MIDWIFERY AND GYNECOLOGICAL NURSING 25/05/2026 PAPER SOLUTION (THIRD YEAR) (COMPLETE)

Q – 1

a) Define obstetrics – ઓબ્સ્ટેટ્રીકની વ્યાખ્યા લખો.03

  • ઓબ્સ્ટેટ્રિક્સ એ મેડિકલ સાયન્સની એવી સ્પેશિયલ બ્રાન્ચ છે, જે પ્રેગ્નન્સી, લેબર, ચાઇલ્ડબર્થ અને પ્યુરપેરિયમ દરમિયાન મધરની સુપરવિઝન, કેર અને મેનેજમેન્ટ સાથે રીલેટેડ છે. આ ઉપરાંત તેમાં ફિટલ ગ્રોથ અને ડેવલપમેન્ટ, ફિટસ અને ન્યુબોર્નની કેર, નોર્મલ અને એબનોર્મલ પ્રેગ્નન્સી, લેબર અને ડિલિવરી, તેમજ તેની સાથે રીલેટેડ કોમ્પ્લિકેશન્સનું ડાયગ્નોસિસ, પ્રિવેન્શન અને ટ્રીટમેન્ટનો સમાવેશ થાય છે, જેથી મધર અને ન્યુબોર્ન બંનેનું હેલ્થ જળવાઈ રહે અને સેફ ડિલિવરી Assured થાય.

b) Enlist basic competencies of midwifery. મિડવાઈફરીની બેઝિક કોમ્પીટન્સીનું લિસ્ટ બનાવો. 04

મિડવાઈફરીની બેઝિક કોમ્પીટન્સી :

  • મિડવાઈફરીની બેઝિક કોમ્પીટન્સી એટલે મિડવાઈફ (Maternity Nurse) પાસે હોવું જરૂરી એવું નોલેજ (Knowledge), સ્કિલ્સ (Skills) અને પ્રોફેશનલ એટિટ્યુડ (Professional Attitude), જેના આધારે તે મધર અને ન્યુબોર્ન ને પ્રેગ્નન્સી, લેબર, ચાઇલ્ડબર્થ અને પ્યુરપેરિયમ દરમિયાન સેફ, ક્વોલિટી અને એવિડન્સ-બેઝ્ડ કેર આપી શકે.

Basic Competencies of Midwifery (મિડવાઈફરીની બેઝિક કોમ્પીટન્સી):

  1. પ્રિ-પ્રેગ્નન્સી અને ફેમિલી પ્લાનિંગ કેર (Pre-pregnancy and Family Planning Care)
  2. એન્ટીનેટલ કેર (Antenatal Care)
  3. લેબર અને ચાઇલ્ડબર્થ દરમિયાન કેર (Care During Labour and Childbirth)
  4. ઇમીડિએટ ન્યુબોર્ન કેર (Immediate Newborn Care)
  5. પોસ્ટનેટલ / પ્યુરપેરિયમ કેર (Postnatal / Puerperium Care)
  6. બ્રેસ્ટફીડિંગ સપોર્ટ અને લેક્ટેશન મેનેજમેન્ટ (Breastfeeding Support and Lactation Management)
  7. એસેન્શિયલ ઓબ્સ્ટેટ્રિક અને ન્યુબોર્ન કેર (Essential Obstetric and Newborn Care)
  8. એમર્જન્સી ઓબ્સ્ટેટ્રિક અને ન્યુબોર્ન કેરની ઓળખ અને પ્રાથમિક મેનેજમેન્ટ (Recognition and Initial Management of Obstetric and Newborn Emergencies)
  9. હેલ્થ પ્રમોશન અને હેલ્થ એજ્યુકેશન (Health Promotion and Health Education)
  10. પ્રોફેશનલ, એથિકલ અને લીગલ પ્રેક્ટિસ (Professional, Ethical and Legal Practice)
  11. ઇન્ફેક્શન પ્રિવેન્શન અને ઇન્ફેક્શન કન્ટ્રોલ (Infection Prevention and Infection Control)
  12. કમ્યુનિકેશન, કાઉન્સેલિંગ અને રેકોર્ડ કીપિંગ (Communication, Counselling and Record Keeping)

c) Explain scope of midwife. મિડવાઈફના સ્કોપ વિશે સમજાવો. 05

મિડવાઈફનો સ્કોપ (Scope of Midwife)

ઇન્ટ્રોડકશન (intoduction) :

  • મિડવાઈફ (Midwife) એ એવી ટ્રેઇન્ડ હેલ્થ કેર પ્રોફેશનલ (Trained Health Care Professional) છે, જે પ્રિ-કોન્સેપ્શન (Pre-conception), પ્રેગ્નન્સી (Pregnancy), લેબર (Labour), ચાઇલ્ડબર્થ (Childbirth), પોસ્ટનેટલ પિરિયડ (Postnatal Period) અને ન્યુબોર્ન કેર (Newborn Care) દરમિયાન વુમન (Woman), ન્યુબોર્ન (Newborn) અને ફેમિલી (Family)ને સેફ (Safe), કોમ્પ્રિહેન્સિવ (Comprehensive) અને એવિડન્સ-બેઝ્ડ (Evidence-based) કેર પ્રોવાઈડ કરે છે. મિડવાઈફનો સ્કોપ માત્ર નોર્મલ ડિલિવરી (Normal Delivery) કરાવવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ રિપ્રોડક્ટિવ હેલ્થ (Reproductive Health), મેટરનલ હેલ્થ (Maternal Health) અને ન્યુબોર્ન હેલ્થ (Newborn Health)ના પ્રોમોશન (Promotion), પ્રિવેન્શન (Prevention), મેનેજમેન્ટ (Management), રિહેબિલિટેશન (Rehabilitation) અને રિફરલ (Referral) સુધી વિસ્તરેલો છે.

મિડવાઈફનો સ્કોપ (Scope of Midwife)

1. પ્રિ-કોન્સેપ્શન કેર (Pre-conception Care)

  • પ્રિ-કોન્સેપ્શન પિરિયડ દરમિયાન વુમનનું હેલ્થ એસેસમેન્ટ (Health Assessment) કરવું.
  • ફેમિલી પ્લાનિંગ (Family Planning) અને પ્રેગ્નન્સી પ્લાનિંગ (Pregnancy Planning) અંગે કાઉન્સેલિંગ આપવું.
  • ન્યુટ્રિશન (Nutrition), ફોલિક એસિડ (Folic Acid) અને હેલ્ધી લાઇફસ્ટાઇલ (Healthy Lifestyle) અંગે એજ્યુકેશન આપવું.
  • હાઈ રિસ્ક ફેક્ટર્સ (High-risk Factors)ની ઓળખ કરીને જરૂરી સલાહ અને રિફરલ કરવું.

2. એન્ટીનેટલ કેર (Antenatal Care)

  • રેગ્યુલર એન્ટીનેટલ ચેક-અપ (Regular Antenatal Check-up) કરવું.
  • મધર (Mother) અને ફીટસ (Fetus)ના ગ્રોથ (Growth) અને ડેવલપમેન્ટ (Development)નું મોનિટરિંગ કરવું.
  • બ્લડ પ્રેશર (Blood Pressure), વેઇટ (Weight), હિમોગ્લોબિન (Hemoglobin) અને યુરિન (Urine)નું અસેસમેન્ટ કરવું.
  • આયર્ન-ફોલિક એસિડ (IFA), કેલ્શિયમ (Calcium) અને ટીટી વેક્સિન (TT Vaccine) આપવી.
  • હાઈ રિસ્ક પ્રેગ્નન્સી (High-risk Pregnancy)ની વહેલી ઓળખ કરીને યોગ્ય રિફરલ (Referral) કરવું.
  • ડેન્જર સાઇન્સ (Danger Signs) વિશે વુમન અને ફેમિલીને હેલ્થ એજ્યુકેશન આપવું.

3. ઇન્ટ્રાનેટલ કેર (Intranatal Care)

  • લેબર (Labour)ની શરૂઆત અને પ્રોગ્રેસનું સતત મોનિટરિંગ કરવું.
  • પાર્ટોગ્રાફ (Partograph) જાળવવો.
  • ફિટલ હાર્ટ રેટ (Fetal Heart Rate) અને મેટરનલ કન્ડિશન (Maternal Condition)નું મોનિટરિંગ કરવું.
  • નોર્મલ વેજાઇનલ ડિલિવરી (Normal Vaginal Delivery) સલામત રીતે કરાવવી.
  • એસેપ્ટિક ટેકનિક (Aseptic Technique) અને ઇન્ફેક્શન પ્રિવેન્શન (Infection Prevention)ના સિદ્ધાંતોનું પાલન કરવું.
  • ઓબ્સ્ટેટ્રિક કોમ્પ્લિકેશન (Obstetric Complication)ની વહેલી ઓળખ કરીને સમયસર રિફરલ (Referral) કરવું.

4. ઇમીડિયેટ ન્યુબોર્ન કેર (Immediate Newborn Care)

  • જન્મ પછી ન્યુબોર્ન (Newborn)ને તરત ડ્રાય (Dry) કરીને વોર્મ (Warm) રાખવું.
  • એરવે (Airway) ખુલ્લો રાખવો અને જરૂર પડે તો ન્યુબોર્ન રિસસિટેશન (Newborn Resuscitation) આપવું.
  • એપગાર સ્કોર (APGAR Score)નું એસેસમેન્ટ કરવું.
  • જન્મ પછીના પ્રથમ એક કલાકમાં બ્રેસ્ટફીડિંગ (Breastfeeding) શરૂ કરાવવું.
  • કોર્ડ કેર (Cord Care), આઈ કેર (Eye Care) અને આઈડેન્ટિફિકેશન (Identification) Assured કરવું.

5. પોસ્ટનેટલ કેર (Postnatal Care)

  • મધર (Mother)ના વાઇટલ સાઇન્સ (Vital Signs)નું મોનિટરિંગ કરવું.
  • યુટરાઇન ઇન્વોલ્યુશન (Uterine Involution) અને લોચિયા (Lochia)નું એસેસમેન્ટ કરવું.
  • પોસ્ટપાર્ટમ હેમરેજ (Postpartum Hemorrhage), ઇન્ફેક્શન (Infection) અને અન્ય કોમ્પ્લિકેશન્સની વહેલી ઓળખ કરવી.
  • બ્રેસ્ટફીડિંગ (Breastfeeding) અને લેક્ટેશન સપોર્ટ (Lactation Support) આપવો.
  • પોસ્ટનેટલ એક્સરસાઇઝ (Postnatal Exercise), ન્યુટ્રિશન (Nutrition) અને પર્સનલ હાઈજીન (Personal Hygiene) અંગે એજ્યુકેશન આપવું.

6. ન્યુબોર્ન અને ઇન્ફન્ટ કેર (Newborn and Infant Care)

  • એક્સક્લૂઝિવ બ્રેસ્ટફીડિંગ (Exclusive Breastfeeding)ને પ્રોત્સાહન આપવું.
  • ઇમ્યુનાઇઝેશન (Immunization) સમયસર પૂર્ણ કરાવવું.
  • ન્યુબોર્ન ડેન્જર સાઇન્સ (Newborn Danger Signs)ની ઓળખ કરવી.
  • ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ (Growth and Development)નું મોનિટરિંગ કરવું.

7. ફેમિલી પ્લાનિંગ સર્વિસિસ (Family Planning Services)

  • તમામ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ્સ (Contraceptive Methods) અંગે કાઉન્સેલિંગ આપવું.
  • યોગ્ય કોન્ટ્રાસેપ્ટિવ મેથડ (Contraceptive Method) પસંદ કરવામાં મદદ કરવી.
  • બર્થ સ્પેસિંગ (Birth Spacing)નું મહત્વ સમજાવવું.
  • જરૂર મુજબ ફોલો-અપ (Follow-up) કરવો.

8. હેલ્થ એજ્યુકેશન અને કાઉન્સેલિંગ (Health Education and Counselling)

  • ન્યુટ્રિશન (Nutrition), પર્સનલ હાઈજીન (Personal Hygiene) અને સેનિટેશન (Sanitation) અંગે હેલ્થ એજ્યુકેશન આપવું.
  • બ્રેસ્ટફીડિંગ (Breastfeeding), ઇમ્યુનાઇઝેશન (Immunization) અને ન્યુબોર્ન કેર (Newborn Care) અંગે એજ્યુકેશન આપવું.
  • ડેન્જર સાઇન્સ (Danger Signs) અને બર્થ પ્રિપેર્ડનેસ (Birth Preparedness) અંગે કાઉન્સેલિંગ કરવું.

9. હાઈ રિસ્ક કેસની ઓળખ અને રિફરલ (Identification and Referral of High-risk Cases)

  • પ્રિ-એક્લેમ્પસિયા (Pre-eclampsia), એક્લેમ્પસિયા (Eclampsia), એન્ટીપાર્ટમ હેમરેજ (Antepartum Hemorrhage), પોસ્ટપાર્ટમ હેમરેજ (Postpartum Hemorrhage), ઓબ્સ્ટ્રક્ટેડ લેબર (Obstructed Labour) અને સેપ્સિસ (Sepsis) જેવી પરિસ્થિતિઓની વહેલી ઓળખ કરવી.
  • સમયસર યોગ્ય હાયર હેલ્થ સેન્ટર (Higher Health Centre) અથવા હોસ્પિટલ (Hospital)માં રિફર કરવું.

10. કમ્યુનિટી હેલ્થ સર્વિસિસ (Community Health Services)

  • મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ (Maternal and Child Health) પ્રોગ્રામમાં સક્રિય ભાગ લેવો.
  • હોમ વિઝિટ (Home Visit) કરીને મધર અને ન્યુબોર્નનું ફોલો-અપ કરવું.
  • હેલ્થ અવેરનેસ (Health Awareness), ઇમ્યુનાઇઝેશન (Immunization) અને રિપ્રોડક્ટિવ હેલ્થ (Reproductive Health) કાર્યક્રમોમાં સહભાગી થવું.

11. પ્રોફેશનલ અને એથિકલ રિસ્પોન્સિબિલિટીઝ (Professional and Ethical Responsibilities)

  • કોન્ફિડેન્શિયલિટી (Confidentiality) જાળવવી.
  • યોગ્ય રેકોર્ડ અને રિપોર્ટ (Record and Report) જાળવવા.
  • એથિકલ (Ethical) અને લીગલ (Legal) સિદ્ધાંતોનું પાલન કરવું.
  • કન્ટિન્યુઇંગ પ્રોફેશનલ ડેવલપમેન્ટ (Continuing Professional Development) દ્વારા જ્ઞાન અને સ્કિલ્સ અપડેટ રાખવી.
  • હેલ્થ કેર ટીમ (Health Care Team) સાથે સંકલન રાખીને ગુણવત્તાસભર કેર પ્રોવાઇડ કરવી.

મિડવાઈફ (Midwife) નો સ્કોપ ખૂબ જ વિશાળ અને Comprehensive છે. તે પ્રિ-કોન્સેપ્શન (Pre-conception) થી લઈને પોસ્ટનેટલ પિરિયડ (Postnatal Period) સુધી વુમન (Woman), ફીટસ (Fetus), ન્યુબોર્ન (Newborn) અને ફેમિલી (Family)ને ગુણવત્તાસભર, સેફ અને એવિડન્સ-બેઝ્ડ કેર પ્રોવાઇડ કરે છે. મિડવાઈફ માત્ર નોર્મલ ડિલિવરી કરાવતી પ્રોફેશનલ નથી, પરંતુ મેટરનલ હેલ્થ (Maternal Health), ન્યુબોર્ન હેલ્થ (Newborn Health), ફેમિલી પ્લાનિંગ (Family Planning), હેલ્થ એજ્યુકેશન (Health Education), હાઈ રિસ્ક કેસની વહેલી ઓળખ, સમયસર રિફરલ અને કમ્યુનિટી હેલ્થ સર્વિસિસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. Safe Motherhood અને Healthy Newborn ના લક્ષ્યને હાંસલ કરવામાં મિડવાઈફનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે.

OR

a) Define liquor amini – લાઈકર એમિની ની વ્યાખ્યા લખો.03

  • લાઈકર એમ્નાઈ એટલે એમ્નિઓટિક સેકની અંદર રહેલું ક્લિયર, કલરલેસ, સ્ટેરાઇલ અને સ્લાઇટલી આલ્કેલાઇન ફ્લુઇડ, જે સમગ્ર પ્રેગ્નન્સી દરમિયાન ફિટસને ચારેય બાજુથી ઘેરીને તેનું પ્રોટેક્શન, ન્યુટ્રિશન, ફ્રી ફિટલ મૂવમેન્ટ, ટેમ્પરેચર મેઇન્ટેન, નોર્મલ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, અમ્બેલીકલ કોર્ડનું પ્રોટેક્શન તથા સેફ લેબર અને ડિલિવરીમાં હેલ્પ કરે છે.

b) Describe fetal circulation. ફિટલ સર્કયુલેશન નું વર્ણન કરો. 04

ફીટલ સર્ક્યુલેશન

  • ફિટલ સર્ક્યુલેશન એ યુનિક સર્ક્યુલેટરી સિસ્ટમ છે કે જે ડેવલોપીંગ ફિટસ મા પ્રેઝન્ટ હોય છે. જે ફિટસ એ વોમ્બ(યુટ્રસ) મા હોય ત્યારે તેમને ઓક્સિજન અને ન્યુટ્રીઅન્ટસ ની નીડ ને ફુલફીલ કરવા માટે ફોર્મ થયેલી હોય છે.
  • એમ્બ્રીઓ મા સેપરેટ ફિટલ સર્ક્યુલેશન એ 16 th પોસ્ટ ફર્ટીલાઇઝેસન ડે દરમિયાન સ્ટાર્ટ થાય છે.
  • ફિટલ હાર્ટ એ ફર્ટિલાઇઝેશન ના 21 માં દિવસે થી બીટીંગ થવાનું સ્ટાર્ટ થાય છે. સાથે સાથે ફિટસ એ યુટ્રસ માં ઓક્સિજન તથા ન્યુટ્રીયંટ્સ એ પ્લેસેન્ટા માંથી મેળવે છે કારણ કે તેના લંગ્સ અને એલિમેન્ટ્રી ટ્રેક એ ફંક્શનલલેસ હોય છે તેથી ફીટલ સર્ક્યુલેશન કે એવું સર્ક્યુલેશન છે કે જેના દ્વારા ફીટ્સએ તેના સર્વાઇવ થવા માટે ઓક્સિજન તથા ન્યુટ્રીયંટ્સ એ પ્લેસેન્ટા માથી મેળવે છે.

ફિચર્સ ઓફ ફીટલ સર્ક્યુલેશન

1) અંબેલીકલ કોડ: અંબેલીકલ કોર્ડ માં બે અંબેલીકલ આર્ટરી અને એક અંબેલીકલ વેઇન આવેલી હોય છે.

  • અંબેલીકલ આર્ટરી: અંબેલીકલ આર્ટરી એ ફીટલ વેસ્ટ પ્રોડક્ટ તથા ડીઓક્સિજીનેટેડ બ્લડ એ ફિટસ માંથી પ્લેસેન્ટા તરફ ટ્રાન્સફર કરે છે.
  • અંબેકલ વેઇન: એ ઓક્સિજીનેટેડ બ્લડ તથા ન્યુટ્રીઅન્ટસ ને પ્લેસેન્ટા તરફ થી ફીટ્સ સુધી ટ્રાન્સફર કરે છે.

2) પ્લેસેન્ટા:

  • પ્લેસેન્ટા એ મધર તથા ફિટસ ના સર્ક્યુલેટરી સિસ્ટમ વચ્ચે ઇન્ટરફેસ કરવાનું વર્ક કરે છે.
  • પ્લેસેન્ટા એ ન્યુટ્રીયંટ્સ, ઓક્સિજન તથા વેસ્ટ પ્રોડક્ટ ને મેટરનલ બ્લડ તથા ફિટસ બ્લડ વચ્ચે એક્સચેન્જ કરવાનું વર્ક કરે છે.
  • જેમ કે પ્લેસેન્ટા એ ઓક્સિજન તથા ન્યુટ્રીઅન્ટસ ને એંબેલિકલ વેઇન મારફતે ફિટસ સુધી પહોંચાડે છે તથા ફિટસ ના ડિઑક્સીજીનેટેડ બ્લડ અને વેસ્ટ પ્રોડક્ટ ને અંબેલિકલ આર્ટરી દ્વારા પ્લેસેન્ટા માં રિસીવ કરે છે.

3) ડક્ટસ વિનોસસ( વેઇન થી વેઇન):

  • ડક્ટસ વિનોસસ એ એક સન્ટ છે કે જેના દ્વારા ઓક્સિજનેટેડ બ્લડ એ અંબેલીકલ વેઇન માંથી ઇન્ફીરીયર વેનાકાવા મા લિવર ને તથા ડાયજેસન ઓર્ગન ને બાયપાસ કરી પહોચાડે છે.
  • જેના કારણે ઓક્સિજીનેટેડ બ્લડ એ ફિટસ ના બ્રેઇન તથા હાર્ટ સુધી એડિક્યુએટ પ્રમાણમાં પહોંચી શકે છે.

4)ફોરામીન ઓવેલી (ઓવલ ઓપનિંગ):

  • ફોરમીન ઓવેલી એ ફિટલ કાર્ડિયાક સ્ટ્રક્ચર છે કે જે હાર્ટ ના રાઇટ એટ્રીયમ તથા લેફ્ટ એટ્રીયમના વચ્ચેના સેપ્પટમ મા સ્મોલ ઓપનીંગ હોય છે જે રાઇટ એટ્રીયમ તથા લેફ્ટ એટ્રીયમ વચ્ચે સન્ટ તરીકે નું વર્ક કરે છે.
  • આ ઓપનિંગ( સન્ટ) ના કારણે રાઇટ એટ્રીયમ માં રહેલું બ્લડ એ લેફ્ટ એટ્રીયમ માં ફિટલ લંગ્સ ને બાયપાસ કરી સિફ્ટ થાય છે.
  • આ સન્ટ એ અગત્યનો હોય છે કારણકે ફિટસ ના લંગ્સ એ ઇન્ટ્રા યુટેરાઇન લાઇફ દરમિયાન ફંકશનલલેસ હોય છે તથા તેમાં ફ્લુઇડ એ ફિલ થયેલું હોય છે જેના કારણે ફિટલ લંગ્સ તેનું વર્ક એ પ્રોપરલી કરવામાં સક્ષમ હોતા નથી.

5)ડક્ટસ આર્ટેરીયોસીસ( આર્ટરી થી આર્ટરી):

  • ડક્ટસ આર્ટેરીયોસીસ એ ફિટલ વાસ્ક્યુલર કનેક્શન છે કે જે પલ્મોનરી આર્ટરી તથા એઓર્ટા વચ્ચે થતું કોમ્યુનિકેશન (સન્ટ)છે.
  • આ ડક્ટસ આર્ટેરીયોસીસ સન્ટ ના કારણે રાઇટ વેન્ટ્રિકલ્સ માંથી જ બ્લડ એ લન્ગ્સ ને બાયપાસ કરીને સન્ટ દ્વારા સિસ્ટેમીક સર્ક્યુલેશન માં ફ્લો થાય છે.

ફિટલ સર્ક્યુલેશન :

  • ઓક્સિજન એ મેટરનલ બ્લડ માંથી કોરિયોડેસીડ્યુલ સ્પેસ (પ્લેસેન્ટા) મા ડિફ્યુઝ થાય છે ,આથી પ્લેસેન્ટલ વિલાઇ અને વેસલ્સ એ યુનિટ થઇને અંબેલીકલ વેઇન બનાવે છે .
  • પ્લેસેન્ટા માથી અંબેલીકલ વેઇન એ અંબેલીકલ કોર્ડ દ્વારા ટ્રાવેલ કરી ફિટસ મા જાય છે.
  • અંબેલીકલ વેઇન એ અંબેલીકલ વોલમાંથી પસાર થઇ અંબેલીકલ વેઇન ની બે બ્રાન્ચીસ બનાવે છે.
  • અંબેલીકલ વેઇન ની એક બ્રાન્ચ એ ફિટસ ના લિવર ની પોર્ટલ વેઇન સાથે જોઇન્ટ થઇ ફીટસ ના લીવર ને ન્યુટ્રીઅન્ટસ અને ઓક્સિજન પ્રોવાઇડ કરે છે.હિપેટીક વેઇન દ્વારા લિવર માંથી બ્લડ કલેક્ટ થય ઇન્ફીરીયર વેનાકાવા માં એન્ટર થાય છે.
  • અંબેલીકલ વેઇન ની 2nd બ્રાન્ચ તે મુખ્ય વેસેલ્સ કે જેને ડક્ટસ વિનોસસ કહે છે. તે ડાયરેક્ટલી ઇન્ફીરીયર વેનાકાવા સાથે જોડાય છે.
  • અંબેલીકલ વેઇન મા રહેલુ ઓક્સિજીનેટેડ બ્લડ એ ઇન્ફીરીયલ વેનાકાવા માં લોવર લેગ તથા ટ્રંક માથી આવેલા ડિઓક્સિજનેટેડ બ્લડ સાથે મિક્સ થાય છે.
  • પરંતુ ડક્ટસ વિનોસસ ના ઓક્સિજન કન્ટેન્ટ ને સીરીયસ અસર કરતું નથી.
  • બ્લડ હવે ઇન્ફીરીયર વેનાકાવા દ્વારા રાઇટ એટ્રીયમ મા એન્ટર થાય છે.
  • ત્યારબાદ રાઇટ એટ્રીયમ તથા લેફ્ટ એટ્રીયમ ની વચ્ચે રહેલા સન્ટ એટલે કે ફોરામીન ઓવેલી દ્વારા રાઇટ એટ્રીયમ માં રહેલુ બ્લડ એ લેફ્ટ એટ્રીયમ માં જાય છે.
  • ત્યારબાદ લેફ્ટ એટ્રીયમ માં રહેલું બ્લડ એ માઇટ્રલ વાલ્વ દ્વારા લેફ્ટ વેન્ટ્રિકલમાં જાય છે.
  • ત્યારબાદ બ્લડ એ લેફ્ટ વેન્ટ્રિકલ મા રહેલી એઓર્ટા દ્વારા હાર્ટ માંથી બહાર આવે છે.
  • એઓર્ટા ની કોરોનરી વેસલ્સ( કોરોનરી આર્ટરી , બ્રેકિયોસેફેલીક ટ્રંક( રાઇટ કોમન કેરોટીડ આર્ટરી, રાઇટ સબક્લેવિયન આર્ટરી, લેફ્ટ કોમન કેરોટીડ આર્ટરી, લેફ્ટ સબક્લેવિયન આર્ટરી ))એ હાર્ટ તથા હેડની બ્રાન્ચીસ ને બ્લડ સપ્લાય કરે છે.
  • હેડ અને નેક માંથી બ્લડ એ સુપિરિયર વેનાકાવા દ્વારા રાઇટ એટ્રીયમ માં આવે છે તથા ઇન્ફીરીયર વેનાકાવા ના બ્લડને ક્રોસ કરીને ટ્રાયકસ્પીડ વાલ્વ દ્વારા બ્લડ એ રાઇટ વેન્ટ્રિકલમાં જાય છે.
  • રાઇટ વેન્ટ્રિકલ માંથી પલ્મોનરી આર્ટરી દ્વારા મોટાભાગનું બ્લડ એ લન્ગ્સને(લંગ્સ એ ઇનએક્ટીવ હોવાથી) બાયપાસ કરીને ડક્ટસ આર્ટેરીયોસીસ (પલ્મોનરી આર્ટરી અને એઓર્ટા વચ્ચે નો સન્ટ)દ્વારા ડિસેન્ડિંગ એઓર્ટા માંથી પસાર થય એબડોમીનલ ઓર્ગન અને લોવર લેન્સને બ્લડ સપ્લાય કરે છે.
  • ત્યારબાદ ડિસેન્ડીગ એઓર્ટા માથી રાઇટ અને લેફ્ટ ઇન્ટર્નલ ઇલીયાક આર્ટરી ફોર્મ થાય છે.
  • રાઇટ અને લેફ્ટ ઇન્ટર્નલ ઇલીયાક આર્ટરી નુ ફરી બે હાઇપોગેસ્ટ્રીક આર્ટરી મા ડિવિઝન થાય છે.
  • હાઇપોગેસ્ટ્રીક આર્ટરી એ અંબેલીકલ કોર્ડ મા એન્ટર થાય છે તે બે અમ્બેલિકલ આર્ટરી બને છે .
  • આ બે અમ્બેલિકલ આર્ટરી એ ડિઑક્સીજીનેટેડ બ્લડ ને પ્લેસેન્ટામાં પાછું લાવે છે.
  • ફિટસ બ્લડ એ ફાસ્ટ સર્ક્યુલેટ થાય છે અને સતત રી ન્યુ થાય છે.
  • ફિટસ મા મીન કાર્ડિયાક આઉટપુટ એ 350 ml/ kg/ min હોય છે.

C) Explain structure & functions of placenta, પ્લેસેન્ટા ના સ્ટ્રકચર અને ફંકશન્સ વિશે સમજાવો. 05

1)પ્લેસેન્ટાનો એવરેજ વેઇટ એ:= 500 ગ્રામ

2) રેશિયો બીટવીન ફિટસ એન્ડ પ્લેસેન્ટા := 1/6 ( 3kg / 500 gm).

3) પ્લેસેન્ટાનો ડાયામીટર એ:= 15-20 cm.

4)પ્લેસેન્ટા નો સરફેસ એરિયા:= 243 sq cm (સ્કવેર સેન્ટીમીટર).

5) પ્લેસેન્ટાનું વોલ્યુમ એ:= 500 ml.

6) પ્લેસેન્ટા એ સેન્ટરમાં થીક હોય છે જ્યારે કિનારી પર થીન હોય છે.
સેન્ટર પાટૅ ઓફ પ્લેસેન્ટા:=
2.5 થી 3 cm.
પેરીફેરલ પાટૅ ઓફ પ્લેસેન્ટા :=
1 થી 1.5 cm

ફીટસ થી પ્લેસેન્ટા સુધી અંબેલીકલ કોડૅ કનેક્ટ થાય છે જેમાં એક અંબેલીકલ વેઇન અને
બે અંબેલિકલ આર્ટરી આવેલી હોય છે.

પાર્ટ ઓફ પ્લેસેન્ટા

પ્લેસેન્ટામાં બે સરફેસ આવેલી હોય છે.

1) ફીટલ સરફેસ( 80%),

2) મેટરનલ સરફેસ(20%)

1) ફીટલ સરફેસ ( 80%):

  • ફીટલ સરફેસ તે સ્મૂધ, સાઇની તથા ટ્રાન્સપરન્ટ હોય છે કે જે સ્મુધ અને ગ્લીસ્ટનીંગ (ચળકાટવાડુ) એમ્નીઓન દ્વારા કવર્ડ થયેલી હોય છે.
  • જેમાં અમ્બેલિકલ કોડૅ એ સેન્ટર પર કનેક્ટ થાય છે.
  • અંબેલીકલ વેસેલ્સ એ આ સરફેસ પર દેખાય છે.
  • ફિટલ સરફેસ એ બ્રાઇટ રેડ કલર ની હોય છે.

2) મેટરનલ સરફેસ (20%):

  • મેટરનલ સરફેસ એ “રફ અને સ્પંજી” હોય છે.
  • તે ડલ રેડ કલરની હોય છે.
  • મેટરનલ સરફેસ એ 15 થી 30 કોટીલોડોન્સમાં વહેંચાયેલ હોય છે જે સલ્કાઇ વડે અલગ પડે છે.
  • મેટરનલ સરફેસ પર સ્મોલ કેલ્સીફાઇડ ઇન્ફ્રાક્ટ દેખાય છે.

Structure of placenta (સ્ટ્રકચર ઓફ પ્લેસેન્ટા)

  • પ્લેસેન્ટા માં બે પ્લેટ્સ હોય છે. કોરીઓનીક પ્લેટ અંદરની તરફ હોય છે જે એમ્નીઓટીક મેમ્બરેન વડે કવર થયેલી હોય છે. અંબેલીકલ કોડૅ એ આ પ્લેટ પર અટેચ થાય છે. મેટરનલ સાઇડ પર બેઝલ પ્લેટ હોય છે.
  • આ કોરીયોનિક પ્લેટ(ફિટલ સાઇટ) અને બેઝલ પ્લેટ( મેટરનલ સાઇટ) વચ્ચે ઇન્ટરવિલસ સ્પેસ આવેલી હોય છે.
  • આ ઇન્ટરવિલસ સ્પેસ માં સ્ટેમ વિલાય તથા તેની બ્રાન્ચીસ આવેલી હોય છે અને તેના સ્પેસમાં મેટરનલ બ્લડ રહેલું હોય છે.

1) એમ્નીઓટીક મેમ્બરેન

  • એમ્નીઓટીક મેમ્બરેન એ ક્યુબીકલ એપીથિલિયમ તથા કનેક્ટીવ ટીશ્યુસ નું સિંગલ લેયર છે. તથા એમ્નીઓટીક મેમ્બરેન એ કોરીઓનીક પ્લેટ સાથે લુઝ્લી અટેચ હોય છે.
  • તેનું પ્લેસેન્ટા ફોર્મેશનમાં કોઇ પાર્ટ હોતો નથી.

2) કોરીયોનિક પ્લેટ

  • કોરીયોનિક પ્લેટ એ કનેક્ટિવ ટીશ્યુસ ની સીટ હોય છે. તેમાં અંબેલિકલ વેસેલ્સની બ્રાન્ચીસ આવેલી હોય છે. આ કોરીયોનિક પ્લેટ એ ફીટલસાઇટ પર એમ્નીઓટીક મેમ્બરેન દ્વારા કવર થયેલી હોય છે.
  • સ્ટેમ વિલાય એ કોરીઓનીક પ્લેટ માંથી ઉત્પન્ન થાય છે જે કોરિયોડેસીડ્યુલ સ્પેસની ઇનર બાઉન્ડ્રી બનાવે છે.

3) બેઝલ પ્લેટ.

  • બેઝલ પ્લેટ એ સાઇટોબ્લાસ્ટ, સિનસાયટોબ્લાસ્ટ, એન્ડ ડેસિડ્યુઆ બેઝાલિસ માથી ફોમૅ થાય છે.
  • તે કોમ્પેક્ટ અને સ્પંજી લેયર હોય છે.
  • બેઝલ પ્લેટ એ મેટરનલ સરફેસના નીયરર મા પ્રેઝન્ટ હોય છે.
  • બેઝલ પ્લેટ માંથી યુટેરાઇન આર્ટરી તથા વેઇન એ ઇન્ટરવિલસ સ્પેસમાં એન્ટર થાય છે.
  • બેઝલ પ્લેટ એ મેટરનલ સરફેસમાં બાઉન્ડ્રી ફોર્મ કરે છે.

4) ઇન્ટરવિલસ સ્પેસ

  • જેની અંદરની સાઇડમાં કોરીયોનિક પ્લેટ અને આઉટર સાઇડમાં બેઝલ પ્લેટ હોય છે. આજુબાજુ બે પ્લેટ નું જોડાણ છે.
  • ઇન્ટરનલી બધી સાઇડમાં સીનસાઇટોટ્રોફોબ્લાસ્ટ ની લાઇન તથા સ્લો ફ્લોવિંગ મેટરનલ બ્લડ થી ફીલ થયેલ હોય છે.
  • આ ઇન્ટરવિલસ સ્પેસમાં સ્ટેમ વિલાઇ તથા તેની બ્રાન્ચીસ પણ આવેલી હોય છે.

5) સ્ટેમ વિલાઇ

  • સ્ટેમ વિલાઇ એ કોરીયોનીક પ્લેટ માંથી ઉત્પન્ન થઇને બેઝલ પ્લેટ સુધી વધે છે.
  • પ્રોગ્રેસીવ ડેવલોપમેન્ટમાં પ્રાઇમરી,સેકન્ડરી તથા ટર્સિયરી વિલાઇ બને છે.
  • પ્લેસેન્ટાના ફંક્શનલ યુનિટ ને ફિટલ કોટીલોડોન અથવા પ્લેસેન્ટોમ છે. તે મેજર પ્રાઇમરિ સ્ટેમ વિલસ માંથી બને છે.
  • આ મેજર સ્ટેમવિલાઇ એ ઇન્ટરવિલસ સ્પેસ માંથી પસાર થઈ બેઝલ પ્લેટમાં Enter થાય છે.ફંક્શનલ સબયુનિટ ને લોબ્યુલ કહે છે.જે ટર્સિયરી વિલાઇ માથી બને છે.
  • હ્યુમન પ્લેસેન્ટામાં 60 જેટલી સ્ટેમવિલાય આવેલી હોય છે. આથી દરેક કોટીલોડોન ( ટોટલ :=15-20) ને ત્રણ થી ચાર મેજર સ્ટેમ વિલાય આવેલી હોય છે. કેટલીક વિલાઇ પ્લેસેન્ટાને એન્કરિંગ કરે છે અને કેટલીક ઇન્ટરવેલસ સ્પેસમાં ફ્રી રહે છે તેને ન્યુટ્રીટીવ વિલાય કહે છે વિલાયમાં આવેલી બ્લડ વેસેલ્સ એ એકબીજા સાથે જોડાતી નથી.

Circulation through the placenta (સર્ક્યુલેશન થ્રુ ધ પ્લેસેન્ટા)

પ્લેસેન્ટા માં બે પ્રકારે સરક્યુલેસન થાય છે.

1) Fetoplacental circulation (ફીટો પ્લેસેન્ટલ સર્ક્યુલેશન),
2) Uteroplacental circulation (યુટેરોપ્લેસેન્ટલ સર્ક્યુલેશન)

1) Fetoplacental circulation (ફીટો પ્લેસેન્ટલ સર્ક્યુલેશન),

  • ફિટોપ્લેસેન્ટલ સર્ક્યુલેશનમાં બે અંબેકલ આર્ટરી એ ઇમ્પ્યોર બલ્ડ એ ફિટસ માંથી લાવે છે અને તે કોરિયોનીક પ્લેટમાં એન્ટર થાય છે.જે દરેક 1/2 ઓફ પ્લેસેન્ટા મા સપ્લાય કરે છે.
  • આર્ટરીસ એ સ્મોલ બ્રાન્ચીસ માં બ્રેક થઇને કોરીઓનીક વિલાઇ ના સ્ટેમમાં એન્ટર થાય છે જે પ્રાઇમરી, સેકન્ડરી,અને ટર્સિયરી વેસેલ્સમાં ડિવાઇડ થાય છે. મેટરનલ અને ફીટલ બ્લડ એ અપોઝિટ ડાયરેક્શનમાં સાઇડ બાય સાઇડ રહે છે.
  • ફીટલ બ્લડ ફ્લો એ 400 ml/ minute હોય છે જે મેઇન્લી ફિટલ હાર્ટ રેટ ની પમ્પીંગ એક્સન પ્રમાણે હોય છે. અંબેલીકલ આર્ટરી નુ બ્લડ એ પ્લેસેન્ટાને કાર્બન ડાયોક્સાઇડ આપી અને ઓક્સિજન નુ એબ્સોર્બશન કરીને અંબેલીકલ વેઇન દ્વારા ફીટસ મા રિટર્ન થાય છે.

2) Uteroplacental circulation (યુટેરોપ્લેસેન્ટલ સર્ક્યુલેશન)( મેટર્નલ સર્ક્યુલેશન)

  • યુટેરોપ્લેસેન્ટલ સર્ક્યુલેશન મા યુટેરાઇન આર્ટરી તથા વેઇન એ બેઝલ પ્લેટ દ્વારા ઇન્ટરવિલસ સ્પેસ મા એન્ટર થાય છે અને તે બ્લડ તથા ન્યુટ્રીયંટ એ મધર માંથી ઇન્ટરવિલસ સ્પેસમાં ટ્રાન્સમિટ કરે છે.

Function Of Placenta (ફંક્શન ઓફ પ્લેસેંટા):

1) રેસ્પીરેટરી ફંક્શન

  • પ્લેસેન્ટા દ્વારા ફિટસ એ ઓક્સિજન મેળવે છે અને કાર્બન ડાયોક્સાઇડ ને એક્સક્રીઝ કરે છે.
  • મધરના બ્લડ માંથી ઓક્સિજન એ ફિટલ બ્લડમાં પાસ થાય છે તેવી જ રીતે ફિટસ માં રહેલું કાર્બન ડાયોક્સાઇડ એ પ્લેસેન્ટા મારફતે મેટરનલ બ્લડમાં ટ્રાન્સમિટ થાય છે.

2) ન્યુટ્રીટીવ ફંક્શન

  • બધા જ પ્રકારના ન્યુટ્રીયંટ્સ જેમકે અમાઇનોએસિડ, ગ્લુકોઝ, વિટામિન્સ ,મિનરલ્સ, લિપિડ, વોટર અને ઇલેક્ટ્રોલાઇટ એ મધરમાંથી ફિટર્સમાં ટ્રાન્સમિટ થાય છે.
  • મેટરનલ ડાયટમાં લેવાયેલું ફૂડ એ પ્લેસેન્ટલ સાઇડ સુધી પહોંચે છે ત્યાં સિમ્પલ ફોર્મ થઈ જાય છે ત્યારબાદ ફીટ્સને જરૂરી સબસ્ટન્સ એ પ્લેસેન્ટા સિલેક્ટ કરે છે અને તે ફિટસ સુધી ટ્રાન્સમિટ કરે છે.

3) સ્ટોરેજ ફંક્શન

  • પ્લેસેન્ટા એ ગ્લુકોઝ, આયર્ન તથા વિટામીન ને સ્ટોર કરે છે. અને ફીટસ ને જરૂર પડતી સમયે પ્લેસેન્ટા એ પ્રોવાઇડ કરે છે.

4) એકસ્ક્રીટરી ફંક્શન

  • ફીટસ માં રહેલું વેસ્ટ પ્રોડક્ટ એ પ્લેસેન્ટા માં ટ્રાન્સમિટ થાય છે.

5) પ્રોટેક્શન

  • પ્લેસેન્ટલ મેમ્બરેન માં લિમિટેડ બેરિયર ફંક્શન હોય છે. કેટલીક એન્ટીબોડીસ એ મધરમાંથી ફિટસ માં જાય છે તે બર્થ પછી બેબી ને ત્રણ મહિના સુધી ઇમ્યુનિટી પ્રોવાઇડ કરે છે.

6) ઇમ્યુનોલોજીકલ ફંક્શન

  • ફિટસ અને પ્લેસેન્ટાના એન્ટીજન એ મધર માટે ફોરેઇન તરીકે વર્તે છે. તેમ છતાં ગ્રાફ્ટ રિજેક્શન થતું નથી કારણ કે પ્લેસેન્ટા એ રિજેક્શન સામે ઇમ્યુનોલોજીકલ પ્રોટેક્શન પ્રોવાઇડ કરે છે.

7) હોર્મોનલ ફંક્શન

  • સ્ટીરોઇડ હોર્મોન્સ
    ઇસ્ટ્રોજન,
    પ્રોજેસ્ટેરોન.
  • પ્રોટીન હોર્મોન્સ
    HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન),
    HPL( હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન),
    રિલેક્સીન,
    PAPPA (પ્રેગ્નેન્સી અસોસીએટેડ પ્લાઝમા પ્રોટીન:= A).

•>HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન),

  • કોરિયોનીક વિલાઇ ના સાયટોટ્રોફોબ્લાસ્ટિક લેયર માથી HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન)એ પ્રોડ્યુસ થાય છે.
  • HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન)એ પ્રેગ્નેન્સિ ના 7 થી 10 વીક દરમિયાન વધારે હોય છે પછી પ્રેગ્નેન્સિ વધે તેમ ઓછુ થાય છે તે કોર્પસ લ્યુટીયમ ને મેઇન્ટેન કરે છે.
  • HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન)એ પ્રેગ્નેન્સિ ના ટેસ્ટ મા યુઝ થાય છે કારણ કે તે મધરના યુરિનમાં એક્સક્રીટ થાય છે.
  • HCG( હ્યુમન કોરિયોન ગોનાડ્રોફિન)એ ફર્ટીલાઇઝએસન બાદ બ્લડ મા 7 દિવસે અને યુરિન મા 9 દિવસે ડિટેક્ટ થાય છે.કે જે પોઝીટીવ પ્રેગ્નેન્સિ ટેસ્ટ ઇન્ડિકેટ કરે છે.

•> HPL( હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન)

  • HPL( હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન) એ પ્લેસેન્ટા માથી પ્રોડ્યુસ થાય છે તે પ્રેગ્નેન્સીના લેક્ટોજેનિક અને મેટાબોલિક પ્રોસેસમાં ઇનવોલ્વ થાય છે જ્યારે હ્યુમન કોરિયોનીક ગોનાડ્રોટ્રોફીન નું લેવલ ઓછું થાય ત્યારે હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન ( HPL) નુ લેવલ ઇન્ક્રીઝ થાય છે અને તે થ્રોઆઉટ પ્રેગનેન્સીમાં કંટીન્યુ રહે છે.
  • હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન( HPL) એ એન્ટી ઇન્સ્યુલિન તરીકે વર્ક કરે છે જે બ્લડમાં ગ્લુકોઝ લેવલને ઇન્ક્રીઝ કરીને ગ્લુકોઝ ને ફીટસ સુધી સપ્લાય કરવામા હેલ્પ કરે છે.

•>રિલેક્સિન

  • રિલેક્સિન એ ડેસિડ્યુઆસ સેલ્સ દ્વારા ઉત્પન્ન થાય છે. અને તે સર્વિક્સ ને સોફ્ટ કરે છે તથા પેલ્વિક લીગામેન્ટ ને અને સિમ્ફાઇસીસ પ્યુબિસને રિલેક્સ કરવામાં હેલ્પ કરે છે.

•>PAPPA (પ્રેગ્નેન્સી અસોસીએટેડ પ્લાઝમા પ્રોટીન:= A)

  • પ્રેગ્નેન્સી અસોસીએટેડ પ્લાઝમા પ્રોટીન:= A એ ઇમ્યુનોસપ્રેસન્ટ તરીકે વર્ક કરે છે અને પ્રેગ્નેન્સીને મેન્ટેઇન રાખવા માટેનું વર્ક કરે છે.

•> ઇસ્ટ્રોજન

  • ઇસ્ટ્રોજન એ થ્રોઆઉટ પ્રેગ્નેન્સિ મા પ્લેસેન્ટા દ્વારા પ્રોડ્યુસ થાય છે. તે ફીટોપ્લેસેન્ટા ના વેલ્બિંગ માટે જરૂરી હોય છે.
  • લેબર દરમિયાન ઇસ્ટ્રોજન એ ઇન્ક્રીઝ થાય છે જે ઓક્સિટોસિન ને રિલીઝ કરવામાં હેલ્પ કરે છે જેના કારણે યુટેરાઇન કોન્ટ્રાકશન ઇન્ક્રીઝ થાય છે.

•> પ્રોજેસ્ટેરોન

  • પ્રોજેસ્ટેરોન એ પ્લેસેન્ટાના સીનસાઇટીઅલ લેયર માંથી ઉત્પન્ન થાય છે જે ટોકોલાઇટીક એજન્ટ તરીકે વર્ક કરે છે અને યુટરાઇન કોન્ટ્રાકશનને પ્રિવેન્ટ કરે છે સાથે સાથે ઇમ્યુનોસપ્રેશન્ટ તરીકે વર્ક કરી પ્રેગનેન્સીને કંટીન્યુ રાખવામાં મદદ કરે છે.

Q-2

a) Define ante partum hemorrhage & write down nursing management of APH. એન્ટિ પાર્ટમ હેમરેજની વ્યાખ્યા લખો અને એન્ટિ પાર્ટમ હેમરેજનું નર્સિંગ મેનેજમેન્ટ લખો. 08

એન્ટીપાર્ટમ હેમરેજ (Antepartum Hemorrhage – APH)

વ્યાખ્યા (Definition)

  • એન્ટીપાર્ટમ હેમરેજ (Antepartum Hemorrhage – APH) એટલે પ્રેગ્નન્સી (Pregnancy) ના 24 અઠવાડિયા (Weeks) અથવા વાયએબિલિટી (Viability) પછી અને બેબી (Baby)ની ડિલિવરી (Delivery) પહેલાં જનિટલ ટ્રેક્ટ (Genital Tract)માંથી થતો કોઈપણ પ્રકારનો બ્લીડિંગ (Bleeding). આ ઓબ્સ્ટેટ્રિક ઇમર્જન્સી (Obstetric Emergency) છે, જેમાં મધર (Mother) અને ફીટસ (Fetus) બંનેના જીવનને જોખમ થઈ શકે છે.

એન્ટીપાર્ટમ હેમરેજનું નર્સિંગ મેનેજમેન્ટ (Nursing Management of APH)

1. ઇમિડિયેટ એસેસમેન્ટ (Immediate Assessment)

  • મધરની જનરલ કન્ડિશન (General Condition)નું ઝડપી એસેસમેન્ટ કરવું.
  • બ્લડ પ્રેશર (Blood Pressure), પલ્સ (Pulse), રેસ્પિરેશન (Respiration), ટેમ્પરેચર (Temperature) અને ઓક્સિજન સેચ્યુરેશન (SpO₂)નું મોનિટરિંગ કરવું.
  • બ્લીડિંગ (Bleeding)નું પ્રમાણ, રંગ અને ક્લોટ્સ (Clots)નું અવલોકન કરવું.
  • શોક (Shock)ના લક્ષણો માટે સતત નિરીક્ષણ કરવું.

2. બેડ રેસ્ટ (Bed Rest)

  • મધરને સંપૂર્ણ બેડ રેસ્ટ (Complete Bed Rest) આપવો.
  • લેફ્ટ લેટરલ પોઝિશન (Left Lateral Position)માં સુવડાવવું જેથી યુટેરોપ્લેસેન્ટલ બ્લડ ફ્લો (Uteroplacental Blood Flow) જળવાઈ રહે.

3. ઇન્ટ્રાવેનસ મેનેજમેન્ટ (Intravenous Management)

  • મોટા બોરની આઈવી કેન્યુલા (Large Bore IV Cannula – 16G/18G) નાખવી.
  • આઈવી ફ્લુઇડ્સ (IV Fluids) શરૂ કરીને સર્ક્યુલેશન (Circulation) જાળવવું.
  • ડૉક્ટરના ઓર્ડર મુજબ બ્લડ (Blood) અથવા બ્લડ પ્રોડક્ટ્સ (Blood Products) ટ્રાન્સફ્યુઝન (Transfusion) માટે તૈયારી રાખવી.

4. ઇન્વેસ્ટિગેશન્સ (Investigations)

  • બ્લડ ગ્રુપ (Blood Group) અને આરએચ ટાઇપિંગ (Rh Typing) કરાવવું.
  • ક્રોસ મેચિંગ (Cross Matching) કરાવવું.
  • હિમોગ્લોબિન (Hemoglobin), કોમ્પ્લીટ બ્લડ કાઉન્ટ (CBC) અને કોગ્યુલેશન પ્રોફાઇલ (Coagulation Profile) તપાસ કરાવવી.
  • ડૉક્ટરના સૂચન મુજબ અલ્ટ્રાસાઉન્ડ (Ultrasound) માટે દર્દીને તૈયાર કરવી.

5. ફીટલ મોનિટરિંગ (Fetal Monitoring)

  • ફીટલ હાર્ટ રેટ (Fetal Heart Rate)નું નિયમિત મોનિટરિંગ કરવું.
  • ફીટલ ડિસ્ટ્રેસ (Fetal Distress)ના લક્ષણો માટે સતત અવલોકન કરવું.

6. બ્લીડિંગનું મોનિટરિંગ (Monitoring of Bleeding)

  • પેડ (Pad)ની સંખ્યા અને બ્લીડિંગનું પ્રમાણ નોંધવું.
  • બ્લીડિંગ અચાનક વધે તો તરત ડૉક્ટરને જાણ કરવી.

7. ઓક્સિજન થેરાપી (Oxygen Therapy)

  • જરૂર મુજબ ઓક્સિજન (Oxygen) 6–8 L/min ફેસ માસ્ક (Face Mask) દ્વારા આપવો.

8. યુરિન આઉટપુટનું મોનિટરિંગ (Monitoring of Urine Output)

  • ફોલી કેથેટર (Foley Catheter) નાખીને યુરિન આઉટપુટ (Urine Output)નું કલાકવાર મોનિટરિંગ કરવું.
  • 30 mL/hour કરતાં ઓછો યુરિન આઉટપુટ હોય તો તરત ડૉક્ટરને જાણ કરવી.

9. દવાઓનું સંચાલન (Medication Management)

  • ડૉક્ટરના ઓર્ડર મુજબ જરૂરી દવાઓ આપવી.
  • આરએચ નેગેટિવ (Rh Negative) મધરમાં જરૂર મુજબ એન્ટી-ડી ઇમ્યુનોગ્લોબ્યુલિન (Anti-D Immunoglobulin) આપવાની તૈયારી રાખવી.

10. વજાઇનલ એક્ઝામિનેશનથી બચવું (Avoid Vaginal Examination)

  • પ્લેસેન્ટા પ્રિવિયા (Placenta Previa)ની શંકા હોય તો ડૉક્ટરના ઓર્ડર વગર વજાઇનલ એક્ઝામિનેશન (Vaginal Examination) કરવું નહીં, કારણ કે તે ભારે બ્લીડિંગ વધારી શકે છે.

11. ઇમોશનલ સપોર્ટ (Emotional Support)

  • મધર અને ફેમિલીને શાંત રાખવા અને વિશ્વાસ આપવો.
  • દરેક પ્રક્રિયા વિશે સરળ ભાષામાં સમજાવવું.
  • માનસિક સપોર્ટ (Psychological Support) અને કાઉન્સેલિંગ (Counselling) આપવું.

12. ડિલિવરી માટે તૈયારી (Preparation for Delivery)

  • જો ઇમર્જન્સી ડિલિવરી (Emergency Delivery) અથવા સીઝેરિયન સેક્શન (Cesarean Section) જરૂરી હોય તો દર્દીને ઓપરેશન થિયેટર (Operation Theatre) માટે તૈયાર કરવી.
  • ન્યુબોર્ન રિસસિટેશન (Newborn Resuscitation) માટે જરૂરી સાધનો તૈયાર રાખવા.

નર્સિંગ મેનેજમેન્ટના મુખ્ય ઉદ્દેશો (Objectives)

  1. મધરની હેમોડાયનેમિક સ્ટેબિલિટી (Hemodynamic Stability) જાળવવી.
  2. વધુ બ્લીડિંગ અને શોક (Shock) અટકાવવો.
  3. ફીટસ (Fetus)ની સ્થિતિનું સતત મોનિટરિંગ કરવું.
  4. સમયસર ડૉક્ટરને જાણ કરીને યોગ્ય ટ્રીટમેન્ટ (Treatment) શરૂ કરાવવી.
  5. મધર અને બેબી બંનેના જીવનનું રક્ષણ કરવું.

b) Write difference between ergot derivatives and oxytocin. અર્ગોટ ડિરાઈવેટીવ્સ અને ઓકિસટોસિન વચ્ચેનો તફાવત લખો. 04

  • Ergot alkaloids (અર્ગોટ આલ્ક્લોઈડ):- તે Claviseps purpura નામની ફૂગ માથી બનાવવામાં આવે છે.
  • Oxytocin :- તે નેચરલી એક હોર્મોન છે જે પિટ્યુટરી ગ્લેન્ડમાંથી સિક્રેટ થાય છે .અને તેને આર્ટિફિશિયલ રીતે પણ બનાવવામાં આવે છે.

મિકેનિઝમ ઓફ એક્શન

  • Ergot alkaloids :- તે એડ્રીનર્જિક, Serotonergic (સેરેટોનર્જીક) અને Dopamine (ડોપામાઈન) રિસેપ્ટર ઉપર વર્ક કરે છે અને મસલ્સને કોન્ટ્રાક્ટ કરે છે ,જેથી યુટેરાઇન મસલ્સ કોન્ટ્રાક્ટ થાય છે.
  • Oxytocin :- તે સ્મુથ મસલ્સમાં આવેલ ઓકસીટોસીન રિસેપ્ટર પર વર્ક કરે છે જેના લીધે સ્ટ્રેંથનીંગ કોન્ટ્રાકશન આવે છે.

Use-યુઝ

  • Ergot alkaloids :- પોસ્ટ પાર્ટમ હેમરેજને પ્રિવેન્ટ કરવા અને તેની ટ્રીટમેન્ટ તરીકે યુઝ કરવામાં આવે છે. યુટેરાઇન એટોની ની ટ્રીટમેન્ટ તરીકે ઉપયોગ થાય છે.
  • Oxytocin :- લેબર ને ઇન્ડક્શન કરવા માટેનો યુઝ થાય છે .અને પીપીએચ (PPH) ને પ્રિવેન્ટ કરવા માટે ઉપયોગ થાય છે. તથા બ્રેસ્ટ ફીડિંગ ને ઇમ્પ્રુવ કરવા માટે આપવામાં આવે છે.

Duration of Action (ડ્યુરેશન ઓફ એક્શન)

  • Ergot alkaloids :- તે લોંગ સમય સુધી ઈફેક્ટ આપે છે .
  • Oxytocin :- તે શોર્ટ સમય સુધી ઈફેક્ટ આપે છે.

Route of Administration (રૂટ ઓફ એડમિનિસ્ટ્રેશન)

  • Ergot alkaloids :- સામાન્ય રીતે તેને ઇન્ટ્રા મસ્ક્યુલર (IM) અને ઓરલી આપવામાં આવે છે.
  • Oxytocin :- તેને ઇન્ટ્રા વિનસ (IV) અને ઇન્ટ્રા મસ્ક્યુલર (IM) આપવામાં આવે છે.

Contraindication-કોન્ટ્રાઇન્ડિકેશન

  • Ergot alkaloids :- હાયપર ટેન્શન,કોરોનરી આરટરી ડીઝીઝ, પેરીફરલ વાસ્ક્યુલર ડીજીસ.
  • Oxytocin :- હાઇપર ટોનિક યુટરસ,મિકેનિકલ obstruction.

Side Effect – (સાઈડ ઈફેક્ટ)

  • Ergot alkaloids :- નોઝિયા ,વોમીટીંગ,હાઇપર ટેન્શન,હેડએક ,dizziness
  • Oxytocin :- યુટેરાઇન હાઈપરસ્ટીમ્યુલેશન, હાઇપોનેટ્રેમિયા.

Monitoring-મોનીટરિંગ

  • Ergot alkaloids :- તેની સાઇડ ઇફેક્ટ તરીકે હાઇપર ટેન્શન જોવા મળે છે જેથી બ્લડપ્રેશરને પિરીયોડીકલી મોનિટર કરવું જરૂરી છે.
  • Oxytocin :- તેમાં fetus નું મોનિટરિંગ કરવું જરૂરી છે કારણકે ઓકસીટોસિન ના લીધે uterus હાયપરસ્ટીમ્યુલેટ થાય છે.

OR

a) Define labour & describe physiological changes during pregnancy. લેબરની વ્યાખ્યા લખો અને પ્રેગનન્સી દરમિયાન થતા ફિઝીયોલોજીકલ ચેન્જીસનું વર્ણન કરો. 08

લેબરની વ્યાખ્યા ( Definition of labour ) :

  • યુટ્રસ (વોમ્બ)માંથી વજાઇ ના દ્વારા આઉટર વર્લ્ડ માં કન્સેપ્સન ની વાયેબલ પ્રોડક્ટ ને બહાર લાવવા માટે જીનાઇટલ ઓર્ગન્સ માં જે ઇવેન્ટ ની સિરીઝ રચાય છે તેને “લેબર” કહેવામાં આવે છે.
  • જે વુમન લેબરમાં હોય તેને “પારટ્યુરિઅન્ટ” કહેવામા આવે છે.
    તથા
    બર્થ આપવાની પ્રોસેસ ને “પાર્ટ્યુરીઝન” કહેવામાં આવે છે.
  • નોર્મલ લેબર ને યુટોશીયા (eutocia) પણ કહેવામાં આવે છે.

નોર્મલ લેબર એ ત્યારે કહેવામાં આવે છે જ્યારે નીચે પ્રમાણેના ક્રાઇટેરિયા એ ફૂલફીલ થઇ શકે.

1) લેબર ની શરૂઆત એ સ્પોન્ટેનિયસલી તથા એટ ટમૅ (37 થી 42 વીક) પર હોવી જોઇએ.

2)ફિટસ નુ વર્ટેક્સ પ્રેઝન્ટેશન ( ફિટસ ના હેડ નો ઓક્સિપુટ નો પાટૅ એ યુટેરાઇન કેવીટી ના લોવર પાટૅ મા હોવુ તથા ફિટસ ની ચીન એ તેના ચેસ્ટ સાથે ટક્ડ થયેલી હોવી) હોવું જોઇએ.

3)લેબર નો સમયગાળો એ વધારે ન હોવો જોઇએ(એટલે કે જો પ્રાઇમરી ગ્રેવીડા મધર હોય તો લેબર નો એવરેજ ડ્યુરેશન 12 અવર્સ નો તથા જો મલ્ટીપારા મધર હોય તો લેબરનો એવરેજ ડ્યુરેસન એ 6 અવર્સ નો હોવો જોઇએ)

4) ઓછામાં ઓછી મદદ થી નેચરલી બર્થ થવું જોઇએ.

5) મધર અને બેબી ની હેલ્થને અસર કરે તેવા કોઇપણ પ્રકારના કોમ્પ્લિકેશન ના હોવી જોઇએ.

પ્રેગ્નેન્સી દરમ્યાન થતા ફીઝીયોલોજીકલ ફેરફારો

  • પ્રેગનેન્સી તે કન્સેપશન ના ટાઇમ થી ડીલેવરી ના ટાઇમ સુધીની એક કન્ડિશન છે.અમુક પ્રકારના સ્પેસિફિક હોર્મોન્સ ના કારણે મધરની બોડીમાં પ્રેગનેન્સી સમય દરમિયાન ફિઝિયોલોજીકલ ચેન્જીસ જોવા મળે છે. આ ચેન્જીસ એ ફિટસ ના ઉછેર કરવા માટે, મધરની બોડી ને લેબર માટે તૈયાર કરવા, તથા પરપેરીયમ પિરિયડ દરમિયાન બેસ્ટ મિલ્ક ના પ્રોડક્શન માટે થાય છે.

1) ચેન્જીસ ઇન રીપ્રોડક્ટિવ સિસ્ટમ

A)વલ્વા:=

  • વલ્વા એ વધારે ઇડીમાટોસ અને વાકયુલર બને છે.
  • મલ્ટીપારામાં સુપર ફિશિયલ વેરીકોસાઇટીસ(વેરીકોસ વેઇન := વેઇન એ એન્લાર્જ તથા સ્વોલેન થવી, તે સામાન્ય રિતે લેગ મા જોવા મળે અને પ્રેગ્નેન્સિ પીરીયડ દરમિયાન પેલ્વિક એરિયા મા પણ જોવા મળે છે તથા લેબિયામાઇનોરા એ પીગ્મેન્ટેડ બને છે તથા તેની હાઇપરટ્રોફી(ઓર્ગન ની સાઇઝ વધવી) થાય છે.

B)વજાઇના:=

  • વજાઇના ની વોલ એ હાઇપરટ્રોફોઇડ,
  • ઇડીમાટોસ અને વધારે વાસ્ક્યુલર બને છે.
  • વજાયનલ વોલમાં વિનસ બ્લડ સપ્લાય વધવાથી વજાઇનલ મ્યુકોઝા નુ બ્લુઇસ કલરેસન મળે છે તેને “જેક્મીયર સાઇન” કહેવામાં આવે છે.
  • એન્ટિરિયર વોલ ની લંબાઇ ઇન્ક્રીઝ થાય છે.
    વજાઇનલ સિક્રીશન એ વધારે એસિડીક,પાતળું અને કર્ડી વાઇટ હોય છે.
  • વજાઇના ના સિક્રીસન ની એસિડિક પીએચ ના કારણે પેથોજેનીક માઇક્રોઓર્ગેનીઝમ નુ મલ્ટીપ્લિકેશન અટકે છે.

(C) યુટ્રસ:= પ્રેગ્નન્સી સમયમાં યુટ્રસ નો વધારે પ્રમાણમાં ગ્રોથ થાય છે. પ્રેગ્નન્સી સમય દરમિયાન યુટ્રસ નો વેઇટ તથા તેની લેન્થ એ પણ ઇન્ક્રીઝ થાય છે.

વેઇટ ઓફ યુટ્રસ: નોન પ્રેગનેન્ટ સ્ટેટમાં યુટ્રસ નો વજન આશરે 60 gm નો હોય છે જે પ્રેગ્નેન્સી સમય દરમિયાન(એટ ટમૅ) તેનો વેઇટ એ 900 – 1000 ગ્રામ જેટલો ઇન્ક્રીઝ થાય છે.

લેંથ( લંબાઇ), વીથ( પહોડાઇ) એન્ડ થીકનેસ( જાડાઇ) ઓફ યુટ્રસ:

નોન પ્રેગનેન્ટ સ્ટેટમાં યુટ્રસ ની ,

  • લંબાઇ := 7.5 cm ,
  • પહોડાઇ:=5 cm તથા જાડાઇ :=2.5 cm જેટલી હોય છે.
  • જ્યારે પ્રેગ્નેન્સી સમય દરમિયાન(એટ ટમૅ) યુટ્રસ ની
  • લંબાઇ := 30-35 cm ,
  • પહોડાઇ := 22.5 cm તથા
  • જાડાઇ :=20 cm જેટલી થાય છે.

વોલ્યુમ ઓફ યુટેરાઇન કેવીટી: નોન પ્રેગનેન્ટ સ્ટેટમાં યુટ્રસ નુ વોલ્યુમ એ 10 ml હોય છે જે પ્રેગ્નેન્સી સમય દરમિયાન(એટ ટમૅ) તેનો વોલ્યુમ એ 5 લિટર જેટલુ ઇન્ક્રીઝ થાય છે.

બોડી ઓફ યુટ્રસ: યુટ્રસ ની બોડી નું ગ્રોથ અને એન્લાર્જમેન્ટ થાય છે.

મસલ્સ

  • 1) આઉટર:= લોન્જિટ્યુડીનલ લેયર
  • 2) મિડલ:= વાસ્ક્યુલર લેયર
  • 3) ઇનર:= સર્ક્યુલર લેયર

મસલ્સમાં હાઇપરટ્રોફી(સાઇઝ ઇન્ક્રીઝ થવી) તથા હાઇપરપ્લેશીયા(સંખ્યા વધવી) જોવા મળે છે.

પ્રેગનેન્સી ના 20 વિક પછી યુટ્રાઇન મસલ્સ ફાઇબર ની લંબાઈ વધે છે તથા યુટેરાઇન વોલ એ પાતળી થાય છે તેના લીધે એ નોન ગ્રેવિડ કન્ડિશન કરતા ગ્રેવીડ કન્ડિશન માં યુટ્રસ એ સોફ્ટ અને ઇલાસ્ટિક બને છે.

વાસ્ક્યુલર સિસ્ટમ:

  • બ્લડ સપ્લાય એ 20 વીક થી વધવા લાગે છે ઇસ્ટ્રાડાયોલ અને પ્રોજેસ્ટેરોનના લીધે વાઝોડાયલેટેશન થાય છે.
  • યુટેરાઇન આર્ટરી નો ડાયામીટર ડબલ થાય છે તથા બ્લડ ફ્લો એ કે ઇન્ક્રીઝ થાય છે અને વેઇન્સ એ ડાયલેટ થાય છે.
  • પ્રેગનેન્સી સમય દરમિયાન યુટર્સના એન્ડોમેટ્રીયમને ડેસીડ્યુઆ કહેવામાં આવે છે.

બ્રેક્સટન હિક્સ કોન્ટ્રેક્સનઃ

  • પ્રેગનેન્સી ની શરૂઆતમાં યુટર્સ તેની જાતે જ કોન્ટ્રાકશનમાં જાય છે તે એ ઇરરેગ્યુલર, ઇનફ્રિકવન્ટ, સ્પાઝમોડીક તથા પેઇનલેસ હોય છે તેના કારણે સર્વિક્સ ના ડાયલેટેસન ઉપર કોઇ અસર થતી નથી તે ટર્મ( 37-42 વીક) ની નજીક તે વધીને છેલ્લે લેબરના પેઇનફૂલ કોન્ટ્રાકશન સાથે ભળી જાય છે.

D) ઇસ્થમસ:=

  • પ્રેગનેન્સી સમય દરમિયાન યુટર્સ નો લોવર સેગ્મેન્ટ એ ઇસ્થમસ ફોર્મ કરે છે.
  • નોનપ્રેગ્નેન્ટ સ્ટેટમાં ઇસ્થમસ ની લેન્થ એ 0.5 cm ની હોય છે જે પ્રેગનેન્સી સમય દરમિયાન તેની લંબાઇ વધીને એટ ટમૅ ઇન્ક્રીઝ થયને 7.5 cm-10 cm જેટલી ઇન્ક્રીઝ થાય છે.
  • ઇસ્થમસ ના મસલ્સ ફાઇબર એ લોવર સેગમેન્ટ માં સર્ક્યુલરલી અરેન્જ થય અને સ્પીન્કટર લાઇક સ્ટ્રક્ચર ફોમૅ કરે છે જેના કારણે અર્લી પ્રેગ્નન્સી દરમ્યાન ફિટસ ને યુટ્રસ માં સ્ટે કરવા માટે હેલ્પ કરે છે.જો આ સ્પીન્કટર એ ઇનકંમ્પીટન્ટ હોય તો એબોર્શન પણ થય શકે છે.

E)સર્વિક્સ:=

  • પ્રેગનેન્સી સમય દરમિયાન સર્વિક્સ એ વાસ્ક્યુલર,એડીમાટોસ તથા હાઇપરટ્રોફોઇડ અને હાઇપરપ્લેશીયા થાય છે.
  • સર્વિક્સ કે સોફ્ટ બને છે જેને “ગુડેલ સાઇન” કહેવામાં આવે છે.
  • સર્વિક્સ ની લેન્થ એ ડબલ થાય છે તથા તેનું વોલ્યુમ પણ ઇન્ક્રીઝ થાય છે.

F) ફેલોપિયન ટ્યુબ્સ:=

  • થોડા પ્રમાણમાં ફેલોપિયન ટ્યુબ ની લેન્થ એ ઇન્ક્રીઝ થાય છે. ટ્યુબ એ કંજેસ્ટેડ બને છે. મસલ્સ હાઇપરટ્રોફી થાય છે અને એપીથિલિયમ ફ્લેટ બને છે.

G)ઓવરી:=

  • પ્રેગનેન્સી સમય દરમિયાન ઓવ્યુલેસન એ સ્ટોપ રહે છે. ઓવરી એ હાઇપરટ્રોફી તથા વાસ્ક્યુલર થાય છે.
  • જે યુઝવલ મેન્સટ્રુઅલ સાયકલ હતી તે કોર્પસ લ્યુટીયમ સતત રહે છે અને 8 વીક સુધી બે 2.5 cm એન્લાર્જ થાય છે અને તે ફર્ટિલાઇઝ્ડ ઓવન (ટ્રોફોબ્લાસ્ટ) ના ચેન્જીસ ના કારણે થાય છે અને હોર્મોન પ્રોડ્યુસ કરવામાં હેલ્પ કરે છે 12th વીક એકોલોઇડ ડીજનરેશન થાય છે અને એટ ટમૅ કેલ્સીફાઇડ બને છે કોર્પસ લ્યુટીયમ દ્વારા ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સ ઉત્પન્ન થાય છે અને પ્લેસેન્ટા ની એક્શન સ્ટાર્ટ થાય ત્યાં સુધી ઓવમ ને મેઇન્ટેન કરવા માટે એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરે છે.

H) બ્રેસ્ટ:=

  • ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ની અસર ના કારણે આખી પ્રેગનેન્સી દરમિયાન બ્રેસ્ટની વાસ્કયુલારીટી વધવાની સાથે બ્રેસ્ટની સાઇઝ, નોડ્યુલારીટી અને સેન્સિટીવીટી વધે છે.
  • નિપલ એ એન્લાર્જ, ડાર્ક અને ઇરેક્ટાઇલ બને છે.
  • 5 થી 15 સીબેએસિયસ ગ્લેન્ડ કે જે નોન પ્રેગ્નેન્ટ સ્ટેટમાં ઇનવિઝિબલ હોય તેની હાઇપરટ્રોફી જોવા મળે છે જેને ” મોન્ટગોમેરી ટ્યુબરકલ્સ” કહેવામાં આવે છે. તે નિપલ ની આસપાસ આવેલા હોય છે તેનું સિક્રીશન એ નિપલ અને એરીયોલા ને મોઇસ્ટ તથા હેલ્થી રાખી છે.
  • એરીઓલા એ ડાર્ક તથા પિગ્મેન્ટેડ બને છે તેને પ્રાયમરી એરીયોલા કહેવામાં આવે છે.
  • સેકન્ડ ટ્રાયમેસ્ટરમાં પ્રાઇમરી એરીયોલાની આસપાસ બીજો પીગ્મેન્ટેડ ઝોન રચાય છે જેને સેકન્ડરી એરીયોલા કહે છે.
  • પહેલા ત્રણ મહિનામાં બ્રેસ્ટ માં ડક્ટલ સિસ્ટમનો ગ્રોથ વધે છે પ્રેગનેન્સી નું પ્રોગ્રેસ થાય છે તેમ તેની એલ્વીયોલર સેલ સિક્રેટરી બને છે.
  • બ્રેસ્ટ નો ટોટલ વેઇટ એ 0.4 kg જેટલો થાય છે.
  • એલ્વીઓલર એ પ્રોલીફરેશન અને ફેટ ડિપોઝીશન ના કારણે બેસ્ટ એન્લાર્જમેન્ટ થાય છે તથા બેસ્ટ માંથી ક્લીયર સ્ટિક્કી ફ્લુઇડ એ આશરે 12 વીક એ સ્કવીઝ કરી શકાય છે.
  • 16 વીક એ આ ક્લીયર સ્ટિક્કી ફ્લુઇડ એ થીક તથા યેલો બને છે જેને કોલેસ્ટ્રમ કહેવામાં આવે છે તે પ્રેગ્નન્સી નું અગત્યનું સાઇન છે.

ચેન્જીસ ઇન અધર સિસ્ટમ ઓફ ધ બોડી.

1) સ્કિન ચેન્જીસ:=

A) ફેસ: ચીક, ફોરહેડ અને આઇસ ની આસપાસ પિગ્મેન્ટેસન જોવા મળે છે જેને “ક્લોઝમાં ગ્રેવિડેરમ” અથવા “પ્રેગ્નેન્સી માસ્ક” કહેવામાં આવે છે જે ડીલેવરી પછી તેની જાતે જ અદ્રશ્ય થઈ જાય છે.

B) બ્રેસ્ટ: બ્રેસ્ટમાં વિઝીબલ પિગ્મેન્ટેસન ચેન્જીસ થાય છે.

C) એબડોમન:

લાઇના નાઇગ્રા મેલેનોસાઇટ સ્ટીમ્યુલેટીંગ હોર્મોન ના કારણે ઝીફિસ્ટરનમ થી સિમ્ફાયસીસ પ્યુબીસ સુધી મીડલાઇન માં બ્રાઉનીસ બ્લેક કલરની લાઇન વિઝીબલ થાય છે તેને લાઇના નાઇગ્રા કહે છે.

સ્ટ્રાયા ગ્રેવીડેરમ

  • એબડોમિનલ વોલમાં અંબેલીકસ થી નીચે અને ક્યારેક થાય અને બ્રેસ્ટ પર ડિપ્રેસ્ડ લિનીયર માસ્ક જોવા મળે છે જે શરૂઆતમાં પિંક પરંતુ ડિલિવરી પછી ગ્લીસ્ટનીંગ વાઇટ બને છે જેને સ્ટ્રાયા આલ્બીકેન્સ અથવા સ્ટ્રાયા ગ્રેવીડેરમ કહે છે.
  • હાઇ ઇસ્ટ્રોજન લેવલ થી વાકયુલર સ્પાઇન્ડર અને પાલ્રમર એરીધેમા જોવા મળે છે.
  • માઇલ્ડ ડીગ્રીમાં હરસુટીઝમ(એક્સેસ હેઇર)જોવા મળે છે અને પરપેરિયમા પિરિયડમાં એક્સેસ અમાઉન્ટમાં હેર એ લોસ્ટ થાય છે.

2) વેઇટ ગેઇન પ્રેગનેન્સી ના શરૂઆતના વીક દરમિયાન નોઝિયા તથા વોમિટિંગના કારણે વેઇટ એ લોસ થાય છે. પછીના મન્થ થી વેઇટ ગેઇન એ પ્રોગ્રેસિવ રહે છે.
હેલ્થી વુમન માં પ્રેગનેન્સી સમય દરમિયાન એવરેજ 11 kg( 24 lbs) જેટલો વેઇટ ઈન્ક્રીઝ થાય છે.

1st ટ્રાઇમેસ્ટર દરમ્યાન: 1kg,
2nd ટ્રાઇમેસ્ટર
દરમ્યાન: 5kg,
3rd ટ્રાઇમેસ્ટર દરમ્યાન: 5kg,

જેટલો વેઇટ ઇન્ક્રીઝ થાય છે.

A) રીપ્રોડક્ટિવ વેઇટ ગેઇન

  • 1) વેઇટ ઓફ ફિટસ: 3.3kg,
  • 2)વેઇટ ઓફ પ્લેસેન્ટા: 0.6kg,
  • 3)વેઇટ ઓફ લાઇકર: 0.8kg,
  • 4) વેઇટ ઓફ યુટ્રસ: 0.9kg,
  • 5) વેઇટ ઓફ બ્રેસ્ટ: 0.4kg.

B) નેટ મેટરનલ વેઇટ ગેઇન

  • 1) ઇન્ક્રીઝ બ્લડ વોલ્યુમ:=1.3kg,
  • 2) ઇન્ક્રીઝ એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ:=1.2kg,
  • 3) ફેટ અને પ્રોટીન:=3.5kg.

3) કાર્ડીઓ વાસ્ક્યુલર સિસ્ટમ

  • A) હાર્ટ ને પ્રેગનેન્સી સમય દરમિયાન વધારે પ્રમાણમાં વર્ક કરવું પડે છે.
    કાર્ડિયાક વોલ્યુમ એ 10% જેટલું વધે છે પરંતુ ECG મા કોઇ ચેન્જ થતો નથી.
    હાટૅરેટ અને સ્ટ્રોક વોલ્યુમ વધવાના કારણે કાર્ડિયાક આઉટપુટ પણ ઇન્ક્રીઝ થાય છે.
    પલ્સ રેટ પણ ઇન્ક્રીઝ થાય છે.
    કોન્સન્ટ્રેશન રેટ 40 થી 45 mm જેટલું વધવાના કારણે પ્લેટલેટ્સ કાઉન્ટ એ સ્લાઇટલી ઓછા થાય છે.
  • B) બ્લડ પ્રેશર અને બ્લડ વોલ્યુમ: બ્લડ પ્રેશર એ નોર્મલ લિમિટમાં રહે છે કેટલીક વુમનમાં મીડ પ્રેગ્નેન્સી સમય દરમિયાન ડાયસ્ટોલીક પ્રેસર એ 5 થી 10 mm જેટલું ડ્રોપ થાય છે.
  • C) વિનસ પ્રેસર: ગ્રેવીડ યુટ્રસ નું પ્રેશર પેલ્વિક વેઇન પર આવવાના લીધે ફિમોરલ વિનસ પ્રેશર એ 10 cm જેટલું વધે છે ત્યારબાદ બ્લડ વોલ્યુમ પણ ઇન્ક્રીઝ થાય છે રેડ બ્લડ સેલ્સ નું વોલ્યુમ તથા પ્લાઝમા વોલ્યુમ પણ ઇન્ક્રીઝ થાય છે બોડી ના ઘણા પાર્ટસ જેવા કે યુટ્રસ, પલ્મોનરી, રીનલ , સ્કિન ,અને મ્યુકોઝા માં બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થાય છે.

4) રેસ્પીરેટરી સિસ્ટમ

  • અપ્પર રેસ્પીરેટરી મ્યુકોઝા મા હાઇપરએમીયા (બ્લડ ફ્લો વધી જવો)અને કન્જેશન જોવા મળે છે.
  • ઇન્સ્પિરેશન વધવાના લીધે ઓક્સિજન ઇન્ટેક પણ વધે છે અને ફીટસ નો ઓક્સિજન સપ્લાય પણ વધે છે.
  • એક્સપિરેશન વધવાના લીધે કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે છે આથી લો મેટરનલ કાર્બનડાયોક્સાઇડ ના કારણે કાર્બન ડાયોક્સાઇડ નું ટ્રાન્સફર એ ફીટસ માંથી મધરના બ્લડમાં સહેલાઇથી થઈ શકે છે.
  • પ્રેગનેન્સીના છેલ્લા અઠવાડિયાઓમાં ગ્રેવિડ યુટર્સ નું પ્રેશર ડાયાફ્રેમ પર આવવાથી બ્રિધિંગ ડિફીકલ્ટી ની કમ્પ્લેઇન રહે છે જે લાઇટનિંગ થવાથી ઓછી થઈ જાય છે.

5) ડાયજેસ્ટિવ સિસ્ટમ

  • પ્રોજેસ્ટેરોનની ઇફેક્ટના કારણે ગેસ્ટેરોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ નો મસલ્સ ટોન એ ઓછો થાય છે.
  • કાર્ડિયાક સ્પીન્કટર નુ રિલેક્સેશન થવાથી સ્ટમક કન્ટેન્ટ નુ રિગર્જીટેસન અને હાટૅબર્ન થાય છે.
  • ગેસ્ટ્રીક મોટીલીટી ઘટવાથી એ ધીમે ધીમે ખાલી થાય છે તે લેબર માં પણ કંટીન્યુ રહે છે.
  • ઘણી વુમન્સમાં ગમ્સ એ સ્પન્જી અને વાસ્કયુલર બને છે આથી બ્રશિંગ દરમિયાન બ્લિડિંગ થઈ શકે છે.
  • ઇન્ટેસ્ટાઇનની મોટીલીટી ઘટવાથી ફુડનું બેટર એબ્સોર્બશન થાય છે અને કોન્સ્ટિપેશન થાય છે.

6) નર્વસ સિસ્ટમ

  • પ્રેગનેન્સી અને પર્પેરીયમ પિરિયડમાં મૂડ ચેન્જીસ રહે છે સાઇકોલોજીકલ કન્ડિશનના કારણે નોઝીયા, વોમીટીંગ, મેન્ટલ ઇરિટેબીલિટી તથા સ્લીપલેસનેસ જોવા મળે છે.
  • વુમનમાં ડિપ્રેશન અથવા સાયકોસીસ પણ ડેવલોપ થઈ શકે છે.
  • વ્રિસ્ટ માં મીડીયન નર્વ નું કમ્પ્રેશન થવાથી હેન્ડ્સ અને આર્મમાં પેઇન અને પેરેસ્થેસિયા( ઝણઝણાટી) રહે છે તેને કાર્પલ ટનલ સિન્ડ્રોમ કહે છે તે પ્રેગ્નેન્સીના લાસ્ટ મંથમાં જોવા મળે છે તે જ રીતે થાય માં પણ ક્યુટેનિયસ નવૅ દબાવાના કારણે સેન્સરી લોસ જોવા મળે છે.

7) યુરીનરી ટ્રેક

  • અર્લી અને લેટ પ્રેગનેન્સીમાં વારંવાર મીક્ચ્યુરેસન એ કોમન્લી જોવા મળે છે.
  • સ્ટ્રેસ ઇનકન્ટીનન્સી પણ થઇ શકે છે.
  • યુટ્રસ અને પેલ્વિન નું ડાયલેટેસન એ અર્લી પ્રેગ્નેન્સી થી મિડ પ્રેગ્નન્સી સુધી કંટીન્યુ રહેવાના કારણે યુરીનરી સ્ટેસીસ થાય છે અને ઇન્ફેક્શન પણ થય શકે છે પ્રેગ્નેન્સીમાં રીનલ ફંક્શન પણ વધે છે.

8) લોકોમોટર સિસ્ટમ

આમ પ્રેગનેન્સી સમય દરમિયાન વુમનમાં ફિઝિયોલોજીકલ ચેન્જીસ જોવા મળે છે.

પ્રેગનેન્સીમાં રિલેક્સીન હોર્મોનના કારણે લોર્ડોસીસ તથા જોઇન્ટ્સ નું રિલેક્સેશન થવાથી બેકએક એ કોમન રહે છે.
સેક્રલ અને લંબર પ્લેક્સિસ મા વેઇટ આવવાના કારણે લેગ ક્રેમ્પ્સ રહે છે અને વોકિંગમાં પણ ડિફીકલ્ટી આવે છે.

b) Write down advantages of breast feeding. બ્રેસ્ટ ફિડીંગના ફાયદાઓ વિશે લખો.04

બ્રેસ્ટ ફીડિંગનું મહત્વ (Importance of Breastfeeding)

ઇન્ટ્રોડક્શન (Introduction):

  • બ્રેસ્ટ ફીડિંગ એ ન્યુબોર્ન માટે જીવનની ફર્સ્ટ અને સૌથી ઇમ્પોર્ટન્ટ ન્યુટ્રીશિયસ મેથડ છે. તેને સાઇન્ટીફીક રીતે “એક્સક્લૂસિવ બ્રેસ્ટફીડિંગ (Exclusive Breastfeeding)” કહેવાય છે જ્યારે બાળકને જન્મ પછીના પહેલા 6 મહિનાં સુધી માત્ર માતાનું દૂધ આપવામાં આવે છે અને કોઇપણ પ્રકારનું પાણી કે ખોરાક નહીં આપવામાં આવે. બ્રેસ્ટ ફીડિંગમાં અનેક મહત્વપૂર્ણ ન્યુટ્રીઅન્ટ્સ (Nutrients) અને ઇમ્યુનોલોજીકલ કમ્પોનન્ટ (Immunological Components) હોય છે.

બ્રેસ્ટ ફીડિંગના મેડીકલ બેનીફીટ્સ (Medical Benefits of Breastfeeding):

1.ઇનફન્ટ માટે બેનીફીટ્સ (Benefits for the Infant):

કોલોસ્ટ્રમ (Colostrum):

  • જન્મ પછીના પ્રથમ કેટલાંક કલાકો અને દિવસોમાં જે પીળા રંગનું ઘાટું મીલ્ક સિક્રીટ થાય છે તેને કોલોસ્ટ્રમ (Colostrum) કહે છે. આ મીલ્ક એન્ટિબોડીઝ (Antibodies) થી ભરપૂર હોય છે, જે ઇનફન્ટ ને ઇન્ફેક્શન (Infection), ડાયરિયા (Diarrhea) અને ન્યુમોનિયા (Pneumonia) જેવા ડિસીઝથી બચાવે છે.

ઇમ્યુનીટી (Immunity):

  • બ્રેસ્ટ મિલ્ક (Breast Milk) માં રહેલા ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ (Immunoglobulins), લેક્ટોફેરિન (Lactoferrin), લાઇસોઝાઇમ (Lysozyme) વગેરે તત્વો ઇન્ફન્ટ ની ઇમ્યુનીટી વધારવામાં મદદ કરે છે.

કોગ્નીટીવ ડેવલોપમેન્ટ (Cognitive Development):

  • સંશોધનો દર્શાવે છે કે બ્રેસ્ટફિડ બેબીઝ (Breastfed Babies) માં ન્યુરોલોજિકલ ડેવલપમેન્ટ (Neurological Development) વધુ સારું થાય છે.

ઑબ્ઝિટી (Obesity) અને ડાયાબિટીસ (Diabetes) નું ઓછું રિસ્ક:

  • બ્રેસ્ટફીડ કરાયેલા શિશુઓમાં Type 1 અને Type 2 ડાયાબિટીસ અને બાળકોમાં થતી ઓબ્ઝિટી (Obesity) નું જોખમ ઘટે છે.

2.મધર માટે બેનીફીટ (Benefits for the Mother):

યુટેરાઇન કોનટ્રાક્શન (Uterine Contraction):

  • બ્રેસ્ટફીડિંગ દરમિયાન ઑક્સીટૉસિન (Oxytocin) નામનું હોર્મોન રિલીઝ થાય છે, જે યૂટ્રસ (Uterus) ને ઝડપથી તેના મૂળ સાઇઝમાં લાવે છે અને ડીલીવરી પછીના બ્લીડિંગ (Postpartum Hemorrhage) માં ઘટાડો કરે છે.

બ્રેસ્ટ કેન્સર અને ઓવેરિયન કેન્સર (Breast and Ovarian Cancer) નો ઓછો ખતરો:

  • લાંબા સમય સુધી બ્રેસ્ટફીડિંગ કરાવનારી ફીમેલમાં આ પ્રકારના કેન્સરના ચાન્સ (Chance) ઘટે છે.

કેલોરી બર્ન (Calorie Burn):

  • બ્રેસ્ટફીડિંગ દરમિયાન માતા પ્રતિદિન અંદાજે 500 કેલોરી સુધી બર્ન કરે છે, જે પ્રેગનેન્સી પછી વેઇટ રિડ્યુસ કરાવવામાં હેલ્પફુલ બને છે.

ઇમ્પોર્ટન્ટ મેડીકલ રેકમન્ડેશન્સ (Important Medical Recommendations):

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) મુજબ, બાળકને જન્મ પછીના પ્રથમ 6 મહિના સુધી માત્ર માતાનું દૂધ આપવું જોઈએ.

6 મહિનાના પછી કમ્પ્લીમેન્ટ્રી ફીડિંગ (Complementary Feeding) શરૂ કરીને બ્રેસ્ટફીડિંગ ઓછામાં ઓછી 2 વર્ષ સુધી ચાલુ રાખવું જોઈએ.

બ્રેસ્ટફીડિંગ એ માત્ર એક ન્યુટ્રીશન પદ્ધતિ નથી, પરંતુ મધર અને ચાઇલ્ડ બંને માટે આરોગ્યપ્રદ જીવનશૈલીની શરૂઆત છે. તેમાં રહેલા ન્યુટ્રીઅન્ટ્સ ,એન્ટિબોડીઝ અને હોર્મોન્સ બંનેના ફીઝીકલ અને મેન્ટલ ડેવલોપમેન્ટ માં મહત્ત્વનો ફાળો આપે છે. દરેક માતાએ મેડીકલ માર્ગદર્શન હેઠળ બ્રેસ્ટફીડિંગને એન્કરેજ કરવું જોઈએ.

Q -3 Write short answer (any two) ટૂંકમાં જવાબ લખો. (કોઈપણ બે) 6+6 = 12

a) Active management of third stage of labour – લેબરના ત્રીજા તબકકાનું મેનેજમેન્ટ

AMTSL – Full Form: Active Management of Third Stage of Labour

The third stage of labour એ બેબી ના જન્મ પછીનો સમયગાળો છે, જ્યાં પ્લેસેન્ટા અને મેમ્બરેનસ (placenta and membranes) ના completely expelled સુધીનો તબક્કો આવે છે. આ તબક્કો માતાના હેલ્થ માટે અત્યંત મહત્વનો છે અને સામાન્ય રીતે 5 થી 30 મિનિટ સુધી ચાલે છે.

થર્ડ સ્ટેજ ઓફ લેબરનું મેનેજમેન્ટ:

અત્યારે હાલમાં થર્ડ સ્ટેજના મેનેજમેન્ટમાં બે મેથડ નો યુઝ થાય છે.

1) એક્સપેક્ટન્ટ (વોચફૂલ) મેનેજમેન્ટ

2) એક્ટિવ મેનેજમેન્ટ

1)એક્સપેક્ટન્ટ (વોચફૂલ) મેનેજમેન્ટ

આ મેનેજમેન્ટમાં પ્લેસેન્ટાનુ સેપ્રેશન અને તેનું વજાયનામાં ડિસેન્ડ એ સ્પોન્ટાનિયસલી થવા દેવામાં આવે છે.

આ મેનેજમેન્ટ માટે પ્લેસેન્ટલ એક્સપલ્ઝન માટે ઓછામાં ઓછી મદદ કરવામાં આવે છે.

આ સ્ટેજમાં મધર પર કોન્સ્ટન્ટલી વોચ રાખવામાં આવે છે એટલે કે મધરને થોડા સમય માટે પણ એકલું મૂકવું નહીં.

જો મધર એ લેટરલ પોઝિશનમાં હોય તો તેને ડોરસલ પોઝિશન આપવી જેના કારણે પ્લેસેન્ટલ સેપરેસન ના સાઇન અને કેટલા પ્રમાણમાં બ્લડ લોસ થયો છે તેનો પ્રોપરલી ખ્યાલ આવી શકે.

આ મેનેજમેન્ટમાં ઓન્લી પ્લેસેન્ટા નું સેપરેશન, ડિસેન્ડડાઉન તથા એક્સપેલ આઉટ નું પ્રોપરલી વોચ કરવામાં આવે છે.

એક હેન્ડ ને ફંડસ ઉપર મુકવામાં આવે છે જેથી,

a) પ્લેસેન્ટાના સેપરેશન નો ખ્યાલ આવી શકે.

b) યુટેરાઇન એક્ટિવિટીની સ્થિતિ એટલે કે કોન્ટ્રાકશન અને રિલેક્સેશન નો ખ્યાલ આવી શકે.

સેપરેશન ઓફ પ્લેસેન્ટા

પ્લેસેન્ટા એ બેબીના બર્થ થયા પછી અમુક મિનિટ્સમાં જ યુટેરાઇન વોલ માંથી સેપરેટ થવા લાગે છે આથી પ્લેસેન્ટા ને પોતાની રીતે જ સેપરેટ થવા માટે 15 થી 20 મિનિટ જેટલી રાહ જોવી.

આમાં નો ટચ ટેકનીક No touch technique નો યુઝ કરવામાં આવે છે.

આમા, “નો ટચ પોલિસી ” હોય છે એટલે કે પ્લેસેન્ટા એ 15-20 મિનિટમાં ગ્રેવિટીના કારણે એક્સ્પલઝન થાય છે એટલે કે ફન્ડસ પર મસાજ કરવી નહીં.

કોઇપણ પ્રકાર ના યુટેરોટોનીક નો યુઝ કરવો નહી તથા પ્લેસેન્ટા ના એક્સપલ્ઝન માટે કોઇપણ મેન્યુઅલ મેથડ નો પણ યુઝ કરવો નહી.

એક્સપલ્ઝન ઓફ પ્લેસેન્ટા

જ્યારે પ્લેસેન્ટા એ એક્સ્પલઝન થાય ત્યારે નીચેના પોઇન્ટ્સને ફોલો કરવા:

પેશન્ટને એડવાઇઝ આપવી કે જ્યારે યુટ્રસ એ હાર્ડ થાય ત્યારે બીયર ડાઉન એફોટ્ર્સ લગાડવા.

રેઇઝ થયેલું ઇન્ટ્રા એબડોમીનલ પ્રેશર એ પ્લેસેન્ટા ને એક્સ્પેલ આઉટ થવા માટે અગત્યનું રહે છે.

અને પ્લેસેન્ટા એ જાતે જ એક્સપલ્ઝન થય શકે છે.

2) એક્ટીવ મેનેજમેન્ટ

1) યુઝ ઓફ યુટેરોટોનીક

લેબર ના થર્ડ સ્ટેજના મેનેજમેન્ટમાં ઑક્સીટોસી ન એ ડ્રગ ઓફ ચોઇસ છે.

થર્ડ સ્ટેજના મેનેજમેન્ટમાં 10 યુનિટ ઓક્સીટોસીન એ IM(ઇન્ટ્રાસ્લ્યુલર) પ્રોવાઇડ કરવું.

ઓક્સિટોસિન એ યુટેઇન કોન્ટ્રાકશન ને એનહાન્સ કરી પ્લેસેન્ટા ને એક્સપેલ આઉટ કરવામાં હેલ્પ કરે છે.

2) CCT(કંટ્રોલ કોર્ડ ટ્રેક્શન)

કંટ્રોલ કોલ્ડ ટ્રેકશનમાં મેન્યુઅલ મેથડ નો યુઝ કરવામાં આવે છે જેમાં અંબેલીકલ કોડૅ ને ટ્રેક કરી તેને ડાઉનવર્ડ અને બેકવર્ડ જેન્ટલી રીતે પુલ કરવામાં આવે છે જેના કારણે પ્લેસેન્ટા એ યુટરાઇન વોલમાંથી સેપરેટ થય ત્યારબાદ એક્સપેલ આઉટ થય શકે પરંતુ કંટ્રોલ કોડૅ ટ્રેક્સન એ જ્યારે યુટરાઇન કોન્ટ્રાકશન પ્રેઝન્ટ હોય ત્યારે હેન્ડ ને સુપ્રાપ્યુબિક એરિયા પર પ્લેસ કરી ત્યારબાદ પરફોર્મ કરવામા આવે છે.

3) ફંડલ પ્રેશર:

ફંડસ ની પાછળ ફોર ફિંગર્સ મૂકીને તથા થમ્બ ની સામે રાખીને યુટ્રસ નો પિસ્ટોન તરીકે યુઝ કરી ફંડસ ને ડાઉન વર્ડ અને બેકવર્ડ પુશ કરવું જ્યારે યુટ્રસ એ હાર્ડ હોય ત્યારે પ્રેશર આપવું હાર્ડ ના હોય ત્યારે ધીમેથી રબ કરી ને હાર્ડ કરવું જ્યારે પ્લેસેન્ટા ઇન્ટ્રોઇટસ માંથી પસાર થાય ત્યારે તરત જ પ્રેશર બંધ કરવું જ્યારે બેબી એ મેસરેટેડ અથવા પ્રીમેચ્યોર  હોય ત્યારે કોડૅ ની ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓછી હોવાથી આ મેથડ વધારે યુઝફૂલ થાય છે જો કોઇ ક્લોટસ અંદર રહી ગયા હોય તો યુટ્રસ ને મસાજ કરવાથી તેના એક્સપલ્ઝન માં હેલ્પ થાય છે.

4)ડિલે કોડૅ કટીંગ

ફિટસ ના ડિલિવરી બાદ એક થી ત્રણ મિનિટ માટે વેઇટ કરવું ત્યારબાદ અંબેલીકલ કોડૅ ને કટ કરવી આ ટેકનીક એ ટર્મ ન્યુબોર્ન માં વધારે યુઝફૂલ હોય છે. કારણ કે ન્યુબોર્ન એ પ્લેસેન્ટા માંથી એડિક્યુએટ અમાઉન્ટ  મા બ્લડ ને રિસીવ કરી શકે જેના કારણે એનિમીયા ની કન્ડિશન એ પ્રિવેન્ટ થય શકે.

પરંતુ પ્રી ટર્મ બેબી માં લીવર એ ઇમમેચ્યોર હોય છે અને રેડ બ્લડ સેલ્સ નુ વધારે પ્રમાણ મા બ્રેકડાઉન થાય અને જો ડીલે કોડૅ કટીંગ કરવામાં આવે તો તેના કારણે ન્યુબોર્ન માં હાઇપર બીલીરૂબીનેમિયા (જોન્ડિસ) ની કન્ડિશન અરાઇઝ થય શકે છે.

5) પોસ્ટ પાર્ટમ વિજિલન્સ

પ્લેસેન્ટાની ડિલિવરી થયા બાદ પ્લેસેન્ટાને પ્રોપરલી ઇન્સપેક્સન કરવું જેમાં કોટીલોડોન,લોબ તથા મેટરનલ અને ફીટલ સાઇટ ને તથા મેમ્બરેન ને  પ્રોપરલી અસેસ કરવું ત્યારબાદ પ્લેસેન્ટા ની ડિલિવરી થયા બાદ ફંડલ મસાજ કરવુ જેના કારણે યુટેરાઇન કોન્ટ્રાક્શન ની કન્ટીન્યુટી રહી શકે અને જો રિટેઇન્ડ બીટ્સ ઓફ પ્લેસેન્ટા હોય તો તે પ્રોપરલી એક્સપેલ આઉટ થય શકે. અને મધર માં થતી પોસ્ટ પાર્ટમ હેમરેજ ( PPH ) ની કન્ડિશન પ્રિવેન્ટ થય શકે.

b) Hormone replacement therapy – હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી

ડેફીનેશન (Definition)

  • હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરાપી (Hormonal Replacement Therapy – HRT) એટલે મેનોપોઝ (Menopause) પછી અથવા અન્ય કારણોસર શરીરમાં ઘટી જતા ઈસ્ટ્રોજન (Estrogen) અને જરૂરિયાત મુજબ પ્રોજેસ્ટેરોન (Progesterone) હોર્મોનની ખોટને પૂરી કરવા માટે આપવામાં આવતી હોર્મોનલ થેરાપી (Hormonal Therapy). આ થેરાપીનો મુખ્ય હેતુ મેનોપોઝલ સિમ્પટમ્સ (Menopausal Symptoms) માં રાહત આપવાનો, જીવનની ગુણવત્તા (Quality of Life) સુધારવાનો અને ઈસ્ટ્રોજનની ઊણપ (Estrogen Deficiency) થી થતી લાંબા ગાળાની કોમ્નેપ્લીકેશનને અટકાવવાનો છે.

ઇન્ટ્રોડકશન (Introduction)

  • મેનોપોઝ (Menopause) દરમિયાન ઓવરી (Ovary) નું ફંક્શન ધીમે-ધીમે ઘટી જાય છે, જેના કારણે ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું પ્રોડક્શન ઓછું થઈ જાય છે. પરિણામે ફિમેલમાં હોટ ફ્લશિસ (Hot Flushes), નાઇટ સ્વેટ્સ (Night Sweats), વજાઇનલ ડ્રાયનેસ (Vaginal Dryness), મૂડ સ્વિંગ્સ (Mood Swings), ઊંઘમાં તકલીફ (Sleep Disturbance) અને ઓસ્ટિયોપોરોસિસ (Osteoporosis) જેવી સમસ્યાઓ થઈ શકે છે.
  • આવા લક્ષણોમાં રાહત આપવા અને ફિમેલનું હેલ્થ જાળવવા માટે હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરાપી (HRT) આપવામાં આવે છે.

હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરાપીના મુખ્ય હેતુ (Objectives)

  • મેનોપોઝલ સિમ્પટમ્સમાં રાહત આપવી.
  • હોટ ફ્લશિસ અને નાઇટ સ્વેટ્સ ઘટાડવા.
  • વજાઇનલ ડ્રાયનેસ અને યુરોજેનિટલ એટ્રોફી (Urogenital Atrophy)માં સુધારો કરવો.
  • ઓસ્ટિયોપોરોસિસ અને હાડકાં તૂટવાનું જોખમ ઘટાડવું.
  • જીવનની ગુણવત્તા સુધારવી.
  • સેક્સ્યુઅલ હેલ્થ (Sexual Health)માં સુધારો કરવો.

હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરાપીના પ્રકાર (Types of HRT)

1. ઈસ્ટ્રોજન ઓન્લી થેરાપી (Estrogen-only Therapy)

  • માત્ર ઈસ્ટ્રોજન આપવામાં આવે છે. સામાન્ય રીતે હિસ્ટ્રેક્ટોમિ (Hysterectomy) થયેલી મહિલાઓમાં ઉપયોગ થાય છે.

2. કોમ્બાઇન્ડ થેરાપી (Combined Estrogen + Progesterone Therapy)

  • ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બંને આપવામાં આવે છે. યુટરસ (Uterus) ધરાવતી ફિમેલમાં આ સૌથી સામાન્ય પ્રકાર છે.

3. કન્ટિન્યુઅસ કોમ્બાઇન્ડ HRT (Continuous Combined HRT)

  • ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બંને દરરોજ સતત આપવામાં આવે છે.

4. સાયક્લિકલ અથવા સિક્વેન્શિયલ HRT (Cyclical / Sequential HRT)

  • ઈસ્ટ્રોજન દરરોજ આપવામાં આવે છે, જ્યારે પ્રોજેસ્ટેરોન મહિનાના ચોક્કસ દિવસો માટે આપવામાં આવે છે.

5. લોકલ HRT (Local HRT)

  • વજાઇનલ ક્રીમ (Vaginal Cream), વજાઇનલ ટેબ્લેટ (Vaginal Tablet) અથવા વજાઇનલ રિંગ (Vaginal Ring)ના સ્વરૂપમાં આપવામાં આવે છે, ખાસ કરીને વજાઇનલ ડ્રાયનેસ માટે.

આપવાના રૂટ્સ (Routes of Administration)

  • ઓરલ ટેબ્લેટ (Oral Tablet)
  • ટ્રાન્સડર્મલ પેચ (Transdermal Patch)
  • ટ્રાન્સડર્મલ જેલ (Transdermal Gel)
  • વજાઇનલ ક્રીમ (Vaginal Cream)
  • વજાઇનલ ટેબ્લેટ (Vaginal Tablet)
  • વજાઇનલ રિંગ (Vaginal Ring)

ઇન્ડિકેશન્સ (Indications)

  • સીવ્યર હોટ ફ્લશિસ
  • નાઇટ સ્વેટ્સ
  • વજાઇનલ ડ્રાયનેસ
  • ડાયસ્પેરુનિયા (Dyspareunia)
  • પ્રીમેચ્યોર મેનોપોઝ (Premature Menopause)
  • સર્જિકલ મેનોપોઝ (Surgical Menopause)
  • ઓસ્ટિયોપોરોસિસનું હાઈ રિસ્ક

ફાયદા (Advantages)

  • હોટ ફ્લશિસમાં ઝડપથી રાહત આપે છે.
  • નાઇટ સ્વેટ્સ ઘટાડે છે.
  • વજાઇનલ ડ્રાયનેસમાં સુધારો કરે છે.
  • ઓસ્ટિયોપોરોસિસથી રક્ષણ આપે છે.
  • બોન ની ડેન્સીટી (Bone Density) જાળવે છે.
  • ઊંઘ અને મૂડમાં સુધારો કરે છે.
  • જીવનની ગુણવત્તા સુધારે છે.

આડઅસરો (Side Effects)

  • બ્રેસ્ટ માં ટેન્ડરનેસ (Breast Tenderness)
  • માથાનો દુખાવો (Headache)
  • ઊબકા (Nausea)
  • પેટ ફૂલવું (Bloating)
  • અનિયમિત વજાઈનલ બ્લીડિન્ગ (Irregular Vaginal Bleeding)

કોન્ટ્રાઇન્ડિકેશન્સ (Contraindications)

નીચેની પરિસ્થિતિમાં HRT ન આપવી:

  • બ્રેસ્ટ કેન્સર (Breast Cancer)
  • એન્ડોમેટ્રિયલ કેન્સર (Endometrial Cancer)
  • અજ્ઞાત કારણનું વજાઈનલ બ્લીડિન્ગ (Unexplained Vaginal Bleeding)
  • ગંભીર લીવર ડિસીઝ (Severe Liver Disease)
  • ડીપ વેઇન થ્રોમ્બોસિસ (Deep Vein Thrombosis)
  • પલ્મોનરી એમ્બોલિઝમ (Pulmonary Embolism)
  • સ્ટ્રોક (Stroke)
  • પ્રેગ્નન્સી (Pregnancy)

નર્સની જવાબદારીઓ (Role of Nurse)

  • કોઈપણ અસામાન્ય વજાઈનલ બ્લીડિન્ગ, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અથવા પગમાં સોજો થાય તો તરત ડૉક્ટરને જાણ કરવાની સલાહ આપવી.તેના માટે નિયમિત તપાસ.ઓસ્ટીયોપોરોસિસ માટે bone density મોનીટરીંગ.
  • પેશન્ટ ની સંપૂર્ણ હિસ્ટ્રી અને રિસ્ક એસેસમેન્ટ કરવું.
  • મેડીસીન નિયમિત અને યોગ્ય રીતે લેવાની સમજ આપવી.
  • બ્લડ પ્રેશર, વજન અને લક્ષણોનું નિયમિત મોનિટરિંગ કરવું.
  • બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન (Breast Self-Examination) શીખવવું.
  • નિયમિત મેમોગ્રાફી (Mammography) અને ગાયનેકોલોજીકલ ચેક-અપ માટે પ્રોત્સાહિત કરવું.
  • કેલ્શિયમ (Calcium), વિટામિન D (Vitamin D), બેલેન્સ ડાયટ અને રેગ્કયુલર એક્ષરસાઈસ વિશે એજ્યુકેશન આપવું.

c) Immediate new born care – નવજાત શિશુની તાત્કાલીક સારવાર

  • ઇમીડીયેટ ન્યુબોર્ન કેરમાં ન્યુબોર્ન ને પ્રોપર્લી અસેસ તથા સ્ટેબિલાઇઝ કરવાનું હોય છે.
  • ઇમીડિયેટ ન્યુબોર્ન કેર એ ફીટસ માટે ઇન્ટ્રાયુટરાઇન લાઇફમાંથી એક્સ્ટ્રાયુટરાઇન લાઇફમાં  સ્ટેબિલાઇઝ થવા માટે ક્રુશિયલ હોય છે.

Goal of Immediate Newborn Care (ગોલ ઓફ ઇમીડિયેટ ન્યુબોર્નકેર):

  • 1) ન્યુબોર્ન ના રેસ્પિરેશન ને એસ્ટાબ્લીસ,મેઇન્ટેન તથા સપોર્ટ પ્રોવાઇડ કરવા માટે કરવામા આવે છે.
  • 2) ન્યુબોર્ન ને વામ્થ તથા હાઇપોથર્મિયા માંથી પ્રિવેન્ટ કરવા માટે.
  • 3) ન્યુબોર્ન ને ઇન્ફેક્શન થતુ પ્રિવેન્ટ કરવા માટે.
  • 4) ન્યુબોર્ન ને સેફ્ટી પ્રોવાઇડ કરવા માટે તથા તેને ઇન્જરીમાંથી પ્રિવેન્ટ કરવા માટે.
  • 5) ન્યુબોર્ન માં કોઇપણ પ્રકારની એક્ચ્યુઅલ તથા પોટેન્સિઅલ પ્રોબ્લેમ હોય તો તેનું અર્લી આઇડેન્ટિફિકેશન કરી ઇમિડીયેટ ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવા માટે.
  • ઇમીડીયેટ ન્યુબોર્ન કેર પ્રોવાઇડ કરવામા આવે છે.

Immediate Newborn Care (ઇમીડિયેટ ન્યુબોર્ન કેર):

1) એસ્ટાબ્લિશમેન્ટ ઓફ રેસ્પીરેશન

  • જ્યારે ન્યુબોર્ન ને રિસીવ કરવામાં આવે ત્યારે ન્યુબોર્ન ના એરવેને ઇમિડીએટલી પેટન્ટ કરવું તથા એરવે ને પ્રોપર્લી ક્લિયર કરવું. જેના કારણે ન્યુબોર્ન એ ઇફેક્ટિવલી બ્રિધિંગ કરી શકે.
  • ન્યુબોર્ન નુ હેડ બોનૅ થાય કે તરત જ માઉથ તથા નોઝ ને વાઇપ કરવુ તથા  માઉથ તથા નોઝ નુ સક્સન કરવુ જેના કારણે ન્યુબોર્ન એ પ્રોપર્લી બ્રિધિંગ કરી શકે. સક્સન એ પહેલા માઉથ ત્યારબાદ નોઝ મા કરવુ જેના કારણે સિક્રીશન ને એસ્પીરેશન થતુ પ્રિવેન્ટ કરી શકાય.

2)ઇનીસીયેસન ઓફ ક્રાય

  • નોર્મલી 99% જેટલા ન્યુબોર્ન એ ડીલેવરી થયા બાદ એમિડીએટલી અને સ્પોન્ટાનિયસલી ક્રાય કરે છે, આ ક્રાય એ ન્યુબોર્ન ના બ્રિધિંગ માટેની એક ગુડ સાઇન તરીકે ઓળખવામાં આવે છે.
  • જો ન્યુબોર્ન એ પ્રોપરલી ક્રાય ન કરે તો નીચે પ્રમાણેના સ્ટેપને ફોલો કરવા:
  • a) જો બેબી એ સ્પોન્ટાનિયસલી ક્રાય ન કરે અથવા જો ક્રાય એ વિક હોય તો બેબી ને ક્રાય કરાવવા માટે સ્લાઇટ્લી સીમ્યુલેટ કરવું.
  • b) બેબીના ક્રાય ને સ્ટીમ્યુલેટ કરવા માટે તેના બટક પર સ્લેપ કરવાના બદલે તેના પગના તળિયા પર સ્લાઇટલી રબ કરવું. ન્યુબોર્ન ના સિક્રીસન ને રીમુવ કર્યા બાદ તેના ક્રાય ને સ્ટાર્ટ કરવા માટે બેબી ને સ્ટીમ્યુલેટ કરવુ.
  • C) ન્યુબોર્ન ની ક્રાય એ સામાન્ય રીતે લાઉડ તથા હસ્કી હોય છે તથા જો નીચે મુજબ ની કોઇ એબનોર્મલ ક્રાય હોય તો ન્યુબોર્ન નુ પ્રોપર્લી મોનિટરિંગ કરવુ જેમ કે,
  • હાઇપીચ ક્રાય:= હાયપોગ્લાયસેમીયા તથા ઇન્ટ્રાક્રેનીયલ પ્રેસર ઇન્ક્રીઝ થવાના કારણે,
  • વીક ક્રાય:= પ્રિમેચ્યોરિટી,
  • હોસૅક્રાય:= લેરિન્જીયલ સ્ટ્રાઇડર

3)કેર ઓફ કોડૅ

  • કોર્ડ કેર એ ન્યુબોર્ન ની ઇમ્પોર્ટન્ટ ઇમીડિયેટ કેર છે.
  • ન્યુબોર્ન ની કોર્ડ એ બર્થ પછીના 30 સેકન્ડની અંદર ક્લેમ્પ કરી ત્યારબાદ તેને પ્રોપર્લી કટ કરવી.
  • ન્યુબોર્ન એ ડિલીવર થયા બાદ ન્યુબોર્ન ને મધરના એબડોમન પર રાખવુ.
  • ત્યારબાદ કોર્ડ ને કોર્ડ ક્લેમ્પ દ્વારા બે અપોઝીટ સાઇટ પરથી પ્રોપર્લી ક્લેમ્પ કરવું.
  • પહેલો ક્લેમ્પ એ અંબેલિકસ થી 5 cm દુર પર લગાડવો ત્યારબાદ બીજો ક્લેમ્પ એ પહેલા કેમ્પથી 2.5 સેન્ટીમીટર પર લગાવવો.
  • ત્યારબાદ બંને ક્લેમ્પ વચ્ચે કોર્ડ ને પ્રોપર્લી કટ કરવી.
  • કોર્ડ પર કંઇપણ વસ્તુ ને એપ્લાય કરવી નહીં તેને નેચરલી ડ્રાય તથા ફોલ થવા દેવી.
  • કોડ એ બર્થ પછી ના સાત થી દસ દિવસની અંદર જ નેચરલી ફોલડાઉન થઈ જાય છે.
  • કોર્ડ ને વોટર તથા યુરિન દ્વારા વેટ થતી પ્રિવેન્ટ કરવી.
  • જો કોર્ડ માં કોઇપણ પ્રકારનું ડિસ્ચાર્જ તથા બ્લીડિંગ પ્રેઝન્ટ હોય તો ઇમિડીએટલી કોર્ડ ક્લેમ્પ ને અસેસ કરવુ ત્યારબાદ તેને પ્રોપર્લી લુઝ કરવું.
  • જો કોડૅ માંથી નીચે પ્રમાણેના સાઇન તથા સીમટોમ્સ જોવા મળે તો ઈમીડિએટલી રિપોર્ટ કરાવવા જેમ કે,
  • કોર્ડ માથી ફાઉલ ઓડર આવવી,
  • કોઇ ડિસ્ચાર્જ જોવા મડવુ,
  • કોર્ડ ની અરાઉન્ડ મા રેડનેસ જોવા મળવી,
  • કોર્ડ એ વેટ હોવી,
  • કોર્ડ એ 7-10 દિવસ મા ફોલડાઉન ન થવી,
  • ઇન્ફ્લામેશન,
  • ફિવર આવવો વગેરે.

4)મેઇન્ટેન પોઝિશન ઓફ ધ ન્યુબોર્ન

  • ન્યુબોર્ન એ બર્થ પછીના પહેલા 12 -18 અવર્સ દરમિયાન મ્યુકસ એ  સામાન્ય રીતે ચોક, કફ તથા ગેગ થવાની સંભાવના રહે છે. તેથી ન્યુબોર્ન ને પ્રોપર્લી પોઝિશન પ્રોવાઇડ કરવી.
  • જેમાં ફીટર્સને પ્રોપર્લી સાઇડ લાઇનિંગ પોઝિશન પ્રોવાઇડ કરવી જેના કારણે મ્યુકસ એ રીમુવ તથા ડ્રેઇનેજ થય શકે.

5) આઇડેન્ટિફિકેશન તથા બેન્ડિંગ

  • બેબી એ બોર્ન થયા બાદ બેબી ને પ્રોપર્લી આઇડેન્ટિફિકેશન બેન્ડ લગાડવુ  જેના કારણે બેબી ને પ્રોપર્લી આઇન્ડેફાય કરી શકાય.

6) આઇકેર

  • ન્યુબોનૅ ની આઇસ ને સ્ટરાઇલ ગોઝ વડે ઇનર કેન્થર્સ થી આઉટર કેન્થર્સ તરફ ક્લીન કરવી.
  • જો જરૂરિયાત હોય તો એરીથ્રોમાયસીન અથવા ટેટ્રાસાઇક્લિન આઇઓઇન્ટમેન્ટ એ આઇસ માં લોવર લીડ તરફથી એપ્લાય કરવું.

7) એટેચમેન્ટ એન્ડ વામ્થ (બોન્ડિંગ)

  • બેબીના બર્થ થયા પછી બેબી ને મધરના એબડોમન પર મૂકવું જેના કારણે મધર સાથે બોન્ડિંગ થાય તથા પ્રોપરલી સ્કિન ટુ સ્કીન કોન્ટેક થય શકે જેના કારણે મધર અને બેબી નું અટેચમેન્ટ થાય તથા બેબીને હાઇપોથર્મિયા સામેથી પ્રિવેન્ટ કરી શકાય.

8)APGAR સ્કોર

  • APGAR સ્કોર એ ઇમીડિયેટ ન્યુબોર્ન કેર નો મોસ્ટ ઇમ્પોરટન્ટ પાટૅ છે.
  • APGAR સ્કોર એ બર્થ પછીના 1 મીનીટ ત્યારબાદ 5 મીનીટ પર અસેસ કરવુ.
  • APGAR સ્કોર મા,
  • A:= અપીરીયન્સ  (સ્કિન કલર),
  • P:=પલ્સ (હાટૅરેટ),
  • G:=ગ્રાઇમેઝ (રિફ્લક્સ ઇરિટેબીલિટી),
  • A:=એક્ટિવીટી  (મસલ્સ ટોન),
  • R:= રેસ્પીરેસન (રેસ્પીરેટરી એફોર્ટ્સ) ને અસેસ કરવામા આવે છે.

APGAR સ્કોર નો ટોટલ સ્કોર એ 0-10 હોય છે.

APGAR સ્કોર એ બર્થ પછીના 1 મીનીટ પર:

  • જો અપગાર સ્કોર એ 7-10 જેટલું હોય તો તે નોર્મલ કહેવાય એટલે કે નો ડિપ્રેસન છે જેમાં બેબીને નોર્મલી પોસ્ટ ડિલિવરી રૂટીન કેર પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • જો APGAR સ્કોર એ 4-6 વચ્ચે હોય તો તે માઇલ્ડ ડિપ્રેશન ઇન્ડિકેટ કરે છે જેમાં ચાઇલ્ડને બ્રિધિંગ માટે આસીસ્ટન્સ ની જરૂરીયાત રહે છે.
  • જો APGAR સ્કોર એ 0-3 વચ્ચે હોય તો તે સિવ્યર ડિપ્રેશન ઇન્ડિકેટ કરે છે જેમાં ચાઇલ્ડને રિસક્સીટેસન ની જરૂરીયાત રહે છે.

APGAR સ્કોર એ બર્થ પછીના 5 મીનીટ પર:

  • APGAR સ્કોર એ 7-10 વચ્ચે હોય તો તે નોર્મલ કહેવામાં આવે છે પરંતુ જો અપગાર સ્કોર એ 7 થી નીચે જોવા મળે તો બેબી ને બીજી હાફ અવર માટે મોનિટર કરવાની જરૂરિયાત રહે છે.

9) vitamin K:

  • ન્યુ બોર્ન ના ઇન્ટેસ્ટાઇન એ બર્થ પછી થોડા સમય માટે સ્ટરાયલ હોય છે એટલે કે તેના ઇન્ટેસ્ટાઇન  માં બેક્ટેરિયા પ્રેઝન્ટ હોતા નથી કે જે વિટામિન K ને મેન્યુફેક્ચર કરવા માટે જવાબદાર હોય છે જેના કારણે ન્યુબોર્ન એ વિટામિન K નુ મેન્યુફેક્ચરિંગ કરી શકતું નથી એટલે કે વિટામિન k એક ક્લોટિંગ ફેક્ટર માટે જવાબદાર હોય છે જો આ વિટામિન K ન્યુબોર્ન ની બોડી મા પ્રેઝન્ટ ના હોય તો ન્યુબોર્ન માં Bleeding થવાની શક્યતાઓ રહે છે તેથી પ્રોફાઇલેક્ટ્ક મેઝર્સ તરીકે ન્યુબોર્ન બેબી ને આર્ટિફિશ્યલી ઇન્જેક્શન વિટામિન કે પ્રોવાઇડ કરવામાં આવે છે.

Dose:=

ઇન પ્રિ ટર્મ:=0.5 mg,

ફુલ ટર્મ:= 1 mg.

Intra muscularly ( IM ) વાસ્ટુસ લેટરાલીસ( લેટરલ એન્ટીરિયર થાય)પર પ્રોવાઇડ કરવા મા આવે છે.

Q-4 Write short notes. ટુંકનોંધ લખો. (કોઈપણ ત્રણ) 12

a) Partograph – પાર્ટોગ્રાફ

ડેફીનેશન:

પાર્ટોગ્રાફ એ એ સર્વાઇકલ ડાયલેટેશન, ફીટલ હેડ ડિસેન્ડ થવુ તથા લેબર પ્રોગ્રેસ માટેનો અને મધર અને ફિટલ ની કન્ડિશન નો ગ્રાફિક રેકોર્ડિંગ અને ટૂલ છે.પાર્ટોગ્રાફ દ્વારા મધર અને ફિટસ ની કન્ડિશન વિશે ઇમીડિયેટલી તથા રિલીવન્ટ ઇન્ફોર્મેશન મેળવી શકાય છે. તે એપ્રોપ્રિએટ ટાઇમ અને સમયસર રેફરલ માટે એક્શન લેવાની નીડ ને રેકોગ્નાઇઝ કરે છે. પાર્ટોગ્રાફ દ્વારા મધર તથા ફિટસ ના મોરબીડીટી તથા મોર્ટાલિટી રેટ પણ સુધારી શકાય છે.

ઓબ્જેકટીવ્સ અથવા એડવાન્ટેજીસ:

  • 1) લેબર દરમિયાન ઓબ્ઝર્વેશન કરીને પ્રોપરલી રેકોર્ડ કરવા માટે.
  • 2) લેબરના લેટંટ અને એક્ટિવ ફેઝ નો ખ્યાલ આવે તે માટે.
  • 3) પાર્ટોગ્રાફ ને ઇન્ટરપ્રિટ કરીને નોર્મલ થી કોઈ ડેવિએશન થતું હોય તો તેને ઓળખીને યોગ્ય પગલા લેવા માટે.
  • 4) લેબરના પ્રોગ્રેસને જાણીને યોગ્ય સમયે એકશન લઇ ને રિફર કરી શકાય તે માટે.
  • 5) એક સિંગલ સીટ માં જ એક નજરે રેકોર્ડ જોઇ શકાય તથા ઇઝીલી હેન્ડ ઓવર થઈ શકે તે માટે.
  • 6) લેબરની ઇવેન્ટને વારંવાર રેકોર્ડ ન કરવી પડે તે માટે.
  • 7) પ્રોલોંગ લેબર અને શિક્ષણનો રેટ ઘટે તે માટે.

ઓબ્ઝર્વેશન ચાર્ટેડ ઓન પાર્ટોગ્રાફ:

1) પ્રેગનેન્ટ વુમન ઇન્ફોર્મેશન:

A) નામ ,
B) GTPAL સ્કોર
G: ગ્રેવિડા,
T:=ટમૅ બર્થ,
P:=પારા,
A:= એબોર્શન,
L:= લિવિંગ ચિલ્ડ્રન.
C) હોસ્પિટલ નું નામ,
D) હોસ્પિટલ રજીસ્ટ્રેશન નંબર,
E) એડમિશન ની ડેટ એન્ડ ટાઇમ,
F) મેમ્બરેન રપ્ચર થયાનો ટાઇમ,
G) પિરિયડ ઓફ જેસ્ટેશન,
H) લેબર ઓનસેટ થયાનો ડેટ એન્ડ ટાઇમ.

2) ફિટલ કન્ડિશન:
A) ફિટલ હાર્ટ રેટ,
B) એમ્નીઓટિક ફ્લ્યુઇડ,
C) મોલ્ડિંગ.

3) પ્રોગ્રેસ ઓફ લેબર
A) સર્વાઇકલ ડાયઇલેટેશન ,
B) ડિસેન્ડ ઓફ હેડ,
C) યુટેરાઇન કોન્ટ્રાકશન.

4) મેટરનલ કન્ડિશન

A)ઓક્સિટોસિન,ડ્રગ્સ એન્ડ I.v.ફ્લુઇડ એડમિનિસ્ટ્રેશન
B) પલ્સ,
C) બ્લડ પ્રેશર,
D) ટેમ્પરેચર,
E) યુરીન વોલ્યુમ, એસિટોન તથા પ્રોટીન.

આ બધી ઇન્ફોર્મેશન એ પાર્ટોગ્રાફ માં ફીલ કરવામાં આવે છે.

પાર્ટોગ્રાફ ભરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ:

  • 1) જ્યારે વુમન એ લેબરના એક્ટિવ ફેસમાં પહોંચે ત્યારે પાર્ટોગ્રાફ મેઇન્ટેન કરવાનું ચાલુ કરવું જોઇએ અને પ્રેગ્નેન્ટ વુમનને એકલી મૂકવી ન જોઇએ.
  • 2) ફિટલ હાર્ટ રેટ કાઉન્ટ કરીને દર અડધી કલાકે રેકોર્ડ કરવા જોઇએ,
    ફિટલ હાર્ટ સાઉન્ડ એ ફૂલ 1 મિનિટ માટે એકાઉન્ટ કરવા જોઇએ અને તે યુટેરાઇન કોન્ટ્રાકશન પત્યા પછી તરત જ કાઉન્ટ કરવા જોઇએ.
  • 3) જ્યારે સર્વિક્સ નુ ડાયલેટેસન 4 cm અથવા તેનાથી વધારે થાય ત્યારે યુટેરાઇન કોન્ટ્રાક્ટરની ફ્રિકવન્સી, ઇન્ટેન્સિટી, ડ્યુરેશન,પલ્સ,ફિટલ હાર્ટ રેટ દર 30 મિનિટે મોનિટર કરવું.
  • 4) બ્લડ પ્રેશર અને સર્વાઇકલ ડાયલેટેસન ( cm મા) દર બે કલાકે મોનિટર કરવું.
  • 5) ડિસેન્ડ ઓફ હેડ તથા ટેમ્પરેચર એ દર ચાર કલાકે મોનિટર કરવું.

પાર્ટોગ્રાફ

1) પેશન્ટ આઇડેન્ટિફિકેશન ડેટા
આમાં વુમન નું નામ, એજ,GTPAL સ્કોર, એડમિશનની ડેટ તથા ટાઇમ, રજીસ્ટ્રેશન નંબર, મેમ્બરેન રપ્ચર થયા નો ટાઇમ તથા લેબરના ઓનસેટ થયાનો ટાઇમ અને ડેટ ને માર્ક કરવામાં આવે છે.

2) ફિટલ કન્ડિશન
ફિટલ હાર્ટ રેટ કાઉન્ટ કરીને દર અડધી કલાકે રેકોર્ડ કરવા.
ફિટલ હાર્ટ રેટ ફૂલી 1 મિનિટ માટે એકાઉન્ટ કરવા.
યુટેરાઇન કોન્ટ્રેક્શન પત્યા પછી તરત જ ફીટલ હાર્ટ રેટ કાઉન્ટ કરવા.
જો ફીટલ હાર્ટ સાઉન્ડ ( FHS )એ < 120/Minutes અથવા જો ( FHS )એ >160/ Minutes હોય તો તે ફિટલ ડિસ્ટ્રેસ સૂચવે છે. જો ફિટલ ડિસ્ટ્રેસ ની કન્ડિશન હોય તો તાત્કાલિક પગલા લેવા જોઈએ.
દરેક સ્મોલ બોક્સમાં વર્ટિકલ કોલમ તે અડધા કલાક નો ઇન્ટરવલ દર્શાવે છે.

2) કન્ડિશન ઓફ મેમ્બરેન
ફિટલ કન્ડિશન સાથે દર 30 મિનિટે એમ્નીઓટિક મેમ્બરેન ની કન્ડિશન તથા એમ્નીઓટિક ફ્લ્યુઇડ નો કલર પણ રેકોર્ડ કરવો.

  • A) એમ્નીઓટીક મેમ્બરેન એ ઇન્ટેક હોય તો :=I ( Intect),
  • B) લાઇકર એ ક્લિયર હોય તો:= C( Clear),
  • C) લાઇકર એ એબસન્ટ હોય તો:= A( Absent) ,
  • D)એમ્નીઓટીક મેમ્બરેન એ રપ્ચર હોય તો := R ( Rupture),
  • E) મીકોનિયમ સ્ટેઇન્ડ લાઇકર હોય તો:= M( meconium),
  • F) જો લાઇકર મા બ્લડ પ્રેઝન્ટ હોય તો: B(Blood)

આમ , પાર્ટોગ્રાફ મા એમ્નીઓટિક મેમ્બરેન ની કન્ડિશન તથા એમ્નીઓટિક ફ્લ્યુઇડ આ પ્રમાણે માર્કિંગ કરવું.

3) મોલ્ડિંગ ( ફિટસ હેડ ના બોન એ સુચર્સ તથા ફોન્ટાનેલ્સ દ્વારા સેપરેટ થયેલા હોય છે પરંતુ તે બર્થ કેનાલ દ્વારા પાસ થતી સમયે આ ફીટલ હેડના બોન એ એક બીજા પર ઓવરલેપિંગ થાય અને હેડ નો સેપ એ થોડા સમય માટે ચેન્જ થાય જેના કારણે ફિટલ હેડ એ બર્થ કેનાલ માથી ઇઝીલી પાસ થય શકે આ કન્ડિશનને મોલ્ડિંગ કહેવામાં આવે છે.)
મોલ્ડિંગ ને રેકોર્ડ કરવા માટે ગ્રેડ દ્વારા રેકોર્ડ કરવામાં આવે છે.

  • A) 0 -> જો બોન એ સેપરેટ થયેલા હોય અને સુચર્સ એ સરળતાથી ફેલ્ટ થાય ત્યારે.
  • B) + -> બોન એ એકબીજાને જસ્ટ ટચ કરે ત્યારે.
  • C) ++ -> બોન એ ઓવરલેપિંગ થાય પરંતુ ઇઝીલી સેપરેટ થાય ત્યારે.
  • D) +++ -> બોન એ સિવ્યરલી ફિક્સ્ડ ઓવરલેપિંગ થયેલા હોય ત્યારે.

4) પ્રોગ્રેસ ઓફ લેબર

જ્યારે વુમન એ એક્ટિવ લેબરમાં આવે ત્યાર પછી જ લેબર પ્રોગ્રેશન ને પાર્ટોગ્રાફ પર પ્લોટીંગ કરવાનું ચાલુ કરવું.
એક્ટિવ લેબર એ સર્વાઇકલ ડાયલેટેશન એ 4 cm અથવા તેના કરતાં વધારે હોય અને એવ્રી 10 મિનિટ માં એટલીસ્ટ બે સારા કોન્ટ્રાકશન આવે ત્યારે જ પાર્ટોગ્રાફ પર પ્લોટીંગ કરવાનું સ્ટાર્ટ કરવું.
સર્વાઇકલ ડાયઇલેટેશન ને cm માં દર ચાર કલાકે રેકોર્ડ કરવું.
સર્વાઇકલ ડાયલેટેશન નો શરુઆત નો રેકોર્ડ એ લેફ્ટ એલટૅ લાઇન ( જ્યારે મધર એ એક્ટિવ લેબરમાં હોય) થી સ્ટાર્ટ કરવો. નોર્મલી ગ્રાફ લાઇન એ લેફ્ટ એલર્ટ લાઇન ઉપર સતત રહે છે દરેક વખતે પ્રોપર ટાઇમ દર્શાવવો.
જો એલર્ટ લાઇન ક્રોસ થાય એટલે કે જો ગ્રાફ એ એલર્ટ લાઇનની રાઇટ તરફ મુવ થાય તો તે પ્રોલોન્ગ લેબર દર્શાવે છે. આથી મીડવાઇફ એ તરત જ એલર્ટ થઇ જવું કે લેબરમાં કંઇક એબનોર્મલ છે. એલર્ટ લાઇન એ ક્રોસ થાય તે ટાઇમ ને નોટ કરવો અને તરત જ તાત્કાલિક ટ્રીટમેન્ટ અથવા રીફર કરવા માટેના મેઝર્સ( પગલા)લેવાના સ્ટાર્ટ કરી દેવા.
જ્યારે ગ્રાફ એ એક્શન લાઇન ની ક્રોસ થાય એટલે કે જો એક્સન લાઇનની રાઇટ સાઇડ પર જાય તો તરત જ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવી અથવા મધરને એપ્રોપ્રિએટ મેડિકલ સર્વિસ પર રીફર કરવી.
એલર્ટ અને એક્શન લાઇન વચ્ચેનો તફાવત 4 અવર્સ નો હોય છે.

5)યુટેરાઇન કોન્ટ્રાકશન
યુટેરાઇન કોન્ટ્રાકશન દર અડધી કલાકે રેકોર્ડ કરવા કોન્ટ્રાકશન એ દસ મિનિટમાં બે વાર કોન્સ્ટ્રેક્શન એ ગુડ યુટેરાઇન કોન્ટ્રાકશન ને ઇન્ડિકેટ કરે છે.

પાર્ટોગ્રાફ ના બોક્સ માં તેનુ નીચે પ્રમાણે માર્કિંગ કરવું.

-> માઇલ્ડ યુટેરાઇન કોન્ટ્રાકશન < 20 સેકન્ડ,

-> મોડરેટ યુટેરાઇન કોન્ટ્રાકશન 20 – 40 સેકન્ડ,

->સ્ટ્રોંગ યુટેરાઇન કોન્ટ્રાકશન > 40 સેકન્ડ.

6) સર્વાઇકલ ડાયલેટેસન તથા ડિસેન્ડ ઓફ ફિટલ હેડ

  • ફિટર હેડ નુ ડિસેન્ડ ડાઉન એ થ્રુ આઉટ લેબર પ્રોસેસ દરમિયાન સર્વાઇકલ ડાયલેટેશન ની સાથે સાથે જ થાય છે.
  • જ્યાં સુધી સર્વાઇકલેશન એ 7 સેન્ટિમીટર ના થાય ત્યાં સુધી ફિટસ હેડ નુ ડિસેન્ટ અસેસમેન્ટ એ એબડોમીનલ પાલ્પેશન દ્વારા કરવામાં આવે છે જેમાં પેલ્વિક બ્રીમની ઉપર ફીટલ હેડના ફિફ્થ(5) નંબર થી અસેસ કરવામાં આવે છે.
  • પાર્ટોગ્રાફ માં સર્વાઇકલ ડાયલિટેશન ને(x) દ્વારા પ્લોટ કરવામાં આવે છે જ્યારે ફિટલ હેડના ડિસેન્ટને(O) દ્વારા પ્લોટ કરવામાં આવે છે.

7) મેટરનલ કન્ડિશન
મેટરનલ પલ્સને દર અડધી કલાકે
પાર્ટોગ્રાફ પર રેકોર્ડ કરવામાં આવે છે અને તેને ડોટ(•) દ્વારા પાર્ટોગ્રાફ માં પ્લોટ કરવામાં આવે છે.
મેટરનલ બ્લડ પ્રેશરને દર 4 કલાકે રેકોર્ડ કરવામાં આવે છે જેમાં બંને સિસ્ટોલિક બ્લડ પ્રેશર અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર ને વર્ટિકલ એરો( ↕ )દ્વારા દર્શાવવામાં આવે છે જેમાં એરોનો અપર એન્ડ સિસ્ટોલિક બીપી દર્શાવે છે. જ્યારે એરો નો લોવર એન્ડ એ ડાયસ્ટોલીક બ્લડ પ્રેશર દર્શાવે છે.
મેટરનલ ટેમ્પરેચરને દર ચાર કલાકે પાર્ટોગ્રાફ પર રેકોર્ડ કરવું.
મેટરનલ યુરિન નુ વોલ્યુમ, યુરિનમાં એસિટોન તથા પ્રોટીન લેવલને પાર્ટોગ્રાફ પર પ્રોપરલી રેકોર્ડિંગ કરવું.
જો લેબર પ્રોસેસ દરમિયાન મધરને કોઇપણ ડ્રગ આપેલી હોય અથવા ઓક્સીટોસીન મેડિકેશન આપેલી હોય તો તેનો ડોઝ રૂટ તથા એડમિનિસ્ટ્રેશન નો ટાઇમ ના ટાઇમ ને પ્રોપરલી રેકોર્ડિંગ કરવુ.

આમ,પાર્ટોગ્રાફ દ્વારા લેબર પ્રોગ્રેસ તથા મધર અને ફીટસ ની કન્ડિશન ને વિશે અર્લી,ક્વીક તથા રિલીવન્ટ ઇન્ફોર્મેશન મેળવી શકાય છે.

b) Menstrual cycle – મેન્સ્ટ્રુઅલ સાયકલ

ડેફીનેશન: મેન્સ્ટ્રુએશન વડૅ એ મુન પરથી આવેલો છે. મેન્સ્ટ્રુએશન સાઇકલ એટલે ફર્ટાઇલ ફિમેલ માં ફિઝિયોલોજીકલ ચેન્જીસ થાય છે તે એક વિઝિબલ સાયક્લિક પ્રોસેસ છે જે યુટ્રસ ના એન્ડોમેટ્રિયમ માં થાય છે અને તેમા હોર્મોન્સ ના ઇન્ટરકનેક્શન દ્વારા વજાઇના માથી બ્લીડિંગ થાય છે. જે HPO પ્રોસેસ

  • (H : હાઇપોથેલેમસ,
  • P : પિટ્યુટરી ગ્લેન્ડ ,
  • O: ઓવરીસ ) ના કારણે થાય છે.

H : હાઇપોથેલેમસ:
હાઇપોથેલેમસ એ ગોનાડોટ્રોફીન રીલીઝિંગ હોર્મોન(GnRH) ને સિક્રેટ કરે છે જે એન્ટીરિયર પિટ્યુટરીગ્લેન્ડ ને FSH(ફોલિકલ સ્ટીમ્યુલેટીંગ હોર્મોન) LH(લ્યુટેનાઇઝીંગ હોર્મોન) સિક્રિટ કરવા માટે સ્ટીમ્યુલેટ કરે છે.

P : પિટ્યુટરી ગ્લેન્ડ :
પિટ્યુટરીગ્લેન્ડ માથી FSH(ફોલિકલ સ્ટીમ્યુલેટીંગ હોર્મોન) LH(લ્યુટેનાઇઝીંગ હોર્મોન) સિક્રિટ થાય છે. તે ઓવરીસ પર વર્ક કરે છે.

O: ઓવરીસ:
પિટ્યુટરીગ્લેન્ડ માથી સિક્રિટ થતુ FSH(ફોલિકલ સ્ટીમ્યુલેટીંગ હોર્મોન) કે જે ઓવેરિયન ફોલીકલ નું મેચ્યુરેસન,ઇસ્ટ્રોજન નું સિક્રીસન અને ઓવ્યુલેશન કરે છે.
જ્યારે LH(લ્યુટેનાઇઝીંગ હોર્મોન) એ કોર્પસ લ્યુટીયમ નુ ડેવલોપમેન્ટ અને પ્રોજેસ્ટેરોન નુ સિક્રીસન કરે છે.

મેન્સ્ટ્રુએશન સાયકલમાં જે હોર્મોન સિક્રિટ થાય છે તે નેગેટિવ ફીડબેક મિકેનિઝમ દ્વારા રેગ્યુલેટ થાય છે.
હાઇપોથેલેમસ એ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ના બ્લડ લેવલ ના ચેન્જીસ ને રિસ્પોન્ડ કરે છે. જેમ કે હાઇપોથેલેમસ એ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ના બ્લડ મા હાઇ લેવલ થી ડિપ્રેસ્ડ થાય છે જ્યારે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ના લો લેવલ થી હાઇપોથેલેમસ એ સ્ટીમ્યુલેટ થાય છે.

મેન્સ્ટ્રુએશન સાયકલ ની એવરેજ લેન્થ એ 28 days ની હોય છે.

મેન્સ્ટ્રુએશન સાયકલ:
મેન્સ્ટ્રુએશન સાયકલ માં બે ફેઝ હોય છે.

  • 1) ઓવેરિયન ફેઝ
  • 2) યુટેરાઇન ફેઝ

1) ઓવેરિયન ફેઝ:
ઓવેરિયન ફેઝ માં ફરધર બે ફેઝ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.

  • a) ફોલીક્યુલર ફેઝ,
  • b) લ્યુટીયલ ફેઝ

a) ફોલીક્યુલર ફેઝ:

  • ફોલીક્યુલર ફેઝ એ મેન્સ્ટ્રુએશન ના ફર્સ્ટ ડે થી સ્ટાર્ટ થય ઓવ્યુલેશન થતા ની સાથે એન્ડ થાય છે. આ ફેસ એ સામાન્ય રીતે 14 દિવસ સુધીનો હોય છે.
  • આ ફેઝ માં ફોલિકલ સિમ્યુલેટિંગ હોર્મોન(FSH)ના કારણે ફોલિકલ્સ નો ગ્રો થાય છે.
  • આ ફોલિકલ્સ માંથી એક ફોલીકલ( ડોમીનન્ટ ફોલિકલ)એ મેચ્યોર બને છે.
  • આ મેચ્યોર ફોલીકલ એ ગ્રાફિયન ફોલિકલ બને છે. તે ઇસ્ટ્રોજન ને રિલીઝ કરે છે.
  • ત્યારબાદ ઇસ્ટ્રોજન એ ફોલિકલ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન( FSH ) અને લ્યુટેનાઇઝીંગ હોર્મોન ( LH) બંને પર વર્ક કરે છે.
  • ઇસ્ટ્રોજન એ ફોલિકલ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન( FSH) ને સપ્રેસ કરે અને લ્યુટેનાઇઝીંગ હોર્મોન ( LH)ને સ્ટીમ્યુલેટ કરે છે.
  • ત્યારબાદ લ્યુટેનાઇઝીંગ હોર્મોન( LH) એ ગ્રાફીયન ફોલીકલ કે જે ડોમિનન્ટ ફોલિકલ માંથી બનેલું હોય તેનું રપ્ચર કરી તેમાંથી ઓવમ બહાર આવે છે અને ત્યારબાદ કોરપસલ્યુટીયમ નું વર્ક વધે છે.

b) લ્યુટીયલ ફેઝ:

  • લ્યુટીયલ ફેસ એ ઓવ્યુલેશન થયા પછી થી લય નેક્સ્ટ મેન્સ્ટ્રુએશન સાયકલ સ્ટાર્ટ થાય ત્યાં સુધી જોવા મળે છે તે સામાન્ય રીતે 14 દિવસનો હોય છે.
  • આ ફેઝમાં કોરપસ લ્યુટીયમ એ ડેવલોપ થાય છે કે જે ઓવ્યુલેશન પછીના બાકી રહેલા ઓવેરિયન ફોલીકલ માથી ફોર્મ થાય છે.
  • કોર્પસ લ્યુટીયમ એ પ્રોજેસ્ટેરોન ને પ્રોડ્યુસ કરે છે કે જે ફર્ટિલાઇઝડ થયેલા એગ ને ઇમ્પ્લાન્ટેશન થવા માટે યુટેરાઇનકેવીટી ની લાઇનીંગ ને પ્રિપેર કરે છે.

લ્યુટીયલ ફેઝ મા બે સંભાવના હોય શકે છે:

  • I : ફર્ટિલાઇઝેશન એબ્સન્ટ
  • II : ફર્ટિલાઇઝેશન પ્રેઝન્ટ

I : ફર્ટિલાઇઝેશન એબ્સન્ટ

  • જો ફર્ટિલાઇઝેશન એબ્સન્ટ હોય તો કોર્પસ લ્યુટીયમ એ કોર્પસ મેન્ટ્રુઆલીસ મા કન્વટૅ થાય છે.
  • કોર્પસ મેન્ટ્રુઆલીસ એ કોર્પસ આલ્બીકેન્સ મા કન્વટૅ થાય છે અને ત્યારબાદ 28 દિવસે ડિસઅપીયર થય જાય છે.

II : ફર્ટિલાઇઝેશન પ્રેઝન્ટ

  • જો ફર્ટિલાઇઝેશન પ્રેઝન્ટ હોય તો કોર્પસ લ્યુટીયમ નુ કોર્પસ લ્યુટીયમ વેરમ મા કન્વટૅ થાય છે કે જેમાં સાથે પ્રોજેસ્ટેરોન હોર્મોન પણ હોય છે અને તે ત્રણ મંથ સુધી રહે છે.
  • પ્રોજેસ્ટેરોન હોર્મોન એ મધરની ઇમ્યુનિટી ને સપ્રેઝ કરે છે તેના કારણે યુટેરાઇન કેવીટી મા ફિટસ નો ગ્રોથ એ થય શકે છે અને એબોર્શન ની કન્ડિશન પ્રિવેન્ટ થાય છે.

2) યુટેરાઇન ફેઝ:

યુટેરાઇન ફેઝ એ ફરધર ત્રણ ફેઝ માં ડિવાઇડ થાય છે:

  • 1) બ્લીડિંગ ફેઝ(4 days)
  • 2)પ્રોલીફરેટીવ ફેઝ( 10 days)
  • 3)સિક્રીટરી ફેઝ(14 days )

1) બ્લીડિંગ ફેઝ(4 days):

  • જ્યારે ઓવમ એ ફર્ટિલાઇઝ હોતું નથી ત્યારે ઇન્ક્રીઝ થયેલુ પ્રોજેસ્ટેરોન હોર્મોન નું લેવલ એ બ્લડમાં એન્ડોમેટ્રિયમ(ઇનર મોસ્ટ લેયર ઓફ યુટ્રસ) ની બ્લડ વેસેલ્સનુ વાઝોકોન્સ્ટ્રક્શન કરે છે.
    તેના કારણે યુટેરાઇન કેવીટી ના એન્ડોમેટ્રિયમ લેયરમાં બ્લડ સપ્લાય એ ડિક્રીઝ થાય છે.
    અને હાઇપોક્ઝીયા ની કન્ડિશન અરાઇઝ થાય છે.
    તેના કારણે એન્ડોમેટ્રિયમ લેયરના સેલ્સ તથા ટીશ્યુસ નું નેક્રોસીસ અને ડેથ થાય છે.
    હવે આ સેલ્સ તથા ટીશ્યુસ નું નેક્રોસીસ તથા ડેથ થવાના કારણે હિમેટોમેટ્રા(યુટેરાઇન કેવીટી મા બ્લડ નુ કલેક્શન થવુ.) ની કન્ડિશન અરાઇઝ થાય છે.
    આ કન્ડિશન ના કારણે નર્વ સપ્લાય એ હાઇપોથેલેમસ સુધી જાય છે ત્યારબાદ તે પિટ્યુટરીગ્લેન્ડ ને સ્ટીમ્યુલેટ કરે છે. પિટ્યુટરી ગ્રેન્ડ એ ઓક્સિટોસિન ને રિલીઝ કરે છે કે જે યુટેરાઇન કોન્ટ્રાકશન કરાવવા માટે જવાબદાર હોય છે.
    આ યુટેરાઇન કોન્ટ્રાકશન થવાના કારણે બ્લડ ફ્લો એ વજાયનલ સાઇટ વિઝીબલ થાય છે. અને મેન્સ્ટ્રુેશન એ સ્ટાર્ટ થાય છે. જેમાં એન્ડોમેટ્રીઅલ ગ્લેન્ડ, એન્ડોમેટ્રીઅલ સેલ્સ,તથા કેપીલારીસ નું બ્લડ અને અનફર્ટિલાઇઝડ ઓવમ હોય છે.
  • જ્યારે, ઘટેલા પ્રોજેસ્ટેરોન નું લેવલ એ ક્રિટિકલ લેવલે પહોંચે છે ત્યારે બીજું ઓવેરિયન ફોલિકલ એ ફોલિકલ સિમ્યુલેટિંગ હોર્મોન( FSH )દ્વારા તેનું સ્ટીમ્યુલેટ થાય છે અને પ્રોલીફરેટીવ ફેઝ એ સ્ટાર્ટ થાય છે.

2)પ્રોલીફરેટીવ ફેઝ( 10 days):

  • પ્રોલીફરેટીવ ફેઝ ને ફોલીક્યુલર ફેસ પણ કહેવામાં આવે છે.
  • આ સ્ટેજમાં ફોલિકલ સિમ્યુલેટિંગ હોર્મોન( FSH )ના કારણે ઓવેરિયન ફોલિકલ ગ્રો થાય છે અને મેચ્યોર બનીને ઇસ્ટ્રોજન ને પ્રોડ્યુસ કરે છે.
  • ઇસ્ટ્રોજન એ એન્ડોમેટ્રિયમ ના પ્રોલીફરેશન ને સ્ટીમ્યુલેટ કરે છે અને ફર્ટીલાઇઝ ઓવમ ને રિસીવ કરવા માટે તૈયાર કરે છે.
  • આમ એન્ડોમેટ્રિયમ એ રેપિડ સેલ મલ્ટિપ્લિકેશન ના કારણે થીક( 2 થી 3 mm જેટલુ) બને છે.
  • તથા મ્યુક્લ્સ સિક્રિટિંગ ગ્લેન્ડ અને બ્લડ કેપીલારીસ વધવાથી આ ફેઝ ના અંતમાં લ્યુટેનાઇઝીંગ હોર્મોન( LH) ની ઇફેક્ટના કારણે ઓવ્યુલેશન થાય છે અને ઇટ્રોજન નું પ્રોડક્શન ઘટે છે.

3)સિક્રીટરી ફેઝ(14 days):

આમ, મેન્સટ્રુઅલ સાયકલ ને ઓવેરિયન ફેઝ અને યુટેરાઇન ફેઝ એમ બે ફેઝ મા એક્સપ્લેઇન કરવામા આવે છે.

આ ફેઝ ને લ્યુટીયલ ફેઝ પણ કહેવામાં આવે છે.

તેમાં ઓવ્યુલેશન થયા પછી તરત જ ઓવેરિયન ફોલીકલ ના લાઇનિંગ સેલ્સ લ્યુટેનાઇઝીંગ હોર્મોન(LH) ના કારણે સ્ટીમ્યુલેટ થાય છે અને તેનું કોર્પસ લ્યુટીયમ બને છે.
હવે આ કોર્પસ લ્યુટીયમ એ પ્રોજેસ્ટેરોન ને પ્રોડ્યુસ કરે છે.
આ પ્રોજેસ્ટેરોન હોર્મોન ની અસર ના કારણે યુટેરાઇન કેવીટી નુ એન્ડોમેટ્રીયમ સિક્રીટરી ગ્લેન્ડમાંથી વધારે પ્રમાણમાં મ્યુકસ ને સિક્રિટ કરે છે અને એડીમાટોસ એટલે કે થીક( 5 થી 6 mm) બને છે અને એંડોમેટ્રિયમ એ ફર્ટિલાઇઝ્ડ ઓવમ ને ઇમ્પ્લાન્ટેશન થવા માટે ફેવરેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરે છે.

c) Contracted pelvis – કોન્ટ્રેકટેડ પેલ્વિસ

ડેફીનેશન (Definition):

  • કોન્ટ્રેક્ટેડ પેલ્વિસ એટલે એવી કન્ડિશન છે કે જેમાં ફિમેલ બોની પેલ્વિસ એ સેપ અને સાઇઝ માં સફીસિયન્ટ એબનોર્મલ હોય છે જેના કારણે નોર્મલ સાઇઝ બેબી માં પણ વજાઇનલ ડિલિવરી એ ડિફીકલ્ટ રહે છે. એટલે કે,લેબર ની નોર્મલ મીકેનીઝમ માં ચેન્જીસ થાય છે. જેને કોન્ટ્રાક્ટેડ પેલ્વિસ કહેવામાં આવે છે. ફીમેલ બોની પેલ્વિસ ને ઇનલેટ ના સેપ મુજબ ચાર સાઇઝ માં વિભાજીત કરવામાં આવે છે.
  • 1.ગાઇનેકોઇડ પેલ્વિસ (રાઉન્ડ સેપ)( 50%),
  • 2.એન્થ્રોપોઇડ પેલ્વિસ (ઓવલ સેપ)( 25%),
  • 3.એન્ડ્રોઇડ પેલ્વિસ (હાર્ટ સેપ)( 20 %),
  • 4.પ્લેટીપેલોઇડ પેલ્વિસ (કિડની સેપ)( 5 %).

Etiology (ઇટિયોલોજી):

  • ડેવલોપમેન્ટલ ફેક્ટર: તેમા‌ હેરેડીટરી અથવા કન્જીનાઇટલ ફેક્ટર્સ ના કારણે હોય શકે છે.
  • જેમ કે,
  • નીગેલ્સ પેલ્વીસ,
  • રોબર્ટ પેલ્વીસ.
  • રેસીયલ ફેક્ટર,
  • ન્યુટ્રીશનલ ફેક્ટર: પુઅર ન્યુટ્રીશન/માલન્યુટ્રિશન ના કારણે સ્મોલ પેલ્વિસ ની કન્ડિશન અરાઇઝ થાય છે.
  • હોર્મોનલ ફેક્ટર: એકસેસિવ એન્ડ્રોજન સિક્રીસન થવાના કારણે એન્ડ્રોઇડ પેલ્વિસ ની કન્ડિશન અરાઇઝ થાય છે.
  • મેટાબોલિક ફેક્ટર્સ: જેમ કે રિકેટ્સ તથા ઓસ્ટીઓમાલ્સીયા.
  • ટ્રોમા,ડિસીઝ ઓફ બોન ઓર ટ્યુમર: ફ્રેક્ચર, ટ્યુમર્સ, ટ્યુબરક્યુલર આર્થરાઇટિસ,કાઇફોસીસ, સ્કોલિયોસીસ,સ્પોન્ડાયલોલીથીયાસીસ, કોક્સીજીયલ ડિફોર્મીટી,પોલીયોમાયેલાઇટીસ,હિપ જોઇન્ટ ડિસિઝ.

ડિગ્રી ઓફ કોન્ટ્રાક્ટેડ પેલ્વિસ:

  • 1. માઇનર ડિગ્રી અથવા માઇનર ડિસ્પ્રપોર્શન: અહીં ટ્રુ કોન્જ્યુગેટેડ 9-10 સે.મી. વજાઇનલ ડિલિવરી શક્ય છે.
  • 2.મોડરેટ ડિગ્રી અથવા માઇનર ડિસ્પ્રપોર્શન: અહીં ટ્રુ કોન્જ્યુગેટેડ 8-9 સે.મી. ટ્રાયલ લેબર એ ટ્રાય થય શકે છે. અને જો ફેઇલ જાય તો સિઝેરીયન સેક્સન કરાવવામા આવે છે.
  • 3.સિવ્યર ડિગ્રી ઓર સિવ્યર ડિસ્પ્રપોર્શન: અહીં ટ્રુ કોન્જ્યુગેટેડ 6 સે.મી. કરતા ઓછુ હોય છે. સિઝેરીયન સેક્સન કરાવવા જ પ્રીફર ગણવામાં આવે છે.

Sign And Symptoms (લક્ષણો તથા ચિન્હો (સાઇન એન્ડ સિમ્પટોમ્સ):

  • ડિફીકલ્ટ લેબર,
  • એબનોર્મલ ફિટલ પ્રેઝન્ટેશન,
  • મેટર્નલ પેલ્વિક પેઇન,
  • ફ્રીક્વન્ટ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન,
  • બેક પેઇન.

Diagnostic Evaluation (ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન) :

  • હિસ્ટ્રી કલેક્શન,
  • ફિઝિકલ એક્ઝામિનેશન,
  • ઇમેજિન્ગ સ્ટડીસ જેમ કે,
  • X ray,
  • પેલ્વિક અલ્ટ્રાસાઉન્ડ,
  • કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સ્કેન( CT scan),
  • મેગ્નેટીક રેઝોનન્સ ઇમેજીન્ગ ( MRI ),
  • પેલ્વીમેટ્રી,
  • ક્લિનીકલ પેલ્વિક અસેસમેન્ટ.

Management (મેનેજમેન્ટ ):

કોન્ટ્રેક્ટેડ પેલ્વિસ નું મેનેજમેન્ટ, જે પેલ્વિસ ને રિફર કરે છે જે એબ્નોર્મલી રીતે સ્મોલ હોય તથા તેનો એબનોર્મલ શેપ હોય છે જે ચાઇલ્ડ ના બર્થ ને ડિફીકલ્ટ બનાવી શકે છે, લેબર અને ડિલીવરી સમય દરમિયાન મધર અને ચાઇલ્ડ બંનેની સેફ્ટી ને એન્સ્યોર કરવા માટે કેરફુલી અસેસમેન્ટ અને ઇન્ટરવેન્સન ની જરૂર છે.

1) ડાયગ્નોસીસ એન્ડ અસેસમેન્ટ:

  • પેલ્વીમેટ્રી
    પેલ્વીમેટ્રી માં પેલ્વિસ ના ડાયમેન્શન તથા તેના શેપ ને અશેસ કરવા માટે પેલ્વિસ નું મેઝરમેન્ટ કરવામાં આવે છે.આ મેઝરમેન્ટ એ ક્લિનિકલી રીતે (એક્સટરનલ મેઝરમેન્ટ) અથવા રેડિયોલોજિકલ રીતે (એક્સ-રે, એમ.આર.આઇ) કરી શકાય છે.
  • મધર ની કમ્પ્લીટ હિસ્ટ્રી લેવી મધરની કમ્પ્લીટ્લી હિસ્ટ્રી લેવી જેમાં પ્રિવિયસલી મધર ને ડીલેવરી સમયે અથવા સિઝેરિયન ડીલેવરી સમયે કોઇપણ ડિફીકલ્ટીઝ અરાઇઝ થયેલી છે કે નહીં તે અસેસ કરવા માટે.
  • ક્લિનિકલ ઇવાલ્યુએશન મધર નું કમ્પલીટલી ફિઝિકલ એક્ઝામિનેશન કરવું જેમાં મોસ્ટલી પેલ્વિક મેઝરમેન્ટ કરવું જેના કારણે કોન્ટ્રાક્ટેડ પેલ્વિસ ની કન્ડિશન છે કે નહીં તે પ્રોપરલી અસેસ કરી શકાય.

2) એન્ટિનેટલ કેર:

  • અર્લી ડિટેકશન
  • પ્રેગ્નેન્સી ના અર્લી પિરિયડ દરમિયાન રુટીન્લી એન્ટીનેટલ ચેકઅપ દ્વારા અથવા તો અલ્ટ્રાસાઉન્ડ એક્ઝામિનેશન દ્વારા કોન્ટ્રેક્ટેડ પેલ્વિસ નું અર્લી આઇડેન્ટિફિકેશન કરવું.
  • કન્સલ્ટેશન
  • વુમન ને જો હાઇરિસ્ક પ્રેગ્નન્સી હોય તો તેને ઑબ્સ્ટેટ્રિશિયન્સ સ્પેશિયાલિસ્ટ પાસે અને તેમના કોમ્પ્રાહેંસીવ મેનેજમેન્ટ માટે પેરીનેટોલોજિસ્ટ પાસે રીફર કરવું.

3) લેબર મેનેજમેન્ટ:

  • કંટીન્યુઅસ મોનિટરિંગ
  • લેબર દરમિયાન મેટરનલ તથા ફિટલ કંડીશન ને ક્લોઝલી મોનિટરિંગ કરવું જેમા, ફીટલ હાર્ટ રેટ નું પ્રોપરલી મોનિટરિંગ કરવું તથા મેટરનલ વાઇટલ સાઇન નું પ્રોપરલી અસેસમેન્ટ કરવું.
  • લેબર પ્રોગ્રેસ
  • લેબર પ્રોસેસ ને કંટીન્યુઅસલી અસેસ કરવું જો લેબર એ સ્લો હોય અથવા અરેસ્ટ હોય તો તે સેફેલોપેલ્વિક ડીસપ્રપોર્શન ની કન્ડિશન ઇન્ડિકેટ કરે છે.
  • પોઝીશનિંગ
  • મધર ને પ્રોપર પોઝિશન પ્રોવાઇડ કરવી કે જે લેબર પ્રોગ્રેસ માટે ઓપ્ટિમલ પેલ્વિક ડાયમેન્શન પ્રોવાઇડ કરે.

4) ઇન્ટરવેન્શન ડ્યુરિંગ લેબર:

  • આર્ટિફિશિયલ રપ્ચર ઓફ મેમ્બરેન
  • જો મેમ્બરેન એ ઇન્ટેક હોય અને લેબરનું સ્લોલી પ્રોગ્રેસન થતું હોય તો આર્ટિફિશ્યલી રપ્ચર ઓફ મેમ્બરેન કરી લેબરના પ્રોગ્રેસ ને ઇમ્પ્રુવ કરી શકાય.
  • ઓક્સિટોસિન ઇન્ફ્યુઝન
  • કોન્ટ્રાકશન ને ઇમ્પ્રુવ કરવા માટે ઓક્સિટોસિન ઇન્ફ્યુઝન પ્રોવાઇડ કરવું અને તેની સાથે ફિટસ અને યુટેરાઇન કોન્ટ્રાકશન નું કન્ટીન્યુઅસલી મોનીટરીંગ કરતું રહેવું.
  • ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરી:
  • જો બાળક તકલીફ માં હોય અને વજાયનલ ડિલેવરી શક્ય હોય તો વેક્યૂમ એક્સટ્રક્શન અથવા ફોર્સેપ્સ ડિલિવરી કરી શકાય.

5) સિઝેરિયન સેક્શન:

  • ઇન્ડિકેશન
  • જ્યારે વજાઇનલ ડીલેવરી ઇમ્પોસિબલ હોય ત્યારે સિઝેરિયન સેક્શન પરફોર્મ કરવામાં આવે છે જેના કારણે ફિટસ અને મધર થતી કોઇપણ કોમ્પ્લિકેશન ને પ્રિવેન્ટ કરી શકાય.
  • ટાઇમિંગ
  • જ્યારે વજાઇનલ ડીલેવરી ઇમ્પોસિબલ હોય ત્યારે ટાઇમ્લી સિઝેરિયન સેક્શન કરવાનું ડિસિઝન લેવું અગત્યનું છે જેના કારણે ફિટસ તથા મધર ને થતી કોમ્પ્લિકેશન ને પ્રિવેન્ટ કરી શકાય.

6) પોસ્ટપાર્ટમ કેર:

  • મેટરનલ મોનિટરિંગ
  • પોસ્ટપાર્ટમ પિરિયડ દરમિયાન મધર ને ક્લોઝલી મોનિટરિંગ કરવું જેના કારણે પોસ્ટ પાર્ટમ પિરિયડ દરમિયાન થતી કોઇપણ કોમ્પ્લીકેશન જેમ કે પોસ્ટ પાર્ટમ હેમરેજ જેવી કન્ડિશન ને પ્રિવેન્ટ કરી શકાય.
  • નીયોનેટલ કેર
  • ન્યુબોર્ન ના બર્થ પછી તેને ઇમિડિએટલી ન્યુબોર્ન કેર પ્રોવાઇડ કરવી સ્પેસિયલી જ્યારે કોઇ પણ કોમ્પ્લિકેટેડ લેબર ની કન્ડિશન અરાઇઝ થય હોય તેવી કન્ડિશન માં ઇમિડિએટલી ન્યુબોર્ન કેર પ્રોવાઇડ કરવી જેના કારણે ન્યુબોર્ન એ પ્રોપરલી વેલ્બીંગ છે તે એન્સ્યોર કરી શકાય .

7) કાઉન્સેલિંગ એન્ડ એજ્યુકેશન:

  • એજ્યુકેશન
  • મધર તથા તેના ફેમિલી મેમ્બર્સ ને મધર ની કન્ડિશન તથા તે અરાઇઝ થવા માટેના કોઝ અને ઇન્ટરવેશન માટેની કમ્પ્લીટ ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરી તેમને એજ્યુકેટ કરવા.
  • ફ્યુચર પ્રેગનેન્સી પ્લાનિંગ
  • ફ્યુચર પ્રેગ્નેન્સિ અને ડિલિવરી ઓપ્સન્સ પર કોન્ટ્રેક્ટેડ પેલ્વિસ ની ઇફેક્ટ નુ ડિસ્કસન કરવુ.

8) મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચીસ:

  • ટીમ કોલાબોરેશન
  • જ્યારે વધારે પડતી કોમ્પ્લીકેટેડ કન્ડિશન થઇ હોય ત્યારે ઑબ્સ્ટેટ્રિશિયન્સ, મિડવાઇવ્સ,એનેસ્થેસિસ્ટ,નિયોનેટોલોજીસ્ટ આ બધા જ સ્પેશિયાલિસ્ટ અવેઇલેબલ હોવા જોઇએ.

9) સાયકોલોજીકલ સપોર્ટ:

  • કોન્ટ્રેક્ટેડ પેલ્વિસ ની કન્ડિશન એ વુમન માટે સ્ટ્રેસફુલનેસ તથા ઇમોશનલી ચેલેન્જ કરે તેવું હોય છે તેથી મધર તથા ફેમિલી મેમ્બર્સ ને પ્રોપરલી સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
  • આમ, કોન્ટ્રાક્ટેડ પેલ્વિસ ના કારણે મધર તથા ચાઇલ્ડ ને થતી કોમ્પ્લીકેશન ને પ્રિવેન્ટ કરવા માટે તેનું પ્રોપર મેનેજમેન્ટ કરવુ અગત્ય નું રહે છે.

d) Uterine prolapse – યુટેરાઈન પ્રોલેપ્સ

ડેફીનેશન (Definition):

યુટેરાઇન‌ : યુટ્રસ,
પ્રોલેપ્સ : ઓર્ગન્સ નું તેની નોર્મલ પ્લેસ પરથી ડાઉનવર્ડ તરફ ડિસ્પ્લેસમેન્ટ થવું.

  • યુટેરાઇન પ્રોલેપ્સ ને પ્રોસિડેન્સીયા તરીકે પણ ઓળખવામાં આવે છે.
    યુટેરાઇન પ્રોલેપ્સ એ એવી કન્ડિશન છે કે જેમાં યુટ્રસ, યુટેરાઇન ટીશ્યુસ અથવા યુટેરાઇટ સેગ્મેન્ટ એ ડાઉનવર્ડ તરફ એટલે કે વજાઇનલ કેનાલ તરફ પ્રોટ્રુડ (પ્રોલેપ્સ) થાય છે. યુટ્રસ એ વજાઇનલ કેનાલ સુધી પ્રોટ્રુડ થાય તો આ કન્ડીશન ને યુટેરાઇન પ્રોલેપ્સ કહેવાય આ કન્ડિશન સાથે જો યુટ્રસ એ તેની નોર્મલ પોઝિશન પરથી સ્લીપ થય અને થોડા પ્રમાણમાં મા પણ ડાઉનવર્ડ ડિસ્પ્લેસમેન્ટ થાય તો આ કન્ડિશન ને યુટેરાઇન પ્રોલેપ્સ કહેવામાં આવે છે.
  • જ્યારે પેલ્વિક ફ્લોર ના મસલ્સ અને લીગામેન્ટ એ સ્ટ્રેચ અને વીક થાય છે જેના કારણે તે પેલ્વિકફ્લોર ના મસલ્સ એ યુટ્રસ ને તેની નોર્મલ પ્લેસ પર પ્રોપર્લી સપોર્ટ કરી શકતું નથી આ કન્ડિશન ના કારણે યુટ્રસ એ તેની નોર્મલ પ્લેસ પરથી ડાઉનવર્ડ તરફ સ્લીપ થાય છે એટલે કે પ્રોટ્રુડ થાય છે અને વજાયનલ કેનાલ થ્રુ ડાઉનવર્ડ પ્રોલેપ્સ થાય છે.

Etiology (ઇટિયોલોજી):

  • પેલ્વિક ફ્લોર ના મસલ્સ એ સ્ટેચ તથા વીક થવાના કારણે યુટેરાઇન કેવીટી ને પ્રોપર્લી સપોર્ટ ન પ્રોવાઇડ કરી શકવાના કારણે યુટ્રસ એ ડાઉનવર્ડ તરફ પ્રોલેપ્સ થય‌ શકે છે.
  • મલ્ટીપલ પ્રેગનેન્સી ના‌ કારણે,
  • વજાયનલ ડિલેવરી સમય માં વજાઇના તથા તેના સપોર્ટિંગ સ્ટ્રક્ચર માં કોય પણ ઇંજરી થવાના કારણે.
  • હોર્મોનલ ફેક્ટર (જેમકે મેનોપોઝ ની કન્ડિશન બાદ ઇસ્ટ્રોજન નું અમાઉન્ટ રીડ્યુઝ થવાના કારણે).
  • વજાયનલ વોલ ઓવરસ્ટ્રેચિંગ થવાના કારણે.
  • હેવી વેઇટ લીફ્ટિંગ કરવાના કારણે.
  • ડિલેવરી સમય દરમ્યાન પ્રીમેચ્યોર બીયરિંગ ડાઉન એફટર્સ ના કારણે.
  • ક્રોનિક કોન્સ્ટીપેશન ના કારણે,
  • ડિલેવરી સમય દરમિયાન ફોર્સેપ નું એપ્લિકેશન કરવાના કારણે,
  • જીનેટીક ફેક્ટર ના કારણે,
  • કોઇ‌ ઓબ્સ્ટેટ્રિક્સ ટ્રોમા થવાના કારણે,
  • પ્લેસેન્ટા ડિલિવર કરાવવા માટે યુટ્રસ ના ફંડસ ઉપર ડાઉનવર્ડ પ્રેશર અપ્લાય કરવાના કારણે,
  • એજ ના કારણે.

Classification of uterine prolapse (ક્લાસિફિકેશન ઓફ યુટેરાઇન પ્રોલેપ્સ) :

યુટેરાઇન પ્રોલેપ્સ ના સામાન્ય રીતે બે ક્લાસિફિકેશન પાડવામાં આવે છે જેમ કે,

1.ઇનકમ્પ્લીટ યુટેરાઇન પ્રોલેપ્સ,
2.કમ્પ્લીટ યુટેરાઇન પ્રોલેપ્સ

1.ઇનકમ્પ્લીટ યુટેરાઇન પ્રોલેપ્સ: આ ઇનકમ્પ્લીટ યુટેરાઇન પ્રોલેપ્સ માં યુટ્રસ એ સામાન્ય રીતે તેની નોર્મલ પ્લેસ પરથી પાર્શિયલી ડાઉનવર્ડ તરફ પ્રોટ્રુડ થાય છે એટલે કે યુટ્રસ એ કમ્પ્લીટ્લી વજાઇનલ‌ ઓપનિંગ થ્રુ એક્સટર્નલ સાઇડ મા પ્રોટ્રુડ થતું નથી.

2.કમ્પ્લીટ યુટેરાઇન પ્રોલેપ્સ: આ કમ્પ્લીટ યુટેરાઇન પ્રોલેપ્સ ની કન્ડિશન માં યુટ્રસ એ વજાઇના ની આઉટસાઇડ માં કમ્પ્લિટ્લી પ્રોટ્રુડ થાય છે.

Degree of uterine prolapse (ડિગ્રી ઓફ યુટેરાઇન પ્રોલેપ્સ) :

યુટેરાઇન પ્રોલેપ્સ‌ ને સામાન્ય રીતે ચાર ડિગ્રીમાં ડિવાઇડ કરવામાં આવેલ છે જેમ કે,

1)1st degree,
2)2nd Degree,
3)3rd Degree ,
4)4rth Degree,

1)1st degree: આ ફસ્ટ ડીગ્રી માં યુટ્રસ એ વજાયના ના અપર હાફ પાર્ટ સુધી પ્રોટ્રુડ (પ્રોલેપ્સ) થાય છે.

2)2nd Degree: આ સેકન્ડ ડિગ્રી માં યુટ્રસ એ વજાઇનલ ઓપનિંગ સુધી પ્રોલેપ્સ એટલે કે પ્રોટ્રુડ થાય છે.

3)3rd Degree : આ થર્ડ ડિગ્રી માં યુટ્રસ એ વજાઇનલ ઓપનિંગ થ્રુ બહાર ની તરફ પ્રોટ્રુડ થાય છે.

4)4rth Degree: ફોર્થ ડિગ્રી માં યુટ્રસ એ કમ્પ્લીટ્લી વજાયના થ્રુ એક્સટર્નલ સાઇડ મા પ્રોલેપ્સ થાય છે.

Sign And Symptoms (સાઇન એન્ડ સિમ્પટોમ્સ):

  • વજાયનલ કેનાલ માંથી નીચેની તરફ ડાઉનવર્ડ તરફ ટિશ્યુસ એ પ્રોટ્રુડ થાય તેવું ફિલ થાય છે.
  • બેક પેઇન થવું.
  • પેલ્વિસ માં ડ્રેગિંગ પેઇન થવું.
  • યુરીન પાસ કરવામાં ડીફીકલ્ટી થવી.
  • વજાઇનલ બ્લીડિંગ,ડીસ્ચાર્જ અને ઇન્ફેક્શન પ્રેઝન્ટ થવું.
  • ડિસ્પારેયુનિયા.
  • યુરીન નુ ઇનકમ્પ્લીટ ઇવાક્યુએશન થવુ.
  • સ્ટૂલ પાસ કરવામાં ડીફીકલ્ટી થવી.
  • આ સીમટોમ્સ એ ઓબેસિટી, લાંબા સમય સુધી સ્ટેન્ડિંગ રહેવાના કારણે, સ્ટ્રેઇનિંગ ના કારણે, કફીંગ ના કારણે તથા કોઇપણ હેવી ઓબ્જેક્ટ નું લિફ્ટિંગ કરવાના કારણે એબડોમીનલ પ્રેશર ઇન્ક્રીઝ થાય છે અને સિમટોમ્સ એગ્રાવેટેડ થાય છે.

Diagnostic Evaluation (ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન) :

  • હિસ્ટ્રી કલેક્શન,
  • ફિઝિકલ એક્ઝામિનેશન,
  • કન્ડિશન ને આઇડેન્ટીફાય કરવા માટે પેલ્વિક એક્ઝામિનેશન,
  • વજાયનલ એક્ઝામિનેશન.

Management (મેનેજમેન્ટ ):

  • યુટેરાઇન પ્રોલેપ્સ‌ નું મેનેજમેન્ટ એ સામાન્ય રીતે 5 પોઇન્ટ ના આધાર પર કરવામાં આવે છે જેમ કે,
  • 1) પેશન્ટના સિમટોમ્સ ની સિવ્યારિટી જેમકે માઇલ્ડ,‌ મોડરેટ તથા સિવ્યાર સિમ્પટોમ્સ ના આધારે ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • 2) યુટેરાઇન પ્રોલેપ્સ ની સીવ્યારીટી ના આધારે એટલે કે યુટેરાઇન પ્રોલેપ્સ એ કયા સ્ટેજ પર થયેલું છે તેના આધારે ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • 3) પેશન્ટ ની એજ ના આધારે.
  • 4) ફિમેલ ના હેલ્થ સ્ટેટસ પર ટ્રીટમેન્ટ આધારિત હોય છે.
  • 5) ફ્યુચર ફેમિલી પ્લાનિંગ પર ટ્રીટમેન્ટ એ આધાર રાખે છે.

જ્યારે પણ યુટેરાઇન પ્રોલેપ્સ‌ ની ટ્રીટમેન્ટ કરવામાં આવે ત્યારે આ પાંચ પોઇન્ટ ને ધ્યાનમાં રાખી તેનું મેનેજમેન્ટ કરવામાં આવે છે.

યુટેરાઇન પ્રોલેપ્સ નું મેનેજમેન્ટ એ ત્રણ ફેઝ માં ડિવાઇડ કરવામાં આવે છે જેમ કે,

1) પ્રિવેન્ટીવ મેનેજમેન્ટ,
2) કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ,
3) સર્જીકલ મેનેજમેન્ટ.

1) પ્રિવેન્ટીવ મેનેજમેન્ટ:

  • પેશન્ટ ને ઇફેક્ટિવ એન્ટીનેટલ કેર પ્રોવાઇડ કરવી જેમકે,
  • 1) પેશન્ટ ને એડીક્યુએટ અમાઉન્ટ માં ન્યુટ્રિશનલ સપ્લીમેન્ટ પ્રોવાઇડ કરવું.
  • 2) પેશન્ટ ને પ્રોપર્લી એન્ટીનેટલ હાયજીન મેઇન્ટેન રાખવા માટે એડવાઇઝ આપવી.
  • 3) પેશન્ટ ને પ્રોપર્લી રિલેક્સેશન એક્સરસાઇઝ કરવા માટે એડવાઇઝ આપવી.
  • 4) ફિમેલને હાઇ ફાઇબર ડાયટ તથા ખૂબ વધારે પ્રમાણમાં વોટર ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી જેના કારણે કોન્સ્ટીપેશન રિડ્યુઝ થય શકે.
  • 5) પેશન્ટ ને હેવી લિફ્ટિંગ એવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી.
  • પેશન્ટની પ્રોપર્લી ઇન્ટ્રાનેટલ કેર પ્રોવાઇડ કરવી જેના લીધે,
  • 1) પેશન્ટ ને પ્રોલોંગ લેબર ની કન્ડિશન થી પ્રિવેન્ટ કરવા માટે,
  • 2) પ્રીમેચ્યોર બિયરિંગ ડાઉન એફટ્સ ને પ્રિવેન્ટ કરવા માટે.
  • પેશન્ટ ને એડીક્યુએટ અમાઉન્ટ માં પોસ્ટ નેટલ કેર પ્રોવાઇડ કરવી જેમ કે,
  • 1) પેશન્ટ ને ફંડલ પુશિંગ અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી.
  • 2) પેશન્ટ ને અર્લી એમ્બ્યુલેશન માટે એડવાઇઝ આપવી.
  • 3) વુમન ને પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ તથા કિગલ એક્સરસાઇઝ કરવા માટે એડવાઇઝ આપવી કારણકે આ એક્સરસાઇઝ મસલ્સ ની સ્ટ્રેંથ ને વધારે છે અને સાથે સાથે પેલ્વિક તથા યુટેરાઇન મસલ્સ કે જે લુઝ થયેલા હોય છે તે સ્ટ્રેન્ધેન થાય છે અને યુટેરાઇન પ્રોલેપ્સ એ પ્રિવેન્ટ થય‌ શકે છે.

2) કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ:

  • પેશન્ટ ને પ્રોપર્લી રિએશિયોરન્સ પ્રોવાઇડ કરવો.
  • પેશન્ટ ને તેનું ન્યુટ્રીશનલ સ્ટેટસ ઇમ્પ્રુવ કરવા માટે એડવાઇઝ આપવી.
  • પેશન્ટ્ ના પેલ્વિક મસલ્સ ને સ્ટ્રેન્ધેન કરવા માટે પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ કરવા માટે એડવાઇઝ આપવી.
  • પેશન્ટ ને પેસરી ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવી આ પેસરી એ રબર અથવા પ્લાસ્ટિક ની બનેલી રીંગ હોય છે એટલે કે તે લેટેક્ટ અથવા સિલિકોન ની બનેલી રીંગ હોય જેને યુટ્રસ ને તેની નોર્મલ પ્લેસ પર રાખવા માટે યુઝ કરવામાં આવે છે પેસરી એ ફિમેલ ની એજ તથા વેઇટ મુજબ ડીફરન્ટ ડિફરન્ટ સાઇઝ અને શેપ માં અવેઇલેબલ હોય છે આ પેસરી નો યુઝ એ પ્રોલેપ્સ થયેલા યુટ્રસ ને તેની નોર્મલ પ્લેસ પર પ્લેસ કરવા માટે યુઝ થાય છે.

3) સર્જીકલ મેનેજમેન્ટ:

  • યુટેરાઇન પ્રોલેપ્સ‌ ની કન્ડિશન માં વીક થયેલા પેલ્વિક ફ્લોર મસલ્સ ને રીપેઇર કરવા માટે નીચે મુજબની સર્જરી કરવામાં આવે છેજેમ કે,
  • એન્ટિરિયર કલ્પોરાફી,
    કોલ્પોપેરીનીયોરાફી,
    પેલ્વિક ફ્લોર રીપેર (PFR),
    ફોધરગિલ્સ ઓપરેશન
  • જે cystocele, enterocele, rectocele ના કેસ માં થાય છે.
  • PFR સાથે વજાઇનલ હિસ્ટરેક્ટોમી (પેલ્વિક ફ્લોર રિપેર) જો યુટેરો વજાઇનલ પ્રોલેપ્સ હોય તો આ પ્રોસિઝર કરવામાં આવે છે.
  • સર્વિકોપેક્સી
    લે ફોર્ટ ઓપરેશન. (કોલ્પોક્લિસિસ)
    વૉલ્ટ પ્રોલેપ્સ માં આ પ્રોસિઝર કરવામાં આવે છે.

Q-5 Define following (any six) નીચેની વ્યાખ્યા લખો. (કોઇપણ છ) 12

a) Vertex – વર્ટેક્સ

  • વર્ટેક્સ એટલે ફિટલ સ્કલ નો એવો ભાગ, જે આગળની બાજુએ બ્રેગ્મા (એન્ટીરિયર ફોન્ટાનેલ), પાછળની બાજુએ પોસ્ટીરિયર ફોન્ટાનેલ અને બન્ને બાજુએ પેરાઇટલ એમિનેન્સ દ્વારા સીમિત હોય છે. ફિટલ હેડ સંપૂર્ણ રીતે ફ્લેક્સ થયેલું હોય ત્યારે વર્ટેક્સ જ પ્રેઝેન્ટિંગ પાર્ટ બને છે.

OR

  • વર્ટેક્સ એટલે ફિટલ સ્કલનો બ્રેગ્મા, પોસ્ટીરિયર ફોન્ટાનેલ અને બંને પેરાઇટલ એમિનેન્સ વચ્ચે આવેલો ભાગ, જે સંપૂર્ણ ફ્લેક્સ થયેલા ફિટલ હેડમાં પ્રેઝેન્ટિંગ પાર્ટ બને છે.

b ) Vasa previa – વાસા પ્રિવીયા

  • Vasa (વાસા) = બ્લડ વેસલ્સ
  • Previa (પ્રિવિયા) = આગળ / પ્રેઝેન્ટિંગ પાર્ટની આગળ

વાસા પ્રિવિયા એ એક ઓબ્સ્ટેટ્રિક્સ કોમ્પ્લીકેશન્સ છે કે જેમાં ફિટલ બ્લ્ડ વેસલ્સ એ યુટ્રસ ના ઇન્ટર્નલ ઓરિફીસ ના ક્રોસ અથવા નજીક માંથી પાસ આઉટ થતી હોય છે‌ તથા પ્રેઝેન્ટીન્ગ પાર્ટ ના ફ્રન્ટ માં હોય છે.જ્યારે સપોર્ટીન્ગ મેમ્બ્રેન એ રપ્ચર થય જાય છે ત્યારે આ વેસેલ્સ એ રપ્ચર થવાનું રિસ્ક રહે છે કારણ કે તે અંમ્બેલીકલ કોર્ડ અથવા પ્લેસેન્ટલ ટીશ્યુસ દ્વારા અનસપોર્ટેડ હોય છે. આ કોમ્પ્લિકેશન્સ એ લેબર દરમિયાન અને ડીલેવરી સમય દરમિયાન અરાઇઝ થય શકે છે.

OR

વાસા પ્રિવિયા એટલે અમ્બેલીકલ કોર્ડ અથવા પ્લેસેન્ટાથી સુરક્ષિત ન (unprotected)હોય તેવી ફિટલ બ્લડ વેસલ્સ ઇન્ટરનલ સર્વાઇકલ ઓસ ઉપર અથવા તેની નજીક પ્રેઝેન્ટિંગ પાર્ટની નીચે પસાર થતી સ્થિતિ.

c ) Oogenesis – ઓજીનેસીસ

  • ઓજીનેસીસ એટલે ઓવરી માં આવેલી ઊગોનિયા (Oogonia) માંથી માઈટોસિસ (Mitosis), ગ્રોથ (Growth), મીઓસિસ (Meiosis) અને મેચ્યુરેશન (Maturation) ની ક્રમિક પ્રક્રિયા દ્વારા મેચ્યોર ફીઈમેલ ગેમેટ (ઓવમ) નું ફોર્મેશન થવાની પ્રક્રિયા.

d ) Dysmenorrhea – ડિસમેનોરિયા

  • પેઇનફુલ મેન્સ્ટ્રુએસન ને ડિસમેનોરીયા કહેવામાં આવે છે. OR Dysmenorrhea is the medical term for painful menstruation, typically involving lower abdominal cramps before or during the menstrual period.

OR

ડિસ્મેનોરિયા, જેને પેઇનફુલ પિરીયડ્સ અથવા મેન્સ્ટ્રુઅલ ક્રેમ્પ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મેન્સ્ટ્રુએસન દરમિયાન પેઇન ની કન્ડિશન છે.ડિસ્મેનોરિયા એ પેઇનફુલ મેન્સ્ટ્રુએસન નું વર્ણન કરતો શબ્દ છે જેમાં સામાન્ય રીતે યુટેરાઇન કોન્ટ્રાકશન ને કારણે થતા ક્રેમ્પસ નો સમાવેશ થાય છે.

ટાઇપ્સ ઓફ ડિસ્મેનોરિયા:

ડિસ્મેનોરિયા ના સામાન્ય રિતે બે ટાઇપ પડે છે, જેમ કે:

1) પ્રાઇમરી ઓર સ્પાઝમોડીક,
2) સેકન્ડરી ઓર કન્જેસ્ટીવ

1) પ્રાઇમરી ઓર સ્પાઝમોડીક:

  • કોઇ ઓળખી ન શકાય તેવી પેલ્વિક પેથોલોજી સાથે પેઇનફુલ મેન્સ્ટ્રુએસન ની કન્ડિશન છે.
  • મેન્સિસ ના ફર્સ્ટ 2 દિવસમાં હાઇએસ્ટ લેવલ હોય છે.

2)સેકન્ડરી ઓર કન્જેસ્ટીવ:

  • પેલ્વિક અથવા યુટ્રસ ની પેથોલોજીને કારણે પેઇનફુલ મેન્સ્ટ્રુએસન થાય છે.

e ) Implantation – ઇમ્પ્લાન્ટેશન

  • ઇમ્પ્લાન્ટેશન એ એવી પ્રોસેસ છે કે જેમા ઝાયગોટ એ ફેલોપિયન ટ્યુબ માથી યુટેરાઇન કેવિટી ના એન્ડોમેટ્રીયમ મા ડેવલોપ થવા માટે એંગેજ થાય છે.ઇમ્પ્લાન્ટેશન ની પ્રોસેસ એ ઝાયગોટ નું ફોર્મેશન થયાના 4 થી 5 દિવસથી સ્ટાર્ટ થાય છે અને 11 દિવસ સુધીમાં કમ્પ્લીટ થાય છે.ઝાયગોટ નું ફોર્મેશન થયા બાદ ચાર દિવસ સુધી ઝાયગોટ એ ફેલોપિયન ટ્યુબમાં જ રહે છે અને ત્યારબાદ તેનું યુટેરાઇન કેવિટી મા ઇમ્પ્લાન્ટેશન થાય છે.

f ) Show – શો

  • પ્રેગનેન્સી માં ઓપરક્યુલમ(સર્વાઇકલ મ્યુકસ પ્લગ) ફોર્મ થાય છે અને બ્લડ સ્ટેઇન્ડ મ્યુકોઇડ ડિસ્ચાર્જ ના રૂપમાં લેબર ના થોડાક કલાક પહેલાં અથવા લેબર સાથે બહાર આવે છે જેને “શો” કહેવાય છે
  • સર્વિક્સ ની કેપીલરી વેસલ્સ રપ્ચર થવાથી તથા લોવર યુટેરાઇડ સેગ્મેન્ટ ખેચાવાથી રો ડેસીડ્યુઅલ સરફેસ માંથી બ્લડ ઉઝીંગ થાય છે.

g) Moudling – મોલ્ડિંગ

ફિટસ એ બર્થ કેનાલ માંથી પસાર થતી વખતે ફિટસના હેડ મા બર્થ પેસેજ તરફથી રેઝિસ્ટન્ટ આવવાથી ફિટસ ના હેડ ના શેપમાં અલ્ટ્રેશન (ચેન્જીસ) આવે છે તેને “મોલ્ડિંગ” કહેવામાં આવે છે.

આ પ્રોસેસ દરમિયાન પરાઇટલ બોન એ નજીકના બોન પર ઓવરલેપ થાય છે જેમ કે પાછળની તરફ ઓક્સિપિટલ બોન, ફ્રન્ટમાં ફ્રંટલ બોન તથા સાઇડ માં ટેમ્પોરલ બોન તરફ ઓવરલેપ થાય છે. વર્ટેક્સ માં રાઇટ પરાઇટલ બોન તે લેફ્ટ પરાઇટલ બોન પર ઓવરરાઇડ થાય છે. બર્થ પછી થોડા કલાકોમાં મોલ્ડિંગ એ Invisible (અદ્રશ્ય) થય જાય છે.

ગ્રેડિંગ:


ગ્રેડ:= 1 ( બોન એ એકબીજાને ટચ થાય છે પરંતુ ઓવરલેપ થતા નથી).

ગ્રેડ:= 2 ( તેમાં બોન એ ઓવરલેપ થાય છે પરંતુ ઇઝીલી સેપરેટ થય જાય છે).

ગ્રેડ:=3 ( બોન એ ફિક્સ ઓવરલેપિંગ થાય છે).

Q-6(A) Fill in the blanks. ખાલી જગ્યાઓ પુરો. 05

1.Ejection of milk is called …. મિલ્કના ઈજેક્શન ને …. કહે છે. Galactokinesis (Milk Let -Down Reflex). ગેલેક્ટોકાઈનેસિસ (મિલ્ક લેટ-ડાઉન રીફ્લેક્સ)

2.The other name of umbilical cord is …. અમ્બેલીકલ કોર્ડનું બીજું નામ …. છે. Funis (ફ્યુનિસ)

3.TORCH stands for …. TORCH નું પુરૂ નામ …. છે. Toxoplasmosis, Other (Syphilis, Varicella-Zoster, Parvovirus B19), Rubella, Cytomegalovirus, Herpes Simplex Virus.
TORCH નું પુરૂ નામ ટોક્સોપ્લાઝમોસિસ, અધર (સિફિલિસ, વેરિસેલા-ઝોસ્ટર, પાર્વોવાયરસ B19), રૂબેલા, સાયટોમેગાલોવાયરસ અને હર્પીસ સિમ્પ્લેક્સ

4.HELLP stands for …. HELLP નું પુરૂ નામ …. છે. Hemolysis, Elevated Liver Enzymes, Low Platelet Count. HELLP નું પુરૂ નામ હીમોલિસિસ, એલિવેટેડ લીવર એન્ઝાઇમ્સ અને લો પ્લેટલેટ કાઉન્ટ

5.Normal involution of uterus per day is …. cm. સામાન્ય રીતે યુટ્રસનું ઈન્વોલ્યુશન એક દિવસમાં …. cm થાય છે.1 cm

(B) True or False – ખરા ખોટા જણાવો.05

1.Goodle’s sign is discoloration of vagina. ગુડેલ્સ સાઈન એટલે વજાઈનાનું ડિસ્કલરેશન થવુ. ❌ False (ખોટું)
સાચું: Chadwick’s sign = વજાઈના અને સર્વિક્સનું બ્લૂઇશ ડિસ્કલરેશન.
Goodell’s sign = સર્વિક્સનું સોફ્ટનિંગ (Softening of cervix).

2.Longest fetal skull diameter is mento vertical. ફિટલ સ્કલનો સૌથી લાંબો ડાયામિટર મેન્ટો વર્ટિકલ છે. ✅ True (સાચું)
મેન્ટોવર્ટિકલ ડાયામિટર = 13.5 cm (સૌથી લાંબો ડાયામિટર).

3.International midwifery day celebrated on 5th May. આંતરરાષ્ટ્રીય મિડવાઈફરી દિવસ ૫ મે એ ઉજવાય છે.✅ True (સાચું)

4.Injection methargine used as a tocolytic agent. ઈન્જેક્શન મિથાર્જીન એ ટોકોલાયટીક એજન્ટ તરીકે વપરાય છે. ❌ False (ખોટું) સાચું: Methylergometrine (Methergine) એક Uterotonic મેડીસીન છે, જે પ્રેગનેન્સી પછીનું બ્લીડિન્ગ (પોસ્ટ પાર્ટમ હેમોર્રેજ) (PPH) રોકવા માટે વપરાય છે. તે Tocolytic નથી.

5.Quickening is a positive sign of pregnancy. કિવકનીંગએ પ્રેગન્સીની પોઝિટીવ સાઈન છે. ❌ False (ખોટું)
સાચું: QuickeningPresumptive (Subjective) sign of pregnancy છે, Positive sign નથી. Positive signsમાં Fetal heart sounds, Fetal movements felt by examiner, Ultrasoundમાં fetus દેખાવું વગેરે આવે છે.

(C) Multiple Choice Questions – નીચેના માથી સાચો વિકલ્પ લખો. 05

1.Anterior fontanel ossifies at …. એન્ટીરિયર ફોન્ટાનેલ બંધ થાય. ✅ Ans: A) 18 Months

a) 18 Months

b) 08 Months

c) 24 Months

d) 06 Months

2.Creamy substance on new born is known as …. નવજાત શિશુ પર ચોંટેલા ક્રિમી સબસ્ટન્સને …. કહે છે. ✅ Ans: D) Vernix caseosa

a) Lanugo

b) Skin

c) Amniotic sac

d) Vernix caseosa

3.Non hormonal pills of contraception is …. કોન્ટ્રાસેપ્શનની નોન હોર્મોનલ પિલ્સ …. છે. ✅ Ans: A) Chhaya

a) Chhaya

b) Antara

c) DMPA

d ) Susten

4.Which hormone is produced by corpus luterum? કોર્પસ લ્યુટીયમ દ્વારા કયો હોર્મોન ઉત્પન્ન થાય છે? ✅ Ans: D) Progesterone

a) LH

b) TSH

c) MSH

d) Progesterone

5.First beast milk is called…. પ્રથમ બ્રેસ્ટ મિલ્કને કહે છે. ✅ Ans: C) Colostrum

a) Hind milk

b) Fore milk

c ) Colostrum

d) Mature milk

My Nursing App – Apps on Google Play
Published
Categorized as Uncategorised