BIO – SCIENCES (FIRST YEAR) (14/09/2025) PAPER SOLUTION (COMPLETE)

Q-1

a. List out names of bones of upper & lower extremity. હાથ અને પગના હાડકાની યાદી બનાવો. 03

હાથ અને પગના બોનની યાદી (Bones of Upper & Lower Extremity) :

હ્યુમન બોડીમાં Upper extremity (હાથ) અને Lower extremity (પગ) બોડીની મુવમેન્ટ્સ (movement), સપોર્ટ (support) અને ફંક્શનલ એબીલીટી માટે ઇમ્પોરટન્ટ છે.

1) Upper Extremity – (હાથના બોન)

  • Upper extremity માં એક બાજુ કુલ 32 હાડકાં હોય છે.

A) Shoulder Girdle (સોલ્ડર ગીર્ડલ)

  • Clavicle
  • Scapula

B) Arm (આર્મ)

  • Humerus

C) Forearm (ફોરઆર્મ)

  • Radius
  • Ulna

D) Wrist – Carpal Bones (કાંડા – 8 બોન)

  • Scaphoid
  • Lunate
  • Triquetrum
  • Pisiform
  • Trapezium
  • Trapezoid
  • Capitate
  • Hamate

E) Hand Bones (હાથના બોન્સ )

  • Metacarpals – 5
  • Phalanges – 14

2) Lower Extremity – (પગના બોન)

  • Lower extremity માં એક બાજુ કુલ 31 બોન હોય છે.

A) Pelvic Girdle (પેલ્વિક ગીર્ડલ) :

  • Hip bone (Ilium, Ischium, Pubis)

B) Thigh (થાઇ)

  • Femur

C) Knee (ઘૂંટણ)

  • Patella

D) Leg (પગનો નીચેનો ભાગ)

  • Tibia
  • Fibula

E) Ankle – Tarsal Bones (7 બોન)

  • Talus
  • Calcaneus
  • Navicular
  • Cuboid
  • Medial cuneiform
  • Intermediate cuneiform
  • Lateral cuneiform

F) Foot Bones (પગના બોન)

  • Metatarsals – 5
  • Phalanges – 14

Upper extremity ના બોનમાં ખભાથી હાથ સુધીના બોનનો સમાવેશ થાય છે જ્યારે Lower extremity ના બોનમાં પેલ્વિસથી પગ સુધીના બોનનો સમાવેશ થાય છે. આ બધા બોન મળીને બોડીને મુવમેન્ટ, સપોર્ટ અને બેલેન્સ પૂરું પાડે છે.

b. Describe difference between male & female pelvis. મેલ પેલ્વીસ અને ફીમેલ પેલ્વીસનો તફાવત લખો. 04

મેલ પેલ્વિસ અને ફીમેલ પેલ્વિસનો ડિફરન્સ (Difference between Male & Female Pelvis) :

  • પેલ્વિસ (Pelvis) એટલે બોન ની એવી રચના જે ટ્રન્ક (trunk) ને લોવર લિમ્બ્સ (lower limbs) સાથે જોડે છે અને પેલ્વિક ઓર્ગન્સ (pelvic organs)ને સપોર્ટ આપે છે. મેલ અને ફીમેલ માં પેલ્વિસની રચનામાં મુખ્ય તફાવત ચાઇલ્ડ બર્થ (childbirth) માટેના એડેપ્ટેશન (adaptation) કારણે જોવા મળે છે. નીચે મેલ પેલ્વિસ અને ફીમેલ પેલ્વિસનો ડિફરન્સ આપેલો છે.

1) જનરલ બિલ્ડ (General build)

મેલ પેલ્વિસ (Male pelvis):

  • વધારે જાડું, ભારે અને મજબૂત (thick, heavy, strong).

ફીમેલ પેલ્વિસ (Female pelvis):

  • વધુ હલકું, પાતળું અને પહોળું (light, thin, broad).

2) પેલ્વિક ઇનલેટ (Pelvic inlet)

  • મેલ: ઇનલેટ હાર્ટ-શેપ્ડ (heart-shaped) અને સાંકડું (narrow).
  • ફીમેલ: ઇનલેટ ઓવલ/રાઉન્ડ (oval/round) અને પહોળું (wide).

3) પેલ્વિક કેવિટી (Pelvic cavity)

  • મેલ: કેવિટી સાંકડી અને ઊંડી (narrow and deep).
  • ફીમેલ: કેવિટી વિશાળ અને ઓછી ઊંડી (roomy and shallow).

4) પેલ્વિક આઉટલેટ (Pelvic outlet)

  • મેલ: આઉટલેટ નાનું (small).
  • ફીમેલ: આઉટલેટ મોટું (large) – લેબર માટે ફેવરેબલ.

5) સબપ્યુબિક એંગલ (Subpubic angle)

  • મેલ: આશરે 70° (acute, V-shaped).
  • ફીમેલ: આશરે 80°–90° (wide, U-shaped).

6) ઇશિયલ સ્પાઇન્સ (Ischial spines):

  • મેલ: વધુ અંદરની તરફ નીકળેલાં (prominent and directed medially) → પેલ્વિસ સાંકડી કરે છે.
  • ફીમેલ: ઓછાં prominent અને બહારની તરફ (less prominent, directed laterally) → પેલ્વિસ પહોળી કરે છે.

7) ઇશિયલ ટ્યુબરોસિટીઝ (Ischial tuberosities):

  • મેલ: અંદરની તરફ (turned inward).
  • ફીમેલ: બહારની તરફ (everted outward).

8) સેક્રમ (Sacrum) :

  • મેલ: લાંબું, સાંકડું અને વધુ વળાંકવાળું (long, narrow, more curved).
  • ફીમેલ: ટૂંકું, પહોળું અને ઓછું વળાંકવાળું (short, broad, less curved).

9) એસિટાબ્યુલમ (Acetabulum) :

  • મેલ: મોટું (large).
  • ફીમેલ: નાનું (smaller).

10) ઓબ્ટ્યુરેટર ફોરામેન (Obturator foramen) :

  • મેલ: ગોળ/ઓવલ અને મોટું (oval/round, larger).
  • ફીમેલ: ત્રિકોણાકાર/ઓવલ અને નાનું (triangular/oval, smaller).

મેલ પેલ્વિસ સામાન્ય રીતે સાંકડી, ઊંડી અને વધુ મજબૂત હોય છે, જ્યારે ફીમેલ પેલ્વિસ પહોળી, હલકી અને ચાઇલ્ડ બર્થ (childbirth) માટે ફેવરેબલ રચના ધરાવે છે. આ તફાવતો ખાસ કરીને પેલ્વિક ઇનલેટ, પેલ્વિક આઉટલેટ અને સબપ્યુબિક એંગલમાં સૌથી વધુ ક્લિયરલી જોવા મળે છે.

c. Write about structure of femur bone. ફીમર બોનનું બંધારણ લખો. 05

ફીમર બોનનું સ્ટ્રક્ચર (Structure of Femur) :

ફીમર (Femur) હ્યુમન બોડીનું સૌથી લાંબું, સૌથી મોટું અને સૌથી મજબૂત Long bone છે. તે થાઈ (Thigh) એરિયામાં આવેલું હોય છે અને હિપ જોઇન્ટ (Hip joint) ને ની જોઇન્ટ (Knee joint) સાથે જોડે છે.

ફીમર બોનનું સ્ટ્રક્ચર ત્રણ મુખ્ય ભાગોમાં વર્ણવવામાં આવે છે:

  • 1.પ્રોક્સિમલ એન્ડ (Proximal end)
  • 2.શાફ્ટ / બોડી (Shaft / Body)
  • 3.ડિસ્ટલ એન્ડ (Distal end)

1) પ્રોક્સિમલ એન્ડ (Proximal end):

  • પ્રોક્સિમલ એન્ડ ફીમર બોનનો ઉપરનો ભાગ છે જે હિપ જોઇન્ટ બનાવે છે. તેમાં નીચેના ભાગોનો સમાવેશ થાય છે:

હેડ (Head) :

  • ગોળાકાર આર્ટિક્યુલર સપાટી ધરાવે છે, જે એસિટાબ્યુલમ (Acetabulum) સાથે જોડાઈને હિપ જોઇન્ટ બનાવે છે. હેડ પર ફોવિયા કેપિટિસ (Fovea capitis) નામનું નાનું ડિપ્રેશન હોય છે, જ્યાં લિગામેન્ટમ ટેરિસ (Ligamentum teres) જોડાય છે.

નેક (Neck):

  • હેડ અને શાફ્ટ વચ્ચેનો સાંકડો ભાગ છે. નેક-શાફ્ટ એંગલ આશરે 125° હોય છે, જેને એંગલ ઓફ ઇન્ક્લિનેશન (Angle of inclination) કહે છે.

ગ્રેટર ટ્રોકાન્ટર (Greater trochanter):

  • લેટરલ બાજુ પર આવેલ મોટું પ્રોજેક્શન છે. અહીં ગ્લુટિયલ મસલ્સ (Gluteal muscles) જોડાય છે.

લેસર ટ્રોકાન્ટર (Lesser trochanter):

  • પોસ્ટેરોમિડિયલ બાજુ આવેલું નાનું પ્રોજેક્શન છે. અહીં ઇલિઓપ્સોઅસ મસલ (Iliopsoas muscle) જોડાય છે.

ઇન્ટરટ્રોકાન્ટરિક લાઇન (Intertrochanteric line)

  • એન્ટિરિયર સપાટી પર ગ્રેટર અને લેસર ટ્રોકાન્ટર વચ્ચે આવેલી રિજ.

ઇન્ટરટ્રોકાન્ટરિક ક્રેસ્ટ (Intertrochanteric crest)

  • પોસ્ટેરિયર સપાટી પર આવેલી જાડાઈ ધરાવતી રિજ, જેમાં ક્વાડ્રેટ ટ્યુબરકલ (Quadrate tubercle) આવેલું હોય છે.

2) શાફ્ટ / બોડી (Shaft / Body) :

  • શાફ્ટ ફીમર બોનનો મીડલ અને સૌથી લાંબો ભાગ છે. તે થોડો એન્ટિરિયર દિશામાં વળાંક ધરાવે છે.

લિનિયા એસ્પેરા (Linea aspera)

  • પોસ્ટેરિયર સપાટી પર આવેલી લંબાઈવાળી રિજ. અનેક મસલ્સ (Muscles) માટે એટેચમેન્ટ સાઇટ આપે છે.

ગ્લુટિયલ ટ્યુબરોસિટી (Gluteal tuberosity)

  • લિનિયા એસ્પેરાનો ઉપરનો લેટરલ ભાગ. અહીં ગ્લુટિયસ મેક્સિમસ (Gluteus maximus) જોડાય છે.

પેક્ટિનીયલ લાઇન (Pectineal line)

  • ઉપરની મિડિયલ દિશામાં આવેલી રિજ. અહીં પેક્ટિનીયસ મસલ (Pectineus muscle) જોડાય છે.

સુપ્રાકોન્ડાઇલર લાઇન્સ (Supracondylar lines)

  • લિનિયા એસ્પેરા નીચે જઈ મિડિયલ અને લેટરલ સુપ્રાકોન્ડાઇલર લાઇન્સ બનાવે છે.

મેડ્યુલરી કેવિટી (Medullary cavity)

  • શાફ્ટની અંદર બોન મેરો (Bone marrow) ધરાવતી જગ્યા.

3) ડિસ્ટલ એન્ડ (Distal end):

  • ડિસ્ટલ એન્ડ ફીમર બોનનો નીચેનો ભાગ છે, જે ની જોઇન્ટ બનાવે છે.

મિડિયલ કોન્ડાઇલ (Medial condyle)

  • ટિબિયા (Tibia) સાથે આર્ટિક્યુલેશન કરે છે. કદમાં થોડું મોટું હોય છે.

લેટરલ કોન્ડાઇલ (Lateral condyle)

  • ટિબિયા (Tibia) સાથે જોડાય છે અને ની જોઇન્ટ બનાવે છે.

પટેલર સપાટી / ટ્રોક્લિયર ગ્રૂવ (Patellar surface / Trochlear groove)

  • એન્ટિરિયર સપાટી પર આવેલ સ્મૂથ વિસ્તાર, જ્યાં પટેલા (Patella) ગ્લાઇડ થાય છે.

ઇન્ટરકોન્ડાઇલર ફોસા (Intercondylar fossa)

  • પોસ્ટેરિયર બાજુ બંને કોન્ડાઇલ વચ્ચેનું ડિપ્રેશન. અહીં એન્ટિરિયર ક્રુસીએટ લિગામેન્ટ (Anterior cruciate ligament) અને પોસ્ટીરિયર ક્રુસીએટ લિગામેન્ટ (Posterior cruciate ligament) જોડાય છે.

એપિકોન્ડાઇલ્સ (Epicondyles)

  • કોન્ડાઇલ્સની ઉપર આવેલા પ્રોજેક્શન. લિગામેન્ટ્સ (Ligaments) અને મસલ્સ માટે એટેચમેન્ટ સાઇટ આપે છે.
  • મિડિયલ એપિકોન્ડાઇલ પર એડક્ટર ટ્યુબરકલ (Adductor tubercle) આવેલું હોય છે.

ફીમર (Femur) એક સ્ટ્રોંગ અને Long bone છે. તેનું સ્ટ્રક્ચર આ પ્રમાણે ગોઠવાયેલું છે:

  • પ્રોક્સિમલ એન્ડ → હેડ, નેક, ટ્રોકાન્ટર્સ
  • શાફ્ટ → લિનિયા એસ્પેરા અને વિવિધ મસલ એટેચમેન્ટ્સ
  • ડિસ્ટલ એન્ડ → કોન્ડાઇલ્સ, એપિકોન્ડાઇલ્સ અને પટેલર સપાટી

ફીમર બોનનું આ સ્ટ્રક્ચર Bodyના વેઇટ બિયરીન્ગ (Weight bearing), લોકોમોશન (Locomotion) અને સ્ટેબિલીટી (Stability) માટે Most Important છે.

OR

a. List out organs of circulatory system. સર્કયુલેટરી સિસ્ટમના અવયવોનું લીસ્ટ બનાવો. 03

સર્ક્યુલેટરી સિસ્ટમના ઓર્ગન (Organs of Circulatory System) :

સર્ક્યુલેટરી સિસ્ટમ (Circulatory System) બોડીમાં બ્લડ સર્ક્યુલેશન (Blood circulation) દ્વારા ઓક્સિજન (Oxygen), ન્યુટ્રીઅન્ટ્સ (Nutrients), હોર્મોન્સ (Hormones) અને વેસ્ટ પ્રોડક્ટ (Waste products) નો Transportation કરે છે. આ સિસ્ટમ બોડીના દરેક સેલ્સ સુધી ન્યુટ્રીશન પહોંચાડે છે અને બોડીનું હોમિઓસ્ટેસિસ (Homeostasis) જાળવે છે.

સર્ક્યુલેટરી સિસ્ટમના મુખ્ય ઓર્ગનની યાદી :

1) હાર્ટ (Heart) :

હાર્ટ એ સર્ક્યુલેટરી સિસ્ટમનું મેઇન ઓર્ગન છે. તે મસ્ક્યુલર પંપ (Muscular pump) તરીકે વર્ક કરે છે અને બ્લડ ને એન્ટાયર બોડીમાં પંપ કરે છે.

હાર્ટ એ ચાર ચેમ્બર (Four chambers) થી બનેલું છે:

  • Right atrium (રાઇટ એટ્રીયમ)
  • Right ventricle (રાઇટ વેન્ટ્રીકલ)
  • Left atrium (લેફ્ટ એટ્રીયમ)
  • Left ventricle (લેફ્ટ વેન્ટ્રીકલ )

હાર્ટ નું મુખ્ય કાર્ય બ્લડ સર્ક્યુલેશન જાળવવું છે.

2) બ્લડ (Blood)

બ્લડ એક ફ્લુઇડ કનેક્ટિવ ટિશ્યૂ (Fluid connective tissue) છે જે બોડીમાં પરિવહનનું કાર્ય કરે છે.

બ્લડના મુખ્ય ઘટકો:

  • Red Blood Cells (Erythrocytes)
  • White Blood Cells (Leucocytes)
  • Platelets (Thrombocytes)
  • Plasma

બ્લડ ઓક્સિજન, ન્યુટ્રીઅન્ટ્સ અને વેસ્ટ પ્રોડક્ટનું પરિવહન કરે છે.

3) બ્લડ વેસલ્સ (Blood Vessels) :

બ્લડ વેસલ્સ એ હાર્ટ અને બોડી ના ઓર્ગન્સ વચ્ચે બ્લડ ફ્લો કરે છે.

(A) આર્ટરીસ (Arteries)

  • હાર્ટ માંથી ઓક્સિજનયુક્ત બ્લડ બોડીમાં લઇ જાય છે.
  • મેઇન આર્ટરી : Aorta

(B) વેઇન્સ (Veins)

  • શરીરમાંથી ડિ-ઓક્સિજનયુક્ત બ્લડ એ હાર્ટ તરફ લાવે છે.
  • મેઇન વેઇન્સ : Superior vena cava, Inferior vena cava

(C) કેપિલરીઝ (Capillaries)

સૌથી નાની બ્લડ વેસલ્સ છે. અહીં ગેસ અને ન્યુટ્રીઅન્ટ્સ નું exchanged થાય છે.

સર્ક્યુલેટરી સિસ્ટમના મેઇન ઓર્ગન્સ :

  • Heart (હાર્ટ)
  • Blood (બ્લડ)
  • Blood vessels (બ્લડ વેસલ્સ – Arteries, Veins, Capillaries)

સર્ક્યુલેટરી સિસ્ટમ (Circulatory System) મા હાર્ટ(Heart), બ્લડ (Blood) અને બ્લડને હેરફેર કરતી બ્લડ વેસલ્સ (Blood Vessels) નો સમાવેશ કરવામા આવે છે. આ ઓર્ગન્સ મળીને બોડી માં બ્લડ સર્ક્યુલેશન જાળવે છે અને સેલ ને ઓક્સિજન તથા ન્યુટ્રીઅન્ટ્સ પહોંચાડીને લાઇફ ની એક્ટીવિટી ને ચાલુ રાખે છે.

b. Write difference between artery & vein. આર્ટરી અને વેઈનની વચ્ચેનો તફાવત લખો. 04

નોંધ: આ પ્રશ્ન તફાવત ના સ્વરૂપ માં બંને બાજુ એ લખવો, અહી સરળતા ખાતર સાથે આપેલ છે.

  • હાર્ટ તરફ થી બોડી તરફ બ્લડ લઇ જતી બ્લડ વેસલ્સ ને આર્ટરી કહે છે જયારે બોડી તરફ થી બ્લડ હાર્ટ તરફ લઇ આવતી બ્લડ વેસલ્સ ને વેઇન કહે છે.
  • આર્ટરી મા ઓક્સીજનેટેડ બ્લડ સર્ક્યુલેટ થાય છે અપવાદ પલ્મોનરી આર્ટરી અને વેઇન મા ડીઓક્સીજનેટેડ બ્લડ સર્ક્યુલેટ થાય છે અપવાદ પલ્મોનરી વેઇન.
  • આર્ટરી મા વાલ્વ આવેલ હોતા નથી જયારે વેઇન મા વાલ્વ આવેલ હોય છે.
  • આર્ટરી મા બ્લડ ઓકસીજન યુકત હોવાથી બ્રાઈટ રેડ કલર નુ દેખાય છે જયારે વેઇન મા કાર્બન ડાયોકસાઈડ હોવાથી તેનુ બ્લડ ડલ રેડ કે ઓછુ લાલ દેખાય છે.
  • આર્ટરી ડીરેક્ટ હાર્ટ માંથી નીકળતી હોવાથી તેમાં પલ્સેશન સંભળાય છે જયારે વેઇન મા પલ્સ આવતા નથી.
  • આર્ટરી મુખ્યત્વે બોડી મા ડીપ (ઊંડાઈ) આવેલ હોય છે જયારે વેઇન સુપરફીસીયલ આવેલ હોય છે.
  • આર્ટરી મા વચ્ચે નું લેયર વધારે ઈલાસ્ટીક હોય છે જેથી તેના ડાયામીટર મા વધારે ચેન્જ થઈ શકે છે જયારે વેઇન નુ વચ્ચે નું લેયર આર્ટરી જેટલુ ઈલાસ્ટીક હોતુ નથી.
  • આર્ટરી નુ લ્યુંમેન નોર્મલી સાંકડુ હોય છે જયારે વેઇન નુ લ્યુંમેન આર્ટરી ની સરખામણી મા પોહડુ હોય છે.
  • આર્ટરી માં બ્લડ નો ફોર્સ વધારે હોય છે જયારે વેઇન મા બ્લડ નો ફોર્સ ઓછો હોય છે.
  • આર્ટરી મા બ્લડ નો જથ્થો ઓછો હોય તે સમયે તેની દીવાલ વધારે મજબુત હોવાના લીધે સંકોચાતી (કોલેપ્સ) નથી જયારે વેઇન મા બ્લડ નો જથ્થો ઓછો હોય ત્યારે તે સંકોચાય જાય છે.

c. Describe the structure of heart. હદયની રચના વર્ણવો. 05

હાર્ટ એ સર્ક્યુલેટરી સિસ્ટમનુ એક અગત્યનુ ઓર્ગન છે. માનવ જીવન દરમિયાન હાર્ટ એ સતત ધબકતુ રહે છે. તેના ધબકવાના કારણે બ્લડ એ બ્લડ વેસલ્સમા સતત સર્ક્યુલેટ થાય છે.

હાર્ટ એ પોલુ અને મસલ્સ નુ બનેલુ એક અવયવ છે. તેનો male મા વજન અંદાજિત 310 ગ્રામ છે અને Femaleમા તેનો અંદાજિત વજન 250 ગ્રામ જેટલો હોય છે. હાર્ટ એ દિવસ દરમિયાન અંદાજિત એક લાખ વખત ધબકવાની ક્રિયા કરે છે.

લોકેશન ઓફ ધ હાર્ટ (Location of the heart):

  • હાર્ટ એ થોરાસીક કેવીટીમા બે લંગ ની વચ્ચે મીડિયાસ્ટીનમ સ્પેસમા ડાયાફાર્મ ની ઉપર રહેલુ હોય છે.
  • હાર્ટ એ રફલી કોન શેપ એટલે કે શંકુ આકારનું હોય છે. તેમા તેનો ઉપરનો પોહળો ભાગ બેઇઝ તરીકે ઓળખાય છે અને નીચેનો એંગલ વાળો ભાગ એ અપેક્ષ તરીકે ઓળખાય છે.
  • હાર્ટની સાઈઝ એ માણસની બંધ મુઠ્ઠી જેટલી હોય છે. તેની લંબાઈ 12 cm, પહોળાઈ 9 cm અને જાડાઈ 6 cm જેટલી હોય છે.
  • હાર્ટ એ થોરાસિક કેવીટીમા બે લંગ ની વચ્ચે ડાબી બાજુએ સહેજ ત્રાસુ ગોઠવાયેલુ હોય છે.
  • હાર્ટ બીજી અને પાંચમી ઇન્ટરકોસ્ટલ રીબ્ઝ ની વચ્ચે થોરાસીક કેવીટીના વચ્ચેના ભાગમા જોવા મળે છે.

હાર્ટ ની આજુબાજુએ આવેલા અવયવો (organs associated with heart):

  • હાર્ટ થોરાસીક કેવીટીમા આવેલુ હોય છે. તેની બંને ડાબી અને જમણી બાજુએ એક એક લંગ આવેલા હોય છે.
  • નીચેની બાજુએ ડાયાફાર્મ અને સેન્ટ્રલ ટેન્ડન આવેલ હોય છે.
  • હાર્ટની ઉપરની બાજુએ વેનાકેવા તથા એઑર્ટા અને પલ્મોનરી આર્ટરી અને પલ્મોનરી વેઇન આવેલા હોય છે.
  • હાર્ટની પાછળની બાજુએ ઇસોફેગસ, ટ્રકિયા, બ્રોંકાય અને બ્રોન્કીયોલ્સ  તથા ડિસેન્ડીંગ એઑર્ટા અને થોરાસિક વર્ટીબ્રા આવેલા હોય છે.
  • હાર્ટની આગળની બાજુએ સ્ટરનમ બોન અને રીબ્ઝ તથા ઇન્ટરકોસ્ટલ મસલ્સ આવેલા હોય છે

સ્ટ્રકચર ઓફ ધ હાર્ટ (Structure of the heart):

હાર્ટ એ પોલુ મસલ્સ નુ બનેલુ અવયવ છે. તેની દીવાલ એ ત્રણ પ્રકારના ટીસ્યુ લેયરથી બનેલી હોય છે.

હાર્ટ ની દિવાલમા સૌથી બહારના ભાગે આવેલ લેયરને એપીકાર્ડીયમ અથવા પેરીકાર્ડીયમ કહેવામા આવે છે.

એપીકાર્ડીયમ અથવા પેરીકાર્ડીયમ (Epicardium or pericardium).

  • તે પાતળુ અને ટ્રાન્સપરન્ટ હોય છે અને હાર્ટને બહારની બાજુએથી કવર કરે છે. તે ફાઇબ્રસ કનેકટિવ ટીસ્યુ થી બનેલુ હોય છે. જેમા સૌથી બહારની બાજુએ ફાઈબ્રસ ટિસ્સુ નુ લેયર આવેલા હોય છે અને ફાઇબ્રસ ટીશ્યુ ની અંદર ની બાજુએ સીરસ મેમ્બ્રેન જે ડબલ લેયરમા જોવા મળે છે. જે સિરસ મેમ્બ્રેન ના બહારના લેયરને પરાઈટલ અને અંદરના લેયરને વિસેરલ પેરીકાર્ડિયમ લેયર તરીકે ઓળખવામાં આવે છે.
  • પરાઈટલ અને વિસેરલ પેરીકાર્ડિયલ લેયર વચ્ચે આવેલી જગ્યાને પેરીકાર્ડિયલ સ્પેસ કહેવામા આવે છે. આ સ્પેસમા પ્રવાહી રહેલુ હોય છે જેને સીરસ ફ્લૂઈડ અથવા તો પેરીકાર્ડિયલ ફ્લૂઇડ કહેવામા આવે છે. જે બંને લેયર વચ્ચેનુ ઘર્ષણ અટકાવે છે.
  • આ આઉટર પેરિકાર્ડીયમ નુ લેયર એ હાર્ટને બહારની બાજુએથી પ્રોટેક્શન કરવાનુ કાર્ય કરે છે તથા હાર્ટ માંથી નીકળતી વેસલ્સ ની ફરતે પણ આ લેયર વિટાયેલ જોવા મળે છે.

માયોકાર્ડીયમ (Myocardium):

  • માયોકાર્ડિયમ એ હાર્ટનુ વચ્ચેનું લેયર છે. તે પેરીકાર્ડિયમ થી નીચે આવેલુ હોય છે. તે સ્પેશિયલ પ્રકારના કાર્ડિયાક મસલ્સ ટિસ્યુ થી બનેલુ હોય છે. આ મસલ્સના કોન્ટ્રેક્શન ના કારણે હાર્ટની પંપિંગ એક્શન જોવા મળે છે.
  • આ માયોકાર્ડીયમનુ લેયર એ બેઇઝના ભાગે પાતળુ હોય છે તથા અપેક્ષ ના ભાગે જાડુ હોય છે. એમા પણ લેફ્ટ વેન્ટ્રીકલની દિવાલ નુ લેયર એ રાઈટ વેન્ટ્રીકલની દિવાલ કરતા વધારે જાડુ હોય છે.
  • આ મસલ્સના કોન્ટ્રેક્શન ઇનવોલન્ટરી એક્શન ધરાવે છે જેનાથી હાર્ટ ની પંપિંગ એક્શન જોવા મળે છે તેનો કંટ્રોલ ઑટોનોમિક નર્વસ સિસ્ટમ અને હાર્ટ માં આવેલી કન્ડકટિંગ સિસ્ટમ દ્વારા થાય છે.

એન્ડોકાર્ડિયમ (Endocardium):

  • તે હાર્ટની સૌથી અંદરની દિવાલમા આવેલુ લેયર છે. તે લેયર બ્લડના કોન્ટેકમા હોય છે. આ લેયર એપીથેલીયમ ટિસ્યુ તથા કનેક્ટિવ ટીશ્યુનુ બનેલુ હોય છે. આ લેયર એ સ્મુધ અને ચળકતુ હોય છે જે સરળતાથી હાર્ટની અંદર બ્લડ ફ્લો થવા માટે અગત્યનુ છે. આ લેયર એ હાર્ટની અંદર આવેલા વાલ્વ ને પણ કવર કરે છે તથા હાર્ટ માથી નીકળતી બ્લડ વેસલ્સની અંદરની દિવાલમા પણ આ લેયર કંટીન્યુઅસ જોવા મળે છે.

ચેમ્બર્સ ઓફ ધ હાર્ટ (Chambers of the heart):

  • હાર્ટ મુખ્યત્વે બે ભાગમા ડિવાઇડ થાય છે. જમણી બાજુ અને ડાબી બાજુ .
  • આ જમણી અને ડાબી બાજુની વચ્ચે હાર્ટનો સેફટમ આવેલો હોય છે. આ હાર્ટ ની જમણી બાજુ અને ડાબી બાજુ ને વચ્ચે આવેલા વાલ્વ દ્વારા ફરીથી વાલ્વ ની ઉપર અને વાલ્વ ની નીચેની એમ કુલ ચાર ચેમ્બરમા ડિવાઇડ થાય છે.
  • વાલ્વ ની ઉપરની બંને ચેમ્બરને એટ્રીયમ અથવા ઓરિકલ કહેવામા આવે છે. વાલ્વ  ની નીચેની બંને ચેમ્બરને વેન્ટ્રિકલ કહેવામા આવે છે. આમ હાર્ટ એ ટોટલ ચાર ચેમ્બરમા ડિવાઇડ થાય છે.
  • હાર્ટની જમણી બાજુએ ડીઑક્સીજનેટેડ બ્લડ રહેલુ હોય છે અને હાર્ટની ડાબી બાજુએ ઓક્સિજનેટેડ બ્લડ રહેલુ હોય છે. જન્મ પછી આ જમણી અને ડાબી બંને બાજુ વચ્ચે કોઈપણ  કનેક્શન હોતુ નથી. જન્મ પેહલા બંને એટ્રીયમ વચ્ચે એક ઓપનિંગ હોય છે જેને ફોરામેન ઓવેલી કહેવાય છે પરંતુ જન્મ પછી તે બંધ થય જાય છે.

વાલ્વ ઓફ ધ હાર્ટ(Valve of the heart):

હાર્ટની અંદર આવેલા ટીશ્યુના ફ્લેપ ને વાલ્વ કહેવામા આવે છે. હાર્ટમા કુલ બે પ્રકારના વાલ્વ આવેલા હોય છે.

  1. એટ્રીયોવેન્ટ્રિક્યુલર વાલ્વ.
  2. સેમીલ્યુનર વાલ્વ.

એટ્રિયોવેન્ટ્રીક્યુલર વાલ્વ(Atrioventricular valve):

આ વાલ્વ એ હાર્ટમા એટ્રીયમ અને વેન્ટ્રીકલની વચ્ચે આવેલા હોય છે.  જમણી બાજુના એટ્રીયમ અને વેન્ટ્રીકલની વચ્ચે આવેલા વાલ્વ ને ટ્રાયકસપીડ વાલ્વ કહેવામાં આવે છે. આ વાલ્વ એ ત્રણ ટીસ્યુ ફ્લેપ થી બનેલો હોય છે.

હાર્ટના ડાબી બાજુએ આવેલા એટ્રીયમ અને વેન્ટ્રીકલની વચ્ચે આવેલા વાલ્વ ને બાઇકસ્પીડ વાલ્વ અથવા તો માઇટ્રલ વાલ્વ કહેવામા આવે છે.  આ વાલ્વ એ બે ટીસ્યુ ફ્લેપથી બનેલો હોય છે.

બાયકસ્પીડ અને ટ્રાયકસ્પીડ બંને વાલ્વ ના લટકતા છેડા એ કોર્ડી ટેંડીની અને પેપીલરી મસલ્સ દ્વારા હાર્ટના વેન્ટ્રીકલની અંદરની દિવાલ સાથે એટેચ થયેલા હોય છે. આ વાલ્વ ને મજબૂતાઈ આપે છે તથા તેને વિરુદ્ધ દિશામા ખુલતા અટકાવે છે.

સેમિલ્યુનર વાલ્વ(Semilunar valve):

આ વાલ્વ એ સી શેપના અથવા અર્ધચંદ્રાકાર હોવાથી તેને સેમિલયુનર વાલ્વ કહેવામા આવે છે. એઑર્ટા અને પલ્મોનરી આર્ટરી મા આ વાલ્વ  આવેલા હોય છે. એઑર્ટા મા આવેલા વાલ્વ ને એઑર્ટીક વાલ્વ અને પલ્મોનરી આર્ટરી મા આવેલા વાલ્વ ને પલ્મોનરીક વાલ્વ કહેવામા આવે છે. જે તેના વેસલ્સના ઓપનિંગ પર જ આવેલા હોય છે. આ વાલ્વ પણ એક જ દિશા માં ખૂલે છે.

ઉપરોક્ત બંને એટ્રીયોવેન્ટ્રિક્યુલર વાલ્વ એ જ્યારે એટ્રીયમનુ પ્રેશર વધે છે એટલે કે એટ્રીયમના કોન્ટ્રાકશન વખતે ખુલે છે અને બ્લડ એટ્રીયમ માથી વેન્ટ્રીકલમા આવે છે અને વેન્ટ્રીકલના કોન્ટ્રાકશન વખતે એટ્રીયોવેન્ટ્રિક્યુલર વાલ્વ બંધ થાય છે અને સેમીલ્યુનર વાલ્વ ખૂલે છે અને તેના કારણે બ્લડ એઑર્ટા અને પલ્મોનરી આર્ટરી મા જાય છે.

આમ આ વાલ્વ  એ ખુલવા અને બંધ થવાના કારણે હાર્ટમા બ્લડનુ સર્ક્યુલેશન થઈ શકે છે. આ વાલ્વ એ એક જ દિશામાં ખુલે છે જેથી બ્લડ ફરી વિરુદ્ધ દિશામા જઈ શકતુ નથી.

ગ્રેઇટ વેસલ્સ એસોસીએટેડ વિથ હાર્ટ અથવા

ઓપનિંગ્સ ઓફ ધ હાર્ટ (Great vessels associated with heart or openings of the heart):

હાર્ટ સાથે મુખ્યત્વે મોટી બ્લડ વેસલ્સ જોડાયેલી હોય છે. જેના દ્વારા બોડી માથી હાર્ટ તરફ બ્લડ આવે છે અને હાર્ટ માથી પંપ થઈ અને બ્લડ બહાર બોડી તરફ જાય છે. જે વેસલ્સ અને તેના ઓપનિંગ નીચે મુજબ છે.

સુપિરિયર વેનાકેવા (Superior venacava):

આ થોરાસીક કેવીટી ના ઉપરના ભાગ, હેડ તથા નેક ની બાજુએથી ડીઓક્સિજનેટેડ બ્લડ હાર્ટના રાઈટ એટ્રીયમ મા લઈ આવે છે. તે એકની સંખ્યામા હોય છે.

ઇન્ફીરિયર વેનાકેવા (Inferior vanacava):

આ બ્લડ વેસલ્સ બોડીના ઇન્ફીરીયર અને થોરાસિક કેવીટી ના લોવર ભાગમાથી ડીઓક્સિજનેટેડ બ્લડ લઈ આવી હાર્ટના રાઈટ એટ્રીયમ મા ખુલે છે. તે એકની સંખ્યામાં હોય છે.

પલ્મોનરી આર્ટરી (Pulmonary Aartery):

તે હાર્ટના રાઈટ વેન્ટ્રિકલ માથી ડીઓક્સિજનેટેડ બ્લડ હાર્ટ માથી બહાર લઈ લંગ તરફ લઈ જાય છે. તેની સંખ્યા એક હોય છે.

પલ્મોનરી વેઇન (Pulmonary vein):

બંને લંગ્સ તરફથી બે બે પલ્મોનરી વેઇન્સ એ ઓક્સિજનેટેડ બ્લડ  હાર્ટના લેફ્ટ એટ્રીયમ મા લઈ આવે છે. તેની સંખ્યા ચાર હોય છે.

એઑર્ટા (Aorta):

હાર્ટના લેફ્ટ વેન્ટ્રિકલ માથી ઓક્સિજનેટેડ બ્લડ લઈ પૂરા બોડી ની અંદર સર્ક્યુલેટ કરે છે. તેની સંખ્યા એક હોય છે.

આમ હાર્ટ સાથે ટોટલ આઠ બ્લડ વેસલ્સ અને તેના ઓપનિંગ સીધા જોડાયેલા હોય છે. જે હાર્ટમાં બ્લડ સર્ક્યુલેશન સાથે જોડાયેલ હોય છે.

બ્લડ સપ્લાય ઓફ ધ હાર્ટ (Blood suply of the heart):

હાર્ટને કાર્ય કરવા માટે ઓક્સિજનનેટેડ બ્લડ સપ્લાય એ હાર્ટ ના લેફ્ટ વેન્ટ્રિકલ માથી નીકળતી એઑર્ટા જ્યારે હાર્ટ ના લેફ્ટ વેન્ટ્રિકલ માથી બહાર નીકળે છે કે તરત જ તેમાથી બંને બાજુ એક એક શાખાઓ રાઈટ અને લેફ્ટ કોરોનરી આર્ટરી નિકડે છે જે હાર્ટને ઓક્સિજન બ્લડ સપ્લાય પૂરુ પાડે છે. આ કોરોનરી આર્ટ્રીઝ એ એસેન્ડિંગ એઑર્ટા ની બ્રાન્ચીસ છે.

હાર્ટ એ એક કોન્ટ્રેક્શન વખતે જેટલુ બ્લડ એઑર્ટા મા બહાર સરક્યુલેટ કરે  છે તેમાથી પાંચ ટકા જેટલુ બ્લડ કોરોનરી આર્ટરીઝ દ્વારા હાર્ટને બ્લડ સપ્લાય થાય છે.

આ કોરોનરી આર્ટ્રીઝ એ ઘણી બધી શાખાઓમા વિભાજીત થઈ અને હાર્ટના બધા જ ભાગોમા ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય કરે છે.

હાર્ટમા ડીઓક્સિજનેટેડ બ્લડ એ નાની નાની કોરોનરી વેઇન્સ ભેગી મળી કોરોનરી સાઇનસ મા ડીઓક્સીજનેટેડ બ્લડને ડ્રેઇન કરે છે અને આ ડીઓક્સિજનેટેડ બ્લડ એ કોરોનરી સાઈનસ મારફતે બધુ બ્લડ સીધુ જ હાર્ટના રાઈટ એટ્રીયમ માં ડ્રેઇન થાય છે.

ફંકશન્સ ઓફ ધ હાર્ટ (Function of the heart):

  • હાર્ટ એ બોડી ના તમામ ઓર્ગન્સ અને ટીશ્યુને ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય પૂરુ પાડે છે.
  • હાર્ટ એ કાર્ડીયોવાસક્યુલર સિસ્ટમનુ અગત્યનું ઓર્ગન છે. જેના વિના  માનવ શરીર જીવંત રહી શકતુ નથી તે એક વાઇટલ ઓર્ગન તરીકે કાર્ય કરે છે.
  • હાર્ટ એ બ્લડને લંગ તરફ સર્ક્યુલેટ કરે છે જેથી બ્લડ ઓક્સિજનેટેડ થઈ પ્યુરીફાય થઇ શકે છે.
  • હાર્ટ દ્વારા પલ્મોનરી સર્ક્યુલેશન અને સિસ્ટિમિક સર્ક્યુલેશન જેવા સર્ક્યુલેશન રેગ્યુલેટ થાય છે.
  • હાર્ટ એ શરીરની જરૂરિયાત મુજબ અને બોડી ટેમ્પરેચર મુજબ હાર્ટ રેટને પણ રેગ્યુલેટ કરે છે.
  • હાર્ટ એ બ્લડ સર્ક્યુલેશન બોડીના દરેક ભાગ સુધી પહોંચાડતુ હોવાથી બોડી નુ ટેમ્પરેચર પણ રેગ્યુલેટ કરે છે.ડ વેસલ્સની અંદરની દિવાલમા પણ આ લેયર કંટીન્યુઅસ જોવા મળે છે.

Q-2

a) Describe structure & functions of cell. કોષની રચના અને કાર્યો લખો. 08

સેલ એ હ્યુમન બોડી નુ બેઝિક ફંકશનલ અને સ્ટ્રકચરલ યુનિટ છે. તે મુખ્ય કાર્ય કરતુ યુનિટ છે.

સેલ ને પ્રોટોપ્લાઝમ ના જથ્થા તરીકે ઓળખવામા આવે છે. સેલ ની અંદર ઓર્ગેનેલ્સ આવેલા હોય છે જે પ્લાઝમા મેમ્બ્રેન દ્વારા કવર થયેલા હોય છે.

માનવ શરીર મા ઓવમ અને સ્પર્મ ના ફ્યુઝ થવાથી ઝાયગોટ બને છે. આ ઝાયગોટ ના ગ્રોથ થવાથી અને સેલ ડિવિઝન થવાથી માનવ શરીરની રચના થાય છે.

સેલ ની અંદર રહેલા પ્રવાહી ભાગને સાઈટોપ્લાઝમ તરીકે ઓળખવામા આવે છે. જેમાં ઘણા ઓર્ગેનેલ્સ રહેલા હોય છે. સેલનુ સ્ટ્રક્ચર નીચે મુજબ છે..

પ્લાઝમા મેમ્બ્રેન.(Plasma membrane)

સેલ ની ફરતે આવેલ મેમ્બ્રેન ને પ્લાઝમા મેમ્બ્રેન કહેવામા આવે છે. આ મેમ્બ્રેન એ સિલેક્ટિવ પરમીએબિલિટી (સિલેક્ટેડ સબસ્ટન્સ ની જ મુવમેન્ટ થાય )ધરાવે છે. જેનાથી અમુક સબસ્ટન્સ સેલ ની અંદર આવી શકે છે અને અમુક સબસ્ટન્સ સેલ ની બહાર જઈ શકે છે. આમ આ મેમ્બ્રેન મારફતે સેલ પોતાના સાઈટોપ્લાઝમ નુ બંધારણ જાળવી રાખે છે.

પ્લાઝમા મેમ્બ્રેન એ ફોસ્પો લિપિડની બનેલી ડબલ લેયરની મેમ્બ્રેન છે. તે સેલ ના ઓર્ગેનેલ્સ ને પ્રોટેક્શન આપવાનુ તથા સેલ નો શેપ જાડવવાનુ કાર્ય કરે છે.

ન્યુકલીયસ. (Nucleus)

ન્યુક્લિયસ એ Cell ના સેન્ટર મા આવેલુ હોય છે. તેમા પ્રોટોપ્લાઝમ નામનુ લિક્વિડ રહેલુ હોય છે. ન્યુક્લિયસ ની ફરતે ન્યુક્લિયસ મેમ્બ્રેન  આવેલી હોય છે. આ મેમ્બ્રેન  પણ સિલેક્ટિવ પરમીએબીલીટી ધરાવે છે.  ન્યુક્લિયસ મેમ્બ્રેન એ સાઈટોપ્લાઝમ અને પ્રોટોપ્લાઝમ ને આંશિક રીતે અલગ કરે છે. ન્યુક્લિયસ એ સેલ ની અંદર તેની બધી જ એક્ટિવિટી ને કંટ્રોલ કરે છે અને તેની મદદથી જ સેલ જીવંત રહી શકે છે.

ન્યુક્લિયસ ની અંદર તાતણા જેવા પ્રોટીન આવેલા હોય છે જેને ક્રોમેટીન (Cromatin)કહેવામા આવે છે. આ ક્રોમેટીન એ સેલ ડિવિઝન વખતે ક્રોમોઝોમ (Cromosomes) મા ફેરવાય અને સેલ ડિવિઝન(Cell division) નુ કાર્ય કરે છે.

ન્યુક્લિયસ ની અંદર રહેલા આ ક્રોમોઝોમ્સ એ વ્યક્તિના વારસાગત લક્ષણો માટે જવાબદાર હોય છે. ક્રોમોઝોમ્સ એ 23 ની પેઇર મા હ્યુમન બોડી ના સેલ મા જોવા મળે છે. આ ક્રોમોઝોમ્સ મા 22 પેઇર ને ઓર્ડીનરી ક્રોમોઝોમ્સ કહે છે જ્યારે 1 પેઇર ને સેક્સ ક્રોમોઝોમ્સ કહે છે.

મીટોકોન્ડ્રીયા. (Mitochondria)

મીટોકોન્ડ્રીયા એ રોડ શેપ (Rod Shape) નુ સ્ટ્રક્ચર છે. જે સેલ ની અંદર સાઈટોપ્લાઝમ મા આવેલુ હોય છે. તેની ફરતે ડબલ મેમ્બ્રેન આવેલી હોય છે જે મેમ્બ્રેન નુ સ્ટ્રક્ચર પ્લાઝમા મેમ્બ્રેન ને મળતુ આવે છે. આ મેમ્બ્રેન નુ બહારનુ લેયર એ સ્મુથ લેયર હોય છે અને અંદરનું લેયર એ ઘણા ફોલ્ડ વાળુ હોય છે. આ ફોલ્ડની સિરીઝને ક્રીસ્ટા (Cristae) કહેવામા આવે છે.

આ ક્રિસ્ટા ની  અંદર ATP રિલીઝ કરતા એન્ઝાઇમ્સ આવેલા હોય છે.  આથી જ મીટોકોન્ડ્રીયા ને  સેલનુ પાવર હાઉસ કહેવામા આવે છે.

રિબોઝોમ્સ. (Ribosome)

તે સાઈટો પ્લાઝમ મા આવેલા નાના નાના ગ્રેન્યુલ્સ હોય છે. તે પ્રોટીન અને RNA ના બનેલા હોય છે. તે એમાઇનો એસિડમાથી પ્રોટીન સિન્થેસિસ નુ કાર્ય કરે છે. આમુક રિબોઝોમ્સ એ સાઈટોપ્લાઝમ મા ફ્રી લી આવેલા હોય છે અને અમુક એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ની સરફેસ પર એટેચ થયેલા હોય છે.

એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. (Endoplasmic Reticulum)

તે એક ઇન્ટર કનેક્ટિંગ મેમ્બ્રેન ની સીરીઝ અથવા કેનાલ જેવુ સ્ટ્રક્ચર છે. જે સાઈટોપ્લાઝમ ના એક સ્ટ્રકચર ને બીજા સ્ટ્રક્ચર સાથે જોડે છે.  જેના બે ટાઈપ જોવા મળે છે.

1. સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ..

તેની સરફેસ સ્મુથ હોય છે. તે સ્ટીરોઈડ હોર્મોન અને લિપિડ સિન્થેસિસ નુ કાર્ય કરે છે. તે અમુક ડ્રગને ડીટોકસીફાઈ કરવામા પણ મદદ કરે છે.

2. રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ..

તેની સરફેસ રફ હોય છે. તેની સરફેસ પર રાયબોઝોમ્સ આવેલા હોય છે.  આ રાઈબોઝોમ્સ એ પ્રોટીન સિન્થેસિસ નુ કાર્ય કરે છે.

એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ એ સેલના સાઈટોપ્લાઝમ મા સબસ્ટન્સ ને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવામા પણ મદદ કરે છે.

ગોલ્ગી એપ્રેટસ. (Golgi Apperatus)

ગોલ્ગી એપ્રેટસ એ ચાર થી આઠ ફોલ્ડ વાળી બેગ જેવુ સ્ટ્રક્ચર છે. આ ફોલ્ડ એકબીજા પર પથરાયેલા હોય છે. આ સ્ટ્રક્ચરના છેડાના ભાગ એ એક પાઉચ જેવી રચના બનાવે છે તેને સિસ્ટર્ના કહેવામા આવે છે. રાયબોઝોમ્સ દ્વારા સિન્થેસીસ કરવામા આવેલ પ્રોટીન આ સિસ્ટર્ના ના છેડાના ભાગે સિક્રીટરી વેસીકલ્સ ના સ્વરૂપમા કલેક્ટ થાય છે અને સ્ટોર થાય છે. જરૂર પડીએ આ સિક્રીટરી વેસીકલ્સ એ પ્રોટીન ને સાઈટોપ્લાઝમ મા રિલીઝ કરે છે. ગોલ્ગી એપ્રેટસ એ ન્યુક્લિયસ ની નજીકમા આવેલુ સ્ટ્રકચર છે.

લાયસોઝોમ્સ. (Lysosome)

લાયસોઝોમ્સ એ એક પ્રકારના સિક્રીટરી વેસિકલ્સ જ છે જે ગોલ્ગી એપ્રેટસની મેમ્બ્રેન દ્વારા સિક્રીટ થાય છે. આ લાયસોઝોમ્સ એ અમુક એન્ઝાઇમ્સ નુ કન્ટેન્ટ ધરાવે છે જે એન્ઝાઈમ્સ એ સેલના સાઈટોપ્લાઝમ મા રહેલા અમુક લાર્જ મોલેક્યુલ્સને તોડવાનુ કાર્ય કરે છે. તે સેલ મા ફોરેન મટીરીયલ ને અને માઈક્રો ઓર્ગેનિઝમ્સને મારી સેલ ને પ્રોટેક્ટ કરવાનુ કાર્ય કરે છે. આ લાયસોઝોમ્સ એ સેલ ની અંદર જમા થયેલા વેસ્ટ મટીરીયલ ને રિમૂવ કરવાનુ કાર્ય પણ કરે છે.

     સેલ ના સાઇટોપ્લાઝમ મા સુર્ય આકાર નુ સેન્ટ્રોઝોમ (Centrosome) પણ આવેલ હોય છે જે સેલ ડિવિઝન માં અગત્ય નું કાર્ય કરે છે.

     આ ઉપરાંત સેલના સાઈટો પ્લાઝોમ મા અમુક માઈક્રો ફિલામેન્ટસ  અને માઈક્રો ટ્યુબ્યુલન્સ નુ નેટવર્ક પણ આવેલુ હોય છે જે સેલનો શેપ જાળવવા માટે તથા સેલના સ્ટ્રકચરને પ્રોટેક્ટ કરવા માટે અને સપોર્ટ કરવા માટે કાર્ય કરે છે.

ફંકશન્સ ઓફ ધ સેલ. (Functions of the Cell)

  • સેલ એ હલનચલન નો ગુણધર્મ ધરાવે છે જેની મદદ થી સેલ એક જગ્યા એ થી બીજી જગ્યા એ જઇ શકે છે. સેલ ના આ ફંક્શન ને મોટાઈલ ફંક્શન અથવા મોબીલીટી કહે છે.
  • સેલ એ ઓક્સિજનનો યુઝ કરી અને સેલ્યુલર એક્ટિવિટી કરે છે અંતે સેલ મા જમા થયેલ કાર્બન ડાયોક્સાઇડ સેલની બહાર જાય છે આમ સેલ એ ગેસ એક્ષચેન્જ કરતો હોવાથી રેસ્પિરેશન નુ કાર્ય કરે છે.
  • સેલ એ બ્લડ માથી ન્યુટ્રીયન્ટસ મટીરીયલ મેળવી અને સેલની એક્ટિવિટી કરે છે એટલે કે સેલ ન્યુટ્રીશનલ ફંકશન કરે છે.
  • સેલ ની અંદર જમા થયેલ વેસ્ટ પ્રોડક્ટ એ પ્લાઝમા મેમ્બ્રેન મારફતે સેલ ની બહાર નીકળે છે આથી સેલ એક્સક્રીટરી ફંક્શન કરે છે.
  • સેલ પોતાની અંદર રહેલા ન્યુટ્રીયંટ મટીરીયલ્સ ને એક સેલ માથી બીજા સેલમા તથા સેલની અંદર ની એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરે છે આથી સેલ એ સર્ક્યુલેશન અને ટ્રાન્સપોર્ટેશન નુ કાર્ય પણ કરે છે.
  • સેલ એ મલ્ટિપ્લાય અને ડિવિઝન થવાનો ગુણધર્મ ધરાવતો હોવાથી રીપ્રોડક્શન નુ ફંક્શન કરે છે.
  • સેલ તેની અંદર રહેલા એન્ઝાઈમના લીધે માઈક્રોઓર્ગેનિઝમ અને પેથોજન્સ ને ડિસ્ટ્રોય કરવાનુ કાર્ય કરે છે આથી તે ફેગોસાઈટોસીસ ની ક્રિયા કરે છે.
  • સેલ એ નર્વ ના ઈમ્પલ્સીસ મેળવી તેને આગળ પાસ કરવાની ક્ષમતા ધરાવે છે આથી તે ઇરીટેબિલિટી અને કંડક્ટીવીટી નુ કાર્ય કરે છે. સેલ નું આ કાર્ય એ મુખ્યત્વે નર્વ સેલ મા જોવા મળે છે.

b) Describe structure of the uterus. યુટ્રસની રચના વર્ણવો.04

  • યુટ્રસ..
  • યુટ્રસ એ પેલ્વિક કેવીટીમા આવેલુ એક હોલો મસ્ક્યુલર ઓર્ગન છે. તે પિયર શેપ નુ ઓર્ગન છે. તે પેલ્વિક કેવિટી મા યુરીનરી બ્લેડર ની પાછળ અને રેક્ટમ ના આગળના ભાગે આવેલુ હોય છે. તે 7.5 cm લાંબુ 5 cm પહોળુ અને 3 cm જાડુ હોય છે.
  • તેનો વજન અંદાજિત 30 થી 40 ગ્રામ જેટલુ હોય છે. પ્રેગ્નન્સી વખતે તેનો વજન વધી અને અંદાજિત 900 થી 1000 ગ્રામ જેટલો થઈ જાય છે.
  • વુમનમા યુટ્રસ એન્ટીવર્ઝન એટલે કે આગળની બાજુએ આવેલુ અને એન્ટિફલેક્શન એટલે કે આગળ તરફ ઝૂકેલુ આ રીતે નોર્મલ એનાટોમીકલ પોઝિશનમા ગોઠવાયેલુ હોય છે.
  • યુટ્રસ ને તેના એનાટોમીકલ પાર્ટ્સ મુજબ મુખ્ય ત્રણ ભાગમા વહેંચવામા આવે છે.

Fundus (ફન્ડસ)..

  • યુટ્રસ ના સૌથી ઉપરના ઘુમ્મટ આકારના ભાગને ફન્ડસ કહેવામા આવે છે. આ ભાગ ના બંને સાઈડના ભાગેથી એક એક ફેલોપિયન ટ્યુબ નીકળે છે.

Body (બોડી)..

  • યુટ્રસ ના સૌથી વચ્ચેના મુખ્ય ભાગને બોડી કહેવામા આવે છે. તે એક સાંકડી કેનાલ જેવુ સ્ટ્રક્ચર છે.

Cervix (સર્વિક્સ)..

  • યુટ્રસ ના સૌથી નીચે આવેલા સાંકડા, રાઉન્ડ પોર્શનને સર્વિક્સ કહેવામા આવે છે. આ ભાગ ના અંદરની બાજુના ઓપનિંગ ને ઇન્ટર્નલ ઑસ કહેવામા આવે છે. તેના બહારની બાજુએ વજાઈનલ કેવીટીમા ખુલતા ઓપનિંગ ને એક્સટર્નલ ઑસ કહેવામા આવે છે.

Structure Of the Uterus (સ્ટ્રકચર ઓફ ધ યુટ્રસ).

યુટ્રસ ની દીવાલ એ ત્રણ પ્રકારના લેયરમા વહેંચાયેલી હોય છે. જેને બહારથી અંદરની બાજુ તરફ નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય છે.

પેરીમેટ્રિયમ લેયર…

  • તે યુટ્રસ ની સૌથી બહારની દીવાલ બનાવે છે. તે સીરસ લેયર છે. તે યુટ્રસ ના ફન્ડસ ની બાજુએ પેરિટોનિયમ લેયર સાથે તેમજ યુરીનરી બ્લેડર સાથે જોડાયેલુ હોય છે. ત્યાં એક વેસીકોયુટેરાઇન પાઉચ બનાવે છે. યુટ્રસ ની બોડી અને સર્વિકસ ના ભાગે આ લેયર નીચે રેક્ટમ સાથે જોડાય ત્યા રેકટોયુટેરાઇન પાઉચ બનાવે છે. તેને પાઉચ ઓફ ડગ્લાસ પણ કહેવામા આવે છે. તેની દીવાલમા એરિયોલર કનેક્ટિવ ટીશ્યુ તથા એપિથિલિયમ ટીશ્યુ આવેલા હોય છે.

માયોમેટ્રીયમ લેયર.

  • તે યુટ્રસ નુ વચ્ચેનુ લેયર બનાવે છે. આ લેયરમા મસલ્સ આવેલા હોય છે. આ મસલ્સ એ સ્મુધ મસલ્સ હોય છે. ચાઈલ્ડ બર્થ દરમિયાન આ મસલ્સ ના કોન્ટ્રાકશન આવવાથી ચાઈલ્ડ બર્થ નો પ્રોસેસ જોવા મળે છે.

એન્ડોમેટ્રિયમ લેયર.

  • આ યુટ્રસ નુ સૌથી અંદર આવેલુ લેયર છે.
  • તેની અંદરની દિવાલ એ મ્યુકસ મેમ્બ્રેન તરીકે ઓળખવામા આવે છે. તે એપિથિલિયમ ટીશ્યુની બનેલી હોય છે અને મયુકસ નુ સિક્રેશન કરે છે. પ્રેગ્નન્સી દરમિયાન આ અંદરના લેયર ને ડેસીડયુઆ તરીકે ઓળખવામા આવે છે.
  • લીગામેન્ટ્સ ઓફ ધ યૂટ્રસ.
  • યુટ્રસ પેલવિક કેવીટીમા આવેલુ હોય છે. તેને તેની નોર્મલ પોઝિશનમા રાખવા અને સપોર્ટ કરવા માટે નીચે મુજબના લીગામેન્ટસ આવેલા હોય છે.
  • બ્રોડ લીગામેન્ટ
  • રાઉન્ડ લીગામેન્ટ
  • યુટેરો સેક્રલ લીગામેન્ટ
  • ટ્રાન્સવર્સ સર્વાઇકલ લીગામેન્ટ વગેરે.

બ્લડ સપ્લાય ઓફ યુટ્રસ.

  • યુટરસ ને બ્લડ સપ્લાય એ યુટેરાઇન આર્ટરી અને ઇન્ટર્નલ ઈલિયાક આર્ટરી ની બ્રાન્ચીસ દ્વારા થાય છે. તેની જ વિનસ શાખાઓ દ્વારા વિનસ રિટર્ન પણ થાય છે.
  • યુટ્રસ ને નર્વ સપ્લાય સીમ્પથેટિક અને પેરાસીમ્પથેટિક નર્વસ દ્વારા થાય છે.
  • ફંકશન્સ ઓફ ધ યુટ્રસ..
  • યુટ્રસ એ ઓવમ અને સ્પર્મ ના ફર્ટિલાઈઝેશન માટે હેલ્પ કરે છે.
  • ફર્ટિલાઈઝેશન થઈ ગયા બાદ ઝાઈગોટ ને યુટ્રસ ની અંદર ની દિવાલમા ઈમ્પ્લાન્ટેશન થવામા મદદ કરે છે અને પ્રેગ્નન્સી જાળવી રાખે છે.
  • પ્રેગ્નન્સીમા યુટ્રસ ની અંદર ના કન્ટેન્ટમા વધારો થતા યુટ્રસ ની સાઈઝમા પણ વધારો જોવા મળે છે જેથી પ્રેગ્નન્સી કંટીન્યુ રહી શકે છે.
  • પ્રેગ્નન્સી દરમિયાન યુટ્રસ મા રહેલા ફિટસ ને ન્યુટ્રીશન પ્રોવાઇડ કરવાનુ કાર્ય કરે છે.
  • યુટ્રસ ના મસલ્સ કોન્ટ્રેક્ટ થવાના કારણે ડિલિવરી દરમિયાન બેબીને બહાર આવવા માટે હેલ્પ કરે છે.
  • યુટ્રસ ની અંદર ની દિવાલ એન્ડોમેટ્રિયમ એ મેનસ્ત્રુએશન સાયકલ દરમિયાન તૂટે છે. દર 26 થી 30 દિવસે આ સાયકલ કંટીન્યુ રહે છે.

OR

a) List out organs of digestive system and write about structure of stomach. ડાઈજેસ્ટીવ સિસ્ટમના અવયવોની યાદી બનાવો અને જઠરની રચના વર્ણવો. 08

Organs of the digestive system (ઓર્ગનસ ઓફ ધ ડાયજેસ્ટીવ સિસ્ટમ) :

ડાયજેસ્ટિવ ટ્રેક ને એલિમેન્ટ્રી ટ્રેક પણ કહેવામાં આવે છે જે એક હોલો ટ્યુબ છે જે માઉથ થી શરૂ થઈ એનસ સુધી લંબાયેલી ટ્યુબ હોય છે અને તેના ઓર્ગન નીચે મુજબ છે…

  • માઉથ 
  • ફેરિંગ્સ 
  • ઇસોફેગસ 
  • સ્ટમક 

સ્મોલ ઇન્ટેસટાઈન  કે જેમા ડીઓડીનમ, જેજ્યુનમ અને ઇલીયમ નો સમાવેશ થાય છે. 

લાર્જ ઇન્ટેસ્ટાઈન કે જેમા સિકમ, એસેન્ડિંગ કોલોન, ટ્રાન્સવર્સ કોલોન, ડીસેન્ડિંગ કોલોન, સિગ્મોઇડ કોલોન, રેકટમ અને એનાલ કેનાલ નો સમાવેશ થાય છે. 

Accessory Organs of the Digestive Tract (એસેસરી ઓર્ગન્સ ઓફ ધ ડાયજેસ્ટિવ ટ્રેક) :

આ ઓર્ગન ડાઈજેસ્ટિવ ટ્રેકના પ્રિન્સિપલ ટ્રેકમાં આવતા નથી પરંતુ સાઈડમાં આવેલા હોય છે જે તેના સીક્રીશન એલીમેન્ટ્રી કેનાલમાં ઠાલવે છે અને ડાઇઝેશનના પ્રોસેસમાં હેલ્પ કરે છે માટે તેને એસેસરી ઓર્ગનસ કહેવામાં આવે છે આ પોતાની ગ્લેન્ડના સ્પેશિયલ સિક્રેશન વડે ડાઇઝેશનમાં હેલ્પ કરે છે જે ઓર્ગન્સ નીચે મુજબ છે…

  • સલાઈવરી ગ્લેન્ડ ની 3 પેઈર 
  • લીવર અને બિલિયરી ટ્રેક 
  • ગોલ બ્લેડર 
  • પેનક્રીયાઝ. 

Structure of stomach (સ્ટમક ની રચના) :

  • તે ડાઈજેસ્ટિવ સિસ્ટમનું ઓર્ગન છે. તે જે શેપનું ઓર્ગન છે. તે એલીમેન્ટ્રી કેનાલનો સૌથી પહોળો ભાગ બનાવે છે. મુખ્યત્વે સ્ટમક એપીગેસ્ટ્રીક રિજીયનમાં આવેલું હોય છે અને તેનો અમુક ભાગ એ લેફટ હાઇપોકન્ડ્રિયાક રિજીયન માં આવેલો હોય છે.
  • તેની આગળના ભાગે લીવરનો અમુક ભાગ આવેલ હોય છે, પાછળના ભાગે એબડોમિનલ એઑર્ટા, પેનક્રિયાઝ તથા સ્પ્લીન આવેલ હોય છે. ઉપરના ભાગે ડાયાફ્રામ આવેલ હોય છે અને નીચેના ભાગે ઇન્ટેસ્ટાઇન આવેલા હોય છે.

Structure (સ્ટ્રક્ચર):

સ્ટમક ના સ્ટ્રકચરને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે

  1. ફંડશ (Fundus)
  2. બોડી (Body) અને
  3. પાયલોરસ (Pylorus)

ફંડશ (Fundus)

  • તે સ્ટમક નો સૌથી ઉપરનો ભાગ બનાવે છે. તે ઘુમ્મટ આકારે એટલે કે ડોમ શેપમાં જોવા મળે છે. સ્ટમક માં ઈસોફેગસ જ્યાં જોડાય છે તેના લેવલથી ઉપરની બાજુએ આવેલ હોય છે. તે ક્યારેક ગેસથી ભરાયેલ હોય છે. અહીં ઈસોફેગસ સ્ટમક સાથે જોડાય તેની વચ્ચે કાર્ડિયાક સ્ફીન્કટર મસલ્સ આવેલા હોય છે.

બોડી (Body)

  • સ્ટમકમા ફંડસ થી નીચેના ભાગને બોડી કહેવામાં આવે છે જે સ્ટમકમા નીચેના સાંકડા ભાગ એટલે કે પાયલોરસ સુધી આવેલી હોય છે.

પાયલોરસ (Pylorus)

  • સ્ટમક માં બોડી પછી નીચે આવતાનો ભાગ છે જેમાં શરૂઆતના ભાગમાં પાયલોરીક એન્ટ્રમ કહેવાય છે જે બોડી પછીનો સાંકડો ભાગ છે ત્યાંથી ડીઓડીનમ તરફ આગળ જતા એક કેનાલ જેવું સ્ટ્રક્ચર છે જેને પાયલોરીક કેનાલ કહેવામાં આવે છે જે ડીઓડીનમ માં ખુલે છે અને તેની વચ્ચે સ્ફીન્કટર  મસલ્સ આવેલા હોય છે જેને પાયલોરિક સ્ફીન્કટર કહેવામાં આવે છે.
  • આ ઉપરાંત સ્ટમકના બોડી ના પોર્શન પર બે કર્વેચર જોવા મળે છે એક લેઝર કર્વેચર કે જે સ્ટમકની જમણી બાજુની બોર્ડર બનાવે છે અને બીજો ગ્રેટર કર્વેચર કે જે સ્ટમક ની  ડાબી બાજુની બોર્ડર બનાવે છે..

Layers Of Stomach (લેયર્સ ઓફ ધ સ્ટમક) :

  • સ્ટમક ની દિવાલ પણ ડાયજેસ્ટિવ ટ્રેકના બેઝિક સ્ટ્રક્ચરની જેમ જ ચાર ટીસ્યુ લેયરથી બનેલી હોય છે જેમાં સૌથી બહારની બાજુએ પેરિટોનિયમ લેયર આવેલ હોય છે તેને એડવેન્ટેશિયા લેયર પણ કહે છે જે સીરસ લાઇનિંગ બનાવે છે.
  • તેની નીચે મસલ્સ નુ લેયર આવેલું હોય છે. સ્ટમકમા આ મસ્ક્યુલર લેયર ત્રણ લેયરથી બનેલું હોય છે જેમાં એક લોન્જીટ્યુડિનલ મસલ્સ ફાઇબર કે જે સુપરફિશિયલી ગોઠવાયેલા હોય છે બીજા સર્ક્યુલર મસલ્સ ફાઇબર જે સર્ક્યુલર શેપમાં ગોઠવાયેલા હોય છે સુપરફિશિયલ લેયરની નીચે આવેલા હોય છે અને સ્ફીન્કટર મસલ્સ બનાવવા માટે પણ આ ફાઇબર્સ અગત્યના છે ત્રણ ઓબલિક મસલ્સ ફાઇબર આ લેયર સ્ટમકમા મુખ્યત્વે જોવા મળે છે જે બેઝિક સ્ટ્રક્ચરમાં જોવા મળતું નથી. સ્ટમક ની દિવાલમાં ખાસ જોવા મળે છે જે સ્ટમકમાં ફૂડની મૂવમેન્ટ તથા મિકેનિકલ ડાયજેશન માટે ખૂબ જ અગત્યનું લેયર છે.
  • મસ્ક્યુલર લેયરની નીચે સબમ્યુકોઝલ લેયર આવેલું હોય છે જે બ્લડ વેસલ્સ અને લીમફ વેસલ્સ નું નેટવર્ક ધરાવે છે.
  • સૌથી અંદર સ્ટમક ની દિવાલના લેયરને મ્યુકોઝલ લેયર કહેવામાં આવે છે આ લેયર એ કોલ્યુમનર એપીથેલિયમ ટિસ્યુ થી બનેલું હોય છે. આ લેયર મ્યુકસ સિક્રીટ કરે છે અને તે લ્યુબ્રિકન્ટ તરીકે પણ કાર્ય કરે છે. આ લેયરમા મ્યુકસ મેમ્બ્રેન ના ફોલ્ડ આવેલા હોય છે જે સ્ટમક જ્યારે ખાલી હોય ત્યારે ખાસ જોવા મળે છે જેને રૂગાઈ કહેવામાં આવે છે જ્યારે સ્ટમક ખોરાકથી ફૂલ થઈ જાય છે ત્યારે આ રુગાય ડિસેપિયર થઈ જાય છે.

Functions Of the Stomach (ફંકશન્સ ઓફ ધ સ્ટમક):

સ્ટમક નીચેના કાર્યો કરે છે.

  • સ્ટમક એ થોડા સમય માટે ખોરાકને સંગ્રહ કરવાનું કામ કરે છે.  ખોરાક ઇન્ટેસ્ટાઈનલ ટ્રેકમાં આગળ વધે એ પહેલા ત્યાં તેનું પર્સિયલી મિકેનિકલ ડાઇઝેશન પણ થાય છે.
  • સ્ટમક એ ગેસ્ટ્રીક જ્યુસ સિક્રેટ કરવાનું કાર્ય કરે છે. આ ગેસ્ટ્રીક જ્યુસ એ એસિડિક કન્ટેન્ટ ધરાવે છે અને તેમાં રહેલા એન્ઝાઈમ એ ફૂડના ડાયજેશનમાં મદદ કરે છે.
  • સ્ટમકના દિવાલમાં આવેલું મસ્ક્યુલર લેયર એ ખાસ પ્રકારે ગોઠવાયેલ હોવાના લીધે તેનુ કોન્ટ્રેકશન થવાના લીધે ચર્મિંગ મુવમેન્ટ થાય છે જેના લીધે ખોરાકનું મિકેનિકલ ડાયજેશન કરવામાં મદદ કરે છે અને ખોરાકના નાના પીસ થાય  છે અને ત્યારબાદ ખોરાક ડીઓડીનમ મા આગળ વધે છે.
  • સ્ટમકની અંદરની દીવાલમાથી ઇન્ટ્રીન્સિક ફેક્ટર સિક્રટ થાય છે જે વિટામીન B12 ના એપસોર્પશન માટે જરૂરી છે.
  • સ્ટમક ની  દીવાલમાથી અમુક પ્રમાણમા વોટર, આલ્કોહોલ તથા અમુક દવાઓનું પણ શોષણ થાય છે.
  • સ્ટમક ની અંદર આવેલા બેક્ટેરિયા કે વાઇરસ ને ડીસ્ટ્રોય કરવાનુ કાર્ય પણ કરે છે. જેમા આ બેક્ટેરિયા મ્યુકસ તથા ઓરલ કેવીટી દ્વારા સ્ટમક સુધી પહોંચે છે ત્યાં એસિડિક સિક્રીસન મા તેનો નાશ થાય છે અને  તે ઇન્ટરસ્ટાઈનલ ટ્રેકમાં આગળ વધતા અટકે છે આમ તે બોડી ના પ્રોટેક્શન નું કાર્ય પણ કરે છે.

b) Describe digestive process in small intestine. નાના આંતરડામાં થતી પાચન ક્રિયા વર્ણવો. 04

સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં થતી ડાયજેશનની ક્રિયા (Digestive Process in Small Intestine):

  • સ્મોલ ઇન્ટેસ્ટાઇન (Small intestine) પાચન (digestion) અને શોષણ (absorption) માટેનું મુખ્ય Organ છે. તે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે – ડ્યુઓડેનમ (duodenum), જેજ્યુનમ (jejunum) અને ઇલિયમ (ileum). Stomach માંથી આવેલું Semi-digested food (chyme) સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં Enter થાય છે, જ્યાં પેન્ક્રિયાટિક જ્યુસ (pancreatic juice), બાઇલ (bile) અને ઇન્ટેસ્ટાઇનલ જ્યુસ (intestinal juice / succus entericus) ની મદદથી કાર્બોહાઇડ્રેટ (carbohydrates), પ્રોટીન (proteins) અને ફેટ (fats) નું complete digestion થાય છે અને પછી વિલી (villi) તથા માઇક્રોવિલી (microvilli) દ્વારા nutrients નું Absorbtion થાય છે.

1) ડ્યુઓડેનમમાં ડાયજેશન (Digestion in Duodenum):

  • ડ્યુઓડેનમમાં Stomach માંથી આવેલું એસિડિક કાઇમ (acidic chyme) આવે છે. અહીં પેન્ક્રિયાસ (pancreas) થી પેન્ક્રિયાટિક જ્યુસ અને લિવર (liver) થી Bile ગોલ બ્લાડર (gall bladder) મારફતે આવે છે. પેન્ક્રિયાટિક બાઇકાર્બોનેટ (pancreatic bicarbonate) કાઇમની એસિડિટી ને ન્યુટ્રલાઇઝ (neutralize) કરે છે જેથી એન્ઝાઇમ્સ (enzymes) યોગ્ય રીતે Work કરે. બાઇલ માં રહેલા બાઇલ સોલ્ટ્સ (bile salts) ફેટ નું ઇમલ્સિફિકેશન (emulsification) કરે છે એટલે મોટા ફેટ ગ્લોબ્યુલ્સ (fat globules) ને નાનાં કણોમાં તોડી નાખે છે જેથી લિપેઝ (lipase) Effective રીતે Work કરે.

2) પેન્ક્રિયાટિક એન્ઝાઇમ્સ દ્વારા ડાયજેશન (Digestion by Pancreatic Enzymes):

  • પેન્ક્રિયાટિક એમિલેઝ (pancreatic amylase) સ્ટાર્ચ (starch) ને માલ્ટોઝ (maltose) અને ડેક્સ્ટ્રિન્સ (dextrins) માં ફેરવે છે. ટ્રિપ્સિન (trypsin), કાઇમોટ્રિપ્સિન (chymotrypsin) અને કાર્બોક્સીપેપ્ટિડેઝ (carboxypeptidase) પ્રોટીન અને પોલીપેપ્ટાઇડ્સ (polypeptides) ને નાના પેપ્ટાઇડ્સ (peptides) માં તોડે છે. પેન્ક્રિયાટિક લિપેઝ (pancreatic lipase) ઇમલ્સિફાઇડ ફેટ્સને ફેટી એસિડ્સ (fatty acids) અને મોનોગ્લિસરાઇડ્સ (monoglycerides) માં ફેરવે છે. Nnucleases ન્યુક્લિક એસિડ્સ (nucleic acids) ને ન્યુક્લિઓટાઇડ્સ (nucleotides) માં તોડે છે.

3) બ્રશ બોર્ડર ડાઇજેસ્ટન (Brush Border Digestion)

  • જેજ્યુનમ અને ઇલિયમમાં ઇન્ટેસ્ટાઇનલ મ્યુકોસા (intestinal mucosa) પર બ્રશ બોર્ડર (brush border) હાજર હોય છે જ્યાં Final Digetion થાય છે. મોલ્ટેઝ (maltase) મોલ્ટોઝને ગ્લુકોઝ (glucose) માં ફેરવે છે, સુક્રેઝ (sucrase) સુક્રોઝને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ (fructose) માં તોડે છે અને લેક્ટેઝ (lactase) લેક્ટોઝને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ (galactose) માં ફેરવે છે. પેપ્ટિડેઝિસ (peptidases) નાના પેપ્ટાઇડ્સને એમિનો એસિડ્સ (amino acids) માં ફેરવે છે.

4) ન્યુટ્રીઅન્ટ્સ નું એબઝોબ્શન (Absorption in Small Intestine):

  • સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં વિલી (villi) અને માઇક્રોવિલી (microvilli) Surface Area વધારે છે, જેથી એબઝોબ્શન વધુ Effective બને છે. ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને એમિનો એસિડ્સ એક્ટિવ ટ્રાન્સપોર્ટ (active transport) દ્વારા બ્લડ કેપિલરીઝ (blood capillaries) માં શોષાય છે. ફેટી એસિડ્સ અને મોનોગ્લિસરાઇડ્સ માઇસેલ્સ (micelles) બનાવે છે અને પછી ચાઇલોમાઇક્રોન્સ (chylomicrons) રૂપે લેક્ટિયલ્સ (lacteals) દ્વારા લિમ્ફ (lymph) માં પ્રવેશે છે. વિટામિન B12 (vitamin B12) નો શોષણ ઇન્ટ્રિન્સિક ફેક્ટર (intrinsic factor) સાથે ઇલિયમમાં થાય છે.

5) મોટીલીટી (Motility):

  • સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં સેગમેન્ટેશન (segmentation) Food ને juices સાથે mixes કરે છે અને પેરિસ્ટાલિસિસ (peristalsis) દ્વારા તેને આગળ ધપાવે છે (propels), જેથી ડાયજેશન અને એબઝોબ્શન Properly રીતે થાય.

સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં પેન્ક્રિયાટિક જ્યુસ, Bile અને ઇન્ટેસ્ટાઇનલ એન્ઝાઇમ્સ દ્વારા કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને Fat નું Completly Digetion થાય છે અને વિલી તથા માઇક્રોવિલી દ્વારા Nutrients નું મુખ્ય એબઝોબ્શન થાય છે, તેથી સ્મોલ ઇન્ટેસ્ટાઇન Nutrition માટે અત્યંત મહત્વપૂર્ણ Organ છે.

Q-3 Write short answer (any two) ટૂંકમાં જવાબ લખો. (કોઈપણ બે) 6×2=12

a) Explain structure of lungs. ફેફસાની રચના વર્ણવો.

લંગ એ રેસ્પાયરેટરી સિસ્ટમનુ એક અગત્યનુ Organ છે. તે થોરાસીક કેવીટીમા મીડિયાસ્ટીનમ સ્પેસ ની બંને બાજુએ એક એક એમ કુલ 2 ની સંખ્યામા આવેલ હોય છે.

લંગ એ વાતાવરણમાથી હવા દ્વારા ઓક્સિજન  બોડી મા દાખલ કરે અને  કાર્બન ડાયોક્સાઇડ શરીરમાથી બહાર કાઢવાનુ કાર્ય કરે છે.

લંગ એ 2 ની સંખ્યામાં થોરાસીક કેવીટી મા આવેલા હોય છે. તે શંકુ આકારના હોય છે.

લંગ એ હાર્ટ અને મીડિયાસ્ટીનમ સ્પેસ દ્વારા થરાસીક કેવીટીમા સેપરેટ થાય છે.

લંગ એ સ્પંજી ટીસ્યુના બનેલા હોય છે જેની અંદર ઘણી એઇર ફિલ્ડ કેવીટી આવેલી હોય છે. તેનો કલર બ્રાઉન અથવા ગ્રે જોવા મળે છે.

રાઈટ લંગ નો વજન અંદાજિત 625 ગ્રામ તથા લેફ્ટ લંગ નો વજન અંદાજિત 575 ગ્રામ જેટલો હોય છે. રાઈટ લંગ એ લેફ્ટ લંગ કરતા વજનમા વધારે ભારે તથા સ્ટ્રક્ચરમા વધારે મોટુ જોવા મળે છે.

લંગ એ લોબ મા ડિવાઇડ થયેલા હોય છે. રાઈટ લંગમા 3 લોબ આવેલા હોય છે, જેમા સુપીરિયર લોબ, મિડલ લોબ અને ઇન્ફીરીયર લોબ જોવા મળે છે જ્યારે લેફ્ટ લંગ મા 2 લોબ  આવેલા હોય છે સુપીરિયર લોબ અને ઇન્ફીરીયર લોબ. આ લોબ એ ફીશર દ્વારા સેપરેટ થયેલા હોય છે. રાઈટ લંગ મા બે ફિશર આવેલી હોય છે. લેફ્ટ લંગ મા એક ફીશર જોવા મળે છે.

લંગ ને નીચે મુજબના ભાગમા વર્ગીકૃત કરવામા આવે છે.

1. અપેક્સ..

લંગના ઉપરના ટ્રાએન્ગ્યુલર અને રાઉન્ડ ભાગને અપેક્ષ કહેવામા આવે છે.  જે કલેવીકલ બોન ના લેવલ સુધી જોવા મળે છે.

2. બેઇઝ.

લંગના નીચેના પહોળા ભાગને બેઇઝ કહેવામા આવે છે. આ બેઇઝ નો ભાગ એ ડાયાફાર્મ ની સાથે નીચેની બાજુએ એટેચ હોય છે. આ ભાગ એ કોનકેવ શેપનો હોય છે.

3. એન્ટિરિયર બોર્ડર..

તે પાતળી હોય છે. તે પોસ્ટીરીયર  બોર્ડર કરતા ટૂંકી હોય છે. તેમા એક કાર્ડીયાક નોચ આવેલી હોય છે. જેમા હાર્ટનો ભાગ ગોઠવાયેલો હોય છે.

4. પોસ્ટીરીયર બોર્ડર..

તે જાડી હોય છે. તે 7 મા સર્વાઇકલ વર્ટીબ્રા થી 10 મા થોરાસીક વર્ટીબ્રા સુધી જોવા મળે છે.

5. ઇન્ફીરીયર બોર્ડર..  

તે લંગ ના નીચે ના ભાગે આવેલ હોય છે. તે કોસ્ટલ સરફેસ અને મીડીયલ  સરફેસને અલગ કરે છે. કોસ્ટલ સરફેસ લાર્જ હોય છે અને કોનવેક્સ હોય છે. તે કોસ્ટલ પ્લુરાના સંપર્કમા હોય છે. તે કોસ્ટલ કાર્ટિલેજ દ્વારા રીબ્સ અને ઇન્ટરકોસ્ટલ મસલ્સ સાથે જોડાયેલી હોય છે.

6. મીડિયલ સરફેસ

તે કોનકેવ હોય છે. તેના વચ્ચેના ભાગે એક ખાંચ આવેલી હોય છે જેને હાઈલમ કહેવામા આવે છે. તે પાંચમા, છઠ્ઠા અને સાતમા થોરાસિક વર્ટીબ્રા  ના લેવલે આ હાઇલમ આવેલ હોય છે. આ હાઇલમના ભાગેથી બ્રોંકાય, પલ્મોનરી બ્લડ વેસલ્સ, લીમ્ફેટિક વેસલ્સ અને નર્વસ લંગ ના દરેક  લોબ મા અંદર દાખલ થાય છે અને બહાર નીકળે છે.

મીડીયલ સરફેસના વચ્ચેના ભાગે મીડિયાસ્ટીનમ સ્પેસ આવેલી હોય છે. જે બંને લંગને સેપરેટ કરે છે. આ સ્પેસમા હાર્ટ, ગ્રેટ વેસલ્સ, ટ્રકીયા, બ્રોંકાય, ઈસોફેગસ વગેરે સ્ટ્રક્ચર આવેલું હોય છે જે બંને લંગ ને સેપરેટ કરે છે.

સ્ટ્રકચર ઓફ ધ લોબ ઓફ ધ લંગ..

લંગના લોબ એ ઘણી બધી લોબ્યુલ્સ દ્વારા બનેલા હોય છે. એક લોબ એ બીજા લોબ થી ફિશર દ્વારા સેપરેટ થયેલા હોય છે. લંગ ના વચ્ચેના ભાગે એક ખાંચ આવેલી હોય છે જેને હાઈલમ કહેવામાં આવે છે. આ હાઇલમ થી અંદર દરેક લોબ મા નીચે મુજબનુ સ્ટ્રક્ચર જોવા મળે છે.

લંગના દરેક લોબ માથી બ્રોન્કાઇ અંદર દાખલ થાય છે. અંદર દાખલ થયા પછી તે ડિવાઇડ થઈ સેકન્ડરી બ્રોંકસ, ટર્સરી બ્રૉંકસ, ટર્મિનલ બ્રોંકિયોલ્સ,  એલ્વીઓલર શેક તથા નાની નાની દ્રાક્ષના જુમખા જેવી એલ્વીઓલાઇ મા રૂપાંતર થાય છે. આમ લંગ ના લોબ મા એક ટ્રી જેવી રચના મા આ સ્ટ્રકચર જોવા મળે છે જેને બ્રૉન્કીયલ ટ્રી કે રેસ્પાઇરેટરી ટ્રી કહેવામા આવે છે.

આ એલ્વીઓલાઈ ની આજુબાજુએ પલ્મોનરી આર્ટરી અને પલ્મોનરી વેઇન ની કેપેલેરી નુ નેટવર્ક પથરાયેલુ હોય છે. ઇન્સ્પિરેશન દ્વારા એલવીઑલાઇ મા રહેલો ઓક્સિજન અને બ્લડ કેપેલરી મા રહેલ કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે અહી ગેસ એક્સચેન્જ થાય છે. જેને એક્સટર્નલ રેસ્પિરેશન તરીકે ઓળખવામા આવે છે.

આમ દરેક લંગ ના લોબ મા બ્રૉન્કીયલ ટ્રી, પાલ્મોનરી વેસલ્સ ની કેપેલરીઝ, લીમ્ફ કેપેલરીઝ, નર્વસ તથા લંગ ના પેરેનકાઈમલ ટિસ્યૂ નુ નેટવર્ક આવેલ હોય છે.

પ્લુરા..

પ્લુરા એ બંને લંગ ની ફરતે આવેલ સિરસ મેમ્બ્રેન છે. જે ડબલ લેયરમા જોવા મળે છે. બહારના લેયરને પરાઈટલ પ્લુરા તથા અંદરના લેયર ને વિસેરલ પ્લુરા તરીકે ઓળખવામા આવે છે.

પરાઈટલ પ્લુરા અને વિસરલ પ્લુરા વચ્ચે એક કેવીટી આવેલી છે જેને પ્લુરલ કેવીટી કહેવામા આવે છે. અહી સિરસ ફ્લુઇડ રહેલુ હોય છે જેને પ્લુરલ ફ્લુઇડ પણ કહેવામા આવે છે.

પ્લુરલ કેવીટીમા રહેલા પ્લુરલ ફ્લુઇડના કારણે બંને લેયર નુ એકબીજા ઘર્ષણ થતુ નથી અને તેના લીધે લંગ ને એક્સપાન્શન થવા માટે પુરી સ્પેસ મળે છે. આ કેવીટીમા રહેલુ પ્લુરલ ફ્લુઇડ એ ચીકણુ હોવાથી લ્યુબ્રિકન્ટ તરીકે પણ કાર્ય કરે છે.

વિસેરલ પ્લુરા એ લંગના સાથે ચોટેલુ અને એકદમ નજીક રહેલુ લેયર છે.  જ્યારે પરાઇટલ પ્લુરા એ રિબ્સ તથા મસલ્સ સાથે જોડાયેલુ લેયર હોય છે.

b) Write about functions of pituitary gland. પીટયુટરી ગંથ્રિના કાર્યો લખો.

Functions of the Pituitary gland

  • પિચ્યુટરી ગ્લેન્ડ એ બોડીમા માસ્ટર ગ્લેન્ડ તરીકે કાર્ય કરે છે. જેના કારણે બીજી ઘણી ગ્લેન્ડ નુ ફંક્શન નોર્મલ મેન્ટેન કરવામા મદદ કરે છે.
  • પિચ્યુટરી ગ્લેન્ડનો ગ્રોથ હોર્મોન એ બોડી નો નોર્મલ ગ્રોથ મેન્ટેન કરે છે.
  • પિચ્યુટરી ગ્લેન્ડ એ બોડીમા સ્ટીરોઈડ હોર્મોન નુ રેગ્યુલેશન કરે છે.
  • પિચ્યુટરી ગ્લેન્ડનો પ્રોલેક્ટિન હોર્મોન એ મિલ્ક પ્રોડક્શન માટે અગત્યનુ કાર્ય કરે છે.
  • પિચ્યુટરી ગ્લેન્ડના હોર્મોન ફર્ટીલીટી મેન્ટેન કરવા માટે અગત્યના કાર્યો કરે છે.
  • પિચ્યુટરી ગ્લેન્ડના હોર્મોન એ નોર્મલ ડિલિવરી, બ્રેસ્ટ ડેવલપમેન્ટ તથા બ્રેસ્ટ ફીડીંગ મેન્ટેન કરવા માટે અગત્યના કાર્યો કરે છે.
  • પિચ્યુટરી ગ્લેન્ડ નો હોર્મોન એ બોડીમા વોટર બેલેન્સ અને બ્લડપ્રેશર જાળવી રાખવા માટે અગત્ય નુ કાર્ય કરે છે.

c) Describe process of mechanism of hearing. સાંભળવાની પ્રક્રિયા વર્ણવો.

  • ફિઝિયોલોજી ઓફ હીયરિંગ એટલે સાંભળવા ની ક્રિયા. સાંભળવા માટેના તરંગની તરંગ લંબાઈ 20 થી 20,000 hz હોય છે. મનુષ્યના ઈયરની ક્ષમતા 500 થી 5,000 hz વચ્ચેની ફ્રિકવન્સી હોય છે.
  • અવાજના વેવઝ વાઇબ્રેશન થવાની ફ્રિકવન્સી ને પીચ તરીકે ઓળખવામાં આવે છે જેમ વાઇબ્રેશન વધારે તેમ તેની પીચ વધારે હોય છે.
  • દરેક અવાજ એ અવાજના વેવઝ્ ઉત્પન્ન કરે છે અને તે ઓરીકલના બહારના ભાગે અથડાય છે અને ત્યાંથી એક્સટર્નલ ઓડિટરી કેનાલ મારફતે અંદર દાખલ થઈ આ અવાજના વેવસ ટીમ્પેનીક મેમ્બરેન એટલે કે ઇયર ડ્રમને વાઇબ્રેટ કરે છે જે એક્સટર્નલ ઇયર અને મિડલ ઈયર વચ્ચેનું જંકશન છે.
  •  આ ટીમ્પેનિક મેમ્બરેન સાથે મેલસ બોન જોડાયેલું હોય છે મેલસ બોન સાથે ઇનકસ અને ઇનકસ સાથે સ્ટેપસ સુધી આ વેવઝ જાય છે અને આ સ્ટેપસ બોન એ આગળ ઓવેલ વિન્ડો સાથે જોડાયેલું હોય છે.
  • ઓવેલ વિન્ડો માંથી આ સાઉન્ડ વેવ્સ એ પેરિલિમફ ના ફ્લુઇડના ભાગે પોહચે છે જે કોકલીયાના ભાગે જાય છે અને ત્યાંથી એન્ડોલિમફ માં જાય છે અને રાઉન્ડ વિન્ડો વાઈબ્રેટ થતા એ વેસ્ટિબ્યુલ કોકલીયર નર્વ દ્વારા સેરેબ્રમ સુધી જાય છે અને અવાજ ની ઓળખાણ થાય છે.

d) Describe process of urine formation. યુરીન બનવાની પ્રક્રિયા વર્ણવો.

યુરિનના ફોર્મેશનની પ્રોસેસ (Process of Formation of Urine):

યુરિનનું ફોર્મેશન કિડનીમાં થાય છે, જેમાં ત્રણ મુખ્ય સ્ટેપ્સ થાય છે:

1)ફિલ્ટ્રેશન (Filtration),2)રીઅબ્સોર્પ્શન (Reabsorption), અને 3)સિક્રિશન (Secretion).

આ સ્ટેપ્સ કિડનીના નેફ્રોન નામના ફંક્શનલ યુનીટ્સમાં થાય છે.

1)ફિલ્ટ્રેશન (Filtration):

લોકેશન: ગ્લોમેરુલસ (Glomerulus)

પ્રોસેસ:
ફિલ્ટ્રેશન સ્ટેપમાં બ્લડ કિડનીના ગ્લોમેરુલસમાં એન્ટર થાય છે. અહીં બ્લડ પ્રેશરના કારણે વોટર, સોલ્ટ્સ, ગ્લુકોઝ, એમિનો એસિડ્સ અને વેસ્ટ સબસ્ટન્સીસ (જેમ કે યુરિયા) બ્લડમાંથી ફિલ્ટર થઈને બોમેન કૅપ્સ્યુલ (Bowman’s Capsule) માં એન્ટર થાય છે.

ઇમ્પોર્ટન્સ:
આ સ્ટેપમાં મોટા એટમ્સ જેમ કે પ્રોટીન અને બ્લડ સેલ્સ ફિલ્ટર થતા નથી, જેથી માત્ર જરૂરી સબસ્ટન્સીસ જ પસાર થાય છે.

ડીટેલ:
બ્લડ ગ્લોમેરુલસના કેપિલેરીઝ મારફતે પ્રવેશે છે. બ્લડ પ્રેશર એક હાઈ-પ્રેશર સિસ્ટમ તરીકે કામ કરે છે, જેના કારણે પાણી અને નાના સબસ્ટન્સીસ ફિલ્ટર થાય છે. ફિલ્ટર થયેલ પ્રવાહી, જેને ગ્લોમેર્યુલર ફિલ્ટ્રેટ કહેવાય છે, તે બોમેન કૅપ્સ્યુલમાં જાય છે.

2)રીઅબ્સોર્પ્શન (Reabsorption):

લોકેશન: પ્રોક્સિમલ કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ (Proximal Convoluted Tubule), હેનલની લૂપ (Loop of Henle), અને ડિસ્ટલ કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ (Distal Convoluted Tubule)

પ્રોસેસ:
ફિલ્ટર થયેલા ફ્લુઇડમાંથી જરૂરી સબસ્ટન્સીસ (જેમ કે વોટર, ગ્લુકોઝ, એમિનો એસિડ્સ, સોડિયમ, પોટેશિયમ) ફરીથી બ્લડમાં રીએબ્સોર્પ્શન થાય છે.

ઇમ્પોર્ટન્સ:
આ સ્ટેપ બોડી ના વોટર અને સોલ્ટ્સના કોઓર્ડીનેશન ને કંટ્રોલ કરે છે.

ડીટેલ:
પ્રોક્સિમલ કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલમાં લગભગ 65-70% ફિલ્ટર થયેલું વોટર અને સોલ્ટ્સ રીઅબ્સોર્પ્શન થાય છે. હેનલની લૂપમાં કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ બનાવવામાં આવે છે, જે વધુ વોટર રીઅબ્સોર્પ્શન માટે જરૂરી છે. ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલમાં હોર્મોનલ નિયંત્રણ હેઠળ વધારાના સબસ્ટન્સીસ રીઅબ્સોર્પ્શન થાય છે.

3.સિક્રિશન (Secretion):

લોકેશન:
ડિસ્ટલ કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ અને કલેક્ટિંગ ડક્ટ (Collecting Duct)

પ્રોસેસ:
અહીં કેટલીક વધારાની વેસ્ટ સબસ્ટન્સીસ જેમ કે હાઈડ્રોજન આયન (H⁺), પોટેશિયમ આયન (K⁺), અને દવાઓ પણ બ્લડમાંથી ટ્યુબ્યુલમાં એન્ટર થાય છે.

ઇમ્પોર્ટન્સ:
આ સ્ટેપ બોડી માં એસિડ-બેઝ બેલેન્સ અને ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરે છે.

ડીટેલ:
સિક્રિશન સક્રિય પરિવહન પ્રક્રિયા છે, જેમાં સબસ્ટન્સીસ બ્લડમાંથી ટ્યુબ્યુલમાં એન્ટર થાય છે. હાઈડ્રોજન આયન અને પોટેશિયમ આયન, તેમજ કેટલીક દવાઓ અને મેટાબોલિક વેસ્ટ પ્રોડક્ટ્સ બહાર કાઢવામાં આવે છે.

4.એક્સક્રેશન (Excretion):

લોકેશન:
કલેક્ટિંગ ડક્ટ (Collecting Duct)

પ્રોસેસ:
હવે ફિલ્ટર થયેલું ફ્લુઈડ (યુરિન) કલેક્ટિંગ ડક્ટ મારફતે યુરેટર (Ureter) દ્વારા બ્લેડર (Bladder)માં એન્ટર થાય છે.

ઇમ્પોર્ટન્સ:
આ સ્ટેપ અંતે યુરિન બોડી માંથી બહાર નીકળે છે.

ડીટેલ:
કલેક્ટિંગ ડક્ટમાં યુરિનનું અંતિમ કોન્સન્ટ્રેશન થાય છે. યુરિન યુરેટર મારફતે બ્લેડરમાં જાય છે, જ્યાં તે કલેક્ટ થાય છે થાય છે અને યુરિથ્રા મારફતે બોડી માંથી બહાર નીકળે છે.

યુરિનના મુખ્ય ઘટકો:

વોટર (95%)
યુરિયા
ક્રિએટિનિન
યૂરિક એસિડ
સોલ્ટ્સ (સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઈડ)
હોર્મોન્સ અને અન્ય સબસ્ટન્સીસ

યુરિનના ફોર્મેશનની પ્રોસેસ કિડનીમાં થાય છે, જેમાં ફિલ્ટ્રેશન, રીઅબ્સોર્પ્શન અને સિક્રિશન દ્વારા બોડી ના વેસ્ટ સબસ્ટન્સીસને બહાર કાઢવામાં આવે છે અને બોડી ના વોટર અને સોલ્ટ્સના બેલેન્સ ને જાળવવામાં આવે છે.

ફિલ્ટ્રેશન(Filtration): બ્લડમાંથી વેસ્ટ અને જરૂરી પદાર્થોને ફિલ્ટર કરે છે.

રીઅબ્સોર્પ્શન(Reabsorption): જરૂરિયાતમંદ સબસ્ટન્સીસ ફરીથી બ્લડમાં શોષાય છે.

સિક્રિશન(Secretion): વધારાની ટોક્સિન્સ અને આયન્સને બહાર કાઢે છે.

એક્સક્રીશન(Excretion): યુરિન બોડી માંથી બહાર જાય છે.

આ કમ્પ્લીટ્લી પ્રોસેસ બોડી ના મેટાબોલિક બેલેન્સ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

Q-4 Write short notes. ટૂંકનોંધ લખો. (કોઈપણ ત્રણ) 12

a) Bio-medical waste management. જૈવિક કચરાનું નિયમન.

બાયો-મેડિકલ વેસ્ટ (Bio-medical waste) એટલે હોસ્પિટલ/ક્લિનિક/લેબોરેટરી જેવી હેલ્થ-કેર સુવિધાઓ (Health-care facilities) માં Diagnosis ,Treatment, ઇમ્યુનાઇઝેશન (immunization) અથવા સંશોધન દરમિયાન ઉત્પન્ન થતો એવો કચરો જે ઇન્ફેક્શન (infection) ફેલાવી શકે અથવા જોખમી (hazardous) હોય. બાયો-મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ એટલે આ કચરાનું source પર જ વિભાજન (segregation at source), યોગ્ય સંગ્રહ (collection), પેકિંગ/લેબલિંગ (packaging & labeling), સ્ટોરેજ (storage), ટ્રાન્સપોર્ટ (transportation), ટ્રીટમેન્ટ (treatment) અને final disposal નિયમ મુજબ કરવો, જેથી હૉસ્પિટલ-એક્વાયર્ડ ઇન્ફેક્શન (hospital acquired infections), નીડલ-સ્ટિક ઇન્જરી (needle-stick injury) અને environmental pollution અટકાવી શકાય

1) કી પ્રિન્સીપલ્સ (Key Principles):

સેફ હેન્ડલિંગ (Safe handling): PPE (Personal protective equipment), હેન્ડ હાઈજીન (hand hygiene) અને સ્પિલ મેનેજમેન્ટ (spill management)નું પાલન.

source પર જ વિભાજન (Segregation at source): કચરો જ્યાં બને ત્યાં જ યોગ્ય કલર-કોડેડ કન્ટેનર/બેગમાં નાખવો.

કલર કોડિંગ (Color coding) અને લેબલિંગ (Labeling): નક્કી કરેલા કલર મુજબ જ કચરો અલગ કરવો.

સમય મર્યાદા (Storage time limit): અનટ્રીટેડ બાયો-મેડિકલ વેસ્ટ 48 કલાકથી વધુ સ્ટોર ન કરવો (જરૂરી કારણ હોય તો સત્તાધિકારીને જાણ સાથે).

2) કલર-કોડિંગ મુજબ વિભાજન (Segregation as per Color Codes)

1.પીળી બેગ (yello Bag)

ઇન્સિનરેશન/ડીપ બુરિયલ (incineration/deep burial as permitted) માટેનો કચરો
ઉદાહરણ: Human anatomical waste, soiled waste (ડ્રેસિંગ/કપાસ/બેન્ડેજ blood/body fluidsથી ઇંફેક્ટેડ વસ્તુઓ ), માઇક્રોબાયોલોજી/લેબ વેસ્ટ (pre-treatment પછી), expired/discarded medicines.

2.રેડ બેગ (Red Bag)

કન્ટામીનેટેડ રિસાયક્લેબલ પ્લાસ્ટિક વેસ્ટ (contaminated recyclable waste)
ઉદાહરણ: IV sets, tubing, catheters, urine bag, syringes without needle વગેરે—પહેલા autoclaving/microwaving/chemical disinfection પછી shredding.

3.બ્લુ બેગ (Blue Bag)

Glassware અને metallic implants
ઉદાહરણ: broken glass vials/ampoules (contaminated), glass bottles; disinfect/autoclave પછી recycling/authorized disposal.

4.સફેદ વોટર પ્રુફ કન્ટેનર (water proof container)

Sharps માટે (needle, scalpel, blade વગેરે) – પંકચર પ્રૂફ, લીક-પ્રૂફ, ટેમ્પર-પ્રૂફ કન્ટેનર; પછી sterilization અને shredding/encapsulation as per protocol.

3) બાયો-મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટની મુખ્ય પ્રક્રિયા (Steps)

  1. Segregation at point of generation (બેડસાઈડ/OT/લેબમાં જ)
  2. Collection: બેગ 3/4 કરતાં વધુ ન ભરો; યોગ્ય રીતે બંધ કરો.
  3. Labeling/Bar-coding (જ્યાં લાગુ પડે ત્યાં) અને રેકોર્ડ મેન્ટેનન્સ.
  4. Internal transport: ઢાંકણાવાળી ટ્રોલી/કન્ટેનર દ્વારા.
  5. Storage: નિર્ધારિત સ્ટોરેજ એરિયામાં; 48 કલાકથી વધુ નહીં.
  6. Treatment: incineration/autoclaving/chemical disinfection/shredding વગેરે (કેટેગરી મુજબ).
  7. Final disposal: authorized CBWTF (Common Biomedical Waste Treatment Facility) અથવા નિયમ મુજબ મંજૂર રીત.

4) Nursing Points:

  • હેન્ડ હાઈજીન (hand hygiene) અને PPEનું પાલન.
  • નીડલ-સ્ટિક પ્રિવેન્શન: needles recap ન કરવું, sharps તરત white containerમાં નાખવા.
  • કલર કોડિંગ મુજબ સાચું segregation કરાવવું/મોનિટર કરવું.
  • સ્પિલ મેનેજમેન્ટ (spill management) અને ઇન્સિડેન્ટ રિપોર્ટિંગ (incident reporting).

b) Portal of entry & exist of microorganisms in body. શરીરમાં જીવાણુને અંદર-બહાર જવા માટેના પ્રવેશદ્વાર.

માઇક્રોઓર્ગેનિઝમ્સ (Microorganisms ) અથવા પેથોજન્સ (Pathogens) માનવ શરીરમાં ચોક્કસ પોર્ટલ્સ (Portals – પોર્ટલ્સ) દ્વારા પ્રવેશ કરે છે અને વૃદ્ધિ પામ્યા પછી અન્ય હોસ્ટ અથવા પર્યાવરણમાં ફેલાવા માટે બહાર નીકળે છે. નીચે તમામ પોર્ટલ્સ મેડિકલ ટર્મિનોલોજી સાથે યોગ્ય અને ચોક્કસ રીતે આપેલ છે.

1) રેસ્પિરેટરી ટ્રેક્ટ (Respiratory Tract) – Portal of Entry & Exit

(Entry – એન્ટ્રી):

  • નાક અથવા મોઢા દ્વારા ઇન્હેલેશન (Inhalation) થી ડ્રોપલેટ્સ (Droplets – ડ્રોપલેટ્સ) અથવા એરોસોલ્સ (Aerosols – એરોસોલ્સ) શરીરમાં પ્રવેશે છે. Infection અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ (Upper respiratory tract) અથવા લોવર રેસ્પિરેટરી ટ્રેક્ટ (Lower respiratory tract – લોવર રેસ્પિરેટરી ટ્રેક્ટ) સુધી પહોંચી શકે છે.

(Exit – એક્ઝિટ):

  • ખાંસી, છીંક અને બોલતી વખતે રેસ્પિરેટરી સિક્રિશન્સ (Respiratory secretions) દ્વારા.

ઉદાહરણ: Influenza virus, SARS-CoV-2, Mycobacterium tuberculosis.

2) ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રેક્ટ (Gastrointestinal Tract – ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રેક્ટ / Alimentary Canal – એલિમેન્ટરી કેનલ) – Portal of Entry & Exit

(Entry – એન્ટ્રી):

  • Contaminated ખોરાક અથવા પાણી દ્વારા ઇન્જેશન (Ingestion) થતાં પેથોજન્સ Intestine માં પ્રવેશે છે.

(Exit – એક્ઝિટ):

  • Stool દ્વારા – ફીકલ-ઓરલ રૂટ (Fecal-oral route ) માટે મુખ્ય માર્ગ કેટલાક કેસમાં વોમિટસ (Vomitus – વોમિટસ) દ્વારા પણ.

ઉદાહરણ: Vibrio cholerae, Salmonella spp., Hepatitis A virus, Rotavirus.

3) જેનિટોયુરિનરી ટ્રેક્ટ (Genitourinary Tract ) – Portal of Entry & Exit

(Entry – એન્ટ્રી):

  • સેક્સ્યુઅલ કોન્ટેક્ટ (Sexual contact ) દ્વારા અથવા યુરેથ્રા (Urethra) મારફતે એસેન્ડિંગ ઇન્ફેક્શન (Ascending infection) થાય છે.

(Exit – એક્ઝિટ):

  • સીમેન (Semen ), વેજાઇનલ સિક્રિશન્સ (Vaginal secretions), સર્વિકલ ફ્લુઇડ (Cervical secretions )
  • કેટલાક ચેપમાં યુરિન (Urine) દ્વારા.

ઉદાહરણ: Neisseria gonorrhoeae, Chlamydia trachomatis, HIV, Treponema pallidum.

4) સ્કિન એન્ડ મ્યુકસ મેમ્બ્રેન્સ (Skin and Mucous Membranes – સ્કિન એન્ડ મ્યુકસ મેમ્બ્રેન્સ) – મુખ્ય Portal of Entry

(Entry – એન્ટ્રી):

  • ઇન્ટેક્ટ સ્કિન (Intact skin ) સામાન્ય રીતે Protection આપે છે.
  • પરંતુ કટ્સ (Cuts ), અબ્રેઝન (Abrasion), બર્ન્સ (Burns ), ડર્મેટાઇટિસ (Dermatitis ) જેવી પરિસ્થિતિમાં બ્રેક્સ ઇન સ્કિન (Breaks in skin) થવાથી infection પ્રવેશે છે.
  • મ્યુકોસા (Mucosa) જેમ કે કન્જન્ક્ટાઇવા (Conjunctiva), નાક અને મોઢાથી પણ પ્રવેશ થાય છે.

(Exit – એક્ઝિટ):

  • પસ (Pus), વાઉન્ડ એક્સ્યુડેટ (Wound exudate ), લેશન ફ્લુઇડ (Lesion fluid).

ઉદાહરણ: Staphylococcus aureus, Streptococcus pyogenes.

5) પેરેન્ટરલ રૂટ (Parenteral Route – પેરેન્ટરલ રૂટ / Bloodstream – બ્લડસ્ટ્રીમ) — Portal of Entry & Exit

(Entry – એન્ટ્રી):

  • સ્કિન અથવા મ્યુકોસા બાયપાસ કરીને સીધો ટિશ્યુ અથવા બ્લડસ્ટ્રીમ માં પ્રવેશ.
  • નીડલસ્ટિક ઇન્જરી (Needlestick injury), ઇન્જેક્શન (Injection), આઈવી કેન્યુલેશન (IV cannulation ), બ્લડ ટ્રાન્સફ્યુઝન (Blood transfusion), ટેટૂ/પિયર્સિંગ, વેક્ટર બાઇટ (Vector bite).

બહાર નીકળવું (Exit – એક્ઝિટ):

  • બ્લીડિંગ (Bleeding ) અથવા બ્લડ-સકિંગ આર્થ્રોપોડ્સ (Blood-sucking arthropods) દ્વારા.

ઉદાહરણ: HBV, HCV, HIV, Plasmodium spp.

6) કન્જન્ક્ટાઇવા ઓફ આઈ (Conjunctiva of Eye) – Portal of Entry

(Entry – એન્ટ્રી):

  • Contaminated હાથ અથવા ફોમાઇટ્સ (Fomites ) દ્વારા આંખમાં ચેપ પ્રવેશે છે.

(Exit – એક્ઝિટ):

  • કન્જન્ક્ટાઇવલ સિક્રિશન્સ (Conjunctival secretions ) અથવા ટિયર્સ (Tears).

ઉદાહરણ: Adenovirus.

7) વર્ટિકલ ટ્રાન્સમિશન (Vertical Transmission – વર્ટિકલ ટ્રાન્સમિશન) – માતાથી બાળકમાં ટ્રાન્સમિશન

(Entry – એન્ટ્રી):

  • ટ્રાન્સપ્લેસેન્ટલ (Transplacental ), ઇન્ટ્રાપાર્ટમ (Intrapartum), બ્રેસ્ટફીડિંગ (Breastfeeding).

(Exit – એક્ઝિટ):

  • માતાના બ્લડ, જેનિટલ સિક્રિશન્સ, બ્રેસ્ટ મિલ્ક (Breast milk) દ્વારા.

ઉદાહરણ: HIV, HBV, Syphilis, Rubella, CMV.

Portal of Entry – એન્ટ્રી પોર્ટલ્સ:

  • Respiratory tract, Gastrointestinal tract, Genitourinary tract, Breaks in skin, Parenteral route, Conjunctiva, Vertical transmission.

Portal of Exit – એક્ઝિટ પોર્ટલ્સ:

  • Respiratory secretions, Feces, Vomitus, Genital secretions, Semen, Urine (કેટલાકમાં), Blood, Pus, Wound exudate, Conjunctival secretions, Breast milk.

c) Explain about Types of immunity. ઈમ્યુનિટીના પ્રકારો.

Microorganism અને તેની products (toxin) દ્વારા ઉભી થયેલી સ્થિતિ સામે Host દ્વારા નિદર્શીત કરવામાં આવતા અવરોધને Immunity કહે છે

or

ઇમ્યુનિટી એટલે કે જ્યારે આપણા બોડીમાં કોઈપણ એન્ટીજન અથવા માઈક્રો ઓર્ગેનિઝમ એન્ટર થાય અને આપણું બોડી તેની સામે રજીસ્ટન્ટ કરી પ્રોટેક્શન આપે તેને ઇમ્યુનિટી કહે છે.

Immunity (ઇમ્યુનિટી):

ઇમ્યુનિટી એ એક પ્રકારનું રેઝિસ્ટન્સ છે કે જે હોસ્ટની બોડી દ્વારા એક્ટિવેટ થાય છે .
જ્યારે કોઇપણ ફોરેન બોડી (એન્ટિજન) એ હોસ્ટ ની બોડીમાં એન્ટર થાય ત્યારે જે એન્ટીબોડી એ એન્ટીજન વિરુદ્ધ ફાઇટ કરે છે તેને ઇમ્યુનિટી કહેવામાં આવે છે.જ્યારે બોડીમાં કોઇ એન્ટીજન ( ફોરેન બોડી) થાય તો તેની વિરુદ્ધમાં બોડીની ફાઇટ કરવાની ક્ષમતાને ઇમ્યુનીટી કહે છે.

ઇમ્યુનિટીના મેઇન્લી બે ટાઇપ પડે છે:

1)ઇનનેટ ઇમ્યુનીટી
2) એક્વાયર્ડ ઇમ્યુનિટી

(1) ઇનનેટ ઇમ્યુનિટી

ઇનનેટ ઇમ્યુનિટી એ એવી ઇમ્યુનિટી છે કે જે વ્યક્તિને by born/by birth જોવા મળે છે.આ એક પ્રકારની નેચરલ ઇમ્યુનિટી છે.

(2) એક્વાયર્ડ ઇમ્યુનિટી

બર્થ થયા પછી વોલ લાઇફ દરમિયાન બોડીને જે ઇમ્યુનિટી મળે તેને એક્વાયર્ડ ઇમ્યુનિટી કહેવામાં આવે છે.

ઇમ્યુનિટી નુ ક્લાસિફિકેશ:

there are two type of immunity .

1)INNATE IMMUNITY
( IN BORN),

2)ACQUIRED IMMUNITY
( AFTER BORN).

TYPES OF INNATE IMMUNITY:

1)SPECIES IMMUNITY
(સ્પીસીસ ઇમ્યુનિટી),

2)RACIAL IMMUNITY
( રેશ્યલ ઇમ્યુનિટી),

3)INDIVIDUAL IMMUNITY
(ઇન્ડીવિડ્યુઅલ ઇમ્યુનિટી)

1)species immunity
(સ્પીસીસ ઇમ્યુનિટી: જુદી જુદી પ્રજાતિઓ પ્રમાણે જુદી જુદી ઇમ્યુનિટી હોય છે)

2)Racial immunity
(રેશ્યલ ઇમ્યુનિટી: જુદી જુદી જાતિ પ્રમાણે જુદી જુદી ઇમ્યુનિટી જોવા મળે છે.)

3)individual immunity
( ઇન્ડીવિડ્યુઅલ ઇમ્યુનિટી : દરેક વ્યક્તિગત રીતે જુદી જુદી ઇમ્યુનિટી હોય છે).

2)ACQUIRED IMMUNITY:

there are two type of acquired immunity.

1)ACTIVE IMMUNITY
(એક્ટિવ ઈમ્યુનિટી),

2)PASSIVE IMMUNITY
(પેસિવ ઇમ્યુનિટી)

1)Active immunity
(એક્ટિવ ઈમ્યુનિટી: જે ઇમ્યુનીટી એ બોડી દ્વારા જ ઉત્પન્ન થાય તેને એક્ટિવ ઈમ્યુનિટી કહે છે)

એક્ટિવ ઇમ્યુનિટીના પણ બે ટાઈપ હોય છે

A)Active natural immunity:

(એક્ટિવ નેચરલ ઇમ્યુનિટી: એ જ્યારે કોઈ વ્યક્તિ એ ઇન્ફેક્શન ના એક્સપોઝરમાં આવે ત્યારે તે વ્યક્તિમાં ઇમ્યુનિટી જોવા મળે તેને એક્ટિવ નેચરલ ઇમ્યુનિટી કહે છે.)

B)Active artificial immunity:

(એક્ટિવ આર્ટિફિશિયલ ઈમ્યુનિટી: જ્યારે કોઈ વ્યક્તિ ને ઈમ્યુનાઇઝેશન કરવામાં આવે અને તે વ્યક્તિમાં ઇમ્યુનિટી ડેવલપ થાય તો તેને એક્ટિવ આર્ટિફિશિયલ ઇમ્યુનિટી કહેવામાં આવે છે.)

2)PASSIVE IMMUNITY

(પેસિવ ઈમ્યુનિટી : જે ઇમ્યુનીટી એ બીજા દ્વારા ડેવલોપ થાય તેને પેસીવ ઈમ્યુનિટી કહે છે આ ઇમ્યુનીટી એ own બોડી માં ડેવલપ થતી નથી.)

પેસિવ ઇમ્યુનિટીના પણ બે ટાઇપ પડે છે.

A)passive natural immunity: પેસિવ નેચરલ ઇમ્યુનીટી: જ્યારે ફીટસ એ મધરના womb માં હોય અને mothore માંથી ફિટસ ને જે ઇમ્યુનિટી મળે તેને પેસીવ નેચરલ ઇમ્યુનિટી કહે છે.)

B)passive artificial immunity: (પેસિવ આર્ટિફિશિયલ ઇમ્યુનીયુનિટી જ્યારે કોઈ બીજા પાસેથી એન્ટીબોડી બનાવીને તેને બીજાના બોડીમાં તૈયાર ટ્રાન્સફર કરવામાં આવે તો તેને પેસિવ આર્ટિફિશ્યલ ઇમ્યુનિટી કહે છે.).

the full information about AQUIRED IMMUNITY :

એક્વાયર્ડ ઇમ્યુનિટી વિશેની ફુલ માહિતી:

after birth બોડીને જેટલી ઇમ્યુનિટી મળે છે તેને એક્વાયર્ડ ઇમ્યુનિટી કહે છે.
After birth during whole life દરમિયાન બોડીની જેટલી ઇમ્યુનિટી મળે છે તેને એક્વાયર્ડ યુનિટી કહે છે.
એક્વાયર્ડ ઇમ્યુનિટીના બે ટાઇપ હોય છે.

1)ACTIVE IMMUNITY
( એક્ટિવ ઈમ્યુનિટી),

2)PASSIVE IMMUNITY
(પેસિવ ઇમ્યુનિટી)

1)ACTIVE IMMUNITY
( એક્ટિવ ઈમ્યુનિટી),

જ્યારે કોઇપણ એન્ટીજન એ બોડીમાં એન્ટર થયા બાદ બોડી એ પોતાની રીતે જ એન્ટીજન વિરુદ્ધ માં એન્ટીબોડી પ્રોડ્યુસ કરી તેને એક્ટિવ ઇમ્યૂનિટી કહેવામાં આવે છે.(active immunity develop after entry of antigen)

Active immunity ના ( 2 બે)type પડે છે.

1)Active natural immunity (એક્ટિવ નેચરલ ઇમ્યુનિટી),

આ ઈમ્યુનિટી એ નેચરલ હોય છે અને એક્ટિવ પણ હોય છે તેથી તેને એક્ટિવ નેચરલ ઇમ્યુનિટી કહેવામાં આવે છે.
આ ઇમ્યુનિટી એ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે એન્ટીજન એ બોડીમાં જાય છે અને તે એન્ટીજન વિરુદ્ધ ઓડીમાં એન્ટીબોડી પ્રોડ્યુસ થાય છે ત્યારે બોડીમાં ઇમ્યુનિટી જોવા મળે છે અને આ ઇમ્યુનીટી લાઇફ long હોય છે.

A)humoral immunity
( હ્યુમોરલ ઇમ્યુનિટી),

Humoral ઇમ્યુનિટી એ બોડી ના plasma માંથી ડેવલોપ થાય છે.

B)cell-mediated immunity ( સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી)

સેલ મીડિયેટેડ ઇમ્યુનીટી એ મુખ્યત્વે T- lymphocytes માંથી ડેવલોપ થાય છે.

T- lymphocytes તે બોડીમાં કોઈપણ ઇન્ટીઝન વિરુદ્ધ ડિફેન્સ પ્રોવાઇડ કરે છે કોઈપણ માઈક્રો ઓર્ગેનિઝમ વિરુદ્ધ કે જે ક્રોનિક બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય તેમાંથી પ્રોટેક્ટ કરે છે.

2)Active artificial immunity (એક્ટિવ આર્ટિફિશિયલ ઇમ્યુનીટી)

Artificial means(man made ) કૃત્રિમ રીતે બનાવેલું હોય અને તેન nature સાથે સંબંધિત હોતું નથી.

જ્યારે કોઇ ઇમ્યુનિટી એ વેક્સિન પ્રોવાઈડ કરી અને બોડીમાં તેના વિરુદ્ધ body મા antibody produce થાય તેને આર્ટિફિશિયલ એક્ટિવ ઇમ્યુનિટી કહેવામાં આવે છે.

Ex:=BCG( Baccilus callmate guarine),

hepatitis,

DPT( Deptheria, Pertussis, Tetanus),

DT( Deptharia, Tetanus),

pentavelent etc.

2)PASSIVE IMMUNITY (પેસિવ ઇમ્યુનિટી)

પેસિવ ઇમ્યુનિટી છે કે જેને રેડીમેટ રેસીપીઅન્ટ ટ્રાન્સફર કરવામાં આવે તેને પેસિવ immunity કહેવામાં આવે છે.

પેસિવ ઇમ્યુનિટીના બે ટાઇપ પડે છે

1)passive natural immunity( પેસિવ નેચરલ ઇમ્યુનિટી).

2) passive Artificial immunity( પેસિવ આર્ટિફિશિયલ ઈમ્યુનીટી).

1)passive natural immunity(પેસિવ નેચરલ ઇમ્યુનિટી).

આ ઇમ્યુનિટી એ મધર દ્વારા ફીટસને મળે છે તેને પેસિવ નેચરલ ઇમ્યુનિટી કહે છે.

આ ઇમ્યુનિટી ને કંજીનાઇટલ ઇમ્યુનિટી ( congenital immunity) પણ કહે છે.

Ex: 1)IgG( immunoglobulin G) એ પ્લેસેન્ટામાંથી ફિટસ ને મળે છે.

2)IgA( immunoglobulin A) એ Breast મિલ્ક માંથી ફિટસ ને મળે છે.

These two antibody IgG and IgA એ મધરમાંથી featus ને મળે છે તેથી તેને passive નેચરલ ઇમ્યુનિટી કહેવામાં આવે છે.

2) passive Artificial immunity( પેસિવ આર્ટિફિશિયલ ઈમ્યુનીટી).

આ ઇમ્યુનિટી એ આર્ટિફિશિયલ (man made) હોય છે.

આમાં એન્ટીબોડીને ડાયરેક્ટ્લી Recipients ના બોડીમાં એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે.

Given by:

1)antitoxin,
2)antibacterial,
3)antiviral,

Ex:=Tetanus toxoid ( TT),
Gas gangrene antitoxin,
Anti venom sera,
Anti lymphatic serum,

આ એન્ટીબોડીએ immediate પ્રોટેક્શન પ્રોવાઇડ કરે છે તથા ટેમ્પરરી સમય માટે હોય છે.

use of passive immunization

1)passive ઈમ્યુનાઇઝેશન એ બોડીમાં તાત્કાલિક immunity પ્રોવાઈડ કરે છે.

2) Active ઇમ્યુનિટી ને suppress કરે છે.

3) જો કોઈ સિરિયસ ઇન્ફેક્શન હોય તો તેને ટ્રીટ કરવા માટે ઇમીડીએટલી ઇમ્યુનિટી પ્રોવાઇડ કરે છે.

d) Importance of microbiology in nursing. નર્સિંગમાં માઈક્રોબાયોલોજીનું મહત્વ.

નર્સિંગમાં માઇક્રોબાયોલોજીનું મહત્વ (Importance of Microbiology in Nursing)

માઇક્રોબાયોલોજી (Microbiology) નર્સિંગ (Nursing) માટે આધારભૂત વિષય છે, કારણ કે તે માઇક્રોઓર્ગેનિઝમ્સ (Microorganisms) જેમ કે બેક્ટેરિયા (Bacteria), વાયરસ (Viruses), ફંગી (Fungi) અને પરાસાઇટ્સ (Parasites) વિશે Scientific understanding આપે છે. આ જ્ઞાન નર્સને ઇન્ફેક્શન (Infection) કેવી રીતે થાય છે, કેવી રીતે ફેલાય છે, કેવી રીતે રોકી શકાય છે અને પેશન્ટ કેર (Patient care) દરમિયાન સલામતી કેવી રીતે જાળવવી- તેમાં સીધી મદદ કરે છે.

1) ઇન્ફેક્શન નિયંત્રણમાં મહત્વ (Infection Control):

માઇક્રોબાયોલોજીનું જ્ઞાન નર્સને ટ્રાન્સમિશન (Transmission) અને ચેઇન ઓફ ઇન્ફેક્શન (Chain of infection) સમજવામાં મદદ કરે છે, જેથી હોસ્પિટલ-એક્વાયરડ ઇન્ફેક્શન (Hospital-acquired infection/HAI) અટકાવી શકાય.

  • હેન્ડ હાઇજીન (Hand hygiene) નું યોગ્ય પાલન
  • પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (Personal protective equipment/PPE) નો યોગ્ય ઉપયોગ
  • આઇસોલેશન પ્રિકોશન્સ (Isolation precautions): કોન્ટેક્ટ (Contact), ડ્રોપલેટ (Droplet), એરબોર્ન (Airborne)

2) એસેપ્સિસ, સ્ટરિલાઇઝેશન અને ડિસઇન્ફેક્શન (Asepsis, Sterilization, Disinfection)

નર્સિંગ પ્રોસિજર્સમાં પેશન્ટને ઇન્ફેક્શનથી બચાવવા માટે:

  • એસેપ્સિસ (Asepsis) અને એસેપ્ટિક ટેક્નિક (Aseptic technique)
  • સ્ટેરિલાઇઝેશન (Sterilization) અને ડિસઇન્ફેક્શન (Disinfection) ના સિદ્ધાંતો
  • સર્જિકલ એસેપ્સિસ (Surgical asepsis) અને મેડિકલ એસેપ્સિસ (Medical asepsis)
    આ બધું માઇક્રોબાયોલોજી આધારિત છે.

3) ડીસીઝ પ્રક્રિયા સમજવામાં મદદ (Pathogenesis and Disease Process):

માઇક્રોબાયોલોજી નર્સને પેથોજેનિસિટી (Pathogenicity), વિર્યુલેન્સ (Virulence), ઇનક્યુબેશન પિરિયડ (Incubation period) અને ટોક્સિન્સ (Toxins) જેવી બાબતો સમજાવે છે, જેથી:

  • ઇન્ફેક્શનના લક્ષણો (Clinical features) વહેલા ઓળખી શકાય
  • સેપ્સિસ (Sepsis) અને શોક (Septic shock) જેવી ગંભીર સ્થિતિ માટે સતર્કતા રાખી શકાય

4) નમૂના સંગ્રહ અને લેબોરેટરી તપાસ (Specimen Collection and Laboratory Diagnosis):

સચોટ ડાયગ્નોસિસ માટે નર્સની ભૂમિકા મહત્વપૂર્ણ છે, જેમ કે:

  • સેમ્પલ કલેક્શન (Specimen collection): બ્લડ (Blood), યુરિન (Urine), સ્પુટમ (Sputum), સ્વેબ (Swab), સીએસએફ (CSF)
  • યોગ્ય કન્ટેનર, ટાઇમિંગ અને ટ્રાન્સપોર્ટ (Transport)
  • કલ્ચર (Culture), સ્ટેઇનિંગ (Staining), એન્ટિજન/એન્ટિબોડી ટેસ્ટ (Antigen/Antibody tests), પીસીઆર (PCR) જેવા ટેસ્ટ માટે યોગ્ય પ્રોસિજર ફોલો કરવું

5) એન્ટીમાઇક્રોબિયલ થેરાપી અને રેઝિસ્ટન્સ (Antimicrobial Therapy and Resistance)

માઇક્રોબાયોલોજીનું જ્ઞાન નર્સને:

  • એન્ટિબાયોટિક્સ (Antibiotics), એન્ટિવાયરલ્સ (Antivirals), એન્ટિફંગલ્સ (Antifungals) નો યોગ્ય ઉપયોગ સમજવામાં મદદ કરે છે
  • એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ (Antibiotic resistance) અને એન્ટીમાઇક્રોબિયલ સ્ટીવર્ડશિપ (Antimicrobial stewardship) મુજબ દવાઓ નિયમિત રીતે અને સમયસર આપવાની મહત્વતા સમજાવે છે
  • સાઇડ ઇફેક્ટ્સ (Adverse effects) અને એલર્જિક રિએક્શન (Allergic reaction) માટે મોનિટરિંગ કરાવવામાં મદદ કરે છે

6) ઇમ્યુનિટી અને ઇમ્યુનાઇઝેશન (Immunity and Immunization)

નર્સિંગમાં:

  • ઇમ્યુન સિસ્ટમ (Immune system) અને હોસ્ટ ડિફેન્સ (Host defense)
  • વેક્સિન્સ (Vaccines), ઇમ્યુનાઇઝેશન શેડ્યૂલ (Immunization schedule)
  • પોસ્ટ-એક્સ્પોઝર પ્રોફિલેક્સિસ (Post-exposure prophylaxis/PEP) અને પ્રી-એક્સ્પોઝર પ્રોફિલેક્સિસ (Pre-exposure prophylaxis/PrEP) (પરિસ્થિતિ અનુસાર)
    આ મુદ્દાઓ માટે માઇક્રોબાયોલોજીનું જ્ઞાન જરૂરી છે.

7) બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ અને સલામતી (Biomedical Waste Management and Safety)

હોસ્પિટલમાં ઇન્ફેક્શન અટકાવવા માટે:

  • બાયોમેડિકલ વેસ્ટ સેગ્રેગેશન (Biomedical waste segregation)
  • શાર્પ્સ મેનેજમેન્ટ (Sharps management)
  • નીડલસ્ટિક ઇન્જરી (Needlestick injury) પછીની કાર્યવાહી (Post-exposure management)
    આ બધું નર્સિંગમાં અત્યંત આવશ્યક છે.

નર્સિંગમાં માઇક્રોબાયોલોજીનું મહત્વ મુખ્યત્વે ઇન્ફેક્શન કંટ્રોલ, એસેપ્ટિક પ્રેક્ટિસ, ડીસીઝ પ્રક્રિયાની સમજ, લેબોરેટરી ડાયગ્નોસિસ માટે યોગ્ય સેમ્પલ હેન્ડલિંગ, એન્ટીમાઇક્રોબિયલ થેરાપીનો સુરક્ષિત ઉપયોગ, ઇમ્યુનાઇઝેશન અને બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ સુધી વિસ્તરે છે. તેથી માઇક્રોબાયોલોજીનું મજબૂત જ્ઞાન નર્સને સેફ, કમ્પિટન્ટ અને ઇફેક્ટિવ હેલ્થ કેર પ્રોફેશનલ બનાવે છે.

Q-5 Define following (any six) નીચેની વ્યાખ્યા લખો. (કોઈપણ છ) 12

a) Tidal volume – ટાઇડલ વોલ્યુમ

  • એક રેસ્પિરેશન દરમિયાન લંગ ની અંદર નોર્મલ ઇન્સ્પિરેશન દરમિયાન જતો હવાનો જથ્થો અને નોર્મલ એક્સપિરેશન દરમિયાન લંગ ની બહાર નીકળતો હવા નો જથ્થો તેને ટાઈડલ વોલ્યુમ કહેવામા આવે છે. નોર્મલી તે 500 ml જેટલુ હોય છે.

b) Microbiology – માક્રોબાયોલોજી

  • ”માઇક્રો” એટલે- સુક્ષ્મ અને ”બાયો ”એટલે -જીવ અને ”લોજી” એટલે અભ્યાસ આમ, માઇક્રોબાયોલોજી એટલે નરી આંખે ન જોઈ શકાય તેવા સૂક્ષ્મ જીવો ના અભ્યાસ કરતું શાસ્ત્ર.

c) Osteology – ઓસ્ટીયોલોજી

  • Osteology એ એનાટોમી (Anatomy) ની એવી Branch છે જેમાં bones ની રચના (structure), વિકાસ (development), કાર્ય (functions) અને રોગો (diseases) નો અભ્યાસ કરવામાં આવે છે.
  • આમાં Human skeletal system , bones ની સંખ્યા, પ્રકાર, રચના અને Jointsની Scientific studies નો સમાવેશ થાય છે.

d) Sterilization – સ્ટરીલાઇઝેશન

સ્ટરીલાઈઝેશન એ તે પ્રોસેસ છે, જેમાં તમામ માઈક્રોઓર્ગેનિઝમ્સ, જેમ કે બેક્ટેરિયા, વાઈરસ, ફંગસ અને તેમના સ્પોર્સને Completely destroyed કરવામાં આવે છે. સ્ટરીલાઈઝેશનનો ઉપયોગ ખાસ કરીને મેડિકલ, ફાર્માસ્યુટિકલ, લેબોરેટરી અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રોમાં કરવામાં આવે છે.

સ્ટરીલાઈઝેશનની કેટલીક મુખ્ય પદ્ધતિઓમાં શામેલ છે:

હીટ સ્ટરીલાઈઝેશન:

  • ઓટોક્લેવિંગ: આ પદ્ધતિમાં પ્રેશર અને હાઈ ટેમ્પરેચર વાપરીને સ્ટરીલાઈઝેશન કરવામાં આવે છે. આ method મા15 lbs pressure અને 121° C temp. 30 minutes ની જરૂરીયાત sterilization માટે રહે છે.
  • ડ્રાય હીટ સ્ટરીલાઈઝેશન: આ પદ્ધતિમાં હાઈ ટેમ્પરેચર વિના ભેજના ઉપયોગથી સ્ટરીલાઈઝેશન કરવામાં આવે છે.

કેમિકલ સ્ટરીલાઈઝેશન:

  • એથિલિન ઓક્સાઇડ: આ એક ગેસ છે જે મેડિકલ ઉપકરણો અને સજ્જાને સ્ટરીલાઈઝ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
  • હાઇડ્રોજન પેરોક્સાઇડ: આ પદ્ધતિ સજ્જા અને પૃથ્થ કરનારી સામગ્રીને સ્ટરીલાઈઝ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
  • ફિલ્ટ્રેશન: લિક્વિડ અને ગેસીસમાંથી માઈક્રોબ્સને દૂર કરવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ.

રેડિયેશન:

  • ગામા રેડિયેશન: ખાદ્યપદાર્થો અને મેડિકલ ઉપકરણોને સ્ટરીલાઈઝ કરવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ.
  • યુવી લાઇટ: પૃથ્થ અને હવા સ્ટરીલાઈઝ કરવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ.
  • સ્ટરીલાઈઝેશનનો હેતુ સંક્રમણ અટકાવવો અને ચેપનો ફેલાવું અટકાવવું છે, જેથી આરોગ્ય અને સલામતી સુનિશ્ચિત કરી શકાય.

e) Meningitis – મેનિન્જાઈટીસ

મેનેન્જીસ: મેનેન્જીસ એ બ્રેઇન તથા સ્પાઇનલ કોર્ડ નું પ્રોટેક્ટીક મેમ્બરેન છે કે જે બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ ને કવર કરે છે. આ મેનેન્જીસ માં ત્રણ અધર લેયર આવેલા હોય છે.

1) ડ્યુરામેટર
( આઉટર મોસ્ટ લેયર),

2) એરાકનોઇડ મેટર
( ઇન્ટરમીડીએટ લેયર),

3)પિયા મેટર
(ઇનરમોસ્ટ લેયર)

આમ, મેનેન્જિસ ના આ ત્રણ લેયર હોય છે કે જે બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ ને કવર કરી તેને પ્રોટેક્ટ કરવા માટેનું વર્ક કરે છે.

મેનિંન્જાઇટીસ: બ્રેઇન તથા સ્પાઇનલ કોડ ની સરાઉન્ડીંગ માં આવેલા મેનેન્જિસ લેયર માં ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન થાય તો તે કન્ડિશન ને મેનિન્જાઇટિસ કહેવામાં આવે છે. આ ઇન્ફેક્શન એ બેક્ટેરિયા વાઇરસ તથા માઇક્રોઓર્ગેનિઝમ ના કારણે થઈ શકે છે.

f) Anatomy – એનાટોમી

  • એનાટોમી એ બોડીમા આવેલ અવયવોના સ્ટ્રકચરને લગતા સ્ટડી અને તેના સાયન્ટિફિક અભ્યાસને એનાટોમી કહેવામા આવે છે.
  • એનાટોમી મા શરીરમા આવેલા કોઈપણ અવયવોના સ્ટ્રક્ચર, તેની આજુબાજુએ આવેલા અવયવોના સ્થાન તેનુ લોકેશન આ સંપૂર્ણ સ્ટડી નો સમાવેશ કરવામા આવે છે.
  • એનાટોમી એટલે હ્યૂમન બોડી ઓર્ગન ના સ્ટ્રકચર નો સાઇન્ટિફિક અભ્યાસ.

g) Nosocomial infections – નોસોકોમીયલ ઇન્ફેક્શન્સ

નોસોકોમીયલ ઇન્ફેક્શન, જેને હૉસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન અથવા હેલ્થકેર-અસોસિયેટેડ ઇન્ફેક્શન (HAI) પણ કહેવામાં આવે છે, Nosocomial infection એક ઇન્ફેક્શન છે infection જે પેશન્ટને હોસ્પિટલમાં દાખલ થયા પછી ઓછામાં ઓછા 48 કલાક પછી થાય છે જે પેશન્ટ હૉસ્પિટલમાં પ્રવેશ કર્યા પછી ફેલાય છે અને દાખલ થતા સમયે હાજર ન હતો. આ ઇન્ફેક્શન સામાન્ય રીતે હેલ્થકેર સુવિધાઓમાં થતાં હોય છે અને પેશન્ટ, હેલ્થકેર સ્ટાફ, વિઝિટર્સ, મેડિકલ ઉપકરણો, અથવા આસપાસના વાતાવરણના સંપર્ક દ્વારા ફેલાય છે.

નોસોકોમીયલ ઇન્ફેક્શન્સના કેટલાક સામાન્ય પ્રકારો:

  1. યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન (UTI): કેથેટર ઉપયોગના કારણે થાય છે.
  2. સર્જિકલ સાઇટ ઇન્ફેક્શન: સર્જરી બાદ સર્જીકલ સાઇટ પર થાય છે.
  3. રેસ્પિરેટરી ઇન્ફેક્શન: વેન્ટિલેટરનો ઉપયોગ કરતી વખતે પેશન્ટમાં થાય છે.
  4. બ્લડસ્ટ્રીમ ઇન્ફેક્શન: આઇવી કેથેટરનો ઉપયોગ કરતી વખતે થાય છે.

h) Physiology – ફિઝીયોલોજી

  • ફીઝીયોલોજી એ હ્યુમન બોડી માં થતા ફંક્શન્સ અને મીકેનીઝમ્સ ની સાઇન્ટીફીક સ્ટડી છે. તે બોડીના ઓર્ગન્સ, ટીશ્યુસ અને Systems જીવન જાળવવા, ગ્રોથ ને સપોર્ટ આપવા અને એન્વાયરમેન્ટલ ચેન્જીસ નો રિસ્પોન્સ આપવા માટે કેવી રીતે સાથે મળીને વર્ક કરે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આમાં સર્ક્યુલેશન, રેસ્પીરેશન, ડાયજેશન, મેટાબોલિઝ્મ અને ન્યુરલ સિગ્નલિંગ જેવી પ્રક્રિયાઓ નો સમાવેશ થાય છે.
  • હ્યુમન ફિઝિયોલોજી એ ડિફરન્ટ બોડી પાર્ટ્સ ના ફંકશનિંગ ની સ્ટડી ને હ્યુમન ફિઝીયોલોજી કહેવામાં આવે છે.

Q – 6 (A) Fill in the blanks – ખાલી જગ્યાઓ પુરો. 05

1.Right lung has …. lobes. જમણા ફેફસામાં …. લોબ હોય છે. 3 lobes (3 લોબ)

2.TSH stand for …. . TSH નું પુરૂ નામ …. છે. Thyroid Stimulating Hormone (થાયરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન)

3.There are …. number of temporary teeth in human. માનવીમાં કુલ …. ટેમ્પરરી ટીથ હોય છે. 20 temporary teeth (20 ટેમ્પરરી (દૂધિયા) દાંત)

4….. is the smallest bone of the human body. …. એ માનવ શરીરનું નાનામાં નાનું હાડકું છે. Stapes (સ્ટેપી)

5.Larynx is also known as …. . લેરીક્ષને …. પણ કહે છે. Voice box (વોઇસ બોક્સ)

(B) True or False – ખરા ખોટા જણાવો. 05

1.Alfa cells of pancreas produce insulin. પેનક્રિઆસના આલ્ફા સેલ્સ ઈનસ્યુલીન ઉત્પન્ન કરે છે.False (ખોટું) Correct Answer : Alpha cells ગ્લુકાગોન ઉત્પન્ન કરે છે, insulin beta cells ઉત્પન્ન કરે છે.

2.Process of development of RBC is called erythropoiesis. આર.બી.સી ના ડેવેલપમેન્ટના પ્રોસેસને એરિથ્રોપોએસિસ કહે છે. True (ખરું)

3.There are 12 pairs of cranial nerves. ક્રેનિયલ નર્વની કુલ ૧૨ જોડી હોય છે. True (ખરું)

4.Ovum survive 72 hours after its relate. ઓવમ રિલિઝ થયા પછી ૭૨ કલાક સુધી જીવે છે. False (ખોટું) Correct Answer : Ovum સામાન્ય રીતે 24 કલાક સુધી જ જીવંત રહે છે.

5.First stage of mitosis is anaphase. એનાફેઝ એ માઈટોસીસનો પ્રથમ તબકકો છે. False (ખોટું) Correct Answer : Mitosis નો પ્રથમ તબક્કો prophase છે.

(C) Match the following – જોડકા જોડો. 05

A B

(1) Tuberculosis – ટ્યુબરક્યુલોસીસ (1) Immune system – ઇમ્યુન સિસ્ટમ

(2) Bile – બાઈલ (2) Robert Koch – રોબર્ટ કોચ

(3) Lymphocytes – લીમ્ફોસાઇટ્સ (3) Vision – વીઝન

(4) Optic nerve – ઓપ્ટીક નર્વ (4) Pasteurization – પાસ્ચુરાઇઝેશન

(5) Destroy microorganisms from milk (5) Gall bladder – ગોલ બ્લાડર દૂધમાંથી જીવાણુઓનો નાશ કરવો

(6) Liver – લીવર

(7) Sterilization – સ્ટરીલાઇઝેશન

✔ Correct Matching Answer :

(1)→(2) Robert Koch – રોબર્ટ કોચ
(2)(5) Gall bladder – ગોલ બ્લાડર
(3)(1) Immune system – ઇમ્યુન સિસ્ટમ
(4)(3) Vision – વીઝન
(5)(4) Pasteurization – પાસ્ચુરાઇઝેશન

Published
Categorized as Uncategorised