ANATOMY UNIT 1:(PART : 2)SYSTEM AND CAVITIES OF THE HUMAN BODY

SYSTEM AND CAVITIES OF THE HUMAN BODY (સીસ્ટમ એન્ડ ધ કેવીટી ઓફ હ્યુમન બોડી):

BODY CAVITIES AND REGIONS OF ABDOMINAL CAVITY (બોડી કેવીટીસ એન્ડ રીજીયન્સ ઓફ એબડોમીનલ કેવીટી):

બોડીમા આવેલી ખાલી જગ્યાઓને કેવીટી(Cavity) કહેવામા આવે છે. આ કેવીટીમા અગત્યના ઓર્ગન્સ ગોઠવાયેલા હોય છે. કેવીટી દ્વારા આ ઓર્ગન સપોર્ટ થયેલા હોય છે અને પ્રોટેક્શન મેળવે છે. કેવીટીના કારણે આ દરેક ઓર્ગન્સ  એકબીજાથી સેપરેટ ગોઠવાયેલા હોય છે અને શરીર માં પોતાનુ નોર્મલ સ્થાન જાળવી શકે છે.

બોડીમા નીચે મુજબની મોટી કેવિટીઓ (Large cavities) આવેલી હોય છે.

  • ક્રેનીયલ કેવિટી (Cranial Cavity)
  • થોરાસીક કેવીટી (Thorasic Cavity)
  • એબડોમીનલ કેવીટી (Abdominal Cavity)
  • પેલ્વીક કેવીટી (Pelvic Cavity)

બોડીમા અમુક નાની કેવીટીઓ (Small Cavities) પણ આવેલી હોય છે જેવીકે..

  • ઓર્બિટલ કેવીટી (Orbital Cavity)
  • નેઝલ કેવીટી (Nasal Cavity)
  • ઓરલ કેવીટી (Oral Cavity) વગેરે…

બોડી માં આવેલ cavity વર્ણવો (Describe the cavity in the body):

ક્રેનિયલ કેવીટી (Cranial Cavity):

આ કેવીટી એ ક્રેનિયમ બોન્સ (Cranium bones) દ્વારા બને છે. જે હેડના ભાગે સૌથી ઉપર જોવા મળે છે. આ કેવિટી ની અંદર સૌથી અગત્યનુ ઓર્ગન બ્રેઇન આવેલુ હોય છે.  બ્રેઇન ની આજુબાજુએ ફરતુ કવરીંગ કરતુ ટીસ્યુ લેયર મેનેન્જીસ ગોઠવાયેલુ હોય છે. આ લેયર બ્રેઈન અને સ્પાઇનલ કોર્ડ ને ફરતે સળંગ ગોઠવાયેલ હોય છે.

થોરાસીક કેવીટી (Thoracic Cavity):

થોરાસીક કેવીટીને ચેસ્ટ કેવીટી (Chest Cavity) પણ કહેવામા આવે છે. આ કેવિટી એ છાતીના ઉપરના ભાગમા આવેલી હોય છે. આ કેવીટી રીબ્સ, સ્ટરનમ બોન, કલેવીકલ બોન અને થોરાસીક વર્ટિબ્રા (Ribs, sternum bone, clavicle bone, and thoracic vertebrae) દ્વારા બને છે.

  • આ કેવિટી ની અંદર લન્ગ, હાર્ટ, ટ્રકિયા, બ્રોંકાય, ઇસોફેગસ (Lung, heart, trachea, bronchi, esophagus) વગેરે જેવા અગત્યના ઓર્ગન્સ આવેલા હોય છે.
  • આ કેવીટી ની ફરતે ટીસ્યુ લેયર ગોઠવેલુ હોય છે તેને પ્લુરા(Pleura) કહેવામા આવે છે.
  • થોરાસીક કેવીટી મા પ્લુરલ કેવીટી, મીડિયાસ્ટીનમ કેવિટી તથા પેરીકાર્ડિયલ કેવીટી જેવી નાની કેવીટી પણ આવેલી હોય છે.

એબડોમીનલ કેવીટી (Abdominal Cavity):

  • થોરાસીક કેવીટી ની નીચેના ભાગે એબડોમીનલ કેવીટી આવેલી હોય છે. તે ડાયાફાર્મ મસલ્સ દ્વારા થોરાસિક કેવિટી થી અલગ પડે છે.
  • એબડોમિનલ કેવિટી મા સ્ટમક, ઇન્ટેસ્ટાઇન, પેનક્રિયાઝ, લીવર, કિડની (Stomach, intestines, pancreas, liver, kidneys) વગેરે જેવા અગત્યના અવયવો આવેલા હોય છે.
  • આ કેવીટીના દરેક ઓર્ગન્સ ફરતે પેરિટોનિયમ નામનુ ટીશ્યુ લેયર પથરાયેલુ હોય છે.
  • એબડોમિનલ કેવિટીના તેના લોકેશન મુજબ 9 (Nine)રીજિયન પાડવામા આવે છે.

પેલ્વીક કેવીટી (Pelvic cavity):

  • એડોમીનલ કેવીટી ની નીચે ફનેલ આકાર ની પેલ્વિક કેવીટી આવેલી હોય છે. આ કેવીટી બે ઇનોમીનેટ બોન તથા સેક્રમ બોન દ્વારા તૈયાર થાય છે.
  • આ કેવીટીમા યુરીનરી સિસ્ટમના અવયવો તથા મેલ અને ફિમેલ રીપ્રોડક્ટિવ ટ્રેક ના અવયવો આવેલા હોય છે.

એબડોમિનલ કેવીટીના રિજીયન ની યાદી બનાવો ( List the regions of the abdominal cavity):

એબડોમીનલ કેવીટી ના મુખ્યત્વે નવ અલગ અલગ તેના લોકેશન મુજબ રિજીયન પાડવામા આવે છે જે નીચે મુજબ છે. આ રીજીયન મુજબ એબ્ડોમીનલ કેવીટી મા દરેક ઓર્ગન ના ચોક્કસ સ્થાન નક્કી કરી શકાય છે.

  1. રાઈટ હાઇપોકોન્ડ્રીયાક રિજીયન (right hypochondriac region)
  2. એપીગેસ્ટ્રીક રીજીયન (epigastric region)
  3. લેફ્ટ હાઇપોન્ડ્રીયાક રિજીયન ( left hypochondriac region)
  4. રાઈટ લંબર રિજીયન (right lumbar region)
  5. અંબેલીકલ રિજીયન (umbilical region)
  6. લેફ્ટ લંબર રિજીયન ( left lumbar region )
  7. રાઈટ ઇલીયાક ફોસા રિજીયન ( right illiac Fossa region)
  8. હાઇપો ગેસ્ટ્રીક રિજીયન ( hypo gastric region)
  9. લેફ્ટ ઇલિયાક ફોસા રિજીયન ( Left illiac Fossa region)

FOR UNLOCK 🔓 FULL COURSE NOW. MORE DETAILS CALL US OR WATSAPP ON- 8485976407

સંપૂર્ણ કોર્ષને અનલોક 🔓 કરવા માટે અથવા વધુ માહિતી માટે નીચે મુજબના નંબર પર સંપર્ક કરો અથવા whatsapp કરો.-
8485976407

Published
Categorized as GNM-ANATOMY-FULL COURSE, Uncategorised