ANM – FY – PRIMARY HEALTH CARE NURSING PAPER SOLUTION 12/09/2025

12/09/2025

પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) કેરીયર એટલે શું? કેરીયરના પ્રકારો જણાવો.03

  • કેરિયર એટલે કે જે વ્યક્તિના શરીરમાં રોગના જંતુઓ હોય છે. પરંતુ દર્દીમાં જે તે રોગમાં ચિહ્નો અને લક્ષણો જોવા મળતા હોતા નથી પરંતુ આવા દર્દીઓ અન્ય વ્યક્તિને ચેપ લગાડવા માટે સક્ષમ હોય છે. આવા દર્દીને કેરિયર તરીકે ઓળખવામાં આવે છે.

આ કેરિયરના ચાર પ્રકાર છે.

A) ઇનક્યુબેટરી કેરિયર

  • આવા દર્દી ઇંક્યુબેશન પિરિયડ દરમિયાન ચેપ લગાડી શકે છે. દા.ત. ડીપ્થેરિયા અને ટાઇફોઇડ.

B) કોન્ટેક્ટ કેરિયર

  • એક વ્યક્તિને થયેલ રોગ બીજી વ્યક્તિને ડાયરેક્ટ કોન્ટેકટ દ્વારા લાગુ પડી શકે છે. દા.ત. એઈડ્સ, ખસ

C) ક્રોનિક કેરિયર

  • કોઈપણ રોગ થી પીડાતા લોકો લાંબા સમય સુધી રોગના જંતુ ફેલાવ્યા કરે છે. દા.ત. ટાઇફોઇડ

D) કોનવેલેસન્ટ કેરિયર

  • વ્યક્તિ જ્યારે રોગમાથી રિકવર થતો હોય એ સમય દરમિયાન રોગ ના જંતુઓ ફેલાવે છે. દા.ત ટાઈફોઈડ, ડાયેરિયા

(૨) લેવલ ઓફ પ્રિવેન્શન વિશે લખો.04

(૩) મેલેરિયા વિશે સવિસ્તાર જણાવો.05

મલેરિયા

ડેફીનેશન

  • મલેરિયા શબ્દ એ ગ્રુપ ઓફ ડીસીસ માટે વપરાતો સામાન્ય શબ્દ છે જે પ્લાઝમોડિયમ પ્રકારના પેરાસાઈટ્સ થી થાય છે. ફિમેલ એનોફીલીસ મચ્છર મારફતે માણસમાં ફેલાયછે.આમા સામાન્ય રીતે ઠંડી લાગીને ફિવર આવે છે.

કોઝિસ

એજન્ટ ફેક્ટર

જુદા જુદા ચાર પ્રકારના એજન્ટ છે.

  • પ્લાઝમોડિયમ વાયવેક્સ
  • પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ
  • પ્લાઝમોડિયમ મલેરી
  • પ્લાઝમોડિયમ ઓવેલ

હોસ્ટ ફેક્ટર

એજ

  • આ રોગ દરેક ઉમરમાં થાય છે. વધુ મા નવજાત શિશુમા પી-ફાલ્સીપેરમ સામે રોગ પ્રતિકારક શક્તિ હોય છે

સેક્સ ફેક્ટર

  • ફિમેલ કરતા મેલમાં વધુ જોવા મળે છે.કારણ કે પુરુષો બહાર વધુ ફરતા હોય છે. ઉપરાત પુરુષોનુ શરીર વધુ ખુલ્લુ રહેતુ હોય છે.

સોસીઓ-ઇકોનોમિક ફેક્ટર

  • લો સોસીઓ-ઇકોનોમિક કંડીશન વાળા લોકોમાં વધુ જોવા મળે છે.

હેબિટ ફેક્ટર

  • બહાર ખુલ્લામાં સુવાની ટેવ હોય તેમજ ખુલ્લામાં પાણી વધુ ઢોળવાની ટેવ હોય ત્યારે વધુ જોવા મળે.

એન્વારમેન્ટ ફેક્ટર

સીઝન

  • જૂન-ઓક્ટોબર માસ દરમ્યાન વધુ જોવા મળે છે.

તાપમાન

  • મલેરીયા પેરાસાઈટ એ 20 થી 30 સેં તાપમાનમાં સારી વિદ્ધ પામે છે. ભેજ- વધુ ભેજવાળા વાતાવરણમાં મચ્છર નુ આયુષ્ય વધે છે.
  • વરસાદ-જ્યા વરસાદનુ પાણી વધુ ભરાઇ રહેતુ હોય તો ત્યાં મચ્છરનો ઉપદ્રવ વધુ હોવાના કારણે પ્રમાણ વધુ હોય છે
  • ઉંચાઇ- વધુ ઉંચાઇવાળા વિસ્તારમા મચ્છર ઓછા જોવા મળે છે.

મેન મેડ એરીયા

  • આમાં બગીચાઓ, સ્વિમિંગ પૂલ, કેનાલ, ખેતી માટેના ખાડાઓ વગેરેમા મછૂર ઇંડાઓ મુકતા હોય તેવા વિસ્તારમાં વધુ જોવા મળે છે.

મોડ ઓફ ટ્રાન્સમિશન

  • વેક્ટર ટ્રાન્સમિશનથી થાય છે. ફિમેલ એનોફિલિસ મચ્છરથી આ રોગ ફેલાય છે.એક ચેપી મચ્છર તેની લાઈફ દરમ્યાન કેટલાય લોકોને ચેપ લગાડી શકે છે.પરંતુ મચ્છર ની સલાવરી ગ્લેન્ડમાં સ્પોરોઝાઇટ ન હોય તો તે ચેપ લગાડી શકતુ નથી.

ડાયરેક્ટ ટ્રાન્સમિશન

  • બ્લડ ચડાવવાનું હોય ત્યારે બ્લડમાં જો મલેરિયા પેરાસાઈટ્સ હોય તો 14 દિવસમા એક્ટિવ થાય છે.

ઈન્કયુબેશન પિરિયડ

  • પી-વાયવેક્સ:- 14 દિવસ (8-14 દિવસ હોય)
  • પી-ફાલ્સીપેરમ- 12 દિવસ (0-14 દિવસ હોય)
  • પી-મલેરીયા:- 18 દિવસ (18-40 દિવસ હોય)
  • પી-ઓવેલ :- 17- દિવસ (16-18 દિવસ હોય)
  • જો એન્ટી મલેરિયા ગોળીઓ (ક્લોરોક્વીન) લેતા હોય તો આ પિરિયડ 6 માસ સુધી પણ લંબાઇ છે.
  • ઇન્ફેકટીવ મચ્છર કરડવાથી આનુ પ્રથમ ચિન્હ ફીવર આવે તે બે વચ્ચેનો પિરિયડ10 દિવસ કરતા ઓછો હોતો નથી

સાઇન & સીમટમ્સ

મલેરિયાના મુખ્ય 3 સ્ટેજ જોવા મળે છે.

1) કોલ્ડ સ્ટેજ

  • ઠંડી લાગે છે અને ચામડી ફિક્કિ પડી જાય છે.
  • માથુ દુખે છે.
  • ઉલ્ટી થાય છે.
  • પેશન્ટને સખત ઠંડી લાગે છે અને ગમે તેટલુ ઓઢાડવા છતા ઠંડી ચાલુ રહે છે.
  • પેશન્ટ દાંત કચકચાવે છે.
  • આ સ્ટેજ 15 મિનિટ ચાલે છે.
  • જો આ દરમ્યાન બ્લડની તપાસ કરવામાં આવે છે તો મલેરિયા પોઝિટિવ આવે છે.

2) હોટ સ્ટેજ

  • આમા પેશન્ટને ફીવર આવે છે.
  • ટેમ્પરેચર 104 થી 106 F જેટલુ હોય છે.
  • પેશન્ટને સખત ગરમી લાગે છે ચામડી સુકી થઇ જાય છે.
  • સખત માથુ દુખે છે.
  • નોઝિયા, વોમીટીંગ થાય છે.
  • પલ્સ નોર્મલ થાય છે.
  • આ સ્ટેજ જ દરમ્યાન પેશન્ટને સારુ લાગે છે
  • જો આ સારવાર આપવામાં ન આવે તો પેશન્ટ કોલેપ્સ થઇ જાય છે.

ટ્રીટમેન્ટ ઓફ મલેરિયા

  • મલેરિયાની સ્પેસિફિક ટ્રીટમેન્ટમાં મુખ્ય ત્રણ પ્રકાર દવાઓ આપવામાં આવે છે.

1. પ્રીઝમટીવ ટ્રીટમેન્ટ

  • બધાજ ફિવર મલેરિયા છે તેવુ ધારીને ફિવરના દરેક કેસમા આરોગ્ય કાર્યકર એડલ્ટ વ્યક્તિને 600 mg ની ક્લોરોકવીન ટેબ્લેટ સારવાર માટે આપે છે અને સાથે બ્લડ ની સ્લાઇડ લે છેઅને તે વ્યક્તીનુ પુરેપુરુ નામ તથા સરનામુ નોધે છે કે તેનો ફીવર કદાચ મલેરિયા હોઇ શકે.

2. રેડીકલ ટ્રીટમેન્ટ

  • કોઇ પણ ફિવરમાં આપેલ ગોળી અને લીધેલ સ્લાઈડ તપાસતા જો મલેરિયા પોઝીટીવ આવે તો આરોગ્ય કાર્યકર તે વ્યક્તિના નામ સરનામે ફરીથી જઈ,કેવા પ્રકારનો મેલેરિયા છેતે પ્રમાણે નીચે મુજબની રેડિકલ સારવાર આપે છે.

i. પી-વાયવેક્સ મેલેરીયા અથવા મિક્સ ઇન્ફેક્શન :-પુખ્ત ઉમરની વ્યક્તિઓ માટે પ્રથમ દિવસે 600 mg ક્લોરોક્વીન ગોળી આપવી +15mg પ્રેમાક્વીન ગોળી. તેમજ બીજા દિવસ થી 5 દિવસ માટે 15mg/પ્રેમાક્વીન ગોળી આપવી.

ii. પી-ફાલ્સીપેરમ મેલેરીયા :- પુખ્ત ઉમરની વ્યક્તિઓ માટે પ્રથમ દિવસે 600 ક્લોરોક્વીન ગોળી આપવી + 6 કલાક બાદ 300 mg ક્લોરોક્વીન ગોળી આપવી.તેમજ બીજા દિવસે 300 mg ક્લોરોક્વીન ગોળી આપવી. ત્યારબાદ 30 થી 45 mg પ્રેમાક્વીન ગોળી આપવી.

3. માસ ટ્રીટમેન્ટ

  • જ્યારે મલેરિયાનો વધુ પડતો એપીડેમિક હોય ત્યારે ડબ્લ્યુએચઓ ની ભલામણ મુજબ લોકોને એક સાથે સમુહમા સારવાર આપવામાં આવે છે

અથવા

(૧) રસીઓના પ્રકારો જણાવો.03

🔸રસીઓના પ્રકારો નીચે મુજબ છે

1) મૃત: રસીઓ (કિલ્ડ વેક્સિન)

  • આમાં નીચે મુજબની રસીઓના સામાવેશ થાય છે.
  • પરટુસીસ વેક્સીન
  • ઈનએક્ટીવેટેડ પોલિયો વેક્સીન
  • રેબીસ વેક્સીન
  • ઇન્ફલુએન્ઝા વેક્સીન
  • પ્લેગ વેક્સીન
  • મેનિન્જાઈટીસ વેક્સીન

2) જીવંત રસીઓ (લાઈવ વેક્સિન)

  • બી.સી.જી ની રસી (બેસીલસ કાલ્મેટ ગ્યુરિન)
  • ઓરલ પોલિયો રસી (ઓ.પી.ડી)
  • ઓરી-રૂબેલાની રસી (એમ.આર. વેક્સીન)
  • રોટા વાયરસ વેક્સીન
  • યલોફિવર વેક્સીન

3) મુત: અને જીવંત સાથે (કમ્બાઇન્ડ વેક્સિન)

  • ડી.ટી. (ડિપ્થેરીયા ટીટેનશ)
  • પેન્ટાવેલેન્ટ
  • ટી.એ.બી. (ટાઈફોઈડ અને પેરાટાઈફોઈડ એ અને બી)
  • એમ. એમ. આર ( મમ્પ, મીઝલ્સ, રૂબેલા)

4) ટોક્સોઇડ

  • એ.ડી.એસ.( એન્ટી ડિપ્થેરીય સીરમ)
  • એ.ટી.એસ.(એન્ટી ટીટેનશ સીરમ)
  • એ.જી.જી.એસ. (એન્ટી ગેશ ગેન્ગ્રીન સીરમ)

(૨) રાષ્ટ્રીય રસીકરણ પત્રક લખો.04

(૩) કોલ્ડ ચેઈન વિશે સવિસ્તાર જણાવો.05

Definition : શીત શૃંખલા એ એક એવી શૃંખલા છે કે જેમાં રસીઓને ઉત્પાદનના સ્થળેથી લાભાર્થી સુધી યોગ્ય તાપમાને એટલે કે +૨°સે. થી +૮°સે. તાપમાને જાળવવામાં આવે છે જેથી રસીની ગુણવત્તા જળવાઈ રહે. આવી રસીઓને ઉત્પાદન મથકથી લાભાર્થી સુધી પ્રભાવક સ્થિતિમાં પહોંચાડવાની પદ્ધતિને શીત શૃંખલા કહેવાય છે.

શીત શૃંખલાની જાળવણી માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.

  • રસીઓ ઉત્પાદન સ્થળેથી એરપોર્ટ અને એરપોર્ટ થી વિભાગીય, જિલ્લા તથા આરોગ્ય કેન્દ્ર એ મોકલતી વખતે તેનું તાપમાન ૨°સે. થી ૮° સે. જળવાઈ રહેવું જોઈએ.
  • આઈ. એલ. આર. માં થર્મોમીટર હોવું જોઈએ અને દિવસમાં બે વખત તાપમાન માપીને રેકોર્ડ કરવું જોઈએ.
  • આરોગ્ય કેન્દ્રમાં હંમેશા જરૂરિયાત મુજબનો જથ્થો જ મંગાવવો, એક માસથી વધુ સમયનો જથ્થો મંગાવવો નહીં.
  • રસીઓનું પરિવહન જ્યારે એક કેન્દ્રથી બીજા કેન્દ્ર પર કરતા હોય ત્યારે તાપમાનનું ખાસ ધ્યાન રાખવું.
  • રસીઓને જરૂરિયાત મુજબ જ બહાર કાઢવી, એક સેસન દરમિયાન જ વધુને વધુ બાળકો આવરી લેવાની કોશિશ કરવી.
  • રસીકરણ બેઠક દરમિયાન રસીઓનું તાપમાન જાળવવા રસી એક વખત બહાર કાઢ્યા બાદ આઈસ પેક પર મૂકો, વારંવાર વેકસીન કેરિયરને ખોલ બંધ કરવું નહીં.
  • જો રસીઓ ઓગાળવાની હોય તો જરૂરિયાત પ્રમાણે જ ઓગાળો એક વખત ઓગાળેલી રસીઓનો ઉપયોગ વધુમાં વધુ ચાર કલાક સુધી જ કરવો.
  • રસીઓની સંવેદનશીલતાનો આધાર ગરમી અને લાઈટ તથા તેના થીજવા પર રહેલો હોય છે ઘણી રસીઓ ગરમી અને પ્રકાશથી સંવેદનશીલ હોય છે જ્યારે અમુક પ્રકારની રસીઓ જો થીજી જાય તો બગડી જાય છે

જેમાં નીચે મુજબની રસીઓનો સમાવેશ થાય છે.

ગરમી અને સૂર્યપ્રકાશ એટલે કે લાઈટથી સેન્સેટિવ રસીઓ

  • બી.સી.જી
  • ઓ.પી.વી
  • મિઝલ્સ-રુબેલા

ફ્રીજ એટલે કે જામી જવાથી સેન્સેટીવ રસીઓ

  • પેન્ટાવેલેન્ટ
  • હિપેટાઇટિસ બી
  • ડી.ટી
  • ડી.પી.ટી.

કોલ્ડ ચેઇન (શીત શૃંખલા) માટેના સાધનો

૧) ઈલેક્ટ્રિકલ

  • ડીપ ફ્રીજ
  • આઈ.એલ.આર.
  • ડોમેસ્ટિક રેફ્રિજરેટર

૨) નોન ઈલેક્ટ્રિકલ

  • કોલ્ડ બોક્સ
  • વેક્સિન કેરિયર
  • આઈસ પેક
  • થર્મૉસ

૩) અધર્સ

  • ઓલ્ડ વ્હીકલ (વાહન)
  • કોલ્ડ સ્ટોરેજ રૂમ

પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) શોકના પ્રકારો અને ચિહ્નનો લખી તેની સારવાર સવિસ્તાર જણાવો.08

શોક

ડેફીનેશન

  • શોક એટલે એવી સ્થિતિ કે જેમાં શરીરને ઈજા કે માંદગી ને કારણે શરીરમાં બ્લડ ફ્લુઈડનું પ્રમાણ ઘટી જાય છે અને બ્લડ પ્રેશર ઓછું થઈ જાય છે.

ટાઈપ્સ ઓફ શોક

1.પ્રાઇમરી શોક

  • ન્યુરોજનીક અથવા વાઝોવેગલ શોક વિગેરે.
  • આ દુખાવો બીક કે ભયજનક દ્રશ્ય જોવાને કારણે ઉદભવે છે.

2.હાયપોવોલેમીક શોક

  • આ બર્ન્સ કે હેમરેજ ને કારણે સર્ક્યુલેશનમાં ફ્લુઇડ નું પ્રમાણ ઘટવાને લીધે જોવા મળે છે.

3.નોર્મોવોલેમીક શોક

  • આમાં બ્લડ વોલ્યુમમાં ધટાડો થતો નથી જેમકે કોરોનરી થ્રોમ્બોસીસના કારણે

4.એનાફાયલેટીક શોક

  • આમાં વ્યક્તિ જે પ્રકારના પ્રોટીનથી સેન્સિટીવ હોય તેનું ઇન્જેક્શન લેવાથી સિવિયર રિએક્શનને લીધે શોકમાં જાય છે.

5. ડાયાક્રિટીક શોક

  • આ શરીરમાં ડાયાક્રિટીક કરંટ પસાર કરવાથી જોવા મળે છે.

કોઝીસ ઓફ શોક

  • ઇન્ટર્નલ કે એક્સટર્નલ બ્લીડિંગના કારણે ઓછું બ્લડ થવાથી.
  • મેજર બર્ન્સના કારણે.
  • આંતરડામાં અડચણ ને કારણે શરીરમાં પાણી ઓછું થાય.
  • વારંવાર વોમીટીંગ કે વધુ પડતા ડાયેરીયા ને કારણે.
  • ઈજાના કારણે અતિશય દુખાવો થવાથી.
  • અચાનક વધુ પડ઼તી બીકના કારણે.
  • ઈલેકટ્રીક કરંટ શરીરમાંથી પસાર થવાને કારણે.
  • હદયમાં અચાનક બ્લડ ઘટવાથી તીવ્રચેસ્ટ પેઈનના કારણે.
  • શરીરને માફક ન હોય તેવું પ્રોટીન શરીરમાં દાખલ થવાથી તેના રિએક્સનના કારણે.

સાઈન સિમટમ્સ

  • દર્દીને નબળાઈ લાગે અને ચક્કર આવે છે.
  • દર્દી ચિંતાતુર અને અસ્વસ્થ જણાય છે.
  • નોઝિયા અને વોમીટીંગ થાય છે
  • દર્દીને તરસ લાગે છે
  • ચામડી ફીક્કી,ઠંડી,અને ભીની લાગે છે તેમજ પરસેવો વળેલ હોય છે.
  • શ્વાસ ટુંકા અને ઝડપી હોય છે.
  • દર્દીને બગાસા આવે છે.
  • પલ્સ :- ઝડપથી નબળી અને અનિયમિત હોય છે.
  • બ્લ્ડ પ્રેશર ઓછું હોય છે.
  • દર્દી બેભાન બને છે.

ટ્રીટમેન્ટ ઓફ શોક

  • જો દર્દી ભાનમાં હોય તો તેની માનસીક શાંન્તવના આપવી.
  • જો દર્દીને બ્લડ કે ચેસ્ટ ઇન્જરી નહોય તો હેડ લો પોઝીસન આપવી જે માટે પગ તરફનો ભાગ ઈંચ રાખવો. જેથી હૃદય અને મગજ ને વધુ બ્લડ સપ્લાય મળે.
  • કપડાં જો ટાઈટ હોય તો ઢીલા કરવા જેથી સર્ક્યુલેશન અને બ્રિથિગ માં મદદ મળે.
  • દર્દીને ઠંડી ન લાગે તે માટે બ્લેન્કેટ વડે કવર કરવા પરંતુ હોટ વોટર બોટલ કે બીજી રીતે દર્દીને ગરમી આપવી નહિ કારણ કે તેનાથી ચામડીમાં. બ્લડ સપ્લાય વધવાથી વાઈટલ ઓર્ગનને બ્લડ ઓછું મળે છે.
  • શોકનું કારણ જાણવું અને તે પ્રમાણે સારવાર આપી.
  • દર્દી તરસની ફરીયાદ કરે તો તેના હોઠ પાણી વડે ભીના કરવા પરંતુ મોં વડે કોઈપણ પીવા આપવું નહી.
  • દર્દીને બીનજરૂરી હલાવવું નહિ.
  • દર્દીના પલ્સ અને રેસ્પીરેશન દર ૧૦ મિનિટે જોવા મળે છે.
  • જો દર્દીના શ્વાસમાં તકલીફ જણાય તો તરંત જ કૃત્રિમ શ્વાસોશ્વવાસ ચાલુ કરી દેવા.
  • દર્દીને ઝડપથી નજીકના હોસ્પિટલમાં રીફર કરવું.

(૨) આર્ટીફિશીયલ રેસ્પીરેશન માટેની મેન્યુઅલ મેથડ વિશે જણાવો.04

અથવા

(૧) ફાર્મેકોલોજીની વ્યાખ્યા જણાવી, દવાઓના સ્વરૂપો વિશે સવિસ્તાર જણાવો.08

ફાર્માકોલોજી

  • પ્રાઇમરી મેડિકલ કેરમાં દવાઓ વિશેના અભ્યાસનો સમાવેશ કરવામાં આવતા શાસ્ત્રને ફાર્માકોલોજી પણ કહેવામાં આવે છે.
  • ફાર્માકોલોજી ઇસ ધ સ્ટડી ઓફ ડ્રગ્સ
  • ફાર્મા મીન્સ ડ્રગ્સ
  • લોજી મીન્સ ટુ સ્ટડી

ફાર્માકોલોજી એટલે એક એવુ એવું શાસ્ત્ર છે કે જેમાં દવાઓ વિશેનું વિશાળ જ્ઞાન હોય છે. જેમાં દવાઓનું થતું શોષણ અને તેની આડઅસર તથા આરોગ્ય અને રોગ પર તે શી અસર કરે છે. તેની તમામ મહિતીનો સમાવેશ ફાર્માકોલોજીમાં કરવામાં આવે છે.

દવાના જુદા-જુદા સ્વરૂપ

  • સોલીડ (ધન સ્વરૂપ)
  • લિક્વિડ (પ્રવાહી સ્વરૂપ)
  • ગેસીસ (વાયુ સ્વરૂપ)
  • ઇન્જેક્શન

1. સોલિડ

ટેબ્લેટ્સ

  • દવાના તત્વોને જુદા-જુદા આકારમાં ઉંચા દબાણે કોંગ્રેસ કરવામાં આવે છે. ટેબ ગોળ અને ઓવેલ સેપમાં પણ જોવા મળે છે. ટેબ ઘણી વખત ડિસ્પર્ઝેબલ અને નોન ડિસ્પર્ઝેબલ પણ હોય છે.
  • આમાં પણ દવાને ઉંચુ દબાણ આપીને આકાર આપવામાં આવે છે. આનો આકાર એકદમ ગોળ હોય છે.
  • અને તેના પર સુગરનું પડ હોય છે. તેથી તેને સુગર કોટેડ પણ કહેવાય છે.

પાવડર

  • ઘણી દવા પાવડર ફોર્મમાં જ હોય છે. અને તેમાં પાણી ઉમેરી ને લિક્વિડ બનાવ્યા બાદ દવા ઉપયોગમાં લેવામાં આવે છે.
  • દા.ત. ઓ.આર.એસ.

કેપ્સ્યુલ

  • આમાં દવાના પાવડર ઉપર જીલેટીનનું પડ હોય છે. સ્ટમકમાં જઈને ઓગળી જાય છે.
  • દા.ત. કેપ્સુલ ટેટ્રાસાઈકલીન

સપોઝિટરી

  • આની ઉપર પણ જીલેટીનનું એકદમ પાતળુ પડ હોય છે. તે ગ્લિસરીન કે પેરાફીનની બનેલી હોય છે. તેને ફ્રીઝ કોલ્ડ રાખવામાં આવે છે. તેને સપોઝિટરી રેક્ટમમાં મુકવાથી તે રેક્ટમમાં સહેલાઇ થી ઓગળી જાય છે.

2.લિક્વિડ સોલ્યુશન

  • આને લોશન પણ કહેવાય છે. તેમાં સોલીડ, લિક્વિડ અને ગેસનું મિશ્રણ હોય છે. દા.ત. પી.પી. લોશન બધા જ એન્ટિસેપ્ટિક અને ડિસઈન્ફેક્ટન્ટ આ પ્રકારની દવાઓ હોય છે.
  • મિક્ચર આમાં બે દવાઓનું કોમ્બિનેશન હોય છે. દા.ત,.. મિસ્ટ. કાર્મીનેટીવ

ઈમલ્સન

  • આ પણ એક પ્રકારનું હોય છે. પણ તે પાણીમાં ઓગળતું નથી. તે ફેટ કે ઓઇલમાં ઓગળે છે.
  • દા.ત,. વિટામિન-એ સોલ્યુશન,

ટીંક્ચર

  • આ પણ એક પ્રકારનું મિક્સ્ચર જ હોય છે. તે આલ્કોહોલ માં તૈયાર કરેલ છે. દા.ત ટીંક્ચર આયોડીન, સ્પિરિટ

લિંક્ટસ

  • આ પણ એક પ્રકારનું મિક્સચર છે જેમાં સુગર અને વોટરનું પ્રમાણ હોય છે. તેનો ઉપયોગ મોટા ભાગે કફ સીરપ બનાવવામાં થાય છે.
  • દા.તા,. લિંક્ટસ કોટલાઈન 4 લાયા-રેક્સ

લીનીમેન્ટ્સ

  • આ પ્રકારની દવાઓનો ચામડી પર મસાજ કરીને ઉપયોગ કરવામાં આવે છે. દા.ત. નીલગીરીનું તેલ

એલીક્ષીર

  • આ પણ એક પ્રકારનું પ્રવાહી જ છે. તેને પાણીનાં ડાયલ્યૂટ કર્યા બાદ ઉપયોગ કરવામાં આવે છે.
  • દા.ત. સીટજબાથ

3.ઇન્જેક્શન

એમ્પ્યુલ

  • આમાં દવા સીલ્ડ ગ્લાસમાં ભરેલી હોય છે. તેને ફાઇલ વડે કાપી સીરીઝમાં દવા લેવામાં આવે છે.

વાયલ

  • આ ગ્લાસ કન્ટેનરમાં ઉપર રબર કેપ આવેલી છે, જેમાં સીરીંઝઅને નીડલ વડે દવા લઇ શકાય છે

પાઇન્ટ

  • આ પોલીયન કન્ટેઇનરમાં કે ગ્લાસ કન્ટેનરમાં પણ હોય છે. જ્યારે પ્રવાહી દવાનો વધુ જથ્થો આપવાનો હોય ત્યારે પાઈન્ટનો ઉપયોગ કરવામાં આવે છે.

(૨) AYUSH વિશે જણાવો.04

AYUSH નો અર્થ

AYUSH એટલે ભારતની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓનો સમૂહ

  • A – આયુર્વેદ
  • Y – યોગ અને પ્રાકૃતિક ઉપચાર
  • U – યુનાની
  • S – સિદ્ધા
  • H – હોમિયોપેથી

AYUSH નું મહત્વ

  1. પ્રાચીન અને પરંપરાગત ઉપચાર પદ્ધતિઓનું સંવર્ધન
  2. કુદરતી અને ઓછી સાઇડ ઇફેક્ટવાળી સારવાર
  3. રોગપ્રતિકારક શક્તિ વધારવી
  4. સ્વસ્થ જીવનશૈલી પ્રોત્સાહિત કરવી

દરેક પદ્ધતિનું સંક્ષિપ્ત વર્ણન

1) આયુર્વેદ

  • ભારતની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ
  • દોષ સિદ્ધાંત (વાત, પિત્ત, કફ) પર આધારિત

2) યોગ અને પ્રાકૃતિક ઉપચાર

  • યોગાસન, પ્રાણાયામ, ધ્યાન
  • કુદરતી ઉપચાર જેવી કે જળચિકિત્સા, સૂર્યપ્રકાશ

3) યુનાની

  • ગ્રીક સિદ્ધાંત પર આધારિત
  • શરીરના હ્યુમર (રક્ત, બલ્ગમ, પિત્ત, સદા) પર આધારિત

4) સિદ્ધા

  • દક્ષિણ ભારતની પ્રાચીન પદ્ધતિ
  • હર્બલ અને ખનિજ દવાઓનો ઉપયોગ

5) હોમિયોપેથી

  • ખૂબ નાની માત્રામાં દવા આપવામાં આવે છે

ભારતમાં AYUSH મંત્રાલય

  • ભારત સરકારે 2014માં AYUSH માટે અલગ મંત્રાલય બનાવ્યું, જે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓનું વિકાસ અને નિયંત્રણ કરે છે.

પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (કોઈપણ બે) (6×2=12)

(૧) ડાયાબિટીસ વિશે જણાવી તેની સારવાર સવિસ્તાર લખો.

ડાયાબિટીસ મલાઈટસ

વ્યાખ્યા

  • તે પેન્ક્રીયાસના બીટા સેલ દ્વારા ઉત્પન્ન થતા ઇન્સ્યુલીનની ખામીના કારણે અથવા તેની ગેરહાજરીના કારણે કાર્બોફાઇડેટનું ટોટલ મેટાબોલીઝમ ન થવાથી થતી કંડીશન છે. જેમાં બ્લ્ડ સુગર લેવલ વધી જાય છે.

પ્રકાર

1.ટાઇપ – 1 (I.D.D.M)

  • આ પ્રકારના ડાયાબીટીસને ઇન્સ્યુલીન ડીપેનડન્ટ ડાયાબિટીસ મલાઈટસ કહેવામાં આવે છે.

2.ટાઇપ – 2 (N.I.D.D.M)

  • આ પ્રકારના ડાયાબીટીસને નોન ઇન્સ્યુલીન ડીપેનડન્ટ ડાયાબિટીસ મલાઈટસ પણ કહેવામાં આવે છે.

3.જુવેનાઈલ

  • નાના બાળકોમાં થતા DMને જુવેનાઈલ ડાયાબીટીસ મેલાઈટસ કહે છે.

4.જેસટેશનલ

  • આ પ્રકારનું ડાયાબીટીસ મલાઈટસ પ્રેગ્નન્સીના સેકન્ડ થર્ડ ટ્રાયમેસ્ટર દરમિયાન ગ્લુકોઝ ઇન્ટોલરન્સના કારણે થાય છે. મોટા ભાગે ૨૫ વર્ષ કે તેનાથી વધારે ઉંમરની ફિમેલમા વધારે જોવા મળે છે.

ચિહ્નો અને લક્ષણો

પોલીયુરીયા

  • ડાયાબીટીસ મલાઈટસમાં બ્લડ સુગરનું પ્રમાણ ખુબ વધી જાય છે. આ વધારાની સુગરને બહાર કાઢવા માટે વધારે યુરીન થાય છે. આમા દર્દીને તરસ વધારે લાગતી હોવાથી પ્રવાહી વધારે પીવે છે. અને તેથી પોલીયુરીયા થાય છે.

પોલીડીપ્સીયા

  • દર્દીને તરસ વધુ લાગે છે.

પોલીફેજીયા

  • આમાં દર્દીને ખુબ જ ભુખ લાગે છે. કારણ કે ગ્લુકોઝનું મેટાબોલીઝમ થતું હોવાથી સેલ શક્તિ માટે ગ્લુકોઝનો ઉપયોગ કરી શકતા નથી અને ટીશ્યુ સ્ટારવેશન થાય છે અને ભુખ વધારે લાગે છે.

બીજા સામાન્ય લક્ષણો પણ જોવા મળે જેવા કે

  • ખુબ જ અશકિત લાગવી.
  • વજનમાં ઘટાડો થવો.
  • બોડી એક થવું.
  • યુરીનની સ્પેસીફીક ગ્રેવીટીમાં વધારો થવો.
  • સ્કીન પર ખંજવાળ આવવી.
  • ગળાની આસપાસની ચામડી તેમજ બેક પર ફોલ્લીઓ જોવા મળે છે.
  • બોડીના વાઈટલ ઓર્ગન ઉપર ગંભીર અસરો જોવા મળે છે. ન્યુરોપથી, રેટીનોપથી, હાર્ટ ડીસીસ વગેરે.

ટ્રીટમેન્ટ એન્ડ કેર ઇન ડાયાબિટીસ મલાઈટસ

1.ડાયટ

  • પેશન્ટને યોગ્ય ક આપવાથી ડાયાબીટીસ મલાઈટસને કંટ્રોલ કરી શકાય છે. ડાયાબીટીસ મલાઈટસવાળા દર્દીને સારો અને સરળતાથી પચી જાય તેવો ન આપવો.
  • દર્દીની નોર્મલ ડાયટ પધ્ધતી પ્રમાણે ડાયટ આપવો જોઈએ.
  • ડાયટમાં લીલા પાંદડાવાળા શાકભાજી અને કારેલા જેવા શાકભાજીનો ઉપયોગ કરી શકાય. ઇન્સ્યુલીન લેતા દર્દીને ત્રણ વખતના ખોરાક ઉપરાંત વચ્ચે વચ્ચે પોષક નાસ્તો આપવો.
  • બોડી અને કામ – કસરતની પધ્ધતી મુજબ ડાયેટ પ્લાનીંગ કરવું.

2.ઓરલ હાઇપોગ્લાયસેમિક ડ્રગ્સ

  • આ પ્રકારની દવાઓ દર્દીનું બ્લડ સુગર લેવલ ઓછું કરે છે અને આનાથી DM કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસ મલાઈટસ માટે એવી કોઈ દવા નથી જે તેને સંપુર્ણ મટાડી શકે.

3.ઇન્સ્યુલિન

ઇન્ડિકેશન્સ

  • ટાઈપ – 1 ડાયાબિટીસ મલાઈટસ
  • ટાઈપ – 2 ડાયાબિટીસ મલાઈટસ જે ડાયટ અને ઓરલ મેડિસિનથી કંટ્રોલ થઈ શકતું હોય.
  • ડાયાબિટીસ મલાઈટસ વિથ સર્જરી
  • ડાયાબિટીસ મલાઈટસ વિથ ઇન્ફેક્શન
  • ડાયાબિટીસ મલાઈટસ વિથ પ્રેગનેન્સી
  • ડાયાબિટીસ મલાઈટસ વિથ કોમ્પ્લિકેશન દાત . કીટોએસીડોસીસ, કોમા વગેરે.
  • ઇન્સ્યુલિન જુદા જુદા પ્રકારના આવે છે. જેમ કે પ્લેન ઇન્સ્યુલિન, પ્રોટાનાઇન ઇન્સ્યુલિન વગેરે. ઇન્સ્યુલિનના પ્રકાર પ્રમાણે તેની એક્શન પણ અલગ અલગ હોય છે. અડધા કલાક થી 36 કલાક સુધીની એક્શન વાળા ઇન્સ્યુલિન આવે છે. તે સબક્યુટેનીયસ આપવાનું હોય છે અને તે દર્દીની જરૂરીયાત પ્રમાણે અને તે બ્લડ સુગર લેવલ મુજબ આપવાનું હોય છે.
  • ઓરલ હાઇપોગ્લાયસેમિક કે ઇન્સ્યુલિન હંમેશા જમ્યા પહેલા અડધા કલાકે લેવું જોઈએ અને જમતી વખતે પુરેપુરો ખોરાક લેવો જોઈએ. જો આમ કરવામાં ન આવે તો દર્દીને હાઈપોગ્લાઇસેમિક ઇફેક્ટ થઈ શકે છે.

4.ફુટ કેર

  • આ દર્દીને પેરીફેરી ન્યુરોપથી અને વાસ્કયુલર પ્રોબ્લેમ હોય છે. જેના કારણે ફુટમાં કંઈ ઈજા થાય કે કંઈ બાઇટ કરી જાય તો તેના કારણે ફુટ અલ્સર થઈ શકે છે.જે લાંબો સમય સુધી રૂજાતું નથી જેથી આવા દર્દીની ફુટ કેર ખુબ જ જરૂરી હોય છે જે નીચે મુજબ છે.
  • પગમાં વાગે નહી તેવા ફુટવેર પહેરવા.
  • ઓછા વજનવાળા અને પોચા ફુટવેરનો ઉપયોગ કરવો.
  • પગમાં કોઈ ગરમ વસ્તુ કે પ્રવાહી અડી ન જાય તેનું ધ્યાન રાખવું.
  • ખુલ્લા પગે બહાર ન જવું ઘરમાં પણ ફુટ વેરનો ઉપયોગ કરવો.
  • પગમાં મોજા પહેરતા હોય તો તે કોટનના પહેરવા અને તે પણ વારંવાર સાબુ પાણીથી ધોઈ તડકામાં મુકવા.
  • પગને વારંવાર સાબુ પાણીથી ધોઈ કોરા કરવા અને પગને ધોતી વખતે બે
  • પગને વારંવાર સાબુ પાણીથી ધોઈ કોરા કરવા અને પગને ધોતી વખતે બે આંગળી વચ્ચેની જગ્યાનું ખાસ ધ્યાન રાખવું અને ક્લીન રાખવું.
  • પગની કસરત જેવી કે એક્સટેન્શન,ફ્લેક્શન વગેરે કરવી.
  • પગમાં કઈ પણ તકલીફ હોય તો ડોકટરનો સંપર્ક કરવા કહેવું.
  • પગનું પર્સનલ હાયજીન જાળવવું.
  • ફૂટ ડ્રોપ થતું અટકાવવા માટે ફુટ રેસ્ટનો ઉપયોગ કરવો.
  • શિયાળાની ઋતુમાં ઠંડી વખતે બુટ મોજા ખાસ પહેરવા સમજાવવું.
  • રાતના સમયે પગમાં કંઈ જીવજંતુ કરડી ન જાય તેનું ધ્યાન રાખવું.

(૨) ઈન્ફેક્શનની વ્યાખ્યા લખી, ઈન્ફેક્શનની પ્રોસેસ લખો.

ઇન્ફેક્શન

  • ઇન્ફેક્શન એટલે શરીરમાં હાનિકારક સૂક્ષ્મજીવો પ્રવેશીને વધે અને રોગ પેદા કરે તે સ્થિતિ.
  • ઇન્ફેક્શનએ મોટાભાગના રોગોનું કારણ છે, જે સામાન્ય રીતે આપણા દેશમાં વધુ જોવા મળે છે, એક સમય એવો હતો કે ચેપથી થતાં મૃત્યુ સામાન્ય ગણાતા હતા પરંતુ હવે તમામ પાસાઓને ગંભીરતાથી લેવાંમાં આવતા તેમજ આરોગ્ય વિશેની લોકોમાં સભાનતા આવવાથી રસીકરણ અને વાતાવરણની સ્વચ્છતા, નવી નવી દવાઓની શોધ અને તેના ઉપયોગના લીધે ચેપથી થતાં મૃત્યુમાં ઘણો ઘટાડો થયેલ છે.

પ્રોસેસ ઓફ ઇન્ફેક્શન

  • સૂક્ષ્મ જીવાણુઓ શરીરમાં પ્રવેશ થયા બાદ તેની વૃદ્ધિ અને વિકાસ થાય અને ઝેર પેદા કરે તેના લીધે વ્યક્તિના શરીરમાં અમુક ચોક્કસ પ્રકારના ચિન્હો અને લક્ષણો જોવા મળે કે રોગ ઉત્પન્ન થાય તેને ઇન્ફેક્શન કે ચેપ કહેવાય છે

પ્રોસેસ ઓફ ઇન્ફેક્શન (ચેપની પ્રક્રિયા): ચેપની પ્રક્રિયા થવા માટે મુખ્યત્વે ત્રણ પરિબળો જવાબદાર છે.

  1. એજન્ટ
  2. હોસ્ટ
  3. વાતાવરણ

1.એજન્ટ

  • એજન્ટ એટલે એવી જીવંત કે અજીવિત પદાર્થ કે સૂક્ષ્મ જીવાણુ જે શરીરમાં વિવિધ માર્ગે દાખલ થાય છે. તે શરીરમાં પ્રવેશી શરીરને હાનિ પહોંચાડે છે. સૂક્ષ્મ જીવાણુઓ દુષિત જમીન, પાણી, ખોરાક, હવા અને યજમાનના સંપર્કમાં રહે છે. એજન્ટને પાંચ ગ્રૂપમાં વહેંચવામાં આવેલ છે.
  • 1) બાયોલોજીકલ એજન્ટ : વાઈરસ, બેક્ટેરિયા, ફંગસ, પ્રોટોઝોઆ વગેરે
  • 2) ન્યુટ્રીશનલ એજન્ટ : કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, મિનરલ કે કોઈપણ પોષક તત્વોની ઉણપથી રોગ થઈ શકે છે.
  • 3) ફિઝિકલ એજન્ટ : ઠંડી, ગરમી, દબાણ, રેડીએસન, ઇલેક્ટ્રિસિટી વગેરેથી રોગ થઈ શકે છે.
  • 4) કેમિકલ એજન્ટ : મેટલ, આર્સેનિક, આલ્કલી, ક્રિસ્ટલ અને મરકયુરી જેવા પદાર્થોથી પણ રોગ થાય છે.
  • 5) મિકેનિકલ એજન્ટ : ગતિના લીધે અકસ્માત તથા અન્ય વ્યક્તિથી થતા પ્રહારના લીધે શરીરને નુકસાન થાય છે આમાં ફ્રેક્ચર જેવી સ્થિતિ જોવા મળે છે.

2.હોસ્ટ

  • યજમાન એ એક એવી વ્યક્તિ છે કે જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, તેના શરીરમાં કોઈપણ રોગનાં જંતુઓ પ્રવેશે તો તે સહેલાઇથી રોગનો ભોગ બની શકે છે. આવી વ્યક્તિ (હોસ્ટ) માં રોગના થવાના પરિબળો જેમ કે ઉંમર, જાતિ,ખરાબ આદતો, વ્યવસાય વગેરે પર આધાર રહે છે. જો વ્યક્તિમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો, વ્યક્તિના બોડીમાં સૂક્ષ્મ જીવાણુઓને પ્રવેશવા માટે તથા વૃદ્ધિ અને વિકાસ માટે યોગ્ય વાતાવરણ મળે છે અને યજમાનને ચેપ લાગી શકે છે અને તે સહેલાઇથી અન્યને પણ ચેપ આપી શકે છે. આમ યજમાન ચેપ ફેલાવવા માટેનું જવાબદાર પરિબળ બને છે.

3.વાતાવરણ

  • વાતાવરણ જીવાણુઓની વૃદ્ધી અને વિકાસ તેને અનુકૂળ ખૂબ જ ઝડપી થાય છે અને આ ઉપરાંત પણ જો વ્યક્તિને સ્વચ્છ વાતાવરણ ન મળે તો તે રોગનો ભોગ બને છે. વધુ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ચામડીના રોગો ખૂબ જ જોવા મળે છે આ ઉપરાંત ચેપી વ્યક્તિના શ્વાસોશ્વાસ, ગળફા અને ઝાડા તથા ઊલટીના લીધે પણ હવા પ્રદૂષિત થાય છે પરિણામે વ્યક્તિને ચેપ લાગી શકે છે. મોટાભાગના રોગ જમીન,હવા,પાણી અને ખોરાક દ્વારા જ ફેલાય છે.

(૩) ચેપી રોગના દર્દીની હોસ્પિટલમાં તેમજ ઘરમાં કરવામાં આવતી સંભાળ વિશે લખો.

ચેપી પેશન્ટની સારવાર ( ઘર અને હોસ્પિટલમા)

1) રેસ્ટ એન્ડ કમ્ફર્ટ (આરામ)

  • માંદગીને કારણે પેશન્ટને નબળાઈ અને અશક્તિ લાગે છે. તેથી પેશન્ટ માટે આરામ ખુબ
    જ જરૂરી છે.
  • પેશન્ટને પુરતો આરામ આપવો.
  • પેશન્ટને આરામદાયક પોઝીસન આપવી.
  • પથારીવશ પેશન્ટની સ્થિતિ વારંવાર બદલતા રહેવું, જેથી બેડસોર અટકાવી શકાય.
  • પેશન્ટની પથારી એકદમ સ્વચ્છ રાખવી.
  • પેશન્ટને પુરતી ઉંઘ મળી રહે તે જોવું.
  • પેશન્ટના મુલાકતીઓને ફક્ત મુલાકાતના નક્કી કરેલ સમયે જ મળવા દેવા.
  • વાતાવરણ સુઘડ અને શાંત રાખવું.
  • પેશન્ટને માનસિક સાંત્વના પુરી પાડવી.

2) લિક્વીડ (પ્રવાહી)

  • વધુ પ્રવાહીથી દવાની અસર સારી થાય છે.
  • પેશન્ટને વધુ પ્રમાણમાં પ્રવાહી આપવું.
  • જાળા,તાવ વગેરે વખતે વધારે પ્રમાણમાં (દરરોજ બે લિટર) પ્રવાહી આપવું.
  • પેશન્ટને ઉકાળેલ પાણી, નાળિયેર પાણી, દાળનું પાણી, દુધ, વેજીટેબલ સુપ, મીટ સુપ વગેરે આપી શકાય.
  • જો પેશન્ટ વધુ પ્રવાહી લેવાની ના કહે તો થોડું થોડું પ્રવાહી થોડા થોડા સમયના અંતરે આપવું.

3) ડાયટ અથવા ફુડ (ખોરાક)

  • પેશન્ટને પુરતા પ્રમાણમાં પ્રોટીન સભર ખોરાક આપવો.
  • પેશન્ટને પ્રવાહી ખોરાક વધુ આપવો જેથી પચવામાં સરળતા રહે.
  • પેશન્ટને તેની રુચી મુજબનો ખોરાક આપવો. જેથી તે વધુ પ્રમાણમાં ખોરાક લઇ શકે.
  • પેશન્ટને મરી-મસાલાવાળો કે તળેલો ખોરાક ન આપવો.
  • પેશન્ટને રેસાવાળો ખોરાક આપવો જેથી કબજીયાત અટકાવી શકાય.
  • પેશન્ટને ખીર, કાંજી, રાબ, ભાત, મોળું દહી, મોળી દાળ વગેરે આપી શકાય.
  • પેશન્ટના રોગ પ્રમાણે ખોરાકમાં કાળજી રાખવી જેમ કે ડાયાબિટિશના પેશન્ટને ગળપણ વગરનો, હાયપરટેન્શનના પેશન્ટને મીઠા વગરનો કે ઓછા નમકવાળો,હૃદયરોગ વખતે ઓછી ચરબીવાળો ખોરાક આપવો.
  • પેશન્ટ માંસાહારી હોય તો ઇંડા, માછલી વગેરે આપી શકાય.
  • પેશન્ટને જમવાના સમયે વાતાવરણ એકદમ શાંત અને સુઘડ રાખવુ જેથી તે સારી રીતે જમી શકે.
  • પેશન્ટને ખોરાકને બરોબર ચાવીને જમવા સમજાવવું.
  • ખોરાક સાથે પુરતા પ્રમાણમાં પ્રવાહી આપવુ. જે ખોરાકના પાચનમાં મદદરૂપ થાય.
  • સાંજના સમયે હળવો અને પચવામાં સરળ રહે તેવો ખોરાક આપવો.
  • ખોરાક સારી રીતે પચી શકે તે માટે પેશન્ટને સાંજે જમ્યા પછી થોડું હરવા ફરવા પ્રોત્સાહીત કરવું.

4) મેડિસીન & ટ્રીટમેન્ટ (દવા અને સારવાર)

  • ડોક્ટરની સલાહ મુજબની દવાઓ આપવી.
  • દરેક દવાઓ સમયસર જ આપવી.
  • આપેલ દવાની યોગ્ય નોંધ રાખવી.
  • પેશન્ટને દવામાં જાતે ફેરફાર ન કરવા સમજાવવું.
  • દવાની અસર અને આડઅસર નોંધવી.
  • દવા પુરતા પાણી સાથે આપવી.
  • દવા ભુખ્યા પેટ કે જમીને લેવાની હોય તેમ આપવી.
  • ઇજેક્શન એસેપ્ટીક ટેક્નિકથી ડિસ્પોજેબલ સીરીંજથી જ આપવું.

5) પર્સનલ હાઈજીન (વ્યક્તિગત સ્વચ્છતા)

  • પેશન્ટની સ્કીન, મોં ,દાંત, નખ, વાળ વગેરેની સંભાળ રાખી સ્વચ્છ રાખવા.
  • પેશન્ટની પથારી એકદમ સ્વચ્છ રાખવી.
  • પેશન્ટને જરૂર મુજબ બેડબાથ કે બાથરૂમ બાથ આપવો.
  • પેશન્ટને નિયમિત બેક કેર આપવી.
  • પેશન્ટની માઉથ કેર લેવી તેમજ વારંવાર કોગળા કરવા કહેવું.
  • પેશન્ટને દરરોજ સ્વચ્છ અને ધોયેલા કપડાં પહેરાવવા.
  • પેશન્ટના વાળ સ્વચ્છ રાખવા.
  • પેશન્ટના નખ ટૂંકા અને સ્વચ્છ રાખવા.
  • પેશન્ટના સ્ટુલ, યુરીન, સ્પુટમ, વોમીટ વગેરેનો યોગ્ય નિકાલ કરવો.
  • પેશન્ટ એ વાપરેલ દરેક સાધનોને ડિસઇન્ફેક્ટન્ટ કરી સ્વચ્છ રાખવા.
  • દરેકે દરેક ઓબ્ઝર્વેશન ઓબ્ઝર્વેશનના બેડ઼પાન, યુરીનલ. વાસણ, સ્પુટમ કપ, કાંસકો વગેરે તદ્દન અલગ જ રાખવા.

પ્રશ્ન-૪ ટુંક નોંધ લખો. (કોઈપણ ત્રણ) (12)

(૧) કોલેરા

કોલેરા

વ્યાખ્યા

  • કોલેરા એકયુટ ડાયેરીયલ ડીસીસ છે. જે વીબ્રીયો કોલેરા થી થાય છે. અત્યારે તે સામાન્ય રીતે એલટોર બાયો ટાઈપ ના બેકટેરીયા થી થાય છે. આમા એકા એકા ખુબ જ પાતળા પાણી જેવા ઝાડા થાય છે. અને પછી થી ઉલ્ટી થાય છે જેના લીધે શરીરમાં ડીહાઈડ્રેશન થાય છે. અને પેશન્ટને આંચકી પણ આવે છે. જો તાત્કાલીક પ્રવાહી ન આપવામાં આવે તો તે મૃત્યુ પામે

કારણો

  • વીબ્રીયો કોલેરા
  • કોલેરા ના ચેપવાળા પેશન્ટથી
  • ચેપી મટીરીયલ્સથી
  • પેશન્ટના સ્ટુલ તથા વોમીટીંગના ચેપના લીધે
  • આ મોટા ભાગે યાત્રા, મેળા,તથા મોટા પ્રમાણમાં લોકો નું સ્થળાંતર થતુ હોય ત્યાં નબળા હાયજીન વાળા લોકોમાં જોવા મળે છે.
  • રહેણાકની આજુબાજુ ગંદકી, ગંદુ પાણી, માખી, ગંદો ખોરાક નબળી જીવનશૈલી વગેરે

કેવી રીતે ફેલાય છે. ?

  • આનો ફેલાવો માણસ માંથી માણસ માં થાય છે. આમાં સ્ટુલથી નબળા હાયજીન વાળા લોકોમાં જોવા મળે છેત થયેલ ખોરાક અને પાણી વડે બોટલ ફીડીંગ લેતા બાળકોમાં બોટલ થી ફેલાય છે. ગંદાપાણી થી ધોવાયેલ ફળો અને શાકભાજી થી રાંધેલા ખોરાક ને ગંદા હાથે પીરસવાથી અથવા તેની પર માખી બેસવાથી રાંધેલો ખોરાક વધુ સમય વાસી પડયો રહેતો હોય ત્યારે જયારે વ્યકિત દવારા સ્ટુલ કે વોમીટીંગ ને બીન કાળજી થી અડકવામાં ત્યારે તેના આંગળાઓ મારફતે રોગના જંતુ નો સીધો જ ચેપ લાગી શકે છે. પાંચ એફ વડે ફેલાય છે.

ઈન્કયુબેશન પીરીએડ

  • થોડા કલાક થી માંડી ને 1 થી ર દીવસનો હોઈ શકે છે.

ચિન્હો અને લક્ષણો

  • એકા એક ઝાડા થઈ જાય છે.
  • સાથે ઉલ્ટી પણ થાય છે.
  • પેશન્ટને ખુબ જ તરસ લાગે છે.
  • દીવસમાં લગભગ 40 વખત ઝાડા જવું પડે છે.
  • ઝાડા ભાતના ઓસામણ જેવા થાય છે.
  • હાથપગના મસલ્સમાં દુઃખાવો થાય છે અને પેશન્ટ ઉદાસ થઈ જાય છે.
  • શરીર માંથી પાણી ઓછું થવાથી ડીહાઈડ્રેશન થાય છે. અને પેશન્ટ કોલેપ્સ થઈ જાય છે.
  • આંખો ઉંડી ઉતરી જાય છે. (સંકન આઈ)
  • પલ્સ એકદમ નબળી થઈ જાય છે. અને બી.પી. ઘટી જાય છે.
  • શ્વાસોશ્વાસ છીછરા અને ઝડપી બને છે.
  • યુરીન ઓછો થાય છે. ઘણી વાર થતો જ નથી.
  • પેશન્ટના ચામડી ની સિથીતીસ્થાપકતા જતી રહે છે. ચામડીને હાડકા ઉપર દબાવતા ચામડી ચોટેલી જણાય છે મુળસ્થિતી માં પાછી આવતી નથી.

સારવાર અને સંભાળ

  • કોલેરા માટે કોઈ ખાસ દવા નથી પરંતું લક્ષણો જોઈને સારવાર આપવામાં આવે છે.
  • શરીરમાંથી વધારે પ્રમાણમાં પ્રવાહી નીકળી જાય તો આઈ.વી. ફલ્યુડ આપવું જેમાં આઈ.વી.ફલ્યુડ
  • ઇન્જેક્શન રીંગર લેક્ટેટ 1 પાઇન્ટ આઈ/વી
  • ઇન્જેક્શન નોર્મલ સલાઈન
  • ઇન્જેક્શન આઇસોલેટ-એમ, આઇસોલેટ-પી, આઇસોલેટ- જી
  • ઇન્જેક્શન સોડા બાય કાર્બ
  • ઇન્જેક્શન મેટ્રોગીલ & ટીનીડાઝોલ
  • ઇન્જેક્શન સિપ્રોફ્લોક્ઝાસિલિન
  • ઇન્જેક્શન મેટાક્લોરપ્રોમાઇડ ફોર વોમીટીંગ
  • ઇન્જેક્શન રાનીટીડીન ફોર એસીડોસીસ
  • પેશન્ટને સ્વચ્છ બેડ આપવી.
  • પર્સનલ હાઈજીન જાળવવું
  • પેશન્ટને જયારે ઉલ્ટી ઓછી થાય કે બંધ થયા બાદ ધીમે ધીમે પ્રવાહી ખોરાક આપવો.
  • એચ.એ.એફ(હોમ અવેલેબલ ફલ્યુડ) અથવા એચ.એમ.એફ.(હોમ મેઈડ ફલ્યુડ) આપો.
  • ઓ.આર.ટી. આપવી. (ઓરલ રીહાઈડ્રેશન થેરાપી)

(૨) ઈમ્યુનીટીના પ્રકારો

ઈમ્યુનીટીના પ્રકારો

  • (૧) નેચરલ ઇમ્યુનિટી (કુદરતી રોગપ્રતિકારક શકિત)
  • (૨) એક્વાયર્ડ ઇમ્યુનિટી(પ્રાપ્ત કરેલી કે મેળવેલી રોગપ્રતિકારક શકિત)

(૧) નેચરલ ઇમ્યુનિટી (કુદરતી રોગપ્રતિકારક શકિત)

બાળકના જન્મતા પહેલા કે જન્મબાદ કુદરતી રીતે જ માતામાંથી પ્રાપ્ત કરેલી કે મેળેવલી રોગપ્રતિકારક શકિત ને કુદરતી ઈમ્યુનીટી કહેવાય છે. આનો આધાર જાતિ, જન જાતિ અને વ્યક્તિગત આરોગ્ય પર રહેલો હોય છે.

  • a) સ્પીસીસ જાતીય રોગપ્રતિકારક શકિત
  • b) રેશિયલ જનજાતીય રોગપ્રતિકારક શકિત
  • c) ઈન્ડીવીજયુઅલ વ્યક્તિગત રોગપ્રતિકારક શકિત

a) સ્પીસીસ જાતીય રોગપ્રતિકારક શકિત

  • આ પ્રકારની રોગપ્રતિકારક શકિત માનવ જાતને લાગુ પડે છે. જે પ્રાણીઓ અને પક્ષીઓની જાતને આપણાથી અલગ પાડે છે. અમુક રોગ જે પ્રાણીઓને લાગુ પડે છે તે માનવ મા થતા નથી.
  • પક્ષીઓમા એવિઓન ટી.બી જોવા મળે છે. જે મનુષ્યમાં થતો નથી કારણ કે માનવ શરીરમા આની રોગપ્રતિકારક શકિત રહેલી હોય છે.
  • ઉદરો જેવા રોડેન્ટમાં ડીપ્થેરીયા થતો નથી. જયારે ભુંડ જેવા પ્રાણીઓમા જોવા મળે છે.
  • કુતરા, બકરા અને ધોડા જેવા પ્રાણીઓમાં અમુક પ્રકારની રોગપ્રતિકારક શકિત કુદરતી રીતે જ હોય છે
  • ભુંડ અને ગાય જેવા પ્રાણીઓમા માણસની જેમ જ ટી.બી થઈ શકે છે.
  • જે પ્રાણીઓ ઠંડા લોહીવાળા હોયે તેને રોગ થવાની શક્યતા હોય છે.

b) રેશિયલ જનજાતીય રોગપ્રતિકારક શકિત

  • અમુક જન જાતિમા ચોક્કસ પ્રકારની રોગપ્રતિકારક શકિત રહેલી હોવાથી તેમને તે પ્રકારનો રોગ થતો નથી.
  • આફ્રિકામાં રહેતા લોકોને યેલો ફીવર માટેની રોગપ્રતિકારક શકિત હોવાથી આ રોગ થતો નથી પરતું ત્યાં કામ કરતા ગોરા લોકોમા આ રોગ જોવા મળે છે.

c) ઈન્ડીવીજયુઅલ વ્યક્તિગત રોગપ્રતિકારક શકિત

  • દરેક વ્યક્તિમા રોગપ્રતિકારક શકિત અલગ અલગ હોય છે.
  • એક વ્યક્તિને વારંવાર શરદી ઉધરસ થાય છે. જયારે તેની સાથે અન્ય વ્યક્તિને શરદી ઉધરસ થતા નથી.
  • કાયમી ધોરણે ટી.બી હોસ્પિટલમા કામ કરતા કાર્યકરમાં વ્યક્તિગત રોગપ્રતિકારક શકિતની અસર જોવા મળે છે.

(2) એક્વાયર્ડ ઈમ્યુનિટી (પ્રાપ્ત કરેલી કે મેળેવલી રોગપ્રતિકારક શકિત)

  • વ્યક્તિના જીવનકાળ દરમિયાન કૃત્રિમ રીતે મેળેવલ કે પ્રાપ્ત કરેલ રોગપ્રતિકારક શકિતને એકવાઈડ ઇમ્યુનીટી કહેવાય છે. જે આપણને વિવિધ પ્રકારની રસીઓ દ્વારા પ્રાપ્ત થાય છે. તે એકટીવ કે પેસિવ પણ હોય શકે છે.
  • આ પ્રકાર ની રોગપ્રતિકારક શકિત કુત્રીમ રીતે બહાર થી મેળવવામાં આવે છે

તેના નીચે મુજબ ભાગ પડે છે

(A) એક્ટિવ ઇમ્યુનિટી

  • નેચરલ એક્ટિવ ઇમ્યુનિટી
  • આર્ટિફિશિયલ એક્ટિવ ઇમ્યુનિટી

(B) પેસીવ ઇમ્યુનિટી

  • નેચરલ પેસિવ ઇમ્યુનિટી
  • આર્ટિફિશિયલ પેસિવ ઇમ્યુનિટી

(A) એક્ટિવ ઇમ્યુનિટી

નેચરલ એક્ટિવ ઇમ્યુનિટી

  • જયારે વ્યક્તિના શરીરમા સુક્ષ્મજીવાણુ અથવા ટોકસીન દાખલ થાય ત્યારે તેના પ્રતિકાર રૂપે શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય છે.
  • આ પ્રકારની રોગપ્રતિકારક શકિત કોઈપણ ચેપ લાગ્યા બાદ વ્યક્તિ રોગમાંથી બહાર આવે છે અથવા તેને લક્ષણો જણાયા વગર વારંવાર હળવો ચેપ લાગતો હોય તો એક સમયે વ્યક્તિમા કુદરતી રીતે જ જે તે રોગ માટેની રોગપ્રતિકારક શકિત ઉત્પન્ન થાય તેને નેચરલ એક્ટીવ ઈમ્યુનીટી કહેવાય છે.

આર્ટિફિશિયલ એક્ટિવ ઇમ્યુનિટી

  • આ પ્રકારની ઈમ્યુનીટી શરીરમા બહારથી ચામડી કે મો દ્વારા અર્ધમૃત બેક્ટેરિયા કે વાયરસને શરીરમાં દાખલ કરવામાં આવે છે. જેના પરીણામે શરીર તેનો પ્રતિકાર કરે છે અને પ્રતિકાર રૂપે રોગપ્રતિકારક શકિત ઉત્પન્ન કરે છે. જે કાયમી રહે છે. દા.ત. બી.સી.જી વેકસિન, સ્મોલ પોક્સ વેક્સીન વગેરે.

(B) પેસિવ ઇમ્યુનિટી

  • વ્યક્તિના શરીરમા બહારથી તૈયાર કરેલ એન્ટીબોડી દાખલ કરવામા આવે છે. તેમાં શરીરમા રહેલ પ્રતિકારક(એન્ટીબોડીસ) ની કોઈ ભૂમિકા હોતી નથી, શરીરમા બહારથી તૈયાર કરેલ એન્ટીબોડીસથી શરીરને સીધી જ રોગપ્રતિકારક શકિત મળી જાય છે.

નેચરલ પેસિવ ઇમ્યુનિટી

  • જયારે બાળક જન્મે ત્યારે માતામાં રહેલ રોગપ્રતિકારક શકિત આપમેળે જ બાળકમાં પ્લેસેન્ટા મારફતે આવે છે. ઉપરાંત માતાના ધાવણમાંથી પણ બાળકને રોગપ્રતિકારક શકિત મળે છે, આ પ્રકારની રોગપ્રતિકારક શકિત થોડા સમય માટેની હોય છે.

આર્ટિફિશિયલ પેસિવ ઇમ્યુનિટી

  • બાળકને રસીકરણ મારફતે આ રોગપ્રતિકારક શકિત આપવામાં આવે છે. આમાં સીરમ હોય છે જે પ્રાણીઓમા બનાવવામાં આવે છે. પ્રાણીઓમાં એન્ટીબોડી ઉત્પન્ન થયા બાદ તે એન્ટીબોડીસ ને રસીઓના રૂપમાં વ્યક્તી ને આપવામાં આવે છે.

(૩) ફીવર

ટાઇપ્સ ઓફ ફીવર (તાવના પ્રકાર)

  • ફીવરના પ્રકાર નીચે મુજબ છે.

1) કંટીન્યુ તાવ

  • આ પ્રકારના ફિવરમાં ટેમ્પ્રેચર દિવસો સુધી કે અઠવાડિયા સુધી ઉંચુ જ રહે છે. આમાં બોડી ટેમ્પ્રેચર નોર્મલ થતું નથી.
  • દા.ત. એનટ્રીક ફીવર ( ટાઇફોડ ફીવર)

2) રેમીટન્ટ તાવ

  • આ પ્રકારના ફીવરમાં મોર્નિંગ, ઇવનીંગ ટેમ્પ્રેચરમાં ઘણો મોટો તફાવત જોવા મળે છે. જે ૨° કરતા પણ વધારે જોવા મળે છે.
  • દા.ત. સેપ્ટીસીમીયા

3) ઇન્ટર મીટન્ટ (ચડ ઉતરતો તાવ)

  • આ પ્રકારના ફિવરમાં બોડી ટેમ્પ્રેચર નોર્મલ,સબ નોર્મલ અને હાઈ પાયરેક્ષિયા વચ્ચે વેરિએશન જોવા મળે છે.

4) ઇર રેગ્યુલર ફીવર

  • મોટા ભાગે તાવ સવારનાં કરતા સાંજે વધારે હોય છે. અથવા સાંજ કરતા સવારે વધારે જોવા મળે છે. આ પ્રકારના ફીવરને ઇર રેગ્યુલર ફીવર કહેવામાં આવે છે.

તાવના ચિન્હો અને લક્ષણો

  • માથાનો દુ:ખાવો
  • બોડી ટેમ્પ્રેચરમાં વધારો થાય
  • ચક્કર આવવા
  • ભુખ ઓછી લાગવી
  • ડીહાઇડ્રેશન
  • ડ્રાઇનેસ ઓફ માઉથ એન્ડ ટંગ
  • લો વોલ્યુમ પલ્સ (નાડીના ધબકારા)
  • લો બી.પી.
  • સંકન આઇ (આંખના ડોળા ઉંડા ઉતરી જવા)
  • ઓલીગો યુરીયા (યુરીન ઓછું થવું)
  • વિકનેસ (નબળાઇ)
  • ફટિક (થાક લાગવો)
  • બોડિએક (શરીરનો દુ:ખાવો)
  • નોસીયા (ઉબકા આવવા)
  • વોમિટીંગ (ઉલ્ટી થવી )
  • પેઇન ઇન એબ્ડોમન (પેટમાં દુઃખાવી)
  • કોસ્ટીપેશન (કબજીયાત)
  • ડાયેરીયા (ઝાડા)
  • કન્વલઝન (ખેંચ આવવી)
  • ડીલેરીયમ (બકવાસ કરવો)
  • પલ્સ અને રેસ્પીરેશનમાં વધારો

તાવના કારણો

  • ફીવર એ કોઇ રોગ નથી પરંતુ કોઇ રોગ થાય તેના લક્ષણ રૂપે ફીવર જોવા મળે છે.
  • એટલે કે બોડીમાં કોઇપણ પેથોજનીક ઓર્ગેનીઝમ દાખલ થાય અને ઇન્ફેક્શન લાગે ત્યારે બોડીમાં ફીવર જોવા મળે છે.

તાવના સામાન્ય કારણો

  • બેક્ટેરીયલ ઇન્ફેક્શન e.g. ટાઇફી
  • વાયરલ ઇન્ફેક્શન e.g. HIV
  • પ્રોટોઝુઆ e.g. એન્ટીબા
  • સન સ્ટ્રોક (લુ લાગવી )
  • ફ્રોસ્ટ બાઇટ ( હીમ લાગવી, અતિશય ઠંડી લાગવી)

ટ્રીટમેન્ટ એન્ડ કેર

  • 1) કોલ્ડ કોમ્પ્રેસ કરવા. (ઠંડા પાણીના પોતા મુકવા)
  • 2) દર્દીને એન્ટી પાયરેટીક (તાવ ઉતરે તેવી ગોળી) જરૂર જાણાય તો આપવી.
  • 3) દર્દીનું પર્સનલ હાયજીન જાળવવું.
  • 4) પીરીયોડીકલી દર્દીના વાઇટલ સાઇન લેવા ટી.પી.આર.,બી.પી.
  • 5) માઉથ હાયજીન ખાસ જાળવવું કારણ કે ડ્રાઇનેસ ઓફ માઉથ( મોં સુકાઇ જવું) હોય છે. જેથી મોં ની મ્યુકસ મેમ્બ્રેનમાં ઈફેક્શનના ચાન્સીસ વધારે હોય છે.
  • 6) એન્ટીસેપ્ટીક લોશનના કોગળા કરાવવા. દા.ત. પોટેશિયમ પરમેગેનેટ.
  • 7) પેશન્ટને ખુબ જ પ્રમાણમાં પ્રવાહી આપવું. દા.ત. લિંબુ પાણી, જ્યુસ, નાળિયેર પાણી, દુધ વગેરે.
  • 8) પેશન્ટને જો વોમેટીંગ થતી હોય તો એન્ટીઇમેટીક અને આઇ.વી. ફ્લુઇડ આપવું.
  • 9) પેશન્ટને સાયકોલોજીકલ સપોર્ટ આપવો.
  • 10) પેશન્ટ ને સારો ન્યુટ્રેટીવ ડાયટ આપવો કે જે જલદીથી પચી જાય તેવો હોવો જોઇએ્ તળેલો અને મરી મસાલાવાળો ખોરાક ન આપવો.
  • 11) સીઝન પ્રમાણેના ફળો આપવા.
  • 12) જો બેડ રીડન પેશન્ટ હોય તો તેના પ્રેશર પોઇન્ટની ખાસ સંભાળ લેવી.
  • 13) દર્દીને હળવી કસરતો અને યોગા કરવા માટે કહેવું દા.ત ન્યુમોનીયા વાળા દર્દીને ડીપ બ્રિધીંગ કસરત ઘણી ઉપયોગી છે.
  • 14) જરૂર જણાય તો દર્દીને રીફર કરવું.

(૪) બાયો મેડિકલ વેસ્ટ

Definition : બાયોમેડિકલ વેસ્ટ એ એવો અવશેષ છે, જે આરોગ્ય સેવાઓ જેવી કે હોસ્પિટલો, લેબોરેટરીઝ, ક્લિનિક્સ, રિસર્ચ સેન્ટરો વગેરેમાંથી ઉત્પન્ન થાય છે અને જેના કારણે જીવાણુ રોગ ફેલાવાનો જોખમ હોય છે.

બાયોમેડિકલ વેસ્ટના પ્રકારો

  • 1. ઈન્ફેક્શિયસ વેસ્ટ :બ્લડ સોજેલા કપાસ, ડ્રેસિંગ
  • 2. શાર્પ્સ (Sharp Waste) :સોય, બ્લેડ, કાંચની સાંકડીઓ
  • 3. એનાટોમિકલ વેસ્ટ :કાપેલા અંગો, પેથોલોજીકલ નમૂનાઓ
  • 4. ફાર્માસ્યુટિકલ વેસ્ટ : એક્સપાયર્ડ ડ્રગ્સ, ઇન્જેક્શન વાયલ
  • 5. કેમિકલ વેસ્ટ :ડિઝઇન્ફેક્ટન્ટ્સ, લેબ કેમિકલ્સ
  • 6. લેબોરેટરી વેસ્ટ :કલ્ચર પ્લેટ્સ, સિરમ નમૂનાઓ

બાયોમેડિકલ વેસ્ટનું જોખમ

  • ચેપ લાગવાનો ભય (HIV, Hepatitis B & C)
  • હોસ્પિટલ ઈન્ફેક્શન વધે
  • પર્યાવરણ પ્રદૂષિત થાય
  • સ્વચ્છતા કર્મચારીઓના સ્વાસ્થ્યને જોખમ
  • પાણી અને જમીન પ્રદૂષિત થાય

કલર કોડિંગ સિસ્ટમ

રંગવપરાશઉદાહરણ
🔴 RedRecyclable contaminated wasteIV set, catheter
🟡 YellowInfectious & anatomicalDressings, body parts
⚫️ BlackNon-hazardous wasteGeneral waste
⚪️ White (Puncture-proof)Sharp itemsNeedles, blades

નર્સનો રોલ

  • હંમેશાં કચરો સિસ્ટમેટિક રીતે જુદો પાડવો.
  • કલર કોડિંગ મુજબ બેગનો ઉપયોગ કરવો.
  • પર્સનલ પ્રોટેક્શન (જેમ કે Gloves, Mask) વાપરવો.
  • સ્પિલ્સ અને શાર્પ્સનો સુરક્ષિત નિકાલ કરવો.
  • રિપોર્ટિંગ ઓફ એક્સિડેન્ટલ નિડલ સ્ટિક ઇજરીઝ.
  • લોકોને જાગૃત કરવા આરોગ્ય શિક્ષણ આપવું.
  • નિયમિત ફોલોઅપ અને સ્ક્રીનિંગ.

પ્રશ્ન-૫ વ્યાખ્યા લખો. (કોઈપણ છ) (12)

(૧) ટેકીકાર્ડિયા

  • ટેકીકાર્ડિયા એટલે હૃદયના ધબકારા સામાન્ય કરતાં વધુ ઝડપથી થવી.
  • સામાન્ય પુખ્ત વ્યક્તિમાં હાર્ટ રેટ 60–100 પ્રતિ મિનિટ હોય છે.
  • 100 કરતાં વધુ ધબકારા પ્રતિ મિનિટ થાય તો તેને ટેકીકાર્ડિયા કહેવામાં આવે છે.

(૨) એનોરેક્સીયા

  • એનોરેક્સિયા એટલે ભૂખ ન લાગવી અથવા ખાવાની ઈચ્છા ન હોવી.

કારણો

  1. માનસિક તણાવ
  2. ડિપ્રેશન
  3. શરીર વિશે ખોટી કલ્પના
  4. સામાજિક દબાણ
  5. હોર્મોનલ બદલાવ

(૩) કિમોથેરાપી

  • કિમોથેરાપી એ એવી સારવાર પદ્ધતિ છે જેમાં કેન્સર કોષોને નાશ કરવા માટે શક્તિશાળી દવાઓ આપવામાં આવે છે.

હેતુ

  1. કેન્સર કોષોને નષ્ટ કરવું
  2. ટ્યુમરનું કદ ઘટાડવું
  3. કેન્સર ફેલાતું અટકાવવું
  4. સર્જરી/રેડિયેશન પહેલા અથવા પછી સહાયક સારવાર

(૪) હિમોટોચેઝીયા

  • હિમાટોચેઝિયા એટલે ગૂદામાર્ગ દ્વારા તાજું લાલ રંગનું રક્ત બહાર આવવું.
  • આ સામાન્ય રીતે લોઅર ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રેક્ટમાંથી થતા રક્તસ્રાવનું લક્ષણ છે.

લક્ષણો

  • સ્ટૂલ સાથે તાજું લાલ રક્ત
  • પેટમાં દુખાવો
  • ચક્કર આવવું (વધુ રક્તસ્રાવમાં)
  • કમજોરી

(૫) આઈસોલેશન

  • આઇસોલેશનનો હેતુ જનરલ પબ્લિકને ચેપથી બચાવાવાનો છે. આઇસોલેશન એ ચેપગ્રસ્ત બીમાર વ્યક્તીને તંદુરસ્ત વ્યાકતીથી અલગ કરવાની પ્રકીયા છે.

તેના પ્રકાર નીચે મુજબ છે.

  • સ્ટ્રીક્ટ આઇસોલેશન તેનો ઉપયોગ હવામાં ફેલાતા રોગો અને સંપર્ક દ્વારા ફેલાતા રોગો માટે થાય છે. ચેપી રોગોના ફેલાવાને રોકવા માટે દર્દીઓને એકાંતમાં રાખવું આવશ્યક છે. જેમને સખ્તાઇથી અલગ રાખવા માટે તેઓને ખાસ રૂમમાં રાખવામાં આવે છે.
  • કોન્ટેક્ટ આઇસોલેશનનો ઉપયોગ ખુલ્લા ઘા સાથે સંપર્ક દ્વારા ફેલાતા રોગોને અટકાવવા માટે થાય છે. અહીં દર્દી સાથે સંપર્ક સાધતા આરોગ્ય કર્મીએ ગ્લોવ્સ પહેરવા જરૂરી છે. અને કેટલાક કિસ્સાઓમાં એપ્રન પણ પહેરવું જોઈએ.
  • રેસ્પીરેટરી આઇસોલેશનનો ઉપયોગ ડ્રોપલેટ ઇન્ફેક્શનથી ફેલાતા રોગો માટે થાય છે. જે શ્વાસ બહાર કાઢતા કણો દ્વારા ફેલાય છે. આવા દર્દી સાથે સંપર્કમાં આવનારાઓને માસ્ક પહેરવાની જરૂર છે.
  • હાઇ આઇસોલેશનનો ઉપયોગ અસામાન્ય રીતે ખૂબ જ ચેપી રોગો (દા.ત., શીતળા, ઇબોલા વાયરસ) ના ફેલાવાને રોકવા માટે થાય છે.

(૬) ગ્રીન સ્ટીક ફ્રેકચર

આ પ્રકારમાં બાળકોમાં હાડકું પૂરેપૂરું ભાંગી નહીં જતાં તે વળી જાય છે તેને ગ્રીન સ્ટિક ફ્રેક્ચર કહે છે. આ ખાસ કરીને નાના બાળકોમાં જોવા મળે છે તેમાં હાડકા ભાંગી નહીં જતાં તે વળી જાય છે.

(૭) ફોમાઈટ

ચેપી રોગના દર્દીએ એક વખત વાપરેલી નિર્જીવ વસ્તુઓ (વાસણો, તથા અન્ય ચીજવસ્તુઓ) વાપરેલ હોય અને તેના સંપર્ક માં તંદુરસ્ત વ્યક્તિ આવે તો અથવા તો તે વસ્તુનો ઉપયોગ કરતાં વાપરનાર તંદુરસ્ત વ્યક્તિને ચેપ લાગી શકે છે.

(૮) કન્વર્ઝન

  • કન્વર્ઝન ડિસઓર્ડર એ એક માનસિક વિકાર છે જેમાં માનસિક તણાવ શારીરિક લક્ષણો રૂપે દેખાય છે, પરંતુ કોઈ સ્પષ્ટ શારીરિક કારણ મળતું નથી.

લક્ષણો

  • અચાનક અંધાપો
  • અવાજ ન આવવો
  • હાથ-પગ ન હલાવી શકવું
  • સંવેદનામાં ઘટાડો

પ્રશ્ન-૬ (અ) નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો.05

(૧) દુઃખાવો ઓછો કરતી દવાને શું કહે છે?

(અ) એનાલ્જસીક

(બ) એન્ટીઈમેટીક

(ક) એન્ટીપાયરેટીક

(ડ) એન્ટાસીડ

(૨) ILRનુ તાપમાન કેટલું હોય છે?

(અ) -૧૫°C થી -૨૫°C

(બ) ૨°C થી ૮°C

(ક) -૧૦°C થી -૧૫°C

(ડ) ૧૫°C થી ૨૫°C

(૩) આંગળીમાં બાંધવામાં આવતા બેન્ડેઝની પહોળાઈ કેટલી હોય છે?

(અ) ૫ cm

(બ) ૧૦-૧૫ cm

(ક) ૨.૫ cm

(ડ) ૬-૭ cm

(૪) કોઈપણ રોગના કેસો છુટા છવાયા ઘણી જગ્યાએ જોવા મળે તેને શું કહે છે?

(અ) એન્ડેમીક

(બ) પેન્ડેમીક

(ક) સ્પોરાડીક

(ડ) એપીડેમીક

(૫) રોગના જંતુઓને તંદુરસ્ત વ્યકિત સુધી પહોંચવાના સમયગાળાને શું કહે છે?

(અ) કવોરન્ટાઈ પીરીયડ

(બ) આઈસોલેશન પીરીયડ

(ક) ઈનક્યુબેસન પીરીયડ

(ડ) કોમ્યુનીકેબલ પીરીયડ

(બ) ખાલી જગ્યા પુરો.05

(૧) બી.સી.જી રસી ખોલ્યા બાદ ………….. કલાક સુધી વાપરી શકાય. ૪ કલાક

(૨) લેપ્રસીના જંતુની શોધ ………….. વૈજ્ઞાનીકે કરી હતી. જીહાર્ડ હેન્સન

(૩) મીસલ્સ થવા માટે ………… સુક્ષ્મ જીવાણું જવાબદાર છે. મિસલ્સ વાયરસ

(૪) ફિનોબાર્બીટોન …………. ગ્રુપની દવા છે. બાર્બિટ્યુરેટ

(૫) નાકમાંથી નીકળતા લોહીને ………… કહે છે. એપિસ્ટેક્સિસ

(ક) નીચેના જોડકા જોડો.05

વિભાગ-અ વિભાગ-બ

1 – 5 (૧) આલ્ગી (૧) કલોસ્ટ્રીડીયમ ટીટેની

2 – 3 (૨) પ્રોટોઝુઆ (૨) યીસ્ટ

3 – 2 (૩) ફુગ (૩) પ્લાઝમોડીયમ

4 – 1 (૪) બેકટેરીયા (૪) હીપેટાઈટીસ-બી

5 – 4 (૫) વાયરસ (૫) વોલ્વોકસ

Published
Categorized as Uncategorised