PAED-II 2022
Q-1 a. Define Acute Renal Failure. એકયુટ રીનલ ફેલ્યોરની વ્યાખ્યા આપો. 03
કિડની તે સડન અને કમ્પ્લીટલી તેની કાર્ય કરવાની કેપેસિટી લોસ કરે છે કે જેનાથી તે બોડી મા આવેલી વેસ્ટ પ્રોડક્ટને રીમુવ કરવાનું ફંક્શન ઘટે છે તેને એક્યૂટ રિનલ ફેલ્યોર કહે છે.
એક્યુટ રિનલ ફેલયોર ના કારણે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ મા ઘટાડો જોવા મળે છે.
યુરીન આઉટપુટ મા ઘટાડો જોવા મળે છે.
બોડી મા બ્લડ યુરિયા નાઇટ્રોજન (BUN) નુ કોન્સન્ટ્રેશન વધારે જોવા મળે છે.
સોડિયમ નુ રિટેન્શન જોવા મળે છે
હાઇપર કેલેમિયા જોવા મળે છે.
ફેજીસ ઓફ એક્યૂટ રિનલ ફેલ્યોર
(1) ઈનીસીઅલ ફેઝ
જેમા કિડની ને ઇન્જરી થવાની શરૂઆત થાય ત્યારથી નેફ્રોનનુ ડેથ થાય ત્યા સુધી જોવા મળે છે. જે પિરિયડ અમુક કલાકથી લઈને દિવસ સુધીનો પણ હોય છે. જેના કારણે ઈરીવર્સીબલ ડેમેજ થાય છે.
(૨) ઓલીગ યૂરીક ફેઝ
આ ફેઝ 8-15 દિવસનો હોય શકે છે.
જેમા યુરિન આઉટપુટ 400 ml પર દિવસ કરતા ઘટી જાય છે.
બ્લડ યુરિયા નાઇટ્રોજનનુ લેવલ વધી જાય છે (એઝોટેમીયા).
નોઝિયા, વોમીટીંગ જોવા મળે છે.
(૩) ડાયુરેટિક ફેઝ
1-2 વીક નો આ ફેઝ જોવા મળે છે.
જેમા હાઇપો વોલેમીયા જોવા મળે છે.
ડીહાઇડ્રેશન
હાઇપો ટેન્શન
ટેકી કાર્ડીયા
ઉપરના મુજબ ચિન્હો જોવા મળે છે.
(4) રિકવરી ફેઝ
જે એક થી બે વર્ષ સુધીનુ હોય છે.
જેમા રિકવરી થવાનુ સ્લોલી પ્રોસેસ થાય છે.
ગ્લોમેરૂલર ફિલટ્રેશન રેટમા વધારો જોવા મળે છે.
બ્લડ યુરિયા નાઇટ્રોજન નુ લેવલમા ઘટાડો જોવા મળે છે.
પરંતુ જી એફ આર તે એક થી ત્રણ ટકા જેટલુ પહેલાની સાપેક્ષે પરમનંટલી ઘટી જાય છે.
b. Write the etiology and clinical manifestations of Acute Renal Failure. 04 એકયુટ રીનલ ફેલ્યોર થવાના કારણો અને તેના ચિહ્નનો તથા લક્ષણો લખો.
એક્યૂટ રિનલ ફેલ્યોર ના કારણો નીચે મુજબ છે.
(1) પ્રિ રીનલ કોઝ
જેમા કિડની સિવાયના બીજા કારણોના લીધે કિડની ફેલ્યોર જોવા મળે છે જેમ કે..
સર્ક્યુલેટરી વોલ્યુમ ના ઘટાડાના કારણે
કાર્ડીયાક ઇનસફીસીયન્સી ના કારણે
વાઝોડાઈલેટેશન ના કારણે
ઉપરના કારણોના લીધે કિડની ને પ્રોપર બ્લડ સપ્લાય ના પહોંચે જેના કારણે એક્યુટ કિડની ફેલ્યોર જોવા મળે છે.
(2) ઇન્ટ્રા રીનલ કોઝ
જેમા કિડની ના કોઈ સ્ટ્રકચરલ અને ફંકશનલ ડેમેજ ના કારણે એક્યુટ કિડની ફેલ્યોર જોવા મળે તેને ઇન્ટ્રા રિનલ ફેલયોર કહેવાય છે. જેમા
પ્રો લોંગ રીનલ ઇસ્ચેમિક કન્ડિશન (બ્લડ સપ્લાય ઑછુ મળવાથી)
એક્યુટ ટ્યુબ્યુલ નેક્રોસિસ
કિડની સ્ટોન
ગ્લોમેરુલો નેફ્રાયટીસ
નેફ્રો ટોક્સિક ડ્રગ વગેરે કારણો ના લીધે રિનલ ફેલ્યોર જોવા મળે છે.
(3) પોસ્ટ રીનલ કોઝ
જેમા કિડની પછીના સ્ટ્રક્ચરમા કોઈપણ ઓબસ્ટ્રકશન અથવા ઇન્ફેક્શન લાગે ત્યારે જોવા મળે તેને પોસ્ટ રીનલ કોઝ કહેવામા આવે છે.
યુરીનરી ટ્રેકમા કેન્સર હોય
પ્રોસ્ટેટ ગ્લેન્ડ નુ એનલાર્જમેન્ટ હોય
સિસ્ટોલીથીયાસિસ
યુરેટરોલિથીયાસીસ વગેરે કારણો ના લીધે રિનલ ફેલ્યોર જોવા મળે છે.
સાઇન એન્ડ સીમટમ્સ ઓફ રિનલ ફેલ્યોર
એનિમિયા
ઓલીગ યૂરીયા
ડાર્ક કલર યુરીન
ફોમી યુરિન
એઝોટેમિયા
ડીહાઇડ્રેશન
ટેકી કાર્ડીયા
ઈડીમા (સોજો)
ફ્લેન્ક પેઈન
શોર્ટનેસ ઓફ બ્રિધ
જનરલાઈઝ મલેઝ (વિકનેશ)
હાઈપર કેલેમિયા
વોમિટી
એબડોમીનલ પેઈન
હેડ એક
ડ્રાઉઝીનેસ
કન્ફ્યુઝન
ડિશ ઓરિયનટેશન.
ઉપરોક્ત તમામ લક્ષણો રિનલ ફેલ્યોર ના પેશન્ટ માં જોવા મળે છે.
c. Write the nursing management of child with Acute Renal Failure. 05 એકયુટ રીનલ ફેલ્યોર વાળા બાળકનું નર્સિંગ મેનેજમેન્ટ લખો.
(1) ફાર્મેકોલોજીકલ
ડાયુરેટિક દ્વારા યુરિન આઉટ પુટ મા વધારો કરવામા આવે છે.
K બાઈન્ડિંગ ડ્રગ (કાઈકઝેલેટ)
જે ઇન્ટેસ્ટાઇન મા પોટેશિયમનુ એબસોપ્શન થવા દેતી નથી જેના કારણે હાઇપર કેલેમિયા થતા પ્રિવેન્ટ કરી શકાય છે.
ગ્લુકોઝ ઇન્સ્યુલિન ડ્રીપ આપવામાં આવે છે.
સોડિયમ બાયકાર્બોનેટ એસીડોસીસ કન્ડિશનને ટ્રીટ કરવા માટે અપાય છે.
જો કંટીન્યુ હાઇપર કેલેમિયાની કન્ડિશન જોવા મળે તો હિમોડાયાલિસિસ અથવા પેરિટોનિયલ ડાયાલિસિસ કરવામા આવે છે.
(2) ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ રિપ્લેસમેન્ટ
ફલુઇડ રિપ્લેસમેન્ટ તે કેરફૂલી કરવામા આવે છે. જેથી ફ્લુઇડ ઓવરલોડ ને અને ડીહાઈડ્રેશનને ઘટાડી શકાય
ફ્લૂઈડ રિપ્લેસમેન્ટ તે યુરીન આઉટપુટ ના આધારે કરવામા આવે છે. જેથી ફલુઇડ ઓવરલોડ ને ઘટાડી શકાય
રેગ્યુલર મેનર મા બ્લડ પ્રેસર અને વેઇટ ચેક કરતો રહેવો
(3) ન્યુટ્રિશનલ થેરાપી
હાઈ કેલરી ડાયેટ આપવો
પોટેશિયમ રિસ્ટ્રિક્ટ ડાયટ આપવો
કાર્બોહાઈડ્રેટ રીચ ડાયેટ આપવો
લો ફેટ ડાયટ આપવો
જો હાયપો વોલેમીયા થાય તો બ્લડ સપ્લાય કે ફલૂઇડ સપ્લાય આપવી
જો કિડની સિવાયના અધર કોઝ ના કારણે એક્યુટ કિડની ફેલ્યોર જોવા મળે તો તે કોઝને ટ્રીટ કરવા.
Or
a. Define Pneumonia. – ન્યુમોનીયાની વ્યાખ્યા લખો.03
ન્યુમોનિયા એટલે લંગ પેરેનકાઇમા તથા લંગ ટીસ્યુ મા ઇન્ફ્લામેશન લાગે. આમા બેક્ટેરિયા અને વાયરસના કારણે આ કન્ડિશન જોવા મળે છે. જેથી એર સેક મા પસ ફીલ થાય જેથી એર સેક સોલિડ બને. તેને ન્યુમોનાઈટીસ પણ કહેવામા આવે છે.
નોર્મલી એરસેક તે ગેસીસ ને એક્સચેન્જ કરે છે પરંતુ તેમા પસ ફીલ થવાના કારણે ગેસીસ ના એક્સચેન્જમા ઇન્ટરફિયર થાય છે.
કલાસીફીકેશન ઓફ ન્યુમોનિયા
(1) એનાટોમિકલ સ્ટ્રક્ચર ના આધારે
(A) લોબાર ન્યુમોનિયા
લંગ ના સિંગલ લોબ અથવા સેક્શનમા ઇન્ફેક્શન લાગે તેને લોબાર ન્યુમોનિયા કહેવાય છે.
(B) બ્રોન્કો ન્યુમોનિયા
જ્યારે ઇન્ફેક્શન તે બ્રોંકાયલ ટ્રી મા લાગે અને ન્યુમોનિયા જોવા મળે તેને બ્રોન્કો ન્યુમોનિયા કહેવાય છે.
(C) ઇન્ટરસ્ટીયલ ન્યુમોનિયા
જ્યારે ઇન્ફેક્શન તે એલવીયોલાઈ અને કેપીલરીની વચ્ચે લાગે ત્યારે જે ન્યુમોનિયા જોવા મળે તેને ઇન્ટરસ્ટીયલ ન્યુમોનિયા કહેવાય.
(૨)ઇટિયોલોજીકલ ફેક્ટર ના આધારે
(A) બેક્ટેરિયલ ન્યુમોનિયા
બેકટેરીયા ના કારણે થતા ન્યુમોનિયા ને બેક્ટેરિયલ ન્યુમોનિયા કહેવાય. જે અલગ અલગ પ્રકાર ના બેક્ટેરિયા ના લીધે જોવા મળે છે.
(B) વાયરલ ન્યુમોનિયા
વાયરસ ના કારણે થતા ન્યુમોનિયા ને વાયરલ ન્યુમોનિયા કહેવાય.
ઈન્ફ્લુએન્ઝા, પેરા ઈન્ફ્લુએન્ઝા, એડીનો વાયરસ વગેરે ના લીધે જોવા માલી શકે છે.
(3) બ્રોડ ક્લાસીફીકેશન ના આધારે
(A) કોમ્યુનિટી એક્વાયર્ડ ન્યુમોનિયા
જ્યારે ન્યુમોનિયા તે ક્લાઈન્ટ કોમ્યુનિટીમા જ્યા રહે છે તેના કારણે જોવા મળે તો તેને કમ્યુનિટી એકવાયર્ડ ન્યુમોનિયા કહેવાય
(B) હોસ્પિટલ એકવાયર્ડ ન્યુમોનિયા
જ્યારે બાળકને હોસ્પિટલાઈઝના 48 કલાક પછી ન્યુમોનિયા જોવા મળે તેને હોસ્પિટલ એક્વાયર્ડ ન્યુમોનિયા કહેવાય
(C) વેન્ટિલેટર એક્વાયર્ડ ન્યુમોનિયા
જ્યારે બાળકને ઇનટયુબેટ કરેલ હોય અથવા મિકેનિકલ વેન્ટિલેશન શરૂ હોય ત્યારે તેના કારણે ન્યુમોનિયા જોવા મળે તેને વેન્ટિલેટર એક્વાયર્ડ ન્યુમોનિયા કહેવાય
(D) એસપીરેશન ન્યુમોનિયા
જ્યારે બાળક કોઈપણ બહારનુ કે અંદરનુ સબસ્ટન્સ લોવર એરવેમા એસપીરેટ કરી જાય અને તેના કારણે તેને એસ્પિરેશન ન્યુમોનિયા થઈ શકે છે. જે સબસ્ટન્સ મા ગેસ્ટ્રીક કન્ટેન, કેમિકલ કે કોઈ લિક્વિડ હોઈ શકે.
b. Write the etiology and clinical manifestations of Pneumonia. 04 ન્યુમોનીયા થવાના કારણો અને તેના ચિહ્નનો તથા લક્ષણો લખો.
ન્યુમોનિયા થવાના કારણ નીચે મુજબ ના છે.
વાયરલ ન્યુમોનિયા જેમા ઇન્ફ્લુએન્ઝા, પેરાઈન્ફ્લુએન્ઝા, એડીનો વાયરસ વગેરે ના લીધે
બેક્ટેરિયલ ન્યુમોનિયા ન્યુમો કોકસ, સ્ટેફાઈલો કોકસ, ક્લેબેસીલા, ઇકોલાઈ વગેરે ના લીધે
ફંગી ન્યુમોનિયા હિસ્ટો પ્લાઝમોસીસ, માઇકો પ્લાઝમા, કોકસીડીઓ માયોસીસ વગેરે ના લીધે
અધર ફેક્ટર્સ
ફૂડ નુ એસ્પીરેશન થવાથી
નેઝલ ડ્રોપ્સ
કેરોસીન પોઈઝનિંગ
અલ્ટર કોન્સીયસ નેસ
ડિપ્રેશડ કફ રિફ્લેક્સ
ઇમપેર્ડ મયૂકો સિલિયરી ટ્રાન્સપોર્ટ
ઈમપેર્ડ એલ્વીઑલર મેક્રોફેસ ફંક્શન
એન્ડ્રો બો્ન્કીયલ ઓબસ્ટ્રકશન
ઈમયુનો સપેસ કન્ડિશન
લો બર્થ વેઈટ
માલ ન્યુટ્રીશન
પુવર સોસ્યો ઇકોનોમિકલ સ્ટેટસ
લાર્જ ફેમિલી સાઈઝ
ઓવર ક્રાઉડિંગ એરિયા
એઇર પોલ્યુશન
વિટામીન એ ડેફિશીએનસી
લેક ઓફ બ્રેસ્ટ ફીડીગ
સાઇન અને સિમટમ્સ ઓફ ન્યુમોનિયા
નોન પ્રોડક્ટિવ કે પ્રોડક્ટિવ કફ
ડિસપનિયા
ટેકીપનિયા
ઓર્થોપનીયા
ચેસ્ટ પેઈન
ક્રેકલસ બ્રીધ સાઉન્ડ
ડીમીન્સ (ઘટેલ) કે નોર્મલ બ્રિધ સાઉન્ડ
ચેસ્ટ રીટ્રેક્શન
પેલર ટુ સાઈનોસીસ
નેઝલ ફલેટિંગ
વજનમાં ઘટાડો થાય
બ્રેસ્ટ ફીડીગ કરે નહીં
વોમીટીંગ
એબડોમિનલ પેઈન
લેથારજી
મલેઇઝ
ડાયરિયા. વગેરે લક્ષણો જોવા મળે છે.
c. Write the nursing management of child with Pneumonia. 05 ન્યુમોનીયા થયેલ બાળકનુ નર્સિંગ મેનેજમેન્ટ લખો.
ન્યુમોનિયા ના મેનેજમેન્ટમા એન્ટિબાયોટિક પ્રોવાઈડ કરીને તેને ટ્રીટ કરી શકીએ
એન્ટીબાયોટિક મા ઇરિથ્રોમાઈસીન અને પેનિસિલિન નો યુઝ કરવામા આવે છે.
આર્ટરીયલ બ્લડ ગેસીસ ને ચેક કરીને તેના આધારે ઓક્સિજન સપ્લાય આપવામા આવે છે.
બાળકમા ફીવર અને ટેકીપનીયા જોવા મળે છે. જેના કારણે ડીહાઈડ્રેશન થવાના ચાન્સ રહે છે. જેથી હાઈડ્રેશન થેરાપી આપવામા આવે છે
બ્રોન્કીલ ઈરિટેશન અને કફને રિલીવ કરવા માટે વાર્મ મોસ્ટ ઈનહાલેશન યુઝ કરવામા આવે છે.
ડૉક્ટર ઓર્ડર મુજબ એન્ટીહિસ્ટામીન અને એન્ટી પાયોરિટીક ડ્રગ આપવામા આવે છે.
વાઈટલ સાઇન ને રેગ્યુલર ચેક કરતુ રહેવુ, સ્પેશ્યલી ઓક્સિજન લેવલ.
જો હાઇપોકઝેમિયા ડેવલોપ થયુ હોય તો નેચરલ ડીકંજેસ્ટેન્ટ આપવુ.
એન્ટિટશિવ મેડિકેશન આપવી જે હાઈપોકઝેમિયા ને રિલીવ કરે છે.
જો રેસીપીરેશન રેટ વધારે આવતા હોય કે ઑક્સીજન લેવલ મેન્ટેઈન ના થતુ હોય તો બાળકને મિકેનિકલ વેન્ટિલેશન પર લાવવામા આવે છે અને તેની તમામ કાળજી લેવામા આવે છે.
બાળકનુ સાયનોસીસ લેવલ ચેક કરતુ રહેવુ.
બાળકમા રિટ્રેક્શનનુ લેવલ ચેક કરવુ.
જો બાળક બ્રેસ્ટ ફીડિંગ કરી શકે તેમ હોય તો થોડુંક હેડ અપ કરીને બ્રેસ્ટ ફીડિંગ કરાવવુ.
Q-2 a. Define growth and development. Explain the various factors influencing on growth and development. 08 વૃધ્ધી અને વિકાસની વ્યાખ્યા આપો. વૃધ્ધી અને વિકાસ પર અસર કરતા પરિબળો સમજાવો.
ગ્રોથ
ગ્રોથ એટલે ફિઝિકલ મેચ્યુરેશન જેમા બોડી ના વેરિયસ ઓર્ગન ની સાઈઝ અને શેપ મા વધારો થાય છે. જે સેલનુ મલ્ટિપ્લિકેશન અને ઇન્ટ્રા સેલ્યુલર સબસ્ટન્સ મા વધારો થવાના લીધે જોવા મળે છે. ગ્રોથના ચેન્જ ને મેજર કરી શકાય જે સેન્ટીમીટર અને કિલોગ્રામ મા હોય છે.
ડેવલોપમેન્ટ
ડેવલોપમેન્ટ એ એવી પ્રોસેસ છે કે જેમા ફંકશનલી અને ફિઝિયોલોજીકલ બોડી મેચ્યોર જોવા મળે. ડેવલોપમેન્ટમા સ્કીલ અને ફંકશન કરવાની કેપેસિટી મા વધારો થાય છે. જેમા સાયકોલોજીકલ, ઈમોશનલ અને સોશિયલ ચેન્જ થાય છે. ડેવલોપમેન્ટને મેજર કરવુ ડીફીકલ્ટ છે પરંતુ તેને મેઝર કરી શકાય છે.
ગ્રોથ અને ડેવલોપમેન્ટને અફેક્ટ કરતા ફેક્ટર્સ
કેટલાક ફેકટર જે ગ્રોથ ની પ્રોસેસને પ્રોમોટીંગ અથવા ઇનહીબિટ કરે છે. જેમા બે ફેક્ટર હોય છે. એન્વાયરમેન્ટલ ફેક્ટર
હેરીડીટરી ફેક્ટર
(1) હેરિડિટરી ફેક્ટર
જિનેટિક ફેક્ટર તે ઈમ્પોર્ટન્ટ ફેક્ટર છે. જે બાળકના ગ્રોથ અને ડેવલપમેન્ટ ને અફેક્ટ કરે છે. જે હાઈટ, બોડી સ્ટ્રક્ચર , સ્કીન નો કલર ,આઈ, અને હેરને અફેક્ટ કરે છે.
જે પેરેન્ટ્સના જીન ઉપર આધાર રાખે છે. જો પેરેન્ટ્સ ની હાઈટ વધારે હોય તો તેના બાળકની પણ હાઈટ વધારે હોઈ , જેના પેરેન્ટ્સ હાયલી ઇન્ટેલિજન્ટ હોય તો તેનું બાળક પણ હાઈલી ઇન્ટેલિજન્ટ બને, જેવા કેટલાક ફેક્ટર જે બાળકને અફેક્ટ કરે છે.
કેટલીક જીનેટીક બીમારીઓ જે બાળકના ગ્રોથ અને ડેવલોપમેન્ટને અફેક્ટ કરે છે જેમ કે થેલેસેમિયા, હિમોફીલિયા.
તો બાળક તે બીમારીની સાથે ક્રોમોઝોમલ એબનોર્માલિટી પણ જોવા મળે છે જેમાં ડાઉન જોવા મળે છે.
આ ઉપરાંત જાતિ એ પણ બાળકના ગ્રોથ અને ડેવલોપમેન્ટ ને અફેક્ટ કરે છે. જો મેલ બેબી તે હેવી અને લોંગર હોય છે ફીમેલ બેબી કરતા, ગર્લ્સ તે બોઇસ કરતા પહેલા મેચ્યોર થાય છે. પરંતુ હાઈટ અને વેટ તે બોઇસ ની કંપેરમાં ઓછો હોય છે.
રેસ અને નેશનાલીટી માં પણ અલગ અલગ રેસિયલનુ અલગ અલગ ટાઇમે ગ્રોથ અને ડેવલોપમેન્ટ થાય છે અને તેની ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક તે નેશનલ ગ્રુપ વાઇસ અલગ હોય છે.
(2)એનવાયરમેન્ટલ ફેક્ટર્સ
પ્રિનેટલ ફેક્ટર
ઇન્ટ્રા યુટેરાઈન એન્વાયરમેન્ટ તે ફીટલના ગ્રોથ અને ડેવલોપમેન્ટને અફેક્ટ કરે છે
મેટરનલ માલ ન્યુટ્રીશન
જો મધર તે ડ્યુરિગ પ્રેગ્નેન્સી પ્રોપર ડાયટ નહીં લે અને એનિમિયા જો હોય તો ઇન્દ્રા યુટેરાઇન ગ્રોથ રીટારડેશન જોવા મળે, લો બર્થ-વેટ, પ્રીટર્મ બેબી અને આગળ ની લાઇફમા તેના ગ્રોથ અને ડેવલોપમેન્ટમા ડિસ્ટર્બન્સ આવે છે.
મેટરનલ ઇન્ફેક્શન
કેટલાક ઇન્ટરા યુટેરેટ ઇન્ફેક્શન જેવા કે એચઆઇવી, હિપેટાઇટિસ જે પ્લેસેન્ટા દ્વારા ફીટલમા ટ્રાન્સમિટ થાય છે અને તેના ગ્રોથ અને ડેવલોપમેન્ટને અફેક્ટ કરે છે. જેના કારણે કંજેનાઈટલ એનોમલીઝ અને કંજેનાઈટલ ઇન્ફેક્શન જોવા મળે છે.
મેટરનલ સબસ્ટન્સ એબ્યુસ
કેટલીક ટેરાટોજીનિક ડ્રગ જ્યારે પ્રેગ્નેન્સીમા લેવામા આવે તો તેના કારણે કંજેનાઈટલ માલ ફોર્મેશન થાય છે અને સ્મોકિંગ, ટોબેકો, આલ્કોહોલ તે પણ ગ્રોથ અને ડેવલોપમેન્ટને અફેક્ટ કરે છે.
મેટરનલ ઇલનેસ
હાઈપરટેન્શન, એનિમિયા, હાર્ટ ડીસીઝ, હાયપોથાઈરોડીઝ્મ, ડાયાબિટીસ, ક્રોનીક રીનલ ફેલ્યોર, હાઇપર પાઇરેક્સિયા વગેરે કન્ડિશન્સ જે ફીટલ ના ગ્રોથને અફેક્ટ કરે છે. આયોડિન ડેફીસીયન્સી મધર મા જોવા મળે તો તેના કારણે બેબી મેન્ટલી રિટારર્ડેસન જોવા મળી શકે છે.
મિસેલેનિયસ
પ્રિ નેટલ કન્ડિશન તે ફિટસના ગ્રોથને અફેક્ટ કરે છે. જેમા યુટેરાઇન માલફોર્મેશન, માલ પોઝીશન ઓફ ધ ફીટસ, બાઈ કોર્નું યુટ્રસ, ઓલીગો હાઈડ્રો એમ્નીઓસ, પોલી હાઈડ્રોમિનસ વગેરે ગ્રોથ અને ડેવલોપમેન્ટમાં અફેક્ટ કરે છે.
પોસ્ટ નેટલ એન્વાયરોમેન્ટલ ફેક્ટર્સ
ગ્રોથ પેટર્ન
ગ્રોથ પેટર્ન તે એટ બર્થ બાળકની સાઈઝ પ્રમાણે હોય છે. જો બાળક તેનો બર્થ વેટ ઓછો હોય તો આગળ જતા કોમ્પ્લિકેશન થઈ શકે છે.
ન્યુટ્રીશન
ન્યુટ્રીશન તે બાળકના ગ્રોથ અને ડેવલોપમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે. તે ક્વાલીટી અને કવાનટીટિવ ન્યુટ્રીશન હોવુ જોઈએ. જેમા પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામીન, ફેટ અને મિનરલ્સ હોવા જોઈએ પૂરતા પ્રમાણમા જે બાળકનુ ગ્રોથ અને ડેવલોપમેન્ટમા મદદ કરે છે. જો બાળક વેલ નરીશ હોય તો ફિઝિકલ અને મેન્ટલ ગ્રોથ સારો જોવા મળે છે.
ચાઈલ્ડહુડ ઇલનેસ
હાર્ટ ડિસીઝ, કીડની, લીવર મેલિગનેશી, ડાઈજેસ્ટીવ ડીસ ઓર્ડર, મેટાબોલિક ડિસઓર્ડર જેવી તે બાળકના ગ્રોથ અને ડેવલોપમેન્ટને અફેક્ટ કરે છે.
ફિઝિકલ એન્વાયરમેન્ટ
એન્વાયરમેન્ટ કન્ડિશન જેવી કે હાઉસિંગ તેની લિવિંગ કન્ડિશન એન્વાયરમેન્ટલ સેનિટેશન વેન્ટિલેશન ફ્રેશ એર હાઈજીન સેફ વોટર સપ્લાય છે ગ્રોથ અને ડેવલોપમેન્ટ
અફેક્ટ કરે છે.
સાયકોલોજીકલ એન્વાયરમેન્ટ
ગુડ સાયકોલોજીકલ એન્વાયરમેન્ટ જેવુ કે હેલ્દી ફેમિલી, સારો બાળક અને માતા-પિતા વચ્ચેનો સંબંધ અને હેલ્દી ઇન્ટરેક્શન ફેમિલીના અધર મેમ્બર સાથે જે ઈમોશનલ સોશિયલ અને ઇન્ટેલકચ્યુલ ડેવલોપમેન્ટ કરવામા મદદ કરે છે. જો બાળકને લવ, અફેક્શન અને સિક્યુરિટી પ્રોપર ના મળે તો તે ઈમોશનલી ડિસ્ટર્બ જોવા મળે છે.
કલ્ચરલ ઇન્ફ્લુન્સ
કલ્ચર તે ગ્રોથ અને ડેવલોપમેન્ટ ને અફેક્ટ કરે છે. કલ્ચર પ્રમાણે તેની ફૂડ ની હેબિટ, તેની માન્યતાઓ, તેનો લિવિંગ સ્ટાન્ડર્ડ, એજ્યુકેશન લેવલ વગેરે ગ્રોથ અને ડેવલોપમેન્ટને અફેક્ટ કરે છે.
સોસીયો ઇકોનોમિક સ્ટેટ્સ
પુઅર સોસીયો ઇકોનોમિકલ સ્ટેટસ ના કારણે બાળકનુ પ્રોપર ગ્રોથ અને ડેવલોપમેન્ટ થઈ શકશે નહીં અને પ્રોપર ન્યુટ્રીશનલ ડાયટ મળી શકશે નહીં.
ક્લાઈમેટ અને સીઝન.
ક્લાઈમેટ અને સીઝન ગ્રોથ ને અફેક્ટ કરે છે. સમરમા વેટ ગેઈન થાય છે. રેઇની સીઝન કરતા જ્યારે સ્પ્રિંગ સીઝનમાં હાઈટમાં વધારો થાય છે.
પ્લે અને એક્સરસાઇઝ
પ્લે અને એક્સરસાઇઝ દ્વારા ફિઝિયોલોજીકલ એક્ટિવિટી મા વધારો થાય છે અને મસ્ક્યુલર ડેવલોપમેન્ટ થાય છે તેમજ તેમા ફિઝિયોલોજીકલ, સોશિયલ, મોરલ, ઈન્ટેલેક્સ્યુલ ડેવલોપમેન્ટ થાય છે અને ફિઝિકલ એક્સરસાઇઝ ના કારણે હેલ્થ ઇમ્પ્રુવ થાય છે.
ઇન્ટેલિજન્સી
જે મેન્ટલ અને સોશિયલ ડેવલોપમેન્ટને અફેક્ટ કરે છે. જો બાળક હાય ઇન્ટેલિજન્સ હશે તો એન્વાયરમેન્ટમા એકજેસ્ટ થઈ જશે. જો લો ઇન્ટેલિજન્સ હશે તો તે એકજેસ્ટ થઈ શકશે નહી.
હોર્મોનલ ઈનફ્લુઅન્સ
હોર્મોન્સ બાળક ના ગ્રોથ અને ડેવલોપમેન્ટને ખૂબ જ અફેક્ટ કરે છે. તેમા ઇમબેલેન્સ થવાના કારણે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ મા પ્રોબ્લેમ્સ જોવા મળે છે.
b. write down trends in Pediatric Nursing.- પીડીયાટ્રીક નર્સિંગના ટ્રેન્ડસ જણાવો. 04
પહેલાના સમયમા એડલ્ટ અને ચાઈલ્ડને એક જ સરખી ટ્રીટમેન્ટ આપવામા આવતી હતી. પરંતુ હાલમા પીડિયાટ્રીક એઈજ ગ્રુપમા મોર્ટાલીટી અને મોર્બીડીટી વધારે જોવા મળવાના લીધે બાળકોને અને ચાઈલ્ડ કેરને વધારે ઈમ્પોર્ટન્સ આપવામા આવ્યુ છે.
આ ઉપરાંત મેડિકલ અને સર્જીકલ બ્રાન્ચમા ડેવલપમેન્ટ આવવાના લીધે ચાઈલ્ડ હેલ્થ ના સ્પેશિયલ એરીયા પર ફોકસ કરવામા આવે છે.
પીડીયાટ્રીક મા ચાઈલ્ડ હેલ્થ કેર મા નીચે મુજબના ટ્રેન્ડ્સ અને પ્રેક્ટિસ જોવા મળી રહી છે.
હાલમા પીડીયાટ્રીક કેર એ પીડીયાટ્રીશીયન અને ટ્રેઇન્ડ રજીસ્ટર નર્સ દ્વારા આપવામા આવે છે.
ઇન્ફન્સી થી એડોલેશન્સ પિરિયડ સુધી કેર મા સાયન્ટિફિક ટ્રીટમેન્ટ એપ્રોચ રાખવામા આવે છે.
ડીઝીઝના પ્રિવેન્શન માટે ખાસ વેક્સિન એડમિનિસ્ટર કરવામા આવે છે.
બાળકના ગ્રોથ અને ડેવલપમેન્ટ નુ રેગ્યુલર એસેસમેન્ટ કરવામા આવે છે.
ક્યુરેટીવ કેર ના બદલે પ્રિવેન્ટીવ સર્વિસીસ અને હેલ્થ પ્રમોશન પર ભાર મૂકવામા આવેલ છે.
મેડિકલ ફિલ્ડમા ટેકનોલોજી અને સાયન્સ ના એડવાન્સમેન્ટ જોવા મળે છે. જેથી હાઈ ક્વોલીટી કેર આપી શકાય છે.
બાળકોની કેરમા એવિડન્સ બેઇઝ પ્રેક્ટિસ જોવા મળે છે.
બાળકોને કોઈપણ પ્રકારની કેર માટે હોમ કેર ના બદલે ઇન્સ્ટિટ્યૂશનલ કેર પર વધારે ભાર મૂકવામા આવે છે. આ ઇન્સ્ટિટયૂટ એટલે કે હોસ્પિટલ જેને આધુનિકરણ દ્વારા બાળકોના ગમતા ફેરફારો સાથે ડેવલપ કરવામા આવેલ છે.
બાળકની દરેક કેરમા હેલ્થ કેર મેમ્બર્સના સુપરવિઝન હેઠળ પેરેન્ટ્સ અને ફેમિલી મેમ્બર્સ ના સપોર્ટ દ્વારા ફેમિલી સેન્ટર્ડ કેર આપવામા આવે છે. બીમારીમા પણ બાળકને તેના પેરેન્ટ્સ અને ફેમિલી મેમ્બર થી સેપરેટ કરવામા આવતું નથી.
રૂમિંગ ઈન એટલે કે બાળકને મહત્તમ તેની માતા સાથે જ રાખવુ તેની દરેક કેર માં માતાને સાથે રાખી આગળ વધવુ તે પ્રકારની પ્રેક્ટિસ અમલમા મૂકવામા આવે છે.
બાળકોના હોસ્પિટલાઈઝેશન સમય દરમિયાન તેના વીઝીટીંગ અવર્સમા વધારો કરવામા આવેલ છે અને ફ્લેક્સિબલ અવર્સ રાખવામા આવેલ છે.
પેરેન્ટ્સ માટે સપોર્ટીવ ગ્રુપ હોય છે, જે પેરેન્ટ્સ ની એન્ઝાઈટીમા ઘટાડો કરવામા મદદ કરે છે. તથા બાળકોની પ્લે અને રીક્રિયેશનલ નીડને ધ્યાનમા રાખવામા આવે છે.
બાળકોની કેરમા પીડીયાટ્રીક સર્વિસીસની સબ સ્પેશિયાલિટી જેમકે પીડીયાટ્રીક મા ન્યુરોલોજી, કાર્ડિયોલોજી, નેફોલોજી વગેરે નો વિકાસ થયેલ છે.
કોસ્ટ કન્ટેનમેન્ટ એટલેકે લો કોસ્ટ મા બેસ્ટ કેર પ્રોવાઇડ કરવામા આવે છે અને નર્સિંગ કેરને ડુપ્લીકેશન થતા પ્રિવેન્ટ કરવામા આવે છે.
પ્રિવેન્ટિવ કેર મા એવા એફર્ટ હોય કે બાળકને લો કોસ્ટ મા હેલ્થને ઇમ્પ્રૂવ કરી શકાય અને ડીસીઝ સામે પ્રોટેક્ટ કરી શકાય એ મુજબ ની કેર આપવામા આવે છે.
કંટીન્યુ ઓફ કેર મા કેરને કંટીન્યુ આપવામા આવે છે. કોઈ ઇન્ટરફિયર વિના જો બાળક ને એક્યુટ ડીસીઝના કારણે હોસ્પિટલાઇસ થયુ હોય તો થોડા દિવસો હોસ્પિટલમા ટ્રીટમેન્ટ આપીને આગળની ટ્રીટમેન્ટ બાળકને આઉટડોર આપવામા આવે છે. તેમ ડ્રગની કંટીન્યુટી મેઈન્ટેન કરવામા આવે છે.
કલર કોડેડ મેનેજમેન્ટ જેમા ગ્રીન ક્લાસીફીકેશન=જેમા બાળકને મેડિસિન ની જરૂર નથી પરંતુ એડવાન્સ હોમ કેર ની જરૂર છે. પિંક ક્લાસીફીકેશન=ચાઈલ્ડ ને પેશન્ટની જેમ કેર પ્રોવાઇડ કરવા ની જરૂર છે. યેલો ક્લાસિફિકેશન=બાળકને સ્પેસિફિક ટ્રીટમેન્ટની જરૂર છે એટ હોમ હોય છે.
Or
a. Define immunization and write national immunization schedule for infants, children, pregnant woman and adolescent. 08 રસીકરણની વ્યાખ્યા લખો અને ઈન્ફન્ટ, બાળકો, સગર્ભામાતા અને એડોલેસન્ટ માટેનું નેશનલ રસીકરણ પત્રક લખો.
b . Write the role of nurse to reduce stress in child due to hospitalization .04 હોસ્પિટલાઈઝેશન ના કારણે બાળકમા થતો સ્ટ્રેસ ઓછો કરવામાં નર્સનો રોલ લખો.
નર્સ તે બાળક અને બાળકના પરિવારને હોસ્પિટલાઈઝેશન અને ડીસીઝના સ્ટ્રેસને રીડયુઝ કરવામાં હેલ્પ કરે છે નર્સ તે બાળક અને તેના માતા-પિતા વચ્ચેના રિલેશનને ડેવલોપ કરે છે
પીડીયાટ્રીક નર્સ તે બાળક અને માતા-પિતાની ફીલિંગ ને જાણતી હોય છે. તેથી પ્રોબ્લેમને હેન્ડલ કરવામાં મદદ કરે છે. નર્સ તે પેરેન્ટ્સ ના ક્રિટીસાઇઝિંગ એટીટ્યુડ ને અવોઇડ કરે છે તે એન્ઝાઈટીને રેકગ્નાઈઝ કરે અને શાંતિથી તેમની કમ્પ્લેન ને સાંભળે છે નર્સ તે બાળક અને માતા પિતાને calm થવામાં અને સિક્યુર ફીલ કરવામાં મદદ કરે છે
જે નર્સ તે બાળકને કેર પ્રોવાઇડ કરે છે તે વધારે સીમ્પેથેટિક અન્ડરસ્ટેન્ડિંગ ધરાવતી હોય તેવી પેરેન્ટ્સ ની નીડ હોય છે
નીચેના મેઝર્સ દ્વારા એન્ઝાઈટીને રીડ્યુસ કરી શકાય અને સ્ટ્રેસ મિનિમાઇઝ કરી શકાય છે.
(1)પ્રોવાઇડ ફેમિલી સેન્ટર્ડ કેર
ફેમિલી સેન્ટર્ડ કેર દ્વારા તેના સ્ટ્રેસને રીડ્યુસ કરી શકાય જેમા બાળક ને ઘરના એન્વાયરમેન્ટ જેવુ ફીલ થાય જેથી બાળક કમ્ફર્ટ ફીલ કરે છે.
(2) નીયોનેટ હોસ્પિટલાઈઝ થયેલુ હોય તો માતા-પિતાનો નીયોનેટ સાથે કંટીન્યુ કોન્ટેક દ્વારા અને રૂમિંગ ઈન દ્વારા તેના સ્ટ્રેસ ને ઘટાડી શકાય છે.
(3)ઇનફંટ મા માતા પિતા નુ બાળક સાથે ના સેપરેશન ને ઘટાડીને અને માતાએ તેની રિસ્પોન્સિબિલિટી ને બેલેન્સ કરીને બાળકનુ સ્ટ્રેસ ઘટાડી શકાય. જેમા ઇન્ફન્ટ ની નિડ તેને પ્રોપર અટેન્શન અને હેન્ડલિંગ કરીને ફૂલફીલ કરવામા આવે છે.
માતાને ડ્યુરીંગ પ્રોસિજર બાળક સાથે રાખવામા આવે છે જેથી બાળક એકલુ ફિલ ન કરે અને પ્રોસિજર ઇફેક્ટિવ કરવા દે. ઇન્ફન્ટ ને રમકડા આપીને તેનુ ટેન્શન ને રિલીવ કરી શકાય અને તેનુ માઇન્ડ ડાઈવર્ટ કરી શકાય છે.
(5) ટોડલર મા રૂમિંગ ઈન પ્રોવાઇડ કરવામા આવે છે અને બાળક સાથે અનલિમિટેડ વિઝીટ અવર્સ પ્રોવાઇડ કરવામા આવે જેથી બાળક પોતાની ફીલિંગ ને એક્સપ્રેસ કરી શકે. ઘર જેવી જ બધી એક્ટિવિટી જેમ કે ઈિટીગ, બાથિગ, સ્લીપિંગ વેગેરે કરવામા આવે છે.
બાળક ને જાણીતા રમકડા અને વસ્તુઓને તેની સાથે રાખવામા આવે જેથી બાળક સિક્યોર ફીલ કરે અને બાળકને રમવા માટે મંજૂરી આપવામા આવે. માતા પિતા બાળક ને લવ અને અન્ડરસ્ટેન્ડિંગ પ્રોવાઈડ કરે જે બાળકના ટ્રસ્ટીંગ રિલેશનશિપ ને રિસ્ટોર કરવામા મદદ કરે. લેક ઓફ લવ ના કારણે બાળક વિશ્વાસ ગુમાવે છે.
(5)પ્રી સ્કુલર ચિલ્ડ્રન ને જ્યારે કેર પ્રોવાઇડ કરીએ ત્યારે તેના માતા પિતાને સાથે રાખીને તેની એનઝાયટી રીડ્યુસ કરી શકાય બાળકને શોર્ટ ડ્યુરેશન સુધી હોસ્પિટલાઈઝ થવુ પડે તેવો પ્લાન કરવામા આવે છે.
બાળકને સ્ટ્રેસફૂલ સિચ્યુએશન ને એક્સેપ્ટ કરવામા મદદ કરવામા આવે, લવ પ્રોવાઇડ કરીને બાળકને મોકો આપવામા આવે છે તેની ફીલિંગ ને એક્સપ્રેસ કરવામા અને પ્રોસિજર માટે કેરફૂલી પ્રિપેરેશન કરવામા સપોર્ટ કરી શકે. જેમા તેની પ્રાઇવેસીને મેન્ટેન રાખવામા આવે અને તેના અંડરસ્ટેન્ડિંગ મુજબ તેને એક્સનપ્લાન કરવામા આવે બાળકને તેની હાઈજીન અને પોતાની કેર માટે પાર્ટીસીપેશન કરી શકે તે જોવામા આવે છે.
પ્રોપર એક્સપ્લેનેશન દ્વારા તેના ફિયરને ઘટાડવામા કરવામા આવે છે અને બાળકને રીએન્સ્યોરન્સ આપવામા આવે છે. માતા પિતાની બાળક તરફની નેગેટિવ ફીલિંગ ને ઘટાડવામા આવે છે. જેથી બાળક અને માતા પિતા વચ્ચેના રિલેશનશિપને ઇમ્પ્રૂવ કરી શકાય છે.
(6)સ્કૂલ ગોઇંગ ચિલ્ડ્રન ને હોસ્પિટલાઈઝ માટે પ્રીપેર કરવામા આવે છે. જેમા માતા-પિતાને તે વખતે મદદ કરવી અને બાળકની પ્રાઇવેસીની રિસ્પેક્ટ કરવી અને એક્ઝામિનેશન દરમિયાન તેની પ્રાઇવશી પ્રોવાઇડ કરવી.
ડાયગ્નોસીસ માટે નર્સ તે બાળકની હિસ્ટ્રી લે છે અને તેના પ્રોબ્લેમનુ આઈડેન્ટીફીકેશન કરી તેને ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરે છે. પ્રોસીજરને એક્સપ્લેન કરવામા આવે છે અને બાળકને રીએસ્યોરન્સ આપવામા આવે છે અને બાળકને સેલ્ફ કેર જાતે કરી શકે તથા પોસિબલ હોય તો પ્લે ને કંટીન્યુ રાખવા માટે એનકરેજ કરવામા આવે છે.
ફેમિલી મેમ્બરને આસિસ્ટ કરે બાળક ના રિએક્શન ને સમજવામા જ્યારે તે બીમાર હોય અને માતા પિતા ને એનકરેજ કરે કે તે બાળકને કેર પ્રોવાઈડ કરવામા પાર્ટીસીપેશન કરે અને કંટીન્યુ વિઝીટ લે બાળકની સાથે બાળકના ફ્રેન્ડ સાથે તે અગત્ય નું છે.
નર્સ તે બાળકના હેલ્થનુ પ્રમોશન અને રીસ્ટોરેશન માટેની એક્ટિવિટી કરે છે અને બાળકની નીડને આઈડેન્ટિફાઇ કરીને તેની નીડ ફૂલફીલ કરે છે.
(7) એડોલેશન્ટ બાળકને હોસ્પિટલ એડમિશન માટે પ્લાન કરેલુ હોય જ્યારે તે બીમાર હોય તો તેને હોસ્પિટલાઈઝ થવા માટે પ્રિપેર કરવામા મદદ કરવામા આવે છે.
ચેક કરવુ કે ઈલનેશ અને હોસ્પિટલાઈઝેશન ની બાળક પર શુ અસર થઈ છે.
હોસ્પિટલાઈઝ થયેલા બાળકને ત્યા ના નર્સિંગ સ્ટાફ સાથે ઇન્ટ્રોડક્શન કરાવવુ જેથી એન્ઝાઈટીને રીડયુઝ કરી શકે.
નર્સ તે બાળકની બીમારી તેની હેબિટ, રીક્રિએશન, તેના શોખ વિશે હિસ્ટ્રી કલેક્ટ કરે અને તેની પ્રાઇવેટ્સની નીડને રિસ્પેક્ટ કરે છે. પ્રોસિજરને એક્સપ્લેન કરવામા આવે છે અને કોઑપરેટ થવા માટે એનકરેજ કરવામા આવે છે. તેને રીક્રીએશન, પિયર રિલેશનશિપ અને બીજા એડોલેશન સાથે ઇન્ટરેક્ટ, અને તેની ફીલિંગ એક્સપ્રેસ કરવાની ઓપર્ચ્યુનિટી આપવામા આવે છે.
Q-3 Write short answers (Any Two) ટુકમા જવાબો લખો (કોઈ પણ બે) 2×6=12
a. Define tonsillitis, write types, etiology and the post-operative nursing care of the child with tonsillectomy. ટોન્સીલાઇટીસની વ્યાખ્યા લખી, તેના પ્રકારો, કારણો અને ટોન્સીલેકટોમી થયેલ બાળકની પોસ્ટ ઓપરેટીવ રિંગ કૈર લખો.
ટોન્સિલના ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેશન ને ટોન્સીલાઈટીસ કહેવાય છે.
ટોન્સિલ તે ઓરોફેરિક્ષ ની આગળ આવેલું હોય છે અને નેઝોફેરીંગ્સની પાછળ આવેલું હોય છે.
ટોન્સીલાઇટીસ ના 2 ટાઈપ છે.
(1) એક્યુટ ટોન્સીલાઈટીસ
(2) ક્રોનિક ટોન્સિલાઇટીસ
એકયુટ ટોન્સીલાઇટીસ
એક્યુટ ઇન્ફેક્શન ઓફ ટોન્સિલ જેને એક્યુટ ટોનસીલાઈટીસ કહેવાય છે. આ ટૂંકા ગાળા ની કન્ડિશન છે.
સાઇન અને સિમટોમ્સ
શરૂઆત તે શિવરીંગ અને થ્રોટમાં રેડીએટ પેઇન જોવા મળે છે, જે ઇયર તરફ આગળ વધે છે.
પેઇન ફૂલ સ્વોલોવીંગ જોવા મળે છે.
સોલિડ ફૂડ ખાવામા પ્રોબ્લેમ થાય છે, પરંતુ ડ્રીંકિંગ મા પ્રોબ્લેમ ઓછો જોવા મળે છે.
ફીવર જોવા મળે છે 39 -40 ડિગ્રી સેલ્સિયસ
ફીવર ના કારણે યંગ ચિલ્ડ્રન મા કન્વલસન જોવા મળે જેને ફિબ્રાઇલ કન્વલસન કહેવાય છે.
લેટર ટોન્સિલ તે રેડ અને કંજેસ્ટેન્ટ જોવા મળે છે.
ક્યારેક ઇસ્ટેચ્યઅન ટ્યુબ બ્લોક જોવા મળે જેના કારણે ઓટેટીસ મીડિયા થાય છે.
આ ઉપરાંત બાળક મા ઇરિટેબિલિટી, ક્રાઇંગ, વેઇટલૉસ વગેરે જેવા લક્ષણો પણ જોવા મળે છે.
ક્રોનીક ટોન્સીલાઇટીસ
લોંગ ટાઇમ સુધી જોવા મળતા અથવા વારંવાર જોવા મળતા ટોન્સિલના ઇન્ફ્લામેશન ને ક્રોનિક ટોન્સિલાઇટીસ કહેવાય છે.
સાઇન અને સિમટમ્સ
રીકરંટ સોર થ્રોટ જોવા મળે છે.
ગળવામા અને બ્રિધિગમા ડીફીકલ્ટી થાય
લોસ ઓફ એપેટાઇટ જોવા મળે
સાઇકલિક વોમિટિંગ જોવા મળે
હેલીટોસીસ
રમવામા ઇન્ટરેસ્ટ રહે નહી
એબડોમીનલ પેઇન
અવાજ જાડો થઈ જાય
ગડુ સુકાઈ તેવુ લાગે
કેટલીક વાર એનયુરેસીસ જોવા મળે
જ્યારે ક્રોનિક ટોન્સીલાઇટીસ ના કારણે ટોન્સિલ તે એરવે પર કમ્પ્રેસ કરે તો ડિસ્પનિયા જોવા મળે છે.
ક્રોનિક ટોન્સીલાઈટીસ ને ટોન્સિલેકટોમી કરવામા આવે છે જો તે મેડિકલ મેનેજમેન્ટ થી ટ્રીટ ન થાય તો.
Causes of Tonsillitis (ટોન્સીલાઇટીસ થવાના કારણો)
બીટા હિમોલાઈટીક સ્ટેપટોકોકસ નુ ઇન્ફેક્શન
હિમોફીલિસ ઇનફ્લૂએન્ઝા ટાઈપ-બી
આ ઉપરાંત બેક્ટેરીયા, વાઇરસ, એલર્જન વગેરે ના લીધે પણ આ કન્ડિશન જોવા મળી શકે છે.
પોસ્ટ ઓપરેટિવ ચાઇલ્ડ કેર વિથ ટોન્સિલેકટોમી
બાળકને પ્રોન અને સાઇડ લાઇનિંગ પોઝીશન આપવી જેથી સીક્રિશન નુ ડ્રેનેજ થઈ શકે જેથી એસ્પિરેટ થતા પ્રિવેન્ટ કરી શકીએ.
બાળકનુ કંટીન્યુ ઓબ્ઝર્વેશન કરવુ
બાળકના વાઇટલ સાઇન કંટીન્યુ મોનિટરિંગ કરવુ
જો બાળક મા રેસ્ટલેસનેસ હોય, વારંવાર વોમીટીંગ થતી હોય કે ગળે ઉતારતુ હોય તો તે હેમરેજને ઇન્ડિકેટ કરે છે.
જો પોસ્ટ ઓપરેટિવ બ્લીડિંગ થતું હોય તો બાળકને ફરીથી ઓપરેસન રૂમમા લાવીને તેનુ રિકોર્ટરાઈઝેશન (ફરીથી ટાઈ કરવુ) કરવું
બરફ આપવો જ્યારે બાળક જાગી જાય ત્યારે અને બાળકને વધારે પ્રમાણમાં ફ્લુઇડ આપવું જેથી ડીહાઇડ્રેશનને પ્રિવેન્ટ કરી શકાય
શરૂઆતમા સિન્થેટિક ફ્રુટ જ્યુસ આપો પછી નેચરલ ફ્રુટ જ્યુસ આપવુ
રેડ અને બ્રાઉન કલરનું લિક્વિડ આપવું નહીં કારણકે કન્ફ્યુઝન થાય કે વોમિટિંગમાં બ્લડ છે કે નહીં
ધીમે ધીમે પ્રવાહીમાંથી સેમી સોલિડ ફૂડ આપવુ
માતા-પિતાને બાળકની કેરમાં ઈનવોલ કરવા
સર્જરી પછી ઈયર પેઈન જોવા મળે છે જે થ્રોટ તરફથી રેડિયેટિવ પેઈન હોય છે જે ત્રણ વિક સુધી જોવા મળે છે જેને પેઇન કીલર ઓર ચયુગમ જે પેઈન રીલીવ કરવામાં મદદ કરે છે
આફ્ટર સર્જરી નોઝને ફોર્સફૂલી બ્લો કરવું નહીં
ક્રંચી અને સ્પાઈસી ફૂડ ને અવોઈડ કરવા
આફ્ટર સર્જરી 99 ડિગ્રી ફેરનહીટ ટેમ્પરેચર જોવા મળે છે જે નોર્મલ છે પરંતુ જો 100 કે 101 ડિગ્રી ફેરનહીટ કરતાં વધી જાય તો ઈ એન ટી ના ડોક્ટર ને કોલ કરવો જે ઇન્ફેક્શન અથવા ડીહાઇડ્રેશન ની સાઈન છે.
આફ્ટર સર્જરી બેડ બ્રિધ જોવા મળે તેથી ઓરલ હાઈજીન ને મેનટેઈન રાખવી
બાળકને રમવા માટે રાજ આપવી જ્યારે બાળક રમવા માટે તૈયાર હોય
બાળકને ઇન્ફેક્ટેડ પર્સન થી દૂર રાખવું.
b. What is diarrhea? Write its causes, clinical features and its management. ડાયેરીયા એટલે શું? ડાયેરીયા થવાના કારણો, તેના લક્ષણો અને તેની સારવાર વિશે લખો.
બાળક જ્યારે લુસ, લિક્વિડ, અને વોટરી સ્ટૂલ મોર ધેન થ્રી ટાઈમ્સ પર ડે પાસ કરે જેને ડાયરિયા કહેવાય છે.
ડાયરિયા તે સેકન્ડ કિલિંગ ડીસ ઓર્ડર છે. ન્યુમોનિયા પછી જેના કારણે અંડર ફાઈવ ઓફ એજ માં જોવા મળે જેથી મોરટાલિટી અને મોરબી ડીટી માં વધારો જોવા મળે છે.
ડાયરિયલ ડીસીઝ ના કારણે બાળક તે માલ ન્યુટ્રીશન જોવા મળે છે
એકયુટ ડાયરીયા તે સડન જોવા મળે છે જે ત્રણથી સાત દિવસ સુધી જોવા મળે જે ઇન્ટેસ્ટાઇન મા ઇન્ફેક્શન લાગવાના કારણે થાય છે
એક્યુટ ગેસ્ટ્રો એન્ટ્રારાઇટિસ મા એક્યુટ ડાયરિયા જોવા મળે છે
ક્રોનિક ડાયરીયા તે ત્રણ કરતા પણ વધારે એપિસોડ જોવા મળે છે જે કોઈ ઓર્ગેનિક ડીસીઝના કારણે જોવા મળે છે
વોટરી અને લુસ સ્ટુલ મા મયૂકસ કે બ્લડ જોવા મળે તેને ડિસેન્ટ્રી કહેવાય છે
Causes (કારણો)
વાયરસ -રોટા વાયરસ, એડીનો વાયરસ, એન્ટ્રો વાઇરસ ના લીધે
બેક્ટેરિયા ના લીધે
પેરા સાઈડ, ફંગી ના લીધે
અલગ અલગ એનવાયરોમેન્ટલ ફેક્ટર, એન હાઇજિનિક કન્ડિશન, ફૂડ પોઇઝન, ફૂડ ઇનટોલરન્સ વગેરે કારણો ના લીધે જોવા મળી શકે છે.
ક્લિનિકલ મેનીફેસટેશન્સ
લુસ અને વોટરી સ્ટૂલ, જે ગ્રીનીશ અને યલોવીસ હોય છે જેમા ઓફેન્સ સ્મેલ હોય છે
સ્ટૂલની સાથે બ્લડ, પસ, મ્યુકસ હોય છે
એબડોમીનલ પેઈન
સ્ટુલ પાસ થવાની ફ્રિકવન્સી મા વધારો જોવા મળે, જે 2 થી લઈને 20 વખત હોય છે
લો ગ્રેડ ફીવર
થ્રસ્ટ
એનોરેકસીયા વિથ વોમીટીંગ
એબડોમિનલ ડિસ્ટેનશન
બિહેવિયર ચેન્જ લાઈક ઈરી ટેબિલિટી,વિકનેસ, લેથારજી, સ્લીપનેસ, ડીલરિયમ ,સ્ટૂપર
વેઇટ લોસ
સ્કીન ટરગર
ડ્રાય લિપ
શંકન આઈ
ડિપ્રેસ્ડ ફોન્ટાનેલ
લો બ્લડ પ્રેશર
ટેકીકારડીયા
રેપીડ રેસ્પીરેશન
કોલ્ડ એક્સ્ટ્રી મીટી
ડિક્રીઝ યુરિન આઉટપુટ
કન્વલસન
લોસ ઓફ કોન્સિયસનેસ વગેરે લક્ષણો જોવા મળે છે.
Management (મેનેજમેન્ટ)
ઓરલ રીહાઇડ્રેશન થેરાપી
ORS અને બ્રેસ્ટ ફીડિંગ દ્વારા હાઇડ્રેશન મેન્ટેઇન કરવામા આવે અને ઇન્ટ્રા વિનસ ફ્લૂઈડ આપવામા આવે છે.
ORS કન્ટેઈન
સોડિયમ ક્લોરાઇડ=3.5gm
પોટેશિયમ ક્લોરાઇડ=1.5gm
સોડિયમ બાઈ કાર્બોનેટ=2.5gm
ગ્લુકોઝ=20gm
એન્ટીબાયોટિક થેરાપી ડૉક્ટર ઓર્ડર મુજબ આપવી
ડાયરિયા મા સિમ્પ્ટોમેટીક ટ્રીટમેન્ટ આપવામા આવે છે
ફીવર હોય તો-એન્ટિ પાઇરેટિક
સ્કીન ટારગર-ફ્લુઇડ થેરાપી
વોમિટિંગ-એનટીઇમેટીક
એપ્રોપ્રિયેટ ન્યુટ્રીશનલ ડાયટ આપવો જેથી માલ ન્યુટ્રીશનને પ્રિવેન્ટ કરી શકીએ
હાઈ ફાઇબર રીચ ડાયટ અને સોફ્ટ ડ્રિંક ને અવોઈડ કરવુ
બ્રેસ્ટ ફીડિગ ને કંટીન્યુ કરવું
રાઈસ મિલ્ક,. દલિયા, સાગ, ખીચડી ને મિક્સ કરીને આપવું જો બાળક 6 મંથ કરતા વધારે હોય
જ્યારે ફૂડને બનાવીએ ત્યારે હાઈજીન મેઈનટેન કરવી
જો બાળક બ્રેસ્ટ ફીડ ના કરતું હોય ત્યારે ગાય અને ભેસ ના દૂધ ને ડાયલ્યૂટ કરીને આપવું નહીં
ગુડ હેન્ડ વોશિંગ પ્રેક્ટિસ ,સ્ટુલને પ્રોપર ડીસ પોઝર કરવું, જનરલાઇસ ક્લીનિંગ દ્વારા પ્રિવેન્ટ કરી શકાય
બાળકની માતાને હેલ્થ એજ્યુકેશન આપવું કેવી રીતે ડાયરિયા ને પ્રિવેન્ટ કરી શકાય
ડાયપર ને ફ્રિક્વન્સલી ચેન્જ કરીને સ્કીન બ્રેક ડાઉન અને ડાયપર રેસીસ થતાં પ્રિવેન્ટ કરી શકીએ
બાળકના કપડાને એન્ટિસેપ્ટિક સોલ્યુશન થી ક્લીન કરવા અને સન લાઇટમાં પ્રોપર ડ્રાય થવા દેવા.
c. What is P.E.M? Explain in detail about kwashiorkor. પી.ઈ.એમ એટલે શું? કવાશિયોરકોર વિશે વિસ્તૃત સમજાવો.
પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રીશન તે એક ન્યુટ્રીશનલ ડેફિસીએનસી થી થતો ડીસ ઓર્ડર છે. જે પ્રોટીન અને કેલરીનો ઓછા પ્રમાણમા ઇન્ટેક થવાના કારણે થાય છે.
PEM ના 2 મુખ્ય ટાઈપ જોવા મળે છે.
કવાસીઓરકોર
મરાસમસ
કવાસીઓકોર
કવાસીઓરકોર એ મુખ્યત્વે પ્રોટીન ડેફિશિયનસી થી જોવા મળે છે. તે સામાન્ય રીતે છ મહિનાથી ત્રણ વર્ષના બાળક સુધીમા જોવા મળે છે.
તેમા સબ ક્યુટેનીયસ ફેટ નો લોસ જોવા મળતો નથી અને શરીરમા સોજા જોવા મળે છે.
તેમા બાળકની રીબ્સ નો ભાગ એ વધારે પ્રોમિનન્ટ જોવા મળતો નથી અને બાળક લેથાર્જિક જોવા મળે છે.
બાળકમા મસલ્સ વાસ્ટિગ ન જોવા મળે અથવા સામાન્ય જોવા મળે છે. બાળકની ભૂખ ઓછી લાગતી હોય એવુ જોવા મળે છે.
બાળકનો ફેસ એ મૂન શેપ જોવા મળે છે. બાળકના હેર ચેન્જીસ ગ્રે અથવા લાલ કલરના જોવા મળે છે.
આ કન્ડિશનમા બાળકને એડિકવેટ પ્રોટીન એમાઉન્ટ આપવામા આવે ત્યારે બાળકની કન્ડિશન સુધરતા ઘણી વાર લાગે છે.
Management Of PEM (Kwashiorkor)
પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન માટે નર્સિંગ સ્ટાફ દ્વારા પ્રિવેન્ટીવ, પ્રમોટિવ અને રિહેબિલિટીવ સર્વિસીસ બાળકને હોસ્પિટલ તથા ઘરે મળી રહે તે માટે ખૂબ અગત્યની રિસ્પોન્સિબિલિટી રહેલી છે.
બાળકની ન્યુટ્રીશનલ હિસ્ટ્રી તેના તમામ ડાયેટરી આસપેક્ટ સાથે કલેક્ટ કરવી અને તેની ફિઝિકલ એક્ઝામિનેશન અને એન્થ્રોપોમેટ્રિક એસેસમેન્ટ તેના ન્યુટ્રીશનલ ડેફીસીયન્સી સ્ટેટસ જાણવા માટે કરવા જોઈએ.
જરૂર જણાય ત્યા વધારાના ઇન્વેસ્ટિગેશન કરાવડાવવા જોઈએ.
બાળકના ગ્રોથને મોનિટર કરવા માટે રેગ્યુલર ગ્રોથ ચાર્ટ મેન્ટેન કરાવડાવવો જરૂરી છે. જેનાથી ગ્રોથ ફેલ્યોર વાળા બાળકોને અર્લી આઇડેન્ટીફાય કરી શકાય.
હોસ્પિટલમા પીઇએમ વાળા બાળકોની ક્રાઈસીસ મેનેજમેન્ટમા પાર્ટીસિફિકેટ કરવુ.
ન્યુટ્રીશનલ રિહેબલીટેશન પ્રોગ્રામ ઈમ્પ્લીમેંટ કરવો.
બાળકના માતા પિતાને બાળકની ન્યુટ્રીશનલ અને બીજા હેલ્થના આસ્પેકટ થી સારી કેર લેવાય તે બાબતે પ્રમોટ કરવા.
બાળકનુ રેગ્યુલર ફોલો થાય તે માટે મધર ફાધરને સમજાવુ.
બ્રેસ્ટ ફીડીંગ, વિનિંગ, બેલેન્સ ડાયટ, એપ્રોપ્રિએટ ફીડીંગ પ્રેકટિસ, ગુડ હેલ્થ હેબિટસ વગેરે ન્યુટ્રીશનલ એજ્યુકેશન અને ડેમોસ્ટ્રેશન મધર ફાધરને સમજાવવુ જરૂરી છે.
પીઇએમ ના પ્રિવેન્ટીવ મેજર્સ વિશે મધર ફાધરને સમજાવો.
લોવર સોસીયો ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ વાળા બાળકોને વિલેજ લેવલે મળતી ન્યુટ્રીશનલ સર્વિસીસ વિશે સમજાવો.
ન્યુટ્રીશનલ સર્વિસીસ કોમ્યુનિટી અને ઇન્ડિવિજ્યુલ લેવલે મળી રહે અને ન્યુટ્રીશનલ પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટ થાય તે બાબતના રેકોર્ડ રિપોર્ટ નુ મોનિટરિંગ કરવું.
ન્યુટ્રિશનલ રિસર્ચ પ્રોજેક્ટ મા પાર્ટિસિપેટ કરવુ અને આ બાબતે અવેરનેસ ફેમિલી અને કોમ્યુનિટીમા લાવી શકાય એ બાબતે કાર્ય કરવુ જરૂરી છે.
Q-4Write short note (Any Three) ટ્રંક નોધ લખો. (કોઈ પણ ત્રણ) 3×4=12
1. Rights of the children usi-બાળકો ના હકકો.
યુનાઇટેડ નેશન્સ દ્વારા 20 નવેમ્બર 1959 ના રોજ બાળકો માટેના રાઇટસ ડિકલેર કરવામા આવેલા હતા. જે બાળકની સ્પેશિયલ નીડ ને ધ્યાનમા રાખી તે પૂરી થાય તે હેતુથી બનાવવામા આવેલા હતા.
આ રાઈટ્સ નીચે મુજબના છે..
ફ્રી એજ્યુકેશન માટે નો રાઈટ.
નેમ અને નેશનાલિટી માટે નો રાઈટ.
જો બાળક હેન્ડીકેપડ હોય તો સ્પેશિયલ કેર મેળવવા માટેનો રાઈટ.
અફેકશન , લવ અને સારી અન્ડરસ્ટેન્ડિંગ મેળવવા માટેનો રાઈટ.
પૂરતુ ગુણવત્તા સભર નુ ન્યુટ્રીશન મેળવવા માટેનો રાઈટ.
કોઈપણ આફત કે તકલીફ ના સમયમા સૌપ્રથમ ટ્રીટમેન્ટ કે રાહત મેળવવા માટેનો રાઈટ.
સારી મેડિકલ કેર મેળવવા માટે નો રાઈટ.
સારી રીતે રમવાની અને રી ક્રિએશનલ ફેસીલીટી મેળવવાનો રાઈટ.
પોતાનામા રહેલી એબિલિટીઝ ને ડેવલપ કરી સોસાયટીમા સારામા સારા યુઝફૂલ મેમ્બર તરીકે બનવા માટેનો રાઈટ.
શાંત અને ભાઈચારાના વાતાવરણમા ઉછેર મેળવવાનો રાઈટ.
ઉપરોક્ત બધા રાઈટ એ ધર્મ, જાતિ, જ્ઞાતિ, સેકસ, કલર વગેરે ના ભેદભાવ વિના દરેક બાળકો સમાન રીતે બધા રાઈટ્સ નો ઉપયોગ કરી શકે તે માટેનો રાઈટ પણ બાળકોને મળેલ છે.
2. ICDS scheme – આઈ.સી.ડી.એસ સ્કીમ.
હાલમા બાળકોના વેલ્ફેર માટે આ એક અગત્યનો પ્રોગ્રામ છે. જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા 1975 મા શરૂ કરવામા આવ્યો હતો.
આઇસીડીએસ સ્કીમ એ ટ્રાયબલ અને અર્બન દરેક એરિયામા જોવા મળે છે.
શરૂઆતમા આ પ્રોગ્રામ શરૂ કરતી વખતે અમુક સિલેકટેડ જગ્યા પર જ આ પ્રોગ્રામ શરૂ કરવામા આવ્યો હતો. પરંતુ હાલમા 5,000 કરતા પણ વધારે ફંકશનિંગ સેન્ટર્સ જોવા મળે છે.
ઓબ્જેકટીવ ઓફ આઇસીડીએસ સ્કીમ.
ઝીરો થી છ વર્ષના બાળકોનુ ન્યુટ્રીશનલ સ્ટેટસ ઈમ્પ્રુવ કરવુ.
બાળકોના કોમ્પેનસીવ ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે કાર્ય કરવું.
બાળકોમા મોર્ટાલીટી, મોર્બીડીટી અને માલ ન્યુટ્રીશન નુ પ્રમાણ ઘટાડવુ
તેમજ સ્કૂલ ડ્રોપ આઉટ રેટ ઘટાડવો.
બાળકોના પ્રમોશન માટે કાર્ય કરતા અલગ અલગ વિભાગો વચ્ચે એક પોલીસી અને કોઓર્ડીનેશન સ્થાપિત કરવુ.
માતાની આરોગ્ય કેપેસિટી મા વધારો કરવો તથા તેને ન્યુટ્રીટિવ ડાયેટ સપ્લીમેન્ટ કરવો.
ઉપરોક્ત ઓબ્જેકટીવ એ નીચે મુજબ આપેલી પેકેજ સર્વિસીસ દ્વારા લાભાર્થીઓ સુધી પહોંચાડવામા આવે છે. icds પ્રોગ્રામના લાભાર્થીઓને આપવામા આવતી સર્વિસીસ નીચે મુજબની છે.
ઉપરોક્ત લાભાર્થીઓને મુખ્યત્વે ડાએટરી સર્વિસ આંગણવાડી વર્કર દ્વારા આપવામા આવે છે. આ આંગણવાડી વર્કર એ 1000ની પોપ્યુલેશન એ હોય છે. તે મુખ્યત્વે આ પ્રોગ્રામ વિલેજ લેવલે હેન્ડલ કરે છે અને તમામ પ્રકારની ડાયેટરી સર્વિસ, પ્રિવેન્ટીવ સર્વિસ, એન્ટેનેટલ કેર તેમજ પોસ્ટનેટલ કેર તથા ઈમ્યુનાઈઝેશન કેર ને લગતી દરેક સર્વિસીસ આપવા સાથે જોડાયેલ હોય છે.
આ આંગણવાડી વર્કરના સુપરવિઝન માટે એક સુપરવાઇઝર એટલે કે મુખ્ય સેવિકા હોય છે. જેને અમુક સ્પેશિયલ ટ્રેનિંગ આપવામા આવેલી હોય છે. જે આઈસીડીએસ પ્રોગ્રામના પ્રોજેક્ટ ઓફિસર સાથે સંકલનમા રહી દરેક એક્ટિવિટી ને સુપરવાઇઝ કરે છે.
આ પ્રોગ્રામના લીધે માલ ન્યુટ્રીશન નુ પ્રમાણ ઓછુ જોવા મળે છે. ઇમ્યુનાઈઝેશનનુ કવરેજ વધારે જોવા મળે છે. તેમજ બાળકોમા મોર્ટાલિટી અને મોર્બીડીટી રેટમા પણ ઘટાડો જોવા મળે છે.
3. Advantages of breast feeding-બ્રેસ્ટ ફિડીંગ ના ફાયદાઓ.
બ્રેસ્ટ ફીડીંગ થી મધર અને બેબી મા સાયકોલીજિકલ બોન્ડ ડેવલપ થાય છે.
બેબી માટે હ્યુમન મિલ્ક એ બોડી ના ટેમ્પરેચર ની જરૂરિયાત મુજબ જ અવેલેબલ હોય છે.
મિલ્ક એ ફ્રેશ અને સ્ટ્રરાઈલ અને ર્ફ્રી ફ્રોમ કંટામીનેશન હોય છે જે ડાયરેક્ટ બેબીના માઉથમાં આવે છે.
રેડીલી અવેલેબલ હોય છે હ્યુમન મિલ્ક એ આઈડિયલ હોય છે .
બ્રેસ્ટ મિલ્ક એ સેફ અને પ્રોટેકટીવ ફૂડ હોય છે ,
ઈનફન્ટ માટે પરફેક્ટ ફૂડ હોય છે .
બાળક માટે પહેલા છ મન્થ માટે ટોટલ ન્યુટ્રીયંટ ની જરૂરિયાત પૂરી કરે છે .
બાળકના બ્રેન ગ્રોથ માટે ખૂબ જ જરૂરી હોય છે કારણ કે બ્રિસ્ટ મિલ્કમાં વધારે પ્રમાણમાં લેકટોઝ અને ગેલેક્ટોઝ હોય છે .
બ્રેસ્ટ મિલ્કમાં વિટામીન, મિનરલ્સ ,ઇલેક્ટ્રોલાઇટ અને વોટર હોય છે જે ઇન્ફન્ટ ના ઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમના મેચ્યુ રેશન માટે ખૂબ જ જરૂરી છે.
બ્રેસ્ટ મિલ્ક એવી ફેસીલીટી પ્રોવાઇડ કરે કે જેમાં કેલ્શિયમનું એબ્ઝસોપ્શન વધે છે જેથી બેબી ના બોન નો ગ્રોથ સારો થાય છે.
બ્રેસ્ટ મિલ્ક સરળતાથી ડાઈજેસ્ટેડ હોય છે.
બ્રીસ્ટ મિલ્ક થી બેબી માં જરૂર હોય તે બધા જ જરૂરી ન્યુટ્રીયંટ ધરાવે છે .
બ્રિસ્ટ મિલ્ક બેબી ને ઇન્ફેક્શનથી તથા ડેફિશિયનસી થી પ્રોટેક્ટ કરે છે .
બ્રિસ્ટ મિલ્ક પહેલેથી જ પ્રિપેર હોય છે .
બ્રીસ્ટ ફીડિંગ એ ફેમિલી પ્લાનિંગ ની મેથડ છે, બ્રીસ્ટ ફીડિંગ એ નેચરલ કોન્ટ્રાસેપ્શન છે જે ડેવલપિંગ કન્ટ્રી માટે મેજર ઇફેક્ટ પોપ્યુલેશન પર કરે છે .
તે બાળકોને ડાયરિયા થી પ્રિવેન્ટ કરે છે તથા તેની લેગ્ઝેટીવ એક્શન પણ હોય છે .
બ્રેસ્ટ ફેડિંગ ની કોઈ ડેન્જર એલર્જીક અસર થતી નથી.
બ્રેસ્ટ ફીડિંગ થી ટાઈમ અને મની એન્ડ એનર્જી બચાવી શકાય છે.
બ્રેસ્ટ ફીડિંગ મધર એન્ડ ચાઈલ્ડ ના હેલ્ધી રિલેશનશિપ બનાવવામાં મદદ કરે છે.
કન્સેપશન ના ચાન્સ લેકટેશન દરમિયાન ઓછા થઈ જાય છે.
બેસ્ટ ફીડીંગ ઇન્વોલ્યુશન ઓફ યુટરસ કરવામાં મદદ કરે છે (એટલે કે ગર્ભાશયને પ્રિ પ્રેગનેન્ટ સ્ટેટમા લાવવામા).
બ્રીસ્ટ ફીડિંગ ના કારણે સૌર બટક્ષ ,ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઈનલ ઇન્ફેક્શન અને એકટોપીક એક્ઝેમા ના ચાન્સ ઓછા થઈ જાય છે ,
તથા સ્કરવી અને રીકેટસ ના ચાન્સ પણ ઓછા થઈ જાય છે .
બ્રેસ્ટ ફીડીંગ ને કારણે બ્રેસ્ટ કેન્સરના ચાન્સ ઓછા થાય છે.
બ્રિસ્ટ મિલ્કમાં આઈજીએ (IgA) અને આઈજીએમ(IgM) મેક્રોફેસ, લીમફોસાઈટ, લાઇસોજોમ વગેરે ધરાવે છે જેને કારણે બેબી માં ડાયરીયા એન્ડ એક્યુટ રેસ્પાયરેટરી ઇન્ફેક્શન ને પ્રિવેન્ટ કરી શકાય છે.
તથા મેલેરીયા અને વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન સામે પ્રિવેન્ટ કરે છે .
બ્રિસ્ટ મિલ્ક પ્રોટેક્ટ કન્વર્ઝન , હાઈપોકેલ્શિયમ ,ટીટેની ,ડેફીિશિયન્સી ઓફ વિટામીન ઈ અને ઝીંક.
એક્સક્લુઝિવ બ્રિસ્ટ ફીડીંગ થી ચાઈલ્ડ માં માલન્યુટ્રીશન પ્રિવેન્ટ કરી શકાય છે.
બ્રીસ્ટ ફીડિંગ થી બાળક ની ઇન્ટેલિજન્સીમાં વધારો થાય છે, તથા બાળકને સિક્યુરિટી ફિલ થાય છે (ઇન્ફન્ટ એન્ડ મધર બોન્ડને કારણે)
બાળકમાં ઇલનેસના ચાન્સ ઓછા થઈ જાય છે .
બ્રીસ્ટ ફીડિંગ થી પોસ્ટ પાર્ટમ હેમરેજ (જેમાં ડીલેવરી પછી જનાઈટલ ટ્રેકમાંથી વધારે પ્રમાણમાં બ્લેડિંગ થાય છે) ના ચાન્સ ઓછા થાય છે.
ઓવેરિયન કેન્સરના પણ ચાન્સ ઓછા થાય છે .
પ્રેગનેન્સી દરમિયાન જે વધારાનું ફેટ મધર માં સ્ટોર થયું હોય છે તેને ઓછું કરવામાં હેલ્પ કરે છે.
4. Define Esophageal atresia and Tracheoesophageal fistula, Write the signs and nursing management of Tracheoesophageal fistula. ઈસોફેજીયલ એટ્રેસીયા અને ટ્રેકીઓ ઈસોફેજીયલ ફીસ્યુલાની વ્યાખ્યા આપી તેના સાઇન અને તેનુ નર્સિંગ મેનેજમેન્ટ લખો.
ટી ઈ એફ (TEF) એ ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમની કોન્જિનેટલ એનોમલી છે. જેમા ટ્રકિયા અને ઈસોફેગસ વચ્ચે એબનોર્મલ કોમ્યુનિકેશન જોવા મળે છે.
મુખ્યત્વે આ તકલીફ એ લો બર્થ વેટ અથવા પ્રીમેચ્યોર બેબી મા જોવા મળે છે.
બાળકના ઇન્ટ્રા યુટેરાઈન લાઈફના ચોથા- પાંચમા વીકના જેસ્ટેશન પિરિયડ દરમિયાન ટ્રકિયા અને ઈસોફેગસ ના ઇનકમ્પલિટ ફોલ્ડ દ્વારા ફ્યુઝ થયેલા હોય છે. જેના કારણે આ એબનોર્મલ કનેક્શન બંને સ્ટ્રક્ચર વચ્ચે જોવા મળે છે.
ટ્રકિયા અને ઈસોફેગસ ના કોમ્યુનિકેશનના આધારે તેના ઘણા ટાઈપ પણ પાડવામા આવે છે. બાળક ના જન્મ પછી આ તકલીફ ને લીધે મુખ્યત્વે તેની ન્યુટ્રીશનલ નીડ કોમપ્રોમાઇઝ થાય છે અને રેસ્પીરેટરી ટ્રેક ને લગતા કોમ્પલીકેશન જોવા મળે છે.
ટી ઈ એફ ના ક્લિનિકલ મેનિફેસ્ટેશન..
ટી ઇ એફ ના ક્લિનિકલ મેનિફેસ્ટેશન નો આધાર કયા પ્રકારની ટી ઇ એફ ડેવલપ થયેલી છે, તે મુજબ અલગ અલગ પ્રકારના સાઇન અને સીમટમ્સ જોવા મળે છે.
સામાન્ય રીતે આ તકલીફમા જન્મ પછી તરત જ ક્લિનિકલ ફીચર્સ જોવા મળે છે.
બાળકમા એક્સેસિવ સલાઈવેશન જોવા મળે છે તથા તેના મોઢામા બબલ્સ થતા હોય તેવુ જોવા મળે છે.
ઓરલ કેવીટી માથી લાર્જ એમાઉન્ટમા સિક્રિશન બહાર નીકળે છે.
નેઝલ સિક્રીશન પણ ક્યારેક જોવા મળે છે તથા કફિંગ અને ચોકીંગ સેન્સેશન પણ બાળકમા જોવા મળે છે.
બાળકમા નોઝીયા તથા ગેગિંગ પણ જોવા મળે છે.
સલાઈવા ટ્રકિયામા જવાના કારણે બાળકના લેરીંગ્સના ભાગે સ્પાઝમ જોવા મળે છે. જેથી ક્યારેક સાઈનોસિસ પણ જોવા મળે છે.
બાળકને જ્યારે બ્રેસ્ટ ફીડિંગ કરાવવામા આવે છે, ત્યારે બાળક ફીડિંગ કરવાની શરૂઆતમા જ કફિંગ સેન્સેશન તથા ચોકિંગ રિફ્લેક્સ જોવા મળે છે અને ફ્લૂઈડ એ નેઝલ કેવીટી અને ઓરલ કેવિટી માથી કફિંગ દ્વારા બહાર નીકળે છે.
ઉધરસ ના કારણે બાળકમા સાઈનોસિસ જોવા મળે છે અને બાળકના શ્વાસોશ્વાસ પણ ટેમ્પરરી એબનોર્મલ જોવા મળે છે.
ઘણા બાળકમા એબડોમીનલ ડિસ્ટન્સ પણ જોવા મળે છે.
બાળક માં ફીડીંગ એ વારવાર ટ્રકિયા માં જવાના લીધે રેસ્પીરેટરી ટ્રેક નુ ઇનફેક્શન પણ લાગી શકે છે.
તેનું નર્સિંગ મેનેજમેન્ટ લખો.
ટી ઇ એફ નુ નર્સિંગ મેનેજમેન્ટ એ ખૂબ જ કાળજીપૂર્વક કરવામા આવે છે. કારણ કે જન્મ પછી જેટલુ બને તેટલુ વહેલા જો આ કન્ડિશનનું નિદાન કરવામા આવે તો તેના દ્વારા થતા વધારાના કોમ્પ્લિકેશન ને અટકાવી શકાય છે.
બાળકમા સમયાંતરે સકશન કરી એરવે ક્લિયર રાખવામા આવે છે. જેના કારણે બ્રીધીંગ પેટર્ન નોર્મલ રહે છે અને સાઈનોસિસ જોવા મળતુ નથી.
બાળકને જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે ઓક્સિજન થેરાપી પણ આપવામા આવે છે ખાસ કરીને સાઈનોસિસ વખતે ઓક્સિજન થેરાપી આપવામા આવે છે.
બાળકના વાઈટલ સાઇન ખાસ મોનિટર કરવા જોઈએ.
બાળકને નીલ બાઈ માઉથ (NBM) રાખવામા આવે છે અને ઇન્ટ્રા વિનસ ફ્લૂઇડ થેરાપી આપી બાળકનુ હાઇડ્રેશન લેવલ અને ન્યુટ્રીશનલ સ્ટેટસ મેન્ટેઇન કરવામા આવે છે.
બાળકના એબડોમીન ને ડિસ્ટેન્શન માટે રૂલ આઉટ કરવુ જરૂરી છે.
સર્જરી પછી જો બાળકને ચેસ્ટ ટ્યુબ મૂકવામા આવેલી હોય તો આ ટ્યુબની પ્રોપર કેર લેવી એ ખૂબ જ જરૂરી હોય છે. ડ્રેનેજ બરાબર આવે છે કે કેમ તેનુ મોનિટરિંગ કરવુ અને રેકોર્ડિંગ કરવું.
ચેસ્ટ ટ્યુબના ભાગે એસેપ્ટિક ટેકનીક થી ડ્રેસિંગ કરવુ તથા ઇન્ફેક્શન ના લાગે તે માટેના તમામ પ્રિકોસન્સ લેવા જરૂરી છે.
બાળકની એનાસ્ટોમોસીસ કરેલા ભાગની ખાસ કાળજી લેવામા આવે છે તથા નેઝોગેસ્ટ્રીક ટ્યુબ ની કેર લેવી પણ ખૂબ જ જરૂરી હોય છે.
સર્જરી પછી બાળકના એલ્બો ને રિસ્ટ્રેન્ડ કરવામા આવે છે. તેથી ડ્રેનેજ ટ્યુબની અને નેજોગેસ્ટ્રીક ટ્યુબ ની પ્રોપર કેર જાળવી શકાય છે.
જરૂરિયાત મુજબ ઓક્સિજન થેરાપી પણ આપવામા આવે છે. બાળકના વાઈટલ સાઇનનુ પણ ખાસ મોનિટરિંગ કરી કોઈપણ કોમ્પ્લિકેશન માટે અર્લી આઈડેન્ટિફિકેશન કરવામા આવે છે. જો કોઈ પણ કોમ્પ્લિકેશન ડેવલપ થવાય તો તેની તાત્કાલિક મેનેજમેન્ટ લેવામા આવે છે.
બાળકના ઇમર્જન્સી અને ક્રિટિકલ કેર માટેના તમામ ઇક્વિપમેન્ટ સ્ટેન્ડ બાય રાખવામા આવે છે.
ઓપરેશન પછી બાળકની કન્ડિશન સ્ટેબલ થતા બાળકને ધીમે ધીમે ફીડિંગ સ્ટાર્ટ કરવામા આવે છે અને બાળકની કન્ડિશનને મોનિટર કરવામા આવે છે.
બાળકને ડિસ્ચાર્જ વખતે મધર ફાધરને ઘરે લેવામા આવતી તમામ કેર વિશે સમજાવવુ, ઇન્ફેક્શન પ્રિવેન્શન માટેના પ્રિકોસન્સ લેવા સમજાવવુ, બાળકની ન્યુટ્રીશનલ નીડ મેન્ટેઇન થાય તે માટે સમજાવવુ, તેમજ કોઈપણ કોમ્પ્લિકેશન માટે અને રેગ્યુલર ફોલોઅપ માટે મધર ફાધરને સમજાવવુ જરૂરી હોય છે.
મધર ફાધર ને એન્ઝાઈટી રીડયુઝ કરવા માટે સાયકોલોજીકલ સપોર્ટ એ પણ અત્યંત જરૂરી બાબત છે.
Q-5 Define following (Any Six) વ્યાખ્યા આપો (કોઈ પણ છ) 6×2=12
1. Juvenile Delinquency- જુવેનાઈલ ડેલીકવન્સી
જુવેનાઈલ એટલે બાળપણ અને ડેલીકવનસી એટલે એન્ટી સોશિયલ.
બાળપણના સમય દરમિયાન બાળકો દ્વારા કરવામા આવતી એન્ટી સોશિયલ અને ક્રિમિનલ બીહેવિયરને જુવેનાઇ ડેલિક્વન્સી કહેવાય છે.
જેમા છોકરા નો સમાવેશ 16 વર્ષથી નીચે અને છોકરીઓન નો સમાવેશ 18 વર્ષથી નીચેનો હોય છે.
કારણો
માતા-પિતા વચ્ચે અશાંતિ
ડાઈવોર્સ
સ્કૂલમાં રીક્રીએશન ઓછું હોય
સ્ટુડન્ટ અને ટીચર વચ્ચેનો રિલેશન અનહેલ્દી હોય
ફિઝિકલ ડિફેક્ટ હોય
હેરિડિટી હોય
મેનેજમેન્ટ
બાળકને લવ અને અફેકસન આપવું
રેક્રિએશન આપવૂ
સ્ટુડન્ટ અને ટીચર વચ્ચેના રિલેશનને ઇમ્પ્રુવ કરવું
2. Enuresis– એનુરેસીસ
એનયુરેસીસ એટલે બેડ વેટીંગ જે 5 વર્ષ પછી જોવા મળતો બિહેવીયરલ ડીસઓર્ડર છે. તેને નક્કી કરવો તે ડિફિકલ્ટ છે કારણકે બાળક તેની અલગ અલગ ઉંમરે બ્લાડરનો કંટ્રોલ મેળવે છે.
જ્યારે બ્લડરનુ કંટ્રોલ મેળવી લીધો હોય અને યુરીન ઈનવોલન્ટરી રીતે પાસ થાય 5 વર્ષ પછી તેને એનયુરેસીસ કહેવાય
જેના ક્લિનિકલ રીતે બે ટાઈપ છે.
પ્રાઇમરી એનયુરેસિસ
સેકન્ડરી એનયુરેસીસ
પ્રાઇમરી એનયુરેસીસ એટલે કે બાળકે પહેલેથી જ ઇનવોલન્ટરી યુરીન પાસ કરે છે
સેકન્ડરી એનયુરેસિસ એટલે કે બાળક કે બ્લાડર કંટ્રોલ મેળવી લીધો હોય છે પરંતુ કેટલીક બીમારીઓના કારણે ફરીથી ઇનવોલન્ટરી યુરીન પાસ કરે છે.
જે કેટલીક થેરાપયુટી ટેકનીક દ્વારા તેનું મેનેજમેન્ટ કરી શકીએ જેમ કે ડ્રગ દ્વારા
બ્લેડર ની ટ્રેનિંગ આપીને
ઇવનિંગ મિલ મા ફલુઇડના રિસ્ટ્રિક્શન દ્વારા
ડિઝાઇન કરેલા ઈલેક્ટ્રીક ડિવાઇસ દ્વારા કે જે બાળકના રિફ્લેક્સ ના રિસ્પોન્સ ને ઓળખીને બાળકને જગાડે છે.
બાળકને રેગ્યુલર મેનરમાં ઉઠાડીને યુરીન ફાસ્ટ કરાવી એન યુરેસિસ ને પ્રિવેન્ટ કરી શકાય
3. Infant Mortality Rate– ઈનફન્ટ મોર્ટાલીટી રેટ આઈ એમ આર એટલે ઇન્ફન્ટ મોરટાલીટી રેટ
આઈ એમ આર (IMR)= 1 વર્ષના એજ ની અંદર ડેથ થયેલા બાળકોની સંખ્યા ×1000
તે વર્ષમાં ટોટલ જન્મેલા બાળકો
આઈ એમ આર. e.g. ગુજરાત=23 , ભારત=26
4. Anthropometry- એન્થ્રોપોમેટ્રી
એનથ્રોપોમેટ્રિક એટલે હાઈટ ,વેઇટ, હેડ સરકમફરન્સ, ચેસ્ટ સરકમફરન્સનું મેજરમેન્ટ. આ બોડી ના પેરમીટર્સ મેઝર કરતું એક સાઇન્સ છે. જે બાળકના ગ્રોથ અને ડેવલોપમેન્ટ જાણવામાં મદદ કરે છે.
જો બાળકનુ ગ્રોથ અને ડેવલોપમેન્ટ સારી રીતે હોઈ તો તે બાળક હેલ્દી છે તેમ તેના મેઝરમેન્ટ પરથી કહી શકાય છે.
ટાઈપ ઓફ એન્થ્રોપોમેટ્રિક
સ્ટેટિક એન્ટ્રોપોમેટ્રિક
ડાયનેમિક એન્થો્પોમેટ્રિક
સ્ટેટિક એટલે જ્યારે બાળક રેસ્ટમા હોય ત્યારે તેની બોડી અને ફંક્શન ને મેઝરમેન્ટ કરવામાં આવે તેને સ્ટેટિક એનથ્રોપોમેટ્રિક કહેવાય
જ્યારે બાળકની બોડી મુવમેન્ટ કરતી હોય અથવા વર્ક કરતી હોય ત્યારે બોડિનુ મેજરમેન્ટ કરવામાં આવે તેને ડાયનેમિક એન્થ્રોપોમેટ્રિક કહેવાય.
5. Hydrocephalus – હાઈડ્રોકેફેલસ
બ્રેઇન ના વેન્ટ્રીકલ મા વધારે પડતા સીએસએફ (csf) ના એક્યુમ્યુલેસન ને હાઇડ્રોસેફેલિસ કહેવામા આવે છે.
જે સીએસએફ નુ કોરોઈડ પ્લેક્સસ મા વધારે પડતા પ્રોડક્શનના કારણે થાય છે અથવા તો સીએસએફ ના સરર્ક્યુલેશન ના પાથવે માં બ્લોક થવાના કારણે જોવા મળે છે
તે બે કારણોથી થાય છે.
કંજેનાઈટલ (જન્મ જાત)
અને
એકવાયર્ડ
તેમા હેડ નો સરકમફરન્સ નોર્મલ કરતા વધારે જોવા મળે છે.
તેની ટ્રીટમેન્ટમા મેડિસિન્સ નો યુસ કરીને સીએસએફ ના પ્રોડક્શન ને ઘટાડવામા આવે છે. આ ઉપરાંત સર્જરી (વીપી શન્ટ) કરી સીએએફ ને બ્રેઇન માંથી ડ્રેઇન કરવામાં આવે છે.
6. Battered Child syndrome બેટર્ડ ચાઈલ્ડ સિન્ડ્રોમ
જ્યારે બાળકને તેના માતા પિતા અથવા બીજા એડલ્ટ દ્વારા તેને ફિઝિકલ ઇન્જરી અથવા સેક્સુલ એબ્યુસ અથવા સાયકોલોજીકલ હાર્મ કરવામા આવે તેને બેટર્ડ ચાઈલ્ડ સિન્ડ્રોમ કહેવામા આવે છે. આ નોન એક્સીડેન્ટલ ઇન્જરી છે.
કારણો
હસબન્ડ દ્વારા પ્રેગનેટ વાઈફ ઉપર વાયોલન્સ કરવું
માતા-પિતા દ્વારા જોરથી બાળકને પકડવો જેના કારણે નખના સ્ક્રેચ બાળકના સ્કીન પર જોવા મળે
બાળકને ફોર્સ દ્વારા માઉથ ઓપન કરીને ફૂડ આપવુ
અનવોન્ટેડ બાળકો હોય ત્યારે
આમા સ્પેશિયલ એજન્સીની મદદથી ઇન્વેસ્ટીકેશન કરીને મેનેજમેન્ટ કરવામા આવે છે.
7.Restraints રીસ્ટ્રેઈન્ટસ
તે પ્રોટેક્ટીવ અને મિકેનિકલ ડિવાઇસ છે, જે મૂવમેન્ટ ને મીનીમાઇઝ કરે અને બાળકને ઇન્જરી થતા પ્રોટેક કરે છે. રીસ્ટે્ન તે લીનન, કેનવાસ, લીથર પ્લાસ્ટિક, મેટલ ,અને લાકડાનું, બનેલું હોય છે.
હેતુઓ
બાળકનુ ફિઝિકલ એક્ઝામિનેશન કરવા માટે
બાળકને સેફટી પ્રોવાઇડ કરવા માટે
ડાયગ્નોસીસ અને થેરાપ્યુટી પ્રોસિજર માટે
બાળકને ઇન્જૂરી થતા પ્રિવેન્ટ કરવા
રીસ્ટ્રેઇન તે વધારે ટાઇટ ન હોવુ જોઈએ કે જેના કારણે સર્ક્યુલેશનમા ઇન્ટરફિયર થાય
કોટન પેડ નો યુઝ કરવો જેથી બાળકને કમ્ફર્ટ માટે
રિસ્ટ્રેઇન ૨૦ થી ૩૦ મિનિટના અંતર ગાળામાં ચેક કરતું રહેવુ
ટાઈપ ઓફ રીસ્ટ્રેઇન
મમ્મી રિસ્ટ્રેઇન
એલ્બો રિસ્ટેઇન
એબડોમીનલ રિસ્ટ્રેઇન
જેકેટ રિસ્ટ્રેઇન
સેફટી બેલ્ટ રીસ્ટે્ઇન
8. Mental Retardation– મેન્ટલ રીટાર્ડેશન
મેન્ટલી રીટાર્ડેશન તે જનરલાઈઝ ડીસઓર્ડર છે. જેમા કોગનિટિવ ફંક્શન ઈમપેર્ડ જોવા મળે છે અને બે કે બે કરતાં વધારે એડપટીવ બિહેવિયર ડેફિસિટી જોવા મળે છે જે 18 વર્ષ પહેલાં જોવા મળે છે.
ટાઈપ ઓફ મેન્ટલી રિટારડેશન
માઈલ્ડ=50-70 આઈ ક્યુ
મોડરેટ=35-50 આઇ ક્યુ
સિવિયર=20-35 આઈ ક્યુ
પ્રો ફાઉન્ડ=લેસ ધેન 20 આઈ ક્યુ
Q-6 (A) Fill in the blanks. ખાલી જગ્યા પુરો. 05
1) In under five clinic the central triangle which is red in color indicates___ અન્ડર ફાઈવ કલીનીક હેઠળ ના ચિહ્નમાં વચ્ચેનો લાલ કલરનો ત્રિકોણ સુચવે છે____ફેમિલી પ્લાનિંગ
2)____Shock occur as a result of an ante allergic reaction. એક્યુટ એલર્જીક રિએકશનના કારણે ____શોક થાય છે. એનાફાઈલેટીક શોક
3) B.C.G vaccination is done to prevent the ___disease. બી.સી.જી રસી_____રોગને રોકવા માટે અપાય છે. ટ્યુબરકયુલોસિસ
4) ____disease is called “Like the joints and bite the heart” ___ રોગને ‘સાંધાઓ ગમે છે અને હૃદય ને બાઈટ કરે છે” તેવું કહેવામાં આવે છે. રૂમેટિક ફીવર
5) The full form of UNICEF is___ UNITED NATIONS CHILDRENS EMERGENCY FUND યુનિસેફ નું પૂર્ણનામ ____છે.યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચાઈલ્ડ ઇમરજન્સી ફન્ડ
(B) State whether following statements are True or False. 05 નીચેના વિધાનો ખરા છે કે ખોટાં તે જણાવો
1) Bulging fontanel suggests dehydration.- ઉપસેલું ફોન્ટાનલ એ ડીહાઈડ્રેશન છે એવુ સૂચવે છે. ❌
2) Lumber puncture procedure is used to diagnose the meningitis. લમ્બર પંચર પ્રોસીઝર એ મેનીન્જાઈટસના નિદાન માટે થાય છે. ✅
3) IQ below 20 is considered as profound mental retardation. retardation. જેમનો આઈ.કયુ ૨૦ કરતા ઓછો હોય તેને પ્રોફાઉન્ડ મેન્ટલ રીટાર્ડેશન કહેવામાં આવે છે. ✅
4) Rabies is a fatal viral infection of central nervous system. હડકવા એ સેન્ટ્રલ નર્વસ સીસ્ટમ પર અસર કરતો ઘાતકીય વિષાણું જન્ય રોગ છે. ✅
5) One Anganwadi covers 5000 population in each village. એક આંગણવાડી દરેક ગામમા ૫૦૦૦ ની વસ્તીને કવર કરે છે. ❌