A) Oogenesis:-
•> ચાટૅ પ્રેઝન્ટેશન ઓફ Oogenesis:-
ઓજેનેસિસ
↓
જર્મ સેલ્સ
↓મિટોસિસ
ઓગોનિયા
(Oogonia)
↓
પ્રાઇમરી Oocytes( 46 , XX)
↓
અરેસ્ટેડ ફર્સ્ટ મેયોટિક ડિવિઝન ( પ્યબર્ટી સુધી )
↓
મેચ્યુએશન ઓફ ગ્રાફિયન ફોલિકલ
↓
કોમ્પ્લીશન ઓફ ફસ્ટ મેયોટીક ડિવિઝન
↓
——————————– ↓ ↓
સેકન્ડરી
Oocytes
(23, X) એંડ 1 st પોલાર બોડી
( 23,X )
↓
ઓવ્યુલેશન
↓ ↓
નોટ ફર્ટિલાઇઝ્ડ
↓ કમ્પલીટ
ડિજરેશન સેકન્ડ
વિધીન મેયોટિક
24 ડિવિઝન
અવર્સ ↓
————————-
ફર્ટિલાઇઝ્ડ
↓ ↓
ફિમેલ સેકન્ડ
પ્રોન્યુક્લિઅસ પોલાર
(23,x) બોડી એંડ
( 23,x) Spermatogenesis
(B)spermatogenesis:-
“પ્રીમોર્ડિઅલ મેલ જર્મ્સ સેલમાંથી સ્પર્મેટીડ ના ડેવલોપમેન્ટ અને ત્યારબાદ તેના સ્પરમેટોઝુઆમા ડિફરન્સીએશન ને સ્પર્મેટોજીનેસીસ કહેવામાં આવે છે. એટલે કે સ્પર્મ ના ડેવલોપમેન્ટ તથા મેચ્યુરેશન ને સ્પર્મેટોજીનેસીસ કહેવામાં આવે છે.”
•> ચાટૅ પ્રેઝન્ટેશન ઓફ spermatogensis:-
સ્પર્મેટોજીનેસીસ
↓
જર્મ્સ સેલ
↓મિટોસિસ
પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ
( 46, XY )
↓
ફસ્ટૅ મીઓટીક
ડિવિઝન
↓
સેકન્ડરી સ્પર્મેટોસાઇટ્સ
↓
‐‐——————–
↓ ↓
23,X 23,Y
| |
—————————
↓
——————————
↓ ↓ ↓ ↓
23, 23, 23 23
X X Y Y
↓
સ્પર્મેટીડ્સ
↓
મોર્ફોલોજીકલ ચેન્જીસ
ટુ સ્પર્મેટોઝુઆ (સ્પર્મેટોજીનેસીસ)
(c)Ovulation:
(D)Gametogenesis :
•> ઓવમ:
•> સ્પર્મ:
ફર્ટિલાઇઝેશન:
ફર્ટિલાઇઝેશન એ એક એવી પ્રોસેસ છે કે જેમાં મેલ રીપ્રોડક્ટિવ સેલ સ્પરમેટોઝુઆ નું ફિમેલ રીપ્રોડક્ટિવ સેલ ઓવમ સાથે ફેલોપિયન ટ્યુબ ના એમ્મ્યુલા પાર્ટ માં ફ્યુઝન થાય અને ફર્ટિલાઇઝેશન થાય છે જે ઝાઇગોટ નુ ફોર્મેશન કરે છે. ફર્ટિલાઇઝેશન એ મોસ્ટલી ઓવ્યુલેશન ની આસપાસ ના સમય
માં થાય છે.
ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ ના ઓવરી માંથી ઓવમ એ રિલીઝ થાય છે અને આ મેચ્યોર ઓવમ એ ફેલોપિયન ટ્યુબ ની ફિમ્બ્રીઆ દ્વારા કેપ્ચર થાય છે. ત્યારબાદ ઓવમ એ ફેલોપિયન ટ્યુબ ની પેરિસ્ટાલ્સીસ મુવમેન્ટ તથા તેમાં આવેલા સિલીયરી મસલ્સ દ્વારા ઓવમ એ ફેલોપિયન ટ્યુબ ના એમ્પ્યુલા પાર્ટ માં ટ્રાન્સપોર્ટ થાય છે. અને તે 12 થી 24 અવર્સ સુધી રહે છે.
આ સમય દરમિયાન સર્વિક્સ એ ઇસ્ટ્રોજન ની અસરના કારણે આલ્કેલાઇન મ્યુકસ સિક્રિટ કરે છે જે સ્પર્મ ને આકર્ષે છે.ઇન્ટરકોસ સમય દરમિયાન 60 થી 120 મિલિયન જેટલા સ્પર્મ એ વજાઇના ના પોસ્ટીરીયર ફોર્નિક્સ મા ડિપોઝિટ થાય છે.
જેમાંના ઘણા સ્પર્મ એ સર્વાઇકલ એક્શન તથા તેમની પ્રોપેલ એક્શન થી ફેલોપિયન ટ્યુબમાં એન્ટર થાય છે અને જ્યારે બાકીના સ્પર્મ એ વજાયના ની એસિડિક મીડીયમ ના કારણે ડિસ્ટ્રોય થાય છે.
જો ઓવ્યુલેશન થયેલું ના હોય તો સ્પર્મ સેલ એ સર્વિક્સ માં 48 થી 72 અવર્સ સુધી સર્વાઇવ થય શકે છે.
આ સ્પર્મ સેલ્સ એ સર્વાઇકલ એરિયા માંથી ટ્રાન્સપોર્ટ થાય છે અને ફેલોપિયન ટ્યુબના સુધી ટ્રાન્સફર થાય છે આ જર્ની દરમ્યાન ઘણા સ્પર્મ સેલ્સ એ ડિસ્ટ્રોય થાય છે અને માત્ર થાઉસન્ડ જેટલા સ્પર્મ એ ફેલોપિયન ટ્યુબ સુધી પહોંચીને ઓવમ ને એમ્પ્યુલા મા મળે છે.
જ્યારે સ્પર્મ એ ઓવમ ની પાસે પહોંચે ત્યારે સ્પર્મ ને પોતાની મુજબ એન્વાયરમેન્ટ નુ ફોર્મેશન કરવુ પડે છે.એટલે કે સ્પર્મ ને આલ્કેલાઇન એન્વાયરમેન્ટ ની જરૂરિયાત રહે છે. અને જો એસિડીક એન્વાયરમેન્ટ હોય તો સ્પર્મ એ ડિસ્ટ્રોય થાય છે.
પરંતુ,ઓવમ નુ બહાર નુ એન્વાયરમેન્ટ એ હાઇલ્યુરોનીક એસિડ ના કારણે એસિડીક હોય છે.
હવે, આ એસિડીક એન્વાયરમેન્ટ ને આલ્કેલાઇન એન્વાયરમેન્ટ મા કન્વર્ટ કરવા માટે સ્પર્મ ના હેડ ના પાટૅ મા એક્રોઝોમ લેયર આવેલુ હોય છે , કે જે હાઇલ્યુરોનીક એન્ઝાઇમ ધરાવે છે કે જે આલ્કેલાઇન એન્વાયરમેન્ટ ધરાવે છે.તે ઓવમ ની આસપાસ સિક્રિટ કરે છે.
આમ, એકસાથે થાઉઝન્ડ જેટલા સ્પર્મ માથી રિલીઝ થતુ હાઇલ્યુરોનીક એન્ઝાઇમ એ કોરોના રેડિયેટા( આઉટર લેયર ઓફ ઓવમ) ને ડિસ્ટ્રોય કરે છે. ત્યાર બાદ ઝોનાપેલ્યુસિડા લેયર ને સોફ્ટ બનાવે છે જેના કારણે સ્પર્મ એ ઝોનાપેલ્યુસિડા ને પેનેટ્રેટ કરી શકે અને ઓવમ મા એન્ટર થય શકે.
ઝોના પેલ્યુસિડા ની ચારેય બાજુ ઓલેમા (Oelema)આવેલા હોય છે.પરંતુ એક એગ મા માત્ર એક જ સ્પર્મ એ એન્ટર થય શકે છે.
તેમા બધાથી વધારે મેચ્યોર અને ડેવલોપ સ્પર્મ હોય તે ઝોના પેલ્યુસિડા લેયર માથી પેનેટ્રેટ થાય છે.
ત્યારબાદ ઝોનાપેલ્યુસિડા લેયર એ હાડૅ થાય છે.જેને ઝોના હાર્ડનીંગ કહેવામા આવે છે.
સ્પર્મ દ્વારા પેનેટ્રેટ થયેલા ઉલેમા ને ભરવા માટે કોર્ટીકલ ગ્રેન્યુએઝ એ ડિપોઝીટ થાય છે અને તે પેનેટ્રેટ થયેલા એરિયા ને ફિલ કરે છે.ત્યાર બાદ ઓવમ એ સિલ્ડ થય જાય છે.જેના કારણે બીજા સ્પર્મ એ એન્ટર થય શકે નહી,અને સ્પર્મ ની ટેઇલ એ બહાર રહી જાય છે.
હવે, ઓવમ મા એન્ટર થયેલા સ્પર્મ તથા ઓવમ ના ન્યુક્લીઅસ ના ફ્યુઝન ને ફર્ટિલાઇઝેશન કહેવામા આવે છે અને ત્યારબાદ આ ફર્ટિલાઇઝેશન ના કારણે ઝાયગોટ નુ ફોર્મેશન થાય છે.
ઇમ્પ્લાન્ટેશન:
ઇમ્પ્લાન્ટેશન એ એવી પ્રોસેસ છે કે જેમા ઝાયગોટ એ ફેલોપિયનટ્યુબ માથી યુટેરાઇન કેવિટી ના એન્ડોમેટ્રીયમ મા ઝાયગોટ એ ડેવલોપ થવા માટે એંગેજ થાય છે.
ઇમ્પ્લાન્ટેશન ની પ્રોસેસ એ ઝાયગોટ નું ફોર્મેશન થયાના 4 થી 5 દિવસથી સ્ટાર્ટ થાય છે અને 11 દિવસ સુધીમાં કમ્પ્લીટ થાય છે.
ઝાયગોટ નું ફોર્મેશન થયા બાદ ચાર દિવસ સુધી ઝાયગોટ એ ફેલોપિયન ટ્યુબમાં જ રહે છે અને ત્યારબાદ તેનું યુટેરાઇન કેવિટી મા ઇમ્પ્લાન્ટેશન થાય છે. આ ચાર દિવસ દરમિયાન સેલ્સ નું ડિવિઝન થાય છે અને સાથે ઇન્ટ્રા યુટેરાઇન વોલ નુ પણ ડેવલોપમેન્ટ થાય છે જેના કારણે ઇમ્પ્લાન્ટેશન થતા એગ ને ડેવલોપમેન્ટ થવા માટે પ્રોપર એન્વાયરમેન્ટ મળી શકે.
ઝોના પેલુસિડા કવર સાથે 46 ક્રોમોઝોમ્સ સાથે ઝાયગોટ એ 24-30 કલાક ની અંદર ક્લીવેજ દ્વારા 2 સેલ સ્ટેજ માં ફસ્ટ મિટોટિક સેલ ડિવીઝન માંથી પસાર થાય છે.જેને બ્લાસ્ટોમીયર કહેવામા આવે છે.
ઝાયગોટ બન્યા બાદ તેના 40 થી 50 અવર્સ ની અંદર ટુ સેલ ડિવિઝન માંથી ફોર સેલ ડિવિઝન થાય છે.
ત્યારબાદ ઝાયગોટ બન્યા બાદ 72 અવર્સ ની અંદર 4 સેલ ડિવિઝન માંથી 8 સેલ ડિવિઝન થાય છે.
ત્યારબાદ ઝાયગોટ ફોમૅ થયાના 96 અવર્સ મા 16 સેલ ડિવિઝન થાય છે. તેમાં સેલ એ ડિવાઇડ થયા બાદ બંચ લાઇક સ્ટ્રકચર નું ફોર્મેશન કરે છે જેને મોરુલા કહેવામાં આવે છે. આ મોરુલા એ ઝોના પેલુસીડા લેયર દ્વારા કવર થયેલી હોય છે.
આ બધા જ સ્ટેજ એ ચાર દિવસ માં કમ્પ્લીટ થાય છે એટલે કે ઇમ્પ્લાન્ટેશન ની શરૂઆત 5th ડેથી સ્ટાર્ટ થય 11માં દિવસ સુધીમાં કમ્પ્લીટ થાય છે.
આ ચાર દિવસમાં સેલ નું ડિવિઝન થાય છે અને સાથે સાથે યુટ્રસ ના એન્ડોમેટ્રિયમ લેયર નું પણ ડેવલોપમેન્ટ થાય છે જેના કારણે ઇમ્પ્લાન્ટ થતું એગ ને તેના ગ્રોથ તથા ડેવલોપમેન્ટ માટે પ્રોપરલી ફેવરેબલ એન્વાયરમેન્ટ મળી શકે.
ઝાયગોટ બન્યા બાદ ચાર દિવસ સુધી ઝાયગોટ એ ફેલોપિયન ટ્યુબમાં જ રહે છે ત્યારબાદ 4 થી 5 દિવસે ઝાયગોટ ની જર્ની સ્ટાર્ટ થાય છે અને 11 માં દિવસ સુધીમાં યુટ્રસ માં પહોંચે છે.
મોરુલા નું ફોર્મ્યુલેસન થયા બાદ તેના સેલમાં ફ્લુઇડ નુ કલેક્શન થાય છે જેના કારણે સેલ ની સાઇઝ પણ એન્લાર્જ થાય છે જેને બ્લાસ્ટોસિસ્ટ કહેવામાં આવે છે.
બ્લાસ્ટોસિસ્ટ નું ફોર્મેશન થયા બાદ બધા જ સેલ ને પોતાનું ઇન્ડિવિઝ્યુઅલ મ્યુકસ કવરિંગ નું ફોર્મેશન થાય છે.
હવે જ્યારે દરેક સેલ ને પોતાનું ઇન્ડિવિઝ્યુઅલ મ્યુકસ કવરિંગ નું ફોર્મેશન થાય ત્યારે ઝોના પેલુસીડા લેયર એ ડીસઅપીયર થવા લાગે છે આ પ્રોસેસ ને ઝોનાહેચિંગ કહેવામાં આવે છે.
હવે બ્લાસ્ટોસિસ્ટ નું ઝોના પેલુંસિડા લેયર એ ડીસઅપિયર થયા બાદ બ્લાસ્ટોસિસ્ટ ના અમુક સેલ્સ એ આઉટર લેયર નું ફોર્મેશન કરે છે અને અમુક સેલ્સ એ આઉટર લેયર ની અંદરમાં કલેક્ટ એક સાઇટ મા કલેક્ટ થાય છે.
તેથી આઉટર સેલ લેયર ને આઉટર સેલ માસ કહેવામા આવે છે અને આઉટર સેલ લેયર ની અંદર એક સાઇટ મા કલેક્ટ થયેલા સેલ્સ ના કલેક્શન ને ઇનર સેલ માસ કહેવામાં આવે છે.
ઇનર સેલ માસ ની બહારની તરફ સેલનું સિંગલ લેયર હોય છે તેને ટ્રોફોબ્લાસ્ટ કહેવામાં આવે છે.
જ્યારે બ્લાસ્ટોસિસ્ટ યુટ્રસ માં આવે છે ત્યારે બે થી ત્રણ દિવસ સુધી ફ્રી રહે છે ત્યારબાદ ટ્રોફોબ્લાસ્ટ નો ભાગ ઇનર સેલમાસ એ ઉપર રહે છે પછી તે સ્ટીકી થય એન્ડોમેટ્રિયમ માં ચોંટી જાય છે પછી તે એન્ઝાઇમ ને સિક્રિટ કરે છે જેના કારણે ત્યાંનું એપીથેલીયમ એ ખવાય જાય છે આથી બ્લાસ્ટોસિસ્ટ એન્ડોમેટ્રિયમ માં ઇમ્પ્લાન્ટ થાય છે જેને નીડેશન (એમ્બેડિંગ) પણ કહેવામાં આવે છે જે સામાન્ય રીતે ફર્ટિલાઇઝેશન થયા પછીના 11 માં દિવસે કમ્પ્લીટ થાય છે.
ઇમ્પ્લાન્ટેશન એ મોટેભાગે પોસ્ટીરીયર યુટેરાઇન વોલ માં પરંતુ કોઇક વખતે ફંડસ ના એન્ટિરિયર વોલ માં પણ થાય છે.
આ આઉટર ટ્રોફોબ્લાસ્ટ માંથી પ્લેસેન્ટા અને કોરીઓન તથા ઇનર સેલ માસ માથી ફિટસ,એમ્નીઓન તથા અંઅંબેલીક કોડૅ નુ ફોર્મેશન થાય છે.
પોસ્ટ ઇમ્પ્લાન્ટેશન ચેન્જીસ ઇન યુટ્રસ
ડેસિડ્યુઆ:
પ્રેગ્નેન્સિ મા એન્ડોમેટ્રીયમ ને ડેસિડ્યુઆ કહે છે.
ઇસ્ટ્રોજન નુ સિક્રીસન વધવાથી 4 ટાઇમ્સ વધારે થીક તથા પ્રોજેસ્ટેરોન ના કારણે બ્લડ વેસેલ્સ ની સાઇઝ ઇન્ક્રીઝ થાય છે.તે સોફ્ટ, વાસ્ક્યુલર તથા સ્પંજી બેડ બને છે.જેમા ફર્ટિલાઇઝ ઓવમ ઇમ્પ્લાન્ટ થાય છે. બર્થ પછી ઝોના બેઝાલિસ સિવાય ડેસિડ્યુઆસ એ નીકડી જાય છે.
લેટિન વડૅ ડેસિડ્યુએસ
મિન્સ ફોલિંગ ઓફ.
એરિયા ઓફ ડેસિડ્યુઆ:
ડેસિડ્યુઆ ના ત્રણ એરિયાસ છે.
1) ડેસીડ્યુઆ બેઝાલીસ:
એમ્બ્રિઓ ની નીચેની ઇમ્પ્લાન્ટેશન સાઇટ ને ડેસિડ્યુઆ બેસાલીસ કહે છે. જે માયોમેટ્રીયમ ની ઉપરનું તરત જ હોય છે. જે અનચેન્જ રહે છે.તે પ્લેસેન્ટા મા ફાળો આપે છે.
પરપેરિયામાં તેમાંથી ન્યુએન્ડોમેટ્રિયમ બને છે.
2) ડેસિડ્યુઆ કેપ્સ્યુલારીસ:
એમ્બ્રિઓની બાકીના ભાગને કવર કરતા સુપરફિશિયલ લેયર ને ડેસિડ્યુઆ કેપ્સ્યુલારિસ કહે છે.
ફિટલ ગ્રોથ વખતે ડેસિડ્યુઆ કેપ્સ્યુલારીસ ઉપસી ને ડેસિડ્યુઆ
પેરીટાલિસ
સાથે જોડાઇ જાય છે.
3)ડેસિડ્યુઆ
પેરીટાલિસ ઓર ડેસિડ્યુઆસ વેરા :
યુટેરાઇન કેવીટી માં આવેલા ડેસિડ્યુઆ ના લાઇનિંગ ને ડેસિડ્યુએસ વેરા કહેવામાં આવે છે.
લેયર્સ ઓફ ડેસિડ્યુઆ:
ડેસિડ્યુઆ ના ત્રણ લેયર છે.
1)બેઝલ લેયર:
આ લેયર એ યુટેરાઇન મસલ્સ ની તરત જ ઉપર આવેલું છે. તે એન્ડોમેટ્રીઅલ ગ્લેન્ડ્સ ના બેઝ માંથી બને છે અને તેમા ચેન્જીસ થતો નથી.જ્યારે પ્લેસેન્ટા સેપરેટ સેપરેટ થાય છે ત્યારે ગ્લેન્ડ નું બેઝ રહે છે અને તેમાંથી નવું એન્ડોમેટ્રિયમ બને છે.
2) સ્પંજી લેયર:
આ સ્પંજી લેયર એ બેઝલ લેયર ની ઉપર આવેલું છે. તેમાં ડાયલેટેડ ગ્લેન્ડ અને એન્લાર્જ બ્લડબેસેલ્સ આવેલી હોય છે.
કોરિયોનિક વિલાઇ આ લેયર ને ઇન્વેડ કરીને પ્લેસેન્ટા બનાવે છે. આ લેયર ના ડિપ ભાગમાં ફાઇબ્રસ લેયર બને છે. તેને પર્ફોરેશન લેયર અથવા લેયર ઓફ નીતાબુચ કહે છે. આ પોઇન્ટ થી પ્લેસેન્ટા યુટેરાઇન વોલમાંથી અલગ થાય છે.
3) કોમ્પેક્ટ લેયર:
આ ડેસિડ્યુઆ નુ સરફેસ લેયર છે. તે કેવીટીની નજીક આવેલું હોય છે અહીં ગ્લેન્ડસ ની નેક ટાઇટ્લી ભેગી થઇને ડેસિડ્યુઅલ સેલ્સ સાથે રહે છે.
ડેસિડ્યુઅલ સેલ્સ એ લાર્જ હોય છે.અને તેમા ગ્લાયકોજન રહેલુ હોય છે.
ફંક્શન ઓફ ડેસિડ્યુઆ:
બ્લાસ્ટોસિસ્ટ ના ઇમ્પ્લાન્ટેશન માટે સારી જગ્યા પ્રોવાઇડ કરે છે.
ઓવમ ને શરૂઆત ના સ્ટેજ માં ન્યુટ્રીશન આપે છે.
ટ્રોફોબ્લાસ્ટ નું ડિપ પેનેટ્રેશન અટકાવે છે.
પ્લેસેન્ટા ની બેઝલ પ્લેટના ફોર્મેશનમાં ફાળો આપે છે.
ડેવલોપમેન્ટ ઓફ ફર્ટિલાઇઝ્ડ ઓવમ:
બ્લાસ્ટોસાઇટ એન્ડોમેટ્રીયમ માં એમ્બેડ થયા પછી આઉટર ટ્રોફોબ્લાસ્ટ ના એરિયા પર લેયર નુ ફોર્મેશન થાય છે.
ત્યારબાદ ત્રણ લેયર નું ફોર્મેશન થાય છે.
1)આઉટર સિન્સિટિઓટ્રોફોબ્લાસ્ટ(સિન્સાઇટીઅમ):
સિન્સિટિઓટ્રોફોબ્લાસ્ટ બ્લડ વેસેલ્સ ની વોલ ને ઇરોડ(ધોવાણ કરે)કરે છે. તથા મેટરનલ બ્લડ મા એમ્બ્રિઓ ને ડેવલોપ થવા માટે ન્યુટ્રીઅન્ટસ બનાવે છે.
2) ઇનર સાઇટોટ્રોફોબ્લાસ્ટ:
સાઇટોટ્રોફોબ્લાસ્ટ સેલ્સ નુ સિંગલ લેયર છે. હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફીન ( HCG ) બનાવે છે.જે કોર્પસ લ્યુટીયમ ને પ્રેગ્નેન્સિ રહી છે તેવું ઇન્ફોર્મ કરે છે.
કોર્પસ લ્યુટીયમ એ સતત ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ને ઉત્પન્ન કરે છે.
પ્રોજેસ્ટેરોન એ ડેસિડ્યુઆસ ની એકરુપતા જાડવે છે.તેથી મેન્સ્ટ્રુએશન થતુ નથી.ઇસ્ટ્રોજન ના હાઇ લેવલ થી FSH નુ પ્રોડકશન થતુ નથી.
3)પ્રિમીટીવ મેસેન્કાઇમ ઓર મિસોડર્મ:
ત્રીજું લેયર મિઝોડર્મ એ કોરિયોનિક વેસિકલ્સ તરીકે તેના મેમરીન સાથે વિકાસ પામે છે તેને કોરીયોન કહે છે.તે બોડી સ્ટોલ્ક અને અંબેલીકલ કોડૅ રચે છે.તથા એમ્બ્રિઓ થી કોરિયોન કનેક્ટ થાય છે.
•> એમ્બેડ થયેલા બ્લાસ્ટોસાઇટ ના બહાર ના સરફેસ પર ટ્રોફોબ્લાસ્ટ ના ફિંગર લાઇક બડ્સ થાય છે. તેને કોરિયોનિક વિલાઇ કહે છે.
કોરિયોનીક વિલાઇ ના ટાઇપ નીચે પ્રમાણે છે.
1)પ્રાઇમરી વિલાઇ:
ફર્ટિલાઇઝેશન ના 12 મા દિવસે સોલિડ ટ્રોફોબ્લાસ્ટીક લેયર બને છે.
2) સેકન્ડરી વિલાઇ:
16 મા દિવસે વિલાઇ સાથે મેસેન્કાઇમલ લાઇનિંગ બને છે.
3)ટર્સિયરી વિલાઇ:
21 મા દિવસે સેકન્ડરી વિલાઇ સાથે બ્લડ વેસલ્સ બને છે.
યુટેરાઇન વોલ ની સાઇડ મા વિલાઇ ની બ્રાન્ચીસ કોરિયોન ફ્રોન્ડોસમ બનાવીને પ્લેસેન્ટા ફોમૅ કરે છે.યુટેરાઇન કેવિટી ની સાઇડ ની વિલાઇ ની એટ્રોફી થઇને કોરિઓન એ ડિસઅપિયર થાય છે.
ટ્રોફોબ્લાસ્ટ માથી બ્લાસ્ટમાંથી પ્લેસેન્ટા અને કોરિયોન એ ફોમૅ થાય છે જ્યારે ઇનર સેલ માસ માથી ફિટસ બને છે.
જેના ત્રણ લેયર હોય છે:
1)એક્ટોડર્મ
2)મિઝોડર્મ
3)એન્ડોડર્મ
1)એક્ટોડર્મ:
એક્ટોડર્મ માંથી નર્વસસિસ્ટમ અને સ્કીન બને છે.
2)મિઝોડર્મ:
મિઝોડર્મ માંથી હાર્ટ, બ્લડ વેસેલ્સ,લિવર, પેન્ક્રિઆસ, બોન,મસલ્સ અને કેટલાક ઇન્ટર્નલ ઓર્ગન બને છે.
3)એન્ડોડર્મ:
એક્ટોડર્મ માથી મ્યુકસ મેમ્બરેન અને ગ્લેન્ડસ બને છે.
ઇન શોર્ટ:
બ્લાસ્ટોસાઇટ
↓ ↓
ટ્રોફોબ્લાસ્ટ ઇનર સેલ
↓ માસ
—————— ↓
↓ ↓
પ્લે કોરિ
સેન્ટા યોન
•> ઇનર સેલ માસ
↓ ↓ ↓
ફિટસ એમ્નીઓન અંબે
લિકલ
કોડૅ
એમ્બ્રિઓ:
આ ઓર્ગન ડેવલોપમેન્ટ નું સ્ટેજ છે ઇમ્પ્લાન્ટેશન પછીના 8 વિક સુધી વિકાસ પામતા ઓફસ્પ્રિંગ ને એમ્બ્રિયો કહેવામાં આવે છે.
8 વિક થી ટર્મ સુધી ના ઓફસ્પ્રિંગ ને ફિટસ કહે છે.
ફર્ટિલાઇઝ્ડ એગ એ ડેવલોપમેન્ટ ના ત્રણ સ્ટેપમાં સમય સુધીમાં બર્થ પસાર થાય છે.
1) ધ સ્ટેજ ઓફ ઝાયગોટ ( બિફોર ઇમ્પ્લાન્ટેશન)
2)ધ સ્ટેજ ઓફ એમ્બ્રિઓ (અર્લી ઇન પ્રેગ્નેન્સી)
3)ધ સ્ટેજ ઓફ ફિટસ(લેટર ઇન પ્રેગ્નેન્સી)
2nd થી 8th વિક સુધીના ગ્રોવિંગ ઓર્ગેનિઝમ ને એમબ્રિઓ કહેવામા આવે છે.
આ પિરિયડ દરમિયાન તે ટાઇની સેલ ક્લસ્ટર થી 1 ઇંચ લેન્થ સુધી બને છે.આ સમય દરમિયાન પ્લે સેન્ટર એમ્બ્રિયો અને યુટ્રસ વચ્ચે વિકાસ પામે છે.
એમ્બ્રિઓ એ પ્લેસેન્ટા ને અંબેલીકલ કોડૅ દ્વારા કનેક્ટ થાય છે.
પ્લેસેન્ટા એ ફિલ્ટર અને બેરિયર નુ કાર્ય કરે છે.તેના દ્વારા એમ્બ્રિઓ એ ફુડ અને ઓક્સિજન એ વુમન ના બ્લડ માંથી લે છે અને Co2 અને બીજા વેસ્ટ પ્રોડક્ટ નો નિકાલ કરે છે.આ બંને બ્લડ સિસ્ટમ કમ્પ્લીટલી સેપરેટ હોય છે.
1st મંથ ઓફ લાઇફ મા હ્યુમન એમ્બ્રિઓ એ બીજા એનીમલ જેવો પરંતુ 2nd મંથ મા હ્યુમન ફીચર્સ એ ધારણ કરે છે. જેવા કે ફેસ, આમૅ, લેગ્સ,ફિંગર્સ,ટો તથા સેક્સ્યુઅલ ઓર્ગન્સ એ અનડિફરન્સીએટ ( સેમ ફોર મેલ અને ફિમેલ) હોય છે.
જ્યારે તે સંપૂર્ણ રીતે ક્લીયરલી હ્યુમન તરીકે આઇડેન્ટિફાય થાય ત્યારે એમ્બ્રિઓ નુ સ્ટેજ છોડી ફિટસ સ્ટેજ મા એન્ટર થાય છે.
પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ:
0 અવર-> ફર્ટિલાઇઝેશન,
24 અવર્સ -> 2 સેલ સ્ટેજ ઓફ ઝાયગોટ (બ્લાસ્ટોમીયર),
42 અવર્સ -> 4 સેલ સ્ટેજ ઓફ ઝાયગોટ,
72 અવર્સ-> 12 સેલ સ્ટેજ ઓફ ઝાયગોટ,
96 અવર્સ-> 96 સેલ સ્ટેજ.મોરુલા એ યુટેરાઇન કેવીટી મા એન્ટર થાય છે.
5th ડે-> બ્લાસ્ટોસિસ્ટ.
7th ડે-> ઇમ્પ્લાન્ટેશન.
11th ડે-> ઇમ્પ્લાન્ટેશન કમ્પ્લીટ થાય છે.
12 th ડે-> પ્રાઇમરી વિલાઇ.
16th ડે-> સેકન્ડરી વિલાઇ.
21 St ડે -> ટર્સિયરી વિલાઇ.
21-22nd ડે-> ફિટલ હાર્ટ, ફિટો પ્લેસેન્ટલ સર્ક્યુલેશન.
21- 40 ડે -> કોરિયોન ફ્રોન્ડોસમ.
45 – 50 ડે -> કોટીલોડોન્સ.
71-267 ડે->ફિટલ સ્ટેજ
ડેવલોપમેન્ટ ઓફ ફિટસ( અકોર્ડિંગ ટુ વિક)
4 વિક્સ->
ઓવમ ડાયામીટર 2 cm,
એમ્બ્રિઓ લેન્થ 1 cm.
વિલાઇ થી કવર થાય છે.
હેડ, ટેઇલ તથા લિબ બડ્સ ડેવલોપ થાય છે.
8 વિક્સ->
ઓવમ-ડાયામીટર 5 cm,
ફિટસ લેન્થ 2.5 cm.
નોઝ, એક્સટર્નલ નોઝ, ફિંગર્સ અને ટો એ ડેવલોપ થાય છે.
તથા માથુ એ ચેસ્ટ ઉપર
વળેલું હોય છે.
12 વિક્સ->
ઓવમ ડાયામીટર 7.5 cm.
ફિટસ લેન્થ 8 cm.
પ્લેસેંટા બને છે,કોર્ડ એ ટ્વીસ્ટ થાય છે, એક્સટર્નલ ઇયર્સ માં વધારે ફીચર્સ દેખાય છે,
બંધ થયેલા આંખ ના પોપચા અને નેઇલ્સ .
16 વિક્સ->
ફિટસ લેન્થ 18 cm.
બંધ આંખો,ચામડી લાલ અને પારદર્શક,એક્સટર્નલ જીનાઇટલ એરિયા ઓળખી સકાય તેવા.
20 વિકસ->
ફીટસ લેન્થ 25 cm.
હેઇર તથા લેન્યુગો ( સ્કિન પર ઝીણી રુવાટી).
24 વિક્સ->
ફિટસ લેંથ 30 સેન્ટીમીટર cm.
આઇલિડ્સ છૂટી પડે છે, આઇબ્રો અને આઇલેસિસ જોવા મળે છે.
28 વિક્સ->
ફિટસ લેન્થ 35 સેન્ટીમીટર.
વેઇટ – 1250 gm.
ચામડી એ લાલ, લેન્યુગોથી કવર થયેલી સબક્યુટેનિયન્સ ફેટ બનવાનું ચાલુ થાય છે,
ટેસ્ટીસ એ નીચે ઉતરે છે.અને ફિટસ એ વાયેબલ બને છે.
32 વિક્સ->
ફિટસ લેન્થ એ 40 cm .
વેઇટ એ 1500 gm .
નેઇલ્સ એ આંગળી ના અંત સુધી પહોંચે છે ચામડી એ ઓછી લાલ દેખાય છે.
સબક્યુટેનિયસ ફેટ વધે છે,
વરની કેસીયોસા પ્રેઝન્ટ થાય છે તથા કરચલી ઓછી દેખાય છે.
36 વિક્સ->
ફિટસ લેન્થ 45 cm,
વેઇટ-2500 gm.
સ્કિન એ પીંક,વર્નિક્સ વધારે, થોડાક લેન્યુગો, સબક્યુટેનિયસ ફેટ વધે છે.
40 વિક્સ->
ફીટસ લેન્થ 50 Cm.
વેઇટ 3500 gm.
સ્કિન એ પીંક, લેન્યુગો એ અદ્રશ્ય થાય છે, વર્નિક્સ એ ઓછું થાય છે. સબક્યુટેનિયસ ફેટ વધે છે.સ્કલ હાડૅ તથા ટેસ્ટીસ એ સ્ક્રોટમ મા આવે છે.
અકોર્ડિંગ ટુ ટ્રાઇમેસ્ટર:
1) ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર(ફસ્ટ થ્રી મંથ):
ફર્ટિલાઇઝ ઓવમ માંથી એમ્બ્રિયો બને છે નીચે પ્રમાણે ચેન્જીસ થાય છે:
•મેલ ચાઇલ્ડ મા ટેસ્ટીસ સ્ક્રોટમ મા આવે છે.
•લાઇટનિંગ.
પ્લેસેન્ટા:
ઇન્ટ્રોડક્શન
પ્લેસેન્ટા એ એક માસ લાઇક સ્ટ્રક્ચર છે. તે ફિટલ કંમ્પોનન્ટ કોરિયોન ફ્રોન્ડોઝમ તથા મેટરનલ કમ્પોનન્ટ ડેસીડ્યુઆ બેઝાલિસ એમ બે સોર્સિસ માથી સામાન્ય રીતે અપર યુટેરાઇન સેગ્મેન્ટ માં એન્ટિરિયર અથવા પોસ્ટીરીયર સાઇડમાં ડેવલોપ થાય છે.
પ્લેસેન્ટા એ ફિટસ સાથે અંબેલીકલ કોડ દ્વારા કનેક્ટ થાય છે અને પ્રેગનેન્સી મેઇન્ટેન થાય છે. પ્લેસેન્ટા એ એમ્બ્રિયોની લાઇફ ને સપોર્ટ કરે છે જે એમબ્રીઓ ને ઓક્સિજન અને ફૂડ પુરુ પાડે છે તથા ટોક્સિક મટીરીયલ્સ ને રીમુવ કરે છે.
ડેફીનેશન (Definition)
પ્લેસેન્ટા એ તેના સેપ ના કારણે “ડિસ્કોઇડ શેપ” હોય છે,
તે “હિમોકોરિયોનિક” હોય છે કારણ કે તેનુ કોરીઓન એ મેટરનલ બ્લડ ના ડાયરેક્ટ કોન્ટેકમાં આવે છે અને તે “ડેસિડ્યુએટ” હોય છે કારણ કે પ્લેસેન્ટા એ બર્થ પછી સેડઓફ થય જાય છે.
પ્લેસેન્ટા ઓરિજીનેશન
પ્લેસેન્ટા એ ફર્ટિલાઇઝ્ડ ઓવમ ના ટ્રોફોબ્લાસ્ટિક લેયર માંથી ઓરીજીનેટ થાય છે.
પેશન્ટા એ મધરના સર્ક્યુલેશન સાથે ક્લોઝલી લિંક થયેલ હોય છે તેના ફંકશનને પ્રોપર્લી કરવા માટે જે ફંક્શન એ ફિટસ એ ઇન્ટ્રાયુટેરાઇન લાઇફ દરમિયાન પરફોર્મ કરવામાં અનએબલ હોય છે.
ફિટસનું સર્વાઇવલ એ પ્લેસેન્ટાની ઇન્ટીગ્રિટી તથા એફિશિયન્સી પર ડીપેન્ડ કરે છે.
એટેચમેન્ટ ઓફ પ્લેસેન્ટા
પ્લેસેન્ટા એ મધર ની યુટેરાઇન વોલ સાથે અટેચ થયેલી હોય છે અને તે મધર અને ફીટસ વચ્ચે અંબેલીકલ કોડૅ દ્વારા કનેક્શન એસ્ટાબ્લીસ કરે છે.
પ્લેસેન્ટા એટ ફુલટમૅ
એટ ટમૅ પ્લેસેન્ટા એ ફ્લેટ અને રાઉન્ડ અથવા ઓવલ શેપ માં હોય છે તે ડિસ્ક લાઇક સ્પન્જી, ફ્લેસી સ્ટ્રક્ચર છે. પ્લેસેન્ટા એ સેન્ટરમાં થીક અને કિનારીમાં થીન હોય છે.
ડાયામીટર એન્ડ થિકનેસ ઓફ પ્લેસેન્ટા
1)પ્લેસેન્ટાનો એવરેજ વેઇટ એ:=
500 ગ્રામ
2) રેશિયો બીટવીન ફિટસ એન્ડ પ્લેસેન્ટા := 1/6( 3kg / 500 gm).
3) પ્લેસેન્ટાનો ડાયામીટર એ:= 15-20 cm.
4)પ્લેસેન્ટા નો સરફેસ એરિયા:= 243 sq cm
(સ્કવેર સેન્ટીમીટર).
5) પ્લેસેન્ટાનું વોલ્યુમ એ:= 500 ml.
6) પ્લેસેન્ટા એ સેન્ટરમાં થીક હોય છે જ્યારે કિનારી પર થીન હોય છે.
સેન્ટર પાટૅ ઓફ પ્લેસેન્ટા:=
2.5 થી 3 cm.
પેરીફેરલ પાટૅ ઓફ પ્લેસેન્ટા :=
1 થી 1.5 cm
ફીટસ થી પ્લેસેન્ટા સુધી અંબેલીકલ કોડૅ કનેક્ટ થાય છે જેમાં એક અંબેલીકલ વેઇન અને
બે અંબેલિકલ આર્ટરી આવેલી હોય છે.
પાર્ટ ઓફ પ્લેસેન્ટા
પ્લેસેન્ટામાં બે સરફેસ આવેલી હોય છે.
1) ફીટલ સરફેસ( 80%),
2) મેટરનલ સરફેસ(20%)
1) ફીટલ સરફેસ( 80%):
ફીટલ સરફેસ તે સ્મૂધ, સાઇની તથા ટ્રાન્સપરન્ટ હોય છે કે જે સ્મુધ અને ગ્લીસ્ટનીંગ (ચળકાટવાડુ) એમ્નીઓન દ્વારા કવર્ડ થયેલી હોય છે.
જેમાં અમ્બેલિકલ કોડૅ એ સેન્ટર પર કનેક્ટ થયેલી થાય છે.
અંબેલીકલ વેસેલ્સ એ આ સરફેસ પર દેખાય છે.
ફિટલ સરફેસ એ બ્રાઇટ રેડ કલર ની હોય છે.
2) મેટરનલ સરફેસ(20%):
મેટરનલ સરફેસ એ “રફ અને સ્પંજી” હોય છે.
તે ડલ રેડ કલરની હોય છે.
મેટરનલ સરફેસ એ 15 થી 30 કોટીલોડોન્સમાં વહેંચાયેલ હોય છે જે સલ્કાઇ વડે અલગ પડે છે.
મેટરનલ સરફેસ પર સ્મોલ કેલ્સીફાઇડ ઇન્ફ્રાક્ટ દેખાય છે.
સ્ટ્રકચર ઓફ પ્લેસેન્ટા
પ્લેસેન્ટા માં બે પ્લેટ્સ હોય છે. કોરીઓનીક પ્લેટ અંદરની તરફ હોય છે જે એમ્નીઓટીક મેમ્બરેન વડે કવર થયેલી હોય છે. અંબેલીકલ કોડૅ એ આ પ્લેટ પર અટેચ થાય છે. મેટરનલ સાઇડ પર બેઝલ પ્લેટ હોય છે.
આ કોરીયોનિક પ્લેટ(ફિટલ સાઇટ) અને બેઝલ પ્લેટ( મેટરનલ સાઇટ) વચ્ચે ઇન્ટરવિલસ સ્પેસ આવેલી હોય છે.
આ ઇન્ટરવિલસ સ્પેસ માં સ્ટેમ વિલાય તથા તેની બ્રાન્ચીસ આવેલી હોય છે અને તેના સ્પેસમાં મેટરનલ બ્લડ રહેલું હોય છે.
1) એમ્નીઓટીક મેમ્બરેન
એમ્નીઓટીક મેમ્બરેન એ ક્યુબીકલ એપીથિલિયમ તથા કનેક્ટીવ ટીશ્યુસ નું સિંગલ લેયર છે. તથા એમ્નીઓટીક મેમ્બરેન એ કોરીઓનીક પ્લેટ સાથે લુઝ્લી અટેચ હોય છે.
તેનું પ્લેસેન્ટા ફોર્મેશનમાં કોઇ પાર્ટ હોતો નથી.
2) કોરીયોનિક પ્લેટ
કોરીયોનિક પ્લેટ એ કનેક્ટિવ ટીશ્યુસ ની સીટ હોય છે. તેમાં અંબેલિકલ વેસેલ્સની બ્રાન્ચીસ આવેલી હોય છે. આ કોરીયોનિક પ્લેટ એ ફીટલસાઇટ પર એમ્નીઓટીક મેમ્બરેન દ્વારા કવર થયેલી હોય છે.
સ્ટેમ વિલાય એ કોરીઓનીક પ્લેટ માંથી ઉત્પન્ન થાય છે જે કોરિયોડેસીડ્યુલ સ્પેસની ઇનર બાઉન્ડ્રી બનાવે છે.
3) બેઝલ પ્લેટ.
બેઝલ પ્લેટ એ સાઇટોબ્લાસ્ટ, સિનસાયટોબ્લાસ્ટ, એન્ડ ડેસિડ્યુઆ બેઝાલિસ માથી ફોમૅ થાય છે.
તે કોમ્પેક્ટ અને સ્પંજી લેયર હોય છે.
બેઝલ પ્લેટ એ મેટરનલ સરફેસના નીયરર મા પ્રેઝન્ટ હોય છે.
બેઝલ પ્લેટ માંથી યુટેરાઇન આર્ટરી તથા વેઇન એ ઇન્ટરવિલસ સ્પેસમાં એન્ટર થાય છે.
બેઝલ પ્લેટ એ મેટરનલ સરફેસમાં બાઉન્ડ્રી ફોર્મ કરે છે.
4) ઇન્ટરવિલસ સ્પેસ
જેની અંદરની સાઇડમાં કોરીયોનિક પ્લેટ અને આઉટર સાઇડમાં બેઝલ પ્લેટ હોય છે. આજુબાજુ બે પ્લેટ નું જોડાણ છે.
ઇન્ટરનલી બધી સાઇડમાં સીનસાઇટોટ્રોફોબ્લાસ્ટ ની લાઇન તથા સ્લો ફ્લોવિંગ મેટરનલ બ્લડ થી ફીલ થયેલ હોય છે.
આ ઇન્ટરવિલસ સ્પેસમાં સ્ટેમ વિલાઇ તથા તેની બ્રાન્ચીસ પણ તથા તેની બ્રાન્ચીસ એ આવેલી હોય છે.
5) સ્ટેમ વિલાઇ
સ્ટેમ વિલાઇ એ કોરીયોનીક પ્લેટ માંથી ઉત્પન્ન થઇને બેઝલ પ્લેટ સુધી વધે છે.
પ્રોગ્રેસીવ ડેવલોપમેન્ટમાં પ્રાઇમરી,સેકન્ડરી તથા ટર્સિયરી વિલાઇ બને છે.
પ્લેસેન્ટાના ફંક્શનલ યુનિટ ને ફિટલ કોટીલોડોન અથવા પ્લેસેન્ટોમ છે. તે મેજર પ્રાઇમરિ સ્ટેમ વિલસ માંથી બને છે.
આ મેજર સ્ટેમવિલાઇ એ ઇન્ટરવિલસ સ્પેસ માંથી પસાર થઈ બેઝલ પ્લેટમાં એન્કર થાય છે.ફંક્શનલ સબયુનિટ ને લોબ્યુલ કહે છે.જે ટર્સિયરી વિલાઇ માથી બને છે.
હ્યુમન પ્લેસેનટામાં 60 જેટલી સ્ટેમવિલાય આવેલી હોય છે. આથી દરેક કોટીલોડોન ( ટોટલ :=15-20) ને ત્રણ થી ચાર મેજર સ્ટેમ વિલાય આવેલી હોય છે. કેટલીક વિલાઇ પ્લેસેન્ટાને એન્કરિંગ કરે છે અને કેટલીક ઇન્ટરવેલસ સ્પેસમાં ફ્રી રહે છે તેને ન્યુટ્રીટીવ વિલાય કહે છે વિલાયમાં આવેલી બ્લડ વેસેલ્સ એ એકબીજા સાથે જોડાતી નથી.
સરક્યુલેશન થ્રુ ધ પ્રેસેન્ટા
પ્લેસેન્ટા માં બે પ્રકારે સરક્યુલેસન થાય છે.
1) ફીટો પ્લેસેન્ટલ સર્ક્યુલેશન,
2) યુટેરોપ્લેસેન્ટલ સર્ક્યુલેશન
1) ફીટો પ્લેસેન્ટલ સર્ક્યુલેશન,
ફિટોપ્લેસેન્ટલ સર્ક્યુલેશનમાં બે અંબેકલ આર્ટરી એ ઇમ્પ્યોર બલ્ડ એ ફિટસ માંથી લાવે છે અને તે કોરિયોનીક પ્લેટમાં એન્ટર થાય છે.જે દરેક 1/2 ઓફ પ્લેસેન્ટા મા સપ્લાય કરે છે.
આર્ટરીસ એ સ્મોલ બ્રાન્ચીસ માં બ્રેક થઇને કોરીઓનીક વિલાઇ ના સ્ટેમમાં એન્ટર થાય છે જે પ્રાઇમરી, સેકન્ડરી,અને ટર્સિયરી વેસેલ્સમાં ડિવાઇડ થાય છે. મેટરનલ અને ફીટલ બ્લડ એ અપોઝિટ ડાયરેક્શનમાં સાઇડ બાય સાઇડ રહે છે.
ફીટલ બ્લડ ફ્લો એ 400 ml/ minute હોય છે જે મેઇન્લી ફિટલ હાર્ટ રેટ ની પમ્પીંગ એક્સન પ્રમાણે હોય છે. અંબેલીકલ આર્ટરી નુ બ્લડ એ પ્લેસેન્ટાને કાર્બન ડાયોક્સાઇડ આપી અને ઓક્સિજન નુ એબ્સોર્બશન કરીને અંબેલીકલ વેઇન દ્વારા ફીટસ મા રિટર્ન થાય છે.
2) યુટેરોપ્લેસેન્ટલ સર્ક્યુલેશન( મેટર્નલ સર્ક્યુલેશન)
યુટેરોપ્લેસેન્ટલ સર્ક્યુલેશન મા યુટેરાઇન આર્ટરી તથા વેઇન એ બેઝલ પ્લેટ દ્વારા ઇન્ટરવિલસ સ્પેસ મા એન્ટર થાય છે અને તે બ્લડ તથા ન્યુટ્રીયંટ એ મધર માંથી ઇન્ટરવિલસ સ્પેસમાં ટ્રાન્સમિટ કરે છે.
ફંક્શન ઓફ પ્લેસેંટા
1) રેસ્પીરેટરી ફંક્શન
પ્લેસેન્ટા દ્વારા ફિટસ એ ઓક્સિજન મેળવે છે અને કાર્બન ડાયોક્સાઇડ ને એક્સક્રીઝ કરે છે.
મધરના બ્લડ માંથી ઓક્સિજન એ ફિટલ બ્લડમાં પાસ થાય છે તેવી જ રીતે ફિટસ માં રહેલું કાર્બન ડાયોક્સાઇડ એ પ્લેસેન્ટા મારફતે મેટરનલ બ્લડમાં ટ્રાન્સમિટ થાય છે.
2) ન્યુટ્રીટીવ ફંક્શન
બધા જ પ્રકારના ન્યુટ્રીયંટ્સ જેમકે અમાઇનોએસિડ, ગ્લુકોઝ, વિટામિન્સ ,મિનરલ્સ, લિપિડ, વોટર અને ઇલેક્ટ્રોલાઇટ એ મધરમાંથી ફિટર્સમાં ટ્રાન્સમિટ થાય છે.
મેટરનલ ડાયટમાં લેવાયેલું ફૂડ એ પ્લેસેન્ટલ સાઇડ સુધી પહોંચે છે ત્યાં સિમ્પલ ફોર્મ થઈ જાય છે ત્યારબાદ ફીટ્સને જરૂરી સબસ્ટન્સ એ પ્લેસેન્ટા સિલેક્ટ કરે છે અને તે ફિટસ સુધી ટ્રાન્સમિટ કરે છે.
3) સ્ટોરેજ ફંક્શન
પ્લેસેન્ટા એ ગ્લુકોઝ, આયર્ન તથા વિટામીન ને સ્ટોર કરે છે. અને ફીટસ ને જરૂર પડતી સમયે પ્લેસેન્ટા એ પ્રોવાઇડ કરે છે.
4) એકસ્ક્રીટરી ફંક્શન
ફીટસ માં રહેલું વેસ્ટ પ્રોડક્ટ એ પ્લેસેન્ટ માં ટ્રાન્સમિટ થાય છે.
5) પ્રોટેક્શન
પ્લેસેન્ટલ મેમ્બરેન માં લિમિટેડ બેરિયર ફંક્શન હોય છે. કેટલીક એન્ટીબોડીસ એ મધરમાંથી ફિટસ માં જાય છે તે બર્થ પછી બેબી ને ત્રણ મહિના સુધી ઇમ્યુનિટી પ્રોવાઇડ કરે છે.
6) ઇમ્યુનોલોજીકલ ફંક્શન
ફિટસ અને પ્લેસેન્ટાના એન્ટીજન એ મધર માટે ફોરેઇન તરીકે વર્તે છે. તેમ છતાં ગ્રાફ્ટ રિજેક્શન થતું નથી કારણ કે પ્લેસેન્ટા એ રિજેક્શન સામે ઇમ્યુનોલોજીકલ પ્રોટેક્શન પ્રોવાઇડ કરે છે.
7) હોર્મોનલ ફંક્શન
સ્ટીરોઇડ હોર્મોન્સ
ઇસ્ટ્રોજન,
પ્રોજેસ્ટેરોન.
પ્રોટીન હોર્મોન્સ
HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન),
HPL( હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન),
રિલેક્સીન,
PAPPA (પ્રેગ્નેન્સી અસોસીએટેડ પ્લાઝમા પ્રોટીન:= A).
•>HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન),
કોરિયોનીક વિલાઇ ના સાયટોટ્રોફોબ્લાસ્ટિક લેયર માથી HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન)એ પ્રોડ્યુસ થાય છે.
HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન)એ પ્રેગ્નેન્સિ ના 7 થી 10 વીક દરમિયાન વધારે હોય છે પછી પ્રેગ્નેન્સિ વધે તેમ ઓછુ થાય છે તે કોર્પસ લ્યુટીયમ ને મેઇન્ટેન કરે છે.
HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન)એ પ્રેગ્નેન્સિ ના ટેસ્ટ મા યુઝ થાય છે કારણ કે તે મધરના યુરિનમાં એક્સક્રીટ થાય છે.
HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન)એ ફર્ટીલાઇઝએસન બાદ બ્લડ મા 7 દિવસે અને યુરિન મા 9 દિવસે ડિટેક્ટ થાય છે.કે જે પોઝીટીવ પ્રેગ્નેન્સિ ટેસ્ટ ઇન્ડિકેટ કરે છે.
••> HPL( હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન)
HPL( હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન) એ પ્લેસેન્ટા માથી પ્રોડ્યુસ થાય છે તે પ્રેગ્નેન્સીના લેક્ટોજેનિક અને મેટાબોલિક પ્રોસેસમાં ઇનવોલ્વ થાય છે જ્યારે હ્યુમન કોરિયોનીક ગોનાડ્રોફિન ટ્રોફીન નું લેવલ ઓછું થાય ત્યારે હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન ( HPL) નુ લેવલ ઇન્ક્રીઝ થાય છે અને તે થ્રોઆઉટ પ્રેગનેન્સીમાં કંટીન્યુ રહે છે.
હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન( HPL) એ એન્ટી ઇન્સ્યુલિન તરીકે વર્ક કરે છે જે બ્લડમાં ગ્લુકોઝ લેવલને ઇન્ક્રીઝ કરીને ગ્લુકોઝ ને ફીટસ સુધી સપ્લાય કરવામા હેલ્પ કરે છે.
••>રિલેક્સિન
રિલેક્સિન એ ડેસિડ્યુઆસ સેલ્સ દ્વારા ઉત્પન્ન થાય છે. અને તે સર્વિક્સ ને સોફ્ટ કરે છે તથા પેલ્વિક લીગામેન્ટ ને અને સિમ્ફાઇસીસ પ્યુબિસને લેબર પ્રોસેસ રિલેક્સ કરવામાં હેલ્પ કરે છે.
••>PAPPA (પ્રેગ્નેન્સી અસોસીએટેડ પ્લાઝમા પ્રોટીન:= A)
પ્રેગ્નેન્સી અસોસીએટેડ પ્લાઝમા પ્રોટીન:= A એ ઇમ્યુનોસપ્રેસન્ટ તરીકે વર્ક કરે છે અને પ્રેગનેન્સીને મેન્ટેઇન રાખવા માટેનું વર્ક કરે છે.
••> ઇસ્ટ્રોજન
ઇસ્ટ્રોજન એ થ્રોઆઉટ પ્રેગ્નેન્સિ મા પ્લેસેન્ટા દ્વારા પ્રોડ્યુસ થાય છે. તે ફીટોપ્લેસેન્ટા ના વેલ્બિંગ માટે જરૂરી હોય છે.
લેબર દરમિયાન ઇસ્ટ્રોજન એ ઇન્ક્રીઝ થાય છે જે ઓક્સિટોસિન ને રિલીઝ કરવામાં હેલ્પ કરે છે જેના કારણે યુટેરાઇન કોન્ટ્રાકશન ઇન્ક્રીઝ થાય છે.
••> પ્રોજેસ્ટેરોન
પ્રોજેસ્ટેરોન એ પ્લેસેન્ટાના સીનસાઇટીઅલ લેયર માંથી ઉત્પન્ન થાય છે જે ટોકોલાઇટીક એજન્ટ તરીકે વર્ક કરે છે અને યુટરાઇન કોન્ટ્રાકશનને પ્રિવેન્ટ કરે છે સાથે સાથે ઇમ્યુનોસપ્રેશન્ટ તરીકે વર્ક કરી પ્રેગનેન્સીને કંટીન્યુ રાખવામાં મદદ કરે છે.
પ્લેસેન્ટલ એબનોર્માલીટીસ:
1)પ્લેસેન્ટા સકેન્ટુરિયાટા
2)પ્લેસેન્ટા સ્પુરિયા
3)વેલમેન્ટસ પ્લેસેન્ટા
4)બેટેલડોર પ્લેસેન્ટા
5)પ્લેસેન્ટા મેમ્બ્રેનેસિયા
6)પ્લેસેન્ટા માર્જિનેટા
7)પ્લેસેન્ટા સર્કમવેલેટ
8)પ્લેસેન્ટા એક્રેટા
9)પ્લેસેન્ટા ઇન્ક્રીટા
10)પ્લેસેન્ટા પરક્રીટા
11)લાર્જ પ્લેસેન્ટા
12)બાઇપરટાઇટ પ્લેસેન્ટા
13)ટ્રાઇપરટાઇટ પ્લેસેન્ટા
14)પ્લેસેન્ટા ફેનેસ્ટ્રાટા
15)પ્લેસેન્ટા પ્રિવિયા
16)એબ્રપ્સીઓ પ્લેસેન્ટા
1)પ્લેસેન્ટા સકેન્ટુરિયાટા:
પ્લેસેન્ટા સકેન્ટુરિયાટા ત્યારે થાય છે જ્યારે પ્લેસેન્ટા ના એક અથવા વધારે અમાઉન્ટ મા વધારા ના લોબ હોય છે જે બ્લડ વેસેલ્સ દ્વારા મેઇન પ્લેસેન્ટા સાથે જોડાયેલ હોય છે.
આ એક્સટ્રા લોબ્સ મેઇન પ્લેસેન્ટા સાથે સીધા જોડાયેલા નથી પરંતુ મેમ્બરેન દ્વારા જોડાયેલા છે.
આ લોબ એ મેઇન પ્લેસેન્ટલ માસથી દૂર હોય છે આથી પ્લેસેન્ટા ના એક્સપ્લઝન વખતે આ સકેન્ટુરિયાટ લોબ યુટ્રસ માં રહી જવાની શક્યતાઓ રહે છે. તેના કારણે સિવ્યર પોસ્ટ પાર્ટમ હેમરેજ ( PPH )ની કન્ડિશન થઇ શકે છે.
2)પ્લેસેન્ટા સ્પુરિયા:
પ્લેસેન્ટા સ્પુરિયા, જેને “ફોલ્સ પ્લેસેન્ટા” અથવા “એસેસરી પ્લેસેન્ટા” તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પ્લેસેન્ટા ની એવી કન્ડિશન છે જ્યાં મેઇન પ્લેસેન્ટા થી અલગ પ્લેસેન્ટલ ટીશ્યુસ ના એક અથવા વધુ નાના, વધારા ના લોબ્સ હોય છે.
જે મેઇન પ્લેસેન્ટા માર્જિન થી અલગ અલગ અંતરે આવેલ હોય છે. અને લોબ્સ માં કોમ્યુનીકેટીંગ કરતી બ્લડ વેસેલ્સ હોતી નથી .
3)વેલમેન્ટસ પ્લેસેન્ટા:
આમાં, અંબેલીકલ કોડૅ એ સામાન્ય રીતે પ્લેસેન્ટા થી એક- ત્રણ ઇંચ દૂર મેમ્બરેન સાથે જોડાયેલ હોય છે.
આનો અર્થ એ છે કે અંબેલીકલ કોડૅ ની બ્લડ વેસેલ્સ ને પ્લેસેન્ટામાંથી ન્યુટ્રીઅન્ટસ મેળવવા માટે ઘણી દૂર (પ્લેસેન્ટલ મેમ્બરેન) સુધી ટ્રાવેલ કરવુ પડે છે, અને તેઓએ વોર્ટન જેલીના પ્રોટેક્શન વગર જ ટ્રાવેલિંગ કરવુ પડે છે.
પ્લેસેન્ટાના ન્યુટ્રીઅન્ટ્સ ની ઇઝી ઍક્સેસ વિના, ફિટસ એ વધુ ધીમેથી ડેવલોપ થાય છે.
વ્હાર્ટન જેલીના પ્રોટેક્શન વગર જ અંબેલીકલ કોડૅ માંથી ખુલ્લી બ્લડ વેસેલ્સ ફાટવાની અને બ્લિડિંગ થવાની સંભાવના વધારે હોય છે.
તે મેમ્બરેન ના આર્ટિફિશિયલ અથવા સ્પોન્ટેનિયસ રપ્ચર દરમિયાન APH( એન્ટી પાર્ટમ હેમરેજ) માટેનુ કારણ બની શકે છે.
4)બેટેલડોર પ્લેસેન્ટા:
બેટેલડોર પ્લેસેન્ટા મા કોર્ડ એ પ્લેસેન્ટા ની માર્જીન સાથે જોડાયેલ હોય છે એટલે કે અંબેલીકલ કોર્ડ એ પ્લેસેન્ટા ની સેન્ટર મા હોતી નથી .
જો પ્લેસેન્ટા ના નીચા ઇમ્પ્લાન્ટેશન સાથે અસોસીએટેડ હોય, તો વજાઇનલ ડિલિવરી માં કોર્ડ કમ્પ્રેશન ની શક્યતા રહે છે જેના કારણે ફિટસ ને એનોક્સિયા થય શકે અથવા ડેથ પણ થઇ શકે છે.
5)પ્લેસેન્ટા મેમ્બ્રેનેસિયા:
તે ડેસીડ્યુઆ કેપ્સ્યુલારીસ નુ કોરીયન ના કોન્ટેક્ટ મા આવવાનુ ફેઇલ્યોર થવાના પરિણામે થાય છે.
તેમા ખૂબ જ થીન અને મોટી પ્લેસેન્ટા હોય છે જે યુટ્રસ ની વોલ પર નો લાર્જ એરિયા ધરાવે છે.
આમાં, રિટેઇન્ડ પ્લેસેન્ટા થવાની શક્યતાઓ વધુ છે અને મેન્યુઅલી રિમુવ કરવું ડિફીકલ્ટ બની જાય છે
6)પ્લેસેન્ટા માર્જિનેટા:
પ્લેસેન્ટા માર્જિનેટા મા પ્લેસેન્ટા ના પેરીફેરી પર ડબલ ફોલ્ડ થયેલુ એમ્નીઓન અને કોરિયન નું લેયર બનેલુ હોય છે અને તે વ્હાઇટિસ રિંગ જેવું સ્ટ્રક્ચર બનાવે છે.
જ્યારે આ વ્હાઇટિસ રિંગ એ પ્લેસેન્ટલ માર્જિન સાથે એકરુપ હોય છે, ત્યારે તેને પ્લેસેન્ટા માર્જિનાટા તરીકે ઓળખવામાં આવે છે.
7)પ્લેસેન્ટા સર્કમવેલેટ:
આ કન્ડિશન માં પ્લેસેન્ટા ના ફિટસ ની સરફેસ પર ઓપેક રિંગ (અપારદર્શક રિંગ) જોવા મળે છે. તે કોરિઅન અને એમ્નિઅન ના પાછળ ના ડબલ ભાગ દ્વારા ફોમૅ થાય છે અને તે મેમ્બરેન મા પરિણમી શકે છે જે હંમેશા ની જેમ પ્લેસેન્ટા ની ધાર ની જગ્યા એ પ્લેસેન્ટા ના સેન્ટર ની નજીક બને છે.
8)પ્લેસેન્ટા એક્રેટા:
પ્લેસેન્ટા એક્રેટા એ યુટેરાઇન વોલ સાથે પ્લેસેન્ટા એ એબનોર્મલી રિતે જોડાયેલ હોય છે.
બીજા શબ્દોમાં કહીએ તો, પ્લેસેન્ટા માયોમેટ્રીયમ સાથે જોડાયેલ હોય છે.
9)પ્લેસેન્ટા ઇન્ક્રીટા:
પ્લેસેન્ટા ઇન્ક્રીટા મા પ્લેસેન્ટા માં માયોમેટ્રીયમના ડિપ લેયર સુધી ડેવલોપ થાય છે.
10)પ્લેસેન્ટા પરક્રીટા:
પ્લેસેન્ટા પરક્રીટા મા યુટ્રસ ના પેરીમેટ્રીયમ લેયર સુધી પ્લેસેન્ટા નુ ડેવલોપમેન્ટ થાય છે
11)લાર્જ પ્લેસેન્ટા( 500 ગ્રામથી વધુ):
લાર્જ પ્લેસેન્ટા કે જેને ઘણીવાર પ્લેસેન્ટા હાયપરટ્રોફી તરીકે ઓળખવામાં આવે છે તે એવી કન્ડિશન છે જ્યાં પ્લેસેન્ટા એ પ્રેગ્નેન્સિ ના સ્ટેજ માટે લાક્ષણિક કરતાં નોંધપાત્ર રીતે મોટી હોય છે. તે વિવિધ મેટરનલ અથવા ફિટસ ની કન્ડિશન સાથે સંકળાયેલ હોઇ છે.જેમ કે,માતા ને સિફિલિસ, ડાયાબિટીસ મલાઇટસ જેવી કન્ડિશન ના કારણે.
12)બિપાર્ટીટા પ્લેસેન્ટા (ડિમિડિયાટા/બાઇલોબ્ડ ):
બિપાર્ટીટા (ડિમિડિયાટા)
આ કન્ડિશન માં, પ્લેસેન્ટા નું બે અલગ- અલગ લોબમાં ઇન્કમ્પ્લિટ વિભાજન થાય છે.
અંબેલીકલ વેસેલ્સ એ અંબેલીકલ કોડૅ ની રચના કરવા માટે એક થાય તે પહેલાં એક લોબથી બીજા લોબ સુધી વિસ્તરે છે.
13)ટ્રાઇપર્ટાઇટ પ્લેસેન્ટા:
ટ્રાઇપર્ટાઇટ પ્લેસેન્ટા મા પ્લેસેન્ટા એ ત્રણ અલગ ભાગમા હોય છે એટલે કે પ્લેસેન્ટાના ત્રણ સંપૂર્ણ લોબ્સ હોય છે.
14)પ્લેસેન્ટા ફેનેસ્ટ્રાટા:
પ્લેસેન્ટા ફેનેસ્ટ્રાટા એ એક રેર કન્ડિશન છે જેમાં ડિસ્કોઇડ પ્લેસેન્ટા નો સેન્ટ્રલ ભાગ મિસીંગ (ખૂટે) હોય છે. ભાગ્યે જ, પ્લેસેન્ટા માં એક્ચ્યુઅલ(વાસ્તવિક)
હોલ હોઇ શકે છે, પરંતુ વધુ વખત ખામીમાં વિલસ ટિશ્યુસ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે, અને કોરિઓનિક પ્લેટ એ ઇન્ટેક્ટ રહે છે.
તે પ્લેસેન્ટાના બે લોબમાં ડિવીઝન નું કારણ બને છે. આ એક રેર કન્ડિશન છે.
15)પ્લેસેન્ટા પ્રિવિયા:
જ્યારે પ્લેસેન્ટા એ પાર્શિયલી અથવા કમ્પ્લીટલી યુટ્રસ ના લોવર સેગમેન્ટ ના ઇન્ટર્નલ OS ની નજીક અથવા ઉપર ઇમ્પ્લાન્ટ થાય છે તેને “પ્લેસેન્ટા પ્રિવ્યા” કહેવામાં આવે છે. એન્ટી પાર્ટમ હેમરેજના 1/3 કેસીસ એ પ્લેસેન્ટા પ્રિવ્યા ને કારણે હોય છે.
16)એબ્રપ્સીઓ પ્લેસેન્ટા:
એબ્રપ્સીઓ પ્લેસેન્ટા એ એક એન્ટી પાર્ટમ હેમરેજ(APH) નું જ ફોર્મ છે કે જેમાં નોર્મલી સિચ્યુએટેડ પ્લેસેન્ટા એ પ્રીમેચ્યોરલી યુટેરાઇન વોલ માંથી સેપરેટ થાય છે. અને તેના કારણે બ્લીડિંગ થાય છે જેને એબ્રપ્સીઓ પ્લેસેન્ટા આ કહેવામાં આવે છે.
એમ્નિઓટિક ફ્લુઇડ (લિકર એમ્ની):
ડેફીનેશન:
એમ્નિઓટિક ફ્લુઇડ એ “એમ્નિઅટિક સેક નુ ફેઇન્ટ (ઝાંખી), સ્લાઇટલી આલ્કલાઇન, કલરલેસ તથા વોટરી કન્ટેન્ટ છે જેમાં એમ્બ્રિઓ-ફિટસ ગ્રો થાય છે.”
એમ્નિઓટિક ફ્લુઇડ, અથવા લિકર એમ્ની, એ એમ્નિઅટિક સેક માં રહેલુ ફ્લુઇડ છે જે પ્રેગ્નેન્સી દરમિયાન ડેવલોપિંગ ફિટસ ને કવર કરે છે. અને તે ફીટસ ના ડેવલોપમેન્ટ અને પ્રોટેક્શન માટે જરૂરી છે.
તે એમ્નિઅટિક સેલ નુ સિક્રીસન હોવાનું માનવામાં આવે છે. ફિટસ અને મેટરનલ વેસેલ્સ માંથી ફિટસ નુ મીક્ચ્યુરેશન અને ટ્રાંસ્યુડેટ્સ, તથા કોર્ડ પ્લેસેન્ટા અને ડેસિડુઆ એ લિકર એમ્ની ની ક્વોન્ટીટી વધારો કરે તેવું માનવામાં આવે છે.
ઓરીજીન( ઉત્પતી):
તેનુ ઓરીજીન એ ક્લિયરી સમજી શકાય તેવુ નથી.તેનુ ઓરીજીન એ મિક્સ મેટરનલ એન્ડ ફિટલ કન્ડિશન ના કારણે હોય છે.
ડેવલોપમેન્ટ:
એમ્નિઓટિક કેવિટી તથા તેની લાઇનિંગ મેમ્બરેન એમ્નીઓન નુ ઓરીજીન એ ઇનર સેલ માસ ના વિકાસ સાથે થાય છે. એમ્નીઓટીક ફ્લુઇડ એ એમ્નિઓટિક સેક માં આવેલું હોય છે. જે ફીટસ ની આજુબાજુ હોય છે અને તે એમ્નીઓન ના સેલમાંથી ઉત્પન્ન થાય છે. કોડૅ મા ફિટલ વેસેલ્સ માથી, પ્લેસેન્ટા અને ડેસિડુઆસ ના મેટર્નલ વેસેલ્સ માથી ટ્રાન્સ્યુડેટ થાય છે. પાછળની અડધી પ્રેગ્નેન્સીમાં ફિટલ યુરિન ના કારણે તેનું પ્રમાણ વધે છે. ફ્લુઇડ એ એમ્નીઓટીક કેવીટી માં ધીરે ધીરે ભરાય છે અને પછી આખી કેવીટી એ ફીલ થઇ જાય છે.
સર્ક્યુલેશન:
એમ્નિઓટિક ફ્લુઇડ માં રહેલું વોટર કમ્પ્લીટ ચેન્જ અને રિપ્લેસ દર ત્રણ કલાકે થાય છે. કારણકે એમ્નીઓટીક કેવીટીમાં ડાયરેક્ટ્લી રેડિયોએક્ટિવ સોડિયમ નું ક્લિયરન્સ થાય છે.
મિકોનિયમ માં લેન્યુગો અને એપીથેલીયમ સ્કેલ્સ ની પ્રેઝન્સ બતાવે છે,કે પ્લુઇડ ફીટસ દ્વારા સ્વેલો થાય છે અને થોડું તેના ગટ(ઇન્ટેસ્ટાઇન) માંથી પાસ થઇને પ્લાઝમા માં જાય છે.
ફિઝિકલ કેરેક્ટરાઇસ્ટીક:
1)અર્લી પ્રેગ્નેન્સી:
એમ્નિઓટિક ફ્લુઇડ એ ક્લિયર હોય છે.
2)મીડ પ્રેગ્નેન્સી:
વધુ બાઇલ પિગ્મેન્ટસ એ તેને પીળુ બનાવે છે.
3)લેટ પ્રેગ્નેન્સી:
બિલીરૂબિન નેગ્લીજેબલ બની જવાથી કલરલેસ હોય છે,
પારટીક્યુલેટ મેટર્સ, એટલે કે વર્નીક્સ કેસોસા અને ડિસ્ક્વેમેટેડ એપિડર્મિસ વાઇટ ફ્લોક્યુલ્સ તરીકે દેખાય છે.
વોલ્યુમ:
એમ્નિઓટિક ફ્લુઇડ એ 8 વીકની પ્રેગનેન્સી દરમિયાન ડિટેક્ટ થાય છે.
10 વિક્સ := 30 ml
12 વિક્સ:= 50 ml
20 વિક્સ:= 300 ml
30 વિક્સ:= 600 ml
36 – 38 વિક્સ:= 1000 ml
38 – 40 વિક્સ (એટ ટર્મ):=600 – 800 ml
43 વિક્સ:= 200 ml.
કમ્પોઝિશન:
1) અર્લી પ્રેગ્નેન્સી:
એમ્નિઓટિક ફ્લુઇડ એ ઓછા પ્રોટીન સાથે મેટર્નલ પ્લાઝમા ને સમાન હોય છે.
2) લેટ પ્રેગનેન્સી:
એમ્નીઓટીક ફ્લુઇડ એ ફિટલ યુરીન સાથે મિક્સ થાય છે.અને ફિટસ ની સ્કિનમાંથી ડિસ્ક્વેમેશન થાય છે.
કમ્પોઝિશન ઓફ એમ્નિઓટિક ફ્લુઇડ એટ ટર્મ:
1)વોટર:= 98 – 99%
2)સોલિડ:= (ઓર્ગેનિક તથા ઇનઓર્ગેનિક સેલ્સ):=1-2 %.
a)ઓર્ગેનિક:
i ) પ્રોટીન સહિત ( ‘α’ ફેટોપ્રોટીન) -0.25 ગ્રામ%
ii) યુરિક એસિડ – 4 મિલિગ્રામ%
iii)ક્રિએટિનાઇન – 1.8 મિલિગ્રામ.
iv)ગ્લુકોઝ – 20 મિલિગ્રામ%
v) લિપિડ્સ
vi) ફોસ્ફોલિપિડ્સ
vii) બિલીરૂબિન (ટ્રેસ)
viii) હોર્મોન્સ (પ્રોલેક્ટીન)
ix)વિટામિન્સ
x)પ્રોસ્ટાગ્લાન્ડિન્સ.
B) ઇનઓર્ગેનિક
ઇલેક્ટ્રોલાઇટ્સ (Na, K, CI).
C)સેલ્સ
1). ન્યુક્લિએટેડ
2). ફીટલ સ્કીન,બકલ મ્યુકોઝા, રેસ્પીરેટરી મ્યુકોઝા,બ્લાડર તથા અંબેલીકલ કોર્ડ માંથી મેળવેલ એ એન્યુક્લીએટેડ.
3).મીડ પ્રેગ્નેન્સી દરમિયાન, તેમાં મોટા ઇઓસિનોફિલિક ન્યુક્લિએટેડ સેલ્સ આવેલા હોય છે.
4).લેટ પ્રેગ્નેનેસિ સમય દરમિયાન , ફિટસ ની સ્કિન માંથી લાર્જ એન્યુક્લિએટેડ સેલ્સ અને ન્યુક્લિટેડ સેલ જોવા મળે છે.
કલર
પ્રેગ્નેન્સી ના શરૂઆત માં, તે કલરલેસ હોય છે પરંતુ ફિટસ ની સ્કિન માંથી એક્સ્ફોલિએટેડ લેનુગો અને એપિડર્મલ સેલ ની હાજરીને કારણે નીયર ટર્મ તે પેલ સ્ટ્રો કલર નુ બની જાય છે.
વર્નીક્સ કેસીઓસાની હાજરીને કારણે તે ગંદુ દેખાય શકે છે.
એબનોર્મલ કલર આ મુજબ હોય શકે છે:
1) મીકોનીયમ સ્ટેઇન્ડ ગ્રીન કલર:
ફિટલ ડિસ્ટ્રેસ ની કન્ડિશનમાં પ્રેઝન્ટ હોય છે.
ફ્લેક્સની હાજરી સાથે થીક હોય તો ક્રોનિક ફીટલ ડિસ્ટ્રેસ સૂચવે છે.
2)ગોલ્ડન કલર:
Rh ઇનકમ્પી ટેબિલીટી ના કારણે
3) ગ્રીનિશ યલો કલર:
પોસ્ટ મેચ્યોરિટી ના કારણે
4) ડાર્ક રેડ કલર:
એક્સિડેન્ટલ હેમરેજ થવાના કારણે
5) ડાર્ક બ્રાઉન કલર(ટોબેકો કલર):
I.U.D( ઇન્ટ્રા યુટેરાઇન ફિટલ ડેથ થવાના કારણે).
ફંકશન્સ:
મેઇન ફંકશન ફીટસ ને પ્રોટેક્શન પ્રોવાઇડ કરવાનું કરે છે.
ડ્યુરિંગ પ્રેગ્નેન્સી:
1) એમ્નીઓટીક ફ્લુઇડ એ શોક એબ્ઝોર્બર તરીકે કામ કરે છે અને તે ફિટસ ને બહારની ઇન્જરીથી બચાવે છે.
2) તે ટેમ્પરેચર ને મેઇન્ટેન રાખવાનું પણ વર્ક કરે છે.
3) એમ્નીઓટીક ફ્લુઇડ એ એમ્નિઓટિક સેક ને ડિસ્ટેન્ડ કરે છે. તેથી ફિટસ ના ગ્રોથ અને ફ્રી મુવમેન્ટ્સ માટે સ્પેસ પ્રોવાઇડ કરે છે. તેમજ ફીટલ પાર્ટ્સ અને એમ્નિઓટિક સેક વચ્ચે વચ્ચે ના એધેસન ને અટકાવે છે.
4) ન્યુટ્રીટીવવેલ્યુ નેગ્લીજેબલ હોય છે પરંતુ ફિટસ ને એડીક્યુએટ વોટર સપ્લાય પ્રોવાઇડ કરે છે.
ડ્યુરીંગ લેબર:
સર્વિક્સ ના ડાયલેટેશન માં મદદ કરે છે.
યુટેરાઇન કોન્ટ્રાકશન દરમ્યાન પ્લેસેન્ટા ના સર્ક્યુલેશન મા અવરોધ આવતો અટકાવે છે.
યુટેરાઇન કોન્ટ્રાકશન સમય દરમિયાન પ્લેસેન્ટા તથા ફિટસ ના પ્રોટેક્શન માટેનું વર્ક કરે છે.
લેબર ના ફર્સ્ટ સ્ટેજ ના એન્ડ દરમ્યાન બર્થ કેનાલ ને ફ્લસ કરે છે અને તેની એસેપ્ટિક અને બેક્ટેરિયો સાઇડલ એક્શન થી ફીટસ ને પ્રોટેક્ટ કરે છે. તેમજ યુટેરાઇન કેવીટીમાં એસેન્ડિંગ(ઉપર વધતુ) ઇન્ફેક્શન થતું અટકાવે છે.
ક્લિનિકલ ઇમ્પોર્ટન્સ
એમ્નિઓટિક ફ્લુઇડ ની સ્ટડી દ્વારા ફિટસ ની વેલ્બીંગ તથા મેટરનીટી ની ઇન્ફોર્મેશન મળે છે.
ઇન્ટ્રા એમ્નિઓટિક ઇન્સટીલેસન મા કેમિકલ નો યુઝ કરીને એબોર્શન મેથડ તરીકે વપરાય છે.
ફિટલ માલફોર્મેશન ના અસેસમેન્ટ માં મદદ કરે છે, એટલે કે 16-18 અઠવાડિયા દરમિયાન, એમ્નીયોસેન્ટેસિસ દ્વારા મેળવેલા એમ્નિઓટિક ફ્લુઇડ નું સેલ કલ્ચર દ્વારા ક્રોમોઝોમલી ડિફેક્ટિવ બાળકો ને ઓળખી શકાય છે, દા.ત. ડાઉન્સ સિન્ડ્રોમ. એન્ઝાઇમ ની ડેફીસીયન્સી નુ કલ્ચર કરવામા આવે છે. અને એમ્નિઓટિક ફ્લુઇડ એ ફિટસ માં મેટાબોલિક એરર ને આઇડેન્ટીફાઇ કરી શકે છે.
એમ્નિઅટિક ફ્લુઇડ સાથે વધારે પ્રમાણ મા આલ્ફાફેટોપ્રોટીન (AFP) એ ફિટસ ને ઓપન ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ (એનેન્સફેલી) તરીકે ઓળખી શકાય છે.
એમ્નીઓટીક ફ્લુઇડ ઇન્ડેક્સ ( AFI ) નું ઓછું અથવા વધારે વોલ્યુમ અસેસ થાય છે.
મેમ્બરેન ને રપ્ચટર કરીને લાઇકર ને ડ્રેઇન કરવાથી લેબર ના ઇન્ડક્શનમાં પણ હેલ્પ થાય છે.
અંબેલીકલ કોર્ડ:
અંબેલીકલ કોર્ડ ને “ફુનીશ” પણ કહેવામાં આવે છે.
“ફુનિસ અથવા અંબેલીકલ કોર્ડ એ ફિટસ અને પ્લેસેન્ટા વચ્ચે જોડતી કડી બનાવે છે”. જેના દ્વારા ફિટલ બ્લડ ફ્લો એ પ્લેસેન્ટા તરફ જાય છે અને પ્લેસેંટામાંથી આવે છે.
ફિટસ અને પ્લેસેન્ટા વચ્ચે અંબેલીકલ કોર્ડ જોડાયેલ છે તેથી ફિટસ ને બ્લડ ફ્લો પ્રોવાઇડ કરવામા અમ્બેલિકલ કોર્ડ મદદ કરે છે.
અંબેલીકલ કોર્ડ એ ફીટસ અંબેલસકલ થી પ્લેસેન્ટા ના ફિટલ સરફેસ સુધી એક્સટેન્ડ થયેલી હોય છે.
ડેવલોપમેન્ટ
તે ફિટસ ની ડિસ્ક અને કોરિઓન વચ્ચે ખેંચાતા મેસોડર્મલ ટીશ્યુસ ના બોડી ના સ્ટોલ્ક માંથી ડેવલોપ થાય છે.
કેરેક્ટેરાઇસ્ટિક:
1) અંબેલીકલ કોર્ડ ની લેન્થ રેન્જ મા 30 – 90 cm જેટલી હોય છે.
પરંતુ,
તેની એવરેજ લેન્થ:= 55 Cm જેટલી હોય છે.
2) કલર := બ્લુઇસ વાઇટ જેવો હોય છે.
3) ડાયામીટર := 1-2.5 cm જેટલો હોય છે.
4)તે ડાબેથી જમણે સર્પાકાર રીતે ટ્વિસ્ટેડ છે (40 ટ્વિસ્ટ).
5) અંબેલીકલ કોર્ડ ની ઉપર કોર્ડ ને પ્રોટેકશન પ્રોવાઇડ કરવા માટે વોર્ટન જેલી આવેલી હોય છે.
6) તેની જાડાઇ એ એકસરખી નથી પરંતુ કોર્ડ મા પ્લેસ પર નોડ્સ અથવા સ્વેલિંગ હોય છે. આ સ્વેલિંગ એ અંબેલીકલ વેસેલ્સ ના ડાયલેટેશન અથવા વોર્ટન જેલી ના લોકલ કલેક્શન ને કારણે હોય છે. આ સ્વેલિંગ ને ફોલ્સ નોટ પણ કહેવામાં આવે છે.
7) શરૂઆતમાં, બે આર્ટરી અને બે વેઇન ફોર્મ થાય છે. આર્ટરી નુ ફિટસ ની ઇન્ટર્નલ ઇલિયાક આર્ટરી સાથે કનેક્શન હોય છે.
તેઓ ફિટસ માંથી પ્લેસેન્ટા સુધી વિનસબ્લડ ( ડિઓક્સીજીનેટેડ બ્લડ) ને વહન કરે છે.
ડેવલોપ થયેલી બે અંબેલીકલ વેઇન માં, જમણી વેઇન 16 મા અઠવાડિયા( ચોથા મહીના) સુધીમાં અદૃશ્ય થઇ જાય છે આમ એક વેઇન એ પ્લેસેન્ટા માંથી ફિટસ સુધી ઓક્સિજનયુક્ત બ્લડ વહન કરતી રહે છે.
8) અંબેલીકલ આર્ટરીસ માં ઇન્ટર્નલ ઇલાસ્ટિક લેમિના હોતી નથી પરંતુ તે સારી રીતે વિકસિત થયેલુ મસ્ક્યુલર કોટ ધરાવે છે. આ બાળક ના જન્મ પછી તરત જ રીફ્લેક્સ સ્પાસમ ને કારણે આર્ટરી ને ઇફેક્ટિવ રીતે બંધ કરવામાં મદદ કરે છે.
સ્ટ્રકચર ઓફ અંબેલીકલ કોર્ડ:
1) કવરિંગ એપીથેલીયમ ,
2)વોર્ટન જેલી,
3) બ્લડ વેસેલ્સ,
4) અમ્બિલિકલ વેસીકલ (યોલ્ક સેક) અને તેની વિટેલલાઇન ડક્ટ નો રેમનન્ટ(અવશેષ),
5)એલેન્ટોઇસ,
6) ઓબ્લીટેરેડ(નાબૂદ) કરાયેલ વધારાનો એમ્બ્રિઓનિક કોએલમ
••>
1) કવરિંગ એપીથેલીયમ:
શરુઆત મા અંબેલીકલ કોર્ડ એ સિંપલ એપીથેલીયમ સેલ ના સિંગલ લેયર દ્વારા ફોર્મ થાય છે.પરંતુ એટ ટર્મ તે સ્ટ્રેટીફાઇડ એપીથેલીયમ નુ સિંગલ લેયર ફોર્મ થાય છે.
2)વોર્ટન જેલી:
તે જેલેટીનીયસ ફ્લુઇડ નુ બનેલુ હોય છે.જે એક્સટ્રા એમ્બ્રિઓનિક મિઝોડર્મલ સેલ માથી ફોર્મ થાય છે.જે પોલિસેકેરાઇડ થી રિચ હોય છે.અને અંબેલીકસ વેસલ્સ ને પ્રોટેક્ટ કરે છે.
3) બ્લડ વેસેલ્સ:
શરૂઆતમાં, બે આર્ટરી અને બે વેઇન ફોર્મ થાય છે. આર્ટરી નુ ફિટસ ની ઇન્ટર્નલ ઇલિયાક આર્ટરી સાથે કનેક્શન હોય છે.
તેઓ ફિટસ માંથી પ્લેસેન્ટા સુધી વિનસબ્લડ ( ડિઓક્સીજીનેટેડ બ્લડ) ને વહન કરે છે.
ડેવલોપ થયેલી બે અંબેલીકલ વેઇન માં, જમણી વેઇન 16 મા અઠવાડિયા( ચોથા મહીના) સુધીમાં અદૃશ્ય થઇ જાય છે આમ એક વેઇન એ પ્લેસેન્ટા માંથી ફિટસ સુધી ઓક્સિજનયુક્ત બ્લડ વહન કરતી રહે છે.
4) અમ્બિલિકલ વેસીકલ (યોલ્ક સેક)
અને તેની વિટેલલાઇન ડક્ટ નો રેમનન્ટ(અવશેષ):
યોલ્ક સેક નો બચેલો ભાગ પ્લેસેન્ટા ને કોર્ડ દ્વારા અટેચ થાય છે.ત્યાં સ્મોલ યેલો બોડી તરીકે અથવા ભાગ્યે જ જોવા મળે છે.
તેનો પ્રોક્ઝીમલ પાર્ટ મેકલ્સ ડાયવરટીક્યુલમ તરીકે કાયમ રહે છે.
5)એલેન્ટોઇસ:
બ્લાઇન્ડ ટ્યુબ્યુલર સ્ટ્રકચર ફિટલ એન્ડ નજીક ભાગ્યે જ જોવા મળે છે. જે ફિટસ ની અંદર કન્ટીન્યુઅસ યુરેટર્સ અને બ્લાડર તરીકે રહે છે.
6) ઓબ્લીટેરેડ(નાબૂદ) કરાયેલ વધારાનો એમ્બ્રિઓનિક કોએલમ:
શરુઆત ના પિરીયડ મા ઇન્ટ્રાએમ્બ્રીઓનીક કોલમ તે એક્સટ્રાએમ્બ્રીઓનીક કોલમ સાથે કન્ટીન્યુસ રહે છે.તેની સાથે ઇન્ટેસ્ટાઇન નુ હર્નીયેશન થાય છે.
કન્ડિશન પરસિસ્ટ રહે તો કન્જીનાઇટલ અમ્બેલિકલ હર્નિયા અથવા એક્ઝોમ્ફેલોસ તરીકે રહે છે.
ફંક્શન:
તે પ્લેસેન્ટા તથા ફિટસ ની વચ્ચે લાઇફ લાઇન તરીકે વર્ક કરે છે.તે ઓક્સિજન અને ન્યુટ્રીઅન્ટસ એ ફિટસ ને પ્રોવાઇડ કરે છે.અને ફિટસ ના વેસ્ટ પ્રોડક્ટ ને પ્લેસેન્ટા સુધી પહોંચાડે છે.
અંબેલીકલ કોર્ડ એ અંબેલીકલ વેસેલ્સ તથા એમ્નીઓટીક ફ્લુઇડ વચ્ચે ફ્લુઇડ તથા ઇલેક્ટ્રોલાઇટ્સ ને એક્સચેન્જ કરે છે.
લગભગ 400 ml/ min જેટલુ બ્લડ એ કોર્ડ દ્વારા ફ્લો થાય છે તેના કારણે કોર્ડ ની સોફ્ટનેસ એ સ્ટેબિલાઇઝ થાય છે.
અંબેલીકલ કોર્ડ મા પેઇન રિસેપ્ટર આવેલા હોતા નથી તેથી કોર્ડ ને કટીંગ કરતી વખતે પેઇન થતુ નથી એટલે કે પેઇનલેસ હોય છે.
એબનોર્માલીટીસ ઓફ અંબેલીકલ કોર્ડ:
“કોર્ડ એબનોર્માલીટીસ એ અંબેલીકલ કોર્ડ ની ચિહ્નિત વેરીએશન્સ ને ઇન્વોલ્વ કરે છે જેમાં અંબેલિકલ કોર્ડ મા એનાટોમીકલ તથા ફિઝિયોલોજિકલ અલ્ટ્રેશન જેમ કે એબનોર્મલ લંબાઇ, ઓક્લુઝન વગેરેનો સમાવેશ થાય છે જેના કારણે ફિટો-પ્લેસેન્ટલ સર્ક્યુલેશન માં ડિસ્ટરબન્સ થય શકે છે.”
અંબેલીકલ કોર્ડ ની એબનોર્માલીટીસ નીચે મુજબ છે જેમ કે:
1)શોર્ટ કોડૅ (ટૂંકી કોડૅ )
2)લોંગ કોર્ડ (લાંબી કોર્ડ )
3) ટ્રુ નોટ (સાચી ગાંઠ )
4) ફોલ્સ નોટ ( ખોટી ગાંઠ)
5)લુપ ઓફ કોર્ડ (કોર્ડ નુ લુપ)
6)ટ્રુ સિસ્ટ ઓફ ઓફ કોર્ડ (કોર્ડ ની ટ્રુ ફોલ્લી)
7) ફોલ્સ સિસ્ટ (ખોટો ફોલ્લો)
8) સિંગલ અંબેલીકલ આર્ટરી
•>
1)શોર્ટ કોડૅ (ટૂંકી કોડૅ ):
કોમન્લી અંબેલીકલ કોકોર્ડ લેન્થ એ 30 થી 90 cm જેટલી હોય છે પરંતુ શોર્ટ કોડ ની કન્ડિશનમાં અંબેલીકલ કોર્ડ ની લેન્થ એ 30 cm(12 ઇંચીસ) કરતા પણ ઓછી હોય છે જેને શોર્ટ કોર્ડ કહેવામાં આવે છે.
1) ત્યાં કોઇ કોર્ડ (એકોર્ડિયા) હોય શકે નહીં.
2) બ્રીચ પ્રેઝન્ટેશન ટૂંકી કોર્ડ ની તરફેણ કરે છે.
3) તે એબ્રપ્સીઓ પ્લેસેન્ટા અને યુટેરાઇન ઇન્વર્ઝન નું કારણ બને છે.
અસરો: ફિટલ ની મુવમેન્ટ ને રિસ્ટ્રીક્ટ કરી શકે છે, કોર્ડ કમ્પ્રેશન નું કારણ બની શકે છે અથવા ડિલિવરી દરમિયાન કોમ્પ્લીકેશન્સ અરાઇઝ થય શકે છે.
2)લોંગ કોર્ડ (લાંબી કોર્ડ ):
લોંગ કોડ એ એવી કન્ડિશન છે કે જેમાં અંબેલીકલ કોર્ડ ની લંબાઇ એ 100 cm (40 ઇંચીસ) કરતાં પણ વધારે જોવા મળે છે.
તે 300 cm જેટલી લાંબી પણ હોઇ શકે છે.
અસરો :
લાંબી કોર્ડ ના કારણે ગાંઠ(નોટ)તથા લૂપ્સ પણ ડેવલોપ થય શકે છે.
લાંબી કોર્ડ ના કારણે કોર્ડ પ્રોલેપ્સ જેવા કોર્ડ એકસીડન્ટ ના રિસ્ક પણ થય શકે છે.
લોંગ કોલ્ડ એ ફીટસ ના નેક ને કવર કરી શકે છે જેના કારણે ફિટલ ડિસ્ટ્રેસ ની કન્ડિશન પણ થય શકે છે
3) ટ્રુ નોટ (સાચી ગાંઠ ):
ફિટસ ના આસપાસ મા મુવીંગ દ્વારા અંબેલીકલ કોર્ડ માં રચાયેલી એક્ચ્યુઅલ નોટ ને ટ્રુ નોટ કહેવાય છે.
ટ્રુ નોટ એ 1% માં થાય છે અને રેર હોય છે.
તે મોનોએમ્નીઓટીક ટ્વિન્સ માં કોમન જોવા મળે છે.
પેરીનેટલ નુકશાન ત્રણ ગણું વધે છે.
અસરો: કોર્ડ કમ્પ્રેશન થય શકે છે, પોટેન્શિયલી રિતે ફિટસ ના બ્લડ ફ્લો અને ઓક્સિજન સપ્લાય ને પણ અસર કરે છે.
4) ફોલ્સ નોટ (ખોટી ગાંઠ):
વેસેલ્સમાં ગાંઠના કારણે તથા ડેવલપમેન્ટલ વેરીએશન ના કારણે જોવા મળે છે.
તે સામાન્ય રીતે વોર્ટન જેલી ના એક્યુમ્યલેશન થવાના કારણે જોવા મળે છે.
તેમાં કોર્ડ નું ફીચર્સ એ નોટ જેવું લાગે છે પરંતુ તે સામાન્ય રીતે કોર્ડ ના સ્ટ્રક્ચર માં નોર્મલ વેરીએશન ના કારણે થાય છે.
અસર: તે સામાન્ય રીતે બિનાઇન હોય છે પરંતુ ટ્રુ નોટમાં મિસ્ટેક થય શકે છે.
5)લુપ ઓફ કોર્ડ
(કોર્ડ નુ લુપ):
આ એવી કન્ડિશન છે કે જેમા અંબેલીકલ કોર્ડ ફિટસ ના નેક ની આસપાસ લુપ (આંટીઓ) બનાવે છે.
જે સામાન્ય રીતે ત્રણ પ્રકારે હોય છે:
1)ફિટસ ના નેક ની આસપાસ કોર્ડ નો એક લૂપ (આંટીઓ) (21%).
2)ફિટસ ના નેક ની આસપાસ કોર્ડના બે લૂપ(આંટીઓ) (3.5%).
3)ફિટસ ના નેક ની આસપાસ કોર્ડ ના ત્રણ લુપ (આંટીઓ)(0.2%).
અસરો:કોર્ડ કમ્પ્રેશનનું કારણ બની શકે છે, ફિટસ ના હૃદય ના ધબકારા પર અસર કરે છે અને પોટેન્શિયલી ડિલિવરી ને કોમ્પલીકેટીંગ બનાવે છે.
6)ટ્રુ સિસ્ટ ઓફ ઓફ કોર્ડ (કોર્ડ ની ટ્રુ ફોલ્લી):
વેસીકલ અથવા એલાન્ટોઇસ ના અવશેષો ને કારણે થાય છે.
ટ્રુ સિસ્ટ એ ફ્લુઇડ થી ભરેલી સિસ્ટ છે કે જે એપીથેલીયમ દ્વારા રેખાંકિત હોય છે અને અંબેલીકલ કોર્ડ ની અંદર હોય છે.
અસરો: બિનાઇન હોઇ શકે છે પરંતુ ફિટસ ની એનોમાલિસ સાથે પોસીબલ અસોસિયેશન માટે મોનીટરીંગ ની જરૂર પડે છે.
7) ફોલ્સ સિસ્ટ (ખોટો ફોલ્લો):
વૉર્ટન ની જેલીનું લિક્વિફિકેશન થવાના કારણે ફોર્મ થાય છે.
અસર: અંબેલિકલ કોર્ડ ની ફોલ્સ સિસ્ટ એ સામાન્ય રીતે બિનાઇન હોય છે. જે પોતાની રીતે જ રિઝોલ્વ થઇ જાય છે. તેના કારણે કોઇપણ મેજર ફીટસ એનોમાલિસ થતી નથી.
8) સિંગલ અંબેલીકલ આર્ટરી:
સિંગલ એમ્બિલિકલ આર્ટરી (SUA) એ એવી કન્ડિશન છે જ્યાં સામાન્ય રિતે બે એમ્બેલિકલ આર્ટરી ને બદલે માત્ર એક જ આર્ટરી એ કોર્ડ માં પ્રેઝન્ટ હોય છે.
તે 1 % જેટલા કેસીસમાં જોવા મળે છે. તે ટ્વીન્સમાં તથા ડાયાબિટીક મધર માં વધારે જોવા મળે છે.
તે ફીટસ ની કંજીનાઇટલ એનોમાલિશ ના કારણે જોવા મળે છે.
સિંગલ અંબેલીકલ આર્ટરી ના કારણે એબોર્શન, પ્રીમેચ્યોરીટી, ડિસમેચ્યોરીટી તથા પેરીનેટલ મોર્ટાલીટી ના ચાન્સીસ ઇન્ક્રીઝ થાય છે.
ફીટલ સર્ક્યુલેશન
ફિટલ સર્ક્યુલેશન એ યુનિક સર્ક્યુલેટરી સિસ્ટમ છે કે જે ડેવલોપીંગ ફિટસ મા પ્રેઝન્ટ હોય છે. જે ફિટસ એ વોમ્બ(યુટ્રસ) મા હોય ત્યારે તેમને ઓક્સિજન અને ન્યુટ્રીઅન્ટસ ની નીડ ને ફુલફીલ કરવા માટે ફોર્મ થયેલી હોય છે.
એમ્બ્રીઓ મા સેપરેટ ફિટલ સર્ક્યુલેશન એ 16 th પોસ્ટ ફર્ટીલાઇઝેસન ડે દરમિયાન સ્ટાર્ટ થાય છે.
ફિટલ હાર્ટ એ ફર્ટિલાઇઝેશન ના 21 માં દિવસે થી બીટીંગ થવાનું સ્ટાર્ટ થાય છે. સાથે સાથે ફિટસ એ યુટ્રસ માં ઓક્સિજન તથા ન્યુટ્રીયંટ્સ એ પ્લેસેન્ટા માંથી મેળવે છે કારણ કે તેના લંગ્સ અને એલિમેન્ટ્રી ટ્રેક એ ફંક્શનલલેસ હોય છે તેથી ફીટલ સર્ક્યુલેશન કે એવું સર્ક્યુલેશન છે કે જેના દ્વારા ફીટ્સએ તેના સર્વાઇવ થવા માટે ઓક્સિજન તથા ન્યુટ્રીયંટ્સ એ પ્લેસેન્ટા માથી મેળવે છે.
ફિચર્સ ઓફ ફીટલ સર્ક્યુલેશન
1) અંબેલીકલ કોડ:
અંબેલીકલ કોર્ડ માં બે અંબેલીક આર્ટરી અને એક અંબેલીકલ વેઇન આવેલી હોય છે.
અંબેલીકલ આર્ટરી:
અંબેલીકલ આર્ટરી એ ફીટલ વેસ્ટ પ્રોડક્ટ તથા ડીઓક્સિજીનેટેડ બ્લડ એ ફિટસ માંથી પ્લેસેન્ટા તરફ ટ્રાન્સફર કરે છે.
અંબેકલ વેઇન:
અંબેકલ વેઇન
એ ઓક્સિજનિનેટેડ બ્લડ તથા ન્યુટ્રીઅન્ટસ ને પ્લેસેન્ટા તરફ થી ફીટ્સ સુધી ટ્રાન્સફર કરે છે.
2) પ્લેસેન્ટા:
પ્લેસેન્ટા એ મધર તથા ફિટસ ના સર્ક્યુલેટરી સિસ્ટમ વચ્ચે ઇન્ટરફેસ કરવાનું વર્ક કરે છે.
પ્લેસેન્ટા એ ન્યુટ્રીયંટ્સ, ઓક્સિજન તથા વેસ્ટ પ્રોડક્ટ ને મેટરનલ બ્લડ તથા ફિટસ બ્લડ વચ્ચે એક્સચેન્જ કરવાનું વર્ક કરે છે.
જેમ કે પ્લેસેન્ટા એ ઓક્સિજન તથા ન્યુટ્રીઅન્ટસ ને એંબેલિકલ વેઇન મારફતે ફિટસ સુધી પહોંચાડે છે તથા ફિટસ ના ડિઑક્સીજીનેટેડ બ્લડ અને વેસ્ટ પ્રોડક્ટ ને અંબેલિકલ આર્ટરી દ્વારા પ્લેસેન્ટા માં રિસીવ કરે છે.
3) ડક્ટસ વિનોસસ( વેઇન થી વેઇન):
ડક્ટસ વિનોસસ એ એક સન્ટ છે કે જેના દ્વારા ઓક્સિજનેટેડ બ્લડ એ અંબેલીકલ વેઇન માંથી ઇન્ફીરીયર વેનાકાવા મા લિવર ને તથા ડાયજેસન ઓર્ગન ને બાયપાસ કરી પહોચાડે છે.
જેના કારણે ઓક્સિજીનેટેડ બ્લડ એ ફિટસ ના બ્રેઇન તથા હાર્ટ સુધી એડિક્યુએટ પ્રમાણમાં પહોંચી શકે છે.
4)ફોરામીન ઓવેલી( ઓવલ ઓપનિંગ):
ફોરમીન ઓવેલી એ ફિટલ કાર્ડિયાક સ્ટ્રક્ચર છે કે જે હાર્ટ ના રાઇટ એટ્રીયમ તથા લેફ્ટ એટ્રીયમના વચ્ચેના સેપ્પટમ મા સ્મોલ ઓપનીંગ હોય છે જે રાઇટ એટ્રીયમ તથા લેફ્ટ એટ્રીયમ વચ્ચે સન્ટ તરીકે નું વર્ક કરે છે.
આ ઓપનિંગ( સન્ટ) ના કારણે રાઇટ એટ્રીયમ માં રહેલું બ્લડ એ લેફ્ટ એટ્રીયમ માં ફિટલ લંગ્સ ને બાયપાસ કરી સિફ્ટ થાય છે.
આ સન્ટ એ અગત્યનો હોય છે કારણકે ફિટસ ના લંગ્સ એ ઇન્ટ્રા યુટેરાઇન લાઇફ દરમિયાન ફંકશનલલેસ હોય છે તથા તેમાં ફ્લુઇડ એ ફિલ થયેલું હોય છે જેના કારણે ફિટલ લંગ્સ તેનું વર્ક એ પ્રોપરલી કરવામાં સક્ષમ હોતા નથી.
5)ડક્ટસ આર્ટેરીયોસીસ( આર્ટરી થી આર્ટરી):
ડક્ટસ આર્ટેરીયોસીસ એ ફિટલ વાસ્ક્યુલર કનેક્શન છે કે જે પલ્મોનરી આર્ટરી તથા એઓર્ટા વચ્ચે થતું કોમ્યુનિકેશન (સન્ટ)છે.
આ ડક્ટસ આર્ટેરીયોસીસ સન્ટ ના કારણે રાઇટ વેન્ટ્રિકલ્સ માંથી જ બ્લડ એ લન્ગ્સ ને બાયપાસ કરીને સન્ટ દ્વારા સિસ્ટેમીક સર્ક્યુલેશન માં ફ્લો થાય છે.
ફિટલ સર્ક્યુલેશન :
ઓક્સિજન એ મેટરનલ બ્લડ માંથી કોરિયોડેસીડ્યુલ સ્પેસ(પ્લેસેન્ટા) મા ડિફ્યુઝ થાય છે ,આથી પ્લેસેન્ટલ વિલાઇ અને વેસલ્સ એ યુનિટ થઇને અંબેલીકલ વેઇન બનાવે છે .
પ્લેસેનટા માથી અંબેલીકલ વેઇન એ અંબેલીકલ કોર્ડ દ્વારા ટ્રાવેલ કરી ફિટસ મા જાય છે.
અંબેલીકલ વેઇન એ અંબેલીકલ વોલમાંથી પસાર થઇ અંબેલીકલ વેઇન ની બે બ્રાન્ચીસ બનાવે છે.
અંબેલીકલ વેઇન ની એક બ્રાન્ચ એ ફિટસ ના લિવર ની પોર્ટલ વેઇન સાથે જોઇન્ટ થઇ ફીટસ ના લીવર ને ન્યુટ્રીઅન્ટસ અને ઓક્સિજન પ્રોવાઇડ કરે છે.હિપેટીક વેઇન દ્વારા લિવર માંથી બ્લડ કલેક્ટ થય ઇન્ફીરીયર વેનાકાવા માં એન્ટર થાય છે.
અંબેલીકલ વેઇન ની 2nd બ્રાન્ચ તે મુખ્ય વેસેલ્સ કે જેને ડક્ટસ વિનોસસ કહે છે. તે ડાયરેક્ટલી ઇન્ફીરીયર વેનાકાવા સાથે જોડાય છે.
અંબેલીકલ વેઇન મા રહેલુ ઓક્સિજીનેટેડ બ્લડ એ ઇન્ફીરીયલ વેનાકાવા માં લોવર લેગ તથા ટ્રંક માથી આવેલા ડિઓક્સિજનેટેડ બ્લડ સાથે મિક્સ થાય છે.
પરંતુ ડક્ટસ વિનોસસ ના ઓક્સિજન કન્ટેન્ટ ને સીરીયસ અસર કરતું નથી.
બ્લડ હવે ઇન્ફીરીયર વેનાકાવા દ્વારા રાઇટ એટ્રીયમ મા એન્ટર થાય છે.
ત્યારબાદ રાઇટ એટ્રીયમ તથા લેફ્ટ એટ્રીયમ ની વચ્ચે રહેલા સન્ટ એટલે કે ફોરામીન ઓવેલી દ્વારા રાઇટ એટ્રીયમ માં રહેલુ બ્લડ એ લેફ્ટ એટ્રીયમ માં જાય છે.
ત્યારબાદ લેફ્ટ એટ્રીયમ માં રહેલું બ્લડ એ માઇટ્રલ વાલ્વ દ્વારા લેફ્ટ વેન્ટ્રિકલમાં જાય છે.
ત્યારબાદ બ્લડ એ લેફ્ટ વેન્ટ્રિકલ મા રહેલી એઓર્ટા દ્વારા હાર્ટ માંથી બહાર આવે છે.
એઓર્ટા ની કોરોનરી વેસલ્સ( કોરોનરી આર્ટરી , બ્રેકિયોસેફેલીક ટ્રંક( રાઇટ કોમન કેરોટીડ આર્ટરી, રાઇટ સબક્લેવિયન આર્ટરી, લેફ્ટ કોમન કેરોટીડ આર્ટરી, લેફ્ટ સબક્લેવિયન આર્ટરી ))એ હાર્ટ તથા હેડની બ્રાન્ચીસ ને બ્લડ સપ્લાય કરે છે.
હેડ અને નેક માંથી બ્લડ એ સુપિરિયર વેનાકાવા દ્વારા રાઇટ એટ્રીયમ માં આવે છે તથા ઇન્ફીરીયર વેનાકાવા ના બ્લડને ક્રોસ કરીને ટ્રાયકસ્પીડ વાલ્વ દ્વારા બ્લડ એ રાઇટ વેન્ટ્રિકલમાં જાય છે.
રાઇટ વેન્ટ્રિકલ માંથી પલ્મોનરી આર્ટરી દ્વારા મોટાભાગનું બ્લડ એ લન્ગ્સને(લંગ્સ એ ઇનએક્ટીવ હોવાથી) બાયપાસ કરીને ડક્ટસ આર્ટેરીયોસીસ (પલ્મોનરી આર્ટરી અને એઓર્ટા વચ્ચે નો સન્ટ)દ્વારા ડિસેન્ડિંગ એઓર્ટા માંથી પસાર થય એબડોમીનલ ઓર્ગન અને લોવર લેન્સને બ્લડ સપ્લાય કરે છે.
ત્યારબાદ ડિસેન્ડીગ એઓર્ટા માથી રાઇટ અને લેફ્ટ ઇન્ટર્નલ ઇલીયાક આર્ટરી ફોર્મ થાય છે.
રાઇટ અને લેફ્ટ ઇન્ટર્નલ ઇલીયાક આર્ટરી નુ ફરી બે હાઇપોગેસ્ટ્રીક આર્ટરી મા ડિવિઝન થાય છે.
હાઇપોગેસ્ટ્રીક આર્ટરી એ અંબેલીકલ કોર્ડ મા એન્ટર થાય છે તે બે અમ્બેલિકલ આર્ટરી બને છે .
આ બે અમ્બેલિકલ આર્ટરી એ ડિઑક્સીજીનેટેડ બ્લડ ને પ્લેસેન્ટામાં પાછું લાવે છે.
ફિટસ બ્લડ એ ફાસ્ટ સર્ક્યુલેટ થાય છે અને સતત રી ન્યુ થાય છે.
ફિટસ મા મીન કાર્ડિયાક આઉટપુટ એ 350 ml/ kg/ min હોય છે.
ફીટલ સ્કલ:
ઇન્ટ્રોડક્શન:
ફીટલ સ્કલ નો શેપ ઓવોઇડ અથવા એગ શેપ નો હોય છે. ફીટલ સ્કલ એ અનબોર્ન બેબી નું સ્કેલેટલ સ્ટ્રક્ચર છે. ફિટલ સ્કલ માં ડ્યુરીંગ ડીલેવરી અમુક પ્રકારના ચેન્જીસ જોવા મળે છે.
ફિટલ સ્કલ એ બ્રેઇન તથા ફેશિયલ ફીચર્સ ને ગ્રોથ થવા માટે શેપ પ્રોવાઇડ કરે છે.
ફિટલ સ્કલ એ ઘણા બોન નું બનેલું હોય છે, જેમ કે, ફ્રન્ટલ બોન, પરાઇટલ બોન, ટેમ્પોરલ બોન, તથા ઓક્સિપીટલ બોન સાથે તેમાં બીજા નાના બોન જેમકે સ્ફીનોઇડ તથા ઇથમોઇડ બોન આવેલા હોય છે. આ બોન એ એકબીજા સાથે ફ્લેક્સિબલ જોઇન્ટ દ્વારા જોડાયેલા હોય છે જેને સુચર કહેવામાં આવે છે. જે ચાઇલ્ડ ને બર્થ વખતે હેડ ના કમ્પ્રેસન મા તથા થોડિક મુવમેન્ટ મા મદદ કરે છે. ફિટલ સ્કલ ની અંદર બે સોફ્ટ ફોન્ટાનેલ્સ પણ આવેલા હોય છે જે બર્થ પછી ફ્યુઝ થઇ જાય છે.
ફિટસ નુ સ્કલ એ અમુક અંશે દબાવી શકાય તેવુ હોય છે અને તે મુખ્યત્વે વોલ્ટ ની રચના કરતા થીન લાયેબલ ટેબ્યુલર (ફ્લેટ) બોન માથી બનેલુ હોય છે.
આ બોન ના બેઝ પરના રિજીડ અને ઇન કંમ્પ્રેસિબલ બોન પર એનકોર્ડ થયેલુ હોય છે.
એરીયા ઓફ ધ ફીટલ સ્કલ:
ફિટસ સ્કલ એ ઓબ્સ્ટ્રેટ્રિકલ ઇમ્પોરટન્સ માટે ઘણા ઝોનમાં ડિવાઇડ થાય છે.તેમા મુખ્યત્વે ત્રણ ભાગ મા ડિવાઇડ થયેલ હોય છે.
જેમ કે,
1)વર્ટેક્સ
2)બ્રો
3)ફેસ
•>
1)વર્ટેક્સ:
તે એક ક્વાડ્રેન્ગ્યુલર (ચતુષ્કોણીય) એરીયા છે
તે જેના દ્વારા બંધાયેલો છે તે :
a) એન્ટિરિયરલી (આગળ):
બ્રેગ્મા અને કોરોનલ સ્યુચર્સ દ્વારા.
b) પોસ્ટીરીયરલી (પાછળ):
લેમ્બડા અને લેમ્બડોઇડ સ્યુચર્સ દ્વારા.
C)લેટરલી(સાઇડમા):
પરાઇટલ એમિનન્સ માંથી પસાર થતી રેખાઓ દ્વારા.
2)બ્રો:
તે એક બાજુએ એન્ટિરિયર ફોન્ટેનેલ અને કોરોનલ સ્યુચર્સ દ્વારા અને બીજી બાજુ એ નોઝ ના રુટ અને બંને બાજુ ના સુપ્રાઓર્ર્બિટલ રિજીસ (પટ્ટાઓ) દ્વારા બંધાયેલ એરિયા છે.
3)ફેસ:
તે એક બાજુ નાકના રુટ અને સુપ્રોર્બિટલ રિજીસ (પટ્ટાઓ) દ્વારા અને બીજી બાજુ નેક(ગરદન) સાથે માઉથ ના ફ્લોર ના જોડાણ થી બંધાયેલ એરિયા છે.
રિજીયન ઓફ સ્કલ:
ફિટલ સ્કલ એ સામાન્ય રીતે છ રિજીયનમાં ડિવાઇડ થયેલુ હોય છે:
1)વૉલ્ટ
2)બેસ
3)ફેસ
4)વર્ટેક્સ
5)ઓક્સીપુટ
6)સિન્સીપુટ ઓર બ્રો
•>
1)વૉલ્ટ:
વૉલ્ટ બે પરાઇટલ બોન, ઓક્સિપિટલ બોન નો ઉપરનો ભાગ, ટેમ્પોરલ બોન અને ફ્રોન્ટલ બોન દ્વારા રચાય છે, તે લાર્જ ડોમ શેપ નો સ્કલ નો સૌથી ઉપર નો કંમ્પ્રેસિબલ પાર્ટ છે.
•> બોન્સ ઓફ વોલ્ટ:
સ્કલના વોલ્ટ માં નીચે પ્રમાણેના બોન આવેલા હોય છે:
a) બે ફ્રન્ટલ બોન:
ફ્રન્ટલ બોન્સ એ સ્કલ ના ફ્રન્ટ માં લોકેટેડ હોય છે. તેને ફોરહેડ અથવા સીન્સીપુટ કહેવાય છે.
તેના સેન્ટર ને ફ્રન્ટલ એમિનન્સ કહેવામાં આવે છે. ફ્રન્ટલ બોન એ ફ્રન્ટલ સુચર દ્વારા સેપરેટ થાય છે
b) બે પરાઇટલ બોન:
ફ્રન્ટલ બોન અને ઓક્સિપિટલ બોન વચ્ચે, સ્કલ માં બંને બાજુએ પરાઇટલ બોન્સ આવેલા હોય છે. તે સ્કલ ના સુપિરિયર તથા લેટરલ આસ્પેક્ટ નું ફોર્મેશન કરે છે.
સ્કલ ના બે પરાઇટલ બોન એ ફ્રન્ટ થી બેક સુધી રહેલા સજાઇટલ સુચર દ્વારા એકબીજા થી સેપરેટ થાય છે.
C) બે ટેમ્પોરલ બોન:
ટેમ્પોરલ બોન એ પરાઇટલ બોન ની નીચે સ્કલની બંને સાઇટ પર આવેલા હોય છે. તે ઇનર તથા મિડલ ઇયર ની રચના ધરાવે છે.
d) એક ઓક્સીપીટલ બોન:
ઓક્સીપીટલ બોન એ હેડની બેક સાઇડમાં આવેલ હોય છે જે ઓક્સિપુટ રિજીયન બનાવે છે. જે સ્કલ ના બેઝનો ભાગ છે. તેમાં ફોરામેન મેગ્નમ છે જે સ્પાઇનલ કોર્ડ ને સ્કલ માંથી બહાર નીકળતા પ્રોટેક્ટ કરે છે તેના સેન્ટર ને
ઓક્સિપિટલ પ્રોટ્રબરન્સ
કહેવામાં આવે છે.
2)બેસ:
તે સૌથી નીચો ભાગ છે જે મેડ્યુલા માં વાઇટલ સેન્ટર ને પ્રોટેકશન પ્રોવાઇડ કરે છે. તે ફિર્મલી (નિશ્ચિતપણે) યુનાઇટેડ બોન નું બનેલું હોય છે.
3)ફેસ:
તે એક બાજુ નાકના રુટ અને સુપ્રોર્બિટલ રિજીસ (પટ્ટાઓ) દ્વારા અને બીજી બાજુ નેક(ગરદન) સાથે માઉથ ના ફ્લોર ના જોડાણ થી બંધાયેલ એરિયા છે.
4)વર્ટેક્સ:
એન્ટિરિયર ફોન્ટેનેલ દ્વારા આગળ નો વિસ્તાર, બાજુમાં બે પરાઇટલ એમિનેન્સ દ્વારા અને પાછળના ભાગમાં પોસ્ટીરીયર ફોન્ટાનેલ્સ દ્વારા બંધાયેલો એરિયા છે.
5)ઓક્સીપુટ:
પોસ્ટીરીયર ફોન્ટેનેલ થી ફોરેમેન મેગ્નમ સુધીનો એરિયા છે.
6)સિન્સીપુટ ઓર બ્રો:
તે આગળના ભાગમાં ઓર્બિટલ રિજીયન દ્વારા તથા પાછળ કોરોનલ સુચર થી બાઉન્ડેડ હોય છે અને તે મુખ્યત્વે ફ્રન્ટલ બોન થી બનેલું છે.
લેન્ડમાર્કસ ઓફ ફિટલ સ્કલ:
1)ઓક્સીપુટ,
2)લામડા,
3)વર્ટેક્સ,
4)પરાઇટર એમીનેન્સ,
5)બ્રેગ્માં,
6)સિન્સીપુટ,
7)ગ્લાબેલા,
8)નેસન,
9)મેન્ટમ
સ્યુચર્સ અને ફોન્ટેનેલ:
વોલ્ટ ના ફ્લેટ બોન એ બોન ના માર્જિન સાથે જોડાયેલા બિન- ઓસિફાઇડ મેમ્બરેન દ્વારા એકસાથે જોડાયેલા હોય છે. આને સ્યુચર અને ફોન્ટેનેલ્સ કહેવામાં આવે છે. એન્ટિરિયર ફોન્ટાનેલ ની સામે આવેલો અને બ્રો ના એરિયા ને અનુરૂપ વિસ્તારને સિન્સીપુટ કહેવામાં આવે છે.
સુચર્સ:
સુચર્સ એ ક્રેનીયલ જોઇન્ટ છે અને બે બોન ભેગા થાય ત્યારે ફોર્મ થાય છે તે ફાઇબ્રસ ટીશ્યુ ના બનેલા હોય છે તેના લીધે ક્રેનીયલ બોન્સ વચ્ચે મોબિલિટી રહે છે વોલ્ટ માં સામાન્ય રીતે ચાર સુચર્સ આવેલા હોય છે.
1) સજાઇટલ અથવા લોન્જીટ્યુડીનલ સુચર
2) કોરોનલ સુચર
3) ફ્રન્ટલ સુચર
4)લેમ્બડોઇડ સુચર
•>1) સજાઇટલ અથવા લોન્જીટ્યુડીનલ સુચર:
સજાઇટલ સુચર એ બે પરાઇટલ બોન ની વચ્ચે આવેલ હોય છે.
2) કોરોનલ સુચર:
કોરોનલ સુચર એ ફ્રન્ટલ અને પરાઇટલ બોન ની વચ્ચે હેડ ની બંને સાઇડ પર હોય છે.
3) ફ્રન્ટલ સુચર:
ફ્રન્ટલ સુચર એ બે ફ્રન્ટલ બોન ની વચ્ચે આવેલ હોય છે.
4)લેમ્બડોઇડ સુચર:
બે લેમ્બડોઇડ સુચર છે.દરેક સુચર પરાઇટલ બોન અને ઓક્સિપિટલ બોન ની અપર માર્જિન મા હેડ ની બન્ને સાઇડમા છે. તેનો સેપ એ ગ્રીક લેટર લેમ્બડા ( λ )જેવો છે.
ઇમ્પોર્ટન્સ:
સુચર્સ એ લેબર દરમિયાન બોન ને એકબીજા ઉપર ઓવરલેપ થવામા અને મોલ્ડિંગ માં હેલ્પ કરે છે.જે હેડ જ્યારે લેબર વખતે પેલ્વિસ માથી પસાર થાય ત્યારે અગત્યનુ છે.
લેબર માં ઇન્ટર્નલ એક્ઝામિનેશન વખતે સજાઇટલ સુચર્સ ને પાલ્પેટ કરવાથી હેડ નું એંગેજમેન્ટ, ઇન્ટર્નલ રોટેશન તથા મોલ્ડિંગ ની ડિગ્રી નો ખ્યાલ આવે છે.
ફોન્ટાનેલ્સ:
સ્કલ બોન ની વચ્ચે બે સુચર વચ્ચે વાઇડ ગેપ હોય છે જેને ફોન્ટાનેલ્સ કહેવામાં આવે છે.
ફોન્ટાનેલ્સ એ નોન ઓસિફાઇડ મેમ્બરેન ની બનેલી જગ્યા છે તે બે સુચર્સ એ ભેગા થયને બનાવે છે.
મેઇન છ ટાઇપના સુચર્સ આવેલા હોય છે.
જેમ કે,
1) બે એન્ટેરોલેટરલ અથવા સ્ફીનોઇડ ફોન્ટાનેલ,
( પરાઇટલ, ટેમ્પોરલ તથા ફ્રન્ટલ બોન ની વચ્ચે)
2) બે પોસ્ટેરોલેટરલ
અથવા અથવા માસ્ટોઇડ બોન ( પરાઇટલ, ટેમ્પોરલ અને ઓક્સિપીટલ બોન ની વચ્ચે) ,
3) એક એન્ટિરિયર ફોન્ટાનેલ
4) એક પોસ્ટીરીયર ફોન્ટાનેલ
આમ, કુલ છ જેટલા ફોન્ટાનેલ્સ આવેલા હોય છે.
તેમાંથી બે ફોન્ટાનેલ્સ એટલે કે , 1) એન્ટિરિયર ફોન્ટાનેલ/ફ્રન્ટલ અથવા બ્રેગ્મા અને
2) પોસ્ટીરીયર ફોન્ટાનેલ/ઓક્સિપિટલ અથવા લેમ્બડા આ ઓબ્સ્ટ્રેટ્રિક મા મહત્વના છે.
•>1) એન્ટિરિયર ફોન્ટાનેલ/ફ્રન્ટલ અથવા (બ્રેગ્મા):
એન્ટિરિયર/ફ્રન્ટલ અથવા બ્રેગ્મા સુચર એ, •એન્ટિરિયરલી:= ફ્રન્ટલ સુચર્સ
•પોસ્ટીરીયરલી:= સજાઇટલ સુચર્સ અને
•બંને સાઇટ પર:= કોરોનલ સુચર્સ એમ ચાર સુચર્સ ના જોઇનિંગ થવાથી એન્ટિરિયર ફોન્ટાનેલ અથવા બ્રેગ્માં બને છે.
તેનો શેપ એ ડાઇમન્ડ (🔹)જેવો હોય છે.
તેનો એન્ટિરિયર -પોસ્ટીરીયર ડાયામીટર:= 4 cm તથા ટ્રાન્સવર્સ ડાયામીટર:= 2.5 cm જેટલો હોય છે.
એન્ટિરિયર ફોન્ટાનેલ નો ઓસિફીકેશન(ક્લોઝ) થવાનો ટાઇમ 16 – 18 મંથ નો હોય છે.
ઇમ્પોર્ટન્સ:.
•CSF લેવા માટે રેરલી લેટરલ વેન્ટ્રિકલ માંથી એન્ટિરિયર ફોન્ટાનેલ ના લેટરલ એંગલ દ્વારા ઉપયોગ થાય છે.
2) પોસ્ટીરીયર ફોન્ટાનેલ/ઓક્સિપિટલ અથવા (લેમ્બડા):
પોસ્ટીરીયર ફોન્ટાનેલ એ એન્ટિરિયરલી સજાઇટલ સુચર અને બંને સાઇડમાં લેમડા સુચર્સ ના જોઇનિંગ થવાથી પોસ્ટીરીયર ફોન્ટાનેલ અથવા લાંબડા બને છે.
તે ટ્રાયએન્ગ્યુલર શેપ ( 🔺️ ) નું હોય છે.
આની સાઇઝ એ 1.2 ×1.2 cm જેટલી હોય છે.
તેનો ઓસીફિકેશન ( ક્લોઝ થવાનો) ટાઇમ એ દોઢ મંથ (6- 8 વિક્સ) હોય છે.
•> ફીટલ સ્કલ ના ડાયામીટર:
એન્ટિરીયો પોસ્ટીરીયર ડાયામીટર
1) સબઓક્સિપીટો બેગ્મેટીક:=
9.5 CM ,
નેપ ઓફ ધ નેક ના નીચે ના પાટૅ થી લય ને બ્રેગ્મા( એન્ટિરિયર ફોન્ટાનેલ) ના સેન્ટર પાર્ટ સુધી.
2)સબઓક્સિપીટો ફ્રન્ટલ:= 10 CM
નેપ ઓફ નેક ના નીચેથી લઇ એન્ટીરિયર ફોન્ટાનેલ ના એન્ટીરિયર એન્ડ સુધી અથવા સિંસીપુટ ના સેન્ટર પાર્ટ સુધી.
3) ઓક્સીપીટો ફ્રન્ટલ:= 11.5 CM
ઓક્સીપીટલ એમિનેન્સ થી લય નોઝના રૂટ સુધી એટલે કે ગ્લાબેલા સુધી.
4)મેન્ટોવર્ટીકલ:= 14 CM
મેન્ટોવર્ટીકલ ડાયામીટર એ ચીન ના મીડ પોઇન્ટ થી લઇ સજાઇટલ સુચર ના હાઇએસ્ટ પોઇન્ટ સુધી.
5) સબમેન્ટો વર્ટીકલ:= 11.5 CM
સબમેન્ટો વર્ટીકલ ડાયામીટર એ માઉથ ફ્લોરના જંકશન થી લય હાઇએસ્ટ પોઇન્ટ ઓફ સજાઇટલ સુચર સુધી.
6) સબમેન્ટો બ્રેગ્મેટીક:= 9.5 CM
સબમેન્ટો બ્રેગ્મેટીક એ માઉથ ફ્લોર ના જંકશન થી લય બ્રેગ્મા( એન્ટિરિયર ફોન્ટાનેલ)ના સેન્ટર સુધી.
ટ્રાન્સવર્સ ડાયામીટર
1) બાયપરાઇટલ ડાયામીટર:= 9.5 CM
બાયપરાઇટલ ડાયામીટર એ બે પરાઇટલ એમીનન્સ વચ્ચે નો ડાયામીટર.
2) સુપ્રા સબપરાઇટલ ડાયામીટર:= 8.5 CM
એક બાજુના પરાઇટલ એમિનન્સ ના નીચે થી લઇ અપોઝિટ સાઇડ માં પરાઇટલ એમિનન્સ ના ઉપર સુધી.
3) બાયટેમ્પોરલ ડાયામીટર:= 8.2 CM
બંને કોરોનલ સુચર ના એન્ટિરિયર – ઇન્ફિરિયર એન્ડ વચ્ચેનું અંતર.
4)બાયમાસ્ટોઇડ ડાયામીટર:= 7.5 CM
બંને માસ્ટરોઇડ પ્રોસેસના ટીપ વચ્ચે નું અંતર.
મોલ્ડિંગ:
ફિટસ એ બર્થ કેનાલ માંથી પસાર થતી વખતે ફિટસના હેડ મા બર્થ પેસેજ તરફથી રેઝિસ્ટન્ટ આવવાથી ફિટસ ના હેડ ના શેપમાં અલ્ટ્રેશન (ચેન્જીસ) આવે છે તેને “મોલ્ડિંગ” કહેવામાં આવે છે.
નોર્મલ ડીલેવરી વખતે ફિટસ નુ સ્કલ એ સામાન્ય રીતે 4 mm જેટલું ચેન્જીસ થાય છે તેનાથી બ્રેઇન મા કોઇપણ તકલીફ થતી નથી.
ન્યુબોર્ન બેબી ના સ્કલ ના બોન એ સોફ્ટ અને ફ્લેક્સિબલ હોય છે, જેમાં બોન ની પ્લેટો વચ્ચે ગેપ હોય છે. સ્કલ ના બોન ની પ્લેટો વચ્ચેની જગ્યા ને ક્રેનિયલ સ્યુચર કહેવામાં આવે છે. એન્ટિરિયર અને પોસ્ટીરીયર ફોન્ટેનેલ એ બે ગેપ ધરાવે છે જે ખાસ કરીને મોટા હોય છે. બાળક ના માથાના ઉપરના ભાગને ટચ કરવા પર આ નરમ સ્પોટ્સ અનુભવાય છે.
હેડ- ફર્સ્ટ ડિલિવરી દરમિયાન, નેરોવિંગ બર્થ કેનાલ (વજાઇના અને પેલ્વિક બોન) ને કારણે માથા પર દબાણ ના કારણે માથા ને લંબચોરસ આકારમાં મોલ્ડિંગ કરી શકે છે.
આ ગેપ અથવા સ્પેસ એ બાળક ના માથાને પ્રેસર ની માત્રા અને લંબાઇ ના આધારે આકાર બદલવાની મંજૂરી આપે છે, સ્કલ બોન ઓવરલેપ પણ થય શકે છે. આ ગેપ અથવા સ્પેસ એ બ્રેઇન ને સ્કલ ના બોન ની અંદર ગ્રો થવા દે છે. જેમ જેમ બ્રેઇન એ તેના ફુલ સાઇઝ સુધી પહોંચે છે તેમ તેમ તેઓ બંધ થય જશે.
મિકેનિઝમ:
હેડના એંગેજીંગ ડાયામીટરમાં કમ્પ્રેશન થવાથી તેના રાઇટ એન્ગલ ડાયામીટર ની લંબાઇ વધે છે.
Ex:= એન્ટિરિયર વર્ટેક્સ પ્રેઝન્ટેશન માં વેલ ફ્લેક્સ્ડ હેડ માં એંગેજીંગ સબઓક્સિપીટો બ્રેગ્મેટીક ડાયામીટર કમ્પ્રેસ થવાથી તેના રાઇટ એંગલ મેન્ટો- વર્ટીકલ ડાયામીટર ની લંબાઇ વધે છે.
આ પ્રોસેસ દરમિયાન પરાઇટર બોન એ નજીકના બોન પર ઓવરલેપ થાય છે જેમ કે પાછળની તરફ ઓક્સિપિટલ બોન, ફ્રન્ટમાં ફ્રંટલ બોન તથા સાઇડ માં ટેમ્પોરલ બોન તરફ ઓવરલેપ થાય છે. વર્ટેક્સ માં રાઇટ પરાઇટલ બોન તે લેફ્ટ પરાઇટલ બોન પર ઓવરરાઇડ થાય છે. બર્થ પછી થોડા કલાકોમાં મોલ્ડિંગ એ અદ્રશ્ય થય જાય છે.
ગ્રેડિંગ:
ગ્રેડ:= 1 ( બોન એ એકબીજાને ટચ થાય છે પરંતુ ઓવરલેપ થતા નથી).
ગ્રેડ:= 2( તેમાં બોન એ ઓવરલેપ થાય છે પરંતુ ઇઝીલી સેપરેટ થય જાય છે).
ગ્રેડ:=3( બોન એ ફિક્સ ઓવરલેપિંગ થાય છે).
ઇમ્પોર્ટન્સ:
• થોડા પ્રમાણમાં મોલ્ડિંગ એ જરૂરી અને ફાયદાકારક હોય છે તેનાથી ફિટલ હેડ ઇઝીલી બર્થ કેનાલ માંથી પસાર થય શકે છે.
કેપટ સ્યુકેડેનિયમ:
સ્કાલ્પ ના લેયર્સ માં સિરોસેન્ગેનિયસ ફ્લુઇડ નુ એક્યુમ્યુલેશન થવાથી એડિમેટસ સ્વેલિંગ થાય છે તેને કેપટ સ્યુકેડેનિયમ કહે છે. તે ગીર્ડલ ઓફ કોન્ટેક્ટ ના પ્રેસર દ્વારા થાય છે. તે ક્યાંકતો બોની પેલ્વિસ,ડાયલેટીંગ સર્વિક્સ અથવા વલવલ રિંગ હોય છે. કેપટ સ્યુકેડેનિયમ એ બર્થ સમયે પણ જોવા મળે છે.સ્વેલિંગ એ બોગી હોય છે. તથા તે સુચર લાઇન ને ક્રોસ કરે છે જે 24-36 કલાક માં ડિસઅપિયર થાય છે તે મોટેભાગે મેમ્બરેન રપ્ચર થયા પછી જોવા મળે છે.
સેફાલોહેમેટોમા:
સેફાલોહેમેટોમા એ એવી કન્ડિશન છે કે જેમા હેડ ના પેરીક્રેનિયમ અને ફ્લેટ બોન ની નીચે બ્લડ નુ કલેક્શન થાય છે.કે જે સ્કલ બોન ને કવર કરે છે., સામાન્ય રીતે યુનીલેટરલ અને પરાઇટલ બોન ની ઉપર હોય છે.
તે સ્કલ માંથી નાની એમીસરી વેઇન રપ્ચર થવાના ને કારણે થાય છે અને તે સ્કલ બોન ના ફ્રેક્ચર સાથે સંકળાયેલ હોઇ શકે છે. આ ફોર્સેપ્સ ડિલિવરીને કારણે થય શકે છે પરંતુ નોર્મલ લેબર પછી પણ જોવા મળી શકે છે. વેન્ટાઉસ એપ્લીકેશન એ સેફાલોહેમેટોમા ના ઇન્સિડન્સ મા વધારો કરતું નથી. તે જન્મ સમયે ક્યારેય હાજર હોતું નથી પરંતુ 12-24 કલાક પછી ધીમે ધીમે વિકાસ પામે છે.
આ સ્વેલિંગ એ સ્કલ ના પેરીક્રેનિયમની સુચર્સ ની રેખાઓ દ્વારા લિમીટેડ હોય છે જે બોન ની માર્જીન સુધી નિશ્ચિત છે, સોફ્ટ, ફ્લકચ્યુઅન્ટ અને ઇનકંમ્પ્રેસિબલ હોય છે.
તે ગ્રો થાય છે અને થોડા વિક્સમાં એટલે કે અપ્રોક્ઝીમેટલી 6 વિક્સ પછી પોતાની રીતે જ અદ્રશ્ય થય જાય છે.