ANM – SY – MIDWIFERY PAPER SOLUTION 09/06/2025

09/06/2025

પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) એબોર્શન એટલે શું? તેના પ્રકારો લખો. 03

(૨) PPH ના મેનેજમેન્ટમાં ANM ની ભૂમિકા લખો. 04

(૩) જોખમી પ્રેગનન્સી વિશે લખો. 05

અથવા

(૧) સ્ત્રી પ્રજનન તંત્રના અવયવો લખો. 03

સ્ત્રી પ્રજનન તંત્ર (ફિમેલ રીપ્રોડક્ટિવ સિસ્ટમ)

  • ફિમેલના શરીરના અંદર કુદરતે મનુષ્યની વંશ વૃદ્ધિ કરવા માટે કેટલાક ખાસ પ્રકારના અવયવોની રચના કરેલ છે. આ અવયવો સ્ત્રી પ્રજનનતંત્રના અવયવો તરીકે ઓળખવામાં આવે છે. તેને બે ભાગમાં વહેંચી દેવામાં આવે છે.

૧) બાહ્ય પ્રજનન અવયવો

  • મોન્સ પ્યુબીસ
  • લેબિયા મેજોરા
  • લેબીયા માઈનોરા
  • ક્લિટોરિસ
  • વજાયનલ ઓપનિંગ

૨) આંતરિક પ્રજનન અવયવો

  • યુટરસ
  • ફેલોપિયન ટ્યુબ
  • ઓવરી
  • વજાયના
  • સર્વિક્સ

(૨) પેલ્વીસ વિશે લખો. 04

(૩) એકલેમ્પ્સીયાનાં ચિન્હો અને લક્ષણો જણાવી, તેમાં આપવામાં આવતી સારવાર વિશે લખો. 05

પ્રશ્ન-ર નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) પરપ્યુરિયમ પિરીયડ એટલે શું? તેમાં થતાં શારિરીક ફેરફારો વિશે ટૂંકમાં લખો. 08

(૨) ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબરનું મેનેજમેન્ટ લખો. 04

અથવા

(૧) સગર્ભાવસ્થા દરમિયાન થતા માઈનર એલીમેન્ટ વિશે ટૂંકમાં ચર્ચા કરો. 08

(૨) માતાના મરણ થવાના અગત્યના કારણો લખો. 04

માતાના મરણ થવાના અગત્યના કારણો

1. રક્તસ્ત્રાવ (Hemorrhage)

  • પ્રસૂતિ વખતે અથવા પ્રસૂતિ પછી અતિશય રક્તસ્રાવ થવાથી માતાનું મરણ થઈ શકે છે.
  • ખાસ કરીને પોસ્ટ પાર્ટમ હેમરેજ (PPH) સૌથી સામાન્ય કારણ છે.

2. ઇન્ફેક્શન (Sepsis)

  • અસ્વચ્છ ડિલિવરી પ્રેક્ટિસ કે પ્રસૂતિ પછીના સમયમાં ઈન્ફેક્શન થવાથી સીરીયસ થઈ શકે છે.
  • પરપેરિઅલ સેપ્સીસ માતાનું ગંભીર કારણ બની શકે છે.

3. ઇક્લેમ્પ્સિયા અને પ્રી-ઇક્લેમ્પ્સિયા (Eclampsia & Pre-eclampsia)

  • પ્રેગનન્સી દરમિયાન રક્તદાબ (PIH) અને તેનું કટિથરૂપ એટલે કે ઈક્લેમ્પ્સિયા, જેમાં કન્વર્ઝન અને અચાનક બીપી વધી જાય છે.

4. અવરોધક પ્રસૂતિ (Obstructed Labor)

  • લાંબા સમય સુધી શિશુ જન્મમાં અવરોધ રહે તો માતાને શારીરિક ઈજા અથવા યૂટરસ ફાટવાનું જોખમ વધે છે.

5. અસુરક્ષિત ગર્ભપાત (Unsafe Abortion)

  • તાલીમ વગરના વ્યક્તિ દ્વારા કરાવેલા ગર્ભપાતથી ગંભીર જટિલતાઓ થાય છે.
  • અણધાર્યા રક્તસ્રાવ, ઈન્ફેક્શન વગેરેથી મૃત્યુ થાય છે.

6. એનિમીયા (Anemia)

  • ભારત જેવા દેશોમાં લોહીની ઉણપ (અતિ ઓછું હેમોગ્લોબિન) પણ મૌતનું મહત્વપૂર્ણ કારણ બની શકે છે.

7. વિલંબિત આરોગ્ય સેવાઓ (Delay in Health Services)

  • સમયસર દવાખાને ન પહોચવુ, ટ્રાન્સપોર્ટ ન મળવો, અથવા પ્રાથમિક સારવાર ન મળવી પણ મોટું કારણ છે.

8. પૂર્વ પ્રસૂતિ કાળજીનો અભાવ (Lack of antenatal care)

  • સમયસર ANC visit ન કરવાથી ઝટિલતાઓ ઓળખી શકાય નહીં.

પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (કોઈપણ બે)

(૧) કુંટુંબ નિયોજનની બિનકાયમી પધ્ધતિઓ સમજાવો.

ફેમીલી પ્લાનીંગ ની બિનકાયમી પદ્ધતિઓ

🔸લેકટેસન એમેનોરિયા મેથડ(LAM)

  • બાળક ધાવણ લેતું હોય ત્યારે નીપલને ચૂસતું હોય છે. તેની આ ક્રિયાથી એન્ટિરિયર પિચ્યુટરી ગ્રંથિમાંથી ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે. કે જે ઓવરીની પ્રવૃત્તિને મંદ કરી દે છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ગર્ભાવસ્થા સામે 88% જેટલું રક્ષણ પૂરું પાડે છે.

🔸સર્વાઇકલ મ્યુકસ મેથડ(CMM)

  • માસિક ચક્રના ફળદ્રુપતા અને બિન ફળદ્રુપતા તબક્કા દરમિયાન મ્યુકસની ઘટ્ટતામાં ફેરફાર જોવા મળે છે. માસિક પછી ઘટ્ટ મ્યુકસ સર્વિક્સને બંધ કરી દે છે. અને તે સ્પમના પ્રવેશને અવરોધે છે. સ્ત્રી વાલ્વ સુષ્ક થઈ ગયેલ હોય તેવું અનુભવે છે.એ સમય સંભોગ ક્રિયાથી ગર્ભાવસ્થા રહેતી નથી.

🔸એબસ્ટીન્નસ(સંયમ પાલન)

  • આમાં અમુક ચોક્કસ સમયગાળામાં સંભોગની ક્રિયા કરવામાં આવતી નથી. આ રીતને સ્ટાન્ડર્ડ ડે મેથડ (SDM) પણ કહે છે.

🔸કોઈટસ ઇન્ટરપટ

  • આ જૂની મેથડ છે. છતાં પણ કોઈ પણ પ્રિકોશન ન લેવા કરતા ઉત્તમ છે. પરંતુ તેની ભલામણ કરી શકાય નહીં. આ રીતમાં વીર્યસ્ખલન વજાઈનાની અંદર ન કરતા વજાઇનાની બહાર કરવામાં આવે છે.

🔸શરીરના તાપમાનનું નિરીક્ષણ

  • સ્ત્રીને દરરોજ સવારના સમયે શરીરનું તાપમાન માપવા માટે જણાવવું જોઈએ. તેની નોંધ રાખવી જોઈએ. ઓવ્યુલેશનની ક્રિયા પછીથી શરીરનું તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ જેટલું વધે છે. અને તે માસિક સુધી યથાવત રહે છે માસિક ચક્રનો બિન ફળદ્રુપતા તબક્કો ત્રીજા દિવસથી શરૂ થાય છે. ત્રીજા દિવસ પછી શરીરનું સામાન્ય તાપમાન થઈ જાય છે. શરીરના તાપમાન ઉપર ઘણા પરિબળો અસર કરી છે દા.ત. માનવની ચિંતા, નિરક્ષરતા, દારૂ , મોડી રાત્રે ઊંઘવું વગેરે. પ્રસુતિ પછી દરરોજ તાપમાન માપવાનું માતા માટે મુશ્કેલ બની જાય છે. જેથી આ રીતનો ઉપયોગ સલાહ ભરેલ નથી.

🔸રીધમ મેથડ (કેલેન્ડર મેથડ)

  • આ મેથડને કેલેન્ડર મેથડ પણ કહે છે આ રીતમાં સલામત સમય શોધી કાઢવામાં આવે છે. ટૂંકા માસિકચક્રમાંથી 20 દિવસ ઓછા કરવા તે ફળદ્રુપતાનો પ્રથમ દિવસ ગણવો.
  • લાંબા માસિક ચક્રમાંથી ૧૧ દિવસ ઓછા કરવા તે ફળદ્રુપતાનો છેલ્લો દિવસ ગણવો.

🔸ગર્ભ નિરોધક ગોળીઓ તથા ઇન્જેક્શન

A. ગર્ભ નિરોધક ગોળીઓ

  • કમ્બાઇન્ડ ઓરલ પીલ્સ: આ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની બનાવટ છે. તે માલા-ડી અને માલા-એન સ્વરૂપે મળે છે.

B. ગર્ભ નિરોધક ઇન્જેક્શન

  • અંતઃસ્ત્રાવોથી બનેલા આવા ઇન્જેક્શનો બજારમાં ઉપલબ્ધ છે. દા.ત.DMPA કે જે પ્રોજેસ્ટેરોનની બનાવટ છે.

🔸IUCD : ઇન્ટરાયુટેરાઇન કોન્ટ્રાસેપટીવ ડિવાઇસ

  • બજારમાં ઘણા પ્રકારના IUCD ઉપલબ્ધ છે. પણ તેમાંથી કોપર ટીનો ઉપયોગ વધુમાં વધુ થાય છે.

(૨) નવજાત શિશું સંભાળનાં આવશ્યક મુદ્દાઓ લખો.

(૩) નિયોનેટલ ઈન્ફેકશન વિશે સમજાવો.

પ્રશ્ન-૪ ટુંક નોંધ લખો. (કોઈપણ ત્રણ)

(૧) KMC

Definition : બાળકને મધર ફાધર કે કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ દ્વારા ચામડીથી ચામડીના સ્પર્શ દ્વારા બાળકને હુંફ આપી બાળકને ઠંડુ પડતા અટકાવવા માટે જે પદ્ધતિ અપનાવવામાં આવે છે તેને કાંગારૂ મધર કેર કહે છે.

  • આ એક નવજાત શિશુની સંભાળ માટેની અગત્યની પદ્ધતિ છે તેમાં નવજાત શિશુનો જન્મ થાય કે તરત જ માતાના શરીર સાથે કપડાના આવરણ સિવાય સીધો સ્પર્શ કરવાથી બાળકને ગરમાવો આપી શકાય. ખાસ કરીને ૨ કિ.ગ્રા. થી ઓછા વજનવાળા બાળકને ખાસ KMC આપવાની જરૂર પડે છે.
  • નોર્મલી બધા જ બાળકોને જન્મ પછી કાંગારુ મધર કેર આપવી જરૂરી છે. 30 થી 35% બાળકો જન્મ સમયે નબળા હોય છે અને હોસ્પિટલમાં દવા કરાવી ખર્ચાળ આવા સંજોગોમાં કાંગારુ કેર આપવી ખૂબ જ જરૂરી બને છે.

🔸કાંગારૂ મધર કેર આપવાના પગથીયા

  • સૌપ્રથમ બેબી આઉટ થયા પછી બેબીને કોર્ડ કટ કર્યા સિવાય મધરના સાથળ કે મધરના પેટ પર મૂકવું.
  • ત્યારબાદ કોર્ડ કટ કરવી.
  • રૂમ ઠંડા પવનથી સુરક્ષિત હોવો જોઈએ.
  • ત્યારબાદ બેબીને કોરા કપડાથી લૂછીને કોરા કપડામાં લપેટી દો.
  • બાળકને ખુલ્લા કરી માતાની છાતી અને પેટ સાથે અડકાડીને રાખો.
  • બાળકને ઋતુ અનુસાર ગરમ ચોખ્ખા કપડા પહેરાવવા.

🔸કાંગારુ મધર કેર આપવાની રીત

  • બાળકને માતાના બંને સ્તન વચ્ચે ઊભો રહે તેમ ગોઠવો.
  • બાળકનું માથું એક તરફ ફેરવો અને થોડું ઊંચું રાખો જેથી તેનો શ્વાસ માર્ગ ખુલ્લો રહે અને માતા બાળકની આંખો મળે.
  • બાળકના બંને પગ દેડકા જેવી સ્થિતિમાં રહે તેમ ગોઠવો.
  • બાળકનું પેટ માતાના પેટને અડે તે સ્થિતિમાં બાળકને ગોઠવો.
  • માતાના શ્વાસોશ્વાસથી બાળકના શ્વાસ ઉત્તેજિત થાય છે.
  • બાળકના બેઠકના ભાગને જોળી વડે આધાર આપો.

🔸કાંગારૂ મધર કેરના ફાયદા

  • આ એક સર્વાંગી શ્રેષ્ઠ પદ્ધતિ છે જેનાથી બાળકના શરીરને હુંફાળું રાખી શકાય છે.
  • બાળકને ચેપ લાગતો અટકાવી શકાય છે.
  • સતત સ્પર્શના કારણે માતાને ધાવણ વધુ આવે છે વારંવાર ધવડાવવાનું સહેલું પડે છે જેના કારણે બાળકનું વજન સારી રીતે વધે છે.
  • બાળકને સલામતીનો અનુભવ થાય છે અને બાળકનો માનસિક વિકાસ સારો થાય છે.
  • બાળક અને માતા વચ્ચે સ્નેહ બંધાઈ રહે છે.

(૨) પાર્ટોગ્રાફ

પાર્ટોગ્રાફ

  • આ એક પ્રસુતીની પ્રગતીનું અવલોકન દર્શાવતું સાધન છે અને બીજા જોખમ હોય તો તે ઓળખવામાં મદદરૂપ બને છે સગર્ભાવસ્થા દરમ્યાન કોઈ પણ જોખમ ન હોય તો જ પાર્ટોગ્રાફ વાપરવો. સ્ત્રી પ્રસુતિની સક્રીય પ્રક્રિયામાં ( ૪ સે.મી. ડાયલેટેશન થાય પછી) પ્રવેશે પછી પાર્ટોગ્રાફ નિભાવવાની શરૂઆત કરવી જોઇએ. પાર્ટોગ્રાફ પ્રસુતિની પ્રગતીને, માતા અને શીશુની ધ્યાનાકર્ષક સ્થીતીઓની આલેખરૂપ નોંધ છે. તે પ્રસુતીની પ્રગતી નું માપ કાઢવાનું અને કોઇ યોગ્ય સમયે કાર્યવાહી કરવાની તથા સમયસર સંદર્ભ સેવા કેંદ્ર પર મોકલી આપવાની જરૂરિયાત જાણવાનું સાધન છે.

પાર્ટોગ્રાફ ચાર્ટની ઓળખ

અ. પાર્ટોગ્રાફના આલેખમા સૌથી પહેલા માતાની માહીતી જેમાં :

  • માતાનું પૂરૂ નામ
  • ઉંમર
  • પારા
  • રજીસ્ટ્રેશન નંબર
  • ડેટ એન્ડ ટાઇમ ઓફ એડમીશન
  • ડેટ એન્ડ ટાઇમ ઓફ મેમ્બ્રેન રપચર

બ. ફીટલ કન્ડીશન

  • ૧. એફ.એચ.એસ. દર અડધા કલાકે ગણીને નોંધવા જોઇએ
  • ૨. એફ.એચ.એસ પૂરી એક મીનીટ માટે ગણવા
  • ૩. યુટ્રાઇન કોન્ટ્રાક્શન બાદ તરત જ એફ.એચ.એસ ગણવા જોઇએ
  • ૪. એફ.એચ.એસ નોર્મલ ૧૨૦ થી ૧૬૦ પર મીનીટ નોર્મલ કહેવાય.વધારે કે ઓછા ફિટલ ડીસ્ટ્રેસ દર્શાવે છે.

ક. એફ.એચ.એસ ની નીચેના ગ્રાફ એમ્નિઓટીક ફ્લુઇડ વિશેની માહીતી છે.

જેમાં

  • ૧. દર ૩૦ મીનીટે એમ્નિઓટીક સેક ની સ્થીતી અને એમ્નિઓટીક ફ્લ્યુઇડ કે જે વલ્વાપર જોઇ શકાય છે તેના રંગ પ્રમાણે માર્કિંગ કરવુ જેમ કે
  • ૨. પડ તુટ્યું ન હોય તો અંગ્રેજી મા આઇ (I)લખવું. “I”મતલબ ઇન્ટેક્ટ
  • ૩. જો ક્લીઅર છે તો “C” લખવું. “C” મતલબ ક્લીઅર
  • ૪. મ્યુકોનીયમ મિશ્રિત હોય તો અંગ્રેજી મા એમ (M )લખવું M મતલબ મ્યુકોની યમ
  • ૫. પ્રવાહી ન હોય અંગ્રેજીમાં એ (A) લખવું A મતલબ એબસન્ટ

ડ. સર્વાઇકલ ડાયલેટેશન

  • આ એક ગ્રાફ છે જેમાં ડાબી બાજુ ૪ થી ૧૦ સુધીના આંકના ચોરસ ખાના બને છે જે દર ચોરસે એક સે.મી ડાયલેટેશન થયાની ખબર પડે છે. નીચેના ભાગમા 0 થી ૨૪ આંકડા હોય છે જે દરેક ચોરસ ૧ કલાક થયાની જાણ કરે છે. ૪ સે.મી.સર્વાઇકલ ડાયલેટેશન પછી માર્કિંગ શરૂ કરવું ઓસ કેટલા સે.મી ડાયલેટ છે તે બતાવે છે ત્યા ‘X’ ની નોંધ કરવામા આવે છે જેથી યુટ્રસના ડાયલેટેશનની ખબર પડે છે. પેશન્ટ દાખલ થાય કે તરત જ p.v ચેક કરવું.દર ચાર કલાકે p.v કરીને માર્કિંગ કરવું + શરૂઆત ની નોંધ એલર્ટ લાઇન ની ડાબી બાજુ કરવાની છે . સામાન્ય રીતે આલેખની રેખા એલર્ટ લાઇન ની ડાબી બાજુ રહેવાનું ચાલુ રહેવું જોઇએ. તેમજ તે અનુસાર સમય માટેના ખાનાઓની લાઇનમાં સંબંધિત ખાનામાં સમય લખતા રહેવું જોઇએ.
  • જો એલર્ટ લાઇન ઓળંગાઇ જાય (આલેખ ની રેખા એલર્ટ લાઈન ની જમણી બાજું ખસે)તોતે પ્રલંબિત (પ્રોલોન્ગ) પ્રસુતી સુચવે છે. અને તમારે સજાગ થય જવું જોઇએ કે પ્રસુતિ માં કઇંક અસામાન્ય છે.
  • એલર્ટ લાઇન ઓળંગી જવાનો સમય નોંધી લો. સ્ત્રી નેએફ.આર.યુ પર મોક્લી આપવાના પગલાં લેવાનુ શરૂ કરી દો.
  • જો એકશન લાઇન ઓળંગાઇ જાય એટલે કે આલેખ એકશન લાઇન ની જમણી બાજુ ખસે તો તે પગલા લેવાનું અને સ્ત્રીને સંદર્ભ સેવા કેંદ્ર પર મોકલી આપવાનું સુચવે છે.
  • એલર્ટ અને એકશન લાઇનની વચ્ચે ચાર કલાકનો ગાળો છે. આદર્શ રીતે તો એકશન લાઇન ઓળંગાય તે પહેલા સ્ત્રી યોગ્ય પગલા લઇ શકાય તે માટે સંદર્ભ સેવા કેંદ્ર પર પહોંચી જવી જોઈતી હતી.

યુટ્રાઇન કોન્ટ્રાક્શન

  • યુટ્રાઇન કોન્ટ્રાક્શન દર અડધા કલાકે ચેક કરવા જોઇએ અને તે પૂરી દસ મીનીટ સુધી ચેક કરવા જેમા ડ્યુરેશન (સમય) ફ્રીકવંસી (સંખ્યા)અને ઇન્ટેસીટી (તીવ્રતા) જોવામા આવે છે સારા કોન્ટ્રાક્શનની સંખ્યા (૨૦ સેકંડ કરતા વધારે સમય ટકતા) દર અડધા કલાકે ગણવાના રહે છે અને યોગ્ય સંખ્યા ના ખાતામાં નોંધ કરવાની રહેશે.

ડ્રગ્સ અને આઇ.વી. ફ્લુઇડ

  • લેબર દરમ્યાન માતાને આપવામાં આવતા આઇ.વી ફ્લુઇડ અને ડ્રગની માહીતી નોંધ કરવાની રહે છે. જેમાં માત્ર ડોઝ, દવા કયા માર્ગે અને ક્યારે આપી તેની વિગતોનો સમાવેશ કરો.

માતાની કંડીશન

  • માતાની નાડીના ધબકારા (પલ્સ) દર અડધા કલાકે ગણવા.
  • માતાનું બ્લડ પ્રેશર (બી.પી) દર અડધા કલાકે માપીને નોંધ કરવી.
  • માતાનું તાપમાન દર અડધા કલાકે માપીને ચાર્ટ કરવું.

પાર્ટોગ્રાફના કોમ્પોનન્ટ આપવાનો સમય :

૧.દર અડધા કલાકે : શિશુના હૃદયના ધબકારાનો દર

  • ગર્ભાશયના કોન્ટ્રાક્શન દસ મિનિટના સમયેગાળામાં
  • પલ્સ (નાડીના ધબકારા)

૨. દર બે કલાકે : શરીરનું તાપમાન(સેન્ટિગ્રેડ), લોહીનું દબાણ

3.દર ચાર કલાકે : સર્વાઇકલ ડાયલેટેશન (વજાયનલ તપાસ દ્વારા), ગર્ભજળ અને મેમ્બ્રેનની સ્થિતિ, મોલ્ડિંગ ઓફ ફીટલ સ્કલ

  • ડિસેંટ ફીટલ હેડ દર ત્રણ કલાકે કરી શકાય.

કયા કયા સંજોગોમાં રિફર કરી શકાય છે :

  • ફીટલ હાર્ટ રેટ 160 પર મિનિટ કરતા વધારે હોય તો ૧૨૦૫ર મિનિટ ઓછા હોય તો સળંગ ત્રણ અવલોકનોનો માટે આવે તો
  • ગર્ભજળ (એમ્નિઓટિક ફ્લુઇડ) મ્યુકોનીયમવાળુ અથવા લોહીવાળું હોય તે સંજોગોમાં ફીટલ સ્કલ મનું મોડલ કે તેથી વધુ હોય ત્યારે.
  • સર્વાઇકલ ડાયલેટેશનની લાઈન, એલર્ટ લાઇનને ક્રોસ કરી જમણી બાજુ જોતી હોય અથવા એક્શન લાઇન સુધી પહોંચતી હોય.
  • પલ્સ એક મિનિટમાં 100 કરતાં વધારે અથવા લોહીનું દબાણ ૧૪૦ એમ એમજી જેટલું હોય તો.

(૩) સંસ્થાકીય સુવાવડના ફાયદાઓ

(૪) ઈનફર્ટીલીટી

ઇનફર્ટીલીટી : પરિણીત સ્ત્રી અથવા યુગલ તેના પતિ સાથે રહેતી હોય તેઓ કોઈ પણ જાતના ગર્ભ નિરોધક સાધનોનો ઉપયોગ સતત બે વર્ષ સુધી કર્યા વિના જાતીય સમાગમ કરતી હોય છતાં બાળકને જન્મ આપવા માટે અથવા ગર્ભ ધારણ કરવા માટે સક્ષમ હોતી નથી. આ સ્થિતિને વંધ્યત્વ અથવા ઈન્ફર્ટિલિટી કહેવામાં આવે છે.

અથવા

કપલના ગર્ભધારણ કરવાની અસમર્થતતાને ઈન્ફર્ટિલિટી કહે છે.
ઘણી વખત હેલ્ધી કપલને પણ પ્રેગ્નન્સી માટે અમુક વર્ષોનો સમય લાગે છે.
જો કપલ નિયમિત જાતીય સમાગમ કરે અને ગર્ભ નિરોધક ના ઉપયોગ વગર બે વર્ષ સુધી ગર્ભધારણ માટે નિષ્ફળ જાય તો તેને ઇનફોર્ટીલીટી કહે છે.

  • આના માટે ઘણા કારણો જવાબદાર છે સામાન્ય રીતે આપણા સમાજમાં આનું કારણ સ્ત્રીને જ ગણવામાં આવે છે.
  • પરંતુ કુલ વંધ્યત્વનો ૧/૩ ભાગમાં પુરુષોમાં જ ખામી હોય છે. અને તે જવાબદાર હોય છે.
  • એટલે કે પુરુષોમાં રહેલા કોઈપણ કારણસર તેની પત્ની ગર્ભધારણ કરી શકતી નથી.
  • જે પ્રાઇમરી કે સેકન્ડરી ઈન્ફર્ટિલિટી હોઈ શકે છે.

પ્રાઇમરી ઇનફર્ટિલિટી: પ્રાઇમરીમાં યોગ્ય સમયે ગર્ભાધાન કરવાના સમયગાળા દરમિયાન ગર્ભ ધારણ કરી ન શકે. જેમાં યુટરસ એક પણ વખત ગર્ભ ધારણ કરી શકતું નથી. જેને પ્રાઇમરી ઇનફર્ટિલિટી કહેવામાં આવે છે.

સેકન્ડરી ઈનફર્ટિલિટી: સેકન્ડરી વંધ્યત્વ એટલે એક વખત ગર્ભધાન થયા પછી એટલે કે એક બાળકના જન્મ પછી પતિ પત્ની કોઈ પણ જાતના ફેમિલી પ્લાનિંગના સાધનોનો ઉપયોગ કર્યા સિવાય જાતીય સંબંધ રાખી અને છતાં લાંબા ગાળ સુધી ગર્ભધાન રહેતું નથી.

🔸ઈન્ફર્ટિલિટીના કારણો

પુરુષોમાં

  • એઝૉસ્પર્મીયા
  • ઓલીગોસ્પર્મીયા
  • ટેસ્ટિસ બરાબર વિકસિત ન હોય
  • અનડિસેન્ડેડ ટેસ્ટીસ
  • ટેટીસને નુકસાન થયેલ હોય
  • ઈજા કે અકસ્માત
  • ચેપ (સીફીલીસ)
  • ઓપરેશન
  • રેડીએશન
  • સાયટોટોક્સિક ડ્રગ

સ્ત્રીમાં

  • ઓવ્યુલેશનમાં તકલીફ
  • ઇન્ફેક્શન
  • ટીબી
  • ગોનોરીયા
  • પરપેરિયલ સેપ્સીસ
  • ગાંઠને કારણે ટ્યુબના ઓપનિંગમાં અડચણ થવાથી
  • પૂરુંલન્ટ વજાયનલ ડિસ્ચાર્જ
  • વજાઈનલ સિક્રીશનની એસીડીટી વધવાથી
  • સર્વાઇકલ મ્યુકસ વધુ પડતું ચીકણું થવાથી

પ્રશ્ન-૫ વ્યાખ્યા લખો. (કોઈપણ છ)

(૧) નોર્મલ લેબર : નોર્મલ લેબર એટલે એવી ક્રિયા કે જેમા ફીટસ, પ્લેસન્ટા અને મેમ્બ્રેન યુટ્સમાંથી બર્થ કેનાલ મારફતે બહાર આવે છે અને તેના યુટ્રસના સ્નાયુઓ તેમજ સ્ત્રીનું આખું શરીર ભાગ ભજવે છે અને આ લેબર શબ્દ ૨૮ વીકની પ્રેગનન્સી બાદ જ વપરાય છે. જો તે પહેલા આ ક્રિયા થાય તો તેને એબોર્શન કહે છે.

  • જ્યારે ફીટસ તેના સમય અને વર્ટેક્ષ પ્રેઝન્ટેશનથી જન્મે આ આખી ક્રિયા કુદરતી રીતે માતાના પ્રયાશથી જ બને તેનો સમય ૧૮ કલાકથી વધું ન થાય તેમજ કોઈ પણ જાતનું કોમ્પલીકેશન ઉભું ન થાય તેને નોર્મલ લેબર કહેવાય છે.

(૨) ફીટલ ડીસ્ટ્રેસ : ફીટલ સરક્યુલેનશમા અવરોધ ઉભો થાય ત્યારે યુટ્રસ ની અંદર ફીટ્સ નુ ઓક્સિજન નુ પ્રમાણ ઓછુ થવાને કારણે તેને તકલીફ ઉભી થાય છે જેમા તેને ટેકીકાર્ડીયા અથવા બ્રેડીકાર્ડિયા થઇ શકે છે જેને કારણે ફિટ્સ સર્વાઇવ કરવામાં જોખમ રહે છે.

(૩) એન્ટીનેટલ કેર

(૪) ડીનોમીનેટર : ડીનોમીનેટર એવો ભાગ છે કે જે કયું પ્રેઝન્ટેશન છે તે નક્કી કરવા માટે ઉપયોગી છે તેને ડીનોમીનેટર કહેવામાં આવે છે. અથવા દરેક પ્રેઝન્ટેશનમાં તેનો અમુક ડીનોમીનેટર તરીકે નક્કી કરવામાં આવે છે. જેના પરથી ફીટસની પોઝીશન નક્કી થાય છે પોઝીશન પ્રમાણે ડીનોમીનેટર નીચે મુજબ છે.

  • બ્રીચ પ્રેઝન્ટેશનનું ડીનોમીનેટર સેક્રમ હોય છે.
  • ફેસ પ્રેઝન્ટેશન ડીનોમીનેટર મેન્ટમ હોય છે.
  • વર્ટેક્ષ પ્રેઝન્ટેશન હોય તો તેનો ડીનોમીટર ઓક્સીપીટલ બોન હોય છે.

(૫) લાઇ

(૬) લેક્ટેશન

(૭) નલ્લી પારા

(૮) સબ ઈન્વોલ્યુશન ઓફ યુટ્રસ

પ્રશ્ન-૬ (અ) ખાલી જગ્યા પુરો. 05

(૧) ફીટલ સ્કલના સૌથી મોટા ડાયામીટરનું નામ ……………….. અને તે‌ ……………… સેમી છે.

(૨) MTP નો કાયદો ……………… ની સાલમાં અમલમાં આવ્યો. 1971

(૩) ફેલોપીયન ટયુબની સામાન્ય લંબાઈ ……………. છે.

(૪) અમ્બેલીકલ કોર્ડમાં ………….. વેઈન અને …………… આર્ટરી હોય છે.

(૫) નોર્મલ લેબરને ……………… પણ કહેવાય છે.

(બ) નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 05

(૧) કવીકનીંગ એટલે લેબરના સમયે અવારનવાર થતો પેટનો દુઃખાવો.

(૨) MgSo4 ના એન્ટીડોટ તરીકે કોપર સલ્ફેટ દવા વપરાય છે. ❌

(૩) થ્રેટન્ડ એબોર્શન નિવારી શકાય છે. ✅

(૪) નવજાત શિશુંનો શરૂઆતનો મળ મલીના નામથી ઓળખાય છે. ❌

(૫) યુટ્રસ બહારની પ્રેગનન્સી એટલે મલ્ટીપલ પ્રેગનન્સી. ❌

(ક) નીચેનાના પૂર્ણ રૂપ લખો. (કોઈપણ પાંચ) 05

(1) PPIUCD –

(2) EDD –

(3) PROM –

(4) PIH – Pregnancy Induced Hypertension (પ્રેગનેન્સી ઇન્ડ્યુસ હાયપરટેન્શન)

(5) ENBC – Essential Newborn Care (એસેન્સિયલ ન્યુ બોર્ન કેર)

Published
Categorized as Uncategorised