FIRST YEAR FOUNATION OF NURSING (FON) 10/09/2025 PAPER SOLUTION (COMPLETE)

Q-1

a. List the common sites to develop decubitus ulcer. ડેકયુબીટસ અલ્સર થવાની સામાન્ય જગ્યાઓનું લીસ્ટ બનાવો. 03

sites to develop decubitus ulcer (ડેકયુબીટસ અલ્સર થવાની સામાન્ય જગ્યાઓનું લીસ્ટ):

  • હેડની પાછળનો ભાગ-occipital region
  • બેક
  • હિપ
  • બટક્સ
  • એન્કલ
  • ટેઇલ બોન
  • એલ્બો જોઈન્ટ
  • શોલ્ડર
  • ની (knee)
  • સ્કેપ્યુલા
  • ઇલિયાક ક્રેસ્ટ
  • મેલિઓલસ્
  • ટો (Toe)
  • ઇયર (Ear)
  • એક્રોમિયમ પ્રોસેસ
  • ગ્રેટર ટ્રોકેન્ટર

b. Write the causes of decubitus ulcer. – ડેકયુબીટસ અલ્સર થવાના કારણો લખો. 04

પ્રેશર (Pressure) :

  • લાંબી બીમારી વાળા દર્દીઓમાં એક જ પોઝિશનમાં સુતા રહેવાથી તેના આખા બોડી નું વજન તેની બેડના લીનન પર આવે છે.એટલે કે બેક ની સ્કીન પર પ્રેસર આવે છે જેથી ધીમે ધીમે બોની પ્રોમિનન્ટ વાળી જગ્યાએ સ્કિન પાતળી બને છે પરિણામે ધીમે ધીમે આ જગ્યાએ બેડ સોર થવાની શક્યતા રહે છે.

ફ્રિકશન (friction) :

  • ફ્રિકશનમાં ખાસ કરીને પેશન્ટના બેક ની સ્કીનનું બેડ લીનન સાથેનું ઘર્ષણ મહત્વ છે આ ઉપરાંત બેડલીનનમાં કોઈપણ જગ્યાએ રિંકલ્સ રહી ગયેલ હોય ત્યારે આ રીંકલ્સ નું બેક ની સ્કીનમાં ફ્રિકશન થવાથી ત્યાંની સ્કીન પાતળી પડે છે પેશન્ટની બેડમાં ખોરાકના કણ ધૂળ અને રજકણ તથા કચરો વગેરે રહેતા હોય ત્યારે આ બધી વસ્તુઓ બેક ની સ્કીનમાં ખૂંચે છે અને ફ્રિકશન થાય છે ઘણા પેશન્ટની બેકમાં ડ્રેસિંગ હોય ત્યારે અથવા એબ્ડોમીન પર બેન્ડેજ બાંધેલ હોય ત્યારે તેનું દબાણ આવવાથી ફિક્શન થઈ શકે છેઆ ઉપરાંત ક્યારેક પેશન્ટને બેડ પાન આપતી વખતે રફલી હેન્ડલિંગ કરવાથી તે પાર્ટ પર એંજરી થવાની શક્યતા રહે છે અને પરિણામે બેડ સોર થઈ શકે છે.

મોઈશ્ચર (Moisture) :

  • પેશન્ટ પર પ્રોસિજર કરતી વખતે તેની બેડ પર અથવા લીનન ભીનાશવાળા રહી ગયેલા હોય તો આ ઉપરાંત પેશન્ટ દ્વારા પથારી ભીની રહેતી હોય દાખલા તરીકે પેશન્ટ પથારીમાં જ ચા નાસ્તો જમવાનું અને ફીડિંગ લે તો હોય તો પથારીમાં ભીનાશ રહે છે અને આ ભીનાશને કારણે પેશન્ટની બેક ની સ્કીનમાં બેડસોર થવાની શક્યતા રહે છે બેડસોર થવાના અન્ય કારણોમાં ઘણા પ્રકારના માઇનોર કારણો જણાવી શકાય પરંતુ મુખ્યત્વે દબાણ ઘર્ષણ અને વિનાશ અગત્યના છે અન્ય કારણો નીચે પ્રમાણે જાણવા મળેલ છે.

પ્રી-ડિસ્પોઝિંગ ફેક્ટર

  • મોટી ઉંમર
  • વધુ વજન અથવા ઓબેસિટી
  • લાંબા સમયની માંદગી
  • બેડ રીડન પેશન્ટ
  • એડીમાં અને
  • વિક બોડી સ્ટ્રક્ચર

c. Describe the role of nurse in prevention of decubitus ulcer. ડેકયુબીટસ અલ્સરને અટકાવવામાં નર્સનો રોલ વર્ણવો. 05

પ્રિવેન્શન ઓફ બેડસોર (Prevention Of bedsores ) :

રીલીવીંગ પ્રેસર

  • Aircution અથવા Airring નો ઉપયોગ કરવો
  • એલ્બો, હિલ ની આગળના ભાગે કોટન રીંગ એપ્લાય કરીને દબાણ ઓછું કરવું
  • બેડ પાન આપતી વખતે જેન્ટલી હેન્ડલિંગ કરવું
  • જરૂરી ટાઇટ અથવા તો લુઝ બેન્ડેજ વ્યવસ્થિત બાંધવા
  • સિરિયસ પેશન્ટની દર ચાર કલાકે બેક કેર કરવી અને દર બે કલાકે તેની પોઝિશન ચેન્જ કરવી
  • પ્લાસ્ટર કરેલા પેશન્ટને બોનમાં કોઈપણ જગ્યાએ દબાણ આવતું હોય તો ડોક્ટરને જાણ કરવી

પ્રિવેન્ટ મોઈશ્ચર

  • કોઈપણ કારણસર પેશન્ટના કપડા ભીના થાય કે તરત જ બદલની નાખવા જોઈએ
  • બેડ લીનન ભીનું થાય કે તરત જ બદલી નાખવું જોઈએ
  • નર્સિંગ પ્રોસિજર દરમિયાન લીલન ભીના થતા અટકાવવા ડ્રો સીટ મેકિંગ ટોસ નો ઉપયોગ કરી કાળજીપૂર્વક સંભાળ લેવી
  • જો પેશન્ટને વધારે Perspiration થતો હોય તો હવાની આવ જાઓ પ્રોવાઈડ કરવી ડ્રાય વાતાવરણ પૂરું પાડવું અને ભીના કપડા બદલી નાખવા

એવોઇડ ફ્રીકશન

  • ક્યારે પણ રફ અને તૂટેલા બેડ પાનનો ઉપયોગ કરવો નહીં
  • બેડપાન પ્રોવાઇડ કરતી વખતે પેશન્ટને ઊંચકીને ફ્રિકશન ન થાય તે રીતે આપવું જોઈએ અને લેતી વખતે પણ તેટલી જ કાળજી રાખવી જોઈએ.
  • બેડને હંમેશા કરચલી વગરની અને સ્વચ્છ રાખવી જોઈએ. સિરિયસ પેશન્ટને સ્મુધ મેટ્રેસ તથા સ્મુધ ક્લોથ આપવા જોઈએ
  • પેશન્ટની વધારે પડતી મુવમેન્ટ અટકાવવા માટે સેન્ડ બેગ નો ઉપયોગ કરવો.
  • બેડ રીડન પેશન્ટ માટે જરૂરિયાત પ્રમાણે વોટર મેટ્રેસ ઉપયોગમાં લેવું.
  • રેગ્યુલર બેક કેર કરવી.
  • બોડીના બોની પ્રોમિનેન્ટ પાર્ટનું હંમેશા નિરીક્ષણ કરવું અને પ્રેશર પોઇન્ટ પર સ્પીડથી હળવા હાથે મસાજ કરવો જોઈએ.
  • પેશન્ટના બેડ નું હાઈઝીંગ જાળવવા માટે બેડ લીલન હંમેશા ચેન્જ કરવા અને જો બેડમાં ખોરાક કણોને કચરો હોય તો બેડીને રેગ્યુલર ક્લીન રાખવી.

OR

a. What is nursing? – નર્સિગ એટલે શું. 03

  • નર્સિંગ એ આર્ટ અને સાયન્સ છે. જેની મદદથી બીમાર માણસને કાળજીપૂર્વકની Care આપીને તેની જિંદગી નું રક્ષણ કરી શકાય અને Disease ને થતો અટકાવી શકાય તંદુરસ્તી વધારી શકાય તેમજ Malformation વાળા દર્દીને Rehabilitation માં લાવવા માટે Treatment કરી શકાય તેને નર્સિંગ કહે છે.

b. Write the qualities of a professional nurse. – પ્રોફેશનલ નર્સના ગુણો લખો. 04

કાઇન્ડનેસ (Kindness) :

  • નર્સમાં સેવા કરવાની ભાવના હોવી જરૂરી છે તે ભલી તથા દયાળુ હોવી જોઈએ કોઈપણ વસ્તુની કે વ્યક્તિની ચીડ કે શુભ હોવી જોઈએ નહીં.

હેલ્ધી (Healthy) :

  • હેલ્થ નર્સ શારીરિક તેમજ માનસિક દૃષ્ટિએ નિરોગી તથા સક્ષમ હોવી જોઈએ જે વ્યક્તિ પોતે જ રોગી હોય તે બીજાની સેવા કઈ રીતે કરી શકે નર્સ ને ક્યારેક ડ્યુટી પૂરી થઈ જાય પછી પણ કામ કરવું પડતું હોય છે અકસ્માત કે ક્યારેક કોઈ રોગચારા ફેલાય તેવા સમયમાં સેકડો દર્દીઓ એક સાથે સારવાર કરવી પડતી હોય છે આવા સમયે વધુ કલાક પણ નોકરી કરવી પડે છે ત્યારે તેણે પોતે હેલ્થ હેલ્ધી રહેવું આવશ્યક છે.

ચીયરફુલ (cheerful) :

  • નર્સ હંમેશા આનંદી તથા ઉત્સાહી રહેવું જોઈએ પ્રસન્ન વ્યક્તિ જ બીજાને આનંદ આપી શકે છે આનંદિત સ્વભાવની નર્સ નાસીપાસ થયેલા દર્દીને ઉત્સાહિત કરી શકે છે અને દર્દીની બીમારીમાંથી સાજા થવાની વિશેષ શક્યતા રહે છે.

કેરેક્ટર(character):

  • નર્સનું ચરિત્ર પણ સારું હોવું જોઈએ સારું ચરિત્ર વ્યવસાયને પણ પવિત્ર બનાવે છે.

રેગ્યુલારીટી(Regularity) :

  • નર્સ નિયમિત હોવી જોઈએ પોતાના કામના સમયે અનિયમિત રહે તે ના ચાલે કારણ કે તેણે પેશન્ટની નિયમિત સમયસર સારવાર આપીને સાજો કરવાનો હોય છે.

સહનશીલતા તથા વિનમ્રતા (Tolerance and humility):

  • નર્સમાં સહનશીલતા તથા વિનમ્રતા હોવી જોઈએ એટલું જ નહીં તે દયાળુ પ્રમાણ તથા પેશન્ટ સામે રોષેનો ભરાય તેમજ સહાનુભૂતિ દર્શાવનારી હોવી જોઈએ.

સિમ્પથી (Sympathy):

  • નર્સમાં સહદયતા વાળી હોવી જોઈએ એટલે કે પેશન્ટની જગ્યાએ પોતાની જાતને મૂકવી જોઈએ અને પોતાને સારી વર્તણુક મળે તો આપણને એવું લાગે તેનો વિચાર કરવો જોઈએ પેશન્ટની લાગણી ને ઠેસ પહોંચાડ્યા વગર તેની સારવાર કરવાની નર્સમાં આવડત હોવી જોયે.

સેલ્ફ કોન્ફિડન્સ (Self confidence):

  • નર્સમાં આત્મવિશ્વાસ હોવો જોઈએ પેશન્ટને સંપૂર્ણપણે સાજો કરે તેવો તેનામાં વિશ્વાસ હોવો જોઈએ.

ઓબ્ઝર્વેશન (Observational):

  • નર્સમાં ઓબ્ઝર્વેશન પાવર હોવો જોઈએ ઓબ્ઝર્વેશન થી થતા Evaluation થી ક્યા કામને મહત્વ આપવું તે જાણી શકાય છે તેમજ પેશન્ટને અપાતી સારવારની શું અસર થાય છે તેનો પણ ખ્યાલ આવે છે.

એલર્ટનેસ(Alertness) :

  • એલર્ટનેસ નર્સમાં સજાગતા તથા ચપડતા હોવી જોઈએ ઝડપથી કામ કરવાની તમન્ના હોવી જોઈએ નર્સની સારી વર્તણૂકથી પેશન્ટનો આત્મવિશ્વાસ વધે છે.

એપથી(Epathy) :

  • નર્સ કોઈપણ પ્રકારના ભેદભાવ ન રાખતી હોવી જોઈએ તેણે પેશન્ટને પેશન્ટ તરીકે જ જોવો જોઈએ તેના જાતિ, ધર્મ કે આર્થિક સ્થિતિનો ભેદભાવ ન રાખવો જોઈએ.

ઓનેસ્ટી(Honesty):

  • નર્સ પ્રમાણિક હોવી જોઈએ વોર્ડમાં અનેક ઈક્વિપમેન્ટ આર્ટીકલ્સ મેડિસિન વગેરે હોય છે તેની જવાબદારી નર્સ પર હોય છે ભૂલથી કોઈપણ વસ્તુ બગડી જાય તૂટી જાય તો ઓથોરિટી ને તેની જાણ કરવી જોઈએ.

સાયન્ટિફિક નોલેજ(Scientific Knowledge) :

  • નર્સ એ પોતાનું નોલેજ સાયન્ટિફિક પ્રિન્સિપલ ને ધ્યાનમાં રાખી કામ કરવું જોઈએ ફક્ત પુસ્તકીય જ્ઞાન નહીં પણ અનુભવને પણ કામે લગાડવો જોઈએ અને સાયન્ટિફિટ પ્રિન્સિપલ સાથે એપ્લાય કરવું જોઈએ અને નર્સ તે ઇન્ટેલિજન પણ હોવી જોઈએ.

ઇકોનોમિકલ નેચર(Economic nature):

  • નર્સ નો સ્વભાવ કરકસર વાળો હોવો જોઈએ કોઈપણ કામ સમય શક્તિ બચાવીને કરવાની આવડત વાળી હોવી જોઈએ.

સેલ્ફ ડિપેન્ડન્ટ(Self-dependent):

  • સેલ્ફ ડિપેન્ડન્ટ હોવી જોઈએ પેશન્ટની કેર બાબતે અન્ય પર આધારિત ન હોવી જોઈએ.

કયુરિયોસીટી(Curiosity):

  • નર્સ ને હંમેશા નવું શીખવાની જાણવાની કયુરિયોસીટી હોવી જોઈએ જેથી સમય પ્રમાણે પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે.

રિસોર્સ (Resource):

  • પેશન્ટની સારવાર માટે જે કાંઈ રિસોર્સીસ અવેલેબલ હોય તેનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરી શકે તેવી હોવી જોઈએ.

c. Describe modern approaches to provide nursing care. નર્સિંગ કેર આપવાના આધુનિક અભિગમ વર્ણવો. 05

નર્સિંગ કેર આપવાના Modern Approaches (મોર્ડન એપ્રોચીસ)

આધુનિક હેલ્થકેર સિસ્ટમમાં નર્સિંગ વ્યવસાય વૈજ્ઞાનિક, ટેકનોલોજીકલ, નૈતિક અને પેશન્ટ-સેન્ટર્ડ અભિગમો પર આધારિત છે. નર્સિંગ કેર હવે માત્ર બેડસાઇડ સર્વિસ સુધી મર્યાદિત નથી, પરંતુ Evidence-Based, Quality-Oriented અને Outcome-Focused બની ગયું છે. નીચે નર્સિંગ કેર આપવાના મુખ્ય Modern Approaches (મોર્ડન એપ્રોચીસ) નું સંપૂર્ણ અને એક્યુરેટ વર્ણન આપવામાં આવે છે.

1) Evidence-Based Practice (એવિડન્સ બેઝ્ડ પ્રેક્ટિસ)

  • Evidence-Based Practice એ એવો અભિગમ છે જેમાં Best Available Research Evidence, Clinical Expertise અને Patient Preferences ના સંકલન દ્વારા ક્લિનિકલ નિર્ણય લેવામાં આવે છે.

મુખ્ય ઘટકો:

  • Clinical Practice Guidelines (ક્લિનિકલ પ્રેક્ટિસ ગાઇડલાઇન્સ)
  • Systematic Review (સિસ્ટેમેટિક રિવ્યુ)
  • Meta-analysis (મેટા એનાલિસિસ)
  • Standard Treatment Protocols (સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ)

મહત્વ:

  • Patient Safety (પેશન્ટ સેફ્ટી) માં વધારો
  • Reduced Morbidity and Mortality (રિડ્યુસ્ડ મોર્બિડિટી એન્ડ મોર્ટાલિટી)
  • Improved Quality of Care (ઇમ્પ્રુવ્ડ ક્વોલિટી ઓફ કેર)

2) Patient-Centered Care (પેશન્ટ સેન્ટર્ડ કેર)

  • Patient-Centered Care માં પેશન્ટ અને તેના પરિવારને હેલ્થકેર પ્રક્રિયાનો કેન્દ્ર માનવામાં આવે છે. તેમાં Holistic Care (હોલિસ્ટિક કેર) પર ભાર મૂકવામાં આવે છે.

મુખ્ય તત્વો:

  • Comprehensive Assessment (કોમ્પ્રિહેન્સિવ એસેસમેન્ટ)
  • Informed Consent (ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ)
  • Shared Decision-Making (શેરડ ડિસિઝન મેકિંગ)
  • Therapeutic Communication (થેરાપ્યુટિક કમ્યુનિકેશન)

મહત્વ:

  • Increased Patient Satisfaction (ઇન્ક્રીઝ્ડ પેશન્ટ સેટિસ્ફેક્શન)
  • Better Treatment Adherence (બેટર ટ્રીટમેન્ટ એડ્હીરન્સ)
  • Positive Health Outcomes (પોઝિટિવ હેલ્થ આઉટકમ્સ)

3) Multidisciplinary Team Approach (મલ્ટિડિસિપ્લિનરી ટીમ એપ્રોચ)

  • આ અભિગમમાં વિવિધ હેલ્થકેર પ્રોફેશનલ્સ સાથે મળીને પેશન્ટની સંભાળ આપવામાં આવે છે.

ટીમ સભ્યો:

  • Physician (ફિઝિશિયન)
  • Nurse (નર્સ)
  • Pharmacist (ફાર્માસિસ્ટ)
  • Physiotherapist (ફિઝિયોથેરાપિસ્ટ)
  • Dietitian (ડાયટિશિયન)
  • Social Worker (સોશિયલ વર્કર)

મુખ્ય પાસાઓ:

  • Collaborative Care Planning (કોલેબોરેટિવ કેર પ્લાનિંગ)
  • Interprofessional Communication (ઇન્ટરપ્રોફેશનલ કમ્યુનિકેશન)
  • Coordinated Discharge Planning (કોર્ડિનેટેડ ડિસ્ચાર્જ પ્લાનિંગ)

મહત્વ:

  • Continuity of Care (કન્ટિન્યુઇટી ઓફ કેર)
  • Reduced Medical Errors (રિડ્યુસ્ડ મેડિકલ એરર્સ)
  • Comprehensive Case Management (કોમ્પ્રિહેન્સિવ કેસ મેનેજમેન્ટ)

4) Technology-Driven Nursing Care (ટેકનોલોજી ડ્રિવન નર્સિંગ કેર)

  • આધુનિક નર્સિંગમાં અદ્યતન ડિજિટલ અને બાયોમેડિકલ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થાય છે.

મુખ્ય સાધનો:

  • Electronic Health Record (ઇલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડ)
  • Telemedicine (ટેલીમેડિસિન)
  • Tele-ICU Monitoring (ટેલી આઇસીયુ મોનિટરિંગ)
  • Smart Infusion Pump (સ્માર્ટ ઇન્ફ્યુઝન પંપ)
  • Clinical Decision Support System (ક્લિનિકલ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ)

મહત્વ:

  • Accurate Documentation (એક્યુરેટ ડોક્યુમેન્ટેશન)
  • Real-Time Monitoring (રિયલ ટાઇમ મોનિટરિંગ)
  • Early Detection of Clinical Deterioration (અર્લી ડિટેક્શન ઓફ ક્લિનિકલ ડિટિરિયોરેશન)

5) Quality Improvement and Patient Safety (ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ એન્ડ પેશન્ટ સેફ્ટી)

  • આ અભિગમ સતત હેલ્થકેર ગુણવત્તા સુધારણા અને જોખમ ઘટાડા પર આધારિત છે.

મુખ્ય પદ્ધતિઓ:

  • Continuous Quality Improvement (કોન્ટિન્યુઅસ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ)
  • Root Cause Analysis (રૂટ કોઝ એનાલિસિસ)
  • Clinical Audit (ક્લિનિકલ ઓડિટ)
  • Incident Reporting System (ઇન્સિડન્ટ રિપોર્ટિંગ સિસ્ટમ)
  • Infection Prevention and Control Protocol (ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ પ્રોટોકોલ)

મહત્વ:

  • Reduction in Hospital-Acquired Infections (રિડક્શન ઇન હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન્સ)
  • Medication Error Prevention (મેડિકેશન એરર પ્રિવેન્શન)
  • Enhanced Risk Management (એન્હાન્સ્ડ રિસ્ક મેનેજમેન્ટ)

6) Community-Based Nursing Care (કોમ્યુનિટી બેઝ્ડ નર્સિંગ કેર)

  • આ અભિગમ હેલ્થ પ્રમોશન અને ડિઝીઝ પ્રિવેન્શન પર આધારિત છે.

મુખ્ય કાર્યક્રમો:

  • Immunization Program (ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ)
  • Health Education (હેલ્થ એજ્યુકેશન)
  • Screening Program (સ્ક્રીનિંગ પ્રોગ્રામ)
  • Maternal and Child Health Services (મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ સર્વિસિસ)

મહત્વ:

  • Early Diagnosis (અર્લી ડાયગ્નોસિસ)
  • Reduced Morbidity (રિડ્યુસ્ડ મોર્બિડિટી)
  • Improved Community Health Status (ઇમ્પ્રુવ્ડ કોમ્યુનિટી હેલ્થ સ્ટેટસ)

7) Culturally Competent Care (કલ્ચરલી કોમ્પિટન્ટ કેર)

  • આ અભિગમમાં પેશન્ટના સાંસ્કૃતિક મૂલ્યો, માન્યતાઓ અને ભાષાને માન આપવામાં આવે છે.

મુખ્ય તત્વો:

  • Cultural Assessment (કલ્ચરલ એસેસમેન્ટ)
  • Respect for Cultural Beliefs (રિસ્પેક્ટ ફોર કલ્ચરલ બિલીફ્સ)
  • Effective Cross-Cultural Communication (ઇફેક્ટિવ ક્રોસ કલ્ચરલ કમ્યુનિકેશન)

મહત્વ:

  • Improved Patient Trust (ઇમ્પ્રુવ્ડ પેશન્ટ ટ્રસ્ટ)
  • Better Therapeutic Alliance (બેટર થેરાપ્યુટિક એલાયન્સ)
  • Enhanced Treatment Compliance (એન્હાન્સ્ડ ટ્રીટમેન્ટ કોમ્પ્લાયન્સ)

8) Personalized and Precision Nursing Care (પર્સનલાઇઝ્ડ એન્ડ પ્રિસિઝન નર્સિંગ કેર)

આ અભિગમ પેશન્ટના Genetic Profile (જેનેટિક પ્રોફાઇલ), Risk Stratification (રિસ્ક સ્ટ્રેટિફિકેશન) અને Clinical Data પર આધારિત Individualized Care Plan (ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ કેર પ્લાન) બનાવે છે.

મુખ્ય પાસાઓ:

  • Genomic Nursing (જિનોમિક નર્સિંગ)
  • Pharmacogenomics (ફાર્માકોજિનોમિક્સ)
  • Predictive Analytics (પ્રેડિક્ટિવ એનાલિટિક્સ)

મહત્વ:

  • Targeted Therapy (ટાર્ગેટેડ થેરાપી)
  • Reduced Adverse Drug Reactions (રિડ્યુસ્ડ એડવર્સ ડ્રગ રિએક્શન્સ)
  • Optimized Clinical Outcomes (ઓપ્ટિમાઇઝ્ડ ક્લિનિકલ આઉટકમ્સ)

નર્સિંગ કેર આપવાના Modern Approaches (મોર્ડન એપ્રોચીસ) વૈજ્ઞાનિક આધારિત, પેશન્ટ-સેન્ટર્ડ, ટેકનોલોજી સમર્થિત અને ક્વોલિટી-ડ્રિવન છે. Evidence-Based Practice, Patient-Centered Care, Multidisciplinary Collaboration, Technology Integration, Quality Improvement, Community-Based Care અને Precision Nursing દ્વારા હેલ્થકેર સિસ્ટમમાં સુરક્ષિત, અસરકારક અને ઉચ્ચ ગુણવત્તાની કેર Provide કરવામાં આવે છે. આ તમામ અભિગમોનો મુખ્ય હેતુ છે – દરેક પેશન્ટને Holistic, Safe, Ethical અને Effective Care Provide કરવી અને ઉત્તમ હેલ્થ આઉટકમ્સ પ્રાપ્ત કરવી.

Q-2

a) Define nursing care and write contribution of Florence nightingale in development of modern nursing. નર્સિંગ કેરની વ્યાખ્યા આપી અને મોર્ડન નર્સિંગના વિકાસમાં ફલોરેન્સ નાઇટીન્ગલનો ફાળો લખો. 08

  • નર્સ એ એક એવી વ્યક્તિ છે કે જે બેઝિક નર્સિંગ એજ્યુકેશન લઇ ક્વોલિફાઇડ હોય છે અને તેને દેશમાં નર્સિંગ સર્વિસ કરવા માટેની ઓથોરિટી આપવામાં આવેલ હોય છે જેથી રોગને અટકાવવાના રોગ થયો હોય તો તેને સારો કરવા માટેના તથા સમાજમાં તંદુરસ્તી વધે તે માટેના પ્રયત્નો કરે છે આ સાથે તે દર્દીને પુન: સ્થિતિ પર પાછો લાવે તેને નર્સ કહે છે
  • આજથી 203 વર્ષ પહેલાં 1820માં ફ્લોરેન્સ નાઇટિંગલનો જન્મ થયો હતો અને તેમને મૉડર્ન નર્સિંગનાં સ્થાપક માનવામાં આવે છે.
  • ખાસ કરીને તેઓ ‘લેડી વિથ ધ લેમ્પ’ નામે પણ વધુ જાણીતા થયાં હતાં, કેમ કે તેઓ રાતના સમયે પણ સૈનિકોની સારવાર કરતાં હતાં.
  • 1860માં તેઓએ લંડનમાં સેન્ટ થૉમસ હૉસ્પિટલમાં પોતાની નર્સિંગ સ્કૂલની સ્થાપના કરીને નર્સિંગની શરૂઆત કરી હતી.
  • આ સ્કૂલ લંડનની કિંગ્સ કૉલેજનો હિસ્સો હતી અને આ દુનિયાની પહેલી નર્સિંગ સ્કૂલ માનવામાં આવે છે.
  • નર્સો માટે આંતરરાષ્ટ્રીયસ્તરે ફ્લોરેન્સ નાઇટિંગલ મેડલ પણ સૌથી વધુ પ્રતિષ્ઠિતમાનવામાં આવે છે.
  • દુનિયાભરમાં ફ્લોરેન્સના જન્મદિવસે જ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ મનાવવામાં આવે છે.
  • ફ્લોરેન્સ નાઇટિંગલની યાદમાં 12 મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ મનાવવાનો પ્રસ્તાવ જાન્યુઆરી 1974માં યુએસમાં પાસ થયો હતો.
  • નર્સની સાથેસાથે તેઓ સામાજિક સુધારક હતાં. તેઓએ નર્સોની ભૂમિકા અને નિઃસ્વાર્થ સેવાભાવનાને લોકો સુધી પહોંચાડી.
  • 1860માં, તેઓ આર્મી મેડિકલ સ્કૂલ ખોલવામાં સફળ રહ્યા અને તે જ વર્ષે તેમણે નર્સો માટે નાઇટીંગેલ ટ્રેનિંગ સ્કૂલ પણ ખોલી અને નોટ્સ ઓન નર્સિંગ નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું.

b) Write the scientific principles of ryle’s tube feeding. રાયલ્સ ટયુબ ફીડીંગના સાયન્ટીફીક પ્રિન્સિપલ્સ (સિધ્ધાંતો) લખો. 04

  • ઈસોફેગસ આગળ ટ્રેકીયા આવેલી છે જેથી નર્સ એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઈસોફેગસ માં જ જાય 
  • ટ્રેકિયામાં ટ્યુબ જવાથી પેશન્ટને આસ્સ્ફેક્સિયા થઈ શકે છે
  • ફુડ અને પાણી દ્વારા માઇક્રોઓર્ગેનિઝમ ટ્રાન્સમીટ થઇ શકે છે
  •  ડાયજેશન એ મિકેનિકલ અને કેમિકલ પ્રોસેસ છે 
  • ફિઝિકલી અને મેન્ટલી રીલેક્સેશન ડાઇઝેશન ને ઇમ્પ્રુવ કરે છે
  •  ફીડિંગ માટેના તમામ આર્ટિકલ્સ ક્લીન હોવા જોઈએ 
  • ફૂડને પ્રિપેર સ્ટોર અને હેન્ડલિંગ કરતી વખતે ગુડ હાયજનિક કન્ડિશન જાળવવી 
  • ટ્યુબ ફીડીંગ વાળા પેશન્ટની વારંવાર  માઉથ કેર આપવી જરૂરી છે 
  • ફીડિંગ આપતી વખતે ગ્રેવીટીના સિદ્ધાંતને ધ્યાનમાં રાખી ફીડિંગ આપવું જોઈએ 
  • ટ્યુબ ઇઝી ઇન્સર્ટ કરી શકાય તે માટે પેશન્ટને મોઢા દ્વારા પાણી આપવું જોઈએ

OR

a) What are the different comfort devices used for bed ridden patient? Explain its purposes. પથારીવશ દર્દી માટે વપરાતા જુદા-જુદા કમ્ફર્ટ ડીવાઈસ કયા છે તે લખો અને તેમના હેતુઓ સમજાવો. 08

Define comfort device (ડિફાઇન કમ્ફર્ટ ડિવાઇસ)

  • કમ્ફર્ટ ડિવાઇસ એ મેકેનિકલ ડિવાઇસ છે જે ઇન્ડીવિઝ્યુલને ઓપ્ટિમલ કમ્ફર્ટ પ્રોવાઇડ કરે છે.
  • કમ્ફર્ટ ડિવાઇસ એ એક પ્રકારના આર્ટીકલ છે જેનો ઉપયોગ પેશન્ટને કમ્ફર્ટ પ્રોવાઇડ કરવા માટે થાય છે તેમજ ડિસકમ્ફર્ટને રિલીવ કરવા માટે થાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ કરેક્ટ પોસ્ચર મેન્ટેન કરવા માટે થાય છે.
  • પેશન્ટ કમ્ફર્ટ પ્રોવાઇડ કરવા માટે ઘણા બધા પ્રકારના ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે જે નીચે મુજબ છે :

Enlist comfort device (એનલિસ્ટ કમ્ફર્ટ ડિવાઇસ)

  • Pillow (પિલો)
  • Back rest (બેક રેસ્ટ)
  • Bed cradle (બેડ ક્રેડલ)
  • Bed blocks (બેડ બ્લોક)
  • Rubber and cotton ring (રબર એન્ડ કોટન રિંગ)
  • Mattress (મેટ્રેસ)
  • Cardiac table (કાર્ડિયાક ટેબલ)
  • Air cushion (એર કુશન)
  • Sand bag (સેન્ડ બેગ)
  • Foot board (ફૂટ બોર્ડ)
  • Knee rest (ની રેસ્ટ)
  • Hand roll (હેન્ડ રોલ)
  • Trapeze bar (ટ્રેપેઝ બાર)
  • Trochanter rolls (ટ્રોચેન્ટર રોલ્સ)
  • Side rails (સાઇડ રેઇલ)

purpose of comfort device (પર્પઝ ઓફ કમ્ફર્ટ ડિવાઇસ):

  • કમ્ફર્ટને પ્રમોટ કરવા.
  • ડિસકમ્ફર્ટને રિલીવ કરવા.
  • બોડી પાર્ટ પરના પ્રેશરને રીલિવ કરવા.
  • બેડસોરને પ્રિવેન્ટ કરવા.
  • બોડી પાર્ટને ઇમમોબીલાઇઝ કરવા.
  • કરેક્ટ પોસ્ચર મેન્ટેન કરવા.
  • ફોલ ડાઉન તેમજ એકસીડન્ટને પ્રિન્ટ કરવા.

Pillow (પિલો):

  • પિલો એ એક પ્રકારનું કમ્ફર્ટ ડિવાઇસ છે જે પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝિશન પ્રોવાઇડ કરવા માટે ઉપયોગી છે.
  • આ ઉપરાંત પિલોનો ઉપયોગ બોડીના વેરીયસ પાર્ટને સપોર્ટ આપવા માટે થાય છે.
  • પિલોને ફોલ્ડ, રોલ તેમજ ટક કરી શકાતું હોવાથી તેનો ઉપયોગ પોઝિશન મેન્ટેન કરવા માટે થાય છે.
  • આ ઉપરાંત પિલોનો ઉપયોગ હેડ, નેક, આર્મ, લેગ અને બેકના પાર્ટને સપોર્ટ કરવા માટે થાય છે.
  • તેમજ પિલો એ એબ્ડોમિનલ મસલ્સ અને ની ટેન્ડનનું પેઇન રિલીવ કરે છે.

Back rest (બેક રેસ્ટ):

  • બેક રેસ્ટ એ મેકેનિકલ ડિવાઇસ છે જે સીટીંગ પોઝીશનમાં રહેલા પેશન્ટના બેકને સપોર્ટ તેમજ રેસ્ટ પ્રોવાઇડ કરે છે.
  • બેક રેસ્ટને ઇચ્છિત એંગલ મુજબ એડજસ્ટ કરી શકાય છે.
  • બેક રેસ્ટનો ઉપયોગ હેડ તેમજ બેકને એલીવેટ કરવા તેમજ તેને સપોર્ટ આપવા માટે થાય છે.
  • બેક રેસ્ટનો ઉપયોગ કાર્ડિયાક તેમજ પલ્મોનરી ડીઝીસ ધરાવતા પેશન્ટમાં કરવામાં આવે છે.

Bed cradle (બેડ ક્રેડલ):

  • બેડ ક્રેડલ એ સેમી સર્કયુલર શેપનું કમ્ફર્ટ ડિવાઇસ છે જેનો ઉપયોગ બેડ લિનનના વેઇટને ટેક ઓફ કરવા મટે થાય છે.
  • બેડ ક્રેડલ એ જુદી જુદી સાઇઝ તેમજ જુદા જુદા મટીરીયલના જોવા મળે છે.
  • જેમ કે વુડન, મેટલ, ઈલેક્ટ્રોનિક
  • બેડ ક્રેડલનો ઉપયોગ મુખ્યત્વે બર્ન વાળા પેશન્ટમાં કરવામાં આવે છે.

Bed blocks (બેડ બ્લોકસ):

  • બેડ બ્લોક્સ એ મોટાભાગે વુડના બનેલા હોય છે. જે હાઇ અથવા લો હોય છે.
  • બેડ બ્લોક્સને બેડના ફૂટની નીચે પ્લેસ કરવામાં આવે છે.
  • બેડ બ્લોક્સનો ઉપયોગ મુખ્યત્વે સ્પાઈનલ એનેસ્થેશિયા તેમજ ટોનસિલેકટોમી બાદ કરવામાં આવે છે.

Rings (રિંગ્સ):

  • એર રિંગ એ સર્ક્યુલર રબર તેમજ કોટનનું બનેલું એક પ્રકારનું કમ્ફર્ટ ડિવાઇસ છે. જે એરથી ઇન્ફલેટ થયેલ હોય છે. તેમજ તેને લિકેજ માટે ચેક કરવામાં આવે છે.
  • આ એર રિંગને પેશન્ટના હિપની નીચે તેમજ બોની પ્રોમિનન્સ એરિયાની નીચે પ્લેસ કરવામાં આવે છે

Air mattress & water mattress (એર મેટ્રસ એન્ડ વોટર મેટ્રસ):

  • એર મેટ્રસ એ એરથી ઇન્ફ્લેટ થયેલ હોય છે જયારે વોટર મેટ્રસ એ વોટરથી ભરેલું હોય છે.
  • એર અને વોટર મેટ્રસનો ઉપયોગ ખૂબ જ થીન (પાતળા) તેમજ ઓબેસ પેશન્ટ કે જેને પ્રેશર સોર ડેવેલપ થવાના ચાન્સિસ છે તેવા પેશન્ટમાં કરવામાં આવે છે.
  • આ મેટ્રસ એ બોડીના વેઇટને બધા જ ડાયરેકશનમાં ઇકવલી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં મદદ કરે છે જેથી કોઇ એક બોડી પાર્ટ પર આવતા પ્રેશરને પ્રિવેન્ટ કરી શકાય.
  • એર તેમજ વોટર મેટ્રસ એ પ્લાસ્ટિકના બનેલા હોય છે જેમાં ચેમ્બરના બે સેટ આવેલ હોય છે.
  • આ મેટ્રસને બેડ પર રાખવામાં આવે છે અને તેને લાઇટ બોટમ ક્લોથ વડે કવર કરવામાં આવે છે.

Air cushion (એર કુશન):

  • એર કુશન એ રાઉન્ડ શેપનું રબરમાંથી બનેલું રીંગ જેવુ સ્ટ્રકચર છે. જે એરથી ઇન્ફ્લેટ થયેલું હોય છે.
  • એર કુશનનો ઉપયોગ બોડીના વેઇટને ટેક ઓફ કરવા માટે થાય છે.
  • એર કુશનને ડાયરેકટલી સ્કીનના કોન્ટેક્ટમાં એપ્લાય કરી શકાતું નથી આથી તેને કવર વડે કવર કરવામાં આવે છે.

Sand bag (સેન્ડ બેગ):

  • સેન્ડ બેગ એ સેન્ડ ફિલેડ એટલે કે રેતીની ભરેલી કેનવાસ, રબર અથવા પ્લાસ્ટિકની બેગ છે.
  • ટ્રોચેન્ટર રોલની જગ્યા એ સેન્ડ બેગનો ઉપયોગ કરી શકાય છે.
  • સેન્ડ બેગ એ જુદા જુદા વેઇટમાં અવેલેબલ હોય છે.

Foot board (ફૂટ બોર્ડ):

  • ફૂટ બોર્ડને ફૂટ રેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • ફૂટ બોર્ડ એ ફ્લેટ પેનેલ અથવા બોર્ડ છે જે પ્લાસ્ટિક અથવા વુડમાંથી બનેલી હોય છે.
  • જેનો ઉપયોગ ફિટને રેસ્ટને આપવા માટે થાય છે.
  • ફૂટ બોર્ડને પેશન્ટના ફિટને ટચ થતું હોય તેમ પલાન્ટર સરફેસને પેરેલલ તેમજ મેટ્રેસથી પરપેન્ડીક્યુલર પ્લેસ કરવામાં આવે છે.

Knee rest (ની રેસ્ટ):

  • પિલોની બદલામાં ની રેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે.
  • ની રેસ્ટને ની ની અન્ડર પ્લેસ કરવામાં આવે છે અને ની ને કમ્ફર્ટ પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • ઘણા ડોક્ટર એ ની પિલોનો ઉપયોગ કરવાની ના પાડે છે કારણ કે તેના કારણે થ્રોમ્બસ ફોર્મેશન થવાનો ડર રહે છે.

Hand rolls (હેન્ડ રોલ્સ):

  • હેન્ડ રોલ એ કલોથનું બનેલું સિલિન્ડર શેપનું કમ્ફર્ટ ડિવાઇસ છે. જે 4-5 ઇંચ લોંગ હોય છે અને તેનો ડાયામીટર 2-3 ઇંચ હોય છે.
  • હેન્ડ રોલમાં ક્લોથને રોલ અને ફોલ્ડ કરવામાં આવે છે અને ફિરમલી સ્ટીફ કરવામાં આવે છે.
  • આ રોલને પાલ્મર સરફેસની અગેઇન્સ્ટ પ્લેસ કરવામાં આવે છે
  • હેન્ડ રોલનો ઉપયોગ મુખ્યત્વે થમ્બ અને ફિંગરને સ્લાઇટલી ફ્લેક્શન પોઝિશનમાં રાખવા માટે કરવામાં આવે છે.

Trapeze bar (ટ્રેપેઝ બાર):

  • ઓવર હેડ ટ્રેપેઝ બાર એ ટ્રાયએન્ગલ શેપનું મેટલ બાર છે. જે મેટલ ફ્રેમ સાથે જોડાયેલું હોય છે જે બેડનાં હેડબોર્ડ અને ફૂટબોર્ડ સાથે અટેચ થયેલું હોય છે.
  • આ ટ્રાયએન્ગલર મેટલ પાર્ટ એ બેડની ઉપરની બાજુ હોય છે જેનો ઉપયોગ પેશન્ટને મૂવ કરવા માટે તેમજ પેશન્ટની પોઝિશન ચેન્જ કરતી વખતે વેઇટને સપોર્ટ આપવા માટે થાય છે.

Side rails (સાઇડ રેઇલસ):

  • સાઇડ રેઇલસ એ એક પ્રકારના બાર (આડ) છે. જેને બેડની બને બાજુ લગાવવામાં આવે છે. જે બેડની લેન્થ જેવડા હોય છે. સાઇડ રેઇલસના ઉપયોગથી ફોલ ડાઉનને પ્રિવેન્ટ કરી શકાય છે. તેમજ સાઇડ રેઇલસ એ પેશન્ટને ઇઝીલી મુવમેન્ટ કરવામાં આસિસ્ટ કરે છે.

Wedge / abductor pillow (વેજ / એબ્ડકટર પિલો):

  • આ એક ટ્રાયએન્ગ્યુલર શેપનું પિલો છે. જે હેવી ફોમનું બનેલું છે.

Cardiac table (કાર્ડિયાક ટેબલ)

  • આ એક પ્રકારની ટેબલ જેવી રચના છે. જેને બેડ પર પેશન્ટની આગળ પ્લેસ કરવામાં આવે છે. જેની પર પિલો રાખવામાં આવે છે જેથી પેશન્ટ એ રેસ્ટ કરી શકે છે અને લીન ફોરવર્ડ રહી શકે. પિલો વગર આ ટેબલનો ઉપયોગ મીલ અને રાઇટિંગમાં થાય છે. આ ટેબલનો ઉપયોગ મુખ્યત્વે કાર્ડિયાક પેશન્ટ અને અસ્થમા વાળા પેશન્ટમાં થાય છે.

b) Explain different positions used for postural drainage. પોસ્યુરલ ડ્રેનેજ માટે વપરાતી જુદી-જુદી પોઝીશન્સ સમજાવો. 04

Different Positions Used for Postural Drainage (ડિફરન્ટ પોઝિશન્સ યુઝ્ડ ફોર પોસ્ચરલ ડ્રેનેજ)

ઇન્ટ્રોડક્શન

  • પોસ્ચરલ ડ્રેનેજ (પોસ્ટુરલ ડ્રેનેજ) એ Chest Physiotherapy (ચેસ્ટ ફિઝિયોથેરાપી) ની એક મહત્વપૂર્ણ અને વૈજ્ઞાનિક પદ્ધતિ છે, જેમાં Gravity (ગ્રેવીટી) ની મદદથી Bronchial Tree (બ્રોન્કિયલ ટ્રી) માં સંગ્રહિત Secritions ને મોટા Airway (એરવે) તરફ ખસેડવામાં આવે છે જેથી તે Coughing (કફિંગ) અથવા Suctioning (સક્શનિંગ) દ્વારા બહાર કાઢી શકાય.
  • આ પદ્ધતિ ખાસ કરીને Bronchiectasis (બ્રોન્કેક્ટેસિસ), Chronic Obstructive Pulmonary Disease (ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ), Cystic Fibrosis (સિસ્ટિક ફાઇબ્રોસિસ) અને Pneumonia (ન્યુમોનિયા) જેવા રોગોમાં ઉપયોગી છે.

લંગના વિવિધ લોબ્સ માટે પોઝીશન્સ

1) Upper Lobe Apical Segment (અપર લોબ એપિકલ સેગમેન્ટ)

પોઝિશન:

  • પેશન્ટને High Fowler’s Position (હાઇ ફાઉલર્સ પોઝિશન) માં બેસાડવામાં આવે છે.

હેતુ:

  • લંગના Upper Lobe ના Apical Segment માંથી Secritions દૂર કરવા.

2) Upper Lobe Posterior Segment (અપર લોબ પોસ્ટિરિયર સેગમેન્ટ)

પોઝિશન:

  • પેશન્ટને આગળ વાળીને Leaning Forward Position (લીનિંગ ફોરવર્ડ પોઝિશન) માં બેસાડવામાં આવે છે.

હેતુ:

  • Posterior Segment માં જમા થયેલા Secritions ને ડ્રેન કરવા.

3) Upper Lobe Anterior Segment (અપર લોબ એન્ટિરિયર સેગમેન્ટ)

પોઝિશન:

  • પેશન્ટને Supine Position (સુપાઇન પોઝિશન) માં સુવડાવવામાં આવે છે.

હેતુ:

  • Anterior Segment માંથી Secritions દૂર કરવા.

4) Right Middle Lobe (રાઇટ મિડલ લોબ)

પોઝિશન:

  • પેશન્ટને Left Side-Lying Position (લેફ્ટ સાઇડ લાઇંગ પોઝિશન) માં Trendelenburg Position (ટ્રેન્ડેલેનબર્ગ પોઝિશન) સાથે રાખવામાં આવે છે.

હેતુ:

  • Right Middle Lobe માંથી Secritions ડ્રેન કરવા.

5) Lingula of Left Lung (લિંગ્યુલા ઓફ લેફ્ટ લંગ)

પોઝિશન:

  • પેશન્ટને Right Side-Lying Position (રાઇટ સાઇડ લાઇંગ પોઝિશન) માં Trendelenburg Position (ટ્રેન્ડેલેનબર્ગ પોઝિશન) સાથે રાખવામાં આવે છે.

હેતુ:

  • Left Lung ના Lingula Segment માંથી Secritions દૂર કરવા.

6) Lower Lobe Superior Segment (લોઅર લોબ સુપીરિયર સેગમેન્ટ)

પોઝિશન:

  • પેશન્ટને Prone Position (પ્રોન પોઝિશન) માં સુવડાવવામાં આવે છે.

હેતુ:

  • Lower Lobe ના Superior Segment માંથી Secritions ડ્રેન કરવા.

7) Lower Lobe Anterior Basal Segment (લોઅર લોબ એન્ટિરિયર બેસલ સેગમેન્ટ)

પોઝિશન:

  • પેશન્ટને Supine Position (સુપાઇન પોઝિશન) માં Trendelenburg Position (ટ્રેન્ડેલેનબર્ગ પોઝિશન) સાથે રાખવામાં આવે છે.

હેતુ:

  • Anterior Basal Segment માંથી Secritions દૂર કરવા.

8) Lower Lobe Posterior Basal Segment (લોઅર લોબ પોસ્ટિરિયર બેસલ સેગમેન્ટ)

પોઝિશન:

  • પેશન્ટને Prone Position (પ્રોન પોઝિશન) માં Trendelenburg Position (ટ્રેન્ડેલેનબર્ગ પોઝિશન) સાથે રાખવામાં આવે છે.

હેતુ:

  • Posterior Basal Segment માંથી Secritions દૂર કરવા.

9) Lower Lobe Lateral Basal Segment (લોઅર લોબ લેટરલ બેસલ સેગમેન્ટ)

પોઝિશન:

  • પેશન્ટને Side-Lying Position (સાઇડ લાઇંગ પોઝિશન) માં Trendelenburg Position (ટ્રેન્ડેલેનબર્ગ પોઝિશન) સાથે રાખવામાં આવે છે.

હેતુ:

  • Lateral Basal Segment માંથી Secritions ડ્રેન કરવા.

Precautions (પ્રિકોશન્સ)

નીચેની પરિસ્થિતિઓમાં ખાસ સાવચેતી રાખવી જરૂરી છે:

  • Severe Hypertension (સિવિયર હાઇપરટેન્શન)
  • Raised Intracranial Pressure (રેઝ્ડ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર)
  • Recent Surgery (રિસેન્ટ સર્જરી)
  • Hemoptysis (હિમોપ્ટિસિસ)

આ પરિસ્થિતિઓમાં Trendelenburg Position ટાળવી જોઈએ.

પોસ્ચરલ ડ્રેનેજ લંગના વિવિધ Segments માંથી Secritions દૂર કરવાની વૈજ્ઞાનિક અને અસરકારક પદ્ધતિ છે. યોગ્ય Position, યોગ્ય સમયગાળો અને પેશન્ટની Clinical Condition (ક્લિનિકલ કન્ડિશન) મુજબ તેનો ઉપયોગ કરવામાં આવે તો Respiratory Function (રેસ્પિરેટરી ફંક્શન) સુધરે છે, Infection Control (ઇન્ફેક્શન કંટ્રોલ) થાય છે અને પેશન્ટની Recovery (રિકવરી) ઝડપી બને છે.

Q-3 Write short answer (any two) ટૂંકમાં જવાબ લખો. (કોઈપણ બે) 6 x 2-12

a) Define first aid & write general principles of first aid. ફર્સ્ટ એઈડની વ્યાખ્યા આપો અને ફર્સ્ટ એઈડના સામાન્ય સિધ્ધાંતો લખો.

અકસ્માત આવી પડેલી બીમારી જે શારીરીક હોય જેવી કે Fracture, hemorrhage, or burn એ સમયે હાજર રહેલ વ્યક્તિ, ડોક્ટર આવે તે પહેલા આપી શકે એવી સારવાર એટલે પ્રાથમીક સારવાર .

  • 1 ) એક્સિડન્ટના સ્થળે જલદી પહોંચવું જોઈએ
  • 2 ) બિન જરૂરી સવાલો ન પુછવા
  • 3 ) જે કાંઈ (Injury) ઇન્જરી કે બીમારી (illness) હોય તેનું કારણ બને એટલી જલદીથી જાણવું.
  • 4) જેનાથી (Injury) ઇન્જરી થઈ હોય એવી વસ્તુ તાકીદે દૂર કરવી કે વ્યક્તિને તેથી દૂર કરવી જેમકે દાઝી (burns) ગઈ હોય એ વ્યક્તિને તેથી દૂર કરી પાણી રેડવું, ઈલેકિટ્રક શોક લાગ્યો હોય તો ઈલેકિટ્રસિટી થી લાકડીની મદદથી દૂર કરવો.
  • 5 ) પેશન્ટ બેભાન જો કે અર્ધભાનમાં કે જીવીત છે કે મૃત્યુ પામ્યો છે.
  • 6 ) કઈ ટ્રીટમેન્ટ  પહેલા કરવી તેની સુઝ : જેમકે પહેલા હાર્ટ ની ગતિ બંધ હોય તો ચાલુ કરવા પ્રયત્ન કરવો, રેસ્પીરેશન  નિયમિત કરવો કે પછી બ્લીડિંગ  થતો હોય તો તે બંધ કરવા પ્રયત્ન કરવો વગેરે.
  • 7 ) મેડીકલ ટ્રીટમેન્ટ  મેળવવી
  • 8 ) પેશન્ટની વિગતો જાણીને નોંધ કરવી
  • 9 ) પેશન્ટને વધારેમાં વધારે રાહત રહે એમ રાખવો
  • 11 ) હાજર વસ્તુમાંથી જરૂરી સાધનની સગવડ કરી લેવી, જેમ કે બ્લીડિંગ  થતો હોય તો પાટાપિંડીની રાહ ન જોતા રૂમાલનો ઉપયોગ કરવો.
  • 12 ) પેશન્ટ ભાનમાં હોય તો એને શાંતવન આપવું.

b) Explain importance of rest & sleep. આરામ અને ઉઘનું મહત્વ સમજાવો.

(Importance of Rest & Sleep – ઇમ્પોર્ટન્સ ઑફ રેસ્ટ એન્ડ સ્લીપ)

  • આરામ અને ઉંઘ માનવ શરીર અને મન માટે એટલા જ જરૂરી છે જેટલા ખોરાક અને પાણી. વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો ઉંઘ એક સક્રિય જૈવિક પ્રક્રિયા છે, જેમાં શરીર અને મગજ બંને પુનઃસ્થાપિત થાય છે. યોગ્ય ઉંઘ ન લેવાથી શારીરિક, માનસિક અને સામાજિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે.

1. મગજના કાર્ય માટે જરૂરી

(Brain Function – બ્રેઇન ફંક્શન)

  • ઉંઘ દરમિયાન મગજમાં (Memory Consolidation – મેમરી કન્સોલિડેશન) થાય છે, જેના દ્વારા દિવસ દરમિયાન શીખેલી માહિતી લાંબા સમય સુધી સંગ્રહિત થાય છે.
  • ઉંઘમાં (Rapid Eye Movement – રેપિડ આઈ મૂવમેન્ટ) અને (Non-REM Sleep – નોન-આર-ઈ-એમ સ્લીપ) જેવી તબક્કાઓ આવે છે, જે શીખવાની ક્ષમતા, ધ્યાન અને નિર્ણય લેવાની શક્તિ માટે અત્યંત જરૂરી છે.

ઉંઘની અછતથી:

  • ધ્યાનમાં ઘટાડો
  • ચીડિયાપણું
  • નિર્ણય લેવાની ક્ષમતા ઘટે
  • (Cognitive Impairment – કોગ્નિટિવ ઇમ્પેરમેન્ટ) થાય

2. શરીરના રેસ્ટોરેશન માટે મહત્વપૂર્ણ

(Physical Restoration – ફિઝિકલ રેસ્ટોરેશન)

  • ઉંઘ દરમિયાન શરીરમાં (Growth Hormone – ગ્રોથ હોર્મોન)નું સ્રાવ વધે છે, જે કોષોના મરામત કાર્યમાં મદદ કરે છે. Muscles, Bone અને Skinના cell નું રેસ્ટોરેશન થાય છે.
  • આરામ અને ઊંઘ શરીરમાં (Tissue Repair – ટિશ્યુ રિપેર) અને (Cell Regeneration – સેલ રિજનરેશન) પ્રક્રિયાને પ્રોત્સાહિત કરે છે.

3. રોગપ્રતિકારક શક્તિમાં વધારો

(Immune Function – ઇમ્યુન ફંક્શન)

  • યોગ્ય ઊંઘથી (Immune System – ઇમ્યુન સિસ્ટમ) મજબૂત બને છે.
  • ઉંઘ દરમિયાન (Cytokines – સાઇટોકાઇન્સ) નામના પ્રોટીનનું ઉત્પાદન થાય છે, જે ચેપ અને સોજા સામે રક્ષણ આપે છે.

ઉંઘની અછતથી:

  • ચેપ થવાની સંભાવના વધે
  • શરીરની રક્ષણાત્મક પ્રતિક્રિયા નબળી પડે

4. હૃદય અને મેટાબોલિઝમ માટે જરૂરી

(Cardio-Metabolic Health – કાર્ડિયો મેટાબોલિક હેલ્થ)

  • યોગ્ય ઊંઘ (Blood Pressure Regulation – બ્લડ પ્રેશર રેગ્યુલેશન)માં મદદરૂપ છે.
    ઉંઘની અછતથી (Hypertension – હાઇપરટેન્શન), (Diabetes Mellitus – ડાયાબિટીસ મેલિટસ) અને (Obesity – ઓબેસિટી) જેવી સમસ્યાઓનો જોખમ વધે છે.
  • ઉંઘ (Metabolism – મેટાબોલિઝમ)ને સંતુલિત રાખે છે અને હોર્મોનલ સંતુલન જાળવે છે.

5. માનસિક સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ

(Mental Health – મેન્ટલ હેલ્થ)

  • પૂરતી ઊંઘ માનસિક શાંતિ માટે આવશ્યક છે.
    ઉંઘની અછતથી (Depression – ડિપ્રેશન), (Anxiety Disorder – એન્ઝાયટી ડિસઓર્ડર) અને (Stress Response – સ્ટ્રેસ રિસ્પોન્સ) વધે છે.
  • ઉંઘ મગજમાં (Neurotransmitters – ન્યુરોટ્રાન્સમીટર્સ)નું સંતુલન જાળવે છે, જે ભાવનાઓને નિયંત્રિત કરે છે.

6. હોર્મોનલ સંતુલન માટે જરૂરી

(Hormonal Balance – હોર્મોનલ બેલેન્સ)

  • ઉંઘ દરમિયાન (Melatonin – મેલાટોનિન)નું સ્રાવ થાય છે, જે ઉંઘના ચક્રને નિયંત્રિત કરે છે.
    તે ઉપરાંત (Cortisol – કોર્ટેસોલ)નું સ્તર નિયંત્રિત રહે છે, જે તણાવ માટે જવાબદાર હોર્મોન છે.
  • ઉંઘની અછતથી ભૂખ વધારતા હોર્મોન (Ghrelin – ઘ્રેલિન) વધે છે અને સંતોષ આપતા હોર્મોન (Leptin – લેપ્ટિન) ઘટે છે.

7. આરામનું મહત્વ

(Rest – રેસ્ટ)

ફક્ત ઊંઘ જ નહીં, પરંતુ દિવસ દરમિયાન લેવાતો આરામ પણ મહત્વનો છે.
આરામથી:

  • સ્નાયુઓનો થાક ઘટે
  • માનસિક તાણ ઓછું થાય
  • ઊર્જા પુનઃપ્રાપ્ત થાય

(Parasympathetic Nervous System – પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ) સક્રિય થાય છે, જે શરીરને શાંતિ અને પુનઃસ્થાપન સ્થિતિમાં લાવે છે.

યોગ્ય ઊંઘ માટે Education :

  • દરરોજ 7–9 કલાક ઊંઘ લેવી (વયસ્કો માટે)
  • નિયમિત સમય પર સુવું અને ઉઠવું
  • સૂતા પહેલાં મોબાઇલ અને સ્ક્રીનનો ઉપયોગ ઓછો કરવો
  • શાંતિપૂર્ણ અને અંધારું વાતાવરણ રાખવું

આરામ અને ઊંઘ માનવ સ્વાસ્થ્યના આધારસ્તંભ છે. તે મગજની કાર્યક્ષમતા, શારીરિક પુનઃસ્થાપન, રોગપ્રતિકારક શક્તિ, હોર્મોનલ સંતુલન અને માનસિક સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. યોગ્ય ઊંઘ વિના સંપૂર્ણ સ્વાસ્થ્ય શક્ય નથી.

c) Write the types and hazards of restrain. રીસ્ટ્રેનના પ્રકારો અને જોખમો લખો.

રિસ્ટ્રેઇન એ એક પ્રકારનું Device છે. જે ઇન્ડીવિઝયુલની મુવમેન્ટ અને ફ્રીડમને લિમિટ આપે છે એટલે કે રિસ્ટ્રેઇનનો ઉપયોગ કોઈપણ બોડી પાર્ટને મોબીલાઇઝ કરવા માટે થાય છે એટલે કે કોઇ પણ બોડી પાર્ટની મુવમેન્ટને રીસ્ટ્રીક કરવા માટે થાય છે. રિસ્ટ્રેઇનનો ઉપયોગ હેલ્થ કેર, સાયકિયાટ્રિક અને કરેકશનલ સેટિંગમાં થાય છે. રિસ્ટ્રેઇનને નીચે દર્શાવ્યા મુજબ ઘણા બધા ટાઇપમાં વહેંચવામાં આવેલ છે :

Types of restraints :

✓ ફિઝિકલ રિસ્ટ્રેઇન :

  • મેન્યુઅલ રિસ્ટ્રેઇન :

મેન્યુઅલ રિસ્ટ્રેઇનમાં પર્સનને તેજ પ્લેસમાં હોલ્ડ કરવા માટે હેન્ડ તેમજ બોડીનો ઉપયોગ કરવામાં આવે છે

  • મેકેનિકલ રિસ્ટ્રેઇન :

મેકેનિકલ રિસ્ટ્રેઇનમાં મુવમેન્ટને રીસ્ટ્રીક કરવા માટે મેકેનિકલ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે. જેમકે બેલ્ટ, સ્ટ્રેપ્સ, કફ. ઉદાહરણ તરીકે વ્રિસ્ટ એન્ડ એન્કલ રિસ્ટ્રેઇન, રિસ્ટ્રેઇન ચેર.

  • પોઝિશનલ રિસ્ટ્રેઇન :

પોઝિશનલ રિસ્ટ્રેઇનમાં પેશન્ટને એવી પોઝિશન આપવામાં આવે છે કે જેનાથી પેશન્ટની મુવમેન્ટ રિસ્ટ્રીક થઈ શકે. જેમકે પ્રોન પોઝિશન, સુપાઇન પોઝિશન

✓ કેમિકલ રિસ્ટ્રેઇન :

કેમિકલ રિસ્ટ્રેઇનમાં પેશન્ટના બિહેવિયર ને કંટ્રોલ કરવા માટે અથવા મૂવમેન્ટને રીસ્ટ્રીક કરવા માટે મેડિસિનનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં મેડિસિન તરીકે સેડેટિવ, એન્ટીસાયકોટિક ડ્રગ, એન્ઝીઓલાયટિક ડ્રગનો ઉપયોગ કરવામાં આવે છે.

✓ એનવાયરમેન્ટલ રિસ્ટ્રેઇન :

એનવાયરમેન્ટલ રિસ્ટ્રેઇનમાં મુવમેન્ટને રિસ્ટ્રીક કરવા માટે પેશન્ટની આજુબાજુ રહેલા એન્વાયરમેન્ટને મોડીફાઇ કરવામાં આવે છે. જેમકે ડોર લોક કરી દેવા, સેક્લુઝન રૂમ (એકાંત રૂમ)

✓ સાયકોલોજીકલ રિસ્ટ્રેઇન :

સાયકોલોજીકલ રિસ્ટ્રેઇનમાં પર્સનના બિહેવિયરને કંટ્રોલ કરવા માટે વર્બલ કમાન્ડ્સ, ઇન્ટીમીડેશન (ધમકી) અને કોર્સીઓન (બળજબરી) નો ઉપયોગ કરવામાં આવે છે.

Types of restrain :

  • MITTENS RESTRAINTS ( મિટેન રીસ્ટ્રેન )
  • LAP OR BELT IN THE CHAIR  (લેપ or બેલ્ટ ઇન ચેર )
  • બેડ રેઇલ્સ અથવા સાઈડ રેઇલ્સ 
  • ચેર વિથ બેલ્ટ 
  • એબડોમીનલ બેલ્ટ 
  • એલ્બો રીસ્ટ્રેન
  • મમ્મી રીસ્ટ્રેન

hazards of restraint :

  • સતત ઘર્ષણને કારણે ટીસ્યુ ને ડેમેજ થાય છે .
  • શરીરના અન્ય ભાગોને નુકસાન થાય છે જેમકે ડિસલોકેશન થવું 
  • પ્રેશર સોર નો નો વિકાસ કે ઉદભવ થવો .
  • નર્વ ડેમેજ અથવા ઇચેઈમિયા થવું 
  • ફૂટ નું ડ્રોપ અથવા કાંડા (રિસ્ટ ) નું ડ્રોપ થવું .
  • એસ્ફીક્સિયા અથવા એસ્પિરેશન ન્યુમોનિયા થઈ શકે છે .
  • દર્દીઓને લાગે છે કે તેને સજા થઈ છે

Q-4 Write short notes. ટૂંકનોંધ લખો. (કોઈપણ ત્રણ) 12

a) Ethics in nursing નર્સિંગના એથીકસ

1.ઓટોનોમી:-તેમાં પોતાનું સેલ્ફ ડિસિઝન લેવાના અધિકારોનો ઉલ્લેખ થાય છે એવા લોકો કે જે પોતાની રીતે ડિસિઝન લઈ શકતા હોય નર્સ એ ઓટોનોમીનો ગુણધર્મ અપનાવો જોઈએ તેમજ એવી વ્યક્તિઓ કે જે પોતાના માટે નિર્ણય લેવા સક્ષમ નથી તેના માટે ડિસિઝન લેનાર અથવા તેના માટે નિર્ણય લેવા માટેની માટેની એબિલિટી હોવી જોઈએ

2.જસ્ટિસ:-આમાં બધા જ ક્લાઈન્ટને સરખી રીતે એટલે કે એક્વલી રીતે કરવાનો સમાવેશ થાય છે પછી તે ક્લાઈન્ટ કોઈપણ સોસાયટી અથવા ગ્રુપમાંથી આવતો હોય હેલ્થ કેર સિસ્ટમ એ બધા જ માટે પ્રોવાઇડ કરવામાં આવે છે તેમાં તેની હેલ્થ એટલે કે મેડિકલ નીડના બેઝિસ પર ટ્રીટમેન્ટ અને કેર પ્રોવાઇડ કરવામાં આવે છે તેમાં તેના સોશિયલ સ્ટેટસ કે રેસ અથવા તો જેન્ડરમાં ભેદભાવ કરવામાં આવતો નથી

૩.નોન-માલ એફિશિયન્સ:-તેનો અર્થ ખુદને કે બીજાને નુકસાન ના પહોંચાડવાનું થાય છે આથી પોતાના કારણે બીજાને કોઈ નુકસાન થવું જોઈએ નહીં નસે તેના નોલેજ અને સ્કીલનો ઇફેક્ટિવ કેર આપવા માટે ઉપયોગ કરવો જોઈએ જેથી નુકશાન થવાની શક્યતા ખૂબ જ ઓછી રહે

4. બેનિફિશન્સ:- તેનો અર્થ સારું થવા ને ને પ્રમોટ કરવું અને સારું કરવું એવો થાય છે તેને બીજા શબ્દોમાં કહીએ તો સારા કરવા માટે એન્કારેજ કરવું દાખલા તરીકે ઈમ્યુનાઇઝેશન દરમિયાન થોડું ડિસ્કોમ્ફર્ટ થાય પણ તે સોસાયટી તેમજ વ્યક્તિગત માટે પ્રોટેક્ટિવ બેનિફિટ કરે છે

5.ફીડાલિટી:-એનો અર્થ થાય છે કે પ્રોમિસ એવી જ આપવી જેનું તમે પાલન કરી શકો. આપેલી પ્રોમિસને ફોલો કરવી જોઈએ

6.એકાઉન્ટિબિલિટી:- તે પોતાના દ્વારા આપવામાં આવતી કેર માટે જવાબદાર છે તેથી તેના દ્વારા થતી પ્રેક્ટિસ અને એક્શન માટે તેને નોલેજ હોવું જોઈએ

7.કોન્ફિડેન્સીયાલીટી:-પેશન્વિટ વિશેની ઇન્ફોર્મેશન તેમજ તેના પ્રોટેક્શન માટેની કોન્ફિડન્સિયાલીટી રાખવામાં આવે છે તેમજ પેશન્ટ ની પ્રાઇવેટ ઇન્ફોર્મેશન પોતાના પૂર્તિ જ મર્યાદિત રાખે છે

b) Functions of hospital હોસ્પીટલના કાર્યો

પેશન્ટ કેર

  • પેશન્ટની કાળજી લેવી હોસ્પિટલમાં દાખલ થતા તમામ દર્દીની તમામ પ્રકારની કાળજી લેવાય એડમિશનથી માંડીને તેના ડીચાર્જ સુધી તેની નર્સિંગ કેર અને અન્ય જરૂરિયાત પૂરી પડાય છે અને આ ઉપરાંત ઈમરજન્સીમાં 24 કલાક સારવાર આપવામાં આવે છે.

પ્રીવેન્શન ઓફ ડીસીઝ

  • પ્રીવેન્શન ઇસ બેટર હોસ્પિટલ ના ડોક્ટર સાથે મળીને પેશન્ટના રોગનું prevention કરે છે રોગને થતો અટકાવવા માટે તેના માટે ઇમ્યુનાઈઝેશન અગાઉથી જ કરવામાં આવે છે આ ઉપરાંત હોસ્પિટલમાં રોગો થતા અટકાવવા જરૂરી સફાઈ અને અન્ય કામગીરી હોસ્પિટલ દ્વારા કરવામાં આવે છે.

પ્રમોશન ઓફ હેલ્થ

  • હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓને આરોગ્ય સુધારવા માટે તેઓને રોગ સંબંધી સલાહ સૂચનો પણ હોસ્પિટલ દ્વારા જ આપવામાં આવે છે દર્દી પોતાની હેલ્થ ઇમ્પ્રૂવ કરી શકે તે માટે તેના સગા સંબંધી હોય એને પણ હેલ્થ એજ્યુકેશન આપવામાં આવે છે અને હેલ્થ સાથે સંકળાયેલ હોસ્પિટલની કોઈપણ વ્યક્તિ આ પ્રકારનું આરોગ્ય શિક્ષણ આપી શકે છે.

ઇન્વેસ્ટિગેશન

  • નિદાન અને ટ્રીટમેન્ટ માં હાલના સમયમાં મેડિકલ સાયન્સમાં વિશાળ પ્રગતિ થયેલી છે દરેક દર્દીના નિદાન માટે નવા નવા ઇન્વેસ્ટિગેશન અને તે અંગેના સાધનો પણ શોધાયેલા છે જેથી રોગનું નિદાન ઝડપથી થઈ શકે છે હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓના તાત્કાલિક જરૂરી ઇન્વેસ્ટીગેશન કરીને તેનું નિદાન નક્કી કરવામાં આવે છે અને તે મુજબ તેના જરૂરી ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવાય છે આ હોસ્પિટલ નું અગત્યનું કાર્ય છે.

 રિહેબિલિટેશન

  • રિહેબિલિટેશન અને ઓકયુકેશનલ થેરાપી હોસ્પિટલમાં દાખલ થયેલો દરેક વ્યક્તિ સાજો થઈને ફરીથી તેના સમાજમાં કે પછી વ્યવસાયમાં સ્થિર થવા માંગતો કોઈ છે આવા દર્દીઓને ચોક્કસ પ્રકારનું માર્ગદર્શન અપાય છે જેના માટે શરૂઆતથી જ તેના ટોટલ હિસ્ટ્રી મેળવીને છેલ્લા સ્ટેપ સુધી તેના અનુસંધાને માર્ગદર્શન આપવામાં આવે છે.

મેડિકલ એજ્યુકેશન

  • મેડિકલ એજ્યુકેશન હોસ્પિટલમાં ચાલતી તમામ પ્રવૃત્તિમાં ઘણા પ્રકારના એજ્યુકેશનનો સમાવેશ થાય છે અને તે ડોક્ટર નર્સિસ ફિઝીયોથેરાપીસ ફાર્માસિસ્ટ અને ટેકનિશિયન દ્વારા પૂરું પાડવામાં આવે છે આ ઉપરાંત જરૂરિયાત વાળી જગ્યાએ મેડિકલ એજ્યુકેશન અંગેનું પ્લાનિંગ કરવામાં આવે છે હોસ્પિટલ ની અંદર જ રહેલા સ્ટાફ માટે જરૂરિયાત પ્રમાણે ઇન સર્વિસ એજ્યુકેશનનું આયોજન કરીને દરેકને ટ્રેઇન કરવા માટે અને આ પ્રકારનું શિક્ષણ નવી નવી શોધખોળ તથા નવા નવા હેલ્થ પ્રોગ્રામ વગેરેના અનુસંધાને અપાય છે.

મેડિકલ રિસર્ચ

  • મેડિકલ રિસર્ચ હોસ્પિટલમાં જુદા જુદા પેશન્ટો દાખલ થતા હોય છે જેના અનુસંધાને તેના પ્રોબ્લેમ્સ જાણીને ઘણા પ્રકારનું રિસર્ચ કરી શકાય છે રિસર્ચનું આ કાર્ય મેડિકલ એજ્યુકેશન જેટલું જ અગત્યનું છે જોકે હોસ્પિટલની ઘણી બ્રાન્ચ ઘણા પ્રકારના રિસર્ચ થાય છે અને તેઓ દરેક વ્યક્તિએ જાણવા જોઈએ નવા સંશોધનો દ્વારા ઘણા પ્રકારની આવડતો જાણીને નવું શિક્ષણ મેળવી શકાય છે.

 સોશિયલ સર્વિસીસ

  • એટલે કે સામાજિક પ્રકારની સેવાઓ હોસ્પિટલ દ્વારા અને સિક્યુરિટી ધ્યાનમાં લેવાય છે આમાં ખાસ કરીને દર્દીઓને સોશિયલ અપાય છે આ માટે સોશિયલ વેલ્ફેર ડિપાર્ટમેન્ટ પણ હોય છે જ્યાં રહેલો સામાજિક કાર્યકર્તાઓ દરેકને યોગ્ય સલાહ આપે છે હોસ્પિટલ દ્વારા સિક્યુરિટી ના અનુસંધાને ઘણા પ્રકારના સર્ટિફિકેટ પૂરું પડાય છે જેવા કે ફિઝિકલ ફિટનેસ ઉંમર અંગેના પ્રમાણપત્ર હેન્ડીકેપ સર્ટિફિકેટ દાખલાઓ વગેરેને પૂરું પાડવામાં આવે છે આ સાથે ઈજા થયેલા દર્દી ને સર્ટિફિકેટ તેમજ મૃત્યુ પામેલા દર્દીઓને 10 સર્ટીફીકેટ જન્મતા તેમજ બોડી માટેના પોસ્ટમોર્ટમના રિપોર્ટ પણ અપાય છે.

એડમિનિસ્ટ્રેશન ઓફ ઇન્સ્ટિટયૂટ

  • હોસ્પિટલ એક વિશાળ સંસ્થા તેમાં રહેલ તમામ કર્મચારીઓનું સંચાલન હોસ્પિટલ ની વહીવટી કચેરી દ્વારા કરવામાં આવે છે દરેક કર્મચારીના સર્વિસ અંગેના રેકોર્ડ રાખવાના હોય છે રેકોર્ડ હોસ્પિટલ દ્વારા ઘણા પ્રકારના રેકોર્ડ રાખવામાં આવે છે જેમાં પેશન્ટના એડમિશનથી ડિસ્ચાર્જ સુધીના રેકોર્ડ જન્મ મરણની નોંધ ચેપી રોગની નોંધ આ ઉપરાંત અમુક પ્રકારની આંકડાકીય માહિતીનો નોંધવામાં આવે છે આ બાબતના લેખિત રેકોર્ડ રેગ્યુલરલી જરૂરી જગ્યાએ મોકલવામાં આવે છે જેથી આ કામગીરી હોસ્પિટલ માટે ઘણી આવશ્યક છે.

c) Methods of sterilization સ્ટરીલાઈઝેશનની પધ્ધતિઓ

સ્ટરીલાયજેશન એ એક પ્રોસેસ છે જેમાં માઇક્રોબિયલ લાઇફ ધરાવતા તેના બધા ફોર્મને એલીમેન્ટ તેમજ કીલ કરવા આવે છે. જેમાં બેક્ટેરિયા, વાયરસ, સ્પોર અને ફંગીનો સમાવેશ થાય છે. સ્ટરીલાયજેશનમાં નીચે મુજબની મેથડનો ઉપયોગ કરવામાં આવે છે :

1) Heat sterilization

હીટ એ સ્ટરીલાયઝેશન માટેની મોસ્ટ કોમન અને ઇફેક્ટિવ મેથડ છે. હીટ સ્ટરીલાયઝેશન માટે મુખ્યત્વે બે મેથડનો ઉપયોગ કરવામાં આવે છે :

  • મોઇસ્ટ હિટ સ્ટરીલાયઝેશન
  • ડ્રાય હિટ સ્ટરીલાયઝેશન

✓ મોઇસ્ટ હિટ સ્ટરીલાયઝેશન :

  • ઓટોકલેવિંગ :

ઓટોકલેવિંગમાં સેચ્યુરેટેડ સ્ટ્રીમ તેમજ પ્રેસરનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં ઓટોકલેવ મશીનમાં ઈન્ફેકટેડ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા મટીરીયલને 121° C તાપમાને, 15 પાસ્કલ દબાણે 15-20 મિનિટ માટે રાખવામાં આવે છે. આ મેથડનો ઉપયોગ સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટ, લેબવેર, કલ્ચર મીડિયા તેમજ બીજી આઇટમને સ્ટરીલાઇઝ કરવામાં આવે છે.

  • બોઇલિંગ :

આ મેથડમાં ઇન્ફેકટેડ વસ્તુ અથવા મટીરીયલને 100° C વોટરમાં 30 મિનિટ સુધી રાખવામાં આવે છે અને વસ્તુને ડિસઇન્ફેકટેડ કરવામાં આવે છે. બોઇલિંગની મદદથી વસ્તુને કમ્પ્લીટ સ્ટરીલાઇઝ કરી શકાતી નથી. આ મેથડનો ઉપયોગ મુખ્યત્વે હીટ સ્ટેબલ મટીરીયલ અને વોટરને ડિસઇન્ફેકટેડ કરવા માટે થાય છે.

  • પાશ્ચરાઇઝેશન :

પાશ્ચરાઇઝેશન મેથડમાં ફૂડ આઇટમ અથવા બેવરજીસને લોવર ટેમ્પરેચર (63°C 30 મિનિટ માટે અથવા તો 72° C 15 સેકન્ડ માટે ) પર ગરમ કરવામાં આવે છે. આ મેથડમાં ફૂડ અને બેવરજીસની કવોલીટી અને ટેસ્ટને અફેક્ટ કર્યા વગર તેમાં રહેલ પેથોજનિક માઈક્રોઓર્ગેનિઝમને કીલ કરવામાં આવે છે. જેમકે દૂધ ગરમ કરવું.

✓ ડ્રાય હિટ સ્ટરીલાયઝેશન :

  • હોટ એર ઓવન :

આ મેથડમાં ઓવનમાં ડ્રાય એર કે જેનું ટેમ્પરેચર 160°C થી 170°C ની વચ્ચે હોય છે અને તેને 2-3 કલાક સુધી રાખવામાં આવે છે. હોટ એર ઓવનનો ઉપયોગ ગ્લાસવેર, મેટલ ઇન્સ્ટ્રુમેન્ટ અને પાવડરને સ્ટરીલાયઝ કરવા માટે થાય છે.

  • ઇનસિનિરેશન :

ઇનસિનિરેશનમાં ઈન્ફેક્ટેડ મટીરીયલને બર્ન કરી એશમાં (રાખ) કન્વર્ટ કરવામાં આવે છે. ઇનસિનિરેશન મેથડનો ઉપયોગ બાયોહેઝાર્ડ વેસ્ટને સ્ટરીલાઇઝ અથવા ડિસપોસ કરવા માટે થાય છે. જેમકે કન્ટામિનેટેડ ડ્રેસિંગ, એનિમલ કાર્કેસિસ (શબ)

2) Filtration :

ફિલ્ટ્રેશન સ્ટરીલાઇઝેશનનો ઉપયોગ હીટ સેન્સિટીવ લિક્વિડ તેમજ ગેસને સ્ટરીલાઇઝ કરવા માટે થાય છે. જેમાં ફિઝિકલ સેપ્રેશન થ્રુ માઈક્રોઓર્ગેનિઝમને રીમુવ કરવામાં આવે છે.

  • મેમ્બ્રેન ફિલ્ટર :

મેમ્બ્રેન ફિલ્ટરમાં 0.22 માઇક્રોમીટર થી 0.45 માઇક્રોમીટર સુધીની પોર સાઇઝ ધરાવતી થીન મેમ્બ્રેનનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી તેમાં બેક્ટેરિયા તેમજ લાર્જ માઇક્રોઓર્ગેનિઝમ ટ્રેપ થઈ શકે. આ મેથડનો ઉપયોગ ફાર્માક્યુટિકલ્સ, કલ્ચર મીડિયા તેમજ ક્લીન રૂમમાં ફિલ્ટર કરવા માટે થાય છે.

  • HEPA ફિલ્ટર :

હાઇ એફીસિયન્સી પાર્ટીક્યુલેટ એર ફિલ્ટરનો ઉપયોગ 0.3 માઇક્રોમીટર કરતા નાના પાર્ટીકલ્સને રીમુવ કરવા માટે થાય છે. જે 99.97% એફીસિયન્સી ધરાવે છે. જેનો ઉપયોગ એર પ્યુરીફાયર, લેમીનાર ફલો હૂડસ અને હોસ્પિટલ તેમજ લેબમાં વપરાતી HVAC સિસ્ટમમાં થાય છે.

3) Radiation

રેડીએશન સ્ટરીલાઇઝેશનમાં આયોનાઇઝિંગ તેમજ નોન આયોનાઇઝિંગ રેડીએશનનો ઉપયોગ કરીને માઈક્રો ઓર્ગેનિઝમને કીલ કરવામાં આવે છે.

✓ આયોનાઇઝિંગ રેડીએશન :

  • ગામા રેડીએશન :

ગામા રેડીએશનમાં કોબાલ્ટ 60 અથવા સીઝિયમ 137 આઇસોટોપનો ઉપયોગ કરીને હાઇ એનર્જી ગામા રેયસ જનરેટ કરવામાં આવે છે. ગામા રેડીએશનનો ઉપયોગ ડિસ્પોસેબલ મેડિકલ ઇકવિપમેન્ટ (સિરીંજ, ગલવ્સ), ફાર્માક્યુટીકલ્સ અને અમુક ફૂડ આઈટમ ને સ્ટરીલાયઝ કરવા માટે થાય છે.

  • ઇલેક્ટ્રો બીમ :

ઇલેક્ટ્રો બીમમાં હાઇ એનર્જી ઇલેક્ટ્રોનસનો ઉપયોગ કરીને રેપિડ સ્ટરીલાયઝેશન કરવામાં આવે છે. ઇલેક્ટ્રો બીમ મેથડનો ઉપયોગ મેડિકલ ડીવાઇસ, ફાર્માક્યુટીકલ્સ અને પેકિંગ મટીરીયલને સ્ટરીલાયઝ કરવા માટે થાય છે.

✓ નોન આયોનાઇઝિંગ રેડીએશન

  • અલ્ટ્રાવાયોલેટ (UV) લાઇટ :

આ મેથડમાં UV – C લાઇટ (200-280 nm) નો ઉપયોગ કરીને માઈક્રોઓર્ગેનિઝમના RNA અને DNA ને ડેમેજ કરવામાં આવે છે અને તેને ઇનએક્ટિવ કરવામાં આવે છે. અલ્ટ્રાવાયોલેટ લાઇટનો ઉપયોગ સરફેસ, એર અને વૉટરને ડિસઇન્ફેક્ટ કરવા માટે થાય છે. UV સ્ટરીલાયઝેશન એ લેસ પેનિટ્રેટિવ છે. આથી તે બલ્ક આઇટમ કરતા સરફેસ સ્ટરીલાયઝેશન માટે વધારે સ્યુટેબલ છે.

4) Other methods

  • માઈક્રોવેવ રેડિયેશન :

માઈક્રોવેવ રેડિયેશનમાં માઈક્રોવેવ્સનો ઉપયોગ કરીને હિટ જનરેટ કરવામાં આવે છે જે માઈક્રોઓર્ગેનિઝમને કિલ કરે છે. ઘણીવાર ઈફેક્ટિવનેસ વધારવા માટે માઈક્રોવેવ્સની સાથે મોઈશ્ચરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. માઈક્રોવેવ રેડિયેશનનો ઉપયોગ અમુક ફૂડ પ્રોડક્ટસ તેમજ વેસ્ટ મટીરીયલને સ્ટરીલાયઝ કરવા માટે થાય છે.

  • પ્લાઝમા સ્ટરીલાયઝેશન :

પ્લાઝમા સ્ટરીલાયઝેશન એ એક એડવાન્સ મેથડ છે જેમાં હાઇડ્રોજન પેરોક્સાઈડની વેપરમાંથી લો ટેમ્પરેચર પ્લાઝમા ક્રિએટ કરવામાં આવે છે અને તેની મદદથી સ્ટરીલાઈઝ કરવામાં આવે છે. આ મેથડનો ઉપયોગ હીટ તેમજ મોઇસ્ટ સેન્સિટીવ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા મટીરીયલને સ્ટરીલાઇઝ કરવા માટે થાય છે.

d) First aid treatment for foreign body in eye આંખમાં ફોરેન બોડીની પ્રાથમિક સારવાર જણાવો

First Aid Treatment for Foreign Body in Eye ( ફર્સ્ટ એઇડ ટ્રીટમેન્ટ ફોર ફોરેન બોડી ઇન આઈ)

  • આંખમાં કોઈ ધૂળકણ, રેતી, ધાતુનો કણ, જીવાત અથવા અન્ય પદાર્થ પ્રવેશે ત્યારે તેને (Foreign Body – ફોરેન બોડી) કહેવામાં આવે છે. આંખ એક અતિ સંવેદનશીલ અંગ છે, તેથી યોગ્ય અને સમયસર પ્રાથમિક સારવાર આપવી અત્યંત જરૂરી છે, જેથી (Corneal Abrasion – કોર્નિયલ એબ્રેઝન), (Infection – ઇન્ફેક્શન) અથવા ગંભીર ઇજા ટાળી શકાય.

1. પ્રાથમિક મૂલ્યાંકન

(Initial Assessment – ઇનિશિયલ અસેસમેન્ટ)

સૌ પ્રથમ દર્દીને શાંતિમાં રાખો. આંખને જોરથી ઘસવાથી (Cornea – કોર્નિયા)ને નુકસાન થઈ શકે છે.

લક્ષણો:

  • દુખાવો
  • પાણી આવવું
  • લાલાશ
  • ચબકારા જેવી લાગણી
  • ઝાંખું દેખાવું

જો આંખમાં કોઈ વસ્તુ દેખાય તો તેને સ્પર્શ ન કરવો.

2. હાથની સ્વચ્છતા

(Hand Hygiene – હેન્ડ હાઈજીન)

  • દર્દીની આંખને સ્પર્શ કરતા પહેલાં હાથને સાબુ અને સ્વચ્છ પાણીથી ધોઈ લો.
  • આ પગલું (Infection Prevention – ઇન્ફેક્શન પ્રિવેન્શન) માટે જરૂરી છે.

3. આંખ ધોવાનો ઉપાય

(Irrigation – ઇરિગેશન)

  • નાની અને ઢીલી (Foreign Body – ફોરેન બોડી) હોય તો આંખને સ્વચ્છ પાણી અથવા (Normal Saline – નોર્મલ સેલાઇન)થી ધોવો.

પદ્ધતિ:

  • દર્દીને માથું એક બાજુ ઝુકાવવાનું કહો
  • આંખને ધીમેથી ખુલ્લી રાખીને સતત પાણી વહાવો
  • ઉપરની પાંપણ ઊંચી કરીને નીચેની પાંપણ ઉપર ફેરવો જેથી કણ બહાર નીકળી શકે

આ પ્રક્રિયા દ્વારા મોટા ભાગે ધૂળકણ દૂર થઈ જાય છે.

4. દેખાતી વસ્તુ દૂર કરવી (ફક્ત સલામત હોય ત્યારે)

  • જો કણ સ્પષ્ટ રીતે દેખાતો હોય અને (Superficial – સુપરફિશિયલ) હોય, તો સ્વચ્છ ભીનું કપડું અથવા સ્ટેરાઈલ કોટનથી ખૂબ જ હળવેથી દૂર કરી શકાય.
  • પરંતુ જો વસ્તુ (Embedded – એમ્બેડેડ) હોય અથવા (Penetrating Injury – પેનેટ્રેટિંગ ઇન્જરી)ની શંકા હોય તો ક્યારેય કાઢવાનો પ્રયત્ન ન કરવો.

5. શું ન કરવું

  • આંખ ઘસવી નહીં
  • કોઈ ટૂંકો સાધન (જેમ કે પીન, સળી) નો ઉપયોગ ન કરવો
  • દવા અથવા ડ્રોપ ડૉક્ટરની સલાહ વિના ન નાખવી
  • જો ધાતુનો કણ હોય તો તેને ચુંબકથી કાઢવાનો પ્રયાસ ન કરવો

આવા પ્રયાસોથી (Corneal Ulcer – કોર્નિયલ અલ્સર) અથવા Severe નુકસાન થઈ શકે છે.

6. તાત્કાલિક Medical help સહાય ક્યારે લેવી

નીચેની પરિસ્થિતિમાં તરત જ (Ophthalmologist – ઓફ્થેલ્મોલોજિસ્ટ) પાસે જવું:

  • વસ્તુ આંખમાં ફસાઈ ગઈ હોય
  • વધુ દુખાવો રહે
  • નજર ધૂંધળી રહે
  • Bleeding થાય
  • રસાયણિક પદાર્થ આંખમાં જાય (Chemical Exposure – કેમિકલ એક્સપોઝર)
  • (Metallic Foreign Body – મેટાલિક ફોરેન બોડી) હોય

આ સ્થિતિમાં આંખ પર ઢીલું સ્ટેરાઈલ ગોઝ રાખી તરત હોસ્પિટલ લઈ જવું.

7. રસાયણિક પદાર્થ હોય ત્યારે વિશેષ પગલાં

  • (Chemical Injury – કેમિકલ ઇન્જરી)માં તરત જ ઓછામાં ઓછા 15–20 મિનિટ સુધી સતત પાણીથી આંખ ધોવી.
  • આ પ્રક્રિયા (Immediate Irrigation – ઇમિડિયેટ ઇરિગેશન) કહેવાય છે.
  • દર્દીને તરત હોસ્પિટલમાં મોકલવો.

આંખમાં (Foreign Body – ફોરેન બોડી) પ્રવેશવું સામાન્ય પરંતુ ગંભીર બની શકે તેવી સ્થિતિ છે. યોગ્ય (First Aid – ફર્સ્ટ એઇડ) દ્વારા ઘણી વખત સમસ્યા સરળતાથી ઉકેલી શકાય છે, પરંતુ બેદરકારીથી Vision પર કાયમી અસર પડી શકે છે.

આથી, શાંતિપૂર્વક, સ્વચ્છતા રાખીને અને યોગ્ય પદ્ધતિથી પ્રાથમિક સારવાર આપવી તથા જરૂર પડે ત્યારે તરત (Ophthalmologist – ઓફ્થેલ્મોલોજિસ્ટ)ની સલાહ લેવી જરૂરી છે.

Q-5 Define following (any six) નીચેની વ્યાખ્યા લખો. (કોઈપણ છ) 12

a) Antiemetic – એન્ટીઇમેટીક

  • એન્ટીમેટિક એક મેડીકેશન્સ છે છે જેનો ઉપયોગ નોઝિયા અને વોમીટીંગ ને અટકાવવા કે દૂર કરવા માટે થાય છે તે જુદા જુદા રસ્તેથી વોમિટિંગના રિફ્લેક્સ સેન્ટર પર કામ કરે છે ખાસ કરીને આવી મેડીકેશન કિમોથેરાપી સર્જરી પછી મોશન-સીકનેસ હોય એટલે કે મુસાફરી દરમિયાન વોમીટીંગ થવી કે ઘણી એવી મેડીકેશન કે જેનાથી નોઝીયા કે વોમીટીંગ થઈ શકતી હોય તેને આપવામાં આવતી આ એક મેડીકેશન છે જેને એન્ટીમેટિક કહે છે. Ex . Domperidone (ડોનપેરીડોન),ondensetrone (ઓન્ડેનસેટ્રોન)

b) Pyuria – પાયુરિયા

  • પાયુરિયા (Pyuria) એ યુરિનમાં white blood cells (WBCs) અથવા પસ (PUS) ની abnormal presence છે જે સામાન્ય રીતે urinary tract infection (UTI) અથવા અન્ય infection સૂચવે છે. તે યુરિનને cloudy And foul odor યુક્ત બનાવે છે અને frequent urination ,burning sensation in the bladder, કે fever જેવા Symptoms સાથે જોવા મળે છે.

c) Anemia – એનીમિયા

  • એનિમિયા એ એવી સ્થિતિ છે જેમાં શરીરમાં પૂરતા પ્રમાણમાં રેડ બ્લડ સેલ હોતા નથી  અથવા પૂરતા પ્રમાણ મા હિમોગ્લોબીન હોતું નથી.રેડ બ્લડ સેલ શરીરના ટિસ્યુ ને ઓક્સિજન આપે  છે

d) Asepsis – એસેપ્સીસ

  • એસેપ્સીસ એટલે કે ડીસીઝ ઉત્પન્ન કરતાં માઈક્રોઓર્ગેનિઝમ થી ફ્રી હોવું. જેનો ઉપયોગ હોસ્પિટલ માં સર્જરીમાં અને લેબોરેટરીમાં સ્ટરાઈલ ફિલ્ડ મેન્ટેન કરવા અને સ્ટરાઈલ પ્રેક્ટિસ કરવા માટે એટલે કે પેથોજન્સથી કંટામીનેશન ન થાય તે અટકાવવા માટે થાય છે. એસેપ્સીસ નો મુખ્ય હેતુ ઇન્ફેક્શનના રિસ્ક ને ઓછો કરવો અને સ્ટરાઈલ એન્વાયરમેન્ટ આપવાનો છે . તેના માટે ઘણા બધા સ્ટરીલાઇઝિંગ ઇક્વિપમેન્ટ અને એન્ટિસેપ્ટિક અને ક્લિનિંગ એજન્ટ નો ઉપયોગ થાય છે જેનાથી બેક્ટેરિયા, વાયરસ અને બીજા માઇક્રોઓર્ગેનિઝમના ગ્રોથ ને પ્રિવેન્ટ કરી શકાય છે જેને એસેપ્સીસ કહેવામાં આવે છે.

e) Tachycardia – ટેકીકાર્ડીયા

  • નોર્મલ કરતા વધુ હાર્ટ્ રેટ હોય છે જે સામાન્ય કરતા વધુ ઝડપી હોય છે, અથવા રેસ્ટ ના સમયે પ્રતિ મિનિટ 100 થી વધુ ધબકારા હોય છે જેને ટેકીકાર્ડીયા કહે છે.

f) Nosocomial infection નોઝોકોમીયલ ઇન્ફેક્શન્સ

નોસોકોમીયલ ઇન્ફેક્શન, જેને હૉસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન અથવા હેલ્થકેર-અસોસિયેટેડ ઇન્ફેક્શન (HAI) પણ કહેવામાં આવે છે, Nosocomial infection એક ઇન્ફેક્શન છે infection જે પેશન્ટને હોસ્પિટલમાં દાખલ થયા પછી ઓછામાં ઓછા 48 કલાક પછી થાય છે જે પેશન્ટ હૉસ્પિટલમાં પ્રવેશ કર્યા પછી ફેલાય છે અને દાખલ થતા સમયે હાજર ન હતો. આ ઇન્ફેક્શન સામાન્ય રીતે હેલ્થકેર સુવિધાઓમાં થતાં હોય છે અને પેશન્ટ, હેલ્થકેર સ્ટાફ, વિઝિટર્સ, મેડિકલ ઉપકરણો, અથવા આસપાસના વાતાવરણના સંપર્ક દ્વારા ફેલાય છે.

નોસોકોમીયલ ઇન્ફેક્શન્સના કેટલાક સામાન્ય પ્રકારો:

  1. યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન (UTI): કેથેટર ઉપયોગના કારણે થાય છે.
  2. સર્જિકલ સાઇટ ઇન્ફેક્શન: સર્જરી બાદ સર્જીકલ સાઇટ પર થાય છે.
  3. રેસ્પિરેટરી ઇન્ફેક્શન: વેન્ટિલેટરનો ઉપયોગ કરતી વખતે પેશન્ટમાં થાય છે.
  4. બ્લડસ્ટ્રીમ ઇન્ફેક્શન: આઇવી કેથેટરનો ઉપયોગ કરતી વખતે થાય છે.

g) Hospital – હોસ્પિટલ

  • હોસ્પિટલ એ હેલ્થ સર્વિસ પ્રોવાઇડ કરતી equipped અને organized institution છે, જ્યાં Preventive (પ્રિવેન્ટિવ), Promotive (પ્રોમોટિવ), Curative (ક્યુરેટિવ), Rehabilitative (રિહેબિલિટેટિવ) અને Palliative (પેલિયેટિવ) Health Services એજ્યુકેટેડ Medical (મેડિકલ), Nursing (નર્સિંગ) અને Paramedical (પેરામેડિકલ) સ્ટાફ દ્વારા 24 કલાક પ્રોવાઇડ કરવામાં આવે છે; અહીં Outpatient Department (આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ), Inpatient Department (ઇનપેશન્ટ ડિપાર્ટમેન્ટ), Emergency Services (ઇમર્જન્સી સર્વિસિસ), Diagnostic Services (ડાયગ્નોસ્ટિક સર્વિસિસ), Therapeutic Services (થેરાપ્યુટિક સર્વિસિસ) અને Surgical Services (સર્જિકલ સર્વિસિસ) જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોય છે, અને તેનું મેઇન એઇમ Disease Diagnosis (ડિઝિઝ ડાયગ્નોસિસ), Treatment (ટ્રીટમેન્ટ), Nursing Care (નર્સિંગ કેર), Infection Control (ઇન્ફેક્શન કંટ્રોલ) તથા Patient Safety (પેશન્ટ સેફ્ટી) એન્સ્યોર કરીને કમ્યુનિટી ના હેલ્થમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનો છે.

h) Red Cross – રેડ ક્રોસ

  • રેડ ક્રોસ (રેડ ક્રોસ) એ એક ઇન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન ઓર્ગેનાઇઝેશન છે, જે International Humanitarian Organization (ઇન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન ઓર્ગેનાઇઝેશન) તરીકે work કરે છે અને armed conflict, natural disasters તથા other emergency situations દરમિયાન નિષ્પક્ષ અને નિષ્કામ Humanitarian Assistance (હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સ) Provide કરે છે; આ સંસ્થા Geneva Conventions (જિનીવા કન્વેન્શન્સ) ના સિદ્ધાંતો પર આધારિત છે અને First Aid Services (ફર્સ્ટ એઇડ સર્વિસિસ), Disaster Management (ડિઝાસ્ટર મેનેજમેન્ટ), Blood Transfusion Services (બ્લડ ટ્રાન્સફ્યુઝન સર્વિસિસ), Community Health Care (કમ્યુનિટી હેલ્થ કેર) તથા Relief Operations (રિલીફ ઓપરેશન્સ) જેવી સેવાઓ દ્વારા જીવન અને આરોગ્યની રક્ષા, Human Dignity (હ્યુમન ડિગ્નિટી) નું સંરક્ષણ અને દુઃખ ઘટાડવાનું Work કરે છે.

Q-6 (A) Fill in the blanks – ખાલી જગ્યાઓ પુરો. 05

1.The length of Ryle’s tube is …… રાયલ્સ ટયુબની લંબાઈ …… હોય છે. 105 cm (105 સેમી)

2.Body temperature below the normal level is called …… શરીરનું તાપમાન સામાન્ય કરતા ઓછુ હોય તેને …… કહે છે. Hypothermia (હાઇપોથર્મિયા)

3.The normal PH value of blood is …… લોહીની નોર્મલ પી.એચ વેલ્યુ …… છે. 7.35 – 7.45 (7.35 થી 7.45)

4.1 ounce = …… ml. ૧ ઔંસ …… ml. 30 ml (30 મિલીલીટર)

5.TDS means …… ટીડીએસ એટલે …… Three Times a Day ( થ્રી ટાઈમ્સ અ ડે )

(B) True or False – ખરા ખોટા જણાવો. 05

1.Occult blood present in stool is called Malena. સ્ટુલમાં બ્લડ હોવુ એને મેલેના કહે છે.True

2.Excessive excretion of urine is called anuria. વધારે પ્રમાણમાં પેશાબ થાય તેને એનુરીયા કહે છે. False Correct Answer : Excessive urine is called polyuria. Anuria means absence of urine.

3.Emotional disturbance decreases the pulse. ઇમોશનલ ડીસ્ટર્બન્સ પલ્સને ઓછી કરે છે. False Correct Answer : Emotional disturbance usually increases pulse rate.

4.Tepid sponge reduces body temperature. ટેપીડ સ્પંજ શરીરનું તાપમાન ઓછુ કરે છે.True

5.Asepsis means free of pathogenic microorganism. એસેપ્સીસ એટલે પેથોજેનીક માઇક્રોઓર્ગેનીઝમથી મુકત.True

(C) Match the following – જોડકા જોડો. 05

A B

(A) Hemoptysis – હીમોપ્ટીસીસ (A) Heart rate more than 120 b/min -ધબકારા ૧૨૦/મીનીટ કરતા વધારે

(B) Romberg’s test – રોમ્બર્ગ ટેસ્ટ (B) Blood in sputum – ગડફામા લોહી

(C) Hematuria – હિમેચુરીયા (C) For balance – સંતુલન માટે

(D) Anorexia – એનોરેક્ઝીયા (D) Blood in urine – પેશાબમાં લોહી

(E) Tachycardia – ટેકીકાર્ડીયા (E) Loss of Appetite – ભૂખ ઓછી લાગવી

the correct matches (Answer):

(A) Hemoptysis (હીમોપ્ટીસીસ)(B) Blood in sputum (ગડફામાં લોહી)

(B) Romberg’s test (રોમ્બર્ગ ટેસ્ટ)(C) For balance (સંતુલન માટે)

(C) Hematuria (હિમેચુરીયા)(D) Blood in urine (પેશાબમાં લોહી)

(D) Anorexia (એનોરેક્ઝીયા)(E) Loss of Appetite (ભૂખ ઓછી લાગવી)

(E) Tachycardia (ટેકીકાર્ડીયા)(A) Heart rate more than 120 b/min (ધબકારા ૧૨૦/મિનિટ કરતા વધારે)

Final Answer :
A–B
B–C
C–D
D–E
E–A

Published
Categorized as Uncategorised