુજબની લાઈ જોવા મળે છે.

(૧) લોન્ઝીટયુડાયનલ લાઈ (LONGITUDINAL LIE)

જયારે ફિટસની લંબાઈ યુટરસના લંબાઈને સમાંતર હોય,એટલે કે જેમાં નિચેના ભાગમાં માથુ અથવા બટકસનો ભાગ આવેલ હોય લોન્ઝીટયુડાયનલ લાઈ તેને કહેવાય છે. આમાં યુટરસનો આકાર ઈડા હોય છે. પોલી હાઈડ્રોમીનીયસ માં યુટરસનો ભાગ ગોળ દેખાય છે.

(૨) ઓબ્લીક લાઈ (OBLIQUE LIE)
જયારે ફિટસની લંબાઈ યુટરસના લંબાઈને સમાંતર ને બદલે થોડુ ત્રાંસુ હોય તો તેને ઓબ્લીક લાઈ કહેવાય છે.

(૩) ટ્રાન્સવર્સ લાઈ (TRANVERS LIE)

જયારે ફિટસની લંબાઈ યુટરસના લંબાઈને સમાંતર ને બદલે આડુ હોય તો તેને ટ્રાન્સવર્સ લાઈ કહેવાય છે.આમાં યુટરસના નીચેના ભાગમાં ફિટસનો શોલ્ડરનો ભાગ આવે છે. આવી પરિસ્થિતીમાં નોર્મલ ડીલેવરી થવી શકય નથી.

આકૃતિ

૨) એટીટયુડ (Attitude )

ફિટસના હાથપગના ભાગ તથા હેડનો ભાગ તેની છાતી (ચેસ્ટ) સાથે કેવી રીતે ગોઠવાયેલ છે તેને એટીટયુડ

કહેવાય છે.

  • જેમાં બેક (વાંસા)નો ભાગ વળેલ હોય છે.
  • મેન્ટમ (દાઢી) છાતીને અડેલ હોય છે.
  • હાથ છાતીના ભાગ પર હોય છે.

થાઈનો ભાગ પેટ પાસે હોય છે. (હીપ અને ની ફ્લેકશન હોય છે.)

આવા પ્રકારના એટીટ્યુડને નોર્મલ એટીટયુડ કહેવાય છે.

૩) પ્રેઝન્ટેશન (Presentation)

પ્રેઝન્ટેશન એટલે ફિટસનો જે ભાગ પેટના નીચેના ભાગે અથવા પેલ્વીક બ્રીમમાં પહેલો હોય તેને પ્રેઝન્ટેશન કહેવાય છે.

પાંચ પ્રકારના પ્રેઝન્ટેશન હોય છે. જે નીચે મુજબ છે.

ચાર્ટ

૪) ડીનોમીનેટર (Denominator)

ડીનોમીટર અટલે ફિટસનો એવો ભાગ કે જે કયા પ્રકારનું પ્રેઝન્ટેશન છે નકકી કરવા માટે ઉપયોગી છે તેને
ડીનોમીનેટર કહેવાય છે.

→ વર્ટેક્ષ પ્રઝન્ટેશનમાં…ઓકિસપુટ

→ બ્રિચ પ્રઝન્ટેશનમાં …સેક્રમ

→ ફેઈસ પ્રઝન્ટેશનમાં …મેન્ટમ

→ શોલ્ડર પ્રઝન્ટેશનમાં …
અક્રોમીયન પ્રોસેસ

→ બ્રો પ્રઝન્ટેશનમાં….આઈ બ્રો

૫) પોઝીશન (Position )

પેલ્વીક બ્રીમના ૬ ભાગમાં કયુ ડીનોમીનેટર આવેલ છે તેને પોઝીશન કહેવાય છે.
પેલ્વીક બ્રીમના ૬ ભાગ

→ રાઈટ એન્ટીરીયર(Right Anterior )

→ રાઈટ લેટરલ (Right Lateral )

→ રાઈટ પોસ્ટીરીયર(Right Posterior )

→ લેફ્ટ લેટરલ (left Lateral )

→ રાઈટ એન્ટીરીયર(Right Anterior )

→ રાઈટ લેટરલ (Right Lateral )

⇨ લેફ્ટ એન્ટીરીયર (Left Anterior)

→ રાઈટ પોસ્ટીરીયર (Right Posterior )

→ લેફ્ટ લેટરલ (left Lateral )

વર્ટેક્ષ પ્રેઝન્ટેશનમાં જુદી જુદી પોઝીશનો

→ રાઈટ ઓસીપીટો એન્ટીરીયર (Right Occipito Anterior)

→ રાઈટ ઓકસીપીટો લેટરલ (Right Occipito Lateral )

→ રાઈટ ઓકસીપીટો પોસ્ટીરીયર (Right Occipito Posterior )

→ લેફટ ઓકસીપીટો એન્ટીરીયર (Left Occipito Anterior )

→ લેફ્ટ ઓકસીપીટો લેટરલ (left Occipito Lateral )

→ લેફટ ઓકસીપીટો પોસ્ટીરીયર (Left Occipito Posterior )

  • રાઈટ ઓકિસ પીટો એન્ટીરીયર (Right Occipito Anterior)

જેમાં ઔકિસપુટ પેલ્વીક બ્રીમના જમણા આગળના ભાગે અને ઈલીયો પેકટીનીયલ એમિનન્સની પાસે આવેલ હોય છે. અને સજાયટલ સુચર ડાબી બાજુએ ત્રાસો આવેલ હોય છે

  • રાઈટ ઓકિસ પીટો લેટરલ ( Right Occipito Lateral )

જેમાં ઓકિસપુટ પેલ્વીક બ્રીમના જમણા ભાગે અને ઈલીયો પેક્ટીનીયલ એમિનસ અને સેક્રોઈલીયાક જોઈન્ટ વચ્ચે આવેલ હોય છે. અને સજાયટલ સુચર ડાબી બાજુએ આડો આવેલ હોય છે.

  • રાઈટ ઓકિસપીટો પોસ્ટીરીયર (Right Occipito Posterior )

જેમાં ઓકિસપુટ પેલ્વીક બ્રીમના પાછળના ભાગે જમણી બાજુના ઈલિયો સેકલ જોઈન્ટ પાસે આવેલ હોય છે. અને સજાયટલ સુચર ડાબી બાજુએ ત્રાસો આવેલ હોય છે

  • લેફ્ટ ઓકિસ પીટો એન્ટીરીયર (Right Occipito Anterior )

જેમાં ઓકિસપુટ પેલ્વીક બ્રીમના ડાબા આગળના ભાગે અને ઈલીયો પેકટીનીયલ એમિનન્સની પાસે આવેલ હોય છે. અને સજાયટલ સુચર જમણી બાજુએ ત્રાસો આવેલ હોય છે

  • લેફ્ટ ઓકિસ પીટો લેટરલ ( Right Occipito Lateral )

જેમાં ઓકિસપુટ પેલ્વીક બ્રીમના ડાબા ભાગે અને ઈલીયો પેકટીનીયલ અમિનસ અને સેક્રો ઈલીયાક જોઈન્ટ વચ્ચે આવેલ હોય છે. અને સજાયટલ સુચર આડો આવેલ હોય છે

  • લેફ્ટ ઓકિસપીટો પોસ્ટીરીયર (Right Occipito Posterior )

જેમાં ઓકિસપુટ પેલ્વીક બ્રીમના પાછળના ભાગે ડાબી બાજુના ઈલીયો સૈક્રલ જોઈન્ટ પાસે આવેલ હોય છે. અને સજાયટલ સુચર જમણી બાજુએ ત્રાસો આવેલ હોય છે.

(MOLDING)મોલ્ડીંગ

•મોલ્ડીંગ એટલે ફિટસ સક્લના આકારમાં ફેરફાર થવો,લેબર સમયે બર્થ કેનાલમાંથી ફિટસ પસાર થવા માટે દબાણ આવવાના લીધે મોલ્ડીંગ જોવા મળે છે.

  • ફિટસના સ્કલના બોન સખત હોતા નથી તથા તે એકબીજા પર થોડા ઘણા ખસી શકે છે.આમ સ્કૂલ બોન એકબીજા પર ચડી જાય તેને મોલ્ડીંગ થયુ ગણાય.
  • અધુરા માસે જન્મેલ બાળકમાં મોલ્ડીંગનું પ્રમાણ વધારે હોય છે.કેમ કે તેના સ્કલ બોન વધુ પોચા હોય છે

NORMAL LABOUR નોર્મલ લેબર :

આ એવી પ્રક્રિયા છે કે જેમાં ફીટસ,પ્લાસન્ટા અને મેમ્બ્રેન યુટરસમાંથી બર્થ કેનાલ મારફતે બહાર આવે છે. અને તેમાં યુટરસના મસલ્સ તેમજ આખુય બોડી ભાગ ભજવે છે.

લેબર શબ્દ ૨૮ અઠવાડીયાની સગર્ભાવ્સ્થા બાદ જ વપરાય છે એ પહેલા થાય તો તેને એબોર્શન કહેવાય છે.

Normal Labour નોર્મલ લેબર

નોમૅલ લેબર એટલે કે જેમા…….

→વર્ટેક્ષ પ્રેઝન્ટેશન હોય

→ સીંગલ ફીટસ હોય

→ મેચ્યોર ફીટસ(૩૭ અઠવાડીયા થી ૪૨ અઠવાડીયા)

→ બર્થ કેનાલ મારફતે બર્થ થતો હોય

→ સમય ૩ કલાક કરતા ઓછો અને ૧૮ કલાક કરતા વધુ ન હોય

→ તમામ કંટેઈન એક સાથે બહાર આવતુ હોય

→ માતા અને બાળકમાં કોઈપણ કોમ્પલીકેશન ન હોય

Factors for Normal Labour નોર્મલ લેબર શરૂ થવામાં ભાગ ભજવતા પરિબળો :

નોર્મલ લેબર શરૂ થવા માટે નીચેના મુખ્ય બે ફેકટરર્સ જવાબદાર છે.

૧) Hormonal Factors હોર્મોનલ ફેક્ટરર્સ

2) Mechanical Factors મીકેનીકલ ફેકટરર્સ

૧) Hormonal Factors હોર્મોનલ ફેક્ટરર્સ

♦ Oxytocine ઓકસીટોસીન :

  • આ પ્રેગ્નન્ટ યુટરસને ઉતેજીત કરે છે અને કોન્ટ્રાકશન વધારે છે.

♦️ Prosesterone પો્ઝેસ્ટેરોન :

  • આનાથી યુટેરાઈન મસલ્સ પર સેડેટીવ અસર થાય છે. અને પ્રેગ્નન્સીનો સમય પુરો થાય એટલે તે ઉત્પન્ન થતો બંધ થાય છે. પરીણામે લેબર પેઈન ચાલુ થાય છે.

♦ Prostaglandise પ્રોસ્ટાગ્લાન્ડીસ :
આ ડેસીડયુઆને ઈસ્ટ્રોજન ટુ કરવામાં મદદરૂપ થાય છે.અને છેલ્લા અઠવાડીયામાં આનું પ્રમાણ વધી જવાથી લેબર શરૂ થાય છે.

Mechanical Factors મીકેનીકલ ફેક્ટરર્સ

આમાં ૫ પી (5P) નો સમાવેશ થાય છે.

પાવર (POWER):
આમાં યુટરસના સંકોચન અને પ્રસરણ(કોન્સ્ટ્રક્શન) નો આધાર તેના મસલ્સ પાવર પર રહે છે.

પેસેઝ (PASSAGE):
આમાં પેલ્વીસના ડાયામીટર નોર્મલ છે કે નહી તથા પેલ્વીસ નોર્મલ પ્રકારનું છે કે નહી તેના‌ પર લેબરનો આધાર રહે છે.

પેસેન્જર (PASSENSER):

  • આમાં ફીટસના ડાયામીટર નોર્મલ છે કે નહી તથા તેનું કયુ ડીનોમીનેટર છે.અને
  • તેની પોઝીશન કઈ છે તેના પર નોર્મલ લેબરનો આધાર રહે છે.

પોઝીશન (POSITION):

ફીટસની કઈ પોઝીશન છે તે પણ અગત્યનો ભાગ ભજવે છે.

સાયકોલોજી (PSYCHOLOGY):

માતાની સાયકોલોજીકલ તૈયારી પણ ખુબ જ મહત્વની હોય છે.

આ ઉપરાંત સર્વિકસના દિવાલ પર આવેલ નર્વ એન્ડીંગ પર પ્રેઝન્ટીંગ પાર્ટસનું દબાણ આવવાથી તે ઉત્તેજીત થાય છે અને એન્ગેજ થયા બાદ લેબર પેઈન શરૂ થાય છે.

Promontory Signs of Labour લેબરના પ્રમોન્ટરી સાઈન

લેબર પેઈન શરૂ થયા પહેલા ૩ વીક દરમ્યાન સ્ત્રીના શરીરમાં ચોકકસ ફેરફાર થાય છે. તેને લેબરના પ્રમોન્ટરી સાઈન કહેવાય છે. જે નીચે મુજબ હોય છે.

૧) લાઈટનીંગ (LIGHTNING):

→ ફુલ ટર્મના આશરે ૨ થી ૩ અઠવાડીયા પહેલા યુટરસ નીચે આવે છે.

→ માતાના રેસ્પીરેશન આસાન બને છે.

→ હાર્ટ અને સ્ટમક સારી રીતે કાર્ય કરી શકે છે.

→ આ થવાનુ કારણ સીમ્ફેસીસ પ્યુબીસ પહોળી થાય છે અને પેલ્વીક ફ્લોર સહેજ નીચે આવે છે તેમજ યુટરસનો નીચેનોભાગ જે પહેલા વી(V) આકારનો હોય છે તે હવે યુ (U)આકારનો
થઈ જાય છે.

→ પ્રાઈમીપારા માતામાં મસલ્સ ટોન સારો હોવાથી યુટરસ બહુ આગળ આવતુ નથી.પરંતુ પેલ્વીક કેવીટીમાં દાખલ થાય છે. જયારે મલ્ટીપારા માતામાં પેટના મસલ્સ ઢીલા હોવાના
કારણે યુટરસ આગળની તરફ નમી જાય છે.જેના લીધે કમરમાં દુ:ખાવો થાય છે. અને ચાલવામાં તકલીફ પડે છે.

(૨) ફ્રિકવન્સી ઓફ મીચ્યુરેશન (FRIQUENCY OF MICTURATION ):

→ બ્લાડર પર ફીટસના હેડનું દબાણ આવવાથી વારંવાર યુરીન પાસ કરવા જવુ પડે છે.

→ ઘણી વખત ઈન્કોન્ટીનન્સી ઓફ યુરીન(સતત યુરીન પાસ થવુ) જોવા મળે છે.

૩) ફ્રિક્વન્સી ઓફ મીચ્યુરેશન (FALSE PAIN ):

→ યુટરસના કાર્યમાં ફેરફાર થતો હોવાથી ઘણી વખત ખોટો દુ:ખાવો જોવા મળે છે.

→ આ પ્રકારનો દુ:ખાવો અનિયમિત હોય છે.

(૪) ટેઈકીંગ અપ ઓફ સર્વિકસ (Taking up of Cevix):

→ ફુલ ટર્મના આશરે ૨ થી ૩ અઠવાડીયા પહેલા યુટરસ નીચે આવે છે.

→ માતાના શ્વાસોશ્વાસ આસાન બને છે.

Physiological Changes During Labour લેબર દરમિયાન જોવા મળતા શારીરીક ફેર

લેબર દરમિયાન લેબરના દરેક તબ્બકાઓમાં અલગ અલગ શારીરીક ફેરફારો જોવા મળે છે

Physiological Changes During First stage of Labour

પ્રથમ તબ્બકામાં જોવા મળતા ફેરફારો :
૧) કોન્ટ્રાકશન એન્ડ રીટ્રેશન ઓફ યુટેરાઈન મસલ્સ
(Contraction & Retraction of Uterine Muscles)

૨) પોલારીટી (Polarity)

૩) રીટે્શન(Retraction)

૪) ફોર્મેશન ઓફ અપર એન્ડ લોઅર યુટેરાઈન સેગમેન્ટ
(Formation of upper & Lower Uterine segment)

(પ)ડેવલમેન્ટ ઓફ ધ રીટ્રેકશન રીંગ (Development of Retraction Ring)

૬) ટેકીંગ અપ ઓફ સર્વિસ (Taking up of Cervix)

૭) ડાયલેટેશન ઓફ સર્વિસ (Dilatation of cervix)

૮) ફોર્મેશન ઓફ બેગ ઓફ વોટર (Formation of bag of Water)

૯) રપ્ચર ઓફ મેમ્બરે (Rupture of Membrane)

૧) કોન્ટ્રાકશન એન્ડ રીટ્રેશન ઓફ યુટેરાઈન મસલ્સ
(Contraction & Retraction of Uterine Muscles):

♦️ યુટરસના કોન્ટ્રાકશન ઈન્વોલન્ટરી હોય છે.

♦ તેના પર નર્વ સીસ્ટીમ અને એન્ડોક્રાઈન અસર કરે છે.

♦ કોન્ટ્રાકશન તાલબધ્ધ હોય છે.

♦ શરૂઆતમાં બે કોન્ટ્રાકશન વચ્ચેનો સમયગાળો મોટો હોય છે ધીમે ધીમે ઘટતો જાય છે.

♦️કોન્ટ્રાક્શન ફંડસના ભાગથી શરૂ થઈને નીચે તરફ આવે છે.

♦ દર ૧૦ મીનીટે કેટલા કોન્ટ્રાકશન આવે છે તે જોવુ જોઈએ

♦ કેટલા સમય માટે કોન્ટ્રાકશન રહે છે તે જોવુ જોઈએ.

♦ કોન્ટ્રાકશનની સંખ્યા તથા તિવ્રતા પાર્ટોગ્રાફમાં નોંધ કરવી જોઈએ.

આકૃતિ

૨) પોલારીટી (Polarity)

♦ સંપૂર્ણ સગર્ભાવસ્થા દરમ્યાન યુટરસના ઉપર અન નીચે બન્ને ભાગ સહકારથી સંકોચન અન પ્રસરણની ક્રિયા કરે તેને પોલારીટી કહેવાય છે. બાને ભાર વહાવી સકીબના

♦ યુટરસનો ઉપરનો ભાગ ખુબ જ સંકોચાય છે જેના લીધે ફીટસ નીચે આવે છે અને નીચેનો ભાગ ધીમેથી સંકોચાય છે જેના લીધે સર્વિકસનું ડાયલેટેશન થાય છે.

આકૃતિ

૩) રિટે્ક્શન (Retraction)

♦ યુટરસના કોન્ટ્રાકશન આવ્યા બાદ યુટરસનું પુરેપુરુ રીલેકશેશન થવાને બદલે યુટરસનો ફંડસનો ભાગ થોડો થોડો ઉંચો થતો જાય છે. જેથી પેલ્વીક બ્રીમમાં ફીટસ એન્ગેજ થાય છે.

૪) ફોર્મેશન ઓફ અપર એન્ડ લોઅર યુટેરાઈન સેગમેન્ટ
(Formation of upper & Lower Uterine segmen
t)

♦ યુટરસનો ઉપરનો છેડો સાંકળો થતો જાય છે અને નીચેનો છેડો પહોળો થતો જાય છે. તે વી(V) આકારમાંથી યુ (U) આકારમાં ફેરવાય જાય છે.

આકૃતિ

૫) ડેવલમેન્ટ ઓફ ધ રીટ્રેકશન રીંગ (Development of Retraction Ring)

♦ યુટરસના નીચેના ભાગે સીમ્ફેસીસ પ્યુબીસ પર પાતળી કીનારી બને છે. જેને રીટ્રેકશન રીંગ કહેવાય

♦ વજાયનલ એકઝામીનેશન કરતા ખ્યાલ આવે છે.

આકૃતિ

૬) ટેકીંગ અપ ઓફ સર્વિક્સ (Taking up of Cervix)

♦ ફીટસનો ભાગ જેમ જેમ નીચે આવે તેમ તેમ ઈન્ટરનલ ઓસ ઉપર તરફ ખેંચાય છે.

૭) ડાયલેટેશન ઓફ સર્વિકસ (Dilatation of cervix)

♦ જેમ જેમ કોન્ટ્રાકશન વધતા જાય તેમ તેમ એકર્સ્ટનલ ઓસનું ડાયલેટેશન વધતુ જાય છે.

♦ એકટીવ ફેઈઝમાં ૪ સેમી જેટલુ ડાયલેટેશન હોય છે.

♦ પ્રાઈમીપારામાં ફૂલ ડાયલેટેશન થતા ૧૨ કલાક જેટલો સમય લાગે છે.

♦️૧ ફિંગર ડાયલેશન એટલે….૧.૬૦ સેમિ થાય છે.

આકૃતિ

૮ ) ફોર્મેશન ઓફ બેગ ઓફ વોટર (Formation of bag of Water)

♦ જયારે યુટરસનો નીચેનો ભાગ સંકોચાય ત્યારે યુટરસની અંદર દબાણ આવે છે અને તેના કારણે આગળ ના ભાગમાં ફલ્યુઈડ જમા થાય છે.

♦ ફલ્યુઈડ હમેશા ફીટસના હેડની આગળના ભાગમાં જમા થાય છે.

♦ આગળના ભાગના પ્રવાહીને ફોર વોટર અને પાછળ રહી જતા એમ્નીયોટીક ફ્લ્યુઈડને હાઈડ વોટર કહે છે.

૯) રપ્ચર ઓફ મેમ્બ્રેન (Rupture of Membrane )

♦ સામાન્ય રીતે ફૂલ ડાયલેટેશન ન થાય ત્યા સુધી મેમ્બ્રેન રપ્ચર થતુ નથી

♦ ઘણી વખત લેબરના એક બે દીવસ પહેલા પણ મેમ્બ્રેન રપ્ચર થઈ જાય છે.

♦️ફૂલ ડાયલેટેશનમાં બેગ ઓફ વોટરને ટેકો ન મળવાથી મેમ્બ્રેન રપ્ચર થાય છે.

Phisiological Changes During Second stage of Labour
બીજા તબ્બકામાં જોવા મળતા ફેરફારો :

૧) કોન્ટ્રાકશન ઓફ યુટેરાઈન મસલ્સ (Contraction )

૨) ફીટલ એકસીસ (Fetal Axis)

૩) ડીસ્પલેસમેન્ટ ઓફ પેલ્વીક ફ્લોર (Displacement of Pelvic Floor )

૪) ફીટલ એકસપલ્શન (Fetal Expulsion)

૧) કોન્ટ્રાકશન ઓફ યુટેરાઈન મસલ્સ
(Contraction )

♦ યુટરસના કોન્ટ્રાકશન તિવ્રતા વધતી જાય છે.

♦ કોન્ટ્રક્શનનો ડૂયુરેશન ઘટતો જાય છે.

૨) ફીટલ એકસીસ (Fetal Axis)

♦ યુટેરાઈન કોન્ટ્રાકશન આવે ત્યારે ફીટસના હેડથી સેક્રમ સુધી એકસરખુ ધરી જેવુ પ્રેશર આવે છે.

♦ જયારે એબ્ડોમીનલ મસલ્સ અને ડાયફ્રામ એક સાથે એકસ્પલસીવ એકશન કરે તેને બેરીંગ ડાઉન કહેવાય છે .

૩) ડીસ્પલેસમેન્ટ ઓફ પેલ્વીક ફ્લોર (Displacement of Pelvic Floor )

▸ વધુ પડતુ હેડ નીચુ આવવાથી વજાયનાનું ડાયલેટેશન થાય છે.

▸ રેકટમ પર પ્રેશર આવવાથી રેક્ટમ પહોળી થાય છે.

▸ પેરીનીયમનો ભાગ વધુ ખેંચાવાથી પારદર્શક બની જાય છે.

▸ સર્વિસનું ડાયલેટેશન ૪સેમી થી ૧૦ સેમી જેટલુ થઈ જાય છે.

૪) ફીટલ એકસપલ્શન (Fetal Expulsion)

♦️હેડ વલ્વા પર આવે છે.

♦ ક્રાઉનીંગ થવાથી હેડ ફરી પાછુ અંદર જતુ નથી

♦ હેડનું એક્સ્ટેન્શન અને લેટરલ ફ્લેક્શન ઓફ ધ બોડી થઈ બેબી બર્થ કેનાલ મારફતે બહાર આવે છે.

♦️ બાકી રહેલ તમામ ફલ્યુઈડ બહાર આવી જાય છે.

Signs of True Labour સાઈન ઓફ ટુ લેબર :

( ૧) યુટેરાઈન કોન્ટ્રાકશન (Uterine Cotraction):

માતા સખત પેઈન અનુભવે છે. યુટરસ સખત જણાય છે. અને કમરમાં દુ:ખાવો થાય છે.

(ર) ડાયલેટેશન ઓફ સર્વિર્કસ (Dilatation of Cervix):

સર્વિકસનું ઓસ ધીમે ધીમે ખુલે છે. સમય જતા ડાયલેટેશનમાં વધારો થાય છે.

૩) શો (Shaw):

લેબર પેઈન શરૂ થાય તે પહેલા થોડો ક્લાક અગાઉ બ્લડ અને મ્યુકસયુકત ડીસ્ચાર્જ વજાયનામાંથી બહાર આવે છે.

આ બ્લડ યુટરસના ડેસીડયુઆ વેશની કેપીલરી તુટવાના લીધે થાય છે.

નોધ : મેમ્બ્રેન રપ્ચર થાય તેને લેબર પેઈનની નિશાની ગણવામાં આવતી નથી.કારણ કે કયારેક તે લેબર શરૂ થવાના થોડા દિવસ પહેલા પણ તુટે છે. અને કયારેક લેબરના સેકન્ડ સ્ટેજમાં પણ રપ્ચર થાય છે.

Chart

Stages of Labour and it’s Duration લેબરના તબ્બક્કાઓ અને તેનો સમયગાળો

લેબરના જુદા જુદા તબકકાઓ નીચે મુજબ છે.

(૧) ર્સ્ટ સ્ટેજ ઓફ લેબર (First Stage of Labour):

→ સાચુ પેઈન શરૂ થાય ત્યારથી શરૂ કરીને ફૂલ ડાયલેટેશૂન થાય ત્યા સુધીનો સમયગાળાને ફર્સ્ટ રેજ ઓફ

લેબર અથવા લેબરનો પ્રથમ તબકકો કહેવાય છે. ( cerrical stage)

→ સમય
પ્રાઈમી ગ્રેવીડા…૧૨ કલાક
મલ્ટીપારા…૬ કલાક

૨) સેકન્ડ સ્ટેજ ઓફ લેબર (Second Stage of Labour):

→ ફૂલ ડાયલેટેશન થી શરૂ કરીને બબીનો જન્મ થાય ત્યા સુધીનો સમયગાળાને સેકન્ડ સ્ટેજ ઓફ લેબર અથવા લેબરનો બીજો તબકકો કહેવાય છે.

→ સમય :

પ્રાઈમી ગ્રેવીડા…૧ થી ર કલાક
મલ્ટીપારા…૩0 મિનીટ

૩) થડૅ સ્ટેજ ઓફ લેબર (Third Stage of Labour):

→ બેબીનો જન્મ થાય ત્યાંથી શરૂ કરીને પ્લાસન્ટા અને મેમ્બ્રેન બહાર આવે ત્યા સુધીનો સમયગાળાને થડૅ સ્ટેજ ઓફ લેબર અથવા લેબરનો ત્રિજો
તબકકો કહેવાય છે.

સમય : પ્રાઈમી ગ્રેવીડા
૧૦ થી ૧૫ મિનીટ
મલ્ટીપારા…
૧૦ થી ૧૫ મિનીટ

૪) ફોથૅ સ્ટેજ ઓફ લેબર (Fourth Stage of Labour): →

પ્લાસન્ટા અને મેમ્બ્રેન બહાર આવે ત્યાર પછીના બે કલાકના સમયગાળો જેમાં

પી.પી.એચ. થવાની વધુ સંભાવના હોય છે.માતાને ડીલેવરી બાદ ઓછામાં ઓછા ૪૮ કલાક બાદ જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે.

Mechanism of Labour મિકેનીઝમ ઓફ લેબર

ફિટસનું યટરસમાંથી બર્થ કેનાલ મારફ્તે જન્મ થવા માટેથતા ક્રમિક હલનચલનને મિકેનીઝમ ઓફ લેબર કહેવામાં આવે છે.

બર્થ કેનાલના આકાર અને ઈનલેટ તથા આઉટલેટ ના કદ મુજબ ફેરફાર થાય છે. નોર્મલ ડીલેવરી કરાવવા માટે એ.એન.એમ.ને મિકેનીઝમ ઓફ લેબરનું જ્ઞાન ખુબ જ જરૂરી છે.

Mechanism in Vertex Position મિકેનીઝમ ઈન વર્ટેકક્ષ પોઝીશન

યુટરસ અને એબ્ડોમીનના મસલ્સની કાર્યશકિત,ડાયાફ્રામ, પેલ્વીસ, સર્વિકસ ફ્લોર અને પેલ્વીક ફ્લોરના એકશનથી ડીલેવરી દરમ્યાન નીચે દર્શાવ્યા મુજબ હલન ચલન થાય છે.

ડીસન્ટ (Decent) :

પ્રાઈમીપારામાં બે અઠવાડીયા અગાઉ લેબર ડીસેન્ટ થાય છે. હેડ એન્ગેજ થાય છે. અને બાકીનું ડીસા ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર દરમ્યાન થાય છે.

મીકેનીઝમ ઓફ વર્ટેક્ષ લેબરમાં નીચે મુજબનું ક્રમિક હલનચલન જોવા મળે છે.

1) Flexion of the Head

2) Internal Rotation of the Head

3) Crowning of the Head

4) Extension of the Head

5) Restitution (રેસ્ટીટયુશન)

6) Internal Rotation of the Shoulder (ઈન્ટર્નલ રોટેશન ઓફ ધ શોલ્ડર)

7) External Rotation of the Head (એકસ્ટર્નલ રોટેશન ઓફ ધ હેડ)

8) Lateral Flexion of the Body (લેટરલ ફ્લેકશન ઓફ ધ હેડ)

1) Flexion of the Head (ફલેક્શન ઓફ ધ હેડ) :

♦ લેબરની શરૂઆત થાય ત્યારે ફીટસના હેડનું ફ્લેકશન થાય છે.

♦ સબ ઓકસીપીટો ફ્રન્ટલ ડાયામીટર એન્ગેજ થાય છે. (૧૦ સેમી)

♦️જયારે વધુ ફ્લેશન થાય ત્યારે (૯.૫ સેમી) ર સબ ઓકિસપીટો બ્રેગ્મેટીક ડાયામીટર એન્ગેજ થાય છે.

♦️નાનો ડાયામીટર એન્ગેજ થવાથી ફીટસ વધુ • નીચે ઉતરે છે. Internal Rotation of the Head (ઈન્ટરનલ રોટેશન ઓફ ધ હેડ)

♦️ એલ.ઓ.એ. પોઝીશનમાં ડાબા ઇલિયો પેટીનીયર એમીન્નસ સીમ્ફસીસ તરફ ⅛ ઓકિસપુટ ફરે છે.

3) Crowning of the Head (કાઉનીંગ ઓફ ધ હેડ) • ક્રાઉનીંગ એટલે ફીટસના હેડના ઓકિસપુટ બોનનો ઉપસેલો ભાગ સીમ્ફસીસ ખુબીસની નીચે આવે છે અને બે કોન્ટ્રાશન વચ્ચે હેડ અંદર જતુ નથી.

4) Extension of the Head

♦ જેમાં પહેલા હેડનું ફ્લેકશન થયુ હોય તે હેડ પાછુ મુળ સ્થિતિમાં પાછુ આવી જાય છે. પાછળ નો ડોકનો ભાગ સીમ્ફેસીસ પ્યુબીસ નીચે આવે છે. અને સીન્સીપુટ, દાઢી અને ચહેરો પેરીનીયમની બહાર આવે છે.

5) Restitution

♦ ઈન્ટરનલ રોટેશન ઓફ હેડ થયુ હોય તે ફરી તેની મુળ સ્થિતિમાં આવી જાય છે.

6) Internal Rotation of the Shoulder

♦ આમાં હેડના ઈન્ટરનલ રોટેશનની જેમ શોલ્ડર ફરીને આઉટ લેટના એન્ટીરીયર પોસ્ટિરઅર ડાયામીટરમાં આવે છે.

7) External Rotation of the Head (એકસ્ટર્નલ રોટેશન ઓફ ધ હેડ)

♦ હેડ શોલ્ડરના ઈન્ટરનલ રોટેશન સાથે જ ફરે છ.રેસ્ટીટયુશન વખતે જે દિશામાં હોય તે દિશામાં ૧/૮ જેટલુ પાછુ ફરે છે.

♦ જયારે માથુ બહારની તરફ ફરે તેના પરથી ખબર પડે કે શોલ્ડરનું રોટેશન થઈ શરીર બહાર આવવાની તૈયારી કરે છે.

8) Lateral Flexion of the Body

♦ લેટરલ ફ્લેકશન એટલે સ્પાઈનનું વળવું

♦ શરીરનો જન્મ થાય ત્યારે સ્પાઈન વળે છે. આગળનો ખભો સીમ્ફેસીસ પ્યુબીસની બહાર અને પાછળનો ખભો પેરીનીયમથી બહાર આવે છે.

(એ.એન.એમ.એ બાળકને માતાના પેટ તરફ ઉચે બાળકને લઈ જઈને જન્મ કરાવવો જોઈએ જેથી લેટરલ ફ્લેકશન બરાબર થઈ શકે)

Identification of High Risk Cases જોખમી માતાની ઓળખ :

•આગળની ડીલેવરીમાં કાઈ તકલીફ પડેલ હોય

  • આગળની ડીલેવરી ફોર્સેપ્સ કે સીઝેરીયન
  • પેલ્વીક ડાયામીટર નાના નાના હોય
  • હાઈટ ૧૪૦ સેમી કરતા નાની હોય
  • એ.પી.એચ. થયેલ હોય
  • હીમોગ્લોબીન ખુબ ઓછુ હોય
  • પ્રિ એકલેમ્સીયા કે એલેમ્સીયા હોય
  • લીકેજ હોય
  • સ્વીટલ ડિસ્ટ્રેસની નિશાની હોય . હોય કે વર્ટેક્ષ સિવાય બીજા કોઈપણ પ્રેઝન્ટેશન હોય
  • પ્લાસન્ટા પ્રિવીયા હોય

ઓલીગોહાઈડ્રોમીનીઅસ કે પોલીહાડ્રોમીનીઅસ હોય

કોઈપણ જાતની ગંભીર બીમારી હોય

  • કોઈપણ પ્રકારના ચેપી રોગો હોય

Fetal Distress :

ઈન્દ્રા યુટેરાઈન લાઈફ દરમ્યાન કોઈપણ કારણોસર ફીટસને પુરતો થઈ જાય તે કંડીશનને ફીટસ ડીસ્ટ્રેસ કહેવાય છે. ઓકિસજન ન મળવાને કારણે બેબી બ્લુ

કારણો :

મ્યુકોનીયમ પાસ કરી ગયુ હોય

  • પ્રોલોન્ગ લેબર હોય

કોડમાં સાચી ગાંઠ વળી ગઈ હોય

  • માતાને કોઈપણ પ્રકારની ઈજા હોય
  • માતાએ છેલ્લા ટ્રાઈમેસ્ટર દરમ્યાન સેડેટીવ દવાઓ લીધી હોય વગેરે

સારવાર :

  • કારણની તપાસ કરી તે મુજબ તાત્કાલીક સારવાર કરવી જોઈએ.
  • રીસસીટેશન માટેના તમામ સાધનો તૈયાર રાખવા જોઈએ.
  • જરૂર પડે તો સજીકલ સારવાર કરવી જોઈએ.
  • તાત્કાલીક ઓકિસજન આપવો જોઈએ.
  • એ.બી.સી.ડી.મુજબની સારવાર કરવી.

TRIAL OF LABOUR – TOL
ટ્રાયલ ઓફ લેબર
:

કોઈપણ જાતના દબાણપૂવર્કના પગલાઓ લીધા વગર વજાયનલ કેનાલ મારફતે નોર્મલ ડીલેવરી થઈ શકે તે માટે કોઈપણ સજીકલ પગલા ભરતા પહેલા જે જે પ્રયત્નો કરવામાં આવે કે પ્રોસીઝર કરવામાં આવે તેને ટ્રાયલ લેબર કહેવાય છે. આ ટ્રાયલ મોડરેટ સીફેલો પેલ્વીક ડીસ્પ્રપોઝીજન(સી.પી.ડી.) હોય ત્યારે આપવામાં આવે છે.

▶ હેતુઓ (Indications):

૧) કોઈપણ પ્રકારના સજીકલ ઈન્ટરવેશન ઓછા કરવા દાત: સીજેરીન સેકશન

૨) હાઈપર ટેનશન જેવી કંડીશન હોય ત્યારે (PIH)

૩) આગળની ડીલેવરી નોર્મલ બર્થ કેનાલ મારફતે જ થયેલ હોય ત્યારે

૪) ઝડપથી લેબર થતુ હોય ત્યારે

૫) પ્રિ એકલેમ્સીયા અને એકલેમ્સીયા જેવી કંડીશનમાં

૬) એબ્રુપ્સીયો ઓફ પ્લાસન્ટામાં

૭) આઈ.યુ.જી.આર.

૮) પી.આર.ઓ.એમ. જેવી કંડીશનમાં

▶ ક્યારે ન અપાય? (Contra indications):

૧) આગળની ડીસેવરીમાં સીજેરીન સેકશન થયેલ હોય

૨) બી.એમ.આઈ. ૪૦ કરતા ઓછો હોય

૩) ફીટસનું વજન ૪ કિલોગ્રામ કે તેથી વધુ હોય

૪) કોન્ટ્રાક્ટેડ પેલ્વીસ હોય (સીપીડી)

૫) માતાને હાર્ટ ડીસીસ હોય

૬) પેલ્વીક ટયુમર હોય

૭) કોર્ડ પ્રોલેપ્સ હોય

૮) માલપ્રેઝન્ટેશન હોય

૯) સર્વિકસનું કેન્સર હોય

૧૦) પ્લાસન્ટા પ્રિવીયા હોય

૧૧) હેડ ડીસેન્ટ ધીમુ હોય (કલાકે ૧ સેમી.)

૧૨) એમ્નીયોટીક ફલ્યુઈડ કલીઅર ન હોય ત્યારે

♦ મેથડ ઓફ ટ્રાયલ ઓફ લેબર

૧) મેડીકલ મેથડ

♦ પ્રોસ્ટાગ્લાન્ડીસ (સર્વિપ્રાઈમ જેલી)

♦ ઓકિસટોસીન ઈન્જેકશન

♦ મિફેપ્રિસ્ટોન

ર) સજીકલ મેથડ
♦ ARM (આટીફિસીઅલ રપ્ચર ઓફ મેમ્બ્રેન)

૩) કંમ્બાઈન મેથડ

♦ મેડકલ અને સજીકલ બન્ને નો ઉપયોગ સાથે થાય છે.

♦ પ્રોસીઝર

૧) માતાને એડમીશન વખતથી જ આ સેવાઓ શરૂ કરવામાં આવે છે.

૨) મમતા કાર્ડની બરાબર ચકાસણી કરવી જોઈએ.

૩) આગળની ડીલેવરી હોય તો તેની ઓન્ટ્રેસ્ટીક હીસ્ટ્રી લેવી જોઈએ.

૪) આઈ.વી. કેન્યુલા દાખલ કરવી.

૫) તપાસ માટે લોહીના નમુના લેવા જેમા…. બ્લડ ગૃપીંગ હીમોગ્લોબીન

૬) EFM(ઈ.એફ.એમ.) દ્રારા ફિટલ હાર્ટનું મોનીટરીંગ કરવુ (ઈલેક્ટ્રોનીક ફિટલ મોનીટરીંગ)

: પ્રથમ તબકલમાં

પ્રથમ તબકકામાં…..
♦ પ્રથમ તબકકામાં પ્રોસ્ટાગ્લાન્ડીસ(Prostin E2 Gel) કોન્ટ્રાઈન્ડીકેટેડ છે.

♦ ઈન્જેકશન ઓકસીટોસીન વાપરવામાં આવે છે.

♦ દર ચાર કલાકે વજાયનલ એકઝામીનેશન દ્રારા પ્રોગ્રેસ જાણવામાં આવે છે.

♦ એકટીવ ફેઈઝમાં દર કલાકે એક સેન્ટીમીટર જેટલુ ડાયલેટેશન જોવા મળે છે.

♦ પ્રથમ તબકકામાં જોવા મળતા ચિન્હો લક્ષણોને આધારે ડોઝ નકકી કરવામાં આવે છે.

બીજા તબકકમાં

♦ ફુલ ડાયલેટેશન થયેલ છે નહી તે જોવુ

♦ જો કોન્ટ્રાક્શન નબળા હોય અને માતા થાકી ગયેલી જણાયતો ડોકટર ઓર્ડર મુજબ ડોઝ રીપીટ કરવો

ત્રીજા તબકકામાં

♦ એકટીવ મેનેજમેન્ટમાં તાત્કાલીક ઈન્જેકશન ઓકિસટોસીન ૧૦ યુનિટ આપવુ.

♦ એકટીવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબરના તમામ પગલાઓ લેવા.

PARTOGRAPH….. પાર્ટોગ્રાફ

પાટોગ્રાફ એ ડીલીવરીનો પ્રોગ્રેસ એસેસ કરવા માટે નું એક સોફ સાધન છે. જેના વડે ફક્ત જોઈને જ માતાની સ્થિતીનો ખ્યાલ આવી જાય છે. અને કોઈપણ પ્રકારની અબનોર્માલીટી ને આ ગ્રાફ જોઈને જ જાણી શકાય છે. ડબલ્ય.એચ.ઓ. દ્વારા જે પ્રથમ પાર્ટોગ્રાફ આપવામાં આવેલ હતો તેને થોડો વધુ સરળ બનાવી બીજી વખત તૈયાર કરવા માં આવેલ છે. પહેલા આ પાર્ટોગ્રાફમાં લેટન્ટ ફેઈઝ દર્શાવવા માં આવેલ હતું. પરંતું મોડીફાઈડ કરેલ પાર્ટોગ્રાફમાં સીધુ જ એકટીવ ફેઈઝ દર્શાવવામાં આવેલ છે. માતા જયારે દાખલ થાય ત્યારથી ૪ સે.માં.ડાયલેટેશન ગણી એકટીવ ફેઈઝ ચાલુ કરી દેવામાં આવે છે. આ એલર્ટ લાઈન ને સ્ટાન્ડર્ડ ૪ સે.મી. થી દોરી ને બતાવવામાં આવે છે. અને આ એલર્ટ લાઈનની બીલકુલ પેરેલલ ૪ કલાક બાદ તેની જમણી બાજુ એ એકશન લાઈન દોરવામાં આવે છે.

પાર્ટોગ્રાફ ના જુદા જુદા ભાગો :

(1) Information of Mother માતાની માહીતી નો ભાગ :

માતાનું પુરૂ નામ :
હોસ્પિટલ રજી. નંબર:
દાખલ તારીખ : અને સમય :.
પારા ……. ગ્રેવીડા
મેમ્બ્રેન રપ્ચર‌ થયાનો સમય : ……..

(૨) F.H.S. ફીટલ હાર્ટ રેઈટ :
દર અડધી કલાકે જોઈ અને નોંધો કરવી.

(3) Information of Amniotic Fluid એમનીયોટીક ફલ્યુઈડની માહીતી નો ભાગ : – દરેક વજાયનલ એઝામીનેશન વખતે એમનીયોટીક ફલ્યુઈડનો ક્લર જુઓ. અને તેની નોંધ કરો.કલર કેવો છે તે મુજબ નીચે જણાવેલ ઈન્ડીગેટર પ્રમાણે પાર્ટોગ્રાફના ખાનામાં લખો.

I : મેમ્બ્રેન ઈમ્પેકટ હોય (રપ્ચર થયેલ ન હોય ત્યારે)

R : મેમ્બ્રેન રપ્ચર થયેલ હોય

C : મેમ્બ્રેન રપ્ચર થયેલ હોય અને ક્લીયર ફલ્યુઈડ હોય ત્યારે

M : મ્યુકોનીયમ સ્ટેઈન ફલ્યુઈડ હોય ત્યારે

B : બ્લડ સ્ટેઈન ફલ્યુઈડ હોય ત્યારે

(7) Information of Moulding મોલ્ડીંગની માહિતી નો ભાગ :

( ૧: સુચરર્સ ખુલ્લા

( ૨: સુચરર્સ ઓવરલેપ હોય પરંતું તે રીડયુસીબલ હોય

( ૩: સુચરર્સ ઓવરલેપ હોય અને રીડયુસીબલ પણ ન હોય

(૫) Cervix Dilatation સર્વિકસ ડાયલેટેશન :

( દરેક વજાયનલ એકઝામીનેશન વખતે ડાયલેટેશન જુઓ અને એસેસ કરો.

( આ એસેસ કર્યો બાદ – (ચોકડી) ની નીશાની વડે પાટોગ્રાફમાં માર્ક કરો.

( એસેસમેન્ટ માં સૈપ્રથમ પાસેગ્રાફમાં ૪ સેમી. ડાયલેટેશન થી શરૂ કરી નૈ જ આગળ વધવું.

(૬) Alert Line એલર્ટ લાઈન :

એલર્ટ લાઈન ૪ સેમી. ના સર્વિસ ડાયલેટેશનના પોઈન્ટ થી શરૂ કરીને અંદાજીત ફુલ ડાયલેટેશન થશે. ત્યાં સુધી ઘેરો તેને દોરવા માટે દર કલાકે ૧ સેમી ડાયલેટેશન વધશે તે હીસાબ થી એલર્ટ લાઈન દોરો.

(૭) Action Line એક્શન લાઈન :
( એલર્ટ લાઈન ની પેરલલ અને ચાર ક્લાક દુર થી એલર્ટ લાઈનની જમણી બાજુએ દર્શાવો.

(૮) Head decent એબ્ડોમીનલ પાલ્પેશનથી હેડ નું ડેસેડન્ટ નું એસેસમેન્ટ :
( આ પાલ્પેશન માટે હેડના ભાગ ને પાંચ ભાગમાં વહેચી નાખવામાં આવે છે. પાંચ ફીગર છે તે તેમના ભાગ ગણવા

પાંચ ફીગર વડે સીફેસીસ પ્યુબીસ પર પાલ્પેટ કરવામાં આવે છે.

( દરેક એબ્ડોમીનલ એકઝામીનેશન બાદ ની સ્થિતી ને (૦) વડે ગ્રાફ પર દર્શાવો.

( આ એકઝામીનેશનમાં ઓકસીપુટ અને સીન્સીપુટ ની સ્થિતી મુજબ માકીંગ કરવાનું હોય છે.

( દાત. જયારે હેડ સંપૂર્ણ સીમ્ફેસીસ પ્યુબીસ ઉપર હશે ત્યારે પાંચે પાંચ આંગળા આપણા સીમ્ફેસીસ પ્યુબીસ પર જ હેડ ફીલ કરશે.જે સ્થિતી ને આપણે ૫/૫ કહેશુ.

આ જ રીતે જેમ હેડ નીચે ઉતરશે અને આપણને ઓકસીપુટ થોર્ડ ફીલ થશે અને સીન્સીપુટ હાઈ હશે. આવી વખતે ચાર જ આંગળા સીમ્ફેસીસ ખુબીસ ઉપર સોરો અને ઓઠમી પરાગ થોડો નીચો જણાશે. જેને આપણ ૪/૫ કહીશુ

• આમ, જેમ હેડ ડીસેન્ટ થતુ જશે તેમ ફે અને વેડનો અને જયારે હેડ સીમ્ફસીસ ખુબીસની લાઈનમા આવી ત્યારે એબ્ડોમીને પર આપણને ફીગર દ્રારા પાપેશન જોવા મળશે નહી એનો મતલબ એ થયો કે ૦/૫ નું માકીગ કરવાનું થશે.

  • પાર્ટોગ્રાફમાં એલર્ટ લાઈન કે સર્વાઈકલ ડાયલેટેશનની લાઈન ઉપર તરફ જશે. જયારે આ પાલ્પેશન લાઈન નીચે તરફ ઉતરશે.

(૯) Hour કલાક (અવર્સ) :

( સમયની નોંધણી માં એકટીવ ફેસ ઓફ લેબર ચાલુ થાય ત્યાર થી જ સમય ગણવામાં આવે છે. જેમાં ૧,૨,૩,૪,૫,૬ એમ દર્શાવવામાં આવે છે.

કલાક ની નીચે સમયની નોંધણી કરવી. જેમાં એકયુરેટ સમય નોંધવો.

(૧૦) Contraction કોન્ટ્રાકશન :

હું દરેક અડધી કલાકે કોન્ટ્રાકશન જોવા.

૧૦ મીનીટ માં કેટલા કોન્ટ્રાશન આવે છે તેની નોંધ કરવી.અને સાથે સાથે તેનો ડયુરેશન કેટલા સેકન્ડનો રહે છે તે પણ નોંધ કરવી.

કોન્ટ્રાક્શન કેટલો સમય રહે છે તેની તિવ્રતા ને ધ્યાનમાં લઈ ગ્રાફમાં નીચે મુજબ માકર્કીંગ કરવું.

૧૧) Oxytocine ઓકિસટોસીન ઈન્જેકશન :

જો ઓકિસટોટીસ આપવાનું થાય તો એક મીનીટમાં કેટલા ડ્રોપ્સ અને કેટલા પાઈન્ટમાં કેટલા યુનિટ નાખેલ છે.તેની નોંધ કરવી તથા આ નોંધ ગ્રાફ ઉપર દર ૩૦ મીનીટના અંતરે કરવી.

(૧૨) Drugs અન્ય દવાઓ ની નોંધ :

( અન્ય કોઈ દવાઓ આપવામાં આવેલ હોય કે આઈ.વી. ફલ્યુઈડ આપવામાં આવેલ હોયતો તેની નોંધ ગ્રાફમાં કરવી

(૧૩) Pulse પલ્સ :

( દર ૩૦ મિનીટ ના અંતરે પલ્સ લેવી. અને ડોટ ( ) માર્ક વડે માર્ક કરવી.

(૧૪) Blood Pressure બ્લડ પ્રેશર :

1 દર ૩૦ મિનીટના અંતરે બી.પી. લેવુ અને એરો 1 જે ઉપર અને નીચેનું બી.પી. એો ઉપર રહે તે રીતે ગ્રાફ ઉપર દર્શાવવું.

(૧૫) Temperature ટેમ્પરેચર :

( દર બે કલાકે ટેમ્પરેચર લઈ ને ગ્રાફમાં માકીંગ કરવું.

(૧૬) Protien, Acetone & Vollume પ્રોટીન એસીટોન અને વોલ્યુમ : 1 જયારે પણ યુરીન પાસ થાય ત્યારે તેનું વોલ્યુમ અને પ્રોટીન એસીટોન માટેની તપાસ કરી ને ગ્રાફમાં માકીંગ કરવું.

Published
Categorized as Uncategorised