યુનિટ – 2
માલ એડજસ્ટમેન્ટ
માલ એડજસ્ટમેન્ટ
વ્યાખ્યા
- માલ એડજસ્ટમેન્ટ એ એક એવી સ્થિતિ છે જેમાં વ્યકિત પોતાની, સાયકોલોજીકલ અને સોશિયલ જરૂરીયાત સંતોષવામાં નિષ્ફળ જાય છે. પર્સનલ, બાયોલોજીકલ, અને સમાજની અપેક્ષા પ્રમાણે પોતાની અને વાતાવરણ વચ્ચે બેલેન્સ રાખી શકતો નથી જેને માલ એડજસ્ટમેન્ટ કહેવાય છે.
- માલ એડજસ્ટમેન્ટ એ એવી સ્થિતિ છે જેમાં વ્યકિત પોતાના અને વાતાવરણ વચ્ચે એડજસ્ટમેન્ટ થઇ શકતું નથી. તેના કારણે કોન્ફ્લીક્ટ અને તણાવ વધે છે.
- માલ એડજસ્ટમેન્ટ એટલે વાતાવરણ પ્રમાણે અનુકુળ ન થઇ શકવું.
- માલ એડજસ્ટમેન્ટએ એક એવી વર્તણુંક છે. જેનાથી વ્યકિત પોતાના માટે અને બીજાના માટે જોખમ ઉભું કરે છે. બીજા શબ્દોમાં જયારે ફીજીકલ અને સાયકોલોજીક જરૂરીયાત ન સંતોષાય તો માલ એડજસ્ટમેન્ટ ઉદભવે છે. માલ એડજસ્ટમેન્ટ એટલે કે બદલાતા વાતાવરણ અથવા રીલેશન સામે એડજસ્ટ ન થઇ શકવાની ક્ષમતા, ઇમોશનલ ઇનસ્ટેબીલીટી, મેન્ટલ ડીસઓર્ડર, મેન્ટલ ઇલનેસ, પર્સનાલીટી ડીસઓર્ડર, બીહેવીયર, સ્કીપનોડર ડીસઓર્ડરને એક શબ્દમાં વર્ણવું હોય તો તેને માલ એડજસ્ટમેન્ટ કહેવાય. ઇમોશનલ ડીસઓર્ડર, સાયકોલોજીકલ.
માલ એડજસ્ટમેન્ટની લાક્ષણિકતાઓ
(1) નર્વસ ડિસઓર્ડર
- અમુક બીહેવીયર(વર્તન) અથવા ટેવો જેવી કે નખ કરડવા, માથુ ખંજવાળવું, વાળ સાથે રમવુ, એક જગ્યાએ સ્થિર ઉભા ન રહેવું, ડર લાગવો,ચિંતા થવી, પોતાની જાત પ્રત્યે વધારે સભાન થવું, તણાવગ્રસ્ત રહેવું વગેરે લાક્ષણિકતાઓ નકકી કરે છે. વ્યકિત નર્વસ છે.
(2) ઈમોશનલ ઓવર રીએકશન એન્ડ ડેવીએશન
- ભાવનાત્મક અતિરેક અને વિચલન
- ભયના કારણે જવાબદારી ન લેવી.
- કાયરતા
- જવાબદારીમાંથી ખસી જવુ.
- નાની નાની ભુલથી પણ ડર લાગવો.
- ઉદાસીનતા
- મુડ ડીસઓર્ડર
- અતિ સંવેદનાશીલતા
- કોઇ પણ જાતનો રસ ન દાખવવો.
- ફોબીયા, ફીઅર, એન્કઝાયટી (ડર લાગવો)
- ધ્યાન ખેંચાય તેવું વર્તન કરવું.
(3) ઈમોશનલ ઈમેચ્યોરીટી
- પોતાની લાગણીઓ ઉપર કંન્ટ્રોલ ન રાખવો.
- ડીસીજન ન લઇ શકવું.
- બીજા ઉપર આધારીત રહેવું.
- પોતાની જાત પ્રત્યે વધારે સભાન અને શંકાશીલ રહેવું.
- વ્યકિતગત કામ પુર્ણ ન કરી શકાયું હોય તો ગુસ્સે થવું, હાયપરએકટીવ થવું.
- ભયભીત રહેવું.
- શર્મીલુ અને સેલ્ફ કોન્સીયન્સ રહેવું.
- કારણ વગર ડર રહેવો.
- હાઇ લેવલની એન્ઝાયટી હોવી. (વધુ પડતુ ચિંતાતુર)
(4) એક્ઝિબિનિસ્ટ બીહેવીયર
- પોતાની નિષ્ફળતાનો દોષ બીજાને દેવો.
- નફરત કરવી. (પોતાનીજાતને)
- હાનિકારક પ્રવૃત્તિઓ કરવી.
- એગ્રેસીવનેશ (ઉગ્રતા)
- સ્કુલ કે કામ ઉપર જવાની ના પાડવી.
- જેલસી કરવી. (બીજા માટે જલન અનુભવવી)
(5) એન્ટી સોશિયલ બીહેવીયર
- ગંદી ગાળો બોલવી.
- જવાબદારી વગરનું વર્તન કરવું.
- ઘાતકી રીતે વર્તવું.
- હોમો સેકયુઅલ એકટીવીટી કરવી.
- સેક્સ પ્લે વગેરે અસામાજીક વ્યવહાર કરવો.
(6) સાયકોસોમેટિક ડિસ્ટર્બન્સ
- હેડએક, બોડીએક, પેઇન
- ઉલટી ઉબકા થવા
- વધારે પડતું ખાવું
- બોલી લડખડાવી
- સ્પીચ ડીફેકટ ભાષા ખામી(વાણી)
- મુવમેન્ટ કરવી, વળી જવું વગેરે
- ઝાડા પેશાબ થઇ જવા
- લકવો પડી જવો
- અસ્થમાનો એટેક આવવો
(7) એજ્યુકેશનલ & વોકેશનલ ડિફીકલ્ટીઝ
- સ્કુલમાં શિસ્ત ન જાળવવું.
- સ્કુલમાં પોગ્રેસ રીપોર્ટ બરાબર ન આવવો.
- ધ્યાન કેન્દ્રીત ન કરી શકવું
- વ્યાવસાયિક નિષ્ફળતા
માલ એડજસ્ટમેન્ટના કારણો
મુખ્ય પાંચ કારણો માલ એડજસ્ટમેન્ટ માટે જવાબદાર છે.
(1) ફેમિલી
- ફેમિલીના જુદા જુદા કાર્યો છે. દા.ત. સામાજીક, આર્થિક સાયકોલોજીકલ જો તે ન સંતોષાય તો માલ એડજસ્ટમેન્ટ ઉદભવે છે.
(a) સોશિયલ
- સ્ટેપ માતા- ગિબન નામના વૈજ્ઞાનિકે કહયુ છે કે, એક જનરેશનમાં સોશિયલ પ્રોબ્લેમ બીજા જનરેશન માટે સાયકોલોજીકલ પ્રોબ્લેમ બને છે.
- જેવાં કે સેપ્રેટેડ ફેમિલી, ડિવોર્સી ફેમિલી, વ્યસની માતા-પિતા, સિંગલ પેરેન્ટસ, નીચું નૈતિક સામાજીક ધોરણ વગેરે માલ એડજસ્ટમેન્ટ માટે જવાબદાર છે.
(b) આર્થિક પરિસ્થિતિ
- જયારે માતા પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોય ત્યારે, ગરીબી, બેકારી વગેરેના કારણે બાળકો અને વ્યકિત ઇનસીક્યોરીટી અનુભવે છે .જેના કારણે માલ એડજસ્ટમેન્ટ થાય છે.
- જયારે ફેમિલી બાળકની પાયાની જરૂરિયાત ખોરાક અને કપડાં રહેઠાણ પુરુ ન પાડી શકે ત્યારે હતાશા ફીલ કરે છે.
(c) સાયકોલોજીકલ કારણો
- જયારે માતા-પિતા બાળક પ્રત્યે વધારે પડતુ વળગણ રાખતા હોય. અધિકૃત પોસ્ટ ધરાવતાં હોય.
- બાળક પ્રત્યે વધારે પડતા સ્ટ્રીક્ટ હોય, બિનવાસ્તવિક હોય તેમજ અપેક્ષા પ્રમાણે બાળક ન વર્તે તો પોતાનું અપમાન સમજે જેના કારણે બાળકો ઉપર વિપરિત અસર થાય છે અને માલ એડજસ્ટમેન્ટ ઉદભવે છે.
(2) વાતાવરણ
- જયારે બાળક મધરના યુટ્રસમાં હોય છે ત્યારનું વાતાવરણ બાળકના ડેવલોપમેન્ટમાં ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે.જયારે મધરને પુરતા પ્રમાણમાં ન્યુટ્રીશન પુરુ ન પડયું હોય, મધર મેન્ટલી ડીસ્ટર્બ હોય, મધરનો દુરઉપયોગ થયો હોય ત્યારે જન્મેલ બાળક મોટું થતા માલ એડજસ્ટમેન્ટનો ભોગ બને છે.
(3) હેરિડિટી (વારસાગત)
- વારસાગત ખામીયુકત માનસિક સેટ-અપને લીધે કોઇ વ્યકિત ગૌણ લઘુતા ગ્રંથી ફીલ કરતા હોય છે. શ્યામવર્ણ કદરૂપો ચહેરો વગેરે.
(4) પર્સનલ કારણો
- જયારે વ્યકિતગત કારણો,શારીરીક, માનસિક અને દેખાતી ખોડખાંપણની પરિસ્થિતિ હોય અને પોતાના સરખા ગ્રુપ પ્રમાણે દેખાવ ન કરી શકે ત્યારે લઘુતા ગ્રંથિ અનુભવે છે અને તે અંતર્મુખી અને આઇસોલેટેડ થઇ જાય છે. તેમજ દીવા સ્વપ્ન જુએ છે.
(5) શાળાને રિલેટેડ કારણો
- જયારે બાળકોનો પુરતા પ્રમાણમાં સ્કુલમાં ફેસીલીટી મળતી નથી. જેવી કે ફર્નિચર અને પુરતા પ્રમાણમાં સાધનો હોતા નથી
- કલાસમાં ખુબ જ ગીચતા હોય છે. પુરતા પ્રમાણમાં વ્યવસ્થા ન હોવાથી સ્ટુડન્ટ તણાવમાં રહે છે .
- અમુક સ્કુલો સ્ટ્રીક્ટ ડીસીપ્લીનમાં માનતી હોય જેથી બાળકને સ્કૂલ જેલ જેવી અને શિક્ષકો જેલર જેવા લાગે છે. જેના કારણે વિદ્યાર્થીઓ હંમેશા ડર અને અસલામતિ અનુભવે છે.
- સ્કુલમાં રીક્રીએશન ફેસીલીટી ન હોય, જેથી માલ એડજસ્ટમેન્ટ થાયછે.
(6) શિક્ષક રિલેટેડ કારણો
- જયારે શિક્ષક અનુકુળ ન હોય,
- ભેદભાવ વૃત્તિ રાખતો હોય,સ્ટુડન્ટ સાથે ઇનવોલ્વ ન થતો હોય ત્યારે શિક્ષા નિસ્તેજ અને કડવી બની જાય છે અને સ્ટુડન્ટ અસલામતિ અનુભવે છે.
- સ્ટુડન્ટ દરેક શિક્ષણની પ્રોસેસને નફરત કરે છે જે માનસિક ટેન્શન ઉભું કરે છે. જેના કારણે માલ એડજસ્ટમેન્ટ ઉદભવે છે.
(7) પીઅર ગ્રુપ રીલેટેડ કારણો
- આ એક મહત્વનું ફેકટર છે જે સાયકોલોજીકલી સ્ટુડન્ટને અને વ્યકિતને ખલેલ પહોંચાડે છે. ગરીબ બાળકો અને તવંગર બાળકો કપડા, ખોરાક, સ્ટેટસ વગેરેની બાબતમાં લઘુતા ગ્રંથી તેમજ જેલસી ફીલ કરે છે. જેના સરખે સરખા વ્યકિત વચ્ચેની અન હેલ્ધી રીલેશનશીપ તણાવ ઉતપન્ન કરે છે. જેના કારણે લાગણીઓમાં ખલેલ પહોંચે છે.
માસ મિડીયા
- બાળકો નોલેજના માસ મિડીયા વિસ્ફોટના સંપર્કમાં આવે છે જે જાતીયતા અને હિંસા દર્શાવે છે.
- જેના કારણે વાસ્તવિક જીંદગીમાં માલ એડજસ્ટમેન્ટ અનુભવે છે.
વ્યકિતગત – સામાજીક કાઉન્સેલિંગ (પરામર્શ)
- એ એક ક્ષેત્ર છે જે વ્યકતિઓની માનસિક અને સામાજીક સમસ્યાઓને આવરે છે.વ્યકિતગત સમસ્યાઓ હોય છે તે હકીકત છે અને તે ખાનગી રાખવી આપણી ફરજ છે. કોઇપણ વ્યકિતએ કરેલી ખાનગી વાતો જેવી કે ઇન્ટરપર્સનલ રીલેશનશીપ ફેમીલી ફેકટર, વૈવાહિક અસંગતતા, તુટેલા ઘરો,જાતીય સમસ્યાઓ, ભાવનાત્મક સમસ્યાઓ આવતી કાલનો ડર,અયોગ્યતા અને શ્રેષ્ઠતા, નોકરી ગુમાવવી, બેરોજગારી વગેરે વ્યકિતગત અને સામાજીક ગુપ્તતા જાળવવી. આ સમસ્યાઓ શાળામાં નિષ્ફળતાનો આધાર છે. નોકરીની કામગીરીમાં અસમર્થતા, જે નોકરીમાં બરતરફ થઇ શકે છે. છુટાછેડા કે જે યુગલો અથવા બાળકોને ભાવનાત્મક રીતે અસ્થિર બનાવે છે. છુટા છેડા અથવા કૌટુંબિક તકરારોને કારણે બાળકોને ખરાબ સંગત, ચોરી કરવી, ડ્રગ્સનો દુરઉપયોગ અને જાતીય વિકૃતીઓને કારણે RTI & STI જેવા રોગોનો ભોગ બને છે.
- સૌપ્રથમ આવી વ્યકિતઓને તેમના શિક્ષણ અને પરિપકવતાના સ્તરને આધારિત પ્રવૃત્તિઓ તંત્રની પસંદ/નાપસંદ/રૂચિ લખીને સ્પષ્ટ કરો.
ઉદાહરણ તરીકે,
- મને મારી જાત ગમે છે.
- મને અન્ય મૈત્રી પૂર્ણ લોકો સાથે સંબંધ ગમે છે.
- મને ચીસો પાડવાથી ધિક્કાર છે.
- મને ગમે તેવું સત્ય કહેવું ગમે છે.
- મને છેતરપિંડી કરવામાં નફરત છે.
- મને શબ્દો સાથે રમવું ગમે છે.
- મહેનતુ વ્યકિતઓ ગમે છે.
- મને ધાર્મિક માણસો ગમે છે.
- કાઉન્સેલિંગનું આગલું પગલું એ છે કે જીવન અને જીવનના મુલ્યોનું દર્શન શાબ્દિક રીતે વ્યકત કરવું આ કસરત વ્યક્તિને સાવચેત રહેવા, જીવનમાં સફળ થવા, એડજસ્ટ થવા અને દરેક વ્યક્તિ રૂચિ વિકસાવવામાં મદદ કરશે, નોલેજ વગર વ્યકિત ખોટી દિશામાં જાય છે.
- કારકીર્દીની પસંદગી, મિત્રો, કયાં રહેવું, જીવનશૈલી, વ્યવસાયમાં સ્થિર થવું વગેરે બાબતે કાઉન્સેલિંગ કરવું જીવનમાં પડકારો, અશાંતિ આવ્યા જ કરે પરંતુ તે કાયમ માટે હોતી નથી, આથી ફસ્ટ્રેશન ફીલ ન કરવું, હતાશ ન થવું, શાંતિથી સમસ્યાનો સામનો કરવો, સકારાત્મક વિચારો કરવાં, મેડીટેશન કરવું.
દા.ત., એક ઉદાહરણ દ્વારા સમજાવવું :
- એક ચોરસને સર્કલમાં ગોઠવશો તો અવ્યવસ્થા સર્જાશે પરંતુ સર્કલને ચોરસમાં ગોઠવશો તે વ્યવસ્થિત લાગશે. આ જ રીતે કોઇ વ્યકિત તેની ઇચ્છાઓ, રૂચિ,ક્ષમતાઓને જોબ સાથે સુમેળ કરે છે. ત્યારે માનસિક સંતાોષ મેળવે છે.
- સ્વ અને કાર્યમાં પરિવર્તન લાવી શકાય છે અને પોતાના જીવનને નિયંત્રીત કરી શકાય છે.
- કાઉન્સેલિંગ એટલે યોગ્ય નિર્ણય લેવાની વ્યુહરચના અથવા કુશળતા દ્વારા વ્યકિતઓને માર્ગ આપીને વ્યકિતગત શ્રેષ્ઠતા પ્રાપ્ત કરાવવી.
તેના સ્ટેપ નીચે પ્રમાણે છે.
- (૧) લેવાયેલ નિર્ણયની ઓળખ કરવી.
- (૨) નિર્ણય માટે માહિતી એકત્રિત કરવી.
- (૩) ઉપલબ્ધ વૈકલ્પોને ઓળખવા.
- (૪) પસંદગી, નિર્ણયનો અમલ
- આ રીતે વ્યકિતગત, ફેમીલી અને કોમ્યુનીટીમાં કાઉન્સેલિંગ કરવું જોઇએ.
- વ્યકિતના પ્રોબ્લેમને સાંભળો અને તેમની સમસ્યાઓનું વિશ્લેષણ કરો.
- તણાવનો સામનો કેવી રીતે કરવો તે શીખવો.
- ધૂમ્રપાન, દારૂ પાન અન્ય દુષિત વર્તણુંકના લીધે શરીર ઉપર દુષ્પ્રભાવ પડે છે તેના વિશે સમજાવો. આ માટે તબીબો, હેલ્થ પર્સન, ધાર્મિક નેતાઓ અને અન્ય સક્ષમ રીસોર્સ પર્સનને લાભ આપો.