TERMINOLOGIES
Introduction of anatomical terms..
Anatomy…
એનેટોમી એ બોડીમા આવેલ અવયવોના સ્ટ્રકચરને લગતા સ્ટડી અને તેના સાયન્ટિફિક અભ્યાસને એનેટોમી કહેવામા આવે છે.
એનેટોમી મા શરીરમા આવેલા કોઈપણ અવયવોના સ્ટ્રક્ચર, તેની આજુબાજુએ આવેલા અવયવો ના સ્થાન તેનુ લોકેશન આ સંપૂર્ણ સ્ટડી નો સમાવેશ કરવામા આવે છે.
એનેટોમી એટલે હ્યૂમન બોડી ઓર્ગન ના સ્ટ્રકચર નો સાઇન્ટિફિક અભ્યાસ.
Physiology…
ફિઝિયોલોજી એ સાયન્સ ની એવી બ્રાન્ચ છે. જેમા કોઈ પણ સિસ્ટમના અવયવના કાર્યો, તેની એક્ટિવિટી અને તેના ફંકશનલ મિકેનિઝમ ના સ્ટડી નો સમાવેશ કરવામા આવે છે.
ઓર્ગન ના ફંકશન્સ ના સાયન્ટિફિક સ્ટડીને ફિઝિયોલોજી કહેવામા આવે છે.
Pathology ..
હ્યુમન બોડી ઓર્ગન ના એબનોર્મલ ફંક્શન ના સ્ટડી ને પેથોલોજી કહેવામાં આવે છે. જે બોડી મા કોઈ પણ એબનોર્મલ કન્ડિશન બતાવે છે.
Various Anatomical terminology..
હ્યુમન એનાટોમી એન્ડ ફિઝિયોલોજીના સ્ટડી વખતે સરળતાથી સમજવા માટે સ્ટ્રક્ચર અને ફંકશન માટે અમુક સાયન્ટિફિક ટર્મિનોલોજી નો ઉપયોગ કરવામા આવે છે. જેથી કોઈપણ સ્ટ્રક્ચર કે ફંકશન ને ઇફેક્ટિવલી સમજી શકાય છે. આ તમામ ટર્મિનલૉજી નીચે મુજબની છે.
Cell..
શરીરના સૌથી નાનામા નાના સ્ટ્રકચરલ અને ફંકશનલ યુનિટને સેલ કહેવામા આવે છે.
બોડીમા ઘણા પ્રકારના અલગ અલગ સેલ આવેલા હોય છે. આ બોડીમા કાર્ય કરતુ એક નાનામા નાનુ યુનિટ છે.
Tissue..
ટીશ્યુ એટલે કે સરખા પ્રકારના સેલ એ ભેગા મળી અને ટીશ્યુની રચના બનાવે છે. આ ટીશ્યુ ચોક્કસ પ્રકારના ફંકશન કરતા હોય છે. બોડીમાં ઘણા પ્રકારના ટીશ્યુ આવેલા હોય છે.
Organ..
એક કરતા વધારે ટિસ્યૂ ભેગા મળી અને ઓર્ગન બનાવે છે.
System..
ઘણા ઓર્ગન ભેગા મળી એક પર્ટિક્યુલર સિસ્ટમ બનાવે છે અને બોડીમા ઘણી સિસ્ટમ કાર્યરત હોય છે.
હ્યુમન બોડી એ મલ્ટી સેલ્યુલર અને કોમ્પ્લેક્સ છે.
pH..
હાઈડ્રોજન આયનના કોન્સનટ્રેશન ને પીએચ કહેવામા આવે છે. આમા બોડીમા આવેલા ઘણા લિક્વિડ ની હાઈડ્રોજન આયન કોન્સન્ટ્રેશન કેપેસિટી ને તેની પીએચ કહેવામા આવે છે. પીએચ એસિડિક, આલ્કલી અને ન્યુટ્રલ હોય છે.
0 થી 7 પીએચ ને એસિડિક (એસીડ) પીએચ કહેવામા આવે છે.
7 થી 14 પીએચ ને આલ્કલી (બેઝીક) પીએચ કહેવામા આવે છે.
7 પીએચ એ ન્યુટ્રલ (તટસ્થ) પીએચ છે.
બોડી મા દરેક ફ્લુઈડ ની ચોક્કસ પીએચ હોય છે જેમ કે ..
યુરિન ની પીએચ 4.5 થી 8.0
બ્લડ ની પીએચ 7.35 થી 7.45
બાઈલ ની પીએચ 6 થી 8.5 હોય છે.
ઇન્ટ્રાસેલ્યુલર..
સેલ ની સેલ વોલ ના અંદર ના સ્ટ્રક્ચર માટે ઇન્ટ્રા સેલ્યુલર શબ્દ વાપરવામા આવે છે.
એક્સ્ટ્રા સેલ્યુલર.
સેલની સેલ વોલ ની બહારની બાજુના સ્ટ્રક્ચર ના વર્ણન માટે એક્સ્ટ્રા સેલ્યુલર શબ્દ વાપરવામા આવે છે.
સાઇટોલોજી.
સાઇટોલોજી એટલે કે સેલ નો સાયન્ટિફિક સ્ટડી.
હિસ્ટોલોજી..
અમુક સેલના જથ્થાને એટલે કે ટીશ્યુના એક ભાગને સાયન્ટિફિક સ્ટડી કરવામા આવે તેને હિસ્ટોલોજી કહેવામા આવે છે.
આ ટીશ્યુના એબનૉર્મલ સ્ટડીને હિસ્ટો પેથોલોજી કહેવામા આવે છે.
ઓસ્ટિયોલોજી એટલે કે શરીરમા આવેલા બોન નો સાયન્ટિફિક સ્ટડી.
માયોલોજી જેમા મસલ્સ નો સાયન્ટિફિક સ્ટડી કરવામા આવે છે.
આરથ્રોલોજી જેમા બે બોન જોડાઈને બનેલા જોઈન્ટ નો સાયન્ટિફિક સ્ટડી કરવામા આવે છે.
ન્યુરોલોજી એટલે કે નર્વસ અને ન્યુરોન નો સાયન્ટિફિક સ્ટડી કરવામા આવે છે.
નેફ્રોલોજી એટલે કિડનીના સ્ટ્રક્ચર અને ફંક્શન નો સાયન્ટિફિક સ્ટડી
ગેસ્ટ્રોલોજી એટલે જેમા ડાયજેસ્ટિવ ટ્રેકના ઓર્ગન ના સ્ટ્રક્ચર અને ફંકશનનો સ્ટડી કરવામા આવે છે.
કાર્ડીયોલોજી એટલે કે હાર્ટના ફંકશન અને સ્ટ્રક્ચરનો સાયન્ટિફિક સ્ટડી કરવામા આવે છે.
Terminology related to Various anatomical position of the body…
હ્યુમન બોડીના સાયન્ટિફિક સ્ટડી દરમિયાન દરેક ભાગના વર્ણન માટે સ્પેસિફિક ટર્મિનલોલોજીનો ઉપયોગ કરવામા આવે છે. આ ટર્મિનોલોજીના ઉપયોગ માટે નીચે મુજબની એનાટોમીકલ પોઝિશનને નોર્મલ એનાટોમીકલ પોઝિશન તરીકે ગણવામા આવે છે.
નોર્મલ એનાટોમીકલ પોઝીશન
જેમા હ્યુમન બોડી ને સીધા અપરાઇટ પોઝીશનમા ઊભા રાખવામા આવે છે. તેનુ માથુ સામેની તરફ અને આંખો સામેની તરફ બંને હાથ સીધા અને હાથની હથેળીઓ આગળની દિશામા રાખેલ હોય બંને પગ સીધા અને આગળની દિશામાં. આ પોઝિશનને નોર્મલ એનાટોમીકલ પોઝિશન કહેવામા આવે છે.
સિમેન્ટ્રીક એન્ડ એસીમેટ્રિક.
શરીરની બંને બાજુએ એકસરખા સ્ટ્રકચર અને ઓર્ગન ગોઠવાયેલા હોય તો તેને સીમેટ્રીકલ એરેન્જમેન્ટ કહેવામા આવે છે. જો બોડી પાર્ટ એ બંને બાજુએ સરખા સાઈઝ અને શેપમા ગોઠવવામા ફેલ જાય તો તેને એસિમેટ્રિકલ કહેવામા આવે છે.
મિડલાઈન
હ્યુમન બોડી ની બે સરખી ડાબી અને જમણી બાજુ જે લાઇન થી ડિવાઇડ થાય છે તેને મિડલાઈન કહેવામા આવે છે.
એન્ટિરિયર એન્ડ પોસ્ટીરીયર
નોર્મલ એનાટોમીકલ પોઝીશનમા ઊભેલા વ્યક્તિના આગળના બોડી પાર્ટ ના વર્ણન માટે એન્ટિરિયર શબ્દ વાપરવામા આવે છે. જ્યારે પાછળના બોડી પાર્ટ ના વર્ણન માટે પોસ્ટીરીયર ટર્મિનોલોજી નો ઉપયોગ કરવામા આવે છે.
સુપિરિયર એન્ડ ઇન્ફિરિયર..
કોઈપણ બોડી પાર્ટ કે ઓર્ગનના ઉપરના ભાગના વર્ણન માટે સુપેરિયર ટર્મીનોલોજી વપરાય છે તથા તેના નીચેની ભાગના વર્ણન માટે ઇન્ફીનીયર ટર્મીનોલોજી નો ઉપયોગ કરવામા આવે છે.
મીડીયલ એન્ડ લેટરલ..
શરીરની મિડલાઈન કે મિડલાઈન તરફના ભાગના વર્ણન માટે મીડિયલ ટર્મિનોલોજી વપરાય છે જ્યારે મિડલાઈન થી દૂર પેરીફરી ના ભાગના વર્ણન માટે લેટરલ ટર્મિનોલોજી નો ઉપયોગ કરવામા આવે છે.
ઇન્ટર્નલ એન્ડ એક્સટર્નલ..
બોડીના અંદરના ભાગના વર્ણન માટે એટલે કે કેવીટીના વર્ણન માટે કે અંદરના સ્ટ્રક્ચરના વર્ણન માટે ઇન્ટર્નલ ટર્મિનલોલોજી ઉપયોગમા આવે છે તથા સુપરફિશિયલી બહારના વર્ણન માટે એક્સટર્નલ ટર્મિનલોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.
હોમિયોસ્ટેસીસ…
હ્યુમન બોડીના ઇન્ટર્નલ એન્વાયરમેન્ટ ની સ્ટેબિલિટી માટે હોમિયોસ્ટેસિસ શબ્દ વાપરવામા આવે છે. જેમા હ્યુમન બોડી ના દરેક ફિઝિયોલોજીકલ ફંક્શન પોતાની નોર્મલ રેન્જ અને લિમિટમા હોય છે. હોમિયોસ્ટેસિસ એટલે કે સ્ટેટ ઓફ ઈકવેલીબ્રીયમ ઓફ ધ બોડી.
કોઈપણ ડીસીઝ કે કંઈ પેથોલોજીકલ કન્ડિશન વખતે આ ઇન્ટર્નલ હોમિયોસ્ટેસિસ મિકેનિઝમ ખોરવાય છે અને બોડી ઇમબેલેન્સ થાય છે.
બોડી નુ ઇન્ટર્નલ હોમિયોસ્ટેસિસ જાળવવા માટે મુખ્યત્વે નર્વસ સિસ્ટમ, એન્ડોક્રાઈન સિસ્ટમ, તેમજ બોડીમા બીજા અમુક અગત્યના અવયવો ખૂબ અગત્યનો રોલ પ્લે કરે છે.
JOINT.
બોડીમા બે બોન જોડાય અને જોઈન્ટ બનાવે છે. આ જોઈન્ટ ના ભાગે નીચે મુજબની અલગ અલગ મુવમેન્ટ જોવા મળે છે.
તેના માટે નીચે મુજબની ટર્મિનોલોજી નો ઉપયોગ કરવામા આવે છે. આ ટર્મીનોલોજી નો અલગ અલગ મુવમેન્ટ તથા એક્શન ના વર્ણન માટે ઉપયોગ કરી શકાય છે.
એક્સ્ટેંશન અને ફલેકશન.
જોઈન્ટ ના ભાગે જોઈન્ટ ના બે બોન એકબીજાથી દૂર જાય તેને એક્સટેન્શન કહેવામા આવે છે. તે જ જોઈન્ટ ના બે ભાગ એકબીજાની નજીક આવે તેને ફલેકશન કહેવામા આવે છે. આ બંને મુવમેન્ટ એક બીજા થી વિરુદ્ધ હોય છે.
એબડકશન અને એડકશન..
મિડલાઈન થી દૂર થતી મુવમેન્ટને કહેવામા એબડકશન આવે છે અને મિડલાઈન તરફની મૂવમેન્ટ ને એડકશન કહેવામા આવે છે. આ બંને મુવમેન્ટ એક બીજા થી વિરુદ્ધ હોય છે.
રોટેશન…
આમા કોઈ પણ અવયવ પોતાની ધરી પર ગોળ ગોળ મૂવમેન્ટ કરે છે. તેને રોટેશન મૂવમેન્ટ કહેવામા આવે છે.
Organization of the human body..
હ્યુમન બોડી એ મલ્ટી સેલ્યુલર અને કોમ્પ્લેક્સ છે. તેમા બેઝિક નાનામા નાનુ કામ કરતુ યુનિટ એ સેલ હોય છે. આ સેલ જોડાઈ અને ટિસ્યૂ બનાવે છે. ટીશ્યુ જોડાવાના લીધે ઓર્ગન બને છે. આવા અલગ અલગ ઓર્ગન મળી અને એક સિસ્ટમ બનાવે છે. આવી ઘણી સિસ્ટમ બોડીમા કાર્યરત હોય છે. આ બધી સિસ્ટમ એકબીજા સાથે થોડા કે વધારે અંશે જોડાયેલી હોય છે અને બોડીનુ ઇન્ટર્નલ હોમિયોસ્ટેસિસ જળવાઈ છે.
બોડીમા નીચે મુજબની સિસ્ટમ જ આવેલી હોય છે.
સર્ક્યુલેટરી સિસ્ટમ
લિમ્ફેટિક સિસ્ટમ
નર્વસ સિસ્ટમ
યુરિનરી સિસ્ટમ
એન્ડોક્રાઈન સિસ્ટમ
રેસ્પાઇરેટરી સિસ્ટમ
ડાયજેસ્ટિવ સિસ્ટમ
મસક્યુલોસ્કેલેટલ સિસ્ટમ
રીપ્રોડક્ટીવ સિસ્ટમ વગેરે સિસ્ટમ હ્યુમન બોડી મા આવેલી હોય છે.
નોંધ. ઉપરોક્ત તમામ સીસ્ટમ અને તેના ઓર્ગન્સ વિષે વિગતે જે તે સીસ્ટમ મા સંપૂર્ણ આપવામા આવશે.