skip to main content

General Nursing & Midwifery (First Year) BEHAVIOURAL SCIENCES-2023 PAPER 7

GNC BEHAVIOURAL SCIENCE

12/10/2023

Q-1 a. What is psychology? – સાયકોલોજી એટલે શું? 03 marks.

સાયકોલોજી શબ્દ એ બે ગ્રીક શબ્દો થી બનેલો છે. સાયકી અને લોગસ.  ઈસ. 1590 સુધી સાઈકી શબ્દોનો અર્થ સાઉલ અથવા આત્મા અથવા સ્પિરિટ થતો હતો અને લોજી શબ્દનો અર્થ સ્ટડી કરવુ એવો થાય છે. અહી સાઉલ (soul) શબ્દ એ ખૂબ જ વિશાળ અર્થમા લેવામા આવ્યો હતો. તેથી પાછળથી સોલ (soul) ને બદલે માઈન્ડ શબ્દનો ઉપયોગ કરવામા આવ્યો હતો.

19 મી સદીના અંત સુધીમા વિલિયમ વુડટ એ માઈન્ડ ને બદલે બિહેવિયર શબ્દનો ઉપયોગ કર્યો એટલે નવી વ્યાખ્યા મુજબ સાયકોલોજી એટલે કે હ્યુમન બિહેવિયર ના સાયન્ટિફિક સ્ટડીને સાયકોલોજી કહેવામા આવે છે.

વિલિયમ વુડટ ફાધર ઓફ સાયકોલોજી તરીકે પણ ઓળખવામા આવે છે.

મેન્ટલ પ્રોસેસ અને બિહેવિયરના સાયન્ટિફિક સ્ટડીને સાયકોલોજી કહેવામા આવે છે. આમા માઈન્ડનો સ્ટડી તેમજ તે કેવી રીતે કાર્ય કરે છે તેનો સ્ટડી પણ કરવામા આવે છે.

b. Write down scope of psychology. – સાયકોલોજીના સ્કોપ જણાવો. 04 marks.

સાયકોલોજીના સ્કોપ એ વિશાળ તથા વૈવિધ્યસભર છે. જેમાં સ્ટડી અને એપ્લિકેશનના જુદા જુદા એરિયા નું ઇન્વોલ્વમેન્ટ થાય છે. અહીં નીચે તેનું બ્રોડ ઓવરવ્યુ આપેલું છે.

1)ક્લિનિકલ સાઇકોલોજી
ક્લિનિકલ સાઇકોલોજી મા મેન્ટલ ડિસઓર્ડર તથા સાયકોલોજીકલ પ્રોબ્લમ હોય તેનું અસેસમેન્ટ, ડાયગ્નોસીસ તથા ટ્રીટમેન્ટ કરવામા આવે છે. ક્લિનિકલ સાઇકોલોજીસ્ટ એ હોસ્પિટલ, ક્લિનિક્સ તથા પ્રાઇવેટ પ્રેક્ટિસ સેટિંગ્સમાં વર્ક કરતા હોય છે.

2) કાઉન્સેલિંગ સાઇકોલોજી
ક્લિનિકલ સાયકોલોજીની જેમ જ કાઉન્સેલિંગ સાઇકોલોજી એ વ્યક્તિઓને લાઇફમાં આવતા ચેન્જીસ નો સામનો કરવામાં, વેલ્બીંગમાં ઇમ્પ્રુવમેન્ટ કરવા તથા ઇન્ટર – પર્સનલ કોન્ફલીક્ટ ને દૂર કરવા માટેના પગલાંઓ લ્યે છે.
કાઉન્સેલર એ સ્કૂલ, કોલેજ,કોમ્યુનિટી સેન્ટર તથા પ્રાઇવેટ પ્રેક્ટિસમાં વર્ક કરતા હોય છે.

3) ડેવલોકમેન્ટલ સાયકોલોજી
ડેવલોપમેન્ટલ સાયકોલોજી એ ઇન્ફન્સિ થી ઓલ્ડ એજ સુધીના લાઇફસ્પાન દરમિયાન હ્યુમન ના ગ્રોથ તથા ડેવલપમેન્ટ નું એક્ઝામિનેશન કરે છે.
ડેવલોપમેન્ટલ સાયકોલોજીસ્ટ એ ફિઝીકલ, કોગ્નિટિવ, ઇમોશનલ તથા સોશિયલ ડેવલપમેન્ટ નું સ્ટડી કરે છે.

4) એજ્યુકેશન સાયકોલોજી
એજ્યુકેશનલ સાયકોલોજીસ્ટ એ એજ્યુકેશન સેટિંગ્સમાં લોકો એ કેવી રીતે શીખે છે તથા ડેવલોપ થાય છે તેનું સ્ટડી કરે છે. એજ્યુકેશનલ સાયકોલોજીસ્ટ ઇફેક્ટિવ ટીચિંગ મેથડ નું રિસર્ચ કરે છે લર્નિંગ મા કયા કયા પ્રકારની ડીફીકલ્ટીઝ આવે છે તેનું અસસેસમેન્ટ તથા લર્નિંગ આઉટકમ્સ ને એન્હાન્સ કરવા માટેના ઇન્ટરવેન્શન ડિઝાઇન કરે છે.

5) સોશિયલ સાયકોલોજી
સોશિયલ સાયકોલોજીસ્ટ એ સોશિયલ કોન્ટેક્સ્ટ માં વ્યક્તિઓ કેવી રીતે વિચારે છે , અનુભવે છે ,તથા વર્તે છે તેનું ઇન્વેસ્ટિગેશન કરે છે. તેઓ કન્ફોરમીટી, પ્રેજ્યુડાઇઝ,ગ્રુપ ડાયનેમીક તથા ઇન્ટરપર્સનલ રિલેશનશિપ જેવા ટોપીક પર સ્ટડી કરે છે.

6)ઇન્ડસ્ટ્રીયલ- ઓર્ગેનાઇઝેશન ( I-O) સાયકોલોજી
ઇન્ડસ્ટ્રીયલ- ઓર્ગેનાઇઝેશન ( I-O) સાયકોલોજીસ્ટ એ વર્કપ્લેસ પર સાઇકોલોજીકલ પ્રિન્સિપલ્સ એપ્લાય કરે છે. જેમાં એમ્પ્લોયી, મોટીવેશન,લીડરસીપ, ઓર્ગેનાઇઝેશનલ બીહેવ્યર એન્ડ પર્સનલ સિલેક્શન જેવા એરિયા પર ફોકસ કરવામા આવે છે.

7) હેલ્થ સાઇકોલોજી
હેલ્થ સાઇકોલોજીસ્ટ એ ફિઝિકલ હેલ્થ અને ઇલનેસ ને અફેક્ટ કરતા સાયલોજીકલ ફેક્ટર્સ નો અભ્યાસ કરે છે. હેલ્થ સાઇકોલોજિસ્ટ એ સ્ટ્રેસ મેનેજમેન્ટ,હેલ્થ બિહેવ્યર ચેન્જ, તથા માઇન્ડ બોડી કનેક્શન જેવા ટોપિક પર વર્ક કરે છે.

8) કોગ્નિટિવ સાયકોલોજી
કોગ્નિટિવ સાઇકોલોજિસ્ટ એ પરસેપ્શન, મેમરી ,અટેન્શન લેંગ્વેજ તથા પ્રોબ્લેમ સોલ્વીંગ જેવી મેન્ટલ પ્રોસેસ એક્સપ્લોર કરે છે. કોગ્નિટીવ સાયકોલોજીસ્ટ એ લોકો માહિતી કેવી રીતે મેળવે છે પ્રક્રિયા કરે તથા સ્ટોર કરે તેનું પણ ઇન્વેસ્ટિગેશન કરે છે.

9) ફોરેન્સિક સાઇકોલોજી
ફોરેન્સિક સાઇકોલોજીસ્ટ એ લીગલ તથા ક્રિમિનલ જસ્ટિસ કોન્ટેક્સ્ટ પર સાઇકોલોજીકલ પ્રિન્સિપલ્સ અપ્લાય કરે છે. ફોરેન્સિક સાઇકોલોજીસ્ટ એ ક્રિમિનલ બિહેવ્યર તથા યોગ્યતાનું મૂલ્યાંકન કરે છે.

10) ન્યુરોસાઇકોલોજી
ન્યુરોસાઇકોલોજીસ્ટ એ બ્રેઇન તથા બિહેવ્યર વચ્ચેના રિલેશનશિપ ની સ્ટડી કરે છે. ન્યુરોસાઇકોલોજીસ્ટ એ વ્યક્તિના બ્રેઇન ઇંજરી, ન્યુરોલોજીકલ ડિસઓર્ડર તથા કોગ્નિટિવ ડેફીસીટ નું
અસેસમેન્ટ તથા ટ્રીટ કરે છે.

11) એક્સપેરિમેન્ટલ સાયકોલોજી
એક્સપેરિમેન્ટલ સાયકોલોજીસ્ટ એ બીહેવ્યર તથા કોગ્નીશન ના ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ સમજવા માટે રિસર્ચ કરે છે. એક્સપેરિમેન્ટલ સાયકોલોજીસ્ટ એ લર્નિંગ, પરસેપ્શન, તથા મોટીવેશન જેવા ટોપિક્સ પર સ્ટડી કરે છે.

12) એન્વાયરમેન્ટલ સાયકોલોજી
આ ફિલ્ડમાં લોકો અને તેના ફિઝિકલ એન્વાયરમેન્ટ વચ્ચે ના ઇન્ટરેક્શન નું એક્ઝામિનેશન કરે છે.
એન્વાયરમેન્ટલ સાયકોલોજીસ્ટ એ એન્વાયરમેન્ટલ એટીટ્યુડ્સ, બિહેવ્યર એન્જીસ, અને વેલ બીંગ ને પ્રમોટ કરવા માટે જગ્યાઓની રચના જેવા ટોપીક પર સ્ટડી કરે છે.

આ માત્ર સાયકોલોજીની કેટલીક અમુક મેજર બ્રાન્ચીસ છે. અને તેમાં દરેક એરિયામાં અસંખ્ય સબફિલ્ડ તથા સ્પેશિયાલિટીસ્ટ આવેલી હોય છે.

c. Explain importance of psychology for nurses. – નર્સ માટે સાયકોલોજીનું મહત્વ જણાવો.05

નર્સિંગ અને સાયકોલોજી એ બે અલગ અલગ ફિલ્ડ છે પરંતુ તે એકબીજા સાથે જોડાયેલ છે.

નર્સિંગ ફીલ્ડમા હેલ્થ પ્રોબ્લેમ અને તેની રિકવરી પર ફોકસ કરવામા આવે છે જ્યારે સાયકોલોજીમા મેન્ટલ પ્રોસેસ અને બિહેવીયર વિશે સ્ટડી કરવામા આવે છે.

નર્સિંગ અને સાયકોલોજી એકબીજા સાથે જોડાયેલા છે કારણ કે નર્સ એ પેશન્ટને તેના પ્રોબ્લેમ માથી રિકવર કરતી વખતે તેણે પેશન્ટના બિહેવિયર અને ઈમોશનલ સ્ટેટસ જાણવા જરૂરી છે.

નર્સ એ ડીફરન્ટ પીપલ્સ અને ડિફરન્ટ પ્રોબ્લેમ્સ સાથે ડીલ કરવાની હોય છે આથી તેને હ્યુમન સાયકોલોજી વિશે જરૂરી નોલેજ હોવુ જોઈએ.

આથી નર્સિંગમા સાયકોલોજી વિશે જ્ઞાન હોવુ જરૂરી છે.

  • સાયકોલોજી વીલ હેલ્પ ધ નર્સ ટુ અન્ડરસ્ટેન્ડ હર સેલ્ફ.
  • Psychology will help the nurse to understand her self.

સાયકોલોજી એ નર્સને પોતાની જાતને સમજવામા મદદ કરે છે.

સાયકોલોજી એ નર્સને પોતાના હેતુઓ, ઈચ્છાઓ, લાગણીઓ અને મહત્વકાંક્ષાઓને સમજવામા ઉપયોગી છે.

નર્સ સાયકોલોજી ની મદદથી તેની એબિલિટી, સ્ટ્રેન્થ, વિકનેસ અને લિમિટેશન વિશે જાણી શકે છે.

નર્સ એ બીજા સાથે કેવા રિલેશન રાખવા, બીજા સાથે કેવી રીતે વર્તવુ અને કઈ સિચ્યુએશનમા કેવુ રિએક્શન આપવુ એના વિશે જાણવા મળે છે.

  • સાયકોલોજી વીલ હેલ્પ ધ નર્સ ટુ અન્ડરસ્ટેન્ડ અધર પીપલ્સ.
  • Psychology will help the nurse to understand other people.

સાઇકોલોજી એ નર્સ ને બીજા લોકોનુ વર્તન સમજવામા મદદરૂપ થાય છે.

જેની મદદથી નર્સ એ હેલ્થ ટીમના બીજા મેમ્બર જેમકે ડોક્ટર, પેશન્ટ અને તેના ફેમિલી મેમ્બર નુ વર્તન જાણી શકશે અને તેની સાથે મળીને સારામા સારુ કામ કરી શકશે.

નર્સ પાસે હ્યુમન બિહેવિયર નુ સાયન્ટિફિક નોલેજ હોવાથી તે બીજા લોકોને સારી રીતે અને સહેલાઈથી સમજી શકે છે અને સારા ઇન્ટર પર્સનલ રિલેશનશિપ બનાવી શકે છે.

સાઇકોલોજી એ નર્સને લોકો દ્વારા ઉપયોગમા લેવાતિ જુદી જુદી ડિફેન્સ મેકેનિઝમ ને સમજવામા મદદ કરે છે.

તે લોકોને બીહેવિયર પર રીતી રિવાજો અને સંસ્કૃતિની શુ અસર જોવા મળે છે તેના વિશે સમજશે અને લોકોને ઇફેક્ટિવ કેર પ્રોવાઇડ કરી શકશે.

  • સાઇકોલોજી વીલ હેલ્પ ધ નર્સ ટુ ઈમ્પ્રુવ સિચ્યુએશન બાય સોલ્વ પ્રોબ્લેમ એન્ડ ચેન્જ ઇન ધ એન્વાયરમેન્ટ.
  • Psychology will help the nurse to improve situation by solve problem and change in the environment.

નર્સ એ સાઇકોલોજી પાસેથી પ્રોબ્લેમ સોલ્વ કરવાની એબીલીટી શીખે જાય છે તે કોઈપણ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે.

મેન્ટલી ઇલનેસ અને હેન્ડીકેપના પરિણામે એડજસ્ટમેન્ટ સાધવામા અને તેના પરિણામે ઉત્પન્ન થતા પ્રોબ્લેમ ને સોલ્વ કરવામા સાયકોલોજી નો અભ્યાસ મદદરૂપ થાય છે.

અમુક પ્રકારની બીમારી જેમ કે હાર્ટ ડીસીઝ, કેન્સર વગેરેને સારવારની મદદથી કંટ્રોલમા રાખી શકાય પરંતુ આ પ્રકારના રોગોને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાતા નથી, પરંતુ તેમની સાથે સ્પેશિયલ પ્રકારનુ એડજસ્ટમેન્ટ કરીને જીવવુ પડે છે. આ માટે સ્પેશિયલ કોપિંગ સ્કિલની જરૂર પડે છે જે નર્સ સાયકોલોજી ના અભ્નીયાસ ની મદદથી જાણી શકે છે.

  • સી વિલ અન્ડરસ્ટેન્ડ ધ રિલેશનશિપ ઓફ બોડી, માઈન્ડ એન્ડ સ્પીરીટ.
  • She will understand the relationship of body, mind and spirit.

સાઇકોલોજી એ બોડી, માઈન્ડ અને સ્પીરીટ નો એકબીજા સાથેના સંબંધ જાણવામા અને તેઓ એકબીજા પર કઈ રીતે અસર કરે છે તે જાણવામા મદદ કરે છે.

નર્સ એ જાણશે કે તેના ઈમોશન એ તેની બોડી પર કેવી રીતે અસર કરે છે અને

OR

a. What is social change? – સામાજિક બદલાવ એટલે શું? 03

SOCIAL CHANGE સામાજિક પરિવર્તન નો અર્થ એ છે કે લોકોને કોઈપણ કાર્ય કરવાની અને વિચારવાની રીતોમાં ફેરફાર અથવા તે લોકોને જીવન પદ્ધતિમાં ફેરફાર છે અને તેમાં સામાજિક સ્વરૂપોની રચના અને કામગીરીઓના ફેરફારનો સમાવેશ થાય છે આ બધા જ સામાજિક સંગઠનમાં પરિવર્તન સૂચવે છે.

સામાજિક સંગઠન ની અંદર સામાજિક સંબંધોમાં ફેરફાર થાય છે જેનો અર્થ થાય છે કે સામાજિક પ્રક્રિયાઓ સામાજિક પેટનૅ અને તેમાં ફેરફાર થવો.

સામાજિક પરિવર્તનનો અર્થ એ છે કે સમાન્યંતરે સામાજિક ઘટનાઓમાં ફેરફાર થવો.

સામાજિક ફેરફારોએ જીવનની સ્વીકૃત પદ્ધતિઓમાં વિવિધતા છે પછી ભલે તે ભૌગોલિક પરિસ્થિતિમાં ફેરફારને કારણે સાંસ્કૃતિક સાધનોમાં વસ્તીની રચના અથવા વીચારધારાઓમાં અને પછી ભલે જૂથમાં હસ્તક્ષેપ દ્વારા લાવવામાં આવે.

b. Write down the characteristics of social change. – સામાજિક બદલાવના લક્ષણો જણાવો. 04

સામાજિક પરિવર્તન એ સતત પ્રક્રિયા છે કારણ કે વસ્તી ટેકનોલોજી મુલ્યો અને વિચારધારાઓમાં પરિવર્તન થતું રહે છે આ social changes થી જુદો હોય છે

આ changes સમગ્ર વિશ્વના તમામ સમાજોમાં અને તમામ સમાજને જીવન પદ્ધતિઓમાં પણ જોવા મળે છે.

આ changes કુદરતી રીતે અથવા તો આયોજિત પ્રયત્નોના કારણે થાય છે

સામાજિક changes કેટલાક સમાજોમાં એટલું ધીમેથી થાય છે કે તેની નોંધ લેવામાં આવતી નથી અને કેટલાક સમાજમાં ઝડપી થાય છે તેનો અર્થ એ છે કે સમાજમાં સામાજિક changes એક સરખું થતું નથી જે દર્શાવે છે કે પરિવર્તનની ગતિ સરખી નથી સમયના changes ને કારણે છે સામાજિક changes વિશે આગાહી કરવી શક્ય નથી આ પરથી સામાજિક changes ની પ્રકૃતિ વિશેષતા મેળવી શકાય છે.

સામાજિક પરિવર્તન એ સમગ્ર વિશ્વમાં તમામ સમાજમાં થાય છે.

સામાજિક પરિવર્તન એ આખી કોમ્યુનિટીમાં થાય છે એનો મતલબ સામાજિક પરિવર્તનનો પ્રભાવ એ સમુદાયમાં જોવા મળે છે.

પરિવર્તનની ઝડપ અને તેની હદ તમામ સમાજમાં સરખી હોતી નથી.

સામાજિક પરિવર્તન માટે જવાબદાર પરિબળો સમયના પરિવર્તન સાથે એક સરખી નથી તેથી જ સામાજિક પરિવર્તન સમયે ના પરિબળથી પ્રભાવિત અને સંબંધિત છે.

સામાજિક ફેરફારો એ કુદરતી અથવા તો માનવસર્જિત પ્રયત્નોના પરિણામે જોવા મળે છે.

સામાજિક પરિવર્તનના સ્વરૂપો વિશે આગાહી કરવી મુશ્કેલ હોય છે.

 પરિવર્તન એ સાંકડી પ્રતિક્રિયાઓનો ક્રમ દર્શાવે છે એનો અર્થ એક ભાગમાં ફેરફાર સામાજિક વ્યવસ્થા સામાન્ય રીતે અન્ય અને વધારાના લોકો પર અસર કરે છે જ્યાં સુધી જીવનના સમગ્ર મોડ માં ફેરફાર જોવા ન મળે ત્યાં સુધી સામાજિક પરિવર્તન જોવા મળે છે.

સામાજિક પરિવર્તન એ ટેકનોલોજી આર્થિક પરિવર્તન વગેરે પરિબળો પર આધાર રાખે છે.

સામાજિક પરિવર્તનમાં કોઈપણ ફિઝિકલ ગ્રુપમાં સુધારા વધારા સામાજિક સંબંધોમાં સુધારા વધારા અને જૂની વિચારધારાઓને બદલે નવી વિચારધારા ને સ્વીકારવી વગેરેનો સમાવેશ થાય છે.

સામાજિક પરિવર્તન એ સંખ્યાબંધ પરિબળો નું પરિણામ છે.

SOCIAL CHANGE

સાર્વત્રિક ઘટના.

સમુદાયમાં પરિવર્તન.

સામાજિક ચેન્જ હંમેશા સમાન હોતા નથી.

સમય દ્વારા પ્રભાવિત હોય છે.

કુદરતી હોય છે.

રિએક્શન એ હંમેશા સિક્વન્સમાં હોય છે.

c. Write down factors affecting on social change. – સામાજિક બદલાવને અસર કરતાં પરિબળો જણાવો. 05

FACTORS AFFECTING SOCIAL CHANGE

સમાજમાં સામાજિક પરિવર્તન જોવા મળ્યું છે જે સમયાંતરે થતુ રહે છે.

    આ પરિવર્તન સમાજથી સમાજમાં ભિન્ન હોય છે તે એક સમાજમાં ઝડપી હોઈ શકે છે અને બીજા સમાજમાં ધીમું હોય છે તે છે સામાજિક પરિવર્તનને પ્રભાવિત કરતા અનેક પરિબળો છે.

Biological Factor,(જૈવિક પરિબળ),

Physical Factor,(ભૌતિક પરિબળ)

Technological Factor (ટેકનોલોજીકલ ફેક્ટર),

Cultural Factors (સાંસ્કૃતિક પરિબળ) .

Biological Factor

વનસ્પતિ ,પ્રાણીઓ ,અને મનુષ્ય સહિતના જૈવિક પરિબળો નો સમાવેશ થાય છે.

લોકોની સંખ્યા,

મનુષ્યનું બંધારણ,

સફળ પેઢીઓની વારસાગત ગુણવત્તા

સમાજમાં આનંદની લહેર હંમેશા બદલાતી રહે છે .

આ પ્રાચીન સમયમાં જીવન અને વર્તમાન સમયના લોકોના જીવન પરથી જોઈ શકાય છે .

આ પરિવર્તન ધીમે ધીમે આવ્યો છે.

જો સમાજમાં છોકરીઓની સંખ્યા વધશે તો જ લગ્ન અને કુટુંબ ની વિવિધ વ્યવસ્થાઓ આવશે.

મેડિકલ અને સેનેટરી સ્થિતિઓમાં સુધારો થવાને કારણે ઊંચા જન્મદરના પરિણામ વસ્તીમાં વધારો અને મૃત્યુ દર પણ ઓછો થાય છે.

જીવન ધોરણમાં ફેરફાર સાથે લોકોના વલણમાં પણ પરિવર્તન આવ્યું છે.

પરિવારનું ઘરની સ્ત્રીની સ્થિતિ , પરિવારના સભ્યો વચ્ચેના સંબંધ, અને પરિવારની આત્મ નિર્ભરતામાં ફેરફાર કરશે.

વસ્તી વૃદ્ધિ લોકોને શારીરિક સ્વાસ્થ્ય અને જીવનશક્તિને અસર કરે છે.

ઉપરોક્ત પરિબળ પરથી જોઈ શકાય છે કે વસ્તીની ગુણવત્તા સામાજિક માળખું અને સામાજિક સંસ્થાઓને અસર કરે છે તેથી જેવી પરિબળોમાં તે બધા જ પરિબળો શામિલ હોય છે જે વસ્તી વૃદ્ધિમાં પરિવર્તન માટે જવાબદાર હોય છે.

ઉદાહરણ તરીકે:=

જન્મદર,

મરણ દર,

બાળ મૃત્યુદર,

બાળક અને વૃદ્ધની સંખ્યામાં વધારો,

સ્ત્રી અને પુરુષ ગુણોત્તર વચ્ચે અસમાનતા,

વિકલાંગોની સંખ્યામાં વધારો,

ગામડામાં રહેવાવાળા માણસની સંખ્યામાં વધારો.

જીવન ધોરણ ઘટી જાય છે.

PHYSICAL FACTOR

આમાં અમુક પ્રકારના એવા ફિઝિકલ કારણો આપેલા છે કે જે સોસાયટી બદલવા માટે જવાબદાર હોય છે.

ભૌગોલિક વાતાવરણ,

તુફાન,

ભૂકંપ,

પુર,

ઓચિંતુ ફેરફાર,

જ્વાળામુખી ફાટવો,

વગેરે વગેરે

એવું જાણવા મળ્યું છે કે ભૌતિક વાતાવરણ સામાજિક પરિસ્થિતિ અને નિયંત્રિત કરે છે પર્યાવરણ સંસ્કૃતિના વિકાસને પરવાનગી આપે છે અથવા મર્યાદિત કરે છે.

geographical environment

ભૌગોલિક પર્યાવરણ ખૂબ જ ધીમે ધીમે બદલાય છે .

આ સમાન ભૌગોલિક વાતાવરણ અત્યંત અલગ સંસ્કૃતિનું સમર્થન આપી શકે છે ,

એવું જોવા મળ્યું છે કે ભૌગોલિક સેટિંગ એ માણસ દ્વારા બનાવેલા એક  ભાગ છે .

માણસ સામાજિક સંબંધો ધરાવતા સમાજમાં રહે છે.

તેથી મોટાભાગના કિસ્સાઓમાં ભૌગોલિક વાતાવરણ સામાજિક પરિવર્તન પેદા કરે છે

STROM (તુફાનો) :=

તુફાન એ સમાજની રચના કદ અને બંધારણમાં ફેરફાર કરે છે.

 જેમાંથી સામાજિક સંબંધો પર પણ અસર થાય છે, મતલબ કે આના કારણે સામાજિક પરિવર્તન આવી શકે છે.

 EARTHQUAKES (ધરતીકંપ) :=

 ધરતીકંપ ના કારણે કુદરતી સંસાધનોનું વિનાશ થાય છે,અને મનુષ્યનું નુકસાન થાય છે.

 તે સમાજમાં મહત્વપૂર્ણ ફેરફારો માં પરિણમે છે આ રીતે સામાજિક પરિવર્તન થાય છે.

FLOODS (પુર):=

 પૂરે ધોવાઈ ગયેલા ગામોની જગ્યાએ નવાગામોને જન્મ આપી શકે છે

 પુર માંથી બચવા માટે ડેમ બનાવવાની જરૂર પડશે.

 આ બધું જ સામાજિક પરિવર્તન તરફ દોરી રહ્યું છે.

 EPICAL CHANGES (યુગકાલીન ફેરફાર)

 કેટલીક વાર યુગના એવા ફેરફાર થાય છે કે જે પૃથ્વીની સપાટીના ભાગોને ઉભા કરે છે ,અને અમુક ભાગ હોય તે ડૂબી જાય છે આ ફેરફારો સમાજના પરિવર્તનમાં મોટો ભાગ ભજવે છે.

VOLCANIC CHANGES (જ્વાળામુખી વિસ્ફોટ)

 જ્વાળામુખી વિસ્ફોટ નવા લાવવા માટે તૈયાર હોય છે.

તેના કારણે સોસાયટીમાં બદલાવો આવે છે.

MISCELLANEOUS (અન્ય પરિબળો)

જેવા કે તાપમાનમાં ફેરફાર,

અમુક સ્ત્રોતોની અવેલેબિલિટી ન હોવી જોઈએ કે કોલસાઓ, લોખંડ ,તેલ ,વગેરે

કુદરતી સંસાધનો નો અભાવ.

 TECHNOLOGICAL FACTOR

ટેકનોલોજીકલ ફેરફારો એ કેટલીક સંસ્થાઓમાં વિવિધતા નું કારણ છે

 મશીન ટેકનોલોજી ની શરૂઆતથી માત્ર આર્થિક જ બદલાવ આવ્યો નથી પરંતુ સમાજનું માળખું પણ સામાજિક જૂથોના સ્વરૂપમાં ધીમે ધીમે અવમૂલન તરફ દોરી રહ્યું છે.

ટેકનોલોજી આપણા વાતાવરણને બદલીને સમાજને બદલી નાખે છે.

 જેમાં આપણે બદલામાં અનુકૂલન કરીએ છીએ આ ફેરફાર સામાન્ય રીતે ભૌતિક વાતાવરણમાં હોય છે. અને ફેરફારો સાથે જે ગોઠવણ થાય છે તે ઘણી વખત રિવાજો અને સામાજિક સંસ્થાઓ માટ ફેરફાર કરે છે.

Q-2 a) Explain the Maslow’s hierarchy of needs. 08
માસ્લોની હેરારકી ઓક નીડસ વિશે સમજાવો.

અબ્રાહમ માસલોએ હાયર કી theory of human motivation (થિયરી ઓફ મોટીવેશન )આપેલ છે

જેમાં ટેન્શન ઓછું અને ટેન્શન વધારે હોય ત્યારે હ્યુમન બીહેવીયર કઈ એક્શન કરે છે એ explain કરેલું છે

Hierarchy એટલે એક સ્ટેજિસની ગોઠવણી કે જેમાં લોવર લેવલ ટુ હાયર લેવલ બધા જ મોટીવેશન ગોઠવવામાં આવે છે

Hierarchy માં એવા લેવલ આપેલા છે કે જેમાં જરૂરિયાત મુજબ ગોઠવેલ છે

  1. BASIC NEEDS :-

 Basic need માં Physiological (ફિઝિયોલોજીકલ) અને Safety & security (સેફ્ટી એન્ડ સિક્યુરિટી) નો સમાવેશ થાય છે

Physiological needs:-  એટલે શારીરિક જરૂરિયાતો કે જેમાં ખોરાક(food), (water) પાણી, હવા,sleep (ઊંઘ) clothing, excercise, એલિમિનેશન, shelter નો સમાવેશ થાય છે.

Safety & security Needs:- સેફટી અને સિક્યુરિટી ની જરૂરિયાતમાં કોઈને નુકસાન ન થાય, તંદુરસ્તી જળવાઈ રહે (healthyness) ડરથી મુક્તિ અને રક્ષણ, ફેમિલી અને socity માં સંતુલન જળવાઈ રહે અને property નો સમાવેશ થાય છે.

  • PSYCHOLOGICAL NEEDS:-

Psychological needs માં attachment need and self esteem needs નો સમાવેશ થાય છે

Attachment need

પ્રેમ સંબંધિત જરૂરિયાતો કે જેમાં સ્નેહ આપવો અને સ્નેહ લેવો, બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધમાં સંતોષ, સારી મિત્રતા(Friendship), એક બીજા સાથે જોડાણ, કોઈ એક ગ્રુપમાં પોતાની પહેચાન(identification) આ બધા જ points નો સમાવેશ થાય છે.

Self esteem need

સન્માન ની જરૂરિયાતો

Self respect, confidence (આત્મવિશ્વાસ), achievement (સફળતા), respect from others (બીજા પાસેથી મળતી રિસ્પેક્ટ), respect of others (બીજાને રિસ્પેક્ટ આપવી) the need to be a unique individual.

  • SELF FULFILLMENT NEEDS:-

Self actualization

Self awareness, self accepting, socially responsibility, creative ideas, spontaneous and open to novelty and positive attitude.

સેલ્ફ અવેરનેસ એટલે પોતાના પ્રત્યેની જાગૃતતા, સમાજની જવાબદારીઓ, નવા નવા આઈડિયા અને કંઈક નવીન કરવાની ભાવના અને ચેલેન્જ પ્રત્યે નો પોઝીટીવ એટીટ્યુડ.

માસ લો હાયરકિ ના આ બધા જ સ્તર ક્રમ બદ્ધ રીતે ગોઠવાયેલા છે જે એક પછી એક મેળવવામાં આવે છે

       In 1970-1990, Maslow included Cognitive needs, Aesthetic needs and Transcondence needs. Thus, now it is eight-need model.

Cognitive needs:- મનુષ્યને તેમનું  knowledge વધારવાની જરૂર છે તેને પ્રકૃતિ ને સમજવાની અને તેની આજુબાજુ જે કઈ પણ થાય ને જાણવું જરૂરી છે. અને knowledgeable and intelligent બનવું જોઈએ.

Aesthetic needs:- સૌંદર્યલક્ષી જરૂરિયાતો: આ પર્યાવરણની જરૂર છે અને પ્રકૃતિ અને સુંદર દરેક વસ્તુ સાથે આત્મીયતાની સુંદર લાગણી તરફ દોરી જાય છે

Transcendence needs:- માસ્લોએ પાછળથી ત્રિકોણની ટોચને વિભાજિત કરી સ્વ-અતિક્રમણ ઉમેરવા માટે, જેને ક્યારેક આધ્યાત્મિક જરૂરિયાતો તરીકે પણ ઓળખવામાં આવે છે.  તે અન્ય લોકોને સ્વ-વાસ્તવિકતા self-actualization પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે.  જ્યારે પરિપૂર્ણ થાય છે, ત્યારે fulfillment ની અનુભૂતિ થાય છે.

b) Write down the advantages and disadvantages of habit. 04
હેબીટના ફાયદાઓ અને ગેરફાયદાઓ લખો.

સારી અને ખરાબ બંને હેબિટ્સ એ આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

•> હેબિટ્સ ના ફાયદા

1) એફિસિયન્સી ( કાર્યક્ષમતા)
હેબિટ્સ એ આપણને વધારે કન્સિયસ એફોટ્સ અથવા ડિસિઝન લેવાની જરૂરિયાત વગર ઓટોમેટીક્લી ટાસ્કને પરફોર્મ કરવા દે છે આનાથી ડેઇલી રૂટિન્સ તથા એક્ટિવિટીસ માં એફિશિયન્સી (કાર્યક્ષમતા) વધી શકે છે.

2) કન્સિસ્ટનસી
ગુડ હેબિટ્સ ને ડેવલોપ કરવાથી આપણે સમય જતા બિહેવ્યર માં કન્સીસ્ટન્સી મેળવી શકીએ છીએ.
કંસિસ્ટન્ટ હેબિટ એ લોંગ-ટર્મ ગોલ્સ ને એચિવ કરવામાં અને લાઇફ સ્ટાઇલમાં પોઝીટીવ ચેન્જીસ ને જાળવવામાં મદદ કરે છે.

3) ટાઇમ સેવિંગ
હેબિટ દ્વારા રૂટીન ટાસ્કને પ્રોપરલી સમય પર પર્ફોર્મ કરીને સમય તથા મેન્ટલ એનર્જી બચાવી શકાય છે જે બચાવેલો સમય એ વધારે ઈમ્પોર્ટન્ટ અથવા એન્જોયેબલ એક્ટિવિટીસમાં પ્રોવાઇડ કરી શકાય છે.

4) સ્ટ્રેસ રિડક્શન
હેબિચ્યુઅલ બિહેવિયર્સ માંથી કયા પ્રકારની અપેક્ષા રાખવી તે જાણવાથી ડેઇલી લાઇફમાં થતી અનિશ્ચિતતા તથા સ્ટ્રેસ ને રીડ્યુસ કરી શકાય છે.
પ્રેડીક્ટેબલ રૂટિન્સ એ સ્ટેબિલિટી તથા કંટ્રોલની સેન્સ પ્રોવાઇડ કરી શકે છે.

5) સ્કિલ ડેવલોપમેન્ટ
હેબિટ્સ એ કોઇપણ એક્ટિવિટીસમાં સ્કિલ તથા માસ્ટરી ને મેળવવામાં મદદ કરે છે.
હેબિચ્યુઅલ બિહેવ્યર દ્વારા રેગ્યુલર પ્રેક્ટિસ કરવાથી જુદા જુદા પ્રકારની એક્ટિવિટીસમાં પ્રોફેશયન્સિ(પ્રાવીણ્ય) તથા ઇમ્પ્રુવમેન્ટ(સુધારો ) કરી શકાય છે.

•> ડિસએડવાન્ટેજ ઓફ હેબિટ્સ

1) રીજીડીટી
જ્યારે હેબિટ્સ એ સ્ટ્રકચર તથા પ્રેડિક્ટેબીલીટી પ્રોવાઇડ કરે છે ત્યારે તેના લીધે રિજીડીટી તથા કોઇપણ પ્રકાર ના ચેન્જીસ માં રેસિસ્ટન્સ આવે છે.
હેબિટ્સ થી દૂર રહેવા માટે કંસિયસ એફોર્ટ્સ તથા નિશ્ચયની જરૂર પડે છે.

2) અનકંસિયસ બિહેવ્યર
હેબિટ્સ એ ઘણીવાર સબકન્સીયસ લેવલ માંથી ઓપરેટ થાય છે.
જેનો અર્થ એ છે કે હેબિટ્સ ના પરિણામોને પ્રોપરલી ધ્યાનમાં લીધા વગર જો હેબિચ્યુઅલ બિહેવ્યર માં જોડાઇ જઇએ તો તેના લીધે માઇન્ડલેસ તથા ઇમ્પલ્સિવ એક્શન થય શકે છે.

3) લીમીટીંગ ગ્રોથ
બેડ હેબિટ્સ એ બિહેવ્યર ની નેગેટિવ પેટર્ન ને મજબૂત કરીને વ્યક્તિના ગ્રોથ અને ડેવલોપમેન્ટને અટકાવે છે.
જો વ્યક્તિને કોઇપણ નવી ઓપોરચ્યુનિટી તથા ગોલ ને એચિવ કરવો હોય તો બેડ હેબિટ્સ ને બ્રેકડાઉન કરવી અગત્યની રહે છે.

4) ડિપેન્ડેન્સી
અમુક પ્રકારની હેબિટ્સ પર ડીપેન્ડન્સી જેમ કે સબસ્ટન્સ પર ડીપેન્ડન્સી તથા કમ્પલસીવ બીહેવ્યર એ ફિઝિકલ હેલ્થ, મેન્ટલ વેલ્બિંગ તથા રિલેશનસીપ પર હાર્મફૂલ ઇફેક્ટ થઇ શકે છે.

5) રેઝીસટન્સ ટુ ચેન્જ
કોઇપણ વ્યક્તિ દ્વારા એસ્ટાબ્લીસ કરેલી હેબિટ્સ એ લાઇફ ના ચેન્જીસ નું રેઝીસટન્સ કરે છે ભલે તે ચેન્જીસ એ જરૂરી તથા બેનિફિશિયલ હોય.
આ રેઝિસ્ટન્સ ને દૂર કરવા માટે ઘણા પ્રકાર ના એફોટ્સ તથા મોટીવેશનની જરૂરિયાત રહે છે.

6) સોશિયલ ઇમ્પેક્ટ
અમુક હેબિટ્સ સ્પેશ્યલી જે સોશિયલ નોમ્સૅ તથા વેલ્યુસ થી ડેવિએટ હોય છે તેવા પ્રકારની હેબિટ્સ એ સોશિયલ સ્ટીગ્મા તથા ડિસઅપ્રુવલ તરફ દોરી જાય છે જે સોશિયલ ઇન્ટરેક્શન તથા રિલેશનશિપ ને અફેક્ટ કરી શકે છે.

આમ હેબિટ્સ ના ફાયદા અને ગેરફાયદા ને સમજવાથી પ્રોપરલી તથા બેલેન્સ જીવન જીવવા માટે નેગેટીવ મુદ્દાઓને અસેસ કરી તેને દૂર કરી શકાય છે તથા પોઝિટિવ મુદ્દાઓનો બેનિફિટ લય શકાય છે.

OR

A) Write down the factors responsible for changes in attitude. 08
વલણના બદલાવ માટેના પરિબળો જણાવો.

FAMILY:

parents સાથે પ્રથમ ક્રિયાપ્રતિક્રિયા અને અન્ય લોકો સાથે તેમનું જોડાણ, લોકો સાથે વ્યવહાર કરવામાં help કરે છે.

માતા-પિતાનું આદરપૂર્ણ અને નમ્ર Attitude ખાસ શીખવવામાં આવ્યા વિના અન્યનો આદર કેવી રીતે કરવો તે શીખવામાં મદદરૂપ થાય છે:

PEERS FRIENDS

અવલોકન દ્વારા પણ attitude બદલાય છે. જેમ જેમ બાળકો મોટા થાય છે તેમ તેમ તેઓને તેમના friends સાથે વાતચીત કરવાની વધુ તકો મળે છે.

બાળકો તેમના friends ની જેમ વધુ વર્તે છે. તેઓ તેમના મિત્રો સાથે વધુ સંપર્ક કરે છે, તેમના behaviour માં વધુ ફેરફાર થાય છે

SCHOOL

શાળા પણ attitude ને આકાર આપે છે. teachers, શાળાના વાતાવરણનો પ્રકાર આ બધું આપણા attitude માં મોટા ફેરફારો કરે છે.

SOCIAL NORMS સામાજિક ધોરણો:

સામાજિક ધોરણો attitudeને મજબૂત અથવા નબળા બનાવી શકે છે. અન્ય લોકો શું કરે છે તે વિશેની માન્યતાઓ અથવા જો કોઈ વ્યક્તિ સમાજના ધોરણો વિરુદ્ધ performance કરે છે તો અન્ય લોકો શું વિચારશે તે positive અથવા negative રીતે attitude ને અસર કરી શકે છે.

MASS MEDIA:

News papers, TV – ટેલિવિઝન, મૂવી, રેડિયો વગેરે જેવા સમૂહ માધ્યમો પણ આપણા Positive અને negative attitude ને આકાર આપવા માટે જવાબદાર છે.

PERSONAL EXPERIENCE અંગત અનુભવ:

અંગત અનુભવ પણ attitude ને આકાર આપવા માટે જવાબદાર છે.

 ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિને રોડવેઝ બસમાં મુસાફરી કરતી વખતે કડવો અનુભવ થયો હોય, તો રોડવેઝની બસમાં મુસાફરી કરવા વિશે તેનું વલણ negative બનશે.

b ) List down the stages of growth and development.
વૃધ્ધિ અને વિકાસના તબકકાઓ જણાવો 04

1. બર્થ ઓફ ન્યુ બોર્ન બેબી
જ્યારે પૂરતા ગર્ભાશય માંથી કોન્ટ્રાકશન આવતા હોય ત્યારે બાળક બહાર આવે છે. પછી તરત જ બાળકના માઉથને suction વડે mucus રીમુવ કરવામાં આવે છે.

જન્મ પછી તરત જ બાળક રડે છે અને તેની સાથે જ શ્વચ્છોશ્વાસની પ્રક્રિયા શરૂ થાય છે. અંબેલીકલ કોડને કટ કરીને ક્લેમ કરવામાં આવે છે. તે થોડાક દિવસ રહીને પછી ખરી જાય છે. જો બેબીની નોર્મલ વજાઇનલ ડીલેવરી શક્ય ન હોય તો સિઝેરિયન સેક્શન કરવામાં આવે છે.

પોસ્ટ પાર્ટમ પિરિયડ ( બાળકના જન્મથી લઈને 6 વિક સુધીનો સમય ) દરમિયાન મધરના ઓર્ગન પાછા પ્રી પ્રેગ્નેન્સી સ્ટેટ આવતા હોય છે . તે દરમિયાન ઘણા હોર્મોનલ ચેન્જીસ થાય છે અને બ્રેસ્ટ માંથી બ્રેસ્ટ મિલ્ક નું સિક્રીસન થાય છે.

બેસ્ટ મિલ્ક લેતા બેબીમાં રેસ્પાયરેટરી ઇન્ફેક્શન , સ્કીન ડિસોડર , કબજિયાત અને ડાયરિયા થવાની શક્યતા ઓછી હોય છે અને વજન પણ સારી રીતે વધે છે.

2 – INFANT
બાળકના જન્મથી લઈને એક વર્ષ સુધીના સમયને ઇન્ફન્ટ પિરિયડ કહેવામાં આવે છે. આ દરમિયાન બાળકનો ઝડપથી ગ્રોથ થાય છે , દાંત નો વિકાસ થાય છે , અને મસ્ક્યુલર અને નર્વસ સિસ્ટમનું કોઓર્ડીનેશન જોવા મળે છે જેમાં તે બેસવાની , ઉભવાની અને કોઈપણ વસ્તુને પકડવાની કોશિશ કરતું હોય છે.

3. CHILDHOOD.
ઇન્ફંટ પિરિયડ પૂરો થાય ત્યારથી લઈને પ્યુબર્ટી સ્ટાર્ટ થાય તે સમયગાળાને ચાઇલ્ડહુડ કહે છે. આ દરમિયાન બાળકમા ફિઝિકલ ગ્રોથ, આંતરડા અને મૂત્રાશય પર કંટ્રોલ અને કોમ્યુનિકેશન સ્કીલ જેવી કે લખવું અને બોલવું ડેવલોપ થાય છે.

જેમ બાળક તેને પ્રેમ કરતા અને તેની કેર કરતા લોકોના સંપર્કમાં આવશે તેમ તેનામાં એક્સેપ્ટન્સ , worth અને self esteemનુ ડેવલોપમેન્ટ થાય છે.

Self esteem એ તેનામાં પછીથી ડેવલોપ થાય છે. ઘણા બાળકો તેનામાં પોતાની જાતની સંભાળ માટેની રિસ્પોન્સિબિલિટીઝ બતાવતા હોય છે અને ઘણા તેના ફેમિલી પ્રત્યે પણ દેખાવતા હોય છે. ઉદાહરણ તરીકે : પોતાના રમકડા ને દૂર મુકવા , પોતાના બેડને સરખી રીતે રાખવું અથવા જ્યારે સક્ષમ હોય ત્યારે તેના ટેબલને clean કરવું.

Decision making ( પોતાની જાતે નિર્ણય લેવાની ક્ષમતા ) એ બાળકમાં ચાઇલ્ડહુડ દરમિયાન ડેવલપ થતું હોય છે. ચાઈલ્ડ પોતાના ડિસિઝન જાતે લેતા શીખતું હોય છે. ઉદાહરણ તરીકે : હું આજે શું પહેરીશ ? ડિસિઝન હંમેશા રિસ્પોન્સિબલ હોતા નથી અને માતા-પિતાના માર્ગદર્શનની જરૂર પડે છે. બાળકમાં કામ કરવાની , વાંચવાની અને કામને પૂરું કરવાની ફીલિંગ જાગૃત થતી હોય છે , આ દરમિયાન બાળક દુનિયાની ઘણી જટિલ વસ્તુઓને સમજવાની શરૂઆત કરે છે.

4. ADOLESCENCE
ઇનફન્ટ અને એડલ્ટહુડ વચ્ચેના સમયગાળાને એડોલેશન્સ કહે છે જેમાં જનરલી 12 – 19 વર્ષના લોકોનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન તેનો ઝડપથી ગ્રોથ થતો જોવા મળે છે છોકરીઓમાં ( ૧૧ – ૧૩ વર્ષ ) છોકરાઓ ( ૧૩ – ૧૫ વર્ષ ) કરતા વહેલો અને ઝડપી ગ્રોથ થતો જોવા મળે છે અને સાથે સેકન્ડરી સેક્સ કેરેક્ટરિસ્ટિક્સ પણ જોવા મળે છે. આ દરમિયાન તેઓ તેના માતા પિતા પાસેથી વધારે સ્વતંત્રતા માંગે છે અને તેના મિત્રો અને પિયર ગ્રુપ સાથે વધારે પ્રમાણમાં રહે છે. મોસ્ટ ઓફ એડોલેસન્ટ તેના આઈડિયા અને વેલ્યુ તેના માતા પિતા સાથે શેર કરે છે અને સહમત થાય છે.

➡️ પેરેન્સ પ્રમાણે એક હેલ્થી એડોલેશન્ટ ત્યારે બની શકે છે જ્યારે….

બાળકમાં પોતાની જાતે કામ કરવાની ક્ષમતા ડેવલોપ કરાવવી , તેને સેફ ફીલ કરાવવું અને પહેલેથી જ શિસ્ત વાળું વર્તન કરે તેના માટે તેને તૈયાર કરવું.

બાળકની સાથે સંપર્કમાં રહેવું. જેમ કે ; બાળક તેના ડેવલોપમેન્ટ માટે કરતી પ્રવૃત્તિઓમાં interest બતાવવો અને તેને વિશ્વાસ અને કંઈ પણ કરવા માટે સહમતી આપવી.

5. ADULTHOOD
એડોલેશન્સ પછી એડલ્ટહુડ નો પિરિયડ શરૂ થાય છે. આ સમય દરમિયાન તેમાં બહુ વધારે ફિઝિકલ ચેન્જ જોવા મળતો નથી. જો આ સમય દરમિયાન દરરોજ કસરત કરવામાં આવે અને હેલ્ધી લાઈફ સ્ટાઈલ જાળવવામાં આવે તો old ageમાં ફીટ રહી શકાય છે.

➡️ Early adulthood – આ સમય દરમિયાન તેઓ સ્વતંત્ર હોય છે અને પોતાની રિસ્પોન્સિબિલિટી જાણતા હોય છે તથા બીજા સાથે ગાઢ સંબંધો બાંધતા હોય છે.
➡️Middle adulthood – આ સમય દરમિયાન તેઓ લાઈફના goalને સેટ કરતા હોય છે અને તેનું સ્ટાન્ડર્ડ નક્કી કરતા હોય છે. ઉદાહરણ તરીકે , સંતોષ ન મળે તેવી જોબ છોડી દેવી અને કંઈક નવું કરવા માટે આગળ વધવું.
➡️Late adulthood – આ જીવનચક્ર નો સૌથી મોટો સ્થાયી સમય ગાળો છે. લોકો જે તેને પૂરું કર્યું છે અથવા મેળવ્યું છે તેની તરફ પાછળ જુએ છે અને સંતોષ અનુભવે છે. જો કે , આ સમય ઘણા લોકો માટે ડિપ્રેશન વાળો હોય છે કે જેઓએ બીજા સાથે નજીકના સબંધો પ્રાપ્ત કર્યા નથી અને જેને એવું લાગે છે કે નિયતિ પર તેનો કંટ્રોલ નથી.

આખા જીવનચક્ર દરમિયાન જન્મથી લઈને મૃત્યુ સુધી લોકોમાં ઘણા બધા ફિઝિકલ , મેન્ટલ અને સોશિયલ ચેન્જીસ જોવા મળે છે. જે પણ આ બધા ચેન્જીસ નો હેલ્ધી વે માં સામનો કરે છે તે old ageમાં શ્રેષ્ઠ હોય છે.

6. OLD AGE
બાયોલોજિકલી , વ્યક્તિ 25 વર્ષની ઉંમર પછી ફિઝિકલ મેચ્યોર થાય છે , જ્યારે સેલ્સ પ્રોડ્યુસ થાય તેના કરતાં વધારે ઝડપથી મૃત્યુ તરફ જતા હોય છે. ઘરડા થવું , જોકે મગજની સ્થિતિ અને તેનો ( ઘરડા થવાનો ) કોઈપણ સ્પેસિફિક સમયગાળો નથી. કોઈ વ્યક્તિ ૭૫ વર્ષની ઉંમરે પણ યંગ રહી શકે છે જો તે પોતાની જાતને દરરોજ કરંટ ઇવેન્ટ માં એક્ટિવ રાખે અને ફિટ રહે.

➡️ઉંમર વધવાના એક્સટર્નલ સાઇનમાં ચામડી પર કરચલી , baldness ( ટાલ પડવી ) જેવા લક્ષણો ઘણા લોકોમાં ચોથા દાયકાથી જોવા મળે છે અને ઘણા લોકોમાં છઠ્ઠા અથવા સાતમા દાયકા સુધી જોવા મળતા નથી ( દાયકો – દસ વર્ષનો સમયગાળો ).

➡️ ઇન્ટર્નલ સાઇન તરીકે તેની બોડી સિસ્ટમની કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે. સેન્સ ઓર્ગન્સ એ ઓછા સેન્સીટીવ બની જાય છે. હદયની બ્લડને પંપ કરવાની ક્ષમતા અને ફેફસાને ઓક્સિજનનેટ કરવાની ક્ષમતા ઘટી જાય છે , તેથી પાચનતંત્ર અને Excretary system ( ઉત્સર્જન તંત્ર ) ની ન્યુટ્રીયંટ બનાવવાની પ્રોસેસ અને વેસ્ટ પ્રોડક્ટ ને બહાર કાઢવાની ક્ષમતા પણ ઘટી જાય છે. ઘણા બધા રોગો થવાની શક્યતા પણ ઓલ્ડ એજમાં વધી જાય છે જેમ કે હાયપરટેન્શન , કેન્સર , આર્થરાઇટિસ. ઓલ્ડ એજમાં નુકસાન કરે તેવા બિહેવિયરને પહેલેથી જ સુધારવું. યંગ એજમાં હેલ્થ પ્રમોશન થાય તેવું બીહેવીયર રાખવું જેનાથી ઓલ્ડ એજ આવે ત્યારે સારૂ હેલ્થ સ્ટેટ્સ જાળવી શકાય.

➡️ ૬૫ વર્ષની ઉંમર સુધી વધારે પડતા લોકોનું માનસિક સ્વાસ્થ્ય સારું હોય છે અને પોતાની જાતની સંભાળ રાખી શકતા હોય છે. થોડાક લોકોમા dementia ( યાદશક્તિ ઘટી જવી અને મગજની કામ કરવાની ક્ષમતા પણ ઘટી જાય છે.) જોવા મળે છે. અસાઈમર ડીસીઝ એ ડીમેન્સિયા માટેનું કોમન કારણ છે. ઘણીવાર મોટી ઉંમરના લોકોમાં ડિપ્રેશન એ ડિમેન્શિયા તરીકે જોવા મળે છે. ડિપ્રેશનને ટ્રીટ કરતી વખતે ઘણીવાર ડિમેન્સિયા પાછું થતું જોવા મળે છે.

➡️ મોટી ઉંમરે , ઘણા લોકો સોશિયલ પ્રોબ્લેમ થી પણ સફર થતા હોય છે. ઘણા લોકોમાં ઉંમર વધવાના લીધે ભેદભાવ જોવા મળે છે. ઘણા લોકોમા ઓલ્ડ એજ ના લોકો વિશે વિચારધારા બદલી જાય છે જેમકે intellectual failure ( તેની બૌદ્ધિક ક્ષમતા ઘટી જવી ). એકલાપણુ એ પણ elderly લોકોનો એક સોશિયલ પ્રોબ્લેમ છે.elder લોકોમાં સોશિયલ આઇસોલેશનને અટકાવવા માટે તેને નવા મિત્રો બનાવવા માટે અને નવી નવી એક્ટિવિટીમાં ભાગ લેવા એન્કરેજ કરવું.

Q-3 Write short answer (any two) ટૂંકમાં જવાબ લખો.( કોઈ પણ બે) 6×2=12

a) Write down characteristics of healthy family.
તંદુરસ્ત કુટુંબના લાથણિક્તાઓ લખો.

(1)Matting relationship (મીટીંગ રિલેશનશિપ)

જ્યારે એક સ્ત્રી અને પુરુષ એકબીજા સાથે મીટીંગ રિલેશનશિપ ડેવલોપ કરે છે ત્યારે ફેમિલીની શરૂઆત થાય છે

(2) Selection of mates (સિલેક્શન ઓફ મેટસ)

પતિ અને પત્ની મોટાભાગે માતા-પિતા કે ઘરના વડીલ દ્વારા પસંદ કરવામાં આવે છે અથવા વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ પસંદગી કરે છે અને પસંદગીમાં ઘણા બધા નીતિ નિયમો પાડવામાં આવે છે

(3) A form of marriage (ફોર્મ ઓફ મેરેજ)

મીટીંગ રિલેશનશિપને મેરેજ થી સ્થાપવામાં આવે છે લગ્ન તે સોસાયટીના નીતિ નિયમો મુજબ નક્કી કરવામાં આવે છે

(4) System of Name (સિસ્ટમ ઓફ નોમન (નામ)

દરેક ફેમિલી તે પોતાની સ્વતંત્ર નામથી ઓળખીતી હોય છે

(5) Have tracing of descent (હેવ ટ્રેસિંગ ધ ડિસેન્ટ)

દરેક ફેમિલીને પોતાનું ટ્રેસિંગ ડિસેન્ટ હોય છે તે વ્યક્તિના બાયોલોજીકલ રિલેશનશિપ નક્કી કરે છે ફેમિલી પ્રધાન કે પુરુષ પ્રધાન હોઈ શકે અથવા બંને બાજુથી સરખી રીતે ઓળખાતું હોય છે

(6) Common resident (કોમન રેસીડન્ટ)
ફેમિલી ના દરેક સભ્યો રહેવા માટે ઘરની જરૂરિયાત હોય છે અને ફેમિલીના દરેક સભ્યોએ કોમન મકાનમાં રહેતા હોય છે

(7) Economical provision (ઈકોનોમિક પ્રોવિઝન)

ફેમિલી ના દરેક સભ્યોને ઇકોનોમિક રક્ષણ પૂરું પાડે છે ફેમિલીના દરેક સભ્યોની રહઇકોનોમિક નીડ પૂર્ણ થાય છે

b) Write down difference between primary group and secondary group.
પ્રાઇમરી અને સેકન્ડરી ગૃપ વચ્ચેનો તફાવત જણાવો.

( અહી સગવડતા ખાતર તફાવત ની જેમ આપેલ નથી પરંતુ પરીક્ષા મા વિધ્યાર્થી એ આ પ્રશ્ન તફાવત ના સ્વરૂપ મા જ લખવો)

પ્રાઇમરી ગ્રુપ નાની સાઈઝનુ હોય છે જ્યારે સેકન્ડરી ગ્રુપ મોટી સાઇઝનુ હોય છે.

તે નાના એરિયામા વિસ્તરેલુ હોય છે. તે ખૂબ મોટા એરિયામા વિકાસ પામેલુ હોય છે.

તેમની વચ્ચે ક્લોઝ રિલેશનશિપ હોય છે. તેની વચ્ચે દૂરના સંબંધો હોય છે ક્લોઝ રિલેશનશિપ હોતી નથી.

આ ગ્રુપના સભ્યો કાયમી સંકળાયેલા હોય છે. જ્યારે આ ગ્રુપના સભ્યોએ એ અમુક સમય સાથે હોય છે.

આ ગ્રુપના સભ્યો હેતુ પૂરતા જ સંબંધો રાખતા નથી. જ્યારે આ ગ્રુપના સંબંધો હેતુ પૂરતા મર્યાદિત હોય છે.

આ ગ્રુપ એ બ્લડ રિલેશનના વ્યક્તિઓ દ્વારા બનતુ હોય છે. જ્યારે આ ગ્રુપ એ બનવા માટે બ્લડ રિલેશન ની જરૂરિયાત હોતી નથી.

પ્રાઇમરી ગ્રુપ એ માનવ સમાજની રચના થી ચાલતુ આવે છે. જ્યારે સેકન્ડરી ગ્રુપ એ હમણા હમણા થી બનેલુ છે અને હેતુ માટે જ બનેલુ ગ્રુપ હોય છે.

પ્રાઇમરી ગ્રુપ એ યુનિવર્સલ છે. જ્યારે સેકન્ડરી ગ્રુપ એ યુનિવર્સલ ગ્રુપ નથી.

પ્રાઇમરી ગ્રુપના સભ્યો વચ્ચે સ્ટ્રોંગ ફીલિંગ હોય છે અને તે ઓ વચ્ચે ઇન્ટર્નલ કંટ્રોલ પણ હોય છે જ્યારે સેકન્ડરી ગ્રુપના સભ્યો વચ્ચે સ્ટ્રોંગ ફીલીગ હોતી નથી અને એક્સટર્નલ કંટ્રોલ ધરાવતુ હોય છે.

પ્રાઈમરી ગ્રુપના સભ્યો એકબીજાથી ખૂબ જ પરિચિત હોય છે દાખલા તરીકે ફેમિલી. સેકન્ડરી ગ્રુપના સભ્યો એકબીજાથી પરિચિત હોતા નથી દાખલા તરીકે ક્લબમા મળતા મેમ્બર્સ.

c) Explain types of personality according to Dr. Cart Jung
ડો. કાલે જેગ અનુસાર પર્સનાલિટીના પ્રકારો સમજાવો.

સીજી જંગ (મુખ્ય સ્વિસ મનોવિજ્ઞાની મૂળ સિગ્મંડ ફ્રોઈડના અનુયાયી હતા) Personality ને બે મુખ્ય group માં વર્ગીકૃત કરે છે:

INTROVERT અંતર્મુખ અને EXTROVERT બહિર્મુખ અને આ જૂથની વ્યક્તિઓને અનુક્રમે અંતર્મુખ અને બહિર્મુખ કહેવામાં આવે છે.

INTROVERT અંતર્મુખ:

જંગના મતે, INTROVERT અંતર્મુખી વ્યક્તિઓ પોતાનું કઈ પણ હોય તે પોતા સુધી ક્જ રાખવાનો attitude ધરાવે છે, ખાસ કરીને emotional stress અને conflict ના સમયમાં, અંતર્મુખોની લાક્ષણિકતાઓમાં સંકોચ અને એકલા કામ કરવાની પસંદગીનો સમાવેશ થાય છે.

INTROVERT અંતર્મુખને indoor games ગમે છે અને તે ખૂણે ખૂણે એકલા પુસ્તકો વાંચવા અને લખવામાં વ્યસ્ત રહે છે. તેને વધારે એકલું રહેવું ગમે છે.

તેમને વ્યસ્ત લોકો/સ્થળો પસંદ નથી.

INTROVERT અંતર્મુખ પાસે કેટલાક નિશ્ચિત વિચારો હોય છે અને તે કંઈપણ કરતા પહેલા ખૂબ જ વિચારે છે.

INTROVERT અંતર્મુખ લોકો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને બહિર્મુખની જેમ અન્ય લોકો પર વધુ પૈસા ખર્ચતા નથી.

તે day dreamer, shy, moody, alone, અને cool હોય છે.

EXTROVERT બહિર્મુખ

EXTROVERT બહિર્મુખ એકંદરે વિપરીત behaviour ગુણો ધરાવે છે. આ જૂથની વ્યક્તિઓ આઉટગોઇંગ, ઉડાઉ, જીવંત અને સીધી કાર્યવાહી કરે છે.

EXTROVERT બહિર્મુખ લોકો વિવિધ પરિસ્થિતિઓમાં positive પ્રતિક્રિયા આપે છે અને અન્ય લોકો સાથે freelly ભળી જાય છે.

તેઓ વાચાળ અને સામાજિક સંપર્ક કરવામાં હોશિયાર હોય છે. બહિર્મુખ લોકો ખૂબ જ ઉદાર અને સ્પષ્ટવક્તા હોય છે અને ક્યારેક વધુ હિંમતવાળા હોય છે

EXTROVERT બહિર્મુખ લોકો હંમેશા આઉટડોર ગેમ્સ પસંદ કરે છે અને વિગતો પર વધુ ધ્યાન આપતા નથી. તેઓ હંમેશા ખુશ, નસીબદાર વ્યક્તિ હોય છે.

EXTROVERT બહિર્મુખ લોકો સામાન્ય રીતે અન્ય લોકો પર ઘણા પૈસા ખર્ચે છે અને અન્ય લોકો પાસેથી પ્રેમ અને સ્નેહ મેળવવાનો પ્રયાસ કરે છે.

તે friendly, talkative, emotionally sensative, બોલવામાં fluent, હમેશા ક્યાંથી enjoy કરી શકાય તેવું શોધતો હોય છે.

Q-4 Write short notes. ટૂંકનોંધ લખો. (કોઈપણ ત્રણ)12

a) Family cycle. -ફેમીલી સાયકલ.

બધા ગ્રો થાય છે અને ડિફરન્ટ ફેસમાં એન્ટર થાય છે તેની લાઈફમાં દરેક ફેઝમાં અલગ અલગચેલેન્જીસ અને માલ સ્ટોન જોવા મળે છે
દા.ત જ્યારે લાઈફના પહેલા થોડાક વર્ષમાં બેબી તે તેના કેરગીવર પ્રત્યે ટ્રસ્ટ મૂકે છે

બાળકનું ગ્રોથ અને ડેવલોપમેન્ટને થાય છે દરેક તે પોતાના ગ્રોથ ફેસમાંથી પસાર થાય છે પરંતુ ગ્રોથની સાથે ડેવલોપમેન્ટ પણ ઈમ્પોર્ટન્ટ છે તેની ફેમિલી દ્વારા તેને સમજવું જરૂરી છે તેના સ્ટેજ પ્રમાણે તેનું ડેવલપમેન્ટ જેને ફેમીલી સાયકલ દ્વારા વિસ્તૃત કરી શકીએ.

(1)અન અટેજ એડલ્ટ

આ ફર્સ્ટ સ્ટેજમાં મેન ઇસ્યુ જોવા મળે છે જેમાં બાળક તે માતા પિતા થી સેપરેટ થાય છે દાખલા તરીકે જ્યારે બાળક 20 વર્ષની એજમાં એન્ટર થાય છે ત્યારે તે કોલેજ એ જાય છે ત્યારે તે પોતાના માતા પિતા થી સેપરેટ થાય છે અને પોતાની લાઇફનો એક્સપિરિયન્સ થાય છે તે પોતાના ફેમિલી મેમ્બર થી સેપરેટ થઈ અને પિયર્સ ગ્રુપ સાથે કનેક્ટ થાય છે પોતાના કરિયરની શરૂઆત કરવા માટે

(2)ન્યુલી મેરીડ એડલ્ટ

આ સ્ટેજમાં મેન ઇસ યુ મેરેજનું કમિટમેન્ટ હોય છે જેમાં પર્સન્ટે કેવી રીતે તેની વાઈફ અને રિલેશનશિપને મેન્ટેન રાખવું તે શીખે છે વ્યક્તિ તે આ ફ્રીઝમાં પોતાની મરાઈટલ સિસ્ટમની શરૂઆત કરે છે છે

(3)ચાઈલ્ડ બિયરિંગ એડલ્ટ

આ ફ્રીજમાં કપલની લાઈફમાં ન્યુ ફેમિલી મેમ્બર આવે છે જે ન્યુ ફેમિલી મેમ્બર ને એક્સેપ્ટ કરે છે આ સ્ટેજમાં તેને બાળકની સાથે તેનું ફાઇનાન્સિયલ સ્ટેટ્સ ડ્યુટીસ અને બાળકની કેર જળવાઈ રહે તે માટેનું એડજસ્ટમેન્ટ કરવાની જરૂર હોય છે તેને બાળકના દાદા અને દાદી સાથે વિઝીટ કરાવવા ની જરૂર હોય છે જો તે સાથે ન રહેતા હોય તો

(4) પ્રી સ્કૂલર એજ ચિલ્ડ્રન

આ સ્ટેજમાં બાળક તે ફૂલ એનર્જી જોઈ અને ક્યુરિયો સિટી સાથે પ્રી સ્કૂલમાં એન્ટર થાય છે

(5) સ્કૂલ એ જ ચાઈલ્ડ

આ સ્ટેજમાં બાળક તે સ્કૂલમાં એન્ટર થાય છે માતા પિતા બાળકને અલૂમ કરે છે કે તે બીજા સાથે રિલેશનશિપ મેન્ટેન કરે અને તેને સોશ્યલી ઇન્ટરેક્શનમાં ઇનકરેજ કરે છે જેમાં એજ્યુકેશન અને અધર એક્ટિવિટી હોય છે

(6) ટીનેજ ચાઈલ્ડ

જ્યારે બાળક 15 વર્ષનું થાય છે ત્યારે માતા પિતા માટે એક ચેલેન્જ ટાઈમ હોય છે ક્યારે બાળક ઇન્ડિપેન્ડન્ટ થવાનું ઈચ્છે છે આ સ્ટેજમાં ફ્લેક્સિબલ ફેમિલી બાઉન્ડીસ માં વધારો થાય છે માતા પિતાએ પોતાના બાળકના ગ્રોથ થવા માટે તક આપવી જોઈએ

(7) લોન્ચિંગ સેન્ટર

આ સ્ટેજમાં બાળક પોતાની કોલેજ લાઈફને જીવે છે બાળક તે પોતાની ફેમિલી થી દૂર થાય છે બાળક પોતાનું આગળના એજ્યુકેશન માટે તે ઘરથી દૂર જાય છે અને ઘણા બધા મહિનાઓ પછી તે વિઝીટ કરવા આવે છે જેમાં બાળક માટે એક ટાસ્ક હોય છે કે તે તે પોતાના શ્રીપ્રેશરને એક્સેપ્ટ કરે અને ફેમિલી તેને સપોર્ટ કરે

(8) મિડલ એજ એડલ્ટ

જેમાં માતા-પિતાને ઘરમાં એકલા રહેવાની ફીલિંગ આવે છે જેમાં એડલ્ટ તે બીજા સાથે કનવરજેશન કરે છે અને પોતાના વિચારો એકબીજા સાથે શેર કરે છે અને અધર એડલ્ટ સાથે ક્લોઝ જોવા મળે છે એડલ્ટ તે મેરેજ કરે છે અને તેમના નવી બીમારીઓ અને ચેલેન્જને ફેસ કરે છે

(9) રીટાયર્ડ એડલ્ટ

આ સ્ટેજમાં મેન ઇસ યુ રીટર્નમેન્ટ નું હોય છે જેમાં તેને રિટાયરમેન્ટને એક્સેપ્ટ કરવી જોઈએ તેમાં પોતાના હેલ્થનું ધ્યાન રાખવું અને પોતાના ફેમિલી મેમ્બર અને તેમના બાળકોનું સાથે ક્લોઝ રહેવું અને ગ્રીફ સાથે ડીલીંગ કરવી

b) Nature of learning. -લર્નિંગનો સ્વભાવ.

 • લર્નિંગ ઇસ યુનિવર્સલ:

   – લર્નિંગ એ સાર્વત્રિક છે. દરેક જીવ કે જે જીવે છે તે શીખે છે. જેમા માણસ એ સૌથી વધારે શીખે છે. આમ દુનિયામા રહેલ દરેક જીવ એ જુદી જુદી જગ્યાએ જુદુ જુદુ શીખે છે.

• લર્નિંગ ઇસ અ પ્રોસેસ ઓફ મોડીફીકેશન ઈન બીહેવીયર:

  – આપણે જે કાંઈ પણ શીખીએ છીએ તેના કારણે આપણા બિહેવિયર મા ચેન્જીસ જોવા મળે છે.

• લર્નિંગ ઇઝ એડજેસ્ટમેન્ટ ટુ સિચ્યુએશન:

   – લર્નિંગ એ વ્યક્તિને ગમે તે સિચ્યુએશનમા એડજસ્ટ થતા શીખવાડે છે. જેમ જેમ વ્યક્તિ નવી વસ્તુઓ શીખે છે તેમ તેમ તેની કાર્યક્ષમતામા વધારો થાય છે અને વ્યક્તિ નવી પરિસ્થિતિને સારી રીતે એડજસ્ટ કરવા માટે સક્ષમ બની જાય છે.

• લર્નિંગ ઇસ કંટીન્યુઅસ:

   – લર્નિંગ એ આજીવન પ્રક્રિયા છે. જ્યાં સુધી મનુષ્ય જીવે છે ત્યાં સુધી શીખવાનું ચાલુ રહે છે.

• લર્નિંગ ઇસ થ્રુ એક્સપિરિયન્સ:

  – એક્સપિરિયન્સ દ્વારા વ્યક્તિ અને પ્રાણી એ ઘણુ શીખે છે.

• લર્નિંગ કમ્સ ફ્રોમ ઓલ સાઇટ્સ:

   – બધી જગ્યાએથી કંઈક ને કંઈક નવું શીખવા મળે છે. બાળકોએ પેરેન્ટ્સ, ટીચર, એન્વાયરમેન્ટ, મીડિયા વગેરે પાસેથી શીખે છે.

• લર્નિંગ ઇસ પર્પસફુલ એન્ડ ગોલ ડાયરેક્ટેડ પ્રોસેસ:

   – લર્નિંગ એ એક ગોલ ડાયરેકટેડ અને પર્પસફુલ પ્રોસેસ છે. જો ગોલ એ ક્લિયર ન હોય તો વ્યક્તિએ સારી રીતે શીખી શકતું નથી.

• લર્નિંગ કમ્સ એસ અ રીઝલ્ટ ઓફ પ્રેક્ટિસ:

   – પ્રેક્ટિસ અને રિપીટેશન દ્વારા લર્નિંગ એ વધારે ઇફેક્ટિવ બને છે. પ્રેક્ટિસને કારણે આપણે ગમે તે વસ્તુમા માસ્ટર બની શકીએ.

c) Psychoanalytic theory -સાયકોએનાલીટીક થિયરી

સાયકોએનાલાઇટીક થીયરીના પાયોનીયર એ સિગ્મંન્ડ ફ્રોઇડ છે. આ થિયરી એ હ્યુમન બિહેવ્યર, પર્સનાલિટી, ડેવલોપમેન્ટ,તથા મેન્ટલ પ્રોસેસ ને અન્ડરસ્ટેન્ડ કરવા માટે એક કોમ્પ્રાએંસીવ ફ્રેમવર્ક છે.

તે એ કોન્સેપ્ટ પર આધારિત છે કે જેમાં અનકન્સીયસ મોટીવ્સ(હેતુઓ) અને કોનફ્લિક્ટ એ વિચારો ફીલિંગ્સ તથા એક્શન પર અફેક્ટ કરે છે.

અહીં સાયકોએનાલાઇટીક થીયરીના કમ્પોનન્ટ આપેલા છે.

1) સ્ટ્રક્ચર ઓફ માઇન્ડ
સિગ્મન્ડ ફ્રોઇડ એ
મેઇન ત્રણ કમ્પોનન્ટ ધરાવતા માઇન્ડ નુ મોડલ પ્રોવાઇડ કરેલુ છે.

1) ID(ઇડ)
ઇડ એ એ માઇન્ડ નો પ્રીમિટિવ તથા ઇન્સ્ટિક્ચ્ટ્યૂઅલ પાર્ટ છે કે જે પ્લેઝર પ્રિન્સિપલ્સ પર વર્ક કરે છે કે જેમાં ડિઝાયર્સ (ઇચ્છાઓ) તથા ઇમ્પલસિસ ને ઇમિડીએટલી મેળવવા માંગે છે.

2)Ego(ઇગો)
ઇગો એ રેશનલ તથા માઇન્ડ નો ડિસિઝન મેકિંગ પાર્ટ છે.
ઇગો એ ઇડ, સુપરઇગો તથા એક્સટર્નલ રિયાલિટી ની ડિમાન્ડ વચ્ચે વર્ક કરે છે. ઇગો એ રિયાલિટી પ્રિન્સિપલ પર વર્ક કરે છે.

3)superego ( સુપરઇગો)
સુપરઇગો એ માઇન્ડ નો મોરાલિસ્ટીક પાર્ટ છે. કે જે સોસાયટલ નોમ્સ,વેલ્યુસ અને મોરલ સ્ટાન્ડર્ડ ઇન્ટર્નલાઇઝ બનાવે છે.
સુપરઇગો એ વ્યક્તિના કોનસાઇન્સ અને ઇગો ના આઇડિયલ ને રીપ્રેઝન્ટ કરી છે.

2) લેવલ ઓફ અવેરનેસ
સિગ્મન્ડ ફ્રોઇડ એ સજેસ કરેલું છે કે માઇન્ડ નું અવેરનેસ એ ત્રણ લેવલ પર હોય છે.

A) કંસિયસ
કંસિયસ લેવલમાં વિચારો, ફિલિંગ્સ અને પરસેપ્શન એ ઇમિડીયેટ અવેરનેસમાં હોય છે.

B) પ્રિકંસિયસ
પ્રિકંસિયસ માં ઇન્ફોર્મેશન એ કરન્ટલી કંસિયસ મા નથી પરંતુ તેને સરળતાથી અવેરનેસમાં લાવી શકાય છે.

C) અનકંસિયસ
વિચારો, ઇચ્છાઓ મેમરીસ તથા ઇમોશન્સ એ કન્સિયસ અવેરનેસથી છુપાયેલા હોય છે તેમ છતાં તે બિહેવિયરને અફેક્ટ કરી શકે છે.

3) ડિફેન્સ મિકેનિઝમ
સિગ્મન્ડ ફ્રોઇડ એ એવું કહેલું છે કે ઇગો એ પોતાને એન્ઝાઇટી અને જોખમથી પ્રોટેક્ટ કરવા માટે અને સાયકોલોજીકલ સ્ટેબિલિટી મેઇન્ટેન માટે જુદા જુદા પ્રકારના ડિફેન્સ મિકેનિઝમ નો યુઝ કરે છે.
ઉદા: રિપ્રેશન, ડેનિયલ પ્રોજેક્શન તથા ડિસ્પ્લેસમેન્ટ.

4) સાયકોસેક્સ્યુઅલ ડેવલોપમેન્ટ.
ફ્રોઇડ એ એવું માનતા હતા કે પર્સનાલિટી એ સાયકોસેક્સ્યુઅલ સ્ટેજીસ ની સિરીઝ દ્વારા ડેવલોપ થાય છે. જેમાં દરેક સ્ટેજ એ જુદા જુદા ઇરોજેનસ ઝોન અને ડેવલોપમેન્ટલ ટાસ્ક સાથે જોડાયેલ હોય છે.
આ સ્ટેજમાં ઓરલ, એનલ, ફેલિક, લેટન્ટ અને જીનાઇટલ સ્ટેજીસ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.

5) ઇડિપસ કોમ્પ્લેક્સ અને ઇલેક્ટ્રા કોમ્પ્લેક્સ
ફ્રોઇડ એ ઇડિપસ કોમ્પ્લેક્સ(છોકરાઓ) અને ઇલેક્ટ્રા કોમ્પ્લેક્સ(છોકરિયો) નો કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે. આ કોન્સેપ્ટ એ સેક્સ્યુઅલ ડિઝાયર્સ અને પેરેન્ટ્સ સાથેના આઇડેન્ટીફિકેશન નુ અનકંસિયસ કોન્ફલીક્ટ રજુ કરે છે.

6) ડ્રીમ એનાલાઇસીસ
ફ્રોઇડ એ ડ્રીમ્સને અનકન્સીયસ ડિઝાયર્સ અને એક્સપ્રેશન્સ તરીકે માનતા હતા માટે ફ્રોઇડ એ અનકન્સીયસ માઇન્ડ માં ઇનસાઇટ ને મેળવવા માટે ડ્રિમ્સ ને ઇન્ટરપ્રિટિંગ કરવા માટેની ટેકનોલોજી વિકસાવી છે.

7) ફ્રી એસોસિએસન એન્ડ સાયકોએનાલાઇસીસ
ફ્રોઇડ એ એસોસિયેશન ની પદ્ધતિ વિકસાવી જ્યાં પેશન્ટ એ સેન્સરશિપ વગર તેમના વિચારો અને અસોસીએશ ન ને ફ્રિલી રીતે એક્સપ્રેસ કરે છે.

સાયકોએનાલાઇસીસ માં અનકંસિયસ કોન્ફલીક્ટ ને અનકવર કરવા અને સાયકોલોજીકલ ઇસ્યુસ ની સમજ મેળવવા માટે શોધખોળ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.

સાયકોએનાલાઇટીક થીયરી એ સાઇકોલોજી અને સાયકોથેરાપી ને સેપ પ્રોવાઇડ કરવામાં ઇન્ફ્લુઅન્સિયસ રહ્યુ છે.

સાયકોએનાલાઇટીક થીયરી એ સમયાંતરે ક્ર્રીટીસીઝમ અને રિવિઝન ને પણ આધીન રહ્યુ છે.
સમકાલીન સાયકોએનાલાઇટીક પરસ્પેક્ટીવ્સ એ ફ્રોઇડ ના ઓરીજનલ આઇડિયા ને મોડીફાઇ તથા એક્સપાન્ર્ડ કર્યા જેમાં અન્ય સાયકોલોજીકલ થીયરીસ અને રિસર્ચ તારણમાંથી ઇનસાઇડ નો સમાવેશ થાય છે.

d) Dowry system-દહેજ પ્રથા

દહેજ એ એક સામાજિક સમસ્યા છે.

દહેજ એટલે લગ્ન સમયે તેની પત્ની અથવા તેના પરિવાર પાસેથી મળેલી મિલકત તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

કન્યા વરરાજા અને તેના સંબંધીઓ દ્વારા લગ્નમાં મળેલી પેઢો અને કીમતી વસ્તુઓ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે.

પ્રથા નીચેના પરિબળો પર આધારિત છે..

છોકરાની સેવા અને પગાર

છોકરી ના પિતાની સામાજિક અને આર્થિક સ્થિતિ

છોકરા અને છોકરી ની શૈક્ષણિક લાયકાત

છોકરાનું કામ અને તેનો પગાર

છોકરીની સુંદરતા અને લક્ષણો

આર્થિક સુરક્ષાની ભાવિ સંભાવનાઓ

છોકરી અને છોકરાના પરિવારનું કદ અને રચના

છોકરીના માતા પિતા માત્ર લગ્ન સમયે પૈસા અને ભેટ અથવા એવું જ નહીં પરંતુ જીવનભર તેના પતિના પરિવારને પૈસા અને ભેટ આપવાનું ચાલુ રહે છે

CAUSE OF DOWRY (દહેજના કારણ)

દહેજ નું એક કારણ એ છે કે દરેક માતા-પિતાની ઈચ્છા અને આકાંક્ષા એ છે કે તેણીની પુત્રીએ ઉચ્ચ અને સમગ્ર પરિવારમાં પરણાવવા અથવા તેણીની પ્રતિષ્ઠામાં વધારો કરવા અથવા પુત્રીને આરામ અને સલામતી વધારવા માટે.

દહેજના અસ્તિત્વનું બીજું કારણ એ છે કે દહેજ માતા પિતા દ્વારા આપવામાં આવે

આ દહેજના સામાજિક રિવાજને અચાનક બદલવો મુશ્કેલ છે

કેટલાક લોકો તો એટલા માટે જ દહેજ આપે છે કારણ કે તેમના માતા પિતા અને પૂર્વજો દહેજ આપવા સાથે જોડાયેલા હતા

એક જ જ્ઞાતિમાં લગ્ન કરવાથી એવા છોકરાઓની અછત જોવા મળે છે જેમની પાસે ઉચ્ચ નોકરીઓ હોય અથવા વ્યવસાયમાં સારી કારકિર્દી હોય.

આ છોકરાના માતા પિતા છોકરીઓના માતા પિતા પાસેથી તેમની છોકરીને પુત્રવધુ તરીકે સ્વીકારવા માટે મોટી રકમ ની માંગણી કરે છે.

દહેજ માત્ર તેમની ઉચ્ચ સામાજિક અને આર્થિક સ્થિતિ દર્શાવવા માટે આપવામાં આવે છે.

દહેજ સ્વીકારવાનું કારણ એ છે કે તેઓએ તેમની દીકરી અને બહેનોને દહેજ આપવું પડશે તેથી તેઓ તેમની પુત્રીઓના પતિ શોધવા માટેની જવાબદારીને પૂર્ણ કરવામાં તેમના પુત્રીના દહેજ સામે જુએ છે.

DOWRY PROHIBITION ACT 1961

આ અધિનિયમ એ 20 મે 1961 ના રોજ પસાર કરવામાં આવ્યો. આ અધિનિયમ અનુસાર ₹2,000 થી વધુ ભેટની આપ લે કરવી એની પરવાનગી નથી જો કોઈ વ્યક્તિ દહેજ લેતો કે દહેજ દે તો હોય એવું જણાય તો તેને દંડ ફટકારવામાં આવશે.

તેના ઉલ્લંઘન માટે છ મહિનાની કેદ અથવા રૂપિયા 5000 સુધીના દંડ આપવામાં આવે અથવા બંને આપવામાં આવે.

જ્યાં સુધી કેટલીક ફરિયાદ કરવામાં ન આવે ત્યાં સુધી અધિનિયમના ઉલ્લંઘન માટે કોઈ પગલાં લઈ શકાતા નથી.

Q-5 Define following (any six) નીચેની વ્યાખ્યા લખો. (કોઈપણ છ)12

a) Sociology – સોશિયોલોજી

સોસિયોલોજી એ બે શબ્દોનો બનેલો શબ્દ છે સોસાયટસ જે  લેટિન ભાષાનો શબ્દ છે. તેનો અર્થ સોસાયટી એવો થાય છે. લોજી એ ગ્રીક ભાષાનો શબ્દ લોગોસ ઉપરથી લોજી શબ્દ ઉતરી આવ્યો છે લોજીનો અર્થ અભ્યાસ કરવો અથવા સ્ટડી કરવી એવો થાય છે. 

સોશ્યોલોજી એટલે કે સાયન્ટિફિક સ્ટડી ઓફ ધ સોસાયટી એટલે કે સોસાયટીમા રહેલા માણસો નો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવો તેને સોશિયોલોજી કહેવામાં આવે છે.

સોસાયટીનુ બેઝિક કમ્પોનન્ટ એ સોસાયટીના લોકો વચ્ચેનુ કલ્ચર અને તેનુ સ્ટ્રક્ચર રહેલું છે.

સોશિયોલોજી એ કોઈપણ વ્યક્તિનુ સમાજમા રહેલા વ્યક્તિઓ વચ્ચે ના બિહેવીયર નો અભ્યાસ કરે છે.

b) Illusion – ઈલ્યુઝન

ઇલ્યુઝન ને રોંગ પર્સેપ્શન તરીકે ઓળખવામા આવે છે.

જેમા વ્યક્તિ બાહ્ય વાતાવરણ મા કોઈ સ્ટીમ્યુલેશન મેળવે છે તેને તેના બદલે તેના જેવુ જ કંઈક બીજુ ઇન્ટરપ્રિટેશન થાય છે. નોર્મલ વ્યક્તિઓ ને પણ ક્યારેક જોવા મળે છે. એક્સટર્નલ એન્વાયરમેન્ટમા સ્ટીમ્યુલેશન હોય છે પરંતુ વ્યક્તિ તે તેને ખોટી રીતે પર્સીવ કરે છે. દાખલા તરીકે અંધારામા દોરડાને સાપ સમજવો.

c) Defense mechanism – ડિફેન્સ મિકેનીઝમ

ડિફેન્સ મિકેનિઝમ ને મેન્ટલ મિકેનિઝમ કે ઈગો મિકેનિઝમ પણ કહેવામા આવે છે.

ડિફેન્સ મિકેનિઝમ એ કોઈપણ અનકમ્ફર્ટેબલ પરિસ્થિતિ હોય કે કોઈપણ વ્યક્તિની સેલ્ફ એસ્ટીમને નુકસાન થાય એવી પરિસ્થિતિ સર્જાઈ ત્યારે વ્યક્તિની એન્ઝાઈટી ઓછી કરવા માટે અથવા સિચ્યુએશન સાથે એડજસ્ટ કરવા માટે આ પ્રકારના ડિફેન્સ મિકેનિઝમ નો વ્યક્તિ ઉપયોગ કરે છે.

આ મિકેનિઝમ એ વ્યક્તિ દ્વારા કોન્સીયસ્લી કે અનકોન્સીયસ્લી યુઝ કરવામા આવતુ હોય છે. તેનો હેતુ પ્રોબ્લેમ વાળી સિચ્યુએશનને પોતાના કોન્સિયસ નેસ લેવલ થી દૂર કરી અને સિચ્યુએશન મા પોતાનુ પ્રોટેક્શન જાળવવાનો છે.

d) Community – કૉમ્યુનિટી

કોમ્યુનિટી એટલે કે લોકો એક ચોક્કસ જીયોગ્રાફીકલ એરિયામા રહેતા હોય.  તે કોઈ ચોક્કસ લાક્ષણિકતાઓ ધરાવતા હોય, કોઈ ચોક્કસ કલ્ચર અને રિલિજિયન ને ફોલો કરતા હોય, તેઓની વચ્ચે ઇન્ટર પર્સનલ રિલેશનશિપ ગોઠવાયેલી હોય, કોમન ભાષા નો યુઝ કરતા હોય અને કોમન ઇન્ટરેસ્ટ અને વેલ્યુ જોવા મળતા હોય એવા સમુદાયના લોકોને જ્યા રેહતા હૉય તેને કોમ્યુનિટી કહેવામા આવે છે.

કોમ્યુનિટી ના બે ભાગ પાડવામા આવે છે.

1. અર્બન કોમ્યુનિટી.

જે લોકો શહેરી વિસ્તારમા રહેતા હોય તેવા લોકોના સમૂહને અર્બન કોમ્યુનિટી કહેવામા આવે છે.

1. રૂરલ કોમ્યુનિટી

2. જે લોકો ટ્રાયબલ એરિયા કે ગામડામા રહેતા હોય તેવા લોકોના સમૂહને રૂરલ કોમ્યુનિટી કહેવામા આવે છે.

અર્બન અને રૂરલ કોમ્યુનિટીના લોકો પોતપોતાની અલગ વિશેષતાઓ ધરાવે છે.

e) Delusion – ભ્રમણા

ડિલ્યુઝન એ વ્યક્તિમા રહેલી એક ખોટી તર્ક વિનાની માન્યતા છે. જે કોઈપણ રીતે બદલી શકાતી નથી.

આ માન્યતા વ્યક્તિને કોઈ વ્યક્તિ દ્વારા કે કોઈ એજ્યુકેશન દ્વારા જાણવા મળતી નથી. ડીલ્યુઝન એ વ્યક્તિની કોઈપણ સંદર્ભ ને લગતી ખોટી માન્યતા છે. તેના નીચે મુજબના પ્રકાર પાડવામા આવે છે.

પર્સેક્યુટરી ડીલ્યુઝન 

ડીલ્યુઝન ઓફ રેફરન્સ..

ડીલ્યુઝન ઓફ ગિલ્ટ..

f) Personality – પર્સનાલિટી

વ્યક્તિ પોતાના જીવનમા પર્સનાલિટી શબ્દનો ઉપયોગ અલગ અલગ રીતે કરે છે. અમુક વ્યક્તિઓ પર્સનાલીટી નો શબ્દનો ઉપયોગ માત્ર શારીરિક દેખાવ, બંધારણ અને રંગ પૂરતો મર્યાદિત રાખે છે. પરંતુ પર્સનાલિટી એ વ્યક્તિનુ ઓવરઓલ કેરેક્ટરીસ્ટિકસ ધરાવે છે. જેમા વ્યક્તિ સારો છે કે  ખરાબ, સ્ટ્રોંગ છે કે વીક એ દરેક બાબતોને આવરી લેવાય છે. આપણે આપણા જીવનમા પર્સનાલિટી શબ્દનો ઉપયોગ બોહડા પ્રમાણમા કરીએ છીએ.

પર્સનાલિટી શબ્દ એ પર્સોના એટલે કે જેનો અર્થ માસ્ક જેવો થાય છે. ગ્રીક ડ્રામા વખતે ત્યાંના એક્ટર આનો ઉપયોગ કરતા હતા.

ત્યારબાદ અલગ અલગ સાયકોલોજિસ્ટ દ્વારા પણ આ શબ્દનો ઉપયોગ કરાતો આવ્યો છે. પર્સનાલિટી એ વ્યક્તિ ની ઓવરઓલ ક્વોલીટી બતાવે છે. જેમા વ્યક્તિની ટેવ, વિચારસરણી, એટીટ્યુડ, ઇન્ટરેસ્ટ તથા તેની લાઇફની ફિલોસોફી વગેરે કવર થાય છે. આ પર્સનાલિટી ના દરેક આસ્પેકટ એ વ્યક્તિના બિહેવિયર દ્વારા જોઈ શકાય છે જે એક વ્યક્તિને બીજા વ્યક્તિથી તદ્દન અલગ પાડે છે અને પોતાની વ્યક્તિગત ઓળખ ઊભી કરે છે.

પર્સનાલિટી એ વ્યક્તિ ની ટોટલ એબિલિટી, કેરેક્ટરીસ્ટીક્સ અને તેનુ બિહેવિયર બતાવે છે. જે વ્યક્તિમા કુદરતી રીતે હોય છે અથવા તો તેણે કૃત્રિમ રીતે ડેવલપ કરેલી હોય છે. જે તેને બીજા વ્યક્તિઓથી અમુક પ્રમાણમા કે વધારે પ્રમાણમા અલગ પાડે છે.

g) Behavior – વર્તણૂક

બેહેવીયર નો અર્થ ખૂબ જ મોટો અને બ્રોડ થાય છે અને કોમ્પ્રીહેન્સીવ થાય છે . બેહેવીયર ની અંદર બધી જ ઍક્ટિવિટી ઇન્વોલવ થાય છે, જેવી કે મોટર, સેન્સરી, કોવર્ત, ઓવર્ત etc. વનો સમાવેશ કરવામા આવે છે. એક્ટિવિટી એ લાઇફ નુ મેનીફેસ્ટેશન છે અને બીહેવીયર એ આ બધી એક્ટીવિટી નુ કલેક્શન છે.

વુદ્વર્થ ના કેહવા મુજબ બેહેવીયર એને કેહવાય છે કે જે ગર્ભાશય થી લઇ ને જન્મ અને છેલ્લે સુધી પર્ફોર્મ કરેલી એકટીવિટીઆની અંદર કોનસિયસ જ નહિ પરંતુ સબકોનસિયસ અને અંકોંસિયસ રીતે ના વર્તન નુ પણ સમાવેશ થાય છે એટલે કે કોવર્ટ અને ઓવર્ટ બન્ને બેહેવીયર નો સમાવેશ થાય છે.

આ બિહેવિયર હ્યુમન બિહેવિયર સુધી લિમિટેડ નથી હોતુ. આ સાઇકોલોજી પ્રાણી અને વનસ્પતિ મા પણ જોવા મડે છે. આ એવુ સૂચવે છે કે જીવિત પ્રાણી મા બધા જ મા બિહેવિયર અને સાઇકોલોજી હોય છે. ટૂક મા બિહેવીયર એ આખી જિંદગી ના અનુભવો અને એક્ટિવિટી નુ સમ ટોટલ છે.

h) Conflict – કોન્ફલીકટ

આ એક લેટિન ભાષાનો શબ્દ છે જે કોન્ફલીકટશ પરથી આવેલો છે જેનો અર્થ એ થાય છે કે એક જ સમયે કોઈ પણ બે વસ્તુઓ વિશે સ્ટ્રાઈક થવી અથવા વિચારવુ તેનાથી કોન્ફલીકટ ઉત્પન્ન થાય છે.

કોઈપણ બે એકસરખી વસ્તુઓમાથી પસંદગી કરવાની હોય ત્યારે આ પ્રકારનો કોન્ટેક્ટ ઉદ્ભવે છે.

દાખલા તરીકે બે એકસરખી જોબ માથી પસંદગી કરવાની હોય ત્યારે..


Q.6(A) Fill in the blanks – ખાલી જગ્યા પૂરો.05

1………..is a father of modern sociology. …………..એ મોર્ડન સોસીઓલોજીના પિતા છે. AUGUSTE COMTE

2.Dowry prohibition act was established in ………year. દહેજ પ્રથા પ્રતિબંધ કાયદો ……………..વર્ષમાં લાગુ પડયો હતો.1961

3.Hindu marriage act was passed in………..year.
હિંદું લગ્નનો કાયદો………..વર્ષમાં લાગુ પડયો હતો. 1955

4.Id is working on……….. principle. ઈડ……. સિધ્ધાંત પર કામ કરે છે. PLEASURE

5.Juvenile delinquent is kept in ……….. જુવેનાઈલ ડેલીકવન્ટને………… માં રાખવામાં આવે છે. JUVENILE JAIL & CORRECTION HOME

(B) True or False – ખરા ખોટા જણાવો. 05

1.Social changes is a universal phenomenon.
સામાજીક બદલાવએ સાર્વત્રિક ઘટના છે. ✅

2.Family having high income do not require health educ
ઉંચી આવક ધરાવતા કુટુંબને આરોગ્ય શિક્ષણની જરૂર નથી. ❌

3.Polyandry means woman having more than one husban પોલીએન્ડ્રી એટલે સ્ત્રીને એક કરતાં વધારે પતિ હોવા. ✅

4.Super ego is referred as “Pleasure principle”. સુપર ઈગો એ “પ્લેઝર પ્રિન્સીપલ” પર કામ કરે છે. ❌

5.I.Q more than 140 is called as genius person. ૧૪૦ કરતાં વધારે આઈ.કયુ ધરાવતા વ્યકિતને જીનીયસ કહેવાય છે. ✅

(C) Match the following – જોડકા જોડો. 05

A B

(A) Projection પ્રોજેકશન (A) Conflict between parents & children -માતા-પિતા અને બાળક વચ્ચેનો કોન્ફલીકટ

(B) Intra personal conflict (B) Social problem ઈન્ટ્રા પર્સનલ કોન્ફલીકટ સામાજીક તકલીફ

(C) Inter personal conflict ઈન્ટર પર્સનલ કોન્ફલીકટ (C) Blaming another person for own mistakes પોતાની ભૂલનો દોષ બીજાને આપવો

(D) Prostitution (D) Conflict within the person વેશ્યાવૃતિ વ્યકિતના પોતાની અંદરનો કોન્ફલીકટ

(E) Monogomy (E) A man marries more than one women મોનોગોમી એક કરતા વધારે સ્ત્રી સાથે પુરૂષ લગ્ન કરે છે.

F) A man marries only one women . ( એક પુરૂષ એક સ્ત્રી જોડે લગ્ન કરે છે

A – C

B – D

C – A

D – B

E – F

💥☺☺☺ALL THE BEST ☺☺☺💥💪

નોંધ :-MCQ ANSWER APP ની યુનિક પેટર્ન માં બંને ભાષા માં આગળ paper solution /click here ની નીચે આપેલા છે. ” અ ” પર ક્લિક કરવાથી ભાષા ચેન્જ થશે.

IF ANY QUERY OR QUESTION,REVIEW-KINDLY WATSAPP US No. – 84859 76407

Published
Categorized as GNM FY BEHAVIOUR PAPER, Uncategorised