skip to main content

✅A.N.M-2-YEAR-મીડવાઈફરી-unit-5-Ante Natal care (અપલોડ)

Ante Natal Care એન્ટીનેટલ કેર એટલે શું ?

  • માતાની પ્રેગન્નસી દરમ્યાન લેવામાં આવતી કાળજીને એન્ટીનેટલ કેર કહેવાય છે.

•આ કાળજી સગર્ભાવસ્થાની જાણ થાય ત્યારથી શરૂ કરીને લેબર સુધી લેવામાં આવે છે.

•સામાન્ય રીતે આ સારવાર સગર્ભાવસ્થા પહેલા શરૂ થાય છે. અને આખા, સગર્ભાવસ્થાના સમય દરમિયાન આ સારવાર ચાલુ રહે છે.

♦ હેતુઓ :

  • પોષણ અંગેનું જ્ઞાન આપવા માટે
  • જોખમી માતા ને ઓળખી વહેલાસર સારવાર આપવા માટે
  • રોગોમાં શું શું કાળજી લેવી જોઈએ તે જાણવા માટે
  • શારિરીક તૈયારી માટે
  • માનસીક તૈયારી માટે
  • એમ.એમ.આર. ઘટાડવા માટે
  • આઈ.એમ.આર. ઘટાડવા માટે
  • સેઈફ ડીલેવરી (સલામત સુવાવવડ) કરાવવા માટે
  • તંદુરસ્ત બાળકને જન્મ આપવા માટે
  • ડીલેવરી બાદ બેબી કેર માટે

Ante Natal Care એન્ટીનેટલ કેર |

૧) History

જનરલ હીસ્ટ્રી :

  • રોગ વિશેની માહીતી મેળવવી . ફેમિલી હિસ્ટ્ર :
    •પતિનો વ્યવસાય
  • હયાત બાળકોની સંખ્યા
  • બાળકોની ઉંમર

એન્વાયરમેન્ટલ હીસ્ટ્રી :

  • ઘરની કંડીશન વિશે સાચુ લઈટ ગટર

મેન્સ્ટ્રુઅલ હિસ્ટ્રી:

  • એલ.એમ.પી.
    ઈ.ડી.ડી

પાસ્ટ હિસ્ટ્રી :

  • આગળની ડીલેવરીમાં થયેલ તકલીફ અંગેની વિગત

પ્રેઝન્ટ હિસ્ટ્રી:

  • માતાની ઓળખ અને સરનામુ
  • હાલના સમયની તકલીફો
  • વજાયનલ ડીસ્ચાર્જ
  • સોજા,- ખારાક અંગે,

મેરાઈટલ હિસ્ટ્રી :

  • લગ્નનો સમયગાળો
  • કોન્ટ્રાસેપ્ટીવનો ઉપયોગ અને કયારે બંધ કરેલ તે

૨) Examination એક્ઝામીનેશન :(તપાસ)

રૂટીન એકઝામીનેશન:

  • ટી.પી.આર., બી.પી., હાઈટ વેઈટ, યુરીનની તપાસ, લોહીની તપાસ – general physical examination

ફિઝીકલ એકઝામીનેશન :

  • પગ થી માથા સુધીની તમામ તપાસ

સુવાવડને લગતી તપાસ

  • સગર્ભાવસ્થાનો સમય
  • ફિટસની પોઝીશન અને પ્રેઝન્ટેશન
  • એબ્ડોમીન એઝામીનેશન
    ઈન્સપેકશન
    પાલ્પેશન
    અસ્કલટેશન

વલ્વાની તપાસ
વજાયનાની તપાસ

૩) Diet ડાયેટ (ખોરાક) :

  • સગર્ભામાતાને પોષણયુકત આહાર લેવા માટેની સલાહ આપવી જોઈએ.
  • આ સમય દરમિયાન માતાનું વજન ૧૦ થી ૧૨ કિગ્રામ જેટલુ વધતુ હોવાથી વધુ પોષણની જરૂર પડે છે. • આ સમય દરમિયાન માતામાં માલન્યુટ્રીશન અને એનિમીયાનું પ્રમાણ વધતુ હોવાથી વધુ પોષણની જરૂર પડે છે.અવી માતાને પોતાના રૂટીન ખોરાક ઉપરાંત નીચે મુજબનો વધુ ખોશક લેવા માટેની સલાહ આપવી
    જોઈએ.

કેલરી…… ૩૦૦ કેલેરી મળવી જોઈએ આ ઉપરાંત

  • પ્રોટીન, આર્યન, કેલ્શીયમ . ફોલીક એસીડ, સોડીયમ,તમામ પ્રકારના વિટામીન્સ વગેરે યોગ્ય માત્રામાં લેવાની સમજણ આપવી જોઈએ.

આ માટે માતાને નીચે મુજબના ખોસક લેવા માટેની સમજણ આપવી જોઈએ.

દુધ અને દુધની બનાવટો,

  • વિટામીન – અ માટે લીલા પાંદડાવાળા શાકભાજી અને પાકા ફળો
  • તમામ પ્રકારના અનાજ
  • તમામ પ્રકારના કઠોળ
  • તેલીબીયા જેવા કે સોયાબીન, મગફળી, તલ વગેરે
  • કેલ્શિયમ માટે ફેળા સિતાફળ સફરજન જેવા ફળો લેવા

જો માસાહાર લેતા હોય તો માસ, માછલી ઇંડા પણ લઈ શકાય

  • વિટામીન – -સી માટે ફળો આમળા, નારંગી લીંબુ વગેરે લેવા
  • વિટામીન – ડી માટે સુર્યના કુમળા તડકામાં બેસવા માટે સલાહ આપવી.

7) Rest & Sleep ઉંઘ અને આરામ

  • યોગ્ય પ્રમાણમાં ઉઘ અને આરામ માટેની સમજણ આપવી.
  • હરવા ફરવાનું ચાલુ રાખવુ.
  • હળવું ઘરકામ કરવાની સલાહ આપવી.
  • પડખુ ફરીને સુવા માટેની સલાહ આપવી.
  • વધુ સમય સુધી ઉભા ન રહેવા સલાહ આપવી.
  • પ્રવાહી વધુ લેવા માટેની સલાહ આપવી.
  • વધુ પડતો વજન ન ઉચકવા સલાહ આપવી.

૫) Personal Hygiene વ્યકિતગત સ્વચ્છતા :

  • દરરોજ બાથ લેવા માટેની સલાહ આપવી.
  • બ્રેસ્ટની તથા ડીટડીની સંભાળ લેવી.
  • જો ડીટડી ખુપી ગયેલ હોય તો દરોજ થોડી થોડી બહાર કાઢવા જણાવવું.
  • ચોખ્ખા કપડા પહેરવા
  • બ્રેસ્ટને સપોર્ટ આપે તેવા કપડા પહેરવા
  • જો કોઈપણ પ્રકારની ખરાબ આદત હાયતો તે બંધ કરવી. દાત: સ્મોકીંગ
  • તમામ પ્રકારની શારિરીક સ્વચ્છતા જાળવવી.
  • સુતરાઉ કપડા તથા ઢીલા કપડા પહેરવાની સમજણ આપવી.

૬) Bowel Care બોવેલ કેર :

  • કબજીયાત ન થાય તે માટે લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાની સલાહ આપવી.
  • વધુ પ્રવાહી લેવા માટેની સલાહ આપવી
  • રેસાવાળા ખોરાક જેમાં તમામ પ્રકારની ભાજી લેવાની સલાહ આપવી.

Exercise કસરત :

  • હળવુ કામ કરવાની સલાહ આપવી.
  • વધારે પડતુ વજન ન ઉચકવા સલાહ આપવી.
  • થોડુ થોડુ હલન ચલન કર્યુ તથા ચાલવાની સલાહ આપવી.

4) Sexual Relationship સેકસ્યુલ રીલેશનશીપ :

  • પહેલા ટ્રામેસ્ટર અને છેલ્લા ટ્રાઈમેસ્ટર દરમિયાન સેકસ્યુલ રલેિશન ન રાખવા સમજણ આપવી.

૯) Travelling ટ્રાવેલીંગ :

  • લાંબી મુસાફરી કરવી નહી.
  • પહેલા ટ્રામેસ્ટર અને છેલ્લા ટ્રાઈમેસ્ટર દરમિયાન મુસાફરી કરવી નહી.

૧૦) Danger Signs જોખમી ચિન્હોની ઓળખ :

  • હાથે પગે સોજા આવવા.
  • માથુ દુ:ખવું, ચકકર આવવા.
  • આંખે ઝાંખપ આપવી.
  • વજાયનલ ડીસ્ચાર્જ કે બ્લીડીંગ
  • એબ્ડોમીનલ પેઈન
  • બાળક ફરતુ બંધ થાય

৭৭) Psychological Support માનસિક તૈયારી

  • સાયકોલોજીકલ સપોર્ટ આપવો.

૧૨) Mother Craft & Baby Craft માતા કપડા અને બેબીના કપડા :

  • માતા અને બેબીના કપડા તૈયાર રાખવા જણાવવું.
  • સુતરાઉ કપડા, નવા ચોખ્ખા અને તડકે સુક્વી તૈયાર કરવા
  • જયારે જરૂર પડે તુરત જ મળી રહે તે રીતે રાખવા.

૧૩) Immunization રસીકરણ :

  • માતાને ટી.ડી.ના પુરા ડોઝ લેવા સમજણ આપવી.
  • જો ત્રણ વર્ષમાંજ ફરી સગર્ભાવસ્થા ધારણ કરેલ હોય અને આગળની સુવાવડમાં બન્ને ડોઝ લીધા હોય તો. બુસ્ટર ડોઝ આપવો

૧૪) Medicine મેડીસીન :

  • જરૂરી દવાઓ સમયસર લેવાની સમજણ આપવી.
  • પહેલા ટ્રાઈમેસ્ટર દરમ્યાન ટેબ. ફોલીક એસીડ આપવી જેના લીધે પ્લાસન્ટા અન
    ફીટસનો વિકાસ સારો થાય તથા ન્યુરલ ટયુબ ડીફેક્ટ અટકાવી શકાય છે.

બીજા ટ્રાઈમેસ્ટર દરમ્યાન ટેબ. આર્યન ફોલીક આપવી

ત્રીજા ટ્રાઈમેસ્ટર દરમ્યાન ટેબ. કેલ્શીયમ બરાબર ડોઝમાં લેવાની સમજણ આપવી.

  • અન્ય જરૂરી દવાઓ નિયમીત લેવી.

૧૫) Record & Reports રેકોર્ડ અને રીપોર્ટ :

  • જેમ બને તેમ અલી રજીસ્ટ્રેશન કરવું.

મમતાકાર્ડ માં તમામ વિગત બરાબર ભરવી.

  • તમામ પ્રકારના ઈન્વેસ્ટીગેશન કરી ફાઈલ તૈયાર કરવી.

અગત્યના ફોન નંબર રાખવા

  • ૧૧૨(૧૦૮) કેવી રીતે બોલાવવી તેનું ડેમોન્સ્ટ્રેશન કરવું

Ante natal Visits એન્ટીનેટલ વિઝીટ :

  • આઈડીયલી માતાન સાત મહિના સુધી દર મહિને કલીનીકમાં બતાવવા આવવા માટે ની સુચના આપવી જોઈએ. •છેલ્લા બે માસ દરમિયાન દર મહિને બે વખત બતાવવા આવવા માટેની સમજણ આપવી.
  • જો દરેક સ્થિતી નોર્મલ હોય અને માતા ઘણી વખત કલીનીકમાં આવી શકે તેમ ન હોય તો તેને ઓદ ઓછી ચાર વિઝીટ તો ફરજીયાત કરવા સમજણ આપવી જોઈએ.

પ્રથમ મુલાકાત …. ત્રણ માસ પુરા થાય ત્યારે
બીજી મુલાકાત …. છ માસ પુરા થાય ત્યારે
ત્રીજી મુલાકાત … આઠ માસ પુરા થાય ત્યારે
ચોથી મુલાકાત … નવ માસ દરમિયાન

વધારાની મુલાકાત માતાની કંડીશન ઉપર આધાર રાખે છે. માતાના ઘરની એક મુલાકાત અવશ્ય લેવી.

EDD ની ગણતરી (Nagele’s formula)

આ પ્રમાણે માસિકના પથમ દિવસમાં ૯ માસ અને ૭ દિવસ ઉમેરવામાં આવે છે. દા.ત., જો માસિકનો પ્રથમ
દિવસ (LMP) ૨૦ માર્ચ ૨૦૧૯ પોષ તો તેની EDD ૨૭ ડિસેમ્બર ૨૦૧૯ થશે.

Chart

કેટલાક સમજવા જેવા મીડવાઈફરીના શબ્દો

1) Grevida ગ્રેવીડા સ્ત્રીનું કેટલી વખત ગર્ભાધાન થયું છે ?

2) Para પારા સ્ત્રીએ કેટલા બાળકોને જન્મ આપ્યો છે. (એટલે કે, ગર્ભાવસ્થાનો ૨૮ અઠવાડીયા કે તેથી વધુ સમય)

3) Primi Grevida પ્રાઈમીગ્રેવીડા પ્રથમ વખતની ગર્ભાવસ્થા

૪) Multi Grevida મલ્ટી ગ્રેવીડા- એકથી વધુ વખતની ગર્ભાવસ્થા

૫) Primi Para પ્રાઈમીપારા- એક બાળકને જન્મ આપ્યો હોય (મૃત / જીવિત જન્મ)

૬) Multi Para મલ્ટીપારા- એકથી વધુ વખતની ડીલેવરી

7) Grand Multi Para ગ્રાન્ડ મલ્ટીપારા- ચારથી વધુ જીવિત બાળકોને જન્મ આપ્યો હોય

૮) Nulli Para નલી પારા- યુટરસ પ્રેગ્નન્ટ થયા પછી ફુલ ટર્મ સુધી ન પહોચે તો તેને નલી પારા કહેવાય છે. (એબોર્શન થઈ ગયુ હોય )

9) Nulli Gravida નલી ગ્રેવીડા – કયારેય પણ પ્રેગ્નન્સી રહી જ ન હોય તેને નલી ગ્રેવીડા કહેવાય છે.

Nutrition in Pregnacy:

  • પ્રેગ્નન્સી દરમિયાન ન્યુટ્રીશનનું ખુબ જ મહત્વ હોય છે.
  • સારા ન્યુટ્રીશન વડે એબોર્શન, સ્ટીલ બર્થ કે પ્રિમેચ્યોર લેબર અટકાવી શકાય છે.
  • ન્યોનેટલ ડેથ અટકાવામાં ખુબ જ મહત્વની ભુમિકા ભજવે છે.
  • સારા ન્યુટ્રીશનથી ફિટસનો ગ્રોથ સારો થાય છે.
  • સારા ન્યુટ્રીશનથી માતાની હેલ્થ સારી રહે છે
  • માતાના લેકટેશન પર ખુબ જ અસર થાય છે.
  • માતાને નીચે મુજબના ખોરાક માટે ભલામણ કરવામાં આવે છે.
  • પ્રોટીન
  • કાર્બોહાઈડ્રેટસ
  • વિટામીન્સ
  • મિનરલ્સ
  • વોટર
  • પ્રોટીન, આર્યન, કેલ્શીયમ , ફોલીક એસીડ, સોડીયમ,તમામ પ્રકારના વિટામીન્સ વગેરે યોગ્ય માત્રામાં લેવાની સમજણ આપવી જોઈએ.

આ માટે માતાને નીચે મુજબના ખોરાક લેવા માટેની સમજણ આપવી જોઈએ.

  • દુધ અને દુધની બનાવટો,
  • વિટામીન – એ માટે લીલા પાંદડાવાળા શાકભાજી અને પાકા ફળો
  • તમામ પ્રકારના અનાજ
  • તમામ પ્રકારના કઠોળ
  • તેલીબીયા જેવા કે સોયાબીન, મગફળી, તલ વગેરે • કેલ્શિયમ માટે કેળા સિતાફળ સફરજન જેવા ફળો લેવા
  • આર્યન માટે બાજરી, ગોળ, ખજુર વગેરે લેવા
  • જો માસાહાર લેતા હોય તો માસ, માછલી ઈંડા પણ લઈ શકાય છે.
  • વિટામીન – સી માટે ખાટા ફળો આમળા, નારંગી લીંબુ વગેરે લેવા
  • વિટામીન – ડી માટે સુર્યના કુમળા તડકામાં બેસવા માટે સલાહ આપવી.

Invovment of Husband & Family

  • ઘરના દરેક મેમ્બર્સ એન્ટીનેટલ ડાયેટ માટે કાઉન્સેલીંગ કરવુ જોઈએ.
  • માતાને ઘરમાં લાઈટ વર્ક તથા સાયકોલોજીકલ સપોર્ટ આપવો જોઈએ.
  • માતાની રૂચી મુજબ અને રૂઢી મુજબ ખોરાક લેવામાં સહકાર આપવો જોઈએ.
  • ઘરમાં અલગ અલગ પ્રકારની ખોરાકની વેરાઈટી બનાવીને માતાને આપવી જોઈએ.
  • માતાને ચા કે કોફી ન લેવા માટેની સમજણ આપવી જોઈએ.
  • માતાને આર્યન ટેબ્લેટસ દુધ કે ચા સાથે ન લેવા અને લીબુ સરબત સાથે લેવાનો આગ્રહ રાખવો.
  • ઘરમાં કોઈપણ મેમ્બર્સે ધુમ્રપાન કે દારૂ ન પીવો અને ગુડ હેલ્થ હેબીટ રાખવી.
  • ઘરમાં ખોટી માન્યતાઓથી દુર રહેવુ જોઈએ.
  • માતાને સાચુ અને સારૂ માર્ગદર્શન આપવુ જોઈએ.
  • માતાને હળવી કસરત માટે યોગ અને ધ્યાન કરવામાં સાથે રહેવુ જોઈએ.
  • માતાને ડોકટરે લખેલી દવાઓ જ લેવાનો જ આગ્રહ રાખવો અન્ય દવાઓ આપવી નહી.
  • માતાને દિવસ અને રાત્રીના સમયે ઉઘ અને આરામ મળી રહે તે માટે ધ્યાન આપવુ.
  • માતાને બીજી કોઈપણ પ્રકારની અન્ય બીમારી હોય તો તેની સારવાર કરાવવી.
  • જો માતાને ડાયાબીટીસ જેવી બિમારી હોય રગ્યુલર દવાઓ આપવી.
  • માતાને કોઈ પ્રેગ્નન્સીને લગતા જોખમી લક્ષણો જણાયતો તાત્કાલીક સારવાર લેવા માટેની સમજણ આપવી.

Changes in Fundal Height in Ante Natal Period ગર્ભાવસ્થા દરમિયાન સામાન્ય ફંડલ ઊંચાઈ

એન્ટીનેટલ પીરીએડ દરમ્યાન ફડલ ઉચાઈ સામાન્ય રીતે પ્રથમ ૧૮ થી ૩૦ અઠવાડીયા દરમ્યાન ૧ સે.મી./ અઠવાડીયા પ્રમાણે વધતી હોય છે. ૩૬ અઠવાડીયે તે ઝીફીસ્ટરનમ સુધી . પહોચી જાય છે, જયારે_ ફીટસનો પ્રથમ દેખાતો ભાગ પેલ્વીમમાં ગોઠવાય છે ત્યારે આ ઉચાઈમાં ઘટાડો થાય છે. જેમ જેમ ગર્ભાવસ્થાની પગતિ થતી જાય છે તેમ તેમ અંબેલીકલ ખાડો નાનો થતો જાય છે અને તે બહાર ઉપસી આવે છે.

ગર્ભાવસ્થાના શરૂઆતના અઠવાડીમાં ગર્ભાશય તેના સામાન્ય આકારમાં જ હોય છે. દસમાં અઠવાડીયાથી તે નારંગી જેટલી સાઈઝનું બની જાય છે.

  • ૧૨ અઠવાડીયા- તે પેલ્વીસની બહાર નીકળી આવે છે. ૧૪માં અઠવાડીયે તેનો સીમ્ફેસીસ પ્યુબીસના ભાગે સ્પર્શ થાય છે.

•૧૬ અઠવાડીય યુટરસ ગાળાકાર થતું જાય છે અને તે અંબેલીકલ તથા સીમ્ફેસીસ પ્યુબીસના મધ્યના નીચેના ભાગે ⅓લેવલ પર રહેલું હોય છે.

•૨૦ અઠવાડીયા-ગર્ભાશય નળાકાર બનતું જાય છે, તે ઈંડા જેવો આકાર ધરાવે છે, અંબેલીક્લની નીચે બે આંગળીઓ રાખવાથી તેને અનુભવી શકાય છે.

•૨૪ અઠવાડીયા તે અંબેલીકલ આગળ ફીલ શકાય છે.

•૨૮ અઠવાડીયા- અંબેલીકલ અને ઝીફીસ્ટરનમ વચ્ચેના અંતરના નીચેના ⅓ ના લેવલ પર

• ૩૦ અઠવાડીયા- અંબેલીકલ તથા ઝીફીસ્ટરનમ વચ્ચેના અંતરના નીચેના ⅓ લેવલ પર

  • ૩૬ અઠવાડીયા- ઝીફીસ્ટરનમની નીચે.
  • ૩૮ અઠવાડીયા ઝીફીસ્ટનરમની આગળ.

આકૃતિ

નીચેના કારણોસર ફંડલ હાઈટનું માપ તથા તેની ગર્ભાધાનની ઉમર સાથેની સરખામણીમાં ફેરફારો જોવા મળે છે.

જો ફંડલ હાઈટ LMP દ્રારા દર્શાવેલ હાઈટ કરતા વધારે હોય તો તેના સંભવીત કારણો…

  • L.M.P. ની ખોટી તારીખ
  • મલ્ટીપલ પ્રેગ્નન્સી
  • લાર્જ ફિટસ
  • ફાઈબ્રોઈડ યુટરસ સાથે પ્રેગ્નન્સી
  • એન્ટીપાર્ટ મ હેમરેજ
  • ઓબેસીટી
  • મોલર પ્રેગનન્સી
  • પોલીહાઈડ્રોમીનીઅસ

જો કુંડલ હાઈટ LMP દ્રારા દર્શાવેલ હાઈટ કરતા ઓછી હોય તો સંભવીત કારણો…

•L.M.P. ની ખોટી તારીખ

◆IUGR

  • ટ્રાન્સવર્સ

•મુલેરીયન ડકટની ખામીઓ (રીપ્રોડકટરી સીસ્ટીમની જન્મજાત ખોડખાંપણ)

•બાયકોનીએટ યુટરસ(યુટરસ હાર્ટ સેઈપ હોય, એબોર્શનના ચાન્સ વધી જાય છે.)

  • ઓલીગોહાઈડ્રોમીનીઅસ
  • ફિટલ ડેથ
  • મીસ્ડ ગર્ભપાત
  • બ્લડ ક્લોટ

Sign of Good Fetus ફીટસ સારું છે તે માટેના સિગ્નલો-

જેમ જેમ ગર્ભાવસ્થાનો વિકાસ થતો જાય છે તેમ તેમ માતાના વજનમાં વધારો થતો જાય છે.

• ફિટસના હલનચલનને અનુભવી શકાય છે. ઓછામાં ઓછું દિવસમાં ૧૦ વખત આ હલનચલનની ક્રિયા અનુભવાય છે.

FHS નિયમિત એક મિનિટના ૧૨૦-૧૬૦ જેટલા હોય છે.

High risk Mother (જોખમી માતા કોને કહેવાય?)

ફિટસની હલનચલન ક્રિયામાં બદલાવ આવે કે બિલકુલ બંધ થઈ જાય.

  • હીમોગ્લોબીનનું પ્રમાણ ૧૦ ગ્રામ કરતા ઓછું થઈ જાય.

વજનમાં ઘટાડો થાય કે બહુ ઓછો વધારો જોવા મળે.

બ્લડ પ્રેશર 140/90mm of hg કે તેથી વધુ જોવા મળે.

ફિટસની ઈન્ટ્રા યુટેરાઈન ની ઉમર કરતા યુટરસ મોટું કે નાનું હોય

. Amniotic Fluid વધી જાય કે ઘટી જાય.

ફિટસનું અસામાન્ય પ્રેઝન્ટેશન હોય.

  • પ્રાઈમીગ્રેવિડામાં પુરો સમય વીતી જવા છતાં હેડ ઍગેઝમેન્ટ ન થાય.

વજાઈના સવીકસ કે યુટરસમાંથી બ્લીડીંગ થતો હોય.

  • સમય પહેલા લેબર પેઈન શરૂ થઈ ગયુ હોય.

ઈન્ફેક્શન

એન્ટીનેટલ પીરીએડ દરમ્યાન શરીરના કોઈ તંત્રોની મોટી બિમારી હોય. એન્ટીનેટલ કંડીશન સાથે કોઈ સામાજિક કે માનસિક પરિબળો સંકળાયેલા હોય.

Routine Laboratory Investigation રૂટીન લેબોરેટરી તપાસો…

૧) Urine Pregnancy Test સગર્ભાવસ્થા નકકી કરવાની પેશાબની તપાસ

2) Urine Albumin પેશાબમર્મા પ્રોટીનનું પ્રમાણ…

૩) Urine Sugar પેશાબમાં સુગરનું પ્રમાણ…

૪) HB% લોહીમાં હિમોગ્લોબીનનું પ્રમાણ…

૫) Blood Grouping બ્લડ ગ્રુપીંગ…

૬) અન્ય લેબોરેટરી તપાસો…

▸Haemocrite હીમોટોક્રાઈટ.

►VDRL (Venereal Disease Research Laboratory)

►HIV – AIDS

►Rubella રૂબેલા

►Blood Disceases દા.ત., સીકલ સેલ એનીમીયા, થેલેસીમીયા

► Hepatitis – B

Special Investigation સ્પેશ્યલ લેબોરેટરી તપાસો

→ Ultrasonography અલ્ટ્રા સોનોગાફી

→ Hystosalpingogarphy હીસ્ટોસાલ્પીજો ગ્રાફી (એચ.એસ.જી.)

→ Amniosenthesis એમ્નીયોસીન્થેસીસ

FHS ની તપાસ…

▸NST Non Stess Test નોનસ્ટ્રેસ ટેસ્ટ

Coloure dopler કલર ડોપ્લર

Fetus pulmonary maturity Test ફીટલ પલ્મોનરી મેચ્યોરીટી ટેસ્ટ

નોનસ્ટ્રેસ ટેસ્ટ (NST Non Stess Test)

ઈન્ટ્રા યુટેરાઈન લાઈફ દરમ્યાન ફિટસનું વેલ બીઈંગ (WellBeing)જાણવા માટે અને ફિટસને પુરતા પ્રમાણમા ઓકસીઝન મળે છે કે નહી તે જાણવા માટે કરવામાં આવતા ટેસ્ટને નોન સ્ટ્રેસ ટેસ્ટ કહેવામાં આવે છે.

Objectives હેતુઓ :

૧) ફિટસમાં આસ્ફેકસીયા નથી ને તે જાણવા માટે

ર) ફિટસના ઓર્ગન્સનું ડેમેજ અટકાવવા માટે

૩) કવોલીટી મીડવાઈફરી કેર આપવા માટે

૪) સાયકોલોજીકલ સપાર્ટ આપવા માટે

૫) વહેલાસરનું નિદાન કરવા માટે

૬) જરૂર પડે તો તાત્કાલીક રીફર કરવા માટે

૭) ફિટસની મુવમેન્ટ જાણવા માટે

શું જાણી શકાય ?

૧) ફિટસની મુવમેન્ટ

૨) લો બર્થ વેઈટ

૩) આસ્ફેકસીયા

૪) સ્ટીલ બર્થ

કેવી રીતે કરવામાં આવે ?

  • માતાને ડોરસલ પોઝીશન આપવામાં આવે છે.
  • બે બેલ્ટ અંબેલીકલની બાજુમાં બાંધવામાં આવે છે.
  • એક બેલ્ટ બેબીના હાર્ટબીટ નું મોનીટરીંગ કરે છે જયારે બીજો કોન્ટ્રાકશન માપે છે.
  • જયારે બેબી કીક મારે ત્યારે બટન દબાવવા માટે માતાને સમજાવવું જોઈએ
  • આ વખતે હાર્ટબીટમાં ચેન્ઝ જોવા મળશે સાથે સાથે ઓકિસજન લેવલ પણ માપી શકાય છે.
  • આ પ્રોસીઝર ૨૦ મીનીટ સુધી કરવામાં આવે છે.

Abdominal Examination :

એબ્ડોમીનલ એક્ઝામીનેશન કરવાની રીત કઈ કઈ છે ?

એબ્ડોમીનલ એકઝામીનેશનનું દરેક એ.એન.એમ.ને જ્ઞાન હોવું ખુબ જ જરૂરી છે. સગર્ભાવસ્થામાં મા નિદાન માટે જ નહી પરંતુ લેબર પહેલા લેબર દરમિયાન અને લેબર પછી સારી કેર લેવા માટે ખુબ જ મહત્વનું છે.

એબ્ડોમીનલ એકઝામીનેશન કરવાના હેતુઓ :
Objectives of Abdominal Examination:

  • સગર્ભાવસ્થાનું નિદાન કરવા માટે
  • યુટરસની સ્થિતી જાણવા માટે
  • લાઈ નકકી કરવા માટે
  • પ્રેઝન્ટેશન નકકી કરવા માટે
  • એમ્નીયોટીક ફલ્યુઈડની સ્થિતી જાણવા માટે • માતા તથા નર્સના સારા સંબંધો જાળવવા માટે
  • સાયકોલોજીકલ સપોર્ટ આપવા માટે

Methods of Abdominal Examination: એબ્ડોમીનલ એકઝામીનેશન કરવાની મેથડસ :

નીચે મુજબની મેથડથી એબ્ડોમીનલ એકઝામીનેશન કરવામાં આવે છે.

૧) Inspection ઈન્સ્પેકશન

२) Palpation પાલ્પેશન

3) Observation ઓબ્ઝર્વેશન

૪) Auscultation અસ્ક્લટેશન

Inspection ઈન્સ્પેકશન:
(ઈન્સ્પેકશનમાં શાનો શાનો સમાવેશ થાય છે ?)

  • Size of Uterus યુટરસ નું કદ

. Shape of Uterus યુટરસનો આકાર

  • Quickening ફીટસનું હલન ચલન

.Skin changes સ્કીનમાં કોઈ ચેન્ઝીશ

  • Size of Uterus યુટર્સ નું કદ

૧) કેટલા માસની પ્રેગન્નસી છે તે જાણી શકાય

૨) પોલી હાડ્રોમીનીયસ કે ઓલીગોહાઈડ્રોમીનીયસ છે તે જાણી શકાય

૩) મલ્ટીપારામાં યુટરસના કદમાં ખુબ જ વધારો જોવા મળે છે.

•Shape of Uterus યુટરસનો આકાર

૧) જો યટરસનો આકાર લંબગોળ હોય તો લોન્જીટયુડાયનલ લાઈ હોય છે.

૨) યુટરસની લંબાઈ કરતા પહોળાઈ વધુ હોય તો ટ્રાર્ન્સવર્સ લાઈ હોય છે.

૩) જો અબેલીકલનો ભાગ રકાબી જેવો દેખાય તો ઓબ્લીક લાઈ હોય છે.

  • Quickening ફીટસનું હલન ચલન

૧) ફીટસના હલનચલન પરથી ફીટસ જીવીત છે કે નહી તે જાણી શકાય છે.

  • ૨) હલનચલન પરથી પ્રેઝન્ટેશનનો પણ ખ્યાલ આવે છે.

Skin changes સ્કીનમાં કોઈ ચેન્ઝીશ : –
ફીઝીયોલોજીકલ ચેઈન્ઝીસમાં જણાવ્યા મુજબ

Palpation પાલ્પેશન

(પાલ્પેશનમાં શાનો શાનો સમાવેશ થાય છે ?)

•એબ્ડોમીનલ એકઝામીનેશન કરવાની આ અગત્યની રીત છે. આના દ્રારા યુટરસનુ કદ,આકાર,પ્રેઝન્ટેશન, લાઈ કે કોઈપણ પ્રકારની અબનોર્માલીટી હોય તો તેનો ખ્યાલ આવે છે.

  • ફંડલ હાઈટ નકકી કરવા તથા સમયગાળો કાઢવા પાલ્પેશન ખુબ જ જરૂરી છે.

પાલ્પેશન નીચે મુજબના હોય છે.

৭) Fundal Palpation ફંડલ પાલ્પેશન

૨) Lateral Palpation લેટરલ પાલ્પેશન

૩) Pelvic Palpation પેલ્વીક પાલ્પેશન

4) Pawlik Palpation પાવલીક પાલ્પેશન

૫) Combined Palpation કંબાઈન્ડ પાલ્પેશન

৭) Fundal Palpation ફંડલ પાલ્પેશન

Objectives હેતુઓ:

  • યુટરસની સ્થિતી જાણવા માટે
  • લાઈ નકકી કરવા માટે
  • પ્રેઝન્ટેશન નક્કી કરવા માટે
  • એમ્નીયોટીક ફલ્યુઈડની સ્થિતી જાણવા માટે
  • માતા તથા નર્સના સારા સંબંધો જાળવવા માટે
  • સાયકોલોજીકલ સપોર્ટ આપવા માટે

Procedure રીત: (ફંડલ પાલ્પેશન કઈ રીતે કરશો ?)

  • માતાને તપાસ અંગે જાણ કરો
  • બ્લાડર ખાલી કરવા માટેની સુચના આપો
  • માતાની જમણી બાજુ ઉભા રહો
  • બરાબર હેન્ડ વોશીંગ કરો
  • માતાના પગ ઘુંટણથી વાળો અને માતાનું મો એક સાઈડે ફેરવો અને ઉંડા શ્વાસોશ્વાસ લેવા કહો.
  • બન્ને હાથને ઘસીને બરાબર વોર્મ કરો
  • સાયકોલોજીકલ સપોર્ટ આપો અન જરૂર જણાય તેટલો જ ભાગ ખુલ્લો કરો.
  • ફંડસ પર બન્ને હાથ મુકવામાં આવે છે. આંગળીઓ નજીક લાવવી.
  • ફેડસની ઉપરની કીનારીએ હાથ વાળવા

પોચા ભાગ પર પ્રેશર આપવાથી ફીટસના ભાગો ફીલ થશે.

  • ફીટસનો કયો ભાગ ફીલ થાય છે તે જોવું. ફંડસમાં પોચો ભાગ ફીલ થાય તો તે બુટક્સ હોય છે અને આવી વખતે બટક્સ ઉપર અને હેડ નીચે હોય તો વૃર્ટેકક્ષ પોઝીશન હોય છે.
  • ફંડસમાં જો માથુ હોય તો સખત અને ગોળ ભાગ માલુમ પડે છે. આવી વખતે હેડ ઉપર અને બટકસ નીચે હોય તો બ્રીચ પોઝીશન હોય છે.
  • કંમ્ફોર્ટેબલ પોઝીશન આપો
  • તપાસ અંગેની સમજણ આપો

૨) Leteral Palpation લેટરલ પાલ્પેશન

(લેટરલ પાલ્પેશન કઈ રીતે કરશો ? )

  • ફંડલ પાલ્પેશન મુજબ પ્રોસીઝર કરી પોઝીશન આપો

અબેલીકલ લેવલે યુટરસની બન્ને બાજુ એક એક હાથ મુકો.

  • પંજા વડે વારા ફરતી બન્ને હાથને દબાણ આપો
  • એક હાથને ટેકો આપવો અને બીજા હાથથી દબાણ આપવાથી જો હાર્ડ અને સળંગ ભાગ ફીલ થાય તો તે બેકનો ભાગ હોઈ શકે.
  • જે બાજુએ બેકનો ભાગ ફીલ થાય તે પોઝીશન ગણી શકાય દાત. જો બેકનો ભાગ રાઈટ સાઈડ પર ફીલ થાય તો‌આર.ઓ.એ. ,આર.ઓ.એલ. કે આર.ઓ.પી. પોઝીશન હોઈ શકે.
  • જો પીઠનો ભાગ ફીલ ન થાય તો નાના નાના ભાગ ફીલ થાય છે.

3) Pelvic Palpation પેલ્વિક પાલ્પેશન (પેલ્વીક પાલ્પેશન કઈ રીતે કરશો ?)

  • માતાની જમણી બાજુ ઉભા રહો અને પગ તરફ મો રાખો
  • માતાના પગ ઘુંટણથી વાળો
  • માતાનું મો એક સાઈડે ફેરવા અને ઉંડા શ્વાસ લેવા કહેવું

બન્ને હાથને અંબેલીકલની નીચે . એવી રીતે મુકો કે છેલ્લી આંગળીનો પહેલો સાંધો સુપીરીઅર ઈલીયાક સ્પાઈન પર આવે

  • આંગળાઓ ને અંદરની તરફ વાળવા
  • અંગુઠા અંબેલીકલના લેવલ પર આવે છે.
  • વારા ફરતી બન્ને હાથના આંગળાઓ અંદર રાખીને પ્રેશર આપવુ. •

જો માથુ નીચે હોય તો ગોળ સુવાળો સખત ભાગ ફીલ થાય તો તે ઓકિસપુટ હોઈ શકે.

  • આવો ભાગ રાઈટ સાઈડમાં ફીલ થાય તો આર.ઓ.એ.,આર.ઓ.એલ. કે આર.ઓ.પી પોઝીશન હોઈ શકે.

૪) Pawlik Palpation પાવલીક પાલ્પેશન (પાવલીક પાલ્પેશન કઈ રીતે કરશો

  • માતાની જમણી બાજુ ઉભા રહો
  • માતાના પગ ઘુંટણથી વાળો
  • માતાનું મો એક સાઈડે ફેરવો અને ઉંડા શ્વાસોશ્વાસ લેવા કહો
  • જમણા હાથ વડે સીમ્ફેસીસ પ્યુબીસ ઉપરથી ફીટસના પ્રેઝન્ટીંગ પાર્ટસને પકડો.
  • ફંડસની ઉપરની કીનારીએ હાથ વાળવા
  • જો પહોળો અને પોચા ભાગ ફીલ થાય થાયતો બટકસનો ભાગ હોઈ શકે અને બ્રીચ પ્રેઝન્ટેશન હોઈ શકે. જો ગોળ દડા જેવો હાર્ડ ભાગ ફીલ થાય તો કેફેલીક પ્રેઝન્ટેશન એટલે કે વર્ટેકક્ષ પોઝીશન હોઈ શકે.
  • હાથ વડે ધીમેથી મુવમેન્ટ આપો જો હેડ એન્ગેઝ થઈ ગયેલ હશે તો હલનચલન બીલકુલ બંધ હશે.
  • જો પ્રેઝન્ટીંગ પાર્ટસનું હલનચલન જોવા મળે તો એન્ગેઝમેન્ટ થયેલ નથી.
  • આ એક્ઝામીનેશન ૩૬ અઠવાડીયા બાદ જ કરવામાં આવે છે.

4) Combined Palpation કંબાઈન્ડ પાલ્પેશન (કંબાઈન્ડ પાલ્પેશન કઈ રીતે કરશો ?)

  • જયારે પ્રેઝન્ટીંગ પાર્ટ હેડ છે કે બટકસ તેની શંકા જણાતી હોય ત્યારે કરવામાં આવે છે.
  • પૈાલીક પાલ્પેશનની સાથે સાથે ડાબો હાથ ફંડસ પર મુકવામાં આવે છે.
  • ડાબા હાથ વડે દબાણ આપી પ્રેઝન્ટીંગ પાર્ટ કયો છે તે નકકી કરવામાં આવે છે.

Auscultation (અસ્કલટેશન):

Objectives હેતુઓ :
૧) ફીટસ જીવીત છે કે મૃત તે જાણી શકાય છે.

૨) ફીટસની સાચી પોઝીશન જાણી શકાય છે.

૩) નોર્મલ છે કે અબનોર્મલ તે જાણી શકાય છે.

૪) અવાજ નોર્મલ છે કે અબનોર્મલ તે જાણી શકાય છે.

૫) જે જગ્યાએ પુરેપુરી તિવ્રતાથી એફ.એચ.એસ.
સંભળાય તેને મેકસીમલ ઈન્ટેન્સીટી કહેવાય છે. અથવા મેકબનીસ પોઈન્ટ કહેવાય છે.

F.H.S.એફ.એચ.એસ. લેવાની રીત :

  • માતાને યોગ્ય પોઝીશન આપો

ટ્રે તૈયાર કરી માતા પાસે લઈ જાવ

  • તમામ સાધનો જમણી બાજુ લોકર પર રાખો
  • માતાને પ્રોસીઝર અંગેની જાણ કરો
  • જરૂર જણાય તેટલોજ ભાગ ખુલ્લો કરવો
  • બરાબર હેન્ડ વોશીંગ કરવું
  • જો ફીટોસ્કોપથી એફ.એચ.અસ. લેવાના હોય તો સૌ પ્રથમ પોઝીશન જાણો

ફીટોસ્કોપ પર જરૂર જણાય તેટલુ જ દબાણ આપવું.

  • સ્ટેથેસ્કોપ કે ડોપ્લર અવેલેબલ હોય તો તેના વડે એફ.એચ.એસ. લેવા
  • કેશ પેપરમાં નોંધ કરવી. બધા સાધનો યોગ્ય જગ્યાએ મુકવા. F.H.S.એફ.એચ.એસ. કઈ જગ્યાએ લેવામાં આવે છે ?

Chart

Published
Categorized as Uncategorised