2016
Q-1 a. What is Tracheo Oesophageal Fistula ? 02 ટ્રકીઓ ઇસોફેજીયલ ફિસચ્યુલા એટલે શું?
ટી ઈ એફ (TEF) એ ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમની કોન્જિનેટલ એનોમલી છે. જેમા ટ્રકિયા અને ઈસોફેગસ વચ્ચે એબનોર્મલ કોમ્યુનિકેશન જોવા મળે છે.
મુખ્યત્વે આ તકલીફ એ લો બર્થ વેટ અથવા પ્રીમેચ્યોર બેબી મા જોવા મળે છે.
બાળકના ઇન્ટ્રા યુટેરાઈન લાઈફના ચોથા- પાંચમા વીકના જેસ્ટેશન પિરિયડ દરમિયાન ટ્રકિયા અને ઈસોફેગસ ના ઇનકમ્પલિટ ફોલ્ડ દ્વારા ફ્યુઝ થયેલા હોય છે. જેના કારણે આ એબનોર્મલ કનેક્શન બંને સ્ટ્રક્ચર વચ્ચે જોવા મળે છે.
ટ્રકિયા અને ઈસોફેગસ ના કોમ્યુનિકેશનના આધારે તેના ઘણા ટાઈપ પણ પાડવામા આવે છે. બાળક ના જન્મ પછી આ તકલીફ ને લીધે મુખ્યત્વે તેની ન્યુટ્રીશનલ નીડ કોમપ્રોમાઇઝ થાય છે અને રેસ્પીરેટરી ટ્રેક ને લગતા કોમ્પલીકેશન જોવા મળે છે.
b. Write down etiology and clinical manifestation of Tracheo Oesophaleal Fistula. ટ્રેકીઓ ઇસોક્રેઝીયલ ફીસચ્યુલા થવાના કારણો અને કલીનીકલ મેનીફેસ્ટેશન્સ લખો 05
ટી ઈ એફ ડેવલપ થવાના કારણો.
ટી ઈ એફ ડેવલપ થવાનુ મુખ્ય કારણ એ જાણવા મળેલ નથી પરંતુ અમુક કોન્ટ્રીબ્યુટરી ફેક્ટર્સ નીચે મુજબના છે. જેમા જીનેટીકલ ફેક્ટર નો ખૂબ જ અગત્યનો રોલ છે.
બાળકના ઇન્ટ્રા યુટેરાઈન ગ્રોથ ફેલ્યોર હોવાના કારણે પણ આ પ્રોબ્લેમ જોવા મળી શકે છે.
ફીટલ લાઈફ દરમ્યાન ટેરાટોજેનિક ઇફેક્ટ ના કારણે પણ આ પ્રકારની તકલીફ બાળકમા આવવાની શક્યતાઓ રહેલી છે.
ટી ઈ એફ મા ઇસોફેગસ અને ટ્રકિયા વચ્ચેના સ્ટ્રકચર નો ગ્રોથ થવામા ફેઇલ જાય છે. જેના કારણે આ પ્રોબ્લેમ જોવા મળે છે..
ટી ઇ એફ ડેવલપ થવા માટે વધારાના ફેક્ટર્સ માં એન્ટીનેટલ મધર ની એન્ટીનેટલ પિરિયડ દરમિયાન પ્રોપર કેર ના મળેલી હોય તથા તેને કોઈ ઇનફેક્શન લાગેલા હોય કે તે કોઈ સબસ્ટન્સ એબયુઝ કરતી હોઇ ટો આ ફેક્ટર્સ ના લીધે પણ બાળક માં આવા પ્રકાર ની તકલીફ જોવા મળી શકે છે.
ટી ઈ એફ ના ક્લિનિકલ મેનિફેસ્ટેશન..
ટી ઇ એફ ના ક્લિનિકલ મેનિફેસ્ટેશન નો આધાર કયા પ્રકારની ટી ઇ એફ ડેવલપ થયેલી છે, તે મુજબ અલગ અલગ પ્રકારના સાઇન અને સીમટમ્સ જોવા મળે છે.
સામાન્ય રીતે આ તકલીફમા જન્મ પછી તરત જ ક્લિનિકલ ફીચર્સ જોવા મળે છે.
બાળકમા એક્સેસિવ સલાઈવેશન જોવા મળે છે તથા તેના મોઢામા બબલ્સ થતા હોય તેવુ જોવા મળે છે.
ઓરલ કેવીટી માથી લાર્જ એમાઉન્ટમા સિક્રિશન બહાર નીકળે છે.
નેઝલ સિક્રીશન પણ ક્યારેક જોવા મળે છે તથા કફિંગ અને ચોકીંગ સેન્સેશન પણ બાળકમા જોવા મળે છે.
બાળકમા નોઝીયા તથા ગેગિંગ પણ જોવા મળે છે.
સલાઈવા ટ્રકિયામા જવાના કારણે બાળકના લેરીંગ્સના ભાગે સ્પાઝમ જોવા મળે છે. જેથી ક્યારેક સાઈનોસિસ પણ જોવા મળે છે.
બાળકને જ્યારે બ્રેસ્ટ ફીડિંગ કરાવવામા આવે છે, ત્યારે બાળક ફીડિંગ કરવાની શરૂઆતમા જ કફિંગ સેન્સેશન તથા ચોકિંગ રિફ્લેક્સ જોવા મળે છે અને ફ્લૂઈડ એ નેઝલ કેવીટી અને ઓરલ કેવિટી માથી કફિંગ દ્વારા બહાર નીકળે છે.
ઉધરસ ના કારણે બાળકમા સાઈનોસિસ જોવા મળે છે અને બાળકના શ્વાસોશ્વાસ પણ ટેમ્પરરી એબનોર્મલ જોવા મળે છે.
ઘણા બાળકમા એબડોમીનલ ડિસ્ટન્સ પણ જોવા મળે છે.
બાળક માં ફીડીંગ એ વારવાર ટ્રકિયા માં જવાના લીધે રેસ્પીરેટરી ટ્રેક નુ ઇનફેક્શન પણ લાગી શકે છે.
c. Write down nursing management of it. 05 તેનું નર્સિંગ મેનેજમેન્ટ લખો.
ટી ઇ એફ નુ નર્સિંગ મેનેજમેન્ટ એ ખૂબ જ કાળજીપૂર્વક કરવામા આવે છે. કારણ કે જન્મ પછી જેટલુ બને તેટલુ વહેલા જો આ કન્ડિશનનું નિદાન કરવામા આવે તો તેના દ્વારા થતા વધારાના કોમ્પ્લિકેશન ને અટકાવી શકાય છે.
બાળકમા સમયાંતરે સકશન કરી એરવે ક્લિયર રાખવામા આવે છે. જેના કારણે બ્રીધીંગ પેટર્ન નોર્મલ રહે છે અને સાઈનોસિસ જોવા મળતુ નથી.
બાળકને જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે ઓક્સિજન થેરાપી પણ આપવામા આવે છે ખાસ કરીને સાઈનોસિસ વખતે ઓક્સિજન થેરાપી આપવામા આવે છે.
બાળકના વાઈટલ સાઇન ખાસ મોનિટર કરવા જોઈએ.
બાળકને નીલ બાઈ માઉથ (NBM) રાખવામા આવે છે અને ઇન્ટ્રા વિનસ ફ્લૂઇડ થેરાપી આપી બાળકનુ હાઇડ્રેશન લેવલ અને ન્યુટ્રીશનલ સ્ટેટસ મેન્ટેઇન કરવામા આવે છે.
બાળકના એબડોમીન ને ડિસ્ટેન્શન માટે રૂલ આઉટ કરવુ જરૂરી છે.
સર્જરી પછી જો બાળકને ચેસ્ટ ટ્યુબ મૂકવામા આવેલી હોય તો આ ટ્યુબની પ્રોપર કેર લેવી એ ખૂબ જ જરૂરી હોય છે. ડ્રેનેજ બરાબર આવે છે કે કેમ તેનુ મોનિટરિંગ કરવુ અને રેકોર્ડિંગ કરવું.
ચેસ્ટ ટ્યુબના ભાગે એસેપ્ટિક ટેકનીક થી ડ્રેસિંગ કરવુ તથા ઇન્ફેક્શન ના લાગે તે માટેના તમામ પ્રિકોસન્સ લેવા જરૂરી છે.
બાળકની એનાસ્ટોમોસીસ કરેલા ભાગની ખાસ કાળજી લેવામા આવે છે તથા નેઝોગેસ્ટ્રીક ટ્યુબ ની કેર લેવી પણ ખૂબ જ જરૂરી હોય છે.
સર્જરી પછી બાળકના એલ્બો ને રિસ્ટ્રેન્ડ કરવામા આવે છે. તેથી ડ્રેનેજ ટ્યુબની અને નેજોગેસ્ટ્રીક ટ્યુબ ની પ્રોપર કેર જાળવી શકાય છે.
જરૂરિયાત મુજબ ઓક્સિજન થેરાપી પણ આપવામા આવે છે. બાળકના વાઈટલ સાઇનનુ પણ ખાસ મોનિટરિંગ કરી કોઈપણ કોમ્પ્લિકેશન માટે અર્લી આઈડેન્ટિફિકેશન કરવામા આવે છે. જો કોઈ પણ કોમ્પ્લિકેશન ડેવલપ થવાય તો તેની તાત્કાલિક મેનેજમેન્ટ લેવામા આવે છે.
બાળકના ઇમર્જન્સી અને ક્રિટિકલ કેર માટેના તમામ ઇક્વિપમેન્ટ સ્ટેન્ડ બાય રાખવામા આવે છે.
ઓપરેશન પછી બાળકની કન્ડિશન સ્ટેબલ થતા બાળકને ધીમે ધીમે ફીડિંગ સ્ટાર્ટ કરવામા આવે છે અને બાળકની કન્ડિશનને મોનિટર કરવામા આવે છે.
બાળકને ડિસ્ચાર્જ વખતે મધર ફાધરને ઘરે લેવામા આવતી તમામ કેર વિશે સમજાવવુ, ઇન્ફેક્શન પ્રિવેન્શન માટેના પ્રિકોસન્સ લેવા સમજાવવુ, બાળકની ન્યુટ્રીશનલ નીડ મેન્ટેઇન થાય તે માટે સમજાવવુ, તેમજ કોઈપણ કોમ્પ્લિકેશન માટે અને રેગ્યુલર ફોલોઅપ માટે મધર ફાધરને સમજાવવુ જરૂરી હોય છે.
મધર ફાધર ને એન્ઝાઈટી રીડયુઝ કરવા માટે સાયકોલોજીકલ સપોર્ટ એ પણ અત્યંત જરૂરી બાબત છે.
Q-2 a. Describe the nursing care of a baby having tetrology of fallot. 08 ટેટ્રોલોજી ઓફ ફેલાર્ટ વાળા બેબીની નર્સિગ સારવાર વર્ણવો.
ટેટ્રોલોજી ઓફ ફેલોટ નુ નર્સિંગ મેનેજમેન્ટ નીચે મુજબ છે.
આ સાઇનોટિક હાર્ટ ડીસીઝ ની કન્ડિશન હોય બાળકમા સાઈનોસિસ જોવા મળતુ હોય ત્યારે બાળકની ખાસ કાળજી લેવાની જરૂર છે.
હાઇપોક્સિક સ્પેલ એટલે કે બાળકને ઓક્સિજનેટેડ બ્લડ પૂરતુ ન મળવાના કારણે સાઈનોસિસ ડેવલપ થવાના લીધે જે એપિસોડ જોવા મળે તેને હાઈપોકશિક સ્પેલ કહેવામા આવે છે. આ સમય દરમિયાન બાળકને ઓક્સિજન થેરાપી આપવી, તેને ની ચેસ્ટ (knee chest) પોઝીશન એ ખાસ ઓક્સિજન સપ્લીમેન્ટ સ્પેલ ને દૂર કરવા માટે ખૂબ જ જરૂરી છે. બાળક ને આઈવી ફ્લૂઇડ આપવુ.
બાળકના મધર ફાધર પાસેથી કમ્પ્લીટ હિસ્ટ્રી કલેક્શન કરવુ અને એ મુજબ કેર પ્લાન નક્કી કરવો.
સમયાંતરે બાળકના એન્થ્રોપોમેટ્રિક મેઝરમેન્ટ લેવા જેથી બાળકમા ગ્રોથ ફેલયોર નુ આઈડેન્ટિફિકેશન કરી શકાય.
થોડા સમયે બાળકના વાઈટલ સાઇન ચેક કરતા રહેવા જેથી બાળકની કન્ડિશન અને ઓક્સિજન લેવલ મેન્ટેઇન કરી શકાય.
બાળકનુ ફીડિંગ બીહેવિયર તેની ન્યુટ્રીશનલ need તથા તેનો ઇન્ટેક અને આઉટપુટ ચાર્ટ આ તમામ બાબતોનુ ખાસ મોનિટરિંગ અને રેકોર્ડિંગ રાખવુ જરૂરી છે.
સમયાંતરે બાળકના લેબ રિપોર્ટ ઇન્વેસ્ટિગેટ કરાવતા રહેવા જેથી બાળકની ક્લિનિકલ કન્ડિશન વિશે માહિતી મેળવી શકાય.
બાળકની રેસ્પીરેટરી સિસ્ટમ અને તેના હાર્ટ સાઉન્ડ નુ અસેસમેન્ટ કરવુ જોઈએ. જેથી પ્રોબ્લેમ નુ અર્લી આઇડેન્ટિફિકેશન કરી શકાય.
બાળકની કન્ડિશન વિશે અને તેના પ્રોગનોસીસ વિશે તેના મધર ફાધરને સમજાવવુ જરૂરી છે.
બાળકને આઉટડોર ગેમ્સ તથા વધારે એક્ટિવિટી કરવા માટે મનાઈ કરવી જોઈએ અને તેનુ ધ્યાન ઇન્ડોર ગેમ્સ તથા ફિઝિકલ સ્ટ્રેસ ઓછો પડે તે પ્રકારની ગેમમા તેને ડાયવર્ટ કરવુ જરૂરી છે.
બાળક અને તેના માતા પિતામા ફીયર અને એન્ઝાઈટી ડેવલોપ હશે જેથી દરેકનુ સાયકલોજીકલ કાઉન્સિલિંગ કરવુ જરૂરી છે.
ક્રોનિક પ્રોબ્લેમ હોવાના કારણે બાળકને વારંવાર ઇન્ફેક્શન લાગી શકે તેવી શક્યતાઓ હોય છે માટે બાળકની પ્રિવેન્ટીવ કેર લેવી ખાસ જરૂરી છે.
b. Write down national immunization schedule for children. 04 બાળકો માટેનું નેશનલ ઇમ્યુનાઇઝેશન શિડયુલ લખો.
Q-3 Answer for ANY TWO of the following:- 12 નીચેનામાંથી કોઇપણ બે ના જવાબ આપો.
a. Write the classification of Congenital Heart Disease. કોન્જીનેટલ હાર્ટ ડીસીઝનું વર્ગીકરણ લખો.
કૉંજીનેટલ હાર્ટ ડીસીઝ એ બાળકોમા જોવા મળતી જન્મજાત હાર્ટને લગતા એબનોર્માલીટી છે.
જન્મ સમયે હાર્ટ કે હાર્ટ માથી નીકળતી બ્લડ વેસલ્સ ને લગતી સ્ટ્રકચરલ માલ ફોર્મેશનને કોંજીનેટલ હાર્ટ ડીસીઝ કહેવામા આવે છે. બધા કોન્જીનેટલ ડીઝિઝમા હાર્ટ ડીસીઝ સૌથી વધારે જોવા મળે છે.
સામાન્ય રીતે કૉંજીનેટલ હાર્ટ ડીસીઝને મુખ્યત્વે બે કેટેગરીમા વિભાજિત કરવામા આવે છે.
b. Write types and causes of anemia in children. બાળકોમાં થતા એનિમીયાના પ્રકારો અને તે થવાના કારણો લખો.
બાળકોમા જોવા મળતા એનિમિયામા નીચે મુજબના એનિમિયા ના પ્રકારો જોવા મળે છે.
આયર્ન ડેફીસીયન્સી એનીમિયા.
આ એનીમિયાનો પ્રકાર એ બાળકોમા મોસ્ટ કોમનલી જોવા મળતો પ્રકાર છે. આ એનિમિયા થવાનુ મુખ્ય કારણ એ બાળક ના શરીરમા આયર્ન ની ઉણપ હોય છે. જેના લીધે આર બી સી મેચ્યુલેશન બરાબર થતુ નથી અને એનિમિયા જોવા મળે છે.
બાળકોમા આયર્ન ડેફિશિયનસી થવાના મુખ્ય કારણો નીચે મુજબના છે.
ઇન્ટ્રા યુટેરાઈન લાઈફ દરમિયાન મધર મા આયર્નનુ સ્ટોરેજ ઓછુ હોવાના લીધે તે બાળકને પૂરતા પ્રમાણમા મળતુ નથી.
પ્રેગ્નન્સી દરમિયાન જો મધર માલનરીશ હોય તો પણ બાળકને આયર્ન પૂરતા પ્રમાણમા મળશે નહી.
ટવીન્સ પ્રેગ્નન્સી કે મલ્ટીપલ પ્રેગ્નન્સી વાળા મધરના બાળકમા પણ આયર્ન ડેફિશિયન્સી જોવા મળે છે.
આ ઉપરાંત બાળકોમા લાંબા સમય સુધી બ્રેસ્ટ ફીડીંગ કંટીન્યુ કરવાથી, વિનિંગ મોડુ શરૂ કરવાથી, ગરીબી હોવાના કારણે પૂરતા ન્યુટ્રીશન વાળો ખોરાક ન મળવાથી, યોગ્ય બેલેન્સ ડાઈટ ના અભાવના કારણે પણ બાળકમા આયર્ન ની ડેફીસીયન્સી જોવા મળે છે અને તેના કારણે એનિમિયા ની પરિસ્થિતિ સર્જાય છે.
બાળકમા અમુક ડીસીઝ ના કારણે પણ આયર્ન ડેફિશિયન્સી જોવા મળે છે જેમકે ડાયેરીયા, માલ એબ્સોર્પશન સિન્ડ્રોમ તથા વર્મ ઇન્ફેસ્ટેશન અને કોઈપણ ક્રોનિક ઈલનેસ ના કારણે પણ આયર્ન ડેફીસીયન્સી એનીમિયા જોવા મળે છે.
મેગાલોબ્લાસ્ટિક એનિમિયા…
ફોલિક એસિડ અને વિટામીન b12 ની ડેફીસીયન્સી ના કારણે મેગાલો બ્લાસ્ટિક એનીમિયા જોવા મળે છે. તેમા આરબીસી (RBC) ને તેના એરિથ્રોપોએસીસ ના તબક્કા દરમિયાન ફોલિક એસિડ અને વિટામિન b12 ન મળવાના કારણે ઇમમેચ્યોર આરબીસી બને આ આર બી સી એ સાઈઝમા મોટો હોય છે અને તેનું અરલી distriction થવાના કારણે મેગાલો બ્લાસ્ટિક એનીમિયા જોવા મળે છે.
આમા ફોલિક એસિડ અને વિટામિન બી12 ઘટવાના કારણો નીચે મુજબના છે.
આ પ્રકારનુ એનિમિયા ડેવલપ થવા માટે સ્ટમક ની દિવાલમાથી સિક્રીટ થતુ ઇન્ટ્રેન્સિક ફેક્ટર જો ન સિક્રીટ થતુ હોય તો તેના કારણે આ પ્રકારનો એનિમીયા ડેવલપ થવાનુ જોવા મળે છે.
વિટામીન સી ની ડેફિશિયનસી ના લીધે પણ આ પ્રકારનો એનિમા જોવા મળી શકે છે.
સીકલ સેલ એનિમિયા..
આ પ્રકારનુ એનિમિયાએ ઑટોઝોમલ રિસેસિવ ડિસઓર્ડર છે. આ એક જિનેટિકલ એબનોર્માલિટી ના કારણે ઉત્પન્ન થતી કંડીશન છે. જેમા એબનોર્મલ હિમોગ્લોબીન સિન્થેસિસ થાય છે. જેના લીધે સી સેપ (C શેપ ) ના દાતરડા આકારના એબનોર્મલ શેપ ધરાવતા આરબીસી તૈયાર થાય છે. જેના લીધે તેને સિક્કલ સેલ એનિમિયા કહેવામા આવે છે.
આ એબનોર્મલ શેપ ધરાવતા આરબીસી નાની કેપેલેરીમા પ્લગ થાય છે અને બ્લડ સર્ક્યુલેશન ને અવરોધે છે ત્યારે બ્લડમા ઓક્સિજન સિચ્યુએશન મા ઘટાડો જોવા મળે છે અને આરબીસી પ્લગ થયેલી જગ્યા પર ખૂબ જ પેઇન જોવા મળે છે તેને સિકલ સેલ ક્રાઈસીસ અથવા તો વાઝો ઓક્લઝિવ ક્રાઇસીસ જોવા મળે છે. આના લીધે ઇનફાર્કશન ડેવલપ થવાની શક્યતા પણ રહેલી હોય છે.
એક સાથે ઘણા બધા આરબીસી નુ ડિસ્ટ્રક્શન થવાના કારણે હિમોલાઈટીક ક્રાઈસીસ પણ ઊભી થાય છે.
આ પ્રકારના એનિમિયા ડેવલપ થવાના કારણો મા જીનેટીકલ અને ક્રોમોઝોમલ એબનોરર્માલીટી જોવા મળે છે.
એપ્લાસ્ટિક એનિમિયા…
આ પ્રકારનુ એનિમિયાએ બોનમેરો ડિપ્રેશનના કારણે જોવા મળે છે.
આમા બોનમેરો દ્વારા ઉત્પન્ન થતા બ્લડ સેલ એ ખૂબ જ નહિવત પ્રમાણમા પ્રોડક્શન થાય છે. જેના લીધે બોડી ના તમામ બ્લડ સેલ ની સંખ્યામા ઘટાડો જોવા મળે છે. તેને પાનસાઈટોપેનિયા તરીકે ઓળખવામા આવે છે.
ફક્ત આરબીસી ની સંખ્યામા ઘટાડો આના કારણે જોવા મળતો હોય તો તેને હાઇપો પ્લાસ્ટિક એનિમીયા તરીકે ઓળખવામા આવે છે.
આમા બોનમેરો પૂરતી સંખ્યામા આરબીસી ઉત્પન ન કરી શકવાના કારણે એનિમીયા જોવા મળે છે તેને એપ્લાસ્ટિક એનીમિયા કહેવામા આવે છે. આ થવાના કારણોમા જીનેટીકલ અને ક્રોમોઝોમલ એબનોર્માલિટી એ મુખ્યત્વે કોન્જીનેટલ એપ્લાસ્ટિક એનિમીયા ના કારણો છે.
એકવાયર્ડ એ પ્લાસ્ટિક એનિમિયાના કારણોમા વાયરલ ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન, કોઈપણ પ્રકારની મેલિંગનન્સી, રેડીએશન થેરાપી કે કોઈપણ પ્રકારના રેડિયેશનના એક્સપોઝર, હાર્મફુલ કેમિકલ અને મેડિસિન ના લીધે પણ આ પ્રકારનો એનીમિયા થવાની શક્યતાઓ રહેલી છે.
c. Write fractures and accidents seen in children. બાળકોમા જોવા મળતા ફ્રેક્ચર અને અસ્માતો લખો.
ફ્રેક્ચર એટલે કે બોડીમા આવેલા બોન ની કંટીન્યુટી કોઈપણ જગ્યાએથી બ્રેક થવી.
બાળકોમા જોવા મળતા ફ્રેક્ચર એ એડલ્ટમા જોવા મળતા ફ્રેક્ચર કરતા થોડા અલગ હોય છે.
બાળકોમા સામાન્ય રીતે પડી જવાથી કે કોઈ પણ પ્રકારની ઈજા થવાથી ફ્રેક્ચર જોવા મળે છે.
ક્યારેક કોઈપણ ડીસીઝ કન્ડિશનના લીધે પણ બાળકોમા ફેક્ચર થવુ એ કોમન હોય છે.
બાળકોમા જોવા મળતા કોમન ફેક્ચર ના પ્રકારો નીચે મુજબના છે.
કમ્પ્લીટ ફ્રેક્ચર.
જ્યારે બોન મા કમ્પ્લીટ ભંગાણ પડે અને બે છેડાઓ વચ્ચેનુ કોઈપણ કનેક્શન એટેચ થયેલુ ન હોય ત્યારે તેને કમ્પ્લીટ ફેક્ચર કહેવામા આવે છે. આ ફ્રેક્ચર એ ઓબ્લિક, સ્પાઇરલ કે ટ્રાન્સવર્સ હોઈ શકે છે.
ઇનકમ્પલિટ ફ્રેક્ચર.
જ્યારે બોન એ કમ્પ્લીટ બ્રેક થયેલુ ન હોય એટલે કે તેના બે છેડાઓ એકબીજાથી કમ્પ્લીટ અલગ પડેલા ન હોય ત્યારે તેને ઇનકમ્પલીટ ફેક્ચર કહેવામા આવે છે.
ઓપન ફ્રેક્ચર.
આ ફેક્ચરને કંપાઉંડ ફ્રેક્ચર પણ કહેવામા આવે છે. જેમા બોન બ્રેક થયા પછી તે સ્કીન અને ટીશ્યુને બ્રેક કરી બહારની બાજુએ જોવા મળે છે.
ક્લોઝ ફ્રેક્ચર.
જ્યારે બોનમા ફ્રેક્ચર થયા પછી તે સ્કીન કે ટીશ્યુ ને પેનીટ્રેટ કરી બહારની બાજુએ જોવા મળતુ નથી પરંતુ અંદર જ બોન મા ફેક્ચર થયેલુ હોય ત્યારે તેને ક્લોઝ ફ્રેક્ચર કહેવામા આવે છે.
ગ્રીન સ્ટીક ફ્રેક્ચર..
આમા બોનમા પાર્સિયલી એટલે કે થોડા ભાગમા ફેક્ચર હોય છે અને બોન વળેલુ હોય છે પરંતુ ફ્રેક્ચર એ બોન ને કમ્પલીટ ક્રોસ કરતુ નથી બોનમા થોડે સુધી જ ફ્રેક્ચર જોવા મળે છે.
પ્લાસ્ટિક ડિફોર્મેશન.
તેને બેન્ડિંગ ફ્રેક્ચર પણ કહેવામા આવે છે. બાળકોમા આ પ્રકારનુ ફ્રેક્ચર એ સામાન્ય રીતે અલના બોન મા જોવા મળે છે.
આમા બોન નો ભાગ બેન્ડ થયેલ જોવા મળે છે અને માઈક્રોસ્કોપિક ફ્રેક્ચર લાઈન બોન ના ભાગે જોવા મળે છે.
બાળકોમાં જોવા મળતા કોમન અકસ્માતો નીચે મુજબના છે
જ્યારે કોઈપણ બાળકને અચાનક કોઈ પણ પ્રકારની ડેમેજ કે ઈજા થાય તેને એકસીડન્ટ કહેવામા આવે છે. નાના બાળકોમા ઘણા અકસ્માતના કારણે બાળકોના મૃત્યુ પણ જોવા મળે છે. અમુક પ્રકારના એક્સિડન્ટ એ બાળકોમા ઈમરજન્સી સિચ્યુએશન પણ ઊભી કરી દે છે.
બાળકોમા જોવા મળતા કોમન એક્સિડન્ટ નીચે મુજબના છે.
ઇન્ફ્રન્સી પીરિયડ દરમિયાન બાળક વધારે ચાલી અને દોડી શકતુ નથી, પરંતુ તે ઢસડાઈ ને ચાલી શકે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. જેથી તે નીચે મુજબના એક્સિડન્ટથી થવાની શક્યતા રહેલી છે.
બાળક કોઈ પણ જગ્યાએથી પડી જાય અને લાગવાથી થતી ઇજા જોવા મળે છે. કારણ કે આ સમયમા બાળકને કોઓર્ડીનેશન અને મોટર મુવમેન્ટ પર કંટ્રોલ હોતો નથી. જેથી પળવાની અને લાગવાની ઈજા કોમનલી જોવા મળે છે.
ફોરેન બોડી નુ એસ્પીરેશન કરવુ એટલે કે નાના બાળકમા આ સ્ટેજ એ ઓરલ સ્ટેટ તરીકે ઓળખવામા આવે છે. જેમા બાળકના આસપાસ જે કંઈ પણ ઓબ્જેક્ટ હોય તે મો મા નાખે છે. આ મો મા નાખવામા આવેલી વસ્તુઓ રેસ્પિરિટરી ટ્રેક કે ડાયજેસ્ટિવ ટ્રેક મા એસપીરેટ થવાની કે ફસાઈ જવાની શક્યતાઓ રહેલી છે.
આ કોઈપણ ફોરેન બોડી એ બાળક ની આંખ, નાક, કાન કોઈપણ જગ્યાએ નાખી શકે છે જેની ખાસ કાળજી લેવી જોઈએ.
આ ઉપરાંત નાના બાળકને કોઈપણ વસ્તુથી બળી જાય કે દાજી જાય એવુ કોમનલી જોવા મળે છે. જેમા ગરમ પાણીથી દાજી જવુ, આગ દ્વારા દાઝવુ, કોઈપણ જગ્યાએ પ્લગમા શોટ લાગવો વગેરે બન્સ ના કારણો હોય છે.
બાળક કોઈપણ જગ્યાએ પાણીમા પડી જવાથી ડૂબી જઈ શકે છે જે માટે ટબમા, ખુલી ગટરમા કે પાણી ના ટાંકામા પડી અને ડૂબી જઈ શકે છે. જેથી ડૂબવાથી થતી ઇજા બાળકોમા કોમનલી જોવા મળે છે.
ટોડલર, પ્રિસ્કૂલ અને સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન એ ખૂબ જ ગતિશીલ હોય છે તેનો મેક્સિમમ સમયે તે દોડાદોડી કરવા પાછળ ગાડે છે અને આઉટડોર ગેમ્સ રમવા પાછળ ગાડે છે. જેથી સ્પોર્ટ્સ ઇન્જરી, ફોલ્ ડાઉન ઈંજરી, વ્હીકલ એકસીડન્ટ, ડ્રાઉન્ડીંગ વગેરે ઇંજરી એ આ એજ ના બાળકોમા કોમનલી જોવા મળે છે.
Q.4 Write Short notes on ANY THREE of the following:- 12 નીચેનામાંથી કોઇપણ ત્રણ વિષે ટૂંકનોંધ લખો
1.Marasmus-–મેરાસ્મસ
મરાસમ્સ…
મરાસ્મસ એ પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રેશન નુ સિવિયર સ્વરૂપ છે. જેમા ખાસ કરીને બાળકોમા પ્રોટીન અને એનર્જી એટલે કે કેલરીની ડેફીસીયન્સી ના કારણે બોડીમા સિવિયર મસ્લસ વાસ્ટિગ અને ફેટ લોસ થયેલ જોવા મળે છે.
આમા બાળકની ઉમર મુજબ 50% વેઇટ તેનુ ઘટેલુ જોવા મળે છે.
મરાસ્મસ ના કારણો..
બાળકને જ્યારે પૂરતા પ્રમાણમા પ્રોટીન અને કેલરી ન મળે ત્યારે તેની ન્યુટ્રીશનલ રિક્વાયરમેન્ટ પૂરી ન થવાના કારણે આ કન્ડિશન ડેવલપ થાય છે.
આમા બાળક ને ક્વોલિટી અને કવોન્ટીટી બને આસ્પેક્ટ મા પૂરતા પ્રમાણમા ફૂડ મળતુ નથી.
બાળક આર્ટિફિશિયલ ફીડિંગ લેતુ હોય અથવા તો તેને ડાયઇલ્યુટેડ ફીડીંગ આપવામા આવતુ હોય તો આ પ્રકારની કન્ડિશન જોવા મળી શકે છે.
બાળક છ મહિના પછી પણ ફક્ત બ્રેસ્ટ ફીડીંગ જ લેતુ હોય તો લાંબા ગાળે આ કન્ડિશન ઉભી થઈ શકે છે.
બાળકને કોઈ ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેકને લગતા ઇન્ફ્લામેટરી ડીસીઝ કે સિરિયસ ડિસીઝ કન્ડિશન હોય ત્યારે આ કન્ડિશન ઊભી થઈ શકે છે.
બાળકને લાંબા સમય સુધી વોમિટિંગ અને ડાયરિયા રહેતા હોય તેના લીધે પણ આ કન્ડિશન ડેવલપ થઈ શકે છે.
બાળકને કોઈ ક્રોનિક ડીસીઝ કે સ્ટ્રકચરલ માલ ફોર્મેશન ને લગતા ડીસીઝ હોય કે માલ એબ્સોર્પશન સિન્ડ્રોમ હોય ત્યારે પણ આ કન્ડિશન ડેવલપ થઈ શકે છે.
આ કન્ડિશન સામાન્ય રીતે મોટા બાળકો કરતા વધારે ઇન્ફન્ટ ની અંદર જોવા મળે છે. આ સમય દરમિયાન બાળકને એનર્જી એટલે કે કાર્બોહાઈડ્રેટ ની રિક્વાયરમેન્ટ ખૂબ જ હોય છે. જે ન મળવાના કારણે આ કન્ડિશન ખાસ ઇન્ફન્ટ મા ડેવલપ થતી જોવા મળે છે.
મરાસ્મસ નુ ક્લાસિફિકેશન..
આ કન્ડિશન મા બોડીમાથી ફેટ અને મસલ્સ લોસ થવાની ડીગ્રી મુજબ તેને અલગ અલગ ગ્રેડમા ક્લાસિફાઇ કરવામા આવે છે.
ગ્રેડ 1. આમા એક્ઝીલા અને ગ્રોઇન ના ભાગેથી ફેટ લોસ થાય છે.
ગ્રેડ 2. આમા એકઝીલા અને ગ્રોઇન ઉપરાંત એબડોમીન અને ગ્લુટીયલ ના ભાગેથી પણ ફેટ લોસ થાય છે.
ગ્રેડ 3. આમા ગ્રેડ 1 અને 2 ના ભાગ ઉપરાંત ચેસ્ટ અને સ્પાઇન ના ભાગેથી પણ ફેટ લોસ થાય છે.
ગ્રેડ 4. આ લાસ્ટ ગ્રેડ મા મોઢા ની આજુબાજુથી તમામ ફેટ લોસ થઈ જાય છે.
મરાસ્મસ ના ક્લિનિકલ મેનીફેસ્ટેશન્સ..
આ કન્ડિશનમા બોડી ના દરેક ભાગથી ધીરે ધીરે ફેટ લોસ થાય છે અને બાળકનુ વજન સતત ઘટતુ જાય છે.
બાળકનો લુક એજેડ જેવો જોવા મળે છે. બાળકનો ફેસ મંકી જેવો જોવા મળે છે. બાળક સતત ચીડિયો રહે છે.
બાળકમા કોન્સ્ટીપેશન અને ડાયરિયા અલ્ટરનેટિવ જોવા મળે છે.
બાળકમા સિવિયર ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલન્સ ના સાઈન અને સીમટમ્સ જોવા મળે છે. જેના લીધે ઘણા ન્યુરોલોજીકલ અને કાર્ડીઓલોજીકલ કોમ્પ્લીકેશન પણ ડેવલપ થાય છે.
બાળક ઓછુ એક્ટિવ હોય છે.
બાળકમા વજન ઘટવાના કારણે અને પૂરતો ન્યુટ્રિશન વાળો ખોરાક ન મળવાના કારણે ઘણા ડીસીઝ અને ઘણા ઇન્ફેક્શન પણ લાગે છે. અમુક કોમ્પ્લિકેશનના કારણે બાળકનુ ડેથ પણ થઈ શકે છે.
ડાયગ્નોસીસ..
હિસ્ટ્રી કલેક્શન
ફિઝિકલ એક્ઝામિનેશન
એક્સરે (સિસ્ટમિક ડીસીઝ અને ડિસઓર્ડર જાણવા માટે)
મેનેજમેન્ટ..
આ કન્ડિશનમા બાળકોને હાઈ કેલરી વાળો ડાઈટ આપવામા આવે છે. તેની રિક્વાયરમેન્ટ કરતા ડબલ કેલેરી વાળો ડાઈટ પણ બાળકને ટોલરેટ થાય તો આપી શકાય છે. આમા ડાઈટ ની કવોલિટી અને કોન્ટીટી ધીરે ધીરે વધારતી જવી જરૂરી હોય છે.
ખોરાકમા કાર્બોહાઇડ્રેટ નુ પ્રમાણ ધીરે ધીરે વધારવુ. જો ડાયરિયા હોય તો સુગર ઇન્ટેક ધીરે ધીરે વધારવામા આવે છે.
બાળકને કોન્સન્ટ્રેટેડ થીક ફોર્મ્યુલા ફીડીંગ આપવુ જોઈએ.
ઇન્ફેક્શન માટે ડોક્ટર ઓર્ડર મુજબ એન્ટીબાયોટિક્સ કે મેડિસિન આપી શકાય છે.
કોઈપણ સર્જીકલ કન્ડિશન નુ આઈડેન્ટિફિકેશન થાય તો સર્જીકલ કરેક્શન કરી શકાય છે.
બાળકની સાયકોલોજીકલ કન્ડિશન ને પણ ધ્યાન રાખવામા આવે છે.
બાળકના પેટનુ સતત મોનિટરિંગ કરવુ અને જરૂર જણાય તો વેઇટ માટે ગ્રોથ ચાર્ટ રાખવામા આવે છે.
બાળકના બોડી નુ ટેમ્પરેચર મેન્ટેન કરવુ ખાસ જરૂરી છે.
બાળકનુ વજન વધવાનુ શરૂ થાય પછી ધીરે ધીરે બાળકને ઘરમા બનતા તમામ બેલેન્સ ડાઇટ પર શિફ્ટ કરી શકાય છે.
બાળકને છ મહિના સુધી એક્સક્લુઝિવ બેસ્ટ ફીડીંગ આપવુ. ત્યાર પછી બાળકને ફરજિયાત વિનિંગ ડાઈટ પર શિફ્ટ કરવુ અને વધારાનુ જરૂર જણાય તેમ બ્રેસ્ટ ફીડીંગ આપવામા આવે છે.
2.Meningitis-મેનીન્જાઇટીસ
મેનીન્ઝાઈટીસ..
બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ ની ફરતે આવેલા ટીશ્યુ લેયરને મેનેન્જીસ કહેવામા આવે છે. આ ટીશ્યુ લેયરમા કોઈપણ કારણોસર ઇન્ફ્લામેશન લાગે તેને મેનીન્જાયટીસ તરીકે ઓળખવામા આવે છે.
બાળકોમા આ તકલીફ ના કારણે ઘણી મોર્ટાલીટી અને મોર્બીડીટી રેટ જોવા મળે છે.
મેનીન્જાયટીસ થવા માટે બેક્ટેરિયા, વાયરસ તથા ઘણા પેથોજન જવાબદાર હોય છે.
ટાઈપસ ઓફ મેનેજાઇટિસ..
બેક્ટેરિયલ મેનેજાઇટીસ.
તે અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા જેવા કે મેનિંગો કોકલ , ન્યુમો કોકલ, સ્ટ્રેપ્ટો કોકલ વગેરેના લીધે આ પ્રકારનુ મેનીનજાઇટીસ જોવા મળે છે.
વાયરલ મેનેજાઇટીસ.
તે અલગ અલગ પ્રકારના વાયરસ જેવા કે હીમોફીલસ ઇન્ફલુ એંઝા ટાઇપ B વાયરસ થી જોવા મળે છે.
ટીબીના કોઝિટિવ ઓર્ગેનિઝમ ના કારણે ટીબી મેનેજાઇટિસ પણ જોવા મળે છે.
કોઝીઝ ફોર મેનેજાઇટિસ.
બેક્ટેરિયા, વાયરસ, ક્રોનિક ઇન્ફેક્શન, ડાયાબિટીસ, ઇમ્યુનો સપ્રેશિવ દવાઓ લેતા દર્દી, અલગ અલગ પ્રકારની મેલીગનન્સી વગેરે કારણોના લીધે મેનેન્જાઇટીસ જોવા મળે છે.
સાઈન એડ સિમ્પટમ્સ..
એક્સેસિવ ક્રાય, નોસિયા, વોમીટીંગ, ઇરીટેબીલીટી બાળકમા જોવા મળે છે.
ક્યારેક બાળકમા કન્વલઝન પણ જોવા મળી શકે છે.
બાળકમા સાઈનોસિસ, એપનીયા પણ જોવા મળી શકે છે.
ઇન્ફેક્શનના કારણે ફીવર તથા સ્લીપ ડિસ્ટર્બન્સ જોવા મળે છે.
બાળકમા ફીડીંગ પ્રોપર જોવા મળતુ નથી. ન્યુટ્રેશનલ ઇમ્બેલન્સ જોવા મળે છે.
ઇન્ટ્રા ક્રેનીયલ પ્રેસર વધવાના બધા લક્ષણો જોવા મળે છે. તેના લીધે બલ્જીંગ ફ્રન્ટાનેલ્સ જોવા મળે છે.
બાળકમા મસ્ક્યુલર રીજીડીટી તથા હેડેક જોવા મળે છે.
બાળકમા સિવીયર કેસમા ન્યુરોલોજીકલ એબોનોર્માલીટીના સાઇન અને સિમ્પટમ્સ પણ જોવા મળે છે.
મેનેન્જાઇટીસ ના બાળકમા ખાસ કરીને બે મુખ્ય સાઈન જોવા મળે છે જે નીચે મુજબ છે.
કર્નિંગ સાઈન.
જ્યારે બાળકને સુપાઈન પોઝિશનમા સીધા સુવડાવવામા આવે અને તેના હિપ ને 90 ડીગ્રી ફલેક્શન કરવામા આવે પછી તેના ગોઠણના ભાગના પેસિવ એક્સટેન્શન વખતે પેઇન જોવા મળે તો આ સાઇન પોઝિટિવ કહેવાય છે. આમા બાળક તેનો પગ પૂરેપૂરો સીધો કરી શકતો નથી.
બ્રૂડઝીંકી સાઈન.
આમા બાળકને જ્યારે સીધા સુવડાવવામા આવે અને તેના નેકના ભાગ ને ફલેક્શન કરવામા આવે ત્યારે તેની બંને એક્સ્ટ્રીમિટીનુ ફલેક્શન થાય છે. કોઈપણ એક એક્સ્ટ્રીમિટીનુ પેસીવ ફલેક્શન કરવામા આવે ત્યારે બીજી એક્સ્ટ્રીમીટી નુ ફલેક્શન પણ સાથે જોવા મળે છે. આમા પણ એક્ટિવિટીની મુવમેન્ટ વખતે પેઇન જોવા મળે છે.
ઉપરોક્ત બંને સાઇન પોઝિટિવ હોય તો મેનીન્જાઇટીસ હોવાની શક્યતા રહેલી હોય છે.
ડાયગ્નોસીસ..
હિસ્ટ્રી કલેક્શન
ફિઝિકલ એક્ઝામિનેશન
ન્યુરોલોજીકલ એક્ઝામિનેશન
ક્લિનિકલ એક્ઝામિનેશન
લંબર પંચર
બ્લડ ઇન્વેસ્ટેશન વગેરે
મેનેજમેન્ટ..
મેનેન્જાઇટિસ ના મેનેજમેન્ટમા એન્ટીબાયોટિક થેરાપી, ઇન્ટ્રા વિનસ ફ્લૂઇડ થેરાપી ડોક્ટર ઓર્ડર મુજબ આપવામા આવે છે.
બાળકને ઇન્દ્રા વિનસ ફ્લૂઇડ થેરાપી ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ મેન્ટેન કરવા માટે આપવામા આવે છે.
ફીવર રીડયુઝ કરવા માટે એન્ટી પાયરેટીક મેડિસિન આપવામા આવે છે.
આ ઉપરાંત બાળકને સપોર્ટીવ મેડિસિન તેના સાઇન અને સીમટમ્સ ના આધારે જેવી કે એન્ટાસિડ, એન્ટી ઇમેટિક વગેરે પ્રકારની દવાઓ પણ ડોક્ટર ઓર્ડર મુજબ આપવામા આવે છે.
બાળકને જરૂર જણાય તો ઓક્સિજન થેરાપી પણ સપોર્ટ થેરાપી તરીકે આપવામા આવે છે.
બાળકને આઇસોલેટ કરવો જેથી તેને અને બીજા હેલ્થ કેર ટીમ મેમ્બરને ઇન્ફેક્શન લાગતુ અટકાવી શકાય.
બાળકના વાઈટલ સાઈન રેગ્યુલર મોનિટર કરવા.
બહારના વાતાવરણની વધારાની સ્ટીમયુલાઈ બંધ કરવી બાળકને કામ અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પૂરું પાડવુ.
બાળકના ન્યુરોલોજિકલ ફંકશનને ખાસ મોનિટર કરવુ અને કંઈ પણ પ્રકારની એબનોર્માલિટી લાગે તો નોટિફાય કરવુ.
બાળકની પોઝિશન ચેન્જ કરતી રહેવી અને બેડના સાઈડ રેલ્સ ઊંચા રાખવા.
બાળકનો ઇન્ટેક અને આઉટપુટ ચાર્ટ ખાસ મેન્ટેન કરવુ.
બાળકની જનરલ હાઈજેનિક કેર અને સ્કીન કેર મેન્ટેન કરવી.
બાળકને રિક્રીએશનલ કેર તથા માઈન્ડ ડાયવર્ટ થેરાપી ના ઉપયોગ દ્વારા સાયકોલોજીકલ અને ઈમોશનલ સપોર્ટ આપો. બાળકના માતા-પિતાને પણ બાળકનો પ્રોગ્નોસિસ સમજાવો તથા તેને ઈમોશનલી અને સાયકોલોજીકલી એન્ઝાઈટી ઓછી થાય તે માટે કાઉન્સિલિંગ કરવું.
3.Leukemia-લ્યુકેમીયા
લ્યુકેમિયા એ બાળકોમા જોવા મળતો એક કોમન ડિસઓર્ડર છે. જેમા સતત અનકંટ્રોલ્ડ ઇમમેચ્યોર એબનોર્મલ ડબલ્યુ બીસી નુ બી સી નુ પ્રોડક્શન થતુ રહે છે.
આમા બોનમેરો ના એબનોર્મલ ફંકસન ના કારણે આરબીસી, ડબલ્યુ બિ સી તથા અન્ય સેલ્સ ના નોર્મલ પ્રોડક્શન પર અસર થાય છે.
લ્યુકેમિયા એ બાળકોમા સૌથી સામાન્ય જોવા મળતો નિયોપ્લાસ્ટિક ડીસીઝ છે.
લ્યુકેમિયા થવાના કારણો..
લ્યુકેમિયા થવા માટેનુ એક્ઝેટ કારણ કોઈ જાણવા મળેલ નથી. પરંતુ નીચે મુજબના રિસ્ક ફેક્ટરના કારણે લ્યુકેમિયા થઈ શકે છે.
જિનેટિકલ ફેક્ટર્સ
એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ
વાયરસ
આયોનાઇઝિંગ રેડીએશનના સંપર્કમા આવવાથી
અમુક પ્રકારના જીનેટીકલ અને ક્રોમોઝોમલ ડીસીઝ ના કારણે પણ લ્યુકેમિયા થવાનુ કોમન હોય છે.
લ્યુકેમિયાના પ્રકારો નીચે મુજબના છે.
એક્યુટ લિમ્ફોસાયટીક લ્યુકેમિયા..
એક્યુટ લિમ્ફોસાઈટીક લ્યુકેમિયા એ બોનમેરોનો એક ડિસઓર્ડર છે. જેમા બોનમેરો ના એલિમેન્ટ્સ એ ઇમેચ્યોર બ્લાસ્ટ સેલ દ્વારા રિપ્લેસ થાય છે. તેના લીધે એનીમિયા, થરોમ્બૉસાઈટોપેનિયા અને બીજા બ્લડ સેલ ના નંબર્સમા ઘટાડો જોવા મળે છે.
આ ડિસઓર્ડર બાળકોમા સામાન્ય રીતે 3 થી 7 વર્ષના બાળકોમા જોવા મળે છે. ફીમેલ ચાઈલ્ડ કરતા મેલ ચાઈલ્ડ એ વધારે કોમનલી અફેક્ટેડ થાય છે.
મુખ્યત્વે આ કન્ડિશન એ નોર્મલ બોનમેરો ના સેલના બદલે લ્યુકેમિક સેલ રિપ્લેસ થવાના કારણે જોવા મળે છે.
એક્યુટ નોન લિમ્ફોસાઇટીક લ્યુકેમિયા…
આ બોનમેરો નો એક કોમન મેલીગનન્ટ ડિસઓર્ડર છે. જેમા ઇમેચ્યોર મોનોસાઇટ અને માઈલોસાઇટ્સ નુ બોનમેરો મા પ્રોલીફરેશન થાય છે, જેના લીધે આ કન્ડિશન ઉભી થાય છે.
ક્લિનિકલ ફિચર્સ…
ફીવર, બિલ્ડીંગ, એનિમિયા, બોન પેઇન, હિપેટો સ્પેલિનો મેગાલી, થ્રોમ્બોસાઈટોપેનીયા, પરપુરા એકાઇમોસિસ, ગેસ્ટ્રો ઈન્ટેસ્ટાઇનલ બ્લિડિંગ, સેરેબ્રલ હેમરેજ, પેલોર, જોઈન્ટ પેઇન, એનોરેક્સિયા, મલાએઝ, ડીક્રીઝ એક્ટિવિટી લેવલ, વેઇટ લોસ, મસલ્સ વાસ્ટિંગ, મલીના, હિમેચ્યુયા, હેડેક, ડ્રાઉઝીનેસ, નોસિયા, વોમિટિંગ, અનકોન્સીયસનેસ વગેરે..
ડાયગ્નોસ્ટિક ઇવાલ્યૂએશન
બ્લડ એક્ઝામિનેશન
લો બ્લડ કાઉન્ટસ
લો ડબલ્યુ બિસિ કાઉન્ટસ
પેરી ફરલ બ્લડ એક્ઝામિનેશન
સી એસ એફ સ્ટડી વગેરે ..
મેનેજમેન્ટ..
એન્ટીબાયોટિક થેરાપી
કોર્ટીકોસ્ટીરોઇડ્સ એન્ડ ઇમ્યુનો સપ્રેસિવ મેડિસિન્સ
કીમોથેરાપી
રેડીએશન થેરાપી
બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન
નર્સિંગ મેનેજમેન્ટ..
બાળક અને તેના માતા પિતાને આ બીમારી ના પ્રોગ્નોસિસ વિશે માહિતી આપવી અને તેને સાયકોલોજીકલ સપોર્ટ આપવો અને એન્ઝાઇટી રીડ્યુસ કરવાના પ્રયત્નો કરવા.
નર્સ તરીકે બાળક સાથે પોતાનો સમય ગાળો અને તેની નીડ મુજબ ટ્રીટમેન્ટ પ્લાન કરવો જોઈએ.
બાળકમા ઇન્ફેક્શન પ્રિવેન્શન કરવુ અને તેનુ પેઇન મેનેજમેન્ટ કરવુ
એન્ટીબાયોટિક થેરાપી આપવી.
હાઈજીન અને ક્લીન્લીનેસ માટેના મેઝરમેન્ટસ લેવા.
વિઝીટર્સ ની એન્ટ્રી રીસ્ત્રીક્ટ કરવી.
ઇન્ટ્રા વિનસ ફ્લૂઇડ થેરાપી આપવામા આવે છે, જેથી બાળક મા ફ્લૂઇડ અને ઈલેકટ્રોલાઇટ બૅલૅન્સ મેન્ટેઈન કરી શકાય.
ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપવાનુ ટાડવુ જોઈએ.
બ્લડ ટ્રાન્સફયુઝન વખતે ના પ્રિકોસન્સ લેવા જોઈએ.
બાળકને કોઈપણ જગ્યાએ શરીરમા ઇજા ન થાય તેનુ ખાસ ધ્યાન અને કાળજી રાખવી. બાળકને સોફ્ટ ટૂથબ્રશ વાપરવા ની સલાહ આપવી. બાળકના લિપ અને ફેસની ખાસ કેર લેવી કારણ કે બાળક ને બ્લીડિંગ ટેન્ડન્સી ડેવલપ થયેલી હોય છે.
બાળકનુ ન્યુટ્રીશનલ લેવલ ખાસ મોનિટર કરવુ અને તેને નોર્મલ મેન્ટેઈન કરવુ જોઈએ.
બાળકના વાઈટલ સાઈન રેકોર્ડ કરવા અને કોઈ પણ એબનોર્માલિટી હોય તો તરત જાણ કરવી.
બાળકની કિમોથેરાપી અને રેડિયેશન થેરાપી ના લીધે ઈમેજ ચેન્જ થઈ જાય છે, હેર લોસ થઈ જાય છે, આ બાબતે બાળક ની સાઇકોલોજીકલ અને ઇમોશનલ કેર લેવી અને તેનો કોન્ફિડન્સ બુસ્ટ કરવો.
મધર ફાધરને રેગ્યુલર ફોલોઅપ માટે સલાહ આપવી અને બાળકના કોઈપણ કોમ્પ્લિકેશન માટે હોસ્પિટલની તાત્કાલિક મુલાકાત લેવા માટે સમજાવવુ.
4.APGAR score – -અપગાર સ્કોર
ન્યુબોન બેબી ના જન્મ પછી અગત્યનુ તાત્કાલિક અસસેસમેન્ટ એ અપગાર સ્કોર અસેસમેન્ટ છે. આ સ્કોરિંગ સિસ્ટમ એ ડોક્ટર વર્જિનિયા અપગાર દ્વારા આપવામા આવેલી છે. જેમા જન્મ પછી તરત જ બાળકના નીચે મુજબના પેરામીટર મેઝર કરવામા આવે છે જેમા
રેસ્પીરેશન, હાર્ટ રેટ, મસલ્સ ટોન, રિફ્લેક્સ રિસ્પોન્સ અને સ્કીન કલર આ પાંચ પેરામીટર થી નિયોનેટ ને એક થી પાંચ મિનિટ સુધી મોનીટર કરવામા આવે છે.
દરેક પેરામીટરને તેના નોર્મલ, સબ નોર્મલ અને એબસન્ટ ફંક્શન માટે 2, 1,અને 0 એમ સ્કોર આપવામા આવે છે.
5 મિનિટના એસ્સમેન્ટ બાદ દરેક પેરામીટર ના સ્કોર ને ટોટલ કરવામા આવે છે. જેનો ટોટલ કુલ સ્કોર 10 માથી આપવામા આવે છે.
જો પાંચ મિનિટના અસેસમેન્ટ બાદ ન્યુબોન નો અપગાર સ્કોર 7 થી 10 ની વચ્ચે જોવા મળે તો બાળકને કોઈપણ પ્રકારના એડજસ્ટમેન્ટ ને લગતા કે શારીરિક પ્રોબ્લેમ નથી તેવુ જોવા મળે છે.
જો બાળકનો અપકાર સ્કોર એ 4 થી 6 ની વચ્ચે જોવા મળે તો બાળકને થોડા પ્રમાણમા તકલીફ છે તેવું દર્શાવે છે. આ સ્કોર એ માઈલ્ડ ટુ મોડરેટ ડિપ્રેશન બતાવે છે.
જો બાળકનો સ્કોર એ 3 કે 3 કરતા નીચે જોવા મળે તો બાળકમા આ કન્ડિશન એ સિવિયર ડિપ્રેશન બતાવે છે અને બાળકને તાત્કાલિક ઇમરજન્સી મેનેજમેન્ટ ની જરૂર છે તેવુ સૂચવે છે.
જન્મ પછી તરત જ આ અપગાર સ્કોરનુ મોનિટરિંગ કરવામા આવતુ હોય એટલે પ્રથમ એક મિનિટમા દરેક પેરામીટર એ એક્સ્ટ્રા યુટેરાઇન લાઇફ એડજસ્ટમેન્ટ સાથે જોડાયેલા હોય માટે પાંચ મિનિટ ના જે પેરામીટર આવે તે પેરામીટર ને ટ્રુ પેરામીટર તરીકે ઓળખવામા આવે છે. કેમકે પાંચ મિનિટ સુધીમા બાળક એક્સટર્નલ એન્વાયરમેન્ટ સાથે પૂરતુ એકજેસ્ટ કરી ચૂક્યુ હોય છે. જેથી દરેક પેરામીટરના નોર્મલ ફંકશન સારી રીતે અસેસ કરી શકાય છે.
ઉપરોક્ત અપગાર સ્કોર નુ ઍસેસમેન્ટ કરતી વખતે કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ વાળો રૂમ હોવો જોઈએ. પૂરતા પ્રમાણમા પ્રકાશ આવતો હોવો જોઈએ. ઇન્ફેક્શન પ્રીવેન્શન ના મેઝર્સ લેવાતા હોવા જોઈએ અને દરેક ઇન્ફોર્મેશન નુ રેકોર્ડિંગ હોવુ જોઈએ. અપગાર એસેસમેન્ટ વખતે બની શકે તો મધર બાળકની સાથે હોવી જોઈએ.
બાળકના જન્મ પહેલા મધરની ઓબસ્ટ્રેટિકલ હિસ્ટ્રી, તેની ફિઝિકલ કન્ડિશન, કોઈપણ ડીસીઝ કન્ડિશન ની હાજરી, કોઈ રિસ્ક ફેક્ટર ની હાજરી આ તમામ બાબતો રુલ આઉટ કરી લેવી જરૂરી છે.
Q-5 Define ANY SIX of the following terms. 12 નીચેનામાંથી કાઇપણ છ ની વ્યાખ્યા આપો.
1. Croup- કૃપ
આ એક પ્રકારનુ અપર રેેસ્પીરેટરી ટ્રેક અને લેરિંગ્સમા લાગતુ ઇન્ફેકશન છે. જેના લીધે એકદમ
મોટા અને તીખા અવાજ વાળી ઉધરસ, હોર્સનેસ ઓફ વોઇસ, સ્ટ્રીડોર અને ફીવર જોવા મળે છે.
આમા મુખ્યત્વે લેરીન્જાઇટીસ જોવા મળે છે. જેના કારણે ક્યારેક રેસ્પેરેટરી પેસેજ બ્લોક થવાના કારણે બ્રેથલેસનેસ, રેસ્ટલેસનેસ અને સાઈનોસિસ પણ જોવા મળે છે.
કૃપ ને લેરિંગોટ્રકિયોબ્રોંકાયટીસ તરીકે પણ ઓળખવામા આવે છે.
2.Convulsion-કન્વલજન
કન્વલ્જન એ વોલન્ટરી મસલ્સની ઇન્વોલન્ટરી મૂવમેન્ટ થવાના કારણે જોવા મળે છે. જે બ્રેઇન ના ફંકશનમા ડિસ્ટર્બન્સીસ આવવાના લીધે બ્રેઇન દ્વારા વધારે ઇલેક્ટ્રિકલ ઈમ્પલ્સીસ સ્કેલટલ મસલ્સ ને મળે છે અને આ મસલ્સની ઇન્વોલેન્ટરી રેપિડ મુવમેન્ટ જોવા મળે છે.
કન્વલઝન ની સાથે સાથે કોન્સીયસનેસ લેવલમા પણ ફેરફાર જોવા મળે છે. કન્વલઝન ને સીઝર પણ કહેવામા આવે છે.
નાના બાળકોમા કન્વલઝન આવવા એ કોમન બાબત જોવા મળે છે. ઘણા કારણોને લીધે નાના બાળકોમા કન્વલઝન આવી શકે છે જેમ કે ફીવર ના લીધે ફીબ્રાઇલ કન્વલઝન જોવા મળે છે.
કન્વલઝન મા મોટર મુવમેન્ટ અલગ અલગ રીતે જોવા મળે છે અને તેની પેટર્ન પ્રમાણે તેને અલગ અલગ રીતે ક્લાસીફાય કરવામા પણ આવે છે.
3.Intussusception-ઇનટયુસસેપ્શન
ઇન્ટેસ્ટાઇનની દિવાલ ટેલિસ્કોપ ની જેમ તેની અંદર જ ઘૂસી ગયેલ હોય, તેને ઇનટયુસસેપ્સન કહેવામા આવે છે. તેમા આંતરડાના એક ભાગમા તેનો જ ભાગ અંદર ફસાઈ જાય છે.
આ બાળકોમા જોવા મળતી એક ઇન્ટેસ્ટાઈનલ ઓફસ્ટ્રકશન ની પરિસ્થિતિ છે. આ એક પ્રકારની મેડિકલ ઈમરજન્સી છે. આ સામાન્ય રીતે ઇલિયોસીકલ રિજીયન પાસે જોવા મળે છે.
આમા ઓબસ્ટ્રકશન ના લીધે ગેસ અને સીક્રીશન ના બ્લોકેજ થાય છે અને બ્લડ સર્ક્યુલેશન પ્રોપર ન થવાના લીધે એડીમા એટલે કે સોજો જોવા મળે છે. ક્યારેક તેના કારણે નેક્રોસીસ અને ગેંગરીન પણ ડેવલપ થઈ શકે છે.
4.Diptheria–ડિપ્થેરીયા
ડીપ્થેરિયા એ એક બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે કે જે કોર્ની બેક્ટેરિયમ ડીપ્થેરિયા બેસિલાઈ દ્વારા ફેલાય છે. આના લીધે ઓરલ કેવીટી અને અપર રિસ્પીરેટરી ટ્રેક ની મ્યુકસ મેમ્બ્રેન મા ઇન્ફ્લામેશન લાગે છે.
બેક્ટેરિયાનુ ટોક્સિન એ આ મેમ્બ્રેન મા સિવીયર ઇનફલામેશન લગાડે છે.
લેરિન્જીયલ ડીપ્થેરીયા ના કારણે સિવીયર સિમટમ્સ પણ ઊભા થઈ શકે છે.
આમા ફીવર, હોર્સનેસ ઓફ વોઇસ, મયુકસ મેમ્બ્રેન મા વાઈટ પેચીસ, કફિંગ વગેરે સાઇન અને સીમટમ્સ પણ જોવા મળે છે.
5.Bronchitis –બ્રોન્કાઇટીસ
બ્રોન્કાઇ તથા બ્રોન્કીયલ ટ્રી ની મ્યુકસ મેમ્બ્રેન મા લાગતા ઇન્ફ્લામેશન ને બ્રોંકાયટીસ કહેવામા આવે છે. બાળકો માટે કોમન જોવા મળતી કન્ડિશન છે.
તે થવાના કારણોમા બેક્ટેરિયા, વાયરસ અને અમુક એલર્જીક સબસ્ટન્સના કારણે પણ આ કન્ડિશન ઉત્પન્ન થઈ શકે છે.
તેમા કફિંગ અને મ્યુકસ પ્રોડક્શન ની સાથે સાથે ક્યારેક બ્રિધીંગ ડિફીકલ્ટી પણ જોવા મળે છે.
6. Pyloric stenosis – પાયલોરીક સ્ટેનોસીસ
આ એક કોન્જીનેટલ ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેક ની એનોમલી છે. જેમા સ્ટમક ના નીચેના ભાગે આવેલા પાયલોરીક મસલ્સ ની હાઇપરટ્રોફી થાય છે. આ સર્ક્યુલર મસલ્સની હાઇપરટ્રોફી થવાના કારણે તેની સાઈઝમા ઘટાડો થાય અને તેનુ લ્યુમેન સાંકડુ બને છે. આ કન્ડિશનને હાઇપરટ્રોફીક પાયલોરીક સ્ટેનોસિસ તરીકે ઓળખવામા આવે છે.
આમા પાયલોરીક સ્ફીન્કટર મસલ્સ નુ ઓપનિંગ સાંકડુ બને છે. જેના લીધે સ્ટમક નુ કન્ટેન્ટ સ્મોલ ઇન્ટેસ્ટાઇન મા જવામા તકલીફ પડે છે અને તે બેક ફોલો થઈ વોમીટીંગ ના રૂપ મા જોવા મળતી હોય છે.
7.Hypospadiasis-હાઇપોસ્યાડીયાસીસ
આ એક પ્રકારની યુરીનરી સિસ્ટમની કોન્જીનેટલ એનોમલી છે. જેમા બાળકમા યુરેથ્રા નુ ઓપનિંગ એ પેનિસની નોર્મલ જગ્યા ના બદલે વેન્ટરલ સરફેસ એટલે કે અંડર સરફેસના ભાગમા જોવા મળે છે.
આમા યુરેથ્રલ ઓપનિંગ પેનીસની નીચેની બાજુની સાઈડ એ જોવા મળે છે. જે મેલ મા જોવા મળતી એક કોમન યુરીનરી સિસ્ટમની કોન્જિનેટલ એનોમલી છે. જેમા બાળકને યુરિન પાસ નોર્મલ ફ્લો મા કરવામા તકલીફ પડે છે.
ફીમેલ ચાઈલ્ડ મા પણ આ પ્રકારની તકલીફ જોવા મળે છે. જેમા યુરેથ્રલ ઓપનિંગ એ વજાઈનલ કેવીટી મા નીચેની બાજુએ ખુલતુ હોય છે જેથી વજાયના માથી યુરિન નીચે ટપકતુ હોય એવુ જોવા મળે છે.
Q-6 A. Fill in the blanks :-ખાલી જગ્યા પુરો :- 10
1.NICU temperature should be _______and humidity is,_______ NICUનું ટેમ્પરેચર ________અને હ્યુમીડીટી _______હોય છે. (ટેમ્પ. 22 થી 26’C , અને હ્યુમીડિટી 30 થી 60% )
2. Beri-Beri occurs due to ________ deficiency.
બેરી બેરી ________ની ઉણપથી થાય છે. (વિટામિન B1)
3.Acute tonsilities is caused by__________
એક્યુટ ટોન્સીલાઇટીસ_________ના લીધે થાય છે. (બીટા હિમોલાઇટીક સ્ટ્રેપટોકોકલ)
4.Surgical opertion for undescended testes is Called_____-_____
અનડીસેન્ડેડ ટેસ્ટીજ માટેના સર્જીકલ ઓપરેશન ને _________કહે છે. (ઑર્કીઑપેકસી)
5.Umberical cord has________ vein and _____artery.
અમ્બેલીકલ કોર્ડમાં_______ વેઇન અને ______આર્ટરી હોય છે. (1 વેઇન અને 2 આર્ટરી)
6.Posterior fontanel is ______shaped and closes at_______ month.
પોસ્ટીરીઅર ફોન્ટાનેલ _______આકાર નું અને તે _______માસે બંધ થાય છે. (ત્રિકોણ આકાર નુ, 2 મહિના)
7.Father of paediatric nursing is______________
પીડીયાટ્રીક નર્સિગના ફાધર _______-છે. (અબ્રાહમ જેકોબી)
B. State whether following statements are ‘True’ or ‘False’s 05 નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો.
1. Gestational assessment can be done by Bellard scale જેસ્ટેશનલ અસેસમેન્ટ બેલાર્ડ સ્કુલ દ્વારા થઇ શકે છે. ✅
2.There is no tear formation in the neonate.
નીઓનેટમાં ટીયર (આંસુ) બનતા નથી. ❌
3.Patient care area in PICU should be approximately 20m ^ 2
પી.આઇ.સી.યુ.માં પેશન્ટ કૅર એરીયા લગભગ 20m` હોય છે. ❌
4.Pleural effusion means collection of fluid in pleural space. પ્યૂરલ ઇફયુઝન એટલે પ્યુરલ સ્પેસમા પાણીનો ભરાવો થવો. ✅
5.Blood volume in normal new born is doubled by age of one year. નોર્મલ નવજાત શીશું નું બ્લ્ડ વોલ્યુમ એક વર્ષની ઉમરે ડબલ થાય છે. ❌