skip to main content

MSN 2 EMERGENCY AND DISASTER NURSING UNIT 11

EMERGENCY AND DISASTER NURSING.

  • Write definitions of disaster (રાઇટ ડેફીનેશન ઓફ ડિઝાસ્ટર)

ડિઝાસ્ટર એ એક પ્રકારની ઇવેન્ટ અથવા અકરન્સ છે જે ડેમેજ, ઇકોલોજીકલ ડિસરપ્શન, લોસ ઓફ હ્યુમન લાઇફ તેમજ હેલ્થ તથા હેલ્થ સર્વિસીસનું ડિસ્ટોરેશનનું કારણ બને છે જે અસરગ્રસ્ત કોમ્યુનિટી અથવા એરિયાના આઉટસાઇડ રહેલા લોકોના એક્સ્ટ્રાઓર્ડિનરી રિસ્પોન્સ મેળવવા માટે પૂરતા પ્રમાણમાં છે. ~ WHO 1995

ડિઝાસ્ટર એ એક પ્રકારની ઇવેન્ટ છે જે નેચરલ અથવા મેનમેડ હોઈ શકે છે જેને કારણે હ્યુમન સફરિંગ જોવા મળે છે એટલે કે હ્યુમન સફર થાય છે અને તેને કારણે હ્યુમન નીડ ક્રીએટ થાય છે અને તેને પીડિત સહાય વિના દૂર કરી શકાતી નથી.(એટલે કે આ વિકટિમની નીડને આસિસ્ટન્ટ વગર એલીવીયેટ કરી શકતા નથી) ~ અમેરિકન રેડ ક્રોસ (ARC)

ડિઝાસ્ટર એ સડન, કેટાસ્ટ્રોફિક (આપત્તિજનક) ઇવેન્ટ છે, જે સિગ્નિફિકન્ટ ડિસરપ્શન, ડેમેજ અને ડિસ્ટ્રકશન કરે છે જેને કારણે પોટેન્શિયલી લાઈફ લોસ થતી જોવા મળે છે.

ડિઝાસ્ટર એ નેચરલ અથવા મેનમેડ ઇવેન્ટ છે જેને કારણે વ્યાપક પ્રમાણમાં હ્યુમન લોસ જોવા મળે છે તેમજ આજીવિકા, પ્રોપર્ટી અને લાઈફ લોસ પણ જોવા મળે છે.

  • Write meaning of disaster (રાઇટ મીનિંગ ઓફ ડિઝાસ્ટર)

D – detection
I – incident command
S – safety & security
A – assess
S – support
T – triage & treatment
E – evaluation
R – recovery

  • Write effects of disaster (રાઇટ ઇફેક્ટસ ઓફ ડિઝાસ્ટર)

ડેથ

ડિસેબિલિટી

ઇનક્રીઝ ઇન કોમ્યુનિકેબલ ડીઝીસ

સાયકોલોજીકલ પ્રોબ્લેમ

ફૂડ શોર્ટેજ

સોસીયોઇકોનોમિક લોસ

શોર્ટેજ ઓફ ડ્રગ એન્ડ મેડિકલ સપ્લાય

એન્વાયરમેન્ટલ ડિસરપ્શન

  • Write types of disaster ડિઝાસ્ટરના મુખ્યત્વે બ ટાઇપ પડે છે :

નેચરલ ડિઝાસ્ટર

મેનમેડ ડિઝાસ્ટર

Natural disaster (નેચરલ ડિઝાસ્ટર)

નેચરલ ડિઝાસ્ટરને નેચરલ કેલેમિટિઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં વેધર અથવા એનવાયરમેન્ટલ ઇવેન્ટસને કારણે સિગ્નિફિકન્ટ ડેમેજ, લોસ ઓફ લાઇફ અને ડિસરપ્શન જોવા મળે છે.

અર્થકવેક (ભૂકંપ) : ટેકટોનિક પ્લેટમાં મૂવમેન્ટ થવાને કારણે ગ્રાઉન્ડમાં સડન અને વાયોલન્ટ શેકિંગ જોવા મળે છે. જેના કારણે બિલ્ડિંગ કોલેપ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેમેજ, લેન્ડસ્લાઇડ (ભૂસ્ખલન) જોવા મળે છે.

વોલકેનિક ઇરપ્શન (જ્વાળામુખી ફાટી નીકળવો) : વોલ્કેનોમાંથી એક્સપ્લોસિવ અથવા ઇફ્યુસિવ મેગ્મા, એશ અને ગેસ બહાર નીકળે છે જેને વોલકેનિક ઇરપ્શન તરીકે ઓળખવામાં આવે છે. જેને કારણે લાવા ફલો, એશ કલાઉડ, પાયરોક્લાસ્ટિક ફલો, એર ટ્રાવેલ ડિસરપ્શન અને હેલ્થ હેઝાર્ડ જોવા મળે છે.

ત્સુનામી : અન્ડર વોટર ડિસ્ટર્બન્સ થવાને કારણે ઓશયનમાં લાર્જ વેવ્સની સીરીઝ જોવા મળે છે. જેને કારણે કોઅસ્ટલ ફલોડિંગ (દરિયાકાંઠાના વિસ્તારમાં પૂર), ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડિસરપ્શન, સિગ્નિફિકન્ટ લોસ ઓફ લાઇફ જોવા મળે છે.

ફ્લડ (પુર) : ડ્રાય લેન્ડ પર વોટરનો ઓવર ફલો થવો. એટલે કે લેન્ડ એ વોટરથી કવર થવો. જેને કારણે વોટર ડેમેજ, પ્રોપર્ટી ડિસ્ટ્રકશન, વોટર સપ્લાય કન્ટામીનેટેડ થાય છે.

સાયકલોન (ચક્રવાટ) , તુફાન, હરિકેન (વાવાઝોડું) : પાવરફૂલ ટોપીકલ સ્ટ્રોમ જોવા મળે છે જેને કારણે હાઇ વાઇન્ડ અને હેવી રેઇનફોલ જોવા મળે છે.

ટોર્નેડો : ટોર્નેડો એ વાયોલેન્ટલી રોટેટ કરતો હવાનો સ્તંભ છે જે અર્થ અને ક્યુમ્યુલોનિમ્બસ ક્લાઉડની બને સરફેસ સાથે જોડાયેલ હોય છે.

ડ્રોટ (દુકાળ) : લાંબા સમય સુધી રેઇનફોલ ન થવાને કારણે વોટરની શોર્ટેજ જોવા મળે છે. જેને કારણે ક્રોપ ફેલિયર (પાક નિષ્ફળતા), પાણીની અછત, વાઇલ્ડ ફાયર જોવા મળે છે.

લેન્ડસ્લાઇડ એન્ડ મડસ્લાઇડ (ભૂસ્ખલન) : રોક, સોઇલ અને ડેબ્રિસમાં જોવા મળતી ડાઉનહિલ મુવમેન્ટ લેન્ડસ્લાઇડ તરીકે ઓળખવામાં આવે છે. જેને કારણે પ્રોપર્ટી ડેમેજ, રોડ બ્લોકેજ, ફેટાલીટી અને ઇનજરી જોવા મળે છે.

વાઇલ્ડફાયરસ : જંગલોમાં જોવા મળતી અનકન્ટ્રોલ ફાયરને વાઇલ્ડફાયરસ તરીકે ઓળખવામાં આવે છે. જેને કારણે ફોરેસ્ટ ડિસ્ટ્રકશન, પ્રોપર્ટી લોસ, એર ક્વોલિટી ડીગ્રેડેશન અને લોસ ઓફ લાઇફ જોવા મળે છે.

બ્લિઝાર્ડ એન્ડ સ્નોસ્ટ્રોમ (હિમવર્ષા) : સિવિયર સ્નોસ્ટ્રોમ સાથે હાઇ વાઇન્ડ અને લો વિઝીબીટી મળે છે. જેના કારણે ટ્રાન્સપોર્ટેશન ડિસ્ટર્બન્સ, હાઇપોથર્મિયા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેમેજ જોવા મળે છે.

હિટવેવ : એક્સકેસિવ હાઇ ટેમ્પરેચર લાંબા સમય સુધી જોવા મળે છે જેને હિટવેવ તરિકે ઓળખવામાં આવે છે. જેને કારણે હીટસ્ટ્રોક, એગ્રીકલ્ચર ડેમેજ જોવા મળે છે.

ડસ્ટ સ્ટ્રોમ : સ્ટ્રોંગ વિન્ડને કારણે હવામાં લાર્જ પ્રમાણમાં ડસ્ટ જોવા મળે છે. જેને કારણે રિડયુસ વિસીબીલીટી, રેસ્પાયરેટરી હેલ્થ ઇસ્યુ જોવા મળે છે.

Manmade disaster (મેનમેડ ડિઝાસ્ટર)

મેનમેડ ડિઝાસ્ટરને એન્થ્રોપોજેનિક ડિઝાસ્ટર તરિકે ઓળખવામાં આવે છે. જે એક પ્રકારની ઇવેન્ટ છે જે હ્યુમન એક્શન અને નેગલીજન્સીના પરિણામે જોવા મળે છે. જેને કારણે હ્યુમન હેલ્થ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્વાયરમેન્ટ પર તેની સિગ્નિફિકન્ટ અસર જોવા મળે છે.

ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ : એક્સિડન્ટ જેમ કે કેમિકલ સ્પિલ, એક્સપ્લોસન, ટોક્સિક રિલિઝ જેવી કન્ડીશનને કારણે હ્યુમન લાઇફ પર તેની સિગ્નિફિકન્ટ અસર જોવા મળે છે. જેમકે ભોપાલ ગેસ દુર્ઘટના (1984)

ન્યુક્લિયર એક્સિડન્ટ : ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ફેઇલ જવાને કારણે રેડિયોએક્ટિવ મટીરીયલ રિલીઝ થાય છે. ઉદાહરણ તરીકે ચેર્નોબિલ ડિઝાસ્ટર – યુક્રેન

એનવાયરમેન્ટલ પોલ્યુશન : ડિફોરેસ્ટેશન, ઇમપ્રોપર વેસ્ટ ડિસપોસલ, એર અને વોટર પોલ્યુશનને લોંગ ટર્મ એન્વાયરમેન્ટલ ડીગ્રેડેશન જોવા મળે છે.

ટ્રાન્સપોર્ટેશન એક્સિડન્ટ : મેજર એક્સિડન્ટ જેમકે વિહિકલ, ટ્રેન, શિપ અને એર પ્લેનમાં થતા એક્સિડન્ટને કારણે સિગ્નીફિકન્ટ કેસ્યુલીટી અને પ્રોપર્ટી ડેમેજ જોવા મળે છે.

સ્ટ્રકચરલ ફેલિયર : ડિઝાઇન ફલો, મેન્ટેનસ ફેલિયર અને પુર કંસ્ટ્રકશનને કારણે બિલ્ડિંગ, બ્રિજ તેમજ બીજા સ્ટ્રકચર એ કોલેપ્સ થય જાય છે. જેમકે મોરબી પુલ દૂર્ઘટના

કોન્ફ્લિક્ટ એન્ડ ટેરિરીઝમ : વોર્સ, ટેરિરીઝમ એક્ટને કારણે મોટા પ્રમાણમાં ડિસ્ટ્રકશન, ડિસ્પ્લેસમેન્ટ અને લાઇફ લોસ જોવા મળે છે. જેમકે સીરિયન સિવિલ વોર, 11 એટેક ઇન યુનાઇટેડ સ્ટેટ (2001)

  • Write phases of disaster management (રાઇટ ફેઝિસ ઓફ ડિઝાસ્ટર મેનેજમન્ટ)

ડિઝાસ્ટર મેનેજમન્ટ માટે મુખ્યત્વે ચાર ફેઝિસનો ઉપયોગ કરવામાં આવે છે જે નીચે મુજબ છે :

1) મિટીગેશન ફેઝ
2) પ્રિપેડનેસ ફેઝ
3) રિસ્પોન્સ ફેઝ
4) રિકવરી ફેઝ

1) મિટીગેશન ફેઝ :

મિટીગેશન ફેઝમાં ડિઝાસ્ટર અકરન્સને પ્રિવેન્ટ કરવા તેમજ ડિઝાસ્ટરથી ડેવલોપ થતા હેઝાર્ડ્સને પ્રિવેન્ટ કરવા તેમજ તેની સિવીયારિટીને રીડ્યુસ કરવા માટેના એફોર્ટ કરવામાં આવે છે. જેમાં બિલ્ડિંગ કોડ, લેન્ડ યુઝ પ્લાનિંગ, એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ જેવી એક્ટિવિટી કરવામાં આવે છે.

2) પ્રિપેડનેસ ફેઝ :

આ ફેઝમાં ડિઝાસ્ટરના રિસ્પોન્સ માટે વ્યક્તિ અને કોમ્યુનિટી કેટલી પ્રિપેડ છે તે એન્સ્યોર કરવા માટેના મેઝર લેવામાં આવે છે. જેમાં ઇમરજન્સી પ્લાન ડેવલોપમેન્ટ, ટ્રેનિંગ એક્સરસાઇઝ, પબ્લિક એજ્યુકેશન કેમ્પેનગ્સ તેમજ જરૂરી સપ્લાય અને ઈકવીપમેન્ટ સ્ટોકમાં રાખવા જેવી એક્ટિવિટી કરવામાં આવે છે.

3) રિસ્પોન્સ ફેઝ :

આ ફેઝમાં ડિઝાસ્ટર બાદ તરત જ લાઇફ સેવ કરવા અને ડિઝાસ્ટરથી થતાં ડેમેજને પ્રિવેન્ટ કરવા માટે ઇમિડીયેટ એક્શન લેવામાં આવે છે. જેથી સેફટીને એન્સ્યોર કરી શકાય અને ઈમરજન્સી સર્વિસીસ પ્રોવાઇડ કરી શકાય. આ ફેઝમાં સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન, ઇમરજન્સી શેલ્ટરીંગ અને મેડિકલ કેર જેવી એક્ટિવિટી કરવામાં આવે છે.

4) રિકવરી ફેઝ :

રિકવરી ફેઝમાં અફેક્ટેડ એરિયા અને કોમ્યુનિટીને રિકવર કરવાની એક્ટિવિટી કરવામાં આવે છે. આ ફેઝ દરમિયાન કોમ્યુનિટી એ ડેમેજ થયેલા હોમ અને બિઝનેસને રીપેર, રિબિલ્ડ અને રિઓલોકેટ કરે છે તેમજ કોમ્યુનિટીના લોકોની હેલ્થ અને ઇકોનોમિક વાઈટાલીટી રીસ્ટોર કરવામાં આવે છે. આ એક લોંગ ટર્મ પ્રોસેસ છે જેમાં ઇન્ફ્રાસ્ટ્રકચરને રિબિલ્ડ કરવું, ઓનગોઈંગ સોશિયલ સર્વિસીસ પ્રોવાઈડ કરવી, ઇકોનોમિક રિડેવલોપમેન્ટ કરવું જેવી એક્ટિવિટી કરવામાં આવે છે.

Emergency preparedness (ઇમરજન્સી પ્રિપેડનેસ)

  • ઇમરજન્સી પ્રિપેડનેસ એટલે કે પોટેન્શિયલ ઈમરજન્સી સિચ્યુએશનમાં સેફ્ટી અને રેજીલિયન્સને એન્સ્યોર કરવા માટે કરવામાં આવતું પ્લાનિંગ અને પ્રિપેરેશન.
  • ઇમરજન્સી પ્રિપેડનેસમાં પ્લાનિંગ, રિસોર્સિસ ઓર્ગેનાઈઝ કરવા, પ્રોટેકટીવ મેઝર લેવા જેવી એક્ટિવિટીનો સમાવેશ થાય છે.
  • ઇમરજન્સી પ્રિપેડનેસ માટે નીચે મુજબના કી સ્ટેપનો ઉપયોગ કરવામાં આવે છે.

✓ રિસ્ક અસેસમેન્ટ :

  • પોટેન્શિયલ ઈમરજન્સી અથવા પોટેન્શિયલ હેર્ઝાડને (નેચરલ ડિઝાસ્ટર, ટેકનોલોજીકલ ઇન્સિડન્ટ, પેન્ડેમિક) આઈડેન્ટિફાઇડ કરવા.
  • આ હેર્ઝાડની કોમ્યુનિટી અને ઓર્ગેનાઈઝેશન પર થયેલ ઇમ્પેક્ટને અસેસ કરવી.

✓ ઇમરજન્સી પ્લાન્ટ ડેવલપમેન્ટ :

  • ડિફરન્ટ ટાઈપની ઇમરજન્સી માટે કોમ્પ્રેહેન્સિવ ઈમરજન્સી પ્લાન ક્રીએટ કરવો.
  • જેમાં ઇવાક્યુએશન રૂટ, કોમ્યુનિકેશન સ્ટ્રેટેજીસ, રોલ્સ અને રિસ્પોન્સિબિલિટીનો સમાવેશ કરવો.
  • આ પ્લાન એ કોમ્યુનિટીની સ્પેશિયલ નીડને (ચાઇલ્ડ, અલ્ડર્લી, ડીસેબિલિટી ધરાવતા લોકો નો પણ સમાવેશ કરવો) કવર કરતો હોવો જોઈએ તે માટે ઈન્સ્યોર હોવા જોઈએ.

✓ કોમ્યુનિકેશન પ્લાન :

  • ઇમરજન્સી પહેલા ઇમરજન્સી દરમિયાન અને ઇમરજન્સી બાદ ક્લીઅર કોમ્યુનિકેશન ચેનલ ઈસ્ટાબ્લિશ કરવી.
  • જેમાં ફેમિલી મેમ્બર, એમ્પ્લોઇસ અને ઇમર્જન્સી સર્વિસીસ સાથે કોન્ટેક્ટ કરવાની મેથડનો સમાવેશ કરવો.
  • કોમ્યુનિકેશન માટે મલ્ટીપલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો જેમકે ફોન, ઈમેલ, સોશિયલ મીડિયા.

✓ ઇમરજન્સી કીટ :

  • જરુરી સપ્લાય સાથે ઇમર્જન્સી કીટ પ્રિપેર કરવી. જેમકે ફૂડ, વોટર, મેડિકેશન, ફર્સ્ટ એડ સપ્લાય, ફ્લેશ લાઈટ, બેટરી.
  • હોમ, કાર અને વર્ક પ્લેસ માટે કસ્ટમાઇઝ કીટ આપવી.
  • કીટ એ આસાનીથી મળી રહે તેમજ તેને અપડેટ કરતી રહેવી એ માટે એન્સ્યોર રહેવું.

✓ ટ્રેનિંગ એન્ડ એજ્યુકેશન :

  • ટ્રેનિંગ સેશન અને ડ્રિલ રેગ્યુલર કંડક કરવા.
  • કોમ્યુનિટીના લોકોને ઇમરજન્સી પ્રોસિજર અને સેફટી મેજર વિશે એજ્યુકેટ કરવા.
  • કોમ્યુનિટીના લોકોને ફર્સ્ટ એડ અને સીપીઆર ટ્રેનિંગ પ્રોવાઈડ કરવી.

✓ પાર્ટનરશિપ એન્ડ કોઓર્ડીનેશન :

  • લોકલ ઓથોરિટીસ, ઈમરજન્સી સર્વિસીસ તેમજ બીજા ઓર્ગેનાઈઝેશન સાથે કોલાબેરેટ કરવું.
  • કોમ્યુનિટી ઈમરજન્સી પ્લાનિંગ કમિટી અને નેટવર્ક સાથે પાર્ટિસિપેટ કરવું.
  • ઓવર ઓલ પ્રિપેડનેસને સ્ટેનધેન કરવા માટે ઇન્ફોર્મેશન અને રિસોર્સિસને શેર કરવા.

✓ રિવ્યુ એન્ડ અપડેટ પ્લાન :

  • ઈમરજન્સી પ્લાનનો રેગ્યુલર રીવ્યુ લેવો તેમજ તેને રેગ્યુલર અપડેટ કરવો.
  • ડ્રિલ અને એક્ચ્યુઅલ ઇમરજન્સી બાદ આફ્ટર એક્શન રિવ્યુ કંડકટ કરવો.

Write nurses role in disaster management (રાઇટ નર્સિસ રોલ ઇન ડિઝાસ્ટર મેનેજમેન્ટ)

ડિઝાસ્ટરના મેનેજમેન્ટ માટે નર્સ એ ક્રિટીકલ રોલ પ્લે કરે છે. નર્સ એ પ્રિપેડનેસ, રિસ્પોન્સ, રિકવરી અને મિટીગેશન દરમિયાન નીચે મુજબનો રોલ પ્લે કરે છે :

✓ પ્રિપેડનેસ :

  • ટ્રેનિંગ એન્ડ એજયુકેશન પ્રોવાઇડર :

નર્સ એ ડિઝાસ્ટર રિસ્પોન્સ માટેની સ્પેસલાઇઝ ટ્રેનિંગ રિસીવ કરેલી હોવી જોઇએ. જેમકે ફર્સ્ટ એડ, ટ્રાયેજ, ઇમરજન્સી કેર. આ ઉપરાંત નર્સ એ બીજા લોકોને તેના વિશે એજયુકેશન પ્રોવાઇડ કરતી હોવી જોઇએ.

  • પ્લાનિંગ :

નર્સ એ ડિઝાસ્ટર પ્રિપેડનેસ માટે યોગ્ય પ્લાનિંગ કરવું. ડિઝાસ્ટર રિસ્પોન્સ પ્લાન ડેવલપ કરવા માટે તેમાં પાર્ટિસિપેટ કરવું.

  • કોમ્યુનિટી એજયુકેશન :

નર્સ એ કોમ્યુનિટીના લોકોને ડિઝાસ્ટર પ્રિપેડનેસ વિશે એજયુકેશન પ્રોવાઇડ કરવું. જેમ કે પર્સનલ સેફ્ટી મેઝર, ઇમરજન્સી પ્રોસિજર

✓ રિસ્પોન્સ :

  • ટ્રાયેજ એન્ડ ઈમીડીએટ કેર પ્રોવાઇડર:

નર્સ એ ટ્રાયેજ પર્ફોર્મ કરતી હોવી જોઇએ જેથી ઇન્જરીના સિવીયારીટીની આધારે પ્રાયોરિટી વાઇસ કેર પ્રોવાઇડ કરી શકાય અને ઇમિડિયેટ કેર પ્રોવાઇડ કરી શકાય.

  • રિસોર્સિસ મેનેજમેન્ટ:

નર્સ એ મેડિકલ સપ્લાયને મેનેજ કરતી હોવી જોઈએ અને રિસોર્સિસના એફેસિયન્ટ યુઝ માટે એનસ્યોર હોવી જોઇએ.

  • કોલાબેટર :

નર્સ એ અધર હેલ્થકેર પર્સનલ, ઇમરજન્સી સર્વિસિસ, ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ સાથે કોલાબેશન કરતી હોવી જોઇએ.

  • સાઈકોલોજીકલ સપોર્ટર :

ડિઝાસ્ટરથી અફેકટ થયેલા વિક્ટીમના ફેમિલી મેમ્બરને સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

✓ રિકવરી :

  • કેર પ્રોવાઇડર :

ડિઝાસ્ટર સર્વાયવરને ઓનગોઈંગ મેડિકલ કેર પ્રોવાઇડ કરવી.

  • સપોર્ટ સર્વિસિસ પ્રોવાઇડર :

નર્સ એ દરેક ઇન્ડિવિડયુલને રિસોર્સિસ તેમજ સપોર્ટ સર્વિસ સાથે કનેક્ટ કરવાં.

  • કોમ્યુનિટી હેલ્થ :

કોમ્યુનિટી હેલ્થ ટ્રેન્ડસને મોનીટર કરવા તેમજ પોસ્ટ ડિઝાસ્ટર સેટિંગમાં ડીઝીસ આઉટબ્રેકને પ્રિવેન્ટ કરવું.

  • રિહેબીલીટેટર :

લોંગ ટર્મ ઇન્જરી અને ડિસએબિલીટી ધરાવતાં લોકોને રિહેબીલીટેશન એફોર્ટમાં આસ્સિટ કરવા.

✓ મિટીગેશન :

  • રિસ્ક અસેસમેન્ટ :

કોમ્યુનિટી વલનીરેલેબિટીસને અસેસ કરવી તેમજ ડિઝાસ્ટર રિલેટેડ પોટેનશિયલ હેલ્થ રિસ્કને આઇડેન્ટીફાય કરવા.

  • પબ્લિક હેલ્થ ઇનીશિએટીવસ :

નર્સ એ પબ્લિક હેલ્થ ઇનીશિએટીવસને પ્રમોટ કરે છે જેમ કે વેક્સિનેશન કેમ્પેઇન, હેલ્થ એજયુકેશન. જેનાથી ડિઝાસ્ટર રિસ્કને રિડ્યુસ કરી શકાય.

  • એડવોકેટ :

નર્સ એ પોલિસી તેમજ પ્રેકટીસિસ માટે એડવોકોટ બનવું. જેથી કોમ્યુનિટી રેસિલીયન્સને ઇન્હાન્સ કરી શકાય અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ઇન્ફ્રાસ્ટ્રકચરને ઇમ્પ્રુવ કરી શકાય.

✓ સ્કીલ એન્ડ કમ્પેન્ટિસ :

  • ક્લિનિકલ સ્કીલ :

ઇમરજન્સી કેર અને ટ્રોમા કેર પ્રોવાઇડ કરવામાં માટેની ક્લિનિકલ સ્કીલ હોવી હોવી જોઈએ.

  • લિડરશીપ :

મલ્ટિડિસિપ્લિનરી ટીમને લીડ કરવાની તેમજ તેની સાથે કોર્ડીનેટ કરવાની એબિલિટી હોવી જોઈએ.

  • કોમ્યુનિકેશન :

નર્સ પાસે કોમ્યુનિકેશન સ્કીલ હોવી જોઈએ જેથી તે ક્રિટીકલ ઇન્ફોર્મેશનને ક્વિકલી અને ક્લીયરલી કન્વે કરી શકે.

  • એડપ્ટેબિલિટી :

નર્સ એ કોઇપણ એન્વાયરમેન્ટને એડપ્ટ કરી શકતી હોવી જોઇએ તેમજ તે પોતાના વર્કમાં ફ્લેકસિબલ હોવી જોઈએ.

  • કલ્ચરલ કમ્પેન્ટેન્સ :

નર્સ એ કલ્ચરલના ડિફરન્સને સમજી શકતી હોવી જોઈએ તેમજ તે કલ્ચરલને રિસ્પેક્ટ કરતી હોવી જોઈએ આ ઉપરાંત તે તેના કલ્ચરને ધ્યાનમાં રાખીને એકવીટેબલ કેર પ્રોવાઇડ કરતી હોવી જોઈએ.

EMERGENCY DISORDERS MSNAGEMENT.

Define triage (ડીફાઇન ટ્રાયેજ)

  • ટ્રાયેજ એ ફ્રેન્ચ વર્ડ ‘ટ્રાઇર’ પરથી ઉતરી આવેલ છે જેનો અર્થ ‘ટુ શોર્ટ આઉટ’ અથવા ‘ચુસ કરવું’ એવો થાય છે.
  • ટ્રાયેજ એ એક પ્રોસેસ છે જેનો ઉપયોગ ઇમરજન્સી તેમજ મેડિકલ સેટિંગમાં કરવામાં આવે છે જેમાં પેશન્ટને તેની કંડીશનની સિવિયારીટીને આધારે પ્રાયોરિટી આપવામાં આવે છે.
  • ટ્રાયેજમાં જે પેશન્ટને અર્લી ટ્રીટમેન્ટની જરૂર છે તેવા પેશન્ટને કલર કોડની મદદથી સેપરેટ કરીને અર્લી ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવામાં આવે છે.

Write types of triage (રાઇટ ટાઇપસ ઓફ ટ્રાયેજ)

1) સિમ્પલ ટ્રાયેજ :

જ્યારે માસ કેસયુલીટી ઇન્સિડન્સ હોય, પેશન્ટને તેની નીડના આધારે કવિકલી અસેસ અને કેટેગરાઇઝ કરવાના હોય અને રિસોર્સિસ લિમિટેડ હોય ત્યારે સિમ્પલ ટ્રાયેજનો ઉપયોગ કરવામાં આવે છે. સિમ્પલ ટ્રાયેજમાં START (સિમ્પલ ટ્રાયેજ એન્ડ રેપિડ ટ્રીટમેન્ટ) મેથડ તેમજ કલર કોડ સિસ્ટમ (રેડ, યલો, ગ્રીન અને બ્લેક) જેવી મેથડનો ઉપયોગ કરવામાં આવે છે.

2) એડવાન્સ ટ્રાયેજ :

એડવાન્સ ટ્રાયેજનો ઉપયોગ મુખ્યત્વે હોસ્પિટિલાઇઝ સેટિંગમાં કે જ્યાં વધારે રિસોર્સિસ અવાઇલેબલ હોય છે ત્યાં કરવામાં આવે છે જેમાં મોર ડીટેલમાં એક્સામીનેશન કરવામાં આવે છે. એડવાન્સ ટ્રાયેજમાં મુખ્યત્વે ઇમરજન્સી સિવીયારીટી ઇન્ડેક્સ (ESI) મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં પેશન્ટને લેવલ 1 (મોસ્ટ અર્જન્ટ) થી લઇને લેવલ 5 (લીસ્ટ અર્જન્ટ) સુધી કેટેગરાઇઝ કરવામાં આવે છે.

Write about color code of triage (રાઇટ અબાઉટ કલર કોડ ઓફ ટ્રાયેજ)

  • રેડ કલર :

રેડ મિન્સ ઇમરજન્સી. રેડ કલર ‘ઇમીડીયેટ શબ્દ’ ઇન્ડીકેટ કરે છે. એટલે કે લાઇફ થ્રેટનિંગ કન્ડીશન ધરાવતા વિક્ટીમને રેડ કલર આપવામાં આવે છે. એટલે કે તેવા લોકોને ઇમિડીયેટ ઇન્ટરવેનશન જરૂર છે. ઊદાહરણ તરીકે સિવિયર રેસ્પાયરેટરી ડિપ્રેશન, બ્રેઇન હેમરેજ

  • યેલો કલર :

યેલો મિન્સ અર્જન્ટ. આવા લોકો સીરીયસ કન્ડીશન ધરાવે છે પણ લાઇફ થ્રેટનિંગ નહિ આથી એટલે કે ઇમીડીયેટ ઇન્ટરવેનશનની જરૂર પડતી નથી.

  • ગ્રીન કલર :

ગ્રીન મિન્સ ડિલેયડ. માઈનર ઇન્જરી જેમ કે વુંડ જેવી ઇન્જરી માટે ગ્રીન કલર આપવામાં આવે છે.

  • બ્લેક કલર :

બ્લેક મિન્સ ડેસિઝડ (મૃત) ઓર એક્સપેક્ટન્ટ. જે લોકો ડેડ થય ગ્યા છે અથવા તો જેને સિવિયર ઇન્જરી થયેલ છે અને તે સરવાઇવ કરી શકે તેમ નથી તો તેવા લોકોને બ્લેક કલર આપવામાં આવે છે.

Write advantages of triage (રાઇટ એડવાન્ટેજીસ ઓફ ટ્રાયેજ)

  • પેશન્ટને તેની સિવીયારિટી અને અર્જન્સીના આધારે પ્રાયોરિટી આપવામાં આવે છે જેથી તેમને અર્લી ટ્રીટ કરી શકાય.
  • ડીફીકલ્ટ ડીસિઝનને ઇઝી કરવામાં ઉપયોગી છે.
  • રેપિડ ઇનીશ્યલ અસેસમેન્ટની સુવિધા આપવામાં આવે છે.
  • રિસોર્સિસ એ ઇફેક્ટિવલી યુઝ થાય છે અને તેનો વેસ્ટ પ્રિવેન્ટ થાય છે તેની ખાતરી થાય છે.
  • ક્રિટિકલ સર્વિસના વેઈટીંગ ટાઇમને મિનિમાઇઝ કરે છે.

  • Define obstruction of airway (ડિફાઇન ઓબસ્ટ્રકશન ઓફ એરવે)

આ એક લાઈફ થ્રેટનિંગ ઈમરજન્સી છે. જેમાં એરવે ઓબસ્ટ્રક થવાને કારણે રેસ્પાયરેટરી પેસેજ બ્લોક થઈ જાય છે જે એરવેના ફ્રી ફ્લોને અવરોધે છે.

Write causes of airway obstruction (રાઈટ કોઝ ઓફ એરવે ઓબસ્ટ્રકશન)

  • ફોરેન ઓબ્જેક્ટ : કોઈ ફોરેન ઓબ્જેક્ટને ઇન્હાલ અથવા ઇન્જેસ્ટ કરી લેવું. જે એરવેને બ્લોક કરે છે જેમ કે ફુડ પીસ, ટોયસ અથવા સ્મોલ આઈટમ
  • ઇન્ફેક્શન : એપીગ્લોટાઇટિસ તેમજ લેરિંગ્સ અને ફેરિંગ્સમાં ઇન્ફેક્શન થવાને કારણે ત્યાં ઇડીમા અને સ્પાસમ જોવા મળે છે. જેને કારણે એરવે બ્લોકેજ થાય છે.
  • ટ્રોમા : ફેસ અને નેકમાં ઇન્જરી થવાને કારણે અપર એરવેમાં ઓબસ્ટ્રકશન જોવા મળે છે. જેમકે ફ્રેક્ચર અને ડીસલોકેશન
  • એલર્જીક રીએકશન : સિવિયર એલર્જીક રીએકશનને કારણે એરવેમાં સ્વેલિંગ જોવા મળે છે જેના કારણે ઓબસ્ટ્રક્શન જોવા મળે છે.
  • ટ્યુમર : અપર એરવેમાં એબનોર્મલ ગ્રોથ અને ટ્યુમર થવાને કારણે એર પેસેજમાં બ્લોકેજ જોવા મળે છે.

Write clinical manifestations of airway obstruction (રાઈટ ક્લિનિકલ મેનીફેસટેશન ઓફ એરવે ઓબસ્ટ્રકશન)

અપર એરવે ઓબસ્ટ્રકશનમાં થવાને કારણે મેઇન સાઈન તરીકે ચોકિંગ જોવા મળે છે.

  • ચોકિંગ : ચોકિંગ માટેનું યુનિવર્સલ સાઇન ‘hand clutches to the throat’ એટલે કે ચોકિંગ દરમિયાન વ્યક્તિ પોતાના થ્રોટને જકડી રાખે છે.
  • ડિફિકલ્ટી ઇન બ્રિથિંગ
  • કફિંગ ઓર ગેગિંગ
  • સાઈનોસિસ
  • ડિસ્ટ્રેસ
  • રેસ્ટલેસનેસ
  • ડિફિકલ્ટી ઇન સ્પીકિંગ
  • એફોનીયા
  • રેસ્પાયરેટરી ડિસ્ટ્રેસ અને ડેથ

Write management of airway obstruction (રાઈટ મેનેજમેન્ટ ઓફ એરવે ઓબ્સ્ટ્રકશન)

  • અસેસમેન્ટ : ઓબસ્ટ્રકશનની સીવિયારીટી અસેસ કરવી. રેસ્પાયરેટરી ડિસ્ટ્રેસ માટેના સાઇન પ્રેઝન્ટ છે કે નહીં તે ચેક કરવું.
  • ક્લિયર ધ એરવે : એરવેને ક્લિયર કરવા માટે હેઇલમીચ મેન્યુઅર આપવા.
  • એડલ્ટ પેશન્ટની પાછળની બાજુ ઊભું રહેવું. બેલેન્સ બનાવવા માટે એક પગને બીજા પગથી સહેજ આગળ રાખવો. જો ચાઈલ્ડ હોય તો ગોઠણેથી પગ વાળી તેની પાછળ બેસવું.
  • પેશન્ટની કમરની બાજુમાં આર્મ હોલ્ડ કરવા.
    •ત્યારબાદ એક હાથથી મુઠ્ઠી બનાવવી અને એ મુઠ્ઠીના અંગૂઠાની બાજુને વ્યક્તિના પેટની સામે, નાભિની ઉપર અને પાંસળીની નીચે રાખવી.
  • બીજા હાથની મદદથી મુઠ્ઠીને પકડવી અને ઝડપથી ઉપરની તરફ એબ્ડોમેનમાં થ્રસ્ટ્સ પ્રોવાઇડ કરવો.
  • જો ઓબ્જેક્ટ હજુ સુધી બહાર ન આવ્યું હોય તો રીપિટેડ થ્રસ્ટ્સ પ્રોવાઇડ કરવા.
  • ચાઇલ્ડમાં થોડું ઓછું પ્રેસર એપ્લાય કરવું.
  • જો પેશન્ટ એ પ્રેગનેન્ટ હોય અને આર્મ એ સ્ટમકની અરાઉન્ડ રહેતા ન હોય તો પેશન્ટને ચેસ્ટ થ્રસ્ટ્સ પ્રોવાઇડ કરવા. ચેસ્ટ થ્રસ્ટ્સમાં હેન્ડને બ્રેસ્ટ બોન પર રાખવા અને થ્રસ્ટ્સ પ્રોવાઇડ કરવા.
  • ન્યુબોન અને ઇન્ફન્ટને બેક બ્લો પ્રોવાઇડ કરવા.
  • જેમાં બેબીને ફોરઆર્મમાં પ્લેસ કરવું અને જો ને ગ્રીપ કરી હેન્ડ વડે પાંચ બ્લેક બ્લો આપવા.
  • ઓપન ધ એરવે : પેશન્ટ એ કોન્સિયસ હોય અને તેને બ્રિથિંગમાં ડીફીકલ્ટી જોવા મળતી હોય તો પેશન્ટને ફોર્સ ફૂલી કફ બહાર કાઢવા માટે કહેવું જેથી ઓબસ્ટ્રક્શન બહાર આવી જાય.
  • કોલ ફોર હેલ્પ : જો ઓબ્સ્ટ્રકશન ક્લિયર ન થતો હોય અને પેશન્ટની કન્ડિશન વર્સન થતી હોય તો ઈમરજન્સી સર્વિસિસ માટે કોલ કરવો.
  • ઓક્સિજન થેરાપી : જો ઓક્સિજન અવેલેબલ હોય તો ઓક્સિજન લેવલ ઇમ્પ્રુવ કરવા માટે સપ્લીમેન્ટલ ઓક્સિજન પ્રોવાઈડ કરવો.

  • Define Hemorrhage (ડીફાઇન હેમરેજ)

હેમરેજ મિન્સ બ્લિડિંગ. જેમાં ડેમેજ થયેલ બ્લડ વેસેલ્સમાંથી બ્લડ લોસ થાય છે. જે બોડીની અંદર અથવા બહારની બાજુ જોવા મળે છે.

Write types of hemorrhage (રાઇટ ટાઇપ ઓફ હેમરેજ)

હેમરેજને મુખ્યત્વે બે ટાઇપમાં વહેચવામાં આવેલ છે :
1) એક્સ્ટરનલ હેમરેજ
2) ઇન્ટર્નલ હેમરેજ

1) એક્સ્ટરનલ હેમરેજ :

એક્સ્ટરનલ હેમરેજમાં બ્લિડિંગ એ વુંડ, એબ્રેશન અથવા ઇંન્જરી સાઇટ પરથી બોડીની બહારની છે તેમજ તે વિઝીબલ હોય છે.

2) ઇન્ટર્નલ હેમરેજ :

ઇન્ટર્નલ હેમરેજ માં બ્લિડિંગ એ બોડીની અંદરની બાજુ જોવા મળે છે. જેને એક્સ્ટરનલ હેમરેજની જેમ ઈમીડીયેટ વિઝીબલ કરી શકાતું નથી. જેમાં ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ, ગેસ્ટ્રો ઇનટેસટિનલ હેમરેજ, પલ્મોનરી હેમરેજનો સમાવેશ થાય છે.

✓ આર્ટરીયલ હેમરેજ : આર્ટરીમાં જોવા મળતાં બ્લિડિંગને આર્ટરીયલ હેમરેજ તરીકે ઓળખવામાં આવે છે. જે બ્રાઇટ રેડ કલરનું જોવા મળે છે. આર્ટરીયલ હેમરેજ એ સિવિયર તેમજ લાઇફ થ્રેટનિંગ હોય છે. જેને કન્ટ્રોલ કરવું મુશ્કેલ હોય છે.(કારણ કે આર્ટરીમાં બ્લડનું પ્રેશર વધારે હોય છે.

✓ વેનસ હેમરેજ : વેઇન જોવા મળતા બ્લિડિંગને ‘વેનસ હેમરેજ’ તરિકે ઓળખવામાં આવે છે. જે ડાર્ક રેડ કલરનું જોવા મળે છે. વેનસ હેમરેજ એ આર્ટરીયલ વે હેમરેજ કરતા લેસ સિવીયર હોય છે.

✓ કેપેલરી હેમરેજ : સ્મોલેસ્ટ બ્લડ વેસેલ્સ કેપેલરીમાં જોવા મળતા બ્લિડિંગને કેપેલરી હેમરેજ તરીકે ઓળખવામાં આવે છે. કેપેલરી હેમરેજમાં માઇનર કટ્સ અને એબ્રેશનમાંથી સ્મોલ માત્રામાં બ્લિડિંગ જોવા મળે છે.

Write causes of hemorrhage (રાઇટ કોસ ઓફ હેમરેજ)

  • ટ્રોમા ઓર ઇન્જરી (એક્સિડન્ટ, ફોલ ડાઉન, વાયોલન્સ)
  • મેડિકલ કન્ડીશન (હિમોફિલિયા, બ્લડ ક્લોટ્ટિંગ ડિસઓર્ડર, લિવર ડીઝીસ)
  • મેડીકેશન (બ્લડથિનર – વારફારીન, એસ્પિરિન)
  • સર્જરી
  • એન્યુરિઝમ
  • હાઇ બ્લડ પ્રેશર
  • કેન્સર
  • અલ્સર
  • ચાઇલ્ડ બર્થ

Write sign and symptoms of hemorrhage (રાઇટ સાઇન એન્ડ સિમ્પ્ટમ્સ ઓફ હેમરેજ)

✓ External bleeding

  • બ્લિડિંગ ફ્રોમ ઓપન વૂંડ
  • વિસીબલ બ્લિડિંગ
  • બ્રૂઇસિંગ
  • ડિસકલરેશન ઓફ સ્કીન
  • સ્વેલિંગ અરાઉન્ડ અફેકટેડ એરિયા

✓ internal hemorrhage :

ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ :

  • સિવિયર હેડએક
  • કન્ફ્યુશન ઓર અલ્ટરમેન્ટલ સ્ટેટસ
  • વિઝન પ્રોબ્લેમ
  • સિઝર
  • વિકનેસ ઓર નમ્બનેસ ઓન વન સાઇડ ઓફ બોડી

ગેસ્ટ્રો ઇન્ટેસટીનલ હેમરેજ :

  • બ્લડ ઇન વોમિટીંગ
  • બ્લડ ઇન સ્ટૂલ
  • એબ્ડોમિનલ પેઇન એન્ડ સ્વેલિંગ

પલ્મોનરી હેમરેજ :

  • બ્લડ ઓન કફ
  • ચેસ્ટ પેઇન
  • બ્રિથિંગ ડિફીકલ્ટી

✓ general symptoms :

  • રેપિડ એન્ડ શેલો બ્રિથિંગ
  • રેપિડ પલ્સ
  • હાઇપોટેન્શન
  • પેલ ઓર કલામી સ્કીન
  • વીકનેસ
  • ફટીગ
  • ડીઝીનેસ
  • લાઇટહેડનેસ

Write diagnostic evaluation of hemorrhage (રાઇટ ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન ઓફ હેમરેજ)

  • હિસ્ટ્રી કલેકશન
  • ફિઝિકલ એક્સામીનેશન
  • કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ
  • કોએગ્યુલેશન સ્ટડી
  • અલ્ટ્રાસાઉન્ડ
  • CT scan
  • MRI
  • એન્જિયોગ્રાફિ
  • એન્ડોસ્કોપી

Write management of hemorrhage (રાઇટ મેનેજમેન્ટ ઓફ હેમરેજ)

✓ ઇમીડીયેટ ફર્સ્ટ એડ કેર :

  • એપ્લાય પ્રેશર : ક્લીન ક્લોથ અથવા બેન્ડેજનો ઉપયોગ કરીને બ્લિડિંગ સાઇટ પર પ્રેશર એપ્લાય કરવું. જેથી બ્લિડિંગને કન્ટ્રોલ કરી શકાય.
  • એલીવેટ ધ એરિયા : જો લિમ્બમાંથી બ્લિડિંગ થતું હોય તો તેને હાર્ટ લેવલ સુધી એલીવેટ કરવો. જેથી તે એરિયાના બ્લડ ફ્લોને રિડયુસ કરી શકાય.
  • ઇમમોબીલાઇઝ એરિયા : ઇન્જરી થયેલ એરિયાને ઇમમોબીલાઇઝ કરવો. જેથી ફરધર થતાં ડેમેજને પ્રિવેન્ટ કરી શકાય.

✓ મેડિકલ મેનેજમેન્ટ :

માઇનર હેમરેજ :

  • ટોપિકલ હિમોસ્ટેટિક એજન્ટ : માઇનર બ્લિડિંગને કન્ટ્રોલ કરવા માટે ગોઝ સાથે હિમોસ્ટેટિક એજન્ટ લગાવવું.
  • સ્યુચર ઓર સ્ટેપલસ : સ્મોલ કટ્સ અને લેસરેશનને સ્યુચર અથવા સ્ટેપલસની મદદથી ક્યોર કરવામાં આવે છે.

મેજર હેમરેજ :

  • ટુર્નિકેટ : સિવિયર લિમ્બ બ્લિડિંગ વાળા કેસમાં ઇન્જરી સાઇટની ઉપર ટુર્નિકેટ એપ્લાય કરવો. જેથી બ્લડ ફલોને કન્ટ્રોલ કરી શકાય.
  • બ્લડ ટ્રાન્સફયુઝન : જો જરુર જણાય તો બ્લડને રિપ્લેસ બ્લડ ટ્રાન્સફયુઝન કરવું.
  • ઇન્ટ્રાવેનસ ફ્લુઇડ : બ્લડ પ્રેશર તેમજ ઓર્ગન પરફ્યુઝન મેનટેન કરવા માટે ઇન્ટ્રાવેનસ ફ્લુઇડ એડમિનિસ્ટર કરવું.
  • મેડીકેશન : બ્લિડિંગને કન્ટ્રોલ કરવા માટે ટ્રેનેક્સામિક એસિડ જેવી મેડીસીન એડમિનિસ્ટર કરવી.

✓ સર્જીક્લ ઇન્ટરવેન્શન :

  • લાઇગેશન ઓર કલેમ્પિંગ : બ્લિડિંગ વેસેલસને ટાયિંગ અથવા ક્લેમ્પ કરવી.
  • રિપેર ઓફ ઇનજરી ટિસ્યુ :

ડેમેજ થયેલ ઓર્ગન અથવા ટિસ્યુને સર્જીકલી રિમુવ કરવા.

✓ મોનિટરિંગ એન્ડ સપોર્ટ :

  • વાઇટલ સાઇન મોનિટરિંગ : પેશન્ટનું કંટીન્યુઅસ બ્લડપ્રેશર, પલ્સ, રેસ્પાયરેટરી રેટ અને ઓક્સિજન લેવલ મોનિટર કરવું.
  • ક્રિટીકલ કેર સપોર્ટ : સિવીયર કેસમાં પેશન્ટને ઇન્ટેનસિવ કેર યુનિટ (ICU) માં રાખવું. જેથી પેશન્ટનું ક્લોઝ મોનીટરિંગ કરી શકાય તેમજ એડવાન્સ ઇન્ટરવેનશન કરી શકાય.

  • Define shock (ડીફાઇન શોક)

શોક એ લાઇફ થ્રેટનિંગ કંડીશન છે. જેમાં બોડીને પૂરતા પ્રમાણમાં બ્લડ સપ્લાય મળતો નથી એટલે કે સેલ અને ટિસ્યુને પુરતા પ્રમાણમાં ઓક્સિજન અને ન્યુટ્રીયન્ટ મળતા નથી જેને કારણે પ્રોપરલી ફંકશન થતું નથી અને તેને કારણે સિવિયર ડેમેજ જોવા મળે છે.

Write types of shock (રાઇટ ટાઇપસ ઓફ શોક)

1) હાઇપોવોલેમિક શોક :

સિગ્નીફિકન્ટ બ્લડ અથવા ફ્લુઇડ લોસ થવાને કારણે હાઇપોવોલેમિયાની કંડીશન જોવા મળે છે અને તેને કારણે જોવા મળતા શોકને હાઇપોવોલેમિક શોક તરીકે ઓળખવામાં આવે છે.

2) કાર્ડિયોજનિક શોક :

હાર્ટ એટેક અથવા હાર્ટ ફેલિયર જેવી કન્ડીશનને કારણે હાર્ટ એ પૂરતા પ્રમાણમાં બ્લડ પમ્પ કરી શકતું નથી અને તેને કારણે જોવા મળતા શોકને કાર્ડિયોજનિક શોક તરીકે ઓળખવામાં આવે છે.

3) ડિસટ્રીબ્યુટિવ શોક :

ડિસટ્રીબ્યુટિવ શોકના બ્લડ વેસેલ્સ એ તેનો ટોન અને ડાયલેટ થવાની કેપેસિટી ગુમાવે છે. જે નીચે મુજબના કારણોસર જોવા મળે છે.

  • સેપ્ટિક શોક : સિવિયર ઇન્ફેક્શનને કારણે સિસ્ટેમિક ઇન્ફ્લામેશનની કન્ડીશન જોવા મળે છે અને તેને કારણે સેપ્ટિક શોક જોવા મળે છે.
  • એનાફાયલેટિક શોક : એનાફાયલેટિક રીએકશનને કારણે બ્લડ વેસેલસ કોન્સ્ટ્રીઇક્ટ થાય છે અને એનાફાયલેટિક શોકની કન્ડીશન જોવા મળે છે.
  • ન્યુરોજેનિક શોક : સ્પાઇનલ કોર્ડમાં ઇન્જરી થવાને કારણે વાસ્ક્યુલર ટોન લોસ થય જાય છે જેને કારણે ન્યુરોજેનિક શોકની કન્ડીશન જોવા મળે છે.

4) ઓબસ્ટ્રક્ટિવ શોક :

બ્લડ ફલોમાં જોવા મળતાં ફિઝિકલ ઓબસ્ટ્રકશનને કારણે સેલ અને ટિસ્યુને પૂરતા પ્રમાણમાં બ્લડ સપ્લાય મળતું નથી અને તેને કારણે ઓબસ્ટ્રક્ટિવ શોકની કન્ડીશન જોવા મળે છે. જેમ કે પલ્મોનરી એમ્બોલીઝમ

Write sign and symptoms of shock (રાઇટ સાઇન એન્ડ સિમ્પ્ટમ્સ ઓફ શોક)

  • લો બ્લડ પ્રેશર (હાયપોટેન્શન)
  • રેપિડ પલ્સ (ટેકીકાર્ડિયા)
  • રેપિડ બ્રિથિંગ (ટેકીપ્નીયા)
  • શોર્ટનેસ ઓફ બ્રિથ
  • સાયનોસિસ
  • કોલ્ડ એન્ડ ક્લામી સ્કીન
  • ઇનઇફેકટીવ ટિસ્યુ પરફ્યુઝન
  • થર્સ્ટ એન્ડ ડ્રાય માઉથ
  • કન્ફયુશન
  • લોસ ઓફ કોનસિયસનેસ
  • રેસ્ટલેસનેસ
  • વીકનેસ ઓર ફટીગ
  • ડિક્રીઝ યુરીન આઉટપુટ
  • ડાયલેટેડ પ્યુપિલ
  • નોઝિયા
  • વોમિટીંગ
  • સ્વેટિંગ

Write management of shock (રાઇટ મેનેજમેન્ટ ઓફ શોક)

  • વાસોકોન્સ્ટ્રિકટરસ : વાસોકોન્સ્ટ્રિકટરસ એ બ્લડ વેસેલસમાં આવેલ સ્મૂથ મસલ્સને કોન્ટ્રાક્ટ કરે છે. જેથી બ્લડ વેસેલસ કોન્સ્ટ્રિઇક્ટ થાય છે અને બ્લડ પ્રેશરમાં વધારો થાય છે. આ માટે એપિનેફ્રિન, નોરએપિનેફ્રિન ડ્રગનો ઉપયોગ કરવો.
  • આઇસોટ્રોપ : કાર્ડિયોજનિક શોક વાળા કેસમાં કાર્ડિયાક આઉટપૂટ ઇન્ક્રીઝ કરવા માટે આઇસોટ્રોપ મેડીસીનનો ઉપયોગ કરવો. જેમ કે ડોબ્યુટામાઇન
  • ફ્લુઇડ રિસક્સીટેશન : હાઇપોવોલેમિક તેમજ ડિસ્ટ્રીબ્યુટીવ શોક વાળા કેસમાં IV ફ્લૂઇડ એડમિનિસ્ટર કરવું. જેમકે નોર્મલ સલાઇન, રિંગર લેકટેટ
  • સ્પેસિફિક ટ્રીટમેન્ટ : શોક કયા પ્રકારનો છે તેમજ શોક માટે ક્યુ કારણ (કોસ) જવાબદાર છે તે જાણવું અને તે કોસને ટ્રીટ કરવો.
  • હિમોડાયનેમિક મોનિટરીંગ : કન્ટીન્યુઅસ ECG, બ્લડ પ્રેશર, સેન્ટ્રલ વેનસ પ્રેશર મોનીટર કરવું.

  • Define anaphylactic reaction (ડીફાઇન એનાફાયલેટિક રિએકશન)
  • એનાફાયલેટિક રિએકશન એ સિવિયર અને પોટેન્શિયલી લાઇફ થ્રેટનિંગ એલર્જીક રિએક્શન છે જે એલર્જનને થવાના થોડાક જ સમયમાં જોવા મળે છે.

Write sign and symptoms of anaphylactic reaction (રાઇટ સાઈન એન્ડ સિમ્પ્ટમ્સ ઓફ એનાફાયલેટિક રિએકશન)

✓ સ્કિન રિએકશન :

  • ઇચિંગ
  • હાઇવસ
  • રેડનેસ
  • સ્વેલિંગ ઇન ફેસ એન્ડ આઇ

✓ રેસ્પાયરેટરી સિમ્પ્ટમ્સ :

  • બ્રિથિંગ ડિફિકલ્ટી
  • કફિંગ
  • વ્હીઝિંગ
  • ચેસ્ટ ટાઇટનેસ

✓ કાર્ડિયો વાસ્ક્યુલર સિમ્પ્ટમ્સ :

  • રેપિડ ઓર ઇરરેગ્યુલેશન હાર્ટબીટ
  • પાલપીટેશન
  • લો બ્લડ પ્રેશર
  • ફેન્ટિંગ
  • ડિઝીનેસ
  • લાઇટહેડનેસ

✓ ગસ્ટ્રો ઇન્ટેસટિનલ સિમ્પ્ટમ્સ :

  • એબ્ડોમિનલ પેઇન
  • નોઝિયા
  • વોમિટીંગ
  • ડાયેરિયા

✓ અધર સિમ્પ્ટમ્સ :

  • એન્ઝાયટી
  • કનફ્યુઝન
  • સ્લર સ્પીચ
  • અનકોનસિયસનેસ

Write diagnostic evaluation of anaphylactic reaction (રાઇટ ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન ઓફ એનાફાયલેટિક રિએકશન)

  • હિસ્ટ્રી કલેક્શન
  • ફિઝિકલ એક્સામીનેશન
  • સિરમ ટ્રીપ્ટેસ
  • સ્કીન પ્રિક ટેસ્ટ
  • એલર્જન સ્પેસિફિક IgE ટેસ્ટિંગ
  • કમ્પલિટ બ્લડ કાઉન્ટ

Write management of anaphylactic reaction (રાઇટ મેનેજમેન્ટ ઓફ એનાફાયલેટિક રિએકશન)

  • કોલ ફોર ઇમરજન્સી : ઈમરજન્સી સર્વિસીસ માટે કોલ કરવો.
  • એપિનેફ્રિન એડમિનિસ્ટ્રેશન : એપિનેફ્રિન એ એનાફાયલેટિક રિએક્શન માટેની ચોઇસ ઓફ ડ્રગ છે. આથી એનાફાયલેટિક રિએક્શનને કંટ્રોલ કરવા માટે એપિનેફ્રિન એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે.
  • પોઝિશનિંગ : પેશન્ટને ફ્લેટ સરફેસ પર સુવડાવવું તેમજ પોસિબલ હોય તો લેગ એલિવેટ કરવા અને એરવે પેટેનસી મેન્ટેન કરવી.
  • ઓક્સિજન થેરાપી એન્ડ વેન્ટિલેશન : પેશન્ટને સપ્લીમેન્ટલ ઓક્સિજન પ્રોવાઇડ કરવો તેમજ જરૂર જણાય તો મિકેનિકલ વેન્ટિલેશન પ્રોવાઈડ કરવું.
  • કોર્ટિકોસ્ટીરોઇડ : ઇનફ્લામેશનને રિડ્યુસ કરવા તેમજ બાયફેસિક રીએકશનને પ્રિવેન્ટ કરવા માટે કોર્ટિકોસ્ટીરોઇડ ડ્રગ પ્રોવાઇડ કરવી.
  • એન્ટીહિસ્ટામાઈન : ઇ ચિંગ અને હાઇવસને રીલીવ કરવા માટે એન્ટી હિસ્ટામાઈન ગ્રુપની મેડિસિન પ્રોવાઈડ કરવી.
  • ફ્લુઇડ : હાઇપો ટેન્શનને મેનેજ કરવા માટે ઇન્ટ્રાવેનસ iv ફ્લુઇડ એડમીનિસ્ટર કરવું.
  • મોનિટરીંગ : કંટીન્યુઅસ વાઈટલ સાઇન મોનિટર કરવા તેમજ ટ્રીટમેન્ટ રિસ્પોન્સ માટે પણ મોનિટરીંગ કરવું.
  • Define abdominal trauma (ડીફાઇન એબ્ડોમિનલ ટ્રોમા)
  • એબ્ડોમિનલ કેવીટીમાં જોવા મળતા ઇન્જરી અથવા ટ્રોમાને એબ્ડોમિનલ ટ્રોમા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં એબ્ડોમિનલ કેવીટીમાં આવેલ ઓર્ગન અફેક્ટ થાય છે. જેમ કે સ્ટમક, લીવર, સ્પ્લીન, ઇન્ટેસટાઇન, કિડની, બ્લાડર

Write types of abdominal trauma (રાઇટ ટાઇપ ઓફ એબ્ડોમિનલ ટ્રોમા)

• બ્લન્ટ ટ્રોમા :

બ્લન્ટ ટ્રોમામાં એબ્ડોમેન પર ફોર્સ આવે છે જેને કારણે ઇન્ટર્નલ ઓર્ગન ડેમેજ થાય છે પરંતુ સ્કીન બ્રેક થતી નથી. જેમ કે ફોલ ડાઉન થવું. ડાયરેક્ટ બ્લો (કિક)

  • પેનેટ્રેટિંગ ટ્રોમા :

પેનેટ્રેટિંગ ટ્રોમામાં સ્કીન તેમજ એબ્ડોમિનલ વોલ બ્રેક થાય છે એટલે તેને પેનીટ્રેટ કરીને ઇન્ટર્નલ ઓર્ગનને ડેમેજ કરે છે. જેમ કે નાઇવસ, બુલેટ.

Write sign and symptoms of abdominal trauma (રાઇટ સાઇન એન્ડ સિમ્પ્ટમ્સ ઓફ એબ્ડોમિનલ ટ્રોમા)

  • એબ્ડોમિનલ પેઇન એન્ડ ટેન્ડરનેસ
  • ડિસ્ટેનશન ઓર સ્વેલિંગ
  • બ્રુઇસિંગ
  • નોઝિયા એન્ડ વોમિટીંગ
  • રેપિડ પલ્સ
  • લો બ્લડ પ્રેશર
  • પાલ્મ એન્ડ ક્લામી સ્કીન
  • બ્લડ ઇન સ્ટૂલ એન્ડ યુરીન
  • ડિફીકલટી ઈન બ્રિથિંગ

Write diagnostic evaluation of abdominal trauma (રાઇટ ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન ઓફ એબ્ડોમિનલ ટ્રોમા)

  • હિસ્ટ્રી કલેક્શન
  • ફિઝિકલ એક્સામિનેશન
  • અલ્ટ્રા સાઉન્ડ
  • CT scan
  • MRI
  • બ્લડ ટેસ્ટ (CBC)

Write management of abdominal trauma (રાઇટ મેનેજમેન્ટ ઓફ એબ્ડોમિનલ ટ્રોમા)

  • સૌપ્રથમ પેશન્ટને ABCDE માટે અસેસ કરવું.
  • A – એરવે
  • B – બ્રિથિંગ
  • C – સર્ક્યુલેશન
  • D – ડિસએબીલીટી
  • E – એક્સપોઝર
  • જો એરવે ક્લિયર ન હોય તો એરવેને ક્લિયર કરવો.
  • ત્યારબાદ જો જરૂર જણાય તો સપ્લીમેન્ટલ ઓક્સિજન અથવા મેકેનિકલ વેન્ટિલેશન પ્રોવાઈડ કરવું.
  • IV લાઇન સિક્યોર કરવી.
  • બ્લિડિંગ સાઇટ પર પ્રેશર એપ્લાય કરવું.
  • CT scan અને એક્સ રે મદદથી ઇન્જરીની સિવાયારિટી ચેક કરવી.
  • ઇન્ટ્રા એબ્ડોમિનલ ઇન્જરી વાળા કેસમાં લેપરોટોમી પરફોર્મ કરવામાં આવે છે. જેની મદદથી ઓર્ગનમાં થયેલ ઇન્જરીને રિપેર કરી શકાય છે.

✓ સપોર્ટિવ કેર :

  • ફ્લુઇડ રિસ્ક્સીટેશન : ફ્લુઇડ રિપ્લેસમેન્ટ માટે ક્રિસ્ટલોઈડ તેમજ બ્લડ પ્રોડક્ટનો ઉપયોગ કરવો.
  • પેઇન મેનેજમેન્ટ : પેઇન રિલિવ કરવા માટે એનાલજેસિક ડ્રગનો ઉપયોગ કરવો.
  • એન્ટીબાયોટિકસ : પેનીટ્રેટિંગ ઇન્જરી વાળા કેસમાં ઇન્ફેક્શન લાગવાના ચાન્સ વધી જાય છે આથી ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરવા માટે એન્ટિબાયોટિક્સ ગ્રુપની ડ્રગ પ્રોવાઈડ કરવી.

  • Define multiple injury (ડીફાઇન મલ્ટિપ્લ ઇન્જરી)

મલ્ટિપ્લ ઇન્જરીમાં કોઇ પણ એક ટ્રોમેટિક ઇવેન્ટને કારણે મલ્ટિપ્લ ઇન્જરી જોવા મળે છે. જેમ કે કાર એક્સિડન્ટ, ફોલ ડાઉનને કારણે મલ્ટિપ્લ બોન બ્રોકન થવા, લેસરેશન થવું, ઇન્ટર્નલ ઓર્ગન ડેમેજ થવા.

Write causes of multiple injury (રાઇટ કોસ ઓફ મલ્ટિપ્લ ઇન્જરી)

  • વિહીકલ એક્સિડન્ટ (કાર, મોટરસાયકલ એન્ડ બાયસિકલ એક્સિડન્ટ
  • ફોલસ ફ્રોમ હાઇટ ઓર સ્લીપ
  • સ્પોર્ટ ઇન્જરી
  • વાયોલન્સ ઓર એસોલ્ટ
  • ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ
  • ડિઝાસ્ટર (અર્થકવેક)

Write diagnostic evaluation of multiple injury (રાઇટ ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન ઓફ મલ્ટિપ્લ ઇન્જરી)

  • હિસ્ટ્રી કલેક્શન
  • ફિઝિકલ એક્સામીનેશન
  • એક્સ રે
  • CT scan
  • MRI
  • અલ્ટ્રાસાઉન્ડ
  • કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ
  • કોએગ્યુલેશન સ્ટડી
  • કિડની ફંકશન ટેસ્ટ
  • લીવર ફંકશન ટેસ્ટ
  • યુરિન એનાલાયસિસ

Write management of multiple injury (રાઇટ મેનેજમેન્ટ ઓફ મલ્ટિપ્લ ઇન્જરી)

  • સૌપ્રથમ પેશન્ટને ‘ABCDE’ માટે અસેસ કરવું.
  • A – એરવે
  • B – બ્રિથિંગ
  • C – સર્ક્યુલેશન
  • D – ડિસએબીલીટી
  • E – એક્સપોઝર
  • જો એરવે ક્લિયર ન હોય તો એરવેને ક્લિયર કરવો.
  • ત્યારબાદ જો જરૂર જણાય તો સપ્લીમેન્ટલ ઓક્સિજન અથવા મેકેનિકલ વેન્ટિલેશન પ્રોવાઈડ કરવું.
  • IV લાઇન સિક્યોર કરવી.
  • બ્લિડિંગ સાઇટ પર પ્રેશર એપ્લાય કરવું.
  • હેડ ઇન્જરી તેમજ સ્પાઇનલ ઇન્જરીને મેનેજ કરવી.
  • જરૂર જણાય ત્યાં સ્પ્લિન્ટનો ઉપયોગ કરવો.
  • પેશન્ટને ઇમીડીયેટલી નજીકના
    ટ્રોમા સેન્ટર પર ટ્રાન્સફર કરવું.
  • પેશન્ટ IV ફ્લૂઇડ એડમિનિસ્ટર કરવું જો સીવીયર પ્રમાણે બ્લડ લોસ થયેલ હોય તો બ્લડ ટ્રાન્સફ્યુસન કરવું.
  • લાઇફ થ્રેટનિંગ કન્ડીશનને ઇમીડીયેટલી ટ્રીટ કરવી. જેમકે કાર્ડિયાક ટેમ્પોનેડ, ન્યુમોથોરાક્સ, માસિવ હિમોથોરાકસ.
  • જે એરિયામાં ઇન્જરી થયેલ હોય અથવા જે એરિયા ડેમેજ થયેલ હોય તો તેનું સ્પેસિફિક મેનેજમેન્ટ કરવું. જેમકે ચેસ્ટ ઇન્જરી થયેલ હોય તો રિબ ફ્રેકચર, હિમોથોરાક્સ, ન્યુમોથોરાકસને મેનેજ કરવું.
  • પેશન્ટને ટીટેનસ ટોક્ષોઇડ વેક્સિન એડમીનિસ્ટર કરવી.
  • પેશન્ટને એનાલજેસિક મેડિસિન એડમિનિસ્ટર કરવી.

  • Define poisoning (ડીફાઇન પોઇઝનિંગ)
  • જયારે વ્યક્તિએ હેલ્થને હાર્મ કરતાં કોઈપણ સબટન્સના કોન્ટેકમાં આવે છે અથવા તો તેને એક્સપોઝર થાય છે ત્યારે પોઇઝનિંગની કન્ડિશન જોવા મળે છે.
  • પોઇઝનિંગ ત્યારે જોવા મળે છે જ્યારે કોઈ સબટન્સ નોર્મલ બોડી ફંકશનમાં ઇન્ટરફિઅર કરે છે.
  • આ હાર્મફૂલ સબટન્સ એ ઇનજેસ્ટેશન, ઇન્હાલેશન, ઇન્જેક્શન અથવા સ્કીન (એબ્સોર્પશન) થ્રુ બોડીમાં ઇન્ટ્રોડ્યુસ થાય છે.

Types of positioning (ટાઇપ ઓફ પોઇઝનિંગ)

I) કેમિકલ પોઇઝનિંગ :

હાઉસહોલ્ડ ક્લીનર, પેસ્ટીસાઇટસ, ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ અથવા બીજા ટોકિસન કેમિકલને એક્સપોઝર થવાને કારણે કેમિકલ પોઇઝનિંગ જોવા મળે છે.

II) ડ્રગ પોઇઝનિંગ :

પ્રિસ્ક્રિપ્શન મેડિસિન, ઓવર ધ કાઉન્ટર ડ્રોપ તેમજ ઇલલીગલ સબ્ટન્સના ઓવરડોઝને કારણે ડ્રગ પોઇઝનિંગ થઈ શકે છે.

III) ફૂડ પોઇઝનિંગ :

કન્ટામિનેટેડ ફૂડ અથવા બેવરજિસ્ટને ઇન્જેસ્ટ કરવાને કારણે ફૂડ પોઇઝનિંગ જોવા મળે છે.

IV) આલ્કોહોલ પોઇઝનિંગ :

એક્સકેસિવ આલ્કોહોલ કન્ઝ્યુપશનને કારણે આલ્કોહોલ પોઇઝનિંગ થઈ શકે છે.

V) કાર્બન મોનોક્સાઈડ પોઇઝનિંગ :

કાર્બન મોનોક્સાઈડ ગેસ ઇન્હેલ કરવાને કારણે કાર્બન મોનોક્સાઈડ પોઇઝનિંગ જોવા મળે છે.

VI) પ્લાન્ટ એન્ડ એનિમલ પોઇઝનિંગ :

ટોકિસક પ્લાન્ટ ઇન્જેસ્ટ કરવાને કારણે અથવા એનિમલ બાઈટ અથવા સ્ટિંગને કારણે પણ પોઇઝનિંગ કંડીશન જોવા મળે છે.


Define inhaled poisioning (ડીફાઇન ઇન્હાલ્ડ પોઇઝનિંગ)

  • ટોકસિક સબ્ટન્સને ઇન્હાલ કરવાને કારણે ઇન્હાલ્ડ પોઇઝનિંગ જોવા મળે છે. જેને કારણે રેસ્પાયરેટરી સિસ્ટમમાં તેમજ બીજા ઓર્ગનમાં પોટેન્શિયલી ડેમેજ જોવા મળે છે.
  • ઇનહાલ્ડ પોઇઝનિંગમાં કાર્બન મોનોક્સાઈડ પોઇઝનિંગ, કેમિકલ ફ્યુમ્સ ઓર વેપર પોઇઝનિંગ, સ્મોક ઇન્હાલેશન, એમોનિયા એન્ડ ક્લોરિન ગેસ પોઇઝનિંગ, એસ્બેસ્ટોસ પોઇઝનિંગ, રેડોન ગેસ પોઇઝનિંગ, હાઈડ્રોજન સલ્ફાઈડ ગેસ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ એન્ડ સલ્ફર ડાયોક્સાઇડ પોઇઝનિંગ જોવા મળે છે.

Write sign and symptoms of inhaled poisioning (રાઇટ સાઇન એન્ડ સિમ્પ્ટમ્સ ઓફ ઇન્હાલ્ડ પોઇઝનિંગ)

✓ રેસ્પાયરેટરી સિમ્પ્ટમ્સ :

  • કફિંગ
  • શોર્ટનેસ ઓફ બ્રિથ
  • વ્હીઝિંગ
  • ચેસ્ટ પેઇન
  • રેપિડ બ્રિથિંગ

✓ ન્યુરોલોજીકલ સિમ્પ્ટમ્સ :

  • હેડએક
  • ડીઝીનેસ
  • કનફ્યુઝન
  • ફેન્ટિંગ
  • લોસ ઓફ કોન્સિયસનેસ
  • સિઝર

✓ કાર્ડિયોવાસ્ક્યુલર સિમ્પ્ટમ્સ :

  • રેપિડ ઓર ઇરરેગ્યુલર હાર્ટ બીટ
  • પાલપીટેશન
  • ચેસ્ટ પેઇન
  • હાઇપોટેન્શન

✓ ગેસ્ટ્રો-ઇન્ટેસટીનલ સિમ્પ્ટમ્સ :

  • નોઝિયા
  • વોમિટીંગ

✓ આઇ એન્ડ સ્કીન સિમ્પ્ટમ્સ :

  • ઇરીટેશન ઓર રેડનેસ ઇન આઇ
  • બર્નિંગ સેનસેશન ઇન નોઝ, થ્રોટ એન્ડ લંગ
  • સ્કીન ઇરીટેશન ઓર રેશ
  • સાયનોસિસ

✓ જનરલ સિમ્પ્ટમ્સ :

  • ફીવર
  • ફટિગ
  • વીકનેસ
  • મલેઇસ

Write first aid for inhaled poisioning (રાઇટ ફર્સ્ટ એડ ફોર ઇન્હાલ્ડ પોઇઝનિંગ)

  • મુવ ટુ ફ્રેશ એર : પેશન્ટની ફ્રેશ એર વાળા એરિયામાં ઇમિડિયેટલી મૂવ એટલે કે ટ્રાન્સફર કરવું.
  • કોલ ઇમરજન્સી સર્વિસિસ : ઇમિડિયેટલી ઈમરજન્સી સર્વિસિસ માટે કોલ કરવો.
  • CPR ઇફ નેસેસરી : જો બ્રિથિંગ પ્રેઝન્ટ ન હોય તો પેશન્ટને CPR પ્રોવાઇડ કરવા.
  • પ્રોવાઇડ ઓક્સિજન : જો ઓક્સિજન અવેલેબલ હોય તો સપ્લીમેન્ટલ ઓક્સિજન પ્રોવાઇડ કરવો.
  • રિમુવ કન્ટામિનેટેડ કલોથીંગ : જો કેમિકલના કોન્ટેકમાં આવવાને કારણે પોઇઝનિંગની કન્ડિશન જોવા મળેલ હોય તો તે કન્ટામિનેટેડ ક્લોથને રિમુવ કરવા.
  • ટ્રાન્સફર ઈન હેલ્થ સેન્ટર : પેશન્ટને નજીકના હેલ્થ સેન્ટર એરીયા પર ટ્રાન્સફર કરવું અને મેડિકલ કેર પ્રોવાઈડ કરવી.

  • Define food poisoning (ડીફાઇન ફૂડ પોઇઝનિંગ)
  • ફૂડ પોઇઝનિંગને ‘ફૂડબોર્ન ઇલનેસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે કન્ટામિનેટેડ ફુડ અથવા બેવરજીસ કન્ઝ્યુમ કરવાને કારણે થાય છે.
  • કન્ટામિનન્ટસ તરિકે બેક્ટેરિયા, વાયરસ, પેરાસાઇટ અથવા ટોકિસન હોય શકે છે.

Write causes of food poisoning (રાઇટ કોસ ઓફ ફૂડ પોઇઝનિંગ)

ફૂડ પોઇઝનિંગ એ હાર્મફુલ માઈક્રોઓર્ગેનિઝમ અને ટોકસીનથી કંટામીનિનેટેડ થયેલા ફૂડ અથવા બેવરજીસને કન્ઝ્યુમ કરવાને કારણે જોવા મળે છે.

  • બેક્ટેરિયા (સાલમોનેલા, ઇકોલાઇ, લિસ્ટરિયા)
  • વાયરસ (નોરો વાયરસ, હીપેટાઇટિસ A)
  • પેરાસાઇટ (ટોક્ષોપ્લાઝમા, ક્રિપ્ટોસ્પોરીડિયમ, જીઆર્ડિયા)
  • ટોકિસન
  • કેમિકલ (એક્સપોઝર ટુ પેસ્ટીસાઇડ, હેવી મેટલ અને અધર કેમિકલ)

Write sign and symptoms of food poisoning (રાઇટ સાઇન એન્ડ સિમ્પ્ટમ્સ ઓફ ફૂડ પોઇઝનિંગ)

  • નોઝિયા
  • વોમિટીંગ
  • ડાયેરિયા
  • એબ્ડોમિનલ પેઇન અને ક્રેમ્પ
  • ફીવર
  • હેડએક
  • મસલ્સ એક
  • વિકનેસ ઓર ફટિગ
  • ડિહાયડ્રેશન
  • ડીઝીનેસ
  • ડ્રાય માઉથ
  • લોસ એપેટાઇટ

Write diagnostic evaluation of food poisoning (રાઇટ ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન ઓફ ફૂડ પોઇઝનિંગ)

  • હિસ્ટ્રી કલેકશન
  • ફિઝિકલ એક્સામિનેશન
  • બ્લડ ટેસ્ટ
  • સ્ટૂલ સેમ્પલ એનાલાયસિસ
  • યુરિન ટેસ્ટ

Write management of food poisoning (રાઇટ મેનેજમેન્ટ ઓફ ફુડ પોઇઝનિંગ)

✓ મેડીકેશન :

  • એન્ટીડાયરેયિલ ડ્રગ : માઇલ્ડ કેસિસમાં લુસ મોશનને કંટ્રોલ કરવા માટે ઓવર ધ કાઉન્ટર મેડિસિન લોપેરામાઇડ ડ્રગ પ્રોવાઇડ કરવી.
  • એન્ટીઇમેટિક ડ્રગ : નોઝિયા અને વોમિટીંગને કન્ટ્રોલ કરવા માટે એન્ટીઇમેટિક ડ્રગ પ્રોવાઇડ કરવી. જેમ કે ઓન્ડાનસેટેરોન
  • એન્ટિબાયોટિક્સ : બેક્ટેરિયલ ઇન્ફેક્શનને ટ્રીટ કરવા માટે એન્ટિબાયોટિક્સ ગ્રુપની ડ્રગ પ્રોવાઇડ કરવી.
  • એન્ટીપેરાસાયટિક : પેરાસાઈટ ઇન્ફેક્શનને ટ્રીટ કરવા માટે એન્ટીપેરાસાયટિક ગ્રુપની મેડિસિન પ્રોવાઇડ કરવી.

✓ હાઇડ્રેશન :

  • ડિહાઇડ્રેશનને પ્રિવેન્ટ કરવા માટે પેશન્ટને પ્લેન્ટી ઓફ ફ્લુઇડ ઇન્ટેક કરવા માટે કહેવું. જેમકે વોટર, ORS, જ્યૂસ.
  • સિવિયર ડિહાઇડ્રેશન વાળા કેસમાં ઇન્ટ્રાવેનસ ફ્લુઇડ એડમિનિસ્ટર કરવું.

✓ રેસ્ટ :

બોડી રિકવર કરવા માટે પૂરતો રેસ્ટ પ્રોવાઈડ કરવો.

✓ ડાયટ :

જો વોમીટીંગ અને ડાયેરિયા સબસાઇડ થય ગયા હોય તો પેશન્ટને ઇઝીલી ડાયજેસ્ટ થઈ શકે તેવું ફૂડ પ્રોવાઇડ કરવું. જેમકે રાઈસ, ખીચડી, દહી

  • જો પેશન્ટ એ ટોલરેટ કરી શકતું હોય તો સોલિડ ફૂડ રીઇન્ટ્રોડ્યુસ કરવું.
  • ડેરી પ્રોડક્ટ, આલ્કોહોલ, કેફીન, નિકોટીન અને ફેટીફૂડ લેવાનું અવોઈડ કરવું.

  • Define chemical burns (ડીફાઇન કેમિકલ બર્ન્સ)
  • હાર્મફૂલ કેમિકલના કોન્ટેક્ટમાં આવવાના કારણે સ્કીન તેમજ ટિસ્યુ ડેમેજ થાય છે જેને કેમિકલ બર્ન્સ તરીકે ઓળખવામાં આવે છે.
  • હાર્મફૂલ કેમિકલ તરીકે સ્ટ્રોંગ એસિડ, આલ્કલી, પેઇન્ટ થીનર, ડ્રેઇન ક્લીનર, ગેસોલિન, કેરોસીવ મટીરીયલનો વગેરેનો સમાવેશ થાય છે.
  • Write sign and symptoms of chemical burns (રાઇટ સાઇન એન્ડ સિમ્પ્ટમ્સ ઓફ કેમિકલ બર્ન્સ)

કેમિકલ બર્ન્સમાં જોવા મળતા સાઇન અને સિમ્પ્ટમ્સ એ કેમિકલની કોન્સન્ટ્રેશન અને એક્સપોઝર થવાના ડયુરેશન પર આધાર રાખે છે.

  • રેડનેસ એન્ડ ઇરીટેશન
  • પેઇન એન્ડ બર્નિંગ
  • ફોર્મેશન ઓફ બલિસ્ટર એન્ડ પિલિંગ
  • ડિસકલરેશન ઓફ સ્કીન
  • સ્વેલિંગ
  • નમ્બનેસ
  • અલ્સરેશન
  • રેસ્પાયરેટરી ઇસ્યુ (કફિંગ, શોર્ટ નેસ ઓફ બ્રિથ – ઇન ઇન્હાલેશન બર્ન્સ)
  • આઇ ડેમેજ (પેઇન, રેડનેસ, વિઝન લોસ – ઇન કેસ ઓફ આઇ બર્ન્સ)
  • સિસ્ટેમિક સિમ્પ્ટમ્સ (નોઝિયા, ડિઝીનેસ)

Write first aid for chemical burns (રાઇટ ફર્સ્ટ એડ ફોર કેમિકલ બર્ન્સ)

  • રિમુવ ધ કેમિકલ :

કવિકલી અને કેરફુલી કન્ટામીનાટેડ ક્લોથ અને જ્વેલરીને રિમુવ કરવા.

  • રાઇન્સ ધ એરિયા :

અફેક્ટેડ એરિયાને ફૂલ વોટર વડે 20 મિનિટ સુધી રાઇન્સ કરવો. વોટરના હાર્ડ સ્પ્રેને અવોઇડ કરવો. કારણકે તેનાથી ટિસ્યુ ડેમેજ થય શકે છે.

  • પ્રોટેકટ યોર સેલ્ફ :

કેમિકલને આપડા કોન્ટેક્ટમાં આવતું અવોઇડ કરવા માટે ગ્લવ્સ અને ક્લોથનો ઉપયોગ કરવો.

  • ડુ નોટ એપ્લાય ન્યુટ્રીલાયઝિંગ સબસ્ટન્સ :

કેમિકલને ન્યુટ્રીલાયઇઝ કરવાં માટે બીજા કોઇપણ પ્રકારનાં કેમિકલનો ઉપયોગ કરવો નહીં. કારણ કે તેનાથી રિએકશન આવી શકે છે.

  • કવર ધ બર્ન :

ફ્લશિંગ કર્યા બાદ બર્નને ક્લીન અને ડ્રાય કલોથ અથવા સ્ટરાઇલ બેન્ડેજ વડે કવર કરવું.

  • સીક મેડિકલ અટેન્શન :

સિવીયર કેમિકલ બર્ન વાળા કેસમાં, બ્રીથિંગ ડિફિકલ્ટી તેમજ અનનોન કેમિકલ વાળા કેસમાં ઇમીડીએટ મેડિકલ હેલ્પ લેવી.

Write prevention of chemical burns (રાઇટ પ્રિવેશન ઓફ કેમિકલ બર્ન્સ)

  • કેમિકલને હેન્ડલિંગ કરતી વખતે હંમેશા પ્રોટેક્ટિવ વિયરનો ઉપયોગ કરવો.
  • કેમિકલને પ્રોપરલી સ્ટોર કરવા જોઈએ તેમજ બાળકો તે કેમિકલ સુધી પહોંચી શકે નહીં તેવી જગ્યાએ સ્ટોર કરવા જોઈએ.
  • કેમિકલ પ્રોડક્ટ સાથે સંકળાયેલ સેફટી પ્રિકોસન અને વોર્નિંગને ફોલો કરવા.
  • કેમિકલ સાથેનો લાંબા સમયનો કોન્ટેક્ટ અવોઇડ કરવો.
  • કેમિકલ કન્ટેનરની બહાર બરાબર લેબલિંગ કરવું.
  • કેમિકલ પ્રોડક્ટને ફૂડ અથવા ડ્રીંક કન્ટેનરમાં સ્ટોર કરવાનું અવોઈડ કરવું.

  • Environmental emergencies

Define heat stroke (ડીફાઇન હિટ સ્ટ્રોક)

  • હિટ સ્ટ્રોક એ એક પ્રકારની સીરીયસ અને પોટેન્શિયલી લાઈફ થ્રેટનિંગ કન્ડીશન છે. જેમાં બોડી ટેમ્પરેચર એ 41°C અથવા 104°F કરતાં વધારે જોવા મળે છે.
  • જે મુખ્યત્વે લાંબા સમય સુધી હાઇ ટેમ્પરેચરના કોન્ટેકમાં આવવાને કારણે અથવા તો હોટ વેધર દરમિયાન ફિઝિકલ એક્સર્શન કરવાને કારણે જોવા મળે છે.

Write causes of heat stroke (રાઇટ કોસ ઓફ હીટ સ્ટ્રોક)

  • પ્રોલોંગ એક્સપોઝર ટુ હાઇ ટેમ્પરેચર
  • ડિહાઇડ્રેશન
  • વિયર હેવી ટાઇટ ક્લોથીંગ
  • મેડિકેશન (ડાયયુરેટિક, બીટા બ્લોકર, એન્ટીહિસ્ટામાઇન)
  • મેડિકલ કન્ડિશન
  • ડ્રગ એન્ડ આલ્કોહોલ યુઝ
  • સડન ટેમ્પરેચર ચેન્જીસ
  • પુર વેન્ટિલેશન

Write sign and symptoms of heat stroke (રાઇટ સાઇન એન્ડ સિમ્પ્ટમ્સ ઓફ હીટ સ્ટ્રોક)

  • હાઇ બોડી ટેમ્પરેચર (>104°F / 41°C)
  • અલ્ટર મેન્ટલ સ્ટેટસ ઓર બિહેવિયર
  • કન્ફ્યુઝન, એજીટેશન, સ્લર સ્પીચ, ઇરીટેબીલીટી, ડિલિરીયમ, સિઝર, કોમા
  • સ્વેટિંગ
  • નોઝિયા એન્ડ વોમિટીંગ
  • ફ્લશડ સ્કીન
  • રેપિડ બ્રિથિંગ
  • રેપિડ હાર્ટ રેટ
  • હેડએક

Write first aid for heat stroke (રાઇટ ફર્સ્ટ એડ ફોર હીટ સ્ટ્રોક)

  • કોલ ઇમરજન્સી સર્વિસીસ : જો કોઈ વ્યક્તિ એ હીટ સ્ટ્રોક માટે સસ્પેકટેડ લાગે તો 911 નંબર પર કોલ કરવો અથવા લોકલ ઈમરજન્સી નંબર પર કોલ કરવો.
  • મૂવ ટુ કૂલર એન્વાયરમેન્ટ : પેશન્ટને કુલ હવા વાળી ખુલી જગ્યામાં પ્લેસ કરવું.
  • કુલ ધ પર્સન : વધારાના ક્લોથને રિમૂવ કરવા અને જે અવેલેબલ હોય તેની મદદથી પેશન્ટને કુલ કરવું. જેમકે પેશન્ટને કુલ વોટર યુકત ટબમાં રાખવું અથવા કુલ વોટરવાળા ફેનનો ઉપયોગ કરવો.
  • મોનીટર બોડી ટેમ્પરેચર : કૂલિંગ એફોર્ટ કર્યા બાદ કંટીન્યુઅસ બોડી ટેમ્પરેચર મોનિટર કરવું.
  • રિહાયડ્રેટ : પેશન્ટને કુલ વોટર ડ્રીંક કરવા માટે એન્કરેજ કરવું. આલ્કોહોલ અને કેફેઇનયુક્ત પીણાં પીવાનું અવોઇડ કરવું.

Write prevention of heat stroke (રાઇટ પ્રિવેન્શન ઓફ હિટ સ્ટ્રોક)

  • સ્ટે હાઇટ્રેડ : પ્લેન્ટી ઓફ ફ્લુઇડ ઇનટેક કરવું. જેથી હાઇટ્રેડ રહી શકાય. આલ્કોહોલ અને કેફેઇન દ્રવ્યો અવોઇડ કરવા.
  • અવોઇડ સ્ટ્રેનેઇસ એક્ટિવિટી ઇન ધ હીટ : વધારે ધરાવતા એરિયામાં કામ કરવાનું અવોઇડ કરવું. કુલર વાળા એરિયામાં વર્ક કરવું.
  • વિયર એપ્રોપ્રિયેટ ક્લોથિંગ : લૂસ ફિટ્ટિંગ, લાઈટ વેઇટ અને લાઈટ કલરના કપડા પહેરવા.
  • પ્રોટેકટ અગેઇન્સ્ટ સન બર્ન : સન બર્નને પ્રિવેન્ટ કરવા માટે સન સ્ક્રીન, સન ગ્લાસીસ તેમજ હેટ નો ઉપયોગ કરવો.
  • એસલીમેટ ટુ ધ હીટ : એસલીમેટ મીન્સ અનુકુલન સાધવું. અમૂક દિવસોની અંદર હાઈ ટેમ્પરેચર સાથે ગ્રેજ્યુઅલી એક્સપોઝર થવું જેથી તેની સાથી અનુકુલિત થઈ શકાય.

  • Define frost bite (ડીફાઇન ફ્રોસ્ટ બાઈટ)
  • ફ્રોસ્ટ બાઈટ એ એક પ્રકારની ઇન્જરી છે જે સ્કીન અને અન્ડરલાયિંગ ટિસ્યુ ફ્રીઝ થવાને કારણે જોવા મળે છે.
  • એક્સટ્રીમલી કોલ્ડ ટેમ્પરેચરને એક્સપોઝર થવાને કારણે જે સ્કીન ઇન્જરી જોવા મળે છે તેને ફ્રોસ્ટ બાઈટ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં મુખ્યત્વે બોડીના સ્મોલ પાર્ટ જેમ કે ફિંગર, ટોસ અફેક્ટ થાય છે.
  • ફ્રોસ્ટ બાઈટ મુખ્યત્વે 23° F અથવા તેના કરતાં ઓછા ટેમ્પરેચરના કોન્ટેક્ટમાં આવવાને કારણે જોવા મળે છે.

Write causes of frost bite (રાઇટ કોસ ઓફ ફ્રોસ્ટ બાઈટ)

  • પ્રોલોંગ એક્સપોઝર ટુ કોલ્ડ વેધર
  • વેટ ક્લોથીંગ ઓર સ્કીન
  • ઈનએડીકવેટ ક્લોથીંગ
  • પુર સર્ક્યુલેશન
  • આલ્કોહોલ એન્ડ ડ્રગ યુઝ
  • ફટિગ એન્ડ ડિહાયડ્રેશન
  • હાઇ અલ્ટીટ્યુડ
  • ઇનેક્ટિવિટી
  • મેડીકલ કન્ડીશન (ડાયાબિટીસ, પેરીફરલ ન્યુરોપેથી, રેયનોડસ ફિનોમેન)

Write sign and symptoms of frost bite (રાઇટ સાઇન એન્ડ સિમ્પ્ટમ્સ ઓફ ફ્રોસ્ટ બાઈટ)

  • કોલ્ડ સ્કીન
  • નમ્બનેસ (લોસ ઓફ સેનસેશન ઇન અફેકટેડ એરિયા)
  • રેડનેસ ઓર પેઇન
  • હાર્ડ ઓર વેક્સી સ્કીન
  • બ્લિસ્ટર ફોર્મેશન ઇન સિવીયર કેસિસ
  • ડિસકલરેશન ઓફ સ્કીન
  • સ્કીમ મે અપીયર વ્હાઇટ, ગ્રેયિસ યેલો ઓર બ્લૂ
  • સ્વેલિંગ એટ અફેકટેડ એરિયા
  • મસલ્સ એન્ડ જોઇન્ટ સ્ટીફનેસ
  • ઇન સિવીયર કેસ ટિસ્યુ બીકમ ડાય (ગેંગરીન) લીડિંગ ટુ પોટેન્શિયલ લોસ ઓફ લિંબ

Write management of frost bite (રાઇટ મેનેજમેન્ટ ઓફ ફ્રોસ્ટ બાઈટ)

  • ગેટ ટુ અ વાર્મ પ્લેસ : સૌપ્રથમ પેશન્ટને કૂલ એન્વાયરમેન્ટમાંથી બહાર કાઢવું અને તેને વાર્મ પ્લેસ પર ટ્રાન્સફર કરવું.
  • રિમુવ વેટ કલોથિંગ : વેટ ક્લોથને કારણે ફ્રોસ્ટ બાઈટ એ વર્સ થય શકે છે આથી વેટ ક્લોથ ને વાર્મ અને ડ્રાય ક્લોથ વડે રિપ્લેસ કરવા.
  • અવોઇડ રબ્બિંગ : અફેકટેડ એરીયાનેરબ કરવાનું અવોઇડ કરવું કારણકે તેનાથી વધારે ડેમેજ થઈ શકે છે.
  • વાર્મ ધ એરિયા : ફ્રોસ્ટબાઈટ વાળા એરિયાને વાર્મ વોટર વડે જેન્ટલી વાર્મ કરવો. ડાયરેક્ટ હીટ સોર્સનો ઉપયોગ કરવાનો અવોઈડ કરવું. જેમ કે ફાયર્સ, હોટ વોટર, હીટિંગ પેડ
  • પ્રોટેક્ટ ધ એરિયા : અફેક્ટેડ એરિયાને ક્લીન ક્લોથ અથવા બેન્ડેજ વડે જેન્ટલી વ્રેપ કરવો.

  • Define near drowning (ડીફાઇન નીઅર ડ્રાઉનિંગ)
  • આ એક પ્રકારની સિચ્યુએશન છે જેમાં વોટરમાં સબમર્સ (ડૂબકી) અથવા ઇમરસન (ડૂબી જવાની ક્રિયા) થવાને કારણે રેસ્પાયરેટરી ઇમપેરમેન્ટ જોવા મળે છે. પરંતુ જો ઇમિડીયેટ કેર પ્રોવાઈડ કરવામાં આવે તો પેશન્ટ એ સર્વવાઇવ થઈ શકે છે.
  • આ એક મેડિકલ ઇમરજન્સી છે. જેને કારણે સિરિયસ મેડિકલ કોમ્પ્લિકેશન, રેસ્પાયરેટરી ડિસ્ટ્રેસ અને ન્યુમોનીયા જેવી કન્ડિશન જોવા મળી શકે છે.

Write causes and risk factor of near drowning (રાઇટ કોસ એન્ડ રિસ્ક ફેક્ટર ઓફ નીઅર ડ્રાઉનિંગ)

નીઅર ડ્રાઉનિંગ એ ઘણા બધા ફેક્ટરને કારણે જોવા મળે છે. જે નીચે મુજબ છે :

  • લેક ઓફ સ્વિમિંગ એબીલીટી
  • આલ્કોહોલ એન્ડ ડ્રગ યુઝ
  • રિસ્કી બિહેવિયર
  • અટેમ્પ સુસાઇડ
  • લેક ઓફ સેફટી મેઝર
  • એન્વાયરમેન્ટલ ફેક્ટર (કરંટ ટાઈડ, વેવસ એન્ડ વેધર કન્ડીશન)
  • પેનિક
  • એક્સિડન્ટ (બોટિંગ એક્સિડન્ટ, ફોલિંગ થ્રુ આઈસ)
  • Write sign and symptoms of near drowning (રાઇટ સાઇન એન્ડ સિમ્પ્ટમ્સ ઓફ નીઅર ડ્રાઉનિંગ)

નીઅર ડ્રાઉનિંગમાં જોવા મળતા સાઇન અને સિમ્પ્ટમ્સ એ ઇન્સિડન્ટની સિવીયારીટી અને પર્સન એ કેટલા સમય સુધી વોટરમાં સબમર્જ થયેલ છે તેના પર આધાર રાખે છે.

  • એબ્ડોમિનલ ડિસ્ટેન્સન
  • બ્રિથિંગ ડિફિકલ્ટી
  • ચેસ્ટ પેઇન
  • કફિંગ
  • સાયનોસિસ
  • કોલ્ડ સ્કીન
  • ફોમિંગ એટ ધ માઉથ (વ્હાઇટ, ફ્રોથી ફોમ અરાઉન્ડ માઉથ
  • ફટિગ
  • કનફ્યુસન એન્ડ ડિસઓરિયનટેશન
  • વોમિટીંગ
  • અનકોનસિયસનેસ

Write management of near drowning (રાઇટ મેનેજમેન્ટ ઓફ નીઅર ડ્રાઉનિંગ)

✓ ઇમીડીયેટ એક્શન :

  • એનસ્યોર સેફટી : રેસ્ક્યુ માટે આપેલ એરિયા એ સેફ છે કે નહીં તેની ખાતરી કરવી. પોતાની જાતને રિસ્કમાં મૂકવી નહીં.
  • કોલ ફોર હેલ્પ : ઇમીડીયેટલી ઈમરજન્સી સર્વિસીસ માટે કોલ કરવો.
  • રેસ્ક્યુ ધ પર્સન : પર્સનને સેફ્લી વોટરમાંથી રિમુવ કરવું.
  • ચેક ફોર રિસ્પોન્સીવનેસ : પર્સનને જેન્ટલી શેક કરવું અને પર્સનના રિસ્પોન્સ ચેક કરવો.

✓ ઇફ ધ પર્સન ઇઝ અનરિસ્પોન્સિવ :

  • ઓપન ધ એરવે : એરવે ઓપન કરવા માટે હેડને બેકની બાજુ ટિલ્ટ કરવું અને ચિનને લિફટ કરવી.
  • ચેક ફોર બ્રિથિંગ : પેશન્ટને બ્રિથિંગ માટે અસેસ કરવું. જો બ્રિથિંગ એબ્સેન્ટ હોય તો CPR પ્રોવાઇડ કરવું.
  • પર્ફોર્મ CPR : જો બ્રિથિંગ પ્રેઝન્ટ ન હોય તો CPR પ્રોવાઇડ કરવાં.
  • યુઝ ઓફ AED : જો ઓટોમેટેડ એક્સટર્નલ ડિફેબ્રીલેટર પ્રેઝન્ટ હોય તો તેનો ઉપયોગ કરવો.

✓ ઇફ ધ પર્સન ઇસ બ્રિથિંગ :

  • પોઝિશનિંગ : પર્સનને રિકવરી પોઝીશનમાં પ્લેસ કરવું. જેથી એરવેને ઓપન રાખી શકાય તેમજ વોમિટને એસ્પીરેટ કરતા પ્રિવેન્ટ કરી શકાય.
  • કીપ વાર્મ : હાયપોથર્મીયાને પ્રિવેન્ટ કરવા માટે પેશન્ટને ક્લોથ અથવા બ્લેન્કેટ વડે કવર કરવા.
  • મોનિટર : જ્યાં સુધી ઈમરજન્સી સર્વિસ અવેલેબલ ન હોય ત્યાં સુધી પેશન્ટને બ્રિથિંગ અને રિસ્પોન્સિવનેસ માટે મોનિટર કરવું.

✓ હોસ્પિટલ મેનેજમેન્ટ :

  • ઓક્સિજન થેરાપી : ઓક્સિજન લેવલ મેન્ટેન કરવા માટે સપ્લીમેન્ટલ ઓક્સિજન પ્રોવાઇડ કરવો.
  • વેન્ટિલેશન સપોર્ટ : જો સિવિયર રેસ્પાયરેટરી ડિસ્ટ્રેસની કન્ડિશન પ્રેઝન્ટ હોય તો મિકેનિકલ વેન્ટિલેશન પ્રોવાઇડ કરવું.
  • મોનિટર ફોર કોમ્પ્લિકેશન : પેશન્ટને સેકન્ડરી ડ્રાઉનિંગ, ઇન્ફેક્શન તેમજ બીજા કોમ્પ્લિકેશન માટે મોનિટર કરવું.
  • ચેસ્ટ એક્સ રે : લંગસમાં વોટર એકયુમિલેટ થયું છે કે નહીં તેમજ બીજા કોઈ પણ પ્રકારની ઇન્જરી થયેલ છે કે નહીં તે ચેક કરવા માટે ચેસ્ટ એક્સ રે કરાવવું.
  • બ્લડ ટેસ્ટ : ઇલેક્ટ્રોલાઇટ ઇમબેલેન્સ, ઓક્સિજન લેવલ અને બીજા મેટાબોલિક ઇસ્યુ માટે બ્લડ ટેસ્ટ કરાવવા.
  • ટેમ્પરેચર મેનેજમેન્ટ : જો જરૂર જણાય તો હાઇપોથર્મિયાને ટ્રીટ કરવું.

  • Define hanging (ડીફાઇન હેંગિંગ)
  • હેંગિંગ એટલે ગળે ફસો ખાવો અથવા તો ટૂપો ખાવો.
  • હેંગિંગ મિન્સ એક્ટ ઓફ સસપેન્શન બાય નેક.
  • જ્યારે લાઇગેચર (જેમકે રોપ – દોરડું)ની વચ્ચે નેક કોન્સ્ટ્રિક થાય છે ત્યારે હેંગિંગ ઇન્જરી જોવા મળે છે.

Write physical sign of hanging injury (રાઇટ ફિઝિકલ સાઇન ઓફ હેંગિંગ ઇન્જરી)

  • લાઇગેચર માર્ક
  • સાયનોસિસ
  • પેટેચિયા
  • પ્રોટ્રુડિંગ ટંગ
  • સલાઇવા ડ્રીબલિંગ
  • સ્વેલોન ફેસ
  • કન્જેસ્ટેડ આઈ
  • ફ્રેકચર ઓફ નેક સટ્રકચર

Write mechanism of hanging injury (રાઇટ મેકેનિઝમ ઓફ હેંગિંગ ઇન્જરી)

હેંગિંગ દરમિયાન લિગેચર (દોરડું, વાયર) એ નેકમાં આવેલ સોફટ ટિસ્યુને કમ્પ્રેસ કરે છે જેને કારણે નેકમાં આવેલ વેઈન કમ્પ્રેસ થાય છે. ત્યારબાદ બોડી એ દોરડા પર લટકાય છે જેને કારણે નેક પર વધારે કમ્પ્રેસન આવે છે કારણકે દોરડાં પર બોડીનું આખું વેઇટ આવે અને તેને કારણે વેઇટ એ વધી જાય છે જેથી નેકમાં આવેલ આર્ટરી (મેઇન કોરનરી) એ કમ્પ્રેસ થાય છે અને બ્રેઇનને પહોંચતો બ્લડ સપ્લાય કટઓફ થાય છે જેને કારણે ડેથ જોવા મળે છે.

Write causes of hanging (રાઇટ કોસ ઓફ હેંગિંગ)

  • મેન્ટલ હેલ્થ ઇસ્યુ (ડીપ્રેશન, બાયપોલાર ડિસઓર્ડર, એન્ઝાયટી)
  • એકયુટ સ્ટ્રેસ (ફાયનાન્સિયલ પ્રોબ્લેમ, લોસ ઓફ લવ વન, રિલેશનશિપ બ્રેકડાઉન)
  • સબ્ટન્સ એબ્યુસ (આલ્કોહોલ એન્ડ ડ્રગ એડિકશન)
  • ટ્રોમા એન્ડ એબયુસ (એક્સપિરિયન્સ ઓફ ફિઝિકલ, ઇમોશનલ એન્ડ સેક્સ્યુઅલ એબયુસ)
  • ક્રોનિક પેઇન ઓર ઇલનેસ
  • સોશિયલ આઇસોલેશન (લોનલીનેસ એન્ડ લેક ઓફ સોશિયલ સપોર્ટ)
  • ફેમિલી હિસ્ટ્રી
  • હિસ્ટ્રી ઓફ સેલ્ફ હાર્મ
  • ઇન કેસ ઓફ એક્સેક્યુશન (અમુક કન્ટ્રીમાં પનિશમેન્ટ તરીકે હેંગિંગની સજા આપવામાં આવે છે)

Write management of hanging (રાઇટ મેનેજમેન્ટ ઓફ હેંગિંગ)

✓ ઈનિશિયલ અસેસમેન્ટ એન્ડ રિસકસીટેશન :

  • ઇમિડીયેટ રિસ્પોન્સ : ઇમિડીયેટલી ઈમરજન્સી મેડિકલ સર્વિસીસ માટે કોલ કરવો. પેશન્ટને કેરફૂલી સપોર્ટ આપીને નીચે ઉતારવું અને તેને ફ્લેટ સરફેસ નીચે ઉતારવું.
  • એરવે મેનેજમેન્ટ : જો સર્વાઇકલ સ્પાઇન ઇન્જરી જોવા મળતી હોય તો એરવેને ઓપન કરવા માટે જો થ્રસ્ટ મેન્યુઅર પ્રોવાઈડ કરવાં.
  • બ્રિથિંગ : બ્રિથિંગ ચેક કરવાં અને જો જરૂર જણાય તો રેસ્ક્યુ બ્રિથિંગ પ્રોવાઇડ કરવા. જો ઓક્સિજન અવેલેબલ હોય તો ઓક્સિજન એડમિનિસ્ટર કરવો.
  • સર્ક્યુલેશન : ત્યારબાદ સર્ક્યુલેશન ચેક કરવું જેમાં પલ્સ ચેક કરવી. જો પલ્સ ફીલ ન થતી હોય તો કાર્ડિયોપલ્મોનરી રિસકસિટેશન (CPR) પ્રોવાઇડ કરવા.
  • સ્પાઇનલ પ્રિકોશન : જ્યાં સુધી સ્પાઇનલ ઇન્જરી થયેલ નથી તે સાબિત ના થાય ત્યાં સુધી સ્પાઇનર ઇન્જરી થયેલ છે તેમ માનીને ચાલવું. આથી સર્વાઇકલ સ્પાઇનને ઇમમોબીલાઇઝ કરવો.

✓ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ કેર :

  • એડવાન્સ એરવે મેનેજમેન્ટ : એરવેને સિક્યોર કરવા માટે ઇનટ્યુબેશન કરવું.
  • બ્રિથિંગ સપોર્ટ : જો રેસપાયરેટરી ફેલિયર પ્રેઝન્ટ હોય તો તેવા કેસમાં મેકેનિકલ વેન્ટિલેશન પ્રોવાઇડ કરવું.
  • સર્ક્યુલેશન સપોર્ટ : બ્લડપ્રેશરને મેન્ટેન કરવા માટે વાસોપ્રેશર તેમજ ઇન્ટ્રાવેનસ ફલુઇડ એડમિનિસ્ટર કરવું.
  • ન્યુરોલોજિકલ અસેસમેન્ટ : કોમ્પ્રેહેનસિવ ન્યુરોલોજીકલ એક્ઝામિનેશન પર્ફોર્મ કરવું. હેડ અને નેકનું સીટી સ્કેન તેમજ એમઆરઆઇ કરવું જેથી ત્યાં કોઈ પણ પ્રકારની ઇન્જરી પ્રેઝન્ટ છે કે નહીં તે ચેક કરી શકાય.
  • વુંડ કેર : નેક પર કોઇ પ્રકારની ઇન્જરી છે કે નહીં તે ચેક કરવું. જો ઇન્જરી પ્રેઝન્ટ હોય તો તેને ટ્રીટ કરવી. વુંડને બરાબર ક્લીન કરવું જેથી ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરી શકાય.
  • સપોર્ટીવ કેર : પેઇન મેનેજમેન્ટ ન્યુટ્રીશનલ સપોર્ટ જેવી સપોર્ટીવ કેર પ્રોવાઈડ કરવી.
Published
Categorized as MSN 2 FULL COUSE SECOND YEAR, Uncategorised