skip to main content

Pediatric 2019-paper no.1

2019

Q-1 a. Define Spina bifida. 03 સ્પાઈના બાયફીડાની વ્યાખ્યા આપો.

આ એક પ્રકારની ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ છે. જેમા ડેવલપમેન્ટલ એજ દરમિયાન ગર્ભાવસ્થામા બાળકના વર્ટીબ્રલ કોલમના પોસ્ટીરીયર ભાગે જોડાવામા ફેઇલ જવાથી સ્પાઈનલ કોર્ડ ના સ્ટ્રક્ચરનુ અને મેનેજિસ લેયરનુ બહારની બાજુએ પ્રોટુઝન જોવા મળે છે અથવા પ્રોટ્રોઝન વિના પણ આ ડિફેક્ટ જોવા મળે છે.


તે કૉંજીનેટલ ડિફેક્ટ છે. જેમા spinal કોર્ડ અને વર્ટીબ્રા ના લેમીના ના ભાગેથી જોડાવાનુ સ્ટ્રકચર કમ્પલીટ થતુ નથી. આ ગેપ માથી અંદરનુ સ્ટ્રક્ચર બહારની બાજુએ પ્રોટ્રુડ થાય છે.
અહીં વર્ટીબ્રલ કોલમના પોસ્ટર ભાગે આવેલા લેમીનાનું સ્ટ્રક્ચર મા થોડો ગેપ જોવા મળે છે અથવા તો કમ્પલેટ લેમીના ઓપ્શન્સ હોય એવું પણ જોવા મળે છે.

સ્ટ્રકચરલ ડિફેક્ટ ના આધારે તેના ઘણા ટાઈપ પાડવામા આવે છે જેમ કે સ્પાઇના બાઇફીડા ઓકલ્ટા અને સ્પાઇના બાઈફીડા સિસ્ટિકા.


b. Explain types of Spina bifida. 04 સ્પાઈના બાયફીડાના પ્રકારો સમજાવો.

સ્પાઇના બાઈફીડાના મુખ્યત્વે બે પ્રકાર છે. જેમા સ્પાઈના બાયફીડા ઓકલ્ટા અને સ્પાઈના બાયફિડા સિસ્ટિકા..


સ્પાઇના બાયફીડા સિસ્ટીકા એ મુખ્યત્વે મિનિગોશીલ અને મિનિંગો માઈલોસીલ એમ બે રીતે જોવા મળે છે. આ પ્રકારો નીચે મુજબ વિસ્તૃતમા જોઈ શકાય છે.


સ્પાઇના બાઈ ફીડા ઓકલ્ટા..


ન્યુરલ ટ્યુબ ડિફેક્ટમા આ ડિફેક્ટ સૌથી વધારે જોવા મળે છે. જેમા વર્ટીબ્રા ની પોસ્ટિરિયર સાઈડે કમ્પ્લીટ ક્લોઝર થતુ નથી. મુખ્યત્વે આ પ્રકારની તકલીફ એ પાંચમા લંબર વર્ટીબ્રા અને પહેલા સેક્રમ વર્ટીબ્રા ના ભાગે જોવા મળે છે.


આમા ડિફેક્ટ વાળા ભાગમાથી કોઈ પણ સ્ટ્રક્ચર બહારની બાજુએ પોર્ટુડ થતુ નથી. પરંતુ સ્પાઇનલ કોર્ડ નુ ડિસ્પ્લેસમેન્ટ જોવા મળે છે.


અમુક બાળકોમા લંબર અને સેક્રમ ના રિજિયન પાસે નાની ફોલી કે હેર જેવુ સ્ટ્રક્ચર બહાર ઉપસેલ હોય તેવુ જોવા મળે છે.

સાઇન અને સીમટમ્સ

મુખ્યત્વે આ કેસમા સિમટમ્સ જોવા મળતા નથી.
અમુક બાળકોમા નીચે મુજબના સાઇન અને સિમટમ્સ જોવા પણ મળી શકે છે જેમા..


ધીમે ધીમે પગના ભાગે મૂવમેન્ટમા તકલીફ થતી હોય અથવા સેન્સેશનમા તકલીફ થતી હોય તેવુ જોવા મળે છે.

યુરીન પાસ કરવાની નોર્મલ પેટર્ન મા કંઈક ચેન્જ જોવા મળે છે.

બાળકના ચાલવાની પેટન ધીરે ધીરે બદલાતી હોય એવુ જોવા મળે છે.
પગના ભાગે કોઈપણ પ્રકારનુ અલ્સર કે ચીરા પણ જોવા મળી શકે છે.

મુખ્યત્વે આ તકલીફનુ નિદાન એ ફિઝિકલ એક્ઝામિનેશનથી થાય છે જેમા રેડિયોગ્રાફ, માયલોગ્રામ વગેરે પ્રકારના એક્ઝામિનેશનથી ડાયગ્નોસીસ થઈ શકે છે.

મેનેજમેન્ટ
આ કન્ડિશનમા જો કોઈપણ પ્રકારના ન્યુરોલોજીકલ સાઇન અને સિમ્પટમ્સ જોવા મળતા ન હોય તો કોઈ પણ સર્જીકલ કરેક્શન ની જરૂર હોતી નથી પરંતુ જો લક્ષણો જોવા મળે તો સર્જીકલ કરેક્શન કરવામા આવે છે. જેમા લેમિનેકટોમી કરવામા આવે છે એટલે કે વર્ટીબ્રા ની લેમીનાના ભાગને ઓપન કરવામા આવે છે અને સ્પાઇનલ કોર્ડ ની અંદર આવેલા ભાગ ને તથા ડિફેક્ટ ને સર્જીકલી રીપેર કરવામા આવે છે.

મેનિંગૉસીલ..
આ સ્પાઈના બાયફિડા સિસ્ટીકા ની ડિફેક્ટ નો એક પ્રકાર છે. જેમા વર્ટીબ્રલ કોલમના પાછળના ભાગે લેમીના નો ભાગ ફ્યુઝ ન થયો હોય ત્યાંથી એક મેનિંગોસીલ શેક (કોથડી) બહાર આવે છે. જેમા મેનિન્જીસ અને સીએસએફ (CSF) પ્રોટ્રુડ (બહાર નિકડેલ) થયેલા હોય છે. આ શેક વાળા ભાગમા સ્પાઇનલ કોર્ડ કે તેનુ કન્ટેન્ટ હોતુ નથી.

મુખ્યત્વે આ પ્રકારનુ મિનિંગોસીલ એ લંબર અને સેક્રલ રીજીયન મા જોવા મળે છે. ક્યારેક તે થોરસિક રીઝયન મા પણ જોવા મળે છે.
સ્પાઇનલ કોર્ડ ડેમેજ ન થતી હોવાથી ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ આમા જોવા મળતા નથી. પરંતુ આ ટ્રાન્સપરન્ટ શેકના ભાગે જો કોઈ પણ પ્રકારની ઈજા થાય અને સી એસ એફ લીક થાય તો આ ભાગે તથા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મા ઇન્ફેક્શન સરળતાથી જોવા મળે છે.

આ પ્રકારની તકલીફ વાળા બાળકમા સમયાંતરે હેડ સરકમફરન્સ તથા ફ્રંટાનેલ્સ ના બલ્જીંગ માટે મેઝરમેન્ટ કરતા રહેવુ જોઈએ. જેથી હાઇડ્રોસેફેલસ ડેવલપ થાય તો તાત્કાલિક જાણી શકાય છે.

આ પ્રકારની તકલીફમા ડાયગ્નોસીસ એ હિસ્ટ્રી કલેક્શન, ફિઝિકલ એક્ઝામિનેશન, માઈલોગ્રાફી અને રેડિયોગ્રાફી તથા સીટી સ્કેન દ્વારા કરવામા આવે છે..

મેનેજમેન્ટ..
બર્થ પછી તાત્કાલિક બાળકને એબડોમન પર સુવડાવવુ જોઈએ જેથી સેક પર આવતા પ્રેશરને એવોઇડ કરી શકાય..
જો શેક નો ભાગ ઇન્ટેક હોય તો તેને ડ્રેસિંગ થી કવર કરવુ, જો શેક નો ભાગ ડેમેજ થયેલો હોય અને સી એસ એફ લીક થતુ હોય તો ઇન્ફેક્શન ના પ્રીવેન્શન માટે અફેકટેડ ભાગ પર મોઈસ્ટ ડ્રેસિંગ એપ્લાય કરવુ જોઈએ.

બાળકને જેમ બને તેટલુ જલ્દી ડિફેક્ટના સર્જીકલ ક્લોઝર માટે ઓપરેટિવ મેઝરમેન્ટ લેવા જોઈએ. આમા પ્રોગનોસિસ સારો છે પરંતુ જો હાઈડ્રોસેફેલસ કે કોઈપણ પ્રકારના ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ્સ જોવા મળે તો પ્રોગનોસીસ એબનોર્માલીટી ઉપર આધાર રાખે છે..
સર્જીકલ ઓપરેશન પછી બાળકને પ્રોન પોઝીશનમા રાખવામા આવે છે જેથી ઇન્સીઝન સાઈટ પર આવતુ પ્રેશર અટકાવી શકાય.

મેનિંગોમાઈલોસીલ…
આમા વર્ટીબ્રલ કોલમના લેમીનાના ભાગે ક્લોઝર ન થવાના કારણે સ્પાઇનલ ટીસ્યુ મેનેન્જીસ અને સી એસ એફ આ તમામ વસ્તુઓનુ બહારની બાજુએ પોર્ટુઝન થાય છે.
આ તમામ પ્રકારના સ્પાઇના બાયફિડા મા સૌથી વધારે જોવા મળતી તકલીફ છે.
મુખ્યત્વે આ તકલીફ એ લંબર અને સેક્રમના ભાગે જોવા મળે છે છતા પણ તે પૂરા બેકમા કોઈ પણ ભાગે જોવા મળી શકે છે.
આમા પ્રોટ્રુજન ના ભાગે સ્પાઇનલ કોર્ડ નુ ડિસ્પ્લેસમેન્ટ જોવા મળે છે. જેથી મુખ્યત્વે આ પ્રકારની તકલીફ ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ સાથે જ જોવા મળે છે.

આ પ્રકારની તકલીફમાં બાળકમા ફ્લેસીડ પેરાલીસીસ જોવા મળે છે. સેન્સેશન જોવા મળતા નથી. રિફ્લેક્સીસ પણ જોવા મળતા નથી. લોવર એકસ્ટ્રીમિટી ના ભાગે એબનોર્મલ પોસચર મળે છે.
આ કન્ડિશનની સાથે હાઈડ્રોસેફેલસ પણ જોવા મળે છે.
સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમા શેક અને મેનીન્જીસ રપચર થઈ ગયેલા હોવાના કારણે ઇન્ફેક્શન પણ જોવા મળે છે.
બોવેલ અને બ્લેડર ફંકશન અલ્ટર્ડ જોવા મળે છે.
મુખ્યત્વે આ પ્રકારની તકલીફનું નિદાન એ ફિઝિકલ એક્ઝામિનેશન , ન્યુરોલોજીકલ એક્ઝામિનેશન, રેડિયોગ્રાફીકલ સ્ટડી, સી એસ એફ એક્ઝામિનેશન તથા સીટી સ્કેન દ્વારા કરી શકાય છે..

મેનેજમેન્ટ..
આ પ્રકારની તકલીફ એ ખૂબ જ ગંભીર હોય ઘણી સાઈડ માથી સર્જીકલ એપ્રોચ કરી અને સુપર સ્પેશિયાલિસ્ટની ટીમ દ્વારા આ બાળકનુ મેનેજમેન્ટ કરવામા આવે છે.
જેમા પીડીયાટ્રીસીયન, ન્યુરોસર્જન, ઓર્થોપેડિક, યુરોલોજીસ્ટ, ફિઝિયોથેરાપીસ્ટ અને ડાયટેશન આ તમામ ટીમ મેમ્બર્સ ના સક્સેસફુલ એપ્રોચ દ્વારા આ બાળકનુ સર્જીકલ કરેક્શન કરી સર્જીકલ મેનેજમેન્ટ કરવામા આવે છે..


c. Describe the nursing management of patient with Spina bifida. 05 સ્પાઈના બાયફીડા વાળા દર્દીનું નર્સિંગ મેનેજમેન્ટ વર્ણવો.

બાળકના બર્થ પછી જો બેકના ભાગે શેક રપચર થયેલી હોય તો એ સેક ના ભાગે સ્ટરાઇલ મોઇસ્ટ ડ્રેસિંગ મૂકી ઇન્ફેક્શન પ્રીવેન્ટ કરવુ તે નર્સની પ્રાથમિક જવાબદારી છે..

સ્પાઇના બાઈફીડા ના બાળકને એબડોમન ના ભાગે સુવડાવુ જેથી સેક વાળા કે અફેક્ટેડ ભાગ પરનુ પ્રેશર અટકાવી શકાય છે.

આ બાળકને ઇન્ક્યૂબેટર અથવા વાર્મર રૂમમા રાખવુ જોઈએ જેથી તેની બોડી હિટ મેન્ટેઇન કરી શકાય અને ઇન્ફેક્શનના ચાન્સ ને મીનીમાઇઝ કરી શકાય.

બાળકનુ ક્લોઝ મોનિટરિંગ કરવુ જોઈએ. જેમા બાળકની ફિઝિકલ કન્ડિશન, તેની ન્યુરોલોજીકલ કન્ડિશન, સેક ની મેમ્બરેન ઇંટેક છે કે રપચર થયેલી છે, સી એસ એફ લીકેજ ના કોઈ ચાન્સીસ છે કે કેમ, મેનીન્જાઈટીસ કે હાઇડ્રોસેફેલસ ડેવલપ થવાના કોઈ લક્ષણો છે કે કેમ આ તમામ બાબતોનો ક્લોઝ મોનીટરીંગ કરવુ અને રેકોર્ડ્સ રાખવા ખૂબ જ જરૂરી હોય છે.

બાળકની પોઝિશન સમયાંતરે બદલવી જોઈએ જેથી સ્કિનમાં બ્રેક ડાઉન અટકાવી શકાય આ વખતે બાળકના બેકના ભાગનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.


બાળકને યુરીનરી ટ્રેક્ ઇન્ફેક્શન ન લાગે તેના માટે યોગ્ય કેર લેવી જરૂરી છે. બાળકને યુરીનરી રીટેન્શન ન થાય તે માટે જોવુ પણ તેટલુ જ જરૂરી છે. જરૂરિયાત મુજબ અને ડોકટર ઓર્ડર મુજબ કેથેટરાઈઝેશન પણ કરવામા આવે છે. જો કેથેટર મુકેલ હોય તો તેની પણ કેર લેવી જરૂરી હોય છે.

સર્જરી પછી બાળકને ન્યુટ્રીશન માટે ખૂબ જ ધ્યાનથી હેંડલ કરવુ જોઈએ. જેથી સર્જીકલ હીલિંગ સારું આવી શકે અને બાળકનુ વેઇટ ગેઈન પણ થઈ શકે.
સર્જરી પછી બાળકને ઇન્સીઝન સાઈડની તેમજ ડ્રેસિંગ ના ભાગ ની કેર ખુબ જ સ્ટારાઇલ ટેકનિકથી લેવી જરૂરી છે. જેથી ઇન્ફેક્શન ફેલાતુ અટકાવી શકાય.

બાળકના ગ્રોથ અને ડેવલપમેન્ટને પ્રમોટ કરવુ તથા તેને ઈમોશનલી અને સાયકોલોજિકલી સપોર્ટ આપો ખૂબ જ જરૂરી હોય છે.
આ બાળકના માતા પિતાને પણ ચાઈલ્ડ કેર વિશે તેમજ અલગ અલગ જરૂરી મુદ્દા વિશે હેલ્થ એજ્યુકેશન આપવુ જરૂરી છે. તેમજ સમયાંતરે બાળકનુ ફોલોઅપ કરાવતુ રહેવુ પણ જરૂરી છે તે સમજાવું.

OR

a. Define Thalassemia. 03 થેલેસીમીયાની વ્યાખ્યા આપો.

થેલેસેમિયા એ એક પ્રકારનો વારસાગત રોગ છે. જેને વારસાગત હિમોલાઇટીક એનીમિયા તરીકે પણ ઓળખવામા આવે છે.
તેમા હિમોગ્લોબિન ના સિન્થેસિસમા ઘટાડો જોવા મળે છે.
આમા મુખ્યત્વે મેસેન્જર આર એન એ (mRNA) કે જે હિમોગ્લોબિન ની પોલિપેપ્ટાઈડ ચેઇન નુ સિન્થેસિસ કરે છે તેમા ડિફેક્ટ તથા એબનોર્માલીટી જોવા મળે છે.

અલગ અલગ પ્રકારના થેલેસેમિયા મા આ પોલિપેપ્ટાઈડ ની અલગ અલગ ચેઇન મા ડિફેક્ટ હોય છે. જેમા આલ્ફા, બીટા અને ગામા ચેઇન નો સમાવેશ થાય છે.
આ પોલી પેપ્ટાઈડ ચેઇન મા ડિફેક્ટ આવવાના કારણે યોગ્ય હિમોગ્લોબિન નુ સિન્થેસિસ થતુ નથી. જેને થેલેસેમિયા કહેવામા આવે છે.

આર બી સી મા ડિફેક્ટીવ હિમોગ્લોબિન ગોઠવવાના કારણે હાઇપોક્રોમિક માઈક્રોસાઇટીક એનિમિયા આ કન્ડિશનમા જોવા મળે છે.
થેલેસેમિયા એ ગ્રીક શબ્દ થેલાસા એનો મતલબ મોટો સમુદ્ર થાય છે તેના પરથી આવેલો છે.
આ ડીસીઝ એ સૌ પ્રથમ 1925 મા કુલી નામના સાયન્ટિસ્ટ દ્વારા આઇડેન્ટીફાય કરવામા આવ્યો હતો. આથી થેલેસેમિયા મેજર ને કુલીસ એનીમિયા તરીકે પણ ઓળખવામા આવે છે.


b. Explain types of Thalassemia. 04 થેલેસીમીયાના પ્રકારો વર્ણવો.

થેલેસેમિયાને તેની કન્ડિશન ના આધારે નીચે મુજબના પ્રકારમા વહેંચવામા આવે છે.

  1. થેલેસેમિયા મેજર..
    તેને કુલીસ એનિમિયા અથવા મેડીટેરાનીયન એનીમિયા તરીકે પણ ઓળખવામા આવે છે. કારણ કે તે મુખ્યત્વે ગ્રીક અને ઇટાલિયન બાજુએ સૌપ્રથમ જોવા મળેલ હતો.
    થેલેસેમિયા મેજર એ તેના બધા ટાઈપ મા સૌથી વધારે સિરિયસ કન્ડિશન છે. જે થેલેસેમિયા માટે જવાબદાર જીન એટલે કે બીટા ચેઇન બંને મધર ફાધર તરફથી ડિફેક્ટીવ હોય છે. જેના લીધે વારસાગત આ તકલીફ બાળકમા ટ્રાન્સફર થાય છે.
    આમા એરિથ્રોપોએસિસ એટલે કે મેચ્યોર આર બી સી બનવાની ક્રિયા એ પ્રોપર ન થવાના કારણે હિમોલાઈસીસ થાય છે અને તેના લીધે એનીમિયા જોવા મળે છે.
    એનીમિયા ના લીધે કિડની દ્વારા વધારે એરિથ્રોપોએટીન આર બી સી પ્રોડક્શન માટે સ્ટીમ્યુલેટ થાય છે અને ફરી ડિફેક્ટીવ એરિથ્રોપોએસીસ ની ક્રિયા થાય છે જેના લીધે બોન ની મેડ્યુલરી કેનાલ મા પણ ડિફેક્ટ જોવા મળે છે.
    વારંવાર હિમોલાઈસીસ ની ક્રિયા દ્વારા આર બી સી એ લીવર અને સ્પિલીન મા જમા થતા હોવાના કારણે હિપેટૉસ્પલીનો મેગાલી આ કન્ડિશનમા સમય જતા જોવા મળે છે.
    આ કન્ડિશનમા આર બી સી બ્રેક ડાઉન થવાથી બ્લડમા રિલીઝ થાય છે અને તેના લીધે હિમોસાઈડેરોસીસ ડેવલપ થાય છે એટલે કે વધારાનુ આયર્ન એ બોડી ના દરેક ઓર્ગન મા ડિપોઝિટ થાય અને અંતે તે ઓર્ગન ના ફંકશનને ડિસ્ટર્બ કરે છે.
    થેલેસેમિયા મેજર એ ડિફેક્ટીવ હિમોગ્લોબીન ના લીધે ઉત્પન્ન થતી હાઈપોપ્રોલીફરેટીવ એનીમિયા ની કન્ડિશન છે.
  2. થેલેસેમિયા ઇન્ટરમીડિયા.. આ થેલેસેમિયા નો પ્રકાર એ આલ્ફા અને બીટા ચેન ના ડિફેક્ટીવ સિન્થેસિસના કારણે જોવા મળે છે. આ કન્ડિશન પણ અમુક અંશે થેલેસેમિયા મેજર સાથે સંબંધિત છે.
  3. થેલેસેમિયા માઈનર.. થેલેસેમિયા ના પ્રકારોમા આ સામાન્ય ઇલનેસ છે. જેમા મધર કે ફાધર તરફથી આલ્ફા અથવા બીટા ડિફેક્ટીવ જીન એ બાળકને વારસામા મળે છે. આમા હેટેરોઝાયગોસીટી ની કેરેક્ટરિસ્ટ જોવા મળે છે એટલે કે મધર અને ફાધર તરફથી આવતા ડિફેક્ટીવ જીનની કોપી મેચ થતી નથી બંને તરફથી કાં તો આલ્ફા અને બીટા અલગ અલગ જિંન ની કોપી ટ્રાન્સફર થાય છે. બાળકમા આથી આ માઇલ્ડ કન્ડિશન છે. આ કન્ડિશનમા બાળક કમ્પ્લેટલી એસિમ્ટોમેટિક હોય છે અથવા તો બાળકમા માઈલ્ડ એનીમિયા જોવા મળે છે. આ કન્ડિશન વાળા બાળકો નો પ્રોગ્નોસીસ ખૂબ જ સારો હોય છે. બાળકમા માઈલ્ડ એનિમિયા ની સાથે સાથે માઈલ્ડ જોન્ડીસ કે માઈલ્ડ એબડોમિનલ પેઇન પણ જોવા મળી શકે છે. થેલેસેમિયા માઈનર વાળા બાળક એ નોર્મલ લાઈફ જીવી શકે છે અને તેને સામાન્ય રીતે કોઈપણ પ્રકારના મેનેજમેન્ટ ની જરૂર પડતી નથી.


c. Describe the nursing management of patient with Thalassemia. 05 થેલેસીમીયાના દર્દીન નર્સિંગ મેનેજમેન્ટ વર્ણવો.

થેલેસેમીયા વાળા બાળકની કન્ડિશન નુ એસએસએન્ટ કરવુ અને તેમા કોમ્પ્લિકેશન પ્રિવેન્ટ કરવા માટે યોગ્ય સારવાર આપવી જરૂરી છે.
થેલેસેમિયા મેજરવાળા બાળકને વારંવાર હોસ્પિટલાઈઝેશન કરવાની જરૂર પડવાની હોય બાળકને હોસ્પિટલાઈઝેશન માટે સાયકલોજિકલી પ્રિપેર કરવુ ખાસ જરૂરી છે.

આ બાળકને મેડિકલ મેનેજમેન્ટ તરીકે બ્લડ ટ્રાન્સફયુઝન આપવુ અને જરૂરિયાત મુજબ આયર્ન ચીલેટીંગ એજન્ટ આપવા એ થેલેસેમિયા મેજરવાળા બાળકની મુખ્ય સારવાર છે.
આ બાળકને રેસ્ટ અને કમ્ફર્ટનુ ખાસ જરૂર હોય છે જેથી તે પ્રોવાઈડ કરવો.

બાળકને યોગ્ય બેલેન્સ ડાઈટ આપો વિટામીન અને સપ્લીમેન્ટ ખાસ મળી રહે તે પ્રકારનો ડાયટ આપવો અને બાળકના ડાઈટમા આયર્ન બંધ કરવું.
બાળકને ઇન્ફેક્શન લાગતુ અટકાવવા માટે તેને સાથે કમ્પ્લીટ એસેપ્ટિક ટેકનીક થી હોસ્પિટલ દરમિયાન કામ કરવું.

બાળકના માતા પિતાને ડીઝીઝ નો પ્રોગ્નોસીસ અને ટ્રીટમેન્ટ વિશે માહિતી આપવી.
બાળકના માતા પિતાને ખાસ સાયકોલોજીકલ અને ઈમોશનલ સપોર્ટ પૂરો પાડવો.

બાળકને તથા તેના માતા પિતાને ડીઝિઝમા જરૂર હોય ત્યારે સર્જીકલ ઇન્ટરવેશનની પણ જરૂરિયાત ઊભી થાય શકે છે. આ સંબંધિત પેરીઓપરેટિવ નર્સિંગ કેર પ્રોવાઈડ કરવી.
ફોલો અપ કેર બાબતે હેલ્થ એજ્યુકેશન આપવુ તથા માતા પિતાને બાળકની ઘરે સાર સંભાળ લેતા શીખવવુ.

Q-2. a. Explain the Physiology of lactation and describe factors inhibiting breast feeding. 08 લેકટેશનની ફીઝીયોલોજી રામજાવો અને બ્રેસ્ટ ફીડીંગ ને અવરોધ કરતા પરીબળો વર્ણવો.

લેકટેશન એટલે કે મિલ્ક પ્રોડક્શન થવાની ક્રિયા. બાળકના જન્મ પછી મધર બાળકને બ્રેસ્ટ ફીડીગ દ્વારા તેનુ સંપૂર્ણ ન્યુટ્રિશન આપે છે. આ લેકટેશન ની ક્રિયા ની ફિઝિયોલોજી નીચે મુજબ વર્ણવી શકાય છે.

માતાના બ્રેસ્ટ ટીસ્યુ મા લોબ અને લોબ્યુલ્સ આવેલા હોય છે. જે લોબ્યુલ્સ મા નાની નાની એલ્વીઓલાઈ અને ડકટ આવેલી હોય છે. આ નાની-નાની એલ્વીઓલાઈ એ લેક્ટિફેરસ ડકટ સાથે જોડાયેલી હોય છે અને તે લેક્ટિફેરસ ડક્ટ એ એરીઓલા ના ભાગે ખુલે છે.

દરેક નીપલ ના ભાગે અંદાજિત 20 લેક્ટિફેરસ ડક્ટ ના ઓપનિંગ આવેલા હોય છે.
મધર ના પ્રેગ્નન્સી ના બીજા અને ત્રીજા ટ્રાઇમેસ્ટરમા હોય ત્યારે આ એલ્વીઓલાઈ એ મિલ્ક ના કોલોસ્ટ્રોમ નુ સિક્રેશન સિક્રેટ કરે છે.

બાળકની ડીલીવરી પછી પ્લેશન્ટા રીમુવ થાય છે અને ઇસટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના લેવલમા ઘટાડો થાય છે. આ સાથે પ્રોલેક્ટીન હોર્મોન ના લેવલમા વધારો થાય છે. આ ચેન્જીસ એ લેકટેશન ની ક્રિયાને સ્ટાર્ટ કરે છે. જે બ્રેસ્ટ ટિસ્યૂ માથી મિલ્ક ના સિક્રીશન માટે જવાબદાર હોય છે.
આ ઉપરાંત બ્રેસ્ટ માથી મિલ્ક ના સિક્રીશન નો મુખ્યત્વે આધાર એ બાળક દ્વારા મધરના બ્રેસ્ટ ના શકિંગ દ્વારા થતા મિકેનિકલ સ્ટીમ્યુલેશન થી જોવા મળે છે.

મિલ્ક સિક્રીશનના પ્રોસેસમા મુખ્યત્વે બે રિફ્લેક્સીસ અગત્યના હોય છે જે નીચે મુજબ છે.

  1. મિલ્ક પ્રોડ્યુસિંગ રિફ્લેક્સ..
    જ્યારે બાળક એ મધરના બ્રેસ્ટ મા ફીડિંગ કરે છે ત્યારે શકીંગ કરે છે અને તેના આ શકિંગ કરવાની ક્રિયાના લીધે મધરના બ્રેસ્ટના એરીઓલાના ભાગે આવેલા નર્વ એન્ડીંગસ સ્ટીમ્યુલેટ થાય છે અને તે હાઇપોથેલેમસ ને ઈમ્પલસીસ આપે છે. આ હાયપોથેલામસ ના ઇમ્પલસીસ એન્ટિરિયર પિચ્યુટરી ગ્લેન્ડને મળે છે અને એન્ટિરિયર પીચ્યુટિક ગ્લેન્ડ એ પ્રોલેકટીંન હોર્મોનનુ બ્લડમા સિક્રીશન વધારે છે. આમ પ્રોલેક્ટિંન હોર્મોન નુ સિક્રીશન મા વધારો થવાથી બ્રેસ્ટ ટીસ્યુ દ્વારા વધારે મિલ્ક નુ પ્રોડક્શન થાય છે. જેમ બાળક દ્વારા વધારે શકીંગ કરવામા આવે તેમ વધારે પ્રોડલેક્ટિંન હોર્મોન પ્રોડ્યુસ થાય છે અને વધારે મિલ્કનુ સિક્રીશન જોવા મળે છે.
  2. મિલ્ક ઇજેક્શન રિફ્લેક્સ..
    આને લેટ ડાઉન રિફ્લેક્સ પણ કહેવામા આવે છે.
    આમા જ્યારે બાળક દ્વારા શકીંગ કરવામા આવે છે, ત્યારે બ્રેસ્ટના નર્વ એન્ડિંગ એ હાઇપોથેલામસ દ્વારા પોસ્ટીરિયર પિચ્યુટરી ગ્લેન્ડને સ્ટીમ્યુલેટ કરી વધારે ઓક્સિટોસિન હોર્મોનનુ સિક્રીશન કરે છે. આ ઓક્સિટોસિન હોર્મોન એ બ્રેસ્ટની અંદર આવેલ એલ્વીઓલાઇ ની આજુબાજુએ આવેલા માયો એપીથિલિયમ સેલને કોન્ટ્રાક્ટ કરે છે અને એલ્વીઓલાઇ ના દબાવે (કમ્પ્રેસ) છે. જેના લીધે મિલ્ક એ લેક્ટિફેરસ ડક્ટ મા થઈ નીપલ ના એરીઓલા ના ભાગે આવે છે. આ રીતે મિલ્ક એ ડક્ટ માથી ઈજેક્ટ થાય છે..
    ઉપરોક્ત બંને રિફ્લક્ષ એ બાળક દ્વારા મધરના બ્રેસ્ટ ને શક કરવાના લીધે સ્ટીમ્યુલેટ થતા રહે છે અને લેકટેશન ની પ્રોસેસ મેન્ટેન રહી છે…

બેસ્ટ ફીડીંગ ને અવરોધ કરતા પરિબળો નીચે મુજબ છે..

બેસ્ટ ફીડીંગ દરમિયાન મધર અથવા બાળક સહિતના બીજા અલગ અલગ પ્રોબ્લેમ્સ જોવા મળે છે જે પ્રોબ્લેમ ના કારણે બ્રેસ્ટ ફીડીંગ અવરોધાય છે જે નીચે મુજબના છે.

  1. ઇન્વર્ટેડ નીપલ.
    મધરના બેસ્ટ ના નિપલ નો ભાગ એ કાંતો ચપટો હોય છે અથવા તો તે અંદરની તરફ વળેલો હોય છે. તેને ઇન્વર્ટેડ નીપલ અથવા ફ્લેટ નીપલ કહેવામા આવે છે. આ પ્રકારની નીપલ ના લીધે નોર્મલ બ્રેસ્ટ ફીડીંગ બાળકને આપી શકાતુ નથી.
    આમા જ્યારે પણ મધરને ઈન્વર્ટેડ કે ફ્લેટ નીપલ ડાયગ્નોસ થાય તરત જ તેની સારવાર કરવી જોઈએ.
    જેમા મધર ને નીપલ બહારની બાજુ ખેંચી અને રોલ કરવા જણાવો.
    એક દસ એમએલ ની સીરીઝ લઈ નીપલને બહારની બાજુ તરફ પ્રેશર સાથે ખેંચવા જણાવો. આ સીરીજ ને નિર્મળા સિરીઝ પણ કહેવામા આવે છે. આની મદદથી થોડા સમયમા આ નિપલ કરેક્ટ કરી શકાય છે અને બ્રેસ્ટ ફીડિંગ સારી રીતે શરૂ કરી શકાય છે.
  1. શોર નીપલ..
    એટલે કે નીપલ ના ભાગે ચાંદી (અલ્સર) પડવી અથવા નીપલ ક્રેક થવી આ એક પેઇનફૂલ કન્ડિશન છે. જેમા બાળકને મધર દ્વારા નોર્મલ બ્રેસ્ટ ફીડીંગ કરી શકાતુ નથી..
    આ કન્ડિશનના મેનેજમેન્ટમા મધર ને પ્રોપર બ્રેસ્ટ ફીડીંગ ટેકનીક સમજાવવી મધર ને બ્રેસ્ટ અને નીપલ નુ હાઈજિન બરાબર જાળવવા જણાવવુ. સોર નીપલ કે ક્રેક નીપલ વાળા ભાગ પર બ્રેસ્ટ ફીડીંગ ના અંતમા આવતુ હિંડ મિલ્ક લગાવવુ જેથી તે ભાગ ઝડપથી હિલ થઈ શકે. નીપલના આ ભાગને પૂરતી એર મળી રહે તેવી રીતે ખુલ્લો રાખવો.
  2. બ્રેસ્ટ એંગોર્જમેન્ટ…
    જ્યારે મધર દ્વારા બાળકને બ્રેસ્ટ ફીડીંગ જલ્દી કરાવવામા આવતુ નથી અથવા બાળક બ્રેસ્ટ ફીડીંગ કરતુ નથી ત્યારે બ્રેસ્ટ મિલ્ક નુ બેસ્ટ મા ભરાવો થવાના કારણે બ્રેસ્ટ એન્ગોર્જમેન્ટ જોવા મળે છે. બાળકને પ્રોપર બ્રેસ્ટ ફીડીંગ કરી શકાતુ નથી..
    મધર ને પ્રોપર બ્રેસ્ટ ફીડીંગ ટેકનીક વિશે સમજાવો.
    મધર ને બ્રેસ્ટ પર વાર્મ કમ્પ્રેસ આપવા.
    મધર ને જરૂર જણાય તો એનાલજેસીક્સ મેડિસિન પેઇન રીલીવ કરવા માટે આપવી.
    બ્રેસ્ટ મિલ્ક ને મિલ્ક પંપ દ્વારા અથવા તો મેન્યુઅલી એક્સપ્રેસ કરી અને બહાર કાઢવું અને બાળક ને વાટકી ચમચી ની મદદ વડે આપવા ની મેથડ સમજાવવી.
  3. બ્રેસ્ટ અબ્સેસ..
    જ્યારે બ્રેસ્ટ ના ટીસ્યુમા ઇન્ફેક્શન કે ઇન્ફ્લામેશન લાગી પસ ફોર્મેશન થાય છે, તેને બ્રેસ્ટ એબસેસ કહેવામા આવે છે.
    આ એક પેઇનફૂલ કન્ડિશન છે. આ કન્ડિશનમા બાળકને બ્રેસ્ટ ફીડીંગ આપવુ જોઈએ નહીં..
    આ કન્ડિશનની ટ્રીટમેન્ટ માટે મધર ને એનલજેસિક્સ અને એન્ટિબાયોટિક મેડિસિન આપવી જોઈએ.
    જરૂર જણાય તો બ્રેસ્ટ ના ભાગે ઇનસિઝન મૂકી પસ બહાર ડ્રેનેજ કરવુ જોઈએ.
    બીજી સાઈડના બ્રેસ્ટ ના ભાગે બ્રેસ્ટ મિલ્ક શરૂ રાખવુ જોઈએ.
  4. આ ઉપરાંત અમુક બેબી એ બ્રેસ્ટ ફીડીંગ કરતા નથી તેથી તેના માટે મધરને યોગ્ય પોઝિશન આપતા સમજાવુ બાળકને સારી રીતે એટેચ કરવાની ટેકનીક સમજાવવી.
    બાળકને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ ફીલ કરાવવું.
    બાળક ભૂખ્યુ હોય ત્યારે બ્રેસ્ટ ફીડીંગ આપવુ.
    બાળક ઊંઘમાં ન હોય અને જાગતુ હોય ત્યારે જ બ્રેસ્ટ ફીડીંગ આપવુ.

ઉપરોક્ત દરેક બાબતનુ બ્રેસ્ટ ફીડીંગ આપતી વખતે ધ્યાન રાખવુ જરૂરી છે જો કોઈ પણ પ્રોબ્લેમ હશે તો બ્રેસ્ટ ફીડિંગ અસરકારક રીતે કરી શકાશે નહીં.


b. Describe about BFHI (Baby friendly hospital initiative). 04 બેબી કેન્ડલી હોસ્પિટલ ઇનીશીએટીવ વિશે લખો.


બી એફ એચ આઈ એ બ્રેસ્ટ ફીડીંગ ના પ્રમોશન, પ્રોટેક્શન અને સપોર્ટ માટે ડબલ્યુ એચ ઓ (WHO) અને યુનિસેફ દ્વારા પ્રમોટ કરવામા આવે છે.
આના માટેનુ મુખ્ય ધ્યેય એ એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડીંગ બાળકને છ મહિના સુધી અપાવવાનો છે અને કંટીન્યુઅસ બ્રેસ્ટ ફીડીંગ એ કોમ્પ્લીમેન્ટરી ફીડિંગ તરીકે બે વર્ષનુ બાળક થાય ત્યા સુધી આપવાનો છે.

બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ એ બ્રેસ્ટ ફીડીંગ ના સક્સેસફુલ બ્રેસ્ટ ફીડીંગ પ્રમોશન માટે એક પોલીસી તૈયાર કરેલી હોવી જોઈએ. જે પોલીસી એ હોસ્પિટલ ના સ્ટાફ અને મધર દ્વારા બાળકને એક્સક્લુસિવ બ્રેસ્ટ ફીડીંગ ના પ્રમોશન માટે કાર્ય કરતી હોવી જોઈએ. જેના સ્ટેપ્સ રિટર્ન મા હોવા જોઈએ. આ સ્ટેપ નીચે મુજબના છે..

હોસ્પિટલમા બી એફ એચવ આઇ માટેની રિટન (લખેલી) હોવી જોઈએ અને દરેક સ્ટાફને તેની જાણ હોવી જોઈએ.
હોસ્પિટલમા કાર્ય કરતા દરેક સ્ટાફ એ આ પોલીસી જાણતા હોવા જોઈએ અને આ પોલીસીને અમલમા મુકવા માટે ટ્રેઇન થયેલા હોવા જોઈએ.
આ પોલીસી મુજબ દરેક પ્રેગનન્ટ મધરને બ્રેસ્ટ ફીડીંગ ના એડવાન્ટેજીસ અને બ્રેસ્ટ ફીડીંગ વિશેની સંપૂર્ણ માહિતી આપવી જોઈએ.
બાળકના જન્મ પછી અડધા કલાકની અંદર મધર બાળકને બ્રેસ્ટ ફીડીંગ આપે તેના માટે મધર ને મદદ કરવી જોઈએ.
મધર ને બેસ્ટ ફીટીંગ ના તમામ આસપેક્ટ બાબતે સમજાવુ જોઈએ તથા બાળકને લેકટેશન મેન્ટેઇન કરવા માટે મધર ને એજ્યુકેશન આપવુ જોઈએ.
મધર ને સમજાવુ જોઈએ કે તેના બાળકને છ મહિનાના પિરિયડ સુધી બેસ્ટ મિલ્ક સિવાયનુ કોઈ પણ ફૂડ કે પાણી પણ આપવુ જોઈએ નહીં.
આ પોલીસી મુજબ મધર સતત બાળક સાથે જ રહે એટલે કે સંપૂર્ણ મધર અને બાળક એક સાથે રહેવાની પ્રેક્ટિસને રૂમિંગ ઈન કહેવાય છે. આ પ્રેક્ટિસ નુ પ્રમોશન કરવું જોઈએ.
બાળકને ડિમાન્ડ હોય ત્યારે જ બ્રેસ્ટ ફીડીંગ આપવા મધર ને સમજાવું જોઈએ.
બાળકને બ્રેસ્ટ ફીડીંગ માટેના કોઈપણ આર્ટિફિશિયલ પેસિફાયર્સ આપવા જોઈએ નહીં.
બ્રેસ્ટ ફીડિંગ ને સપોર્ટ કરતા ગ્રુપ સાથે મધર ને મળાવવુ જોઈએ અને ડિસ્ચાર્જ દરમિયાન આ પ્રકારના મેમ્બર ને મધર મળી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

OR

a. Describe the Immediate care of new born. 08 નવજાત શીશ ની જન્મ બાદ તુંરત લેવામા આવતી કેર વર્ણવો.

ન્યુ બોર્ન ની જન્મ પછીની તરત જ કેર એ ઇમિડીયેટ કેર તરીકે ઓળખાય છે. આ કેર મા બાળકોનો એર વે ઓપન મેન્ટેન રાખવો, બાળકનુ બ્રિધીંગ અને સર્ક્યુલેશન પ્રોપર કરવુ તથા બાળકોનુ ટેમ્પરેચર મેન્ટેઇન કરવુ આ પ્રાયોરિટી કેર મા સમાવેશ કરવામાં આવે છે..

ટોટલ બેબી બર્થ ના 90% જેટલા બાળકોમા જન્મ પછી રેસ્પીરેશન સ્પોન્ટેનીયસલી શરૂ થઈ જાય છે. કોઈ એક્સ્ટ્રા એફર્ટ કરવાની જરૂર પડતી નથી પરંતુ અમુક બાળકોમા તે સામાન્ય શરુ થતા નથી જેમા રીસક્સીટેશનના મેજરમેન્ટ લેવાની જરૂર પડે છે.

હેલધી નીઓનેટ માટે તેનુ બોડી ટેમ્પરેચર અને વાર્મથ જાળવવુ, બ્રેસ્ટ ફીડીંગ આપવુ, તેનુ ક્લોઝ મોનિટરિંગ કરવુ અને કોઈ પણ ઇન્જરી કે ઇન્ફેક્શન માટે અસેસમેન્ટ કરવુ અને મધર ને તેના બાળકથી સેપરેટ ન કરવુ આ મુખ્ય કેર મા સમાવેશ કરવામા આવે છે..

નવજાત શિશુને ઇમિડીયેટ કેર મા જન્મ પછી બાળકને તરત જ ડ્રાય કરવામા આવે છે. જેમા ઝડપથી ડ્રાય કરવાથી તેની બોડી હીટ મેન્ટેઇન રહે છે અને બાળકને હાઇપોથર્મિયામા જતા અટકાવી શકાય છે.
જન્મ પછી બાળકને તેના કોર્ડ ક્લેમ્પ ને જો બાળક તંદુરસ્ત હોય અને રેસ્પિરેશન બરાબર સ્ટાર્ટ થઈ ગયા હોય તો કોર્ડ ક્લેમ્પ બને તેટલુ મોડુ કરવુ હિતાવહ છે. જેથી બાળકમા પૂરતુ બ્લડ સર્ક્યુલેશન થાય. આ કોર્ડ ને અંબેલિકસ ના બે થી ત્રણ સેન્ટીમીટર દૂરના ભાગેથી કટ કરવામા આવે છે અને તેને ડ્રાય કરવામા આવે છે. આ કોર્ડ ના ભાગે કોઈપણ પ્રકારના સબસ્ટન્સ એપ્લાય કરવામા આવતા નથી તેને ખુલ્લુ રાખી અને ડ્રાય રાખવામાં આવે છે.

બાળકને ડિલિવરી પછી તરત જ મધરના સ્કીન ટુ સ્કીન કોન્ટેક મા રાખવામા આવે છે અને બને તેટલા વહેલા બાળકને બ્રેસ્ટ ફીડિંગ શરૂ કરાવડાવવામા આવે છે.
જન્મ પછી બાળક નુ બર્થ વેઇટ એસેસ કરવામા આવે છે તથા બાળકને વિટામિન કે ઇન્જેકટેબલ ફોર્મમા પણ આપવામા આવે છે. જેથી બાળકના ક્લોટિંગ ફેક્ટર્સ ડેવલપ થાય અને બાળકને બિલ્ડીંગ ટેન્ડન્સી મા ઘટાડો જોવા મળે છે.

ત્યારબાદ બાળકનુ ઝડપથી ઈનીશીયલ એસેસમેન્ટ કરવામા આવે છે. આ એસેસમેન્ટ મા બાળક ને કોઈ પણ જગ્યાએ જન્મજાત ખોડખાપણ હોય તો તપાસવામા આવે છે અને બાળકની નોર્મલ અને હેલ્ધી કેરેક્ટરિસ્ટીકસ ઓળખવામા આવે છે. જો કોઈ પણ એબનોર્માલિટી હોય તો અર્લી આઇડેન્ટીફાય કરવામા આવે છે.

એસેસમેન્ટ બાદ બાળકને કમ્પ્લીટ ડ્રાય ક્લોથ મા કવર કરવામા આવે છે. બાળકને આઇડેન્ટિફિકેશન ટેગ આપવામા આવે છે અને બાળકની સેક્સ એ મધર ને જણાવવામા આવે છે.
જો કોઈપણ પ્રકારની એબનોર્માલીટી જોવા મળે નહીં તો મધરને બાળક સાથે ઓબ્ઝર્વેશનમા તેના બેડ પર ટ્રાન્સફર કરવામા આવે છે. મધરને બાળકને બ્રેસ્ટ ફીડીંગ કંટીન્યુ કરાવવા માટે તથા તેની કેર માટે સમજાવવામા આવે છે.


b. Write about kangaroo mother care. 04 કાંગારૂ મધર કેર વિશે લખો.

કાંગારૂ મધર કેર એ એક એવી ટેકનીક છે જે લો બર્થ વેઇટ વાળા બાળકને ખૂબ જ ઉપયોગી થાય છે.
આ ટેકનિકમા બાળકને સ્કીન ટુ સ્કીન કોન્ટેક મા રાખવામા આવે છે અને બાળકને ઈમોશનલ સપોર્ટ આપી તેને બ્રેસ્ટ ફીડીંગ પ્રમોટ કરવામા આવે છે.

કે એમ સી એ હોસ્પિટલે તેમજ ઘરે બંને વાતાવરણમા મધર- બાળકને આપી શકે છે. જેમા મધરના બે બ્રેસ્ટ ની વચ્ચે ચેસ્ટના ભાગે બાળકને તેના ક્લોથ રીમુવ કરી સ્કીન ટુ સ્કીન કોન્ટેક મળે એ રીતે રાખવામા આવે છે. જેમા બાળકને ઈમોશનલ સપોર્ટ અને ન્યુટ્રીશન પૂરતુ મળી રહે છે.
કાંગારુ મધર કેર ના અગત્યના આસ્પેક્ટ તરીકે મધર અને બાળક વચ્ચે સ્કિન ટુ સ્કીન કોન્ટેક્ટ અને એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડીંગ છે.
તેમજ આ ટેકનિકના ઉપયોગથી બાળકને વેઇટ ગેઈન ઝડપથી થાય છે. જેથી હોસ્પિટલમાથી ઝડપથી ડિસ્ચાર્જ મેળવી શકાય છે અને ઘરે પણ મધર બાળકને આ પ્રકારની કેર આપી શકે છે.

કે એમ સી ના ફાયદાઓ…

કે એમ સી દ્વારા મધર અને બાળક વચ્ચે સ્કિન ટુ સ્કીન કોન્ટેક્ટ મેન્ટેન થવાના લીધે બાળકની બોડી હિટ અને ટેમ્પરેચર જળવાઈ રહે છે. તેમજ તેનુ મેટાબોલિઝમ પણ પ્રોપર થાય છે.
કે એમ સી ના પ્રોસિજર દરમિયાન મધર બાળકને જરૂર પડીએ તાત્કાલિક ડિમાન્ડ ફીડીંગ આપી શકે છે. મધર અને બાળક વચ્ચેનો બોન્ડ મજબૂત બને છે જેથી બાળક ને બ્રેસ્ટ ફીડીંગ નુ પ્રમોશન કરી શકાય છે.

કે એમ સી દરમિયાન મધર બાળકના સતત ક્લોઝ કોન્ટેક મા રહેવાના કારણે બાળકની પ્રોપર સેન્સ અને સાયકોલોજીકલ સેટીસફેકશન ડેવલપ કરવામા ખૂબ જ અગત્યની સાબિત થાય છે.
બાળક મધર સાથે સતત સ્કીનટુ સ્કીન કોન્ટેક મા રહેવાના કારણે બાળકને સતત સ્ટીમ્યુલેશન મળે છે અને એપનિયા જેવી કન્ડિશન પ્રીવેન્ટ કરી શકાય છે.

બાળક મધર દ્વારા જ સતત હેન્ડલ થતુ હોવાથી બાળકને કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ ખૂબ ઘટી જાય છે.
બાળકની ફીડીંગ નીડ પૂરી થવાના કારણે બાળકના વજનમા પણ સતત વધારો જોવા મળે છે. આથી લો બર્થ વેઇટ વાળા બાળકમા આ ઉત્તમ સારવાર છે.
બાળકને મધર કે એમ સી બેગ દ્વારા કેરી કરતી હોવાથી બાળકના સરળ અને સલામત ટ્રાન્સપોર્ટેશન માટે પણ ખૂબ અગત્યની મેથડ છે.
માતા દ્વારા બાળકની સતત કેર લેવાતી હોવાથી માતાને બાળકની સાયકોલોજીકલ ચિંતા મા ઘટાડો થાય છે. તેમજ બાળકની કન્ડિશનમા ઇમ્પ્રુવમેન્ટ થવાના કારણે મધર પણ હેપી ફીલ કરે છે.

કાંગારુ મધર કેર આપતી વખતે ધ્યાનમા રાખવાના મુદ્દાઓ…

કે એમ સી આપનાર વ્યક્તિને ટ્રેઇન વ્યક્તિ દ્વારા ટ્રેનિંગ મળવી જરૂરી છે. તેને કમ્પ્લીટ પ્રોસિજર સમજાવો જરૂરી છે.
કોઈપણ વ્યક્તિ બાળકને કે એમ સી કેર આપી શકાય છે પરંતુ માતા આ કેર આપે એ વધારે યોગ્ય છે. આ પ્રોસિજર કરતી વખતે બાળકની જનરલ કન્ડિશન સ્ટેબલ હોવી જરૂરી છે.
લો બર્થ વેઇટ વાળા બાળકને જો તે સ્ટેબલ હોય તો આ થેરાપી આપી શકાય છે.

કે એમ સી એ બને ત્યા સુધી મધર દ્વારા આપવી જોઈએ આના માટે મધર ને સાયકલોજીકલી પ્રિપેર કરવી જરૂરી છે. તેને પ્રોસિજર સમજાવી અને મધર નુ પાર્ટિસિપેશન મેળવી શકાય છે. જો મધર અવેલેબલ ન હોય તો ફાધર કે ફેમિલીના કોઈપણ સભ્યો આ પ્રોસિજર આપી શકે છે.

કે એમ સી પ્રોસિજર વખતે મધર ના ચેસ્ટ ના કપડા રિમૂવ કરાવવાના હોય છે અને બાળકને પણ કોઈપણ કપડા વિના મધર ની છાતી સાથે સ્કીન ટુ સ્કીન કોન્ટેક મા રાખવાનુ હોય છે. આ વખતે મધર ને લુઝ કપડા પહેરવા માટે એડવાઈઝ આપવામા આવે છે.
આ પ્રોસિજર આપતી વખતે બાળકને અપરાઇટ પોઝીશનમા મધરના બે બ્રેસ્ટ ની વચ્ચે તેનુ હેડ એક બાજુએ ટર્ન કરી રાખવામા આવે છે. આ પોઝિશન દરમિયાન તેનો એર વે ઓપન હોવો જોઈએ તથા તેની આય ટુ આય કોન્ટેક્ટ મધર સાથે મેન્ટેઇન થતો હોવો જોઈએ. બાળક એ મધરની છાતી સાથે દેડકાની જેમ વળગેલુ હોવું જોઈએ.

આ પ્રોસિજર કરતી વખતે મધર ને પ્રાઇવસી આપવી તથા મધર ને સમજાવવુ કે બાળકનુ વખતો વખત ઓબ્ઝર્વેશન કરતુ રહેવુ.
એક સેશનમા વધારે બાળકને ઓછામા ઓછુ 1 થી 2 કલાક સુધી આ પોઝિશનમા રાખવુ જોઈએ. મધરની અને બાળકની કન્ડિશન અને કન્વીનીયન્સી મુજબ આ પ્રોસિજર બને ત્યા સુધી મેક્સિમમ લેવલે શરૂ રાખી શકાય છે.

કે એમ સી પ્રોસિજર આપવાના કલાકના આધારે તેને નીચે મુજબના ક્લાસિફિકેશનમાં વર્ણવી શકાય છે. જેમા શોર્ટ ટર્મ કે એમ સી એ દિવસમા 4 કલાક જેટલા સમય સુધી આપવામા આવે છે. એક્સટેન્ડેડ કેમ એમ સી એ 5 થી 8 કલાક સુધી અને લોંગ કે એમ સી એ 9 થી 12 કલાક અને કંટીન્યુસ કે એમ સી એ દિવસના 12 કલાકથી પણ વધારે સમય સુધીના ડ્યુરેશનમા આપવામાઆવે છે.

કે એમ સી એ બાળકના વજનમા વધારો થાય અને જનરલી 2,500 ગ્રામ જેટલા વજન સુધી પહોંચ્યા બાદ કે એમ સી ડીસકંટીન્યુ કરી શકાય છે. પરંતુ જો મધર કે ફેમિલી મેમ્બર ની ઈચ્છા હોય તો આ પ્રોસિજર ને લાંબો સમય સુધી પણ ચલાવી શકાય છે.

Q – 3 Write short answer (Any Two) ટુંકમા જવાબ લખો (કોઈ પણ બે) 2×6 =12

a. Enlist congenital anomalies of Digestive, Skeletal and Neurological system. ડાયજેસ્ટીવ, સ્કેલેટલ અને ન્યુરોલોજીકલ સીસ્ટમમાં જોવા મળતા જન્મજાત ખોડ ખાંપણ ની યાદી બનાવો.

ડાયજેસ્ટિવ, સ્કેલેટલ અને ન્યુરોલોજીકલ કોંજીનેટલ એબનોર્માલીટી ની યાદી બનાવો…

કોંજીનેટલ એનોમલી એટલે કે જન્મજાત ખોડખાપણ જેમા બાળક મા જન્મતાની સાથે જ અમુક તકલીફ સાથે જન્મે છે.

ડાયજેસ્ટિવ સિસ્ટમની જન્મજાત ખોડખાપણ નીચે મુજબ છે.
ક્લેફટ લિપ અને ક્લેફ્ટ પેલેટ
ઈસોફેજીયલ એટ્રેસિયા
ટ્રકીયો ઇસોફેજિયલ ફીસ્યુલા
કોંજિનેટલ હાઇપરટ્રોફિક પાઈલોરિક સ્ટેનોસીસ
ઑમ્ફેલોસીલ
ડાયાફ્રેગ્મેટિક હર્નીયા
ઈમપર્ફોરેટેડ એનસ…

સ્કેલેટલ સિસ્ટમની જન્મજાત ખોડખાપણ નીચે મુજબની છે…

ક્લબ ફૂટ
હિપ ડિસપ્લેસમેન્ટ
બો લેગ (Bow Leg)
નોક ની (Knock Knee)
પોલીડેક્ટીલી
સિંડેક્ટિલી

ન્યુરોલોજિકલ જન્મજાત ખોડખાપણ ની યાદી નીચે મુજબની છે.

હાઈડ્રોસેફેલસ
સેરેબ્રલ પાલસી
સ્પાઇના બાઈફીડા
મેનીંગોસીલ
મેનિંગો માઈલોસિલ.

b. Write about Recent Immunization Schedule. હાલ+રસીકરણ સમયપત્રક લખો.

c. Describe nursing management for Tetralogy of Fallot. ટેટ્રોલોજી ઓફ ફેલોટનુ નર્સિંગ મેનેજમેન્ટ વર્ણવો.

ટેટ્રોલોજી ઓફ ફેલોટ નુ નર્સિંગ મેનેજમેન્ટ નીચે મુજબ છે.

આ સાઇનોટિક હાર્ટ ડીસીઝ ની કન્ડિશન હોય બાળકમા સાઈનોસિસ જોવા મળતુ હોય ત્યારે બાળકની ખાસ કાળજી લેવાની જરૂર છે.
હાઇપોક્સિક સ્પેલ એટલે કે બાળકને ઓક્સિજનેટેડ બ્લડ પૂરતુ ન મળવાના કારણે સાઈનોસિસ ડેવલપ થવાના લીધે જે એપિસોડ જોવા મળે તેને હાઈપોકશિક સ્પેલ કહેવામા આવે છે. આ સમય દરમિયાન બાળકને ઓક્સિજન થેરાપી આપવી, તેને ની ચેસ્ટ પોઝીશન એ ખાસ ઓક્સિજન સપ્લીમેન્ટ સ્પેલ ને દૂર કરવા માટે ખૂબ જ જરૂરી છે. બાળક ને આઈવી ફ્લૂઇડ આપવુ.
બાળકના મધર ફાધર પાસેથી કમ્પ્લીટ હિસ્ટ્રી કલેક્શન કરવુ અને એ મુજબ કેર પ્લાન નક્કી કરવો.
સમયાંતરે બાળકના એન્થ્રોપોમેટ્રિક મેઝરમેન્ટ લેવા જેથી બાળકમા ગ્રોથ ફેલયોર નુ આઈડેન્ટિફિકેશન કરી શકાય.
થોડા સમયે બાળકના વાઈટલ સાઇન ચેક કરતા રહેવા જેથી બાળકની કન્ડિશન અને ઓક્સિજન લેવલ મેન્ટેઇન કરી શકાય.
બાળકનુ ફીડિંગ બીહેવિયર તેની ન્યુટ્રીશનલ need તેનો ઇન્ટેક અને આઉટપુટ ચાર્ટ આ તમામ બાબતોનુ ખાસ મોનિટરિંગ અને રેકોર્ડિંગ રાખવુ જરૂરી છે.

સમયાંતરે બાળકના લેબ રિપોર્ટ ઇન્વેસ્ટિગેટ કરાવતા રહેવા જેથી બાળકની ક્લિનિકલ કન્ડિશન વિશે માહિતી મેળવી શકાય.
બાળકની રેસ્પીરેટરી સિસ્ટમ અને તેના હાર્ટ સાઉન્ડ નુ અસેસમેન્ટ કરવુ જોઈએ. જેથી પ્રોબ્લેમ નુ અર્લી આઇડેન્ટિફિકેશન કરી શકાય.
બાળકની કન્ડિશન વિશે અને તેના પ્રોગનોસીસ વિશે તેના મધર ફાધરને સમજાવવુ જરૂરી છે.
બાળકને આઉટડોર ગેમ્સ તથા વધારે એક્ટિવિટી કરવા માટે મનાઈ કરવી જોઈએ અને તેનુ ધ્યાન ઇન્ડોર ગેમ્સ તથા ફિઝિકલ સ્ટ્રેસ ઓછો પડે તે પ્રકારની ગેમમા તેને ડાયવર્ટ કરવુ જરૂરી છે.
બાળક અને તેના માતા પિતામા ફીયર અને એન્ઝાઈટી ડેવલોપ હશે જેથી દરેકનુ સાયકલોજીકલ કાઉન્સિલિંગ કરવુ જરૂરી છે.
ક્રોનિક પ્રોબ્લેમ હોવાના કારણે બાળકને વારંવાર ઇન્ફેક્શન લાગી શકે તેવી શક્યતાઓ હોય છે માટે બાળકની પ્રિવેન્ટીવ કેર લેવી ખાસ જરૂરી છે.

d. Write difference between Kwashiorkor and Marasmus. કવાશિયોરકોર અને મરાસ્મસ વચ્ચેનો તફાવત લખો.

(આ પ્રશ્ન એ બંને બાજુ એ તફાવત ની જેમ જ લખવો અહી શરળતા ખાતર બંને લાઇન માં આપેલ છે જે ધ્યાને લેવુ. તથા દરેક લાઇન મા પહેલા કવાશીઓરકોર વિષે માહિતી આપેલ છે ત્યાર બાદ મરાસ્મસ વિષે આપેલ છે.)


કવાસીઓરકોર એ મુખ્યત્વે પ્રોટીન ડેફિશિયનસી થી જોવા મળે છે જ્યારે મરાસ્મસ એ પ્રોટીન અને કેલરી બંને ની ડેફિશિયન્સી થી જોવા મળે છે..

તે સામાન્ય રીતે છ મહિનાથી ત્રણ વર્ષના બાળક સુધીમા જોવા મળે છે….તે સામાન્ય રીતે એક વર્ષની અંદરના બાળકમા જોવા મળે છે..

આમા સબ ક્યુટેનીયસ ફેટ નો લોસ જોવા મળતો નથી.. આમા સબ ક્યુટેનિયસ ફેટ લોસ થયેલી જોવા મળે છે..

આમા શરીરમા સોજા જોવા મળે છે.. આમા શરીરમા સોજા જોવા મળતા નથી..

આમા બાળકની રીબ્સ નો ભાગ એ વધારે પ્રોમિનન્ટ જોવા મળતો નથી.. આમા રીબ્સ નો ભાગ એ પ્રોમિનન્ટ જોવા મળે છે..

બાળક આમા લેથાર્જિક જોવા મળે છે… આમા બાળક એલર્ટ અને ઇરીટેબલ જોવા મળે છે..

આમા બાળકમા મસલ્સ વાસ્ટિગ ન જોવા મળે અથવા સામાન્ય જોવા મળે છે… આમા બાળકના મસલ્સમા સિવિયર વાસ્ટિંગ જોવા મળે છે..

આમા બાળકની ભૂખ ઓછી લાગતી હોય એવુ જોવા મળે છે… આમા બાળક ની ભૂખ વધારે લાગતી હોય અને બાળકને ખવડાવવામા આવે જ ત્યારે તે સરસ ખોરાક લે છે.

આમા બાળકનો ફેસ એ મૂન શેપ જોવા મળે છે… આમા બાળક ના ફેસનો શેપ એ મંકી શેપ જોવા મળે છે..

આમા બાળકના હેર ચેન્જીસ ગ્રે અથવા લાલ કલરના જોવા મળે છે… આમા બાળકના હેર ચેન્જીસ વધારે જોવા મળતા નથી..

આ કન્ડિશનમા બાળકને એડિકવેટ પ્રોટીન એમાઉન્ટ આપવામા આવે ત્યારે બાળકની કન્ડિશન સુધરતા ઘણી વાર લાગે છે… આમા બાળકને એડિકવેટ એમાઉન્ટ ઓફ પ્રોટીનની સાથે સાથે કાર્બોહાઇડ્રેટ અને ફેટ આપવામા આવે બાળકની કન્ડિશનમા જલ્દીથી સુધારો આવે છે.

Q-4 Write short note (Any Three) ટૂંક નોંધ લખો. (કોઈ પણ ત્રણ). 3×4 = 2

a. Internationally accepted rights of children- આંતરરાષ્ટ્રીય રીતે સ્વીકારાયેલા બાળકોના હક્કો

યુનાઇટેડ નેશન્સ દ્વારા 20 નવેમ્બર 1959 ના રોજ બાળકો માટેના રાઇટસ ડિકલેર કરવામા આવેલા હતા. જે બાળકની સ્પેશિયલ નીડ ને ધ્યાનમા રાખી તે પૂરી થાય તે હેતુથી બનાવવામા આવેલા હતા.
આ રાઈટ્સ નીચે મુજબના છે..


ફ્રી એજ્યુકેશન માટે નો રાઈટ.
નેમ અને નેશનાલિટી માટે નો રાઈટ.
જો બાળક હેન્ડીકેપડ હોય તો સ્પેશિયલ કેર મેળવવા માટેનો રાઈટ.

અફેકશન , લવ અને સારી અન્ડરસ્ટેન્ડિંગ મેળવવા માટેનો રાઈટ.
પૂરતુ ગુણવત્તા સભર નુ ન્યુટ્રીશન મેળવવા માટેનો રાઈટ.

કોઈપણ આફત કે તકલીફ ના સમયમા સૌપ્રથમ ટ્રીટમેન્ટ કે રાહત મેળવવા માટેનો રાઈટ.
સારી મેડિકલ કેર મેળવવા માટે નો રાઈટ.

સારી રીતે રમવાની અને રી ક્રિએશનલ ફેસીલીટી મેળવવાનો રાઈટ.
પોતાનામા રહેલી એબિલિટીઝ ને ડેવલપ કરી સોસાયટીમા સારામા સારા યુઝફૂલ મેમ્બર તરીકે બનવા માટેનો રાઈટ.

શાંત અને ભાઈચારાના વાતાવરણમા ઉછેર મેળવવાનો રાઈટ.
ઉપરોક્ત બધા રાઈટ એ ધર્મ, જાતિ, જ્ઞાતિ, સેકસ, કલર વગેરે ના ભેદભાવ વિના દરેક બાળકો સમાન રીતે બધા રાઈટ્સ નો ઉપયોગ કરી શકે તે માટેનો રાઈટ પણ બાળકોને મળેલ છે.


b. Phototherapy-ફોટોથેરાપી

કોઈપણ બાળકને જ્યારે જોન્ડીસ એટલે કે કમળો થાય છે ત્યારે તેના શરીરમા લીવર એ બીલીરૂબીન નુ મેટાબોલિઝમ કરવા માટે સમર્થ હોતુ નથી. આ કન્ડિશન દરમિયાન સારવાર માટે ફોટો થેરાપીની મદદ લેવામા આવે છે.

ફોટોથેરાપી એ નોન ઇન્વેસીવ પ્રકારની ઓછા ખર્ચવાળી એક સારવાર છે કે જે એક ઈક્વિપમેન્ટ દ્વારા કિરણો બાળકના શરીર પર પાડી અનકોન્જુગેટેડ બીલીરૂબીનને બોડી માથી એક્સક્રીટ થઈ શકે તે પ્રકારે કન્વર્ટ કરે છે.
આ લાઈટ રેઇઝ ની મદદથી કુંજ્યુગેટેડ ટોક્સિક બીલીરૂબીન માથી વોટર સોલ્યુબલ નોનટોક્સિક બિલીરુબિન મા રૂપાંતર થાય છે. જે સરળતાથી યુરિન અને સ્ટૂલ મારફતે બોડી માથી બહાર નીકળે છે.

હાઇપરબીલીરૂબીનેમિયા વાળા બાળકમા જ્યારે સીરમ બીલીરૂબીન નુ લેવલ 15 mg/dl જેટલુ જોવા મળતુ હોય ત્યારે આ થેરાપી સ્ટાર્ટ કરવી જોઈએ. એ પેહલા પણ આ થેરાપી સ્ટાર્ટ કરી શકાય છે.
જો કન્ડિશન સિવિયર હોય તો આ થેરાપીની સાથે સાથે એક્સચેન્જ બ્લડ ટ્રાન્સફયુઝન પણ કરવામા આવે છે.

બાળકમા સીરમ બીલીરુબિન નુ પ્રમાણ વધતુ હોય ત્યારે શરૂઆતના સમયમા જો ફોટોથેરાપી શરૂ કરવામા આવે તો ખૂબ સારી અસર જોવા મળે છે.
ફોટોથેરાપી બાળકને કંટીન્યુઅસ પણ આપી શકાય છે અને ઇન્ટરમિટન્ટ પણ આપી શકાય છે. તે બાળકની કન્ડિશન ઉપર આધાર રાખે છે. આ થેરાપીમા ફ્લુરોસન્સ અથવા હેલોજન લાઈટ નો યુઝ કરવામા આવે છે.
ઇફેક્ટિવ ફોટો થેરાપી માટે કોમ્પેક્ટ ફ્લુરોસન્ટ લેમ્પ અથવા લાઈટ ઈમિટિંગ ડાયોડ પણ હાલમા વાપરવામા આવે છે..

ફોટોથેરાપીમા બ્લુ લાઈટ નો વધારે ઉપયોગ કરવામા આવે છે. જેની વેવ લેન્થ 420 થી 600 નેનોમીટર હોય છે. જે બિલીરૂબેનનુ સારુ એબ્સોર્પશન કરવામા મદદ કરે છે.

બાળકને ફોટો થેરાપી માટે ન્યુબોન કેર યુનિટમા વાર્મર મા સુવડાવવામા આવે છે. તેના ઉપર 6 થી 8 આ પ્રકારની લાઈટ સોર્સ ફીટ કરવામા આવે છે. આ સમય દરમિયાન બાળકના કપડા રીમુવ કરી દેવામા આવે છે અને તેની આંખના ભાગને અને પ્રાઇવેટ પાર્ટને ફક્ત કવર કરવામા આવે છે જેથી રેટાઈના અને જનાઈટલ ભાગને ડેમેજ થતુ અટકાવી શકાય.

ફોટોથેરાપી એ સિંગલ સરફેસ અથવા ડબલ સરફેસ એટલે કે બંને બાજુથી પણ આપી શકાય છે. બાળક અને લાઈટ સોર્સ વચ્ચેનુ અંતર 45 cm રાખવામા આવે છે. આ અંતર એ અલગ અલગ પ્રકારની લાઈટ અને બાળકની કન્ડિશન ની સિવિયારીટી પ્રમાણે ઓછુ પણ હોઈ શકે છે.
ફોટો થેરાપી દરમિયાન બાળકની પોઝીશન અમુક કલાકોના અંતરે ચેન્જ કરવી જરૂરી છે. તથા બાળકને ફીડીંગ અપાવડાવવુ પણ જરૂરી છે. આ સમય દરમિયાન બાળકના વાઈટલ સાઇન નુ સતત મોનિટરિંગ કરતુ રહેવું જોઈએ.
ફોટોથેરાપી દરમિયાન બાળકને ડીહાઇડ્રેશન થતુ અટકાવવા માટે કંટીન્યુઅસ બ્રેસ્ટ ફીડિંગ અથવા તો ઇન્ટ્રા વિનસ કે નેજોગેસ્ટ્રીક ફીડીંગ ચાલુ રાખવામા આવે છે.

ફોટોથેરાપી દરમિયાન બાળકના વેઇટ નુ મોનિટરિંગ કરવુ તથા ઈનપુટ અને આઉટપુટ નુ કંટીન્યુઅસ મોનિટરિંગ કરવુ જરૂરી છે.
સમયાંતરે બાળકના સીરમ બીલીરુબીન લેવલનુ પણ મોનિટરિંગ થવુ જોઈએ.
જ્યારે બાળકના સીરમ બીલીરુબીન લેવલમા ઘટાડો થાય અને નોર્મલ રેન્જ સુધી આવે એ સમય પછી ફોટો થેરાપી ડીસકંટીન્યુ કરી શકાય છે.

ફોટો થેરાપીના કોમ્પ્લિકેશન..
જનરલી ફોટો થેરાપી એ એ સેફ ટ્રીટમેન્ટ છે છતા પણ અમુક સાઈડ ઈફેક્ટ જોવા મળી શકે છે જે નીચે મુજબ છે.

ડીહાઇડ્રેશન
હાઇપોથર્મિયા કે હાઈપરથર્મિયા
ચેન્જ ઈન સ્ટુલ ફ્રિકવન્સી
બ્રોન્ઝ બેબી સિન્દ્રોમ
સ્કીન રેસિસ
ઈલેક્ટ્રીક શોક
ડિસ્ટર્બન્સ ઇન ઇલેક્ટ્રોલાઇટ

ઉપરોક્ત સાઈડ ઈફેક્ટ અને કોમ્પ્લિકેશન રેર જોવા મળે છે છતાં પણ આ બાબતના પ્રિવેન્ટીવ પ્રીકોર્શન્સ લેવા જરૂરી છે.


C. Neonatal Jaundice- નીયોનેટલ જોન્ડીસ

નિયોનેટ મા જ્યારે કોઈપણ કારણોસર સિરમ બીલીરૂબીન નુ પ્રમાણ 5 mg/dl કરતા વધારે જોવા મળે તેને હાઈપર બીલીરૂબીનેમિયા એટલે કે જોન્ડીસ તરીકે ઓળખવામા આવે છે.
જેમા બોડીમા બ્લડમા સીરમ બીલીરૂબીન નુ પ્રમાણ નોર્મલ કરતા વધવાના કારણે બાળકના ફેસ ના ભાગે યલ્લો કલર ના સ્કીન ચેન્જીસ જોવા મળે છે.
આ કન્ડિશનને ઇકટેરસ નીઓનેટ્રમ અથવા નિયોનેટલ હાયપર બીલીરૂબીનેમિયા અથવા નિયોનેટલ જોન્ડીસ તરીકે ઓળખવામા આવે છે.
જન્મ વખતે મોટાભાગના ટર્મ બેબી અને પ્રીટર્મ બેબી મા સીરમ બીલીરૂબીન નુ પ્રમાણ 5 mg /dl કરતા વધારે હોય છે અને બહુ જ ઓછા બાળકોમા આ લેવલ 15 mg /dl કરતા વધે છે.

નીઓ નેટલ જોડીસ ના પ્રકારો..

  1. ફિઝિયોલોજીકલ જોન્ડીસ..
    જન્મ પછી ઘણા ટોર્મ બેબી અને પ્રિટર્મ બેબી મા આ કોમન કન્ડિશન જોવા મળે છે. જેમા બર્થ પછીના પહેલા અઠવાડિયામા સીરમ બીલીરૂબીન નુ અનકુંજ્યુગેટેડ કોન્સન્ટ્રેશન એ બ્લડ મા વધે છે. આ વધારો થવાના ઘણા કારણો હોય છે.

કેરેક્ટરિસ્ટિક ઓફ ફિઝિયોલોજીકલ જોન્ડીસ..

તે ટર્મ બેબી મા જન્મ પછીના 30 થી 72 કલાકના સમયમા જોવા મળે છે અને પ્રીટર્મ બેબી મા તેનાથી વહેલુ જોવા મળે છે. પરંતુ જન્મના 24 કલાક પહેલા કોઈપણ લક્ષણો જોવા મળતુ નથી.
આ કન્ડિશન ની સિવિયારીટી એ ચોથા પાંચમા દિવસે સૌથી વધારે જોવા મળે છે.
આ કન્ડિશનમા સીરમ બીલીરૂબીન નુ પ્રમાણ 15 mg /dl કરતા ક્યારે વધતુ નથી.

સામાન્ય રીતે છઠ્ઠા સાતમા દિવસ પછીથી સીરમ નુ પ્રમાણ ઘટતુ જાય છે અને ૧૦ થી ૧૫ દિવસમા તે કમ્પ્લીટ નોર્મલ થઈ જાય છે.
સામાન્ય રીતે આ કન્ડિશનમા કોઈપણ ટ્રીટમેન્ટ ની જરૂર પડતી નથી.

મધરને આ કન્ડિશનમા બાળકને બ્રેસ્ટ ફીડીંગ કંટીન્યુસનમા આપવુ તથા બાળકનુ હાઇડ્રેશન જાળવવુ અને બાળકનુ ઓબ્ઝર્વેશન કરવુ એ મુખ્ય કેર ને લગતા આસ્પેક્ટ છે.

2. પેથોલોજીકલ જોન્ડીસ..

પેથોલોજીકલ જોન્ડીસ એ પાંચ ટકા નિયોનેટને જન્મ પછી જોવા મળે છે. આમા પણ સીરમ અનકુંજ્યુગેટેડ બીલીરુબીન નુ પ્રમાણ બ્લડમા વધે છે.
જ્યારે જન્મના 24 કલાકની અંદર જોન્ડીસના કોઈપણ લક્ષણો જોવા મળે ત્યારે તે પેથોલોજીકલ જોન્ડીસ જ હોય છે.

કેરેક્ટરીસ્ટીકસ ઓફ પેથોલોજીકલ જોન્ડીસ.

તેના લક્ષણો 24 કલાકની અંદર જોવા મળે છે અને તે ટર્મ બેબી મા કન્ટિન્યુઅસ એક અઠવાડિયા સુધી તેના લક્ષણો જોવા મળે છે અને પ્રિટર્મ બેબી મા તેના લક્ષણો બે અઠવાડિયા સુધી પણ જોવા મળે છે.

આ કન્ડિશનમા સીરમ બીલીરૂબીન નુ પ્રમાણ ઝડપથી વધે છે અને ટોટલ બીલીરૂબીન લેવલ એ 15 mg/dl કરતા વધારે જોવા મળે છે.
આ કન્ડિશન ફિઝિયોલોજીકલ જોન્ડીસ કરતા સિવીયર છે. તેને ટ્રીટ કરવા માટે મેડિકલ મેનેજમેન્ટ કે અન્ય મેનેજમેન્ટ ની જરૂર પડે છે અને તે આપમેળે સબસાઈડ થતુ નથી.

કોઝીઝ ફોર નીઓનેટલ જોનડીસ..

વાયરલ ઇન્ફેક્શન, એક્સેસિવ ડિસ્ટ્રક્શન ઓફ આર બી સી, ડિફેક્ટીવ કંજક્શન ઓફ બીલીરૂબીન, હિપેટાઇટિસ, ઇન્ટ્રા યુટેરાઇન ઇન્ફેક્શન, ડિફેક્ટીવ બીલીરૂબીન એક્સક્રીશન, મેટર્નલ ડાયાબિટીસ, હિમોલાઈટીક ડીસીઝ, આરએચ ઇનકોમ્પીટેબીલીટી વગેર. નિયોનેટલ જોન્ડીશ માટેના કારણો છે.

મેનેજમેન્ટ ઓફ નીઓનેટલ જોન્ડીસ…

નિયોનેટલ જોન્ડીસ ના મેનેજમેન્ટ નો મુખ્ય ગોલ એ સીરમ બીલીરૂબીન ના લેવલમા ઘટાડો કરવાનો છે અને બાળકને નર્વસ સિસ્ટમના ડેમેજ થી બચાવવાનો છે.
જો ડિલિવરી વખતે મધર નુ બ્લડ ગ્રુપ નેગેટિવ હોય અને બાળકનુ બ્લડ ગ્રુપ પોઝિટિવ હોય તો એનટીડી (NTD) ગામા ગ્લોબ્યુલીન બાળકને આપવુ જોઈએ.
જોન્ડીસ ની ટ્રીટમેન્ટમા નીચે મુજબની સારવારનો સમાવેશ કરવામા આવે છે.

  1. ફોટો થેરાપી..
  2. એક્સચેન્જ બ્લડ ટ્રાન્સફયુઝન..

જ્યારે બાળકમા જોન્ડીસ ની સારવાર માટે ફોટોથેરાપી ઇફેક્ટિવલી કામ કરતી નથી ત્યારે ઝડપથી બીલીરૂબીન ના લેવલમા ઘટાડો કરવા માટે એક્સચેન્જ બ્લડ ટ્રાન્સફયુઝન કરવામા આવે છે.
આ સારવારથી કર્નીકેટસ જોન્ડીશ કે જે સિવિયર હાઇપર બીલીરૂબીનેમિયા થી ઉભી થતી બ્રેઇન ડેમેજ કરતી કન્ડિશન છે તેનાથી બેબી ને પ્રીવેન્ટ શકાય છે.

એક્સચેન્જ બ્લડ ટ્રાન્સફયુઝન એ ખૂબ જ એસેપ્ટિક ટેકનીકથી કરવામા આવતો પ્રોસેસ છે. જેમા બાળકની અંબેલીકલ વેસલ્સ અથવા તો પેરીફરલ વેસલ્સમા કેન્યુલાઇન ઇનશર્ટ કર્યા બાદ ડોનર નુ બ્લડ કે જે નોર્મલ બોડી ટેમ્પરેચરે હોય છે તેને બાળકના બ્લડ સાથે એક્સચેન્જ કરવામા આવે છે.
આમા સીરીજ ની મદદથી કેન્યુલામાથી 10 થી 20 ml જેટલુ બ્લડ વિથદ્રોલ કરી ડોનર નુ તેટલુ જ બ્લડ સ્લોલી પૂસ કરવામા આવે છે. આ સાયકલ નુ વારંવાર રિપીટેશન કરવામા આવે છે. જે બાળકની સિવિયારીટીની કન્ડિશન મુજબ જરૂર મુજબની સાયકલ રીપીટ કરવામા આવે છે.
આ પ્રોસિજર એક્સપર્ટ ગાઈડન્સ નીચે ખૂબ જ સાવચેતી કરવામા આવે છે અને ટોટલ એક્સચેન્જ બ્લડ ટ્રાન્સફયુઝનના તમામ રેકોર્ડ્સ મેન્ટેન કરવામા આવે છે.

આ સાથે હિપેરીન, કેલ્શિયમ ગ્લુકોનેટ વગેરે જેવી ઇમરજન્સી મેડિસિન્સ નો સારવારમા પણ ઉપયોગ કરવામા આવે છે.
સમગ્ર પ્રોસેસ દરમિયાન બાળકની કન્ડિશન તેમજ તેના વાઇટલ સાઇન નુ સતત મોનિટરિંગ કરવુ જરૂરી છે.
એક્સચેન્જ પૂરુ થઈ ગયા પછી જરૂરી મેડિસિન આપવી તેમજ લેબ ઇન્વેસ્ટીગેશન કરાવવા જરૂરી છે.

3. મેડિકલ મેનેજમેન્ટ ઓફ જોન્ડીસ..
જોન્ડીસમા મેડિકલ મેનેજમેન્ટનો રોલ ખૂબ વધારે રહેલો હોતો નથી મુખ્યત્વે ફોટોથેરાપી અને એક્સચેન્જ બ્લડ ટ્રાન્સફયુઝન સારવાર તરીકે આપવામા આવે છે.
છતા પણ અનકુંજ્યુગેટેડ બીલીરૂબીન ને બાઇન્ડ કરતી અમુક સપોર્ટીવ મેડિસિન આપવામા આવે છે.


d. Newborn reflexes– ન્યુ બોર્ન રીલેક્ષીસ

ન્યુબોન ના રિફ્લેક્સ એ તેની ન્યુરોલોજીકલ તપાસના આધારે નક્કી કરી શકાય છે. બાળક નુ ન્યુરોલોજીકલ સ્ટેટસ એ ખૂબ જ ઈમ્પોર્ટન્ટ હોય છે. જન્મ વખતે બાળકની નર્વસ સિસ્ટમ એ એનાટોમિકલી અને ફિઝિયોલોજીકલી ઈમમેચ્યોર હોય છે. જેના લીધે બાળકમા ટેમ્પરેચર રેગ્યુલેશન જોવા મળતુ નથી. બાળક મા અમુક પ્રકારના મસલ્સના કોઓર્ડીનેશન અને કંટ્રોલ જોવા મળતા નથી. આથી ન્યુબોન ના મસલ્સ ટોન અને તેના રિફ્લેક્સીસ ની એક્ઝામિનેશન કરવી જરૂરી હોય છે.

ન્યુબોન મા બે ટાઈપના રિફ્લેક્સ જોવા મળે છે.

  1. પ્રોટેક્ટિવ રિફ્લેક્સ કે જે બેબીના પ્રોટેક્શન માટે જરૂરી હોય છે અને તે કમ્પ્લીટ ડેવલપ હોય છે. જેમા બ્લિન્કિંગ, કફિંગ, સ્નીઝિંગ વગેરેનો સમાવેશ થાય છે.
  2. પ્રીમિટિવ રિફ્લેક્સ આ રિફ્લેક્સ એ ચોક્કસ સ્ટીમ્યુલેશનથી જોવા મળે છે. તેમજ તેની ચોક્કસ મેચ્યોરિટી અને ફંકશન હોય છે.
    ન્યૂરોલોજીકલ રિફ્લેક્સીસ એ નીચે મુજબના જોવા મળે છે.
    À. રૂટિંગ રિફ્લેક્સ.
    જે બાળકના ગાલના અથવા માઉથના નીચેના ભાગે કે કોર્નરના ભાગે ટચ કરવાથી સ્ટીમ્યુલેટ થાય છે. જેમા ટચ કરતા બાળક એ બાજુ ટર્ન કરે છે, તેમજ ફૂડ માટે સર્ચ કરે છે.
    આ રિફ્લેક્સ એ 7 થી 8 મહિનાની ઉંમર સુધીમા ટોટલ ડીશઅપીઅર થઈ જાય છે.
    B. શકિંગ રિફ્લેક્સ..
    જ્યારે મધર દ્વારા બ્રેસ્ટ ના નિપલનો ભાગ બાળકના લિપ સાથે ટચ કરવામા આવે ત્યારે આ રિફ્લેક્સ સ્ટીમ્યુલેટ થાય છે અને બાળક બેસ્ટ ફીડીંગ માટે શકીંગ મૂવમેન્ટ સ્ટાર્ટ કરે છે. આ રિફ્લેક્સ એ બાળક છ મહિનાનુ થાય પછીથી ઘટતો જાય છે.
    Ç. ગેગિંગ રિફ્લેક્સ..
    જ્યારે બાળક ના મોમા વધારે ફૂડ આપવામા આવે અથવા ફોર્સફૂલી ફૂડ આપવામા આવે ત્યારે આ રિફ્લેક્સ સ્ટીમ્યુલેટ થાય છે અને તેના પરિણામ સ્વરૂપે બાળક એ નોસિયા એટલે કે ઉબકા કરી વધારાના ફૂડ ને બહાર કાઢે છે.
    આ રિફ્લેક્સ એ લાઈફ લોંગ રહે છે ક્યારેય ડીસઅપીયર થતો નથી.
    D. સોલો વિંગ રિફ્લેક્સ..
    શકિંગ રિફ્લેક્સ પછી સોલોવીંગ રિફ્લેક્સ આપમેળે જ જોવા મળે છે. જેના પરિણામ સ્વરૂપે માઉથના પોસ્ટરિયર ભાગમા આવેલ ફૂડ એ સોલોવીંગ ની ક્રિયા દ્વારા ગળે ઉતરે છે. આ રિફ્લેક્સ ક્યારે ડિસઅપીયર થતો નથી.
    E. સ્નીઝિંગ એન્ડ કફિંગ રિફ્લેક્સ..
    જ્યારે બાળકના એરવે મા કોઈપણ ફોરેન બોડી કે સબસ્ટન્સ દાખલ થાય છે અથવા ઈરિટેશન થાય છે ત્યારે આ રિફ્લેક્સ સ્ટીમ્યુલેટ થાય છે અને એના પરિણામ સ્વરૂપે સ્નીઝિંગ અને કફિંગ એક્ટિવિટી જોવા મળે છે. જેથી રેસ્પાયરેટરી ટ્રેક અથવા એર પેસેજ ક્લિયર થાય છે. આ રિફ્લેક્સ ક્યારેય ડીસઅપીઅર થતો નથી.
    F. બ્લીન્કીંગ રીફ્લેક્સ..
    જ્યારે આંખના ભાગે વધારે પ્રકાશ આવે છે ત્યારે આ રિફ્લેક્સ સ્ટીમ્યુલેટ થાય છે અને તેના પરિણામ સ્વરૂપે આંખો બંધ થાય છે.
    આ રિફ્લેક્સ ક્યારેય ડીશઅપીઅર થતો નથી.
    G. ડોલ્સ આઈ રિફ્લેક્સ..
    જ્યારે નીઓનેટ નુ હેડ એક બાજુએ ટર્ન કરવામા આવે એટલે કે એક બાજુથી તેનુ માથુ બીજી બાજુએ ફેરવવામા આવે ત્યારે આ રિફ્લેક્સ સ્ટીમ્યુલેટ થાય છે અથવા જોવા મળે છે. જેના પરિણામ સ્વરૂપે આંખો એ હેડની સાથે ટર્ન થતી નથી તેનાથી વિરુદ્ધ દિશામા જાય છે.
    આ રિફ્લેક્સ એ જ્યારે આઈ નુ ફોકસિંગ અને ફિક્સેશન ડેવલપ થાય પછી ડિસઅપિયર થઈ જાય છે.
    H. પાલમર ગ્રાસ્પ રિફ્લેક્સ..
    જ્યારે કોઈપણ વસ્તુ બાળકના હાથમા ટચ કરવામા આવે ત્યારે આ રિફ્લેક્સ સ્ટીમ્યુલેટ થાય છે અને તેના પરિણામ સ્વરૂપે બાળક તેની આંગળીઓ વડે તે વસ્તુને પકડી રાખે છે.
    આ રિફ્લેક્સ એ ત્રણ મહિનાની ઉંમર પછીથી બાળકમા ડીશઅપીયર થઈ જાય છે.
    I. સ્ટેપિંગ ઓર ડાન્સિંગ રિફ્લેક્સ.
    જેમા બાળકને અપરાઇટ પોઝીશનમા સીધુ પકડી રાખવામા આવે અને તેના પગ એ ફ્લેટ સરફેસને થોડી ટચ કરતા હોય એમ રાખવામા આવે ત્યારે આ રિફ્લેક્સ સ્ટીમ્યુલેટ થાય છે. તેના પરિણામ સ્વરૂપે બાળક અલટરનેટ પગનુ ફલેકશન અને એક્સટેન્શન કરે છે. જેથી તે સ્ટેપ ચડતુ હોય અથવા ડાન્સ કરતુ હોય એવુ લાગે છે.
    આ રિફ્લેક્સ એ બે મહિના પછીના બાળકમા ડીશઅપીઅર થઈ જાય છે.
    J. મોરો રિફ્લેક્સ..
    જ્યારે બાળકની આજુબાજુએ મોટા અવાજો કરવામા આવે અથવા બાળકના સુપાઈન પોઝિશનમા બંને હાથ વડે પકડી તેને તેની નોર્મલ પોઝિશનથી જલ્દીથી થોડુ નીચે લાવવામા આવે એટલે કે તેના ઈક્વિલીબ્રીયમ મા ચેન્જ કરવામા આવે ત્યારે આ રિફ્લેક્સ સ્ટીમ્યુલેટ થાય છે. તેના પરિણામ સ્વરૂપે જનરલાઈઝ્ડ મસ્ક્યુલર એક્ટિવિટી જોવા મળે છે. જેમા બંને બાજુના હાથ – પગ બોડીથી દૂર જાય છે અને ફિંગર સ્ટ્રેટ થઈ જાય છે અને એક્સ્ટ્રીમિટીનુ એક્સટેન્શન જોવા મળે છે ત્યારબાદ બેબી ક્રાય કરે છે.
    આ રિફ્લેક્સ એ ત્રણથી ચાર મહિનાની ઉંમર પછી ડીશઅપીઅર થાય છે.


E. APGAR score- – અપગાર સ્કોર

ન્યુબોન બેબી ના જન્મ પછી અગત્યનુ તાત્કાલિક અસસેસમેન્ટ એ અપગાર સ્કોર અસેસમેન્ટ છે. આ સ્કોરિંગ સિસ્ટમ એ ડોક્ટર વર્જિનિયા અપગાર દ્વારા આપવામા આવેલી છે. જેમા જન્મ પછી તરત જ બાળકના નીચે મુજબના પેરામીટર મેઝર કરવામા આવે છે જેમા
રેસ્પીરેશન, હાર્ટ રેટ, મસલ્સ ટોન, રિફ્લેક્સ રિસ્પોન્સ અને સ્કીન કલર આ પાંચ પેરામીટર થી નિયોનેટ ને એક થી પાંચ મિનિટ સુધી મોનીટર કરવામા આવે છે.

દરેક પેરામીટરને તેના નોર્મલ, સબ નોર્મલ અને એબસન્ટ ફંક્શન માટે 2, 1,અને 0 એમ સ્કોર આપવામા આવે છે.
5 મિનિટના એસ્સમેન્ટ બાદ દરેક પેરામીટર ના સ્કોર ને ટોટલ કરવામા આવે છે. જેનો ટોટલ કુલ સ્કોર 10 માથી આપવામા આવે છે.
જો પાંચ મિનિટના અસેસમેન્ટ બાદ ન્યુબોન નો અપગાર સ્કોર 7 થી 10 ની વચ્ચે જોવા મળે તો બાળકને કોઈપણ પ્રકારના એડજસ્ટમેન્ટ ને લગતા કે શારીરિક પ્રોબ્લેમ નથી તેવુ જોવા મળે છે.
જો બાળકનો અપકાર સ્કોર એ 4 થી 6 ની વચ્ચે જોવા મળે તો બાળકને થોડા પ્રમાણમા તકલીફ છે તેવું દર્શાવે છે. આ સ્કોર એ માઈલ્ડ ટુ મોડરેટ ડિપ્રેશન બતાવે છે.

જો બાળકનો સ્કોર એ 3 કે 3 કરતા નીચે જોવા મળે તો બાળકમા આ કન્ડિશન એ સિવિયર ડિપ્રેશન બતાવે છે અને બાળકને તાત્કાલિક ઇમરજન્સી મેનેજમેન્ટ ની જરૂર છે તેવુ સૂચવે છે.

જન્મ પછી તરત જ આ અપગાર સ્કોરનુ મોનિટરિંગ કરવામા આવતુ હોય એટલે પ્રથમ એક મિનિટમા દરેક પેરામીટર એ એક્સ્ટ્રા યુટેરાઇન લાઇફ એડજસ્ટમેન્ટ સાથે જોડાયેલા હોય માટે પાંચ મિનિટ ના જે પેરામીટર આવે તે પેરામીટર ને ટ્રુ પેરામીટર તરીકે ઓળખવામા આવે છે. કેમકે પાંચ મિનિટ સુધીમા બાળક એક્સટર્નલ એન્વાયરમેન્ટ સાથે પૂરતુ એકજેસ્ટ કરી ચૂક્યુ હોય છે. જેથી દરેક પેરામીટરના નોર્મલ ફંકશન સારી રીતે અસેસ કરી શકાય છે.

ઉપરોક્ત અપગાર સ્કોર નુ ઍસેસમેન્ટ કરતી વખતે કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ વાળો રૂમ હોવો જોઈએ. પૂરતા પ્રમાણમા પ્રકાશ આવતો હોવો જોઈએ. ઇન્ફેક્શન પ્રીવેન્શન ના મેઝર્સ લેવાતા હોવા જોઈએ અને દરેક ઇન્ફોર્મેશન નુ રેકોર્ડિંગ હોવુ જોઈએ. અપગાર એસેસમેન્ટ વખતે બની શકે તો મધર બાળકની સાથે હોવી જોઈએ.
બાળકના જન્મ પહેલા મધરની ઓબસ્ટેટિકલ હિસ્ટ્રી, તેની ફિઝિકલ કન્ડિશન, કોઈપણ ડીજીસ કન્ડિશન ની હાજરી, કોઈ રિસ્ક ફેક્ટર ની હાજરી આ તમામ બાબતો રુલ આઉટ કરી લેવી જરૂરી છે.

Q.5 Difine Following. (Any six) વ્યાખ્યા આપો. 6×2=12

Anemia- એનીમિયા

    એનિમિયાએ બાળકોમા મોસ્ટ કોમન બ્લડ ડિસઓર્ડર છે.
    ખાસ કરીને પૂઅર સોસીયો ઇકોનોમિકલ અને બેકવર્ડ ગ્રુપના બાળકોમા પૂરતો ન્યુટ્રીટિવ ખોરાક ન મળવાના કારણે આ ખામી વધારે જોવા મળે છે.

    અનિમિયા એટલે કે સર્ક્યુલેશનમા આવેલા રેડ બ્રેડ સેલ ના પ્રમાણ મા ઘટાડો જોવા મળે અને હિમોગ્લોબિન નુ લેવલ નોર્મલ કરતા ઘટે તે કન્ડિશનને એનીમિયા કહેવામા આવે છે.

    ડબલ્યુ એચ ઓ (WHO) દ્વારા બાળકોમા 11 gr /dl કરતા ઓછુ હિમોગ્લોબિન જોવા મળે તો સામાન્ય રીતે તને એનીમિયા કહેવામા આવે છે. અનિમિયા ના ઘણા ટાઈપ જોવા મળે છે જેમ કે વિટામિન B12 ડેફીસિયન્સી અનિમિયા, આયર્ન ડેફીસિયન્સી અનિમિયા વગેરે..

    2. Restrain- રેસ્ટ્રેઇન


      રીસટ્રેઇન એટલે કે બાળકની મૂવમેન્ટ ઓછી કરવા માટેનો પ્રોસિજર. જેમા તે બાળકના પ્રોટેક્ટિવ ફંક્શન માટે પણ ઉપયોગમા લેવામા આવે છે.
      બાળકને જ્યારે કોઈપણ ફિઝિકલ એક્ઝામિનેશન કરવાની હોય, કોઈ ટેસ્ટ કંડક્ટ કરવાના હોય કે કોઈ સ્પેસીમેન કલેક્ટ કરવાના હોય ત્યારે બાળકની હલનચલન અટકાવવા માટે અલગ અલગ પ્રકારના રિસ્ટ્રેઇન ઉપયોગમા લેવાય છે. આ પ્રકારના રિસ્ટ્રેઇનને શોર્ટ ટર્મ રીસ્ટ્રેઇન કહેવામા આવે છે.
      લોંગ ટર્મ રીસ્ટ્રેઇન એ બાળકની સેફટી માટે અને બાળકને કોઈપણ પ્રકારના ઇન્જરીથી બચાવવા માટે પણ કરવામા આવે છે.
      દાખલા તરીકે મમ્મી રીસ્ટ્રેઇન, એલ્બો રીસ્ટ્રેઇન, જેકેટ રીસ્ટ્રેઇન વગેરે..

      3. Weaning- વિનીં


        બાળકને જન્મ પછીથી છ મહિના સુધી એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ આપવામા આવે છે. પરંતુ ત્યારબાદ તેના ગ્રોથ અને ડેવલપમેન્ટને ધ્યાને લઈ ફક્ત બ્રેસ્ટ મિલ્ક એ તેની જરૂરિયાત પૂરી કરી શકતુ નથી, માટે છ મહિના પછી વધારાના સપ્લીમેન્ટ ફીડીંગ ની જરૂરિયાત ઊભી થાય છે જેને સપ્લીમેન્ટરી ફીડિંગ અથવા વિનિંગ કહેવામા આવે છે.

        વિનિંગ એ બાળકને બ્રેસ્ટ ફીડિંગ પરથી ધીરે ધીરે ઘરમા બનતા સામાન્ય ખોરાક પર શિફ્ટ કરવા માટેનો એક અગત્યનો પ્રોસેસ છે.

        આ સમય દરમિયાન બ્રેસ્ટ ફીડિંગ બંધ કરવામા આવતુ નથી, પરંતુ બ્રેસ્ટ ફીડીંગ ની સાથે સાથે બાળકને વધારાના ફૂડ ઇન્ટ્રોડ્યુસ કરવામા આવે છે જેમા ક્લિયર લિક્વિડ, સેમીસોલીડ અને ધીરે ધીરે બાળકને સોલિડ ડાયટ તરફ શિફ્ટ કરવામા આવે છે. આ તમામ પ્રોસેસને વીનિંગ કહેવામા આવે છે.

        4. Infant- ઇન્ફં


          બાળકના જન્મ પછીથી 1 વર્ષની ઉંમર સુધીના બાળકને ઇન્ફન્ટ કહેવામા આવે છે.
          આમા બાળકના જન્મ સમયે તેને ન્યુબોન કહેવામા આવે છે. જન્મ પછીથી એક મહિના સુધીના બાળકને નીઓનેટ કહેવામા આવે છે.

          આથી ઇન્ફંટ એટલે એક મહિનાથી એક વર્ષ સુધીનુ બાળક આ સમયગાળાને ઇન્ફનસી પિરિયડ તરીકે પણ ઓળખવામા આવે છે.

          5. Mega colon- મેગા કોલોન


            આ એક પ્રકારની ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમની કોન્જીનેટલ એનોમલી છે.
            તેને હર્ષપ્રૂંગ ડીસીઝ તરીકે પણ ઓળખવામા આવે છે.

            જ્યારે ઇન્ટેસ્ટાઇનના ભાગે તેની દીવાલમા ગેંગલીઓનીક નર્વ સેલ આવેલા ન હોય ત્યારે તેની ખામીના કારણે તે ભાગ ફૂલીને પહોળો થઈ જાય છે આ તકલીફને મેગા કોલોન તરીકે ઓળખવામા આવે છે.
            ઇન્ટેસ્ટાઇનની મસ્ક્યુલર લેયર અને સબમ્યુકોઝલ લેયરમા આ નર્વ સેલ એબ્સન્ટ હોય છે.
            આ તકલીફ ઇન્ટરસ્ટાઇલના અમુક ભાગ પૂરતી હોય છે અથવા તો પુરા ઇન્ટેસ્ટાઇનના ભાગ સુધી પણ ફેલાયેલી હોઈ શકે છે. મુખ્યત્વે આ તકલીફ એ રેકટમ અને સિગ્મોઈડ કોલોન ના ભાગ પાસે જોવા મળે છે.

            6. Rheumatic fever- રુમેટિવ ફીવર

            આ ગ્રુપ એ બીટા હિમોલાઈટીક સ્ટ્રેપટોકોકલ પેથોજન દ્વારા લાગતુ ઇન્ફેક્શન છે .
            જે સામાન્ય રીતે બોડીના કનેક્ટિવ ટીશ્યુ અને એન્ડોથેલીયલ ટીશ્યુને ઇન્ફ્લામેશન લગાડે છે અને ત્યા ઇન્ફ્લામેન્ટરી લીઝન જોવા મળે છે.

            સામાન્ય રીતે આ એક ઓટોઇમ્યુન કોલાજન છે. આ ડીસીઝ ના કારણે બોડીમા હાર્ટ, જોઈન્ટ, બ્લડ વેસલ્સ વગેરે સ્ટ્રકચરને સિરિયસ ડેમેજ અને ઇન્ફ્લામેશન જોવા મળે છે.

            રૂમેટિક ફીવર આવવા માટે જીનેટીકલ સ્ટ્રક્ચર, એન્વાયરમેન્ટ ચેન્જ, અનહાઈજેનિક લિવિંગ કન્ડિશન, ઓવર ક્રાઉડેડ પોપ્યુલેશન, અનહેલ્ધી ડાઈટ અને બોડી નુ ઇમ્યુનોલોજીકલ રિસ્પોન્સ પણ જવાબદાર હોય છે.

            7. Meningitis– મેનીન્જાઈટીસ


            બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ ની ફરતે આવેલા ટીશ્યુ લેયરને મેનેન્જીસ કહેવામા આવે છે. આ ટીશ્યુ લેયરમા કોઈપણ કારણોસર ઇન્ફ્લામેશન લાગે તેને મેનીન્જાયટીસ તરીકે ઓળખવામા આવે છે.

            બાળકોમા આ તકલીફ ના કારણે ઘણી મોર્ટાલીટી અને મોર્બીડીટી રેટ જોવા મળે છે.
            મેનીન્જાયટીસ થવા માટે બેક્ટેરિયા, વાયરસ તથા ઘણા પેથોજન જવાબદાર હોય છે.

            8. Developmental Dysplasia of Hip – ડેવલપમેન્ટલ હીપ ડીસપ્લેસીયા


              આ એક મસ્ક્યુલો સ્કેલેટલ સિસ્ટમની કોન્જિનેટલ એનોમલી છે.
              આમા બાળકના મોસ્કયુલો સ્કેલેટલ સિસ્ટમના ડેવલપમેન્ટ વખતે ફીમર બોન ના ઉપરના ભાગ ના તથા એસીટાબયુલમ કેવિટીના ડેવલપમેન્ટ નોર્મલ ન થવાના કારણે આ તકલીફ જોવા મળે છે.
              આ તકલીફ બંને બાજુના પગમાં જોવા મળી શકે છે પરંતુ વધારે તે લેફ્ટ પગમા જોવા મળે છે. તેના લીધે લોઅર એક્ષટ્રીમિટી નુ પોસચર બરાબર જડવાતુ નથી.

              Q-(6) Fill in the blanks. ખાલી જગ્યા પુરો. 05

              1. First stage of psychosexual development is known as_______ સાયકો સેકસઅલ ડેવલપમેંટના પ્રથમ સ્ટેજ તે_______કહે છે. (ઓરલ સ્ટેજ)
              2. Anterior fontanelle is also known _______ એંટીરીયલ ફેન્ટાનેલનુ બીજુ નામ________ છે. (બ્રેગમા)
              3. Kangaroo mother care is given in____condition.
                કાંગારૂ મધર કેર મુખ્યત્વે _______કંડીશન માં આપવામા આવે છે. (લો બર્થ વેઇટ)

              4. ઈકટેરસ ના બ્લડ મા _______ની માત્રમા વધારો થાય છે. (સિરમ બીલીરૂબીન)

              5 Trisony 21 is known as_______ ટ્રાયસોની ૨૧ નું બીજ નામ_______છે. (ડાઉન સિન્ડ્રોમ)

              (B) Match the following. જોડકા જોડો. 05

              A B

              1) Accumulation of SF in head હેડ ના સી.એસ.એફ નો ભરાવો 1) Tracheo esophageal fistula થવો ટ્રેકિયો ઈસોફેજીયલ ફીસ્યુલા

              2.) Congenital fissure in the fly કોન્જેનીટલ ફીસર ઇન લીપ 2) Palatosc!hiasis પેલાટોસ્કીયાસીરા

              3) Corgenital absence of anus કોન્જેનીટલ એબસન્સ ઓફ એનસ 3) Chelioschisis ચીલીયોસ્કીયાસીસ

              4) Congenital fissure in palate કોજેનીટલ ફીસર ઈન પેલેટ 4) 1mperiorated aus ઇમ પરફોરેટેડ એનસ

              5) Connection of trachea and esopliggas કનેકશન ઓફ ટ્રેકીયા અને ઈસોફેગસનું જોડાણ

              5) hypispalins’s હાયપોસ્પાડીયાસીસ

              6) Hydrocephalus હાયડ્રોસેફેલસ

              1- 5

              2-3

              3-4

              4-2

              5-1

              Published
              Categorized as GNM PED PAPERS, Uncategorised