ANM – FY- HEALTH PROMOTION – PAPER SOLUTION 11/09/2025(UPLOAD)

11/09/2025

પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) સુર્યપ્રકાશની થતા ફાયદાઓ જણાવો.03

સૂર્યપ્રકાશથી થતા ફાયદા

1) વિટામિન D ની રચના અને હાડકાં મજબૂત

  • સૂર્યપ્રકાશ (ખાસ કરીને UVB કિરણો)થી ત્વચામાં વિટામિન D બને છે.
  • વિટામિન D શરીરમાં કૅલ્શિયમ અને ફૉસ્ફરસ શોષવામાં મદદ કરે છે.
  • તેથી
    • હાડકાં અને દાંત મજબૂત બને છે
    • બાળકોમાં રિકેટ્સ અને મોટા વયમાં ઓસ્ટિઓમલેસિયા/ઓસ્ટિઓપોરોસિસ નો જોખમ ઘટે

2) રોગપ્રતિકારક શક્તિ વધે

  • પૂરતું વિટામિન D અને સૂર્યપ્રકાશ શરીરની ઇમ્યૂન સિસ્ટમને સપોર્ટ કરે છે.
  • તેથી સામાન્ય ચેપ/સર્દી-ઉધરસનો પ્રભાવ કેટલાક લોકોમાં ઓછો થઈ શકે છે અને શરીર તંદુરસ્ત રહે છે.

3) મન અને મૂડ પર સકારાત્મક અસર

  • સૂર્યપ્રકાશ મગજમાં સેરોટોનિન જેવા “હેપ્પી હોર્મોન” વધારવામાં મદદ કરે છે.
  • પરિણામે
    • મૂડ સારો રહે
    • ચિંતા અને તણાવ ઘટે
    • ઉદાસી/ડિપ્રેશન જેવી લાગણીઓમાં રાહત મળે (ખાસ કરીને શિયાળામાં)

4) સારી ઊંઘમાં મદદ

  • સૂર્યપ્રકાશ શરીરની બાયોલોજિકલ ક્લોકને યોગ્ય રાખે છે.
  • સવારે થોડી વાર સૂર્યપ્રકાશ લેવાથી:
    • રાત્રે ઊંઘ સરળ આવે
    • ઊંઘની ગુણવત્તા સુધરે

5) રક્તપ્રસરણ અને હૃદય આરોગ્ય માટે લાભ

  • સૂર્યપ્રકાશથી શરીરમાં કેટલાક રસાયણિક ફેરફાર થતા રક્તવાહિનીઓ ફેલાય છે.
  • જેથી
    • રક્તપ્રસરણ સુધરે
    • કેટલાક કેસમાં બ્લડ પ્રેશર સંતુલિત રાખવામાં મદદ મળી શકે છે

6) ચામડીની કેટલીક સમસ્યાઓમાં લાભ (મર્યાદિત માત્રામાં)

  • ડૉક્ટરની સલાહ મુજબ મર્યાદિત સૂર્યપ્રકાશથી :
    • સોરાયસિસ
    • કેટલાક પ્રકારના એક્ઝિમા જેવી ત્વચા સમસ્યાઓમાં થોડો લાભ થઈ શકે છે.

પરંતુ વધુ સૂર્યપ્રકાશ નુકસાનકારક પણ થઈ શકે છે, તેથી સાવચેતી જરૂરી.

(ર) કચરાના નિકાલની પધ્ધતિ વિશે લખો.04

કચરાનો યોગ્ય નિકાલ કરવાની પધ્ધતિઓ

1. અનુવર્તનપાત્ર (Biodegradable) અને અનુવર્તનઅયોગ્ય (Non-biodegradable) કચરાનું વિભાજન

  • ભિન્ન-ભિન્ન રંગના ડસ્ટબિનનો ઉપયોગ (હરો, વાદળી, લાલ વગેરે)
  • ઘરેલુ અને આરોગ્ય સંબંધિત કચરાનું જુદું વિભાજન.

2. ઇન્સિનેરેશન પદ્ધતિ (Incineration Method)

  • ખાસ કરીને હોસ્પિટલના ચેપી કચરાને ઇન્સિનેરેટરમાં બાળી નાખવો.
  • આ પદ્ધતિ ચેપી રોગો અટકાવે છે.

3. લેન્ડફિલ પદ્ધતિ (Landfill Method)

  • શહેરી અને ઉદ્યોગોનો કચરો જમીનમાં દફનાવવામાં આવે છે.
  • જમીનને સુરક્ષિત બનાવવામાં આવે છે.

4. ગોબર ગેસ પ્લાન્ટ / કમ્પોસ્ટિંગ (Composting)

  • ઘરેલું ભાજીપાલાનું બાકી રહેતું જૈવ કચરું
  • ફર્ટિલાઇઝર (ખાતર) રૂપે ઉપયોગી

5. બર્નિંગ / બળતર (Open Burning)

  • કેટલાક વિસ્તારોમાં કચરો બાળીને નિકાલ કરાય છે.
  • આ પદ્ધતિનો ઉપયોગ ખાસ જરૂરી હોય ત્યારે જ કરવો જોઈએ.

6. રી-યુઝ અને રિસાયકલ પદ્ધતિ (Reuse and Recycle)

  • સ્ટિક, ધાતુ, કાગળ વગેરેનો ફરીથી ઉપયોગ
  • પર્યાવરણ સુરક્ષિત રાખવામાં મદદરૂપ

(૩) Soak Pit (શોષ ખાડો) વિશે લખો.05

Soak Pit (શોષ ખાડો) એ ઘરગથ્થુ ગંદા પાણી (જેમ કે બાથરૂમ, હાથ-મુખ ધોવાનું, રસોડાનું પાણી) જમીનમાં શોષાઈ જાય તે માટે બનાવવામાં આવતો ખાડો છે. તેમાં પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરી કુદરતી રીતે ફિલ્ટર થાય છે.

હેતુ

  • ઘર આસપાસ પાણી ભરાવું અટકાવવું
  • ગંદા પાણીનો સુરક્ષિત નિકાલ કરવો
  • મચ્છર-માખી અને દુર્ગંધ ઘટાડવી
  • પર્યાવરણ પ્રદૂષણ ઓછું કરવું

રચના

સ્થાન પસંદગી

  • પીવાના પાણીના કૂવા/બોરથી ઓછામાં ઓછું 10–15 મીટર દૂર
  • નીચાણવાળા સ્થળે, જ્યાં પાણી સરળતાથી ઉતરી શકે
  • કાચા/મધ્યમ દ્રાવ્ય માટી હોય ત્યાં વધુ અસરકારક

માપ (સામાન્ય માર્ગદર્શિકા)

  • વ્યાસ: લગભગ 1 થી 2 મીટર
  • ઊંડાઈ: 1.5 થી 3 મીટર (જમીનની જાત પ્રમાણે બદલાય)

બનાવવાની રીત

  1. ગોળ/ચોરસ ખાડો ખોદવો
  2. ખાડાની દીવાલો ઈંટની જાળીદાર ગોઠવણીથી કરવી જેથી પાણી બહાર seep થઈ શકે
  3. અંદર ખડકચુરા (gravel), પથ્થર, ઈંટના ટુકડા ભરવા
  4. ઉપર RCC સ્લેબ/ઢાંકણ અને ઇન્સ્પેક્શન પાઈપ મૂકવી
  5. ઘરથી આવતું પાણી પાઈપ દ્વારા ખાડામાં છોડવું

કાર્ય પદ્ધતિ

  • ગંદું પાણી ખાડામાં જાય છે
  • અંદરના ખડકચુરા/પથ્થર વચ્ચે થી પાણી ફિલ્ટર થાય છે
  • પછી પાણી આસપાસની જમીનમાં શોષાઈ જાય છે
  • ઘન અશુદ્ધિઓ અંદર જ અટકી જાય છે

ફાયદા

  • સસ્તું અને સરળ – બનાવવામાં ઓછી કિંમત
  • ગ્રામ્ય વિસ્તારો માટે યોગ્ય
  • પાણી ભરાવા અને ગંદકીમાં ઘટાડો
  • મચ્છરજન્ય રોગોનો જોખમ ઓછો

મર્યાદાઓ

  • પાણીની માત્રા બહુ વધારે હોય તો અસરકારક નહીં
  • કાદવ/કાચી માટીમાં શોષણ ઓછું
  • સમયાંતરે સાફ-સફાઈ/જાળવણી જરૂરી
  • પીવાના પાણીના સ્ત્રોતની નજીક બનાવવું જોખમી

જાળવણી

  • ઇન્સ્પેક્શન પાઈપથી સમયાંતરે તપાસ
  • અંદર સ્લજ ભરાય તો ખાલી કરવું
  • ઘન કચરો/પ્લાસ્ટિક ન છોડવો

અથવા

(૧) અપર એકસ્ટ્રીમીટીના હાડકાના નામ લખી તેની સંખ્યા લખો.03

  • અપર એક્સ્ટ્રીમિટી એટલે હાથના ભાગના હાડકાં. દરેક હાથમાં કુલ 32 હાડકાં હોય છે. બંને હાથ મળીને કુલ 64 હાડકાં થાય છે.

નીચે નામ અને સંખ્યા આપવામાં આવ્યા છે

  • 1.ક્લેવિકલ – 2
  • 2.સ્કેપ્યુલા – 2
  • 3.હ્યુમરસ – 2
  • 4.રેડિયસ – 2
  • 5.અલ્ના – 2
  • 6.કાર્પલ – 16 (દરેક હાથમાં 8)
  • 7.મેટાકાર્પલ – 10 (દરેક હાથમાં 5)
  • 8.ફેલેન્જીસ – 28 (દરેક હાથમાં 14)

કુલ સંખ્યા

  • એક હાથમાં = 32 હાડકાં
  • બંને હાથમાં = 64 હાડકાં

(૨) ઊંઘ અને આરામનું મહત્વ જણાવો.04

ઊંઘ અને આરામનું મહત્વ

  • ઊંઘ અને આરામ માનવ જીવન માટે અત્યંત જરૂરી છે. શરીર અને મનને તંદુરસ્ત રાખવા માટે પૂરતી ઊંઘ અને યોગ્ય આરામ જરૂરી છે.

ઊંઘનું મહત્વ

1.શરીર માટે લાભ

  • થાક દૂર કરે
  • શરીરના કોષોની મરામત (repair) કરે
  • હોર્મોનનું સંતુલન જાળવે
  • રોગપ્રતિકારક શક્તિ વધારે

2.મગજ માટે લાભ

  • યાદશક્તિ સુધારે
  • ધ્યાન અને એકાગ્રતા વધારે
  • નિર્ણય લેવાની ક્ષમતા સુધારે

3.માનસિક આરોગ્ય

  • તણાવ ઘટાડે
  • ચિંતા અને ઉદાસી ઘટાડે
  • મનને શાંતિ આપે

આરામનું મહત્વ

  • શારીરિક થાક દૂર કરે
  • હૃદય અને નર્વસ સિસ્ટમને શાંત કરે
  • કામ કરવાની ક્ષમતા વધારે
  • બ્લડ પ્રેશર સંતુલિત રાખવામાં મદદ કરે

(૩) બ્લડ સેલ્સના પ્રકારો અને તેના કાર્યો જણાવી. RBC વિશે લખો.05

માનવ રક્તમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની કોષિકાઓ હોય છે.

a) RBC (રેડ બ્લડ સેલ)

  • RBC ને ઈરીથ્રોસાઈટ તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં Hb નામનું તત્વ આવેલુ છે.જે શરીરના તમામ અવયવોના કોષોને ઓક્સિજન પહોંચાડે છે.
  • રક્તકણોનું જીવનકાળ 120 દિવસનું છે રક્ત કણો હાડકાની વચ્ચે આવેલા રેડ બોન મેરો માંથી ઉત્પન્ન થાય છે રક્તકણોમાં હિમોગ્લોબિન નામનું તત્વ હોય છે જેના નિર્માણ માટે આપણે લોહતત્વની જરૂર પડે છે બ્લડમાં ઓક્સિજનનું વહન આ હિમોગ્લોબિન કરે છે.

રક્ત કણો ના કાર્યો

  • તે બોડી ટીશ્યુ ઓને O2 પૂરું પાડે છે.
  • એસિડ અને બેઇઝનું બેલેન્સ જાળવે છે.
  • તેમાં રહેલા હિમોગ્લોબિન દ્વારા ફેફસામાં o2 – co2 નું એક્સચેન્જની ક્રિયા થાય છે.

b) WBC ( વાઈટ બ્લડ સેલ )

  • WBC ને લ્યુકોસાઈટ પણ કહે છે જે જુદા જુદા રોગો સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. આમ, શરીરને વિવિધ રોગો સામે રક્ષણ પૂરૂ પાડે છે.
  • તે સફેદ રંગના હોવાથી તેને વાઈટ બ્લડ સેલ કહે છે જે કુલ બ્લડ સેલમાં 75% જેટલા હોય છે તે રક્ત કણો કરતા કદમાં મોટા હોય છે WBC આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ માટે મહત્વનું કામ કરે છે.
  • તે અનિયમિત ગોળાકાર ના અને રંગવિહીન હોય છે શરીરમાં બહારથી કોઈ જીવાણુઓ દાખલ થાય તો તેની સામે ફાઈટ કરીને તેને ગળી જાય છે અને નાશ કરે છે જીવવાનું સાથેની આ પ્રક્રિયાને ફેગોસાઈટોસીસ કહે છે.
  • W.B.C વાઇટ બોન મેરો માથી ઉત્પન્ન થાય આ ઉપરાંત લીમ્ફેઇડ. ટોન્સિલ. એપેન્ડિક્સ અને બરોળ માંથી પણ ઉત્પન્ન થાય છે W.B.C આશરે 8 થી 10 દિવસ જીવે છે.
  • પુખ્ત વયની વ્યક્તિમાં તેની નોર્મલ સંખ્યા 6,000 થી 10000 ક્યુબીકલ મિલિયન ઓફ બ્લડ હોય છે.

W.B.C ના કાર્યો

  • તે ફેગોસાઈટોસીસ હની ક્રિયા કરીને રોગના જુવાણુઓનો શરીરમાં નાશ કરે છે.
  • તે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરી ચેપ સામે રક્ષણ આપે છે.
  • ટીશ્યુ ડેમેજ થઈ હોય તો તેને રિપેર કરે છે.

W.B.C ના પ્રકારો

  1. ન્યુટ્રોફિલ્સ
  2. ઇઝીનોફિલ્સ
  3. બેઝોફિલ્સ
  4. લીમ્ફસાઈડ
  5. પ્લેટલેટસ (ત્રાકકણો)
  • તે રક્ત કણો કરતા એક તૃતીયાંશ પ્રમાણમાં નાના અને ટુકડા ના સ્વરૂપમાં હોય છે તે સામાન્ય વ્યક્તિમાં 2.00.000 થી 3.5 ક્યુબીક મેલ્યુ મીટર ઓફ બ્લડ હોય છે તે બોનમેરો માંથી ઉત્પન્ન થાય છે તે જ્યારે ઈજા થવાથી તૂટી જાય છે ત્યારે તેમાંથી થુમ્બોકાઈનેઝ નામનું તત્વ ઉત્પન્ન થાય છે જેના કારણે લોહી ઝડપથી જામી જાય છે.
  • આમ બ્લડ જામી જવાની પ્રક્રિયામાં પ્લેટલેસ અગત્યનો ભાગ ભજવે છે ત્રાકકણોનું આયુષ્ય લગભગ 10 દિવસ જેટલું હોય છે.

c) પ્લેટલેટસ (ત્રાકકણો)

  • પ્લેટલેટ્સને થ્રોમ્બોસાઈટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે બ્લડ જામી જવાની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે.

RBC (રેડ બ્લડ સેલ)

RBC એટલે લાલ રક્તકણ. તે રક્તમાં સૌથી વધુ પ્રમાણમાં હોય છે.

રચના

  • આકાર : દ્વિઅવતળ ગોળ
  • રંગ : લાલ (હિમોગ્લોબિનના કારણે)
  • ન્યુક્લિયસ નથી (માણસમાં)
  • જીવનકાળ : અંદાજે 120 દિવસ

કાર્ય

  1. શરીરમાં ઓક્સિજનનું વહન
  2. કાર્બન ડાયોક્સાઇડને ફેફસાં સુધી લાવવું
  3. હિમોગ્લોબિન દ્વારા ગેસ વિનિમયમાં મદદ

મહત્વ

  • RBC ની ઓછી સંખ્યા થાય તો એનિમિયા થાય
  • શરીરમાં ઊર્જા અને તાજગી માટે જરૂરી

પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) યુરીનરી સીસ્ટમની આકૃતિ દોરી કિડની વિશે સવિસ્તાર જણાવો. 08

યુરીનરી સીસ્ટમની આકૃતિ

કિડની (મુત્રપિંડ)

  • કિડનીએ એબડોમીનલ કેવિટીમાં ૧૨મી થોરાસીક વર્ટીબ્રા થી ૩જી લંબર વર્ટીબ્રા સુધી કરોડરજ્જુની બંને બાજુએ એક-એક પેટના પાછળના ભાગમાં આવેલી હોય છે.
  • આકાર : કિડનીનો આકાર કાજુ જેવો હોય છે. (બીન શેપ)
  • વજન : ૧૨૦ થી ૧૭૦ ગ્રામ.
  • લંબાઈ : ૧૦ થી ૧૧ સે.મી
  • પહોળાઈ : ૫ થી ૬ સે.મી
  • જાડાઈ : ૨ થી ૩ સે.મી
  • કલર : ડાર્ક રેડ.
  • કિડનીની ચારેય બાજુ ચરબીના થર આવેલા હોય છે. જે મુખ્યત્વે ” એડીપોસ ટીશ્યુ ” ના બનેલા હોય છે જેથી કિડની નીચેની બાજુએ ઊતરી આવતી નથી.
  • જમણી કિડની ડાબી કિડની કરતાં સહેજ નાની હોય છે.
  • ડાબી કિડની કરતાં જમણી કિડની મોટી હોય છે.
  • કિડનીના ઉપરના ભાગમાં ગ્લેન્ડ આવેલી હોય છે તેને એડ્રીનલ ગ્લેન્ડ (સુપ્રારિનલ ગ્લેન્ડ) કહે છે.

કિડનીને બે સરફેસ હોય છે.

  • ૧) અંદરની સરફેસને અંતર્ગોળ અને
  • ૨) બહારની સરફેસને બહિર્ગોળસરફેસ કહે છે.
  • અંદરની સરફેસ જ્યાં આગળ ઊંડો ખાડો બનાવે છે તેને “ હિલમ ઓફ કિડની ” કહે છે.
  • આ ભાગમાંથી કિડનીમાં રીનલ આર્ટરી પ્રવેશે છે તેમજ રિનલ વેઈન તથા યુરેટર બહાર નીકળે
  • કિડનીની બહારની બહિર્ગોળ સરફેસને કોર્ટેક્ષ કહે છે.
  • તેમજ અંદરના ભાગને મેડયુલા કહે છે. મેડ્યુલાના ત્રિકોણાકાર ભાગને પિરામિડ કહે છે.
  • દરેક કિડનીમાં ૧૦ જેટલા પિરામિડ આવેલા છે.

કિડનીનું સૂક્ષ્મ બંધારણ

  • કિડનીમાં અસંખ્ય પ્રમાણમાં નેફ્રોન આવેલા હોય છે જે નરી આંખે જોઈ શકાતા નથી. જે ફક્ત માઈક્રોસ્કોપની મદદ વડે જ જોઈ શકાય છે.
  • દરેક કિડનીમાં લગભગ ૧૦ લાખ નેકોન આવેલા હોય છે, આ ઉપરાંત કિડનીમાં નીચેના ભાગો પણ આવેલા હોય છે.
  • A. ગ્લોમેરૂલસ
  • B. બાઉમેન્સ કેપ્સુલ : તે ગ્લોમેરૂલસ ફરતે આવેલું હોય છે. બાઉમેન્સ કેપ્સુલમાં લોહીની ગાળણની પ્રક્રિયા (ફિલ્ટ્રેશન) થાય છે. અને પાણી સાથે નકામો કચરો ગળાય છે.
  • C. લૂપ ઓફ હેન્સે (ગૂંચળા જેવી રચના) : આ રચના ખાસ કરીને મિનરલ્સની ફેરબદલીમાં અગત્યનો ભાગ ભજવે છે.

બ્લ્ડ સપ્લાય : રિનલ આર્ટરી દ્વારા શુધ્ધ બ્લડ વેઈન દ્રારા અશુધ્ધ બ્લડ ઈન્ફીરીયર વેના કેવામાંજાય છે.

નર્વ સપ્લાય : સિન્થેટીક અને પેરા સિન્થેટીક નર્વ સપ્લાય થાય છે.

ફંકશન

  • બ્લડમાં Na+ અને K+ નું પ્રમાણ જાળવી રાખે છે.
  • શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જાળવી રાખે છે.
  • શરીરનું તાપમાન જાળવી રાખે છે. લોહીના ગાળણની ક્રિયા કરે છે.
  • શરીરના નકામા પદાર્થો જેવા કે યુરીયા, યુરીક એસીડ,
  • ક્રીએટીનીન, ફોસ્ફેટ વગેરે ગાળીને બહાર કાઢે છે.
  • એસિડ-બેઈઝ બેલેન્સ જાળવી રાખે છે. આમ, તે PH બેલેન્સ જાળવી રાખે છે.
  • બ્લડમાં આવેલા બધા જ ક્ષારોનું પ્રમાણ જાળવી રાખે છે. રેનીન ઉત્પન્ન કરે છે.
  • ઈરિયોપોઈટીન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. જે મુખ્યત્વે બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે
  • તેમજ RBC માટેના એન્ઝાઈમ ઉત્પન્ન કરે છે.

(૨) સ્કીનના લેયર્સ જણાવી અને તેના કાર્યો લખો.04

ચામડીના મુખ્ય બે લેયર આવેલા છે.

A. એપીડર્મીસ

B. ડર્મીસ

A. એપીડર્મીસ

  • જે ચામડીનું બહારનું પડ છે જે ચામડીની સપાટી તૈયાર કરે છે તેના ઉપરના કોષો ઘસાઈને નાશ પામે છે અને તેની જગ્યાએ નીચેના કોષો નવી ચામડી તરીકે ઉપર આવે છે.
  • તેના ઊંડાણમાં આવેલા કોષોમાં પીગમેન્ટ આવેલા છે જેને મેલેનીન કહે છે.
  • જે ચામડીને રંગ આપે છે તેમજ ગરમીનું શોષણ કરે છે.
  • જેમ તેની સંખ્યા વધુ તેમ ચામડીનો રંગ વધુ બ્લેક હોય છે આ પડમાં બ્લડ વેસલ્સ કે જ્ઞાનતંતુઓના છેડાઓ આવેલા હોતા નથી તેથી આપણને ઈજા થાય તો બ્લીડિંગ કે દુખાવો થતો નથી.
  • ચામડી પર વાળ આવેલા હોય છે જ્યાં પરસેવાની ગ્રંથિના છિદ્રો ખુલ્લા થાય છે.
  • ચામડી પર ખાસ પ્રકારની રેખાઓ જન્મથી મૃત્યુ સુધી જોવા મળે છે તેના વમળો ફિંગર પ્રિન્ટમાં જોવા મળે છે જે દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે.

B. ડર્મીસ

  • આ બાહ્ય ત્વચા છે એપીડર્મીસ કરતા ડર્મીસ એ આઠ ગણું જાડું હોય છે.
  • તે ફાઇબર ઇલાસ્ટિક ટીસ્યુથી બનેલ છે તેથી મજબૂત અને ઇલાસ્ટિક હોય છે.
  • જેમાં ઉંડા સબક્યુટેનિયસ ટીશ્યુ આવેલા હોય છે.
  • તેમાં પ્રસ્વેદ ગ્રંથિ આવેલી છે જે પરસેવો ઉત્પન્ન કરે છે આશરે 24 કલાકમાં 500 સીસી જેટલો પરસેવો શરીરના નકામા કચરાને બહાર કાઢે છે જેને એક્સક્રીટરી ઓર્ગન પણ કહે છે.

કાર્યો

  • શરીરના અવયવોનું રક્ષણ કરે છે અને શરીરને કવર કરવાનું કામ કરે છે.
  • શરીરને આકાર અને શોભા આપે છે.
  • સ્પર્શ, તાપમાન અને દુખાવાનું જ્ઞાન કરાવે છે.
  • શરીરનું ઉષ્ણ તાપમાન જાળવી રાખે છે.
  • પાણી અને ચરબીનું શોષણ કરે છે અને સંગ્રહ કરે છે.
  • પરસેવા રૂપે નકામો કચરો બહાર કાઢે છે આ રીતે સ્કિન અને કિડનીના કાર્યમાં મદદ કરે છે.
  • શરીરના અંદરના અવયવોને ઈજાથી અને માઈક્રો ઓર્ગેનિઝમથી બચાવે છે. સૂર્યપ્રકાશની મદદથી વિટામિન ડી તૈયાર કરે છે.

અથવા

(૧) ખોરાક રાંધવાની જુદી જુદી પધ્ધતિઓ લખી, ખોરાકને સાચવવાની પદ્ધતિઓ વિશે સવિસ્તાર જણાવો.08

રાંધવાની જુદી જુદી પદ્ધતિઓ (method of cooking)

  • 1.બોઈલીંગ
  • 2.સ્ટીમિંગ (વરાળ)
  • 3.સ્ટેવિંગ (ધીમા તાપે ઉકાળીને બનાવવું)
  • 4.ડીપ ફ્રાઈંગ (વધારે તેલમાં તળવું)
  • 5.શેલો ફ્રાય
  • 6.બેકિંગ (શેકવું)
  • 7.રોસ્ટિંગ (ગરમ તાપ પર શેકવું)
  • 8.ભઠ્ઠીમાં શેકવું
  • 9.સિમેરીંગ (ધીમા તાપે ઉકાળવું)
  • 10.પોચિંગ
  • 11.ગ્રીલિંગ
  • 12.પ્યુરી

ફૂડ પ્રીઝરવેશન એટલે ખોરાક સાચવવા ની ઘરગથ્થુ રીત

  • ભવિષ્યમાં લાંબા સમય સુધી ખોરાકની જરૂરિયાત પુરી કરવા ખોરાકને જુદી જુદી પધ્ધિત દ્વારા તેની ક્વોલીટી કે ક્વોટીટી જળવાય રહે તે હેતુથી રાખવામાં આવે તો તેવા ખોરાકને પ્રીઝરવેશન ઓફ ફૂડ કહેવાય છે.

હેતુ (પર્પસ)

  • સિઝન વિના પણ ખાદ્ય પદાર્થ જાળવી શકાય છે.
  • ખાદ્ય પદાર્થની ગુણવત્તા જળવાઇ રહે તે માટે
  • માઇક્રો ઓરગેનીઝમ નો નાશ થાય તે માટે.
  • રોગો સામે રક્ષણ રાખી શકાય તે માટે.
  • ખોરાકને લાંબી સમય રાખી શકાય તે માટે.
  • ખોરાક ઉપર હવા, તાપમાન અને ભેજ ની અસર ન રહે તે માટે.

ખોરાકને અસર કરતા પરિબળો

1. એક્સટર્નલ ફેક્ટર: બેક્ટેરિયા અને ફંગસ

2 ઇન્ટર્નલ ફેક્ટર: ટેમ્પરેચર, ઓક્સિજન અને ભેજ

  • બેક્ટેરિયા અને ફંગસ ને પોતાનું કામ સારી રીતે કરવા માટે ટેમ્પરેચર, ઓક્સિજન અને ભેજ જરૂરી છે. આ ત્રણેય બાબતો માંથી એકપણ બાબત ખોરાકને અનુકૂળ ન આવે તો ખોરાક બગડતો નથી. આ ત્રણેય બાબતો અનુકૂળ આવે તો ખોરાક બગડે છે.

મેથડ ઓફ ફૂડ પ્રિઝર્વેશન

  1. હાઉસ હોલ્ડ મેથડ
  2. કોમર્શિયલ મેથડ
  3. હાઉસ હોલ્ડ મેથડ
  4. કોલ્ડ સ્ટોરેજ
  5. ડ્રાઈંગ ઓર ડીહાઇડ્રેશન
  6. સ્મોકિંગ
  7. સોલ્ટીંગ એન્ડ પિકિંગ
  8. બોઇલિંગ એન્ડ પાસ્ટરાઇઝિંગ

(૨) કીચન ગાર્ડન વિશે લખો.04

કિચન ગાર્ડન (Kitchen Garden) એટલે ઘરઆંગણે કે ઘરના પાછળના ભાગમાં શાકભાજી, ફળો, મસાલા અને લીલા શાક ઉગાડવું. આના અનેક ફાયદા છે:

ફાયદા

1. આરોગ્ય સંબંધિત ફાયદા

  • તાજું અને પૌષ્ટિક ખોરાક: ઘરમાં ઉગાડેલી શાકભાજી અને ફળોમાં પેસ્ટિસાઇડ અને કેમિકલ્સ ઓછા હોવાથી પોષક તત્ત્વો વધુ મળે છે.
  • રોગપ્રતિકારક શક્તિ વધે: તાજા લીલા શાક, ફળ અને હર્બ્સ શરીરને જરૂરી વિટામિન અને મિનરલ આપે છે.
  • સ્વચ્છતા: સ્વચ્છ પરિસ્થિતિમાં ઉગાડેલી વસ્તુ ખાવાથી ફૂડ-બોર્ન બીમારીઓની શક્યતા ઘટે છે.

2. આર્થિક ફાયદા

  • ઘરખર્ચમાં બચત: બજારમાંથી શાકભાજી, મરચાં, ટામેટાં જેવી વસ્તુઓ ખરીદવાની જરૂર ઓછી પડે છે.
  • ઓછા ખર્ચે વધુ ઉપજ: બીજ અને થોડી સંભાળથી ઓછી કિંમતમાં મોટી ઉપજ મેળવી શકાય છે.

3. પર્યાવરણ સંબંધિત ફાયદા

  • પ્રદૂષણમાં ઘટાડો: કિચન વેસ્ટ (કચરો)નું કમ્પોસ્ટ બનાવી જમીનમાં ઉપયોગ કરી શકાય છે.
  • પ્રકૃતિ સાથે જોડાણ: છોડ ઉગાડવાથી ઓક્સિજન વધે છે, ઘરનું વાતાવરણ શુદ્ધ અને હરિયાળું બને છે.

4. માનસિક અને સામાજિક ફાયદા

  • માનસિક આરામ: બાગબાની એક પ્રકારનું થેરાપી છે, જે તાણ અને ચિંતા ઘટાડે છે.
  • શિક્ષણનું સાધન: બાળકોને પ્રકૃતિ, ખેતી અને પર્યાવરણ વિશે શીખવવા કિચન ગાર્ડન ઉત્તમ છે.
  • કુટુંબનું જોડાણ: પરિવાર સાથે મળીને બાગબાની કરવાથી પરિવારિક બોન્ડિંગ મજબૂત બને છે.

પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (કોઈપણ બે) (6×2=12)

(૧) સ્કીઝોફ્રેનિયા વિશે સવિસ્તાર વર્ણવો.

સ્કીઝોફ્રેનિયા એક ગંભીર અને લાંબા ગાળાની માનસિક બીમારી છે, જે વ્યક્તિના વિચાર, ભાવનાઓ અને વર્તન પર અસર કરે છે. આ બીમારીમાં વ્યક્તિને વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેનો ભેદ સમજવામાં મુશ્કેલી પડે છે.

પ્રકારો

સ્કિઝોફ્રેનિયામાં મુખ્યત્વે નીચેના પ્રકારો છે.

  • 1.કેટાટોનિક સ્કિઝોફ્રેનિયા
  • 2.પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા
  • 3.હેબેફ્રેનિક સ્કિઝોફ્રેનિયા

1.કેટાટોનિક સ્કિઝોફ્રેનિયા

  • દર્દીને સ્નાયુઓના તણાવમાં અસંતુલન રહે છે. આ રોગની સારવાર શક્ય છે.

લક્ષણો

  • દર્દીનું વર્તન ઉગ્ર હોય છે.
  • દર્દી મૂર્ખામીની સ્થિતિમાં આવે છે.
  • દર્દી અન્ય લોકોના શબ્દો અને ક્રિયાઓનું પુનરાવર્તન કરે છે.
  • દર્દી વાત કરતી વખતે શારીરિક પ્રવૃત્તિનું પુનરાવર્તન કરે છે.
  • દર્દી ફરીથી તે જ શબ્દોનું પુનરાવર્તન કરે છે.
  • દર્દી મૌન રહે છે.

2.પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા

ચિહ્નો અને લક્ષણો

  • દર્દીમાં અંત:દ્રષ્ટિનો અભાવ છે.
  • દર્દીમાં નિર્ણય લેવાની ક્ષમતાનો અભાવ હોય છે.
  • દર્દીમાં રોગોના ઘણા બધા પ્રકારો જોવા મળે છે.
  • જેવાં કે ડિલ્યુઝન, ગ્રાન્ડિઓસિટી.

3.હેબેફ્રેનિક સ્કિઝોફ્રેનિયા

  • તે કિશોરોનો રોગ છે.

લક્ષણો

  • દર્દી ફરીથી અને તેજ ક્રિયાને પુનરાવર્તિત કરે છે.
  • દર્દી બાળકની જેમ વર્તે છે.
  • દર્દીમાં લાગણીઓનું અસંતુલન રહે છે.
  • ફરી એક જ શબ્દને પુનરાવર્તિત કરે છે.

સ્કિઝોફ્રેનિયાની સારવાર

  • દર્દીને હેલોપેરિડોલ ક્લોરપ્રોમાઝિન,
  • રિસેપેરીડોન જેવી એન્ટિ સાયકોટિક દવાઓ આપવામાં આવે છે.
  • દર્દીને પ્રેરણાત્મક સારવાર પ્રદાન કરીને ઇ.સી.ટી. ઉપચારનો ઉપયોગ કરે છે.
  • જેમ કે મનોરોગ ચિકિત્સા પદ્ધતિઓનો ઉપયોગ કરીને પ્રાયોગિક થેરાપી, પર્સનલ થેરાપી, ફેમિલી થેરાપી વગેરે.
  • માનસિક સપોર્ટ દર્દી અને તેના પરિવારના સભ્યોને આપવામાં આવે છે.

નર્સિંગ મેનેજમેન્ટ

  • સલાહકાર દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ નર્સ દ્વારા દર્દીઓને આપવી જોઈએ.
  • નર્સે દર્દી અને તેના પરિવારના સભ્યોને વિવિધ મનોરોગ ચિકિત્સાઓ વિશે જાણ કરવી જોઈએ.
  • નર્સ દ્વારા દર્દીઓની સમસ્યાઓ અંગે ચર્ચા કરીને પગલાં લેવા જોઈએ.
  • નર્સ અને દર્દી સાથે આત્મ વિશ્વાસનો સંબંધ બનાવવો જોઈએ.
  • દર્દી માટે સલામત વાતાવરણ પ્રદાન કરવું જોઈએ.
  • નર્સે દર્દી સાથે વાત કરતી વખતે પરસ્પર અવાજ ન કરવો જોઇએ.
  • દર્દીને હિંસક સ્થિતિમાં શામક દવા આપવી જોઈએ અને સંયમનો ઉપયોગ કરવો જોઈએ.
  • દર્દીને સંતુલિત આહાર આપવો જોઈએ.
  • દર્દી સાથે વાત કરતી વખતે દર્દી સાથે નર્સએ સહાનુભૂતિથી વર્તવું જોઈએ.

(૨) સુએઝ ટ્રીટમેન્ટ વિશે જણાવો.

સુએઝ ટ્રીટમેન્ટ એટલે ગંદા પાણી (ગટરનું પાણી) ને શુદ્ધ કરવાની પ્રક્રિયા. ઘર, ઉદ્યોગ અને સંસ્થાઓમાંથી નીકળતા ગંદા પાણીને શુદ્ધ કરીને પર્યાવરણને પ્રદૂષિત થવાથી બચાવવામાં આવે છે.

સુએઝ ટ્રીટમેન્ટના મુખ્ય હેતુ

  • પાણીમાં રહેલા ઘન કચરા અને જીવાણુઓ દૂર કરવાં
  • નદીઓ અને જમીન પ્રદૂષિત ન થાય તે સુનિશ્ચિત કરવું
  • શુદ્ધ કરેલું પાણી પુનઃઉપયોગ માટે તૈયાર કરવું

સુએઝ ટ્રીટમેન્ટની પ્રક્રિયા

1.પ્રાથમિક સારવાર

  • મોટા ઘન કચરાને જાળી દ્વારા દૂર કરવું
  • સેડિમેન્ટેશન ટાંકીમાં ભારે કણોને નીચે બેસાડવા

આ તબક્કામાં લગભગ 50–60% ઘન પદાર્થ દૂર થાય છે.

2.દ્વિતીય સારવાર

  • બેક્ટેરિયા દ્વારા જૈવિક કચરાનું વિઘટન
  • એરેશન ટાંકીમાં હવા પુરવઠો આપવો
  • સ્લજ (કીચડ) ને અલગ કરવું

આ તબક્કામાં લગભગ 85–90% પ્રદૂષણ દૂર થાય છે.

3.તૃતીય સારવાર

  • રસાયણિક અથવા ફિલ્ટર પ્રક્રિયા
  • જીવાણુનાશ (ક્લોરિન / UV સારવાર)
  • વધુ શુદ્ધિકરણ

આ તબક્કા પછી પાણી કૃષિ કે ઔદ્યોગિક ઉપયોગ માટે યોગ્ય બને છે.

સુએઝ ટ્રીટમેન્ટના ફાયદા

  • પાણી પ્રદૂષણમાં ઘટાડો
  • રોગચાળો અટકે
  • પાણીનો પુનઃઉપયોગ
  • પર્યાવરણનું સંરક્ષણ

(૩) પાણીથી ફેલાતા રોગો વિશે જણાવી તેને અટકાવવામાં એ.એન.એમ ની ભૂમિકા લખો.

પાણીથી ફેલાતા રોગો

વાયરલ :

  • હીપેટાઇસ, પોલીયો માયલાયટીસ, રોટાવાઈરસ ડાયેરિયા ઈન ઈન્ટ

બેક્ટેરિયલ :

  • ડાયેરીયા, મરડો, ટાઇફોઇડ, કોલેરા

પ્રોટોજુઅલ :

  • એમોબીયાસીસ

હેલ્મીનથીક :

  • રાઉન્ડ વર્મ, થ્રેડ વર્મ, હુક વર્મ, ટેપ વર્મ

અધર્સ :

  • ચીકનગુનીયા, લેપ્ટોસ પાયરોસીસ

અટકાવવામાં એ.એન.એમ ની ભૂમિકા

  • ડ્રેનેજને કવર કરીને રાખવું જોઇએ.
  • સુરક્ષીત ગટર નીકાલ.
  • ગટર વ્યવસ્થા હોવી જોઇએ.
  • માનવ ઉત્સર્જનનો સલામત નીકાલ.
  • સેનીટરી લેટ્રીનનો ઉપયોગ.
  • એર કૂલરમાં વોટરને વારવાર ચેન્જ કરવું જોઇએ.
  • વરસાદની ઋતુમાં ખાડામાં પાણી ભરાવા ન દેવું જોઇએ.
  • કુવા અને તળાવને ડીસઈન્ફેક્ટ કરવા જોઇએ.
  • મચ્છરનો ઉપદ્રવ અટકાવવો જોઇએ.
  • મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઇએ.
  • ક્લોરીનેશન કરેલુ પાણી પીવું જોઇએ.

પ્રશ્ન-૪ ટુંક નોંધ લખો. (કોઈપણ ત્રણ) (12)

(૧) આદર્શ લેટરીન

  • આદર્શ લેટરીન એટલે એવી સ્વચ્છ અને આરોગ્યપ્રદ શૌચ વ્યવસ્થા, જે માનવ મલને સુરક્ષિત રીતે નિકાલ કરે, રોગચાળો અટકાવે અને પર્યાવરણને પ્રદૂષિત ન કરે.

આદર્શ લેટરીનની મુખ્ય વિશેષતાઓ

1.સ્વચ્છતા અને આરોગ્ય

  • મલમૂત્ર ખુલ્લું ન રહે
  • માખી-મચ્છરનો પ્રસાર ન થાય
  • દુર્ગંધ ન આવે

2.સુરક્ષિત બંધારણ

  • મજબૂત દિવાલ અને છત
  • પાણી ન ભરાય તેવી વ્યવસ્થા
  • બાળકો અને વૃદ્ધો માટે સલામત

3.પાણીની યોગ્ય વ્યવસ્થા

  • હાથ ધોવા માટે સાબુ અને પાણી
  • ફ્લશ અથવા પાણીથી સાફ કરવાની સુવિધા

4.પર્યાવરણમૈત્રી

  • જમીન અને પાણી પ્રદૂષિત ન થાય
  • મલનો યોગ્ય નિકાલ (જેમ કે ટવિન પિટ સિસ્ટમ)

5.ગોપનીયતા અને આરામદાયકતા

  • દરવાજો અને તાળું
  • પૂરતું હવામાંટ અને પ્રકાશ

આદર્શ લેટરીનના પ્રકાર

  • પોર ફ્લશ લેટરીન
  • ટવિન પિટ લેટરીન (ગ્રામ્ય વિસ્તારોમાં લોકપ્રિય)
  • સેપ્ટિક ટેન્ક લેટરીન
  • બાયોગેસ લેટરીન

આદર્શ લેટરીનના ફાયદા

  • ડાયેરિયા, કોલેરા, ટાઈફોઇડ જેવા રોગોથી બચાવ
  • પર્યાવરણની સુરક્ષા
  • ગંદકી અને દુર્ગંધમાં ઘટાડો
  • મહિલાઓ માટે સુરક્ષા અને ગોપનીયતા

(૨) હવાનું પ્રદુષણ અટકાવવાના ઉપાયો જણાવો.

હવાનું પ્રદૂષણ માનવ આરોગ્ય અને પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક છે. તેને ઘટાડવા માટે વ્યક્તિગત, સામાજિક અને શાસકીય સ્તરે પગલાં લેવાની જરૂર છે.

1.વાહનો સંબંધિત ઉપાયો

  • જાહેર પરિવહન (બસ, ટ્રેન, મેટ્રો) નો વધુ ઉપયોગ કરવો
  • કારપૂલિંગ અપનાવવું
  • ઈલેક્ટ્રિક અને CNG વાહનોનો ઉપયોગ વધારવો
  • વાહનોની નિયમિત સર્વિસ કરાવવી

2.ઉદ્યોગો માટેના ઉપાયો

  • ફેક્ટરીઓમાં ફિલ્ટર અને સ્ક્રબર લગાવવું
  • ધૂમાડો નિયંત્રિત કરવા આધુનિક ટેકનોલોજી અપનાવવી
  • પ્રદૂષણ નિયંત્રણ કાયદાનું પાલન કરવું

3.વૃક્ષારોપણ અને હરિયાળી

  • વધુમાં વધુ વૃક્ષો વાવવાં
  • જંગલોનું સંરક્ષણ કરવું
  • શહેરોમાં ગ્રીન બેલ્ટ વિકસાવવી

4.ઘરમાં અને દૈનિક જીવનમાં

  • કચરો ખુલ્લામાં ન સળગાવવો
  • સ્વચ્છ ઈંધણ (LPG, PNG) નો ઉપયોગ
  • ઉર્જા બચત સાધનોનો ઉપયોગ

5.શાસકીય અને સામાજિક પગલાં

  • પ્રદૂષણ નિયંત્રણ માટે કડક કાયદા
  • જનજાગૃતિ કાર્યક્રમો
  • સ્વચ્છ ઉર્જા (સોલાર, પવન) ને પ્રોત્સાહન

(૩) ફુડ એડલ્ટ્રેશન

Definition : ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ એટલે ખોરાકની ગુણવત્તામાં ફેરફાર કરીને વેચવો તેમજ ખોટા લેબલ લગાડીને વેચવો. તેમજ ખાદ્ય પદાર્થ વેચાણમાં મુક્તિ વખતે તેમાં અખાદ્ય પદાર્થો ઉમેરીને કે હાનિકારક પદાર્થ ભેળવીને ગ્રાહકને આપવામાં આવે છે ત્યારે તેને ફુડ એડલ્ટ્રેશન કહેવામાં આવે છે.

  • ખાદ્ય પદાર્થની શુદ્ધતાનો આંક નક્કી કરેલો હોય છે જે ખાદ્ય પદાર્થનું સ્ટાન્ડર્ડ નીચું હોય તેને ભેળસેળવાળો ખોરાક કહી શકાય અને ગ્રાહક આ ભેળસેળવાળો ખોરાક ખરીદે છે ત્યારે તેના આરોગ્યને નુકસાન કરતા બને છે.
  • ખોરાકમાં ભેળસેળ વર્ષો જૂની પ્રચલિત પ્રથા છે ફક્ત નફો મેળવવા માટે વેપારી આ રીતે ભેળસેળ કરતા હોય છે જેનાથી ગ્રાહકના આરોગ્યને નુકસાન થાય છે અને ઘણીવાર ગ્રાહકની જાન પણ જોખમમાં મુકાય છે.
  • આ રીતે ખોરાકમાં ભેળસેળ કરવી એ કાનૂની ગુનો ગણાય છે.

સામાન્ય રીતે ભેળસેળના પ્રકાર નીચે પ્રમાણે છે:

  • ૧) મીક્સિંગ : ખાદ્ય પદાર્થમાં અખાદ્ય પદાર્થ ઉમેરવો. દા.ત. અનાજમાં કાંકરા ભેળવવા, દૂધમાં પાણી નાખવું, ઘી મા ચરબી ભેળવવી
  • ૨) સબસ્ટીટ્યુશન : હલકો માલ વેચવો (એક ને બદલે બીજો માલ આપવો) દા.ત. વસ્તુની કિંમત ચૂકવીએ છીએ તેના બદલે આપણે ઓછી કિંમતની વસ્તુ પકડાવી દે છે.
  • ૩) એબસ્ટ્રેક્સન : ખોરાકની ગુણવત્તા ઓછી કરી નાખવી દા.ત. દૂધમાંથી ફેટ કાઢી લેવામાં આવે છે, બોગસ કંપનીનું લેબલ લગાવી સાગરના જેવું એનિમલ ફેટનું વેચાણ કરી દેશી ઘીની કિંમત જેટલા જ પૈસા પડાવે.
  • ૪) કોન્સેલિંગ ડીકમ્પોઝ ફૂડ : બગડી ગયેલો માલ વેચવો
  • ૫) મિસ બ્રાન્ડિંગ : ખોટા લેબલ હેઠળ માલ વેચવો
  • ૬) કેન્સલિંગ ઓફ ક્વોલિટી : ખોરાકની ગુણવત્તા ઓછી કરી નાખવી
  • ૭) એડિશનલ ઓફ પોઈઝન : કેટલીક ભેળસેળ આપણા શરીરને નુકસાન કરે છે દા.ત. આરજીમન ઓઇલ (ભીંડાનું ઓઇલ) આપણા શરીરને નુકસાન કરે છે. જેનાથી ડ્રોપ્સી નામનો રોગ થાય છે, દૂધમાં પાણી ઉમેરવું વગેરે.

ખોરાકમાં થતી સામાન્ય ભેળસેળ

  • દૂધ : જેમાં પાણી ઉમેરવું, મલાઈ કાઢી લે, સ્ટાર્ચ પાવડર ઉમેરવો, દૂધનો પાવડર ભેળવવો તેમજ પેપરનો માવો નાખવો, કેમિકલ મિલ્ક બનાવવું
  • ઘી : વનસ્પતિ ઘી કે પ્રાણીજન્ય ફેટ ભેળવણી, પ્રાણીઓની ચરબી ઘી મા ભેળવવી
  • ચોખા અને ઘઉં : જીણી કાકરી કપચી નાની પથરી કે રેતી ભેળવવી
  • લોટ : ચોખાનો ભૂકો, શીંગોડાનો લોટ, સિંગદાણાનો લોટ અને મકાઈનો લોટ ભેળવવો જે કિંમતમાં સસ્તો હોય છે.
  • ખાદ્ય તેલ : સસ્તા અખાદ્ય તેલ, અમુક પ્રકારના ડાય અને આરજીમોન તેલ ઉમેરવું.
  • ચા અને કોફી : જેમાં વપરાયેલી ચા ની ભૂકી, લાકડાનો વેર, ચણાના ફોતરા અને ચિકોરી વગેરે

(૪) વૃધ્ધ વ્યકિતની સંભાળ

વૃધ્ધાવસ્થાની સંભાળ ત્રણ તબક્કામાં કરવામાં આવે છે.

  • પ્રાથમિક
  • દ્વિતિય
  • તૃતિય

પ્રાથમિક સંભાળ :

  • વજનનું નિયંત્રણ
  • બ્લ્ડ પ્રેશરનું નિયંત્રણ
  • બ્લ્ડ સુગરનું નિયંત્રણ
  • શારીરિક કસરત
  • જોઇતી ના હોય તેવી દવાનો ઉપયોગ ટાળવો.
  • વ્યસન ના કરવું.
  • સમતોલ આહાર લેવો, પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવું.

દ્વિતિય તબક્કાની સંભાળ :

  • ગંભીર બીમારીના લક્ષણ વિશે સમજ આપવી.
  • સ્ત્રીઓને બ્રેસ્ટ સેલ્ફ એક્ઝાનીનેશન શીખવાડવું.
  • પેપ સ્મિઅર ટેસ્ટ વિશે સમજાવવું.

તૃતિય તબક્કાની સંભાળ :

  • કેટેરેક્ટ સર્જરી તેમજ ચશ્માંના ઉપયોગ વિશેની સમજ.
  • હીયરીંગ ઍડ, પ્રોસ્થેસીસની સમજ.
  • વ્યસન મુક્તિ માટે કાઉન્સેલિંગ.
  • જીરિયાટ્રીક ક્લનીક વિશે સમજણ આપવી.

પ્રશ્ન-૫ વ્યાખ્યા લખો. (કોઈપણ છ) (6×2=12)

(૧) હાઈડ્રેશન

હાઈડ્રેશન એટલે શરીરમાં પૂરતું પાણી જાળવી રાખવાની પ્રક્રિયા. આપણું શરીર લગભગ 60–70% પાણીથી બનેલું છે, તેથી તંદુરસ્ત રહેવા માટે યોગ્ય માત્રામાં પાણી પીવું ખૂબ જરૂરી છે.

હાઈડ્રેશન જાળવવાના ઉપાયો

  • નિયમિત પાણી પીવું
  • નારિયેળ પાણી, લીંબુ પાણી
  • તરબૂચ, કાકડી, સંતરા જેવા પાણીવાળા ફળ ખાવા
  • કેફીન અને સોડા ઓછા લેવાં

(૨) એન.બી.એમ (NBM)

NBM (Nil By Mouth) નો અર્થ છે – દર્દીને મોં દ્વારા કંઈપણ ન આપવું (ખાવું-પીવું નહીં).
આ શબ્દ સામાન્ય રીતે હોસ્પિટલમાં ઉપયોગ થાય છે.

NBM નું મહત્વ

  • સર્જરી દરમિયાન સુરક્ષા
  • ફેફસામાં ખોરાક જવાની શક્યતા ઓછું કરવું
  • પાચનતંત્રને આરામ આપવો

(૩) સ્વચ્છ વાતાવરણ

વાતાવરણીય સ્વચ્છતા એટલે વ્યક્તિગત, કોમ્યુનિટી અને દેશનું વાતાવરણ ક્લીન હોવું જોઇએ. જેમાં વ્યક્તિનો આજુબાજુ નું એન્વાયરમેન્ટ ક્લીન હોવું જોઇએ.આપણો ધ્યેય છે કે સૌનું આરોગ્ય સારૂ હોવું જોઇએ પણ આપણે બિમારીનું કારણ શોધવું જોઇએ. ભારતમાં વધારે પ્રમાણમાં બિમારી અને મૃત્યુ માટે નીચેના કારણો જવાબદાર છે. કારણો જવાબદાર છે

  • સ્વછતાની ઉણપ
  • અપૂરતો ખોરાક
  • “જ્યાં વાતાવરણ સ્વચ્છ હોય અને પુરતા પ્રમાણમાં ખોરાક મળતો હોય જેનાથી સામાન્ય અને ગંભીર બિમારી થતી અટકાવે”

(૪) પ્રોજેકસન

  • વિચારો છે અથવા તેના માટે તમે જે સંવેદના અનુભવો છો તે તમને અસ્વસ્થ કરી શકે છે.
  • જો તમે આ લાગણીઓને કોઇ બીજી વ્યક્તિ સામે પ્રોજેકટ કરો છો.તો તમે તેમને તે વ્યક્તિ વિશે ખોટી રજુઆત શેર કરી રહ્યાં છો. ઉદાહરણ તરીકે, તમે તમારા નવા સહ-કાર્યકરને નાપસંદ કરી શકો છો, પરંતુ તે સ્વીકારવાને બદલે.
  • તમે તમારી જાતને કહેવાનું પસંદ કરો કે તેને જોઈને તમને અણગમો થાય છે.
  • તમે તેમની ક્રિયાઓમાં જે વસ્તુઓ દેખાય છે તે તમે જુઓ છો અથવા કહો છો.
  • એવી વ્યક્તિ કે છે પોતાની મિસ્ટેકને બીજા પર બ્લેમ કરે છે તેને પ્રોજેક્શન કહે છે.
  • આપણામાં રહેલી અમુક જાતની ખામીઓ બહાર ન પાડતા એવી ક્ષતિ અથવા એવી ખામીઓ બીજામાં પણ રહેલી છે એવું માનીને આપણે આ ક્ષતિ દ્વારા થયેલું ટેન્શન ઓછું કરવાનો પ્રયત્ન કરીએ છીએ જેને પ્રોજેક્શન મિકેનિઝમ કહેવામાં આવે છે.
  • ઉદાહરણ તરીકે અમુક જાતના આપણા વર્તન આપણને પસંદ નથી હોતાં પરંતુ તેનો ખ્યાલ બાજુએ રાખીને બીજા માં રહેલી ક્ષતિઓને દોષિત બનાવીએ છીએ.
  • ઉદાહરણ તરીકે આપણે વારંવાર ખોટું બોલતા હોઈએ તો સામેની વ્યક્તિ ખોટું બોલે છે એવો પ્રસાર પણ કરીએ છીએ એવી જ રીતે તે પરીક્ષામાં ચોરી કરનાર વ્યક્તિ પકડાઈ જાય તો કહે છે કે બધા જ ચોરી કરે છે એવી રીતે મન મનાવે છે. એવી જ રીતે અણ આવડત ના લીધે આપણા થી ભૂલ થઈ જાય અને ઠપકો મળેલ હોય તો આપણાથી નીચેના સ્ટાફને દોષિત ઠેરવીએ છીએ.
  • બીજું ઉદાહરણ જોઇએ તો ઓપરેશન પછી જોઈએ તેવું રીઝલ્ટ ન આવે તો સર્જન પોતાનાથી નીચેના સ્ટાફને દોષ દે છે. જે લોકો વારંવાર બીજાને હેરાન કરતા હોય તો તે લોકો હંમેશા પોતાનામાં રહેલ દોષને બતાવતા હોતા નથી.

(૫) એનીમા

ક્લીન કરવા, દવા આપવા, નિદાન કરવા અને અન્ય કોઇ હેતુ માટે રેક્ટમ મારફતે કોલોનમાં ફ્લુઇડ દાખલ કરવામાં આવે છે તેને એનીમા કહે છે. જેનાથી લોકલ અથવા જનરલ ઇફેક્ટ પ્રોડ્યુસ (ઉત્પન) કરી શકાય છે.

ઉપયોગ

  1. કબજિયાત દૂર કરવા
  2. આંતરડા સાફ કરવા (ઓપરેશન પહેલા)
  3. દવા આપવા માટે
  4. ડાયગ્નોસ્ટિક પરીક્ષણ પહેલા (જેમ કે Colonoscopy)

(૬) નર્સિંગ

  • નર્સિંગ એ દર્દી અથવા આરોગ્યપાલનશીલ વ્યક્તિને શારીરિક, માનસિક અને સામાજિક રીતે સંપૂર્ણ આરોગ્ય પ્રાપ્ત કરવામાં સહાય કરવા માટેની એક વિજ્ઞાન અને કળા છે, જેમાં રોગની નિદાન, સારવાર, પુનઃપ્રાપ્તિ અને આરોગ્ય જાળવણીનો સમાવેશ થાય છે.

(૭) બેલેન્સ ડાયટ

  • સમતોલ આહાર એટલે કે જે પ્રોટીનમાંથી શરીરને જરૂરી સાથે તમામ ઘટકો જેવાકે પ્રોટીન, ફેટ,કાબોહાઇડ્રેટ,વિટા મીન તથા મિનરલ્સ અને પાણી તેમજ શરીરની તદુરસ્તી જાળવવા માટેની તમામ આવશ્યક ક્રિયા કરવા માટેની શક્તિ અને બિમારીના પ્રસંગે સંગ્રહ કરેલ શક્તિનો ઉપયોગ થઇ શકે તેવા પ્રકારના ખોરાકને બેલેંસ ડાયટ કહે છે.

(૮) સેનીટેશન

  • સ્વચ્છતા એ જીવનનો રસ્તો છે. જેમાં વ્યક્તિ તેની ડેઇલી લાઇફમાં જીવનના એક ભાગ તરીકે સ્વચ્છ ઘર, સ્વચ્છ ફાર્મ, બિઝનેશ સ્વચ્છ પડોશી, અને સ્વચ્છ કોમ્યુનીટી જે જીવનમાં ભાગ તરીકે લોકો દ્વારા પ્રદર્શિત થવું જોઇએ અને માનવ સંબંધ સાથે આદર્શ હોવું જોઇએ
  • પુઅર એન્વાયરમેન્ટ સેનીટેશનના કારણે કોમ્યુનીટીમાં રહેતા લોકોની હેલ્થને નુકશાન કરતા પરિબળો ઘણાં છે. જેમાં વિલેજ, સ્લમ એરીયા, ટાઉન, અર્બન એરિયા જ્યાં પુઅર સેનીટેશન હોય છે માટે હેલ્થ વર્કરે એરિયામાં જઇ એલર્ટ રહી જીવન જરૂરીયાત ચીજોનું સેનીટેશન કેવુ છે તે ચેક કરવું જોઇએ.

પ્રશ્ન-૬ (અ) નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.05

(૧) થાઈરોડ ગ્લેન્ડમાંથી ગ્રોથ હોર્મોન નો સ્ત્રાવ થાય છે. ❌

(૨) વિટામીન-ડી ની ઉણપથી વંધ્યત્વ આવે છે. ❌

(૩) પેસમેકર કીડનીમાં આવેલુ છે. ❌

(૪) હેન્ડ વોશીંગ માટેનો સમયગાળો ૪૦-૬૦ સેકન્ડનો છે. ✅

(૫) પાંચમુ વાઈટલ સાઈન પેઈન છે. ✅

(બ) ખાલી જગ્યા પુરો. 05

(૧) શરીરના નાનામાં નાના જીવીત એકમને …………. કહે છે. કોષ

(૨) હવામાં ઓકિસજનનું પ્રમાણ ……….. છે. આશરે 21%

(૩) વિટામીન-ડી ની ડેફીસીયન્સીથી એડલ્ટમાં …………. રોગ થાય છે. ઓસ્ટિઓમલેસિયા

(૪) કાનમાં આવેલી …………. રચના બેલેન્સ જાળવવાનું કામ કરે છે. સેમિસર્ક્યુલર કેનાલ

(૫) સ્કીઝોફ્રેનિયામાં …………. ન્યુરોટ્રાન્સમીટરનું પ્રમાણ વધી જાય છે. ડોપામિન

(ક) નીચેના માંથી સાચો જવાબ લખો. 05

(૧) કયા વિટામીનને બ્યુટી વિટામીન કહે છે.

(અ) વિટામીન-એ

(બ) વિટામીન-ડી

(ક) વિટામીન-ઈ

(ડ) વિટામીન-કે

(૨) નીચેનામાંથી કઈ બાબત માટે કાઉન્સેલીંગ વધારે જરૂરી છે?

(અ) ગોઈટર

(બ) ડિપ્રેશન

(ક) એનીમીયા

(ડ) ફ્રેકચર

(૩) કાચની વસ્તુ કઈ કચરા ટોપલીમાં નાખવામાં આવે છે?

(અ) પીળા કલરની

(બ) લીલા કલરની

(ક) લાલ કલરની

(ડ) બ્લુ કલરની

(૪) આંખના વચ્ચેના પડને શું કહે છે?

(અ) રેટીના

(બ) કોરોઈડ

(ક) કન્જક્ટાઈવા

(ડ) કોર્નીયા

(૫) કરોડરજ્જુની લંબાઈ કેટલી હોય છે?

(અ) ૪૫ સેમી

(બ) ૪૦ સેમી

(ક) ૫૦ સેમી

(ડ) ૫૫ સેમી

Published
Categorized as ANM-ENVIRONMENT SANI-FULL COURSE, Uncategorised