NORMAL LABOR AND ITS MANAGEMENT
ડેફીનેશન ઓફ લેબર
લેબર:
યુટ્રસ(વોમ્બ)માંથી વજાઇ ના દ્વારા આઉટર વર્લ્ડ માં કન્સેપ્સન ની વાયેબલ પ્રોડક્ટ ને બહાર લાવવા માટે જીનાઇટલ ઓર્ગન્સ માં જે ઇવેન્ટ ની સિરીઝ રચાય છે તેને “લેબર” કહેવામાં આવે છે.
જે વુમન લેબરમાં હોય તેને “પારટ્યુરિઅન્ટ” કહેવામા આવે છે.
તથા
બર્થ આપવાની પ્રોસેસ ને “પાર્ટ્યુરીઝન” કહેવામાં આવે છે.
નોર્મલ લેબર ને યુટોશીયા પણ કહેવામાં આવે છે.
નોર્મલ લેબર એ ત્યારે કહેવામાં આવે છે જ્યારે નીચે પ્રમાણેના ક્રાઇટેરિયા એ ફૂલફીલ થઇ શકે.
1) લેબર ની શરૂઆત એ સ્પોન્ટેનિયસલી તથા એટ ટમૅ (37 થી 48 વીક)પર હોવી જોઇએ.
2)ફિટસ નુ વર્ટેક્સ પ્રેઝન્ટેશન( ફિટસ ના હેડ નો ઓક્સિપુટ નો પાટૅ એ યુટેરાઇન કેવીટી ના લોવર પાટૅ મા હોવુ તથા ફિટસ ની ચીન એ તેના ચેસ્ટ સાથે ટક્ડ થયેલી હોવી).
હોવું જોઇએ.
3)લેબર નો સમયગાળો એ વધારે ન હોવો જોઇએ(એટલે કે જો પ્રાઇમરી ગ્રેવીડા મધર હોય તો લેબર નો એવરેજ ડ્યુરેશન 12 અવર્સ નો તથા જો મલ્ટીપારા મધર હોય તો લેબરનો એવરેજ ડ્યુરેસન એ 6 અવર્સ નો હોવો જોઇએ)
4) ઓછામાં ઓછી મદદ થી નેચરલી બર્થ થવું જોઇએ.
5) મધર અને બેબી ની હેલ્થને અસર કરે તેવા કોઇપણ પ્રકારના કોમ્પ્લિકેશન ના હોવી જોઇએ
લેબર ના ડ્યુરેશન ઉપર અસર કરતા 5 “P” ફેક્ટર્સ:
1) પેસેન્જર(ફિટસ)
2) પેસેજ( બર્થ કેનાલ )
3) પાવર (કોન્ટ્રાકશન્સ)
4) પ્લેસેન્ટા
5) સાયકોલોજીકલ સ્ટેટ ઓફ વુમન
•>
1) પેસેન્જર(ફિટસ):
તેમા ફિટસ નું પ્રેઝન્ટેશન (બ્રિચ, ટ્રાન્સવર્સ), ફિટસની પોઝિશન, અને ફિટસ ની સાઇઝ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
2) પેસેજ( બર્થ કેનાલ):
તેમાં મેટરનલ પેલ્વિસ , બર્થ કેનાલ નો રેઝિસ્ટન્ટ તથા ફીટોપેલ્વિક ડાયામીટર,અને વુમન ની પારિટી નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે
3) પાવર (કોન્ટ્રાકશન્સ):
કોન્ટ્રાકશન નો ફ્રિક્વન્સી, ઇનટેન્સીટી તથા ડ્યુરેશન.
4) પ્લેસેન્ટા:
ઇમ્પ્લાન્ટેશન ની સાઇટ
5) સાયકોલોજીકલ સ્ટેટ ઓફ વુમન:
મેટર્નલ સાયકોલોજીકલ રિસ્પોન્સ, મધર ની એન્ઝાઇટી, ઇમોશનલ ફેક્ટર્સ અને સિડેશન નુ અમાઉન્ટ.
લેબર ના સ્ટેજીસ:
લેબરના સ્ટેજીસ ને ચાર સ્ટેજીસ માં ડિવાઇડ કરવામાં આવેલા છે.
1) ફસ્ટ સ્ટેજ ઓફ લેબર ,
2) સેકન્ડ સ્ટેજ ઓફ લેબર,
3) થર્ડ સ્ટેજ ઓફ લેબર,
4) ફોર્થ સ્ટેજ ઓફ લેબર
1) ફસ્ટ સ્ટેજ ઓફ લેબર( સર્વાઇકલ સ્ટેજ):
ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર એ ચાઇલ્ડબર્થ નો ઇનીસીયલ ફેઝ છે. જેમાં સર્વિક્સ એ ગ્રેજ્યુલી ઓપન (ડાયલેટ)તથા થીન (એફેસમેન્ટ) થાય છે. જેના કારણે બેબી એ યુટેરાઇન કેવીટીમાંથી બર્થકેનાલ (વજાઇના) માં પાસ થય શકે. જેમાં રેગ્યુલર તથા રિધેમીક યુટેરાઇન કોન્સ્ટ્રકશન્સ જોવા મળે છે અને યુટેરાઇન કોન્ટ્રાકશન ની ફ્રિકવન્સી, ઇન્ટેન્સિટી તથા ડ્યુરેશન એ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થાય છે.
ફર્સ્ટ સ્ટેજ એ લેબર ના ટ્રૂ લેબર પેઇન થી સ્ટાર્ટ થય અને સર્વિક્સ ના ફૂલી ડાયલેટેસન( 10 cm) સુધીનું ગણાય છે.આ સ્ટેજ ને “સર્વાઇકલ સ્ટેજ” પણ કહેવામાં આવે છે.
લેબરના ફર્સ્ટ સ્ટેજ ને ફરધર 3 સ્ટેજ માં ડિવાઇડ કરવામાં આવેલા છે :
ફર્સ્ટ સ્ટેજ નો ટાઇમ પિરીયડ :
પ્રાઇમીગ્રેવીડા:=12-16 અવર્સ, અને
મલ્ટીગ્રેવીડા:=6-8 અવર્સ, નો હોય છે.
લેબર નો ફર્સ્ટ સ્ટેજ એ ત્રણ ફેઝીસ માં ડિવાઇડ થયેલો હોય છે.
1) લેટન્ટ ફેઝ,
2) એક્ટિવ ફેઝ,
3)ટ્રાન્ઝીશનલ ફેઝ
1) લેટન્ટ ફેઝ,
લેટન્ટ ફેઝ ને “પ્રોડોમલ લેબર” અથવા “પ્રિ-લેબર” તરીકે ઓળખવામાં આવે છે.
આ સ્ટેજમાં 1-4 cm સેન્ટીમીટર જેટલું સર્વાઇકલ ડાયલેટેસન થાય છે.
આ ફેઝ માં કોન્ટ્રાકશન એ 15 – 30 મિનિટે રીપીટ થાય છે અને 15- 30 સેકન્ડ સુધી રહે છે.
આ ફેઝ માં મધર એ ટોકેટીવ( વાતચીત કરી શકે તેમ) હોય છે.
2) એક્ટિવ ફેઝ,
એક્ટિવ ફેઝ ને ડાયલેટેસન ફેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ સેકન્ડ ફેઝ મા સર્વિક્સ એ
5 – 7 સેન્ટિમીટર જેટલું ડાયલેટ થાય છે. તથા કોન્ટ્રાક્શન એ 3-5 મિનિટે રીપીટ થાય છે અને
45 – 60 સેકન્ડ સુધી જોવા મળે છે.
આ સ્ટેજમાં મધર ને રેસ્ટલેસનેસ ફીલ થાય છે.
3)ટ્રાન્ઝીશનલ ફેઝ
ટ્રાન્ઝીશનલ ફેઝ મા સર્વિક્સ નુ ડાયલેટેસન એ 8-10 cm જેટલુ થાય છે.
કોન્ટ્રાકશન એ 2-3 મિનિટે રીપીટ થાય છે અને 60 થી 90 સેકન્ડ સુધી જોવા મળે છે.
ઓવરઓલ લેબર નો ફર્સ્ટ સ્ટેજ એ ક્રિટીકલ પિરિયડ છે કે જેમાં સર્વિક્સ એ ઓપન થાય ત્યારબાદ, યુટેરાઇન કેવીટી મા બેબી ની પ્રોપર પોઝિશન પ્રોવાઇડ કરી યુટ્રસ એ ડિલીવરી માટે પ્રિપેર થાય છે. આ સ્ટેજ દરમિયાન મધર તથા ફિટસ ની કન્ડિશનને તથા તેની વેલબિંગ ને ઇમ્પ્રુવ કરવા માટે કંટીન્યુઅસલી હેલ્થ કેર પ્રોવાઇડર્સ દ્વારા મોનિટરિંગ કરવું અગત્યનું રહે છે.
2) સેકન્ડ સ્ટેજ ઓફ લેબર( એક્સપલ્ઝન ઓફ ફિટસ):
સર્વિક્સ ના ફુલ ડાયલિટેશન થી સ્ટાર્ટ થય બર્થ કેનાલ માંથી બેબીના બર્થ સુધીના સમયગાળાને સેકન્ડ સ્ટેજ ઓફ લેબર કહેવામાં આવે છે.
તેનું ડ્યુરેશન,
પ્રાઇમી ગ્રેવીડામાં : 1-2 અવર્સ નુ અને
મલ્ટીગ્રેવીડા મા : 20-30 મીનીટ સુધીનો હોય છે.
લેબરના સેકન્ડ સ્ટેજ ને ફરધર બે ફેઝ માં ડિવાઇડ કરવામાં આવેલા છે:
1) પ્રપલ્ઝીવ ફેઝ,
2) એક્સપલ્ઝીવ ફેઝ.
1) પ્રપલ્ઝીવ ફેઝ:
પ્રપલ્ઝીવ ફેઝ એ સર્વિક્સ ના ફુલ ડાયલેટેશન થી સ્ટાર્ટ થય ફિટસનો પ્રેઝન્ટિંગ પાર્ટ એ પેલ્વીક ફ્લોર( +4 ,+5 સ્ટેસન) સુધી ડિસેન્ડ થાય ત્યાં સુધીનું હોય છે.
2) એક્સપલ્ઝીવ ફેઝ:
મધરના બિયરિંગ ડાઉન એફોટ્ર્સ ની સાથે બેબી એ કમ્પ્લીટલી યુટેરાઇન કેવીટીમાંથી એક્સપલ્ર્ઝન થાય ત્યાં સુધીનો આ એક્સપલ્ઝીવ ફેઝ હોય છે.
3) થર્ડ સ્ટેજ ઓફ લેબર( એક્સપલ્ઝન ઓફ પ્લેસેન્ટા):
આ સ્ટેજ એ બેબીના એક્સપલ્ઝન થી લઇ પ્લેસેન્ટા અને મેમ્બરેન નું એક્સપલ્ર્ઝન થાય ત્યાં સુધીના સમયગાળા ને થર્ડ સ્ટેજ કહેવાય છે.
તેનો ટાઇમ ડ્યુરેશન એ પ્રાઇમી ગ્રેવીડા તથા મલ્ટીગ્રેવીડા માં 15 મિનિટ નો હોય છે
4) ફોર્થ સ્ટેજ ઓફ લેબર( ઓબ્ઝર્વેશન સ્ટેજ):
બેબીના બર્થ પછી ઓબ્ઝર્વેશન સ્ટેજને 4th સ્ટેજ ઓફ લેબર કહેવામાં આવે છે આ સ્ટેજ દરમિયાન મધર ની જનરલ કન્ડિશન તથા ન્યુબોર્નની કન્ડિશન અને યુટ્રસ ના બીહેવિયરને કેરફૂલી મોનિટર કરવામાં આવે છે.
તેનું ટાઇમ ડ્યુરેશન એ 1 અવર નો હોય છે.
આમ, ટોટલ લેબરના ચારેય સ્ટેજ( 1st સ્ટેજ + 2nd સ્ટેજ+3 rd સ્ટેજ+ 4th સ્ટેજ) નો ટાઇમ ડ્યુરેશન એ પ્રાઇમીગ્રેવિડા માં 13-15 અવર્સ નો તથા મલ્ટીગ્રેવીડા મા 6-8 અવર્સ નો હોય છે.
લેબર શરૂ થવા માટેના કારણ:
લેબર માટે કોઇ ચોક્કસ કારણ એ જાણીતું નથી પરંતુ એવું કહેવાય છે કે લેબર ની શરૂઆત માટે ઘણા બધા ફેક્ટર્સ જવાબદાર હોય છે જેમ કે,
1)મીકેનીકેલ કોઝ,
2)હોર્મોનલ કોઝ,
3)ન્યુરોલોજીકલ કોઝ
1)મીકેનીકેલ કોઝ,
આમા,
યુટ્રસ ની હાઇટેન્ડ રીફ્લેક્સ ઇરિટેબિલિટી થવી,
યુટેરાઇન ડિસ્ટેન્સન,
મેન્સટ્રુઅલ પિરીયડ સપ્રેસન,
પ્રોલોન્ગ પ્રેસર ઓફ ફિટસ.
2) હોર્મોનલ કોઝ:
1) ફિટો-પ્લેસેન્ટલ કન્ટ્રીબ્યુસન
રિલીઝિંગ ફેક્ટર્સ ને પ્રોડ્યુસ કરવા ફીટલ હાયપોથેલેમસ ટ્રીગર થાય છે.
આ રિલીઝિંગ ફેક્ટર્સ ના લીધે એન્ટિરિયર પિટ્યુટરીગ્લેન્ડ એ એડ્રીનોટ્રોફીકહોર્મોન
( ACTH) પ્રોડ્યુસ કરવા માટે સ્ટીમ્યુલેટ થાય છે.
એડ્રીનોટ્રોફીક હોર્મોન
( ACTH) એ ફીટલ એડ્રીનલ ગ્લેન્ડને કોર્ટીસોલ ને સિક્રિટ કરવા માટે સ્ટીમ્યુલેટ કરે છે.
કોર્ટિસોલ ના લીધે પ્લેસેન્ટલ હોર્મોન્સમાં ચેન્જીસ થાય છે.
Ex:=
ઇસ્ટ્રોજન લેવલ વધે છે,
પ્રોજેસ્ટેરોન લેવલ ઘટે છે.
2) ઇસ્ટ્રોજન હોર્મોન:
ઇસ્ટ્રોજનના કારણે નીચે પ્રમાણે મિકેનિઝમની શક્યતાઓ વધે છે:
1) મેટરનલ પિટ્યુટરી માંથી ઓક્સીટોસીન નું રિલીઝ એ વધે છે.
2) માયોમેટ્રીયલ રિસેપ્ટર ને ઓક્સિટોસિન , પ્રોસ્ટાગ્લેન્ડીન્સ નું સિન્થેસીસ કરવા સ્ટીમ્યુલેટ કરે છે.
3) ડેસિડ્યુઅલ અને એમનીઓન સેલ્સ દ્વારા પ્રોસ્ટાગ્લેન્ડિન નું સિન્થેસીસ વધે છે.
4) માયોમેટ્રીયલ કોન્ટ્રાકશન એ પ્રોટીન એક્ટોમાયોસિન ના સિન્થેસીસને સ્ટીમ્યુલેટ કરે છે.
3) પ્રોજેસ્ટેરોન
યુટ્રસ ઉપર પ્રોજેસ્ટેરોનની રિલેક્સટન્ટ ઇફેક્ટ છે.
પ્રોજેસ્ટેરોન પહેલા કોર્પસ લ્યુટીયમ દ્વારા અને પછી પ્લેસન્ટા દ્વારા પ્રોડ્યુસ થાય છે.
તે યુટેરાઇન કોન્ટ્રાક્ટિલિટીને ઇન્હિબીટ કરે છે.
ફિટલ પ્રોડક્શન ડિહાઇડ્રોએપિએન્ડ્રોસ્ટેરોન સલ્ફેટ( DHEA -S) અને કોર્ટિસોલ વધવાને લીધે ફિટસ પ્રેગ્નેનોલોન માંથી પ્રોજેસ્ટેરોનનું કન્વર્ઝન અટકી જાય છે.
આથી લેબર પહેલા પ્રોજેસ્ટેરોનનું લેવલ ફોલડાઉન થાય છે જ્યારે ઇસ્ટ્રોજનનું લેવલ વધે છે.
ત્યારે પ્રોજેસ્ટેરોનનું લેવલ એ ફોલડાઉન થાય છે જે પ્રોસ્ટાગ્લેન્ડીન ના સિન્થેસીસ સાથે સંકળાયેલું હોય છે.
4) ઓક્સિટોસિન:
મધરની પોસ્ટીરીયર પિટ્યુટરી ગ્લેન્ડમાંથી ઓક્સિટોસિન હોર્મોન રિલીઝ થાય છે.
ઇસ્ટ્રોજન નુ લેવલ ઇન્ક્રીઝ થવાના કારણે તે ઓક્સિટોસિન ના લેવલ ને ઇન્ક્રીઝ થવામાં હેલ્પ કરે છે.
પ્રેગનેન્સી ના એન્ડ માં ડેસીડ્યુઅસ વેરામાં ઓક્સિટોસિન રિસેપ્ટર ઇન્ક્રીઝ થાય છે. ઓક્સિટોસિન એ માયોમેટ્રિયમ પર ડાયરેક્ટલી એક્ટ કરે છે અને યુટ્રસ નું કોન્ટ્રાકશન થાય છે.
આ ઉપરાંત એન્ડોમેટ્રીઅલ ટીશ્યુસ પર પણ એક્ટ કરે છે જેથી પ્રોસ્ટાગ્લેન્ડિન એ રિલીઝ થાય છે.
5) પ્રોસ્ટાગ્લેન્ડિન
પ્રોસ્ટાગ્લેન્ડિન બનવાની મેજર સાઇટ્સ એ પ્લેસેન્ટા, ફિટલ મેમ્બરેન, ડેસિડ્યુઅલ સેલ્સ અને માયોમેટ્રિયમ છે.
એવું કહેવાય છે કે ઇસ્ટ્રોજન રિલીઝ થવાના કારણે એટ ટમૅ ડેસીડ્યુઆ એ પ્રોસ્ટાગ્લેન્ડિન ને રિલીઝ કરે છે તેની એક્ટ એ યુટરાઇન મસલ્સ પર થવાથી યુટેરાઇન મસલ્સ એ કોન્ટ્રાક્ટ થાય છે.
3) ન્યુરોલોજીકલ કોઝ
લેબરની શરૂઆત એ નર્વ પથવે દ્વારા થઈ શકે છે.
બંને ‘α’ અને ‘β’ એડરેનેરજીક રિસેપ્ટર્સ એ માયોમેટ્રીયલ મા પ્રઝેન્ટ હોય છે.
ઇસ્ટ્રોજન ની ‘α’ રિસેપ્ટર ઉપર અને પ્રોજેસ્ટેરોન એ ‘β’ રિસેપ્ટર પર ઇફેક્ટ કરે છે.
1)’α’:=’α’ એડરેનેરજીક રિસેપ્ટર સ્ટિંમ્યુલેટ ‘α’ રિસેપ્ટર.
2)’β’:=’β’ એડરેનેરજીક રિસેપ્ટર સ્ટિંમ્યુલેટ ‘β’ રિસેપ્ટર.
સર્વિસ ની અંદર અને આસપાસ આવેલા તથા યુટર્સના લોવર પાર્ટમાં આવેલા પ્રોસ્ટાગ્લિઓનીક નર્વ ફાઇબર્સ નુ ‘α’ રિસેપ્ટર્સ માંથી કોન્ટ્રાક્ટાઇલ રિસ્પોન્સ એ સ્ટાર્ટ થાય છે જ્યારે પ્રોજેસ્ટેરોન રીડયુઝ થાય ત્યારે લેબરની શરૂઆત થાય છે.
આમ આ લેબરને સ્ટાર્ટ થવા માટેના કારણો આ પ્રમાણે છે.
સાઇન ઓફ ઓનસેટ ઓફ લેબર:
1) પેઇનફૂલ યુટેરાઇન કોન્ટ્રાક્શન( લેબર પેઇન)
2)શો
3) પ્રોગ્રેસિવ ડાયલિટેશન એન્ડ એફેસમેન્ટ ઓફ સર્વિક્સ
4) ફોર્મેશન ઓફ ” બેગ ઓફ વોટર”
1) પેઇનફૂલ યુટેરાઇન કોન્ટ્રાક્શન( લેબર પેઇન):
થ્રુ આઉટ પ્રેગ્નેન્સી સમય દરમિયાન, યુટ્રસ ના એક સાથે હાર્ડનિંગ થવા સાથે પેઇનલેસ બ્રેક્સટન હિક્સ કોન્ટ્રાકશન થાય છે. આ કોન્ટ્રાક્શન ના કેરેક્ટર મા ચેન્જીસ હોય છે, તે વધુ પાવરફુલ, ઇન્ટરમીટન્ટ અને વધુ પેઇન સાથે એસોસીએટેડ હોય છે.
તેમાં પેઇન એ સામાન્ય રીતે એબડોમન ના આગળ ના ભાગમાં ફિલ થાય છે અને તે પાછળ ની તરફ રેડીએટ થાય છે. કોન્ટ્રાકશન એ લેબર પેઇન ની ફસ્ટ સાઇન છે. શરૂઆતમાં, વુમન એ પ્રતિ કલાક એક કે બે કોન્ટ્રાક્શન અનુભવે છે જે વધુ નિયમિતપણે વધે છે (શરૂઆતમાં આ સહન કરી શકાય તેવા હોય છે).
કોન્ટ્રાકશન એ 6-8 કલાક ના સમયગાળામાં વધુ તીવ્ર થય શકે છે. તે પછી, લેબરનો એક્ટિવ ફેઝ શરૂ થાય છે. આમાં, કોન્સ્ટ્રેક્શન વધુ સિવ્યર બને છે અને દર 2-3 મિનિટ પછી થાય છે અને 45 થી 60 સેકન્ડ સુધી ચાલે છે. આ સમયગાળા દરમિયાન વુમન ને રિલેક્સ થવુ ખૂબ જ મુશ્કેલ હોય છે કારણ કે પેઇન નો ઇન્ટેન્સ નેચર એ સર્વિક્સના ઝડપી ડાયલેટેશન સાથે હોય છે.
વધુમાં, કોન્ટ્રાકશન ઘણી વાર થતું નથી પરંતુ તે વધુ તીવ્ર હોય છે. અંતે, વુમન 60-90 સેકન્ડની વચ્ચે તીવ્ર કોન્ટ્રાકશન અનુભવે છે. અને વધુ નિયમિત દર 2-3 મિનિટ ના અંતરે થાય છે. આ લેબર નો સ્ટેજ છે જેને હાર્ડ લેબર કહેવાય છે જ્યાં સર્વિક્સ 10 સેમી સુધી ડાયલેટ થાય છે.
2)શો:
પ્રેગનેન્સી માં ઓપરક્યુલમ(સર્વાઇકલ મ્યુકસ પ્લગ) ફોર્મ થાય છે અને બ્લડ સ્ટેઇન્ડ મ્યુકોઇડ ડિસ્ચાર્જ ના રૂપમાં લેબર ના થોડાક કલાક પહેલાં અથવા લેબર સાથે બહાર આવે છે જેને “શો” કહેવાય છે
સર્વિક્સ ની કેપીલરી વેસલ્સ રપ્ચર થવાથી તથા લોવર યુટેરાઇડ સેગ્મેન્ટ ખેચાવાથી રો ડેસીડ્યુઅલ સરફેસ માંથી બ્લડ ઉઝીંગ થાય છે.
3) પ્રોગ્રેસિવ ડાયલિટેશન એન્ડ એફેસમેન્ટ ઓફ સર્વિક્સ:
ફર્સ્ટ સ્ટેજ નો ઇફેક્ટિવ ફોર્સ એ પેઇનફુલ યુટેરાઇન કોન્ટ્રાક્શન છે. આ પેઇનફૂલ યુટેરાઇન કોન્ટ્રાક્શન ના કારણે સર્વિક્સ નુ પ્રોગ્રેસિવ્લી ડાયલેટેશન તથા એફેસમેન્ટ થાય છે.
સર્વિક્સ નુ 10 cm જેટલું ડાયલેટેશન થાય છે.
ઇન્ટર્નલ OS ની આસપાસ આવેલા મસલ્સ ફાઇબર રીટ્રેક્ટેડ અપર સેગ્મેન્ટ દ્વારા ઉપરની તરફ ખેંચાય છે આથી સર્વિક્સ શૉર્ટ થાય છે અને ત્યાર પછી તે લોવર યુટેરાઇન સેગ્મેન્ટ માં મર્જ થઇ ને તેનો ભાગ બને છે અને ધીમે ધીમે સર્વિક્સ નું એફેસમેન્ટ થાય છે.
4) ફોર્મેશન ઓફ ” બેગ ઓફ વોટર”:
લોવર યુટેરાઇડ સેગ્મેન્ટ નું ડાયલેટેશન થવાથી કોરિયોન ડિટેચ થાય છે આ ફ્લ્યુઇડ નો લુઝ પાર્ટ ડાયલેટિંગ ઇન્ટર્નલ OS મા બલ્જ થાય છે હેડની સામે આવેલું એમ્નીઓટીક ફ્લુઇડ સર્વિક્સમાં ફિક્સ થાય છે જેને ફોર વોટર કહે છે ફોર વોટર સર્વિક્સના એફેસમેન્ટ અને OS ના અર્લી ડાયલેટેશન માં હેલ્પ કરે છે હાઇન્ડ વોટર એ યુટ્ર્સ માં એકસરખું પ્રેશર યુટેરાઇન કોન્ટ્રેક્શન દરમિયાન જાળવે છે આથી ફીટસ અને પ્લેસેન્ટા ને કેટલાક પ્રમાણમાં પ્રોટેક્શન મળે છે આ રીતે કોન્ટ્રેક્શન દરમિયાન પ્રેશર ફોર વોટર પર આવતું નથી જેને જનરલ ફ્લુઇડ પ્રેશર કહે છે.
ઉદા: મેમ્બરેન ઇંટેક્ટ હોય ત્યારે યુટેરાઇન કોન્ટ્રેક્શન નું પ્રેશર ફ્લુઇડ પર આવે છે અને આખા યુટ્રસ માં એકસરખું રહે છે.
ટ્રુ લેબર અને ફોલ્સ લેબર :
1)યુટેરાઇન કોન્ટ્રાકશન:
ટ્રુ લેબર:
તેમાં કોન્ટ્રાકશન હંમેશા પ્રેઝન્ટ હોય છે.
તેમાં કોન્ટ્રાકશન રેગ્યુલર હોય તથા તેમા ફ્રિકવન્સી ઇન્ટેન્સિટી અને ડ્યુરેશન ઇન્ક્રીઝ થાય છે.
તેનુ ડ્યુરેશન એ 60 સેકન્ડ સુધી હોય છે.
તેમાં એબડોમીનલ ટાઇટનિંગ(હાર્ડનિંગ ઓફ યુટ્રસ)ડિસ્કકમ્ફર્ટ અથવા પેઇન થાય છે.
ડિસ્કમ્ફર્ટ એ બેક થી સ્ટાર્ટ થય એબડોમનમાં આવે છે.
વોકિંગ થી કોન્ટ્રાક્ટ્સન ની ઇન્ટેન્સિટી(તીવ્રતા)વધે છે.
તેમાં થતુ પેઇન એનીમા કે સીડેટીવ થી રિલીવ થતું નથી.
ફોલ્સ લેબર:
ફોલ્સ લેબર માં યુટેરાઇન કોન્ટ્રાકશન હંમેશા હાજર હોતા નથી.
તેમાં ઇરરેગ્યુલર અને ઇનએફિશિયન્ટ યુટેરાઇન કોન્ટ્રાકશન હોય છે.
તેનો ટાઇમ ડ્યુરેશન ત્રણ થી ચાર મિનિટ માટે હોય છે.
તેમાં કોન્ટ્રાકશન એ દરરોજ માટે પેઇનફૂલ હોતા નથી અને યુટ્રસ એ હાર્ડ થતું નથી.
તેમાં ડિસ્કમ્ફર્ટ એ પ્રાઇમરી રીતે એબડોમન મા હોય છે.
તેમાં કોન્ટ્રાકશન વોકિંગ કરવાથી દૂર થય શકે છે.
પેઇન એ એનીમાં તથા સીડેટીવ્સ પ્રોવાઇડ કરવાથી રિલીવ થાય છે.
2) સર્વિક્સ
ટ્રુ લેબર:
સર્વિક્સ નું એફેસમેન્ટ તથા ડાયલેટેશન થાય છે.
ફોલ્સ લેબર
તેમાં સર્વાઇકલ ચેન્જીસ જોવા મળતા નથી.
3) મેમ્બરેન:
ટ્રુ લેબર:
કોન્ટ્રાકશન દરમિયાન ટેન્સ ફિલ થાય છે અને ‘બેગ ઓફ વોટર’ નું ફોર્મેશન થાય છે.
ફોલ્સ લેબર:
ટેન્સ ફિલ થતું નથી અને ‘બેગ ઓફ વોટર’ નું ફોર્મેશન થતું નથી.
4)show(શો):
ટ્રુ લેબર:
ટ્રુ લેબર મા શો એ મોટે ભાગે પ્રેઝન્ટ હોય છે.
ફોલ્સ લેબર:
ફોલ્સ લેબર મા શો જોવા મડતો નથી.
5) ફિટસ:
ટ્રુ લેબર:
તેમાં ફિટસ એ પ્રોગ્રેસિવલી ડિસેન્ટ થાય છે.
ફોલ્સ લેબર:
તેમાં ફિટસ એ પ્રોગ્રેસિવલી ડિસેન્ટ થતું નથી.
ફિઝિયોલોજક ઇવેન્ટ્સ ઓફ ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર:
લેબર નો ફર્સ્ટ સ્ટેજ એ બર્થ કેનાલ ના પ્રિપેરેશન થી સ્ટાર્ટ થય અને ફિટસ ના એક્સપ્લઝન માટેની પ્લેસ પ્રોવાઇડ કરે છે.
ફસ્ટ સ્ટેજ ઓફ લેબર( સર્વાઇકલ સ્ટેજ:
ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર એ ચાઇલ્ડબર્થ નો ઇનીસીયલ ફેઝ છે. જેમાં સર્વિક્સ એ ગ્રેજ્યુલી ઓપન (ડાયલેટ)તથા થીન (એફેસમેન્ટ) થાય છે. જેના કારણે બેબી એ યુટેરાઇન કેવીટીમાંથી બર્થકેનાલ (વજાઇના) માં પાસ થય શકે. જેમાં રેગ્યુલર તથા રિધેમીક યુટેરાઇન કોન્સ્ટ્રકશન્સ જોવા મળે છે અને યુટેરાઇન કોન્ટ્રાકશન ની ફ્રિકવન્સી, ઇન્ટેન્સિટી તથા ડ્યુરેશન એ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થાય છે.
ફર્સ્ટ સ્ટેજ એ લેબર ના ટ્રૂ લેબર પેઇન થી સ્ટાર્ટ થય અને સર્વિક્સ ના ફૂલી ડાયલેટેસન( 10 cm) સુધીનું ગણાય છે.આ સ્ટેજ ને “સર્વાઇકલ સ્ટેજ” પણ કહેવામાં આવે છે.
લેબરના ફર્સ્ટ સ્ટેજ ને ફરધર 3 સ્ટેજ માં ડિવાઇડ કરવામાં આવેલા છે :
ફર્સ્ટ સ્ટેજ નો ટાઇમ પિરીયડ :
પ્રાઇમીગ્રેવીડા:=12-16 અવર્સ, અને
મલ્ટીગ્રેવીડા:=6-8 અવર્સ, નો હોય છે.
લેબર નો ફર્સ્ટ સ્ટેજ એ ત્રણ ફેઝીસ માં ડિવાઇડ થયેલો હોય છે.
1) લેટન્ટ ફેઝ,
2) એક્ટિવ ફેઝ,
3)ટ્રાન્ઝીશનલ ફેઝ
1) લેટન્ટ ફેઝ,
લેટન્ટ ફેઝ ને “પ્રોડોમલ લેબર” અથવા “પ્રિ-લેબર” તરીકે ઓળખવામાં આવે છે.
આ સ્ટેજમાં 1-4 cm સેન્ટીમીટર જેટલું સર્વાઇકલ ડાયલેટેસન થાય છે.
આ ફેઝ માં કોન્ટ્રાકશન એ 15 – 30 મિનિટે રીપીટ થાય છે અને 15- 30 સેકન્ડ સુધી રહે છે.
આ ફેઝ માં મધર એ ટોકેટીવ( વાતચીત કરી શકે તેમ) હોય છે.
2) એક્ટિવ ફેઝ,
એક્ટિવ ફેઝ ને ડાયલેટેસન ફેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ સેકન્ડ ફેઝ મા સર્વિક્સ એ
5 – 7 સેન્ટિમીટર જેટલું ડાયલેટ થાય છે. તથા કોન્ટ્રાક્શન એ 3-5 મિનિટે રીપીટ થાય છે અને
45 – 60 સેકન્ડ સુધી જોવા મળે છે.
આ સ્ટેજમાં મધર ને રેસ્ટલેસનેસ ફીલ થાય છે.
3)ટ્રાન્ઝીશનલ ફેઝ
ટ્રાન્ઝીશનલ ફેઝ મા સર્વિક્સ નુ ડાયલેટેસન એ 8-10 cm જેટલુ થાય છે.
કોન્ટ્રાકશન એ 2-3 મિનિટે રીપીટ થાય છે અને 60 થી 90 સેકન્ડ સુધી જોવા મળે છે.
ઓવરઓલ લેબર નો ફર્સ્ટ સ્ટેજ એ ક્રિટીકલ પિરિયડ છે કે જેમાં સર્વિક્સ એ ઓપન થાય ત્યારબાદ, યુટેરાઇન કેવીટી મા બેબી ની પ્રોપર પોઝિશન પ્રોવાઇડ કરી યુટ્રસ એ ડિલીવરી માટે પ્રિપેર થાય છે. આ સ્ટેજ દરમિયાન મધર તથા ફિટસ ની કન્ડિશનને તથા તેની વેલબિંગ ને ઇમ્પ્રુવ કરવા માટે કંટીન્યુઅસલી તેમનુ મોનિટરિંગ કરવું અગત્ય નું રહે છે.
••> લેબર ના ફર્સ્ટ સ્ટેજ ના ઇવેન્ટ્સ માં મેઇન્લી ત્રણ ફેઝીસ જોવા મળે છે:
1) ડાયલેટેસન ઓફ સર્વિક્સ
2)એફેસમેન્ટ ઓફ સર્વિક્સ
3)ફોર્મેશન ઓફ લોવર યુટેરાઇન સેગ્મેન્ટ
1) ડાયલેટેસન ઓફ સર્વિક્સ:
a) યુટેરાઇન કોન્ટ્રાકશન એન્ડ રીટ્રેક્શન:
યુટેરાઇન કોન્ટ્રાકશન એ ઇનવોલ્યુન્ટરી રેગ્યુલર અને રિધેમીક હોય છે જેની ધીમે ધીમે ઇન્ટેન્સિટી ઇન્ક્રીઝ થાય છે આ કોન્ટ્રાકશન નો ઇન્ટરવલ એ ફર્સ્ટ સ્ટેજના શરૂઆતમાં 15 મિનિટનો હોય છે અને તે સેકન્ડ સ્ટેજના અંત સુધીમાં 2 થી 3 મિનિટનો થાય છે.
યુટેરાઇન મસલ્સ માં કોન્ટ્રાક્ટન્સ એ સંપૂર્ણ રહેતા નથી કોન્ટ્રેક્શન પછી સંપૂર્ણપણે રિલેક્સ થવાને બદલે થોડું કોન્ટ્રાક્ટન્સ એ મસલ્સ ફાઇબરમાં રહે છે આથી યુટ્રસ નો અપર સેગમેન્ટ શોર્ટ અને થીક બને છે અને તેને કેવીટી એ નાની બને છે આથી ફીટસ નું પ્રોગ્રેસિવલી એક્સપલ્ઝન થવામાં મદદ કરે છે.
યુટ્રસ ના કોર્નુંઆમાં આવેલા પેશમેકર(ટ્યુબલ ઓસ્ટીયા) માંથી કોન્ટ્રાકશન્સ સ્ટાર્ટ થાય છે આમાંના એક પેશમેકર માંથી જ બધા કોન્ટ્રાકશન્સ ઉદ્ભવે છે અને તે યુટ્રસ મા પસાર થાય છે જેનો કોન્સેપ્ટ હાર્ટ ના પેશમેકર જેવો જ હોય છે દરેક કોન્ટ્રાકશન્સ એ યુટ્રસ ની અંદરની તરફ અને નીચેની તરફ પાસ થાય છે તેના કારણે આખું યુટ્રસ કોન્ટ્રાક્ટ થાય છે.
નોર્મલ એક્શન માં ઇન્ટેન્સિટી પેશમેકર ની નજીક એટલે કે અપર યુટેરાઇન સેગમેન્ટ માં વધારે હોય છે અને લોવર યુટેરાઇન ઇન સેગ્મેન્ટ માં ઓછી હોય છે અપર સેગ્મેન્ટ કોન્ટ્રાક્શન અને રીટ્રેક્ટ પાવરફુલ રીતે થાય છે જ્યારે લોવર સેગમેન્ટ સ્લાઇટ્લી કોન્ટ્રાક્ટ અને ડાયલેટ થાય છે તથા બે કોન્ટ્રાકશન વચ્ચે યુટ્રસ એ રિલેક્સ રહે છે.
યુટ્રસ નો ઉપર સેગ્મેન્ટ એ લોન્જીટ્યુડીનલ મસલ્સ ફાઇબર્સ દ્વારા બનેલો હોય છે જ્યારે યુટ્રસ નો લોવર સેગ્મેન્ટ એ સર્ક્યુલર મસલ્સ ફાઇબર દ્વારા બનેલો હોય છે. આમ, યુટ્રસ ના અપર પાર્ટ અને લોવર પાર્ટ ની વચ્ચે બકેટ હોલ્ડિંગ ફેશન જેવા સ્ટ્રક્ચર નું ફોર્મેશન થાય છે. ફંડસ ના કોન્ટ્રાકશન અને સર્વાઇકલ ડાયલેટેશન માં થોડા પ્રમાણ મા કોઓર્ડીનેશન થાય છે જેને પોલારીટી ઓફ યુટ્રસ કહેવામાં આવે છે કે જે સામાન્ય રીતે લોકલ નર્વસ સિસ્ટમ દ્વારા કંટ્રોલ થાય છે.પોલારીટી એ એક પ્રકારની યુટ્રસ ના બે સેગમેન્ટ ની વચ્ચેની ન્યુરોમસ્ક્યુલર હાર્મની છે જે આખા લેબર દરમિયાન રહે છે યુટ્રસ નો અપર સેગ્મેન્ટ એ ફિટસ ને એક્સ્પલ્ઝન કરવા માટે સ્ટ્રોંગલી કોન્ટ્રેક્ટ અને રીટ્રેક્ટ થાય છે જ્યારે લોવર સેગ્મેન્ટ એ સ્લાઇટલી કોન્ટ્રાક્ટ થાય છે અને ફિટસ ને એક્સ્પલ્ઝન કરવા માટે ડાયલેટ થાય છે.
b) ફિટલ એક્સિસ પ્રેસર:
દરેક યુટેરાઇન કોન્ટ્રાકશન્સ એ જો બેબી એ લોન્જીટ્યુડીનલ તથા ફલેક્સ એટીટ્યુડ માં હોય તો આ યુટેરાઇન કોન્ટ્રાકશન એ ફીટસ પર આવે છે આ કોન્ટ્રાકશન્સ ના કારણે યુટ્રસ ના લોવર પોલ તરફ ફિટસ એ ડિસેન્ડ થાય છે આમ, ફીટસ ના પ્રેઝન્ટિંગ પાર્ટના પ્રેશર ના કારણે સર્વિક્સ એ વધારે પ્રમાણમાં ડાયલેટ થાય છે.
c) બેગ ઓફ મેમ્બરેન( ફોર્મેશન ઓફ અપર એન્ડ લોવર યુટેરાઇન સેગ્મેન્ટ):
સામાન્ય રીતે પ્રેગ્નન્સી ના અંતમાં યુટ્રસ એ બે સેગ્મેન્ટ માં ડિવાઇડ થાય છે જેમ કે અપર યુટેરાઇન સેગમેન્ટ અને લોવર યુટેરાઇન સેગમેન્ટ મા ડિવાઇડ થાય છે જ્યારે લોવર સેગ્મેન્ટ એ યુટ્રસ ના ઇસ્થમસ થી સર્વીક્સ સુધી એક્સટેન્ડ થાય છે તે થીન અને ડિસ્ટન્સીબલ હોય છે અને તેની લંબાઇ 7.5 થી 10 સેન્ટીમીટર જેટલી હોય છે
ફીટસ ની આજુબાજુમાં એમ્યુટિક આવેલું હોય છે યુટ્રસ ના કન્ટીન્યુઅસ કોન્ટ્રાક્શન થવાના કારણે એમ્નિઓટિક ફ્લુઇડ એ સામાન્ય રિતે બે પાર્ટ મા ડિવાઇડ થાય છે.જેમ કે,
1)ફોર વોટર
2)હિન્ડ વોટર
જ્યારે ફીટસ નો પ્રેઝન્ટિંગ પાર્ટ એ પેલ્વિક બ્રીમમાં આવે ત્યારે તેના પ્રેઝન્ટિંગ પાર્ટ ની જગ્યામાંથી એમ્નીઓટીક ફ્લુઇડ એ પાસ થાય છે પરંતુ તે મેમ્બરેન ની અંદર જ રહે છે આ પાસ થયેલું એમ્યુટિક ફ્લુઇડ એ ફીટસ ના પ્રેઝન્ટિંગ પાર્ટ ની આગળ માં બલ્જ થાય છે અને તેને ફોરવોટર કહેવામાં આવે છે.અને જે એમ્નીઓટીક ફ્લુઇડ એ યુટ્રસ ના અપર સેગ્મેન્ટ માં પ્રેઝન્ટ હોય જેને હિન્ડ વોટર કહેવામાં આવે છે.
જેવું કોન્ટ્રાકશન સ્ટાર્ટ થાય ત્યારે હાઇડ્રોસ્ટેટિક પ્રેશર એ ફોર વોટર પર આવવાના કારણે આ ફોર વોટર એ સર્વિસ ના ડાયલેટેશન માં પણ મદદ કરે છે.
2) એફેસમેન્ટ ઓફ સર્વિક્સ
તે સર્વિક્સ ના થીન થવાની પ્રક્રિયા છે જે લેબર 1st સ્ટેજ દરમિયાન અથવા તે પહેલા પ્રાઇમીગ્રેવિડા માં પૂર્ણ થાય છે.
પ્રાઇમીગ્રેવિડા માં, સર્વિક્સ ના ડાયલેટેશન પહેલા ઇફેસમેન્ટ થાય છે જ્યારે મલ્ટિપારા માં, બંને એટલે કે સર્વિક્સ નુ ડાયલેટેસન અને ઇફેસમેન્ટ એક સાથે થાય છે.મ્યુકસ નુ એક્સ્પલ્ઝન અને કમ્પ્રેશન ઇફેક્ટ એ સર્વિક્સ ને થીન કરવામાં પણ મદદ કરે છે.
સર્વાઇકલ કેનાલ નું આ થીન અને શોર્ટ થવું એ ઇન્ટરનલ ઓરિફીસ ની આસપાસના મસ્ક્યુલર ફાઇબર્સ ના લાંબા થવાને કારણે છે.
પ્રાઇમિગ્રેવિડામાં, આ લેબર ની શરૂઆત પહેલાં જ થાય છે જ્યારે મલ્ટિગ્રેવિડામાં તે સર્વાઇકલ ડાયલેટેસન સાથે થાય છે.
3) ફોર્મેશન ઓફ લોવર યુટેરાઇન સેગ્મેન્ટ:
લેબર પ્રોસેસ સ્ટાર્ટ થયા પહેલા યુટ્રસ નું કોઇપણ એનાટોમિકલ કે ફંક્શનલ ડિવિઝન થયેલું હોતું નથી. પરંતુ લેબર સ્ટાર્ટ થયા બાદ યુટ્રસ નું અપર સેગ્મેન્ટ એ પ્રોગ્રેસિવલી થીક થાય છે જ્યારે યુટ્રસ નું લોવર સેગ્મેન્ટ એ પ્રોગ્રેસીવલી થીન બને છે અને આ પ્રોસેસ એ મેક્સિમમ રીતે લેબર ના સેકન્ડ સ્ટેજ દરમિયાન જોવા મળે છે.
યુટ્રસ ના જંક્શન પર એટલે કે યુટેરાઇન કેવીટી ના અપર સેગમેન્ટ અને લોવર સેગમેન્ટ ની વચ્ચે એક અલગ રીજ ઉત્પન્ન થાય છે, જેને ફિઝિયોલોજિકલ રીટ્રેક્શન રીંગ કહેવાય છે.
ઇવેન્ટ ઓફ સેકન્ડ સ્ટેજ ઓફ લેબર:
સેકન્ડ સ્ટેજ ઓફ લેબર( એક્સપલ્ઝન ઓફ ફિટસ):
લેબર નો સેકન્ડ સ્ટેજ એ સર્વિક્સ ના ફુલ્લી(10 cm) જેટલા ડાયલેટેશન સાથે સ્ટાર્ટ થાય છે અને ફિટસ ના ફુલ્લી એક્સ્પલ્ઝન થવાની સાથે એન્ડ થાય છે.
સર્વિક્સ ના ફુલ ડાયલેટેશન થી સ્ટાર્ટ થય બર્થ કેનાલ માંથી બેબી ના બર્થ સુધીના સમયગાળા ને સેકન્ડ સ્ટેજ ઓફ લેબર કહેવામાં આવે છે.
તેનું ડ્યુરેશન,
પ્રાઇમી ગ્રેવીડામાં : 1-2 અવર્સ નુ અને
મલ્ટીગ્રેવીડા મા : 20-30 મીનીટ સુધીનો હોય છે.
લેબરના સેકન્ડ સ્ટેજ ને ફરધર બે ફેઝ માં ડિવાઇડ કરવામાં આવેલા છે:
1) પ્રપલ્ઝીવ ફેઝ,
2) એક્સપલ્ઝીવ ફેઝ.
1) પ્રપલ્ઝીવ ફેઝ:
પ્રપલ્ઝીવ ફેઝ એ સર્વિક્સ ના ફુલ ડાયલેટેશન થી સ્ટાર્ટ થય ફિટસનો પ્રેઝન્ટિંગ પાર્ટ એ પેલ્વીક ફ્લોર( +4 ,+5 સ્ટેસન) સુધી ડિસેન્ડ થાય ત્યાં સુધીનું હોય છે.
2) એક્સપલ્ઝીવ ફેઝ:
મધરના બિયરિંગ ડાઉન એફોટ્ર્સ ની સાથે બેબી એ કમ્પ્લીટલી યુટેરાઇન કેવીટીમાંથી એક્સપલ્ર્ઝન થાય ત્યાં સુધીનો આ એક્સપલ્ઝીવ ફેઝ હોય છે.
ડિસ્ક્રિપ્શન
લેબર નો સેકન્ડ સ્ટેજ એ સર્વિક્સ ના કમ્પ્લીટ ડાયલેટેશન સાથે સ્ટાર્ટ થાય છે અને ફિટસ ના કમ્પલીટ્લી એક્સપલ્ઝન થતાની સાથે એન્ડ થાય છે.
આ સ્ટેજ એ ફીટસ નું કંટીન્યુઅસ ડિસેન્ટ ડાઉન થાય અને ફીટસ ની બર્થ કેનાલ માંથી ડીલેવરી સાથે સંકળાયેલ હોય છે.
ફુલ્લી યુટેરાઇન કોન્ટ્રાકશન ના કારણે મેમ્બરેન નું રપ્ચર થાય છે જેના કારણે એમ્નિઓટિક ફ્લુઇડ એટલે (લાઇકર એમની )એ બર્થ કેનાલમાંથી એક્સપલ્ઝન થાય છે. આ એમ્નીઓટીક ફ્લુઇડ એ એક્સપલ્ઝન થવાના કારણે યુટેરાઇન કેવીટી નું વોલ્યુમ ડિક્રીઝ થાય છે અને સાથે સાથે યુટેરાઇન કોન્ટ્રાકશન પણ સ્ટ્રોંગ થાય છે.
યુટેરાઇન કોન્ટ્રાકશન થવાના કારણે યુટ્રસ એ સ્ટ્રેચ થાય છે જ્યારે યુટ્રસ નુ એન્ટીરિયર-પોસ્ટીરીયર અને ટ્રાન્સવર્સ ડાયામીટર એ રિડ્યુઝ થાય છે. યુટેરાઇન કેવીટી નું સ્ટ્રેચિંગ એ સામાન્ય રીતે પાર્શિયલી ફિટસ ના સ્ટ્રેચિંગ થવાના કારણે અને પાર્શીયલી યુટેરાઇન કેવીટી ના લોવર સેગ્મેન્ટ ના સ્ટ્રેચિંગ થવાના કારણે જોવા મળે છે.
કંટીન્યુઅસ યુટેરાઇન કોન્ટ્રાક્શન એ ફિટસ ઉપર લાગે છે અને ફીટસ એ કંટીન્યુસ્લી ડિસેન્ડ ડાઉન થાય છે.
યુટેરાઇન કોન્ટ્રાકશન અને રિટ્રેક્શન ના કારણે યુટેરાઇન કેવિટી નો અપર સેગમેન્ટ એ વધારે થીક થાય છે જ્યારે યુટેરાઇન કેવીટી નો લોવર સેગમેન્ટ એ થીન થાય છે.
કંટીન્યુઅસ યુટેરાઇન કોન્ટ્રાક્શન અને મધર ના બિયરીંગ ડાઉન એફોટ્સ ના કારણે યુટેરાઇન કેવીટી પરથી ડાઉનવર્ડ ફોર્સ લાગે છે જ્યારે પેલ્વિક ફ્લોર પરથી અપવાર્ડ ફોર્સ લાગે છે. આમ, ડાઉનવર્ડ અને અપવાર્ડ ફોર્સ લાગવાના કારણે ફિટસ પર ફોરવર્ડ ફોર્સ લાગે છે,
આમ, કંટીન્યુઅસ ફિટસ ઉપર ફોર્સ લાગવાના કારણે ફીટસ નું યુટેરાઇન કેવીટી માથી એક્સપલ્ઝન થાય છે.
ઇવેન્ટ્સ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર:
થર્ડ સ્ટેજ ઓફ લેબર( એક્સપલ્ઝન ઓફ પ્લેસેન્ટા):
આ સ્ટેજ એ ફિટસ ના એક્સપલ્ઝન થી સ્ટાર્ટ થાય છે અને પ્લેસેન્ટા અને મેમ્બરેન નું એક્સપલ્ર્ઝન થાય ત્યાં સુધીના સમયગાળા ને થર્ડ સ્ટેજ કહેવાય છે. તેનો ટાઇમ ડ્યુરેશન એ પ્રાઇમી ગ્રેવીડા તથા મલ્ટીગ્રેવીડા માં 15 મિનિટ નો હોય છે
લેબર ના થર્ડ સ્ટેજ ની ઇવેન્ટ માં સામાન્ય રીતે ત્રણ ફેઝીસ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.
1) પ્લેસન્ટા નુ યુટેરાઇન વોલ માંથી સેપરેટ થવું.
2) ડિસેન્ડ ડાઉન ઓફ પ્લેસેન્ટા.
3) એક્સપલ્ઝન ઓફ પ્લેસેન્ટા
1) પ્લેસન્ટા નુ યુટેરાઇન વોલ માંથી સેપરેટ થવું:
આ સ્ટેજ માં પ્લેસેન્ટા એ ડેસિડ્યુઆ ના ડિપ સ્પંજી લેયર ડેસિડ્યુઆ બેસાલિસ માંથી સેપરેટ થવાનું સ્ટાર્ટ થાય છે.
પ્લેસેન્ટાનું સેપ્રેશન થયા પહેલા યુટ્રસ ની કન્ડિશન:
યુટ્રસ એ ડિસ્કોઇડ શેપ નું હોય છે.
યુટ્રસ એ ફિર્મ હોય છે
યુટ્રસ એ અંબેલિકસ થી નીચે આવેલ હોય છે.
નોન બેલોટેબલ હોય છે.
કુંડલ હાઇટ એ અંબેલીકસ થી સ્લાઇટ્લી નીચે જોવા મળે છે.
સામાન્ય રીતે પ્લેસેન્ટા ના સેપરેટ થવા માટેના બે મેથડ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.
1) સેન્ટ્રલ સેપરેશન (શુલ્ટ્ઝ મેથડ)
2)માર્જીનલ સેપરેશન ( મેથ્યુઝ ડંકન મેથડ)
1) સેન્ટ્રલ સેપરેશન (શુલ્ટ્ઝ મેથડ):
સામાન્ય રીતે પ્લેસેન્ટા ને સેપરેટ થવા માટેનું મેઇન ફેક્ટર એ યુટેરાઇન કોન્ટ્રાકશન તથા રીટ્રેક્શન હોય છે, મેઇન્લી યુટેરાઇન કેવીટીના મસલ્સ ફાઇબર ની રીટ્રેક્શન થવાની એબિલિટી ના કારણે પ્લેસેન્ટા નુ સેપરેશન સ્ટાર્ટ થાય છે. કારણકે ફીટસ નું એક્સ્પલ્ઝન થતાની સાથે યુટેરાઇન કેવીટી એ રીટ્રેક્ટ થાય છે આ રીટ્રેક્ટ થયેલી યુટેરાઇન કેવીટીમાં ડિસ્કોઇડ શેપની પ્લેસેન્ટા એ નોર્મલી રીતે અટેચ રહેતી નથી અને તેના કારણે પ્લેસેન્ટા એ બેન્ડ થાય છે અને તેનું સેપ્રેશન સ્ટાર્ટ થાય છે.
આમ, સેન્ટ્રલ સેપરેશન માં પ્લેસેન્ટા એ સેન્ટ્રલ પાર્ટમાંથી સેપરેટ થાય છે અને દરેક યુટેરાઇન કોન્ટ્રાકશન અને રીટ્રેક્શન થવાના કારણે આ સેપ્રેશન એ વધતું જાય છે, અને પ્લેસેન્ટા નું બેન્ડિંગ થાય છે અને જેવું પેસેન્ટા એ સેન્ટ્રલ પાર્ટ માંથી સેપરેટ થાય તો પ્લેસન્ટા અને ઇમ્પ્લાન્ટેશન ની સાઇટ હોય તેમાં બ્લડ નું કલેક્શન સ્ટાર્ટ થાય છે. જેને રેટ્રોપ્લેસેન્ટલ હિમેટોમાં કહેવામાં આવે છે. કારણ કે બ્લડનું એક્યુમ્યુલેશન એ પ્લેસેન્ટા ની પાછળ ના ભાગમાં થાય છે અને તેમાં બ્લડ એ વિઝિબલ હોતું નથી.
2)માર્જીનલ સેપરેશન ( મેથ્યુઝ ડંકન મેથડ):
સામાન્ય રીતે પ્લેસેન્ટા એ તેની માર્જિન સાઇટ પર થીન હોય છે જ્યારે તેના સેન્ટ્રલ પાર્ટ પર થીક હોય છે. મસલ્સ ફાઇબર્સ ના કોન્ટ્રાકશન અને રીટ્રેક્શન એબિલિટી ના કારણે પ્લેસેન્ટાની માર્જિન એ સરળતાથી સેપરેટ થય શકે છે તેથી માર્જીનલ સેપરેશન મા દરેક કોન્ટ્રાકશન અને રીટ્રેક્શન થવાની સાથે પ્લેસેન્ટા એ માર્જિન સાઇટ પરથી સેપરેટ થવાનું સ્ટાર્ટ થાય છે અને તેમાં પ્લેસેન્ટા એ જેવું સેપરેટ થવાનું સ્ટાર્ટ થશે તેની સાથે જ બ્લડ એ વિઝિબલ થાય છે.
આમ, પ્લેસેન્ટાના સેપરેટ થવાની સામાન્ય રીતે બે મેથડ હોય છે.
2) ડિસેન્ડ ડાઉન ઓફ પ્લેસેન્ટા:
પ્લેસેન્ટા નું સેપ્રેશન થયા પછી યુટેરાઇન કોન્ટ્રાકશન તથા રાજ્ય થવાના કારણે પ્લેસેન્ટા તે લોવર યુટેરાઇન સેગ્મેન્ટ અથવા અપર વજાયનલ પાર્ટમાં આવે છે અને તેના કારણે સેપ્રેશન ના ક્લિનિકલ સાઇન જોવા મળે છે:
સાઇન ઓફ પ્લેસેન્ટલ સેપરેશન:
એકા એક એન્ટ્રોઇટસ માંથી ડાર્ક બ્લડ ધસી આવે છે.
અંબેલિકલ કોર્ડ એ નીચેની તરફ 3 ઇંચ અથવા વધારે વજાઇનલ એરિયા માંથી બહાર આવે છે અને તેની લેન્થ વધે છે.
યુટ્રસ નું શેપ ડિસ્કોઇડ માંથી ગ્લોબ્યુલર થાય છે અને કોન્ટ્રાક્ટ થાય છે.
3) એક્સપલ્ઝન ઓફ પ્લેસેન્ટા:
યુટેરાઇન કેવીટીના લોવર પાર્ટમાં પ્લેસેન્ટા એ ડિસેન્ટ ડાઉન થયા બાદ મધર ના એબડોમીનલ મસલ્સ નુ વોલ્યુન્ટરી બિયરીંગ ડાઉન એફટ્સ ના કારણે અથવા મેનીપ્યુલેટિવ પ્રોસિઝર દ્વારા પ્લેસેન્ટા નુ એક્સપલ્ઝન થાય છે.
ઇવેન્ટ્સ ફોર્થ સ્ટેજ ઓફ લેબર( ઓબ્ઝર્વેશન સ્ટેજ):
બેબીના બર્થ પછી ઓબ્ઝર્વેશન સ્ટેજ ને 4th સ્ટેજ ઓફ લેબર કહેવામાં આવે છે આ સ્ટેજ દરમિયાન મધર ની જનરલ કન્ડિશન તથા ન્યુબોર્ન ની કન્ડિશન અને યુટ્રસ ના કન્ડિશન ને કેરફૂલી મોનિટર કરવામાં આવે છે.
ફોર્થ સ્ટેજ એ પ્લેસેન્ટા ના બર્થ થયા પછી 1 અવર્સ નો હોય છે. આ એક ઇમ્પોર્ટન્ટ પિરિયડ હોય છે કે જેમાં મધર નુ ક્લોઝ ઓબ્ઝર્વેશન ની જરૂરિયાત રહે છે અને મધર ને ડીલેવરી થયા પછી 1 અવર્સ સુધી કંટીન્યુઅસ ક્લોઝ મોનિટરિંગમાં રાખવા જોઇએ.
લેબર ના ફોર્થ સ્ટેજમાં મધરને બ્લિડિંગ થાય છે કે કેમ તે અસેસ કરવું જેના કારણે મધર ને અરાઇઝ થતી પોસ્ટ પાર્ટમ હેમરેજ( PPH ) ની કન્ડિશન ને પ્રિવેન્ટ કરી શકાય મધર ના બ્લડ પ્રેશર નું મેઝરમેન્ટ કરવું તથા તેના પલ્સ ને પ્રોપરલી કાઉન્ટ કરવા. મધરની વેલ્બિંગ ને અશેષ કરવી જેમાં મધર ને એબડોમન પરથી યુટ્રસ ને પાલ્પેટ કરી ચેક કરવું કે યુટ્રસ એ ફિર્મ છે તથા બ્લડ દ્વારા ફીલ થયેલું છે કે કેમ તેનું પ્રોપરલી એસેસમેન્ટ કરવું.
જો યુટ્રસ એ સોફ્ટ તથા બોગી હોય તો તે હાઇટોપીક યુટ્રસ ની કન્ડિશન ઇન્ડિકેટ કરે છે કે જે પ્રોપરલી કોન્ટ્રાક્ટિંગ થય શકતું નથી. જો યુટ્રસ એ ફિર્મ થાય તો તે ઇફેક્ટિવ હેમોસ્ટેસિસ ની કન્ડિશન ઇન્ડિકેટ કરે છે.
પ્લેસેન્ટા ની ડીલેવરી થયા બાદ પ્લેસેન્ટા ની મેમ્બરેન ને તથા અંબેલીકલ કોર્ડ નું પ્રોપરલી ઇન્સ્પેક્શન કરવું તથા પ્લેસેન્ટા ના કોઇ રિટેઇન્ડ બીટ્સ એ યુટેરાઇન કેવીટીમા છે કે કેમ તેનુ પ્રોપર્લી અસેસમેન્ટ કરવુ. જેના કારણે પોસ્ટ પાર્ટમ હેમરેજ ની કન્ડિશન પ્રિવેન્ટ કરી શકાય ત્યારબાદ અંબેલિકલ કોર્ડ માં પ્રોપર્લી વેસેલ્સ છે કે કેમ તે અસેસ કરવું તથા કોઇ એબ્નોર્માલિટીસ છે કે કેમ તે પ્રોપરલી ચેક કરવું. મધર ના વાઇટલ સાઇન પ્રોપરલી ચેક કરવા. ત્યારબાદ ન્યુબોર્ન બેબી નું પ્રોપરલી એક્ઝામિનેશન કરવું અને તેની બ્રિધિંગ પેટર્નને પ્રોપર્લી અસેસ કરવી ત્યારે બાદ મધર ને પ્રોપરલી રેસ્ટ પ્રોવાઇડ કર્યા બાદ બેબી ને બ્રેસ્ટ ફીડીંગ પ્રોવાઇડ કરવા માટે તેના મધર ને એડવાઇઝ આપવી. તથા મધર ને પ્રોપરલી કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ કરવું.
ફીટસ ઇન યુટ્રો:
ફિટસ નું યુટ્રસ અને પેલ્વિસ સાથે રિલેશનશિપ એ અમુક ટર્મ્સમાં ડિસ્ક્રાઇબ કરવામાં આવેલું છે આ ટર્મ્સ ના અન્ડરસ્ટેન્ડિંગ કરવાથી ફિટસ નો કયો પાર્ટ પેલ્વિક બ્રીમમાં ફર્સ્ટ એન્ટર થાય છે તે ઓળખી શકાય છે.
તેમાં મેઇન્લી 6 ટમ્સ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
1) લાઇ,
2) પ્રેઝન્ટેશન,
3) પ્રેઝેન્ટિંગ પાર્ટ,
4) એટીટ્યુડ,
5) ડિનોમીનેટર,
6) પોઝીશન
1) લાઇ:
ફિટસ ના લોંગ એક્સિસ નું મેટરનલ સ્પાઇન ના લોંગ એક્સિસ સાથે રિલેશનશિપ ને ” લાઇ ” કહેવામાં આવે છે.
લાઇ એ સામાન્ય રીતે લોન્જીટ્યુડીનલ હોય છે પરંતુ ક્યારેક ટ્રાન્સવર્સ અને ઓબ્લિક પણ હોઇ શકે છે.
1) લોન્જીટ્યુડીનલ:
તેમાં ફિટસ ની લોન્ગ એક્સેસ એ મેટરનલ સ્પાઇન ના લોંગ એક્સિસ ની પેરેલેલ એટલે કે એકબીજા ને સમાંતર રીતે હોય છે.આનો અર્થ એ છે કે ફિટસ એ ક્યાં તો હેડ ડાઉન (સેફાલિક) અથવા ફીટ-ડાઉન (બ્રીચ) પોઝીશન મા છે. ડિલિવરી માટે આ મોસ્ટ ઓપ્ટિમલ ફિટલ પોઝિશન છે.
2) ટ્રાન્સવર્સ:
ઓબ્સ્ટ્રેટ્રિકલ માં ટ્રાંસવર્સ લાઇ એ ફિટસ ની પોઝિશન નુ ઇન્વોલ્વમેન્ટ કરે છે જ્યાં ફિટસ એ મધર ની સ્પાઇન ની સમાંતર હોવાના બદલે મધર ના યુટ્રસ ની આજુબાજુ હોરિઝન્ટલી (આડી) પોઝિશન માં હોય છે. આ સ્થિતિમાં, ફિટસ નું માથું યુટ્રસ ની એક બાજુ હોય છે અને તેના બટક્સ અથવા પગ અપોઝિટ બાજુએ હોય છે. આ સ્થિતિ વજાઇનલ કેનાલ માં ડિલિવરી માટે અનુકૂળ નથી અને ઘણી વખત સિઝેરિયન સેક્શન ની જરૂર પડે છે.
3) ઓબ્લિક:
ઓબ્સ્ટ્રેટ્રિકલ માં ઓબ્લિક લાઇ ત્યારે થાય છે જ્યારે ફિટસ એ યુટેરાઇન કેવીટી મા એક ખૂણા પર સ્થિત હોય છે, જેમાં ફિટસ નું હેડ અને બટક્સ બંને મધર ની એક બાજુ તરફ નમેલા હોય છે. આ પોઝિશન એ ન તો લોન્જીટ્યુડીનલ છે કે ન તો ટ્રાંસવર્સ છે પરંતુ તેના બદલે ત્રાંસા કોણ( ડાયગોનલ એંગલ) પર છે. વજાઇનલ ડીલેવરી માટે આ પ્રકાર ની લાઇ એ આઇડિયલ હોતી નથી.
2) પ્રેઝન્ટેશન:
યુટ્રસ ના લોવર પોલ( પેલ્વિક બ્રીમ) માં ફિટસ નો જે પાર્ટ ઓક્યુપાઇ થયેલો હોય તેને ફીટસ નું પ્રેઝન્ટેશન કહેવામાં આવે છે.
સામાન્ય રીતે ત્રણ પ્રેઝન્ટેશન નું ઇન્વોલ્વમેન્ટ થાય છે જેમ કે,
1) સેફેલિક પ્રેઝન્ટેશન (96.5 %)જેમા,
વર્ટેક્સ પ્રેઝન્ટેશન,
બ્રો પ્રેઝન્ટેશન,
ફેસ પ્રેઝન્ટેશન નો સમાવેશ થાય છે.
2) પોડેલીક/ બ્રીચ પ્રેઝન્ટેશન ( 3%),
3) સોલ્ડર તથા અધર જેમ કે, કમ્પાઉન્ડ પ્રેઝન્ટેશન( 0.5%)
1) સેફેલિક પ્રેઝન્ટેશન (96.5 %):
સેફાલિક પ્રેઝન્ટેશન ચાઇલ્ડ બર્થ દરમિયાન ફિટસ ની પોઝિશન નુ ઇન્વોલ્વમેન્ટ કરે છે જ્યાં ફિટસ નું હેડ બર્થ કેનાલ તરફ નીચે હોય છે. તે વજાઇનલ ડિલિવરી માટે સૌથી કોમન અને આઇડિયલ પ્રેઝન્ટેશન છે.
2) પોડેલીક/ બ્રીચ પ્રેઝન્ટેશન ( 3%):
પોડેલિક પ્રેઝન્ટેશન એ બ્રીચ પ્રેઝન્ટેશનનો એક પ્રકાર છે જેમાં ફિટસ ના ફસ્ટ લેગ અથવા બટક્સ એ યુટ્રસ ના લોવર પોલ મા હોય છે, જેમાં ફિટ અથવા બટક્સ એ બર્થ કેનાલ માં પ્રેઝન્ટિંગ પાર્ટ તરીકે રજૂ થાય છે. આ પ્રેઝન્ટેશન માં, ફિટસ ના બટક્સ અથવા પગ સર્વિક્સ તરફ હોય છે, અને હેડ એ સામાન્ય રીતે યુટ્રસ ના ઉપરના ભાગમાં આવેલુ હોય છે.
3) સોલ્ડર તથા અધર જેમ કે, કમ્પાઉન્ડ પ્રેઝન્ટેશન( 0.5%):
સોલ્ડર પ્રેઝન્ટેશન:
જ્યારે ફીટસ એ યુરાઇન કેવીટીમાં હોય અને તેનો પ્રેઝન્ટિંગ પાર્ટ તરીકે યુટ્રસ ના લોવર પોલ માં સોલ્ડર આવેલું હોય તો તેને સોલ્ડર પ્રેઝન્ટેશન કહેવામાં આવે છે.
કમ્પાઉન્ડ પ્રેઝન્ટેશન:
જ્યારે યુટ્રસ ના લોવર પોલમાં એક કરતાં વધારે બોડી પાર્ટ પ્રેઝન્ટ હોય તેને કંપાઉંડ પ્રેઝન્ટેશન કહેવામાં આવે છે.
3) પ્રેઝન્ટિંગ પાર્ટ:
ઓબસ્ટેટ્રીક માં “પ્રેઝન્ટિંગ પાર્ટ” એ ફિટસ ના તે પાર્ટ નુ ઇન્વોલ્વમેન્ટ કરે છે જે સર્વિક્સ ની સૌથી નજીક છે અને બર્થ કેનાલ માં એન્ટર થય રહ્યો છે અથવા એન્ટર થયો છે.
પ્રેઝન્ટિંગ પાર્ટ એટલે ફીટસ નો જે બોડી પાર્ટ એ સર્વાઇકલ ઓપનિંગ થ્રુ ફિંગર દ્વારા એક્ઝામિનેશન દરમિયાન ઇન્ટર્નલ OS ઉપર ફિલ થાય તો તેને પ્રેઝન્ટિંગ પાર્ટ કહેવામાં આવે છે.
1)હેડ (વર્ટેક્સ પ્રેઝન્ટેશન):
મોસ્ટ કોમન અને વજાઇનલ કેનાલ માથી ડિલિવરી માટે આઇડિયલ, કે જ્યાં હેડ નો ટોપ નો ભાગ પ્રેઝન્ટિંગ પાર્ટ છે.
2)બટક્સ (બ્રીચ પ્રેઝન્ટેશન):
બ્રીચ પ્રેઝન્ટેશનમાં, બટક્સ એ પ્રેઝન્ટિંગ પાર્ટ છે.
3)ફીટ (ફૂટલિંગ બ્રિચ):
આમા, પગ એ પ્રેઝન્ટિંગ પાર્ટ હોય છે, તે બ્રીચ પ્રેઝન્ટેશન નો એક પ્રકાર છે.
4) શોલ્ડર (શોલ્ડર પ્રેઝન્ટેશન):
જો સોલ્ડર એ પ્રેઝન્ટિંગ પાર્ટ છે, તો તેનો સામાન્ય રીતે અર્થ થાય છે કે ફિટસ એ ટ્રાન્સવર્સ લાઇ માં છે.
4)એટીટ્યુડ:
ફિટસ ના જુદા જુદા બોડી પાર્ટ્સ ના એકબીજા સાથેના રિલેશન ને “એટીટ્યુડ” કહેવામાં આવે છે. ફિટસ ની યુનિવર્સલ એટીટ્યુડ વેલ ફ્લેક્સ હોય છે.
એટીટ્યુડ એ ફિટસ ના ટ્રંક સાથે તેના લિમ્બ્સ તથા હેડ નુ રિલેસીનસીપ છે. તેનુ એટીટ્યુડ એ વેલ ફ્લેક્સ્ડ હોવું જોઇએ. ફિટસ નો બેક નો ભાગ બેન્ડ હોય છે, માથું સારી રીતે વળેલું અને ચેસ્ટ ને ટચ કરે છે. હાથ સારી રીતે વળેલા હોય છે, ચેસ્ટ ની સાથે ઓળંગેલા હોય છે, થાઇ એ એબડોમન પર અને લેગ્સ એ થાઇ પર વળેલા હોય છે. ફિટસ એ એક ઓવોઇડ માસ છે જે યુટેરાઇન કેવીટી મા આરામ થી ફિટ થાય છે. આવુ એટીટ્યુડ એ લેબર પ્રોસેસ દરમિયાન સરળતાથી ફિટસ ને એક્સપ્લઝન કરવામા
મદદરૂપ થાય છે.
ફ્લેક્સ ના નોર્મલ એટીટ્યુડ થી ડેવિએસન ને ડિફ્લેક્શન, એક્સ્ટેંશન અથવા હાયપરએક્સટેન્શન કહેવામાં આવે છે, ખાસ કરીને વર્ટેક્સ પ્રેઝન્ટેશન મા સારી રીતે વળેલું માથું (વર્ટેક્સ) સૌથી નાનું પ્રેઝેન્ટીંગ ડાયામીટર ધરાવતું અને એફિસીયન્ટ યુટેરાઇન એક્સન ધરાવતું હશે. લેબર એ સૌથી વધુ ઇફેક્ટિવ રહેશે જ્યારે, એબનોર્મલ એટીટ્યુડ એ લેબર માં ડિફીકલ્ટીસ ઊભી કરે છે.
5)ડિનોમીનેટર:
સામાન્ય રીતે ડિનોમીનેટર એટલે ફીટસ નો જે બોની પાર્ટ એ પ્રેઝન્ટિંગ પાર્ટ તરીકે મેટરનલ પેલ્વિસ ના વિવિધ ક્વાડ્રન્ટ્સ ના રિલેશન માં આવે તેને ડીનોમીનેટર કહેવામાં આવે છે.
જેમ કે,
વર્ટેક્સ/ સેફેલિક પ્રેઝન્ટેશન માં ડિનોમીનેટર તરીકે ઓક્સિપુટ હોય છે.
ફેસ પ્રેઝન્ટેશન મા ડિનોમીનેટર તરીકે મેન્ટમ ( ચિન ) હોય છે.
બ્રો પ્રેઝન્ટેશન મા ડિનોમીનેટર તરીકે ફ્રન્ટલ એમિનન્સ હોય છે.
બ્રીચ પ્રેઝન્ટેશન મા ડિનોમીનેટર તરીકે સેકરમ હોય છે.
સોલ્ડર પ્રેઝન્ટેશન માં ડિનોમીનેટર તરીકે સોલ્ડર ના સ્કેપ્યુલા નો એક્રોમિયન પ્રોસેસ હોય છે.
6) પોઝીશન:
મેટરનલ પેલ્વિસ ના અલગ અલગ ક્વાડ્રન્ટ્સ માં ડિનોમીનેટર ના રિલેશન ને પોઝીશન કહેવામાં આવે છે.
થીયોરેટીકલી રીતે, દરેક સેગ્મેન્ટ માં ડિનોમીનેટર ને મૂકવા માટે 45°ના સમાન ભાગોમાં ડિવાઇડ થયેલી આઠ પોઝીશન છે.
1) L.O.A.( લેફ્ટ ઓક્સિપિટો એન્ટિરિયર)
મોસ્ટ કોમન અને 1લી વર્ટેક્સ પોઝીશન કહેવાય છે.ઓક્સિપુટ એ ડાબી બાજુ ના ઇલિયોપેક્ટીનિયલ એમિનન્સ તરફ પોઇન્ટ હોય છે, સજાઇટલ સુચર એ પેલ્વિસ ના રાઇટ ઓબ્લિક ડાયામીટર મા હોય છે.
2)R.O.A( રાઇટ ઓક્સિપીટો એન્ટિરિયર):
2nd વર્ટેક્સ પોઝીશન છે.તેમા ઓક્સિપુટ એ રાઇટઇલિયોપેક્ટીનીયલ એમીનન્સ તરફ હોય છે અને સીનસીપુટ એ લેફ્ટ સેકરોઇલ્યાક જોઇન્ટ તરફ પોઇન્ટ થયેલો હોય છે જ્યારે સજાઇટલ સુચર એ પેલ્વિસ ના લેફ્ટઓબ્લિક ડાયામીટર માં આવેલો હોય છે.
3) R.O. P.(રાઇટ ઓક્સિપીટો પોસ્ટીરીયર) :
3rd વર્ટેક્સ પોઝીશન છે. તેમાં ઓક્સિપુટ એ રાઇટ સેકરો-ઇલિયાક જોઇન્ટ તરફ પોઇન્ટ થયેલી હોય છે જ્યારે સીન્સીપુટ એ લેફ્ટ ઇલિયોપેક્ટીનિયલ એમિનન્સ તરફ હોય છે અને સજાઇટલ સુચર એ પેલ્વિસ ના રાઇટ ઓબ્લિક ડાયામીટર માં આવેલ હોય છે.
4)l.O.P.(લેફ્ટ ઓક્સિપીટો પોસ્ટીરીયર):
4rth વર્ટેક્સ પોઝીશન છે. તેમાં ઓક્સિપુટ એ લેફ્ટ સેકરોઇલ્યાક જોઇન્ટ તરફ પોઇન્ટ થયેલું હોય છે અને સજાઇટલ સુચર્સ એ પેલ્વિક ના લેફ્ટ ઓબ્લીક ડાયામીટર માં આવેલો હોય છે.
5)R.O.T( રાઇટ ઓક્સિપીટો ટ્રાન્સવર્સ):
ઓક્સીપુટ એ ઇલિયોપેક્ટીનલ એમિનન્સ અને સેક્રો- ઇલિયાક જોઇન્ટ વચ્ચે ની રાઇટ ઇલિયોપેક્ટીનલ લાઇન તરફ પોઇન્ટ કરે છે, સજાઇટલ સુચર્સ એ પેલ્વિસ ના ટ્રાન્સવર્સ ડાયામીટર માં હોય છે.
6)L.O.T ( લેફ્ટ ઓક્સિપીટો ટ્રાન્સવર્સ):
ઓક્સીપુટ એ ઇલિયોપેક્ટીનલ એમિનન્સ અને સેક્રો- ઇલિયાક જોઇન્ટ વચ્ચે ની લેફ્ટ ઇલિયોપેક્ટીનલ લાઇન તરફ પોઇન્ટ કરે છે, સજાઇટલ સુચર્સ એ પેલ્વિસ ના ટ્રાન્સવર્સ ડાયામીટર માં હોય છે.
7) O.A.(ઓક્સીપીટો એન્ટિરિયર):
ઓસીપુટ સિમ્ફાઇસિસ પ્યુબિસ તરફ નિર્દેશ કરે છે, સિન્સિપુટ એ સેક્રમ તરફ નિર્દેશ કરે છે, સજાઇટલ સુચર્સ એ પેલ્વિસ ના એન્ટિરિયર પોસ્ટીરીયર ડાયામીટર માં હોય છે.
8)O.P.( ઓક્સીપીટો પોસ્ટીરીયર):
ઓસીપુટ સેક્રમ તરફ નિર્દેશ કરે છે, સિન્સિપુટ સિમ્ફિસિસ પ્યુબિસ તરફ નિર્દેશ કરે છે, સજાઇટલ સુચર એ પેલ્વિસ ના એન્ટિરિયર પોસ્ટીરીયર ડાયામીટર માં હોય છે.
મિકેનિઝમ ઓફ લેબર(કાર્ડિનલ મુવમેન્ટસ ઓફ નોર્મલ લેબર):
ફીટસ ની બર્થ કેનાલ માંથી પસાર થવાની પેસિવ મુવમેન્ટ ની સિરીઝ ને મિકેનિઝમ ઓફ લેબર કહેવામાં આવે છે. આમાં પ્રિન્સિપલ મુવમેન્ટસ એ હેડ ની થાય છે. ફિટસ ના બર્થ કેનાલ માંથી પસાર થતી વખતે ફિટલ હેડ પોઝીશન માં ચેન્જીસ આવે તેને કાર્ડિનલ મુવમેન્ટસ કહેવામાં આવે છે. અને આ કાર્ડિનલ મુવમેન્ટ એ સામાન્ય રીતે લેબર ના સેકન્ડ સ્ટેજ દરમિયાન જોવા મળે છે.
ધ ફિટસ ઇન યુટેરો:
લાઇ: લોન્જીટ્યુડીનલ,
પ્રેઝન્ટેશન: સેફેલિક,
પ્રેઝેન્ટીંગ પાર્ટ: વર્ટેક્સ,
એટીટ્યુડ : ફ્લેક્સન,
ડિનોમીનેટર: ઓક્સિપુટ,
પોઝીશન: રાઇટ ઓક્સિપીટો એન્ટિરિયર ( R.O.A ) or લેફ્ટ ઓક્સીપીટો એન્ટિરિયર ( L.O.A).
ડાયામીટર ઓફ એંગેજમેન્ટ ઓફ પેલ્વીસ:
ઇન્લેટ : ટ્રાન્સવર્સ ડાયામીટર ( 13 Cm).
ડાયામીટર્સ ઓફ એંગેજમેન્ટ ઓફ સ્કલ:
સબ- ઓક્સિપીટો બ્રેગ્મેટીક ડાયામીટર: 9.5 cm.
સબ- ઓક્સિપીટો ફ્રન્ટલ:10 cm.
મિકેનિઝમ:
નોર્મલ લેબર માં હેડ વધારે કોમન અવેઇલેબલ ટ્રાન્સવર્સ ડાયામીટર માં એન્ટર થાય છે. તેમા લેફ્ટ ઓક્સીપીટો એન્ટિરિયર પોઝિશન( L.O. A.) એ રાઇટ ઓક્સિપીટો પોસ્ટીરીયર (R.O.P.) પોઝીશન કરતા વધારે કોમન હોય છે. હેડ નું એન્ટિરિયર- પોસ્ટીરીયર ડાયામીટર એ સબ ઓક્સીપીટો-બ્રેગ્મેટીક 9.5 cm અથવા સ્લાઇટલી ડિફ્લેક્શન સબઓક્સીપીટો ફ્રન્ટલ ડાયામીટર 10 cm હોય છે. તેમાં ઓક્સિપીટો એન્ટિરિયર પોઝિશન એ કોમન હોય છે,
નીચે મુજબ ની મીકેનીઝમ જોવા મળે છે જેમ કે:
1) એંગેજમેન્ટ,
2) ડિસેન્ટ ડાઉન,
3) ફ્લેક્સન,
4) ઇન્ટર્નલ રોટેશન,
5) ક્રાઉનિંગ,
6) એક્સટેન્શન,
7) રેસ્ટિટ્યુશન,
8) એક્સટર્નલ રોટેશન ઓફ હેડ વિથ ઇન્ટર્નલ રોટેશન ઓફ સોલ્ડર,
9) બર્થ ઓફ શોલ્ડર એન્ડ ટ્રન્ક બાય લેટરલ ફ્લેક્સન.
1) એંગેજમેન્ટ:
L.O.A માં, જ્યારે ફિટસ નું હેડ એ પેલ્વિક બ્રીમ મા એન્ટર થાય છે, ત્યારે ઓક્સીપુટ એ લેફ્ટ ઇલિયોપેક્ટીનિયલ એમિનન્સ પર આવે છે,તથા રાઇટ સેક્રોઇલિયાક જોઇન્ટ માં સિન્સિપુટ અને મધર ના પેલ્વિસ ના રાઇટ ઓબ્લિક ડાયામીટર પર સજાઇટલ સુચર આવેલું છે. હેડ નો એન્ગેજીંગ એન્ટેરો- પોસ્ટીરીયર ડાયામીટર એ કાં તો સબઓક્સિપિટો- બ્રેગમેટિક 9.5 cm અથવા સબઓક્સિપિટો ફ્રન્ટલ 10 cm છે. એંગેજીંગ ટ્રાંસવર્સ ડાયામીટર એ બાયપરાઇટલ ડાયામીટર 9.5 cm છે.
2) ડિસેન્ટ ડાઉન:
ડિસેન્ટ ડાઉન એ કંટીન્યુઅસ પ્રોસેસ છે તે ફર્સ્ટ સ્ટેજ માં સ્લો હોય છે પરંતુ સેકન્ડ સ્ટેજ માં વધારે સ્પષ્ટ હોય છે. કે જે ફીટસ ના એક્સપ્લઝન થતા ની સાથે એન્ડ થાય છે. તેમા ફેક્ટર્સ જેમકે યુટેરાઇન કેવીટી નુ કંટીન્યુઅસ કોન્ટ્રાકશન અને રીટ્રેક્શન થવું તથા મેટર્નલ બિયરીંગ ડાઉન એફટ્સ એ ફિટસ ને ડિસેન્ટ ડાઉન થવામાં મદદ રહે છે.
પ્રાઇમીગ્રેવિડા માં પહેલાથી જ હેડ એંગેજમેન્ટ હોય છે ત્યારે ફર્સ્ટ સ્ટેજ માં પ્રેક્ટીકલી કોઇ ડીસેન્ટ થતું નથી, જ્યારે મલ્ટીગ્રેવીડા માં લેબર ની શરૂઆત સાથે ફિટસ હેડ ના એંગેજમેન્ટ સાથે હેડ નુ ડિસેન્ટ ડાઉન થાય છે. જ્યારે સર્વિક્સ એ ફુલ્લી ડાયલેટેડ હોય ત્યારે ફીટસ નું હેડ એ પેલ્વિક ફ્લોર સુધી પહોંચે છે.
ડિસેન્ટમાં હેલ્પ કરતા ફેક્ટર્સ જેમકે,
1)યુટેરાઇન કોન્ટ્રાકશન અને રીટ્રેક્શન,
2) બીયરિંગ ડાઉન એફટ્સ ,
3) સ્પેશિયલી મેમ્બરેન રપ્ચર થયા પછી ફીટસ ના સ્પાઇન નું સ્ટ્રેઇટનીંગ થવાથી.
3) ફ્લેક્સન:
ફ્લેક્સન એ લેબર પ્રોસેસ દરમિયાન કંટીન્યુઅસ થતું રહે છે જેના કારણે ફીટસ નો પ્રેઝન્ટિંગ પાર્ટ નો ડાયામીટર સ્મોલ થાય છે જેના કારણે પ્રેઝન્ટિંગ પાર્ટ એ મેટરનલ પેલ્વિન્સ માંથી ઇઝીલી રીતે પાસ થય શકે જો મેટરનલ પેલ્વિસ એ એડીક્યુએટ હોય તો ફ્લેક્સન એ અનફોલ્ડીંગ સર્વિક્સ, પેલ્વિસ ની વોલ અથવા પેલ્વિક ફ્લોર ના રેઝિસ્ટન્સ થી થાય છે.જો પેલ્વિસ એ એડિક્યુએટ હોય, તો મેટર્નલ સોફ્ટ ટિસ્યુસ ની રેઝીસ્ટન્ટ એ હેડ ના ફુલી ફ્લેક્સન ને પ્રમોટ કરે છે.
4) ઇન્ટર્નલ રોટેશન:
જેમ જેમ હેડ નુ નીચે ડિસેન્ટ થવા નું ચાલુ રહે છે તેમ, ફિટસ હેડ નો આગળ નો ભાગ પેલ્વિક ફ્લોર પર નીચે તરફ ધકેલાય છે. જ્યારે કોન્ટ્રાકશન એ ઓછા થાય છે, ત્યારે પેલ્વિક ફ્લોર રિબાઉન્ડ થાય છે જેના કારણે ઓસીપુટ આગળ તરફ સરકાય છે. ઓસીપુટ સર્કલ ના 1/8મા ભાગમાં (45 ડિગ્રી) રોટેટ થાય છે અને પ્યુબિકઆર્ચ ની અન્ડર મા આવે છે. આ ઇન્ટર્નલ રોટેશન થતી સમયે ફિટસ ના નેક નું ટોર્ઝન ( ટ્વિસ્ટિંગ) થાય છે.
5) ક્રાઉનિંગ:
હેડ નું ઇન્ટર્નલ રોટેશન થયા પછી સબઓક્સીપુટ પ્યુબીક આર્ચ ની નીચે આવે ત્યાં સુધી ડિસેન્ટ થાય છે આ સ્ટેજ ઉપર હેડનું મેક્સિમમ ડાયામીટર એટલે કે બાયપરાઇટલ ડાયામીટર વલ્વલ આઉટલેટ ને સ્ટ્રેચ કરે છે તથા કોન્ટ્રાકશન પૂરું થયા પછી એ હેડ પાછળ જતુ જતુ રહેતુ નથી તેને “ક્રાઉનીંગ ઓફ હેડ” કહેવામાં આવે છે.
6) એક્સટેન્શન:
હેડની ડીલેવરી એ એક્સટેન્શન થી એટલે કે “કપલ ઓફ ફોર્સ ” દ્વારા થાય છે. ડ્રાઇવિંગ ફોર્સ હેડ ને ડાઉનવર્ડ ડાયરેક્શન માં જ્યારે પેલ્વિક ફ્લોર અપવાર્ડ અને ફોરવર્ડ ડાયરેક્શન માં રેઝીસ્ટન્ટ આપે છે આમ ડાઉનવર્ડ ફોર્સ અને અપવાર્ડ ફોર્સ એ ન્યુટ્રલાઇઝ થાય છે તેમજ બાકી રહેલા ફોરવર્ડ ફોર્સ એ ફિટસ ના હેડ ને એક્સટેન્શન થવામાં હેલ્પ થાય છે. ફિટલ હેડ એ વલ્વલ આઉટલેટ માંથી વર્ટેક્સ, બ્રો અને ફેસ તે રીતે બોર્ન થાય છે. ચીન એ બહાર આવ્યા પછી હેડ એ નીચે ડ્રોપ થાય છે અને ચીન મેટરનલ એનાલ ઓપનિંગ ની નજીક આવે છે.
7) રેસ્ટિટ્યુશન:
હેડ નું એક્સટેન્શન થયા બાદ વિઝિબલ મુવમેન્ટ જોવા મળે છે કે જેમાં હેડ ના ઇન્ટર્નલ રોટેશન માં નેક નું જે ટ્વીસ્ટીંગ થયેલું હોય તે રેસ્ટિટ્યુશન માં તે અનટ્વિસ્ટીંગ થાય છે રેસ્ટિટ્યુશન માં ઇન્ટર્નલ રોટેશન ની અપોઝિટ ડાયરેક્શનમાં ઓક્સિપુટ એ 1/8 સરકલ અથવા 45 ° હેડ નુ રોટેશન થાય છે. આથી મેટરનલ થાય ની બાજુ આવે છે.
8) એક્સટર્નલ રોટેશન ઓફ હેડ વિથ ઇન્ટર્નલ રોટેશન ઓફ સોલ્ડર:
આ ફેઝ માં સોલ્ડર નું ઇન્ટર્નલ રોટેશન થાય છે અને બહારની તરફ હેડ નું એક્સટર્નલ રોટેશન થાય છે અને સોલ્ડર એ હવે પેલ્વિક આઉટલેટ ના સૌથી વાઇડેસ્ટ ડાયામીટર માં આવેલા છે, એટલે કે એન્ટેરો- પોસ્ટીરીયર. એન્ટીરીયર સોલ્ડર એ લેવેટર એનિ મસલ્સ સુધી પહેલા પહોંચે છે અને સિમ્ફાઇસિસ પ્યુબિસ ની નીચે લાઇ થવા માટે આગળ ની તરફ રોટેશન થાય છે. આ મુવમેન્ટ છે જે ક્લિયરી વિઝીબલ હોય છે, તે જ સમયે, હેડ પણ 1/8 સર્કલ મા રેસ્ટીટ્યુશન ના સેમ ડાયરેક્શન મા એક્સટર્નલી રોટેશન થાય છે
9) બર્થ ઓફ શોલ્ડર એન્ડ ટ્રન્ક બાય લેટરલ ફ્લેક્સન:
શોલ્ડર એ આઉટલેટ ના એન્ટીરિયર-પોસ્ટીરીયર ડાયામીટર માં આવ્યા પછી આગળ નું ડિસેન્ટ એન્ટિરિયર સોલ્ડર એ સિમ્ફાઇસીસ પ્યુબીસ ની નીચેથી એસેક્પ થાય ત્યાં સુધી રહે છે. સ્પાઇન ના લેટરલ ફ્લેક્શન ની મુવમેન્ટ થી પેરિનીયમ પરથી પોસ્ટીરીયર સોલ્ડર સ્વીપ થાય છે અને ત્યારબાદ બાકી રહેલુ ટ્રન્ક એ લેટરલ ફ્લેક્સન દ્વારા ડિલીવર થાય છે.
ફસ્ટ સ્ટેજ ઓફ લેબરનું મેનેજમેન્ટ:
ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર ના નર્સિંગ મેનેજમેન્ટમાં કોમ્પ્રાહેંસીવ કેર નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.તેનો એઇમ એ મધર ને ફિઝિકલ, ઇમોશનલી તથા એજ્યુકેશનલી સપોર્ટ કરવુ તથા લેબર પ્રોગ્રેશન ને ક્લોઝલી મોનીટરીંગ કરવુ.
અસેસમેન્ટ
લેબરના પ્રોગ્રેસને, મધરની કન્ડિશન અને તથા ફિટસ ની કન્ડિશન ને પ્રોપરલી મોનિટર કરવું.
લેબર પેઇન એ ક્યારે સ્ટાર્ટ થયુ તેના વિશે ઇન્કવાયરી કરવુ.
કોઇપણ પ્રકારનું લાઇકર એ લીકેજ થાય છે કે નહીં તેના વીસે ઇન્ક્વાઇરી કરવું.
મધર નું પ્રોપરલી એક્ઝામિનેશન કરવું.
પ્રોપર્લી ઓબ્સટ્રેટ્રીક એક્ઝામિનેશન કરવુ.
મધર નુ વજાઇનલ એક્ઝામિનેશન કરવુ.
મધર ના એન્ટીનેટલ રકોડ્સ ને પ્રોપર્લી ચેક કરવા.
મેટર્નલ અસેસમેન્ટ
મધરના વાઇટલ સાઇન રેગ્યુલરલી મોનિટરિંગ કરવા,જેમ કે,
ટેમ્પરેચર,
પલ્સ,
રેસ્પીરેસન,
તથા બ્લડપ્રેશર ને પ્રોપરલી અસેસ કરવા.
પ્રેગનેન્ટ વુમન ના યુટેરાઇન કોન્ટ્રાકશન ની ઇન્ટેન્સિટી, ફ્રિકવન્સી, ડ્યુરેશન, તથા રેસ્ટીંગ ટોન ને પાલ્પેશન મેથડ દ્વારા પ્રોપરલી અસેસ કરવું.
પરવજાયનલ એક્ઝામિનેશન દ્વારા સર્વાઇકલ ડાયલેટેસન તથા એફેસમેન્ટને પ્રોપરલી અસેસ કરવું.
સર્વાઇકલ ડાયલેટેસન તથા એફેસમેન્ટ નુ પ્રોપર્લી તથા એક્યુરેટલી ડોક્યુમેન્ટેશન તથા ચાર્ટીંગ કરવુ.
ફીટલ અસેસમેન્ટ
ફીટલ હાર્ટ રેટ ને કંટીન્યુઅસલી ઇલેક્ટ્રોનિક ફિટલ મોનિટરિંગ (EFM) દ્વારા મોનિટરિંગ કરવા.
ફિટલ હાર્ટ રેટ ની પેટર્નને પ્રોપરલી અસેસ કરવી.
ફિટલ હાર્ટ રેટ ને પ્રોપરલી ડોક્યુમેન્ટેશન કરવું તથા કોઈપણ એબનોર્માલીટી હોય તો તેનું પણ પ્રોપરલી ડોક્યુમેન્ટેશન કરવું.
સપોર્ટ એન્ડ કમ્ફટૅ મેઝર્સ
મધરને પ્રોપરલી કમફર્ટેબલ પોઝિશન પ્રોવાઇડ કરાવવી જેના કારણે મધર નું કમ્ફર્ટે લેવલ પણ ઇન્ક્રીઝ થય શકે અને લેબર પ્રોસેસ પણ પ્રોગ્રેસ થય શકે જેમ કે વોકિંગ,સ્ટેન્ડિંગ, સિટીંગ વગેરે.
મધરને રિલેક્સેશન ટેકનીક માટે એડવાઇઝ આપવી જેમકે ડીપ બ્રિધિંગ એક્સરસાઇઝ, તથા માઇન્ડ ડાઇવરઝનલ થેરાપી વગેરે.
મધરની એન્ઝાઇટી ને રીડયુઝ કરવા માટે મધરને ઇમોશનલ સપોર્ટ, રિએશ્યોરન્સ તથા સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
હાઇડ્રેશન તથા ન્યુટ્રીશન
મધરને થોડા પ્રમાણમાં ફ્લુઇડ ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી.
મધરના હાઇડ્રેશન સ્ટેટસ ને પ્રોપરલી મેઇન્ટેન કરવા માટે મધર નો ઇન્ટેક આઉટપુટ ચાર્ટ ને કંટીન્યુઅસલી મોનિટર કરવુ.
મધરના ન્યુટ્રીશન સ્ટેટસને મેઇન્ટેન કરવા માટે મધરને એડિક્યુએટ અમાઉન્ટ માં લાઇટ ફૂડ તથા પ્લેન ટેક કરવા માટે એડવાઇઝ આપવી.
જેમ કે, પ્લેઇન વોટર,
સોલ્ટી લેમન વોટર,
સુપ,તથા ફ્રુઇટ જ્યુસ વગેરે.
એન્ટીસેપ્ટીક તથા એસેપ્ટીક
જીનાઇટલ એરિયા પર પ્રોપર્લી એન્ટિસેપ્ટિક ડ્રેસિંગ એપ્લાય કરવુ.જેના કારણે ક્લિન્લીનેસ મેઇન કરી સકાય.
એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન
મધર તથા તેના સપોર્ટર્સ ને મધર ની કન્ડિશન તથા પ્રોગ્રેસ ઓફ લેબર વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
કેર ઓફ બોવેલ
મધર ના બોવેલ ને ક્લિયર કરવા માટે તથા યુટેરાઇન કોન્ટ્રાકશન ને ઇન્ક્રીઝ કરાવવા માટે પ્રોપરલી એનીમા પ્રોવાઇડ કરવો.
કેર ઓફ બ્લાડર
પ્રેગનેન્ટ વુમન ને ફ્રિકવન્ટલી બ્લાડર એમ્પટી કરવા માટે એડવાઇઝ આપવી કારણકે ફુલ બ્લાડર હોય તો તે કોન્ટ્રાક્ટરને ઇન્હિબીટ કરે છે.
રીલીફ ઓફ પેઇન:
મધરને થતી પેઇન ની કન્ડિશન ની રિલીવ કરવા માટે મધર ને પ્રોપરલી એનાલ જેસીક મેડિકેશન પ્રોવાઇડ કરવી.
જેમ કે ,
Inj. Pethidine 100 mg IM જ્યારે સર્વેક્ષ a2 ફિંગર જેટલું ડાયલેટ થાય ત્યારે પ્રોવાઇડ કરવી અને જો જરૂરિયાત રહે તો ચાર અવર્સ ફરી રીપીટ કરવું.
નોટિંગ ધ પ્રોગ્રેસ ઓફ લેબર:
લેબર ની પ્રોસેસ ને અશેસ કરવા માટે પાર્ટોગ્રાફ નું પ્રોપરલી રેકોર્ડિંગ કરવું જેના કારણે લેબર પ્રોગ્રેસ એ પ્રોપરલી છે કે કેમ તે અસેસ કરી શકાય.
પાર્ટોગ્રાફ
ડેફીનેશન:
પાર્ટોગ્રાફ એ એ સર્વાઇકલ ડાયલેટેશન,
ફીટલ હેડ ડિસેન્ડ થવુ તથા લેબર પ્રોગ્રેસ માટેનો અને મધર અને ફિટલ ની કન્ડિશન નો ગ્રાફિક રેકોર્ડિંગ અને ટૂલ છે.પાર્ટોગ્રાફ દ્વારા મધર અને ફિટસ ની કન્ડિશન વિશે ઇમીડિયેટલી તથા રિલીવન્ટ ઇન્ફોર્મેશન મેળવી શકાય છે.
તે એપ્રોપ્રિએટ ટાઇમ અને સમયસર રેફરલ માટે એક્શન લેવાની નીડ ને રેકોગ્નાઇઝ કરે છે. પાર્ટોગ્રાફ દ્વારા મધર તથા ફિટસ ના મોરબીડીટી તથા મોર્ટાલિટી રેટ પણ સુધારી શકાય છે.
ઓબ્જેકટીવ્સ અથવા એડવાન્ટેજીસ:
1) લેબર દરમિયાન ઓબ્ઝર્વેશન કરીને પ્રોપરલી રેકોર્ડ કરવા માટે.
2) લેબરના લેટંટ અને એક્ટિવ ફેઝ નો ખ્યાલ આવે તે માટે.
3) પાર્ટોગ્રાફ ને ઇન્ટરપ્રિટ કરીને નોર્મલ થી કોઈ ડેવિએશન થતું હોય તો તેને ઓળખીને યોગ્ય પગલા લેવા માટે.
4) લેબરના પ્રોગ્રેસને જાણીને યોગ્ય સમયે એકશન લઇ ને રિફર કરી શકાય તે માટે.
5) એક સિંગલ સીટ માં જ એક નજરે રેકોર્ડ જોઇ શકાય તથા ઇઝીલી હેન્ડ ઓવર થઈ શકે તે માટે.
6) લેબરની ઇવેન્ટને વારંવાર રેકોર્ડ ન કરવી પડે તે માટે.
7) પ્રોલોંગ લેબર અને શિક્ષણનો રેટ ઘટે તે માટે.
ઓબ્ઝર્વેશન ચાર્ટેડ ઓન પાર્ટોગ્રાફ:
1) પ્રેગનેન્ટ વુમન ઇન્ફોર્મેશન:
A) નામ ,
B) GTPAL સ્કોર
G: ગ્રેવિડા,
T:=ટમૅ બર્થ,
P:=પારા,
A:= એબોર્શન,
L:= લિવિંગ ચિલ્ડ્રન.
C) હોસ્પિટલ નું નામ,
D) હોસ્પિટલ રજીસ્ટ્રેશન નંબર,
E) એડમિશન ની ડેટ એન્ડ ટાઇમ,
F) મેમ્બરેન રપ્ચર થયાનો ટાઇમ,
G) પિરિયડ ઓફ જેસ્ટેશન,
H) લેબર ઓનસેટ થયાનો ડેટ એન્ડ ટાઇમ.
2) ફિટલ કન્ડિશન:
A) ફિટલ હાર્ટ રેટ,
B) એમ્નીઓટિક ફ્લ્યુઇડ,
C) મોલ્ડિંગ.
3) પ્રોગ્રેસ ઓફ લેબર
A) સર્વાઇકલ ડાયઇલેટેશન ,
B) ડિસેન્ડ ઓફ હેડ,
C) યુટેરાઇન કોન્ટ્રાકશન.
4) મેટરનલ કન્ડિશન
A)ઓક્સિટોસિન,ડ્રગ્સ એન્ડ I.v.ફ્લુઇડ એડમિનિસ્ટ્રેશન
B) પલ્સ,
C) બ્લડ પ્રેશર,
D) ટેમ્પરેચર,
E) યુરીન વોલ્યુમ, એસિટોન તથા પ્રોટીન.
આ બધી ઇન્ફોર્મેશન એ પાર્ટોગ્રાફ માં ફીલ કરવામાં આવે છે.
પાર્ટોગ્રાફ ભરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ:
1) જ્યારે વુમન એ લેબરના એક્ટિવ ફેસમાં પહોંચે ત્યારે પાર્ટોગ્રાફ મેઇન્ટેન કરવાનું ચાલુ કરવું જોઇએ અને પ્રેગ્નેન્ટ વુમનને એકલી મૂકવી ન જોઇએ.
2) ફિટલ હાર્ટ રેટ કાઉન્ટ કરીને દર અડધી કલાકે રેકોર્ડ કરવા જોઇએ,
ફિટલ હાર્ટ સાઉન્ડ એ ફૂલ 1 મિનિટ માટે એકાઉન્ટ કરવા જોઇએ અને તે યુટેરાઇન કોન્ટ્રાકશન પત્યા પછી તરત જ કાઉન્ટ કરવા જોઇએ.
3) જ્યારે સર્વિક્સ નુ ડાયલેટેસન 4 cm અથવા તેનાથી વધારે થાય ત્યારે યુટેરાઇન કોન્ટ્રાક્ટરની ફ્રિકવન્સી, ઇન્ટેન્સિટી, ડ્યુરેશન,પલ્સ,ફિટલ હાર્ટ રેટ દર 30 મિનિટે મોનિટર કરવું.
4) બ્લડ પ્રેશર અને સર્વાઇકલ ડાયલેટેસન ( cm મા) દર બે કલાકે મોનિટર કરવું.
5) ડિસેન્ડ ઓફ હેડ તથા ટેમ્પરેચર એ દર ચાર કલાકે મોનિટર કરવું.
પાર્ટોગ્રાફ
1) પેશન્ટ આઇડેન્ટિફિકેશન ડેટા
આમાં વુમન નું નામ, એજ,GTPAL સ્કોર, એડમિશનની ડેટ તથા ટાઇમ, રજીસ્ટ્રેશન નંબર, મેમ્બરેન રપ્ચર થયા નો ટાઇમ તથા લેબરના ઓનસેટ થયાનો ટાઇમ અને ડેટ ને માર્ક કરવામાં આવે છે.
2) ફિટલ કન્ડિશન
ફિટલ હાર્ટ રેટ કાઉન્ટ કરીને દર અડધી કલાકે રેકોર્ડ કરવા.
ફિટલ હાર્ટ રેટ ફૂલી 1 મિનિટ માટે એકાઉન્ટ કરવા.
યુટેરાઇન કોન્ટ્રેક્શન પત્યા પછી તરત જ ફીટલ હાર્ટ રેટ કાઉન્ટ કરવા.
જો ફીટલ હાર્ટ સાઉન્ડ ( FHS )એ < 120/Minutes અથવા જો
( FHS )એ >160/ Minutes હોય તો તે ફિટલ ડિસ્ટ્રેસ સૂચવે છે. જો ફિટલ ડિસ્ટ્રેસ ની કન્ડિશન હોય તો તાત્કાલિક પગલા લેવા જોઈએ.
દરેક સ્મોલ બોક્સમાં વર્ટિકલ કોલમ તે અડધા કલાક નો ઇન્ટરવલ દર્શાવે છે.
2) કન્ડિશન ઓફ મેમ્બરેન
ફિટલ કન્ડિશન સાથે દર 30 મિનિટે એમ્નીઓટિક મેમ્બરેન ની કન્ડિશન તથા એમ્નીઓટિક ફ્લ્યુઇડ નો કલર પણ રેકોર્ડ કરવો.
A) એમ્નીઓટીક મેમ્બરેન એ ઇન્ટેક હોય તો := I ( Intact),
B) લાઇકર એ ક્લિયર હોય તો: = C( Clear),
C) લાઇકર એ એબસન્ટ હોય તો:= A( Absent) ,
D)એમ્નીઓટીક મેમ્બરેન એ રપ્ચર હોય તો := R ( Rupture),
E) મીકોનિયમ સ્ટેઇન્ડ લાઇકર હોય તો:= M( meconium),
F) જો લાઇકર મા બ્લડ પ્રેઝન્ટ હોય તો: B(Blood)
આમ , પાર્ટોગ્રાફ મા એમ્નીઓટિક મેમ્બરેન ની કન્ડિશન તથા એમ્નીઓટિક ફ્લ્યુઇડ આ પ્રમાણે માર્કિંગ કરવું.
3) મોલ્ડિંગ ( ફિટસ હેડ ના બોન એ સુચર્સ તથા ફોન્ટાનેલ્સ દ્વારા સેપરેટ થયેલા હોય છે પરંતુ તે બર્થ કેનાલ દ્વારા પાસ થતી સમયે આ ફીટલ હેડના બોન એ એક બીજા પર ઓવરલેપિંગ થાય અને હેડ નો સેપ એ થોડા સમય માટે ચેન્જ થાય જેના કારણે ફિટલ હેડ એ બર્થ કેનાલ માથી ઇઝીલી પાસ થય શકે આ કન્ડિશનને મોલ્ડિંગ કહેવામાં આવે છે.)
મોલ્ડિંગ ને રેકોર્ડ કરવા માટે ગ્રેડ દ્વારા રેકોર્ડ કરવામાં આવે છે.
A) 0 -> જો બોન એ સેપરેટ થયેલા હોય અને સુચર્સ એ સરળતાથી ફેલ્ટ થાય ત્યારે.
B) + -> બોન એ એકબીજાને જસ્ટ ટચ કરે ત્યારે.
C) ++ -> બોન એ ઓવરલેપિંગ થાય પરંતુ ઇઝીલી સેપરેટ થાય ત્યારે.
D) +++ -> બોન એ સિવ્યરલી ફિક્સ્ડ ઓવરલેપિંગ થયેલા હોય ત્યારે.
4) પ્રોગ્રેસ ઓફ લેબર
જ્યારે વુમન એ એક્ટિવ લેબરમાં આવે ત્યાર પછી જ લેબર પ્રોગ્રેશન ને પાર્ટોગ્રાફ પર પ્લોટીંગ કરવાનું ચાલુ કરવું.
એક્ટિવ લેબર એ સર્વાઇકલ ડાયલેટેશન એ 4 cm અથવા તેના કરતાં વધારે હોય અને એવ્રી 10 મિનિટ માં એટલીસ્ટ બે સારા કોન્ટ્રાકશન આવે ત્યારે જ પાર્ટોગ્રાફ પર પ્લોટીંગ કરવાનું સ્ટાર્ટ કરવું.
સર્વાઇકલ ડાયઇલેટેશન ને cm માં દર ચાર કલાકે રેકોર્ડ કરવું.
સર્વાઇકલ ડાયલેટેશન નો શરુઆત નો રેકોર્ડ એ લેફ્ટ એલટૅ લાઇન ( જ્યારે મધર એ એક્ટિવ લેબરમાં હોય) થી સ્ટાર્ટ કરવો. નોર્મલી ગ્રાફ લાઇન એ લેફ્ટ એલર્ટ લાઇન ઉપર સતત રહે છે દરેક વખતે પ્રોપર ટાઇમ દર્શાવવો.
જો એલર્ટ લાઇન ક્રોસ થાય એટલે કે જો ગ્રાફ એ એલર્ટ લાઇનની રાઇટ તરફ મુવ થાય તો તે પ્રોલોન્ગ લેબર દર્શાવે છે. આથી મીડવાઇફ એ તરત જ એલર્ટ થઇ જવું કે લેબરમાં કંઇક એબનોર્મલ છે. એલર્ટ લાઇન એ ક્રોસ થાય તે ટાઇમ ને નોટ કરવો અને તરત જ તાત્કાલિક ટ્રીટમેન્ટ અથવા રીફર કરવા માટેના મેઝર્સ( પગલા)લેવાના સ્ટાર્ટ કરી દેવા.
જ્યારે ગ્રાફ એ એક્શન લાઇન ની ક્રોસ થાય એટલે કે જો એક્સન લાઇનની રાઇટ સાઇડ પર જાય તો તરત જ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવી અથવા મધરને એપ્રોપ્રિએટ મેડિકલ સર્વિસ પર રીફર કરવી.
એલર્ટ અને એક્શન લાઇન વચ્ચેનો તફાવત 4 અવર્સ નો હોય છે.
5)યુટેરાઇન કોન્ટ્રાકશન
યુટેરાઇન કોન્ટ્રાકશન દર અડધી કલાકે રેકોર્ડ કરવા કોન્ટ્રાકશન એ દસ મિનિટમાં બે વાર કોન્સ્ટ્રેક્શન એ ગુડ યુટેરાઇન કોન્ટ્રાકશન ને ઇન્ડિકેટ કરે છે.
પાર્ટોગ્રાફ ના બોક્સ માં તેનુ નીચે પ્રમાણે માર્કિંગ કરવું.
માઇલ્ડ યુટેરાઇન કોન્ટ્રાકશન < 20 સેકન્ડ,
મોડરેટ યુટેરાઇન કોન્ટ્રાકશન 20 – 40 સેકન્ડ,
સ્ટ્રોંગ યુટેરાઇન કોન્ટ્રાકશન > 40 સેકન્ડ.
6) સર્વાઇકલ ડાયલેટેસન તથા ડિસેન્ડ ઓફ ફિટલ હેડ
ફિટર હેડ નુ ડિસેન્ડ ડાઉન એ થ્રુ આઉટ લેબર પ્રોસેસ દરમિયાન સર્વાઇકલ ડાયલેટેશન ની સાથે સાથે જ થાય છે.
જ્યાં સુધી સર્વાઇકલેશન એ 7 સેન્ટિમીટર ના થાય ત્યાં સુધી ફિટસ હેડ નુ ડિસેન્ટ અસેસમેન્ટ એ એબડોમીનલ પાલ્પેશન દ્વારા કરવામાં આવે છે જેમાં પેલ્વિક બ્રીમની ઉપર ફીટલ હેડના ફિફ્થ(5) નંબર થી અસેસ કરવામાં આવે છે.
પાર્ટોગ્રાફ માં સર્વાઇકલ ડાયલિટેશન ને(x) દ્વારા પ્લોટ કરવામાં આવે છે જ્યારે ફિટલ હેડના ડિસેન્ટને(O) દ્વારા પ્લોટ કરવામાં આવે છે.
7) મેટરનલ કન્ડિશન
મેટરનલ પલ્સને દર અડધી કલાકે
પાર્ટોગ્રાફ પર રેકોર્ડ કરવામાં આવે છે અને તેને ડોટ(•) દ્વારા પાર્ટોગ્રાફ માં પ્લોટ કરવામાં આવે છે.
મેટરનલ બ્લડ પ્રેશરને દર 4 કલાકે રેકોર્ડ કરવામાં આવે છે જેમાં બંને સિસ્ટોલિક બ્લડ પ્રેશર અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર ને વર્ટિકલ એરો( ↕ )દ્વારા દર્શાવવામાં આવે છે જેમાં એરોનો અપર એન્ડ સિસ્ટોલિક બીપી દર્શાવે છે. જ્યારે એરો નો લોવર એન્ડ એ ડાયસ્ટોલીક બ્લડ પ્રેશર દર્શાવે છે.
મેટરનલ ટેમ્પરેચરને દર ચાર કલાકે પાર્ટોગ્રાફ પર રેકોર્ડ કરવું.
મેટરનલ યુરિન નુ વોલ્યુમ, યુરિનમાં એસિટોન તથા પ્રોટીન લેવલને પાર્ટોગ્રાફ પર પ્રોપરલી રેકોર્ડિંગ કરવું.
જો લેબર પ્રોસેસ દરમિયાન મધરને કોઇપણ ડ્રગ આપેલી હોય અથવા ઓક્સીટોસીન મેડિકેશન આપેલી હોય તો તેનો ડોઝ રૂટ તથા એડમિનિસ્ટ્રેશન નો ટાઇમ ના ટાઇમ ને પ્રોપરલી રેકોર્ડિંગ કરવુ.
આમ,પાર્ટોગ્રાફ દ્વારા લેબર પ્રોગ્રેસ તથા મધર અને ફીટસ ની કન્ડિશન ને વિશે અર્લી,ક્વીક તથા રિલીવન્ટ ઇન્ફોર્મેશન મેળવી શકાય છે.
ડોક્યુમેન્ટેશન
મધર તથા ફિટસની કન્ડિશનને અસેસ કરી ત્યારબાદ તેનું પ્રોપરલી ડોક્યુમેન્ટેશન કરવું તથા પાર્ટોગ્રાફ ને પ્રોપરલી મેઇન્ટેન કરવો.
બધા જ પ્રકારના એસેસમેન્ટ, ઇન્ટરવેશનસ, ઓબ્ઝર્વેશન, એ મધરના મેડિકલ રેકોર્ડમાં પ્રોપરલી ડોક્યુમેન્ટેશન કરવું.
મેટર્નલ વાઇટલ સાઇન, યુટેરાઇન કોન્ટ્રાકશન પેટર્ન, સર્વાઇકલ ડાયઇલેટેશન તથા એફેસમેન્ટ,ફીટલ હાર્ટ સાઉન્ડ તથા લેબર પ્રોગ્રેસ ને પ્રોપર્લી રેકોર્ડ કરવુ.
કોલાબોરેશન તથા એડવોકેસી
મધરના લેબરની કન્ડિશન ને અધર હેલ્થ કેર પર્સનલ સાથે કોલાબોરેશન કરવું જેમકે ઓબસ્ટેટ્રીસિયન, મીડવાઇફ તથા નર્સ વગેરે સાથે પ્રોપરલી કોમ્યુનિકેશન કરી પ્રોપરલી મધરની કન્ડિશન વિશે ડિસિઝન લેવુ .
આમ લેબર ના ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર ને પ્રોપરલી મેનેજ કરી મધર તથા ફીટસ માં થતી કોમ્પ્લિકેશન ને પ્રિવેન્ટ કરી શકાય છે તથા લેબર ના ફસ્ટ સ્ટેજ ને પ્રોપરલી મેઇન્ટેન કરી શકાય છે.
ડોક્યુમેન્ટેશન
મધર તથા ફિટસની કન્ડિશનને અસેસ કરી ત્યારબાદ તેનું પ્રોપરલી ડોક્યુમેન્ટેશન કરવું તથા પાર્ટોગ્રાફ ને પ્રોપરલી મેઇન્ટેન કરવો.
બધા જ પ્રકારના એસેસમેન્ટ, ઇન્ટરવેશનસ, ઓબ્ઝર્વેશન, એ મધરના મેડિકલ રેકોર્ડમાં પ્રોપરલી ડોક્યુમેન્ટેશન કરવું.
મેટર્નલ વાઇટલ સાઇન, યુટેરાઇન કોન્ટ્રાકશન પેટર્ન, સર્વાઇકલ ડાયઇલેટેશન તથા એફેસમેન્ટ,ફીટલ હાર્ટ સાઉન્ડ તથા લેબર પ્રોગ્રેસ ને પ્રોપર્લી રેકોર્ડ કરવુ.
કોલાબોરેશન તથા એડવોકેસી
મધરના લેબરની કન્ડિશન ને અધર હેલ્થ કેર પર્સનલ સાથે કોલાબોરેશન કરવું જેમકે ઓબસ્ટેટ્રીસિયન, મીડવાઇફ તથા નર્સ વગેરે સાથે પ્રોપરલી કોમ્યુનિકેશન કરી પ્રોપરલી મધરની કન્ડિશન વિશે ડિસિઝન લેવુ .
આમ લેબર ના ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર ને પ્રોપરલી મેનેજ કરી મધર તથા ફીટસ માં થતી કોમ્પ્લિકેશન ને પ્રિવેન્ટ કરી શકાય છે તથા લેબર ના ફસ્ટ સ્ટેજ ને પ્રોપરલી મેઇન્ટેન કરી શકાય છે.
સેકન્ડ સ્ટેજ ઓફ લેબર મેનેજમેન્ટ:
લેબરના ફર્સ્ટ સ્ટેજમાંથી સેકન્ડ સ્ટેજ માં નીચેના ફીચર્સ ના કારણે ટ્રાન્ઝિશન થાય છે.
યુટીરાઇન કોન્ટ્રાકશનની ઇન્ટેન્સિટી તથા ફ્રિક્વન્સી ઇન્ક્રીઝ થવાના કારણે.
મધર ના બીયરિંગ ડાઉન એફોટ્ર્સ ઇન્ક્રીઝ થવાના કારણે.
ફીટર્સના પ્રેઝન્ટિંગ પાર્ટ નું ડિસેન્ટ થવાના સાથે ડિફિકેશન ની અર્જ થાય છે.
સર્વિક્સ નું કમ્પ્લીટ ડાયલેટેશન થાય છે.
પ્રિન્સિપલ્સ ઓફ સેકન્ડ સ્ટેજ ઓફ લેબર
ફીટસ નું સ્લોલી તથા નેચરલી રીતે એક્સપલ્ઝન થવામાં આશિષ્ટ કરવું.
પેરિનિયલ ઇંજરી ને પ્રિવેન્ટ કરવી.
જનરલ મેઝર્સ:
પેશન્ટને પ્રોપરલી બેડ પર લાઇ ડાઉન થવા માટે એડવાઇઝ આપવી.
પેશન્ટ ને નીચેના સાઇન વિશે કોન્સ્ટન્ટલી ઓબ્ઝર્વ કરવા જેમ કે,
દર પાંચ મિનિટ ના ઇન્ટરવલ પર ફિટલ હાર્ટ રેટ ( FHR ) ને કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવા.
મધરના વાઇટલ સાઇન મેઇન્લી પલ્સ તથા બ્લડ પ્રેશર એ 15 મિનિટ ના ઇન્ટરવલ પર પ્રોપરલી નોટ કરવા.
મધરને પ્રોપરલી રિએઇન્સ્યોરન્સ પ્રોવાઇડ કરવો જેના કારણે મધર નો મોરલ સપોર્ટ પ્રોપર્લી મેઇન્ટેઇન રહી શકે.
વજાઇનલ એરિયા નું સેકન્ડ સ્ટેજ ની શરૂઆતમાં પ્રોપરલી એક્ઝામિનેશન કરવું જેમાં લેબર નું ઓનસેટ કન્ફોર્મ કરવા માટે તથા એક્સિડેન્ટલ કોડૅ પ્રોલેપ્સ થતું પ્રિવેન્ટ કરી શકાય.
ફિટલ હેડની પોઝિશન તથા સ્ટેશન ને પ્રોપરલી એસેસ કરવું.
પ્રિપેરેશન ફોર ડીલેવરી:
જ્યારે “OS” એ ડાયલિટેશન થવાના સાઇન જોવા મળે ત્યારે પેશન્ટ ને ડીલેવરી માટે પ્રિપેર કરવા જેમ કે,
યુટેરાઇન કોન્સ્ટ્રક્શન એ સ્ટ્રોંગ તથા ફ્રિકવન્ટ થવા,
વલ્વલ ગેપિંગ,
એનસ પાઉટીંગ,
પેરીનિયમ એ થીન તથા બલ્જીંગ થવું.
જ્યારે પ્રાઇમી ગ્રેવિડા મા ફિટસનો પ્રેઝન્ટિંગ પાર્ટ એ વલ્વા માં 4 થી 5 cm જેટલો આવે ત્યાં સુધી વેઇટ કરવું જોઇએ.
ત્યારબાદ વુમન ને પ્રોપરલી લીધો તમે પોઝીશન પ્રોવાઇડ કરવી.
પ્રોપરલી એસેપ્ટિક ટેકનીક મેઇન્ટેન રાખવા માટે ગ્લોઝ, ગાઉન તથા માસ્ક ને વિયરીંગ કરવું અને ત્યારબાદ પેશન્ટ ના રાઇટ સાઇડ પર સ્ટેન્ડિંગ થવું.
હવે એક્સટર્નલ જીનાઇટલ ઓર્ગન્સ ને પ્રોપરલી કોટનસ્વોબ તથા ડેટોલ દ્વારા પેઇન્ટિંગ કરવું ત્યારબાદ એક સ્ટરાઇલ શીટ ને પેશન્ટ ના બટક્સ નીચે રાખવી અને એક શીટ ને એબડોમન ઉપર રાખવી.
ત્યારબાદ એસેપ્ટીક ટેકનીક ને મેઇન્ટેન રાખવા માટે ત્રણ “c” ને પ્રોપર્લીમેન્ટ રાખવા જોઇએ જેમકે,
ક્લીન હેન્ડસ,
ક્લીન સરફેસ,
ક્લીન કટીંગ એન્ડ લાઇગેચર ઓફ કોડૅ.
જો બ્લેડર એ ફૂલ થયેલું હોય તો તેને કેથેટરાઇઝ કરી પ્રોપરલી એમ્પટી કરવું.
ત્યારબાદ મેમ્બરેન એ રપ્ચર થયેલી છે કે કેમ તે ખાતરી કરવી જો ન થયેલી હોય તો તેને આર્ટિફિશિયલ રપ્ચર ઓફ મેમ્બરેન ( ARM ) કરવું.
ત્યારબાદ પ્રોપરલી ડિલેવરી કંડક્ટ કરવી જેમાં મેઇન્લી ડિલેવરી ને ત્રણ ફેઝ માં કંડક્ટ કરવામાં આવે છે:
1) ડિલેવરી ઓફ ધ હેડ,
2) ડિલેવરી ઓફ ધ શોલ્ડર,
3) ડિલેવરી ઓફ ધ ટ્રંક
1) ડિલેવરી ઓફ ધ હેડ:
જ્યારે હેડની ડીલેવરી કરાવવી હોય ત્યારે નીચે પ્રમાણેના પ્રિન્સિપલ્સ ને ફોલો કરવા જોઇએ જેમકે,
હેડ નું પ્રોપરલી ફ્લેક્સન મેઇન્ટેન રાખવુ.
હેડ નું અર્લી એક્સટેન્શન થતું પ્રિવેન્ટ કરવું.
વલ્વલ આઉટલેટ માંથી હેડ એ સ્લોલી એસ્કેપ આઉટ થવું જોઇએ .
જો મધરના યુટેરાઇન કોન્ટ્રાકશન એ પુઅર હોય તો પ્રોપરલી વિનસ લાઇન ફીટ કરી ત્યારબાદ 5% ડેક્સટ્રોસ માં ઓક્સિટોસિન એ 5 યુનિટ જેટલું એડ કરી તેના ડ્રિપ્સ ને સ્ટાર્ટ કરવા.
ત્યારબાદ દરેક કોન્ટ્રાકશન સાથે વુમન ને બીયરિંગ ડાઉન એફોટ્સ લગાડવા માટે એડવાઇઝ આપવી અને વચ્ચે-વચ્ચે તેમને થોડા થોડા અમાઉન્ટમાં વોટર ઇન્ટેક કરવા માટે પ્રોવાઇડ કરવું.
ક્રાઉનિંગ થાય તે પહેલા ફીટસ હેડ ને સ્લોલી ડીસેન્ટ ડાઉન થવા દેવું.
પેરિનિયલ ઇનફિલ્ટરેશન એન્ડ એપીઝીયોટોમી
જ્યારે પેરિનિયમ એ બ્રોડ, ટફ તથા સ્ટ્રેચિંગ થાય ત્યારે પેરિનિઅલ ટેર થતું પ્રિવેન્ટ કરવા માટે પ્રોપરલી એપીઝીયોટોમી મૂકવી.
જ્યારે યુટેરાઇન થાય ત્યારે પેરીનિયમ મા 5 થી 10 ml જેટલું 1% ઝાયલોકેન ને એડમિનિસ્ટ્રેશન કરવું.
ક્રાઉનિંગ ના સ્ટેજ પહેલા એપિઝિયોટોમી એ સિઝર દ્વારા ફોરચેટ ના મીડ પોઇન્ટ થી સ્ટાર્ટ કરી ત્યારબાદ મિડીયોલેટરલ એપીઝીયોટોમી એ 7:30 clock ( રાઇટ સાઈડ પર) અથવા 4:30 clock એ (લેફ્ટ સાઇડ માં મૂકવી).
એપીઝીયોટોમી મૂક્યા બાદ હેડ નું સડનલી એસ્કેપ થતું પ્રિવેન્ટ કરવું.
કોન્ટ્રાકશન ની વચ્ચે વચ્ચે હેડની સ્લો ડિલિવરી થાય તેને પ્રોપરલી મોનિટરિંગ કરવું તે સામાન્ય રીતે ફિટસ ના ચીન ને સ્ટરાઇલ ગોઝ પિસ દ્વારા કવર થયેલા રાઇટ હેન્ડ વડે ફિટસ ને ચીન ને પ્રોપરલી પુશિંગ કરવું અને રાઇટ હેન્ડ ને એનોકોક્સિજીયલ રિજીયન પર મુકવો અને લેફ્ટ હેન્ડ દ્વારા ઑક્સિપુટ પર પ્રેશર કરવું.
ત્યારબાદ ફોર હેડ ,નોઝ, માઉથ અને ચીન એ સ્ટ્રેચ થયેલા પેરીનીયમ માંથી બોર્ન થાય છે.
હેડ ની ડીલેવરી થયા બાદ કેર :
હેડની ડિલેવરી થયા બાદ ઇમિડિએટલી ફિટસનું હેડ, માઉથ તથા ફેરિંગ્સ ને પ્રોપરલી સ્ટરાઇલ ગોસપીઝ દ્વારા કવર થયેલી લીટર ફિંગર દ્વારા ક્લીન કરવુ.
ત્યારબાદ આઇલિડ્સ ને પ્રોપરલી સ્ટરાઇલ તથા ડ્રાય કોટન સ્વોબ નો યુઝ કરી પ્રોપરલી ક્લીન કરવી જેમાં કંજક્ટાઇવલ સેક ને કંટામીનેશન થતી પ્રિવેન્ટ કરવા માટે આઇસ ને મીડીયલ કેન્થસ થી સ્ટાર્ટ કરી લેટરલ કેન્થસ સુધી ક્લીન કરવી.
ત્યારબાદ ફીટસ ના નેક ને પાલ્પેટ કરવું તથા અસેસ કરવું કે કોઇપણ કોડ ની લૂપ પ્રેઝન્ટ છે કે કેમ તે ચેક કરવું. ત્યારબાદ જો લુપ પ્રેઝન્ટ હોય અને તે લુઝ હોય તો તેને શોલ્ડર પરથી સ્લિપ્ડ કરાવવી અને જો ટાઇટ હોય તો તેને બે કોચર ફોર્સેપ લગાડી ત્યારબાદ વચ્ચેથી કટ કરવી.
ડિલેવરી ઓફ શોલ્ડર:
સોલ્ડર ની ડિલેવરી કરાવતી સમયે ઉતાવળ કરવી નહીં.
યુટેરાઇન કોન્ટ્રાકશન તથા રેસ્ટિટ્યૂશન અને એક્સટર્નલ રોટેશન થાય ત્યાં સુધી રાહ જોવી.
હવે , એન્ટિરિયર શોલ્ડર એ પ્યુબીસ ની નીચે જોવા મળે છે ત્યારબાદ ફિટસ ના હેડ ને પ્રોપરલી બે પેઇર ની વચ્ચે રાખવામાં આવે છે અને તેને માતાના એબડોમન તરફ ઉચકવામાં આવે છે જેનાથી પહેલા પાછળના શોલ્ડર ની ડિલેવરી થાય છે અને ત્યારબાદ એન્ટિરિયર શોલ્ડર ની ડિલેવરી થાય છે.
જો એન્ટિરિયર શોલ્ડર એ પ્યુબીસ ની નીચે ફ્રી ન હોય તો એન્ટિરિયર શોલ્ડર ને પ્યુબીસ ની નીચે લાવવા માટે હેડ એ ડિપ્રેસ્ડ થાય છે.
ડિલેવરી ઓફ ટ્રંક:
શોલ્ડર ની ડિલેવરી થયા બાદ બન્ને હેન્ડ ના ફોર ફિંગર્સ ને એક્ઝીલા ની અંદર ઇન્સર્ટ કરી ત્યારબાદ ટ્રક ને લેટરલ ફ્લેક્સન દ્વારા ડીલેવરી કરાવવી.
ઇમિડીયેટ કેર ઓફ ન્યુબોર્ન આફ્ટર ડીલેવરી
ઇમિડીયેટ ન્યુબોર્ન કેરમાં ન્યુબોર્ન ને પ્રોપરલી અસેસ તથા સ્ટેબિલાઇઝ કરવાનું હોય છે.
ઇમિડીયેટ ન્યુબોર્ન કેર એ ફીટસ માટે ઇન્ટરાયુટરાઇન લાઇફમાંથી એક્સટ્રા યુટરાઇન લાઇફમાં સ્ટેબિલાઇઝ થવા માટે ક્રુશિયલ હોય છે.
ગોલ ઓફ ઇમિડીયેટ ન્યુબોર્નકેર
1) ન્યુબોર્ન ના રેસ્પિરેશન ને એસ્ટાબ્લીસ,મેઇન્ટેન તથા સપોર્ટ પ્રોવાઇડ કરવા માટે કરવામા આવે છે.
2) ન્યુબોર્ન ને વામ્થ તથા હાઇપોથર્મિયા માંથી પ્રિવેન્ટ કરવા માટે.
3) ન્યુબોર્ન ને ઇન્ફેક્શન થતુ પ્રિવેન્ટ કરવા માટે.
4) ન્યુબોર્ન ને સેફ્ટી પ્રોવાઇડ કરવા માટે તથા તેને ઇન્જરીમાંથી પ્રિવેન્ટ કરવા માટે.
5) ન્યુબોર્ન માં કોઇપણ પ્રકારની એક્ચ્યુઅલ તથા પોટેન્સિઅલ પ્રોબ્લેમ હોય તો તેનું અર્લી આઇડેન્ટિફિકેશન કરી ઇમિડીયેટ ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવા માટે.
ઇમીડીયેટ ન્યુબોર્ન કેર પ્રોવાઇડ કરવામા આવે છે.
ઇમિડીયેટ ન્યુબોર્ન કેર
1) એસ્ટાબ્લિશમેન્ટ ઓફ રેસ્પીરેશન
જ્યારે ન્યુબોર્ન ને રિસીવ કરવામાં આવે ત્યારે ન્યુબોર્ન ના એરવે ને ઇમિડીએટલી પેટન્ટ કરવું તથા એરવે ને પ્રોપરલી ક્લિયર કરવું. જેના કારણે ન્યુબોર્ન એ ઇફેક્ટિવલી બ્રિધિંગ કરી શકે.
ન્યુબોર્ન નુ હેડ બોનૅ થાય કે તરત જ માઉથ તથા નોઝ ને વાઇપ કરવુ તથા માઉથ તથા નોઝ નુ સક્સન કરવુ જેના કારણે ન્યુબોર્ન એ પ્રોપર્લી બ્રિધિંગ કરી શકે. સક્સન એ પહેલા માઉથ ત્યારબાદ નોઝ મા કરવુ જેના કારણે સિક્રીશન ને એસ્પીરેશન થતુ પ્રિવેન્ટ કરી શકાય.
2)ઇનીસીયેસન ઓફ ક્રાય
નોર્મલી 99% જેટલા ન્યુબોર્ન એ ડીલેવરી થયા બાદ એમિડીએટલી અને સ્પોન્ટાનિયસલી ક્રાય કરે છે, આ ક્રાય એ ન્યુબોર્ન ના બ્રિધિંગ માટેની એક ગુડ સાઇન તરીકે ઓળખવામાં આવે છે.
જો ન્યુબોર્ન એ પ્રોપરલી ક્રાય ન કરે તો નીચે પ્રમાણેના સ્ટેપને ફોલો કરવા:
a) જો બેબી એ સ્પોન્ટાનિયસલી ક્રાય ન કરે અથવા જો ક્રાય એ વિક હોય તો બેબી ને ક્રાય કરાવવા માટે સ્લાઇટ્લી સીમ્યુલેટ કરવું.
b) બેબીના ક્રાય ને સ્ટીમ્યુલેટ કરવા માટે તેના બટક પર સ્લેપ કરવાના બદલે તેના પગના તળિયા પર સ્લાઇટલી રબ કરવું. ન્યુબોર્ન ના સિક્રીસન ને રીમુવ કર્યા બાદ તેના ક્રાય ને સ્ટાર્ટ કરવા માટે બેબી ને સ્ટીમ્યુલેટ કરવુ.
C) ન્યુબોર્ન ની ક્રાય એ સામાન્ય રીતે લાઉડ તથા હસ્કી હોય છે તથા જો નીચે મુજબ ની કોઇ એબનોર્મલ ક્રાય હોય તો ન્યુબોર્ન નુ પ્રોપર્લી મોનિટરિંગ કરવુ જેમ કે,
હાઇપીચ ક્રાય:= હાયપોગ્લાયસેમીયા તથા ઇન્ટ્રાક્રેનીયલ પ્રેસર ઇન્ક્રીઝ થવાના કારણે,
વીક ક્રાય:= પ્રિમેચ્યોરિટી,
હોસૅક્રાય:= લેરિન્જીયલ સ્ટ્રાઇડર
3)કેર ઓફ કોડૅ
કોર્ડ કેર એ ન્યુબોર્ન ની ઇમ્પોર્ટન્ટ ઇમીડિયેટ કેર છે.
ન્યુબોર્ન ની કોર્ડ એ બર્થ પછીના 30 સેકન્ડની અંદર ક્લેમ્પ કરી ત્યારબાદ તેને પ્રોપરલી કટ કરવી.
ન્યુબોર્ન એ ડિલીવર થયા બાદ ન્યુબોર્ન ને મધરના એબડોમન પર રાખવુ.
ત્યારબાદ કોર્ડ ને કોર્ડ ક્લેમ્પ દ્વારા બે અપોઝીટ સાઇટ પરથી પ્રોપર્લી ક્લેમ્પ કરવું.
પહેલો ક્લેમ્પ એ અંબેલિકસ થી 5 cm દુર પર લગાડવો ત્યારબાદ બીજો ક્લેમ્પ એ પહેલા કેમ્પથી 2.5 સેન્ટીમીટર પર લગાવવો.
ત્યારબાદ બંને ક્લેમ્પ વચ્ચે કોર્ડ ને પ્રોપરલી કટ કરવી.
કોર્ડ પર કંઇપણ વસ્તુ ને એપ્લાય કરવી નહીં તેને નેચરલી ડ્રાય તથા ફોલ થવા દેવી.
કોડ એ બર્થપછી ના સાત થી દસ દિવસની અંદર જ નેચરલી ફોલડાઉન થઈ જાય છે.
કોર્ડ ને વોટર તથા યુરિન દ્વારા વેટ થતી પ્રિવેન્ટ કરવી.
જો કોર્ડ માં કોઇપણ પ્રકારનું ડિસ્ચાર્જ તથા બ્લીડિંગ પ્રેઝન્ટ હોય તો ઇમિડીએટલી કોર્ડ ક્લેમ્પ ને અસેસ કરવુ ત્યારબાદ તેને પ્રોપરલી લુઝ કરવું.
જો કોડૅ માંથી નીચે પ્રમાણેના સાઇન તથા સીમટોમ્સ જોવા મળે તો ઈમીડિએટલી
રિપોર્ટ કરાવવા જેમ કે,
કોર્ડ માથી ફાઉલ ઓડર આવવી,
કોઇ ડિસ્ચાર્જ જોવા મડવુ,
કોર્ડ ની અરાઉન્ડ મા રેડનેસ જોવા મળવી,
કોર્ડ એ વેટ હોવી,
કોર્ડ એ 7-10 દિવસ મા ફોલડાઉન ન થવી,
ઇન્ફ્લામેશન,
ફિવર આવવી વગેરે.
4)મેઇન્ટેન પોઝિશન ઓફ ધ ન્યુબોર્ન
ન્યુબોર્ન એ બર્થ પછીના પહેલા 12 -18 અવર્સ દરમિયાન મ્યુકસ એ સામાન્ય રીતે ચોક, કફ તથા ગેગ થવાની સંભાવના રહે છે. તેથી ન્યુબોર્ન ને પ્રોપરલી પોઝિશન પ્રોવાઇડ કરવી.
જેમાં ફીટર્સને પ્રોપરલી સાઇડ લાઇનિંગ પોઝિશન પ્રોવાઇડ કરવી જેના કારણે મ્યુકસ એ રીમુવ તથા ડ્રેઇનેજ થય શકે.
5) આઇડેન્ટિફિકેશન તથા બેન્ડિંગ
બેબી એ બોર્ન થયા બાદ બેબી ને પ્રોપરલી આઇડેન્ટિફિકેશન બેન્ડ લગાડવુ જેના કારણે બેબી ને પ્રોપરલી આઇન્ડેફાય કરી શકાય.
6) આઇકેર
ન્યુબોનૅ ની આઇસ ને પ્રોપરલી સ્ટરાઇલ ગોઝ વડે ઇનર કેન્થર્સ થી આઉટર કેન્થર્સ તરફ ક્લીન કરવી.
જો જરૂરિયાત હોય તો એરીથ્રોમાયસીન અથવા ટેટ્રાસાઇક્લિન આઇઓઇન્ટમેન્ટ એ આઇસ માં લોવર લીડ તરફથી એપ્લાય કરવું.
7) એટેચમેન્ટ એન્ડ વામ્થ ( બોન્ડિંગ)
બેબીના બર્થ થયા પછી બેબી ને મધરના એબડોમન પર મૂકવું જેના કારણે મધર સાથે બોન્ર્ડિંગ થાય તથા પ્રોપરલી સ્કિન ટુ સ્કીન કોન્ટેક થય શકે જેના કારણે મધર અને બેબી નું અટેચમેન્ટ થાય તથા બેબીને હાઇપોથર્મિયા સામેથી પ્રિવેન્ટ કરી શકાય.
8)APGAR સ્કોર
APGAR સ્કોર એ ઇમીડિયેટ ન્યુબોર્ન કેર નો મોસ્ટ ઇમ્પોરટન્ટ પાટૅ છે.
APGAR સ્કોર એ બર્થ પછીના 1 મીનીટ ત્યારબાદ 5 મીનીટ પર અસેસ કરવુ.
APGAR સ્કોર મા,
A:= અપીરીયન્સ (સ્કિન કલર),
P:=પલ્સ (હાટૅરેટ),
G:=ગ્રાઇમેઝ (રિફ્લક્સ ઇરિટેબીલિટી),
A:=એક્ટિવીટી (મસલ્સ ટોન),
R:= રેસ્પીરેસન (રેસ્પીરેટરી એફોર્ટ્સ)
ને અસેસ કરવામા આવે છે.
APGAR સ્કોર નો ટોટલ સ્કોર એ 0-10 હોય છે.
APGAR સ્કોર એ બર્થ પછીના 1 મીનીટ પર:
જો અપગાર સ્કોર એ 7-10 જેટલું હોય તો તે નોર્મલ કહેવાય એટલે કે નો ડિપ્રેસન છે જેમાં બેબીને નોર્મલી પોસ્ટ ડિલિવરી રૂટીન કેર પ્રોવાઇડ કરવામાં આવે છે.
જો APGAR સ્કોર એ 4-6 વચ્ચે હોય તો તે માઇલ્ડ ડિપ્રેશન ઇન્ડિકેટ કરે છે જેમાં ચાઇલ્ડને બ્રિધિંગ માટે આસીસ્ટન્સ ની જરૂરીયાત રહે છે.
જો APGAR સ્કોર એ 0-3 વચ્ચે હોય તો તે સિવ્યર ડિપ્રેશન ઇન્ડિકેટ કરે છે જેમાં ચાઇલ્ડને રિસક્સીટેસન ની જરૂરીયાત રહે છે.
APGAR સ્કોર એ બર્થ પછીના 5 મીનીટ પર:
APGAR સ્કોર એ 7-10 વચ્ચે હોય તો તે નોર્મલ કહેવામાં આવે છે પરંતુ જો અપગાર સ્કોર એ 7 થી નીચે જોવા મળે તો બેબી ને બીજી હાફ અવર માટે મોનિટર કરવાની જરૂરિયાત રહે છે.
9) vitamin K:
ન્યુ બોર્ન ના ઇન્ટેસ્ટાઇન એ બર્થ પછી થોડા સમય માટે સ્ટરાયલ હોય છે એટલે કે તેના ઇન્ટેસ્ટાઇન માં બેક્ટેરિયા પ્રેઝન્ટ હોતા નથી કે જે વિટામિન K ને મેન્યુફેક્ચર કરવા માટે જવાબદાર હોય છે જેના કારણે ન્યુબોર્ન એ વિટામિન K નુ મેન્યુફેક્ચરિંગ કરી શકતું નથી એટલે કે વિટામિન k એક ક્લોટિંગ ફેક્ટર માટે જવાબદાર હોય છે જો આ વિટામિન K ન્યુબોર્ન ની બોડી મા પ્રેઝન્ટ ના હોય તો ન્યુબોર્ન માં બિલ્ડિંગ થવાની શક્યતાઓ રહે છે તેથી પ્રોફાઇલેક્ટ્ક મેઝર્સ તરીકે ન્યુબોર્ન બેબી ને આર્ટિફિશ્યલી ઇન્જેક્શન વિટામિન કે પ્રોવાઇડ કરવામાં આવે છે.
Dose:=
ઇન પ્રિ ટર્મ:=0.5 ml,
ફુલ ટર્મ:= 1 mg.
Intra muscularly ( IM ) વાસ્ટુસ લેટરાલીસ( લેટરલ એન્ટીરિયર થાય)પર પ્રોવાઇડ કરવા મા આવે છે.
બર્થ પછીની ઇમિડીયેટ ન્યુબોર્ન કેર આ મુજબ પ્રોવાઇડ કરવામાં આવે છે.
ત્યારબાદ બેબી ને હાઇપોથરમિયા ની કન્ડિશન થતી પ્રિવેન્ટ કરવા માટે પ્રોપરલી ક્લોથ દ્વારા કવર કરવુ અને પ્રોપરલી આઇડેન્ટિફિકેશન બેન્ડ લગાડવું ત્યારબાદ બેબી ને ફરધર કેર અને ઓબ્ઝર્વેશન માટે નર્સરી માં ટ્રાન્સફર કરવુ.
2) ડિલેવરી ઓફ ધ શોલ્ડર,
3) ડિલેવરી ઓફ ધ ટ્રંક
થર્ડ સ્ટેજ ઓફ લેબરનું મેનેજમેન્ટ:
થર્ડ સ્ટેજ નું મેનેજમેન્ટ એ મોસ્ટ ક્રુશિયલ હોય છે કારણ કે તેમાં પ્લેસેન્ટા એ યુટેરાઇન કેવીટી માથી સેપ્રેશન તથા એક્સપલ્ર્ઝન થાય છે,તથા થર્ડ સ્ટેજમાં પોસ્ટ પાર્ટમ હેમરેજ ના કોમ્પ્લિકેશન ને પ્રિવેન્ટ કરવાનું હોય છે.
થર્ડ સ્ટેજના મેનેજમેન્ટમાં પ્લેસેન્ટા ના સ્ટ્રીક્ટ વીજીલન્સ ની જરૂરિયાત હોય છે જેના કારણે પોસ્ટ પાર્ટમ હેમરેજ ના કોમ્પ્લિકેશનને પ્રિવેન્ટ કરી શકાય.
સ્ટેપ ઓફ મેનેજમેન્ટ
અત્યારે હાલમાં થર્ડ સ્ટેજના મેનેજમેન્ટમાં બે મેથડ નો યુઝ થાય છે.
1)એક્સપેક્ટન્ટ (વોચફૂલ) મેનેજમેન્ટ
2) એક્ટિવ મેનેજમેન્ટ
1)એક્સપેક્ટન્ટ (વોચફૂલ) મેનેજમેન્ટ
આ મેનેજમેન્ટમાં પ્લેસેન્ટાનુ સેપ્રેશન અને તેનું વજાયનામાં ડિસેન્ડ એ સ્પોન્ટાનિયસલી થવા દેવામાં આવે છે.
આ મેનેજમેન્ટ માટે પ્લેસેન્ટલ એક્સપલ્ઝન માટે ઓછામાં ઓછી મદદ કરવામાં આવે છે.
આ સ્ટેજમાં મધર પર કોન્સ્ટન્ટલી વોચ રાખવામાં આવે છે એટલે કે મધરને થોડા સમય માટે પણ એકલું મૂકવું નહીં.
જો મધર એ લેટરલ પોઝિશનમાં હોય તો તેને ડોરસલ પોઝિશન આપવી જેના કારણે પ્લેસેન્ટલ સેપરેસન ના સાઇન અને કેટલા પ્રમાણમાં બ્લડ લોસ થયો છે તેનો પ્રોપરલી ખ્યાલ આવી શકે.
આ મેનેજમેન્ટમાં ઓન્લી પ્લેસેન્ટા નું સેપરેશન, ડિસેન્ડડાઉન તથા એક્સપેલ આઉટ નું પ્રોપરલી વોચ કરવામાં આવે છે.
એક હેન્ડ ને ફંડસ ઉપર મુકવામાં આવે છે જેથી,
a) પ્લેસેન્ટાના સેપરેશન નો ખ્યાલ આવી શકે.
b) યુટેરાઇન એક્ટિવિટીની સ્થિતિ એટલે કે કોન્ટ્રાકશન અને રિલેક્સેશન નો ખ્યાલ આવી શકે.
સેપરેશન ઓફ પ્લેસેન્ટા
પ્લેસેન્ટા એ બેબીના બર્થ થયા પછી અમુક મિનિટ્સમાં જ યુટેરાઇન વોલ માંથી સેપરેટ થવા લાગે છે આથી પ્લેસેન્ટા ને પોતાની રીતે જ સેપરેટ થવા માટે 15 થી 20 મિનિટ જેટલી રાહ જોવી.
આમાં નો ટચ ટેકનીક નો યુઝ કરવામાં આવે છે.
આમા, “નો ટચ પોલિસી ” હોય છે એટલે કે પ્લેસેન્ટા એ 15-20 મિનિટમાં ગ્રેવિટીના કારણે એક્સ્પલઝન થાય છે એટલે કે ફન્ડસ પર મસાજ કરવી નહીં.
કોઇપણ પ્રકાર ના યુટેરોટોનીક નો યુઝ કરવો નહી તથા પ્લેસેન્ટા ના એક્સપલ્ઝન માટે કોઇપણ મેન્યુઅલ મેથડ નો પણ યુઝ કરવો નહી.
એક્સપલ્ઝન ઓફ પ્લેસેન્ટા
જ્યારે પ્લેસેન્ટા એ એક્સ્પલઝન થાય ત્યારે નીચેના પોઇન્ટ્સને ફોલો કરવા:
પેશન્ટને એડવાઇઝ આપવી કે જ્યારે યુટ્રસ એ હાર્ડ થાય ત્યારે બીયર ડાઉન એફોટ્ર્સ લગાડવા.
રેઇઝ થયેલું ઇન્ટ્રા એબડોમીનલ પ્રેશર એ પ્લેસેન્ટા ને એક્સ્પેલ આઉટ થવા માટે અગત્યનું રહે છે.
અને પ્લેસેન્ટા એ જાતે જ એક્સપલ્ઝન થય શકે છે.
2) એક્ટીવ મેનેજમેન્ટ
1) યુઝ ઓફ યુટેરોટોનીક
લેબર ના થર્ડ સ્ટેજના મેનેજમેન્ટમાં ઑક્સીટોસી ન એ ડ્રગ ઓફ ચોઇસ છે.
થર્ડ સ્ટેજના મેનેજમેન્ટમાં 10 યુનિટ ઓક્સીટોસીન એ IM(ઇન્ટ્રાસ્લ્યુલર) પ્રોવાઇડ કરવું.
ઓક્સિટોસિન એ યુટેઇન કોન્ટ્રાકશન ને એનહાન્સ કરી પ્લેસેન્ટા ને એક્સપેલ આઉટ કરવામાં હેલ્પ કરે છે.
2) CCT(કંટ્રોલ કોર્ડ ટ્રેક્શન)
કંટ્રોલ કોલ્ડ ટ્રેકશનમાં મેન્યુઅલ મેથડ નો યુઝ કરવામાં આવે છે જેમાં અંબેલીકલ કોડૅ ને ટ્રેક કરી તેને ડાઉનવર્ડ અને બેકવર્ડ જેન્ટલી રીતે પુલ કરવામાં આવે છે જેના કારણે પ્લેસેન્ટા એ યુટરાઇન વોલમાંથી સેપરેટ થય ત્યારબાદ એક્સપેલ આઉટ થય શકે પરંતુ કંટ્રોલ કોડૅ ટ્રેક્સન એ જ્યારે યુટરાઇન કોન્ટ્રાકશન પ્રેઝન્ટ હોય ત્યારે હેન્ડ ને સુપરાપ્યુબિક એરિયા પર પ્લેસ કરી ત્યારબાદ પરફોર્મ કરવામા આવે છે.
3) ફંડલ પ્રેશર:
ફંડસ ની પાછળ ફોર ફિંગર્સ મૂકીને તથા થમ્બ ની સામે રાખીને યુટ્રસ નો પિસ્ટોન તરીકે યુઝ કરી ફંડસ ને ડાઉન વર્ડ અને બેકવર્ડ પુશ કરવું જ્યારે યુટ્રસ એ હાર્ડ હોય ત્યારે પ્રેશર આપવું હાર્ડ ના હોય ત્યારે ધીમેથી રબ કરી ને હાર્ડ કરવું જ્યારે પ્લેસેન્ટા ઇન્ટ્રોઇટસ માંથી પસાર થાય ત્યારે તરત જ પ્રેશર બંધ કરવું જ્યારે બેબી એ મેસરેટેડ અથવા પ્રીમેચ્યોર હોય ત્યારે કોડૅ ની ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓછી હોવાથી આ મેથડ વધારે યુઝફૂલ થાય છે જો કોઇ ક્લોટસ અંદર રહી ગયા હોય તો યુટ્રસ ને મસાજ કરવાથી તેના એક્સપલ્ઝન માં હેલ્પ થાય છે.
4)ડિલે કોડૅ કટીંગ
ફિટસ ના ડિલિવરી બાદ એક થી ત્રણ મિનિટ માટે વેઇટ કરવું ત્યારબાદ અંબેલીકલ કોડૅ ને કટ કરવી આ ટેકનીક એ ટર્મ ન્યુબોર્ન માં વધારે યુઝફૂલ હોય છે. કારણ કે ન્યુબોર્ન એ પ્લેસેન્ટા માંથી એડિક્યુએટ અમાઉન્ટ મા બ્લડ ને રિસીવ કરી શકે જેના કારણે એનિમીયા ની કન્ડિશન એ પ્રિવેન્ટ થય શકે.
પરંતુ પ્રી ટર્મ બેબી માં લીવર એ ઇમમેચ્યોર હોય છે અને રેડ બ્લડ સેલ્સ નુ વધારે પ્રમાણ મા બ્રેકડાઉન થાય અને જો ડીલે કોડૅ કટીંગ કરવામાં આવે તો તેના કારણે ન્યુબોર્ન માં હાઇપર બીલીરૂબીનેમિયા (જોન્ડિસ)ની કન્ડિશન અરાઇઝ થય શકે છે.
5) પોસ્ટ પાર્ટમ વિજિલન્સ
પ્લેસેન્ટાની ડિલિવરી થયા બાદ પ્લેસેન્ટાને પ્રોપરલી ઇન્સપેક્સન કરવું જેમાં કોટીલોડોન,લોબ તથા મેટરનલ અને ફીટલ સાઇટ ને તથા મેમ્બરેન ને પ્રોપરલી અસેસ કરવું ત્યારબાદ પ્લેસેન્ટા ની ડિલિવરી થયા બાદ ફંડલ મસાજ કરવુ જેના કારણે યુટેરાઇન કોન્ટ્રાક્શન ની કન્ટીન્યુટી રહી શકે અને જો રિટેઇન્ડ બીટ્સ ઓફ પ્લેસેન્ટા હોય તો તે પ્રોપરલી એક્સપેલ આઉટ થય શકે. અને મધર માં થતી પોસ્ટ પાર્ટમ હેમરેજ ( PPH ) ની કન્ડિશન પ્રિવેન્ટ થય શકે.
મેનેજમેન્ટ ઓફ ફોર્થ સ્ટેજ ઓફ લેબર:
ઇમિડીયેટ પોસ્ટ નેટલ કેર
પ્લેસેન્ટા ના એક્સપલ્ઝન થયા પછી એક કલાક(1 hour )સુધી ના સમય ને ફોર્થ સ્ટેજ ઓફ લેબર કહેવામાં આવે છે જેમાં પેશન્ટ ની જનરલ કન્ડિશન અને યુટ્રસ નું બીહેવ્યર મોનિટરિંગ કરવામાં આવે છે.
ઓબ્ઝર્વેશન ઓફ વુમન
તેમાં મધર ના વાઇટલ સાઇન જેમકે,
ટેમ્પરેચર,
પલ્સ,
રેસ્પીરેસન તથા બ્લડપ્રેશર ને પ્રોપરલી મોનિટરિંગ કરવામાં આવે છે જો તે થોડા પ્રમાણમાં એલિવેટ હોય તો તે સામાન્ય રીતે થાક અને ડીહાઈડ્રેશન ના લીધે થાય છે અને પેશન્ટ એ સ્ટેબલ ના થાય ત્યાં સુધી પેલી 1 થી 2 કલાક સુધી દર 15 મિનિટે વધારના વાઇટલ સાઇન ચેક કરવા.
ત્યારબાદ યુટ્રસ ની કન્ડિશન અસેસ કરવી જેમાં યુટ્રસ એ ફિર્મ કોન્ટ્રેક્ટેડ તથા મીડ લાઇન માં હોય છે.
બ્લાડર તથા બોવેલ ની કન્ડિશન ને પ્રોપર્લી પ્રોપર્લી અસેસ કરવુ.
ત્યારબાદ લોકિયા ની કન્ડિશન ચેક કરવી જેમાં એ 1 થી 2 અવર્સ સુધી દર પંદર મિનિટે લોકિયા નો કલર તથા અમાઉન્ટ અસેસ કરવું.
ત્યારબાદ પેરિનિયમ ને ફર્સ્ટ એક થી બે અવર્સ સુધી દર 15 મિનિટે અસેસ કરવું જેમાં ( REEDA) રેડનેસ, એડીમાં, ઇકાઇમોસીસ, ડિસ્ચાર્જ તથા વુડ નું એપ્રોક્સીમેશન અસેસ કરવું.
કેર ઓફ વુમન:
પ્રિવેશન ઓફ હેમરેજ:
યુટ્રસ નું ફંડસ એ વારંવાર દર પંદર મિનિટે પાલ્પેટ કરવું જો ફિર્મ ના હોય તો મસાજ કરવુ પેડ ને પ્રોપરલી ચેક કરવા તથા વજાયના માં હિમેટોમાં છે કે કેમ તેના માટે પેરિનિયમ અને બ્લડ લોસ માટે મોનિટર કરવુ તથા મધર ના ફ્લુડ લેવલ નું મોનિટર કરવુ.
પ્રોવાઇડ કેર ઓફ ધ પેરીનીયમ:
એપીસીયોટોમી મા ફોર્થ ડિગ્રી ટેર કે લેબર દરમિયાન પેરિનિયમ નું મેન્યુઅલ મેનીપ્યુલેશન થયું હોય તો સ્વેલિંગ ને રીડયુઝ કરવા માટે પેરિનિયમ પર આઇસ પેક અપ્લાઇ કરવો અને ક્લીન પેરીનીયલ પેડ આપવું.
પ્રવેન્શન ઓફ બ્લાડર ડિસ્ટેન્સન:
બ્લાડર ડિસ્ટેન્સન માટે પાલ્પેટ કરવું ,વુમન ને નેચરલી વોઇડ માટે એન્કરેજ કરવું બેડ પાન પ્રોવાઇડ કરવું કે પેરીનિયમ પર વોટર ને એપ્લાય કરવું અથવા તેને નેચરલી વોઇડિંગ માટે એન્કરેજ કરવું.
મેઇન્ટેનન્સ ઓફ સેફ્ટી:
મધરને બ્લડપ્રેશર, પલ્સ, બ્લડ લોસ,એનાલજેસીક કે એનેસ્થેટિક મેડીકેશન માટે ઓબ્ઝર્વ કર્યા પછી એમ્બ્યુલેશન માટે આસિસ્ટ કરવું તથા ઓર્થોસ્ટેટીક હાઇપોટેન્શન માટે ઓબ્ઝર્વ કરવું.
મેઇન્ટેનન્સ ઓફ કમ્ફર્ટ:
કોન્ટ્રાકશન ના લીધે વુમન ને ડિસ્કકમ્ફર્ટ થાય છે તેથી તેને આફ્ટર પેઇન કહે છે આ માટે તેને બ્લાડર એમ્પટી કરાવવું. વામૅ બ્લેન્કેટ પ્રોવાઇડ કરવો તથા એનાલજેસીક ડ્રગ્સ એ પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે પ્રોવાઇડ કરવી અને વુમન ને રિલેક્સેશન તથા બ્રિધિંગ એક્સરસાઇઝ માટે એન્કરેજ કરવું.
મેઇન્ટેનન્સ ઓફ ક્લીન્લીનેસ:
મધર ને પ્રોપર્લી પેરીનિયમ ક્લીન કર્યા બાદ બટક્સ ને પ્રોપરલી ડ્રાય કરી સ્ટરાઇલ પેડ પ્રોવાઇડ કરવું.
મેઇન્ટેનન્સ ઓફ ફ્લુઇડ બેલેન્સ એન્ડ ન્યુટ્રીશન:
વુમન ને થોડા પ્રમાણમાં ફ્લુઇડ લેવા માટે એડવાઇઝ આપવી જો સીવ્યર બ્લીડિંગ હોય તો તેમને ઇન્ટ્રા વિનસ ફ્લુઇડ પ્રોવાઇડ કરવુ.
સાયકોસોશિયલ નીડ:
મધરને પ્રોપરલી આશ્વાસન આપવું.
ન્યુબોર્ન ને પ્રોપરલી હોલ્ડ કરવા માટે એન્કરેજ કરવું.
મધર તથા બેબીના બોન્ડિંગ ને પ્રમોટ કરવા માટે ન્યુબોર્ન ને મધર ના સ્કિન કોન્ટેક પ્રોવાઇડ કરવા માટે એન્કરેજ કરવા.
બેબી ને અર્લી બેસ્ટ ફીડીંગ આપવા માટે મધર ને એન્કરેજ કરવું.
ન્યુ બોર્ન બેબી નું કમ્પલીટ ફિઝિકલ અને ન્યુરોલોજીકલ અસેસમેન્ટ કરવું.
ત્યારબાદ જ્યારે પેશન્ટ ની જનરલ કન્ડીશન એ ફુલ્લી સીટીસફાઇડ થાય ,
વુમન ના પલ્સ અને બ્લડ પ્રેશર પ્રોપરલી નોર્મલ રેન્જમાં થાય અને યુટ્રસ એ વેલ કોન્ટ્રાક્ટેડ થાય તથા એબનોર્મલ વજાયનલ બ્લીડિંગ ના હોય ત્યારે પેશન્ટ ને વોર્ડ માં ટ્રાન્સફર કરવા.